________________
૧૨.
કાલલોક-સર્ગ ૨૮
त्रिधा यद्वा परिणाम-स्तत्राद्यः स्यात्प्रयोगजः । द्वितीयस्तु वैनसिक-स्तृतीयो मिश्रकः स्मृतः ॥६४॥ तत्र जीवप्रयत्नोत्थः परिणामः प्रयोगजः । शरीराहारसंस्थान-वर्णगंधरसादिकः ॥६५॥ केवलोऽजीवद्रव्यस्य यः स वैनसिको भवेत् । परमाण्वāद्रधनु:-परिवेषादिरूपकः ॥६६॥ प्रयोगसहचरिताचेतनद्रव्यगोचरः । परिणामः स्तंभकुंभा-दिकः स मिश्रको भवेत् ॥६७।। अशक्ताः स्वयमुत्पत्तुं परिणामेन तादृशाः ।
कुंभादयः कुलालादि-साचिव्येन भवंति हि ॥६८॥ इति परिणामः ॥
क्रिया देशांतरप्राप्ति-रूपातीतादिका तथा । प्रोक्ता भाष्यस्य टीकायां तत्त्वार्थविवृत्तौ पुनः ॥६९॥ करणं स्यात्क्रिया द्रव्य-परिणामात्मिका च सा । कालोऽनुग्राहकस्तस्याः प्रयोगादेस्त्रिधा च सा ॥७०॥
કહેવાય છે અને ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય વિગેરે પરિણામ અનાદિ કહેવાય છે. ૩.
અથવા આ પરિણામ ત્રણ પ્રકારનો કહ્યો છે. તેમાં પહેલો પ્રયોગથી થયેલો, બીજો સ્વભાવથી ઉત્પન્ન થયેલો અને ત્રીજો મિશ્ર (બન્નેથી ઉત્પન્ન) થયેલો કહ્યો છે.૬૪.
તેમાં જીવના પ્રયત્નથી જે પરિણામ થાય છે, તે પ્રયોગજ કહેવાય છે. શરીર, આહાર, સંસ્થાન, વર્ણ, ગંધ, રસ વિગેરે પરિણામ પ્રયોગ કહેવાય છે, પરમાણુ, વાદળાં, ઈન્દ્રધનુષ અને પરિવેષ વિગેરે જે કેવળ અજીવ દ્રવ્યનો પરિણામ થાય છે તે સ્વાભાવિક કહેવાય છે. જીવના પ્રયોગ સહિત અચેતન દ્રવ્ય વિષયક જે સ્તંભ, કુંભ વિગેરે પરિણામ થાય છે, તે મિશ્ર પરિણામ કહેવાય છે. કારણકે પોતાની મેળે પરિણામવડે ઉત્પન્ન ન થઈ શકે તેવા કુંભાદિક પદાર્થો કુંભાર વિગેરેની સહાયથી જ થાય છે.૬૫-૬૮. ઈતિ પરિણામ (૨)
ક્રિયા દેશાંતરની પ્રાપ્તિરૂપ છે. તે અતીત, વર્તમાન અને ભવિષ્ય-એમ ત્રણ પ્રકારે ભાષ્યની ટીકામાં કહેલી છે, તથા તત્ત્વાર્થની ટીકામાં તો કરણને કરવું તે) ક્રિયા કહી છે. તે દ્રવ્યના પરિણામરૂપ
૧. ચંદ્રની ફરતું કુંડાળું થાય છે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org