________________
દ્રવ્ય કાળની સ્થિતિ
सचित्ताचित्तद्रव्याणां सादिसांतादिभेदजा । स्थितिश्चतुर्विधा यद्वा द्रव्यकालः प्रकीर्त्यते ॥९७॥ सचेतनस्य द्रव्यस्य सादिः सांता स्थितिर्भवेत् । सुरनारकमादि-पर्यायानामपेक्षया ॥९८॥ सिद्धाः सिद्धत्वमाश्रित्य साधनंतां स्थितिं श्रिताः । भव्या भव्यत्वमाश्रित्या-नादिसातां गताः स्थितिं ॥९९॥ जीवो मोक्षस्य योग्यो हि भव्य इत्युच्यते श्रुते ।
मोक्षं प्राप्तस्तु नो भव्यो नाप्यभव्य इतीर्यते ॥१००। યદુવાં – “સિદ્ધ ન મળ્યે નો સમન્વે' તિ.
अभव्याश्चाभव्यतया-ऽनाद्यनंतस्थितौ स्थिताः । द्रव्यस्येति सचित्तस्य स्थितिरुक्ता चतुर्विधा ॥१०॥ द्विप्रदेशादयः स्कंधाः स्युः सांताः सादयोऽपि च । उत्कर्षतोऽप्यसंख्येय-कालस्थितिजुषो हि ते ॥१०२॥
અથવા સચિત્ત અને અચિત્ત દ્રવ્યોની જે સાદિસાત વિગેરે ચાર પ્રકારની સ્થિતિ છે, તે દ્રવ્યકાળ કહેવાય છે.૯૭.
સચેતન દ્રવ્યની દેવ, નારક, મનુષ્ય વિગેરે પર્યાયોની અપેક્ષાથી સાદિસાંત (૧) સ્થિતિ છે. ૯૮.
રિદ્ધના જીવોની સિદ્ધપણાને આશ્રયીને સાદિ અનંત (૨) સ્થિતિ છે, ભવ્ય જીવોની ભવ્યત્વને આશ્રયીને અનાદિસત (૩) સ્થિતિ છે, કેમકે જીવ મોક્ષને યોગ્ય હોય તે ભવ્ય છે–એમ સિદ્ધાંતમાં કહ્યું છે, તે જીવ જ્યારે મોક્ષ પામે છે ત્યારે તે ભવ્ય પણ નથી અને અભિવ્ય પણ નથી એમ કહ્યું છે. ૯૯–૧૦૦.
તે વિષે સિદ્ધાંતમાં કહ્યું છે કે- “સિદ્ધનો જીવ ભવ્ય પણ નથી અને અભવ્ય પણ નથી.”
તથા અભવ્ય જીવોની અભવ્યપણાને આશ્રયીને અનાદિ અનંત (૪) સ્થિતિ છે. (કેમકે તે કદાપિ મોક્ષને પામતા જ નથી, એટલે તેનો અંત નથી અને તેનું અભવ્યપણું અનાદિ કાળનું છે, તેથી તે અનાદિઅનંત છે.) આ પ્રમાણે સચિત્ત દ્રવ્યની ચાર પ્રકારની સ્થિતિ કહી. ૧૦૧.
અચેતન દ્રવ્યમાં દ્ધિપ્રદેશાદિ સ્કંધો સાદિસાત (૧) છે, કેમકે તે સ્કંધો ઉત્કર્ષથી પણ અસંખ્ય કાળની સ્થિતિવાળા જ છે. ૧૦૨.
ભવિષ્યકાળ સાદિઅનંત (૨) છે, ભૂતકાળ અનાદિસત (૩) છે. તથા આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org