________________
કાળની ક્રિયા અને પરાપરત્વ
तत्र च - प्रयोगजात्मयोगोत्था विनसाजा त्वजीवजा ।
मिश्रा पुनस्तदुभय-संयोगजनिता मता ॥७१।। इति क्रिया ॥
प्रशंसाक्षेत्रकालाख्य-भेदतस्त्रिविधं मतं । परत्वमपरत्वं च तत्राद्यं गुणसंभवं ॥७२॥ परः सर्वोत्तमत्वेन जैनो धर्मः परोऽपरः ।
क्षेत्र तत्तु दूरस्थः परोऽभ्यर्णगतोऽपरः ॥७३॥ તથા - अभ्यर्णदेशसंस्थोऽपि पर एव वयोऽधिकः ।
वयोलघुर्विप्रकृष्ट-देशस्थोऽप्युच्यतेऽपरः ॥७४॥ दिशः परापरत्वाभ्यां वैपरीत्यात् स्फुटे तु ये । इमे परापरत्वे स्तः कालोऽनुग्राहकस्तयोः ॥७५॥ वर्तनाद्यास्त्रयः पूर्वो-दितास्त्रिषु तथांतिमं । परापरत्वं कालस्य चत्वारोऽनुग्रहा अमी ॥७६॥
છે. તે ક્રિયાનો અનુગ્રહ કરનાર કાળ છે તથા તે ક્રિયાના પ્રયોગાદિ ત્રણ પ્રકાર કહ્યા છે. ૬૯-૭૦
તેમાં જે જીવના વ્યાપારથી ઉત્પન્ન થાય તે પ્રયોગજા, કેવળ અજીવ દ્રવ્યથી ઉત્પન્ન થાય તે વિગ્નસાજા અને જીવ તથા અજીવ બન્નેના સંયોગથી જે ઉત્પન્ન થાય તે મિશ્રા ક્રિયા કહેવાય છે.૭૧. ઈતિ ક્રિયા. (૩)
(૧) પ્રશંસા, (૨) ક્ષેત્ર અને (૩) કાળ નામના ભેદથી પરત્વ અને અપરત્વ ત્રણ પ્રકારનું કહ્યું છે. તેમાં પરવાપરત્વ ગુણથી ઉત્પન્ન થાય છે. જેમકે જૈનધર્મ સર્વધર્મમાં ઉત્તમ હોવાથી પર છે અને અન્ય ધર્મ અપર છે. હવે બીજું ક્ષેત્રથી જે જીવાદિ પદાર્થ દૂર સ્થાનમાં રહેલા હોય, તે પર કહેવાય છે અને પાસેના સ્થાનમાં રહેલા હોય, તે અપર કહેવાય છે. તથા ત્રીજું કાળથી પાસેના સ્થાનમાં રહેલો પણ જો તે વયથી અધિક (મોટો) હોય તો તે પર કહેવાય છે અને દૂર સ્થાનમાં રહેલો પણ જો તે લઘુ વયવાળો હોય તો તે અપર કહેવાય છે. ૭૨–૭૪.
દિશાના ક્ષેત્રના) પરાપરત્વથી અને તેથી વિપરીત એટલે મોટી નાની વયને આશ્રયીને જે આ બીજા અને ત્રીજા પ્રકારના પરાપરત્વ કહ્યા તેનો અનુગ્રહ કરનાર કાળ છે.૭૫. ઈતિ પરાપરત્વ. (૪).
પૂર્વે કહેલા વર્તનાદિ ત્રણ અને છેલ્લું પરાપરત્વ, તે ચારે કાળના જ અનુગ્રહો છે; એટલે કે તે ચારેનો ઉપયોગ કાળથી જ થાય છે. ૭૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org