Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ જ્ઞાનસાર ચલતારૂપ સંકલ્પ છે, અને તેનું વારંવાર સ્મરણ કરવા રૂપ વિક૯૫ કહેવાય છે. એવા સંકલ્પ વિકલ્પરૂપ ધૂમનું કંઈ પણ પ્રજન નથી. જેને સ્વરૂપની એક્તારૂપ સ્થિરતા પ્રકાશિત છે તેને સંકલ્પ-વિક હેતા નથી. જો કે જ્ઞાન, દર્શન અને ચારિત્રના અભેદ કાળે નિર્વિકલ્પ સમાધિ હોય છે, તે પણ સ્વરૂપમાં લીન થએલાને સાંસારિક સંક૯પ-વિકલપને અભાવ હોય છે. તથા અત્યન્ત ધૂમના જેવા મલિન-દેષવાળા આચનું પણ કંઈ પ્રયજન નથી. આથી સંક૯૫વિકલ્પરૂપ ચલાયમાન પરિણતિને ત્યાગ કરીને દ્રવ્ય અને ભાવરૂપ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહરૂપ આસાને ત્યાગ કરવો. જે આત્મસમાધિમાં રતિવાળે અને પિતાના સ્વભાવમાં સ્થિર છે તેને આ ક્યાંથી હોય? કારણ કે સ્વભાવનું કર્તાપણું, યથાર્થ જ્ઞાનસ્વરૂપનું ગ્રાહકપણું, પિતાના ગુણોનું ભક્તાપણું અને પોતાના સ્વભાવના રક્ષકપણાના ગુણમાં પરિણમેલ આત્માને આસ લેતા નથી; પણ પરભાવપણે પરિણમેલા એ સ્વભાવના આસો હોય છે. સ્વરૂપની ભ્રાન્તિ જ સ્વપરિણામને પરભાવના કર્તાપણે પરિણુમાવે છે. જ્યારે આત્માને સ્વરૂપને બેધ અને સ્વકાર્ય કરવાને નિશ્ચય થાય છે ત્યારે સ્વપરિણામને સ્વભાવરૂપ કાર્ય કરવામાં પ્રવર્તાવે છે, પરભાવના કર્તાપણામાં પ્રવર્તાવતું નથી. સ્વરૂપમાં મૂઢ થએલાને વિશે કારકને સમુદાય પણ પરભાવના કર્તાપણા આદિ વ્યાપાર વડે અશુદ્ધ કરાયેલ છે. જ્યારે આવા પ્રકારના વપરના વિવેક વડે હું આત્મસ્વરૂપ છું અને પર તે પરજ છે, હું પરભાવને કર્તા નથી અને ભક્તા પણ નથી-એમ