________________
૧૮
तथाहि
साद्यनंताऽनागताद्धा - तीता सांता निरादिका । અનાધનંતાશ્ચાવાણધર્માધર્માંત્યો મા: ।।૨૦।। अचेतनस्य द्रव्यस्य चतुर्द्धेति स्मृता स्थितिः । एवमुक्त्वा द्रव्यकाल - मद्धाकालमथ ब्रूवे ॥ १०४ ॥ सूर्यादिक्रियया व्यक्ति - कृतो नृक्षेत्रगोचरः । गोदोहादिक्रियानिर्व्य-पेक्षोऽद्धाकाल उच्यते ॥ १०५ ॥ यावत्क्षेत्रं स्वकिरणैश्चरन्नुद्योतयेद्रविः । दिवसस्तावति क्षेत्रे परतो रजनी भवेत् ॥ १०६॥ एवं सदा प्रवृत्तोऽद्धाकालोऽर्कादिगतिस्फुट: । गोदोहान्नपाचनाद्यामन्यां नापेक्षते क्रियां ॥ १०७॥ अद्धाकालस्यैव भेदाः समयावलिकादयः । अथो यथायुष्ककालस्वरूपं किंचिदुच्यते ॥ १०८ ॥ यश्चाद्धाकाल एवासु-मतामायुर्विशेषितः ।
वर्त्तनादिमयः ख्यातः स यथायुष्कसंज्ञया ॥१०९ ॥
અધર્માસ્તિકાય વિગેરે અનાદિ અનંત (૪) છે. ૧૦૩.
આ પ્રમાણે અચેતન દ્રવ્યની ચાર પ્રકારની સ્થિતિ કહી. એ રીતે ત્રીજો દ્રવ્ય કાળ કહ્યો. ૩. હવે ચોથા અદ્ધાકાળને હું કહું છું. ૧૦૪.
કાલલોક-સર્ગ ૨૮
સૂર્યાદિની ક્રિયાથી પ્રગટ થયેલો અને ગોદોહાદિ ક્રિયાની અપેક્ષા રહિત જે કાળ મનુષ્યક્ષેત્રમાં વર્તે છે, તે અદ્ધાકાળ કહેવાય છે. ૧૦૫.
તે આ પ્રમાણે—ચાલવાની ક્રિયા દરમ્યાન સૂર્ય પોતાના કિરણોથી જેટલા ક્ષેત્રને પ્રકાશિત કરે છે, તેટલા ક્ષેત્રમાં દિવસ હોય છે અને તે સિવાયનાં ક્ષેત્રમાં રાત્રિ હોય છે. ૧૦૬.
આ પ્રમાણે સૂર્યાદિની ગતિથી સ્પષ્ટ જણાતો અને નિરંતર પ્રવર્તતો અદ્ધાકાળ, ગોદોહ અને અન્નને પકાવવા વિગેરે અન્ય ક્રિયાની અપેક્ષા રાખતો નથી.૧૦૭.
સમય અને આવલિકા (તથા મિનિટ, કલાક) વિગેરે સર્વ અદ્ધાકાળના જ ભેદો છે.૪. હવે પાંચમા યથાયુષ્યકાળનું કાંઈક સ્વરૂપ કહેવાય છે. ૧૦૮.
Jain Education International
ઉપર કહેલો જે અદ્ધાકાળ પ્રાણીઓના આયુષ્યના વિશેષણરૂપે કહેવામાં આવે છે, તે જ વર્તનાદિ સ્વરૂપવાળો કાળ, યથાયુ કહેવાય છે. ૧૦૯.
૧. ગાયોને દોહવા વિગેરેની ક્રિયા વખતનો સમય.
For Private & Personal Use Only
www.jainelibrary.org