________________
{
S
કાલલોક-સર્ગ ૨૮ अत्रेदं तत्त्वं प्रतिभासते
भूपसत्त्वाद्यथेह स्या-त्सौस्थ्यादि तदपेक्षितं । भूपाभावात्सदपि त-त्तदपेक्षं न युग्मिषु ॥९॥ तथेह कालसत्त्वात्त-त्सापेक्षं वर्त्तनादिकं । कालाभावात्तदपेक्षं नरक्षेत्राबहिर्न तत् ॥९॥ तद्वर्षादिऋतुद्रुम-सुमादिनयत्यकारणं कालः । तपनादिगतिव्यंग्यः समयादिर्ननु नृलोक एव स्यात् ॥१२॥ कालशब्दस्य निक्षेपाश्चैकादश निरूपिताः ।। सन्नाम १ स्थापना २ कालौ द्रव्या ३ द्धा ४ संज्ञकौ च तौ ॥९३।। यथायुष्को ५ पक्रमाख्यौ ६ देश ७ काला ८ भिधौ च तौ । प्रमाण ९ वर्ण १० नामानौ भाव ११ कालश्च ते स्मृताः ॥९४॥ सचेतनाचेतनयो-द्रव्ययोर्यद्विधीयते । कालेत्याख्या स्थापना वा तौ नामस्थापनाभिधौ ॥१५॥ द्रव्यमेव द्रव्यकालः सचेतनमचेतनं ।
कालोत्थानां वर्तनादि-पर्यायाणामभेदतः ॥९६॥ સુખાદિ થાય છે અને યુગલિયાના વખતમાં રાજાના અભાવે લોકોને સુખ હતું તેથી તે સુખ રાજાની અપેક્ષાવાળું હોતું નથી.૯૦.
તે જ પ્રમાણે અહીં અઢી દ્વીપમાં કાળ હોવાથી વર્તનાદિ કાળની અપેક્ષાવાળા કહેવાય છે. અને મનુષ્યક્ષેત્રની બહાર કાળનો અભાવ હોવાથી વર્તનાદિ કાળની અપેક્ષાવાળા કહેવાતા નથી.૯૧.
તેથી વર્ષાદિ છએ ઋતુઓ અને વૃક્ષના પુષ્પાદિને નિયમિત ઉત્પન્ન થવામાં કારણ કાલ જ છે અને સૂર્યાદિની ગતિથી જાણી શકાય એવો કાળ આ મનુષ્યક્ષેત્રમાં જ છે.૯૨.
કાળ શબ્દના અગ્યાર નિપા છે, તે આ પ્રમાણે નામકાળ ૧, સ્થાપનાકાળ ૨, દ્રવ્યકાળ ૩, અદ્ધાકાળ, ૪ યથાયુષ્કકાળ ૫, ઉપક્રમકાળ ૬, દેશકાળ ૭, કાળકાળ ૮, પ્રમાણકાળ ૯. વર્ણકાળ ૧૦ અને ભાવકાળ ૧૧. ૯૩–૯૪.
સચેતન કે અચેતન કોઈ પણ પદાર્થનું કાળ એવું નામ પાડ્યું હોય તે નામકાળ ૧. કોઈ પણ પદાર્થની કાળરૂપે સ્થાપના કરી હોય તે સ્થાપનાકાળ ૨.૯૫.
સચેતન કે અચેતન દ્રવ્ય જ દ્રવ્યકાળ કેમકે કાળને આશ્રયીને ઉત્પન્ન થતા દ્રવ્યના વર્તનાદિ પર્યાયો તથા દ્રવ્યનો પરસ્પર અભેદ છે.૯૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org