________________
કાલલોક-સર્ગ ૨૮
तत्र च - ओघात्सामान्यत: साधु-सामाचार्या यदीरणं ।
ओघसामाचार्यसौ स्या-दोघनियुक्तिरूपिका ॥११७॥ भवेत्पदविभागाख्या सामाचारी महात्मनां । छेदग्रंथसूत्ररूपा दशधेच्छादिका त्वियं ॥११८॥ इच्छामिच्छातहक्कारो आवस्सिया य निसीहिया आपुच्छणा य पडिपुच्छा छंदणा य निमंतणा ।।११९॥ उवसंपया य काले सामायारी भवे दसहा । इच्छया कुर्विदमिति रात्निकाद्या दिशंति यत् । इच्छाकारेण तत्कुर्या-दितीच्छाकार उच्यते ॥१२०॥ अनाभोगाज्जिनाद्याज्ञा-विरुद्ध कथिते कृते । मिथ्याकारं यदाहुख़ः स मिथ्याकार उच्यते ॥१२॥ गुर्वाद्युक्तेषु सूत्रार्थादिषु कार्येषु वा बुधाः । तथैवमिति यद्व्यु-स्तथाकारः स उच्यते ॥१२२।।
તેમાં ઓઘથી એટલે સામાન્યથી સામાચારીનું જે કહેવું, તે ઓસામાચારી, જે ઓઘનિયુક્તિમાં કહેલી છે.૧૧૭.
બીજી પદવિભાગ નામની સામાચારી છેદ સૂત્રરૂપ છે, જે છેદ સૂત્રમાં કહેલી છે. તથા ત્રીજી દશ પ્રકારની સામાચારી આ પ્રમાણે છે.-૧૧૮.
ઈચ્છાકાર ૧, મિચ્છાકાર ૨, તહકાર ૩, આવસ્સિયા ૪, નિસહિયા ૫, આપુચ્છણાદ, પડિપુચ્છણા ૭, છંદણા ૮, નિમંત્રણા ૯, અને ઉપસંપદા ૧૦, આ દશ પ્રકારની સામાચારી કાળને આશ્રયીને કહેલી છે. ૧૧૯.
‘અમુક કાર્ય તું તારી અનુકૂળતા હોય તો કર' એમ ગુર્નાદિ મોટા જે આદેશ આપે, તે પોતાની ઈચ્છાથી (પ્રેમથી) કરવું, તે ઈચ્છાકાર કહેવાય છે. (૧) ૧૨૦.
ભૂલથી તીર્થંકરાદિની આજ્ઞાવિરુદ્ધ કાંઈ બોલાયું હોય અથવા કરાયું હોય, તેને માટે પંડિતો, જે મિથ્યાદુકૃત આપે, તે મિથ્યાકાર કહેવાય છે. (૨) ૧૨૧.
ગુર્વાધિદ્વારા સૂત્ર અને અર્થ તથા બીજું કાંઈ કાર્ય બતાવાયું હોય, ત્યારે વિનીત સાધુઓ જે તહત્તિ અને બહુ સારું, એમ બોલે તે તથાકાર કહેવાય છે. (૩) ૧૨૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org