________________
યુરેપનાં સ્મરણે
સગવડ-અગવડ.
યુરોપમાં મુસાફરી કરવામાં કઈ પ્રકારની અગવડ આવે તેમ નથી. જરા હકીક્ત સમજીને કામ લીધું હોય તો બધી સગવડ થાય છે અને જરા અગવડ પડે તે સહન કરી લેવાની ટેવ પાડવી. તદ્દન ચેનચમન મુસાફરીમાં થાય નહિ એ ધ્યાનમાં રાખવું. ખાવાને વખતે ખાવાનું મળે છે અને રેલવે, સ્ટીમર, હોટેલ, રેસ્ટોરાં બધાં અનુકૂળતાથી વત છે, માત્ર ખીસામાં પૈસા હોય તે જરા પણ અગવડ આવતી નથી, ખાસ અગવડ લાગતી હોય તે કુકની ટુર લેવી એટલે તમારું બધું કામ તેઓ કરી આપશે. સ્થાનિક ગાઇડે અને ટુરે.
કુક અને બીજી કંપનીઓની (એજન્સીઓની) દરેક સ્થળે સ્થાનિક ઇટીનરરી (ટુર-મુસાફરી) હોય છે અને તેઓ ખાનગી ગાઈડ માર્ગદર્શકે પણ આપણે ખરચે પૂરા પાડે છે. સ્થાનિક ઈટીનરીમાં લાભ અને ગેરલાભ સમાયેલા છે. લાભ એ છે કે અજાણ્યા શહેરમાં ક્યાં જવું અને ઈતિહાસ વિગેરે શું છે તેનું આપણને જ્ઞાન ન હોય ત્યારે બહુ થડા વખતમાં આ ટુરથી આપણે ઘણું જોઈ શકીએ છીએ અને ખર્ચ ઓછો થાય છે. ગેરલાભ એ છે કે જે ચીજ બતાવવામાં આવે તે જ આપણે જેવી પડે છે અને એક ચિત્ર કે બાવલું આપણને ખાસ ગમે તો તેની પાસે ઊભા પણ રહી શક્તા નથી. એકંદરે ટુંકા વખતમાં જેને માટે કાર્યક્રમ પૂરે કરવું હોય તેણે એવી ટુરમાં દાખલ થવું વધારે ઠીક છે. ખાનગી ગાઈડ અને ખાનગી ગાડી (મોટર) વધારે અનુકૂળ પડે પણ એ ખરચ બહુ ધનવાન હોય તેને જ પાલવે. તેલ માપ.
યુરોપમાં તેલ માપ કેવાં ચાલે છે તે બરાબર લક્ષમાં રાખવાની જરૂર છે. ઇગ્લાંડમાં અને યુનાઇટેડ સ્ટેટસ (અમેરિકા)માં આઉસ પાઉન્ડ ચાલે છે તે આપણે બરાબર જાણતા હોઈએ છીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com