________________
૧૪
કાલલોક-સર્ગ ૨૮ तथोक्तं तत्त्वार्थभाष्ये-अथ कालस्योपकारः क इत्यत्रोच्यते - वर्त्तना परिणामः क्रिया परापरत्वे च कालस्येति ।
सार्द्ध द्वीपद्वयं वार्द्धि-युगं च व्याप्य स स्थितः । ત્રિ:પંચમર્તનનનિ તિસ્તત: II૭૭ી. नन्वेवं वर्तनादीनां लिंगानां भावतो यथा । नृक्षेत्रमध्ये कालोंऽगी-क्रियते श्रुतकोविदैः ॥७८॥ नृक्षेत्रात्परतोऽप्येष ऊर्ध्वाधोलोकयोरपि । वर्तनादिलिंगसत्त्वा-त्कुतो नाभ्युपगम्यते ॥७९॥ वर्त्तना किल भावानां वृत्तिः सा तत्र वर्त्तते ।
आयुः प्राणापानमानं परापरस्थिती अपि ॥८॥ अत्रोच्यते -वर्त्तते तत्र भावानां वृत्तिः सा किंतु नेष्यते ।
काललिंगं तदीयाया अपेक्षाया अभावतः ॥८॥ उत्पद्यते विलीयंते तिष्ठति स्वयमेव हि । संतः पदार्थास्तेषां चा-स्तित्वं नान्यव्यपेक्षया ॥८२॥
તે વિષે તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે–“કાળ શું ઉપકાર કરે છે ? ઉત્તર-વર્તન, પરિણામ, ક્રિયા અને પરાપરત્વ એ ચારે કાળના ઉપકાર છે
તે કાળ માત્ર અઢી દ્વીપ અને બે સમુદ્રમાં વ્યાપીને રહેલો છે, તેથી તે પીસ્તાલીશ લાખ યોજન પ્રમાણે ક્ષેત્રમાં જ માનેલો છે. ૭૭.
પ્રશ્ન – જેમ વર્તનાદિ લિંગ હોવાથી પંડિતો મનુષ્યક્ષેત્રમાં કાળને સ્વીકારે છે. તેમ મનુષ્યક્ષેત્રની બહાર તથા ઊર્ધ્વલોકમાં અને અધોલોકમાં પણ વર્તનાદિ લિંગ હોવાથી કેમ કાળને અંગીકાર કરતા નથી? કારણકે અઢી દ્વીપની બહાર પણ સર્વત્ર પદાર્થોની અસ્તિત્વરૂપ વર્તના તથા આયુષ્ય, શ્વાસોચ્છવાસનું પ્રમાણ અને પરાપરત્વની સ્થિતિ પણ રહેલી છે. ૭૦-૮૦.
ઉત્તર :અઢીદ્વીપની બહાર સર્વત્ર પદાર્થોની વૃત્તિરૂપ વર્તના છે, પરંતુ તે વર્તના કાળનું લિંગ છે એમ નથી; કેમકે ત્યાં પદાર્થની વર્તમાન કાળલિંગની અપેક્ષા હોતી નથી. ત્યાં રહેલા પદાર્થો પોતાની મેળે જ ઉત્પન્ન થાય છે, નાશ પામે છે અને સ્થિર રહે છે. તેમના અસ્તિત્વમાં બીજાની અપેક્ષા નથી. તથા ત્યાં પ્રાણાદિ પણ કાળની અપેક્ષાએ થતા નથી; કેમકે સમાન જાતિવાળા તે સર્વમાં એકસાથે તે પ્રાણાદિની ઉત્પત્તિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org