________________
કાળ દ્રવ્યના અગ્યાર નિક્ષેપ अयं भावः-यद्येन तिर्यङ्मनुजा-दिकजीवितमर्जितं ।
तस्यानुभवकालो यः स यथायुष्क उच्यते ॥११०।। येनोपक्रम्यते दूर-स्थं वस्त्वानीयतेऽतिकं ।। तैस्तैः क्रियाविशेषैः स उपक्रम इति स्मृतः ॥१११।। उपक्रमणमभ्यर्णा-नयनं वा दवीयसः । उपक्रमस्तत्कालोऽपि [पचारादुपक्रमः ॥११२॥ सामाचारियथायुष्क-भेदाच्चोपक्रमो द्विधा । सामाचारी तत्र साधु-जनाचीर्णा शुभक्रिया ॥११३।। तस्या आनयनं प्रौढ-शास्त्रादुद्धृत्य यत्क्वचित् ।
आसन्नतायै लघुनि शास्त्रे स स्यादुपक्रमः ॥११४॥ अयं भावः-ज्ञानस्यास्याः प्रौढशास्त्रा-ध्ययनाच्चिरभाविनः ।
अल्पग्रंथादाशुकारी स्यात्सामाचार्युपक्रमः ॥११५।। ओघः पदविभागश्च दशधा चेति स त्रिधा ।
सामाचारीत्रिधात्वेनो-पक्रमोऽप्युदितो बुधैः ॥११६॥ ભાવાર્થ એ છે કે જે જીવે તિર્યંચ, મનુષ્ય વિગેરેનું જે આયુ ઉપાર્જન કર્યું હોય, તે આયુષ્યના અનુભવનો જે કાળ, તે યથાયુષ્ક કહેવાય છે.૧૧૦.
છઠ્ઠો ઉપક્રમકાળ જેના વડે ઉપક્રમ કરાય એટલે દૂર રહેલી વસ્તુને તે તે પ્રકારની ક્રિયાથી નજીક લાવવામાં આવે, તે ઉપક્રમ કહેવાય છે. ૧૧૧.
અથવા તો ઉપક્રમ એટલે દૂરને નજીક લાવવું. તે તે ઉપક્રમનો કાળ પણ ઉપચારથી ઉપક્રમકાળ કહેવાય છે.૧૧૨.
આ ઉપક્રમ-સામાચારી અને યથાયુષ્ક એમ બે પ્રકારનો છે, તેમાં સામાચારી એટલે સાધુઓએ આચરેલી શુભ ક્રિયા. તે શુભ ક્રિયાને મોટા શાસ્ત્રમાંથી ઉદ્ધરીને સમીપતાને માટે નાના શાસ્ત્રમાં લાવવી, તે ઉપક્રમ કહેવાય છે. ભાવાર્થ એ છે કે– મોટા શાસ્ત્રનો અભ્યાસ કરવાથી આ સાધુક્રિયાનું જ્ઞાન ઘણે કાળે થાય છે, તે નાનો ગ્રંથ ભણવાથી થોડા કાળમાં થાય છે, તેથી તે સામાચારી ઉપક્રમ કહેવાય છે. ૧૧૩–૧૧૫.
ઓઘસામાચારી, પદવિભાગસામાચારી અને દશ પ્રકારની ચક્રવાળસામાચારી-એમ સામાચારી ત્રણ પ્રકારની હોવાથી પંડિતોએ ઉપક્રમના પણ ત્રણ જ પ્રકાર કહ્યા છે. ૧૧૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org