Page #1
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન ૨ત્નાકર
[ભાગ-૭]
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામીના શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વખત થયેલાં પ્રવચનો
: પ્રકાશક: શ્રી કુંદકુંદ-કહાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટ ૧૭૩-૧૭૫ મુંબાદેવી રોડ, મુંબઈ ૪OO OOR
: નિર્દેશકઃ શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #2
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રાપ્તિસ્થાનઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ, સોનગઢ-૩૬૪ ૨૫૦ શ્રી દિગંબર જૈન મુમુક્ષુ મંડળ, ૧૭૩/૧૭૫, મુંબાદેવી રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૨
વિ. સં. ૨૦૩૯ વીર સં. ૨૫૦૯ પ્રથમ આવૃત્તિઃ પ્રત-૫૦૦૦
મુદ્રકઃ
સુમતિ પ્રિન્ટિંગ પ્રેસ, પાલીતાણા રોડ સોનગઢ-૩૬૪ ૨૫૦
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #3
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Thanks & Our Request
This shastra has been kindly donated by Hevika Foundation (hastè Kamal, Vijen, Hemal Bhimji Shah and Family), London, UK who have paid for it to be "electronised" and made available on the internet.
Our request to you:
1) We have taken great care to ensure this electronic version of Pravachan Ratnakar Part - 7 is a faithful copy of the paper version. However if you find any errors please inform us on Rajesh@ AtmaDharma.com so that we can make this beautiful work even more accurate.
2) Keep checking the version number of the on-line shastra so that if corrections have been made you can replace your copy with the corrected one.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #4
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
Version History Date
Changes
Version Number
001
05 Nov 2002 | First electronic version.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #5
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
* પ્રકાશકીય નિવેદન * मंगलं भगवान वीरो मंगलं गौतमोगणी।
मंगलं कुन्दकुन्दार्यो जैन धर्मोस्तु मंगलम्।। પ્રારંભિક
પરમ દેવાધિદેવ જિનેશ્વરદેવ શ્રી વર્ધ્વમાનસ્વામી, ગણધરદેવ શ્રી ગૌતમસ્વામી તથા આચાર્ય ભગવાન શ્રી કુંદકુંદદેવાદિને અત્યંત ભક્તિ સહિત નમસ્કાર.
એ તો સુવિદિત છે કે અંતિમ તીર્થંકર ભગવાન શ્રી વદ્ધમાનસ્વામીની દિવ્યધ્વનિનો સાર આચાર્ય શ્રી કુંદકુંદદેવ પ્રણીત સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય આદિ પરમાગમોમાં ઠાંસી ઠાંસીને ભરેલો છે. ભવ્યજીવોનાં સદભાગ્યે આજે પણ આ પરમાગમાં શ્રી અમચંદ્રાચાર્ય આદિ મહાન દિગ્ગજ આચાર્યોની ટીકા સહિત ઉપલબ્ધ છે. સાંપ્રતકાળમાં આ પરમાગમોનાં ગૂઢ રહસ્યો સમજવાની જીવોની યોગ્યતા મંદતર થતી જાય છે, મોક્ષમાર્ગ પ્રાયે લુપ્ત થયો હતો તેવા કાળમાં મહાભાગ્યે જૈનશાસનના નભોમંડળમાં એક મહાપ્રતાપી યુગપુરુષ, આત્મજ્ઞસંત પરમપૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીનો ઉદય થયો. ૪૬ વર્ષો સુધી ઉપરોક્ત પરમાગમો તથા અન્ય પરમાગમોમાં પ્રતિપાદિત જૈનધર્મનાં મૂળભૂત સિદ્ધાંતોને અતિસ્પષ્ટરૂપે, અવિરુદ્ધતાપૂર્વક, ભવ્ય જીવોને ભવતાપવિનાશક પરમશાંતિપ્રદાયક પ્રવચનગંગા દ્વારા, તેઓશ્રી રેલાવતા રહ્યાં. સુષુપ્ત જેનશાસનમાં એક મહાન ક્રાંતિ ઉદય પામી. પરમાગમોને સમજવાનો જીવોને યથાર્થ દૃષ્ટિકોણ સાંપડ્યો. આ પ્રવચનગંગામાં અવગાહન પામીને અનેક ભવ્ય આત્માઓને જૈનધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ જ અનેક જીવો જૈનધર્મનાં ગંભીર રહસ્યોને સમજતા થયા અને માર્ગાનુસારી બન્યા. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનો જૈન સમાજ ઉપર અનુપમ, અલૌકિક, અનંત ઉપકાર છે. તેઓશ્રીના ઉપકારનો અહોભાવ નીચેની પંક્તિઓ દ્વારા પ્રત્યેક મુમુક્ષુઓ વ્યક્ત કરે છે.
અહો ! ઉપકાર જિનવરનો કુંદનો ધ્વનિ દિવ્યનો,
જિન-કુંદધ્વનિ આપ્યા અહો ! તે ગુરુ કહાનનો. આ પ્રવચન રત્નાકર ગ્રંથમાળાનાં પ્રથમ ત્રણ ભાગ પૂજ્યશ્રીની હયાતી દરમિયાન બહાર પડી ચૂકયા હતા. તેઓશ્રીની શીતળ છાયામાં આ ગ્રંથમાળામાં તેઓશ્રીનાં સઘળા પરમાગમો ઉપરનાં પ્રવચનોનો સાર પ્રકાશિત કરવાની અમારી ભાવના અધૂરી રહી. સંવત્ ૨૦૩૭ના કારતક વદી ૭ શુક્રવાર તા. ૨૮-૧૧-૮૦ ના રોજ સમાધિભાવપૂર્વક તેઓશ્રીનો સ્વર્ગવાસ થયો. અમારા પર વજઘાત થયો. શાશ્વત શાંતિનો માર્ગ બતાવનાર અમને-દરેક જીવમાત્રને “ભગવાન” કહી બોલાવનાર વિરોધીઓને પણ “ભગવાન” કહી તેમની ભૂલ પ્રત્યે ક્ષમાદષ્ટિ રાખી, તેઓ પણ દશાએ ભગવાન થાવ એવી કરુણા વરસાવનાર એક મેરૂપર્વત જેવો અચલ, અડગ, ક્રાંતિકારી, એકલવીર, મોક્ષમાર્ગને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #6
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૪]
અતિસૂક્ષ્મ છણાવટ સહિત પ્રકાશીને નિજ આત્મસાધનાનાં માર્ગે ચાલી નીકળ્યો. આટલા પ્રચારપૂર્વક અને આવી સૂક્ષ્મતા સહિત દ્રવ્ય-ગુણ-પર્યાયની છણાવટ જૈનશાસનમાં છેલ્લી કેટલીયે શતાબ્દિઓમાં કયારેય થઈ નથી એમ કહેવામાં આવે તો એમાં જરાય અતિશયોક્તિ નથી.
પૂજ્યશ્રીની પ્રવચનશૈલીમાં પણ ભાવિ તીર્થંકરનાં લક્ષણો ઝળકતાં હતાં, સર્વ જીવો મોક્ષમાર્ગને પામો એવી તેમની અદમ્ય ભાવના વારંવાર ઉછળતી હતી. માર્ગ પ્રકાશવામાં તેઓ અનેક વિરોધીઓની વચ્ચે પણ એકલા અડગ રહેતા, દ્વેષબુદ્ધિ સેવ્યા વગર વિરોધીઓના વિરોધનું તાત્ત્વિક રીતે ખંડન કરી યથાર્થ માર્ગનું સ્થાપન કરતા અને તેથી મધ્યસ્થ વિરોધીઓ વિરોધ ત્યજી સનાતન જૈનધર્મને અંગીકાર કરતા. તદુપરાંત તેમની પવિત્ર છાયા હેઠળ અનેક સ્થળોએ શ્રી જિનમંદિરોનું નિર્માણ થયું અને તેમાં વીતરાગી જિનબિંબોની મહા પાવનકારી પ્રતિષ્ઠા થઈ. પરમાગમોનાં ગ્રંથોનું લાખોની સંખ્યામાં પ્રકાશન થયું. શ્રી વીતરાગદેવ, નિગ્રંથગુરુ અને વીતરાગી શાસ્ત્રોનું સત્યસ્વરૂપ સમજાવી તેમનો મહિમા યથાર્થપણે બતાવ્યો. પૂ. ગુરુદેવશ્રી વારંવા૨ ફરમાવતા કે શ્રી વીતરાગ જિનબિંબોની પ્રતિષ્ઠા અને જીર્ણોદ્વાર તો વર્ષોથી લોકો કરતા આવ્યા છે પણ તેનો મહિમા જો યથાર્થ રીતે કરવો હોય તો તેમને ઓળખાવનાર પરમાગમોનો પ્રચાર પણ એટલો જ આવશ્યક છે. ૫૨માગમો અને તેનું રહસ્ય પ્રત્યેક વ્યક્તિ આબાળગોપાળ સૌના હૃદયમાં સ્થાન પામે તેવી તેમની ભાવના રહેલી અને પરમાગમોના પ્રકાશન માટે વારંવાર પ્રેરણા આપતા. અને એ ધ્યેયની સિદ્ધિ અર્થે તેઓશ્રી ૫૨માગમો ઉપર પ્રવચન આપતા રહ્યાં અને નિત્ય સ્વાધ્યાયની પ્રવૃત્તિ તેમણે સજીવન કરી, મુમુક્ષુઓના નિત્યક્રમમાં સ્વાધ્યાયની પ્રવૃત્તિ વણી લીધી. જેના પ્રતાપે અનેક ગામોમાં સામૂહિક સ્વાધ્યાયની પ્રવૃત્તિનો બહોળો ફેલાવો થયો. શિક્ષણશિબિરોનું આયોજન થયું. જયપુરમાં જૈન વિદ્યાપીઠની સ્થાપના થઈ. આદિ અનેક પ્રકારે તત્ત્વનો પ્રચાર થયો અને થાય છે. આત્મભાવનાની લોકોને એવી ધૂન લગાડી કે ખાધા વગર ચાલે પણ આત્માને વિચાર્યા વગર ન ચાલે. તેઓશ્રી ફ૨માવતા કે ધર્મ તે અર્ધકલાક-કલાક કે પર્વ-પૂરતી મર્યાદિત સાધનાની ચીજ નથી પણ ધર્મ એ જીવન છે. એટલે કે સર્વકાલિક અને સર્વક્ષેત્રે સાધનાની ચીજ છે. આમ અનેકવિધ રીતે તેઓશ્રી દ્વારા આવા અનેક પ્રસંગો દ્વારા ધર્મપ્રચાર ઘણો થયો. લાખો લોકો ધર્મભાવના ભાવતા થયા. આથી મધ્યસ્થ જીવો પણ તેમના પ્રત્યે બહુમાનની દષ્ટિએ જોતા. દિગંબર સમાજનાં પંડિતો, વિદ્વાનો અને ત્યાગીગણ પણ એ સત્યનો સ્વીકાર કરતા કે અમો એક પણ નવો જૈન બનાવી નથી શકતા ત્યારે આ મહાપુરુષે લાખો લોકોને જૈનધર્મમાં શ્રદ્ધાની બનાવ્યા. આપણા મહાભાગ્યે આવા વિલક્ષણ પુરુષનો પંચમ કાળમાં યોગ થયો. પાત્ર જીવોને માટે એક અપૂર્વ મહાન તક આવી. ધર્મામૃતની વર્ષો સુધી એકધારી વર્ષા થઈ. પૂ. ગુરુદેવશ્રી સંતોની વાણી ઉપર વારી જઈ જેમ ગાતા તેમ “અમૃત વરસ્યા રે પંચમ કાળમાં....” અંતે ક્રમાનુસાર સાંયોગિક ભાવનો કાળ પૂરો
66
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #7
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૫] થયો. એ મહાપુરુષનો આપણા ઉપર અતિ અતિ ઉપકાર છે. જેનું વર્ણન શબ્દો દ્વારા અશકય છે. જેણે શાશ્વત સુખનો માર્ગ આપ્યો તેનું ઋણ ફેડવાનો કોઈ માર્ગ જ નથી. એથી વિનમ્રપણે તે પાવન પરમામૃત દ્વારા વીતરાગ સર્વજ્ઞપ્રણીત શ્રીગણધરાદિ મહાન આચાર્યો રચિત પરમાગમોનો ઉકેલ કરી નિજ સાધનાની પરિપૂર્ણતાને પામીએ અને સર્વ જીવો પામો એ જ અભ્યર્થના. પુણ્યપ્રસંગનું સૌભાગ્ય:
સંવત ૨૦૩૪ ની દીપાવલિ પ્રસંગે મુંબઈ મુમુક્ષુ મંડળના સભ્યો પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ૯૦ મી જન્મજયંતી મુંબઈમાં ઉજવાય તે માટે અનુમતિ પ્રાપ્ત કરવા વિનંતી કરવા
સોનગઢ આવેલા ત્યારે કેટલાક સભ્યોને પોતાના સ્વાધ્યાયના હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર પરમાગમ ઉપર અઢારમી વાર થયેલ સાતિશય પ્રવચનો (સને ૧૯૭૫, ૧૯૭૬, ૧૯૭૭ માં) પ્રસિદ્ધ કરવાનો મંગળ વિચાર આવ્યો. આ વિચાર મંડળના સૌ સભ્યોએ પ્રેમથી આવકાર્યો અને પ્રસિદ્ધ અધ્યાત્મપ્રવક્તા, ધર્માનુરાગી મુરબ્બી શ્રી લાલચંદભાઈની પણ આ સુંદર કાર્ય માટે મંડળને પ્રોત્સાહિત કરતી શુભપ્રેરણા મળી. આ રીતે મુંબઈના મુમુક્ષુમંડળને પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વારના પરમાગમ શ્રી સમયસાર ઉપર થયેલા અનુભવરસમંડિત, પરમકલ્યાણકારી, આત્મહિતસાધક પ્રવચનો પ્રકાશિત કરવાના આ પુનિત પ્રસંગનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે અત્યંત હર્ષ અને ઉલ્લાસનું કારણ છે.
શ્રી કુંદકુંદાચાર્ય સમયસાર શાસ્ત્રમાં કર્તાકર્મ અધિકારનું નિરૂપણ કર્યું છે જે તેમનાં અન્ય શાસ્ત્રોમાં કે અન્ય આચાર્યોની રચનાઓમાં અલગ અધિકારરૂપે કયાંય જોવામાં આવતું નથી. જે આ અધિકારની વિશિષ્ટતા છે. કર્તાકર્મ અધિકાર દ્વારા જીવનું અકર્તાસ્વરૂપ ઘણા પ્રકારે સ્પષ્ટ કર્યું છે. જે જીવોની અનેક પ્રકારની ભ્રમણાઓને દૂર થવાનું કારણ છે. જેના ઉપરના પૂ. ગુરુદેવશ્રીના પ્રવચનો પણ અલૌકિક છે. જિજ્ઞાસુ જીવોને અવશ્ય એ પ્રેરણાદાયક નિવડશે. જે સર્વ જીવોએ સ્વાધ્યાય કરવા યોગ્ય છે. પ્રકાશનનો હેતુ
આ પ્રવચનોના પ્રકાશનનો મૂળ હેતુ તો નિજસ્વાધ્યાયનો લાભ થાય તે જ છે. તઉપરાંત સૌ જિજ્ઞાસુ ભાઈ–બહેનોને પૂજ્ય ગુરુદેવશ્રીનાં શ્રી સમયસાર ઉપરનાં સળંગ સર્વ પ્રવચનો સાક્ષાત્ સાંભળવાનો લાભ પ્રાપ્ત ન થઈ શક્યો હોય તે સંભવિત છે, તેથી આ ગ્રંથમાળામાં ક્રમશ: આદિથી અંત સુધીનાં પૂરાં પ્રવચનોને સમજવાનો કાયમી અને સર્વકાલિક લાભ મળી રહે તે હેતુથી પૂજ્ય ગુરુદેવશ્રીની અધ્યાત્મરસઝરતી અમૃતમયી વાણીના સ્વાધ્યાય દ્વારા નિરંતર મુમુક્ષુ જીવોને આત્મહિતની પ્રેરણા મળતી રહે, તેવો આશય પણ આ પ્રકાશનનું પ્રેરકબળ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #8
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૬] વળી આ પંચમકાળના પ્રવાહમાં ક્રમશઃ જીવોને ક્ષયોપશમ મંદતર થતો જાય છે તેથી પરમાગમમાં રહેલાં સૂક્ષ્મ અને ગંભીર રહસ્યો સ્વયં સમજવાં ઘણા જ કઠિન છે. આ પરિસ્થિતિમાં પૂજ્ય ગુરુદેવશ્રીએ સાદી અને સરળ ભાષામાં સ્પષ્ટ કરેલા પ્રવચનો લેખબદ્ધ કરીને પુસ્તકારૂઢ કરવામાં આવે તો ભાવી પેઢીને પણ શ્રી સમયસાર પરમાગમનાં અતિગૂઢ રહસ્યો સમજવામાં સરળતાપૂર્વક સહાયરૂપ બની રહેશે અને તે રીતે જિનોક્ત તત્ત્વજ્ઞાન અને તેની સ્વાધ્યાયપરંપરા તેના યથાર્થ સ્વરૂપમાં જળવાઈ રહેશે તેમ જ તે દ્વારા અનેક ભવ્યજીવોને પોતાનું આત્મકલ્યાણ સાધવામાં મહાન પ્રેરણા પ્રાપ્ત થાય. તેવા વિચારના બળે પૂજ્ય ગુરુદેવશ્રીના શ્રી સમયસાર ઉપરાંત બીજા પણ અનેક પરમાગમો ઉપર થયેલ પ્રવચનો પ્રકાશિત કરવાની ભાવના છે અને તે ભાવનાવશ આ ટ્રસ્ટની રચના થઈ છે. તેથી પૂજ્ય ગુરુદેવશ્રીનાં હજારો પ્રવચનો પ્રસિદ્ધ કરવાનો મુખ્ય ઉદ્દેશ આ ટ્રસ્ટમાં રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે સ્વ. શ્રી સોગાનીજીનું એક વચન સાકાર થવાનું હોય તેવું ભાસે છે. તેમણે કહ્યું છે કે પૂજ્ય ગુરુદેવશ્રીથી ધર્મનો જે આ પાયો નંખાયો છે તે પંચમકાળના અંત સુધી રહેશે. તદુપરાંત પૂજ્ય બહેનશ્રીનાં વચનામૃત નં. ૨૭ માં ઉલ્લેખ છે કે “તેમનો (પૂજ્ય ગુરુદેવશ્રીનો) મહિમા આજે તો ગવાય છે પરંતુ હજારો વર્ષ સુધી ગવાશે.” ખરેખર જ્ઞાનીઓના નિર્મળ શ્રતજ્ઞાનમાં ભાવિપ્રસંગો કેવળજ્ઞાનવત પ્રતિભાસે છે, કારણ કે આ ટ્રસ્ટની યોજનામાં પૂજ્ય ગુરુદેવશ્રીના પાંચ પરમાગમો ઉપર થયેલા પ્રવચનો ઉપરાંત બીજા પણ અનેક શાસ્ત્રો ઉપર થયેલાં પ્રવચનો ક્રમશઃ પ્રસિદ્ધ કરવાની ભાવના સાહિત છે. એ રીતે હજારો પ્રવચનોનું સંકલન પ્રથમ સંસ્કરણમાં જ અનેક ગ્રંથોરૂપે પુસ્તકારૂઢ થશે અને તેવા પ્રત્યેક પુસ્તકોનું સંસ્કરણ (આવૃત્તિ) હજારોની સંખ્યામાં રહેશે. એ રીતે હિંદી અને ગુજરાતી ભાષામાં તાત્કાલિક પ્રકાશન થતાં પુસ્તકોની સંખ્યા લાખોમાં થવા જાય છે અને તેની પરંપરા ચાલે તો ઉપરોક્ત જ્ઞાનીઓનાં વચનો સિદ્ધ થવાનું પ્રત્યક્ષ જણાઈ આવે છે. કાર્યવાહી
શ્રી સમયસાર પરમાગમ ઉપરનાં પૂજ્ય ગુરુદેવશ્રીના અઢારમી વખતના થયેલ મંગળ પ્રવચનો તે સમયે ટેપરેકોર્ડર ઉપર અંકિત કરી લેવામાં આવ્યાં હતાં. આ ધ્વનિમુદ્રિત પ્રવચનો ટેપ ઉપરથી સાંભળીને ક્રમશ: લેખબદ્ધ કરવામાં આવ્યાં છે. એક જ ટેપને વારંવાર સાંભળીને લેખન કરવામાં આવેલ છે. તેમ છતાં તેમાં કાંઈ ત્રુટિ રહી જવા ન પામે તે હેતુથી લખનાર સિવાય તપાસનારે ફરીથી સઘળાં પ્રવચનોની ચકાસણી કરેલ છે. આ પ્રમાણે તૈયાર થયેલાં પ્રવચનોના યથાયોગ્ય સુસંગત ફકરા પાડી તેને ફરીથી ભાઈશ્રી રમણલાલ માણેકલાલ શાહે લિપિબદ્ધ કરી આપેલ છે. તથા લિપિબદ્ધ થયેલાં પ્રવચનોની પણ છેલ્લે ભાઈ શ્રી હીરાભાઈ દહેગામવાળા દ્વારા પૂરતી ચકાસણી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #9
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
. [૭] કરવામાં આવે છે. આ રીતે પૂજ્ય ગુરુદેવશ્રીનાં પ્રવચનોમાં વ્યક્ત થયેલ ભાવો સારી રીતે યથાસ્થિત જળવાઈ રહે તેની પૂરેપૂરી કાળજી લેવામાં આવી છે. આભા૨:
ઉપર્યુક્ત કાર્યવાહીમાં અનેક મુમુક્ષુઓ તરફથી આ ટ્રસ્ટને અત્યંત નિસ્પૃહભાવે સહ્યોગ મળેલો છે તેની સાભાર નોંધ લેવામાં આવે છે. જે જે મુમુક્ષુઓએ પ્રવચનો ઉતાર્યા છે તેમ જ ઉતારેલાં પ્રવચનોને તપાસી આપેલ છે અને આ કાર્ય ખૂબ જ સાવધાનીથી, ઉત્સાથી અને કાળજીથી જે રીતે કરી આપ્યું છે અને જેમના નિસ્પૃહ સહકારથી આવું સુંદર કાર્ય થઈ શકયું છે તેઓ પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કર્યા વિના રહી શકીએ તેમ નથી. ભાઈશ્રી રમણભાઈએ નિસ્પૃહપણે ઘણો પરિશ્રમ લઈને લખાણ તૈયાર કરી આપેલ છે. તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ કાર્યમાં અતિ સક્રિય રીતે ભાઈશ્રી હીરાલાલ ભીખાલાલ શાહ દહેગામવાળા સંકલનલેખન તથા વ્યવસ્થા આદિ પ્રકારે ઉત્સાહપૂર્વક તન, મન અને ધનથી મહત્વપૂર્ણ ફાળો આ ગ્રંથમાળાના પ્રકાશનમાં એકમેક થઈને આપી રહ્યા છે તે બદલ તેમનો આભાર માનીએ છીએ.
વિશેષમાં અમારા ટ્રસ્ટને શ્રી વીતરાગ સત્ સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ-ભાવનગર તરફથી ઘણો જ સહયોગ પ્રાપ્ત થયો છે. આ યોજના તેમણે વિચારેલી અને સાકાર કરવાના પ્રયત્નો રૂપે પૂજ્ય ગુરુદેવશ્રીનાં ધ્વનિમુદ્રિત થયેલાં પ્રવચનો (અક્ષરશ:) લખાવી તૈયાર કરેલા, જે અગાઉથી અમોને લેખબદ્ધ કરવા માટે તૈયાર મળી ગયા જેથી આ કાર્ય શરૂ કરવામાં જરાપણ વિલંબ ન થયો, તે બદલ તેમનો આ સ્થળે આભાર માનીએ છીએ.
આ પ્રવચનોનું પ્રકાશન કરવા માટે મુંબઈના ચારેય મુમુક્ષુમંડળોએ તથા અન્ય મુમુક્ષુઓએ ઉદારતાથી આર્થિક સહ્યોગ આપેલ છે, જેમની નામાવલિ પુસ્તકમાં પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તે બદલ સમસ્ત દાતા ભાઈ-બહેનોનો આભાર માનવામાં આવે છે.
સાતમાં ભાગમાં શ્રીયુત જયંતિભાઈ ચત્રભુજભાઈ કામદાર (જેતપુરવાળા) તથા તેમનાં સમસ્ત પરિવાર તરફથી કિંમત ઘટાડવા માટે ઘણો સુંદર આર્થિક સહયોગ મળેલ છે. તે બદલ અમો તેમના ખૂબ જ આભારી છીએ.
તદુપરાંત પ્રસ્તુત પુસ્તક ગુજરાતી આત્મધર્મનાં ગ્રાહકોને તેઓશ્રી તરફથી ભેટ આપવામાં આવનાર છે.
આ પ્રકાશનનું મુદ્રણકાર્ય બહુ સુંદર, ત્વરિત અને કાળજીભર્યું કરી આપવા બદલ સુમતિ પ્રિન્ટિંગ પ્રેસના સંચાલકોનો આભાર માનીએ છીએ. આવકાર્ય
આ પ્રકાશન અમારો સાતમો પ્રયાસ છે. અત્યંત કાળજી અને સંભાળ રાખવા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #10
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[૮] છતાં પ્રકાશનમાં કોઈ ત્રુટિઓ રહી જવા પામી હોય તે સંભવિત છે. સુજ્ઞ પાઠકગુણ તરફથી આ સંબંધી જે કાંઈ સૂચનો મોકલવામાં આવશે તેને અત્રે આવકારીએ છીએ અને હવે પછીના પ્રકાશનમાં તે સંબંધી ઘટતું કરવામાં આવશે. સૂચનો:
(૧) આ શાસ્ત્રનું અધ્યયન કરનાર દરેક ભાઈ-બહેનોને નમ્ર વિનંતી છે કે આ જિનવાણી છે માટે તેની આસાતના ન થાય તેનું ખાસ ધ્યાન રાખશો.
(૨) આ શાસ્ત્રમાં સમયસારજીની મૂળ ગાથા, ટીકા, ભાવાર્થ, કળશ અને ત્યારબાદ પૂ. ગુરુદેવશ્રીનું પ્રવચન એ રીતે ક્રમ આપવામાં આવેલ છે. વીર સં. ૨૫૦૯
લિ. કારતક વદ ૭
શ્રી કુંદકુંદ-કાન પરમાગમ પ્રવચન ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ તા. ૨૨-૧૧-૮૨
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #11
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અનુક્રમણિકા
પ્રવચન નંબર ૨૬૩–૨૬૪
પૃષ્ટાંક
૧૯
0 |
૨૬૪-૨૬૫ ૨૬૫-૨૬૬ ૨૬૬-૨૬૭
૩ર.
૩૮
૩૮
૮ |
૨૬૭-૨૬૮
૪૬
४७
૬O
ર૬૮ ૨૬૮-૨૬૯ ૨૭૦ થી ૨૭ર
૬૪
૭૭
૨૭૨ થી ૨૭૫
ક્રમ | ગાથા/કળશ
કળશ-૧૩૩ ગાથા-૧૯૩
ગાથા-૧૯૪ ૪ | કળશ-૧૩૪ ૫ | ગાથા-૧૯૫ ૬ | ગાથા-૧૯૬ ૭] કળશ-૧૩૫
ગાથા૧૯૭ | ૯ | કળશ-૧૩૬ ૧O | ગાથા-૧૯૮ ૧૧ | ગાથા-૧૯૯ ૧૨ | ગાથા-૨OO ૧૩ કળશ-૧૩૭ ૧૪ | ગાથા ૨૦૧-૨૦૨ ૧૫ | કળશ-૧૩૮ ૧૬ | ગાથા-૨૦૩ ૧૭] કળશ ૧૩૯-૧૪) ૧૮ | ગાથા-૨/૪ ૧૯] કળશ-૧૪૧ | ૨૦ | કળશ-૧૪૨
૨૧ ગાથા-૨૦૫ | ૨૨ | કળશ-૧૪૩
૨૩ ગાથા-૨૦૬ | ૨૪] કળશ-૧૪૪ ૨૫ | ગાથા-૨૦૭
૨૬ | ગાથા-૨/૮ | ૨૭| ગાથા-૨૦૯ | ૨૮] કળશ-૧૪૫ | ૨૯ ગાથા-૨૧૦
૩O| ગાથા-૨૧૧ | ૩૧ ગાથા-૨૧૨
७८ ૧૦૮ ૧/૯ ૧૪૨ ૧૪૩
૨૭૫ થી ૨૭૭
૨૭૮ થી ર૮O
૧૬૯
૧૭) ૧૭૧
|
” ૨૮૧
૨૦૫.
૨૦૫
૨૮૧-૨૮૨
૨૧૪
૨૮૩ ૨૮૪ ૨૮૪
૨૧૫ ૨૩૧ ૨૩૯ ૨૫૦ ૨૫૦ ૨૬૨ ૨૬૫ ૨૮૨
૨૮૪ ૨૮૫-૨૮૬
૨૮૬
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #12
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂઠાંક
પ્રવચન નંબર
૨૮૬
૨૮૯ ૨૯૩ ૨૯૪ ૩.૬ ૩૧૯
૨૮૯-૨૯૦
૨૯૧ થી ૨૩
૨૩ (૧૯ મી વારના)
૨૯૪ થી ૨૯૭
૨૯૭-૨૯૮
|
દમ | ગાથા/કળશ ૩ર | ગાથા-૨૧૩ ૩૩ | ગાથા-૨૦૧૪ ૩૪ | કળશ-૧૪૬ ૩૫ | ગાથા-૨૧૫ ૩૬ ] ગાથા-૨૧૬ ૩૭ | કળશ-૧૪૭ ૩૮ | ગાથા-૨૧૭ ૩૯ ] કળશ-૧૪૮-૧૪૯ ૪૦| ગાથા-૨૧૮-૨૧૯ ૪૧ | કળશ-૧૫O ૪૨ ગાથા ૨૨૦ થી ૨૨૩ ૪૩] કળશ ૧૫૧-૧૫૨ ૪૪ | ગાથા-૨૨૪-૨૨૭ ૪૫ | કળશ-૧૫૩ ૪૬ | કળશ-૧૫૪ ૪૭ | ગાથા-૨૨૮ ૪૮] કળશ-૧૫૫ ૪૯] કળશ-૧૫૬ પ0 | કળશ-૧૫૭-૧૫૮ ૫૧ | કળશ-૧૫૯ પ૨ | કળશ-૧૬O ૫૩. કળશ-૧૬૧ ૫૪ | ગાથા-૨૨૯ ૫૫ | ગાથા-૨૩) પ૬ | ગાથા-૨૩૧ પ૭ | ગાથા-૨૩૨ ૫૮ | ગાથા-૨૩૩ ૫૯] ગાથા-૨૩૪ ૬O | ગાથા-૨૩૫ ૬૧ | ગાથા-૨૩૬ ૬ર | કળશ-૧૬૨
” _૨૯૮ થી ૩૦૨
૩૪૪ ૩૪૫ 3७४ ૩૭૫ ૩૯૨ ૩૯૪ ૪૧૭ ૪૧૯ ૪૨) ४३८ ४३८ ૪૩૯ ४४० ૪૪૧ ૪૪૨ ૪૪૩ ४७८ ४८७ ४८८ ૫૦૩ ૫૧૦
૩૦૨ ૩૦૩ ૩૪ ૩/૪ ૩૦૫ ૩૦૫
૩/૬ ૩૬ થી ૩O૮
૫૧૯ પર ૫૨૮ ૫૨૯
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #13
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી કાનજીસ્વામી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #14
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્રી સદ્ગુરુદેવ-સ્તુતિ
(હરિગીત ).
સંસારસાગર તારવા જિનવાણી છે નૌકા ભલી, જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ તારે નહીં; આ કાળમાં શુદ્ધાત્મજ્ઞાની સુકાની બહુ બહુ દોહ્યલો, મુજ પુણ્યરાશિ ફળ્યો અહો ! ગુરુ હાન તું નાવિક મળ્યો.
(અનુષ્ટ્રપ). અહો ! ભક્ત ચિદાત્માના, સીમંધર-વીર-કુંદના ! બાહ્યાંતર વિભવો તારા, તારે નાવ મુમુક્ષુનાં.
(શિખરિણી) સદી દષ્ટિ તારી વિમળ નિજ ચૈતન્ય નીરખે, અને જ્ઞપ્તિમાંહી દરવ-ગુણ-પર્યાય વિલસે; નિજાલંબીભાવે પરિણતિ સ્વરૂપે જઈ ભળે, નિમિત્તો વહેવારો ચિદઘન વિષે કાંઈ ન મળે.
(શાર્દૂલવિક્રીડિત) હૈયું “સત સત, જ્ઞાન જ્ઞાન” ધબકે ને વજવાણી છૂટે, જે વજે સુમુમુક્ષુ સર્વ ઝળકે; પરદ્રવ્ય નાતો તૂટે; -રાગદ્વેષ રુચે ન, જંપ ન વળે ભાવેંદ્રિમાં-અંશમાં, ટંકોત્કીર્ણ અકંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા.
(વસંતતિલકા )
નિત્ય સુધાઝરણ ચંદ્ર! તને નમું હું, કરુણા અકારણ સમુદ્ર! તને નમું હું હે જ્ઞાનપોષક સુમેઘ ! તને નમું હું, આ દાસના જીવનશિલ્પી ! તને નમું હું.
(ગ્નગ્ધરા ) ઊંડી ઊંડી, ઊંડેથી સુખનિધિ સતના વાયુ નિત્યે વહૂતી, વાણી ચિમૂર્તિ! તારી ઉર-અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી; ભાવો ઊંડા વિચારી, અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી, ખોયેલું રત્ન પામું, –મનરથ મનનો; પૂરજો શક્તિશાળી !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #15
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પૂજ્ય સદ્ગુરુદેવશ્રીની સ્વરચિત કાવ્ય દ્વારા ભક્તિપૂર્વક સ્તુતિ
આવી આવી રે, મહાસુદી અગીયારસ,
મારા મંદિરજીની વરસગાંઠ રે
ભાવી જિનેશ્વર જેતપુરને આંગણે પધાર્યા. દૂર દૂર દેશથી ગુરુદેવ પધાર્યા,
પધાર્યા છે જેતપુર મોઝાર,... ભાવીજિનેશ્વર.. વાટું જોતા તા નાથ તમાહરી,
કયારે પધારસે લાખોના તારણહાર રે.. ભાવી... કંઈ વિધીએ વંદુ નાથ આપને,
કઈ વિધીએ કરૂ સન્માનરે ભાવી.... કઈ વિધીએ પુજુ નાથ આપને,
કઈ વિધીએ કરૂં હું પ્રણામરે, ભાવી... મોતીચંદભાઈના તો ચંદ છો,
ઉજમબાના લાડકવાયા કહાનરે, ભાવી.... અનંત સંસાર મા રે આથડયા,
કયાંય ન મળ્યા આવા ભગવંતરે, ભાવી... અગીયાર બાર ગાથા સમજાવતા,
અમ ઉપર કર્યો બેડો પાર રે, ભાવી..... શુભ અશુભમાં રે રમતાં,
તેમાં કરાવી શુદ્ધાત્માની ઓળખાણરે, ભાવી.... સત્યને માર્ગે ચડાવીયા,
કેમ કરીને ભુલીયે ઉપકારરે, ભાવી.... હવે સાથ ન છોડીયે રે આપનો,
સાંભળો મારા વિદેહીનાથ ના બાળ રે, ભાવી..... શાસન નો સીર તાજ છો,
વંદીએ અમે વારે વાર દેવ, ભાવી....
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #16
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
થી સમયસારસ્તુતિ
શ્રી સમયસારજી-સ્તુતિ
"
(હરિગીત ) સંસારી જીવનાં ભાવમરણો ટાળવા કણા કરી, સરિતા વહાવી સુધા તણી પ્રભુ વીર ! તેં સંજીવની; શોષાતી દેખી સરિતને કરુણાભીના હૃદયે કરી, મુનિકુંદ સંજીવની સમયપ્રાભૃત તણે ભાજન ભરી.
(અનુષ્ટ્રપ) કુંદકુંદ રચ્યું શાસ્ત્ર, સાથિયા અમૃતે ગ્રંથાધિરાજ ! તારામાં ભાવો બ્રહ્માંડના
પૂર્યા, ભર્યા.
( શિખરિણી) અહો ! વાણી તારી પ્રશમરસ-ભાવે નીતરતી, મુમુક્ષુને પાતી અમૃતરસ અંજલિ ભરી ભરી; અનાદિની મૂર્છા વિષ તણી ત્વરાથી ઊતરતી, વિભાવથી થંભી સ્વરૂપ ભણી દોડ પરિણતિ.
(શાર્દૂલવિક્રિડિત) તું છે નિશ્ચયગ્રંથ ભંગ સઘળા વ્યવહારના ભેદવા, તું પ્રજ્ઞાછીણી જ્ઞાન ને ઉદયની સંધિ સહુ છેદવા; સાથી સાધકનો, તું ભાન જગનો, સંદેશ મહાવીરનો, વિસામો ભવકલાંતના હૃદયનો, તું પંથ મુક્તિ તણો.
(વસંતતિલકા) સુણે તને રસનિબંધ શિથિલ થાય, જાણે તને હૃદય જ્ઞાની તણાં જણાય; તું રુચતાં જગતની રુચિ આળસે સૌ, તું રીઝતાં સકલજ્ઞાયકદેવ રીઝે.
(અનુષ્ટ્રપ) બનાવું પત્ર કુંદનનાં, રત્નોના અક્ષરો લખી; તથાપિ કુંદસૂત્રોનાં અંકાય મૂલ્ય ના કદી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #17
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
परमात्मने नमः। શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત
શ્રી
સમયસાર
ઉપર
પરમ પૂજ્ય સદ્ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં પ્રવચનો
श्रीमदमृतचन्द्रसूरिकृता आत्मख्यातिः।
નિર્જરા અધિકાર
अथ प्रविशति निर्जरा।
(શાર્દૂત્રવિદ્રહિત) रागाद्यास्रवरोधतो निजधुरां धृत्वा पर: संवरः कर्मागामि समस्तमेव भरतो दूरान्निरुन्धन् स्थितः। प्राग्बद्धं तु तदेव दग्धुमधुना व्याजृम्भते निर्जरा ज्ञानज्योतिरपावृतं न हि यतो रागादिभिर्मूर्छति।।१३३।।
રાગાદિકના રોધથી, નવો બંધ હણી સંત; પૂર્વ ઉદયમાં સમ રહે, નમું નિર્જરાવંત.
પ્રથમ ટીકાકાર આચાર્યમહારાજ કહે છે કે “હવે નિર્જરા પ્રવેશ કરે છે”. અહીં તત્ત્વોનું નૃત્ય છે; તેથી જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #18
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨ ]
વન રત્નાકર ભાગ-૭ उवभोगमिंदियेहिं दव्वाणमचेदणाणमिदराणं। जं कुणदि सम्मदिट्ठी तं सव्वं णिज्जरणिमित्तं ।। १९३।।
उपभोगमिन्द्रियैः द्रव्याणामचेतनानामितरेषाम्। यत्करोति सम्यग्दृष्टि: तत्सर्व निर्जरानिमित्तम्।। १९३।।
હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદવ મંગળ અર્થે પ્રથમ તેને જ-નિર્મળ જ્ઞાનજ્યોતિને જ-પ્રગટ કરે છે:
શ્લોકાર્થ- [પર: સંવર: ] પરમ સંવર, [ રાહિ–આમ્રવ–ોધત:] રાગાદિ આગ્નવોને રોકવાથી [ નિને—ધુરાં વૃત્વા] પોતાની કાર્ય-ધુરાને ધારણ કરીને (–પોતાના કાર્યને બરાબર સંભાળીને), [સમસ્તમ્ મા IITમ ] સમસ્ત આગામી કર્મને [ ભરત: ફૂર ga] અત્યંતપણે દૂરથી જ [નિરુત્થન સ્થિત: ] રોકતો ઊભો છે; [1] અને [ પ્રાદ્ધ] જે પૂર્વે (સંવર થયા પહેલાં) બંધાયેલું કર્મ છે [તત્વ ધુમ] તેને બાળવાને [ મધુના] હવે [ નિર્બરા વ્યકૃિન્મતે] નિર્જરા (-નિર્જરારૂપી અગ્નિ-) ફેલાય છે [યત:] કે જેથી [ જ્ઞાનળ્યોતિઃ] જ્ઞાનજ્યોતિ [ સાવૃત] નિરાવરણ થઈ થકી (ફરીને ) [RIમિ: ન દિ મૂઈતિ] રાગાદિભાવો વડે મૂર્શિત થતી નથી–સદા અમૂર્ણિત રહે છે.
ભાવાર્થ-સંવર થયા પછી નવાં કર્મ તો બંધાતા નથી. જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથી–સદા પ્રકાશરૂપ જ રહે છે. ૧૩૩. હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છે:
ચેતન અચેતન દ્રવ્યનો ઉપભોગ ઇંદ્રિયો વડે;
જે જે કરે સુદૃષ્ટિ તે સૌ નિર્જરાકારણ બને. ૧૯૩. ગાથાર્થ- [ સચદૃષ્ટિ:] સમ્યગ્દષ્ટિ જીવ [યત્] જે [ન્દ્રિ: ] ઇન્દ્રિયો વડે [અવેતનાના+] અચેતન તથા [ રૂતરેષામ] ચેતન [દ્રવ્યાન] દ્રવ્યોનો [૩પમોન્] ઉપભોગ [ રોતિ ] કરે છે [ તત્ સર્વ ] તે સર્વ [નિર્નર નિમિત્ત{] નિર્જરાનું નિમિત્ત છે.
ટીકા:- વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે (અર્થાત્ નિર્જરાનું કારણ થાય છે). રાગાદિભાવોના સભાવથી મિથ્યાષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે; તે જ (ઉપભોગ), રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે; આથી (આ કથનથી) દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહ્યું.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દષ્ટિ વિરાગી છે. તેને ઇંદ્રિયો વડ ભોગ હોય તો પણ તેને ભોગની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #19
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૩ ] સામગ્રી પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે “આ (ભોગની સામગ્રી) પરદ્રવ્ય છે, મારે અને તેને કાંઇ નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે. જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી ત્યાં સુધી જેમ રોગી રોગની પીડા સહી શકે નહિ ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઇલાજ કરે છે તેમ-ભોગોપભોગસામગ્રી વડ વિષયરૂપ ઇલાજ કરે છે; પરંતુ જેમ રોગી રોગને કે ઔષધિને ભલી જાણતો નથી તેમ સમ્યગ્દષ્ટિ ચારિત્રમોહના ઉદયને કે ભોગોપભોગસામગ્રીને ભલી જાણતો નથી. વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દષ્ટિ વિરાણી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગદ્વેષમોટું નથી. આ રીતે રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસ્રવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઇને ખરી જ જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ. આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઇ. માટે સમ્યગ્દષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યો છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.
નિર્જરા અધિકાર હવે નિર્જરા અધિકાર કહે છે. ત્યાં સંવરપૂર્વક અશુદ્ધતાનો નાશ થવો, શુદ્ધતાની વૃદ્ધિ થવી તથા તે કાળે દ્રવ્યકર્મનું સ્વયં ખરી જવું-નિર્જરી જવું તેને નિર્જરા કહે છે. નિર્જરાના ત્રણ પ્રકાર:
૧. આત્મજ્ઞાન થતાં સ્વરૂપમાં રમણતા થવા વડે જે દ્રવ્યકર્મનો નાશ થાય છે તે દ્રવ્યનિર્જરા છે.
૨. ત્યારે જે અશુદ્ધતાનો નાશ થાય છે તે ભાવનિર્જરા છે; આ નાસ્તિથી નિર્જરાનું સ્વરૂપ છે. તથા ત્યાં
૩. જે શુદ્ધતાની વૃદ્ધિ થાય છે તે અતિ સ્વરૂપથી ભાવનિર્જરા છે. શુદ્ધોપયોગ તે ભાવનિર્જરા છે.
જે કર્મનો નાશ થાય છે તે સ્વયં તેના કારણે થાય છે; તે કાંઈ વાસ્તવિક નિર્જરા નથી; પર્યાયમાં અશુદ્ધતાનો નાશ થઈ શુદ્ધિની વૃદ્ધિ થવી તે વાસ્તવિક નિર્જરા છે. સંવર એટલે આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થવી અને નિર્જરા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી. આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થાય તે સંવર, શુદ્ધિની વૃદ્ધિ થાય તે નિર્જરા અને શુદ્ધિની પૂર્ણતા થવી તે મોક્ષ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #20
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ ]
વચન રત્નાકર ભાગ-૭
હવે અહીં પંડિત શ્રી જયચંદજી મંગલાચરણ કહે છે
“રાગાદિકના રોધથી, નવો બંધ હણી સંત; પૂર્વ ઉદયમાં સમ રહે, નમું નિર્જરાવંત.”
પુણ્ય-પાપના ભાવમાં રોકાવાથી નવો બંધ થાય છે. સંત કહેતાં સાધુ પુરુષો શુભાશુભભાવનો નિરોધ કરીને નવા બંધને હણી દે છે, અટકાવે છે; અને પૂર્વના ઉદયમાં સમ એટલે સમતાભાવપણે રહે છે. આનું નામ નિર્જરા છે. પંડિત શ્રી જયચંદજી કહે છેઆવા નિર્જરાવંત સંત પુરુષોને હું નમસ્કાર કરું છું.
હવે, “પ્રથમ ટીકાકાર આચાર્ય મહારાજ કહે છે કે “હવે નિર્જરા પ્રવેશ કરે છે”. અહીં તત્ત્વોનું નૃત્ય બતાવવું છે ને? આત્મા શુદ્ધપણે પરિણમે તે સંવર તત્ત્વનું નૃત્ય છે અને શુદ્ધિની વૃદ્ધિપણે પરિણમે તે નિર્જરા તત્ત્વનું નૃત્ય છે. તેથી કહે છે-“જેમ નૃત્યના અખાડામાં નૃત્ય કરનાર સ્વાંગ ધારણ કરીને પ્રવેશ કરે છે તેમ અહીં રંગભૂમિમાં નિર્જરાનો સ્વાંગ પ્રવેશ કરે છે. ' ભાઈ ! આ જેટલી પર્યાય છે તે બધીય જુદા જુદા સ્વાંગ છે; પર્યાય છે તે દ્રવ્યનો સ્વાંગ છે.
હવે, સર્વ સ્વાંગને યથાર્થ જાણનારું જે સમ્યજ્ઞાન છે તેને મંગળરૂપ જાણીને આચાર્યદવ મંગળ અર્થે પ્રથમ તેને જ-નિર્મળ જ્ઞાનજ્યોતિને જ-પ્રગટ કરે છે:
* કળશ ૧૩૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * પર: સંવર:' પરમ સંવર, “રા—િકાવ–ોધત:' રાગાદિ આગ્નવોને રોકવાથી નિધુરાં વૃત્વ' પોતાની કાર્યધુરાને ધારણ કરીને “સમસ્તનું નામ ' સમસ્ત આગામી કર્મને ‘ભરત: નૂરાન્ ' અત્યંતપણે દૂરથી જ ‘નિરુન સ્થિત' રોકતો ઊભો છે.
શું કહ્યું? આત્મામાં રાગનો અભાવ થઈને વીતરાગી પરિણતિનું થયું તે પરમ સંવર છે. ભાઈ ! આ વીતરાગી માર્ગ છે અને તેથી એમાં આત્માના આશ્રય જેટલી વીતરાગ પરિણતિ પ્રગટ થાય છે તેને સંવર નામ ધર્મ કહે છે. આસ્રવને રોકતાં સંવર થાય છે. કોઈ પંચમહાવ્રતના પરિણામને ધર્મ-સંવર કહે તો તે બરાબર નથી કેમકે એ તો આગ્નવભાવ છે. પુણ્યના સઘળા પરિણામ આસ્રવ છે અને બધાય રાગાદિ આગ્નવોને રોકવાથી સંવર થાય છે-એમ કહે છે.
આવો સંવર પોતાની કાર્યધુરાને ધારણ કરે છે અર્થાત્ પોતાના કાર્યને (-ફરજને) બરાબર સંભાળે છે. જેમ પગારદાર માણસને તેની ડયુટી (-ફરજ) હોય છે ને? તેમ સંવરની આ ડયુટી (ફરજ) છે કે-શુદ્ધ ચૈતન્યસ્વભાવની દષ્ટિપૂર્વક પુણ્ય-પાપના ભાવને રોકીને નિર્મળ વીતરાગ પરિણતિ પ્રગટ કરવી. સંવરની આ કાર્યધુરા છે અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #21
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૩ ]
[ ૫ સંવર પોતાની કાર્યધુરાને બરાબર સંભાળે છે. કહે છે કે સમસ્ત આગામી-ભવિષ્યનાં કર્મને અત્યંતપણે-અતિશયપણે દૂરથી જ રોકતો સંવર ઊભો છે. આ સંવરની મોટપ છે કે તે મિથ્યાત્વના પરિણામને અને નવાં કર્મને સમીપ આવવા દેતો નથી. અહાહા...! જેમાં સમ્યગ્દર્શન-જ્ઞાનની નિર્મળ વીતરાગ પરિણતિ પ્રગટ થઈ તે સંવર મહાનું છે, મહિમાવંત છે. કળશટીકામાં એને સંવરની મોટપ કહી છે. આવી પોતાની મોટપને યથાવત્ જાળવીને નવાં સમસ્ત કર્મને રોકતો સંવર ઊભો છે.
અહાહા...! શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્માની દષ્ટિ થતાં અર્થાત્ રાગથી ભેદ કરીને શુદ્ધ ચૈતન્યની જાગૃતદશારૂપ અનુભવ કરતાં જે સંવર પ્રગટ થયો તે પોતાની કાર્યધુરાને સાવધાન રહી સંભાળતો ઊભો છે; અને તેથી હવે નવાં કર્મ આવતાં નથી. ‘મરત: નૂરાન્ કવ નિરુન્યન” નવાં કર્મને અતિશયપણે દૂરથી જ રોકતો સંવર ઊભો છે. અહાહા...! સંવર પ્રગટ થતાં કર્મ-આસ્રવ અત્યંતપણે રોકાઈ જાય છે. આ સંવરની મોટપ કહેતાં મહિમા છે. લોકમાં “આ શેઠ છે” એમ મહિમા કહે છે ને? તેમ આ નવાં કર્મને દૂરથી જ અતિશયપણે રોકનાર સંવર છે એમ કહીને સંવરનો મહિમા કરે છે. આસ્રવને (મિથ્યાત્વને) ન થવા દે એનું નામ સંવર છે અને તે સંવર પોતાની કાર્યધુરાને બરાબર સંભાળતો ઊભો છે, પ્રગટ વિધમાન છે. હવે આવી વાત ને આવી ભાષા! બાપા! માર્ગ જ આ છે. રાગથી ભિન્ન પોતાના સ્વરૂપનું ભાન નથી તેને સંવર ને ધર્મ ધર્મ કયાંથી થાય ? રાગથી ભિન્ન પડીને જેણે અંતરમાં ભેદજ્ઞાન પ્રગટ કર્યું, શુદ્ધ સ્વરૂપનો આશ્રય કર્યો તેને રાગનો આસ્રવ થતો નથી. રાગ આસ્રવે નહિ (મિથ્યાત્વ આવે નહિ) એ સંવરનું મુખ્ય કાર્ય છે. ' અરે! લોકો તો રાગ કર્મને લઈને થાય છે એમ માને છે. પણ ભાઈ ! રાગભાવનું થવું તે આત્માના ઊંધા પુરુષાર્થથી છે અને તેનું ન થવું તે આત્માના સવળા પુરુષાર્થથી છે; અને તે સવળો પુરુષાર્થ કર્મથી ને રાગથી ભિન્ન પડે ત્યારે થાય છે. અરે ભાઈ ! જો રાગ કર્મને લઈને થતો હોય તો કર્મ ખસે ત્યારે જ સંવર થાય અને તો જીવ રાગને ટાળે ત્યારે સંવર થાય એમ વાત રહે જ નહિ. પરંતુ એમ નથી; રાગથી ભિન્ન પડી અંતઃપુરુષાર્થ કરે ત્યારે સંવર પ્રગટ થાય છે. આ પ્રમાણે આ સંવરની વાત કરી, હવે નિર્જરાની વાત લે છે.
સંવરપૂર્વક નિર્જરા હોય છે, અર્થાત જેને સંવર હોય તેને જ નિર્જરા હોય છે. માટે અજ્ઞાનીને નિર્જરા હોતી નથી. જેને રાગના વિકલ્પથી ભિન્ન પડતાં શુદ્ધતાની પ્રાપ્તિ થઈ છે તેને સંવર હોય છે અને તેને નિર્જરા હોય છે. અહીં કહે છે
‘તુ' અને “કાવવું' જે પૂર્વે બંધાયેલું કર્મ છે “તત્ ધુમ' તેને બાળવાને ‘અધુના' હવે ‘નિર્બરા વ્યવૃન્મતે' નિર્જરા ફેલાય છે.
પૂર્વે બંધાયેલાં જે કર્મ છે તેને બાળતી નિર્જરા ફેલાય છે. અહીં બાળવાનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #22
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અર્થ એ છે કે-પુદ્ગલની જે કર્મરૂપ પર્યાય હતી તે હવે નિર્જરીને અકર્મરૂપે થઈ જાય છે. કર્મનું અકર્મરૂપે થવું તે કર્મ-પુદ્ગલનું કાર્ય પુદ્ગલમાં છે અને કેવળજ્ઞાનાદિ શુદ્ધતા થવી તે ચૈતન્યનું કાર્ય છે. તેથી ઘાતકર્મ નાશ થયાં માટે કેવળજ્ઞાન થયું વા કેવળજ્ઞાન કર્મનું કાર્ય છે એમ નથી.
જુઓ, અહીં નિર્જરાની વ્યાખ્યા કરી છે કે પૂર્વે (સંવર થયા પહેલાં) બંધાયેલાં કર્મોનો નાશ કરીને નિર્જરા એટલે આત્માનું શુદ્ધતારૂપ પરિણમન ફેલાય છે એટલે વૃદ્ધિ પામે છે. અહાહા...! ચૈતન્યપ્રકાશનો પુંજ-અનંત ચૈતન્યપ્રકાશનો સાગર પ્રભુ આત્મા છે. તેને, પૂર્વના કર્મોનો નાશ કરીને અર્થાત્ પર્યાયમાં રહેલી અશુદ્ધતાનો નાશ કરીને પૂર્ણ શુદ્ધતાનો પ્રકાશજ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. એ જ કહે છે
જે પૂર્વે બંધાયેલું કર્મ છે તેને બાળવાને હવે નિર્જરા ફેલાય છે “યત:' કે જેથી જ્ઞાળ્યોતિ:' જ્ઞાનજ્યોતિ “અપાવૃત્ત' નિરાવરણ થઈ થકી “રા'વિમિ: ન હિ મૂઈતિ' રાગાદિભાવો વડે મૂર્શિત થતી નથી-સદા અમૂર્ણિત રહે છે.
પહેલાં (મિથ્યાત્વદશામાં) રાગમાં તે મૂર્ણિત થઈ હતી તે હવે (સંવર-નિર્જરા પ્રગટતાં) મૂર્શિત થતી નથી; અરે અસ્થિર પણ થતી નથી, અર્થાત્ રાગ-વિકલ્પ થતો નથી એમ કહે છે. રાગ કોને કહેવો? કે આત્મામાં પર તરફના વલણવાળી વૃત્તિનું ઉત્થાન થવું તે રાગ છે. હવે પર તરફના વલણવાળી વૃત્તિ નાશ પામી જતાં જે જ્ઞાન છે તે નિશ્ચલ થઈ અંદર સ્વભાવમાં ઠર્યું છે-સ્થિત થયું છે. જાઓ, આનું નામ ભેદવિજ્ઞાન છે, સંવર છે અને સંવરપૂર્વક નિર્જરા છે.
પુણ્ય ને પાપના ભાવથી ભિન્ન ભગવાન આત્માનું અવલંબન લેતાં જે શુદ્ધિ પ્રગટ થઈ અને જે વડે નવાં કર્મ આવતાં રોકાયાં તે સંવર છે. આવો સંવર થયા પછી નવાં કર્મ બંધાતાં નથી અને જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો નિર્જરી જાય છે, ખરી જાય છે. અને જ્યારે કર્મ ખરી જાય છે ત્યારે જ્ઞાનજ્યોતિ નિરાવરણ થાય છે અર્થાત જ્ઞાનનું આવરણ દૂર થાય છે. ભાષા તો વ્યવહારથી એમ છે કે-જ્ઞાનસ્વરૂપી ચૈતન્ય-ભગવાન આત્માનું આવરણ દૂર થાય છે. વાસ્તવમાં તો જ્ઞાન, શેયપણે (રાગાદિપણે) પરિણમે તે જ એનું ખરું આવરણ છે. જ્ઞાનનું વિપરીતપણે પરિણમવું એ તેનું ભાવ-આવરણ છે, અને દ્રવ્ય આવરણ (જડકર્મ) તો એમાં નિમિત્તમાત્ર છે. જ્યારે જ્ઞાન જ્ઞાનમાં સ્થિત થઈ જ્ઞાનભાવે પરિણમે છે ત્યારે ભાવ આવરણ દૂર થઈ જાય છે અને ત્યારે સ્વયં દ્રવ્ય-આવરણ (જડકર્મ) પણ દૂર થઈ જાય છે.
જ્ઞાનજ્યોતિ નિરાવરણ થઈ થકી” અર્થાત્ જ્ઞાનનું આવરણ દૂર થવાથીએમ પાઠમાં વાંચીને-સાંભળીને અજ્ઞાની દલીલ કરે છે કે-જુઓ ! આ શું કહ્યું છે અહીં?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #23
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૩ ]
[ ૭ કે પૂર્વે બંધાયેલાં કર્મો જે હતાં તે જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થાય છે. આવું સ્પષ્ટ લખેલું તો છે?
અરે ભાઈ ! એ તો નિમિત્તની પ્રધાનતાથી કરેલું કથન છે. ભાષા ટૂંકી કરવા અને નિમિત્તનું જ્ઞાન કરાવવા આમ બોલાય છે. ખરેખર તો પરિણમનની અશુદ્ધતા (ભાવઆવરણ) નાશ થઈને શુદ્ધતા પ્રગટ થઈ છે અને ત્યારે નિમિત્તની મુખ્યતાથી “આવરણ દૂર થયું’ એમ કહેવાય છે.
અહાહા...! કહે છે કે જ્ઞાનજ્યોતિ નિરાવરણ થવાથી આત્મા એવો પ્રગટ થયો કે ફરીને હવે રાગાદિભાવે પરિણમતો નથી. પરિણમન નિર્મળ થયું તે થયું, હવે ફરીને રાગમય (અજ્ઞાનમય) પરિણમન થતું નથી. આ તો પૂર્ણતાની વાત છે, પરંતુ અહીં શૈલી તો એવી છે કે અધૂરા પરિણમનના કાળે પણ એમ જ છે અર્થાત્ આત્માને જે શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ નિર્મળ પરિણમન થયું તે હવે ફરીને રાગમય પરિણમન થવાનું નથી. અહો ! આ કળશમાં અદ્દભુત વાત છે. આવા નિકૃષ્ટ કાળમાં પણ જેને સમ્યગ્દર્શન-જ્ઞાન થયું તેને તે હવે પડી જઈને ફરીને મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન થશે નહિ એવા અપ્રતિહત પુરુષાર્થની શૈલીથી અહીં વાત છે. કહે છે કે-જ્ઞાનાનંદના સ્વભાવે જે આત્મા પ્રગટ થયો તે હવે સદાય એવો ને એવો જ રહે છે, સદા ચૈતન્યના નિર્મળ પ્રકાશરૂપ જ રહે છે, હવે તે રાગાદિભાવ સાથે મૂર્શિત થતો નથી અર્થાત્ રાગના અંધકારરૂપ પરિણમતો નથી.
આમ છે છતાં રાગથી લાભ થાય, ધર્મ થાય એમ માનનારા અજ્ઞાનીઓ કહે છે કે-વ્યવહારને હેય ન કહેવાય.
તેને કહીએ છીએ કે ભાઈ ! પંડિત શ્રી ટોડરમલજી સાહેબે ઠેકઠેકાણે લખ્યું છે કે રાગનું-રાગથી લાભ થવાનું જે તને શ્રદ્ધાન છે તે વિપરીત હોવાથી મિથ્યા શ્રદ્ધાન છે. રાગ હો ભલે, પરંતુ ભાઈ ! તું શ્રદ્ધાન તો એવું જ કર કે- પણ બંધનું-દુ:ખનું જ કારણ છે અને તેથી હેય જ છે. જ્યાંસુધી રાગ છે ત્યાંસુધી તે હેય ને હેય જ છે અને એક ભગવાન આત્મા જ ઉપાદેય છે. પરમાત્મપ્રકાશમાં પણ રાગને હેય અને એક આત્માને જ ઉપાદેય કહ્યો છે.
ભાવાર્થ- સંવર થયા પછી નવાં કર્મ તો બંધાતાં નથી. જે પૂર્વે બંધાયાં હતાં તે કર્મો જ્યારે નિર્જરે છે ત્યારે જ્ઞાનનું આવરણ દૂર થવાથી અર્થાત્ અશુદ્ધતાનો નાશ થવાથી જ્ઞાન એવું થાય છે કે ફરીને રાગાદિરૂપે પરિણમતું નથી–સદા પ્રકાશરૂપ જ રહે છે.
સમયસાર ગાથા ૧૯૩ : મથાળું હવે દ્રવ્યનિર્જરાનું સ્વરૂપ કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #24
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રવચન રત્નાકર ભાગ-૭ * ગાથા ૧૯૩ઃ ટીકા ઉપરનું પ્રવચન * વિરાગીનો ઉપભોગ નિર્જરા માટે જ છે.”
પોતાના સિવાય પર-રાગાદિક પદાર્થો પ્રત્યે જ્ઞાનીને ઉદાસીનતા-વૈરાગ્ય હોય છે અને તે વૈરાગ્ય નિર્જરાનો હેતુ છે. આ ગાથામાં દ્રવ્યનિર્જરાની વાત છે. જ્ઞાનીને દ્રવ્ય-કર્મ ખરી જાય છે ને? તેની અહીં વાત છે. અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માની રુચિનું જેને પરિણમન થયું છે એવા જ્ઞાનીને ઇન્દ્રિયોના ભોગોમાં રુચિ નથી; જ્ઞાનીને વિષયોની અને વિષયોના રાગની રૂચિ નથી.
તો જ્ઞાનીને ઉપભોગ-જીવાદિ વિષયોનો ઉપભોગ-નિર્જરાનો હેતુ કેવી રીતે છે?
જ્ઞાનીને રાગની રુચિ નથી; એટલે શું? અહાહા..! જેને નિર્મળ નિજ જ્ઞાયકભાવમાં સુખબુદ્ધિ પ્રગટ થઈ છે એવા જ્ઞાનીને રાગમાં સુખબુદ્ધિ નથી. ઝીણી વાત છે ભાઈ ! સમકિતીને શુભાશુભ રાગ હોય છે પણ એ રાગનો આદર નથી, એ રાગમાં પ્રેમ-રુચિ નથી; અંતરમાં શુદ્ધ જ્ઞાયકમાં દષ્ટિ ભળવાથી તેને રાગનું પોસાણ નથી. તથાપિ નબળાઈને લીધે કિંચિત્ રાગ તેને થાય છે, દષ્ટિની પ્રધાનતામાં તેને (મિથ્યાત્વ સંબંધી) રાગદ્વેષ નહિ થતા હોવાથી ઉપભોગ નવા બંધનું નિમિત્ત થતા નથી અને દ્રવ્યકર્મ તે કાળમાં નિર્જરી જાય છે તેથી જ્ઞાનીને ઉપભોગ નિર્જરાનો હેતુ કહ્યો છે. શાસ્ત્રમાં જે અપેક્ષાથી કથન હોય તેને યથાર્થ ગ્રહણ કરવું જોઈએ.
હવે કહે છે-“રાગાદિભાવોના સર્ભાવથી મિથ્યાદષ્ટિને અચેતન તથા ચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે.
જાઓ, શું કહે છે? કે મિથ્યાદષ્ટિને રાગાદિભાવોનો સદ્ભાવ હોય છે. તેને પર પદાર્થ પ્રત્યે રાગ છે. એટલું જ નહિ પણ તેને રાગનો રાગ-પ્રેમ છે તેથી તેને રાગદ્વષાદિ-ભાવો શ્યાત છે. જેની દષ્ટિ શુદ્ધ ચૈતન્ય પર નથી એવા પર્યાયબુદ્ધિ મિથ્યાષ્ટિની દષ્ટિ રાગ પર છે, પર્યાય પર છે અને તેથી તેને રાગાદિભાવોનો સભાવ હોય છે. રાગાદિભાવોનો સભાવ હોવાથી મિથ્યાષ્ટિને ચેતન અને અચેતન દ્રવ્યોનો ઉપભોગ બંધનું નિમિત્ત જ થાય છે. અચેતન એટલે શરીરાદિ અને ચેતન એટલે સ્ત્રીનો આત્મા ઇત્યાદિ દ્રવ્યોનો ઉપભોગ રાગાદિની હયાતીમાં બંધનું જ નિમિત્ત થાય છે. પાઠમાં ‘વેTIMમિરાળ ' ચેતન, અચેતન એમ બેય પ્રકાર લીધા છે.
અહાહા...! ચૈતન્યમૂર્તિ, અતીન્દ્રિય આનંદનો રસકંદ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા અનાકુળ આનંદનું સત્વ છે. હવે આવા નિજ સ્વરૂપની જેને રુચિ નથી, તેના પ્રતિ જેનું વલણ-ઝુકાવ નથી તે મિથ્યાદષ્ટિ છે. તેને પુણ્ય-પાપના ભાવ અને વર્તમાન પર્યાયની રુચિ હોવાથી રાગાદિભાવોની હયાતી છે. રાગાદિભાવો હયાત હોતાં અજ્ઞાનીને ચેતનઅચેતન પરદ્રવ્યોનો ઉપભોગ-ભોગવવાના પરિણામ નવા બંધનું નિમિત્ત થાય છે. જ્યારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #25
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૧૯૩ ] જ્ઞાનીને રાગનો રસ નથી પણ ચૈતન્યરસની પ્રધાનતા છે. તેથી રાગની રુચિના પરિણમનના અભાવે રાગદ્વેષ નહિ થતા હોવાથી પર પદાર્થને ભોગવતાં પણ કર્મ નિર્જરી જાય છે, બંધનું નિમિત્ત થતું નથી. આવી વાત છે.
જુઓ, પરનો ઉપભોગ તો કોઈ ખરેખર કરી શકતું જ નથી. અહીં જે “ચેતનઅચેતન પરનો ઉપભોગ' એમ કહ્યું છે એ તો બાહ્ય નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે. બાકી પરદ્રવ્યનો ઉપભોગ શું આત્મા કરે? (ન કરે). પરદ્રવ્યનો ઉપભોગ-એમ કહ્યું એનો અર્થ એ છે કે પરદ્રવ્ય તરફના લક્ષથી જે રાગ-દ્વેષના ભાવ થાય છે તેનો ઉપભોગ, આવા રાગ-દ્વેષના ભાવનો ઉપભોગ અજ્ઞાની મિથ્યાદષ્ટિ કરે છે. અજ્ઞાનીને પરદ્રવ્યોમાં ઇષ્ટ-અનિષ્ટપણાની બુદ્ધિ છે. તેથી તેને અનુકૂળ પદાર્થોમાં રાગ અને પ્રતિકૂળ પદાર્થોમાં દ્વષ થયા કરે છે. આવા રાગદ્વેષની હયાતીને લીધે તેને ચેતન-અચેતન દ્રવ્યોનો ઉપભોગ નવા બંધનું નિમિત્ત છે એમ કહ્યું છે.
હવે કહે છે-“તે જ (ઉપભોગ), રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ થાય છે.'
જોયું? જે ચેતન-અચેતનનો ઉપભોગ અજ્ઞાનીને બંધનું નિમિત્ત થાય છે તે જ ચેતન અચેતન દ્રવ્યોનો ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત જ થાય છે. કેમ? તો કહે છે કે જ્ઞાનીને રાગાદિભાવોનો અભાવ છે. જ્ઞાનીને મિથ્યાત્વસંબંધી રાગદ્વેષનો અભાવ છે. તેને રાગની રુચિ નથી અને રાગની રુચિનું પરિણમન નથી તેથી રાગાદિભાવોનો તેને અભાવ છે. તે કારણથી સમ્યગ્દષ્ટિને ચેતન-અચેતન દ્રવ્યોનો ઉપભોગ નિર્જરાનું નિમિત્ત જ થાય છે, અર્થાત્ જાનાં કર્મ ઉપભોગકાળે ખરી જાય છે. અહા! ગજબ વાત છે! અજ્ઞાનીને ઉપભોગમાં નવાં કર્મ બંધાય છે જ્યારે જ્ઞાનીને ઉપભોગમાં નાનાં કર્મ ઝરી જાય છે. અહો ! સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે! લોકોને તેના પરમ અદ્ભુત મહિમાની ખબર નથી. શુદ્ધ દષ્ટિના જોરમાં-હું શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ છું-એવા એના આશ્રયમાં જ્ઞાનીને પરદ્રવ્યના ઉપભોગમાં રાગદ્વેષ થતા નથી એવો અલૌકિક મહિમા સમ્યગ્દર્શનનો છે.
અહીં કહ્યું ને કે “તે જ ઉપભોગ” એટલે કે જે ઉપભોગ મિથ્યાષ્ટિને છે તે જ ઉપભોગ રાગાદિભાવોના અભાવથી સમ્યગ્દષ્ટિને નિર્જરાનું નિમિત્ત જ છે. સમકિતીને ઉપભોગ નિર્જરાનું નિમિત્તે કહ્યું એમાં દષ્ટિનું જોર છે. અહાહા...! જ્ઞાનીને ચૈતન્યસ્વભાવમાં સ્વામિત્વ વર્તે છે તેથી તેનો દ્રવ્યન્દ્રિયો વડે ચેતન-અચેતનનો ઉપભોગ નિર્જરાનું નિમિત્ત છે. ‘૩૧મોર્નિંદ્રિયેટિં' એમ પાઠમાં છે ને? મતલબ કે દ્રવ્યન્દ્રિયો વડ જ્ઞાનીને જે ઉપભોગ છે તે નિર્જરાનું નિમિત્ત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #26
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પરંતુ દ્રવ્યન્દ્રિયો વડે (જીવ) ઉપભોગ તો કરી શકાતો નથી ને?
સમાધાનઃ- હા, છે તો એમ જ; અહીં તો ઉપભોગમાં ઇન્દ્રિયો બાહ્ય નિમિત્ત છે એમ નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. સમજાણું કાંઈ...? અજ્ઞાનીને રાગદ્વેષ જીવતા છે તેથી તેને ઇન્દ્રિયો વડે જે ઉપભોગ છે તે બંધનું નિમિત્ત છે અને તે જ ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત છે કેમકે તેને રાગદ્વેષનો અભાવ છે. આવી વાત છે.
જ્ઞાનીને રાગાદિભાવ નહિ હોવાથી ઉપભોગ નિર્જરાનું નિમિત્ત જ છે. નિમિત્ત જ છે એમ કહ્યું એનો અર્થ એ છે કે દ્રવ્યકર્મ જે ખરી જાય છે તે સ્વયં પોતાના કારણે ખરી જાય છે. જ્ઞાનીને રાગાદિનો અભાવ વા વિરાગતા છે અને તે વિરાગતા નિર્જરાનું નિમિત્તમાત્ર છે એમ વાત છે. હવે કહે છે
આથી ( આ કથનથી) દ્રનિર્જરાનું સ્વરૂપ કહ્યું.” આ કથન વડે જ્ઞાનીને જે કર્મ રજકણો સ્વયં ખરી જાય છે તેની વાત કરી.
અરે ! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી. લોકો તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ ક્રિયા કરીએ એટલે ધર્મ થઈ જાય એમ સમજે છે. પણ એ વડે તો ધૂળેય ધર્મ નહિ થાય, સાંભળને; એ (દયા, દાન આદિ) તો રાગ છે અને રાગનો આશ્રય અને રુચિ તો મિથ્યાદર્શન છે. ભાઈ ! મિથ્યાષ્ટિનાં બધાંય વ્રત અને તપ ભગવાનને બાળવ્રત અને બાળતપ કહ્યાં છે અને તે બંધનાં નિમિત્ત છે. અહીં કહે છે-જે અજ્ઞાનીનો ઉપભોગ છે તે જ ઉપભોગ જ્ઞાનીને નિર્જરાનું નિમિત્ત છે કેમકે જ્ઞાનીને રાગની ચિનો અભાવ છે. કાંઈક રાગ છે તેથી જરા ઉપભોગમાં જોડાઈ જાય છે પણ તે અહીં ગૌણ છે. જ્ઞાની જોડાવા છતાં જોડાતો નથી એમ અહીં કહે છે. ઝીણી વાત છે. ભાઈ ! જ્ઞાનીને આત્માની દૃષ્ટિ છે, રાગની દષ્ટિ નથી; અજ્ઞાનીને રાગની દષ્ટિ છે, આત્માની દષ્ટિ નથી. આત્માની દૃષ્ટિ અને રાગની દષ્ટિ-એ બન્નેમાં આસમાન-જમીનનો ફરક છે. અહા ! જેની દષ્ટિ નિજ જ્ઞાયકસ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્ય પર પડી છે તેને દ્રવ્યેન્દ્રિયો વડે ચેતન-અચેતનના ઉપભોગમાં રાગદ્વેષની હયાતી નથી એમ કહે છે અને તેથી તેનો ઉપભોગ દ્રવ્યનિર્જરાનું નિમિત્ત છે એમ કહ્યું છે.
* ગાથા ૧૯૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * સમ્યગ્દષ્ટિને જ્ઞાની કહ્યો છે અને જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે; માટે સમ્યગ્દષ્ટિ વિરાગી છે.'
સમ્યગ્દષ્ટિ ચોથે ગુણસ્થાને પણ જ્ઞાની છે. તેને બીજું જ્ઞાન ભલે થોડું-ઓછું હોય વા ન હોય પણ તેને આત્મજ્ઞાન છે ને? અહાહા....! આત્માનું જ્ઞાન થયું છે માટે તે જ્ઞાની છે. જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ કહ્યો છે કેમકે તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #27
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૩ ] રાગદ્વેષમોહ છે જ નહિ. માટે સમ્યગ્દષ્ટિ વિરાગી છે. તેને રાગનું એકત્વ નથી માટે તે વિરાગી છે.
સ્તવનમાં નથી આવતું કે-“ભરતજી ઘરમેં વિરાગી?” ભરત ચક્રવર્તી છ ખંડના અધિપતિ હતા. તેમને ૯૬OOO રાણીઓ, ૯૬ કરોડ પાયદળ, ૯૬ કરોડ ગામ હતાં. અપાર વૈભવ છતાં તેઓ વિરાગી હતા, કેમકે કોઈ પરવસ્તુમાં તેમને એકત્વ-મમત્વ ન હતું. આ બધી બહારની ચીજ મારી છે એમ અંતરમાં માનતા ન હતા. હું તો ચિદાનંદઘન-જ્ઞાન અને આનંદનું ઢીમ પ્રભુ આત્મા છું—એવું અનુભવમંડિત દેઢ શ્રદ્ધાન હતું. જ્યારે અજ્ઞાની હું જ્ઞાનમય છું એમ નહિ પણ હું રાગમય છું, પુણ્યમય છું, પાપમય છું, શરીરમય છું એમ મિથ્યા પ્રતીતિ કરે છે. આ બધી બહારની ચીજો-સ્ત્રી, દીકરાદીકરી, ધન-સંપત્તિ આદિ-મારી છે એમ માને છે. તેથી તે રાગી છે. સમ્યગ્દષ્ટિને પરમાં અને રાગમાં એકત્વ નથી તેથી તે વિરાગી છે.
“તેને ભોગની સામગ્રી પ્રત્યે રાગ નથી. તે જાણે છે કે “આ (ભોગની સામગ્રી) પદ્રવ્ય છે, મારે અને તેને કાંઈ નાતો નથી; કર્મના ઉદયના નિમિત્તથી તેનો અને મારો સંયોગ-વિયોગ છે....”
જુઓ, શરીર, ઇન્દ્રિયો અને ભોગના વિષયરૂપ પદાર્થો એ સર્વ પ્રત્યે સમકિતીને રાગ નથી. એ તો એ સર્વને પરદ્રવ્ય જાણે છે. એ સર્વ મારાં નહિ અને હું એમનો નહિ એમ સર્વને પોતાથી ભિન્ન જાણતો તે એમ માને છે કે મારે અને તે સર્વને કાંઈ પણ નાતો-સંબંધ નથી. અહાહા...! આ ઇન્દ્રિયોને તથા શરીરને મારી સાથે કોઈ સંબંધ નથી એમ તે જાણે છે. અરે, આ ખંડખંડરૂપ જે ભાવેન્દ્રિય છે તે પણ મારો સ્વભાવ નથી અને તેથી ભાવેન્દ્રિય સાથે પણ મને કાંઈ સંબંધ નથી એમ જ્ઞાની માને છે. આવો ધર્મનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! જેનાથી જન્મ-મરણ રહિત થવાય તે ધર્મ છે અને તે બહુ સૂક્ષ્મ છે. બીજે તો અત્યારે વ્રત કરો ને તપ કરો ઇત્યાદિ રાગ કરવા સિવાયની ધર્મની વાત ચાલતી જ નથી !
ધર્મી જીવ તો એમ જાણે છે કે આ શરીર, ઇન્દ્રિયો અને અન્ય પદાર્થો એ સર્વ કર્મના ઉદયના નિમિત્તે મળ્યા છે અને કર્મનું નિમિત્ત ન હોતાં તેનો વિયોગ થાય છે. સામગ્રીના સંયોગ-વિયોગમાં કર્મનું નિમિત્ત છે પણ એમાં હું નિમિત્ત નથી અને એ સંયોગ-વિયોગમાં હું છું એમ પણ નથી.
હવે કહે છે-“જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે અને પોતે બળહીન હોવાથી પીડા સહી શકતો નથી ત્યાં સુધી–જેમ રોગી રોગની પીડા સહી શકે નહિ ત્યારે તેનો ઔષધિ આદિ વડે ઈલાજ કરે છે તેમ-ભોગોપભોગ સામગ્રી વડે વિષયરૂપ ઈલાજ કરે છે.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #28
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જ્ઞાનીને ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે. આનો અર્થ શું? એનો અર્થ એ કે જ્ઞાનીને ચારિત્રની અસ્થિરતાનો રાગ ઉત્પન્ન થાય છે તે વડે તેને પીડા છે. ચારિત્રમોહ તો જડ છે, તે શું પીડા કરે? પરંતુ પોતાને જે અસ્થિરતાનો રાગ છે તે પીડા કરે છે એમ અર્થ છે.
તો કર્મનો ઉદય આવીને પીડા કરે છે એમ ચોખ્ખું લખ્યું છે ને?
હા, પણ ભાઈ ! એ તો નિમિત્ત-પરક ભાષા છે. કર્મના ઉદયના લક્ષે જ્ઞાનીને જે રાગ થાય છે તે રાગ પીડા કરે છે તો ચારિત્રમોહનો ઉદય આવીને પીડા કરે છે એમ નિમિત્તની મુખ્યતાથી કથન કર્યું છે. કર્મનો ઉદય અને જીવને થતા વિકારના-પીડાના પરિણામ-એ બન્નેને નિમિત્ત-નૈમિત્તિક સંબંધ છે પણ કર્તાકર્મ-સંબંધ નથી; સમજાણું કાંઈ? કર્મનો ઉદય કર્તા થઈને જીવને રાગ-પીડા કરે છે એમ નથી, પણ નિમિત્તના લક્ષ થયેલા રાગને કર્મના ઉદયથી થયો છે એમ કહેવામાં આવે છે.
આવો અર્થ કરવામાં શબ્દોનો અર્થ બદલાઈ જતો નથી શું?
ભાઈ ! શબ્દોનો અર્થ આ જ રીતે યથાર્થ થાય છે. જ્યાં હોય ત્યાં અજ્ઞાની કર્મથી રાગ થાય, કર્મથી રાગ થાય એમ માને છે; શાસ્ત્રમાંથી પણ એવાં વ્યવહારનયનાં કથનો બતાવે છે. પરંતુ ભાઈ ! કઈ અપેક્ષાએ વાત છે તે યથાર્થ જાણવું જોઈએ. જાઓ, ૪૭ નય નથી કહ્યા? તેમાં ઈશ્વરનય અને અનીશ્વરનય આવે છે. આત્મદ્રવ્ય ઈશ્વરનવે પરતંત્રતા ભોગવનાર છે.' એનો અર્થ એ છે કે નિમિત્તને આધીન થવાની પોતાની પર્યાયની યોગ્યતા છે અને તેને લઈને રાગ થાય છે પણ નિમિત્તને લઈને નહિ. જ્ઞાનીને પણ જે રાગ થાય છે તે રાગ, પોતે નિમિત્તને આધીન થાય છે માટે થાય છે, પરંતુ તે રાગ નિમિત્તથી થાય છે વા નિમિત્ત રાગ કરાવે છે એમ નથી.
કહે છે-જ્ઞાનીને ચારિત્રમોહનો ઉદય પીડા કરે છે અર્થાત તેને જે રાગ થાય છે તે વડે તેને પીડા છે, દુ:ખ છે અને પોતે બળહીન એટલે પુરુષાર્થહીન હોવાથી રાગજનિત પીડા સહી શકતો નથી. પોતે બળહીન છે એટલે કે વિશેષ વિશેષ ઉગ્ર પુરુષાર્થ કરી શકતો નથી એટલે રાગમાં જોડાઈ જાય છે અને તે રાગની પીડાને તે સહી શકતો નથી. અહા ! જ્ઞાનીને અંદર રાગ આવી જાય છે અને પુરુષાર્થની વિશેષતા નહિ હોવાથી તેનું સમાધાન થતું નથી અને તેથી તેની પીડા સહન કરી શકતો નથી. માટે જેમ રોગી રોગની પીડા સહી શકતો નથી ત્યારે તેનો ઔષધાદિ વડે ઈલાજ કરે છે તેમ જ્ઞાની ભોગઉપભોગસામગ્રી વડે વિષયરૂપ ઈલાજ કરે છે. જુઓ, પરદ્રવ્ય વડે આત્માનો ઈલાજ થાય છે એમ અહીં સિદ્ધ નથી કરવું, એમ છે પણ નહિ. પણ અહીં તો જ્ઞાનીને પરવશપણે રાગ થાય છે, તેની એને પીડા છે અને કમજોર હોવાથી તે સહી જતી નથી ત્યારે તે પરદ્રવ્યના ભોગસામગ્રીના સંયોગમાં જાય છે તેથી અહીં કહ્યું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #29
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૩ ]
[ ૧૩ છે કે જ્ઞાની ભોગોપભોગસામગ્રી વડે–સ્ત્રીનું શરીર, ધન, ભોજન, મકાન ઇત્યાદિ વડેવિષયરૂપ ઈલાજ કરે છે.
જ્ઞાનીની દષ્ટિ તો શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં ઠરેલી છે, તેને શુદ્ધનું પરિણમન પણ છે; તોપણ પોતાની બળહીનતાને લીધે તેને રાગ થઈ આવે છે, અને તે રાગની પીડા સહી ન જાય ત્યારે તે તેનો વિષયરૂપ ઈલાજ કરે છે. જુઓ, ક્ષાયિક સમકિતી હોય, અરે તે જ ભવે મોક્ષ જનાર તીર્થકર જ્યારે ગૃહસ્થદશામાં હોય ત્યારે તેમને ભોગોપભોગસંબંધી રાગ થાય છે અને તેની પીડા સહન થતી નથી ત્યારે ભોગોપભોગ સામગ્રી વડે તેનો તેઓ ઈલાજ પણ કરે છે.
પ્રશ્ન- પરદ્રવ્યથી આત્માને કાંઈ પણ લાભ-હાનિ ન થાય એમ જ્ઞાની માને અને વળી પારદ્રવ્ય વડે રાગનો-પીડાનો ઈલાજ કરે છે તે વળી કેવી વાત?
સમાધાન- જુઓ દષ્ટાંત; રોગી રોગનો ઈલાજ કરે છે તેથી શું તે રોગને ભલો જાણે છે? (ના). વળી તે જે ઔષધિ વડે ઈલાજ કરે છે તે ઔષધિને ભલી માને છે? ના. જેમ રોગી રોગને કે તેના ઈલાજરૂપ ઔષધિને ભલાં જાણતો કે માનતો નથી તેમ જેને અંતર્દષ્ટિ-આત્મદષ્ટિ થઈ છે એવો જ્ઞાની ચારિત્રમોહના ઉદયને-કે જે રોગ છે તેનેઅને તેના ઈલાજરૂપ ભોગોપભોગ-સામગ્રીને ભલાં જાણતો કે માનતો નથી. જ્ઞાનીને રાગની કે રાગના બાહ્ય ઈલાજની હોંશ નથી. જ્ઞાનીને ભોગપભોગમાં અને તેની સામગ્રીમાં હુરખ કે હોંશ નથી; પરંતુ નિરુપાયે અવશપણે તે એમાં જોડાય છે.
“સમ્યજ્ઞાન દીપિકા માં પણ આના જેવી ભાષા-વાત આવે છે. ત્યાં શુલ્લક શ્રી ધર્મદાસજી એમ કહેવા માગે છે કે-કોઈ સ્ત્રીને માથે પતિ હોય અને કદાચિત્ અવશે કોઈ ભૂલ થઈ ગઈ હોય તો તેનો દોષ બહાર આવતો નથી; આ તો દાખલો છે. તેથી કરીને ભોગના પરિણામથી પાપ થતું નથી એમ ત્યાં કહેવું નથી. આ દષ્ટાંતની જેમ જેના માથે શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદરસકંદ પરમાત્મસ્વરૂપ ભગવાન આત્મા સ્વામીપણે વિરાજમાન છે. તેને કદાચિત્ અવશે રાગાદિ આવી જાય તો તેનો દોષ બહાર આવતો નથી. ગજબ વાત ભાઈ !
અહીં ગાથામાં તો દષ્ટિનું જોર આપીને એમ કહ્યું કે જ્ઞાની ભોગને ભોગવવા છતાં તેને નિર્જરા જ થાય છે. જ્ઞાનીને રાગ છે અને તેના ઈલાજરૂપ ભોગોપભોગ છે છતાં તેને નિર્જરાનો હેતુ કહ્યો છે. ઝીણી વાત છે, પ્રભુ! તેથી કરીને ભોગ કરવા (ભોગવવા) ઈષ્ટ છે શું એમ છે? અરે, ભોગોમાં જેને ઇષ્ટપણાની બુદ્ધિ છે એ તો મિથ્યાષ્ટિ છે, અજ્ઞાની છે. અહીં તો જેની દષ્ટિ ભોગ પર નથી પણ જ્ઞાનસ્વભાવ પર છે એવા સમકિતીને ઉપભોગના કાળે મોહનો ભાવ ( નિર્વશ) ઝરી જાય છે એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #30
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ વાત છે. આકરી વાત બાપા! અજ્ઞાની દયા પાળે તો પણ તેને મિથ્યાત્વનું બંધન થાય છે કેમકે તે “હું પરની દયા પાળું છું” એમ માને છે, જ્યારે જ્ઞાની ભોગમાં જોડાય છે છતાં તેને તે ભોગ નિર્જરાનું નિમિત્ત થાય છે. બાપા! દષ્ટિના ફેરે બધો ફેર છે. (આત્મદષ્ટિવંતનું વીર્ય ભોગમાં ઉલ્લસિત નથી જ્યારે મિથ્યાદષ્ટિનું વીર્ય ભોગમાં જ રચ્યું-પચેલું છે.) આવી વાત છે.
ગાથામાં પાઠમાં તો ‘૩૧મો મિંઢિયેટિં ણં ણઃિ સમ્મવિઠ્ઠી'—એમ છે ને? મતલબ કે સમ્યગ્દષ્ટિ દ્રવ્યન્દ્રિયો વડે ચેતન-અચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે એમ કહ્યું છે ને? પરંતુ ભાઈ ! પરનો કર્તા તો આત્મા છે જ નહિ. દ્રવ્યેન્દ્રિયોને ચલાવી શકે એવી કોઈ શક્તિ આત્મામાં નથી. ઇન્દ્રિયોનું પરિણમન એ તો જડ પરમાણુઓનું પરિણમન છે, એ કાંઈ આત્માની ક્રિયા નથી અને આત્મા તે કરી શકે છે એમ પણ નથી. પરંતુ અજ્ઞાની તે જડની ક્રિયા પોતાને લઈને થઈ છે એમ માને છે. જ્યારે જ્ઞાની જડની ક્રિયા જડને લઈને જડમાં થઈ છે એમ માને છે. જુઓ, આ દષ્ટિનો ફેર! અરે, જ્ઞાની તો દ્રવ્યન્દ્રિયોની ક્રિયાના કાળે તેના નિમિત્તમાત્રપણે તેને જે વિકલ્પ-રાગ થયો તેનું કર્તાપણું અને
સ્વામિત્વ પણ સ્વીકારતો નથી. બહુ સૂક્ષ્મ માર્ગ, બાપુ! વીતરાગ માર્ગનાં રહસ્યો સમજવા બુદ્ધિ સૂક્ષ્મ-તેજ કરવી જોઈશે.
ભગવાન ! અજ્ઞાનપણે અનંતકાળ તેં દુ:ખમાં ગાળ્યો છે. હજારો સ્ત્રીઓનો સંગ છોડીને નગ્ન દિગંબર સાધુ થયો અને આકરાં બ્રહ્મચર્યાદિ પાળ્યાં. પણ તેથી શું? છહુઢાલામાં આવે છે ને કે
મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાય,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયો.” મતલબ કે રાગથી ભિન્ન આત્માના જ્ઞાન અને ભાન વિના તને આનંદના અંશનું પણ વેદન આવ્યું નહિ. તેનો અર્થ એ થયો કે પંચમહાવ્રતના પરિણામ તને લેશ પણ સુખ આપી શકયા નહિ. કયાંથી આપે? જે સ્વયે રાગરૂપ છે, દુઃખરૂપ છે તે સુખ કયાંથી આપે ? ભાઈ ! ૨૮ મૂલગુણ પાળવા તે રાગ છે અને તે રાગ હોવાથી દુ:ખરૂપ છે. જ્ઞાનીને એવો રાગ આવે છે પણ તેને તે કર્તવ્યરૂપ માનતા નથી.
અહીં કહે છે-જેને સ્વરૂપની આશ્રયરૂપ પરિણતિમાં-હું ચિદાનંદમય વીતરાગસ્વભાવી પરમાત્મદ્રવ્ય છું, સ્વયં ભગવાન સ્વરૂપ છું-એમ દ્રવ્યદષ્ટિ થઈ છે તે જ્ઞાની છે. તેને ચારિત્ર મોહના ઉદયના નિમિત્તે જરા રાગ તો થાય છે જુઓ, ચારિત્રમોહના ઉદયના નિમિત્તથી ” –એમ કહ્યું છે હોં; તેમાં ઉપાદાન તો પોતાનું છે. કહે છે-જ્ઞાનીને રાગ તો થાય છે પરંતુ રાગને તે રોગ સમાન જાણે છે તથા તે ભોગસામગ્રીમાં જાય છે (જોડાય છે), પણ તેને તે ઔષધિ સમાન જાણે છે. જ્ઞાની રાગને કે ભોગપભોગસામગ્રીને-કોઈને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #31
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૩ ]
[ ૧૫ ઇષ્ટ વા ભલાં જાણતો કે માનતો નથી. તે રાગ કે રાગના ઈલાજમાં તન્મય નથી. આવી અંતરની સૂક્ષ્મ વાત!
આગળ કહે છે-“વળી નિશ્ચયથી તો, જ્ઞાતાપણાને લીધે સમ્યગ્દષ્ટિ વિરાણી ઉદયમાં આવેલા કર્મને માત્ર જાણી જ લે છે, તેના પ્રત્યે તેને રાગદ્વેષમોહ નથી.”
અહાહા...! રાગ આવે છે તેને જ્ઞાની જ્ઞાનમાં જાણે જ છે (કર્તા થઈને કરે છે. એમ નહિ). ૧૨ મી ગાથામાં કહ્યું ને કે ભૂતાર્થસ્વભાવના આશ્રયે જેને સમકિત પ્રગટ થયું છે એવો જ્ઞાની પર્યાયમાં જે અસ્થિરતાનો રાગ આવે છે તેને તે તે કાળે જાણે છે અને તે જાણેલો પ્રયોજનવાન છે, આદરેલો નહિ.
જ્ઞાતાપણાને લીધે નિશ્ચયથી સમ્યગ્દષ્ટિ વિરાણી ઉદયમાં આવેલાં કર્મને માત્ર જાણી જ લે છે. જુઓ, માત્ર જાણી જ લે છે એમ શબ્દ છે. ભોગોપભોગમાં હોવા છતાં જ્ઞાની રાગની અને શરીરાદિની ક્રિયા બધી પર છે એમ જાણે છે. પોતે જ્ઞાતાપણે પરિણમી રહ્યો છે ને? ભાઈ ! જ્ઞાનનો સ્વભાવ જ એવો છે કે તે કાળે પોતાને જાણતું જ્ઞાન, તે તે પ્રકારની રાગની અને શરીરાદિની ક્રિયાને (તેને અડ્યા વિના) જાણતું થયું પ્રગટ થાય છે. ભાઈ ! આ બધી અંતરની વાત સમજવી પડશે હોં; તેને સમજવા હમણાં જ નિવૃત્તિ લેવી જોઈએ, નહિ તો ૮૪ ના અવતારમાં ક્યાંય ગુમ થઈ જઈશ (પછી તક નહિ હોય).
કહે છે-ઉદયમાં આવેલા કર્મ પ્રત્યે જ્ઞાનીને રાગદ્વેષમોહ નથી અર્થાત્ જ્ઞાનીને રાગનો રાગ નથી. જ્ઞાનીને કિંચિત્ રાગ આવે છે પણ તેને રાગનો રાગ નથી અર્થાત્ રાગની રુચિનું પરિણમન નથી. તેને રાગનું કર્તાપણું કે સ્વામિત્વ નથી. રાગ મારી ચીજ અને તે મારું કર્તવ્ય એમ જ્ઞાની માનતો નથી. કહ્યું છે ને કે
ચક્રવર્તીકી સંપદા, અરુ ઇન્દ્રસરિખા ભોગ;
કાગવિ સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ. અહાહા..પુણ્યના ફળરૂપ ચક્રવર્તીપદ અને ઇન્દ્રપદના વૈભવને સમકિતી જીવ કાગડાની વિષ્ટા સમાન તુચ્છ ગણે છે. જેને આત્મા રુચ્યો છે તે જ્ઞાનીને સંસારના કોઈ પદમાં-સ્થાનમાં રુચિ નથી.
ત્યારે કોઈ કહે છે અમારે તો આ સમજવું કે પછી સ્ત્રી–બાળબચ્ચાંને સંભાળવામાં અને કમાવામાં રોકાવું?
અરે ભાઈ! સ્ત્રી–બાળબચ્ચાં સંભાળવામાં અને ધન કમાવામાં રોકાઈ રહેવું એ તો નર્યા પાપના ભાવ છે. ભગવાન! તને ખબર નથી કે એ સ્ત્રી-પુત્રપરિવાર અને ધન બધાં પડ્યાં રહેશે અને તું ચાલ્યો જઈશ. નિરંકુશ પાપ કરીને તું કયાં જઈશ ભગવાન! તીવ્ર પાપનું ફળ તો નરક-નિગોદાદિ કહ્યું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #32
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જુઓ, એક ગૃહસ્થને દીકરો હતો. તે દીકરો બિમાર પડ્યો તો બાપે તેનો ઈલાજ કરતાં ખાનગી રીતે દવામાં ઇંડાં વગેરે આપ્યાં. આ રીતે મહાપાપ ઉપજાવીને બાપ મરીને નરક ગયો. જ્યારે જેના માટે પાપ ઉપજાવ્યાં તે દીકરો મરીને પરમાધામી થયો, કેમકે દીકરાના પરિણામ અત્યંત આકરા ન હતા. પછી તે પરમાધામી (દીકરો) બાપના જીવને મારવા લાગ્યો. તો એ બાપ કહે છે–ભાઈ ! મેં તો તારા માટે પાપ કર્યું હતું. તું મને કેમ મારે છે? ત્યારે પરમાધામી (દીકરો) કહે તે કાંઈ જાણતો નથી; તેં મારી મમતા કરીને તે મમતાને પુષ્ટ કરવા પાપ કર્યા છે અને તેનું ફળ તારે ભોગવવું જ જોઈએ. જુઓ આ બાપ-દીકરાનો સંબંધ! ભાઈ ! સંસારનું સ્વરૂપ મહાવિચિત્ર છે.
કોઈને ૨૫ વર્ષનો જુવાન-જોધ દીકરો મરી જાય ત્યારે બાપ પોક મૂકીને રોતો નથી? રોવે છે; તે જે રોવે છે તે શું દીકરા માટે રોવે છે? ના, એ તો પોતાના સ્વાર્થસગવડ માટે રોવે છે. એમ કે દીકરો દુકાન સંભાળતો હુતો ને સારું કમાતો હતો પણ હવે એ સગવડ છીનવાઈ ગઈ તેથી રોવે છે. બાકી દીકરો મરીને ભલે ને ઢોરમાં કે નરકમાં ગયો હોય; એનું અહીં કોને સ્નાન-સૂતક છે? એ તો દીકરો દીકરાનું વેઠશે. શું એ કોઈ વિચારે છે કે અરે ! તત્ત્વાભ્યાસ વિના દીકરો મરીને કયાં જશે-તિર્યંચમાં કે નરકમાં-કયાં જશે ? અહા! આ સંસાર આવો છે! તેમાં બધાય મોહના દાવાનળમાં બળી-ઝળી રહ્યા છે. માત્ર સમકિતી જીવો જ શાંતિને અનુભવે છે કેમકે તેમને કર્મના ઉદય પ્રતિ રાગદ્વેષમોહ નથી, તેઓ તો તેને માત્ર જાણે જ છે.
એ જ કહે છે કે શુદ્ધ ચૈતન્યસ્વભાવને અનુભવનારો-જ્ઞાતાપણે પરિણમનારો જ્ઞાની કર્મના ઉદયને માત્ર જાણી જ લે છે. તેને જે રાગ આવે તેને માત્ર જાણે જ છે, અને તે રાગનો જે ઈલાજ કરે તેને પણ તે માત્ર જાણે જ છે. તે કાળે શરીરાદિની જે ક્રિયા થાય તેને પણ, પોતે પોતાના જ્ઞાનમાં રહીને, તેને પૂછ્યું વિના અર્થાત્ એમાં તન્મય થયા વિના માત્ર જાણે જ છે. તેને કર્મમાં કે રાગમાં કે શરીરાદિની ક્રિયામાં રાગદ્વેષમોડું થતા નથી. અહા ! અંતરની પરિણતિની ખૂબ ગંભીર વાત !
હવે કહે છે-“આ રીતે રાગદ્વેષમોહ વિના જ તેના ફળને ભોગવતો હોવાથી તેને કર્મ આસ્રવતું નથી, આસ્રવ વિના આગામી બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ તો પોતાનો રસ દઈને ખરી જ જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ.”
જુઓ, જે કર્મ ઉદયમાં આવે છે તે તો ખરી જ જાય છે; રાગ કરે તોપણ ખરી જાય છે અને રાગ ન કરે તોય ખરી જાય છે. જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ છે તેથી તેને ઉદયકાળે (ભોગકાળે) નવું કર્મ આસ્રવતું નથી અને આસ્રવના અભાવે નવો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #33
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૭
સમયસાર ગાથા-૧૯૩ ] બંધ થતો નથી. તેથી ઉદયમાં આવેલું કર્મ નિઃસંતાન ખરી જ જાય છે. હવે આવી (ચમત્કારી) વાત ! પણ અભ્યાસ કરે તો સમજાયને? લોકો લૌકિક અભ્યાસમાં- M. A. ને L. L. B નાં પૂંછડાં પાછળ વર્ષોનાં વર્ષો કાઢે છે અને તત્ત્વાભ્યાસની વાત આવે એટલે કહે કે “નવરાશ નથી, મરવાનોય વખત નથી.' ભાઈ ! અનાદિકાળથી આમ ને આમ તું રખડપટ્ટી કરી રહ્યો છે. એ લૌકિક અભ્યાસ તો એકલો પાપનો અભ્યાસ છે ભગવાન! એ તો તને જન્મ-મરણના સમુદ્રમાં ડૂબાડીને જ રહેશે. (આ તત્ત્વાભ્યાસમાં જ તારું હિત છે).
કહે છે-જ્ઞાનીને જે જડકર્મ ઉદયમાં આવે છે તે નવો બંધ કર્યા વિના ખરી જાય છે કારણ કે ઉદયમાં આવ્યા પછી કર્મની સત્તા રહી શકે જ નહિ. “આ રીતે તેને નવો બંધ થતો નથી અને ઉદયમાં આવેલું કર્મ નિર્જરી ગયું તેથી તેને કેવળ નિર્જરા જ થઈ.”
ધર્મીની દષ્ટિનું જોર શુદ્ધ જ્ઞાયક ઉપર છે. અહાહા..! અનાકુળ શાંતિનો રસકંદ ચિદાનંદ ચૈતન્યમૂર્તિ પરમાનંદમય પ્રભુ હું પરમાત્મદ્રવ્ય છું-એવી દષ્ટિના જરને લીધે, તેને રાગ આવે છે છતાં તેમાં કેવળ નિર્જરા જ થઈ જાય છે; જ્યારે અજ્ઞાની પંચમહાવ્રત પાળે તો પણ તેને મિથ્યાત્વનું જોર હોવાથી, આ મહાવ્રતના પરિણામ હું કરું અને તેથી મને લાભ છે એવી મિથ્યા માન્યતાનું જોર હોવાથી અનંતો સંસાર ફળતો જાય છે. જ્ઞાનીને આત્માની રુચિનું જોર છે અને અજ્ઞાનીને રાગની રુચિનું જોર છે; એમાં ફરક છે ને? તો જ્ઞાનીને કેવળ નિર્જરા થાય છે અને અજ્ઞાનીને કેવળ બંધ.
એક તો જીવ બહારની ડંફાસમાંથી નવરો ન પડે અને એમાંય વળી જો સંજોગો અનુકૂળ હોય તો જોઈ લ્યો પછી-જાણે “હું પહોળો ને શેરી સાંકડી.' પણ બાપુ! એ બધા સંજોગો કયાં તારા છે? તું મારા મારા કરે છે પણ એ બધા મારા એટલે તને મારનારા જ છે. ભાઈ ! તારી અસંયોગી ચીજને તે જાણી નથી. તું ચૈતન્યસ્વરૂપી નિર્મળાનંદનો નાથ છો ને પ્રભુ ! એમાં અહંપણું, એમાં સ્વામીપણું ધારણ કર; તેથી તને સમકિત થશે. જો સમકિતી જ્ઞાની પુરુષ પરમાં અને રાગમાં સ્વામિત્વ ધારતો નથી તેથી રાગ આવે છે છતાં કર્મથી છૂટી જાય છે, તેને કેવળ નિર્જરા જ થાય છે. તેથી કહ્યું કે
માટે સમ્યગ્દષ્ટિ વિરાગીના ભોગોપભોગને નિર્જરાનું જ નિમિત્ત કહેવામાં આવ્યું છે. પૂર્વ કર્મ ઉદયમાં આવીને તેનું દ્રવ્ય ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #34
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સમકિતીનો ભોગોપભોગ નિર્જરાનું નિમિત્ત જ કહ્યો છે હીં, કારણ કે જે દ્રવ્યનિર્જરા થાય છે તે તો તેના કારણે-કર્મના પરમાણુઓના કારણે જ થાય છે. જ્ઞાની, રાગભાવને પોતાનો માનતો નથી માટે તેનો વિરાગભાવ નિર્જરાનું નિમિત્ત થાય છે અને પૂર્વનું જે કર્મ ઉદયમાં આવ્યું તે ખરી ગયું તે દ્રવ્યનિર્જરા છે.
[ પ્રવચન નં. ર૬૩-ર૬૪ * દિનાંક ૧૬-૧ર-૭૬ અને ૧૭–૧ર-૭૬ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #35
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯૪
अथ भावनिर्जरास्वरूपमावेदयति
दव्वे उवभुंजते णियमा जायदि सुहं व दुक्खं वा। तं सुहदुक्खमुदिण्णं वेददि अध णिज्जरं जादि।। १९४।।
द्रव्ये उपभुज्यमाने नियमाज्जायते सुखं वा दुःखं वा। तत्सुखदुःखमुदीर्ण वेदयते अथ निर्जरां याति।। १९४ ।।
હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે છેઃ
વસ્તુ તણે ઉપભોગ નિશ્ચય સુખ ના દુખ થાય છે,
એ ઉદિત સુખદુખ ભોગવે પછી નિર્જરા થઇ જાય છે. ૧૯૪. ગાથાર્થ:- [દ્રવ્ય ૩૫મુખ્યમ] વસ્તુ ભોગવવામાં આવતાં, [ સુવું વા દુ:વું વા] સુખ અથવા દુ:ખ [નિયમાન્] નિયમથી [નાયતે] ઉત્પન્ન થાય છે; [૩વીળ] ઉદય થયેલા અર્થાત્ ઉત્પન્ન થયેલા [ તત્ સુરદુ:૩] તે સુખદુઃખને [વે તે] વેદે છેઅનુભવે છે, [ અથ] પછી [ નિર્નરાં યાતિ] તે (સુખદુ:ખરૂપ ભાવ) નિર્જરી જાય છે.
ટીકા - પરદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુ:ખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા-એ બે પ્રકારોને અતિક્રમતું નથી (અર્થાત્ વેદના બે પ્રકારનું જ છે-શાતારૂપ અને અશાતારૂપ ). જ્યારે તે (સુખરૂપ અથવા દુઃખરૂપ ) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાદષ્ટિને, રાગાદિભાવોના સર્ભાવથી બંધનું નિમિત્ત થઇને (તે ભાવ) નિર્ભરતાં છતાં (ખરેખર) નહિ નિર્ભર્યો થકો, બંધ જ થાય છે; પરંતુ સમ્યગ્દષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્ભરતો હોવાથી (ખરેખર) નિર્ભર્યો થકો, નિર્જરા જ થાય છે.
ભાવાર્થ- પરદ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુ:ખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે. મિથ્યાષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે તેથી તેને નિર્જ કહી શકાતો નથી; માટે મિથ્યાદષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે. સમ્યગ્દષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #36
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
(અનુષ્ટુમ્ )
तज्ज्ञानस्यैव सामर्थ्य विरागस्यैव वा किल ।
यत्कोऽपि कर्मभिः कर्म भुञ्जानोऽपि न बध्यते ।। १३४।।
બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે; માટે સમ્યગ્દષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છેઃ
શ્લોકાર્થ:- [તિ] ખરેખર [તંત્ સામર્થ્ય ] તે ( આશ્ચર્યકારક ) સામર્થ્ય જ્ઞાનસ્ય વ] જ્ઞાનનું જ છે [ વા] અથવા [વિરાચ વ] વિરાગનું જ છે [યત્] કે [: અવિ] કોઈ (સમ્યગ્દષ્ટિ જીવ ) [ { મુગ્ગાન: અપિ] કર્મને ભોગવતો છતો [ ર્મમિ: ન વધ્યુતે] કર્મોથી બંધાતો નથી ! (અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે અને જ્ઞાની તેને યથાર્થ જાણે છે. ) ૧૩૪.
*
*
હવે ભાવનિર્જરાનું સ્વરૂપ કહે
*
સમયસાર ગાથા ૧૯૪ : મથાળું છેઃ
જુઓ, નિર્જરા ત્રણ પ્રકારે છે. કર્મનું ખરી જવું તે (જડની નિર્જરા ) દ્રવ્યનિર્જરા છે. અશુદ્ધતાનું ટળવું તે ( પોતાની ) ભાવનિર્જરા (નાસ્તિથી ) છે અને શુદ્ધતાની વૃદ્ધિ થવી તે ભાવનિર્જરા ( અસ્તિથી ) છે. તેમાં દ્રવ્યનિર્જરાની વાત ગાથા ૧૯૩માં આવી ગઈ. અહીં જે અશુદ્ધતાનું ટળવું તે ભાવનિર્જરાની વાત આ ગાથામાં હવે કહે છે.
* ગાથા ૧૯૪ : ટીકા ઉપ૨નું પ્રવચન *
પદ્રવ્ય ભોગવવામાં આવતાં, તેના નિમિત્તે સુખરૂપ અથવા દુ:ખરૂપ જીવનો ભાવ નિયમથી જ ઉદય થાય છે અર્થાત્ ઉત્પન્ન થાય છે, કારણ કે વેદન શાતા અને અશાતા –એ બે પ્રકારોને અતિમતું નથી. (અર્થાત્ વેદન બે પ્રકારનું જ છે-શાતારૂપ અને અશાતારૂપ ).’
અહાહા...! ગાથામાં બહુ જ ભર્યું છે. કહે છે-‘પરદ્રવ્ય ભોગવવામાં આવતાં...' જુઓ, પરદ્રવ્ય કાંઈ ભોગવી શકાય છે એમ નથી, પણ આ તો નિમિત્તનું કથન છે. આ શરીર, દાળ, ભાત, શાક કે સ્ત્રીનું શરીર જે જડ રૂપી છે તેને આત્મા ભોગવી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #37
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૪ ]
[ ૨૧ શકતો નથી, કેમકે આત્મા ચૈતન્યસ્વરૂપ અરૂપી છે. અરે, જડને તો આત્મા અડતોય નથી પછી ભોગવે કયાંથી ? ગાથા ૩ ની ટીકામાં કહ્યું ને કે-દ્રવ્ય પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે પણ પરદ્રવ્યને ચુંબતું-સ્પર્શતું નથી. ભાઈ ! આવું જ દ્રવ્યનું સ્વરૂપ છે. દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયને સ્પર્શે છે પણ પરદ્રવ્યના દ્રવ્ય-ગુણ-પર્યાયને સ્પર્શતું જ નથી. ભોગકાળે જીવ સ્ત્રીના શરીરને અડ્યો જ નથી અને સ્ત્રીનું શરીર જીવને અયું જ નથી કેમકે શરીર તો જડ પરદ્રવ્ય છે. પરદ્રવ્યને આત્મા અડે શી રીતે કે તેને ભોગવે?
પ્રશ્ન- તો આ (-જીવ) શરીરને ભોગવે છે, મોસંબીનો રસ પીવે છે, મૈસૂબ ખાય છે ઇત્યાદિ ભોગવતો પ્રત્યક્ષ દેખાય છે ને?
ઉત્તર- ધૂળેય ભોગવતો નથી, સાંભળને; મોસંબી, મૈસૂબ આદિ તો જડ, રૂપી છે; સ્પર્શ-રસ-ગંધ-વર્ણવાળી ચીજ છે તથા સ્ત્રીનું શરીર છે તે પણ સ્પર્શ-રસ-ગંધવર્ણવાળી જડ રૂપી ચીજ છે. જ્યારે તું અરૂપી ભગવાન ચૈતન્યસ્વરૂપ એનાથી–એ સર્વથી ભિન્ન છો. તું કદીય એ કોઈને અયોય નથી અને અડી શકતો નથી. પણ સંયોગ દેખીને અજ્ઞાની જીવ એમ માને છે કે મેં ખાધું પીધું ભોગ લીધો. ખરેખર તો તે પદાર્થોમાં ઠીકપણાનો જે રાગ થયો તે રાગને અજ્ઞાની ભોગવે છે. પરદ્રવ્યને ભોગવે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે.
આ કઈ જાતનો ઉપદેશ? દયા પાળો, વ્રત કરો, તપ કરો, ઉપવાસ કરો –એવો ઉપદેશ હોય તો કાંઈક સમજાય, પણ આવા ઉપદેશમાં હવે સમજવું શું?
ભાઈ ! દયા પાળવી, વ્રત કરવા, તપ કરવું અને ઉપવાસ કરવા ઇત્યાદિ તો બધી રાગની ક્રિયા છે. એમાં આત્મા કયાં આવ્યો? એ રાગની અજ્ઞાનમય ક્રિયાઓમાં શું સમજવું છે? નિશ્ચયથી તો ચૈતન્યસ્વરૂપી પરમાત્મદ્રવ્ય પ્રભુ આત્મા રાગને અડતોય નથી કેમકે રાગ છે એ તો દુઃખ છે. જ્ઞાનસ્વભાવી અનાકુળ આનંદનું ઢીમ પ્રભુ આત્મા દુઃખ એવા રાગને કેમ અડે? ચાહે અશુભ રાગ હો કે શુભરાગ-બન્ને દુઃખ છે. માટે સુખધામ આનંદસ્વરૂપી આત્મા તે દુ:ખને કેમ અડે? આવું ભેદજ્ઞાન કરવું તે યથાર્થ સમજવું છે. સમજાણું કાંઈ...?
અહીં આચાર્યદવ એમ કહે છે કે-પરદ્રવ્યને ભોગવવામાં આવતાં તેના નિમિત્તે સુખરૂપ અથવા દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી ઉદય થાય છે. એટલે શું કહે છે? કે આ શરીર, મન, વાણી, ધન, ભોજન, સ્ત્રી ઇત્યાદિ ઉપર લક્ષ જતાં, તે વસ્તુને જીવ ભોગવે છે એમ કહેવામાં આવ્યું છે અને તેના નિમિત્તે જીવને સુખ કે દુઃખની કલ્પના થાય જ છે, થયા વિના રહેતી નથી. જ્ઞાનીને પણ સુખરૂપ કે દુઃખરૂપ ભાવ થાય છે, અર્થાત તે સમયે તેને સુખ કે દુઃખની પર્યાય થઈ જાય છે.
જુઓ, ૧૯૩ ગાથામાં ઉપભોગમાં જ્ઞાનીને દ્રવ્યકર્મ ખરી જાય છે એની વાત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #38
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨ ]
ચન રત્નાકર ભાગ-૭ હતી. અહીં આ ગાથામાં તેને જે અશુદ્ધતા થઈ તે ખરી જાય છે એની વાત છે.
પ્રશ્ન- અમે તો ઉપવાસ કરીએ એટલે તપ થાય અને “તપસી નિર્નર' તપથી નિર્જરા થાય છે એમ માનીએ છીએ.
ઉત્તર:- ભાઈ ! તું જેને ઉપવાસ કહે છે એનાથી તો ધૂળેય નિર્જરા નથી, સાંભળને; ઉપવાસ કરવાનો ભાવ તો રાગ છે અને રાગથી તો નિર્જરા નહિ, બંધન થાય છે. ઉપવાસ તો સત્યાર્થ એને કહીએ કે-ઉપ નામ સમીપ અને વાસ એટલે વસવું; અહાહા...! આનંદસ્વરૂપ નિજ આત્મામાં વસવું-ઠરવું એને ઉપવાસ કર્યું છે. બાકી તો બધા અપવાસઅપ એટલે માઠા વાસ છે. રોટલા-પાણી છોડવા એને અજ્ઞાની ઉપવાસ કહે છે પણ એ તો રાગમાં વસેલો (વાસ) અપવાસ છે, માઠો વાસ છે.
અહા! અહીં ભાષા એવી લીધી છે કે “પદ્રવ્ય ભોગવવામાં આવતાં , જો કે પદ્રવ્યને આત્મા ભોગવી શકતો નથી, પણ તેને એવો રાગ-સુખદુઃખની કલ્પના થાય છે અને તે કાળે પરદ્રવ્યમાં જે ચેષ્ટા-ક્રિયા થવા યોગ્ય હોય તે થાય છે. તેને “પદ્રવ્યને ભોગવે છે” એમ વ્યવહારથી કહેવામાં આવે છે. ધર્મી જીવ જેને જ્ઞાનાનંદસ્વભાવી નિજ ચૈતન્યમય વસ્તુની ઓળખ-પ્રતીતિ થઈ છે તેને કંઈક રાગ આવે છે છતાં દષ્ટિની અપેક્ષાએ તેને તે ભોગવતો નથી. દષ્ટિનો વિષય પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્ય પરમાત્મા છે અને એવા આત્મદ્રવ્યનો જેને આશ્રય થયો છે તે જ્ઞાની તો આત્માના આનંદને જ ભોગવે છે. દિષ્ટિ નિર્વિકલ્પ છે અને તેનો વિષય પણ ધ્રુવ નિર્વિકલ્પ ચૈતન્ય જ છે. તેથી દષ્ટિની અપેક્ષાએ જ્ઞાની આત્મા રાગને સુખદુ:ખની કલ્પનાને કરતોય નથી અને ભોગવતોય નથી, અર્થાત્ જ્ઞાનીને રાગદ્વેષ થતા જ નથી, અસ્થિરતાય થતી નથી. (આ દષ્ટિ અપેક્ષાએ વાત છે ).
પરંતુ અહીં એમ સિદ્ધાંત કહે છે કે-પરદ્રવ્યને ભોગવવામાં આવતાં તેના નિમિત્તે સુખરૂપ-દુઃખરૂપ જીવનો ભાવ નિયમથી ઉદય થાય છે, અર્થાત્ પર્યાયમાં જરી સુખ દુઃખની કલ્પના-અશુદ્ધતા ઉત્પન્ન થાય છે કારણ કે વેદન શાતા અને અશાતાના બે પ્રકારોને અતિક્રમતું નથી. જોકે વેદન ખરેખર શાતા કે અશાતાના ઉદયને લઈને થાય છે એમ નથી પણ વેદનમાં શાતા કે અશાતાનો ઉદય નિમિત્ત છે એમ અહીં નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. અહા ! શાતાના ઉદયમાં સુખરૂપ કલ્પના અને અશાતાના ઉદયમાં દુઃખરૂપ કલ્પના જ્ઞાનીને પણ પર્યાયમાં થાય છે એમ કહે છે. અહા ! જન્મ-મરણથી રહિત થવાનો માર્ગ બહુ ઝીણો છે, ભાઈ !
હવે કહે છે-“જ્યારે તે ( સુખરૂપ અથવા દુ:ખરૂપ) ભાવ વેદાય છે ત્યારે મિથ્યાદષ્ટિને, રાગાદિભાવોના સભાવથી બંધનું નિમિત્ત થઈને (તે ભાવ) નિર્ભરતાં છતાં (ખરેખર) નહિ નિર્જર્યો થકો, બંધ જ થાય છે.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #39
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૪ ]
[ ૨૩ અહીં “વેદાય છે' એમ કહ્યું એનો અર્થ ભોગવાય છે એમ થાય છે. “વેદાય છે' એટલે જાણવામાં આવે છે એવો અર્થ પણ થાય છે પણ અહીં એ અર્થ નથી, અહીં તો ભોગવવામાં આવે છે એમ અર્થ છે. પરદ્રવ્ય ભોગવવામાં આવતાં પર્યાયમાં જરી સુખદુ:ખની ક્ષણિક અશુદ્ધ પરિણતિ થાય છે અને તેથી સુખ-દુઃખરૂપ ભાવ વેદાય છે એમ કહ્યું છે. હવે જ્યારે તે ભાવ વેદાય છે ત્યારે જેની દષ્ટિ રાગ ઉપર જ પડી છે એવા મિથ્યાદષ્ટિને રાગાદિભાવોના સભાવને લીધે બંધ જ થાય છે.
ઝીણી વાત છે, પ્રભુ! જેને શુભાશુભ રાગમાં ઇષ્ટ–અનિષ્ટબુદ્ધિ છે, તથા શુભરાગમાં મીઠાશ અને સુખબુદ્ધિ છે તે અજ્ઞાની છે. આવો અજ્ઞાની જીવ, પદાર્થોને ભોગવતો થકો સુખ-દુઃખની કલ્પનાના કાળે, તેમાંથી મીઠાશ-મઝા આવે છે એમ માનતો થકો, રાગાદિભાવોનો સદ્દભાવ હોવાથી, બંધાય છે. મિથ્યાષ્ટિને (સ્વરૂપમાં) આત્મભાવ પ્રગટયો નથી તેથી તેને રાગદ્વેષમોહની હયાતી છે. આથી તેને ઉપભોગમાં થતા સુખદુઃખની કલ્પનાના ભાવ નવા કર્મબંધનું નિમિત્ત થાય છે અર્થાત્ તેને સુખ-દુ:ખની કલ્પના કાળે જે રાગ-દ્વેષ થાય છે તે નવા કર્મબંધનમાં નિમિત્ત થાય છે. આથી મિથ્યાષ્ટિને, તે સુખ-દુઃખનો ભાવ નિર્જરવા છતાં નહિ નિર્જર્યો થકો, બંધ જ થાય છે. સત્તામાંથી જે કર્મનો ઉદય આવ્યો છે તે તો ખરી જ જાય છે, જ્ઞાની કે અજ્ઞાની-કોઈને પણ ખરી જ જાય છે; પરંતુ અજ્ઞાનીને મિથ્યાત્વ અને રાગદ્વેષ હયાત-જીવતા હોવાથી તે પરિણામ નવા કર્મબંધનનું નિમિત્ત થાય છે.
શું કહે છે? કે જે કોઈ કર્મનો-શાતા કે અશાતાનો-ઉદય જે સમયે આવે છે તે સમયે જીવને સુખદુઃખની અવસ્થા થાય છે અને તેનું તેને વેદન પણ હોય છે. પરંતુ તે વેદનના કાળે, અજ્ઞાનીને તેમાં મીઠાશ ને સુખબુદ્ધિ છે. આ કારણે તેને રાગ-દ્વેષ યાત હોવાથી તે પરિણામ તેને નવાં દર્શનમોહનીય આદિ કર્મબંધનું નિમિત્ત થાય છે.
અરે! એણે પોતાની અંદર કદી ભાળ્યું નથી ! જો અંદર જુએ તો આખો વીતરાગતાનો પિંડ પ્રભુ આત્મા જણાય અને તો રાગરહિત વીતરાગ પરિણતિ પ્રગટ થાય. લ્યો, આ સર્વ કથનનું તાત્પર્ય કહ્યું. પંચાસ્તિકાયમાં આવે છે કે ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. (ગાથા ૧૭ર ટીકા). પંડિત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ વીતરાગતાનું પ્રયોજન પ્રગટ કરે તે જૈનશાસ્ત્ર છે એમ કહ્યું છે. ચારે અનુયોગ વીતરાગતાને જ પુષ્ટ કરે છે. ચરણાનુયોગમાં ભલે વ્રતાદિ રાગની વાત આવે, તેમાં પણ રાગના પોષણની વાત નથી પણ ક્રમશઃ રાગના અભાવની જ ત્યાં વાત છે. (અજ્ઞાનીરાગી શાસ્ત્રમાંથી પણ રાગ ગોતી કાઢે એવી એની આદત છે).
અહીં કહે છે–અજ્ઞાનીને જે વખતે સુખ-દુઃખની કલ્પના થાય છે તે વખતે તેને તેમાં ઇષ્ટ-અનિષ્ટબુદ્ધિ થવાથી મિથ્યાત્વસહિત અનંતાનુબંધી રાગ-દ્વેષના પરિણામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #40
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ થાય છે અને તે પરિણામ નવા દર્શનમોહનીય આદિ કર્મના બંધનું નિમિત્ત થાય છે. જે કર્મનો ઉદય આવ્યો હતો એ તો તે વખતે ખરી ગયો છે, છતાં પણ તેને તે નવા બંધનું નિમિત્ત થાય છે તે કારણે તેને નિર્જરા કહેવાતી નથી. આવો માર્ગ છે, ભાઈ !
પ્રશ્ન- પણ આવું બધું ક્યારે સમજવું?
ઉત્તર- હમણાં જ; ભાઈ ! આ તો વિશેષ ફુરસદ લઈને સમજવા જેવું છે. લૌકિકમાં પાપના ભણતર પાછળ, M. A. , L. L. B નાં પુછડાં વળગાડવા પાછળ કવાં વર્ષોનાં વર્ષો કાઢી નાખે છે? તો પછી આ તો જન્મમરણરહિત થવાની વાત! તેને ક્ય રે સમજવી એવો તને કેમ પ્રશ્ન થાય છે? અરે ભાઈ ! આ તો અંતર્મુહૂર્તમાં સમજાઈ જાય એવો તારો ભગવાન આત્મા છે. પણ રાગની રુચિથી ખસી અંતરમાં રુચિ પ્રગટ કરે તો ને! અહીં કહે છે–રાગની રુચિનું પરિણમન વિદ્યમાન હોવાથી અજ્ઞાની જીવને ઉદયમાં આવેલાં કર્મ ખરી જવા છતાં નહિ ખર્યાં થકાં નવા બંધમાં નિમિત્ત થાય છે, અને તેથી અજ્ઞાનીને નિર્જરા થતી નથી પણ બંધ જ થાય છે, હવે કહે છે
પરંતુ સમ્યગ્દષ્ટિને, રાગાદિભાવોના અભાવથી બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી (ખરેખર) નિર્જયો થકો, નિર્જરા જ થાય છે.'
શું કહ્યું? જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં જેને સુખબુદ્ધિ છે તેવા ધર્મી સમકિતીને રાગાદિભાવોનો અભાવ હોય છે. રાગની રુચિ નથી ને? તેથી તેને રાગાદિભાવોનો અભાવ છે. “ભરતેશ વૈભવ' માં આવે છે ને કે-ભરતને અસ્થિરતાને લીધે ભોગનો જરી રાગ આવ્યો અને ભોગમાં જોડાયા, ત્યાં બાહ્ય ક્રિયા તો તે કાળે જે થવાની હતી તે તેના કારણે થઈ; પરંતુ ત્યાંથી ખસીને જેવા અંદર ગયા, ધ્યાનમાં બેઠા કે તરત જ નિરાકુળ આનંદનો અનુભવ કરવા લાગ્યા. કારણ? કારણ કે છ— હજાર સ્ત્રીના ભોગકાળે પણ ભોગમાં સુખબુદ્ધિ-મીઠાશ ન હતી. આ મારગડા બહુ જુદા છે બાપા!
આત્મા તો એકલા અમૃતનો દરિયો સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. તેના આનંદની અનુભૂતિ જેને થઈ તેને શાતા-અશાતાના ઉદયકાળે જરી અસ્થિરતાનું પરિણમન એક સમય પૂરતું થાય છે. પરંતુ તે કાળે તેને જે શાતા-અશાતાનું વેદન છે તેનો તે જાણનારો જ છે. જ્ઞાનનો સ્વભાવ સ્વ-પરપ્રકાશક છે ને? તેથી વેદનકાળે જે વેદન છે તેને તે જાણે જ છે. માટે જ્ઞાનીને થોડું શાતા-અશાતારૂપ વેદન છે તોપણ, તેમાં સુખબુદ્ધિ-મીઠાશ નહિ હોવાથી, તે બંધનું નિમિત્ત થયા વિના નિર્જરી જાય છે. અહો ! આવી અલૌકિક વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ છે.
કહે છે-સમ્યગ્દષ્ટિને પોતાના સ્વભાવમાં જે આનંદ છે તેનો અનુભવ છે. વળી સાથે તેને જરીક દુઃખનો અનુભવ-સુખદુ:ખની કલ્પના જે વાસ્તવિક દુઃખરૂપ છે તેનું વેદન-એક સમય પૂરતું હોય છે. પરંતુ એ બાહ્ય વેદનમાં જ્ઞાનીને સ્વામીપણું નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #41
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૪ ] તેથી તે સુખદુઃખની કલ્પનારૂપ દુઃખની પરિણતિ-એક સમયની અશુદ્ધ પર્યાય-નવા બંધનું નિમિત્ત થયા વિના જ ખરી જાય છે, નિર્જરી જાય છે.
પ્રશ્ન- પોતે રાગને ભોગવે છે છતાં તેને (જ્ઞાનીને) રાગનો સદ્ભાવ નથી–એ કેવી વાત ?
ઉત્તર- ભાઈ ! જ્ઞાનીને રાગનો સદ્દભાવ નથી કેમકે પોતાના શુદ્ધ ચૈતન્ય સાથે એકપણે પરિણમતા તેને રાગમાં એકત્વ નથી, રાગનું સ્વામિત્વ નથી, રાગની રુચિ નથી. જુઓ, નોઆખલીમાં નહોતું બન્યું? કે ૨૦ વર્ષનો ભાઈ અને રર વર્ષની બહેન-એ ભાઈ બહેનને સામસામે નગ્ન કરીને ઊભા રાખ્યા હતા. અરરર! આ શું કહેવાય? જમીન ફાટે તો અંદર સમાઈ જઈએ એવું તેમને થતું હતું. બન્નેની આંખમાંથી આંસુની ધારા વહેતી હતી. તેવી રીતે સમકિતીને રાગાદિનું જે જરી વેદન આવે છે તેનું એને દુ:ખ લાગે છે, તેમાં એને સુખબુદ્ધિ નથી. જે પરિણમનની અશુદ્ધતા છે તે સ્વભાવની દષ્ટિના જોરને લઈને, વિરાગતાના બળે ફરીને નવો બંધ કર્યા વિના નિર્જરી જાય છે, તેને રાગનું વેદન ખરેખર નિર્જરી જાય છે.
તો વળી કોઈ કહે છે-આ સોનગઢથી નવો માર્ગ કાઢયો છે. ભાઈ ! આ તો દિગંબર સંત ધર્મના સ્થંભ એવા આચાર્ય કુંદકુંદની ગાથા છે અને આચાર્ય અમૃતચંદ્રની ટીકા છે. આ કયાં સોનગઢનું છે? આચાર્ય ભગવંતોએ જ આવું ભાવનિર્જરાનું સ્વરૂપ કહ્યું છે.
ભાઈ ! આ તો વીતરાગશાસન છે. રાગથી ધર્મ થાય ને વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એ બધો વીતરાગ માર્ગ નથી. વીતરાગસ્વરૂપી ભગવાન આત્મા છે, ને તેના આશ્રયે જે વીતરાગી દશા થાય એ જ ધર્મ છે. રાગ છે એ તો પરના આશ્રયે થાય છે; શુભરાગ હો કે અશુભ-બન્ને પરના આશ્રયે થાય છે અને સ્વયં અપવિત્ર અને દુ:ખરૂપ છે માટે તે ધર્મ નથી. રાગથી તો ભિન્ન પડતાં અંદર આત્મામાં જવાય છે. તો પછી એનાથી લાભ થાય એ કેમ બને? બાપુ! માર્ગ આકરો છે; વ્યવહારથી નિશ્ચય કદીય ન થાય અને નિમિત્તથી ઉપાદાનમાં કદીય કાર્ય ન થાય. આવું જ વસ્તુ સ્વરૂપ છે.
પ્રશ્ન- પરંતુ કોઈ કોઈમાં નિમિત્ત પ્રત્યક્ષ કરતું દેખાય છે ને? જુઓ, અગ્નિથી પાણી ગરમ થાય છે ને?
ઉત્તર- ભાઈ ! તારી નજર સંયોગ ઉપર છે તેથી તેને નિમિત્ત પ્રત્યક્ષ કરતું દેખાય છે; પણ એમ છે નહિ. વસ્તુના સ્વભાવને જુએ તો તને જણાય કે અગ્નિ પાણીને અડીય નથી. અડ્યા વિના તે પાણીને શું કરે? વળી પાણીના રજકણો સ્વયે શીત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #42
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
ચન રત્નાકર ભાગ-૭ અવસ્થાનો ત્યાગ કરીને ઉષ્ણ થયા છે અને અગ્નિ તો એમાં ત્યારે નિમિત્તમાત્ર જ છે. નિમિત્ત પરમાં કાંઈ કરે છે એમ છે જ નહિ. સમજાણું કાંઈ....?
અહીં કહે છે-જેને પરમ વીતરાગીતત્ત્વ (શુદ્ધ આત્મદ્રવ્ય) દષ્ટિમાં આવ્યું છે એવા ધર્મીને તેની પરિણતિમાં-પર્યાયમાં વિરાગતા છે. તેને કર્મના ઉદયના નિમિત્તે જરી પર્યાયમાં સુખદુ:ખની અશુદ્ધતા વેદાય છે; છતાં તેનો તે સ્વામી થતો નથી. આ અનુકૂળતા ઠીક છે અને આ પ્રતિકૂળતા અઠીક છે એવા રાગઢષના ભાવનો તેને અભાવ છે. તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નથી ને? તેથી તેને રાગાદિભાવોનો અભાવ છે. કિંચિત્ રાગ તેને હોય છે પણ તેને તે શ્રદ્ધાનમાં હેય માને છે, આદરણીય નહિ. ભોગના ભાવમાં એને સુખબુદ્ધિ કે આશ્રયબુદ્ધિ કયાં છે? (નથી). તેથી તેને, તે ભોગનો ભાવ નવા બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરી જતો હોવાથી નિર્જરા જ થાય છે. જુઓ, ‘છેવમેવ' કેવળ જ એમ ટીકામાં પાઠ છે, મતલબ કે એકલી નિર્જરા થાય છે, જરા પણ બંધ નહિ. આથી જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ કહ્યું છે.
તો શું ભોગ નિર્જરાનો હેતુ છે એમ માનવું?
સમાધાન - ભાઈ ભોગ તો રાગ છે અને રાગ છે એ તો બંધનું જ કારણ છે. અહીં તો જ્ઞાનીને જે અંતર્દષ્ટિનું જોર છે એનો મહિમા દર્શાવ્યો છે, (ભોગનો નહિ). અહાહા...! સુખધામ નિરાકુળ આનંદનું નિધાન એવું પોતાનું સ્વરૂપ જ્યાં અનુભવમાં આવ્યું ત્યાં જ્ઞાનીને પરમાં ને રાગમાંથી સુખબુદ્ધિ તદ્દન ખલાસ થઈ જાય છે. તેને કિંચિત્ રાગનું વદન હોય તો પણ તેમાં તે નિર્મમ જ છે. એક દાખલો છે ને? કે એક ગૃહસ્થને હંમેશાં એકલા ચુરમાનો જ ખોરાક, તે રોજ ચુરમું જ ખાય, બીજું એને માફક આવે નહીં. હવે બન્યું એવું કે એમનો એકનો એક દીકરો ગુજરી ગયો. તેનો દાહ દઈને બધા સંબંધી ઘરે પાછા આવ્યા. ત્યારે સંબંધીઓએ તે ગૃહસ્થને કહ્યું કે-ભાઈ ! તમને ચુરમા સિવાય કાંઈ માફક નથી, તેથી તમારે ચુરમું જ ખાવું જોઈએ; રોટલા અને ચુરમુ તમારે માટે એક જ છે. હવે આ પ્રમાણે તે ગૃહસ્થને સંબંધીઓએ ચુરમુ જ ભોજનમાં આપ્યું. પણ શું તે ખાવું ભાવે? શું તે ખાવામાં તેને રુચિ હોય ? ( ન હોય). તેવી જ રીતે જ્ઞાનીને રાગના વેદનમાં અરુચિ છે, જરાય રુચિ નથી. કમજોરીને લીધે વેદનના કાળે તે રાગાદિ વેદાય છે તોપણ તેનો સ્વાદ તેને રુચિકર નથી. તેથી સમકિતીને, રાગાદિભાવ-ભોગનો પરિણામ બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી, નિર્જર્યો થકો, નિર્જરા જ થાય છે.
ભાઈ ! આમાં કાંઈ ભોગનું સ્થાપન કર્યું છે એમ નથી. ભોગને સ્થાપે કે ભલો જાણે એ તો મિથ્યાષ્ટિ છે. અહીં તો એમ કહે છે કે-જ્ઞાનીને ભોગના ભાવનું-રાગનું વેદન તો છે પણ તેને ભોગની-રાગની રુચિ નથી, દષ્ટિ નથી તો તે એક સમયનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #43
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૪ ]
[ ૨૭ વેદન નવો બંધ કર્યા વિના કેવળ ખરી જાય છે. આ વાત છે. આ પહેલાંની ગાથામાં દ્રવ્યનિર્જરાની વાત હતી અને આ ગાથામાં અશુદ્ધતા (ભાવકર્મ) ખરી જાય છે એની વાત છે. આમાં તો સમકિતીનાં શ્રદ્ધાન-જ્ઞાન અને વિરાગતાનો મહિમા પ્રસિદ્ધ કર્યો છે.
ત્યારે કોઈ કહે છે-આ તે કેવો ધર્મ! દયા પાળવી, ભૂખ્યાને અન્ન દેવું, તરસ્યાને પાણી પાવું, રોગીને ઔષધ દેવું ઇત્યાદિ કહો તો સમજાય.
અરે ભાઈ ! દયા પાળવી ઇત્યાદિ રાગની ક્રિયાઓમાં તો ધૂળેય ધર્મ નથી; સાંભળને; શું અનાજ-પાણી-ઔષધ તું આપી શકે છે? એક રજકણ પણ કોણ ફેરવી શકે ને કોણ દઈ શકે ? એ રજકણોનું પરિણમન તો તેના કાળે જેમ થવું હોય તેમ તેના કારણે જ થાય છે. ધન, ધાન્ય આદિ રજકણો તો જડ છે, અજીવ છે. તું જીવ શું એ અજીવનો સ્વામી છો ? (ના). જો દાન કરનાર પણ એ સર્વ અજીવને (ધનાદિને) પોતાના માનીને આપે છે તો તે મિથ્યાત્વને જ સેવે છે. વળી દયા, દાન આદિ રાગભાવને પણ જે ભલો માને છે તે પણ મિથ્યાત્વને જ સેવે છે.
અહીં તો એમ કહે છે કે જેમ જીવ અજીવનો સ્વામી નથી તેમ જ્ઞાની રાગનો પણ સ્વામી થતો નથી. દયા, દાન આદિના ભાવ જ્ઞાનીને હોય ખરા, પણ તેમાં તેને અહંબુદ્ધિ કે સ્વામીપણાની બુદ્ધિ નથી. એને તો જેમ પરમાંથી અહંબુદ્ધિ ઉડી ગઈ છે તેમ રાગના વેદનના કાળમાં, રાગના વેદનની બુદ્ધિ પણ અંતરમાંથી ઉડી ગઈ છે. આ અંતરની સૂક્ષ્મ વાત છે, ભાઈ !
સવારમાં આવ્યું હતું ને કે-મિથ્યાત્વ તે પરિગ્રહ છે. ચાહે દયા, દાન, વ્રતાદિના ભાવ હો, પણ તે રાગ છે એ રાગ મારો છે અને મને એ લાભદાયક છે એમ માનવું તે મિથ્યાત્વ છે. આવું મિથ્યાત્વ તે પરિગ્રહ છે. અજ્ઞાની જીવ આ પરિગ્રહુના સેવનથી બંધાય છે. જ્યારે જ્ઞાનીને પોતાના વીતરાગ-સ્વભાવી આનંદસ્વરૂપી આત્માનો પરિગ્રહ છે, વીતરાગ પરિણતિનો તેને પરિગ્રહ્યું છે. અહાહા...! અંદર આત્મા નિત્ય ચિદાનંદમય ભગવાન છે. તેની આનંદમય પરિણતિ થવી તે જ્ઞાનીનો પરિગ્રહ છે; તેને પૈસા રાગ, કે પુણ્યનો પરિગ્રહ નથી. છ ખંડના રાજ્યના વૈભવમાં જ્ઞાની ચક્રવર્તી રહ્યો હોય તો પણ તે એ બધાથી ઉદાસ ઉદાસ છે. જ્ઞાનીને આવી અંતરમાં કોઈ અલૌકિક જ્ઞાન-વૈરાગ્યમય દશા હોય છે. બાપુ! લૌકિકથી આ અંતરનો માર્ગ બહુ જ જુદો છે.
લોકમાં અજ્ઞાનીઓ એમ માને છે કે અમે ધનાદિનું દાન વગેરે કરી શકીએ છીએ. પણ ભાઈ ! ધનાદિની આવવા-જવાની ક્રિયા તો જડની જડમાં છે. તેમાં તું શું કરે? અરે, આ જે શરીરની ક્રિયા થાય છે તે પણ તારી નથી ને પ્રભુ ! આ હાથ ઊંચો-નીચો થાય છે તે ક્રિયા જડ રજકણોની તેના કારણે થાય છે, જીવની ઇચ્છાના-વિકલ્પના કારણે થાય છે એમ નથી, ખૂબ ગંભીર વાત છે, ભાઈ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #44
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પ્રશ્ન:- તો આત્માના પ્રદેશો હાલે-ચાલે છે તેથી તો તે (હાથ) ઊંચા-નીચા થાય
છે ને?
ઉત્ત૨:- ના, એમ પણ નથી. આત્માના પ્રદેશ જે હાલે-ચાલે છે તે સ્વયં તેના કારણે છે અને શરીરના પ્રદેશ જે હાલે-ચાલે છે તે તેના કારણે છે. કોઈ કોઈનાથી છે એમ છે જ નહિ. (માત્ર પરસ્પર નિમિત્ત-નૈમિત્તિકભાવ છે).
પ્રશ્ન:- તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે-કોઈવાર ઇચ્છા વિના પણ જડના જોરને કા૨ણે આત્માના પ્રદેશોનું ચાલવું થાય છે? (બીજો અધિકાર).
સમાધાનઃ- આત્માના પ્રદેશો ચાલે છે તો સ્વયં પોતાથી જ, પરંતુ તે વેળા પરદ્રવ્ય (શરી૨ ) નિમિત્ત હોય છે તો તેના જોરથી ચાલે છે એમ નિમિત્તથી ત્યાં કથન કર્યું છે. પરદ્રવ્ય (શરીરાદિ ) આત્માના પ્રદેશોને કર્તા થઈને ચલાવે છે એમ ત્યાં અર્થ નથી. જુઓ, કોઈ વેળા શરીર, જીવની ઇચ્છા વિના પણ ચાલે છે અને કોઈ વેળા જીવને ઇચ્છા હોય તોપણ શરીરની ક્રિયા બનતી નથી.
પ્રશ્ન:- પરંતુ શરીર ખસે ત્યારે જીવના પ્રદેશ પણ ખસે છે ને?
ઉત્તર:- ભાઈ! શરીર ખસે ત્યારે પણ જીવના પ્રદેશ જે ખસે છે તે પોતાની તત્કાલિન લાયકાત-યોગ્યતાથી જ ખસે છે, શરીરના કારણે નહિ. જીવ અને અજીવ બન્ને ભિન્ન તત્ત્વ છે. શરીર અજીવતત્ત્વ છે જ્યારે આત્મા જીવતત્ત્વ છે. એક તત્ત્વનો જ્યાં બીજામાં અભાવ જ છે ત્યાં તેઓ એક બીજાને (વાસ્તવમાં ભાવપણે ) શું કરે ? ( કાંઈ નહિ ).
પ્રશ્ન:- ત્યારે અહીં ગાથામાં તો એમ કહ્યું કે-જ્ઞાની-અજ્ઞાની પરદ્રવ્યને ભોગવે છે; અને પહેલાં ગાથા ત્રણમાં (ટીકામાં ) એમ કહ્યું કે એક દ્રવ્ય બીજા દ્રવ્યને ચુંબતું-સ્પર્શતું નથી. આમાં શું સમજવું ?
સમાધાનઃ- ભાઈ! કયાં કઈ અપેક્ષાએ કથન છે તે બરાબર સમજવું જોઈએ. ગાથા ત્રણમાં તો વસ્તુની સ્થિતિ દર્શાવી છે કે કોઈ કોઈને સ્પર્શે નહિ આવું જ વસ્તુ સ્વરૂપ છે. જ્યારે અહીં જીવને કાંઈક ભોગની ઇચ્છા થઈ અને તે જ કાળે તેના નિમિત્તે શરીરાદિ પરદ્રવ્યોમાં એવી જ ક્રિયા થાય છે તેથી જીવ ૫દ્રવ્યને ભોગવે એમ આરોપ દઈને નિમિત્તની મુખ્યતાથી કથન કર્યું છે. ખરેખર તો જ્ઞાની અજ્ઞાની પરદ્રવ્યને ભોગવતો જ નથી, તે તો રાગના વેદનને ભોગવે છે. વળી શુદ્ધ નિશ્ચયથી તો રાગ પણ પરદ્રવ્ય છે. અહા! આવું સાંભળવાની અને સમજવાની કોને ફુરસદ છે? પણ ભાઈ ! જીવન જાય છે જીવન! જો સમજણ ન કરી તો જીવન પૂરું થઈ જશે અને કયાંય ચોરાસીના અવતારમાં-ભવસમુદ્રમાં ગોથાં ખાતો ચાલ્યો જઈશ કે પત્તો જ નહિ લાગે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #45
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૪ ]
[ ૨૯
* ગાથા ૧૯૪ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
દ્રવ્ય ભોગવતાં, કર્મના ઉદયના નિમિત્તે જીવને સુખરૂપ અથવા દુઃખરૂપ ભાવ નિયમથી ઉત્પન્ન થાય છે.'
સુખરૂપ કે દુઃખરૂપ જે અવસ્થા થાય છે તે તો પોતાની પર્યાય પોતાના (અશુદ્ધ) ઉપાદાનથી થાય છે. કર્મના ઉદયના નિમિત્તે તે થાય છે એમ જે કહ્યું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા કહ્યું છે એમ સમજવું. હવે કહે છે
‘મિથ્યાદષ્ટિને રાગાદિકને લીધે તે ભાવ આગામી બંધ કરીને નિર્જરે છે તેથી તેને નિર્જર્યો કહી શકાતો નથી; માટે મિથ્યાદષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે.’
શું કહ્યું ? કે મિથ્યાષ્ટિને રાગની રુચિ છે, પ્રેમ છે. તેને રાગ-દ્વેષ-મોહના પરિણામ હયાત છે. તેથી કર્મના ઉદયના નિમિત્તે જે ભોગના ભાવ થાય છે, સુખ-દુ:ખના પરિણામ થાય છે તે આગામી બંધ કરીને નિર્જરે છે. અજ્ઞાનીને જે સુખ-દુ:ખનું વેદન થાય છે તેમાં તે સ્વામીપણે પ્રવર્તતો હોવાથી તેને રાગ-દ્વેષ થાય છે અને તેથી તેને નવો બંધ થાય છે. તે કારણે નિર્જર્યો હોવા છતાં તે નિર્જર્યો કહી શકાતો નથી એમ અહીં કહ્યું છે. માટે મિથ્યાદષ્ટિને ૫દ્રવ્ય ભોગવતાં બંધ જ થાય છે, નિર્જરા નહિ.
હવે કહે છે–‘ સમ્યગ્દષ્ટિને રાગાદિક નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ તે ભાવ નિર્જરી જાય છે તેથી તેને નિર્જર્યો કહી શકાય છે; માટે સમ્યગ્દષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. આ રીતે સમ્યગ્દષ્ટિને ભાવનિર્જરા થાય છે.’
શું કીધું આ? કે ધર્મી જીવની દૃષ્ટિ આનંદના નાથ ભગવાન આત્મા ઉપર છે. તેથી કર્મના ઉદયના નિમિત્તે જરી સુખ-દુઃખનું વેદન એક સમય પૂરતું થાય છે, પણ તેને રાગદ્વેષમોહનો અભાવ છે તેથી તે વેદનનો ભાવ બંધ કર્યા વિના જ નિર્જરી જાય છે તેથી તે ખરેખર નિર્જર્યો છે એમ કહેવામાં આવે છે. અજ્ઞાનીને પણ તે ભાવ નિર્જર્યો તો છે જ, પણ તે નવો બંધ કરીને નિર્જર્યો છે તેથી નિર્જર્યો કહેવાતો નથી જ્યારે જ્ઞાનીને તે જ ભાવ બંધ કર્યા વિના નિર્જરી જાય છે તેથી તેને ખરેખર ભાવની નિર્જરા થઈ ગઈ
એમ કહેવાય છે. આવી વાત છે.
પ્રશ્નઃ- પોતે બોલે છે એવું પ્રત્યક્ષ દેખાય છે અને કહે છે કે આત્મા બોલે નહિ; આત્મા બોલતો નથી તો શું ભીંત બોલે છે?
ઉત્ત૨:- બાપુ! તને ખબર નથી, ભગવાન! આ જે અવાજ નીકળે છે તે અહીં જે શબ્દવર્ગણાના પરમાણુઓ પડયા તેનું પરિણમનરૂપ કાર્ય છે. અરે, આ જે હોઠ હલે છે તેના કારણે અવાજ નીકળે છે એમ પણ નથી તો તે જીવનું કાર્ય તો કેમ હોય? તું સંયોગને જ માત્ર દેખે છે તેથી જીવ બોલે છે એમ પ્રત્યક્ષ દેખાય છે એમ કહે છે પણ એમ છે નહિ. ભાઈ ! અહીં વીતરાગશાસનમાં તો વાતે-વાતે દુનિયાથી ફેર
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #46
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
છે. જીવ અને અજીવ બે તત્ત્વો જ સ્વરૂપથી ભિન્ન ભિન્ન છે તો પછી જીવ અજીવ-તત્ત્વનું શું કરે ? જીવ અજીવને કાંઈ કરે છે એમ છે જ નહિ.
પ્રશ્ન:- પરંતુ જીવતત્ત્વ આસ્રવતત્ત્વ અને બંધતત્ત્વને કરે છે એમ તો છે ને?
ઉત્ત૨:- એ જુદી વાત છે. એ તો જીવની પર્યાયની વાત છે. આસ્રવતત્ત્વના પરિણામ જીવની પર્યાયમાં થાય છે ને! તેથી તે જીવ કરે છે એમ કહ્યું. જ્ઞાનીને પણ જે આસ્રવભાવ છે તે જીવનું પરિણમન છે, પરંતુ કર્મના નિમિત્તથી થાય છે માટે તેને ૫૨ કહ્યું છે. વળી રાગમાં જીવ પોતે અટકયો છે તેથી બંધતત્ત્વ પણ જીવનું છે એમ કહ્યું છે. બંધથી જુદો પાડી, અબંધતત્ત્વમાં લઈ જવા માટે બંધને જીવતત્ત્વ કહ્યું છે. જેમ મોક્ષતત્ત્વ છે, સંવ૨-નિર્જરા તત્ત્વ છે તેમ આસવ-બંધ પણ, ભલે છે ક્ષણિક તોપણ, તત્ત્વ છે એમ દર્શાવ્યું છે. તેમાં એક ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા ઉપાદેય છે, બાકી સાતે તત્ત્વ ક્ષણવિનાશી આશ્રય કરવાયોગ્ય નહિ હોવાથી હૈય છે. આવું સમ્યક્ શ્રદ્ધાન જેને થયું છે તે સમ્યગ્દષ્ટિ છે અને રાગાદિકભાવો નહિ હોવાથી આગામી બંધ કર્યા વિના જ વેદનમાં આવતા જે તે સુખ-દુઃખના-ભોગના ભાવ નિર્જરી જાય છે અને તે જ યથાર્થમાં નિર્જરા છે. માટે સમ્યગ્દષ્ટિને પરદ્રવ્ય ભોગવતાં નિર્જરા જ થાય છે. જુઓ, આ પંડિત શ્રી જયચંદજીએ ભાવાર્થ કહ્યો છે. પહેલાંની ગાથામાં જ્ઞાનીને દ્રવ્ય નિર્જરાનું કથન કહ્યું હતું અને આ ગાથામાં ભાવનિર્જરા કહી છે, ઇતિ.
હવે આગળની ગાથાઓની સૂચનારૂપ શ્લોક કહે છેઃ
* કળશ ૧૩૪ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
'
‘તિ’ ખરેખર ‘તત્ સામર્થ્ય’ તે સામર્થ્ય ‘જ્ઞાનસ્ય વ' જ્ઞાનનું જ છે ‘વા’ અથવા ‘વિરાાસ્ય વ' વિરાગનું જ છે ‘યત્' કે ‘: અવિ’ કોઈ (સમ્યગ્દષ્ટિ જીવ ) ‘ર્ત-મુખ્માન: અવિ’ કર્મને ભોગવતો છતો ‘ ર્મમિ: ન વધ્યતે' કર્મોથી બંધાતો નથી !
શું કહે છે? કે સમ્યગ્દષ્ટિ જીવ કર્મને ભોગવતો હોવા છતાં કર્મોથી બંધાતો નથી ! ભારે અચરજની વાત! પણ એમ જ છે. અહાહા...! જ્ઞાનીને અંત૨માં જે શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના આશ્રયે જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થયાં છે તેનું કોઈ એવું આશ્ચર્યકારી અદ્ભુત સામર્થ્ય છે કે જ્ઞાની કર્મને ભોગવતો હોવા છતાં તેમાં મોહભાવને પામતો નથી અને તેથી જેને નવાં કર્મ બંધાતાં નથી. અહીં જ્ઞાન એટલે ક્ષયોપશમ જ્ઞાનની વાત નથી, અને વૈરાગ્ય એટલે સ્ત્રી-કુટુંબ પરિવારને છોડીને વૈરાગી થઈ જાય એ વૈરાગ્યની વાત નથી. જ્ઞાન એટલે ત્રિકાળી શુદ્ધ પૂર્ણાનંદનો નાથ પ્રભુ પૂરણસ્વરૂપ જે આત્મા તેનું જ્ઞાન અને વૈરાગ્ય કહેતાં જેમાં અશુદ્ધતાનોરાગનો અભાવ થયો તે વૈરાગ્ય. સમકિતીને આવાં જ્ઞાન-વૈરાગ્યની આશ્ચર્યકારી શક્તિ પ્રગટ થઈ હોય છે જેના કારણે તે કર્મને ભોગવવા છતાં કર્મથી બંધાતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #47
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૪ ]
[ ૩૧ જેમ કમળાના રોગ ઉપર કડવી ઔષધિ આપે છે પણ તે ઔષધિનો રોગીને પ્રેમ નથી તેમ જ્ઞાનીને કમજોરીના કારણે ભોગના પરિણામ આવે છે અને તેનું એને વેદન હોય છે પણ એમાં તેને રસ-રુચિ નથી, તેનો એને સ્વામીપણાનો ભાવ નથી અને તેથી તે કર્મને ભોગવતો છતો પણ નવાં કર્મોથી બંધાતો નથી. એને પ્રગટ થયેલાં જ્ઞાનવૈરાગ્યનું એવું જ અદ્ભુત સામર્થ્ય છે. અજ્ઞાનીને તે આશ્ચર્ય ઉપજાવે છે, જ્યારે જ્ઞાની તેને યથાર્થ જાણે છે.
[ પ્રવચન નં. ર૬૪ (શેષ), ર૬૫
*
દિનાંક ૧૭-૧૨-૭૬ અને ૧૮-૧૨-૭૬ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #48
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯૫
अथ ज्ञानसामर्थ्य दर्शयति
जह विसमुवभुंजंतो वेज्जो पुरिसो ण मरणमुवयादि । पोग्गलकम्मस्सुदयं तह भुंजदि णेव बज्झदे णाणी ।। ९९५ ।।
यथा विषमुपभुञ्जानो वैद्यः पुरुषो न मरणमुपयाति । पुद्गलकर्मण उदयं तथा भुङ्क्ते नैव बध्यते ज्ञानी ।। ९९५ ।।
હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવે છેઃ
જ્યમ ઝેરના ઉપભોગથી પણ વૈદ્ય જન મરતો નથી, ત્યમ કર્મઉદયો ભોગવે પણ જ્ઞાની બંધાતો નથી. ૧૯૫.
ગાથાર્થ:- [ યથા] જેમ [ વૈદ્ય: પુરુષ: ] વૈધ પુરુષ [વિષમ્ ઉપમુખ્માન: ] વિષને ભોગવતો અર્થાત્ ખાતો છતો [મરણમ્ ન ઉપયાતિ] મરણ પામતો નથી, [ તથા] તેમ [જ્ઞાની] શાની [પુ।નર્મળ: ] પુદ્દગલકર્મના [૩વયં] ઉદયને [મુ] ભોગવે છે તોપણ [ન વ વધ્યુતે] બંધાતો નથી.
ટીકા:- જેમ કોઇ વિષવૈધ, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ ( રામબાણ ) વિધાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઇ ગઈ હોવાથી, મરતો નથી, તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદ્ભાવથી બંધનું કારણ પુદ્દગલકર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં ( –હોઇને ) કર્મોદયની શક્તિ રોકાઇ ગઇ હોવાથી, બંધાતો નથી.
ભાવાર્થ:- જેમ વૈધ મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિધાના સામર્થ્યથી વિષના મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી. આ પ્રમાણે સમ્યજ્ઞાનનું સામર્થ્ય કહ્યું.
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #49
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૫ ]
[ ૩૩
સમયસા૨ ગાથા ૧૯૫ :
હવે જ્ઞાનનું સામર્થ્ય બતાવે છે -
* ગાથા ૧૯૫ : ટીકા ઉપરનું પ્રવચન * જેમ કોઈ વિષવૈધ, બીજાઓના મરણનું કારણ જે વિષ તેને ભોગવતો છતો પણ, અમોઘ (રામબાણ) વિધાના સામર્થ્ય વડે વિષની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, મરતો નથી...”
જુઓ, શું કહ્યું? કે વિષ છે તે સામાન્યપણે બીજાઓના મરણનું જ કારણ છે. અર્થાત્ જે વિષનું સેવન કરે તે અવશ્ય મરણને શરણ થાય. પરંતુ વિષવૈદ્ય છે તે વિષ ખાય છતાં મરતો નથી. કેમ? તો કહે છે કે તેની પાસે અમોઘ વિદ્યાનું સામર્થ્ય છે જે વડે વિષની શક્તિ રોકાઈ-હણાઈ જાય છે. ઝેર ખાય છતાં વિષવૈદ્ય મરે નહિ કેમકે તેની પાસે ઝેરને મારવાની-હુણવાની રામબાણ-સફળ વિદ્યાની શક્તિ હોય છે. આ દાખલો કહ્યો; હવે કહે છે
“તેમ અજ્ઞાનીઓને રાગાદિભાવોના સદભાવથી બંધનું કારણ જે પુદ્ગલકર્મનો ઉદય તેને જ્ઞાની ભોગવતો છતો પણ, અમોઘ જ્ઞાનના સામર્થ્ય દ્વારા રાગાદિભાવોનો અભાવ હોતાં (-હોઈને) કર્મોની શક્તિ રોકાઈ ગઈ હોવાથી, બંધાતો નથી.'
જુઓ, પુદગલકર્મનો ઉદય અજ્ઞાનીઓને બંધનું જ કારણ છે કેમકે અજ્ઞાનીઓને રાગદ્વેષમોહના ભાવોનો સદ્દભાવ છે. પરંતુ જ્ઞાની કર્મના ઉદયને ભોગવે છતાં તે કર્મથી બંધાતો નથી. કેમ? તો કહે છે કે જેમ વૈધજન પાસે વિષની શક્તિને રોકનારી અમોઘ વિધા હોય છે તેમ જ્ઞાનીને કર્મોદયની શક્તિને રોકનારું અમોઘ જ્ઞાનનું સામર્થ્ય હોય છે. જ્ઞાનીને અંતર્દાન-ભેદજ્ઞાન પ્રગટ થયું છે ને? તે ભેદજ્ઞાનના કારણે તેને રાગદ્વેષ-મોહના ભાવોનો સદ્ભાવ નથી. જ્ઞાનીને કર્મોદયને ભોગવવામાં ઉપાદેયબુદ્ધિ કે સુખબુદ્ધિ નથી. તેથી તે કર્મોદયને ભોગવતો છતો કર્મથી બંધાતો નથી.
જેને ભોગનો અભિપ્રાય છે એ તો અજ્ઞાની છે અને તે ભોગ ભોગવતાં નિયમથી બંધાય છે કેમકે તેને રાગદ્વેષમોહનો સદભાવ છે. અહીં તો જેને ભોગનો અભિપ્રાય નથી એવો જ્ઞાની કર્મોદયને ભોગવતાં, તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી બંધાતો નથી –એમ કહે છે. ભોગ ભોગવે તોય બંધ ન થાય એમ અહીં સિદ્ધ નથી કરવું; અહીં તો જ્ઞાનીના જ્ઞાનનું સામર્થ્યવિશેષ સિદ્ધ કરવું છે. જો ભોગ ભોગવવાથી બંધ ન થાય એમ હોય તો તો ભોગને છોડીને મુનિપણું લેવાની શી જરૂર? (કાંઈ જરૂર ન રહે ). ભાઈ ! ભોગવવાનો ભાવ તો અશુભભાવ છે અને તે બંધનું જ કારણ છે. જ્યાં શુભભાવ પણ બંધનું કારણ છે ત્યાં અશુભભાવ અબંધનું-નિર્જરાનું કારણ કેમ હોય?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #50
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તો અહીં કહ્યું છે ને?
હા, પણ એ તો જ્ઞાનીને ભોગની રુચિ નથી પણ અંદર ભગવાન આત્માના આશ્રયે ઉત્પન્ન નિર્મળ આનંદની રુચિ જામી ગઈ છે તેથી એમ કહ્યું છે. જ્ઞાનીને રાગની ચિનો અભાવ અને સ્વરૂપની રુચિનો સદ્ભાવ થયો છે અને તે કારણે તેને બંધની શક્તિ રોકાઈ ગઈ છે. તેથી કહ્યું કે જ્ઞાની કર્મોદયને ભોગવતો છતો, રાગાદિનો અભાવ હોવાથી કર્મોથી બંધાતો નથી. સમજાણું કાંઈ...?
* ગાથા ૧૯૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેમ વૈદ્ય મંત્ર, તંત્ર, ઔષધ આદિ પોતાની વિધાના સામર્થ્યથી વિષની મરણ કરવાની શક્તિનો અભાવ કરે છે તેથી વિષ ખાવા છતાં તેનું મરણ થતું નથી, તેમ જ્ઞાનીને જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે કર્મોદયની બંધ કરવાની શક્તિનો અભાવ કરે છે અને તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી કર્મબંધ થતો નથી.'
અહાહા...! જુઓ, આ કેવું દષ્ટાંત આપ્યું છે! કહે છે-વૈદ્ય પોતાના મંત્ર, તંત્ર આદિ સિદ્ધિઓના સામર્થ્ય વડે ઝેરમાં રહેલી મરણ નીપજાવવાની શક્તિનો નાશ કરે છે, અને તેથી ઝેર ખાવા છતાં તેનું મરણ થતું નથી. આથી એમ ન સમજવું કે ઝેર ખાવાથી હરકોઈને મરણ ન થાય, આ તો વૈદ્યને જે શક્તિવિશેષ પ્રગટ થઈ છે એનો પ્રભાવ અહીં દર્શાવ્યો છે. તેમ જ્ઞાનીને અંતર્દષ્ટિ વડે એવી જ્ઞાનની શક્તિ-વિશેષ પ્રગટ થઈ છે કે કર્મોદયની નવીન બંધ કરવાની શક્તિનો તે અભાવ કરી દે છે. જ્ઞાનીને ભોગ પ્રતિ હેયબુદ્ધિ છે જે વડે તે કર્મોદયની બંધ કરવાની શક્તિનો નાશ કરે છે. તેથી કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી નવીન કર્મબંધ થતો નથી.
ત્યારે કોઈ (અજ્ઞાનીઓ) કહે છે-જુઓ! જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે ! આવી નિરંકુશ ભોગની વાત! ગજબ છે ને?
ભાઈ ! આ તો ભગવાન કુંદકુંદાચાર્ય આમ કહે છે. આ કઈ અપેક્ષાથી વાત છે તે યથાર્થ સમજવી જોઈએ. શું ભોગ કરવો એવો એનો અર્થ (અભિપ્રાય) છે? જ્ઞાનીને ભોગમાં નિર્જરા થાય છે એ તો બીજી અપેક્ષાથી વાત છે. જ્ઞાનીને ભોગનો વિકલ્પ આવે છે પણ ભોગમાં તેને ઉપાદેયબુદ્ધિ નથી, ભોગથી મને હિત છે, સુખ છે-એવી બુદ્ધિ અને ચાલી ગઈ છે. ધર્મીને જે રાગની રુચિ નથી, રાગમાં એકત્વ નથી તે એને પ્રગટ થયેલા જ્ઞાનનું ભેદજ્ઞાનનું સામર્થ્ય છે. અને તે જ્ઞાનના મહા આશ્ચર્યકારી સામર્થ્ય વડે તે કર્મોદયની બંધ કરવાની શક્તિને હણી નાખે છે. મતલબ કે જ્ઞાનીને ભોગમાં ઉપાદેયપણાની બુદ્ધિ નહિ હોવાથી ભોગનો ભાવ નવો બંધ કર્યા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #51
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૫
*
)
સમયસાર ગાથા-૧૯૫ ] વિના જ ઝરી જાય છે. જ્યારે અજ્ઞાની ભોગના ભાવને ઉપાદેયબુદ્ધિથી વેદે છે તેથી તે અવશ્ય નવીન કર્મથી બંધાય છે.
ભાઈ ! આ તો પકડ-પકડમાં ફેર છે. બિલાડી પોતાના બચ્ચાને પકડે અને ઉંદરને પકડ-એ બન્નેમાં ફેર છે. બચ્ચાને પકડે એમાં રક્ષાનો ભાવ છે તો મોટું પોચું રાખીને પડી ન જાય તેમ પકડે છે અને ઉંદરને પકડે એમાં હિંસાનો ભાવ છે તો ભીંસ દઈને ત્યાં જ મરી જાય એમ પકડે છે. તેમ અજ્ઞાનીને રાગમાં ઉપાદેયબુદ્ધિ છે રાગમાં રુચિ છે. રાગમાં ઊભેલો તે બંધ કરવાની શક્તિસહિત છે, અને તેથી તે કર્મોદયને ભોગવતાં બંધાય જ છે. જ્યારે અતીન્દ્રિય આનંદનો જેને સ્વાદ આવ્યો છે એવા ધર્મી જીવને રાગના સ્વાદની રુચિ નથી બલ્ક તેને તે ઝેર જેવો લાગે છે. જ્ઞાનીને રાગ હોય છે ખરો પણ તેને તે હેયબુદ્ધિએ હોય છે. જ્ઞાની રાગને આદરણીય કે કર્તવ્ય માનતો નથી પણ જે રાગ છે તેને હેય માને છે. તેથી તે કર્મોદયને ભોગવતાં બંધાતો નથી. ભાઈ ! આ બધો દષ્ટિનો ફેર છે. દષ્ટિ ફેરે બંધ ને દષ્ટિ ફેરે અબંધ છે.
જુઓ, બ્રહ્મ નામ નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ આત્મા; તેના આનંદનો જેને રંગ લાગ્યો છે તેને બ્રહ્મચારી કહીએ. આવા બ્રહ્મચારીને વિષયના રાગનો સ્વાદ ઝેર જેવો દુઃખમય લાગે છે. કાળો નાગ દેખીને જેમ કોઈ દૂર ભાગે તેમ વિકલ્પ ઊઠતાં જ્ઞાનીને થાય છે. આત્માના આનંદના સ્વાદની આગળ તેને વિષયભોગનો સ્વાદ ફીકો-ફચ લાગે છે. જ્યારે અજ્ઞાનીની દૃષ્ટિમાં ફેર છે. તે રાગને ઉપાદેય માને છે, ભલોહિતકારી માને છે. તે કારણે તેને કષાય શક્તિ વિદ્યમાન રહેતી હોવાથી બંધ કરવાની શક્તિ તેવી ને તેવી ઊભી રહે છે. તેથી અજ્ઞાની ભોગ ભોગવતાં બંધાય જ છે. જ્ઞાની, પોતાને જે અંતરઅનુભવના આનંદનો સ્વાદ આવ્યો છે તેની સાથે રાગના સ્વાદને મીંઢવે-મેળવે છે અને તે વિષયના સ્વાદને વિરસ જાણી તત્કાલ ફગાવી દે છે અર્થાત્ તેમાં હેયબુદ્ધિએ પરિણમે છે અને તેથી કપાયશક્તિનો અભાવ થતાં (ભોગના પરિણામમાં ) જે બંધ કરવાની શક્તિ હતી તે ઉડી જાય છે. આ કારણે કર્મોદયને ભોગવતાં જ્ઞાની બંધાતો નથી. આવો ધર્મ ! અને આવી વાત !
ભાઈ ! જેને વ્યવહારની-રાગની રૂચિ છે તેને પરમ વીતરાગસ્વરૂપ ભગવાન આત્માની અરુચિ છે, તેને ભગવાન આત્મા પ્રતિ હેષ છે. કહ્યું છે ને કે-“ઢેષ અરોચક ભાવ”. અનાકુળ આનંદનો કંદ પ્રભુ આત્મા છે. તે જેને રુચતો નથી ને રાગ રચે છે તેને આત્મા પ્રતિ અરુચિ-દ્વેષ છે. અજ્ઞાનીને મૂળ આત્માની રુચિ નથી, દર્શનશુદ્ધિ જ નથી અને બહારમાં વ્રત, તપ આદિ લઈને બેસી જાય છે. પરંતુ ભાઈ ! સમ્યગ્દર્શન વિના કષાયશક્તિ વિદ્યમાન હોવાથી તે બધાં વ્રત, તપ ફોગટ-નિરર્થક છે અર્થાત સંસારમાં રખડવા માટે જ સાર્થક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #52
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬ ]
પ્રવચન રત્નાકર ભાગ-૭ સમકિતીને આત્માની રુચિ પ્રગટ થઈ છે; તેને રાગની રુચિ નથી. કોઈ સમકિતી તીર્થકર કે ચક્રવર્તી હોય અને ગૃહસ્થદશામાં અનેક રાણીઓના છંદમાં રહેતો હોય તો પણ તેને ભોગની-રાગની અરુચિ છે; આત્માના આનંદના રસ આગળ તે રાગના રસ તેને વિરસ ઝેરમય લાગે છે. તેથી ભોગના પરિણામ હોવા છતાં તે નવીન બંધ કર્યા વિના જ નિર્જરી જાય છે. માટે જ્ઞાનીના ભોગને નિર્જરાનો હેતુ કહ્યો છે. ભાઈ ! ભોગના પરિણામ છે તો પાપના જ પરિણામ; પણ જ્ઞાનીને તેમાંથી રસ-રુચિ ઉડી ગયાં છે તેથી તે નવો બંધ કરવા સમર્થ નથી માટે તેને નિર્જરાનું કારણ કહ્યું છે. વેદન વેદનમાં ફેર છે ને ? અજ્ઞાનીને ભોગના-રાગના વેદનમાં તેના એકત્વની ચીકાશ છે અને જ્ઞાનીને તેમાં ભિન્નપણાની અરુચિરૂપ ફીકાશ છે. તેથી અજ્ઞાની તે ભાવના કારણે બંધાય છે જ્યારે જ્ઞાનીને બંધ વિના જ તે ભાવની નિર્જરા જ થાય છે.
ત્યારે કોઈ કહે છે-આના કરતાં તો સામાયિક કરવી, પ્રતિક્રમણ કરવું, પોસા કરવા, ઉપવાસ કરવા ઇત્યાદિ સહેલો-સટ માર્ગ છે; તેમાં વળી વચ્ચે આ કયાં આવ્યું?
ઉત્તર- બાપુ! એ બધી ક્રિયાઓમાં તું ધર્મ માને છે પણ ધર્મ તો બીજી ચીજ છે, ભાઈ ! ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. “વષ્ણુસદાવો ધમ્મો' વસ્તુનો સ્વભાવ ધર્મ છે. અનંતગુણસ્વરૂપે એકસ્વરૂપ પ્રભુ આત્મા ધર્મી છે. તેના ઉપર જ્યાં દષ્ટિ પડી ત્યાં ધર્મનું પહેલું પગથિયું જે સમ્યગ્દર્શન તે પ્રગટ થાય છે. સમ્યગ્દર્શન થતાં જે અનંતા ગુણ છે તે બધાય એક અંશે સમકિતીને વ્યક્ત-પ્રગટ થઈ જાય છે. ‘સર્વગુણાંશ તે સમ્યકત્વ' એમ શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે. વળી શ્રી ટોડરમલજીએ ‘રહસ્યપૂર્ણ ચિટ્ટી માં પણ કહ્યું છે કે સમકિતીને ચોથે ગુણસ્થાને જ્ઞાનાદિ ગુણો એકદેશ વ્યક્ત થયા છે. ભાઈ ! રાગની ક્રિયા કાંઈ ધર્મ નથી પણ ગુણોનીસમ્યગ્દર્શનાદિની પ્રગટતા થવી તે ધર્મ છે.
જાઓ! આકાશના પ્રદેશ અનંત-જેનો અંત ન આવે એટલા છે. ભાઈ ! તું વિચાર કરે તો ખબર પડે કે સર્વત્રવ્યાપી આકાશનો અંત કયાં? જો અંત આવે તો પછી શું? આકાશ તો સર્વ દિશાઓમાં અનંત અનંત અનંત વિસ્તરેલું જ છે; તેનો કયાંય અંત આવે જ નહિ એવી તે ચીજ છે. હવે આકાશમાં જેટલા અનંત પ્રદેશ છે તેથી અનંત ગુણા એક જીવમાં ગુણ છે. આવો ગુણી ભગવાન આત્મા જેની દષ્ટિ અને રુચિમાં આવ્યો તેને રાગનો-ક્ષણિક વિકૃત દશાનો-રસ ઉડી જાય છે. તેથી તેના ભોગને નિર્જરાનો હેતુ કહ્યો છે. જ્ઞાનીને જેટલો અલ્પ રાગ થયો છે તેટલો અલ્પ રસ અને સ્થિતિ તો બંધાય છે પણ તેને અહીં ગણતરીમાં લીધો નથી. અલ્પ સ્થિતિ ને રસ જે બંધાય છે તેને ગૌણ કરીને જ્ઞાનીને બંધ નથી એમ કહ્યું છે. આ પ્રમાણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #53
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૫ ]
[ ૩૭ કર્મના ઉદયને ભોગવવા છતાં જ્ઞાનીને આગામી-નવો કર્મબંધ થતો નથી. જુઓ, આ ભગવાનની, સંતોની વાણી છે.
-આ પ્રમાણે સમ્યજ્ઞાનનું સામર્થ્ય કહ્યું. સમ્યજ્ઞાન કહેતાં ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માનું જ્ઞાન. જે પર્યાયમાં પરિપૂર્ણ આખી ચીજનું જ્ઞાન આવે છે તેને સમ્યજ્ઞાન અર્થાત્ સત્-જ્ઞાન કહે છે અને આ જ્ઞાનનું એવું પરમ અદભુત સામર્થ્ય છે કે રાગને ભોગવતો છતો જ્ઞાની, તેનાં રસ-રુચિ નહિ હોવાથી, બંધાતો નથી.
[ પ્રવચન નં. ર૬૫ (શેષ), ર૬૬
*
દિનાંક ૧૮-૧૨-૭૬ અને ૧૯-૧૨-૭૬ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #54
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯૬ अथ वैराग्यसामर्थ्य दर्शयति
जह मज्जं पिबमाणो अरदीभावेण मज्जदि ण पुरिसो। दव्वुवभोगे अरदो णाणी वि ण बज्झदि तहेव।। १९६ ।।
यथा मद्यं पिबन् अरतिभावेन माद्यति न पुरुषः। द्रव्योपभोगेऽरतो ज्ञान्यपि न बध्यते तथैव।।१९६ ।।
(રથોદ્ધતા ) नाश्नुते विषयसेवनेऽपि यत् स्वं फलं विषयसेवनस्य ना। ज्ञानवैभवविरागताबलात्
सेवकोऽपि तदसावसेवकः।। १३५ ।। હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છે:
જ્યમ અરતિભાવે મધ પીતાં મત્ત જન બનતો નથી,
દ્રવ્યોપભોગ વિષે અરત જ્ઞાનીય બંધાતો નથી. ૧૯૬. ગાથાર્થઃ- [વથા] જેમ [પુરુષ:] કોઈ પુરુષ [ મ ] મદિરાને [ રતિભાવેન] અરતિભાવે (અપ્રીતિથી) [ પિવન] પીતો થકો [માઘતિ] મત્ત થતો નથી, [ તથા 4] તેવી જ રીતે [જ્ઞાની પ] જ્ઞાની પણ [દ્રવ્યોપમો] દ્રવ્યના ઉપભોગ પ્રત્યે [ કરત: ] અરત (અર્થાત્ વૈરાગ્યભાવે) વર્તતો થકો [ વધ્યતે] (કર્મોથી) બંધાતો નથી.
ટીકા-જેમ કોઇ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી, તેમ જ્ઞાની પણ, રાગાદિભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતા છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી.
ભાવાર્થ-એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી.
હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છે:શ્લોકાર્થ યત્] કારણ કે [ના] આ (જ્ઞાન) પુરુષ [ વિષયસેવને ]િ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #55
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૬ ]
[ ૩૯ વિષયોને સેવતો છતો પણ [ જ્ઞાનવૈભવ-વિરાતિ-વનાત] જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી [ વિષયસેવનચ ર્વે નં] વિષયસેવનના નિજફળને (-રંજિત પરિણામને) [ ન અનુતે ] ભોગવતો નથી-પામતો નથી, [ તત] તેથી [ સસૌ] આ (પુરુષ) [ સેવવ: પિ સેવવશ:] સેવક છતાં અસેવક છે ( અર્થાત્ વિષયોને સેવતાં છતાં નથી સેવતો).
ભાવાર્થ-જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇંદ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી. ૧૩૫.
*
સમયસાર ગાથા ૧૯૬: મથાળું હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છે:
જોયું? શું કહે છે? કે ભગવાન આત્માની અંતર્દષ્ટિ કરતાં જે જ્ઞાન પ્રગટ થયું અને સાથે અતીન્દ્રિય આનંદનું જે વેદન થયું તેના સામર્થ્યને લીધે જ્ઞાનીને કર્મનો ઉદય બંધ કર્યા વિના જ ખરી જાય છે એમ પહેલાં અસ્તિથી કહ્યું. હવે વૈરાગ્યનું સામર્થ્ય કહે છે. વૈરાગ્ય એટલે કોઈ લુગડાં ફેરવી નાખે વા નગ્ન થઈ જાય તે વૈરાગ્ય એમ નહિ; પણ અનાદિથી રાગમાં-પુણ્યના પરિણામમાં ૨ક્ત હતો તે એનાથી નિવર્તતાં વિરક્ત થયો તે વૈરાગ્ય છે. પોતાની પૂર્ણ અસ્તિની રુચિ થતાં જ્ઞાની રાગથી વિરક્ત થઈ જાય તેનું નામ વૈરાગ્ય છે. આવા પુણ્ય-પાપના ભાવથી વિરક્તિરૂપ જે વૈરાગ્ય તેનું સામર્થ્ય બતાવતાં હવે ગાથા કહે છેઃ
* ગાથા ૧૯૬ : ટીકા ઉપરનું પ્રવચન * જેમ કોઈ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી,...”
કહ્યું? કે જો કોઈ પુરુષને મદિરા પ્રતિ તીવ્ર અરતિભાવ થયો છે અર્થાત્ અંશમાત્ર પણ એમાં રતિભાવ વર્તતો નથી તો તે પુરુષ મદિરાને પીતાં છતાં પણ મત્ત થતો નથી. આ તો ન્યાય આપે છે હોં કે મદિરાને પીતાં છતાં પણ મત્ત થતો નથી, બાકી મદિરા ન પીવે તે મત્ત-ઘેલો ન થાય એ જુદી વાત છે. અહીં તો મદિરા પ્રતિ અત્યંત અરતિભાવ છે ને? એ અરતિભાવનું સામર્થ્ય છે કે મદિરા પીવા છતાં મૂર્ણાઈ જતો નથી, મત્ત-ગાંડો-પાગલ થતો નથી એમ કહે છે. મદિરામાં જેને રસ વા રતિભાવ છે તે મદિરાને લઈને અવશ્ય ગાંડો થઈ જાય છે. પરંતુ જેને મદિરા પ્રત્યે અત્યંત અરતિભાવ છે તે મદિરા પીવા છતાં તેને મદ ચડતો નથી, આ દષ્ટાંત કહ્યું, હવે કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #56
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ “તેમ જ્ઞાની પણ, રાગાદિભાવોના અભાવથી સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રત્યે જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, વિષયોને ભોગવતાં છતાં પણ, તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે (કર્મોથી) બંધાતો નથી.”
જુઓ, જેનું વીર્ય શુદ્ધ આત્માના આનંદના અનુભવમાં ઉલ્લસિત થયું છે તે સ્વરૂપનો રસિયો જીવ જ્ઞાની છે. એ જ્ઞાનીને સ્વરૂપના રસની અધિકતા આગળ રાગનો રસ ઊડી ગયો છે. તેને રાગમાં રસ નથી, ઉત્સાહુ નથી, હોંશ નથી. તેથી જેમ અરતિભાવે મદિરા પીનારને મદ ચડતો નથી તેમ સર્વ દ્રવ્યોના ઉપભોગ પ્રતિ જેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રવર્તે છે તેવો જ્ઞાની વિષયોને ભોગવતા છતાં પણ બંધાતો નથી. રાગાદિભાવોના અભાવથી”—એમ કહ્યું છે ને? મતલબ કે બીજો કિંચિત્ રાગ ભલે હોય પણ તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી સંબંધી રાગ ને રસ તૂટી ગયો છે. અહાહા...! જ્ઞાનરસ, પરમ અદ્દભુત વૈરાગ્યરસ જે અનંતકાળમાં નહોતો તે જ્ઞાનીને પ્રગટ થયો છે. આત્માના આનંદરસનો રસિયો જ્ઞાની આત્મરસી થયો છે. તેથી તેને રાગાદિભાવોનો અભાવ છે, અર્થાત્ રાગના રસનો અભાવ છે. રસની વ્યાખ્યા આવે છે ને કે-જ્ઞાન કોઈ એક શેયમાં તદાકાર-એકાકાર થઈ એમાં લીન થઈ જાય એનું નામ રસ છે. (ગાથા ૩૮ ભાવાર્થ). જ્ઞાની વીતરાગરસનું ઢીમ એવા આત્મામાં એકાકાર થઈ લીન થયો છે તેથી તેને રાગનો રસ નથી અને તેથી તે વિષયોને ભોગવતો છતો બંધાતો નથી.
અહીં કહે છે–ધર્મીને પણ... અહા ! પણ ધર્મી કોને કહીએ? અજ્ઞાની તો તપ કરે, ઉપવાસ કરે, મંદિર બંધાવે અને લોકોને શાસ્ત્ર સંભળાવે એટલે માને કે ધર્મી થઈ ગયો. ના હોં એમ નથી. પરની સાથે ધર્મને કાંઈ સંબંધ નથી. ધર્મી તો તેને કહીએ જેને સ્વરૂપના આનંદના રસ આગળ રાગનો રસ ઉડી ગયો છે, રાગનો અભાવ થયો છે, અહીં કહે છે-ધર્મીને રાગભાવના અભાવથી “સર્વ દ્રવ્યોના” ઉપભોગ પ્રત્યે તીવ્ર વૈરાગ્ય હોય છે. વજન અહીં આપ્યું છે કે સર્વ દ્રવ્યોના એટલે કોઈ પણ દ્રવ્ય પ્રત્યે ધર્મીને તીવ્ર વૈરાગ્ય હોય છે. અહાહા...! આનંદનો નાથ અમૃતરસનો-શાંતરસનો સાગર પ્રભુ આત્મા જ્યાં ઉછળ્યો ત્યાં પર્યાયમાં આનંદરસનો સ્વાદ આવ્યો. એ સ્વાદની આગળ ઇન્દ્રના કે ચક્રવર્તીના ભોગ પણ તુચ્છ ભાસવા લાગ્યા અર્થાત્ એવા કોઈ પણ ભોગ પ્રત્યે તેને તીવ્ર વૈરાગ્ય થયો. જુઓ, પાઠમાં “સર્વ દ્રવ્યો' લીધાં છે ને! મતલબ કે સ્વદ્રવ્યમાં રસ જાગ્રત થતાં સર્વ પદ્રવ્યોના ઉપભોગનો પ્રેમ ઉડી જાય છે. અહાહા..! એક કોર રામ અને એક કોર ગામ! જેમ માતા આડો ખાટલો રાખીને ન્હાતી હોય અને પુત્ર ત્યાં કદાચ આવી ચઢે તો શું તેની નજર માતા ભણી જાય? અરે, તે માતાના શરીરની સામું પણ ન જુએ. તેમ આત્માના આનંદનો સ્વાદ જેને આવ્યો છે તે જ્ઞાનીને અન્ય સર્વદ્રવ્યોમાંથી રસ ઉડી ગયો છે, એકના રસ આગળ અન્ય સર્વમાંથી રસ ઉડી ગયો છે. ઘણું આકરું કામ ભાઈ ! પણ જ્ઞાનીને તે સહજ હોય છે. એ જ કહે છે કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #57
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૧
સમયસાર ગાથા-૧૯૬ ]
જ્ઞાનીને-સ્વદ્રવ્યના રસિક જીવને રાગાદિભાવનો રસ-સર્વદ્રવ્યોના ઉપભોગનો રસ ઉડી ગયો હોય છે. અર્થાત્ સર્વદ્રવ્યો પ્રતિ તેને તીવ્ર વૈરાગ્યભાવ પ્રગટ થયો હોય છે. ધર્મીને રાગ મરી ગયો હોય છે તેથી વિષયોને ભોગવતો છતો તીવ્ર વૈરાગ્યભાવના સામર્થ્યને લીધે તે કર્મોથી બંધાતો નથી.
ભાવાર્થ-એ વૈરાગ્યનું સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો પણ કર્મોથી બંધાતો નથી. હવે આ અર્થનું અને આગળની ગાથાના અર્થની સૂચનાનું કાવ્ય કહે છે:
* કળશ ૧૩૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ય' કારણ કે “' આ (જ્ઞાની) પુરુષ ‘વિષયસેવને પિ' વિષયોને સેવતો છતો પણ ‘જ્ઞાનવૈભવ-વિરા/તા–વેની' જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી ‘વિષયસેવનસ્ય સ્વં નં' વિષયસેવનના નિજફળને (-રજિત પરિણામને) “ર ઝઝુતે' ભોગવતો નથી –પામતો નથી.
શું કહે છે? કે આ જ્ઞાની પુરુષ.... , પુરુષ એટલે આત્મા, ભલે પછી તે દેહથી સ્ત્રી હો કે પુરુષ. દેહ કયાં આત્મા છે? આ દેહું કાંઈ આત્મા નથી. આત્મા તો દેહથી ભિન્ન ચૈતન્યમય ચીજ છે. આવા આત્માનું જેને અંતરમાં ભાન થયું છે તે જ્ઞાની પુરુષ છે. કોઈ બહુ શાસ્ત્ર ભણ્યો હોય માટે તે જ્ઞાની છે એમ નહિ, પણ આત્માનું જેને જ્ઞાન થયું છે તે જ્ઞાની છે; અંદર જ્ઞાનાનંદસ્વભાવી પોતાની પૂરણ ચીજ છે તેનો અંતઃસ્પર્શ કરીને જેણે અતીન્દ્રિય આનંદનો અનુભવ કર્યો અને પોતાની પૂરણ ચીજની પ્રતીતિ કરી તે જ્ઞાની છે, સમકિતી છે, ધર્મી છે. અહીં કહે છે–આવો જ્ઞાની પુરુષ વિષયોને સેવતો હતો જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી વિષયસેવનના નિજફળને ભોગવતો નથી.
અહાહા..! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું જેને અંદરમાં ભાન થયું તે જ્ઞાનીને જ્ઞાનવૈભવનું બળ હોય છે. તેને અંદર શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ અને અતીન્દ્રિય આનંદનું વેદના થયાં છે ને? તે એનો જ્ઞાનવૈભવ છે. વળી તેને સર્વ પરદ્રવ્યો પ્રતિ ઉદાસીનતાના ભાવરૂપ વિરાગતાનું બળ હોય છે. આ પ્રમાણે જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી જ્ઞાની વિષયોને સેવતો છતો વિષયસેવનના નિજફળને અર્થાત્ રંજિત પરિણામને ભોગવતો નથી-પામતો નથી. નિજફળ એટલે વિષયસેવનનું ફળ શું? તો કહે છે–રાગથી રંજિત પરિણામ તે વિષયસેવનનું ફળ છે. જ્ઞાની તે રાગના પરિણામને ભોગવતો નથી કેમકે તે રાગ-અશુદ્ધતા પ્રતિ ઉદાસીન છે અને પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માની અસ્તિનું તેને વેદન છે. આવી વ્યાખ્યા ! અજ્ઞાનીને કઠણ લાગે એટલે બૂમો પાડ ક-નવો ધર્મ કાઢયો છે, પણ બાપુ! માર્ગ તો અનાદિથી આ જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #58
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨ ] |
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ભાઈ ! તું અનાદિથી દુ:ખના પંથે પડેલો છું. રાગ અને નિમિત્ત મારી ચીજ છે. એમ માનીને તું મિથ્યાત્વભાવના સેવનમાં અનાદિથી પડેલો છું અને તેથી ૮૪ લાખ યોનિને સ્પર્શ કરીને અનંત અનંતવાર જન્મ-મરણ કરી-કરીને ભવસિંધુમાં ડૂબી રહ્યો છું. તે ભવસિંધુને પાર કરવા ભગવાન! તું નિજ ચૈતન્યસિંધુને જગાડ. અહાહા..! નાથ ! તું ચૈતન્યસિંધુ ભગવાન છો. “સુદ્ધ ચેતનાસિંધુ હમારી રૂપ હૈ' એમ સમયસાર નાટકમાં આવે છે ને? ત્યાં કહ્યું છે કે
કહું વિચપ્શન પુરુષ સદા મેં એક હોં, અપને રસસૌ ભર્યો આપની ટેક હોં; મોહકર્મ મમ નાંહિ નાંહિ, ભ્રમકૂપ હૈ,
સુદ્ધ ચેતનાસિંધુ હમારો રૂપ હૈ.” સંસારમાં જેને વિચિક્ષણ કહે છે એ તો બધા મૂર્ખ છે. એની અહીં વાત નથી. અહીં તો જેને આત્માનુભવ પ્રગટ થયો છે તે સમકિતી ધર્માજીવ વિચિક્ષણ પુરુષ છે એમ વાત છે. એવો ધર્મી વિચિક્ષણ પુરુષ એમ જાણે છે કે-હું સદાય એક છું, જ્ઞાન અને આનંદના રસથી ભરેલો છે. આ રાગાદિભાવ તે હું નહિ, એ તો ભ્રમણાનો કૂવો છે. તે મારા સ્વરૂપમાં ક્યાં છે? નથી. શુદ્ધ ચૈતન્યનો દરિયો તે મારું રૂપ-સ્વરૂપ છે. આમ ભવસિંધુને પાર કરવા જ્ઞાની પુરુષ પોતાના સ્વરૂપને-શુદ્ધ-ચેતનાસિંધુને અવલંબે છે.
અહીં કહે છે-જ્યાં દષ્ટિમાં અને જ્ઞાનમાં શુદ્ધચેતના માત્ર વસ્તુ જણાઈ ત્યાં તેના અનાકુળ સ્વાદ આગળ, વિષયસેવન કરવા છતાં વિષયસેવનનું ફળ જે રાગજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી, વેદતો નથી. કેમ? કારણ કે તેને જ્ઞાનવૈભવ અને વિરાગતાનું બળ પ્રગટ થયું છે. આ બહારની ધૂળની (ધન-સંપત્તિની) ચમક દેખાય તે વૈભવ નહિ; એ તો બધી સ્મશાનના હાડકાંના ફોસ્ફરસની ચમક જેવી ચમક છે. અજ્ઞાનીઓ તેમાં આકર્ષાય છે પરંતુ જ્ઞાની પુરુષો તો એનાથી ઉદાસીન રહે છે. જ્ઞાનીને તો અંદર સ્વસંવેદનમાં આનંદનો નાથ ત્રિકાળી ભગવાન જણાયો તે જ્ઞાન-વૈભવ છે. આવા જ્ઞાનવૈભવ અને વિરાગતાના બળથી જ્ઞાન વિષયને સેવતો છતો તેના ફળનેરંજિત પરિણામને પામતો નથી. સૂક્ષ્મ વાત છે, ભાઈ !
અજ્ઞાનીઓ કહે છે-નિમિત્તથી આત્મામાં કાંઈક (કાર્ય) થાય છે એમ માનો તો સાચું. જુઓ, શાસ્ત્રમાં, પણ આવે છે કે મોહનીય કર્મના નિમિત્તથી જીવને રાગાદિ થાય છે.
સમાધાનઃ- ભાઈ! નિમિત્તથી-કર્મથી આત્મામાં કાંઈ પણ થતું નથી. જીવમાં જે કાર્ય થાય છે તે પોતાથી થાય છે. નિમિત્તથી થાય છે એમ જે શાસ્ત્રમાં આવે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #59
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૬ ]
[ ૪૩ એ તો ઉપચાર કરીને કહેવામાં આવ્યું છે. તને એમ લાગે છે કે જ્ઞાનાવરણીયથી જ્ઞાન રોકાઈ ગયું છે, પરંતુ બાપુ! જ્ઞાનાવરણીય તો જડ છે અને તેનો ઉદય પણ જડ છે. જડ આત્માને અડે નહિ અને આત્મા-જડને અડે નહિ તો પછી જડ આત્માને શું કરે? જ્ઞાનને કેમ રોકે ? ભાઈ ! ખરી વાત તો એમ છે કે જ્યારે જ્ઞાનની હીણી દશા સ્વયં પોતાના ભાવકર્મથી થાય છે ત્યારે જ્ઞાનાવરણીયને નિમિત્ત કહેવામાં આવે છે. પ્રશ્ન- જો નિમિત્તથી કાંઈ પણ ન થાય તો ભગવાનના દર્શનથી સારા-
ઉજ્વળ પરિણામ થાય છે એ વાત ઉડી જાય છે.
ઉત્તર:- ભાઈ ! ભગવાનના દર્શનથી સારા-ઉજ્વળ પરિણામ થાય છે એમ છે જ નહિ. એ તો જેને શુભ પરિણામ થાય છે તેને નિમિત્તથી–ભગવાનના દર્શનથી થયા એમ (ઉપચારથી) કહેવાય છે. અન્યથા ભગવાનની પ્રતિમા પર તો ઈયળ ખાઈને ચકલી પણ બેસે છે. જે પ્રતિમાજીથી શુભ પરિણામ થતા હોય તો તે ચકલીને પણ થવા જોઈએ; પણ એમ છે નહિ.
અહીં વાત એમ છે કે આત્માના આનંદના રસનો રસિક જે થયો તે જ્ઞાનીને જ્ઞાનવૈભવનું અને વિરાગતાનું પીઠબળ છે. તેને હવે અન્યત્ર કયાંય રસ ઉપજતો નથી. ઇન્દ્રના કે ચક્રવર્તીના ભોગમાં પણ તે રસવિહીન ઉદાસીન થઈ ગયો છે. “તત્' તેથી ‘સૌ’ આ (પુરુષ) ‘સેવવ: પિ સેવ:' સેવક છતાં અસેવક છે. શુદ્ધ ચૈતન્યના રસથી જે ભીંજાયો તે ત્યાંથી ખસતો નથી. તેથી આવો જ્ઞાની પુરુષ સેવતો છતાં નહિ સેવતો અસેવક છે, કેમકે સેવનનું ફળ ન આવ્યું.
ત્યારે કોઈ વળી કહે છે-જ્ઞાની પરનું કરે તો છે પણ તે અનાસક્તિભાવે કરે છે.
સમાધાનઃ- ભાઈ ! પરનું કરવું એ વાત તો જૈનશાસનમાં છે જ નહિ પછી અનાસકિતથી કરે છે એ વાત કયાં રહી? જ્ઞાની અનાસકિતભાવે રાગ કરે છે એમ કહેવું પણ મિથ્યા છે કેમકે જ્ઞાનીને રાગનો રસ જ નથી, તેને રાગનું સ્વામિત્વ જ નથી. અહીં તો કહે છે કે જ્ઞાની રાગને કરતો જ નથી. પરિણામમાં કંઈક નબળાઈ છે તો રાગ થઈ જાય છે પણ તેનું કર્તુત્વ તે સ્વીકારતો નથી. એ તો પરિણમનમાં જે રાગ થાય છે તેને (ભિન્ન) માત્ર જાણે છે. ભારે વાતુ! બાપુ! મારગડા વીતરાગના સાવ જુદા છે.
ભાઈ ! આ જન્મ-મરણનો અંત કરવાનો અવસર આવ્યો છે. આ અવસરમાં પણ જે આ નહિ સમજે તો કયારે સમજીશ? જો ને, નાના નાના બાળકોને પણ હાર્ટલ થઈ જાય છે! એક આઠ વર્ષનો છોકરો નિશાળનાં પગથિયાં ચડતો હતો ત્યાં તેને હાર્ટલ થઈ ગયું. દેહ તો આવો છે બાપુ! એ તો જોતજોતામાં છૂટી જશે. પછી તારે કયાં જાવું? ગંભીર પ્રશ્ન છે ભાઈ ! જો આની સમજણ ના કરી તો કયાંય ભવસમુદ્રમાં નિગોદાદિમાં ખોવાઈ જઈશ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #60
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
અનાસક્તિથી કરવું એ તો વિપરીત વાત છે. કરવાનો અભિપ્રાય તો મિથ્યાત્વ છે, અને કરવું અને અનાસક્તિ બે સાથે રહી શકતાં નથી, હોઈ શકતાં નથી. સમજાણું sir...?
અહીં કહે છે–જ્ઞાની પુરુષ સેવક છતાં અસેવક છે. મતલબ કે જે વિષય-સેવનનો ભાવ આવ્યો છે તે આવ્યો છે તેથી જ્ઞાની સેવે છે પણ એમાં એને રસ નથી માટે તે અસેવક છે એમ કહ્યું છે. જેમ કમળાના દર્દીને બહુ દુર્ગંધ મારતી દવા લેવી પડે છે પણ એમાં એને રસ નથી તેમ ધર્મીને રાગમાં રસ નથી. અજ્ઞાનીને રાગમાં રસ છે, રુચિ છે, મીઠાશ છે. જ્યારે જ્ઞાનીને રાગમાં રસ નથી, રુચિ નથી, મીઠાશ નથી. માટે જ્ઞાની સેવક છતાં અસેવક છે.
પ્રશ્ન:- શું જ્ઞાની વિષયોને સેવવા છતાં નથી સેવતો ? આવી વાત કેમ બેસે ? આ
તો આપ જ્ઞાનીનો બચાવ કરો છો.
ઉત્તર:- બાપુ! એમ નથી, ભાઈ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે. જેમ કોઈ માતા ૪૦ વર્ષની હોય અને દીકરો ૨૦ વર્ષનો હોય તો શું તે માતાના શરીરના અંગોપાંગને વિકારથી જુએ છે! ના. આંખ તો શરીર પર પડે છે પણ જેમ ભીંતને જુએ તેમ તેને જુએ છે. તેને રસ તો માતાનો-જનેતાનો છે અને તે રસમાં, જોવાના રાગનો-વિકારનો ૨સ ઉડી ગયો છે. આખી ષ્ટિમાં જ ફેર છે. તેમ જ્ઞાની ધર્માત્મા પ૨ને દેખતાં છતાં જાણે કાંઈ દેખતો જ નથી, સામાન્ય-સામાન્ય દેખે છે. માટે ધર્મીને વિષયને સેવતો છતાં અસેવક કહેવામાં આવ્યો છે. તેને આત્માના આનંદના રસ આગળ રાગનો રસ ઉડી ગયો છે તેથી તેને સેવતો છતાં અસેવક કહ્યો છે.
* કળશ ૧૩૫ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
6
જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇન્દ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી.'
અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન. વ્યવહારનું જ્ઞાન કે શાસ્ત્રનું જ્ઞાન તે જ્ઞાન એમ અહીં અર્થ નથી. ચિહ્ન બ્રહ્મસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યને લક્ષ કરીને જે જ્ઞાન પ્રગટ થયું તે આત્મજ્ઞાનની અહીં વાત છે. અને વિરાગતા એટલે અશુદ્ધતા તરફથી પાછા ખસી જવું. પોતાના અસ્તિત્વનું જ્ઞાન તે અસ્તિ અને અશુદ્ધતાથી ખસવું તે નાસ્તિ. અહીં કહે છે-આ જ્ઞાન અને વિરાગતાનું કોઈ અચિંત્ય એટલે અકલ્પ્ય સામર્થ્ય છે કે જ્ઞાની વિષયોને સેવતો છતો સેવનારો કહી શકાતો નથી.
‘ શ્રી નિહાલચંદ સોગાની' એ એક વાર પોતાના પુત્રોને કહ્યું હતું કે-ભાઈ! મારું મન હવે બધેથી ઊઠી ગયું છે. હવે મને કશામાં-૫૨દ્રવ્યમાં રસ રહ્યો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #61
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૬ ]
[ ૪૫
હું પંગુ (પાંગળો) થઈ ગયો છું. માત્ર શરીર નભાવવા બે વખત ભોજન આપજો. જગતના કોઈ કાર્ય પ્રતિ મને ઉત્સાહ-રસ નથી. જુઓ, પોતે લાખોપતિ હતા, પણ અંદરથી મન ઊઠી ગયું હતું. તેમને અહીં (સોનગઢમાં ) આત્મજ્ઞાન થયું હતું.
તેમણે ઘણાં શાસ્ત્રો વાંચેલાં, ઘણા બાવા-જોગી અને જૈનના સાધુનો સંગ કરેલો. પણ શાંતિ ન મળી. પછી અહીં આવ્યા. તેમને આટલું કહ્યું કે-ભાઈ! રાગ-વિકલ્પ અને આત્મા ભિન્ન ભિન્ન ચીજ છે. રાગની દિશા પર તરફની છે અને આત્મસ્વભાવ અંતર્મુખ છે. અંતર્મુખ વાળતાં આત્મસ્વભાવ પ્રાપ્ત થાય છે. બસ! સાંજથી સવાર સુધી આના જ ઘોલનમાં ( રટણમાં ) સવાર થતા પહેલાં સમકિત-આત્માનો અનુભવ ( વેદન ) કરીને ઊઠી ગયા. એક રાતમાં સમ્યગ્દર્શન! પણ એ તો પોતાના અંતર્મુખ પુરુષાર્થથી થાય ને? એ કોઈ કરી આપે એવું થોડું છે? ભાઈ! જેનું ચિત્ત સંસારથી ઉદાસ થઈ અંતર્મુખ થાય તેની દશા કોઈ અદ્દભુત અલૌકિક થઈ જાય છે. એ જ કહે છે કે
જ્ઞાની સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી કેમકે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી. રાગનું થવું-રાગરૂપે પરિણમવું એ વિષયસેવનનું ફળ છે અને જ્ઞાની તે રાગના રસપણે પરિણમતો નથી. માટે સેવતો છતો તે અસેવક છે. આવી વાત છે.
[પ્રવચન નં. ૨૬૬ (શેષ), ૨૬૭
*
દિનાંક ૧૯-૧૨-૭૬ અને ૨૦–૧૨–૭૬ ]
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #62
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯૭ अथैतदेव दर्शयति
सेवंतो वि ण सेवदि असेवमाणो वि सेवगो कोई। पगरणचेट्ठा कस्स वि ण य पायरणो त्ति सो होदि।। १९७।।
सेवमानोऽपि न सेवते असेवमानोऽपि सेवकः कश्चित्। प्रकरणचेष्टा कस्यापि न च प्राकरण इति स भवति।। १९७।।
હવે આ જ વાતને પ્રગટ દાંતથી બતાવે છે:
સેવે છતાં નહિ સેવતો, અણસેવતો સેવક બને, પ્રકરણ તણી ચેષ્ટા કરે પણ પ્રાકરણ જ્યમ નહિ ઠરે. ૧૯૭.
ગાથાર્થ [શ્ચિત ] કોઈ તો [ સેવમન: uિ] વિષયોને સેવતો છતાં [ ને સેવ7] નથી સેવતો અને [મસેવમાન: ]િ કોઈ નહિ સેવતો છતાં [ સેવ:] સેવનારો છે– [ ચ ]િ જેમ કોઈ પુરુષને [પ્રઝરવેણી ] પ્રકરણની ચેષ્ટા (કોઈ કાર્ય સંબંધી કિયા ) વર્તે છે [ : પ્રારT: કૃતિ ભવતિ] તોપણ તે પ્રાકરણિક નથી.
ટીકાઃ-જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે, તેવી રીતે સમ્યગ્દષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે (અર્થાત્ સેવનારો નથી) અને મિથ્યાદષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્દભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે.
ભાવાર્થ-કોઈ શેઠે પોતાની દુકાન પર કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપારવણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ-નોકર કરે છે તો પણ તે વેપારી નથી કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકસાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ
૧. પ્રકરણ = કાર્ય,
૨. પ્રાકરણિક = કાર્ય કરનારો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #63
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૭ ]
[ ૪૭
(મન્વાાન્તા) नियतं
सम्यग्दृष्टेर्भवति
ज्ञानवैराग्यशक्तिः
स्वं वस्तुत्वं कलयितुमयं स्वान्यरूपाप्तिमुक्त्या । यस्माज्ज्ञात्वा व्यतिकरमिदं तत्त्वतः स्वं परं च स्वस्मिन्नास्ते विरमति परात्सर्वतो रागयोगात् ।। १३६ ।।
નુકસાનનો ધણી હોવાથી તેજ વેપારી છે. આ દષ્ટાંત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ પર ઘટાવી લેવું. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાદષ્ટિ વિષય સેવનારો છે.
હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ:- [ સમ્યગ્દછે: નિયતં જ્ઞાન-વૈરાગ્ય-શક્તિ: ભવત્તિ ] સમ્યગ્દષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્યની શક્તિ હોય છે; [યસ્માત્] કારણ કે [અયં] તે (સમ્યગ્દષ્ટિ જીવ ) [ સ્વ-અન્ય-પ-આપ્તિ-મુન્ત્યા] સ્વરૂપનું ગ્રહણ અને ૫૨નો ત્યાગ કરવાની વિધિ વડે [સ્તું વસ્તુત્યું નયિતુમ્] પોતાના વસ્તુત્વનો ( યથાર્થ સ્વરૂપનો ) અભ્યાસ કરવા માટે, [ફવું સ્વ = પરં] ‘આ સ્વ છે (અર્થાત્ આત્મસ્વરૂપ છે) અને આ ૫૨ છે' [વ્યતિક્] એવો ભેદ [તત્ત્વત: ] ૫૨માર્થે [જ્ઞાત્વા] જાણીને [ સ્વસ્મિન્ આસ્તે] સ્વમાં રહે છે (-ટકે છે) અને [પાત્ રચાયોત્] પરથી-રાગના યોગથી[ સર્વત: ] સર્વ પ્રકારે [વિનતિ] વિરમે છે. (આ રીત જ્ઞાનવૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ.) ૧૩૬.
*
*
સમયસાર ગાથા ૧૯૭ : મથાળું
હવે આ જ વાતને પ્રગટ દષ્ટાંતથી બતાવે છે:
* ગાથા ૧૯૭ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું નહિ હોવાથી પ્રાકરણિક નથી અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહિ પ્રવર્તતો હોવા છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે,...’
શું કહ્યું આ ? કે જેમ કોઈ છોકરાનાં લગ્ન હોય અને તેના પિતાએ તે સંબંધી કોઈ અન્ય ગૃહસ્થને કામ સોંપ્યું હોય તો તે ગૃહસ્થ તે કામમાં પ્રવર્તે છે, છતાં તે કામમાં તે ગૃહસ્થને સ્વામીપણું નથી તેથી તે કામનો કરનારો નથી, કેમ કે તે ગૃહસ્થ કામ તો છોકરાના પિતા વતી કરે છે. જ્યારે છોકરાનો પિતા તે કામમાં પ્રવર્તતો નથી છતાં તે કામનો પોતે સ્વામી હોવાથી તે કામ તેનું છે, તે કામનો તે કરનારો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #64
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
‘તેવી રીતે સમ્યગ્દષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે.’
આ વાત અજ્ઞાનીને આકરી પડે છે. પણ થાય શું? અહીં કહે છે–જેને અંદરમાં નિજ આનંદરસનો સ્વાદ આવી ગયો છે એવા સમ્યગ્દષ્ટિને વિષયનું સેવન છે, છતાં તેને તેમાં રસ નથી, રુચિ નથી. પોતાને થયેલા આનંદરસના સ્વાદ આગળ વિષયોનો સ્વાદ તેને ઝેર જેવો લાગે છે. જેમ વેશ્યા રાજા સાથે ૨મે છે, પણ એ તો રાજા પૈસા આપે છે તેટલો જ કાળ. શું રાજા તેનો સ્વામી-પતિ છે? (ના). વિષયના કાળે તો સ્વામીની જેમ પ્રવર્તતી હોય છે પણ ખરેખર સ્વામી નથી. તેમ શુદ્ધ ચૈતન્યના આનંદના રસમાં સ્વામીપણે પ્રવર્તતા ધર્મી જીવને વિષયના રસમાં સ્વામીપણું આવતું નથી. ભારે ગંભીર વાત!
જુઓ, પાઠમાં શું લીધું છે? કે ‘પૂર્વસંચિત કર્મના ઉદયથી '... શું કહ્યું? કે પૂર્વે બાંધેલા કર્મના ઉદયથી જ્ઞાનીને સંયોગો મળ્યા છે. અને તેના સેવનનો રાગ હોવા છતાં તેમાં રસ-રુચિ નથી. આનંદના અનુભવનું જ્યાં અંદરમાં જોરદાર પરિણમન છે ત્યાં વિષયરાગ જોરદાર નથી–એમ કહે છે. જેમ એકવાર જેણે મીઠા દૂધપાકનો સ્વાદ ચાખ્યો હોય તેને રાતી જુવારના રોટલા ફીકા લાગે છે તેમ આનંદના રસ આગળ જ્ઞાનીને વિષયનો રસ વિરસ લાગે છે.
કહે છે–‘સમ્યગ્દષ્ટિ પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને.' મતલબ કે શાતાનો ઉદય હોય તો અનુકૂળ સામગ્રી મળે છે. ભાઈ! સામગ્રી તો સામગ્રીના ઉપાદાનના કારણે આવે છે અને કર્મનો ઉદય તેમાં નિમિત્ત છે. જડકર્મના કારણે સામગ્રી મળે છે એમ નથી. જડર્મના રજકણ જુદી ચીજ છે અને સામગ્રીના રજકણ જુદી ચીજ છે. (તેઓ તો એકબીજાને અડતાય નથી ).
તો શબ્દો તો આવા ચોકખા છે કે-‘ કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને...' ?
હા, પણ તેનો અર્થ શું છે? શું જેવું લખ્યું છે તેવો જ એનો અર્થ છે? એમ અર્થ નથી હોં; ભાઈ! લખનારે જે અભિપ્રાયથી લખ્યું છે તે અનુસાર અર્થ કરવો જોઈએ. પુણ્યના ઉદયથી લક્ષ્મી મળે છે એમ કહેવું એ તો વ્યવહારની વાત છે, કેમકે પુણ્યના અને લક્ષ્મીના રજકણ તો ભિન્ન-ભિન્ન છે. લક્ષ્મી આવે છે તે પોતાના કારણે આવે છે, પણ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થાય છે એમ કહેવાનો વ્યવહા૨ છે. તેવી રીતે પૈસા જાય કે ન હોય તો તે પાપના ઉદયથી છે એમ કહેવાનો વ્યવહાર છે. પાપકર્મનો ઉદય છે માટે પૈસા આવ્યા નથી એમ ખરેખર નથી, પણ પૈસા તે કાળે સ્વયં આવવાના ન હતા તેથી ન આવ્યા, પરમાણુનું તેવું પરિણમન થવાનું ન હતું તેથી ન થયું એ યથાર્થ છે. હવે આવી વાત લોકો ન સમજે, પણ શું થાય?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #65
--------------------------------------------------------------------------
________________
[ ૪૯
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૭ ]
પૂર્વસંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત વિષયોને ”—એમ કહ્યું ને? ત્યાં વિષયો અર્થાત સામગ્રી તો પોતાના ઉપાદાનના કારણે પ્રાપ્ત થઈ આવી છે, પણ તેમાં નિમિત્ત કોણ છે? તો કહે છે પૂર્વસંચિત કર્મ. બસ, આ નિમિત્તનું જ્ઞાન કરાવવા વ્યવહારથી કહ્યું કે પૂર્વસંચિત કર્મના ઉદયથી વિષયો પ્રાપ્ત થયા છે. ખરેખર તો સામગ્રીના પરમાણુ તે કાળે સ્વતંત્ર રીતે પરિણમન-ગતિ કરીને સંયોગપણે આવ્યા છે. સમજાણું કાંઈ....?
ત્યારે અજ્ઞાનીને વાંધા ઊઠે છે કે કર્મના નિમિત્તથી કાર્ય થાય છે એમ ન માનો તો ભગવાનના નિમિત્તથી શુભભાવ થાય છે ઇત્યાદિ વાત ઉડી જાય છે.
અરે ભાઈ ! ભગવાનના નિમિત્તથી શુભભાવ થાય છે એમ કહેવું એ તો વ્યવહારનયનું કથન છે. જેને પોતાના અશુદ્ધ ઉપાદાનના કારણે શુભભાવ થાય છે તેને ભગવાન નિમિત્ત છે બસ એટલું જ. શું ભગવાન શુભભાવ કરાવી દે છે? ના, એમ નથી. ભગવાન કર્તા અને તને શુભભાવ થાય તે કાર્ય એમ છે જ નહિ. અરે ભગવાન! શું થયું છે તને? માંડ સમજવાના ટાણાં આવ્યાં છે ત્યાં પીઠ ફેરવીને કેમ ઊભો છે?
સમ્યગ્દષ્ટિ પૂર્વકર્મના ઉદયથી પ્રાપ્ત વિયોને સેવે છે અને છતાં અસેવક છે. ભાષા જોઈ ? વિષયો તો પોતપોતાના કારણે આવ્યા છે પણ તેમાં પૂર્વકર્મનો ઉદય નિમિત્ત છે તો પૂર્વકર્મના ઉદયથી વિષયો પ્રાપ્ત થયા છે એમ વ્યવહારથી કહ્યું. વળી તે વિષયોને સમ્યગ્દષ્ટિ સેવે છે એમ કહ્યું; તો શું પરને સેવી શકાય છે? કદીય નહિ. તો કહ્યું છે ને? ભાઈ ! એ પર વિષયો પ્રતિ થતા રાગને તે ખરેખર સેવે છે તો વિષયોને તે સેવે છે એમ વ્યવહારથી કહેવામાં આવ્યું છે. ખરેખર તો જ્ઞાની વિષયો તરફનો એને જે રાગાંશ થાય છે તેને સેવે છે, વિષયોને નહિ. (પર વિષયોને તો એ અડતોય નથી).
પણ અહીં બીજી વાત છે. અહીં તો કહે છે-જ્ઞાની વિષયોને સેવતો થકો અસેવક છે. ઝીણી વાત, ભાઈ ! જ્ઞાનીને રાગાદિભાવોનો અભાવ છે. જેણે ચિદાનંદરસસ્વરૂપ સચ્ચિદાનંદમય ભગવાન આત્માના આનંદના રસનો સ્વાદ ચાખ્યો છે એવા ધર્મી જીવને રાગના રસની રુચિ નથી તેથી તેને વિષયોનો સ્વાદ લુખ્ખો અને બેસ્વાદ-કડવો ઝેર જેવો લાગે છે. તેથી કહ્યું કે જ્ઞાની વિષયોને સેવે છે છતાં અસેવક છે. અજ્ઞાની જીવ અભિપ્રાયને સમજે નહિ, કયા નયનું કથન છે તે સમજે નહિ એટલે એને વાતે વાતે વાંધા ઊઠે છે. પરંતુ ભાઈ ! દરેક વાતમાં શબ્દાર્થ, આગમાર્થ, જયાર્થ ઇત્યાદિ પ્રકારે અર્થ કરી તેનું રહસ્ય અને તાત્પર્ય કાઢવું જોઈએ. ભાઈ ! “ઘીનો ઘડો'—એની માફક વ્યવહારથી સંક્ષેપમાં જે કથન કરેલાં હોય તેનો યથાસ્થિત અર્થ સમજવો જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #66
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ભગવાન આત્મા ત્રણલોકનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ છે. અજ્ઞાનીને તે રાગની રુચિની આડમાં જણાતો નથી. અહાહા...! જળની અપાર રાશિથી ભરેલો મોટો સમુદ્ર જેમ એક કપડાની આડમાં દેખાય નહિ તેમ અજ્ઞાની જીવને રાગની રુચિની આડમાં પોતાનો સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન દેખાતો નથી. જુઓ, આ શેઠિયા બધા બહારના વૈભવના રાગમાં ચકચૂર છે ને? તેમને ભગવાન આત્મા ભળાતો નથી. અહા ! કોઈ મોટો શેઠ હોય, રાજા હોય કે દેવ હોય, જો તેને પોતાના ચિદાનંદમય સ્વરૂપને છોડીને, પૂર્વના કર્મના ઉદયના નિમિત્તે પ્રાપ્ત વૈભવની દષ્ટિ છે તો તે મરીને તિર્યંચાદિમાં જ જવાનો.
(પરમાત્મપ્રકાશમાં) આવે છે ને કે “પુષેણ દોડુ વિદવો....' ઇત્યાદિ-પુણ્યના ઉદય વૈભવ મળ, વૈભવથી મદ ચડે, અને મદથી મતિ ભ્રષ્ટ થઈ જાય. અમે આવા વૈભવવાળા-એમ પરમાં અહંબુદ્ધિ-મદ થતાં મતિ ભ્રષ્ટ થઈ જાય છે અને તેથી તે મરીને નરક-તિર્યંચાદિ દુર્ગતિને જ પ્રાપ્ત થાય છે, અને ચારગતિમાં રખડી મરે છે.
પ્રશ્ન:- આપ કહો છો કે એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ન કરે તો પછી વૈભવથી મદ કેમ ચડે ?
ઉત્તર- એક પદાર્થ બીજા પદાર્થનું કાંઈ ન કરે એ તો સત્યાર્થ એમ જ છે. પોતે મદ કરે, બહારમાં અહંભાવ કરે ત્યારે બાહ્ય વૈભવને લક્ષ કરીને કરે છે તો વૈભવથી મદ ચડે છે એમ વ્યવહારથી કહેવાય છે. વૈભવ મદ કરાવે છે એમ વાત નથી. વૈભવથી મદ ચડે એ તો નિમિત્તે બતાવનારું કથન છે. જો વૈભવથી મદ થઈ જાય તો તો સમકિતી ચક્રવર્તીને પણ મદ થઈ જવો જોઈએ. ભરત ચક્રવર્તી છ ખંડના વૈભવનો સ્વામી હતો, ૯૬ હજાર તો તેને રાણીઓ હતી, પણ એને એમાં કયાંય આત્મબુદ્ધિ-અહંપણાની બુદ્ધિ ન હતી. સમ્યગ્દષ્ટિ તો એમ જાણે છે કે જ્યાં હું છું ત્યાં રાગ, શરીર કે બહારના વિષયોનો અભાવ છે અને જ્યાં રાગ, શરીર કે બહારના વિષયો છે ત્યાં મારો અભાવ છે. વિષયોને સેવતો હોય તે કાળે પણ તેને આવા જ્ઞાન-શ્રદ્ધાન હોય છે.
અહીં કહ્યું ને કે-સમ્યગ્દષ્ટિ વિષયોને સેવતો હોવા છતાં રાગાદિભાવોના અભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું નહિ હોવાથી અસેવક જ છે. જુઓ, જ્ઞાનીને કિંચિત્ રાગ થાય છે પણ તેનું એને સ્વામીપણું નથી, માટે તે સેવતો છતાં અસેવક જ છે. અહા ! જ્ઞાનાનંદસ્વભાવી પોતાની વસ્તુનો અનુભવ થતાં જે અતીન્દ્રિય આનંદનો-શાંતિનો વૈભવ પ્રગટ થયો તેની આગળ ધર્મીને બાહ્ય વિષયો ફિક્કારસહીન લાગે છે. સમકિતી ઇન્દ્રને ઇન્દ્રાસનમાં કે કરોડો અપ્સરાઓમાં કયાંય રસ નથી. આત્માના અનાકુળ આનંદના રસના આસ્વાદ આગળ તેને બીજું બધુંય બેસ્વાદ-ઝેર જેવું લાગે છે. કદાચિત રાગની વૃત્તિ થઈ આવે તોપણ તે વિષયોને કાળા નાગ સમાન જાણે છે. શું કાળા નાગના મોંમાં કોઈને આંગળી મૂકવાનો ભાવ થાય ખરો ? ન થાય. તેમ જ્ઞાનીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #67
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૭ ] રાગમાં અને વિષયોમાં મીઠાશ ન હોય. માટે વિષયોને સેવતો છતાં તે અસેવક જ છે. હવે કહે છે:
“અને મિથ્યાદષ્ટિ વિષયોને નહિ સેવતો હોવા છતાં રાગાદિભાવોના સદ્દભાવને લીધે વિષયસેવનના ફળનું સ્વામીપણું હોવાથી સેવક જ છે.”
શું કહ્યું? કે અજ્ઞાની ભલે સામગ્રીને સેવે નહિ, પણ અંતરમાં તેને રાગનાં રસચિ પડ્યાં છે. તેને વિષયસેવનનો અભિપ્રાય મટયો નથી. તેને સવિશેષ રાગશક્તિ અસ્તિપણે રહેલી છે જે વડે તે રાગનો સ્વામી થાય છે. આ કારણે અજ્ઞાની અણસેવતો થકો પણ સેવક છે. જ્ઞાની સેવતો થકો અસેવક અને અજ્ઞાની અણસેવતો થકો સેવક! પાઠ તો આવો છે ભાઈ !
પ્રશ્ન- તમો પાઠના બીજા અર્થ કરો છો. ભલે કર્મને લઈને નહિ તોપણ જ્ઞાનીને રાગનો ભાવ તો કંઈક આવી જાય છે. આગળ (ગાથા ૧૯૪માં) આવી ગયું છે કે જ્ઞાની પણ કર્મના ઉદયને-શાતા-અશાતાને-ઓળંગતો નથી અને તેને પર્યાયમાં સુખ-દુ:ખ વેદાય છે. તો પછી તેને અસેવક કેમ કહ્યો? સેવે છે છતાં અસેવક છે એમ કહેવું શું જૂઠું નથી ?
ઉત્તર- બાપુ! એમ નથી, ભાઈ ! ધર્મી જીવ એને કહીએ જેને અંતરમાં - આત્મસંવેદનમાં અતીન્દ્રિય આનંદના સ્વાદનું વેદન થયું છે. આ વ્રત કરે ને તપ કરે ને ભક્તિ કરે માટે તે ધર્મી છે એમ નથી કેમકે એ તો બધો રાગ છે. આ તો સર્વ રાગના વિકલ્પથી ભિન્ન પડીને નિર્વિકલ્પ આનંદરસના સ્વાદને જેણે ચાખ્યો છે તે ધર્માત્મા છે. આવા ધર્મી જીવને રાગનાં રસ-રુચિ નથી, રાગનું ધણીપણું નથી. આખુંય વિશ્વ તેને પર પદાર્થ તરીકે ભાસે છે. તેથી તેમાં તેને રસ નથી. વિશ્વ છે, કિંચિત્ રાગ છે પણ એમાં એને રસ નથી, રુચિ નથી, સ્વામિત્વ નથી. તેથી કહ્યું કે –સેવક છતાં અસેવક; ભોક્તા છતાં અભોક્તા! ગજબ વાત છે ભાઈ !
અહો ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો ધર્મ અદ્દભુત અલૌકિક છે! આવી વાત બીજે કયાંય નથી. અરે! એના સંપ્રદાયવાળાને પણ ખબર નથી તો બીજાનું તો શું કહેવું? પણ આ શ્રી કુંદકુંદાચાર્યની ગાથાઓ છે અને તેના અર્થ (ટીકા) મહાનું સમર્થ આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે કર્યા છે. તેઓ પાંચમી ગાથામાં કહે છે ને કે-અતીન્દ્રિય આનંદ અને જ્ઞાનના વૈભવનો અમને પર્યાયમાં જન્મ થયો છે. આ પાંચ-પચાસ લાખ રૂપિયા અને રૂપાળું શરીર ઇત્યાદિ તો જડનો-ધૂળનો વૈભવ છે, એ કાંઈ નિજવૈભવ નથી. મુનિરાજ કહે છેજેમ ડુંગરમાંથી પાણી ઝરે છે તેમ અતીન્દ્રિય આનંદ-રસથી ભરેલા ત્રણલોકના નાથ ભગવાન આત્મામાંથી અમને પર્યાયમાં પ્રચુર આનંદનો રસ ઝરે છે અને તે અમારો નિજવૈભવ છે. અમારો નિજવૈભવ અતીન્દ્રિય આનંદની મહોર-મુદ્રાવાળો છે. અહાહા...! શું વૈરાગ્ય! શું ઉદાસીનતા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #68
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
અન્યમતમાં પણ વૈરાગ્યની વાત આવે છે ને? ત્યાં અંતર્દષ્ટિ નથી પણ બહારમાં વૈરાગ્ય લાગે એવું હોય છે. ભર્તૃહરિની વાત આવે છે કે-૯૨ લાખ માળવાનો અધિપતિ ભર્તૃહરિ બાવો થઈ જાય છે અને ત્યારે કહે છે
“દેખા નહિ કછુ સા૨ જગતમેં, દેખા નહિ કછુ સાર;
પ્યારી અતિ મેરી પિંગલા, કરૈ અશ્વપાલકો યાર ”દેખા નહિ
અરે! આ સંસાર! માળવાધિપતિની રાણી એક અશ્વપાલથી યારી કરે! અ૨૨! આ શું? શું આ સંસાર? આમ બહારથી વૈરાગ્યનું ચિંતવન હોય, પણ એ તો માત્ર મંદરાગની અવસ્થા છે અને તે ક્ષણિક છે. જેમાં ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાનશ્રદ્ધાન હોય અને જેમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ થાય તે દશા સાચી અંતરવૈરાગ્યની દશા અને તેના બળથી અહીં જ્ઞાનીને સેવતો છતાં અસેવક કહ્યો છે.
સમજાણું કાંઈ...?
જેમ નાટકમાં પુરુષ સ્ત્રીનો વેશ પહેરીને આવે તો જોનારા લોકો એમ કહે કે આ સ્ત્રી છે, પણ તે પુરુષ તો પોતે એમ જ માને કે−હું પુરુષ છું અને સ્ત્રીનો તો મારો ભેખ છે. તેમ ધર્મી જીવને શીરાદિનો ભેખ ગમે તે જાતનો હોય પણ હું–આત્મા છું અને આ શરીરાદિ જૂઠા ખેલ છે–એમ માને છે. અરે! સેવકપણાનો ખેલ (ભેખ ) હોય ત્યારે પણ, એ ખોટો ખેલ છે, હું એમાં રમતો નથી–એમ જ તે માને છે અહાહા..! અમે જ્યાં રમીએ છીએ ત્યાં (શુદ્ધાત્મામાં) આ ૫૨ વિષયો છે નહિ અને એમાં અમે છીએ જ નહિ-આમ
ધર્માત્મા માને છે. આમ વિષયસેવનના ફળના સ્વામિત્વથી રહિત જ્ઞાની સેવતો છતાં અસેવક છે. લ્યો, આવો ધર્મ! બાપુ! ધર્મ કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે. દયા, દાન, ભક્તિ આદિ કરે અને માને કે ધર્મ થઈ ગયો પણ એમાં તો ધૂળેય ધર્મ નથી, સાંભળને. એ તો બધો રાગ પુણ્યબંધનું કારણ છે અને એમાં ધર્મ માને તો મિથ્યાત્વ છે.
અહીં કહે છે–ભગવાન આત્માના આનંદનું જ્યાં ભાન થયું ત્યાં આખી દુનિયા પ્રત્યેની અશુદ્ધતાનો ( અભિપ્રાયમાં સમસ્ત શુભ અશુભ ભાવોનો) ત્યાગ થઈ જાય છે અને તે સાચો વૈરાગ્ય છે. આવો વૈરાગ્ય જેને પ્રગટ થયો છે તે સેવક છતાં અસેવક છે. જ્યારે મિથ્યાદષ્ટિ બહારનું બધું ત્યાગે છે, સ્ત્રી, કુટુંબ આદિ છોડી બાવો થઈ જાય છે, પણ અંતર-અનુભવ વિના દષ્ટિ મિથ્યા છે, રાગની રુચિ છે તો તે અસેવક-બહા૨થી સેવતો નથી છતાં પણ તે સેવક જ છે.
* ગાથા ૧૯૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન *
દૃષ્ટાંત આપે છે–‘કોઈ શેઠે પોતાની દુકાન ૫૨ કોઈને નોકર રાખ્યો. દુકાનનો બધો વેપારવણજ-ખરીદવું, વેચવું વગેરે સર્વ કામકાજ-નોકર કરે છે તોપણ તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #69
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૭ ]
[ ૫૩ વેપારી નથી કારણ કે તે વેપારનો અને વેપારના લાભ-નુકશાનનો સ્વામી નથી; તે તો માત્ર નોકર છે, શેઠનો કરાવ્યો બધું કામકાજ કરે છે.' જુઓ, દુકાનનું બધું જ કામકાજ નોકર કરે તોપણ તે વેપારી નથી કારણ કે તે નફા-નુકશાનનો સ્વામી નથી. તેથી ખરેખર તે વેપારના કાર્યનો માલિક-કરનારો નથી.
જ્યારે, ‘જે શેઠ છે તે વેપાર સંબંધી કાંઈ કામકાજ કરતો નથી, ઘેર બેસી રહે છે તોપણ તે વેપારનો અને વેપારના લાભ-નુકશાનનો ધણી હોવાથી તે જ વેપારી છે.' અહાહા...! દાખલો તો જુઓ! વેપારનું કાંઈ પણ કામ ન કરે તોપણ શેઠ વેપારનો કરનારો છે. હવે કહે છે- આ દષ્ટાંત સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ ૫૨ ઘટાવી લેવું.'
અહાહા...! શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્મા છે. તેમાં અંતર્મુખ થઈ અનુભવ કરતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવવો અને આવો હું આનંદસ્વરૂપ પૂર્ણ પરમાત્મા છું એવી પ્રતીતિ થવી તે સમ્યગ્દર્શન છે. આવા સમ્યગ્દર્શન વિના જૈનધર્મ શું ચીજ છે એ લોકોને ખબર નથી. બાપુ! સમ્યગ્દર્શન એ જ ધર્મનું પહેલું પગથિયું છે અને આત્માનુભવની સ્થિરતા દઢતા થવી તે જૈનધર્મ છે. આ સિવાય વ્રત, તપ, દયા, દાન
આદિ કાંઈ ધર્મ છે એમ નથી.
ભાવપાહુડની ગાથા ૮૩ માં આવે છે કે-પૂજા, વંદન, વૈયાવૃત્ય અને વ્રત એ જૈનધર્મ નથી; એ તો પુણ્ય છે. જુઓ ગાથા-ત્યાં શિષ્યે પ્રશ્ન કર્યો કે-“ ધર્મકા કયા સ્વરૂપ હૈ? ઉસકા સ્વરૂપ કહતે હૈં કિ ‘ધર્મ ’ ઇસ પ્રકાર હૈ”:
ગાથાર્થ:- “જિનશાસનમેં જિનેન્દ્રદેવને ઇસ પ્રકાર કહા હૈ કિ પૂજા આદિકમેં ઔર વ્રતસહિત હોના હૈ વહ તો ‘પુણ્ય ’ હી હૈ તથા મોહ ક્ષોભસે રહિત જો આત્માકા પરિણામ વહુ ‘ધર્મ ’ હૈ.”
ગાથાના ભાવાર્થમાં કહ્યું છે કે“લૌકિકજન તથા અન્યમતી કઈ કહતે હૈં કિ પૂજા આદિક શુભ ક્રિયાઓમેં ઔર વ્રતક્રિયાસહિત હૈ વહુ જિનધર્મ હૈ, પરંતુ ઐસા નહિ હૈ. જિનમતમેં જિનભગવાનને ઇસ પ્રકાર કહા હૈ કિ-પૂજાદિકમેં ઔર વ્રતસહિત હોના હૈ વહુ તો પુણ્ય હૈ. ઇસકા ફલ સ્વર્ગાદિક ભોગોંકી પ્રાપ્તિ હૈ.” આ વાત અજ્ઞાનીને આકરી લાગે છે, પણ શું થાય ? અનાદિનો માર્ગ જ આ છે. છેલ્લે ત્યાં ભાવાર્થમાં ખુલાસો કર્યો છે કે“ જો કેવલ શુભપરિણામહીકો ધર્મ માનકર સંતુષ્ટ હૈ ઉનકો ધર્મકી પ્રાપ્તિ નહીં હૈ, યહ જિનમતકા ઉપદેશ હૈ.”
જ્ઞાનીને અશુભથી બચવા શુભભાવ હોય છે, અશુભવંચનાર્થ શુભ હો; પણ છે તે પુણ્ય, ધર્મ નહીં. આ સાંભળી અજ્ઞાની રાડ પાડી ઊઠે છે કે-તમે અમારાં વ્રત ને તપનો લોપ કરી દો છો. પણ ભાઈ! તારે વ્રત ને તપ હતાં જ કે દિ’? અજ્ઞાનીને વળી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #70
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ વ્રત ને તપ કેવાં? કદાચિત રાગની મંદતા હોય તોપણ તે મિથ્યાત્વસહિત જ છે. એવાં વ્રત ને તપને ભગવાને બાળવ્રત ને બાળતા એટલે કે મૂર્ખાઈભર્યા વ્રત ને મૂર્ખાઈભર્યા તપ કહ્યાં છે. અહીં કહે છે-અતીન્દ્રિય આનંદસ્વરૂપ ચૈતન્ય મહાપ્રભુ ભગવાન આત્માના અનાકુળ આનંદનો જેને સ્વાદ આવ્યો છે તે સમકિતીને કોઈ પણ પ્રકારના રાગમાં મીઠાશ નથી. તેને સર્વ રાગમાંથી રસ ઊડી ગયો છે.
અહાહા...! જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યગ્દષ્ટિ વિષય સેવનારો નથી, અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યાદષ્ટિ વિષય સેવનારો છે.” ઝીણી વાત છે પ્રભુ! આત્માનો સ્વભાવ જ વીતરાગસ્વરૂપ છે અને જૈનધર્મ પણ વીતરાગસ્વરૂપ છે. જેટલાં (આજ્ઞાનાં) કર્તવ્ય કહ્યાં છે તે બધાંય વીતરાગતાની જ પુષ્ટિરૂપે કહ્યાં છે, રાગના પોષણ માટે નહિ. રાગની વાત કહી છે પણ એ તો જ્ઞાનીને ક્રમશ: પ્રગટ થતી અને વૃદ્ધિ પામતી વીતરાગતાની સાથે સહકારી કેવો રાગ હોય છે તેનું કથન કર્યું છે, રાગની પુષ્ટિ માટે તેનું કથન કર્યું નથી. વ્રતાદિની વાત જ્યાં કરી છે ત્યાં રાગનું પોષણ કરાવવું નથી, પરંતુ ક્રમશ: થતા રાગના અભાવને જ પોષણ કરાવવું છે. તેથી અહીં કહ્યું કે-સમ્યગ્દષ્ટિ વિષય સેવનારો નથી કેમકે તેને વિષયમાં રસ નથી, રાગમાં આત્મબુદ્ધિ નથી.
“પરમાત્મપ્રકાશમાં કહ્યું છે કે જે રાગને પોતાનો માનીને સેવે છે તેને આત્મા ય તરીકે વર્તે છે અને જેને આત્મા ઉપાદેય તરીકે વર્તે છે તેને રાગ હેયપણે હોય છે. પ્રવચનસાર”ની ગાથા ર૩૬ માં આવે છે કે-કાયા તેમ જ કષાયને જે પોતાના માને છે તે, બાહ્યથી છકાયની હિંસા ન કરતો હોય તોપણ છકાયની હિંસાનો કરનારો જ છે. તેવી રીતે અજ્ઞાની બહારથી વિષય ન સેવતો હોય તોપણ કાયાને અને કષાયને પોતાના માનતો હોવાથી કષાયનું ફળ જે વિષયવાસનાથી યુક્ત વિષયનો સેવનારો જ છે એમ અહીં કહે છે. અહાહા...! માર્ગ બહુ જુદી જાતનો છે, બાપા ! હવે આગળની ગાથાઓની સૂચનાનું કાવ્ય કહે છે –
* કળશ ૧૩૬ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * સચEછે. નિયત જ્ઞાન–વૈરાશ્ય–શ9િ: ભવતિ' સમ્યગ્દષ્ટિને નિયમથી જ્ઞાનવૈરાગ્યની શક્તિ હોય છે.
શું કહ્યું? સમ્યક નામ સત્ એની દષ્ટિ જેને થઈ છે તે સમ્યગ્દષ્ટિ છે; અર્થાત્ જે અતીન્દ્રિય જ્ઞાન અને આનંદથી ભરેલો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા તેનાં દષ્ટિ અને અનુભવ જેને થયાં છે તે સમ્યગ્દષ્ટિ છે. અહાહા..! પોતાના ત્રિકાળી સત્ ભગવાન આત્માનો જેને સત્કાર અને સ્વીકાર થયો છે, જેને નિજ સ્વરૂપનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #71
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૧૯૭ ]
૫૫ અંતરમાં મહિમા થવાથી સ્વરૂપ પ્રતિ ઢલણ-વલણ થયું છે એવા સમ્યગ્દષ્ટિને જ્ઞાન અને વૈરાગ્ય અને શક્તિ હોય છે. હવે તેનું કારણ કહે છે કે
પરમાત' કારણ કે “ગયે' તે (સમ્યગ્દષ્ટિ જીવ) “સ્વ–ન્ય–પ–સાતિમુયા' સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે ‘સ્વં વસ્તુત્વ નથિતુમ' પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવા માટે, ‘ર્વ રત્વે વ પર' “આ સ્વ છે અને આ પર છે” “વ્યતિરમ્’ એવો ભેદ ‘તત્ત્વત:' પરમાર્થે ‘જ્ઞાત્વા' જાણીને ‘સ્વસ્મિન મારૂં સ્વમાં રહે છે અને ‘રાયોત્િ' પરથી-રાગના યોગથી ‘સર્વત:' સર્વ પ્રકારે ‘વિરમતિ' વિરમે છે.
પ્રથમ કરવાનું હોય તો આ છે કે સ્વરૂપનું ગ્રહણ અને રાગનો ત્યાગ; અને તે બન્ને સાથે જ હોય છે. શ્રીમદ્ રાજચંદ્ર ટૂંકામાં કહ્યું છે કે-“તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે. તારો દોષ એટલો જ કે અન્યને પોતાનું માનવું, પોતે પોતાને ભૂલી જવું.' પોતાના સ્વરૂપને ભૂલીને પરને પોતાનું માનવું એ મહા અપરાધ છે અને તે પોતાનો અપરાધ છે, કોઈ કર્મને લઈને છે એમ નથી. સંવર અધિકારમાં આવે છે કે
भेदविज्ञानतः सिद्धाः सिद्धा ये किल केचन।
अस्यैवाभावतो बद्धा बद्धा ये किल केचन।। જેઓ મુક્તિપદને પામ્યા છે તે રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાનથી (મુક્તિ) પામ્યા છે અને જેઓ બંધાયેલા છે તેઓ ભેદવિજ્ઞાનના અભાવને લીધે જ બંધાયેલા છે. (કર્મને કારણે બંધાયેલા છે એમ નહિ).
ભેદવિજ્ઞાનથી મુક્તિ પામ્યા છે એનો અર્થ એ આવ્યો કે વ્યવહારના રાગથી ભિન્ન પડીને મુક્તિ પામ્યા છે, પણ વ્યવહારના રાગથી મુક્તિ પામ્યા છે એમ નહિ. ભાઈ ! રાગ છે; અને તેને જાણનાર વ્યવહારનય પણ છે. વ્યવહારનયનો વિષય જ નથી એમ કોઈ કહે તો તે યથાર્થ નથી; પરંતુ તે આશ્રય કરવા લાયક નથી એમ વાત છે, તેને હેય તરીકે જાણવાલાયક છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા જ એક આશ્રય કરવા લાયક ઉપાદેય છે.
ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદથી ઠસોઠસ ભરેલો સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે; તે સદાય વીતરાગસ્વભાવી અકિંચનસ્વરૂપ છે. દશ ધર્મમાં આકિંચન્ય ધર્મ આવે છે ને? એ તો પ્રગટ અવસ્થાની વાત છે. જ્યારે આ તો આત્માનું સ્વરૂપ જ અકિંચન છે એમ વાત છે. આવા નિજસ્વરૂપનું ગ્રહણ અને પરના ત્યાગ કરવાની વિધિ વડે સમ્યગ્દષ્ટિ સ્વમાં ટકે છે અને પરથી-રાગથી વિરમે છે. જુઓ ! આ વિધિ! પૂર્ણાનંદસ્વરૂપનું ગ્રહણ અને દુઃખરૂપ રાગનો-અશુદ્ધતાનો ત્યાગ એ વિધિ છે. એકલી બહારની ચીજ ત્યાગી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #72
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ એટલે થઈ ગયો ત્યાગી-એવું સ્વરૂપ (ત્યાગનું) નથી. પરંતુ રાગથી ખસીને શુદ્ધનો આદર કરતાં પર્યાયમાં શુદ્ધતા પ્રગટે છે અને અશુદ્ધતાનો અભાવ થઈ જાય છે. આ વિધિ, આ માર્ગ અને આ ધર્મ છે. હિતનો માર્ગ તો આવો છે બાપુ!
કોઈ અજ્ઞાનીઓ એમ કહે છે કે કર્મથી વિકાર થાય છે. એનો અર્થ એ થયો કે જે શુભભાવ થાય છે તે પણ કર્મને લઈને થાય છે. વળી તે કહે છે શુભભાવથી શુદ્ધતા થાય છે. એટલે (એના મત પ્રમાણે ) છેવટે એમ આવ્યું કે કર્મને લઈને શુદ્ધતા-ધર્મ થાય છે. અરે! એણે સત્યને કદી સાંભળ્યું જ નથી.
પણ જૈનધર્મમાં તો બધું કર્મને લઈને જ થાય ને?
બીલકુલ નહિ. બધું કર્મને લઈને થાય એ માન્યતા જૈનધર્મ નથી. હા, કર્મ એટલે કાર્ય-શુદ્ધોપયોગરૂપ કાર્ય-તે વડે બધું (-ધર્મ) થાય છે એ વાત તો છે, પરંતુ જડકર્મથી એટલે કે પરથી આત્મામાં કાંઈ (શુભભાવ કે ધર્મ) થાય છે એ વાત યથાર્થ નથી, કેમકે આત્મામાં અનાદિથી અકારણ-કાર્યત્વ નામનો ગુણ પડ્યો છે અને તેથી આત્મા રાગનું કાર્ય પણ નથી અને રાગનું કારણ પણ નથી. સ્વાશ્રયે શુદ્ધોપયોગરૂપ પરિણમન થાય તે આત્માનું કાર્ય છે અને તે જૈનધર્મ છે. આ ચોથા ગુણસ્થાનની વાત છે. સાતમે ગુણસ્થાને તો શુદ્ધોપયોગની સ્થિરતાની-ચારિત્રના શુદ્ધોપયોગની વાત છે.
જેમ શીરો કરવાની વિધિ એ છે કે પહેલાં લોટને ઘીમાં શેકે અને પછી તેમાં સાકરનું પાણી નાખે તો શીરો થાય. તેમ સ્વરૂપના ગ્રહણ અને પરના ત્યાગની વિધિ વડે ધર્મ થાય છે. માર્ગ આ છે ભાઈ !
ત્યારે કોઈ (અજ્ઞાની) એમ કહે છે કે જ્યાં જ્યાં યોગ્ય નિમિત્ત આવે છે ત્યાં ત્યાં નિમિત્તથી થાય છે એમ માનવું જોઈએ. નિમિત્તથી થાય જ નહિ એમ માનવું બરાબર નથી.
અરે ભગવાન! તું શું કહે છે આ? ભાઈ ! નિમિત્ત (કર્મ) તો પર જડ તત્ત્વ છે અને જે પુણ્યના પરિણામ છે તે ચૈતન્યના વિકારરૂપ પરિણામ છે. ખરેખર તો તે વિકારના પરિણામ પોતાના પકારરૂપ પરિણમનથી થયા છે, તે તે કાળે પોતાનો જન્મકાળ છે તેથી થયા છે. ભાઈ ! પકારકરૂપ થઈને પરિણમવું તે, તે વિકારની પર્યાયનો તે કાળે ધર્મ એટલે સ્વભાવ છે. તે કાંઈ નિમિત્તને-કર્મને લઈને થાય છે એમ નથી. કર્મ છે એ તો અજીવદ્રવ્ય છે. આખી વસ્તુ જ બીજી છે, તો પછી બીજી ચીજને લઈને શું બીજી ચીજ થાય? (ન થાય).
અહીં કહે છે-“સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવા માટે..” જોયું? વસ્તુ ભગવાન આત્મા છે અને તેનું વસ્તુત્વ કહેતાં સ્વરૂપ અતીન્દ્રિય આનંદ અને જ્ઞાન છે. તેનો અભ્યાસ એટલે વારંવાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #73
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૭ ]
[ પ૭ અનુભવ કરવા માટે જ્ઞાની આ સ્વ છે અને આ પર છે એવો ભેદ પરમાર્થ જાણીને સ્વમાં રહે છે અને પરથી વિરમે છે, અર્થાત્ જ્ઞાની રાગથી ખસે છે અને સ્વભાવમાં વસે છે.
એક તો આવું સાંભળવા મળે નહિ અને કદાચિત સાંભળવા મળે તો અજ્ઞાની વિરોધ કરે છે. પણ ભાઈ ! કોનો વિરોધ કરે છે ભગવાન! તું? તને ખબર નથી ભાઈ ! પણ વીતરાગ માર્ગ જ આવો છે; વસ્તુનું સ્વરૂપ જ આવું છે કે જ્યાં સ્વનું ગ્રહણ હોય છે. ત્યાં જ રાગનો-પરનો ત્યાગ હોય છે. તું વ્રતાદિને વ્યવહાર કહે છે પણ અજ્ઞાનીને કયાં વ્યવહાર હોય છે? એ તો સ્વરૂપના અનુભવનારા જ્ઞાનીને જે કિંચિત્ સહકારી વ્રતાદિનો રાગ હોય છે તેને વ્યવહાર કહીએ છીએ. વસ્તુ તો આ રીતે છે, પણ અજ્ઞાનીને તેની પકડમાં મોટો દષ્ટિ ફેર થઈ ગયો હોય છે. (તે વ્રતાદિને જ ધર્મ માને છે ).
અહાહા...! “સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે...' કેવું ટૂંકું અને ઊંચું પરમાર્થ સત્ય! જેમ સક્કરકંદ એકલી સાકરનો કંદ છે તેમ ભગવાન આત્મા પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ એકલા અતીન્દ્રિય આનંદનો કંદ છે. તેનું ગ્રહણ કરતાં તેમાંથી આનંદની અને શાંતિની પરિણતિ ઉત્પન્ન થાય છે; તે કાંઈ વ્યવહારરત્નત્રયના રાગને લઈને થાય છે એમ નથી; રાગનો તો એમાં (યથાસંભવ) ત્યાગ થઈ જાય છે. આવું સ્વરૂપ છે. ભાગ્ય હોય એના કાને પડે એવી વાત છે અને અંતરમાં જાગ્રત થઈ પુરુષાર્થ કરે એ તો ન્યાલ થઈ જાય એવી આ ચીજ છે. જ્યાં રાગથી ખસીને અંદર વળે કે તરત જ ધર્મ થાય છે. અહો ! સ્વરૂપ ગ્રહણનો આ અદ્દભુત અલૌકિક માર્ગ છે! પણ શું થાય? વર્તમાનમાં અજ્ઞાનીઓએ માર્ગને પીંખી નાખ્યો છે! અરે ! જે માર્ગ નથી તેને તેઓ માર્ગ કહે છે!
પ્રશ્ન- તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ આવે છે કે-ઉદય તીવ્ર હોય ત્યારે જીવ ધર્મ ન કરી શકે ને ઉદય મંદ હોય ત્યારે તેને અવકાશ છે?
ઉત્તર- હા, પણ એનો અર્થ શું? એનો અર્થ એ થયો કે જ્યારે જીવને તીવ્ર કષાયના પરિણામ થાય છે ત્યારે તો તેને ધર્મોપદેશ સાંભળવાની પણ લાયકાત હોતી નથી, પછી ધર્મ પામવાની તો વાત જ કયાં રહી ? અને જ્યારે મંદકષાય હોય ત્યારે પુરુષાર્થ કરે તો અવકાશ છે. પણ તેથી શું તે કર્મને (ઉદયને) લઈને છે? ના, એમ નથી. (એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે ).
ગાથા ૧૩ માં બે બોલ આવે છે ને? કે આસ્રવ થવા યોગ્ય અને આસ્રવ કરનારએ બન્ને આસ્રવ છે. ત્યાં પુણ્ય-પાપના ભાવપણે થવા યોગ્ય એ પોતાની પર્યાય છે અને તેમાં આસ્રવ કરનાર એટલે દ્રવ્યાન્સવનું-કર્મનું નિમિત્ત છે. આસ્રવ થવા યોગ્ય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #74
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પોતાની પર્યાય તો પોતાના (અશુદ્ધ) ઉપાદાનથી થઈ છે, અને એમાં દ્રવ્યાન્સવ-કર્મ નિમિત્ત માત્ર છે; ત્યાં એમ નથી કે કર્મનો ઉદય થયો માટે પર્યાયમાં આસવભાવ થયો છે, સમજાણું કાંઈ? (દ્રવ્યાસ્રવ જીવના ભાવાન્સવમાં નિમિત્ત છે, પણ તે જીવને ભાવાગ્નવ કરાવી દે છે એમ નથી).
પ્રશ્ન- પરંતુ કર્મના ઉદયના કારણે શુભભાવ આદિ આગ્નવભાવ થાય છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર- હા, પણ એ તો નિમિત્તની વિવક્ષાથી કથન છે. એ શુભભાવ તો જીવની પોતાની ભાવમંદ થવાની લાયકાત હતી તેથી થયો છે. તે તે કાળે એવી જ પર્યાયની પોતાની લાયકાત છે; તે તે કાળે શુભભાવના પકારકપણે થવું તે પર્યાયનો સ્વકાળ છે. અહીં કહે છે-જ્ઞાનીને તે હેયપણે વર્તે છે.
અહીં કહ્યું ને કે સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે જ્ઞાની સ્વપરને ભિન્ન જાણીને સ્વમાં રમે છે અને પરથી વિરમે છે. અહા! અસ્તિમાં સ્વને પકડવો અને રાગની નાસ્તિ-અભાવ કરવો, રાગની ઉપેક્ષા કરી તેના અભાવપણે વર્તવું –એ વિધિ છે. અજ્ઞાનીની વિધિ કરતાં આ તદ્દન જુદી જાતની વિધિ છે. ભગવાન! હજુ તને માર્ગની ખબર નથી ! દીપચંદજી “ભાવદીપિકા'માં લખી ગયા છે કે અત્યારે આગમ પ્રમાણે શ્રદ્ધાવાન કોઈને હું જોતો નથી અને સત્યને કહેનારો કોઈ વક્તા પણ દેખાતો નથી. વળી મોઢે કહીએ છીએ તે કોઈ માનતું નથી તેથી આ લખી જાઉં છું. જુઓ વર્તમાન મૂઢતા ! મોક્ષમાર્ગ પ્રકાશકમાં શ્રી ટોડરમલજી સાહેબે લખ્યું છે કે-જેમ વર્તમાનમાં હંસ દેખાતા નથી તેથી શું કાગડા આદિ અન્ય પક્ષીઓને હંસ મનાય? ન મનાય. તેમ વર્તમાન ક્ષેત્રમાં કોઈ સાધુ દેખાતા નથી તેથી શું વેશધારીઓમાં મુનિપણું માની લેવાય? ન માની લેવાય. જેમ હંસને સર્વકાળે લક્ષણ વડે જ માનીએ તેમ સાધુને પણ સર્વત્ર લક્ષણ વડે જ માનવા યોગ્ય છે. સાધુના જે લક્ષણ છે તેના વડે જોશો તો સાધુપણું યથાર્થ જણાશે.
પ્રશ્ન- રાગનો ત્યાગ જ્ઞાનીને છે, પરંતુ કર્મમાં ઉદય મંદ થયો છે માટે રાગનો ત્યાગ તેને થાય છે ને?
ઉત્તર:- એમ નથી, ભાઈ ! કર્મમાં તો ઉદય ગમે તેવો હો, પણ સ્વરૂપનું ગ્રહણ થતાં રાગનો ત્યાગ થાય છે. ભાઈ ! આ તો અધ્યાત્મના શબ્દો છે. ત્રણલોકના નાથને હલાવી નાખ્યો છે! કહે છે–જાગ રે જાગ નાથ ! અનંતકાળ ઘણા ઘેનમાં ગાળ્યો છે. હવે નિંદર પાલવે નહિ, હવે ભગવાનને-નિજસ્વરૂપને ગ્રહણ કર. સ્વરૂપને ગ્રહણ કર એટલે કે પોતે શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પરમાત્મસ્વરૂપ છે તેનો આશ્રય કર અને રાગનો આશ્રય છોડી દે, રાગનો અભાવ કર. આ પ્રમાણે રાગનો ત્યાગ તે ત્યાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #75
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૭ ]
[ ૫૯ છે, બાકી બહારના ભાગ તો પ્રભુ! દ્રવ્યલિંગ ધારી-ધારીને અનંતવાર કર્યા છે. પણ તેથી શું? ભાવલિંગ વિના બધું ફોગટ છે.
ભાવપાહુડમાં આવે છે કે “ભાવહિ જિનભાવના જીવ' હે જીવ! જિનભાવના ભાવ. જિનભાવના કહો કે સમ્યગ્દષ્ટિની ભાવના કહો કે વીતરાગપણાની ભાવના કહો-એ બધું એક જ છે. એના વિના દ્રવ્યલિંગ અનંતવાર ધારણ કર્યા છે. તે એટલી વાર ધારણ કર્યા છે કે દ્રવ્યલિંગ ધારીને પછી મરીને અનંતા જન્મ-મરણ એક એક ક્ષેત્રે કર્યા છે. દ્રવ્યલિંગ ધારીને જે લોંચ કર્યા તેના એક એક વાળને એકઠો કરીએ તો અનંતા મેરુ પર્વત ઊભા થઈ જાય એટલી વાર દ્રવ્યલિંગ ધારણ કર્યા છે. પણ ભાઈ ! ભાવલિંગ વિના દ્રવ્યલિંગ સાચું હોઈ શકતું નથી-એમ ત્યાં કહેવું છે. જેને ભાવલિંગ અર્થાત્ સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્ર પ્રગટયું છે તેને દ્રવ્યલિંગ-પંચમહાવ્રતનો વિકલ્પ અને નમ્રતા આદિ જ હોય છે. પરંતુ ભાવલિંગ વિના બહારથી દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય તેને વાસ્તવિક દ્રવ્યલિંગ વ્યવહારે પણ કહી શકાતું નથી.
ભગવાન આત્મા સદાય શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ છે. તે સ્વરૂપની ઉપાદેયબુદ્ધિ અને રાગમાં ત્યાગબુદ્ધિ વડે, કહે છે, પોતાના વસ્તુત્વનો અભ્યાસ કરવો. શું કહ્યું એ? કે આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ પોતે અખંડ એકરૂપ વસ્તુ છે અને તેનું “પણું” એટલે જ્ઞાન, આનંદ, શાંતિ, વીતરાગતા તેનો ભાવ છે. તેનો અભ્યાસ કરવો એટલે વારંવાર તેનો અનુભવ કરવો. આવો અનુભવ કરવા માટે આ એક જ્ઞાનાનંદસ્વરૂપ તે હું સ્વ છું અને રાગાદિભાવ સર્વ પર છે એવો ભેદ પરમાર્થે જાણીને જ્ઞાની સ્વમાં રહે છે અને પરથી – રાગથી વિરમે છે. “પરમાર્થે જાણીને” એમ કહ્યું છે ને? મતલબ કે રાગાદિ પરથી ભિન્ન પડીને અંતરમાં જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન જ્ઞાયકનો, જેમાં આનંદનું વદન પ્રગટ થયું છે તેવો અનુભવ કરીને જ્ઞાની સ્વમાં રમે છે અને પરથી સર્વ પ્રકારે વિરમે છે; વ્યવહારના રાગથી પણ તે સર્વ પ્રકારે વિરમે છે.
જ્ઞાની પરથી ભેદ પાડીને સ્વમાં સ્થિર થાય છે તે રાગને કારણે થાય છે એમ નથી, પણ રાગનો ભેદ કરવાથી સ્વમાં સ્થિર થાય છે, તેથી તો કહ્યું કે પરથી-રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે. અહાહા..! શ્લોક તો જુઓ ! શું એની ગંભીરતા છે! જ્ઞાની સ્વમાં રહે છે અને પરથી-રાગના યોગથી સર્વ પ્રકારે વિરમે છે-આ જ્ઞાન-વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ. જ્ઞાન-વૈરાગ્યની કોઈ અચિંત્ય શક્તિ છે જે વડે જ્ઞાની સ્વમાં રહે છે અને રાગથી નિવર્તે છે–ખસે છે. સ્વમાં વસવું અને પરથી–રાગથી ખસવું-એ જ્ઞાન-વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહિ. અહાહા..! બહુ ટૂંકી પણ આ મૂળ મુદ્દાની રકમની વાત છે. [ પ્રવચન નં. ૨૬૭ (શેષ), ર૬૮ * દિનાંક ૨૦-૧૨-૭૬ અને ૨૧-૧૨-૭૬ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #76
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯૮
सम्यग्दृष्टि: सामान्येन स्वपरावेवं तावज्जानाति
उदयविवागो विविहो कम्माणं वण्णिदो जिणवरेहिं। ण दु ते मज्झ सहावा जाणगभावो दु अहमेक्को।। १९८ ।।
उदयविपाको विविधः कर्मणां वर्णितो जिनवरैः। न तु ते मम स्वभावाः ज्ञायकभावस्त्वहमेकः।। १९८ ।।
હવે પ્રથમ, સમ્યગ્દષ્ટિ સામાન્યપણે અને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ ગાથામાં કહે છે:
કર્મો તણો જે વિવિધ ઉદયવિપાક જિનવ૨ વર્ણવ્યો,
તે મુજ સ્વભાવો છે નહિ, હું એક જ્ઞાયકભાવ છું. ૧૯૮. ગાથાર્થ:- [ fi] કર્મોના [૩યવિપાવ:] ઉદયનો વિપાક (ફળ) [fનનવરે. ] જિનવરોએ [ વિવિધ:] અનેક પ્રકારનો [ વર્ણિત:] વર્ણવ્યો છે [તે] તે [મમ સ્વભાવ:] મારા સ્વભાવો [તુ] નથી; [ ગમ્ તુ] હું તો [:] એક [ જ્ઞાયમાવ:] જ્ઞાયકભાવ છું.
ટીકા:-જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.
ભાવાર્થ-આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.
*
સમયસાર ગાથા ૧૯૮: મથાળું હવે પ્રથમ, સમ્યગ્દષ્ટિ સામાન્યપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ ગાથામાં કહે છે:
* ગાથા ૧૯૮: ટીકા ઉપરનું પ્રવચન * જે કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #77
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૧
સમયસાર ગાથા-૧૯૮ ]
જુઓ! સ્વભાવથી ઉત્પન્ન થયેલા નથી એટલે તે ભાવો દ્રવ્યકર્મના વિપાકથી થયા છે એમ કહ્યું છે, બાકી તો તે ભાવો પોતામાં પોતાના કારણે ઉત્પન્ન થયેલા છે.
ગાથામાં તો કર્મના ઉદયના વિપાકથી થયા લખ્યું છે; તો શું એનો અર્થ આવો છે?
હા, ભાઈ ! તેનો અર્થ આવો છે. કર્મનો ઉદય થયો જ્યારે કહેવાય? કે જ્યારે જીવ વિકારપણે થાય ત્યારે તેને કર્મનો ઉદય થયો એમ કહેવામાં આવે છે. એ તો પહેલાં આવી ગયું છે કે-કર્મનો ઉદય આવ્યો હોય છતાં વિકારપણે ન પરિણમે તો તે ઉદય ખરી જાય છે. જ્ઞાનીને જેવી રીતે ઉદય ખરી જાય છે તેવી રીતે અજ્ઞાનીને પણ જે ઉદય હોય છે તે ખરી જાય છે, પણ અજ્ઞાની ઉદયકાળે રાગનો સ્વામી થઈને રાગને કરે છે માટે તેને નવો બંધ કરીને ઉદય ખરી જાય છે. આવી વાત ખાસ નિવૃત્તિ લઈને સમજવી જોઈએ.
કહે છે-કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા અનેક પ્રકારના ભાવો છે તે મારા સ્વભાવો નથી. જુઓ, કર્મનો ઉદય તો નિમિત્ત માત્ર છે, પણ નિમિત્ત વખતે જીવ પોતે તે ભાવરૂપે પરિણમ્યો છે માટે ઉદયના વિપાકથી ભાવો ઉત્પન્ન થયા છે એમ કહ્યું છે. અર્થાત્ રાગ આત્માના આનંદનો વિપાક-આનંદનું ફળ નથી તેથી જે રાગ છે તે કર્મના વિપાકનું ફળ છે એમ કહ્યું છે.
પ્રશ્ન- તમે તો આમાં જે લખ્યું છે એનાથી બીજો અર્થ કરો છો.
સમાધાન - ભાઈ ! તેનો અર્થ જ આ છે. અહા ! ધર્મી એમ જાણે છે કે કર્મના નિમિત્તથી થયેલા ભાવો મારા સ્વભાવો નથી. “નિમિત્તથી થયેલા’-એનો અર્થ એ છે કે તેના ઉપર લક્ષ કરવાથી, તેને આધીન થઈને પરિણમવાથી જે પર્યાયની પરિણતિ થાય છે તેને નિમિત્તથી થઈ–એમ કહેવાય છે. બાકી તો તે પર્યાય પોતાનામાં પોતાથી થઈ છે. છતાં તે નિજ સ્વભાવ નથી.
અહાહા...! પોતાની ચીજ એક આનંદના સ્વભાવનું નિધાન પ્રભુ છે. તેને જાણનાર-અનુભવનાર ધર્મી જીવને જરા કર્મના નિમિત્તમાં જોડાતાં તેને વશ થતાં-જે વિકાર થાય છે તે કર્મનો પાક છે, પરંતુ આત્માનો પાક નથી. અનેક પ્રકારના ભાવો એટલે કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે ભાવો છે તે મારા સ્વભાવો નથી કેમકે “હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું—આમ જ્ઞાની જાણે છે. હું તો પ્રત્યક્ષ અનુભવગમ્ય છું, અર્થાત્ મારી વર્તમાન જ્ઞાનપર્યાય પરની અપેક્ષા વિના પોતાને પ્રત્યક્ષ અનુભવે તે હું છું. અહાહા...! મારા પ્રત્યક્ષ અનુભવમાં જે આવે તે હું છું. (પ્રવચનસારમાં) અલિંગગ્રહણના છઠ્ઠી બોલમાં આવે છે કે-પોતાના સ્વભાવ વડ જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતા હું છું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #78
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહાહા...! આત્મા પોતાના સ્વભાવથી જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા છે. અહીં ‘આ' શબ્દ
પડયો છે ને? હું તો ‘આ ’... આટલામાંથી ‘પ્રત્યક્ષ અનુભવગોચર ’ છું–એમ કાઢયું છે. હું તો આ-આનંદસ્વરૂપ ભગવાન આત્મા-પ્રત્યક્ષ અનુભવગમ્ય અર્થાત્ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય એવો છું.
અહાહા...! ધર્માત્મા એમ જાણે છે કે-હું તો આ-પ્રત્યક્ષ અનુભવગોચર ટંકોત્કીર્ણ એક શાયભાવ છું. અનાદિથી અકૃત્રિમ અણઘડેલો ઘાટ એવો શાશ્વત ધ્રુવ એક ચૈતન્યબિંબમાત્ર ભગવાન છું એમ ધર્મી જાણે છે. પોતે કોણ એની-પોતાના ઘરનીખબર ન મળે અને માંડે આખી દુનિયાની! ભાઈ! એ તો જીવન હારી જવાનું છે. અહીં તો કહે છે-હું ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું-એમ જ્ઞાની જાણે-અનુભવે છે. છઠ્ઠી ગાથામાં આવ્યું ને કે
66
भावो ।
22
' ण वि होदि अप्पमत्तो ण पमत्तो जाणगो दु जो एवं भणंति सुद्धं णादो जो सो दु सो चेव ।। અહાહા...! જાણનારને જાણ્યો ત્યાં જણાયું કે−હું એક શુદ્ધ જ્ઞાયકભાવમાત્ર વસ્તુ
* ગાથા ૧૯૮ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘આ પ્રમાણે સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને સમ્યગ્દષ્ટિ પર જાણે છે અને પોતાને એક જ્ઞાયકસ્વભાવ જ જાણે છે.'
ભાષા જોઈ! ‘સમસ્ત કર્મજન્ય ભાવોને '–એમ લીધું છે. કર્મજન્ય ભાવ એટલે પુણ્ય ને પાપના ભાવ; તે ભાવો સ્વભાવ નથી તેથી તે ભાવોને કર્મજન્ય કહ્યા છે; પરંતુ તેથી તે કર્મથી થયા છે એમ નથી. વિકાર થયો છે તો પોતાના ષટ્કારકના પરિણમનથી. પરંતુ તે વિકાર આત્મજન્ય નથી તેથી તેને કર્મજન્ય કહેવામાં આવ્યો છે.
ત્યાં પંચાસ્તિકાયમાં (ગાથા ૬૨માં) અસ્તિકાય સિદ્ધ કરવું છે. તેથી ત્યાં કહ્યું કેવિકાર-મિથ્યાત્વ, રાગ-દ્વેષ, વિષયવાસનાનો ભાવ ઇત્યાદિ-જે છે તે પર્યાયના ષટ્કારકનું સ્વતંત્ર પરિણમન છે, તેને પકારકોની અપેક્ષા નથી, તેમ જ તેને સ્વદ્રવ્યગુણની પણ અપેક્ષા નથી. પર્યાયમાં એટલું વિકારનું અસ્તિત્વ છે એમ ત્યાં અસ્તિકાય સિદ્ધ કર્યું છે. પણ જ્યારે સ્વભાવ સિદ્ધ કરવો હોય અને સ્વભાવનું આલંબન કરાવવું હોય ત્યારે તેનો નિષેધ કરીને કહ્યું કે–તે ભાવો મારા સ્વભાવો નથી, તેઓ ૫૨ના નિમિત્તે ઉત્પન્ન થયેલા છે તેથી ૫૨ના છે, કર્મજન્ય છે. સમજાણું કાંઈ... !
પણ આવું બધું ( અનેક અપેક્ષા) યાદ શી રીતે રહે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #79
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૬૩
સમયસાર ગાથા-૧૯૮ ]
યાદ કેમ ન રહે? ભગવાન ! તું જ્ઞાનસ્વરૂપ આત્મા છો કે નહિ ? આ તો બહુ ટૂંકુ છે કે સમ્યગ્દષ્ટિ ધર્મી જીવ સામાન્યપણે સમસ્ત કર્મજન્ય ભાવોને પર જાણે છે ને પોતાને એક જ્ઞાયકભાવ જ જાણે છે. અહાહા....! જ્ઞાનીને જે વ્રત, તપ, દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો રાગ આવે છે તેને તે પોતાના સ્વરૂપથી બહાર પર જાણે છે; પોતે તો એક જ્ઞાયકસ્વરૂપ જ છે-બસ એમ જ અનુભવે છે. વ્રતાદિના ભાવ તે ધર્મનું કે ધર્મીનું સ્વરૂપ જ નથી.
[ પ્રવચન નં. ૨૬૮ (ચાલુ) * દિનાંક ૨૧-૧૨-૭૬ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #80
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯૯ सम्यग्दृष्टिविशेषेण तु स्वपरावेवं जानातिपोग्गलकम्मं रागो तस्स विवागोदओ हवदि एसो। ण दु एस मज्झ भावो जाणगभावो हु अहमेक्को।। १९९।।
पुद्गलकर्म रागस्तस्य विपाकोदयो भवति एषः। न त्वेष मम भावो ज्ञायकभावः खल्वहमेकः।। १९९।।
હવે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે-એમ કહે છે:
પુદ્ગલકરમરૂપ રાગનો જ વિપાકરૂપ છે ઉદય આ,
આ છે નહિ મુજ ભાવ, નિશ્ચય એક જ્ઞાયકભાવ છું. ૧૯૯. ગાથાર્થ- [૨T:] રાગ [પુનિ] પુદ્ગલકર્મ છે, [ તસ્ય] તેનો [ વિપાવો: ] વિપાકરૂપ ઉદય [gS: મવતિ] આ છે, [gs: ] આ [મમ ભાવ:] મારો ભાવ [ન તુ] નથી; [ગદમ્] હું તો [ar] નિશ્ચયથી [ :] એક [ જ્ઞાયમાવ:] ગાયકભાવ છે.
ટીકાઃ-ખરેખર રાગ નામનું પુદગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી; હું તો આ (પ્રત્યક્ષ અનુભવગોચર) ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું. (આ રીતે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને જાણે છે).
વળી આ જ પ્રમાણે “રાગ' પદ બદલીને તેની જગ્યાએ દુષ, મોહ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાયા, શ્રોત્ર, ચક્ષુ, પ્રાણ, રસન અને સ્પર્શન-એ શબ્દો મૂકી સોળ સૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં (-કહેવાં) અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
સમયસાર ગાથા ૧૯૯: મથાળું હવે સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને અને પરને આ પ્રમાણે જાણે છે એમ કહે છે:
* ગાથા ૧૯૯: ટીકા ઉપરનું પ્રવચન * ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, મારો સ્વભાવ નથી...'
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #81
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૯ ]
[ ૬૫
'
હવે આટલાં આટલાં લખાણ આવે છતાં ‘કર્મથી રાગ ન થાય' એમ કહીએ એટલે લોકોને આકરું જ લાગે ને? પણ ભાઈ! કઈ અપેક્ષાએ આ કહ્યું છે? વિકાર થયો છે તો પોતાના ઊંધા પુરુષાર્થથી; પણ તે સ્વભાવના આશ્રયે થતો નથી અને સ્વભાવ બંધસ્વરૂપ નથી તેથી નિમિત્તને આશ્રયે થયેલો વિકાર નિમિત્તનો છે એમ કહ્યું છે. ‘ખરેખર’ શબ્દ છે ને? પાઠ છે, જુઓ-‘પોવનમાંં રાો'-ખરેખર રાગ નામનું પુદ્દગલકર્મ છે અને તે કર્મનો વિપાક તે રાગ છે, પણ આત્માનો વિપાક તે રાગ છે એમ નથી.
અહાહા...! રાગ થયો છે તો પોતાની નબળાઈને લીધે પોતાની પર્યાયમાં પોતાના ષટ્કારકના પરિણમનથી. પરંતુ આ નિર્જરા અધિકાર છે ને? દષ્ટિ અને દૃષ્ટિના વિષયમાં રાગ નથી અને રાગથી આત્મા જણાતો નથી. તે કારણે રાગને ૫૨ તરીકે કર્મજન્ય કહીને કાઢી નાખવા માગે છે. તેથી કહ્યું કે રાગ મારો સ્વભાવ નથી, શુદ્ધ ચૈતન્યનો ભાવ નથી.
‘હું તો આ ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું'-એમ જ્ઞાની જાણે છે. ‘ આ ’–એટલે પ્રત્યક્ષ અનુભવગોચર સ્વસંવેદનમાં જણાય એવો હું ત્રિકાળ શાશ્વત ચૈતન્યમાત્ર આત્મા છું, આ રાગાદિભાવ તે હું નથી એમ સમ્યગ્દષ્ટિ વિશેષપણે સ્વને તથા ૫૨ને (ભિન્ન) જાણે છે.
જુઓ, કોઈ સ્વચ્છંદીને એમ થાય કે-રાગ કર્મજન્ય-પુદ્દગલજન્ય છે; માટે રાગ હો તો હો, તેથી મને શું નુકશાન છે? તો એના માટે પહેલેથી એ વાત સિદ્ધ કરી છે કેભાઈ! રાગ-દ્વેષ વિષયવાસના આદિ તારી પર્યાયમાં તારાથી થાય છે અને તે તારો જ અપરાધ છે. ( એમાં કર્મનો કાંઈ દોષ નથી ). તથા કોઈ રાગાદિને પોતાનો સ્વભાવ માની રાગમાં જ સંતુષ્ટ રહે છે, સ્વરૂપમાં જતો નથી તેને કહ્યું કે-ભાઈ! રાગ તારો સ્વભાવ નથી, પણ તે પરિનિમત્તે થતો પરભાવ હોવાથી પુદ્ગલજન્ય ભાવ છે; સ્વરૂપમાં ઉદ્યમી થયો છે એવો જ્ઞાની તેને કર્મજન્ય-પુદ્ગલજન્ય ભાવ જાણે છે કેમકે તે સ્વભાવ નથી. ગાથા ૭૫-૭૬માં એ જ કહ્યું છે કે-પુદ્દગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્દગલપરિણામનો એટલે કે રાગાદિભાવનો કર્તા છે અને પુદ્ગલપરિણામ અર્થાત્ રાગાદિભાવ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતુ હોવાથી વ્યાપ્યરૂપ કર્મ છે. આ પ્રમાણે રાગને કર્મજન્ય કહીને તેનો સ્વભાવ અને સ્વભાવની દૃષ્ટિમાં નિષેધ કર્યો છે અને સ્વરૂપનું આલંબન કરાવ્યું છે. સમજાણું કાંઈ..? ‘ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશક'માં પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ બહુ સુંદર સ્પષ્ટીકરણ કર્યું છે કે
.
“શ્રીગુરુ રાગાદિક છોડાવવા ઇચ્છે છે. હવે જે રાગાદિકને ૫૨ના માની સ્વચ્છંદી બની નિરુધમી થાય, તેને તો ઉપાદાનકારણની મુખ્યતાથી ‘રાગાદિક આત્માના છે' એવું શ્રદ્ધાન કરાવ્યું; તથા જે રાગાદિકને પોતાનો સ્વભાવ માની તેના નાશનો ઉદ્યમ કરતો નથી, તેને નિમિત્તકા૨ણની મુખ્યતાથી ‘રાગાદિક પરભાવ છે' એવું શ્રદ્ધાન કરાવ્યું.
-
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #82
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
વચન રત્નાકર ભાગ-૭ અહીં કહ્યું કે ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. ગાથા ૭૫ માં પણ એ જ કહ્યું છે કે રાગ-દ્વેષ, પુણ્યપાપના અંતરંગમાં જે ભાવ થાય છે તે પુદ્ગલપરિણામ-પુગલનું કાર્ય છે. આ કઈ અપેક્ષાએ વાત છે? કે રાગાદિ જીવનો સ્વભાવ નથી, સ્વભાવથી તે ચીજ ભિન્ન છે એમ બતાવવા તેને પુદગલનું કર્મજન્ય પરિણામ છે એમ કહ્યું છે. જ્યારે વાસ્તવિક પર્યાયની સ્થિતિનું સ્વરૂપ કહે ત્યારે રાગદ્વેષ આદિ જેટલો વિકાર થાય છે તે, પકારકરૂપ પરિણમન જીવથી જીવનું જીવમાં છે. આમ બેય રીતે શાસ્ત્રમાં કથન આવે છે તેને જે તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ.
આ નિર્જરા અધિકાર છે. ધર્મી જીવની દષ્ટિ ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાત્ર નિજવસ્તુ ઉપર હોય છે. તેથી તે સ્વભાવદષ્ટિવંતને, જે રાગાદિ ભાવ થાય છે તેનું તેને સ્વામીપણું નહિ હોવાથી, તે ભાવ ખરી જાય છે, નિર્જરી જાય છે. જ્ઞાનીને તો નિર્જરા જ છે ને ? કારણ કે તે રાગાદિ ભાવનો સ્વામી નહિ હોતો થકો તેને પુદ્ગલના કાર્યપણે જાણે છે, અને સ્વભાવના આશ્રયે રાગાદિથી નિવર્તે છે.
પ્રશ્ન- આમાં કેટકેટલી અપેક્ષાઓ બધી યાદ રાખવી? આપ સવારે પ્રવચનમાં કહો કે રાગ-વિકાર તારાથી થાય છે, તારો છે; વળી બપોરના પ્રવચનમાં કહો કે રાગાદિ પુદ્ગલનું કાર્ય છે, તારું નહિ. તો આમાં અમારે સમજવું શું?
સમાધાનઃ- ભાઈ ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. જુઓ, રાગ ખરેખર તો એક સમયની જીવની પર્યાયમાં પોતાથી સ્વતંત્ર થાય છે. પોતાનો તે દોષ છે. પણ તે દોષ છે, સ્વભાવ નથી-એમ બતાવવા સ્વભાવની દષ્ટિ કરાવવા તે પુદ્ગલનો છે એમ કહ્યું છે. જેને સ્વભાવની દષ્ટિ થઈ છે તે ધર્માત્મા રાગને પોતાનાથી ભિન્ન પુદગલનું કાર્ય માનીને સ્વભાવના અવલંબને છોડી દે છે.
પ્રશ્ન-નિમિત્તથી (વિકાર) થાય એટલે શું?
સમાધાન- નિમિત્તથી થાય એટલે નિમિત્તના લક્ષે પોતાથી પોતાનામાં થાય. પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં તો ચોખ્ખું કહ્યું છે કે જે રાગ-દ્વેષ-મોહના વિકારી ભાવ થાય છે તે એક સમયની પર્યાયમાં ષકારકનું સ્વતંત્ર પરિણમન છે. તે તે પર્યાય તે રાગને કરે છે, તે તે પર્યાયનું રાગ કર્મ છે, તે પર્યાય રાગનું સાધન છે, તે પર્યાય રાગરૂપ થઈને રાગને લે છે અર્થાત્ રાખે છે, તે પર્યાયથી રાગ થાય છે અને તે પર્યાયના આધારે રાગ થાય છે. ત્યાં પંચાસ્તિકાયમાં રાગ-વિકારની અવસ્થા જીવની (પર્યાયની ) સત્તામાં જીવને લઈને થાય છે તેમ સિદ્ધ કરવું છે. રાગ પોતાની પર્યાયમાં થયેલો પોતાનો છે એમ ત્યાં કહેવું છે. વળી જેમ રાગની પર્યાય નિરપેક્ષ છે તેમ વીતરાગી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #83
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૯ ]
[ ૬૭ પર્યાય પણ નિરપેક્ષ છે. નિર્મળ સમ્યગ્દર્શનની પર્યાય પણ પોતાના પકારકથી પોતાથી પરિણમી છે. તે કર્મના અભાવને લઈને થઈ છે એમ નથી તથા દ્રવ્ય-ગુણના કારણે થઈ છે એમ પણ નથી. પર્યાય રાગની હો કે વીતરાગી હો–બન્ને નિરપેક્ષ છે. પરંતુ રાગ સ્વભાવમાં નથી અને સ્વભાવનું કાર્ય પણ નથી; તેથી પુદ્ગલના લક્ષે થતો રોગ પુદ્ગલનું કાર્ય છે એમ કહી તેનો ત્યાગ કરાવે છે. સમજાણું કાંઈ....?
આપ આવો અર્થ કેમ કરો છો? ભાઈ ! તેનો અર્થ જ આવો છે ત્યાં બીજું શું કરીએ?
જુઓ, અહીં અને ૭૫ મી ગાથામાં રાગને પુદ્ગલપરિણામ કહ્યા છે. તેથી કરીને રાગ કર્મને લઈને થાય છે એમ જો કોઈ માને તો તે મૂઢ મિથ્યાદષ્ટિ છે. ભાઈ ! પુદ્ગલકર્મ તો જડ પદ્રવ્ય છે. તેનાથી જીવમાં વિકાર કેમ થાય? ન જ થાય. પણ જડના નિમિત્તે થતો રાગ સ્વભાવમાં નથી માટે સ્વભાવદષ્ટિવંત પુરુષ તેને પુદ્ગલનું કાર્ય જાણી કાઢી નાખે છે, છોડી દે છે. ધર્મીની દષ્ટિ નિરંતર સ્વભાવ ઉપર છે. સ્વભાવમાં અને સ્વભાવની દૃષ્ટિમાં રાગ-વિકાર નથી. તેથી દષ્ટિવંત પુરુષ રાગને પોતાથી પૃથક જાણી તેને પુદ્ગલનું કાર્ય ગણી છોડી દે છે. બિચારાને બાયડી-છોકરાં પંપાળવાની અને રળવાકમાવાની પાપની પ્રવૃત્તિ આડે વિચારવાની કયાં ફુરસદ છે? અને કદાચિત્ ફુરસદ મળે તોય આવી અનેક અપેક્ષાઓમાં મુંઝાઈ જાય પણ યથાર્થ સમજણ કરે નહિ. શું થાય? માર્ગ તો જેમ છે તેમ સમજવો જ પડશે.
અહીં કહે છે-કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે.
જોયું? કર્મના ઉદયથી રાગરૂપ ભાવ થયો છે એમ કહે છે. એમ કેમ કહ્યું? તો આ નિર્જરા અધિકારમાં સમકિતીની વાત છે ને? સમકિતીની દષ્ટિ શુદ્ધ જ્ઞાયકસ્વભાવ પર છે; અને સ્વભાવમાં કયાં રાગ છે? રાગ તો કૃત્રિમ પર્યાય છે, જ્યારે સ્વભાવ ત્રિકાળ શુદ્ધ આનંદસ્વરૂપ છે. માટે દૃષ્ટિમાં રાગને કર્મનું સ્વરૂપ ઠરાવીને જીવને તેનાથી છોડાવ્યો છે. ગાથા ૭૬માં પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વત્યં- એમ લીધું છે. ત્યાં પ્રાપ્ય જે વિકારી ભાવ પ્રાપ્ત થવા યોગ્ય છે તેને પુદ્ગલ પહોંચી વળે છે એમ લીધું છે. ત્યાં પણ આ જ અપેક્ષા સમજવી.
પ્રશ્ન:- તો રાગ કોનો છે? જીવનો કે પુગલનો? અહીંયા અને ૭૫મી ગાથામાં રાગ પુલકર્મનો કહ્યો અને પંચાસ્તિકાયમાં રાગ પોતાની પર્યાયમાં પોતાથી થયેલો પોતાનો જીવનો કહ્યો છે, નિમિત્તથી થયેલો નહિ.
સમાધાન:-પંચાસ્તિકાયમાં રાગને પોતાનો કહ્યો છે કેમકે રાગ જીવની પર્યાયમાં થાય છે અને તે પર્યાયના અસ્તિપણે એક સમયનું સત્ છે. તેને પર નિમિત્ત કેવી રીતે કરી શકે ? ન કરી શકે ? ભાઈ ! પર્યાયમાં જે વિકાર થાય છે એ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #84
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પોતાનો અપરાધ છે. વિકારની પર્યાય જ વિકારને કરે છે, તે નથી કર્મથી થયો કે નથી દ્રવ્ય-ગુણથી થયો. માટે વિકાર થાય છે એમાં કર્મનું તો કાંઈ કાર્ય નથી.
પણ એ તો અભિન્નની (અભિન્ન કારકોની ) વાત છે?
હા, પણ અભિન્ન એટલે શું? પોતાથી વિકાર થયો છે એનું જ નામ અભિન્ન છે; તે કાંઈ ભિન્ન વસ્તુથી (કર્મથી) થયો છે એમ છે નહિ. જ્યારે અહીં અપેક્ષા બીજી છે. અહીં તો પર્યાયમાં જે વિકાર થાય છે તે ચિદાનંદઘનસ્વરૂપ ભગવાન આત્માનો સ્વભાવ નથી. ત્રિકાળી ચીજ જે સચ્ચિદાનંદમય અનાકુળ આનંદસ્વરૂપ, અકષાયસ્વરૂપ પ્રભુ આત્મા છે તેમાં રાગ નથી. તેની દષ્ટિમાં રાગ પૃથક રહી જાય છે તેથી તેને પુદ્ગલનું કાર્ય ગણી તેના ઉપરની દૃષ્ટિ છોડાવી છે અને સ્વભાવની દૃષ્ટિ કરાવી છે.
અહાહા...! ભાષા તો જાઓ! “તેના ઉદયના વિપાકથી'. કોના વિપાકથી? કે પુદ્ગલકર્મ જે જડ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. તે (રાગ) સ્વભાવ નથી તે બતાવવા આમ કહ્યું છે. એક સમયની વિકૃત અવસ્થા સ્વભાવ કેમ હોય? જોકે પર્યાયબુદ્ધિવાળાને રાગ પોતાનો સ્વભાવ ભાસે છે. પરંતુ અહીં તો પર્યાયબુદ્ધિને ઉડાવી દીધી છે ને? (કેમકે આ તો નિર્જરાવાળાની વાત છે). તેથી પર્યાયબુદ્ધિ ઉડાવીને કહ્યું છે કે-રાગ દ્રવ્યમાં નથી. અહાહા..! જ્યાં દષ્ટિ થંભી છે ત્યાંવસ્તુ અને વસ્તુની શક્તિ-ગુણોમાં રાગ છે જ નહિ. તેથી રાગને પુગલનો કહ્યો છે. ભાઈ ! આ કોઈને ન બેસે વા વિપરીત બેસે તોપણ તેની સાથે કોઈ વિરોધ ન હોય. અમને તો “સત્વેષુ મૈત્રી” છે. અહાહા.! બધા જ ભગવાન આત્મા છે. માટે કોઈના પ્રતિ વિરોધ કરવાનો ન હોય.
જે પુણ્યભાવ-શુભભાવ છે તે પણ રાગ છે. પાપભાવ તો રાગ છે જ, એમાં નવું શું છે? પણ જે પુણ્યભાવ છે તે પણ રાગ છે. તેને જ્ઞાની પુરુષો ય જાણીને છોડી દે છે. જાઓ, માણસ જે વિષ્ટા કરે છે તેને ભૂંડ રુચિપૂર્વક ખાય છે. અરે! જેની સામું પણ માણસ તાકે નહિ તેને ભૂંડ ખાય છે! તેમ જ્ઞાનીઓ જે રાગને ય જાણી છોડી દે છે તેને અજ્ઞાનીઓ પોતાના માની તેના કર્તા થાય છે. ભારે વિચિત્ર વાત! આવો જ્ઞાની અને અજ્ઞાનીના અંતરમાં આસમાન જમીનનો ફેર છે. જુઓને ! અહીં કહે છે-કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે, (તે) મારો સ્વભાવ નથી-એમ જ્ઞાની જાણે છે. અહાહા..! ચિદાનંદ, નિત્યાનંદ પ્રભુ આત્માનો રાગ સ્વભાવ કેવો? માટે આ અપેક્ષાએ જ્ઞાની રાગને કર્મનું કાર્ય જાણે છે.
પરંતુ કોઈ સ્વયં કર્તા થઈને રાગ કરે અને નાખી દે કર્મને માથે તો તેને કહે છે કે-ઊભો રહે, વિકાર તારાથી તું કરો છો તો ઊભો થાય છે. તે તારો જ દોષ છે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #85
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૯ ]
[ ૬૯ કર્મ કાંઈ વિકારને કરતું નથી, કર્મ તો તેને અડતું નથી. ત્રીજી ગાથામાં ન આવ્યું? કે દરેક દ્રવ્ય પોતાના ગુણ-પર્યાયને ચુંબે છે તોપણ પરદ્રવ્યને ચુંબતું નથી. આ શું કહ્યું? કે કર્મનો ઉદય રાગને કે જીવને ચુંબતો નથી, અને રાગ કર્મના ઉદયને ચુંબતો નથી.
તો રાગને પરનો (કર્મનો) કેમ કહ્યો?
કારણ કે રાગ જીવનો સ્વભાવ નથી. આનંદનો નાથ પ્રભુ આત્માનો ત્રિકાળ જ્ઞાતા-દષ્ટા સ્વભાવ છે. તેની અનંતી નિર્મળ શક્તિઓમાં રાગને કરે એવી કોઈ શક્તિ – સ્વભાવ નથી. તેથી પર્યાયમાં જે રાગ થાય છે તે પર નિમિત્તના સંગે થાય છે તો પરનો છે એમ જાણી જ્ઞાની તેનાથી વિમુખ થાય છે. ભાઈ ! આવું મનુષ્યપણું મળ્યું ને એમાં આવી સત્ય તત્ત્વની વાત ન સમજાય તો અરેરે! હવે અવતાર કયાં થશે? બાપુ! ભવસમુદ્ર અનંત છે. આ સમજ્યા વિના તું એમાં ડૂબીશ, અને તો પછી અનંતકાળે પણ અવસર નહિ મળે, સમજાણું કાંઈ....?
જ્ઞાની કહે છે કે હું તો એક જ્ઞાયકસ્વભાવી છું. મારા સ્વભાવમાં રાગ નથી. અને રાગને કરે એવો કોઈ ગુણ-સ્વભાવ મારામાં નથી. જો વિકારને કરે એવો કોઈ ગુણ મારામાં હોય તો સદાય વિકાર થયા જ કરે, કર્યા જ કરે, અને તો વિકાર કદીય ટળે નહિ ઝીણી વાત છે પ્રભુ! રાગ જો સ્વભાવ હોય તો રાગ ટળીને વીતરાગ કદાપિ ન થાય. પણ એમ છે નહિ. જુઓને! કેટલું સ્પષ્ટ કર્યું છે? કે પુણ્ય, પાપ, દયા, દાન, ભક્તિ ઇત્યાદિનો રાગ મારો સ્વભાવ નથી; હું તો આ-પ્રત્યક્ષ અનુભવગોચર-ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું એમ સમકિતી જાણે છે, માને છે, અને રાગને કર્મકૃત જાણી તેનાથી વિમુખ થઈ જાય છે, તેને તજી દે છે.
પ્રશ્ન:- વિકાર કર્મજન્ય છે અને વળી જીવનો પણ છે-એમ બેય વાત કુંદકુંદાચાર્ય કહી છે એમ આપ કહો છો, તો બન્નેમાંથી કઈ વાત બરાબર છે? ઉત્તર:- ભાઈ ! (અપેક્ષાથી) બન્ને વાત બરાબર છે. શ્રીમદે કહ્યું છે કે
જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તાં સમજવું તેહ.” ભાઈ ! આ વાત પહેલાં હતી જ નહિ અને તું અપેક્ષા સમજતો નથી તેથી સમજવી કઠણ લાગે છે. આ વાત ચાલતી ન હતી તેથી તે બહાર આવતાં લોકોને આશ્ચર્ય થવા લાગ્યું છે.
ભાઈ ! પર્યાયમાં જે વિકાર છે તે કર્મથી થયો છે એમ બીલકુલ નથી. પોતાના ઊંધા પુરુષાર્થથી જીવ વિકાર કરે છે અને સવળા પુરુષાર્થ વડે તેને ટાળે છે. જીવ જે વિકાર કરે છે તે પોતાથી સ્વતંત્ર કરે છે. તેને કોઈ કર્મ કે મરને કારણે વિકાર થાય છે એમ છે જ નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #86
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આપે આવું નવું કયાંથી કાઢયું? અમે તો કર્મથી જ વિકાર થાય છે એમ સાંભળ્યું છે. તો કર્મથી વિકાર ન થાય એવું નવું આપે કયાંથી કાઢયું?
ભાઈ ! વિકાર પોતાનો સ્વભાવ નથી, છતાં તેને પર્યાયમાં જીવ સ્વતંત્રપણે કરે છે, તેમાં એકેય દોકડો પરનો નથી. (જુઓ પંચાસ્તિકાય ગાથા ૬૨).
વિકાર થવામાં ૫૦ દોકડા ઉપાદાનના ને ૫૦ દોકડા નિમિત્તના રાખો તો કેમ?
ભાઈ ! એમ નથી. વિકાર થવામાં એકેય દોકડો નિમિત્તનો પરનો નથી. ૧00% પોતાના પોતાનામાં છે, ને નિમિત્તના સો યે સો ટકા નિમિત્તમાં છે. અરે ભગવાન! વિકાર તેના સ્વકાળે પોતાને કારણે પોતામાં (પર્યાયમાં) થયો છે. જુઓ, તે જીવનો સ્વભાવ નથી-એમ કહીને જો કોઈ વિકારને પર્યાયમાં પરથી થયેલો માનતો હોય ને સ્વચ્છંદ પ્રવર્તતો હોય તો તેને વિકાર જીવનો છે એમ સંતો કહે છે; અને જે કોઈ જીવનો જ વિકાર છે એમ વિકારને સ્વભાવ માની તેને છોડતો જ નથી તેને સંતો કહે છે–ભાઈ ! વિકાર તારો સ્વભાવ નથી, એ તો પરના નિમિત્તે થયેલો પરનો છે, કર્મજન્ય છે.
અહીં કહે છે–રાગ મારો સ્વભાવ નથી. ભાષા તો જુઓ! કહે છે-“હું તો આપ્રત્યક્ષ અનુભવગોચર-ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ છું.' અહાહા...! આ સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય છે એવો હું તો એક શાશ્વત ધ્રુવ ચૈતન્યબિંબ છું એમ જ્ઞાની જાણે છે. બાપુ! સમજવા જેવી તો આ વાત છે. ભાઈ ! આ વસ્તુસ્થિતિ છે. અરે! આવાં ટાણાં મળ્યાં ને તને નવરાશ નહિ! આ ભવ પછી તારે કયાં જવું છે, બાપા? અનંત-અનંતકાળ હજુ રહેવું તો છે. અહીં (મનુષ્યમાં) કેટલો કાળ રહેવાનો? પાંચ-પચાસ વર્ષ પણ આત્મા તો અનંતકાળ રહેવાનો છે. જો દષ્ટિ વિપરીત રહી તો અનંતકાળ વિપરીત દિષ્ટિમાં ચાર ગતિમાં-રહેશે, અનંતકાળ અનંત દુઃખમાં રહેશે.
અહાહા....! રાગાદિ મારા સ્વભાવો નથી, હું તો એક ચિન્માત્ર જ્ઞાયકભાવમાત્ર વસ્તુ છું એમ વિશેષપણે સમ્યગ્દષ્ટિ અને અને પરને જાણે છે.
હવે કહે છે-“આ પ્રમાણે “રાગ” પદ બદલીને તેની જગ્યાએ “” લેવો.” જેમ ‘પો|જોબ્સ રાપો' મૂળ પાઠમાં છે તેમ ‘પો | — ટ્રેષો'–એમ લેવું. ભાઈ ! આ તો સત્યનાં ઉદ્ઘાટન છે. ધર્મીની દષ્ટિ શુદ્ધ સ્વભાવ ઉપર છે તેથી તે એમ કહે છે કે દ્વેષ મારો સ્વભાવ નથી, તે કર્મનું કાર્ય છે, અર્થાત્ પુદ્ગલકર્મનો દ્વેષ છે. બહુ ઝીણી વાત બાપુ ! દ્વષ છે તો નિરપેક્ષ, કેમકે કર્મના નિમિત્તપણાની અપેક્ષા વિના તે થાય છે; તોપણ અહીં તેને સાપેક્ષ કહીને તે સ્વભાવ નથી એવી દષ્ટિ કરાવી છે. અહાહા...! દષ્ટિવંત પુરુષો-ધર્મી જીવો દ્વેષ કર્મનું કાર્ય છે એમ જાણીને તેની નિર્જરા કરી નાખે છે.
જીવનો સ્વભાવ તો ત્રિકાળ આનંદ અને વીતરાગતા છે. તેથી તેનો જે પાક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #87
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૯ ]
[ ૭૧ આવે તે આનંદ અને વીતરાગતાનો આવે છે. જીવનું ત્રિકાળી ક્ષેત્ર જ એવું છે કે તેમાંથી આનંદ અને વીતરાગતાનો પાક આવે. દ્વેષનું (વર્તમાન) ક્ષેત્ર એનાથી ભિન્ન છે. દ્વષના ક્ષેત્રનો જે અંશ છે તે કર્મનું કાર્ય છે એમ જાણી જ્ઞાની તેને કાઢી નાખે છે. બિચારા અજ્ઞાની સામાયિક, પ્રતિક્રમણાદિ ક્રિયાકાંડ કરે અને માને કે થઈ ગયો ધર્મ, પણ રાગ શું? દ્વેષ શું? સ્વભાવ શું? નિમિત્ત શું? ઇત્યાદિ તત્ત્વ સમજે નહિ તેને ધર્મ કયાંથી થાય ?
પ્રશ્ન- નિમિત્તથી થાય છે એમ શાસ્ત્રમાં કથન આવે છે. છતાંય નિમિત્તથી ન થાય એમ આપ કેમ કહો છો?
સમાધાન - ભાઈ ! નિમિત્તથી થાય છે એમ કથન તો આવે છે પણ એનો અર્થ શું? નિમિત્તથી થયું છે એટલે કે નિમિત્તના લક્ષે થયું છે બસ એટલું જ. બાકી કાંઈ એક દ્રવ્યથી અન્ય દ્રવ્યમાં કાર્ય થાય છે? (ના.) પરદ્રવ્ય તો સ્વદ્રવ્યને અડતુંય નથી તો પછી એનાથી શું થાય ? (કાંઈ જ નહિ). અહીં તો એમ કહેવું છે કે-આત્મસ્વભાવને (સ્વભાવના ક્ષેત્રને) વૈષ અડતોય નથી માટે દ્વેષ કર્મનું કાર્ય છે એમ જાણીને સ્વભાવની દષ્ટિ વડે જ્ઞાની તેની નિર્જરા કરી દે છે. વીતરાગનો માર્ગ બહુ ઝીણો બાપા !
હવે “રાગ' પદ બદલીને મોહ” લેવું એમ કહે છે. અહીં સમકિતીની વાત છે. સમકિતીને મિથ્યાત્વાદિ નથી પણ તેને પરમાં સાવધાનીનો કિંચિત્ મોહનો ભાવ આવે છે. પરંતુ તે, મોહ કર્મનું કાર્ય છે, મારો સ્વભાવ નથી, હું તો શુદ્ધ ચૈતન્યમાત્ર છું એમ જાણતો થકો મોહથી હુઠે છે.
તેવી રીતે “ક્રોધ “પોનિમ્ન વણોદો'—એમ લેવું. મતલબ કે ક્રોધ પુદ્ગલકર્મનું કાર્ય છે કેમકે તે આત્માનો સ્વભાવ નથી. આત્મા તો સદાય વીતરાગમૂર્તિ આનંદકંદ પ્રભુ છે; તેમાંથી ક્રોધ-વિકાર કેમ આવે? જુઓ, ક્રોધ થાય છે તો પોતાથી પોતાની પર્યાયમાં, પરંતુ જેની પર્યાયબુદ્ધિ નષ્ટ થઈને ત્રિકાળી જ્ઞાયક સ્વભાવની દૃષ્ટિ પ્રગટ થઈ છે તે સમકિતી ધર્મી જીવ એમ જાણે છે કે ક્રોધ પુગલકર્મના ઉદયનો વિપાક છે. ધર્માત્મા જરા ક્રોધ થાય તેનો સ્વામી નથી. તો ક્રોધનો સ્વામી કોણ છે? તો કહે છે પુદગલ ક્રોધનો સ્વામી છે. ૭૩ મી ગાથામાં આવી ગયું છે કે વિકારનો સ્વામી પુદગલ છે. અહાહા....! શુદ્ધ ચૈતન્યસ્વભાવનો સ્વામીપણે જ્યાં પ્રવર્યો ત્યાં એમ ભાસ્યું કે ક્રોધાદિ વિકારનો સ્વામી પુદ્ગલ છે. આમ જાણીને કોઈ વિકાર થવાનો ભય ન રાખે અને સ્વચ્છેદે પ્રવર્તે તેને કહે છે કે વિકાર તારાથી તારામાં થતો અપરાધ છે. આ વાત રાખીને કહ્યું કે ક્રોધ પુગલનું કાર્ય છે. સમજાણું કાંઈ...?
પણ આ બેમાંથી કઈ વાત સાચી માનવી ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #88
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ભાઈ! બન્ને વાત સાચી છે. પર્યાયદષ્ટિવાળાને ક્રોધાદિ વિકા૨ પર્યાયદષ્ટિએ પોતાથી થાય છે તે સાચું છે અને દ્રવ્યદૃષ્ટિવંતને પોતાથી શુદ્ધ દ્રવ્યથી થતો નથી તેથી પરથી થાય છે એ વાત પણ સાચી છે. જોર અહીં આ ત્રીજા પદ પર છે કે-‘નવુ સ માઁ માવો'–તે મારો સ્વભાવ નથી; ‘નાળામાવો છુ અદમેળો' હું તો એક જ્ઞાયકભાવ છું. શુદ્ધ જ્ઞાયકમાં વિકાર નથી માટે વિકાર કર્મનો છે. અહાહા...! શું સરસ વાત કરી છે!
હવે ‘માન ’ ‘ પોશનમાં માનો' એમ લેવું એમ કહે છે. મતલબ કે જરીક માન આવે તો જ્ઞાની કહે છે તેનો હું જાણનાર છું, પણ તે મારો સ્વભાવ નથી માટે એ પુદ્દગલનું કાર્ય છે. ભાઈ! આ તો તત્ત્વની ગંભીર વાત! માન પુદ્દગલકર્મરૂપ છે એમ જ્ઞાની જાણે છે.
હવે ‘માયા ’–‘ પોતળમાં માયા' એમ લેવું. મતલબ કે સહેજ માયા આવે તો જ્ઞાની કહે છે તેનો હું જાણનાર છું, પણ તે મારો સ્વભાવ નથી માટે તે પુદ્દગલનું કાર્ય છે. આ નિર્જરા અધિકાર છે ને ? એટલે સુખધામ-આનંદધામ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માની દૃષ્ટિના જોરમાં ધર્માત્મા પોતાને કિંચિત્ માયા થાય તેને પુદ્દગલનું કાર્ય જાણીને કાઢી નાખે છે. ગજબ વાત છે ભાઈ !
એવી રીતે ‘પોશલમાં લોમો' એમ ‘લોભ ' લેવું. અહાહા...! વસ્તુ આત્મા અનંતગુણમય છે અને એક એક ગુણની શક્તિ અનંતી છે. પરંતુ એમાં શું કોઈ ગુણ એવો છે કે લોભને કરે ? ના, કોઈ જ નથી. આત્મામાં એક વૈભાવિક શક્તિ છે, પણ એ તો જીવનો ત્રિકાળી નિર્મળ સ્વભાવ છે. એમ નથી કે વૈભાવિક શક્તિના કારણે જીવ વિકાર કરે છે. એ તો ચા૨ દ્રવ્યમાં એવી શક્તિ નથી અને જીવ અને પુદ્ગલમાં જ છે માટે તેને વૈભાવિક એટલે વિશેષ શક્તિ કહી છે. પરંતુ તેથી વિકારરૂપે થવું તે વૈભાવિક શક્તિ એમ નથી. સિદ્ધમાં પણ વૈભાવિક શક્તિ છે. વૈભાવિક શક્તિ તો જીવનો અનાદિઅનંત ગુણ છે. અન્ય દ્રવ્યોમાં તે નથી તેથી તેને વૈભાવિક એટલે વિશેષ ગુણ કહ્યો છે, પણ વિકા૨૫ણે પરિણમે તે વૈભાવિક ગુણ એમ છે જ નહિ. વિકાર તો ૫૨ને આધીન થઈ પરિણમતાં થાય છે, નિર્મળ ગુણને આધીન નહિ.
અહીં કહે છે કે જ્ઞાનીને તેની દશામાં કિંચિત્ લોભ થઈ આવે છે તેને તે કર્મનું કાર્ય છે એમ જાણી તેનો સ્વામી થતો નથી તેથી તે લોભ નિર્જરી જાય છે. ઝીણી વાત છે પ્રભુ! કહે છે–જીવ ઉપયોગસ્વભાવી છે અને કર્મો આઠેય પુદ્દગલમય છે; તે કર્મોના લક્ષેનિમિત્તે જે ભાવ થાય છે તે પણ પુદ્દગલમય છે કેમકે તે ચૈતન્યમય નથી. અરે! આવું દુર્લભ મનુષ્યપણું મળ્યું ને સાચું તત્ત્વ ન જાણું તો મરીને કયાં જઈશ ભાઈ! તારે રહેવું તો અનંત-અનંત કાળ છે. તો કયાં રહીશ પ્રભુ! તું? જો આત્મતત્ત્વની ઓળખ ન કરી તો ઢોર ને નરક-નિગોદાદિમાં જ રહેવાનું થશે. શું થાય? તત્ત્વના અશ્રદ્ધાનનું –અજ્ઞાનનું ફળ જ એવું છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #89
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૯ ]
[ ૭૩ હવે ‘કર્મ –ડકર્મ પુદ્ગલરૂપ છે, તે જીવનું સ્વરૂપ નથી. પણ આઠ કર્મ તો જીવના છે ને? તે જીવને સુખ-દુઃખ આપે છે ને?
ભાઈ ! કર્મ તારાં નથી, બાપુ! કર્મ તો જડ કર્મનાં પુદ્ગલનાં છે. એ તો તને અડતાંય નથી તો પછી તને સુખ-દુઃખ કેવી રીતે આપે?
તેવી રીતે “નોકર્મ શરીરાદિ. આ શરીર તે કર્મનું કાર્ય છે, જીવનું નહિ.
પણ આ જિનબિંબના દર્શનથી જીવને લાભ થાય છે તો જિનબિંબ તો જીવનું ખરું કે નહિ?
ભાઈ ! જિનબિંબના દર્શનથી શુભભાવ કે સમકિત થાય છે એમ છે જ નહિ. એ તો જીવ સ્વયં શુભભાવ કરે વા સમકિત પ્રગટ કરે તો જિનબિંબને નિમિત્ત કહેવાય પરંતુ શુભભાવ આદિ તો પોતાને પોતાથી જ થાય છે, જિનબિંબથી નહિ. બોલાય એમ કે જિનબિંબના દર્શનથી આ થયું; પણ જો જિનબિંબથી શુભભાવ થાય તો તો ઈયળ ખાઈને જિનબિંબ પર બેસનારી ચકલીને પણ શુભભાવ થઈ જવો જોઈએ. પણ એમ છે જ નહિ. ધર્મી જ્ઞાની જીવ તો સમસ્ત નોકર્મને પોતાથી અન્યસ્વભાવ અર્થાત્ પુદ્ગલસ્વભાવ જ જાણે છે. બાપુ! સત્યને સત્ય નહિ સમજે અને અસત્યને સત્યમાં ખતવી દઈશ તો સંસારના આરા કોઈ દિ' નહિ આવે.
નોકર્મ પછી હવે “મન”. અહીંયાં (છાતીમાં) મન છે ને! અનંત પરમાણુઓનો પિંડ તે મન છે અને તે કર્મમય છે અર્થાત્ કર્મનું કાર્ય છે, જીવસ્વભાવ નથી એમ જ્ઞાની જાણે છે. મનનો તો હું જાણનાર-દેખનાર છું, પણ હું મન નથી કે મન મારું સ્વરૂપ નથી.
પણ મન વડે જીવ જાણે છે ને?
એમ નથી ભાઈ ! જાણવું એ તો જીવનો સ્વભાવ જ છે. અંદર જે જ્ઞાનના પરિણમનરૂપ પર્યાય થાય છે તે વડે જીવ જાણે છે, મન વડે નહિ.
હવે “વચન'. આ વચન-ભાષા જે નીકળે છે તે જીવસ્વભાવ નથી પણ પુદ્ગલનું -કર્મનું કાર્ય છે. આ વાણી બોલાય છે તે પુદ્ગલનું કાર્ય છે. જીવ બોલે છે એમ નહિ.
તો પછી ભીંત કેમ બોલતી નથી?
ભાઈ ! ભીંત બોલતી નથી, જીભ પણ બોલતી નથી, હોઠ પણ નહિ અને જીવ પણ બોલતો નથી. બોલાતી ભાષા-વચન એ તો ભાષાવર્ગણાનું પરિણમન છે. ભાષાવર્ગણા પરિણમીને વચનરૂપ થાય છે પણ હોઠ, જીભ, ગળું કે જીવ વચનરૂપ પરિણમે છે એમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #90
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ નથી. ગંભી૨ સૂક્ષ્મ વાત ભાઈ! વળી વચનના કાળે જીવને વચનસંબંધી જે વિકલ્પ ઊઠે છે તે તેની પર્યાય છે પણ જ્ઞાની તો તે વિકલ્પને પણ કર્મનું કાર્ય જાણે છે, અને તેને કાઢી નાખે છે. સૂક્ષ્મ વાત. હવે ‘ કાયા ’. આ કાયા નોકર્મ છે. નોકર્મમાં ઘણાં આવે છે હોં. જેટલું નોર્મ છે એ બધુંય પુદ્દગલનું કાર્ય છે, જીવનું-મારું નહિ એમ જ્ઞાની યથાર્થ જાણે છે.
તેવી રીતે ‘ શ્રોત્ર' એટલે આ કાન. જે આ કાન છે તે પુદ્ગલકર્મનું કાર્ય છે, એ મારું-જીવનું કાર્ય નથી. આ તો બાપુ! સ્વાધ્યાય કરવો જોઈએ. આખો દિવસ પાપના ચોપડા ફેરવે એને બદલે રોજ બે-ચાર કલાક તત્ત્વાભ્યાસ અને તત્ત્વનું ચિંતન કરવું જોઈએ. મધ્યસ્થ થઈને ‘રાગાદિ પુદ્દગલ ભિન્ન અને આત્મા ભિન્ન' એવો તત્ત્વવિચાર અને તત્ત્વનિર્ણય કરે તો અંદરથી શાંતિ પ્રગટે.
અહીં જ્ઞાની કહે છે–શ્રોત્રેન્દ્રિય ભિન્ન છે, કર્મમય છે. હું તો અતીન્દ્રિય ભગવાન જ્ઞાયક છું, મારામાં ઇન્દ્રિય કેવી ? શ્રોત્રેન્દ્રિય તો જડ પુદ્દગલમય કર્મનું કાર્ય છે.
હા, પણ જીવ શ્રોત્રેન્દ્રિય વડે સાંભળે અને જાણે છે ને ? તે ભિન્ન કેમ હોય?
બાપુ! એમ નથી ભાઈ ! શ્રોત્રેન્દ્રિયથી જીવ સાંભળે છે અને એનાથી જ્ઞાન થાય છે એમ નથી. અંદર જ્ઞાનનું પરિણમન થાય છે તે વડે જ્ઞાન થાય છે અને સ્વના લક્ષેઆશ્રયે પરિણમતું-પરિણમેલું જ્ઞાન જ સમ્યજ્ઞાન હોય છે. શ્રોત્ર તો સ્વયં જડ છે, એનાથી જ્ઞાન કેમ થાય? જ્ઞાન જીવનો સ્વભાવ છે, શ્રોત્રનો નહિ. માટે શ્રોત્ર ભિન્ન જ છે. માટે શ્રોત્ર વડે સાંભળવું એ આત્માનું કાર્ય જ નથી.
હવે ‘ ચક્ષુ ’. ચક્ષુ એટલે આંખ જડ પુદ્દગલકર્મનું કાર્ય છે અને હું તો જાણવાદેખવાના સ્વભાવવાળો જ્ઞાતા-દષ્ટા પ્રભુ જ્ઞાયકસ્વભાવી છું. મારામાં આંખ કેવી ? આંખ તો ભિન્ન પુદ્દગલમય-કર્મમય વસ્તુ છે.
પણ ભગવાનનાં દર્શન તો આંખ વડે થાય છે ને?
ના, આંખ વડે દર્શન કરવાં તે આત્માનું કાર્ય નથી. ઝીણી વાત ભાઈ !
પણ આવું ઝીણું કહેવાને બદલે આપ સામાયિક, પ્રતિક્રમણ, ભક્તિ, પૂજા અને મંદિર બંધાવવાં ઇત્યાદિ સહેલી વાત કરો તો ?
એ બધી રાગની અને જડની ક્રિયાઓમાં કયાં આત્મા છે? અને મંદિર કોણ બનાવે ? શું આત્મા બનાવે? જડનું કાર્ય શું આત્મા કરે? કદીય નહિ, તથા એ મંદિર બનાવવાનો ભાવ છે તે રાગ છે, અને તે તરફનું જે જ્ઞાન છે તે ઇન્દ્રિયજ્ઞાન છે. અહીં કહે છે-તે રાગ અને ઇન્દ્રિયજ્ઞાન પુદ્દગલનું કાર્ય છે, જીવનું નહિ. અહાહા...! ધર્મી એમ જાણે છે કે-મંદિરનું કાર્ય તો મારું નહિ પણ એના લક્ષે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #91
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૯ ]
[ ૭૫ થયેલાં જે શુભરાગ અને ઇન્દ્રિયજ્ઞાન તે પણ મારા કાર્ય નહિ; કેમકે હું તો શુદ્ધ જ્ઞાયકમાત્ર છું. ભાઈ ! આવું સમજવા માટે પણ પાત્રતા જોઈએ, કેમકે એને આખો સંસાર ઉથલાવી નાખવો છે!
પ્રશ્ન:- અહીં એમ કહેવું છે કે ઉદયભાવ આત્માનો નથી, કર્મપુદ્ગલનો છે; જ્યારે તત્ત્વાર્થસૂત્રમાં ઉદયભાવ ‘નીવરચે સ્વત '–જીવનો છે એમ કહ્યું છે. તો આ કેવી રીતે છે?
ઉત્તર:- ઉદયભાવ જીવની પર્યાયમાં છે તે અપેક્ષાએ તે જીવનો છે, પણ તે જીવસ્વભાવમાં નથી એ અપેક્ષાએ તે કર્મનો છે એમ કહ્યું છે. બીજે એમ પણ આવે છે કે ઉદયભાવ પારિણામિકભાવે છે. ત્રિકાળી વસ્તુ પરમ પારિણામિકભાવે છે જ્યારે જે વિકાર છે તે પારિણામિકભાવે છે. ત્યાં સ્વની (પર્યાયની) અપેક્ષા તેને પરિણામિકભાવ કહ્યો છે, પરંતુ પરની અપેક્ષા લેતાં તેને ઉદયભાવ કહેવાય છે. જ્ઞાની કહે છે-વિકારને ચાહે પારિણામિક ભાવ કહો, ચાહે ઉદયભાવ કહો-તે મારો સ્વભાવ નથી, તે મારી ચીજ નથી, તે પુદ્ગલનું કાર્ય છે.
તો આ પરમ પરિણામિકભાવ શું છે?
ભાઈ ! સહજ અકૃત્રિમ સદાય એકરૂપ અનાદિ-અનંત પોતાની એક ચૈતન્યમય ચીજ છે તે પરમ પારિણામિકભાવ છે. અને બદલતા વિકારના પરિણામને નિમિત્તની અપેક્ષાએ ઉદયભાવ કહે છે અને સ્વની અપેક્ષા પારિણામિકભાવની પર્યાય કહે છે. જ્ઞાની તેને, તે પોતાનો સ્વભાવ નથી તેથી પુલકર્મનો જાણી કાઢી નાખે છે. આ પ્રમાણે જે તે અપક્ષો જાણવી જોઈએ.
હવે ચક્ષુ પછી “ઘાણ-' ઘાણ એટલે નાક. આ નાક છે તે જડ કર્મનું કાર્ય છે. આત્માનું નહિ. નાક મારું નથી કેમકે એ તો માટી જડ ધૂળ છે માટે તે જડનું કાર્ય છે.
પણ સૂંઘવાનું જ્ઞાન તો નાકથી થાય છે?
ભાઈ ! જ્ઞાન તો પોતાથી થાય છે. મૂઢ અજ્ઞાની જીવ માને છે કે જ્ઞાન ઇન્દ્રિયો વડે થાય છે, પણ એમ છે નહિ. જ્ઞાન તો અંદર જ્ઞાનની પર્યાય છે એનાથી થાય છે. નાકથી જ્ઞાન થાય છે એમ છે જ નહિ. ભાઈ ! ધર્મ ચીજ બહુ સૂક્ષ્મ છે. લોકોને તેની વાત કાને પડી નથી, પછી તેની પ્રાપ્તિ તો ક્યાંથી થાય?
હવે “રસન”. રસન કહેતાં જીભ. આ જીભ છે તે જડ પુદ્ગલ છે. ધર્મી જીવ તેને જડ કર્મનું કાર્ય જાણે છે કેમકે તે જીવસ્વભાવ નથી. અહાહા...! હું શુદ્ધ જ્ઞાયકમાત્ર છું એમ અનુભવનાર જ્ઞાની જીભને ભિન્ન પુદ્ગલમય જાણે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #92
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તેવી રીતે “સ્પર્શન'. જે આ સ્પર્શ ઇન્દ્રિય છે તે જડની પર્યાય છે, આત્માની નહિ. તે મારો સ્વભાવ નથી એમ ધર્મી જીવ જાણે છે. અજ્ઞાની પાંચ ઇન્દ્રિયો મારી છે અને તે વડે હું જાણું છું—એમ માને છે. પણ એ તો વિપરીતતા છે. જ્ઞાન-જાણવું એ આત્માનો સ્વભાવ છે અને ઇન્દ્રિયો જડ સ્વભાવ છે. માટે ઇન્દ્રિયો મારી છે અને તે વડ હું જાણું છું એ માન્યતા મિથ્યા છે.
આ રીતે જુદાજુદા શબ્દો મૂકીને સોળ સૂત્રો વ્યાખ્યાન રૂપ કરવા અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. અહાહા...! વિકારના, રાગના, વૈષના, વિકલ્પના, હાસ્યના અને તેના નિમિત્તરૂપ વસ્તુના જેટલા અસંખ્ય પ્રકાર પડે છે તે બધાય પર પુદ્ગલના કાર્યરૂપ છે, મારો સ્વભાવ નથી. હું તો શુદ્ધ જ્ઞાયકમાત્ર ભગવાન આત્મા છું, ચિદાનંદમય પરમાત્મા છું-એવી દષ્ટિ થવી એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે અને એના વિના બધાં થોથેથોથાં છે. આવી વાત છે. [ પ્રવચન નં. ર૬૮ (શેષ), ર૬૯ * દિનાંક ૨૧-૧૨-૭૬ અને રર-૧ર-૭૬ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #93
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૦ एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं। उदयं कम्मविवागं च मुयदि तचं वियाणंतो।। २००।। एवं सम्यग्दृष्टि: आत्मानं जानाति ज्ञायकस्वभावम्। उदयं कर्मविपाकं च मुञ्चति तत्त्वं विजानन्।।२०० ।।
આ રીતે સમ્યગ્દષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે એમ હવેની ગાથામાં કહે છે:
સુદષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો,
ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨00. ગાથાર્થઃ- [vi] આ રીતે [ સચદછિ:] સમ્યગ્દષ્ટિ [ માત્માન] આત્માને (પોતાને) [ જ્ઞાયસ્વભાવન] જ્ઞાયકસ્વભાવ [ નાનાતિ] જાણે છે [૨] અને [તત્ત્વ] તત્ત્વને અર્થાત્ યથાર્થ સ્વરૂપને [વિનીનન] જાણતો થકો [વિપાવ૬] કર્મના વિપાકરૂપ [૩] ઉદયને [મુખ્યતિ ] છોડે છે.
ટીકા -આ રીતે સમ્યગ્દષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક (ભેદજ્ઞાન, ભિન્નતા) કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને ( સારી રીતે) જાણે છે; અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો (-પ્રસિદ્ધ કરતો), કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. તેથી તે (સમ્યગ્દષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે ( એમ સિદ્ધ થયું).
ભાવાર્થ-જ્યારે પોતાને તો જ્ઞાયકભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા-એ બન્ને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ (જ્ઞાનવૈરાગ્ય ) જ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન છે.
જે જીવ પરદ્રવ્યમાં આસક્ત-રાગી છે અને સમ્યગ્દષ્ટિપણાનું અભિમાન કરે. છે તે સમ્યગ્દષ્ટિ છે જ નહિ, વૃથા અભિમાન કરે છે” એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #94
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૮ ]
પ્રવચન રત્નાકર ભાગ-૭ (મુન્ડીક્રાન્તા) सम्यग्दृष्टि: स्वयमयमहं जातु बन्धो न मे स्यादित्युत्तानोत्पुलकवदना रागिणोऽप्याचरन्तु। आलम्बन्तां समितिपरतां ते यतोऽद्यापि पापा
आत्मानात्मावगमविरहात्सन्ति सम्यक्त्वरिक्ताः।। १३७।। શ્લોકાર્થ:-“[ સયમ્ માં સ્વયમ સચદષ્ટિ, મે નીતુ વન્ય: 7 ચાત] આ હું પોતે સમ્યગ્દષ્ટિ છું, મને કદી બંધ થતો નથી (કારણ કે શાસ્ત્રમાં સમ્યગ્દષ્ટિને બંધ કહ્યો નથી) ” [તિ] એમ માનીને [૩ત્તાન–૩પુર્ત–વેના:] જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત ( રોમાંચિત) થયું છે એવા [રાજળ:] રાગી જીવો (-પરદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષમોહભાવવાળા જીવો-) [ n] ભલે [ બાવરન્] મહાવ્રતાદિનું આચરણ કરો તથા [ સમિતિપરતાં લીમ્ફન્તi] *સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો [ મ પ ] તોપણ [તે પાપ:] તેઓ પાપી ( મિથ્યાષ્ટિ) જ છે, [યત:] કારણ કે [ માત્મ—મનાત્મ– નવી—વિર€T] આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી [ સંખ્ય-રિy1: સન્તિ] તેઓ સમ્યકત્વથી રહિત છે.
ભાવાર્થ-પદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ “હું સમ્યગ્દષ્ટિ છું, મને બંધ થતો નથી” એમ માને છે તેને સમ્યકત્વ કેવું? તે વ્રતસમિતિ પાળે તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે. પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તે તે વળી સમ્યગ્દષ્ટિ કેવો? કારણ કે જ્યાં સુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાં સુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ પોતાની નિંદા-ગહ કરતો જ રહે છે. જ્ઞાન થવામાત્રથી બંધથી છુટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપ-શુદ્ધોપયોગરૂપ-ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, “બંધ થતો નથી” એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તનાર જીવ મિથ્યાદષ્ટિ જ છે.
અહીં કોઈ પૂછે કે “વ્રત-સમિતિ તો શુભ કાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?” તેનું સમાધાન:સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે;
જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે. વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને કથંચિત પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદવાદમતમાં કાંઈ વિરોધ નથી.
* સમિતિ = વિહાર, વચન, આહાર વગેરેની ક્રિયામાં જતનાથી પ્રવર્તવું તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #95
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૦ ]
[ ૭૯ વળી કોઈ પૂછે છે કે “પદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યાદષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યકત્વ કેમ છે?” તેનું સમાધાન:-અહીં મિથ્યાત્વ સહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે. જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે, તેને સ્વપરનું જ્ઞાનશ્રદ્ધાન નથી–ભેદજ્ઞાન નથી એમ સમજવું. જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તોપણ જ્યાં સુધી (વ્રત-સમિતિ પાળતાં) પર જીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભ ભાવોથી પોતાનો મોક્ષ માને છે અને પર જીવોનો ઘાત થવો, અયત્નાચારરૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું; કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હુતા, શુભાશુભ ભાવો તો બંધનાં જ કારણ હતા અને પારદ્રવ્ય તો નિમિત્તમાત્ર જ હતું, તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું. આ રીતે જ્યાં સુધી જીવ પદ્રવ્યથી જ ભલું બૂરું માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ નથી. સમ્યગ્દષ્ટિ જીવ તો જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી તે રાગાદિક વિષે તથા રાગાદિકની પ્રેરણાથી જે પરદ્રવ્યસંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે-આ કર્મનું જોર છે; તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે. તે તેમને રોગવત્ જાણે છે. પીડા સહી શકાતી નથી તેથી તેમનો ઇલાજ કરવારૂપે પ્રવર્તે છે તો પણ તેને તેમના પ્રત્યે રાગ કહી શકાતો નથી; કારણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો ? તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે અને તે મટવું પણ પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે. આ રીતે સમ્યગ્દષ્ટિને રાગ નથી. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મદષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણવું. અહીં મિથ્યાત્વ સહિત રાગને જ રાગ કહ્યો છે, મિથ્યાત્વ વિના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દષ્ટિને જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે. મિથ્યાત્વ સહિત રાગ સમ્યગ્દષ્ટિને હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દષ્ટિ નથી. આવા (મિથ્યાષ્ટિના અને સમ્યગ્દષ્ટિના ભાવોના) તફાવતને સમ્યગ્દષ્ટિ જ જાણે છે. મિથ્યાષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે-વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના વ્યવહારથી જ મોક્ષ માને છે, પરમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે. જો કોઈ વિરલ જીવ યથાર્થ સ્યાદવાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થાય જ છે-તે અવશ્ય સમ્યગ્દષ્ટિ બની જાય છે. ૧૩૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #96
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦ ]
વચન રત્નાકર ભાગ-૭ સમયસાર ગાથા ૨૦૦ : મથાળું આ રીતે સમ્યગ્દષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે-એમ હુવેની ગાથામાં કહે છે:
જોયું? “સ્વને જાણતો અને રાગને છોડતો—એમ કહ્યું છે. વિકાર થાય છે તો પોતાની પર્યાયમાં પોતાથી જ, પણ તે પોતાનો સ્વભાવ નથી એમ જાણી જ્ઞાની તેને છોડે છે. આ રાગ તે હું નહિ, હું તો શુદ્ધ જ્ઞાતા-દટા આત્મા છું-આવી અંતર્દષ્ટિના બળે રાગને છોડતો તે જ્ઞાની નિયમથી જ્ઞાન-વૈરાગ્યસંપન્ન હોય છે એમ હવે કહે છે:
* ગાથા ૨૦૦: ટીકા ઉપરનું પ્રવચન * આ રીતે સમ્યગ્દષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને (સારી રીતે ) જાણે છે.”
જુઓ, અહીં સમ્યગ્દષ્ટિની વાત છે. સમ્યગ્દષ્ટિ કોને કહીએ? કે જેણે પુણ્યપાપના ભાવથી ભેદ કરીને પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવનું ભાન કર્યું છે તે સમ્યગ્દષ્ટિ છે. તે સામાન્યપણે એટલે સમગ્ર વિકારને અને વિશેષપણે એટલે વિકારના–રાગદ્વેષાદિના એક-એક ભેદને કે જે પરભાવસ્વરૂપ છે તેને છોડે છે. ચાહે પુણ્યભાવ હો કે પાપભાવ હો-બેય વિકાર-વિભાવ પરભાવ છે. તે પરભાવસ્વરૂપ સર્વભાવોને ભેદ કરીને છોડતો થકો ધર્મી જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માને ઉપાદેયપણે ગ્રહણ કરે છે. લ્યો, આ ધર્મ, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ધર્મ નહિ. એ તો બધો રાગ છે. એનાથી તો ભેદ કરવાની વાત છે.
શું કહ્યું? વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર એમ ફરમાવે છે કે પુણ્યના વિકલ્પથી પણ ભિન્ન પડીને ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું આત્મતત્ત્વ હું છું એમ જ્ઞાની અનુભવે છે. આત્માનું તત્ત્વ, નિજસત્ત્વ જાણકસ્વભાવ એક જ્ઞાયકભાવ છે. દયા, દાન આદિ રાગના-પુણ્યના પરિણામ કાંઈ આત્માનું સત્ત્વ નથી, એ તો પરભાવ છે. જ્ઞાની સર્વ પરભાવથી ભિન્ન પડીને એક જ્ઞાયકસ્વભાવી નિજ ચૈતન્યતત્ત્વને અનુભવે છે, સારી રીતે જાણે છે.
પણ આમાં કરવાનું શું આવ્યું?
ઉત્તર:- આવ્યું ને કે-પુણ્ય-પાપના સર્વ ભાવથી ભેદ કરવો અને શુદ્ધ ચૈતન્યસ્વરૂપ જાણગસ્વભાવી આનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ કરવો, તેમાં જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #97
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨OO ]
[ ૮૧ લીન થવું. ભાઈ ! આને જ જૈન પરમેશ્વર અરિહંત પરમાત્માએ ધર્મ કહ્યો છે અને શ્રી કુંદકુંદાચાર્ય આદિ દિગંબર સંતોએ ભગવાનના આડતિયા તરીકે તે જગત સામે જાહેર કર્યો છે. જન્મ-મરણથી છૂટવાનો આવો આ અલૌકિક માર્ગ છે.
જે કોઈ દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા, જાત્રા ઇત્યાદિના ભાવ છે તે બધો શુભરાગ છે. શુભરાગ ગમે તે હો, એનાથી પુણ્ય છે, ધર્મ નહિ; ધર્મ તો એક માત્ર વીતરાગભાવ છે અને તે જ્ઞાયકસ્વભાવના આશ્રયે પ્રગટ થાય છે. એ જ કહે છે કે
અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે.'
બાપુ! વીતરાગ માર્ગ-જન્મ-મરણના દુઃખથી રહિત થવાનો માર્ગ-કોઈ અદ્ભુત અલૌકિક છે. લોકો તો બહારથી–આ જાત્રા કરીએ, ભક્તિ કરીએ, પૂજા કરીએ, ઉપવાસ કરીએ એટલે થઈ ગયો ધર્મ એમ માને છે. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી, સાંભળને! એ તો બધો રાગ આગ્નવભાવ-દુઃખદાયક ભાવ છે. પુષ્ય ને પાપ આસ્રવતત્ત્વ છે, જ્યારે ભગવાન આત્મા જ્ઞાયક તત્ત્વ છે. બન્ને ભિન્ન છે એમ તત્ત્વને જ્ઞાની અંતર્દષ્ટિ વડે જાણે છે. આ પ્રમાણે તત્ત્વને જાણતો જ્ઞાની જ્ઞાયકસ્વભાવી નિજ આત્માને ગ્રહતો-આશ્રય કરતો થકો રાગને છોડી દે છે. આ પ્રમાણે જ્ઞાની સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ કરે છે. હવે આવો માર્ગ લોકોને આકરો લાગે છે, પણ શું થાય? આ સિવાય બીજો કોઈ માર્ગ નથી.
સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ'-આ બેમાં આખો સિદ્ધાંત છે. જ્ઞાની સ્વને-જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ શાકભાવને-સ્વ જાણે છે, ઉપાદેય જાણે છે અને અજીવને ભિન્ન અજીવ (ઉપેક્ષાયોગ્ય) જાણે છે. પુણ્ય, પાપ, આસ્રવ અને બંધને બુરાં-અહિતકારી જાણે છે, હુંય જાણે છે અને સંવર, નિર્જરા અને મોક્ષને ભલાંસુખદાયક પ્રગટ કરવા યોગ્ય જાણે છે. અહા ! અજ્ઞાની બિચારો બહારમાં ને બહારમાં પૈસા રળવા-કમાવામાં ગુંચાઈ ગયો છે, આવું તત્ત્વ જાણવાની એને નવરાશ પણ કયાં છે ?
પણ પૈસા હોય તો મજા આવે ને?
ધૂળેય મજા નથી એમાં, સાંભળને. પૈસા ને પૈસાનો પ્રેમ એ મોટો પરિગ્રહ છે. પૈસાથી મજા છે એમ માનવું એ મિથ્યાત્વનું મહાપાપ છે.
અહીં એમ કહેવું છે કે પુણ્ય, પાપ, આસ્રવ અને બંધના ભાવ ખરેખર અજીવ તત્ત્વ છે, જ્યારે અંદર એક ચિદાનંદમય જ્ઞાયકસ્વરૂપી ભગવાન આત્મા જીવતત્ત્વ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #98
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આ પ્રમાણે આત્માને રાગ તથા આસ્રવથી ભિન્ન પાડીને જ્ઞાયકસ્વભાવને ગ્રહોઅનુભવવો તે ધર્મ છે, અને આનું નામ સ્વભાવનું ગ્રહણ ને પરભાવનો ત્યાગ છે.
જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે પોતાનું વસ્તુત્વ વિસ્તારે છે. વસ્તુત્વ એટલે શું? વસ્તુ પ્રભુ આત્મા છે અને તેનો ચિદાનંદસ્વભાવ, જ્ઞાયકસ્વભાવ તે એનું વસ્તુત્વ છે. જ્ઞાની પોતાનું વસ્તુત્વ વિસ્તારે છે એટલે પર્યાયમાં વિજ્ઞાનઘનસ્વભાવને પ્રસારે છે, દઢ કરે છે, સ્થિર કરે છે; અર્થાત વીતરાગતાને વિસ્તારે છે, વૃદ્ધિગત કરે છે. લ્યો, આ ધર્મ !
ત્યારે કોઈ કહે અમે માંડ દુકાન-વેપાર છોડીને પૂજા, ભક્તિ, ઉપવાસ કરતા હોઈએ ત્યાં આવી વાત આ૫ કરો કે તે ધર્મ નહિ તો અમારે કયાં જવું? શું કરવું?
ભાઈ ! સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ તે ધર્મ છે. ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનું ગ્રહણ-ઉપાદેયપણું અને રાગાદિ પરભાવનો ત્યાગ-બસ આ જ કરવાનું છે. બાકી બાહ્ય ચીજનો ત્યાગ તો અનાદિથી છે જ. બહારની ચીજ તો આત્મામાં કયારેય છે જ નહિ. માટે એના ગ્રહણ-ત્યાગની અહીં કોઈ વાત નથી. પરંતુ અંદર જે વિકલ્પ ઉઠ છે, વૃત્તિ જે શુભ-અશુભ ઉઠે છે-કે જે સ્વભાવથી વિશુદ્ધ હોવાથી પરભાવરૂપ છે–તેનો ત્યાગ અને સ્વભાવનું ગ્રહણ કરવાની આ વાત છે.
કહે છે-જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે પોતાના વસ્તુત્વને વિસ્તારે છે. એટલે શું? કે જ્ઞાની પોતાના જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આશ્રયે જ્ઞાન અને આનંદની પરિણતિને વિશેષ-વિશેષ પુષ્ટ કરે છે. કોઈને એમ થાય કે આના કરતાં તો ભક્તિ, ઉપવાસ અને જાત્રા એ બધું ખૂબ સહેલું સટ પડે. શું ધૂળ સહેલું પડે ? એ તો બધો રાગ છે; એ ધર્મ કયાં છે? ભાઈ ! સન્મેદશિખરની કે ભગવાનની લાખ જાત્રા કરે તોપણ એ બધો રાગ છે, પુણ્ય છે, ધર્મ નહિ. અને એને ધર્મ માને તો મિથ્યાત્વ છે. અહીં તો આ કહે છે કે ધર્માત્મા પોતાના ચૈતન્યબિંબસ્વરૂપ આત્માને ગ્રહે છે, ઉપાદેય કરે છે અને રાગનો ત્યાગ કરે છે અને એ વિધિ વડે પોતાના વસ્તુનો-જ્ઞાનાનંદસ્વભાવનો વિસ્તાર કરે છે. અજ્ઞાની તો પુણ્યથી ધર્મ થશે એમ માની વિકારને-બંધને જ વિસ્તારે છે. આવડો મોટો જ્ઞાની ને અજ્ઞાનીમાં ફેર છે.
શું કહ્યું? કે સમકિતી પુણ્ય-પાપના ભાવથી ભગવાન આત્મા જાદો છે એમ વિવેક કરીને પોતાના સ્વભાવને ગ્રહે છે અને રાગનો ત્યાગ કરે છે. આનાથી વસ્તુત્વની વીતરાગી પરિણતિ નીપજે છે, અર્થાત્ વસ્તુત્વનો વિસ્તાર થાય છે. પુણ્યભાવોનો વિસ્તાર તો વિકારનો-દોષનો વિસ્તાર છે અને વીતરાગી પરિણતિ પ્રગટ કરવી તે વસ્તુત્વનોજ્ઞાયકભાવનો વિસ્તાર છે. ત્યારે કોઈને થાય કે આ તો એકાન્ત જેવું છે. તેને કહીએ છીએ-સાંભળ, ભાઈ ! પરનો ત્યાગ અને સ્વનું ગ્રહણ તે શું એકાન્ત છે? એ તો સમ્યક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #99
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૮૩
સમયસાર ગાથા-૨૦૦ ] અનેકાન્ત છે. (એકલો બાહ્ય ત્યાગ એ મિથ્યા એકાંત છે). રાગના ત્યાગથી અને વસ્તુત્વના ગ્રહણથી વસ્તુત્વના નિર્મળ પરિણામ અર્થાત્ વીતરાગી પરિણતિ નીપજે છે અને તેને વિસ્તારતાં નિર્જરા થાય છે અર્થાત્ અશુદ્ધતા ટળે છે ને કર્મ ખરે છે. બાકી અજ્ઞાનીના વ્રત ને તપ તો બધાં થોથેથોથાં છે કેમકે તેને સંસાર પરિભ્રમણનું કારણ મિથ્યાત્વ ઊભું જ છે.
અહીં કહે છે-જ્ઞાની સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગ વડે નીપજવા યોગ્ય પોતાના વિસ્તુત્વને વિસ્તારતો કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે.
લ્યો, આ આવ્યું કે કર્મના વિપાકથી વિકાર થાય છે! ભાઈ ! કર્મનું તો નિમિત્તપણું છે, બાકી પોતાના (અશુદ્ધ) ઉપાદાનથી વિકાર-અશુદ્ધતા પોતાનામાં પોતાથી થાય છે, અને જ્ઞાની તેને હેય જાણે છે. જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવને પણ જ્ઞાની હેયછોડવાલાયક જાણે છે. આકરી વાત, બાપા! પણ જુઓને! અંદર છે કે નહિ? કે “કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને ( જ્ઞાની) છોડે છે.' અર્થાત્ ધર્મી બધાય શુભાશુભ વિકલ્પને છોડે છે. અરે ! લોકોને નવરાશ કયાં છે? આખો દિ' બિચારા સંસારની હોળીમાં સળગતા હોય, વેપાર-ધંધો અને બાયડી-છોકરાં સાચવવામાંથી જ ઊંચા ન આવતા હોય ત્યાં આ કયાં જુએ? કોઈવાર ભક્તિ ને ઉપવાસ કરે ને જાત્રાએ જાય, પણ અનાથી તો મદરાગ હોય તો પુણ્ય થાય પણ ધમે નહિં; અને એ વડ ધમે થાય એમ માને એટલે મિથ્યાત્વ જ પુષ્ટ થાય. સમજાણું કાંઈ...?
આવો માર્ગ કયાંથી કાઢયો એમ કોઈને થાય, પણ ભાઈ ! આ તો ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માની દિવ્યધ્વનિમાં આવેલી વાત કુંદકુંદાચાર્યે કહી છે. મહાવિદેહમાં દેવાધિદેવ સર્વજ્ઞ પરમેશ્વર સીમંધર ભગવાન વર્તમાનમાં અરિહંતપદે બિરાજે છે. ત્યાં આચાર્ય કુંદકુંદ સંવત્ ૪૯ માં સદેહે ગયા હુતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી પાછા ભરતમાં આવીને આ સમયસાર આદિ શાસ્ત્રોની રચના કરી છે. ભાઈ ! આ શાસ્ત્રો તો ભગવાનની વાણીનો સાર છે. આચાર્ય કુંદકુંદ મહા પવિત્ર દિગંબર સંત હતા. જેમના અંતરમાં અતીન્દ્રિય આનંદનો સાગર હિલોળે ચઢયો હતો. અહાહા...! જેમ દરિયામાં ભરતી આવે તેમ આચાર્યની પરિણતિમાં આનંદની ભરતી આવેલી છે. અહીં ટીકામાં “વસ્તુત્વને વિસ્તારતો” એમ શબ્દ છે ને? તે આવી અલૌકિક મુનિદશાની સ્થિતિ સૂચવે છે.
જુઓ, જે ભાવે તીર્થકર ગોત્ર બંધાય તે ભાવ પણ કર્મના ઉદયનો વિપાક છે એમ જ્ઞાની જાણે છે અને એમ જાણતો તે સમસ્ત પરભાવોને છોડે છે. તેથી તે (સમ્યગ્દષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે. પહેલાં જ્ઞાન-વૈરાગ્યની બે ગાથાઓ (૧૯૫, ૧૯૬) આવી ગઈ છે એનો આ સરવાળો લીધો છે. શુદ્ધ ચૈતન્યબિંબ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #100
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જાણવો-અનુભવવો તે જ્ઞાન અને રાગનો ત્યાગ કરવો તે વૈરાગ્ય છે. ત્રિકાળ અસ્તિનું જ્ઞાન અને રાગ પ્રતિ વૈરાગ્ય-ઉદાસીનતા-ત્યાગ-આ રીતે જ્ઞાન ને વૈરાગ્ય બેય શક્તિ ધર્મીને હોય છે-એમ સિદ્ધ થયું. શું કહ્યું? કે પોતાનો જે ધ્રુવ ગાયકસ્વભાવી, વીતરાગસ્વભાવી આત્મા તેને ધર્મી ગ્રહે છે અને પોતાના વસ્તુત્વને-જ્ઞાનાનંદસ્વભાવને વિસ્તાર છે અને રાગનો અભાવ કરે છે. આ રીતે જ્ઞાની જ્ઞાનવૈરાગ્યશક્તિથી સંપન્ન હોય છે. ૧૦૦ મી ગાથામાં રાગનો કર્તા નથી, નિમિત્તેય નથી એમ આવ્યું હતું અને આ ૨૦૦ મી ગાથામાં જ્ઞાની જ્ઞાનવૈરાગ્યશક્તિ સંપન્ન હોય છે એમ આવ્યું.
* ગાથા ૨00: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્યારે પોતાને તો જ્ઞાયકભાવસ્વરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા –એ બને અવશ્ય હોય જ છે.”
જોયું? બે ગુણ લીધા છે. ભગવાન આત્મા જ્ઞાયકસ્વભાવરૂપ અને અતીન્દ્રિય આનંદમય-સુખમય છે. જ્ઞાની પોતાને આવો જાણે છે, અનુભવે છે, અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે છે. પંડિત શ્રી જયચંદજીએ આ ટૂંકું કરીને કહ્યું. આ પંચમહાવ્રત આદિ જે વિકલ્પો થાય તેને જ્ઞાની દુઃખમય-ધગધગતી ભટ્ટી જેવા આતાપકારી જાણે છે, ગજબ વાત છે પ્રભુ! હુઢાલામાં કહ્યું છે ને કે
“મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેસ ન પાયો.” આ જીવે મુનિવ્રત અનંતવાર ધાર્યા અને પાળ્યાં. પણ એ તો રાગ-આસ્રવ હતો, દુઃખમય ભાવ હતો. એમાં સુખ કયાં હતું તે પ્રાપ્ત થાય ? કહ્યું ને કે “સુખ લેસ ન પાયો –અર્થાત્ દુઃખ જ પાયો. ભાઈ ! કર્મના ઉદયનિત ભાવો દુઃખમય જ હોય છે અને જ્ઞાની તેને દુઃખમય જ જાણે છે.
તેથી કહે છે કે-જ્ઞાનીને, જ્ઞાનરૂપ રહેવું ને પરભાવોથી વિરાગતા-એ બન્ને સાથે અવશ્ય હોય જ છે. બાપુ! આ તો ધીરાનાં કામ, અજબ-ગજબનાં ભાઈ ! નિજતત્ત્વઆત્મતત્ત્વ સદા જ્ઞાનમય અને સુખમય સ્વભાવરૂપ છે. તેને જાણતો-અનુભવતો જ્ઞાની રાગના અભાવ વડે વીતરાગતાને વિસ્તારે છે. લ્યો, આ ધર્મ અને આવો ધર્મી! પરંતુ રાગને (વ્યવહારને) કરે અને રાગને વિસ્તારે તે ધર્મી નથી. ગજબ વાત છે ભાઈ ! લોકોને તો બહારમાં-પુણ્યભાવરૂપ ક્રિયાકાંડમાં ધર્મ મનાવવો છે. પણ બાપુ! આમ ને આમ જિંદગી એળે જશે, કાંઈક દયા, દાનના-પુણ્યના ભાવ કર્યા હશે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #101
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૦ ]
[ ૮૫ પાંચ-પચાસ લાખ-કરોડની ધૂળ (સંપત્તિ) મળશે; પણ બાપુ! એ તો ધૂળની ધૂળ ધૂળમાં છે. એમાં કયાં આત્મા છે? વા આત્મામાં એ કયાં છે? આ રૂપાળો દેહ છે તેની પણ રાખ થશે, અને ધૂળ (સંપત્તિ) ધૂળમાં રહેશે. અહીં કહે છે-જ્ઞાની કર્મના ઉદયથી ઉત્પન્ન થયેલા ભાવોને દુઃખમય-ઝેર જેવા હેય જાણે છે અને તેને નિજ સુખમય સ્વભાવના આશ્રયે છોડી દે છે.
અહાહા...! જ્ઞાનમય રહેવું એટલે જ્ઞાનસ્વભાવી નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં રહેવું-ટકવું અને વિરાગતા એટલે રાગથી ખસવું-એમ બન્નેય જ્ઞાનીને એકસાથે હોય જ છે.
આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ ( જ્ઞાન-વૈરાગ્ય ) જ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન છે.' વ્યવહારના રાગને કરવું એ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન વા લક્ષણ નથી પણ અંતર્દષ્ટિ વડે સ્વરૂપમાં સાવધાન રહેવું અને રાગથી ખસવું તે સમ્યગ્દષ્ટિનું લક્ષણ છે. આવો માર્ગ છે ભાઈ !
ત્યારે કોઈ કહે છે-જરા સહેલું કરો, વંદના, જાત્રા ઇત્યાદિ પણ કરવું. એમ કહો. જુઓ, પૂજામાં પણ આવે છે કે
“એક વાર વંદે જો કોઈ તાકો નરક-પશુ ગતિ નહિ હોઈ.” અરે ભાઈ! અજ્ઞાની એકાદ ભવ નરક-પશુમાં ન જાય તોય તેથી એને શું લાભ છે? અજ્ઞાન અને મિથ્યાત્વ રહે તો પછી પણ તે તિર્યંચાદિમાં જશે જ. મેદશિખરની વંદનાનો ભાવ પણ શુભરાગ જ છે જેને જ્ઞાની દુઃખમય જાણે છે. સમ્મદશિખરની લાખ વંદના કરે તોય તે શુભરાગ જ છે, ધર્મ નથી, અને તેને ઉપાદેયગ્રહણ કરવાયોગ્ય માને ત્યાં સુધી તે મિથ્યાષ્ટિ જ છે, જૈન નહિ.
હવે “જે જીવ પરદ્રવ્યમાં આસક્ત-રાગી છે અને સમ્યગ્દષ્ટિપણાનું અભિમાન કરે છે તે સમ્યગ્દષ્ટિ છે જ નહિ; વૃથા અભિમાન કરે છે”—એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે:
* કળશ ૧૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * અહાહા...! મુનિવરને ક્યાં કોઈનીય પડી છે? તેઓ તો કહે છે–ભાઈ ! સત્ય તો આ છે; એમ કે તું મને ગમે તેમ પણ સત્ય તો આ છે. શું? તો કહે છે
‘યં મદં સ્વયમ્ સચદષ્ટિ, મે નીતુ વ: 7 ચાત્' આ હું પોતે સમ્યગ્દષ્ટિ છું, મને કદી બંધ થતો નથી “તિ' એમ માનીને “સત્તાન-ઉત્પન–વના.' જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત થયું છે એવા “રાળિr:' રાગી જીવો...
કહે છે? અજ્ઞાની જીવ બહારની ક્રિયાથી ગર્વિષ્ઠ થઈ માનવા લાગે છે કે હું સમ્યગ્દષ્ટિ છું, ધર્મી છું; મને કદી બંધ થતો નથી કેમકે સમ્યગ્દષ્ટિને ભોગની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #102
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ નિર્જરા થઈ જાય છે. માટે હું નિર્જરાવંત છું. આ રાગ આવે છે એ તો ચારિત્રનો દોષ છે, અમને તો અરાગ પરિણામ હોવાથી જે રાગ આવે છે તે ઝરી જાય છે. અહા ! પોતાને રાગની અંદર રુચિ પડેલી છે છતાં શાસ્ત્રોમાં આમ કહ્યું છે એમ માની જે ગર્વ કરે છે તેને કહે છે–ભાઈ ! તું રાગને પોતાનો માને છે તે મિથ્યાત્વનો દોષ છે. ભગવાન કેવળી સર્વજ્ઞ પરમેશ્વરને શું કહેવું છે તે સમજવાની દરકાર કરતા નથી તેનો મનુષ્યભવ ઢોર સમાન છે. આકરી વાત છે પ્રભુ ! પણ સત્ય વાત છે.
પોતાને રાગ છે, રાગનો પ્રેમ છે, છતાં હું ધર્મી છું એમ અજ્ઞાની માને છે, તેને કહે છે-ભાઈ ! જેને શુભભાવની રુચિ-પ્રેમ છે, જે શુભભાવને ભલો ને કર્તવ્ય માને છે એ તો મિથ્યાષ્ટિ છે. તેને સમ્યગ્દર્શન કેવું? આ, “જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે”—એમ ગાથાઓ આવીને? તેના ઉપરનો આ કળશ છે. અરે ભાઈ ! ભોગ નિર્જરાનો હેતુ કેમ હોય? એ તો જ્ઞાનીએ જ્ઞાનસ્વભાવને આદર્યો છે, તેને નિજ આનંદસ્વરૂપનો આશ્રય વર્તે છે તેથી તેને જે ભોગનો રાગ આવે છે તેનો તે સ્વામી નહિ થતો હોવાથી નવો બંધ કર્યા વિના તે ઝરી જાય છે–એમ ત્યાં વાત છે. શું ભોગ કાંઈ નિર્જરાનો હેતુ હોય ? ન હોય. પણ શાસ્ત્રમાં કહ્યું છે એમ જાણી કોઈ ભોગનો અભિપ્રાય રાખે છે તો તે મિથ્યાદષ્ટિ છે. આવી વાત બાપા ! બહુ ઝીણી.
ભાઈ ! આ મનુષ્યભવ મળ્યો છે પણ ભગવાન કેવળી શું કહે છે તે જો સમજવામાં ન આવ્યું તો તે નિષ્ફળ છે. મોટો સાધુ થયો તોય શું? એ જ કહે છે-જેમનું મુખ ગર્વથી ઊંચું તથા પુલકિત થયું છે એવા રાગી જીવો-પદ્રવ્ય પ્રત્યે રાગદ્વેષમોહભાવવાળા જીવો-૧' ભલે ‘ગોવરન્ત' મહાવ્રતાદિનું આચરણ કરો તથા ‘સમિતિપતાં સંવન્તા' સમિતિની ઉત્કૃષ્ટતાનું આલંબન કરો ‘મદ્ય બાપ' તોપણ તે પાપ:' તેઓ પાપી જ છે.
શું કહ્યું? પાઠમાં છે, જુઓ કે “રાળિોSણાવરન્ત'–રાગી જીવો અહિંસા-પરની દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એમ પાંચ મહાવ્રતનું આચરણ કરો તો કરો અને જોઈને ચાલવું, નિર્દોષ આહાર લેવો, હિત-મિત બોલવું ઇત્યાદિ ઉત્કૃષ્ટપણે સમિતિનું ભલે આલંબન કરો, તોપણ તેઓ પાપી જ છે, મિથ્યાષ્ટિ જ છે. કેમ? કેમકે તેમને રાગમાં સુખબુદ્ધિ-ઉપાદેયબુદ્ધિ છે અને તેમણે ચૈતન્યમૂર્તિ-વીતરાગમૂર્તિ પ્રભુ આત્માનો આશ્રય લીધો નથી. તેમને રાગમાં હેયબુદ્ધિ અને નિજ ચૈતન્યસ્વભાવમાં ઉપાદેયબુદ્ધિ થઈ નથી તેથી તેઓ પાપી જ છે. આકરી વાત બાપા! પણ ત્રણેકાળ વીતરાગનો માર્ગ આ જ છે.
ભગવાન આત્મા સદાય રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપ વીતરાગસ્વરૂપ જ છે. આવો ચિદાનંદઘન પ્રભુ આત્મા જેણે ઉપાદેય-આદરણીય કર્યો છે તેની પરિણતિમાં નિરાકુળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #103
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૦ ]
[ ૮૭ આનંદમય વીતરાગતા આવે જ છે. પરંતુ આત્માનો આશ્રય છોડીને રાગને આદરણીય માનીને કોઈ મહાવ્રતાદિ પાળે તોપણ તે મિથ્યાદષ્ટિ જ છે. રાગમાં સુખબુદ્ધિ છે તેવા જીવો, ભલે અમે સમકિતી છીએ એમ નામ ધરાવે અને બહારમાં સાધુપણાનું આચરણ કરે, આહાર-વિહાર આદિ ક્રિયાઓમાં જતનાથી પ્રવર્તે, પ્રાણ જાય તોપણ ઉશિક આહાર ગ્રહણ ન કરે તો પણ તેઓ પાપી જ છે, મિથ્યાષ્ટિ જ છે–એમ અહીં કહે છે. જુઓ, છે કે નહિ કલશમાં? “કીર્તવત્તા સમિતિપુરતાં તે યોગદ્યાપિ પાપ:' છે સ્પષ્ટ? અહા ! જેને શુભરાગનો આદર છે, શુભરાગ કર્તવ્ય છે એમ જેણે માન્યું છે તે મહાવ્રતાદિ ગમે તે આચરણ કરે તોપણ તે પાપી જ છે. કલશમાં ‘પાપ:' એમ શબ્દ છે. છે કે નહિ? ભાઈ ! મિથ્યાત્વનું પાપ મહાપાપ છે. લોકોને ખબર નથી, પણ વ્યવહારનો રાગ કર્તવ્ય છે, ધર્મ છે એમ જેણે માન્યું છે તે મિથ્યાદષ્ટિ-પાપી જ છે.
પ્રશ્ન:- પરંતુ તે પાપ (-અશુભભાવ) તો કાંઈ કરતો નથી?
ઉત્તર:- ભલે તે પાપ-અશુભભાવનો-હિંસાદિનો કરનારો નથી તો પણ તેને આચાર્ય શ્રી અમૃતચંદ્રદેવે પાપી કહ્યો છે. બહુ ગંભીર વાત છે ભાઈ ! પ્રચુર નિરાકુળ આનંદ અને અકષાયી શાંતિની પરિણતિમાં રહેનારા ધર્મના સ્થંભ એવા આચાર્યદેવનું આ કથન છે. મૂળ ગાથા આચાર્ય કુંદકુંદની છે અને 1000 વર્ષ પછી તેની આ ટીકા આચાર્ય અમૃતચંદ્રની છે. અહો ! વીતરાગી મુનિવરો-જંગલમાં વસનારા મુનિવરોનો આ પોકાર છે; કે રાગને કર્તવ્ય ને ધર્મ જાણી કોઈ અહિંસાદિ મહાવ્રતનું આચરણ કરે તો કરો, પણ તે પાપી જ છે, કેમકે તેને મિથ્યાદર્શનના અભાવરૂપ સમ્યગ્દર્શન નથી વા આત્માનુભવ નથી. મિથ્યાદર્શન એ જ મૂળ પાપ છે.
પ્રશ્ન- પણ ચરણાનુયોગમાં મહાવ્રતાદિનું વિધાન તો છે?
ઉત્તર:- હા છે; પણ ચારે અનુયોગનો સાર વીતરાગતા જ છે, રાગ નહિ. પંચાસ્તિકાયની ગાથા ૧૭ર માં છે કે ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. વીતરાગના માર્ગમાં સર્વત્ર વીતરાગતાનું જ પોષણ છે. ચરણાનુયોગમાં પણ રાગનું પોષણ કર્યું નથી. તેમાં રાગને જણાવ્યો છે, પણ પોષણ તો વીતરાગતાનું જ કર્યું છે. ચરણાનુયોગમાં સાધકને વીતરાગપરિણતિ સાથે યથાસંભવ કેવો રાગ હોય છે તેનું જ્ઞાન કરાવ્યું છે, તેનું પોષણ નહિ; પુષ્ટિ તો એક વીતરાગતાની જ કરેલી છે અને એ જ વીતરાગનો માર્ગ છે. સમજાણું કાંઈ ? શુભભાવના પ્રેમવાળાને કળશ બહુ આકરો પડે પણ શું થાય? વસ્તુસ્થિતિ જ આવી છે.
| ‘નમો નોદ સવ બારિયા' એમ પાઠ આવે છે ને ? પાઠમાં જેમને નમસ્કાર કર્યા છે એવા અમૃતચંદ્રસ્વામી એક આચાર્ય ભગવંત છે કે જેમને રાગની રુચિ છૂટી ગઈ છે અને આનંદના નાથની સૂચિમાં અંતરરમણતા અતિ પુષ્ટપણે જામી ગઈ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #104
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
તેઓ કહે છે–મહાવ્રતના પરિણામ ચારિત્ર નથી પણ ચારિત્રનો દોષ છે, અને દોષ છે તેથી તે ય છે. પણ રાગના-વ્યવહારના રાગી જીવોને આ વાત બેસતી નથી અને રાગનેવ્યવહારને જ ધર્મ જાણી તેમાં જ સંતુષ્ટ રહે છે. તેમને અહીં કહે છે-રાગના રાગી જીવો અર્થાત્ પરદ્રવ્ય પ્રતિ રાગદ્વેષમોવાળા જીવો રાગમાં જ સંતુષ્ટ રહી મહાવ્રતાદિ પાળે છે તો પાળો, અને ઉત્કૃષ્ટપણે-ઉત્કૃષ્ટપણે હોં–સમિતિનું આચરણ કરે છે તો કરો, તોપણ તેઓ પાપી જ છે. અહાહા...! એકેન્દ્રિયને પણ દુ:ખ ન થાય એમ જોઈને ચાલે, નિર્દોષ આહાર-પાણી લે તથા હિત-મિત વચન કહૈ ઇત્યાદિ ઉત્કૃષ્ટપણે સમિતિ પાળે તોપણ તે રાગના રાગી જીવો પાપી જ છે–બહુ આકરી વાત ભગવાન!
પ્રશ્ન:- પાપી-અશુભભાવ કરનારો તો નવમી ત્રૈવેયક જઈ ન શકે; જ્યારે આ (મહાવ્રતાદિનો પાળનારો) તો નવમી ત્રૈવેયક જાય છે, તો પછી તેને પાપી કેમ કહ્યો ? ઉત્તર:- ભાઈ! પાપી નવમી ત્રૈવેયક ન જાય એ સાચું અને આ પુણ્ય ઉપજાવીને જાય છે. પરંતુ નિશ્ચયથી તો પુણ્યય ખરેખર પાપ જ છે. યોગસારમાં દોહા ૭૧ માં યોગીન્દ્રસ્વામી કહે છે
66
‘પાપ તત્ત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ, પુણ્ય તત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.”
અહો ! કેવળીના કેડાયતો એવા દિગંબર મુનિવરોએ તો, મહા ગજબનાં કામ કર્યાં છે! તેમણે જૈનધર્મને ટકાવી રાખ્યો છે. આને મૂળ પાપ જે મિથ્યાત્વ તે ક્યાત છે. તેથી તે પાપી જ છે. હવે આવો કડવો ઘૂંટડો ઉતારવો કઠણ પડે, પણ ભાઈ! જેમાં રાગથી લાભ (ધર્મ) થાય એ વીતરાગ માર્ગ નથી. કહ્યું છે કે
“જિન સોહી હૈ આતમા અન્ય સોહી હૈ કર્મ, યહી વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ.”
ભગવાન આત્મા સદા જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે આ સિવાય રાગાદિ અન્ય સર્વ કર્મ છે. જિનપ્રવચનનું આ રહસ્ય છે કે રાગભાવ ધર્મ નથી, કર્મ છે.
પ્રશ્ન:- તો જ્ઞાનીને પણ રાગ તો હોય છે?
ઉત્ત૨:- હા, જ્ઞાનીને યથાસંભવ રાગ હોય છે પણ એને રાગની રુચિ નથી, એને રાગનું સ્વામિત્વ નથી. અહીં તો જેને રાગની રુચિ છે, રાગથી ભલું-કલ્યાણ થશે એવી માન્યતા છે તે ગમે તેવું આચરણ કરનારો હોવા છતાં અજ્ઞાની છે, પાપી છે એમ વાત છે, કેમકે તેને વીતરાગસ્વભાવી આત્માનો આશ્રય નથી. અહા! જેણે આસવ-બંધરૂપ પુણ્ય-પાપના ભાવને આદરણીય માન્યા છે તેણે સંવર, નિર્જરા અને મોક્ષને જાણ્યા જ નથી, તેણે પોતાના આત્માને અને ૫૨ને ભિન્ન ભિન્ન જાણ્યા જ નથી. ભાઈ! રાગ હોય તે જુદી ચીજ છે અને રાગની રુચિ હોવી જુદી ચીજ છે. અજ્ઞાની
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #105
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૦ ]
[ ૮૯ જીવ રાગની રુચિની આડમાં રાગથી ભિન્ન અંદર આખો ચૈતન્યથી ભરેલો ભગવાન આત્મા છે તેને જાણતો નથી. રાગને ભલો જાણે તે રાગથી કેમ ખસે? ન જ ખસે.
જ્યારે જ્ઞાનીને આત્માની રુચિ અને રાગની અરુચિ છે. તે રાગને ઉપાધિ જાણે છે અને આત્મ-રુચિના બળે તેને દૂર કરે છે. અહા ! જ્ઞાની અને અજ્ઞાનીના અભિપ્રાયમાં આસમાન-જમીનનો ફરક છે! અજ્ઞાની તો ઉપાધિભાવને પોતાનો જાણી લાભદાયક માને છે અને તેથી જ અહીં કહ્યું છે કે-અજ્ઞાની પંચમહાવ્રતાદિનું આચરણ કરે–ચોખ્ખાં હીંતોપણ પાપી જ છે.
ભાઈ ! વીતરાગની આજ્ઞા તો વીતરાગતા પ્રગટ કરવાની છે; રાગને પ્રગટ કરવાની અને તેને આદરણીય માનવાની વીતરાગની આજ્ઞા નથી. રાગ કરતાં કરતાં સમ્યગ્દર્શન આદિ નિર્મળ રત્નત્રય પ્રગટ થશે એ તો લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવશે એના જેવી ( મિથ્યા) વાત છે. અરે ! અજ્ઞાનીઓએ સદાય નિત્ય શરણરૂપ એવા ભગવાન આત્માને છોડી દઈને નિરાધાર ને અશરણ એવા રાગને પોતાનો માની ગ્રહણ કર્યો છે! તેથી અહીં સંતો અતિ સ્પષ્ટ કર્યું છે કે-પંચમહાવ્રતાદિને પાળનારા હોવા છતાં એને જ કર્તવ્ય અને ધર્મ જાણનારા તેઓ પાપી જ છે, મિથ્યાષ્ટિ છે. ભારે આકરી વાત! પણ દિગંબર સંતોને કોની પડી છે? તેમણે તો માર્ગ જેવો છે તેવો સ્પષ્ટ જાહેર કર્યો છે. જુઓને! ત્રણ કપાયનો જેમને અભાવ થયો છે એવા તે મુનિવરો કિંચિત રાગ તો છે પણ તેને તેઓ આદરણીય માનતા નથી.
અજ્ઞાની અહિંસાદિ પાંચ મહાવ્રત પાળે, ઈર્ષા, ભાષા, એષણા આદિ પાંચ સમિતિ પાળે–ચોખ્ખાં હીં-તોપણ તે પાપી છે. આકરી વાત ભગવાન! કેમ પાપી છે? તો કહે છે
યત: માત્મા–અનાત્મા–સવ મ–વિરા' કારણ કે તે આત્મા ને અનાત્માના જ્ઞાનથી રહિત છે. જ્ઞાયકસ્વરૂપી ભગવાન આત્મા છે અને રાગ છે તે આસ્રવ-અનાત્મા છે. હવે જેણે રાગ-વ્રતના પરિણામને-ભલો માન્યો છે તેને આત્મા અને અનાત્માની ખબર નથી. તત્ત્વાર્થસૂત્રમાં વ્રત ને અવ્રત-બન્ને પરિણામને આસ્રવ કહ્યા છે. મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ આવે છે કે-જો તમે અશુભભાવને પાપ માનો છો અને શુભભાવને ધર્મ માનો છો તો પુણ્ય કયાં ગયું? એમ કે હિંસાદિના ભાવ પાપ છે, અને દયા આદિના ભાવ ધર્મ છે એમ માનો તો પુણ્ય કોને કહેવું? મતલબ કે દયા-અહિંસા આદિ વ્રતના પરિણામ પુણ્ય છે, આસ્રવ છે. આવી વાત લોકોને આકરી પડે છે, પણ શું થાય ? વસ્તુસ્થિતિ જ એવી છે. ભાઈ ! રાગનો રાગી જીવ મહાવ્રતાદિ આચરે તો પણ મિથ્યાદષ્ટિ જ છે. ગજબનો આકરો કળશ છે!
દયા પાળે, સત્ય બોલે, અચૌર્ય પાળે, જીવનભરનું બ્રહ્મચર્ય પાળે, બહારનો એક ધાગા સરખોય પરિગ્રહુ રાખે નહિ અને છતાં પાપી કહેવાય? હા, આચાર્ય અમૃતચંદ્ર કળશમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #106
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ એમ કહે છે કે તે પાપી છે કેમકે તે રાગનો રાગી છે અને તેથી મૂળ પરિગ્રહ જે મિથ્યાત્વ તે ઊભો છે. રત્નકરંડ શ્રાવકાચાર (શ્લોક ૩૩ માં) માં આવે છે કે
" गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान
अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः" ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં જેને રાગનો આદર નથી અને આત્માનો આદર થયો છે તે સમકિતી મોક્ષમાર્ગી છે. જ્યારે અજ્ઞાની મુનિલિંગ (દ્રવ્યલિંગ) ધારવા છતાં રાગનો આદર કરે છે તો તે મોહી-મિથ્યાદષ્ટિ છે. જેના અભિપ્રાયમાં રાગ આદરણીય છે તેને વર્તમાનમાં ભલે મંદ રાગ હોય તોપણ તે મોહી-મિથ્યાષ્ટિ છે અને ચોથે ગુણસ્થાને ભલે ત્રણ કષાયયુક્ત રાગની પ્રવૃત્તિ હોય તો પણ તેને રાગ આદરણીય નહિ હોવાથી તે મોક્ષમાર્ગમાં છે. આવી વાત છે. અજ્ઞાની આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી શુભાચરણ કરવા છતાં સમ્યકત્વથી રહિત એવા પાપી જ છે. છે ને કે'आत्मानात्मावगमविरहात् सन्ति सम्यक्त्वरिक्ताः'
* કળશ ૧૩૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “પદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ-હું સમ્યગ્દષ્ટિ છું, મને બંધ થતો નથીએમ માને છે તેને સમ્યકત્વ કેવું? તે વ્રત-સમિતિ પાળે તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે.'
જોયું? જેને રાગમાં રુચિ છે, પરદ્રવ્ય પ્રત્યેના આશ્રયનો પ્રેમ છે, તેને અનંતાનુબંધીનો રાગ થતો હોય છે. તે ભલે માને કે-હું સમ્યગ્દષ્ટિ છું, મને બંધ નથીતોપણ ખરેખર તે મિથ્યાદષ્ટિ જ છે. આવો જીવ ભલે અહિંસાદિ પાંચ મહાવ્રત પાળે કે જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આહાર લેવો-ઇત્યાદિ પાળે તોપણ તે પાપી જ છે કેમકે તેને સ્વપરનું ભેદવિજ્ઞાન નથી. જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્યમાત્ર વસ્તુ આત્મા તે હું સ્વ અને આ રાગાદિ ભાવ મારાથી ભિન્ન પર છે એવું ભેદવિજ્ઞાન નહિ હોવાથી બહારથી વ્રત-સમિતિ પાળે તોપણ તે મિથ્યાદષ્ટિ જ છે, પાપી જ છે.
આ શ્રી જયચંદજી પંડિત આચાર્યદેવની વાતનો વિશેષ ખુલાસો કરે છે કે-અંતરમાં રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યનું ભાન થયું નથી અને રાગની રુચિમાં રહેલા છે તે જીવો ભલે વ્રતાદિરૂપ શુભાચરણ કરે તો પણ તેઓ પાપી જ છે કેમકે તેમને સ્વપરનું ભેદવિજ્ઞાન નથી. ધર્મને નામે લોકો તો વ્રત, ને તપ ને સામાયિક ને ભક્તિ ઇત્યાદિ ક્રિયાઓ કરવા મંડી પડ્યા છે પણ બાપુ! ધર્મ કોઈ જુદી ચીજ છે; ધર્મ તો વીતરાગતામય છે, રાગમય નહિ. પણ એને કયાં આવો વિચાર છે? એ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #107
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨OO ]
[ ૯૧ બસ ક્રિયાઓમાં લવલીન છે; પણ ભાઈ ! એ વડે ધર્મ નહિ થાય, એનાથી સંસાર નહિ ટળે.
વળી “પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તે તે વળી સમ્યગ્દષ્ટિ કેવો? કારણ કે જ્યાંસુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાંસુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ તો પોતાની નિંદા-ગહ કરતો જ રહે છે.'
અહા ! મને રાગેય નથી ને બંધનેય નથી એમ માની જે સ્વચ્છેદે પ્રવર્તે છે એ તો સમકિતી છે જ નહિ. સમકિતીને તો જ્યાં સુધી પૂર્ણ વીતરાગતારૂપ યથાખ્યાત ચારિત્રજેવું સ્વરૂપ પૂર્ણ વીતરાગ છે તેવું પ્રસિદ્ધ વીતરાગ ચારિત્ર-ન થાય ત્યાં સુધી રાગ રહે જ છે અને બંધ પણ થાય જ છે. વળી તેને જ્યાં સુધી રાગ રહે છે ત્યાં સુધી એની નિંદાગ કરતો જ રહે છે. રાગ થાય તો કાંઈ વાંધો નહિ એમ સમકિતીને ન હોય. અરે ! તેને શુભભાવ થાય એની પણ તે નિંદા-ગહ કરતો જ રહે છે. જોકે નિંદા-ગહ છે તો શુભભાવ, પણ તે સમકિતીને હોય જ છે કેમકે તેને રાગમાં હેયબુદ્ધિ છે. મોક્ષ અધિકારમાં નિંદા-ગર્હ એ શુભભાવ છે અને તે વિષનો ઘડો છે એમ કહ્યું છે. પણ સમકિતીને રાગ પ્રતિ નિંદા-ગનો ભાવ આવે જ છે. હવે કહે છે
“જ્ઞાન થવા માત્રથી બંધથી છૂટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપશુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, બંધ થતો નથી-એમ માનીને સ્વદે પ્રવર્તનાર જીવ મિથ્યાષ્ટિ જ છે.”
શું કહ્યું આ? કે જ્ઞાન થયા પછી તેમાં જ-શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ લીનતારૂપશુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે. જોયું? જ્ઞાનાનંદસ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધોપયોગ છે અને તે શુદ્ધોપયોગ ચારિત્ર છે. પણ મહાવ્રતના પરિણામ કાંઈ ચારિત્ર નથી; ચારિત્ર તો શુદ્ધોપયોગરૂપ પરિણામ છે. અજ્ઞાનીની વાતે-વાતે ફેર છે. અજ્ઞાની તો મહાવ્રતનારાગના પરિણામને ચારિત્ર માને છે. પણ અહીં તો ત્રણ વાત કહી
૧. જ્ઞાનાનંદસ્વભાવી નિજ આત્મસ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધોપયોગ છે. ૨. તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર છે. અને
૩. આવા શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે, પરંતુ મહાવ્રતના પરિણામ કે નગ્નપણું ચારિત્ર નથી અને તે વડે બંધ કપાય છે એમ પણ નથી. અહો! જયચંદજીએ કેવો સરસ ખુલાસો કર્યો છે!
કહે છે-જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન પ્રગટ થયા પછી તેમાં જ લીનતારૂપ શુદ્ધોપયોગ પ્રગટ કરે તે ચારિત્ર છે. સ્વરૂપમાં ચરે-રમે તે ચારિત્ર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #108
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સ્વરૂપમાં રમતા રૂપ શુદ્ધોપયોગ છે અને તે ચારિત્ર છે. જ્યારે શુભાશુભભાવ અશુદ્ધોપયોગ છે અને તે અચારિત્ર છે. અહીં કહે છે–શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ છેદાય છે, શુભરાગથી નહિ. અરે ! લોકોને બિચારાઓને આનો અભ્યાસ નથી એટલે ક્રિયાકાંડના રાગમાં જ બધો કાળ વ્યર્થ ગુમાવી દે છે! પરંતુ ભાઈ ! સર્વજ્ઞ પરમેશ્વર શું કહે છે અને કઈ સ્થિતિએ બંધ છેડાય છે તે યથાર્થ જાણવું જોઈએ. એ સિવાય જન્મ-મરણના અંત કેમ આવશે પ્રભુ?
કહે છે-સમ્યગ્દર્શન થયા પછી પણ જ્ઞાનીને શુભભાવ આવે છે પરંતુ તે બંધનું જ કારણ છે; જ્યારે શુદ્ધોપયોગરૂપ જે અંતર્લીનતા તે બંધના અભાવનું કારણ છે. માટે રાગ હોવા છતાં, મને બંધ થતો નથી કેમકે હું સમકિતી –એમ માનીને જે રાગમાં સ્વચ્છેદ થઈ નિરર્ગલ પ્રવર્તે છે તે મિથ્યાદષ્ટિ જ છે. શ્રી જયચંદજીએ બહુ સરસ વાત કરી છે.
અહીં કોઈ પૂછે કે વ્રત-સમિતિ તો શુભકાર્ય છે, તો પછી વ્રત-સમિતિ પાળતાં છતાં તે જીવને પાપી કેમ કહ્યો?'
જોયું? શું કહ્યું આ? કે વ્રત-સમિતિના પરિણામ શુભકાર્ય છે, ધર્મ નહિ હૈંતો પછી અહિંસા, સત્ય, અદત્ત, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ-એમ મહાવ્રત પાળે, જીવોની વિરાધના ન થાય એમ ગમનાદિ સાધે, હિતમિત વચન બોલે, નિર્દોષ આહાર લે ઇત્યાદિ શુભકાર્ય કરે તેને પાપી કેમ કહ્યો?
તેનું સમાધાન- “સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે, જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ-અશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થે પાપ જ કહેવાય છે.”
જુઓ, સિદ્ધાંતમાં પાપ મિથ્યાત્વને જ કહ્યું છે-એમ એકાન્ત નાખ્યું છે. તો શું બીજાં (રાગાદિભાવ) પાપ નથી ? સાંભળને ભાઈ ! મિથ્યાત્વ એ જ સંસાર છે, મિથ્યાત્વ એ જ આસ્રવ છે ને મિથ્યાત્વ એ જ બંધનું કારણ છે. અન્ય રાગાદિભાવ (અશુભભાવ) પાપ તો છે, પણ તે અહીં ગૌણ છે. અહીં તો મૂળ પાપ મિથ્યાત્વ જ છે એમ વાત છે. વ્રતાદિ પુણ્યના પરિણામને ધર્મ ના ધર્મનું કારણ માને તે મિથ્યાત્વ છે અને તે મિથ્યાત્વ જ મૂળ પાપ છે. જુઓ, વિશેષ સ્પષ્ટ કરે છે કે-જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભાશુભ સર્વ ક્રિયાને અધ્યાત્મમાં પરમાર્થ પાપ જ કહેવાય છે. ભાઈ ! કોઈ મહાવ્રતાદિનું આચરણ કરે અને એ વડ ધર્મ થવો માને તો તેને એ બધાં શુભાચરણ પાપ જ છે. આકરી લાગે પણ ચોકખી વાત કહી છે કે અધ્યાત્મમાં મિથ્યાત્વ સહિત શુભક્રિયાને પરમાર્થે પાપ જ કહે છે. પણ એને ક્યાં વિચારવું છે? બિચારો એમ ને એમ હાંકે રાખે છે. અહીં તો ભગવાનના આગમમાં આવેલી આ વાત છે કે
૧. મિથ્યાત્વ એ જ મૂળ પાપ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #109
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૦ ]
[ ૯૩
૨. જ્યાં સુધી મિથ્યાત્વ રહે ત્યાં સુધી શુભ કે અશુભ સર્વ ક્રિયાઓને અધ્યાત્મમાં ૫૨માર્થે પાપ જ કહે છે. જુઓ, છે અંદર કે નહિ ? (છે ).
હવે કહે છે– વળી વ્યવહારનયની પ્રધાનતામાં, વ્યવહા૨ી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાડવા શુભ ક્રિયાને સ્થંચિત્ પુણ્ય પણ કહેવાય છે. આમ કહેવાથી સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી.'
જોયું ? પરમાર્થે શુભક્રિયાને પાપ કહેવામાં આવે છે તોપણ વ્યવહારનયે તેને અશુભ-પાપના પરિણામ છોડાવીને શુભપરિણામમાં પ્રવર્તાવવા માટે પુણ્ય પણ કહે છે. પરંતુ તેને પુણ્ય કહે છે, ધર્મ નહિ. અહીં વ્યવહારથી પાપ અને પુણ્ય-એ બે વચ્ચેનો ભેદતફાવત દર્શાવ્યો છે.
જ્યાં સુધી દયા, દાન, વ્રત આદિના શુભ પરિણામથી ધર્મ થાય છે એવી મિથ્યા માન્યતા છે ત્યાં સુધી તે શુભક્રિયાના પરિણામ નિશ્ચયથી પાપ જ કહ્યા છે; પરંતુ વ્યવહારે, અશુભને છોડીને શુભમાં જોડાય છે તે શુભને પુણ્ય પણ કહે છે. પુણ્ય હોં, ધર્મ નહિ. અરે ભાઈ! આ ટાણાં આવ્યાં છે ને જો આ ટાણે આનો નિર્ણય નહિ કરે તો કે દિ’ કરીશ ? ( પછી અનંતકાળે પણ અવસર નહિ આવે ). માટે હમણાં જ તત્ત્વાભ્યાસ વડે નિર્ણય કર.
શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં સાતમા અધિકારમાં સમ્યક્ત્વ સન્મુખ મિથ્યાદષ્ટિનું કથન કરતાં કહ્યું છે કે -જો આ અવસરમાં તત્ત્વાભ્યાસના સંસ્કાર પડયા હશે તો કદાચિત્ કોઈ પાપની વિચિત્રતાના વશે અહીંથી નરકમાં કે તિર્યંચમાં–ઢો૨માં જાય તોપણ ત્યાં તે સંસ્કાર ઉગશે અને તેને દેવાદિના નિમિત્ત વિના પણ સમકિત થશે. અહાહા...! ‘રાગથી રહિત હું શુદ્ધ ચૈતન્યમય વસ્તુ આત્મા છું'-એવા અંતરમાં સંસ્કાર દઢ પડયા હશે તો તે અન્યત્ર એ સંસ્કારના બળે સમકિતને પ્રાપ્ત થશે. વળી ત્યાં કહ્યું છે કે
“જુઓ, તત્ત્વવિચારનો મહિમા! તત્ત્વવિચાર રહિત દેવાદિકની પ્રતીતિ કરે, ઘણાં શાસ્ત્રોનો અભ્યાસ કરે તથા વ્રત-તપશ્ચરણાદિ કરે છતાં તેને તો સમ્યક્ત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વ વિચારવાળો એ વિના પણ સમ્યક્ત્વનો અધિકારી થાય છે.
લોકો તો વ્રત ને તપ કર્યાં એટલે થઈ ગયો ધર્મ એમ માને છે. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી સાંભળને! એ તો બધો રાગ છે અને રાગથી ભિન્ન તારું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. આવો તત્ત્વવિચાર અને નિર્ણય થયા વિના વ્રતાદિ આચરણ કરે તોય જીવ મિથ્યાદષ્ટિ જ રહે છે. અને આવા તત્ત્વવિચાર સહિત જેને અંત૨માં તત્ત્વ-નિર્ણયના દઢ સંસ્કાર પડયા છે તે સમકિતનો અધિકારી થાય છે. કદાચિત્ નરક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #110
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તિર્યંચમાં જાય તો પણ ત્યાં તે સંસ્કારના બળે સમકિત પામશે. લોકોને આ આકરું પડે છે, પણ શું થાય ?
ત્યારે કેટલાક કહે છે–તમે વ્યવહારથી નિશ્ચય થાય એમ માનતા નથી. પણ ભાઈ ! આગમ જ આમ કહે છે; શાસ્ત્ર જ આમ કહે છે કે વ્યવહારથી (રાગથી ) નિશ્ચય (ધર્મ) થાય એમ માનનારા મિથ્યાદષ્ટિ છે. જુઓ, લખ્યું છે ને કે-તત્ત્વવિચાર રહિત તપશ્ચરણાદિ કરે તોય તેને સમ્યકત્વ થવાનો અધિકાર નથી અને તત્ત્વવિચારવાળો એ વિના પણ સમ્યકત્વનો અધિકારી થાય છે. વળી ત્યાં જ આગળ જતાં લખ્યું છે કે
વળી કોઈ જીવને તત્ત્વવિચાર થવા પહેલાં કોઈ કારણ પામીને દેવાદિકની પ્રતીતિ થાય, વા વ્રત-તપ અંગીકાર થાય અને પછી તે તત્ત્વવિચાર કરે, પરંતુ સમ્યકત્વનો અધિકારી તત્ત્વવિચાર થતાં જ થાય છે.” જુઓ, વ્રત-તપ અંગીકાર કરે માટે સમકિત થાય એમ નહિ, પણ તત્ત્વવિચાર થતાં તે સમકિતનો અધિકારી થાય છે. આવી ચોકખી વાત છે, પણ અરેરે ! જગતને કયાં પડી છે? આ જીવન પુરું થતાં હું ક્યાં જઈશ? મારું શું થશે? આવો એને વિચાર જ ક્યાં છે? એ તો બિચારો સ્ત્રી-પુત્ર-પરિવાર અને બહારની પાંચ-પચાસ લાખની ધૂળમાં-સંપત્તિમાં સલવાઈ પડયો છે. કદાચિત સાંભળવા જાય તોપણ એથી શું? તત્ત્વવિચાર-તત્ત્વમંથન કર્યા વિના અને તત્વનિર્ણય પામ્યા વિના બધું થોથેથોથાં છે.
અહીં કહે છે-વ્યવહારનયની મુખ્યતાથી વ્યવહારી જીવોને અશુભ છોડાવી શુભમાં લગાવવા શુભક્રિયાને કોઈ પ્રકારે પુણ્ય પણ કહે છે. વ્રત, તપ, ભક્તિ, જાત્રા, ઉપવાસ આદિ વ્યવહારથી પુણ્ય કહેવાય છે. તથાપિ નિશ્ચયથી તો એ સર્વ શુભક્રિયા, જો શુભક્રિયાને પોતાની માને છે તો, પાપ જ છે. આવી વાત છે.
વળી કોઈ પૂછે છે કે-પરદ્રવ્યમાં રાગ રહે ત્યાં સુધી જીવને મિથ્યાદષ્ટિ કહ્યો તે વાતમાં અમે સમજ્યા નહિ. અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયથી રાગાદિભાવ તો હોય છે, તેમને સમ્યકત્વ કેમ છે?'
શું કહ્યું આ? કે આપ શુભભાવ કરનારને મિથ્યાષ્ટિ કહો છો એ વાત અમે સમજ્યા નહિ; કેમકે અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને પણ ચારિત્રમોહના ઉદયથી શુભભાવ થતો હોય છે. ક્ષાયિક સમકિતીને પણ રાગના પરિણામ તો થાય છે. તો પછી તેમને સમકિત કેમ છે? તેમને રાગ છે છતાં સમકિત કેમ ટકી રહે છે?
તેનું સમાધાન- “અહીં મિથ્યાત્વસહિત અનંતાનુબંધી રાગ પ્રધાનપણે કહ્યો છે. જેને એવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #111
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૯૫
સમયસાર ગાથા-૨૦૦ ]
–
આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે, તેને સ્વ-પરનું જ્ઞાનશ્રદ્ધાન નથી-ભેદજ્ઞાન નથી - એમ સમજવું’.
જુઓ, જેની વિપરીત માન્યતા છે કે-વ્રત ને તપ વડે મને ધર્મ થશે અને ભગવાનની ભક્તિ-વંદના-જાત્રા વડે સમકિત થશે-તે મિથ્યાદષ્ટિ છે; અને આવું વિપરીત માનનાર મિથ્યાદષ્ટિના અનંતાનુબંધી રાગને અહીં પ્રધાનપણે કહ્યો છે અર્થાત્ અનંતાનુબંધીના રાગને જ અહીં રાગ કહ્યો છે; અસ્થિરતાના રાગને નહિ. જુઓને ! અહીં તો પંડિત શ્રી જયચંદજીએ આખું પાનું ભર્યું છે! કહે છે-જેને આવો રાગ હોય છે અર્થાત્ જેને પરદ્રવ્યમાં તથા પરદ્રવ્યથી થતા ભાવોમાં આત્મબુદ્ધિપૂર્વક પ્રીતિ-અપ્રીતિ થાય છે... શું કહ્યું? પરદ્રવ્યમાં અને પરદ્રવ્યથી થતા ભાવોમાં-ભલે પછી તે દેવ, ગુરુ, શાસ્ત્ર કે સ્ત્રી-પુત્રાદિ અન્ય હો-તે સર્વ પદ્રવ્યમાં અને તેનાથી થતા પુણ્ય-પાપના ભાવોમાં જેને આત્મબુદ્ધિ થાય છે તેને સ્વપરનું જ્ઞાનશ્રદ્વાન નથી. અહા ! જેને ૫૨દ્રવ્યમાં અને પરદ્રવ્યથી થતા પુણ્ય-પાપના ભાવોમાં-તે મારા છે અને મને લાભકારી છે-એમ પ્રીતિ-અપ્રીતિ થાય છે તેને સ્વપરનું શ્રદ્ધાન નથી. જેને રાગનો પ્રેમ છે તેને-આત્મા પોતે સ્વ અને રાગ ૫૨-એવું ભેદજ્ઞાન નથી. આ દેવ-ગુરુ-શાસ્ત્રને પણ જે મારાં માને તેને સ્વપરનું ભેદજ્ઞાન નથી.
હા, પણ આ દીકરા-દીકરી તો અમારાં ખરાં ને?
ઉત્ત૨:- ધૂળેય તારાં નથી, સાંભળને! તેઓ તેના છે. તેનો આત્મા તેનો છે અને શરીર શરીરનું છે. શું તે શરીર આત્માનું છે? શું તે શરીર તારું (પિતાનું) છે? શું તેનો આત્મા તારો (પિતાનો ) છે? ના. અહાહા... ! પોતે તો જ્ઞાયકસ્વરૂપી આનંદકંદ ભગવાન સ્વસ્વરૂપે છે અને તે સિવાય જે કાંઈ છે તે બધુંય પ૨દ્રવ્ય છે. તે સર્વ પદ્રવ્ય અને તેના નિમિત્તથી થતા પુણ્યના ભાવોમાં (અહીં મુખ્યપણે પુણ્ય ઉપર જોર દેવું છે). જેને પોતાપણું છે તેને સ્વ-૫૨નું ભેદવિજ્ઞાન નથી. એમ સમજવું.
હવે વિશેષ કહે છે–‘ જીવ મુનિપદ લઈ વ્રત-સમિતિ પાળે તોપણ જ્યાં સુધી ૫૨
જીવોની રક્ષા, શરીર સંબંધી જતનાથી પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના શુભભાવોથી પોતાનો મોક્ષ માને છે અને ૫૨ જીવોનો ઘાત થવો, અયત્નાચારરૂપે પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી તથા પરદ્રવ્યના નિમિત્તે થતા પોતાના અશુભ ભાવોથી જ પોતાને બંધ થતો માને છે ત્યાં સુધી તેને સ્વપરનું જ્ઞાન થયું નથી એમ જાણવું.
જુઓ, પરદ્રવ્યની ક્રિયા જીવ કરી શકતો નથી. છતાં મુનિપદ લઈને વ્રત-સમિતિ પાળતાં, હું ૫૨ જીવોની રક્ષા કરું છું–દયા પાળું છું તથા ૫૨ જીવોની હિંસા ન થાય તેમ જતનાથી શરીરાદિને પ્રવર્તાવું છું-એમ જે પરદ્રવ્યની ક્રિયાથી અને પરદ્રવ્યના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #112
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ નિમિત્તે થતા વ્રત, તપ, ભક્તિ, જાત્રા આદિના શુભભાવોથી જે પોતાનો મોક્ષ માને છે તેને ભેદવિજ્ઞાન જ નથી. ભાઈ ! વ્રત, તપ, ઉપવાસ આદિ શુભભાવ પરદ્રવ્યનો ભાવ છે. એને પોતાનો માને વા એના વડે મોક્ષ થવો માને છે તેને સ્વપરનું જ્ઞાન જ નથી. વળી પર જીવોની હિંસા થવી અને અયત્નાચારે શરીરનું પ્રવર્તવું ઇત્યાદિ પરદ્રવ્યની ક્રિયાથી વા તેના નિમિત્તે થતા અશુભભાવથી જ બંધ થાય છે એમ જે માને છે તેને પણ સ્વપરનું ભેદવિજ્ઞાન નથી. ગંભીર વાત છે ભાઈ ! અહાહા...! જ્યાંસુધી અશુભભાવથી જ બંધ અને શુભભાવથી મોક્ષ થવો જીવ માને છે ત્યાંસુધી વ્રત-સમિતિ પાળે તોય તે સ્વપરના ભેદજ્ઞાનરહિત હોવાથી અજ્ઞાની જ છે. પરની ક્રિયા અને અશુભભાવ જ બંધનું કારણ છે અને શુભક્રિયા-વ્રતાદિ ભાવ મોક્ષનું કારણ છે, બંધનું કારણ છે-એમ માને છે તે મિથ્યાદષ્ટિ છે. લોકો તો રાડ નાખી જાય એવી આ આકરી વાત છે.
' અરે! પરદ્રવ્યની ક્રિયા તું કયાં કરી શકે છે ભગવાન? શું તું પરની દયા પાળી શકે છે? શું તું પર જીવની હિંસા કરી શકે છે? ના, એ તો જીવનું આયુષ્ય હોય ત્યાં સુધી તે જીવે છે અને આયુષ્ય પુરું થઈ જતાં મરી જાય છે; એમાં તારું શું કર્તવ્ય છે? કાંઈ નહિ. બંધ અધિકારમાં આવે છે કે હું પરને જીવાડું છું, પરને મારું છું, પરને સુખી-દુ:ખી કરું છું ઇત્યાદિ જે માને છે તે મિથ્યાષ્ટિ છે, જૈન નથી. અરે, જૈનની એને ખબરેય નથી.
હવે તેનું કારણ સમજાવે છે કારણ કે બંધ-મોક્ષ તો પોતાના અશુદ્ધ તથા શુદ્ધ ભાવોથી જ થતા હતા, શુભાશુભ ભાવો તો બંધનાં જ કારણ હતા અને પરદ્રવ્ય તો | નિમિત્ત માત્ર જ હતું, તેમાં તેણે વિપર્યયરૂપ માન્યું.
શું કહે છે? કે બંધ તો અશુદ્ધ પરિણામથી થાય છે. શુભ અને અશુભ-બને ભાવ અશુદ્ધ પરિણામ છે. વ્રત, તપ, જાત્રા આદિના ભાવ જે શુભ છે તે અશુદ્ધ છે અને હિંસાદિના અશુભભાવ પણ અશુદ્ધ છે. આ પ્રમાણે શુભાશુભ ભાવ બન્ને અશુદ્ધ હોવાથી બન્નેય બંધનાં જ કારણ છે. અશુભની જેમ શુભભાવ પણ બંધનું જ કારણ છે. ભાઈ વ્રત-અવ્રતના બન્ને પરિણામ બંધનું જ કારણ છે. જ્યારે વ્રત-અવતરહિત-પુણ્યપાપરહિત આત્માનો જે શુદ્ધભાવ છે તે મોક્ષનું કારણ છે. એક શુદ્ધોપયોગ જ મોક્ષનું કારણ છે.
જુઓ, પુણ્ય-પાપના બન્ને ભાવ બંધનું કારણ છે અને પરદ્રવ્ય તો તેમાં નિમિત્તમાત્ર જ છે. પરંતુ અજ્ઞાની તેમાં વિપરીત માને છે. હવે આવું સાંભળવાસમજવાની એને કયાં નવરાશ છે? કદાચિત સાંભળવા જાય તો કુગુરુ એને લૂંટી લે છે. અરેરે ! વીતરાગ માર્ગનું સત્યાર્થ સ્વરૂપ સાંભળવાય ન મળે ત્યાં એને માર્ગની રુચિ અને માર્ગરૂપ પરિણમન કયારે થાય ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #113
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨00 ]
[ ૯૭ પ્રશ્ન:- આપ તો વ્યવહારનો લોપ કરો છો; શું વ્યવહાર છે જ નહિ?
ઉત્તર- કોણ કહે છે કે વ્યવહાર છે જ નહિ? વ્રત, તપ, ભક્તિ, દાન ઇત્યાદિ બાહ્ય વ્યવહાર જ્ઞાનીને પણ હોય છે, પણ તે મોક્ષમાર્ગ અર્થાત્ મોક્ષનું કારણ છે એમ જ્ઞાની માનતા નથી. જો કોઈ તેને મોક્ષમાર્ગ જાણી આચરણ કરે છે તો તે મિથ્યાદષ્ટિ છે એમ વાત છે. જુઓને ! અહીં શું કહે છે આ? કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ ભાવો શુભરાગ છે અને તે વડે પોતાનો મોક્ષ થવો જે માને છે તે અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે. આ તો શાસ્ત્ર-આગમ આમ પોકારી કહે છે, પરંતુ અજ્ઞાની વિપરીત જ માને છે.
આ રીતે જ્યાં સુધી જીવ પરદ્રવ્યથી જ ભલું બુરું માની રાગદ્વેષ કરે છે ત્યાં સુધી તે સમ્યગ્દષ્ટિ નથી.'
જુઓ, શું કીધું આ? કે અજ્ઞાની પરદ્રવ્યથી જ ભલું બુરું માની રાગદ્વેષ કરે છે. પરની દયા પાળવી તે ભલું છે અને પરની હિંસા કરવી તે બુરું છે-એમ પદ્રવ્યથી ભલું બુરું માની રાગદ્વેષ કરે છે તે સમકિતી નથી. (પરમાર્થે શુભ અને અશુભભાવ તે પણ પર છે.) ભાઈ ! આ તો શ્રી જયચંદજીએ લખ્યું છે તેનું અહીં સ્પષ્ટીકરણ ચાલે છે. શરીરની ઉપવાસાદિ ક્રિયાથી અને શુભભાવથી ધર્મ થાય છે અને અશુભભાવથી જ બંધ થાય છે એમ અજ્ઞાની વિપરીત માને છે. આવું વિપરીત જ્યાંસુધી તે માને છે ત્યાં સુધી તે સમકિતી નથી. કેવો સરસ ભાવાર્થ લખ્યો છે !
સમ્યગ્દષ્ટિ જીવ તો જ્યાં સુધી પોતાને ચારિત્રમોહસંબંધી રાગાદિક રહે છે ત્યાં સુધી તે રાગાદિક વિષે તથા રાગાદિકની પ્રેરણાથી જે પરદ્રવ્યસંબંધી શુભાશુભ ક્રિયામાં તે પ્રવર્તે છે તે પ્રવૃત્તિઓ વિષે એમ માને છે કે-આ કર્મનું જોર છે; તેનાથી નિવૃત્ત થયે જ મારું ભલું છે.”
જુઓ, સમકિતીને અસ્થિરતાનો રાગ હોય છે તથા તે રાગપ્રેરિત શુભાશુભ બાહ્ય ક્રિયાઓમાં પણ તે પ્રવર્તતો હોય છે પણ એ સર્વ તે કર્મનું જોર અર્થાત્ પુરુષાર્થની નબળાઈ–અધુરાશ છે એમ જાણે છે. વળી પુરુષાર્થ વધારીને એનાથી નિવૃત્ત થયે જ પોતાનું ભલું છે એમ સમ્યકપણે તે માને છે, અને ક્રમે પુરુષાર્થની દઢતા કરીને રાગથી નિવૃત્ત થાય છે.
“તે તેમને રોગવત્ જાણે છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં સુધી સમકિતી-ધર્મીને વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિનો શુભ ભાવ આવે છે ખરો પણ તેને તે રોગ સમાન જાણે છે. તેને તે બંધનું કારણ જાણે છે, ધર્મનું નહિ. ભાઈ ! આ તો ૨OO વર્ષ પહેલાં શ્રી જયચંદજીએ લખ્યું છે. મૂળ પાઠ ‘ાળિખોડથારનુ' ઇત્યાદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #114
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
શ્રી અમૃતચંદ્રાચાર્યનો છે તેમાં પણ આ જ કહ્યું છે. ભલો જાણી રાગનું આચરણ કરે અને માને કે–હું સમ્યગ્દષ્ટિ છું, પણ એ સમ્યગ્દષ્ટિ નથી. સમકિતી તો રાગથી વિરત્ત થવાની ભાવનાવાળો રાગને રોગ સમાન જ જાણે છે. સમકિતી રાગના આચરણમાં ધર્મ માનતો નથી. હવે કહે છે–
(રાગ–રોગની ) · પીડા સહી શકાતી નથી તેથી તેમનો ઈલાજ કરવારૂપે પ્રવર્તે છે તોપણ તેને તેમના પ્રત્યે રાગ કહી શકાતો નથી; કારણ કે જેને રોગ માને તેના પ્રત્યે રાગ કેવો? તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે અને તે મટવું પણ પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે.’
સમકિતીને વિષયવાસના પણ થઈ આવે છે અને તેના ઈલાજરૂપે તે વિષયભોગમાં પણ જોડાય છે, પણ તેને એની રુચિ નથી. તે તો એને રોગ જાણે છે તો એની રુચિ કેમ હોય ? કાળો નાગ દેખી જેમ કોઈ ભાગે તેમ તે એનાથી-અશુભરાગથી ભાગવા માગે છે. તે તેને મટાડવાનો જ ઉપાય કરે છે. તે તો અશુભાગની જેમ શુભરાગને પણ મટાડવાનો જ ઉપાય કરે છે. વળી સર્વ રાગનું મટવું પોતાના જ જ્ઞાનપરિણામરૂપ પરિણમનથી માને છે. શુભ પરિણામ અશુભને મટાડવાનું સાધન છે એમ નહિ પણ પોતાના નિર્મળ જ્ઞાનમય વીતરાગી પરિણમનથી જ સર્વ રાગ મટવાયોગ્ય છે એમ તે યથાર્થ માને છે. અજ્ઞાનીને જેમ વિષયભોગમાં મજા આવે છે તેમ જ્ઞાનીને વિષયભોગમાં કે શુભરાગમાં મજા નથી. તે તો સર્વ રાગને મટાડવાનો જ ઉપાય કરે છે અને શુદ્ધ ચૈતન્યના આશ્રયે ક્રમશઃ મટાડતો જાય છે. કહે છે-‘આ રીતે સમ્યગ્દષ્ટિને રાગ નથી. આ પ્રમાણે પરમાર્થ અધ્યાત્મદષ્ટિથી અહીં વ્યાખ્યાન જાણવું. ’
હવે કહે છે–અહીં મિથ્યાત્વસહિત રાગને જ રાગ કહ્યો છે.' શું કહ્યું ? કે કોઈ વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ ચરણાનુયોગ અનુસાર શુભાચરણ કરતો હોય પણ જો એને એ શુભરાગમાં રુચિ છે, આત્મબુદ્ધિ છે, વા એનાથી મારું ભલું થશે એવી માન્યતા છે તો તે મિથ્યાદષ્ટિ છે અને એના મિથ્યાત્વસહિતના રાગને જ રાગ કહ્યો છે. ભગવાન આત્મા ત્રિકાળ વીતરાગસ્વરૂપ છે. હવે જેની રુચિમાં વીતરાગસ્વરૂપ આત્માનું પોસાણ નથી પણ રાગનું અને પરદ્રવ્યનું જ પોસાણ છે અર્થાત્ રાગ ભલો છે-એમ રાગનું જ જેને પોસાણ છે તે મિથ્યાદષ્ટિ છે અને એના રાગને જ અહીં રાગ કહ્યો છે.
પ્રશ્ન:- પરંતુ શુભભાવને અશુભભાવની અપેક્ષાએ તો ઠીક કહેવાય ને?
ઉત્ત૨:- પણ એ કયારે? સમકિત થાય ત્યારે. તોપણ બંધની અપેક્ષાએ તો બન્ને નિશ્ચયથી બંધના જ કારણરૂપ છે. સમકિતીને વ્યવહારની અપેક્ષાએ તીવ્ર કષાયની સરખામણીએ મંદકષાયને ઠીક-ભલો કહેવાય છે, પણ છે તો નિશ્ચયથી બંધનું જ કારણ. જેણે મંદકષાયને પણ નિશ્ચયે બંધનું કારણ જાણ્યું છે એવા સમકિતીને મંદકષાય-શુભરાગ ઉપચારથી ભલો કહેવામાં આવ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #115
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૯૯
સમયસાર ગાથા-૨૦૦ ]
ભગવાન આત્મા જ્ઞાનાનંદસ્વરૂપે સદાય જ્ઞાયકભાવે પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે. તેનો જેમને પ્રેમ નથી, તેનો જેમને આશ્રય નથી, અવલંબન નથી અને જેઓ એકાંતે રાગનું અવલંબન લઈને બેઠા છે તેઓ, ભલે વ્રત પાળે, તપશ્ચર્યા કરે, મુનિપણાનો આચાર પાળે તોપણ મિથ્યાષ્ટિ જ છે. ભાઈ ! આ તો ભવના અભાવની વાત છે. જેનાથી ભવ મળે તે ભાવ આત્માનો નથી કેમકે ભગવાન આત્મા ભવ અને ભવના કારણના અભાવસ્વરૂપ છે. તેથી અહીં કહ્યું કે મિથ્યાત્વસહિત જે અનંતાનુબંધીનો રાગ છે તેને જ અહીં રાગ કહ્યો છે. રાગની રુચિ સહિત જે રાગ છે તે મિથ્યાત્વહિત છે અને તેને જ અહીં રાગ કહ્યો છે. ચરણાનુયોગની વાતો ઘણી સાંભળી હોય એટલે આવું આકરું લાગે પણ શું થાય? આવી જ વસ્તુસ્થિતિ છે.
પ્રશ્ન- તો શાસ્ત્રમાં આવે છે કે નિશ્ચયસહિત વ્યવહારનો ઉપદેશ કરવો વા નિશ્ચય ન સમજે તેને વ્યવહારનો ઉપદેશ કરવો. આ કેવી રીતે છે?
ઉત્તર:- ભાઈ ! એ તો ઉપદેશ શૈલીમાં રાગ ઘટાડવાની અપેક્ષાએ વાત છે. પરંતુ અહીં તો ભવના અભાવની વાત છે. ચરણાનુયોગમાં તો ત્યાં સુધી આવે કે તીવ્ર કષાય ઘટાડવા મંદ કષાય કરવો. પરંતુ એ તો વ્યવહારનું વચન છે જ્યારે અહીં પરમાર્થની વાત છે. વળી ચારેય અનુયોગમાં કષાય મટાડવાનું જ પ્રયોજન છે એમ સમજવું. ચારે અનુયોગનું તાત્પર્ય એક માત્ર વીતરાગતા જ છે, અને તે સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે. તથાપિ કોઈ રાગની રુચિ સહિત રાગના-પરદ્રવ્યના આશ્રયે જ પરિણમે છે તો તે મિથ્યાદષ્ટિ જ છે અને તેના રાગને જ અહીં રાગ કહ્યો છે. સમજાણું કાંઈ ?
મિથ્યાત્વસહિત રાગને જ અહીં રાગ કહ્યો છે. વ્રતાદિના રાગને જ અને પરદ્રવ્યને જ શેય બનાવીને તેમાં જ જેણે ચિઘન પરમાત્મસ્વરૂપ ભગવાન જ્ઞાયકમૂર્તિને રોકી રાખ્યો છે તે મિથ્યાદષ્ટિ છે. તેના રાગને જ અહીં રાગ કહ્યો છે. આકરી વાત પ્રભુ! દુનિયા સાથે મેળ મેળવવો મુશ્કેલ છે, પણ શું થાય?
હવે કહે છે-મિથ્યાત્વ વિના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દષ્ટિને જ્ઞાનવૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે.'
શું કહ્યું? સમકિતીને ચારિત્રમોહનો કિંચિત્ જરી રાગ છે તેને અહીં રાગ કહ્યો નથી. કિંચિત્જરી એટલે? ૯૬ હજાર સ્ત્રીના વિષયની વાસનાવાળો રાગ-ચારિત્રમોહનો અસ્થિરતાનો રાગ કિંચિત્ છે, જરી છે; કારણ કે તે રાગના ફળમાં અલ્પ સ્થિતિ અને અલ્પ અનુભાગ પડે છે. તેથી તે રાગને ગણવામાં આવ્યો નથી. અહાહા...! જે પરમપરિણામિકભાવસ્વરૂપ સહજાનંદમય ભગવાન શાયકમૂર્તિના પડખે ચઢયો અને તેનો અંતઃસ્પર્શ કરી વીતરાગ સમકિતને પ્રાપ્ત થયો તેને હજી રાગ તો છે પણ તે રાગને અહીં ગણવામાં આવ્યો નથી અર્થાત્ તેને ગૌણ ગણી કાઢી નાખ્યો છે. જ્યારે જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #116
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦૦ ]
[ પ્રવચન ચન રત્નાકર ભાગ-૭
ના થા. ભગવાન જ્ઞાયકના પડખે ચઢયો જ નથી અને જે રાગના જ પડખે ચઢેલો છે તેના રાગને જ રાગ કહ્યો છે.
અરેરે ! અનાદિથી ૮૪ના અવતારમાં અશરણદશામાં પડેલા એણે પરમ શરણભૂત પોતાની ત્રિકાળ જ્ઞાનાનંદમય ચીજ કોઈ દિ' જોઈ નહિ! જેનું શરણ લેતાં શરણ મળે, આનંદ થાય એનું શરણ લીધું નહિ અને વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ અશરણરૂપ ભાવોના શરણે જતાં તે મિથ્યાદષ્ટિ જ રહ્યો. તેનું વીર્ય શુભાશુભ રાગમાં જ એકત્વપણે ઉલ્લસિત થતું રહ્યું કેમકે તેને રાગમાં મીઠાશ હુતી. અહીં આવા અજ્ઞાનીના રાગને જ રાગ કહ્યો છે કેમકે તે દીર્ઘ સંસારનું કારણ છે. જ્યારે જે સ્વરૂપના આશ્રયે-શરણમાં રહેલો છે એવા સમકિતીને ભલે અસ્થિરતાનો કિંચિત્ રાગ હોય પણ તેને અહીં ગણ્યો નથી કેમકે તેનું વીર્ય રાગમાં ઉલ્લસિત-પ્રફુલ્લિત નથી અને તે દીર્ઘ સંસારનું કારણ નથી. આવી વ્યાખ્યા છે !
એકલો આનંદકંદસ્વરૂપ પ્રભુ આત્મા પરમાત્મા છે. ભાઈ! ભગવાનને જે પરમાત્મપર્યાય પ્રગટ થઈ તે ક્યાંથી થઈ ? અંદર જે અનંતી ત્રિકાળી પરમાત્મશક્તિ પડેલી છે તે પ્રગટ થઈ છે. આવી પરમાત્મશક્તિની-જ્ઞાનાનંદસ્વભાવની જેને રુચિ થઈ છે અને રાગની રુચિ છૂટી ગઈ છે તે તે સમકિતી ધર્માત્મા છે. અહીં કહે છે-આવા ધર્માત્માના ચારિત્રમોહસંબંધી ઉદયના પરિણામને રાગ કહ્યો નથી; માટે સમ્યગ્દષ્ટિને જ્ઞાન-વૈરાગ્યશક્તિ અવશ્ય હોય જ છે. અહાહા..! જેને અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે, જેને પોતાના ત્રિકાળી પરમાત્માના ભેટા થયા છે તેને સ્વરૂપની પૂર્ણતાની પ્રતીતિનું જ્ઞાન અને રાગના નિવર્તનરૂપ વૈરાગ્ય જરૂર હોય જ છે. ધર્મીને નિરાકુળ આનંદના સ્વાદની રુચિ ખસતી નથી અને તેને જે રાગ આવે તેની રુચિ થતી નથી. તેને તો રાગ ઝેર જેવો લાગે છે. જેને રાગમાં હોંશ-મઝા આવે છે એ તો મિથ્યાદષ્ટિ છે. આવો માર્ગ છે બાપા! બહુ ઝીણો માર્ગ ભાઈ ! દુનિયા તો ક્યાંય (રાગમાં) રઝળે-રખડે છે અને વસ્તુ તો કયાંય રહી ગઈ છે! પરંતુ આનંદનું નિધાન ભગવાન આત્માનો આશ્રય લીધા વિના જે કાંઈ વ્રત, તપ, ભક્તિ આદિ કરવામાં આવે છે તે બધાય રાગાદિનું ફળ સંસાર જ છે. આવી વાત છે.
ધર્મીને-સમ્યગ્દષ્ટિને અર્થાત સમ્યક નામ સત્યદષ્ટિવંતને જ્ઞાન અને વૈરાગ્ય હોય જ છે. સત્ય એટલે ત્રિકાળી નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્માની જેને દષ્ટિ થઈ છે તેને નિમિત્તની, રાગની કે એક સમયની પર્યાયની દૃષ્ટિ રહેતી નથી. તેથી તેને સ્વસ્વરૂપનું જ્ઞાન અને રાગ-અશુદ્ધિના અભાવરૂપ વૈરાગ્ય અવશ્ય હોય જ છે. જુઓ, છ ખંડના રાજ્યના વૈભવમાં સમકિતી ચક્રવર્તી પડ્યો હોય તોપણ તેને જ્ઞાન અને વૈરાગ્ય નિરંતર એકીસાથે હોય જ છે. ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત ચક્રવર્તી હતા. તેઓ ક્ષાયિક સમકિતી હતા. તેમને ૯૬ કરોડ પાયદળ, ૯૬ કરોડ ગામ અને ૯૬ હજાર રાણીઓ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #117
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨OO ]
[ ૧૧ હતી. છતાં “હું ત્રિકાળી આનંદસ્વરૂપ ભગવાન છું—એવી દષ્ટિ, એવું જ્ઞાન અને રાગના અભાવરૂપ વૈરાગ્ય તેમને નિરંતર હતો.
પણ આમાં કરવું શું? શું કરવું એની વાત તો કાંઈ આવતી નથી.
અરે ભાઈ ! અનાદિકાળથી તે બધું ઊંધું જ કર્યા કર્યું છે. વ્રત પાળ્યાં, દાન કર્યા, ભક્તિ કરી, ભગવાનની પૂજા કરી; અરે ! સમોસરણમાં બિરાજમાન સાક્ષાત્ અહંત પરમાત્માની મણિરત્નના ફૂલથી અનંતવાર પૂજા કરી; પણ તેથી શું? એ તો બધો રાગ છે. એ રાગથી લાભ માન્યાનું તને મિથ્યાદર્શન થયું છે. સમકિતીને તો રાગના અભાવની-વૈરાગ્યની ભાવના નિરંતર હોય છે કેમકે તેને આત્માની રુચિ નિરંતર રહે છે. આત્માની રુચિ અને તેના આશ્રયે રાગનો અભાવ એ જ નિરંતર કરવા યોગ્ય કાર્ય છે.
હવે કહે છે-“મિથ્યાત્વ સહિત રાગ સમ્યગ્દષ્ટિને હોતો નથી અને મિથ્યાત્વ સહિત રાગ હોય તે સમ્યગ્દષ્ટિ નથી.'
જુઓ, જેને સમ્યગ્દર્શન થયું છે અર્થાત્ જેને જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તે સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી. ભાઈ ! અંદર એકલા જ્ઞાન અને આનંદનાં નિધાન ભર્યા છે. ભગવાન આત્મા જ્ઞાન અને આનંદનું અખૂટ નિધાન છે. તે પરિપૂર્ણ પરમાત્મશક્તિના સામર્થ્યથી ભરેલું છે. આવા આત્માની જેને અંતરંગમાં દષ્ટિ થઈ તે સમ્યગ્દષ્ટિ છે, અને તેને રાગ ગણવામાં આવ્યો નથી કેમકે તેને મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી. જો મિથ્યાત્વ સહિત રાગ હોય તો તે સમ્યગ્દષ્ટિ જ નથી. શું રાગમાં સચિય હોય અને સમ્યગ્દર્શન પણ હોય? અસંભવ. રાગની રુચિ અને સમ્યગ્દર્શન બે સાથે હોઈ શકતાં નથી. જેને પોસાણમાં રાગ છે તેને વીતરાગસ્વભાવ પોસાતો જ નથી. અને જેને વીતરાગસ્વભાવી આનંદકંદ પ્રભુ આત્મા પોસાણો તેને રાગ પોસાય જ નહિ.
તો શું સમકિતીને રાગ હોતો જ નથી?
એમ કયાં વાત છે? સમકિતીને યથાસંભવ રાગ તો હોય છે પણ તેને રાગનું પોસાણ નથી. તે રાગને ઝેર સમાન જ માને છે. સમજાણું કાંઈ...? કોઈને વળી થાય કે શું આવી વ્યાખ્યા અને આવો માર્ગ હશે? હા, ભાઈ ! વીતરાગમાર્ગ આવો અલૌકિક છે. અને આવી જ તેની વ્યાખ્યા છે. આ તો દિવ્યધ્વનિમાં ભગવાને પટેલો ઢંઢેરો છે કે સમકિતીને મિથ્યાત્વ સહિત રાગ નહિ અને મિથ્યાત્વ સહિત રાગ છે તેને સમકિત નહિ. ગજબ વાત છે! મિથ્યાત્વ સહિત રાગને જ અહીં મુખ્યપણે રાગ ગણવામાં આવ્યો છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-“આવા (મિથ્યાષ્ટિના અને સમ્યગ્દષ્ટિના ભાવોના) તફાવતને સમ્યગ્દષ્ટિ જ જાણે છે. મતલબ કે અજ્ઞાનીને આ તફાવતની ખબર જ નથી. અજ્ઞાની તો બસ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #118
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨ ]
યને રત્નાકર ભાગ-૭ ખાવું, પીવું, રળવું, કમાવું અને વિષયોના ભોગ ભોગવવા ઇત્યાદિ પા૫કાર્યોમાં જ તદ્રુપ થઈ પડ્યો છે અને કદાચિત્ નિવૃત્તિ લઈને દયા, દાન, ભક્તિ, વ્રત, પૂજા ઇત્યાદિ કરે તોય એ બધો એકત્વપણા સહિત રાગ જ છે. જ્ઞાનીને આવો રાગ (એકત્વબુદ્ધિનો રાગ) હોતો નથી કેમકે આવો તફાવત સમ્યગ્દષ્ટિ જાણે છે.
અજ્ઞાની હજારો રાણીઓ છોડીને નગ્ન દિગંબર મુદ્રા ધારે, જંગલમાં રહે, કોઈ ચામડી ઉતારીને ખાર છાંટે તોય ક્રોધ ન કરે-એવાં વ્રત પાળે તોપણ તેની દષ્ટિ દ્રવ્યસ્વભાવ ઉપર નથી. તેને દ્રવ્યસ્વભાવની ખબર જ નથી. એ તો જે રાગની ક્રિયા છે તે હું છું અને એ વડે મારું ભલું છે એમ મિથ્યા માને છે. અજ્ઞાનીને ભલે ગમે તેવો રાગ મંદ હોય તોપણ તે મિથ્યાત્વ સહિત જ છે અને તેને જ રાગ ગણ્યો છે. જ્ઞાની આ ભેદને યથાર્થ જાણે છે. જ્ઞાની તો જાણે છે કે વીતરાગ પરમેશ્વર ભગવાન જિનેન્દ્રદેવનો વીતરાગી માર્ગ એક માત્ર વીતરાગસ્વભાવના આશ્રયે જ પ્રગટ થાય છે, રાગથી નહિ.
મિથ્યાદષ્ટિ અને સમ્યગ્દષ્ટિના રોગનો ભેદ એક જ્ઞાની જ જાણે છે, અજ્ઞાની નહિ. હવે કહે છે-“મિથ્યાષ્ટિનો અધ્યાત્મશાસ્ત્રમાં પ્રથમ તો પ્રવેશ નથી અને જો પ્રવેશ કરે તો વિપરીત સમજે છે-વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થાય છે અથવા તો નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના વ્યવહારથી જ મોક્ષ માને છે, પરમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે.”
શું કહ્યું આ? કે ત્રણલોકના નાથ જિનેન્દ્રદેવે પરમાનંદસ્વરૂપ ભગવાન આત્માના સ્વરૂપના કથનવાળાં અધ્યાત્મશાસ્ત્ર કહ્યાં છે. તે અધ્યાત્મશાસ્ત્રમાં રાગની રુચિવાળા જીવનો પ્રવેશ જ નથી. અહા ! જે રાગના ફંદમાં ફસાયા છે તે અજ્ઞાની જીવો ભગવાનનાં કહેલાં શુદ્ધાત્માની કથનીવાળાં અધ્યાત્મશાસ્ત્રોમાં પ્રવેશ જ કરી શકતા નથી. વળી કદાચિત પ્રવેશ કરે તો વિપરીત સમજે છે. તે વ્યવહારને સર્વથા છોડી ભ્રષ્ટ થઈ જાય છે. મતલબ કે તે શુભરાગની ક્રિયાઓ ઉથાપીને અશુભ રાગમાં ચાલ્યો જાય છે. અથવા તો તે નિશ્ચયને સારી રીતે એટલે યથાર્થ જાણ્યા વિના અર્થાત્ પૂર્ણાનંદસ્વરૂપ જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય કર્યા વિના માત્ર વ્યવહારથી–શુભરાગથી જ મોક્ષ માને છે. નિશ્ચયને સારી રીતે જાણ્યા વિના”—એમ શબ્દ છે ને? મતલબ કે નિશ્ચયસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયને પ્રાપ્ત થયા વિના અજ્ઞાની વ્રત, તપ, દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભરાગથી મોક્ષ થવો માને છે. પણ ભાઈ ! એવો શુભરાગ તો તું અનંત વાર કરીને નવમી રૈવેયક ગયો છે. એથી શું? છત્ઢાલામાં આવે છે ને કે
“મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાયો,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયો.” અહીં એમ કહે છે કે નિશ્ચય નામ સત્ય સિદ્ધસ્વરૂપ “સિદ્ધ સમાન સદા પદ મેરો'_એવી જે પોતાની ચીજ છે તેને જાણ્યા વિના અજ્ઞાની એકલા રાગમાં ઊભો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #119
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૦ ]
[ ૧૦૩
રહીને પોતાને આત્મજ્ઞાન થયું છે એમ માને છે. દયા, દાન, વ્રત આદિના રાગથી જ અજ્ઞાની ધર્મ થવો માને છે પણ તે એની વિપરીતતા છે. બહુ આકરી વાત છે ભાઈ ! જેનાથી પુણ્યબંધ થાય એનાથી મુક્તિ વા મોક્ષ કેમ થાય? ન જ થાય. તથાપિ અજ્ઞાની શુભભાવથી મોક્ષ થવો માને છે માટે તે ૫રમાર્થ તત્ત્વમાં મૂઢ રહે છે. પરમ પદાર્થ જે ભગવાન આત્મા તે ૫૨માર્થ તત્ત્વ છે. આ કોઈની સેવા કરવી કે દયા પાળવી તે પરમાર્થ છે એમ નહિ. એ તો બધો રાગ છે, અપરમાર્થ છે. ભગવાન સર્વજ્ઞદેવે અંદર જે સચ્ચિદાનંદસ્વરૂપ ત્રિકાળી ભગવાન આત્મા જોયો છે તે પરમાર્થ છે. ભગવાન સર્વજ્ઞદેવની સ્તુતિમાં આવે છે ને કે
પ્રભુ તુમ જાણગ રીતિ સૌ જગ દેખતા હો લાલ; નિજ સત્તાએ શુદ્ધ સૌ જગ પેખતા હો લાલ.
22
જુઓ, સીમંધર ભગવાન અત્યારે મહાવિદેહમાં બિરાજે છે; સાક્ષાત્ ભગવાન ત્રણલોકના નાથ અરિહંતપદે બિરાજે છે. મહાવીર આદિ ભગવંતો તો ‘નમો સિદ્ધાણં' સિદ્ધપદમાં છે. તેઓ શરીરરહિત થઈ ગયા છે. જ્યારે સીમંધર ભગવાન તો સમોસરણમાં બિરાજે છે; તેમને શ૨ી૨ છે, વાણી છે, ૫૦૦ ધનુષ્યનો દેહ છે, ક્રોડપૂર્વનું આયુષ્ય છે. મહાવિદેહક્ષેત્રમાં અત્યારે લાખો-ક્રોડો દેવતાઓ તેમની સભામાં ધર્મ સાંભળે છે. આવા ભગવાનની સ્તુતિ કરતાં સ્તુતિકાર કહે છે-‘પ્રભુ જાણગ રીતિ... લાલ ’ મતલબ કે-હે નાથ! આપ સૌને દેખો છો તો આપની જાણવાની રીતિ શું છે? આપ અમારા આત્માને કેવો દેખો છો? તો કહે છે-‘નિજ સત્તાએ શુદ્ધ'–પોતાના હોવાપણે શુદ્ધ પવિત્ર એક જ્ઞાનાનંદસ્વરૂપે જ જુઓ છો. ભગવાન! આપ આખાય જગતને હોવાપણે શુદ્ધ દેખો છો. આ જે ‘નિજ સત્તાએ શુદ્ધ' વસ્તુને ભગવાન જુએ છે તે ૫રમાર્થ તત્ત્વ છે, આત્મતત્ત્વ છે. પુણ્ય-પાપના રાગાદિ વિકારના પરિણામ કાંઈ આત્મતત્ત્વ નથી. ભગવાન તેને આત્મતત્ત્વરૂપે જોતા નથી, ભગવાન તો એને આત્મતત્ત્વથી ભિન્ન જ જુએ છે. સમજાણું કાંઈ... ?
નવ તત્ત્વમાં દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ પુણ્ય છે અને હિંસા, જૂઠ આદિના પરિણામ પાપ છે. આ બન્નેથી ભિન્ન ભગવાન આત્મા જ્ઞાયકતત્ત્વ છે અને તે ૫૨માર્થ છે. જેમ ભગવાને પ્રત્યેક આત્માને ‘નિજસત્તાએ શુદ્ધ' જોયો છે તેમ જેની દૃષ્ટિમાં શુદ્ધ જ્ઞાયક જણાયો તે સમ્યગ્દષ્ટિ છે. અરે! હજી સમ્યગ્દર્શનનાં ઠેકાણાં ન મળે અને લોકો મુનિપણું લઈ લે અને વ્રતાદિ પાળે પણ એ તો બધાં થોથેથોથાં છે. સમ્યગ્દર્શન ધર્મની મૂળ ચીજ છે. અરે ભાઈ! સમ્યગ્દર્શન વિના તેં અનંતકાળમાં અનંત વા મુનિવ્રત પાળ્યાં, પણ એથી શું? એમાં કયાં ધર્મ છે તે સુખ થાય ?
અહીં કહે છે-શુભરાગ વડે મોક્ષ થાય એવી વિપરીત માન્યતા વડે અજ્ઞાની ૫રમાર્થતત્ત્વમાં મૂઢ રહે છે. પરંતુ જો કોઈ વિરલ જીવ યથાર્થ સ્યાદ્વાદન્યાયથી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #120
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪ ].
વન રત્નાકર ભાગ-૭ સત્યાર્થ સમજી જાય તો તેને અવશ્ય સમ્યકત્વની પ્રાપ્તિ થાય જ છે-તે અવશ્ય સમ્યગ્દષ્ટિ બની જાય છે.'
જોયું? શું કહ્યું આ? સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજવાવાળા જીવ કોઈક વિરલ જ હોય છે. માટે બીજા કેમ સમજતા નથી એવી અધીરાઈ છોડીને સ્વરૂપમાં જ સાવધાન રહેવું, બીજાની ચિંતા ન કરવી. ‘સ્યાદ્વાદ-ન્યાયથી સત્યાર્થ સમજી જાય' –એમ કહ્યું મતલબ કે વસ્તુ દ્રવ્યપર્યાયસ્વરૂપ છે ત્યાં દ્રવ્ય પણ છે, પર્યાય પણ છે પરંતુ દ્રવ્ય પર્યાયમાં નથી, પર્યાય દ્રવ્યમાં નથી એમ યથાર્થ સમજવું જોઈએ. શુદ્ધ આત્મદ્રવ્યમાં રાગ નથી અને રાગમાં શુદ્ધ આત્મા નથી-આવી વાત છે.
ભાઈ ! ભગવાને નવ તત્ત્વ કહ્યાં છે ને? એ નવ તત્ત્વ કયારે સિદ્ધ થાય? એકમાં બીજાને ભેળવ્યા વિના પ્રત્યેકને ભિન્ન ભિન્ન માને ત્યારે સિદ્ધ થાય. શરીરાદિ અજીવમાં જીવ નહિ અને જીવમાં શરીરાદિ અજીવ નહિ એમ યથાર્થ સમજવું જોઈએ. વળી જેમ અજીવથી જીવ ભિન્ન છે તેમ દયા, દાન આદિ પુણ્યતત્ત્વથી અને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના અને ક્રોધાદિ પાપતત્ત્વથી શુદ્ધ જ્ઞાયકતત્ત્વ ભગવાન આત્મા ભિન્ન છે. અહો ! ભગવાનની દિવ્યધ્વનિમાં આવી અલૌકિક વાત આવી છે. આવી વાત સર્વજ્ઞદેવની વાણી સિવાય બીજે કયાંય હોઈ શકે નહિ.
અહા! કહે છે-જો કોઈ વિરલ જીવ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તે અવશ્ય સમ્યગ્દષ્ટિ થઈ જાય છે. સ્યાદ્વાદન્યાયથી એટલે શું? કે રાગ છે પણ તે શુદ્ધ દ્રવ્યમાં નથી, પર્યાય પર્યાયપણે છે પણ તે ત્રિકાળી દ્રવ્યમાં નથી. એક સમયની પર્યાયમાં ત્રિકાળી દ્રવ્ય ભગવાન આત્મા આવી જતો નથી. કોઈને વળી થાય કે આવી વ્યાખ્યા? એના કરતાં તો વ્રત કરો, દયા પાળો, બ્રહ્મચર્ય પાળો, તપ કરો, ભક્તિ કરો ઇત્યાદિ કહો તો સહેલું સમજાય તો ખરું! અરે ભાઈ ! એ તો બધી રાગની ક્રિયાઓ છે. એમાં કયાં ભગવાન આત્મા છે? એમાં કયાં ધર્મ છે? ધર્મ તો વીતરાગતા છે અને તે શુદ્ધ આત્મદ્રવ્યના-સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે.
જો કોઈ સ્યાદ્વાદન્યાયથી સત્યાર્થ સમજી જાય તો તેને સમ્યકત્વ થાય જ છે. જુઓ, થાય જ છે”—એમ કહ્યું છે. અહાહા...! રાગ હો પણ રાગમાં આત્મા નહિ અને આત્મામાં રાગ નહિ આવું અનેકાન્તસ્વરૂપ જાણીને જે અંતરસન્મુખ થાય છે તેને સમકિત અવશ્ય થાય જ છે. ભગવાન પૂર્ણાનંદના નાથમાં કયાં રાગ છે? અને રાગમાં તે પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા કયાં રહ્યો છે? આવું સત્યાર્થ જાણી જે સ્વરૂપમાં-શુદ્ધ ત્રિકાળી દ્રવ્યમાં એકાગ્ર થાય છે તેને સમ્યકત્વ થાય જ છે અર્થાત્ તે અવશ્ય સમ્યગ્દષ્ટિ બની જાય છે. આ સમકિત તે ધર્મનું પહેલું પગથિયું છે, ચારિત્ર તો તે પછીની વાત છે. ભાઈ ! મોક્ષમાર્ગનો આવો જ ક્રમ છે, સર્વજ્ઞ ભગવાને એવો જ ક્રમ જાણ્યો અને કહ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #121
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૦૫
સમયસાર ગાથા-૨OO ]
પ્રશ્ન:- સર્વજ્ઞ છે એ તો માત્ર જાણે છે. તેને વળી ક્રમબદ્ધ કે અક્રમ (ક્રમરહિત) સાથે શું સંબંધ છે? તેઓ તો ક્રમે થાય તેને તેમ જાણે અને અક્રમે થાય તેને અક્રમે જાણે.
સમાધાન - ભાઈ ! તારી સમજમાં આખી ભૂલ છે. ખરેખર તો એક સમયમાં ત્રણકાળ ત્રણલોકને યુગપત્ જાણે એવા સર્વજ્ઞનો જ્યાં નિર્ણય કરવા જાય ત્યાં બધું જ વ્યવસ્થિત ક્રમબદ્ધ છે એમ સિદ્ધ થઈ જાય છે. છયે દ્રવ્યમાં એક પછી એક એમ ધારાવાહી પર્યાય થાય છે જેને આયતસમુદાય કહે છે. ત્યાં પ્રતિસમય, દ્રવ્યમાં જે પર્યાય થવાની હોય છે તે જ અંદરથી આવે છે થાય છે. આવો જે યથાર્થ નિર્ણય કરે છે તે સમ્યગ્દષ્ટિ છે. સ્વામી કાર્તિકેયાનુપ્રેક્ષા (ગાથા ૩ર૧ થી ૩ર૩) માં આવે છે કે ભગવાન સર્વજ્ઞદેવે જે કાળે જે દ્રવ્યમાં જ્યાં જેમ પરિણમન થવાનું જાણ્યું છે તે કાળે તે દ્રવ્યમાં ત્યાં તેમ જ પરિણમન થાય છે. આવું જે યથાર્થ શ્રદ્ધાન કરે છે તે સમકિતી છે અને એમાં જે શંકા કરે છે તે મિથ્યાદષ્ટિ છે. ભાઈ ! આ તો પરમ શાંતિનો-આનંદનો માર્ગ છે બાપુ! પણ તે પરમ શાંતિ કયારે થાય? કે બધું જ ક્રમબદ્ધ છે એમ યથાર્થ નિર્ણય કરી સ્વભાવ-સન્મુખ થાય ત્યારે. સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો નિશ્ચય થયા વિના સર્વજ્ઞ પર્યાયનો નિર્ણય થઈ શકે નહિ. અર્થાત્ જ્યાં સર્વજ્ઞનો યથાર્થ નિર્ણય કરવા જાય ત્યાં જ્ઞાનસ્વભાવી નિજ આત્મદ્રવ્યનો નિર્ણય થઈ જાય છે. આવો માર્ગ છે.
અહા ! જે કાળે જે પર્યાય ક્રમબદ્ધ થવાની છે તે થાય છે, જ્ઞાન તો તેને જાણે જ છે. ભાઈ ! આ જ સર્વજ્ઞના નિર્ણયનું તાત્પર્ય છે. પરંતુ એમ ન માનતા અમે આમ કરીએ તો આમ થાય ને કર્મનો ઉદય આવે તેની ઉદીરણા કરીએ ઇત્યાદિ પ્રકારે જે માને છે તે મિથ્યાષ્ટિ છે. અરે ભાઈ ! ઉદીરણા આદિ બધી જ વાત ક્રમબદ્ધ જ થાય છે. કશુંય આઘુપાછું થાય, કમરહિત થાય એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. હું આમ કરી દઉં અને તેમ કરી દઉં એ તો તારી ખોટી ભ્રમણા જ છે. સમજાણું કાંઈ...?
અહા ! જેને સર્વજ્ઞનો નિર્ણય થાય છે તેને ભેગો ક્રમબદ્ધનો નિર્ણય થઈ જ જાય છે અને તેને આવો નિર્ણય સ્વભાવસભુખ પુરુષાર્થ વડે જ થતો હોય છે. આવો નિર્ણય થતાં વ્યવહાર પહેલો અને નિશ્ચય પછી એમ રહેતું જ નથી. વળી નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ થાય છે એ વાત પણ રહેતી નથી. અરે ભાઈ ! આ અવસરે જો તું આ નહિ સમજે તો કયારે સમજીશ? ( આવો અવસર વીતી ગયા પછી અનંતકાળે તે મળવો દુર્લભ છે ).
ભગવાન! તું સર્વજ્ઞસ્વભાવી વસ્તુ પોતે જ છો. ભાઈ ! તું અંતર્દષ્ટિ કરી પોતાના સર્વજ્ઞસ્વભાવમાં એકાગ્ર થા. એમ કરતાં તેને પોતાના શસ્વભાવનો-સર્વજ્ઞસ્વભાવનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #122
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૬ ]
ને રત્નાકર ભાગ-૭ અકર્તાસ્વભાવનો નિર્ણય થશે અને ત્યારે અહો ! હું તો જ્ઞાતાદ્રષ્ટા છું, કોઈ પણ રાગની ક્રિયાનો (અને જડની ક્રિયાનો) હું કર્તા નથી એમ યથાર્થ પ્રતિભાસશે. શું કહ્યું? સમકિતીને વ્યવહાર-રાગ હોય છે ખરો પણ તેનો હું કર્તા નથી એવી તેની દષ્ટિ થઈ જાય છે. અહો ! કોઈ અચિંત્ય મહિમા છે એ સમ્યક દષ્ટિનો!
પ્રશ્ન- ત્યારે કોઈ વળી કહે છે ભગવાને (સર્વજ્ઞદવે) દીઠું હશે તે દિ' થાશે; આપણે શું પુરુષાર્થ કરી શકીએ? ભગવાને દીઠું હશે એ જ થશે, એમાં આપણો પુરુષાર્થ શું કામ લાગે?
સમાધાન - ભાઈ! તારી આ વાત તત્ત્વદષ્ટિથી વિપરીત છે. હા, ભગવાન સર્વશે જેમ દીઠું એમ જ થશે એ તો એમ જ છે. પણ સર્વશે દીઠું-એ વાત સર્વજ્ઞની સત્તાનો સ્વીકાર કર્યા પછી આવે ને! અરે ભાઈ ! સર્વજ્ઞ છે અને સર્વજ્ઞ જેમ દીઠું તેમ થાય છે એમ એમ નિર્ણય કર્યો છે અર્થાત્ જેના શ્રુતજ્ઞાનમાં સર્વજ્ઞનો નિર્ણય થયો છે એ તો એકલો જ્ઞાતા-દષ્ટા થઈ જાય છે. તેને વળી સમકિતની અને ભવની શંકા કેવી ? તેને ભવ હોઈ શકે જ નહિ. એકાદ બે ભવ હોય તેની અહીં ગણતરી નથી-તું પુરુષાર્થહીનતાની વાતો કરે છે પણ સર્વજ્ઞની સત્તાનો પોતાની પર્યાયમાં સ્વીકાર કરવો, નિશ્ચય કરવો એ જ અચિંત્ય અપૂર્વ પુરુષાર્થ છે અને તે અંતર્મુખ થતાં પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...?
સર્વજ્ઞનો અને ક્રમબદ્ધનો નિર્ણય કરવામાં તો પાંચે સમવાય એકસાથે હોય છે. જે સમયે સમકિતની પર્યાય થઈ તે થવાની હતી તે સ્વકાળે થઈ તે નિયત છે.
જે સમકિતની પર્યાય પ્રગટ થઈ તે સ્વભાવસમ્મુખતાના પુરુષાર્થ વડે જ થઈ છે તે પુરુષાર્થ છે.
વળી સમકિતની પર્યાય નિજસ્વભાવમાં એકાગ્રતા વડે થઈ એમાં સ્વભાવ પણ આવી જાય છે.
સમકિતની પર્યાય કમબદ્ધ પોતાના કાળે જે થવાની હતી તે જ થઈ એ ભવિતવ્યતા છે.
સમકિતની પર્યાયના કાળે સ્વયં કર્મના ઉપશમાદિ થયાં તે નિમિત્ત પણ આવી ગયું.
આમ પાંચે સમવાય એકસાથે રહેલાં છે. એમ નથી કે સ્વભાવના પુરુષાર્થ વિના કોઈને સમકિત થઈ જાય છે વા ભગવાને સમકિત થતું જોયું છે. ભાઈ ! તું જે કહે છે એ તો એકાંત નિયતિવાદ છે અને એ તો મિથ્યાદર્શન છે. અહીં તો ક્રમબદ્ધના નિર્ણયમાં પાંચ સમવાય એકસાથે હોય છે એમ વાત છે. સમજાણું કાંઈ...?
અહા! ભગવાન! તું કોણ છો? સિદ્ધ સમાન-સર્વજ્ઞ જેવો આત્મા છું. સર્વજ્ઞ કેવા કે? સિદ્ધ કેવા છે? તેઓ તો જે થાય તેને માત્ર જાણે જ છે અને તેઓ જેમ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #123
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૦ ]
[ ૧૦૭
જાણે છે તેમ જગતની અવસ્થા પ્રતિસમય ક્રમબદ્ધ થયા કરે છે. અહો ! અદ્દભુત વસ્તુનું સ્વરૂપ અને અદ્દભુત સર્વજ્ઞદેવ !! વસ્તુ ક્રમબદ્ધ પરિણમે અને ભગવાન તેને માત્ર જાણે. ગજબ વાત છે ભાઈ! અહો! આવો યથાર્થ નિર્ણય જ્યાં કરવા જાય છે ત્યાં હું પોતે જ્ઞાયક જ છું, સર્વજ્ઞસ્વભાવી જાણનાર–દેખનાર માત્ર છું, જે થાય તેને માત્ર જાણું-એવો નિર્ણય થઈ જાય છે. અહાહા...! આવો નિર્ણય થતાં ‘પર્યાયને પણ કરું એવુંય મારામાં નથી ’–એવી નિશ્ચય દુષ્ટિ થઈ જાય છે. (શુદ્ધ) પર્યાય સ્વભાવના પુરુષાર્થપૂર્વક થાય છે એ અપેક્ષાએ કરવાપણું છે, પરંતુ પર્યાયને આમ કરું કે તેમ કરું વા તેમાં આમ ફેરફાર કરી દઉં એમ ત્યાં રહેતું નથી. ભાઈ ! આવો સૂક્ષ્મ ભગવાનનો માર્ગ છે. બાપુ! જન્મમરણરહિત થવાની દૃષ્ટિ કોઈ અલૌકિક છે! અરે ! અજ્ઞાનીને એની ખબરે નથી !
[પ્રવચન નં. ૨૭૦ થી ૨૭૨ (ચાલુ ) *
દિનાંક ૨૩-૧૨-૭૬ થી ૨૫-૧૨-૭૬]
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #124
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૦૧-૨૦૨
कथं रागी न भवति सम्यग्दृष्टिरिति चेत
परमाणुमित्तयं पि हु रागादीणं तु विज्जदे जस्स। ण वि सो जाणदि अप्पाणयं तु सव्वागमधरो वि।। २०१।। अप्पाणमयाणंतो अणप्पयं चावि सो अयाणंतो। कह होदि सम्मदिट्ठी जीवाजीवे अयाणंतो।। २०२।।
परमाणुमात्रमपि खलु रागादीनां तु विद्यते यस्य। नापि स जानात्यात्मानं तु सर्वागमधरोऽपि।। २०१।। आत्मानमजानन् अनात्मानं चापि सोऽजानन्।
कथं भवति सम्यग्दृष्टिर्जीवाजीवावजानन्।।२०२।। હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દષ્ટિ ન હોય? તેનો ઉત્તર કહે છે:
અણુમાત્ર પણ રાગાદિનો સદ્ભાવ વર્તે જેહને, તે સર્વઆગમધર ભલે પણ જાણતો નહિ આત્મને; ૨૦૧. નહિ જાણતો જ્યાં આત્માને જ, અનાત્મ પણ નહિ જાણતો,
તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ-અજીવને નહિ જાણતો? ૨૦૨. ગાથાર્થ- [ રવ7] ખરેખર [ ય] જે જીવને [ TITલીનાં તુ પરમાણુમાત્રમ્ પિ] પરમાણુમાત્ર-લેશમાત્ર-પણ રાગાદિક [ વિદ્યતે] વર્તે છે [ :] તે જીવ [સામધર: ] ભલે સર્વ આગમ ભણેલો હોય તોપણ [માત્માને 1] આત્માને [૧ ગપિ નાનાતિ] નથી જાણતો; [૨] અને [માત્માન] આત્માને [ બનીનન] નહિ જાણતો થકો [ :] તે [અનાત્માનું ]િ અનાત્માને (પરને) પણ [ સનાનન] નથી જાણતો; [ નીવીનીવી] એ રીતે જે જીવ અને અજીવને [બનીનન] નથી જાણતો તે [સચદષ્ટિ:] સમ્યગ્દષ્ટિ [થે ભવતિ] કેમ હોઈ શકે?
ટીકા:- જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદભાવ છે તે ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો; અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા-એ બન્ને વડ એક વસ્તુનો નિશ્ચય થાય છે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #125
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
| [ ૧૦૯ (મંદાક્રાન્તા) आसंसारात्प्रतिपदममी रागिणो नित्यमत्ता: सुप्ता यस्मिन्नपदमपदं तद्विबुध्यध्वमन्धाः। एतैतेतः पदमिदमिदं यत्र चैतन्यधातु:
શુદ્ધ: શુદ્ધ: વરસમરત: સ્થાયિમાવતિના શરૂ૮ાા (જેને અનાત્માનો-રાગનો નિશ્ચય થયો હોય તેને અનાત્મા અને આત્મા-બન્નેનો નિશ્ચય હોવો જોઈએ.) એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો; અને જે જીવ-અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ જ નથી. માટે રાગી (જીવ) જ્ઞાનના અભાવને લીધે સમ્યગ્દષ્ટિ હોતો નથી.
ભાવાર્થ- અહીં “રાગ' શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. ત્યાં અજ્ઞાનમય” કહેવાથી મિથ્યાત્વ-અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા, મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો; કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે; તે રાગને સમ્યગ્દષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે; તે રાગ પ્રત્યે તેને રાગ નથી. વળી સમ્યગ્દષ્ટિને રાગનો લેશમાત્ર સભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છે:સમ્યગ્દષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો (સારો) સમજતો નથી–તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. માટે તેને લેશમાત્ર રાગ નથી.
જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરે તો-ભલે તે સર્વ શાસ્ત્રો ભણી ચૂક્યો હોય, મુનિ હોય, વ્યવહારચારિત્ર પણ પાળતો હોય તોપણ-એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થ સ્વરૂપ નથી જાણું, કર્મોદયજનિત રાગને જ સારો માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. આ રીતે પોતાના અને પરના પરમાર્થ સ્વરૂપને નહિ જાણતો હોવાથી જીવ-અજીવના પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. અને જ્યાં જીવ અને અજીવ-બે પદાર્થોને જ જાણતો નથી ત્યાં સમ્યગ્દષ્ટિ કેવો? માટે રાગી જીવ સમ્યગ્દષ્ટિ હોઈ શકે નહિ.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જે કાવ્ય દ્વારા આચાર્યદવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલાં રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છે:
શ્લોકાર્થ:- (શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કેઃ ) [ કન્યા: ] હે અંધ પ્રાણીઓ! [ સાસંસTRI] અનાદિ સંસારથી માંડીને [પ્રતિપસ્] પર્યાયે પર્યાય [ ગમી Ins:] આ રાગી જીવો [ નિત્યમત્તા:] સદાય મત્ત વર્તતા થકા [પરિમન સુHT:] જે પદમાં સૂતા છે-ઊંધે છે [ત ] તે પદ અર્થાત્ સ્થાન [પવમ્ પરં] અપદ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #126
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
છે–અપદ છે, (તમારું સ્થાન નથી,) [વિનુષ્યધ્વન્] એમ તમે સમજો. (બે વા૨ કહેવાથી અતિ કરુણાભાવ સૂચિત થાય છે.) [ત: પુખ્ત પુત] આ તરફ આવો-આ તરફ આવો, (અહીં નિવાસ કરો, ) [ પવન્ વસ્ વં] તમારું પદ આ છે-આ છે [ યંત્ર ] જ્યાં [ શુદ્ધ: શુદ્ધ: ચૈતન્યધાતુ: ] શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ [ સ્વ-રસ-ભરત: ] નિજ રસની અતિશયતાને લીધે [ સ્થાયિમાવત્વમ્ તિ] સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છે-અવિનાશી છે. (અહીં ‘શુદ્ધ ’ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ બન્નેની શુદ્ધતા સૂચવે છે. સર્વ અન્યદ્રવ્યોથી જુદો હોવાને લીધે આત્મા દ્રવ્યે શુદ્ધ છે અને પરના નિમિત્તે થતા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે. )
4.
ભાવાર્થ:- જેમ કોઈ મહાન પુરુષ મધ પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડે–સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા”; તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિંત સૂતાં છે-સ્થિત છે, તેમને શ્રી ગુરુ કરુણાપૂર્વક સંબોધે છે–જગાડે છે–સાવધાન કરે છે કે “હું અંધ પ્રાણીઓ! તમે જે પદમાં સૂતાં છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્ય દ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓ-શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો ”. ૧૩૮.
*
*
*
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ :
મથાળું
હવે પૂછે છે કે રાગી (જીવ) કેમ સમ્યગ્દષ્ટિ ન હોય ? તેનો ઉત્તર કહે છેઃ
* ગાથા ૨૦૧-૨૦૨ : ટીકા ઉપરનું પ્રવચન *
જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના લેશમાત્રનો પણ સદ્દભાવ છે તે ભલે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે આત્માને નથી જાણતો;...'
ભાષા જુઓ ! જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોના' એમ કહી અહીં, રાગાદિ, અજ્ઞાનમય ભાવો છે એમ કહ્યું છે. આ વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો જે રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે. એટલે શું? એટલે કે તે મિથ્યાત્વ છે એમ નહિ, પણ એમાં ચૈતન્યનો-જ્ઞાનનો અભાવ છે. અહાહા...! ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ ઝળહળ જ્યોતિસ્વરૂપ ચૈતન્યબિંબ છે. આવા ચૈતન્યબિંબનું કિરણ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ રાગના વિકલ્પોમાં છે નહિ માટે તે અજ્ઞાનમય છે. સમજાણું કાંઈ ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #127
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૧૧ અહાહા...! જેમ સૂર્યનાં કિરણ સફેદ ઉ જ્વળ પ્રકાશમય હોય પણ કોલસા જેવાં કાળાં ન હોય તેમ ચૈતન્યસૂર્ય પ્રભુ આત્માનું કિરણ (પર્યાય) નિર્મળ ચૈતન્યમય હોય પણ આંધળા (અંધારિયા) રાગમય ન હોય. ભાઈ ! રાગ છે તે ચાહે વ્રતનો હો, તપનો હો, ભક્તિનો હો કે દયા-દાનનો હો, તે અંધકારમય-અચેતન-અજ્ઞાનમય છે. તેમાં જાણપણાનો અભાવ છે ને? જેમ સમ્યગ્દર્શન-શાનમાં ચૈતન્યજ્યોતિનું કિરણ છે તેમ રાગમાં જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માનું કિરણ નથી તેથી રાગ બધોય અજ્ઞાનમય છે.
અરેરે ! લોકો બિચારા બહારમાં ફસાઈ ગયા છે! ભાઈ ! આ અવતાર (મનુષ્ય ભવ) વ્યર્થ ચાલ્યો જાય છે હોં. બાપુ! આ દેહની સ્થિતિ તો નિશ્ચિત જ છે; અર્થાત્ કયા સમયે દેહ છૂટી જશે તે નિશ્ચિત જ છે. તું જાણે કે હું મોટો થતો જાઉં છું, વધતો જાઉં છું, પણ ભાઈ ! તું તો વાસ્તવમાં મૃત્યુની સમીપ જ જાય છે. (માટે જન્મ-મરણનો અંત લાવનારું આ તત્ત્વજ્ઞાન સમજી લે ).
પ્રશ્ન- હા; પણ આ પૈસા વધે, કુટુંબ-પરિવાર વધે તો એટલું તો વધ્યો કે નહિ?
ઉત્તર:- ધૂળમાંય વધ્યો નથી સાંભળને. એ પૈસા-લક્ષ્મી અને કુટુંબ-પરિવાર એ બધાં ક્યાં તારામાં છે? એ તો પ્રગટ ભિન્ન ચીજ છે. ભગવાન! તું અનંત અનંત ગુણોની સમૃદ્ધિથી ભરેલો જ્ઞાનાનંદસ્વભાવી સ્વરૂપલક્ષ્મીનો સ્વામી છો. આવી નિજ ચૈતન્યલક્ષ્મીનો વિશ્વાસ-પ્રતીતિ અને એના અનુભવ વિના જેને માત્ર રાગની ભાવના છે તે ચાહે મોટો રાજા હો, મોટો અબજોપતિ શેઠ હો કે મોટો દેવ હો, તે રાંક ભિખારી જ છે. અહા ! જેને માત્ર રાગની ભાવના છે તે પોતાની ચૈતન્યલક્ષ્મીથી રહિત એવા ચાર ગતિમાં રખડનારા બિચારા ભિખારા છે. સમજાણું કાંઈ....? અહા ! ભાષા તો જાઓ! ગાથા જ એવી છે ને!
કહે છે જેને રાગાદિ અજ્ઞાનમય ભાવોનો લેશમાત્ર પણ સદભાવ છે અર્થાત અંશમાત્ર રાગની પણ જેને અંતરમાં રુચિ છે તે ચાહે શ્રુતકેવળી જેવો હો તોપણ અજ્ઞાની છે. ગજબ વાત છે ભાઈ ! જુઓ, અહીં મિથ્યાત્વસહિત અનંતાનુબંધી રાગને રાગ ગણવામાં આવ્યો છે. ભાઈ ! આ તો લોજીકથી-ન્યાયથી વાત છે. પણ માણસને જ્યાં સમજવાની દરકાર જ ન હોય તો શું થાય? ભાઈ ! ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માની દિવ્યધ્વનિમાં ન્યાયથી માર્ગ સિદ્ધ કરેલો છે. કહે છે–જેને રાગાદિ ભાવોના એટલે પુણ્ય-પાપના ભાવોના લેશમાત્રનો પણ સદ્દભાવ છે તે, ભલે તેને અગિયાર અંગની લબ્ધિ પ્રગટ થઈ હોય તોપણ અજ્ઞાની છે.
જુઓ, ભગવાને કહેલા આચારાંગમાં અઢાર હજાર પદ , અને એક એક પદમાં એકાવન કરોડ જાજેરા શ્લોક છે. આવાં આવાં ૧૧ અંગ ભણ્યો હોય તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે તે અજ્ઞાની છે. અહા ! જાણપણું તો એવું અજબ-ગજબ હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #128
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
કે લાખો માણસોને ખુશી-ખુશી કરી દે. પણ તે શું કામનું? કેમકે બધું અજ્ઞાન છે ને? તેણે આત્માને કયાં જાણ્યો છે? રાગને પોતાનું સ્વરૂપ માનનારો તે આત્માને- પોતાને જાણતો નથી.
‘ સવ્વાગમધરોવિ ’–સર્વ આગમધર પણ-એવો પાઠ છે ને? મતલબ કે તે ભગવાને કહેલાં આગમોને ભણેલો છે, અજ્ઞાનીનાં કહેલાં નહિ. અજ્ઞાનીનાં આગમ તો કોઈ વસ્તુ જ નથી, કેમકે તેમાં તત્ત્વનું યથાર્થ સ્વરૂપ જ નથી. અહીં કહે છે–વીતરાગ ૫રમેશ્વર સર્વજ્ઞ ૫રમાત્માની દિવ્યધ્વનિમાં આવેલાં એવાં જે આગમ તેનું ક્ષયોપશમ જ્ઞાન કર્યું છે તોપણ જેને રાગની હયાતી છે અર્થાત્ ‘રાગ તે હું છું અને એનાથી મને લાભ છે’–એમ જે માને છે તે સમ્યગ્દષ્ટિ નથી, અજ્ઞાની છે. આવી ભારે આકરી વાત પ્રભુ! ભગવાન જિનેશ્વરદેવનો માર્ગ બહુ ઝીણો છે ભાઈ !
કહે છે-જે ભગવાનની ભક્તિથી મુક્તિ થવાનું માને છે તે રાગની યાતીને માને છે પણ આત્માને માનતો નથી. સમજાણું કાંઈ...? શું કહ્યું? અહા ! દેવાધિદેવ ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્મા એમ ફરમાવે છે કે–મારી (–ભગવાનની) ભક્તિ વડે પોતાનું કલ્યાણ થાય છે એમ જે જીવ માને છે અજ્ઞાની છે, કેમકે હું ( –ભગવાન ) તો પરદ્રવ્ય છું અને ૫દ્રવ્યના લક્ષે તો રાગ જ થાય છે.' ભક્તિના રાગથી મુક્તિ માને એણે રાગથી ભિન્ન આત્માને માન્યો જ નથી અને તેથી તે અજ્ઞાની છે. આવી વાત છે. અરે ભાઈ! રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યમય સ્વદ્રવ્યનો આશ્રય લે ત્યારે રાગરતિ દશા થાય છે અને ત્યારે મુક્તિમાર્ગની પહેલી સીડી એવું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આવો માર્ગ બહુ આકરો, પણ આ જ માર્ગ છે ભાઈ ! અહીં અતિ સ્પષ્ટ કહે છે કે-શ્રુતકેવળી જેવો હો અર્થાત્ સર્વ આગમ જાણતો હોય છતાં પણ રાગનો જે અંશ છે–દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો જે વિકલ્પ છે-તે મારો છે એમ જે માને છે તેને રાગની જ હયાતી છે, તેને શુદ્ધ ચૈતન્યની હયાતીની ખબર જ નથી.
પરંતુ રાગને કોઈ પોતાનો ન માને તો?
અહા! રાગને પોતાનો ન માને તો તે રાગ કરે જ કેમ? એ તો એનો જાણનાર જ રહે. એ તો વાત અહીં ચાલે છે કે જ્ઞાનીને ભક્તિ આદિનો રાગ આવે છે, હોય છે પણ તેનો તે જાણનાર જ રહે છે. રાગ મારું કર્તવ્ય છે વા એનાથી મને લાભ છે એમ જ્ઞાની માનતો નથી; જ્યારે અજ્ઞાની રાગથી લાભ (ધર્મ) થવાનું માને છે અને તેથી તે રાગનો કર્તા થાય છે.
અહાહા...! આત્મા શુદ્ધ ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન છે. શ્રીમદ્ રાજચંદ્રકૃત આત્મસિદ્ધિમાં આવે છે ને કે
66
શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન સ્વયંજ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું કર વિચાર તો પામ.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #129
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
| [ ૧૧૩ શુદ્ધ કહેતાં પરમ પવિત્ર, બુદ્ધ એટલે એકલો જ્ઞાનનો પિંડ અને ચૈતન્યઘન કહીને અસંખ્ય પ્રદેશ દર્શાવ્યા છે. અહા ! ભગવાન સર્વજ્ઞદેવ સિવાય અસંખ્ય પ્રદેશી જીવ કોઈએ જોયો નથી અને કહ્યો નથી. ભાઈ ! આ વસ્તુ જે આત્મા છે તે ચૈતન્યમય અસંખ્ય પ્રદેશનો અનંત ગુણનો પિંડ છે. અહો ! ક્ષેત્રથી અસંખ્યપ્રદેશી છે અને ભાવથી અનંત ગુણનો પિંડ એવો ચૈતન્યઘન પ્રભુ આત્મા છે. સ્વયંજ્યોતિ એટલે કોઈથી નહિ કરાયેલો એવો આત્મા સ્વયંસિદ્ધ છે; ઈશ્વર કે બીજો કોઈ તેનો કર્તા છે એમ નથી. વળી તે અતીન્દ્રિય આનંદનું સ્થાન એવો સુખધામ છે. અહો ! આવો આત્મા કેમ પમાય! તો કહે છે–ભક્તિ આદિ રાગની ક્રિયાથી તે ન પમાય, કેમકે રાગમાં જ્ઞાન કયાં છે? એ તો જ્ઞાનાનંદસ્વરૂપમાં એકાગ્રતા કરી તેનું સ્વસંવેદનશાન કરીને પમાય છે. કહ્યું ને કે-“કર વિચાર તો પામ.' વિચાર કહેતાં તેનું જ્ઞાન (–સ્વસંવેદનજ્ઞાન) કરવાથી તે પમાય છે.
ત્યારે કોઈ કહે છે–શું આવો માર્ગ? આમાં તો વ્યવહારનો બધો લોપ થઈ જાય છે.
બાપુ! વ્યવહાર વ્યવહારના સ્થાનમાં હો ભલે, પણ વ્યવહારનાં પ્રેમ અને રુચિ કરવાથી તો મિથ્યાત્વ થાય છે. એ જ અહીં કહે છે કે શ્રુતકેવળી જેવો હો તોપણ જો એને વ્યવહારનાં પ્રેમ અને રુચિ છે તો તે સમ્યગ્દષ્ટિ નથી, અજ્ઞાની છે, કેમકે વ્યવહારની રુચિની આડમાં તેને આખો ભગવાન આત્મા ભળાતો નથી. વ્યવહાર હોય છે એની કોણ ના પાડે છે? ભાવલિંગી સાચા સંતો-મુનિવરો જેમને સ્વાભજનિત પ્રચુર અતીન્દ્રિય આનંદનું વદન હોય છે તેમને પંચમહાવ્રતાદિ વ્યવહાર રત્નત્રયનો રાગ હોય છે, પણ તેને તેઓ ભલો કે કર્તવ્ય માનતા નથી. વાસ્તવમાં તેમને વ્યવહારના વિકલ્પમાં હેયબુદ્ધિ હોય છે.
અહીં કહ્યું ને કે રાગાદિ ભાવો અજ્ઞાનમય છે; એટલે કે પંચમહાવ્રતાદિના જે વિકલ્પ છે તેમાં શુદ્ધ ચૈતન્યનો કણ નથી, તેમાં ચૈતન્યની ગંધ પણ નથી, કેમકે એ તો જડના પરિણામ છે. આવી ચોકખી વાત છે; જેને માનવું હોય તે માને. આવી વાત સંપ્રદાયમાં કરી હોય તો “દૂર કરી દો એને”—એમ કહે. બાપુ! સંપ્રદાયથી તો દૂર જ છીએ ને! અહીં તો જંગલ છે બાપા! પ્રભુ! એકવાર તારી મોટપનાં ગીત તો સાંભળ. નાથ ! તું એકલા ચિદાનંદરસથી ભરેલો ભગવાન છો. અહા ! તું રાગના કણમાં જાય (અર્પાઈ જાય) તે તને કલંક છે પ્રભુ! રાગનો કણ-અંશમાત્ર પણ રાગ જેને (પોતાપણે) ક્યાત છે તે શ્રુતકેવળી જેવો હોય તોપણ મિથ્યાષ્ટિ છે એમ અહીં કહે છે. અહા ! શાસ્ત્રનાં પાનાનાં પાનાં પાણીના પૂરની જેમ મોઢે બોલી જતો હોય તોપણ એથી શું? એ કાંઈ સાચું જ્ઞાન નથી.
અહો ! દેવાધિદેવ સર્વજ્ઞ પરમાત્માએ જે ફરમાવ્યું તે અહીં સંતો તેમના આડતિયા થઈને જગત સમક્ષ જાહેર કરે છે કે-ભગવાનના ઘરનો આ માલ છે; તને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #130
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪ ]
ચન રત્નાકર ભાગ-૭ ગોઠ તો લે. જુઓ, મેરુ પર્વત ઉપર સૌધર્મ દેવલોક છે. તેમાં ૩ર લાખ વિમાન છે. એક એક વિમાનમાં અસંખ્ય દેવ છે. તેનો સ્વામી પહેલો ઇન્દ્ર-શક્રેન્દ્ર છે જે એકાવતારી છે, અર્થાત્ ત્યાંથી નીકળીને તે મોક્ષ જનાર છે. તે સૌધર્મ-ઇન્દ્ર ગલુડિયાની જેમ અતિ વિનમ્ર થઈ જે ભગવાનની વાણી સાંભળે છે. તે આ વાત છે. અહો ! ગણધરો, મુનિવરો અને ઇન્દ્રો ધર્મસભામાં જે વાણી સાંભળે છે તે અહીં ભગવાન કુંદકુંદાચાર્ય લઈ આવ્યા છે. ભાઈ ! જેનાં પરમ ભાગ્ય હોય તેના કાને આ વાણી પડે છે. કહે છે
ભગવાન! તું કોણ છો? તું કેવો અને કેવડો છો તેનો તને વિચાર-વિવેક નથી. અમૂલ્ય તત્ત્વવિચાર માં શ્રીમદે કહ્યું છે ને કે
હું કોણ છું? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંતભાવે જો કર્યા;
તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં.” જોયું? પોતે કોણ છે એનો શાંતભાવે વિવેકપૂર્વક વિચાર કરે તેને આત્મજ્ઞાન અને આત્માનુભવ થાય એમ કહે છે. ૧૬ વર્ષની ઉંમરે આ શ્રીમદે લખ્યું છે. પણ એ તો દેહની ઉંમર છે ને? ઉંમર સાથે આત્માને શું સંબંધ છે? આત્મા તો અંદર અનાદિઅનંત ભગવાન છે. એ કયાં જન્મ-મરે છે? જન્મ-મરણ તો લોકો દેહના સંયોગ-વિયોગને કહે છે; એ તો દેહની-માટીની સ્થિતિ છે, જ્યારે આત્મા તો એકલી ચૈતન્યસત્તાસ્વરૂપ ત્રિકાળી ભગવાન છે. આવી પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાથી વિપરીત જે વિકલ્પ છે તે–ચાહે તો વ્રતનો હો, તપનો હો, કે ભક્તિનો હો-તોપણ તે હું છું એમ માનનારને રાગનો સદ્દભાવ છે અને તેથી તે શ્રુતકેવળી જેવો હો તોપણ જ્ઞાનમય ભાવના અભાવને લીધે તે આત્માને જાણતો નથી. “જ્ઞાનમય ભાવના અભાવને લીધે ’–એમ કહ્યું ને? મતલબ કે જેને રાગની
ચિ છે તેને અજ્ઞાનની રુચિ છે પણ જ્ઞાનાનંદમય પ્રભુ આત્માની રુચિ નથી-તેથી તેને જ્ઞાનમય ભાવનો અભાવ છે, અને જ્ઞાનમય ભાવના અભાવને લીધે તે જ્ઞાનના નૂરનું પૂર એવા પોતાના આત્માને જાણતો નથી. લ્યો, આવી વાત છે. રાગમાં અર્પાઈ જાય તો અજ્ઞાની થાય છે અને જ્ઞાનમાં અર્પાઈ જાય તો જ્ઞાની થાય છે. આવો આકરો ભગવાનનો માર્ગ બાપા ! આવી વાત સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે કયાંય નથી.
આ લાપસી નથી રાંધતા? લાપસી રાંધે ત્યારે જો લાકડાં કાચાં હોય તો ચૂલા માથે તપેલું હોય છે અને અંદર લાપસી હોય તે દેખાય નહીં, એકલો ધૂમાડો દેખાય, ધૂમાડાના ગોટામાં તપેલું અને અંદર લાપસી ન દેખાય. તેમ અજ્ઞાની જીવ પુણ્ય અને પાપના-રાગના અંધારાને દેખે છે પણ અંદર ભિન્ન ભગવાન ચિદાનંદમય આનંદકંદ પ્રભુ પરમાત્મા વિરાજી રહ્યો છે તેને દેખતો નથી. રાગની રુચિવાળાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #131
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૧૫
રાગના અંધકાર આડે ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા દેખાતો નથી. અહા! જેને લેશમાત્ર પણ રાગની હયાતી છે તે આત્માને જાણતો નથી. હવે કહે છે
અને જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો કારણ કે સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા-એ બન્ને વડે એક વસ્તુનો નિશ્ચય થાય છે.'
શું કહે છે? કે જે આત્માને નથી જાણતો તે અનાત્માને એટલે રાગાદિને પણ નથી જાણતો; અર્થાત્ રાગ પણ અનાત્મા છે તેવું જ્ઞાન તેને થતું નથી. કેમ ? કારણ કે સ્વરૂપે સત્ તે પરૂપે અસત્ છે. શું કહ્યું આ? સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા સ્વરૂપથી સત્ છે ને પરરૂપથી-રાગથી અસત્ છે. જે! વસ્તુ પોતાથી અસ્તિપણે છે તે પરદ્રવ્યથી નાસ્તિપણે છે. અહો! સ્વદ્રવ્યથી સત્ ને પરદ્રવ્યથી અસત્ એવું જ વસ્તુનું સ્વરૂપ છે; અર્થાત્ એ બન્ને વડે જ વસ્તુનો નિશ્ચય થાય છે. આવો ઝીણો ભગવાનનો માર્ગ છે. લોકોને બિચારાઓને રળવું-કમાવું, બૈરાં-છોકરાં સાચવવાં અને વિષયભોગ ભોગવવા ઇત્યાદિ પાપની મારી આડે નવરાશ મળે નહિ તો આનો નિર્ણય તો કયારે કરે? ખરે! આવા મનુષ્યદેહમાં પણ વીતરાગના-પરમાત્માના માર્ગનો નિર્ણય કરતા નથી તે કયાં જશે ? ( એકેન્દ્રિયાદિમાં-ચારગતિમાં કયાંય ખોવાઈ જશે ).
કહે છે-જેને રાગાદિથી ભિન્ન નિજ ચૈતન્યસ્વરૂપનું જ્ઞાન નથી તેને રાગાદિ અનાત્માનું પણ જ્ઞાન હોતું નથી; કારણ કે આત્મા સ્વરૂપથી-ચૈતન્યસ્વરૂપથી સત્તા છે અને પરરૂપથી-રાગથી અસત્તા છે. વસ્તુ સ્વરૂપે સત્તા અને પરરૂપે અસત્તા છે; છે અંદર ? ભાઈ! પોતાના સ્વરૂપથી આત્મા છે અને પરરૂપથી તે અસત્તા છે. આ પંચપરમેષ્ઠી જગતમાં છે તેનાથી પણ આ આત્મા અસત્ છે. તેવી રીતે જે પંચ પરમેષ્ઠી છે તે પોતાથી સત્ છે અને ૫૨થી અસત્ છે, આ આત્માથી અસત્ છે. માટે જેને પોતાના સતનું યથાર્થ જ્ઞાન નથી તેને સત્થી વિરુદ્ધ રાગનું પણ યથાર્થ જ્ઞાન નથી. નિશ્ચય નિજ પરમાત્મદ્રવ્યનું જ્ઞાન નથી તેને વ્યવહારનું પણ યથાર્થ જ્ઞાન નથી.
પ્રશ્ન:- પણ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય ને?
ઉત્ત૨:- ભાઈ! એમ નથી; અહીં તો કહે છે-જેને સ્વરૂપનું જ્ઞાન નથી તેને વ્યવહારનું પણ સાચું જ્ઞાન નથી કેમકે સ્વસત્તાનું જ્ઞાન નથી તેને પરની પોતામાં અસત્તા છે એનું પણ જ્ઞાન નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! લોકો તો બહારથી બધું માની બેસે છે. અંદર આનંદસ્વરૂપ ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદના અનુભવ અને જ્ઞાન વિના જો કોઈ ‘રાગ મારો છે' એવું માને છે તો તે સ્વસત્તાને જાણતો નથી અને તેથી પરસત્તાને-રાગને પણ યથાર્થ જાણતો નથી. નિર્વિકલ્પ નિજસત્તાને ઓળખ્યા વિના દયા, દાન, વ્રત ઇત્યાદિ વિકલ્પને તે યથાર્થ કેવી રીતે જાણે ? ભાઈ! આ તો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #132
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬ ].
પ્રવચન રત્નાકર ભાગ-૭ લોજીકથી–ન્યાયથી વાત છે. ભગવાનનો માર્ગ ન્યાયનો છે, હુઠનો નહિ. જેવી વસ્તુની સ્થિતિ છે તે તરફ જ્ઞાનને દોરી જવું તેનું નામ ન્યાય છે. સમજાણું કાંઈ...?
ભાઈ ! જે સ્વરૂપે સત્તા છે તે પરરૂપે અસત્તા છે. આત્મા પોતાના સ્વરૂપે સત્તા છે તે પંચપરમેષ્ઠી તથા તે તરફના રાગથી અસત્તા છે. “સ્વરૂપે સત્તા ”—એમ છે ને? મતલબ કે પોતાના જ્ઞાનાનંદસ્વરૂપથી સત્તા છે અને પરરૂપથી-પંચપરમેષ્ઠી, દેહુ કે રાગથી અસત્તા છે. જેમ સ્વરૂપથી સત્તા છે તેમ પરરૂપથી સત્તા હોય તો સ્વ અને પર બન્ને એક થઈ જાય, એકમેકમાં ભળી જાય. આત્મા જેમ જ્ઞાનથી સત્ છે તેમ પરથી-રાગથી પણ સત્ હોય તો જ્ઞાન અને રાગ એક થઈ જાય, જ્ઞાન અને પર એક થઈ જાય. પણ એમ છે નહિ, બાપુ ! આ કોઈ પંડિતાઈની ચીજ નથી, આ તો અંતરઅનુભવની વાત છે. મૂળ ગાથામાં દોહીને અમૃતચંદ્રાચાર્ય આ અર્થ કાઢયો છે.
કહે છે-“એ બન્ને વડે..” -કયા બે? કે જ્ઞાનાનંદમય ભગવાન આત્મા પોતાથી છે ને રાગાદિ પરદ્રવ્યથી નથી-એમ તે બન્ને વડ એક વસ્તુનો નિશ્ચય થાય છે. અહાહા...! હું મારામાં છે અને પર રાગાદિ મારામાં નથી એમ બે (અસ્તિ-નાસ્તિ ) વડે આત્માનોપોતાનો યથાર્થ નિશ્ચય થાય છે. આ રીતે જેને પોતાના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય થયો તેને દયા, દાન, વ્રતાદિના વિકલ્પ પર અનાત્મા છે, આત્મભૂત નથી એવો અનાત્માનો ભેગો નિશ્ચય થઈ જ જાય છે. આમ બે વડે એકનો (આત્માનો) નિશ્ચય થાય છે અને એકનો (આત્માનો) નિશ્ચય થતાં બેનો (આત્મા-અનાત્માનો) નિશ્ચય સાથે થઈ જ જાય છે. આવું ઝીણું અટપટું છે. ભાઈ ! આ તો વીતરાગ પરમેશ્વરની ૐધ્વનિમાં આવેલી વાત છે. આવે છે ને કે
ૐકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચાર,
રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવાર.” હાલ પરમાત્મા (સીમંધરસ્વામી) મહાવિદેહમાં વિરાજે છે. તેમને હોઠ કે કંઠ કંપ્યા વિના આખા શરીરમાંથી 3ૐધ્વનિ-દિવ્ય વાણી છૂટે છે. તે ૐકારધ્વનિ સાંભળી “અર્થ ગણધર વિચારે” અર્થાત્ ગણધરદેવ તેનો વિચાર અર્થાત્ જ્ઞાન કરે છે. અને આગમઉપદેશની રચના કરી તે દ્વારા ભવ્ય જીવોના સંશયને મટાડી દે છે, મિથ્યાત્વનો નાશ કરે છે. અહા ! ભવ્ય જીવો આગમ-ઉપદેશને જાણી મોહનો નાશ કરી આત્માનો અનુભવ કરે છે. ભાઈ ! એ ૐધ્વનિમાં આવેલી આ વાત છે.
કહે છે-જે આત્માને જાણે છે તે અનાત્માને-રાગને પણ જાણે છે. વળી જેને અનાત્મા-રાગનો યથાર્થ નિશ્ચય થયો છે તેને આત્મા-અનાત્મા બન્નેનો નિશ્ચય થવો જોઈએ કેમકે રાગને જે જાણે તે રાગરહિત હું આત્મા છું એમ જાણે છે. અહાહા..રાગને જાણે તો “મારામાં રાગ નથી –તેમ પોતાના આત્માને પણ જાણે છે. ભાઈ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #133
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૧૭ સ્વસ્વરૂપનો-આત્માનો નિશ્ચય થયા વિના એકલા રાગપણું કાંઈ નથી અર્થાત મિથ્યા છે. કહ્યું ને કે જે આત્માને નથી જાણતો તે અનાત્માને પણ નથી જાણતો. જે આત્માને જાણે છે તે અનાત્માને પણ જાણે છે અર્થાત તેને વ્યવહારનું સાચું જ્ઞાન હોય છે. આમાં વ્યવહારથી મને લાભ થાય વા નિશ્ચય પ્રગટે એ વાત કયાં રહી ? (ન રહી ); કેમકે વ્યવહારનું સાચું જ્ઞાન પણ જે આત્માને જાણે તેને જ થાય છે. સમજાણું કાંઈ....?
પ્રશ્ન- શ્રી કુંદકુંદાચાર્યદવે (સમયસારની) ૧૨ મી ગાથામાં તો એમ કહ્યું છે કે જે વ્યવહારમાં પડયા છે તેમને વ્યવહારનો ઉપદેશ છે; એમ કે તેમને વ્યવહાર જ કરવાનું કહ્યું છે. નીચેની ભૂમિકાએ તો વ્યવહાર જ હોય છે ને તે ધર્મ છે. ચોથ, પાંચમે અને છટ્ટ ગુણસ્થાને તો વ્યવહાર જ કરવો જોઈએ.
સમાધાન:- ભાઈ ! તું શું કહે છે આ? જેને નિજ સ્વરૂપનાં દષ્ટિ અને અનુભવ સહિત પોતાના ભૂતાર્થ સ્વભાવના આશ્રયે સમ્યકત્વ થયું છે તેની પર્યાયમાં કંઈક અશુદ્ધતા પણ છે. પ્રગટ શુદ્ધતા અને બાકી જે અલ્પ અશુદ્ધતા તે બન્નેને જાણવું તે વ્યવહાર છે. વ્યવહાર કરવો કે વ્યવહાર કરવાથી લાભ થાય એ પ્રશ્ન જ કયાં છે ત્યાં? અરે ! લોકો શાસ્ત્રના અર્થ કરવામાં ભૂલ કરે છે! શું થાય ? અપરમે દ્વિરા ભાવે એટલે કે જે અપરમ ભાવમાં સ્થિત છે તેને વ્યવહારનો ઉપદેશ છે-હવે આમાં વ્યવહાર કરવો એવો અર્થ કયાં છે? એવો અર્થ છે જ નહિ. ટીકામાં તેનો અર્થ સ્પષ્ટ કર્યો છે કે વ્યવહારનયો.. પરિજ્ઞાયમાનસ્તીત્વે પ્રયોગનવાન' વ્યવહાર નય તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. એટલે કે તે કાળે વ્યવહાર છે એમ જાણેલો પ્રયોજનવાન છે. વાસ્તવમાં તો તે પોતાની પર્યાયને જાણે છે તેમાં તે જણાઈ જાય છે. આવી વાત છે.
ભગવાન કેવળી લોકાલોકને જાણે છે એમ આવે છે ને? હા, પણ એ તો અસદ્દભૂત વ્યવહારનય છે. ખરેખર તો ભગવાન જેમાં લોકાલોક પ્રકાશે છે એવી પોતાની પર્યાયને જ જાણે છે. તેમ જ્ઞાની રાગને જાણે છે એમ ઉપચારથી-વ્યવહારથી કથન છે. રાગ કરવો જોઈએ કે એનાથી લાભ થાય છે એવી ત્યાં (ગાથા ૧૨ માં) વાત જ ક્યાં છે? ( નથી). તાત્વે–એટલે તે કાળે જેટલી શુદ્ધતા અને રાગની અશુદ્ધતા પ્રગટ છે તેને જાણવું પ્રયોજનવાન છે; બસ આ વાત છે. બીજે બીજે સમયે જે શુદ્ધિની વૃદ્ધિ થઈ અને ક્રમશ: અશુદ્ધિની હાનિ થઈ તેને તે તે સમયે જાણેલાં પ્રયોજનવાન છે આમ અર્થ છે, પોતાની દૃષ્ટિથી કોઈ ઊંધા અર્થ કરે તો શું થાય? અરે ભગવાન! તું પણ ભગવાન છે હોં; પર્યાયમાં ભૂલ છે તેથી અર્થ ન બેસે ત્યાં શું કરીએ ? કહ્યું છે ને કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #134
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ “જામે જિતની બુદ્ધિ હૈ ઇતનો દિયો બતાય;
વાંકો બૂરો ન માનિયે ઔર કહાંસે લાય.” વસ્તુ આત્મા બાપુ! બહુ સૂક્ષ્મ અગમ્ય છે. તે રાગ કરવાથી કેમ જણાય? એમ તો અનંતકાળમાં ભગવાન! તેં હજારો રાણીઓ છોડીને, મુનિવ્રત ધારી નગ્ન દિગંબર થઈ જંગલમાં રહ્યો, પણ એક સમયમાત્ર આત્મામાં ન ગયો, શુદ્ધ ચૈતન્યતત્ત્વનો અનુભવ ન કર્યો, તેથી અંદર મિથ્યાત્વનો ત્યાગ ન થયો. ભાઈ ! મિથ્યાત્વનો ત્યાગ ત્યાગ છે, બાકી બાહ્ય ગ્રહણ-ત્યાગ તો આત્મામાં ક્યાં છે ? છે જ નહિ.
શું કહ્યું? આત્મામાં એક ત્યાગ-ઉપાદાનશૂન્યત્વ શક્તિ છે. તે વડે તે બાહ્યચીજના ત્યાગ-ગ્રહણથી રહિત છે. ભાઈ ! બાહ્ય ચીજ જ્યાં ગ્રહણ જ નથી કરી તો તેનો ત્યાગ શું? તેણે પોતાની પર્યાયમાં કમજોરીથી રાગને ગ્રહ્યો છે, અને સ્વરૂપનું ગ્રહણ કરતાં તેનો ત્યાગ સહજ થઈ જાય છે. એણે રાગનો ત્યાગ કર્યો એમ કહેવું એ પણ વ્યવહાર છે. ગાથા ૩૪ (ટીકા)માં આવ્યું ને કે-આત્મા રાગના ત્યાગનો કર્તા છે તે પણ નામમાત્ર કથન છે; કેમકે ભગવાન આત્મા જે જ્ઞાનમય છે તે રાગમય થયો જ નથી ને. પોતે જ્ઞાનમય સ્વરૂપમાં ઠરી ગયો ત્યારે રાગ ઉત્પન્ન જ થયો નહિ, તો રાગનો ત્યાગ કર્યો એમ નામમાત્ર કહેવામાં આવે છે પરમાર્થે રાગના ત્યાગનો કર્તા આત્મા છે જ નહિ. સંયોગથી જાએ તેને ભાસે કે મેં સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ અને વસ્ત્ર આદિ છોડ્યાં, પણ એવી માન્યતા તો અજ્ઞાન છે ભાઈ ! કેમકે એ બધાં તે કે દિ’ ગ્રહ્યાં હતાં તે છોડયાં એમ માને છે?
અહીં કહે છે-જે આત્માને જાણતો નથી તે અનાત્માને-રાગાદિને પણ જાણતો નથી. વળી કહે છે-“એ રીતે જે આત્મા અને અનાત્માને નથી જાણતો તે જીવ અને અજીવને નથી જાણતો.'
જે પોતાની શુદ્ધ ચૈતન્યસત્તાને જાણતો નથી તે એનાથી ભિન્ન રાગાદિ અનાત્માને જાણતો નથી, ભાઈ ! આ વ્યવહારરત્નત્રયનો રાગ અનાત્મા છે, અજીવ છે. જીવ-અજીવ અધિકારમાં તેને અજીવ કહ્યો છે, જીવ નહિ. માટે વ્યવહારરત્નત્રય વડે મને લાભ છે વા તેનાથી નિશ્ચય પ્રગટે છે એમ જે માને છે તે અનાત્માને-અજીવને પોતાનો માને છે. તેથી તેને આત્મા-અનાત્મા બન્નેનું જ્ઞાન નથી; તે જીવ-અજીવ બન્નેને જાણતો નથી. આવી સૂક્ષ્મ પડે તેવી વાત છે, પણ ભાઈ ! આ ભગવાનની દિવ્યધ્વનિમાં કહેલી વાત છે.
કહે છે–ભગવાન સચ્ચિદાનંદમય પ્રભુ આત્મા અનંત ગુણરત્નોથી ભરેલો ભંડાર છે. તેની સન્મુખ જેની દષ્ટિ નથી, તેનો જેને આશ્રય નથી અને તેમાં નથી એવા રાગનો (વ્યવહારનો) જેને આશ્રય છે તેને આત્મા ને અનાત્માનું જ્ઞાન નથી અને તે બન્નેનું જ્ઞાન નથી તો જીવ-અજીવનું પણ જ્ઞાન નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #135
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૧૯ હા, પણ આપ વ્યવહારરત્નત્રયને અજીવ કેમ કહો છો?
સમાધાન - ભાઈ ! વ્યવહારરત્નત્રયનો મુનિરાજને જે વિકલ્પ છે તે રાગ છે અને રાગ છે તે અજીવ છે. જો તે જીવ હોય તો જીવમાંથી તે નીકળે જ કેમ? પરંતુ તે તો સ્વરૂપમાં સ્થિર થતાં નીકળી જાય છે. માટે તે જીવના સ્વરૂપભૂત નહિ હોવાથી જીવ નથી, અજીવ છે. અજીવ અધિકારમાં પણ તેને અજીવ કહ્યો છે. માટે તે વ્યવહારનું-અજીવનું જેને યથાર્થ જ્ઞાન નથી તેને તેનાથી પૃથક જીવનું પણ યથાર્થ જ્ઞાન નથી, અને જીવઅજીવને નહિ જાણતો તે સમકિતી કેમ હોય? એ જ કહે છે કે
અને જે જીવ-અજીવને નથી જાણતો તે સમ્યગ્દષ્ટિ જ નથી. માટે રાગી (જીવ) જ્ઞાનના અભાવને લીધે સમ્યગ્દષ્ટિ હોતો નથી.'
જે વ્યવહારરત્નત્રયના રાગને પોતાનો જાણે છે તે જીવ-અજીવને જાણતો નથી અને તેથી તે સમ્યગ્દષ્ટિ જ નથી, પછી શ્રાવક અને મુનિપણાની તો વાત જ કયાં રહી? બાપુ ! પાંચમું ગુણસ્થાન શ્રાવકનું અને છઠ્ઠ મુનિરાજનું તો કોઈ અલૌકિક ચીજ છે ભાઈ !
રાગી જીવને રાગનો રાગ છે, રાગની રુચિ છે અને તેથી તેને જ્ઞાનનો-જ્ઞાનમય ભાવનો અભાવ છે; અર્થાત્ તેને આત્મા-અનાત્માના જ્ઞાનનો, સમ્યજ્ઞાનનો અભાવ છે. આ કારણે આત્મા-અનાત્માના જ્ઞાનથી રહિત તે મિથ્યાષ્ટિ છે, પણ તે સમ્યગ્દષ્ટિ નથી. અહાહા...! જેને વ્યવહારની રૂચિ છે તે રાગી જીવ સમ્યગ્દષ્ટિ નથી. આવી આકરી વાત છે, પણ ભાઈ ! આ સત્ય વાત છે.
* ગાથા ૨૦૧-૨૦૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “અહીં “રાગ” શબ્દથી અજ્ઞાનમય રાગદ્વેષમોહ કહેવામાં આવ્યા છે. ત્યાં “ અજ્ઞાનમય” કહેવાથી મિથ્યાત્વ-અનંતાનુબંધીથી થયેલા રાગાદિક સમજવા, મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો ..
જુઓ, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ જ્ઞાતા-દષ્ટા સ્વરૂપ છે. તેમાં (પર્યાયમાં ) જે વિકલ્પ ઊઠે છે તે-ચાહે તો દયા, દાન, વ્રત, ભક્તિ કે તપનો વિકલ્પ હો, - તોપણ તે રાગ છે, વિકાર છે, વિભાવ છે. તેને જે પોતાનો માની તેનાથી લાભ માને છે તે અજ્ઞાની છે, મિથ્યાદષ્ટિ છે. એવા મિથ્યાદષ્ટિના રાગદ્વેષમોહને અહીં (ગાથામાં) “રાગ' ગણવામાં આવ્યો છે. ભગવાન! આવા અજ્ઞાનમય રાગને કરી કરીને ૮૪ ના અવતારમાં તું અનંતકાળ રખડી-રઝળી મર્યો છે. છ૭ઢોલામાં આવે છે ને કે
“મુનિવ્રત ધાર અનંતવાર ગ્રીવક ઉપજાય; પૈ નિજ આતમજ્ઞાન વિના, સુખ લેશ ન પાયો.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #136
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૦ ]
ચન રત્નાકર ભાગ-૭ ભગવાન! નવમી રૈવેયકના ભવ તે અનંતવાર કર્યા એમ ભગવાનના શાસ્ત્રમાં કહે છે. તે નવમી રૈવેયક કોણ જાય? એક તો આત્મજ્ઞાની જાય અને બીજા મિથ્યાષ્ટિ પણ જાય છે. જેને પાંચ મહાવ્રતનો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનો વ્યવહાર ચોખ્ખો હોય એવા દ્રવ્યલિંગી મુનિ પણ નવમી રૈવેયક જતા હોય છે. પણ તે રાગની ક્રિયાથી પોતાની શુદ્ધ ચૈતન્યચમત્કાર વસ્તુ ભિન્ન છે એવી દૃષ્ટિ કરી નહિ અને તેથી ભવભ્રમણ અર્થાત્ ચારગતિની રઝળપટ્ટી મટી નહિ. લ્યો, હવે રાગ કોને કહેવો એની ખબર ન મળે અને મંડી પડે વ્રત ને તપ કરવા પણ એથી શું વળે? એથી સંસાર ફળે, બસ. ઝીણી વાત છે ભગવાન !
અહાહા....! કહે છે-ભગવાન! તું કોણ છો? કે સર્વજ્ઞસ્વભાવી આત્મા છો. સર્વજ્ઞસ્વભાવ તારું સ્વપદ છે. હવે અલ્પજ્ઞતા પણ જ્યાં તારામાં નથી ત્યાં વળી રાગ કય
થી આવ્યો? પર્યાયમાં જે શુભાશુભ રાગની વૃત્તિ ઊઠે તે વિકાર છે, વિભાવ છે. અરે ! વિભાવને જે પોતાનો માને છે તે અપદને સ્વપદ માને છે. ભાઈ ! આ વ્રતાદિના પુણ્યપરિણામ અપદ છે તે જીવનું સ્વપદ નથી.
અહા ! આનંદનો કંદ પ્રભુ આત્મા છે, જેમ સક્કરકંદ છે તેમાં જે ઉપરની લાલ છાલ છે તે સક્કરકંદ નથી, પણ અંદર સાકરનો કંદ-મીઠાશનો પિંડ જે છે તે સક્કરકંદ છે. છાલ વિનાનો મીઠાશનો પિંડ છે તે સક્કરકંદ છે. તેમ શુભાશુભ રાગની જે વૃત્તિઓ ઉઠ એનાથી રહિત અંદર અતીન્દ્રિય આનંદનો જે કંદ છે તે આત્મા છે. આવા આનંદકંદસ્વરૂપ પ્રભુ આત્મામાં (પર્યાયમાં) જે રાગનો વિકલ્પ ઉઠે તે મારો છે અને એનાથી મને લાભ છે એમ માનવું તે મિથ્યાત્વ છે. આવા મિથ્યાત્વ સહિતના રાગને અહીં રાગ ગણ્યો છે.
આવી વાત છે. પણ કોને પડી છે? મરીને કયાં જશું અને શું થશે એ વિચાર જ કયાં છે? એમ ને એમ બધું કર્યે રાખો; જ્યાં જવાના હોઈશું ત્યાં જશું. આવું અજ્ઞાન ! અરે બાપુ! તું અનંત અનંત જ્ઞાન, આનંદ અને શાંતિનો પિંડ છો. તેની દષ્ટિ છોડીને ક્રિયાકાંડનો રાગ મારી ચીજ છે અને એનાથી મને લાભ છે એમ માને છે પણ એ તો મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વના ફળમાં તારે અનંતકાળ નરક-નિગોદમાં કાઢવો પડશે. બાપુ! એ આકરાં દુ:ખ તને સહ્યાં નહિ જાય. ' અરેરે! એણે કદી પોતાની દયા પાળી નહિ! પોતાની દયા પાળી નહિ એટલે? એટલે કે પોતે અનંત જ્ઞાન ને અનંતદર્શનનો પિંડ પ્રભુ છે એવા પોતાના જીવનના જીવતરની હયાતી છે તે એણે કદી માની નહિ, જાણી નહિ અને રાગની ક્રિયાવાળો હું છું એમ જ સદા માન્યું છે. આવી મિથ્યા માન્યતા વડે એણે પોતાને સંસારમાં દુ:ખના સમુદ્રમાં ડૂબાડી રાખ્યો છે. આમ એણે પોતાની દયા તો કરી નહિ અને પરની દયા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #137
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧–૨૦૨ ]
[ ૧૨૧
કરવાના ભાવ કર્યો કર્યા છે. પણ ભાઈ! પરની દયા તો કોઈ પાળી શકતું નથી. પરનું આત્મા શું કરી શકે? સ્વદ્રવ્ય, પરદ્રવ્યનું શું કરે? કાંઈ જ નહિ. ભાઈ! ૫૨ની દયા પાળવાનો ભાવ તે રાગ છે, હિંસા છે અને હું પરની દયા પાળી શકું છું એવી માન્યતા મિથ્યાત્વ છે, મહાહિંસા છે. અહીં આવા મિથ્યાત્વસહિતના રાગને રાગ ગણ્યો છે. સમજાણું sis...?
૭૨ મી ગાથામાં આવ્યું ને કે-પુણ્ય ને પાપના ભાવ છે તે અશુચિ છે, જડ છે અને દુઃખરૂપ છે. આ ત્રણ બોલ ત્યાં લીધા છે. અને ભગવાન આત્મા અત્યંત શુચિ, વિજ્ઞાનઘનસ્વભાવી હોવાથી શુદ્ધ ચૈતન્યમય અને દુ:ખનું અકારણ એવું આનંદધામ પ્રભુ છે. ત્યાં ૭૨ મી ગાથામાં આત્માને ‘ભગવાન ’ કહીને બોલાવ્યો છે. ‘ભગવાન ’ એટલે આ આત્મા હોં, જે ભગવાન (અરિહંત, સિદ્ધ) થઈ ગયા એની વાત નથી. આ તો આત્મા પોતે ‘ભગ’ નામ અનંત જ્ઞાન ને આનંદની લક્ષ્મી અને ‘વાન’નામ વાળો-અર્થાત્ આત્મા અનંત-બેહદ જ્ઞાન અને આનંદની સ્વરૂપલક્ષ્મીથી ભરેલો ભગવાન છે. તેને પામર માનવો વા પુણ્ય-પાપના રાગ જેવડો માનવો તે મિથ્યાત્વભાવ છે. ભાઈ! પંચમહાવ્રત, પાંચસમિતિ, ત્રણગુપ્તિ ઇત્યાદિના જે વિકલ્પ છે તે અશુચિ, અચેતન અને દુઃખરૂપ છે; જ્યારે પોતાનો આત્મા પરમ પવિત્ર આનંદનું ધામ ચૈતન્યમૂર્તિ ભગવાન છે. આવું જેને અંતરમાં ભેદજ્ઞાન નથી તે રાગના ભાવને
પોતાનો માને છે. અહા! જેને પોતાની જ્ઞાનાનંદમય ચૈતન્યસત્તાનો અંત૨માં સ્વીકાર
નથી તે, જે પોતામાં નથી એવા શુભાશુભ વિકલ્પને પોતાપણે સ્વીકારે છે. ભાઈ! આ બધા શેઠિયા-કરોડપતિ ને અબજપતિ-અમે લક્ષ્મીપતિ ( ધૂળપતિ ) છીએ એમ માનનારા બધા મૂઢ મિથ્યાદષ્ટિ છે, કેમકે તેઓ અજીવને જીવ માને છે. અહીં તો એથીય વિશેષ રાગના અંશને પણ જે પોતાનો માને તે રાગી મિથ્યાદષ્ટિ છે અને તેના રાગને અહીં રાગ ગણવામાં આવ્યો છે. મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયના રાગને અહીં ગણવામાં આવ્યો નથી.
અહા ! શુદ્ધ ચૈતન્યમૂર્તિ આનંદકંદ પ્રભુ આત્માનો જેને સ્વાનુભવમાં સ્વાદ આવ્યો છે તે સમ્યગ્દષ્ટિ છે. પણ અજ્ઞાનીને સમ્યગ્દર્શન વિના રાગનો સ્વાદ આવે છે અને તે રાગના સ્વાદને લીધે વિષયના સ્વાદથી નવાંકર્મ બાંધે છે. પરંતુ જેણે રાગના સ્વાદની રુચિ છોડીને ચિદાનંદઘનસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યમાં અંતર્દષ્ટિ કરી છે તેને આત્માના અનાકુળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. તેને ચારિત્રમોહના ઉદયવશ કિંચિત્ રાગ થાય છે પણ તે રાગની ગણતરી ગણવામાં આવી નથી. અનંતાનુબંધી સિવાયનો તેને રાગ હોય છે પણ તે ગણવામાં આવ્યો નથી. કેમ ? કેમકે મુખ્ય પાપ તો મિથ્યાત્વ અને અનંતાનુબંધી જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #138
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ કહે છે-મિથ્યાત્વ વિના ચારિત્રમોહના ઉદયનો રાગ ન લેવો; કારણ કે અવિરતસમ્યગ્દષ્ટિ વગેરેને ચારિત્રમોહના ઉદયસંબંધી રાગ છે તે જ્ઞાનસહિત છે; તે રાગને સમ્યગ્દષ્ટિ કર્મોદયથી થયેલો રોગ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે; તે રાગ પ્રત્યે તેને રાગ નથી.”
શું કહે છે? કે ચોથે આદિ ગુણસ્થાને સમ્યગ્દષ્ટિને જે ચારિત્રમોહના ઉદય સંબંધી રાગ છે તે જ્ઞાન સહિત છે. એટલે શું? કે જ્ઞાનીને તે રાગ પોતાના જ્ઞાનમાં ભિન્ન મેલપણે ભાસે છે. અહાહા...! હું તો પૂર્ણાનંદનો નાથ ભગવાન છું અને આ રાગ છે તે મેલ છે, પર છે-એમ સમકિતીને રાગ પોતાનાથી ભિન્નપણે ભાસે છે. હું આત્મા આનંદમય છું અને આ રાગ પર છે એમ રાગનું તેને યથાર્થ જ્ઞાન હોય છે. આવું બધું છે, પણ લોકોને બિચારાઓને કુટુંબ-બાયડી-છોકરાં ને સમાજની સંભાળ-સેવા કરવા આડે નવરાશ જ ક્યાં છે?
હા, પણ કુટુંબની અને સમાજની તો સેવા કરવી જોઈએ ને?
અરે ભાઈ! ધૂળેય સેવા કરતો નથી, સાંભળને. હું પરની સેવા કરું છું એમ માનનારા તો બધા મૂઢ મિથ્યાદષ્ટિ છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યની સેવા ત્રણકાળમાં કરી શકે નહિ. સર્વ દ્રવ્યો જ્યાં સ્વતંત્ર પરિણમે ત્યાં કોણ કોનું કામ કરે? શું આત્મા પરનું કાર્ય કરે ? પરનો કર્તા આત્મા કદીય છે નહિ.
અહીં તો એમ કહે છે કે સમ્યગ્દષ્ટિને જે રાગ છે તે જ્ઞાન સહિત છે. તીર્થકર ચક્રવર્તીને ભલે હુજી ૯૬ હજાર સ્ત્રી હોય, ૯૬ કરોડ પાયદળ હોય, ને ૯૬ કરોડ ગામ હોય, છતાં તે સંબંધીનો જે રાગ છે તે જ્ઞાન સહિત છે અર્થાત્ તે એને પોતાનાથી ભિન્ન ચીજ છે એમ જાણે છે. રાગમાં કયાંય તેને સ્વામિત્વ નથી. બહુ ઝીણી વાત બાપુ! જન્મમરણ રહિત થવાની વાત બહુ ઝીણી છે પ્રભુ!
અરે! એણે આ (–સમકિત) સિવાય બાકી તો બધું અનંતવાર કર્યું છે. પાપ પણ એવાં કર્યાં છે કે અનંતવાર નરકાદિમાં ગયો અને પુણ્ય પણ એવાં કર્યાં છે કે અનંતવાર તે સ્વર્ગમાં ગયો. અહા ! નરક કરતાં સ્વર્ગના અસંખ્યગુણા અનંતા ભવ એણે કર્યા છે. શું કહ્યું એ? કે જેટલી (અનંત) વાર નરકમાં ગયો એનાથી અસંખ્યગુણા અનંતા ભવ સ્વર્ગના કર્યા છે. એક નરકના ભાવ સામે અસંખ્ય સ્વર્ગના ભવ-એમ નરકના ભાવ કરતાં અસંખ્યગુણા અનંતા ભવ એણે સ્વર્ગના કર્યા છે એમ ભગવાનની વાણીમાં આવ્યું છે. મતલબ કે સ્વર્ગમાં અનંતવાર જાય એવા ક્રિયાકાંડ તો ઘણાય કર્યા છે. અરે ! શુક્લ લેશ્યાના પરિણામ, જે હમણાં તો છેય નહિ તે કરી કરીને અનંત વાર ગ્રીવક ગયો પણ પાછો ત્યાંથી નીચે પટકાયો. આવે છે ને કે
દ્રવ્ય સંયમસે ગ્રીવક પાયી, ફિર પીછો પટકાય.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #139
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૨૩ અરે ! એ ભગવાન કેવળીના સમોસરણમાં અનંતવાર ગયો છે. ભગવાન અરિહંત પરમાત્મા ત્રણલોકના નાથ મહાવિદેહમાં સદાય વિદ્યમાન હોય છે. ત્યાં મહાવિદેહમાં એ અનંતવાર જન્મ્યો છે અને ભગવાનના સમોસરણમાં અનંતવાર ગયો છે. પણ “કેવળી આગળ રહી ગયો કોરો' એવો ઘાટ એનો થયો છે, કેમકે ભગવાનની વાણીનો ભાવ તેણે અંદર અડકવા દીધો નથી. રાગથી પાર શુદ્ધ ચૈતન્યમય પોતાની ચીજ અંદર ભગવાન સ્વરૂપે છે એવું ભગવાને કહ્યું પણ એણે તે રુચિમાં લીધું જ નથી. તેથી ગ્રીવક જઈ જઈને પણ તે અનંત વાર નીચે નરક-તિર્યંચમાં રખડી મર્યો છે.
ભાઈ ! તું ભગવાન સ્વરૂપે હો હો. પર્યાયદષ્ટિ છોડીને અંદર સ્વભાવથી જુએ તો બધાય આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. અહા ! આવા પોતાના સ્વરૂપમાં જેણે અંતર્દષ્ટિ કરી તે સમ્યગ્દષ્ટિ છે; અને તે સમ્યગ્દષ્ટિ રાગને કર્મોદયથી થયેલો રોગ જાણે છે. સમ્યગ્દષ્ટિને વ્રત, નિયમ આદિ સંબંધી અને કિંચિત્ વિષય સંબંધી પણ રાગ આવે છે, પણ તેને તે રોગ સમાન જાણે છે, ઝેર સમાન જ જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે.
અહાહા..જેને આત્માના અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તે સમકિતીને રાગનો સ્વાદ વિરસ દુઃખમય લાગે છે અને તેથી તે સર્વ રોગને મટાડવા જ ઇચ્છે છે. જેમ કાળો નાગ ઘરમાં આવે તો તેને કોઈ બહાર મૂકી આવે કે ઘરમાં રાખે? તેમ સમકિતી જે રાગ આવે છે તેને કાળા નાગ જેવો જાણી દૂર કરવા જ ઇચ્છે છે, રાખવા માગતો નથી. અહા ! વ્રતાદિના રાગમાં તેને હોંશ નથી, હરખ નથી.
કોઈને વળી થાય કે આ તે કેવો ધર્મ? શું આવો ધર્મ હશે?
તેને કહીએ છીએ-ભગવાન! તે ધર્મ કદી સાંભળ્યો નથી. અંદર (સ્વરૂપ) શું છે તેની તને ખબર નથી. અહાહા..! એક સમયમાં પ્રભુ! તારી શક્તિનો કોઈ પાર નથી એવું મહિમાવંત તારું સ્વરૂપ છે. અહાહા..! ત્રણકાળ-ત્રણલોકના દ્રવ્ય-ગુણ-પર્યાયને એક સમયમાં દેખું-જાણે એવી અચિંત્ય ચૈતન્યશક્તિ અંદર તારામાં પડી છે. આવી પોતાની શક્તિનો મહિમા લાવી જે અંતર-એકાગ્ર થયો તેને સ્વરૂપનો સ્વાદ આવ્યો. તે સ્વરૂપના સ્વાદિયા સમકિતીને જે વ્રતાદિનો રાગ આવે તેનો સ્વાદ ઝેર જેવો લાગે છે એમ અહીં કહે છે. ગજબ વાત છે પ્રભુ! અજ્ઞાનીને શુભરાગ આવે તેમાં તે હરખાઈ જાય, જ્યારે જ્ઞાની તેને રોગ-સમાન જાણે છે. જ્ઞાનીને શુદ્ધ ચૈતન્યનો આશ્રય છે ને? તેથી તે રાગથી વિરક્ત છે અને જે રાગ થાય તેને રોગ સમાન જાણી મટાડવા ઇચ્છે છે. બહુ ઝીણી વાત છે ભાઈ ! ચૈતન્યનું શરણ પામ્યા વિના દુનિયા કયાંય રઝળતી–રખડતી દુઃખમાં ડૂબી જશે; પત્તોય નહિ લાગે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #140
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ખૂબ ગંભીર વાત છે ભાઈ ! આ ગાથા પછી કળશ આવશે. તેની વ્યાખ્યા કરતાં અધ્યાત્મતરંગિણીમાં” “પદ” શબ્દની વ્યાખ્યા કરી છે. ત્યાં કહ્યું છે કે જે ચૈતન્ય પદ છે તે જીવનું પદ કહેતાં જીવનું રક્ષણ છે, જીવનું લક્ષણ છે, ને જીવનું સ્થાન છે. આ સિવાય રાગાદિ અપદ છે, અરક્ષણ છે, અલક્ષણ છે, અસ્થાન છે. ભાઈ ! આ મોટા મોટા મહેલમકાન તો અપદ છે જ; અહીં તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિનો જે વિકલ્પ ઊઠે છે તે અપદ છે, અરક્ષણ છે, અલક્ષણ છે, અસ્થાન છે એમ કહે છે. લ્યો, આવું કયાંય સાંભળ્યું 'તું? (સાંભળ્યું હોય તો આ દશા કેમ રહે?).
કોઈ વળી ગૌરવ કરે કે અમારે આવા મકાન ને આવા મહેલ! ત્યારે કોઈ વળી કહે–અમે આવાં દાન કર્યા ને તપ કર્યા ઇત્યાદિ.
એમાં ધૂળેય તારું નથી બાપુ! સાંભળને; મકાનેય તારું નથી અને દાનાદિ રાત્રેય તારો નથી. એ તો બધાં અપદ છે, અશરણ છે, અસ્થાન છે. ભગવાન ! તું એમાં રોકાઈને અપદમાં રોકાઈ ગયો છો. તારું પદ તો અંદર ચૈતન્યપદ છે તેમાં તું કદી આવ્યો જ નથી. ભગવાન! તું નિજારમાં આવ્યો જ નથી. ભજનમાં આવે છે ને કે
“અબ હમ કબહું ન નિજઘર આયે,
પર ઘર ફિરત બહુત દિન બીતે, નામ અનેક ધરાયે”—અબ હમ,
હું પુણવાળો, ને હું દયાવાળો, ને હું વ્રતવાળો, ધનવાળો, સ્ત્રીવાળો, છોકરાવાળો, મકાનવાળો, આબરુવાળો-અહાહાહા....! કેટલા “વાળા” પ્રભુ! તારે? એક “વાળો' જો નીકળે તો રાડ નાખે છે ત્યાં ભગવાન! તને આ કેટલા “વાળા ” ચોંટયા?
હા, પણ એ “વાળો' તો દુઃખદાયક છે, શરીરને પીડા આપે છે પણ આ “વાળા' ક્યાં દુ:ખદાયક છે?
ઉત્તર- ભાઈ ! એ “વાળો' એક જન્મમાં જ પીડાકારી છે પણ આ “વાળા” તો તને જન્મ-જન્મ મારી નાખે છે; આ “વાળા' તો અનેક જન્મ-મરણના દુઃખો આપનારા છે. પણ શું થાય? અજ્ઞાનીને એનું ભાન કે દિ' છે?
જ્યારે જ્ઞાની સમકિતીને જે રાગ આવે છે તેને તે રોગ જાણે છે. અરે! વ્રતનો જે વિકલ્પ આવે તેને સમકિતી રોગ જાણે છે. ગજબ વાત છે ભાઈ ! વીતરાગનો માર્ગ કોઈ અલૌકિક છે પ્રભુ! બિચારા લોકોને તે સાંભળવા મળ્યો નથી ! અહા ! જ્ઞાનીને રાગ પ્રત્યે રાગ નથી. છે અંદર? જ્યાંસુધી પૂર્ણ વીતરાગતા નથી–પરમાત્મદશા નથી ત્યાં સુધી જ્ઞાનીને વિકલ્પ ઉઠે છે, વ્યવહારનો રાગ આવે છે પરંતુ
૧. તેને તે રોગ જાણે છે એક વાત,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #141
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧–૨૦૨ ]
[ ૧૨૫
૨. તેને તે મટાડવા ઇચ્છે છે-બીજી વાત, અને
૩. તેને રાગનો રાગ નથી. લ્યો, આ વાત છે. હવે કહે છે
‘વળી સમ્યગ્દષ્ટિને રાગનો લેશમાત્ર સદ્દભાવ નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેઃ- સમ્યગ્દષ્ટિને અશુભ રાગ તો અત્યંત ગૌણ છે અને જે શુભ રાગ થાય છે તેને તે જરાય ભલો સમજતો નથી તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. માટે તેને લેશમાત્ર રાગ નથી.’
શું કહે છે? કે જેને આત્મજ્ઞાન અને આત્મદર્શન થયું છે તેવા સમ્યગ્દષ્ટિને પૂર્ણ વીતરાગદશા ન થાય ત્યાં સુધી રાગ તો આવે છે, પણ તેને તે જરાય ભલો એટલે હિતકારી સમજતો નથી. જુઓ, આ વીતરાગનો માર્ગ અને આ વીતરાગની આજ્ઞા ! રાગ ભલો છે એ વીતરાગની આજ્ઞા જ નથી. બાપુ! વીતરાગનો માર્ગ તો વીતરાગભાવથી જ ઊભો થાય છે, રાગથી નહિ. રાગથી ઊભો થાય એ વીતરાગનો માર્ગ છે જ નહિ. એ જ કહે છે
અશુભ રાગ તો સમકિતીને ગૌણ છે. અર્થાત્ જ્ઞાનીને વિષયવાસનાનો રાગ ક્વચિત્ કિંચિત્ આવે છે પણ તે ગૌણ છે. અને તેને જે શુભ રાગ આવે છે તેને તે જરાય ભલો સમજતો નથી. અહા! જેણે પોતાના ભગવાનને-ચિદાનંદઘન પ્રભુ આત્માને ભલો જાણ્યો અને તેનો આશ્રય કર્યો તે શુભરાગને હવે ભલો કેમ જાણે ? ‘જરાય ભલો સમજતો નથી ’–છે અંદર ? તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. અંદર વસ્તુ ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનો જ્યાં આદર થયો ત્યાં શુભાશુભ રાગનો આદર રહેતો નથી. વ્રત ને તપ ને ભક્તિ ઇત્યાદિ જેમ થાય છે તેમ થાય છે પણ સમકિતીને તેનો આદર નથી, તેના પ્રત્યે રાગ નથી. નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. જુઓ આ ધર્માત્મા ! ધર્મી એને ઠ્ઠીએ જે રાગનો સ્વામી નથી, રાગનો ધણી નથી. લ્યો, પછી આ ધૂળનો (પૈસાનો ) હું ધણી ને બાયડીનો હું ધણી-એ તો કયાંય (દૂર) રહી ગયું. સમજાણું કાંઈ...?
તો પછી આ બાયડી-છોકરાં મારાં છે એમ માનવું શું જૂઠું છે?
ઉત્ત૨:- ભાઈ ! આ બાયડી મારી ને છોકરાં મારાં ને પૈસા મારા એમ માનવું એ તો નરી મૂર્ખાઈ છે; એ તો મૂઢ મિથ્યાદષ્ટિની માન્યતા છે. જ્યાં ભગવાન આત્મા પોતે શરીરથી પણ ભિન્ન છે તો પછી તે બધાં તારા છે એમ કયાંથી આવ્યું? એ બધાંનો તારામાં અભાવ છે અને તારો એ બધામાં અભાવ છે તો પછી કયાંથી એ બધાં તારાં થઈ ગયાં ? બાપુ! એ તો બધી સંયોગને જાણવાની-ઓળખવાની રીત છે કે-આ પિતા, આ પુત્ર; બાકી કોણ પિતા ? ને કોણ પુત્ર? બધા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #142
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
ચૈતન્યસ્વરૂપ ભગવાન છે ત્યાં કોણ કોનો પિતા? ને કોણ કોનો પુત્ર? અજ્ઞાનીને આ કઠણ પડે છે, પણ શું થાય? અહીં તો કહે છે-જ્ઞાની ધર્માત્મા, પોતાને જે શુભરાગ થાય છે તેને પણ સ્વામીપણે મા૨ો છે તેમ માનતા નથી. આવો ભગવાનનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! (ઉપયોગને સૂક્ષ્મ કરે તો જ હાથ લાગે તેમ છે).
પ્રશ્ન:- જ્ઞાની વ્રતાદિને જરાય ભલાં જાણતો નથી તો તેમાં જે અતિચાર લાગે છે તેનું તે પ્રાયશ્ચિત કેમ લે છે?
સમાધાનઃ- ભાઈ ! જ્ઞાની વ્રતાદિના રાગને જરાય ભલો સમજતો નથી; એ તો એમ જ છે. તોપણ તેને રાગ તો આવી જ જાય છે. કદીક વ્રતમાં અતિચાર- અશુભ પણ થઈ જાય છે. તે દોષ છે એમ જાણી તેને તે ટાળે છે. આનું નામ પ્રાયશ્ચિત છે. ત્યાં પ્રાયશ્ચિતનો જે વિકલ્પ છે તે શુભભાવ છે, તે વિષકુંભ છે. સમયસાર, મોક્ષ અધિકાર (ગાથા ૩૦૬) માં દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ ભાવને વિષકુંભ કહ્યો છે. અહા! એકલા અતીન્દ્રિય અમૃતનો સાગર પ્રભુ આત્મા છે. એનાથી વિરુદ્ધના ભાવ બધા ઝેર છે. પ્રાયશ્ચિતનો જે વિકલ્પ છે તે પણ ઝેરનો ઘડો છે. ભાઈ! વિષયવાસનાના પરિણામ તો ઝેર છે જ; જે શુભભાવ છે તે પણ ઝેર જ છે. હવે આનો મર્મ અજ્ઞાની જાણે નહિ એટલે શુભાગથી ધર્મ થવો માની ક્રિયાકાંડ કરે પણ તેથી શું વળે? ભગવાન! એ રાગ તને શરણ નથી હોં; શરણ તો એક રાગરહિત નિત્ય જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા જ છે. જ્ઞાની પણ શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે જ દોષને ટાળે છે અને તે જ સાચું પ્રાયશ્ચિત છે. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-જ્ઞાની રાગ પ્રત્યે લેશમાત્ર રાગ કરતો નથી. વળી નિશ્ચયથી તો તેને રાગનું સ્વામિત્વ જ નથી. જ્ઞાનીને જે રાગ થાય છે તેનો તે ધણી જ નથી. આ ખાધેલા મૈસૂબની વિષ્ટા નીકળે તેનું કોઈ ધણીપણું રાખે કે આ વિષ્ટા મારી છે? (ન રાખે ). તેમ જ્ઞાનીને રાગ ઝેર સમાન છે, વિષ્ટા સમાન છે. બાપા! આકરું લાગે અને લોકો રાડો પાડે પણ શું થાય? રાડ પાડો તો પાડો; ભાઈ! વસ્તુ તો જેમ છે તેમ છે; તેમાં કાંઈ બીજું થાય એમ નથી. અહો! આ તો ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માની વાણીનો મર્મ પ્રચુર આનંદની મસ્તીમાં રહેનારા સંતો જાહેર કરે છે. કહે છે-સમ્યગ્દષ્ટિ રાગનો જરીય સ્વામી નથી; આવો વીતરાગનો માર્ગ છે. અરે! લોકોએ કલ્પના કરીને રાગને વીતરાગનો માર્ગ–જૈનમાર્ગ માન્યો છે! ( એ ખેદની વાત છે). અહીં તો આ સ્પષ્ટ વાત છે કે નિશ્ચયથી જ્ઞાનીને રાગનું સ્વામિત્વ જ નથી; માટે તેને લેશમાત્ર પણ રાગ નથી. હવે બીજી વાત કહે છે
‘જો કોઈ જીવ રાગને ભલો જાણી તેના પ્રત્યે લેશમાત્ર રાગ કરે તો-ભલે તે સર્વ શાસ્ત્રો ભણી ચૂકયો હોય, મુનિ હોય, વ્યવહારચારિત્ર પણ પાળતો હોય તોપણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #143
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧–૨૦૨ ]
[ ૧૨૭
એમ સમજવું કે તેણે પોતાના આત્માનું પરમાર્થસ્વરૂપ નથી જાણ્યું, કર્મોદયજનિત રાગને જ સારો જાણ્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે.'
ભાગ્ય હોય તો સાંભળવાય મળે એવો સરસ અધિકાર છે આ. કહે છે-કોઈ જીવ
ભલે સર્વ શાસ્ત્રો ભણી ચૂકયો હોય, ભલે ને તેને અગિયાર અંગનું જ્ઞાન પ્રગટ થયું હોય ને કરોડો શ્લોકો કંઠસ્થ હોય, પણ જો તે રાગને ભલો જાણે છે તો તે અજ્ઞાની છે, તેણે પોતાના આત્માનું પરમાર્થસ્વરૂપ જાણ્યું નથી. જુઓ, એક આચારાંગનાં ૧૮ હજા૨ પદ છે. એક એક પદમાં ૫૧ કરોડ જાજેરા શ્લોક છે. આવાં આવાં અગિયાર અંગ તે અનંતવાર ભણ્યો છે. પણ તેથી શું? એ તો બધું પરલક્ષી જ્ઞાન છે, તે કાંઈ આત્માનું જ્ઞાન નથી. ભાઈ! રાગથી ભિન્ન પડી અંતર-એકાગ્રતા વડે આત્મજ્ઞાન પ્રગટ કર્યા વિના અગિયાર અંગનું બહિર્લક્ષી જ્ઞાન પણ કાંઈ કાર્યકારી નથી. સમજાણું કાંઈ...?
કોઈને થાય આ તો બધું સોનગઢથી કાઢયું છે. પણ આમાં સોનગઢનું શું છે ભાઈ! આ ગાથા ૨૦૦૦ વર્ષ ઉપર લખાઈ છે, તેની ટીકા ૧૦૦૦ વર્ષ ઉપર થયેલી છે અને આ ભાવાર્થ ૧૫૦ વર્ષ પહેલાનો છે. એ બધામાં આ વાત છે કે-કોઈ સર્વ શાસ્ત્રો ભણ્યો હોય, મોટો નગ્ન દિગંબર મુનિ થયો હોય અને વ્યવહારચારિત્ર પણ ચુસ્ત અને ચોખ્ખાં પાળતો હોય, પણ જો તે વ્યવહારચારિત્રના રાગને ભલો જાણે છે વા તેને એ રાગ પ્રત્યે રાગ છે તો તે મિથ્યાદષ્ટિ છે, તેને નિજ ચૈતન્યસ્વરૂપ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન નથી.
શું કહ્યું? કે કોઈ દ્રવ્યલિંગી પંચમહાવ્રતમાં કોઈ દોષ ન લાગે તે રીતે ચુસ્તપણે વ્યવહારચારિત્ર પાળતો હોય, પ્રાણ જાય તોપણ પોતાના માટે બનાવેલા આહારનો કણ પણ ગ્રહણ ન કરે તોપણ તે મિથ્યાદષ્ટિ છે. કેમ ? કેમકે તે રાગને ભલો જાણી રાગને ગ્રહણ કરે છે.
આ બધા લોકો તો ભક્તિ-પૂજા કરે અને જાત્રાએ જાય એટલે માની લે કે ધર્મ થઈ ગયો. પણ એમાં તો ધૂળેય ધર્મ થતો નથી સાંભળને. એ તો બધો શુભાગ છે, પુણ્યબંધનનું કારણ છે; તેને ભલો જાણે છે એ મિથ્યાદર્શન છે. ભાઈ! એક તત્ત્વદષ્ટિઆત્મષ્ટિ વિના એ બધા ક્રિયાકાંડ સંસારમાં-ચારગતિમાં રઝળવાના રસ્તા છે. બાપુ! રાગ છે એ તો ઝેર છે, એ કાંઈ ચૈતન્યનું સ્વરૂપ નથી. છતાં તેને ભલો જાણે તે રાગરહિત ચિદાનંદમય નિજ પરમાત્મદ્રવ્યને જાણતો નથી. કહ્યું ને કે તે મહાવ્રતાદિ પાળે તોય આત્માને જાણતો નથી.
મહાવ્રતાદિ પાળે તોય આત્માને જાણતો નથી?
હા, રાગને ભલો જાણે, વ્યવહાર કરતાં કરતાં ધર્મ થશે એમ માને તે મહાવ્રતાદિ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #144
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પાળે તોય આત્માને જાણતો નથી. કેમકે રાગને જે ભલો જાણે તે રાગથી ખસે કેમ? અને રાગથી ખસ્યા વિના, એનાથી ભેદ કર્યા વિના રાગરહિત ચૈતન્યસ્વરૂપ જણાય કેમ? ભાઈ ! વ્રતાદિ છે તે રાગ છે. અને એનોય જેને રાગ છે તે રાગથી ખસતો નથી અને તેથી તો પોતાના આત્માના પરમાર્થસ્વરૂપને જાણતો નથી. હવે વેપાર-ધંધો કરવામાં ને બાયડી-છોકરાં સાચવવામાં ને વિષય-ભોગમાં આખો દિ' એકલા પાપમાં ચાલ્યો જાય એને નવરાશ મળે કે દિ'? અને તો એ આ સમજે કે દિ'? કદાચિત્ નવરાશ લઈ સાંભળવા જાય તો અંદર ઊંધાં લાકડાં ખોસીને આવે કે-વ્રત કરો, તપસ્યા કરો એટલે ધર્મ થઈ જશે. શ્રીમદે ઠીક જ કહ્યું છે કે બિચારાને કુગુરુ લૂંટી લે છે.
ભાઈ ! વીતરાગનો માર્ગ-સમ્યગ્દર્શનનો માર્ગ કોઈ અચિંત્ય, અલૌકિક છે! એ માર્ગ બાપુ! માખણ ચોપડે મળે એમ નથી. દાન, તપ ઇત્યાદિના રાગથી ધર્મ મનાવતાં કદાચ લોકો રાજી થશે પણ તારો આત્મા રાજી નહિ થાય ભગવાન! કોઈ દાનમાં પાંચપચીસ લાખ ખર્ચ વા કોઈ મહિના-મહિનાના ઉપવાસ કરે તેથી ધર્મ થઈ જાય એવું ધર્મનું સ્વરૂપ નથી. ધર્મ તો વીતરાગસ્વરૂપ છે, અને એ (દાનાદિ) તો બધો રાગ છે. એમાંય રાગની મંદતા હોય તો પુણ્ય થાય, ધર્મ નહિ. વળી જો તે પુણ્યનું ભલું જાણે તો મિથ્યાત્વ થાય. આવી આકરી વાત બાપા! જગતને પચાવવી મહા કઠણ ! પણ ભગવાન ત્રણલોકના નાથની આ જ આજ્ઞા છે. રાગને ભલો માનવો તે ભગવાનની આજ્ઞા નથી. અહા! અંદર અકષાયરસનો પિંડ એવો પુણ્ય-પાપ રહિત સદા વીતરાગસ્વભાવી ભગવાન વિરાજી રહ્યો છે. તેને ભલો નહિ જાણતાં ભાઈ ! જો તું પુણ્યનું ભલું જાણે છે તો તું પોતાના આત્માને જાણતો જ નથી.
અજ્ઞાની જીવ કર્મોદયજનિત રાગને જ સારો માને છે અને તે વડે જ પોતાનો મોક્ષ થવો માને છે. જુઓ આ વિપરીતતા! બાપુ! રાગ છે એ તો કર્મના ઉદયના નિમિત્તે ઉત્પન્ન થયેલો ઔપાધિક ભાવ છે; તે કાંઈ આત્માથી ઉત્પન્ન થયેલો સ્વભાવભાવ નથી. ધર્મ તો સ્વભાવભાવ છે. આવી વાત! અહીં તો આ (વાત) ૪૨ વર્ષથી ચાલે છે, આ કાંઈ નવી વાત નથી. આ સમયસાર તો ૧૮ મી વાર પ્રવચનમાં ચાલે છે. એની લીટીએ લીટી અને શબ્દેશબ્દનો અર્થ થઈ ગયો છે. અહા ! પણ શું થાય? જગતને તો તે જ્યાં-જે સંપ્રદાયમાં-પડયું હોય ત્યાંથી ખસવું મુશ્કેલ-કઠણ પડે છે. કદાચિત્ ત્યાંથી ખસે તો રાગથી ખસવું વિશેષ કઠણ પડે છે. પણ ભાઈ ! ધર્મ તો રાગરહિત વીતરાગતામય જ છે અને તે વીતરાગનો માર્ગ એક દિગંબર જૈનધર્મ સિવાય બીજે ક્યાંય નથી. રાગને ભલો જાણી રાગને આચરવો એ તો વીતરાગનો માર્ગ છે જ નહિ. સમજાણું કાંઈ...?
ભાઈ ! આવો મનુષ્યભવ મળ્યો એમાં આ અવસરે આ ન સમજ્યો તો કયારે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #145
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૨૯ સમજીશ? અને તો તારી શી ગતિ થશે? આ ભવરૂપી પડદો બંધ થશે ત્યારે તું ક્યાં જઈશ પ્રભુ? આ દેહ કાંઈ તારી ચીજ નથી; એ તો જોતજોતામાં છૂટી જશે. અને તું તો અવિનાશી તત્ત્વ છો, તારો કાંઈ નાશ થાય એમ નથી. તો તું ક્યાં રહીશ પ્રભુ? અહા ! જેની દષ્ટિ રાગની રુચિથી ખસતી નથી તે મિથ્યાષ્ટિ જીવ નરક-નિગોદાદિમાં રઝળતો અનંતકાળ મિથ્યાત્વના પદમાં રહેશે. શું થાય? ( રાગની રુચિનું ફળ જ એવું છે. )
પ્રશ્ન- શુભભાવને જ્ઞાની હેય માને છે એમ આપ કહો છો, પણ તે શુભભાવ કરે છે તો ખરો ?
સમાધાન - ભાઈ ! પુરુષાર્થની નબળાઈને કારણે જ્ઞાનીને દયા, દાન, ભક્તિ આદિનો શુભભાવ આવે છે–હોય છે, પણ તેને હું કરું, તે મારું કર્તવ્ય છે–એવો અભિપ્રાય એને કયાં છે? શુભભાવ હોવો એ જુદી વાત છે અને શુભભાવ ભલો છે એમ જાણી કરવો-આચરવો એ જુદી વાત છે. જ્ઞાની શુભભાવ કરતો-આચરતો જ નથી. એ તો કહ્યું ને કે એને રાગનું નિશ્ચયે સ્વામિત્વ જ નથી, માટે એને લેશમાત્ર રાગ નથી.
- અજ્ઞાનીએ રાગને જ ભલો માન્યો છે અને તેનાથી જ પોતાનો મોક્ષ માન્યો છે. આ રીતે પોતાના અને પરના પરમાર્થસ્વરૂપને નહિ જાણતો હોવાથી જીવ-અજીવના પરમાર્થસ્વરૂપને જાણતો નથી.'
જુઓ, ભગવાન આત્માનું પરમાર્થસ્વરૂપ જ્ઞાનાનંદમય પરમ સુખધામ છે; જ્યારે રાગનું સ્વરૂપ વિકાર અને દુઃખ છે. હવે જો રાગને ભલો જાણ્યો તો તે રાગને-પરને જાણતો નથી અને રાગરહિત પોતાના આત્માને પણ જાણતો નથી. આ રીતે પોતાને અને પરને નહિ જાણતો તે જીવ-અજીવન પરમાર્થ સ્વરૂપને જાણતો નથી. ટીકામાં પણ આ લીધું છે. અહો ! આ તો ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી વાત છે. ભગવાને જે કહ્યું તે અહીં કુંદકુંદાચાર્યે જાહેર કર્યું છે. શ્રી કુંદકુંદાચાર્ય મહાવિદેહમાં ભગવાન (સીમંધરસ્વામી) પાસે ગયા હતા અને આઠ દિવસ ત્યાં રહ્યા હતા. ત્યાંથી આવીને આ સમયસાર આદિ શાસ્ત્રો રચ્યાં છે. તેઓ આ પોકારીને કહે છે કે
અજ્ઞાની પોતાના અને પરના પરમાર્થસ્વરૂપને જાણતો નથી અને તેથી તે જીવઅજીવના પરમાર્થસ્વરૂપને જાણતો નથી. અને જ્યાં જીવ અને અજીવ-બે પદાર્થોને જ જાણતો નથી ત્યાં સમ્યગ્દષ્ટિ કેવો?” અહા ! હુજી જ્યાં સ્વ-પરને ઓળખતો જ નથી ત્યાં સ્વ-પરનું શ્રદ્ધાન કેવું? અને શ્રદ્ધાનના અભાવે તે સમ્યગ્દષ્ટિ કેવો? હજી ચોથા ગુણસ્થાનનાં જ ઠેકાણાં નથી ત્યાં સમ્યગ્દષ્ટિ કેવો?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #146
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ “માટે રાગી જીવ સમ્યગ્દષ્ટિ હોઈ શકે નહિ.” અર્થાત્ રાગના રાગવાળો, રાગનો રાગી એવો જીવ સમ્યગ્દષ્ટિ હોઈ શકે નહિ. જુઓ, રાગવાળો સમ્યગ્દષ્ટિ હોઈ શકે નહિએમ નહિ, પરંતુ રાગનો જે રાગી છે તે સમ્યગ્દષ્ટિ હોઈ શકે નહિ. ન્યાય સમજાય છે? આ તો ન્યાયનો-લોજીકનો માર્ગ છે. અહીં તો ન્યાયથી વાતને સિદ્ધ કરે છે, કંઈ કચડીમચડીને નહિ. છતાં દુનિયાને ન રુચે એટલે આ શું પાગલ જેવી વાત કરે છે?—એમ કહે, પણ પાગલો ધર્મીને પાગલ કહે એમાં શું આશ્ચર્ય છે? પરમાત્મપ્રકાશમાં આવે છે કે દુનિયાના લોકો-પાગલો ધર્માત્માને પાગલ માને છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, જે કાવ્ય દ્વારા આચાર્યદવ અનાદિથી રાગાદિકને પોતાનું પદ જાણી સૂતેલાં રાગી પ્રાણીઓને ઉપદેશ કરે છેઃ
* કળશ ૧૩૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * શ્રી ગુરુ સંસારી ભવ્ય જીવોને સંબોધે છે કે
મ:' હે અંધ પ્રાણીઓ! અંધ કેમ કહ્યા? કે પોતાની ચીજ જે ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદમય નિર્મળાનંદનો નાથ પ્રભુ અંદર પડ્યો છે તેને દેખતા નથી તેથી અંધ કહ્યા. શરીર, ધન, લક્ષ્મી ઇત્યાદિ બહારની ચીજમાં ઉન્મત્ત થયેલા-મૂર્છાઈ ગયેલા પ્રાણીઓ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને દેખતા નથી, ભાળતા નથી તેથી તેઓ અંધ છે એમ કહેવું છે. તેથી કહે છે
અંધ પ્રાણીઓ! ‘બાસંરસારાત્' અનાદિ સંસારથી માંડીને ‘પ્રતિપમ્' પર્યાયે પર્યાયે ‘ની રાણી નીવ:' આ રાગી જીવો ‘નિત્યમત્ત:' સદાય મત્ત વર્તતા થકા ‘યરિમનું સુHT:' જે પદમાં સૂતા છે-ઊંધે છે “તત્' તે પદ અર્થાત્ સ્થાન પવ' અપદ છે, અપદ છે.
કહ્યું? કે અનાદિ સંસારથી જીવ પર્યાયમાં ઘેલો બન્યો છે. જે પર્યાય મળી તે પર્યાય જ મારું સ્વરૂપ છે એમ ઉન્મત્ત-પાગલ થઈને વર્તે છે. અહા ! હું દેવ છું, હું મનુષ્ય છું, હું નારકી છું, હું તિર્યંચ છું, હું શેઠ છું, હું દરિદ્રી છું, હું પંડિત છું, હું મૂર્ખ છું, ઇત્યાદિપણે પર્યાય પર્યાયે પોતાને માને છે અને પર્યાયમાં જ અહંબુદ્ધિ ધારે છે; પરંતુ પોતાના ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમાત્ર આત્મસ્વરૂપમાં દષ્ટિ કરતો નથી. સ્વરૂપમાં દષ્ટિ કરે તો ન્યાલ થઈ જાય પણ દષ્ટિ કરતો નથી તેથી તો અંધ કહીને આચાર્યદવ સંબોધે છે.
વાહ! એકકોર ગાથા ૭ર માં “ભગવાન આત્મા” એમ “ભગવાન” કહીને બોલાવે અને અહીં “અંધ' કહીને સંબોધે! આ વળી કેવું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #147
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૩૧
ભાઈ ! આત્મા સદા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. સ્વભાવથી તે સદા પરમાત્મસ્વરૂપે-ભગવાનસ્વરૂપે જ છે. આવા સ્વભાવની અપેક્ષાએ ત્યાં ગાથા ૭૨ માં એને ‘ ભગવાન ’ કહીને બોલાવ્યો છે. ત્યારે અહીં પોતે પર્યાયમાં-રાગદ્વેષ, પુણ્યપાપના ભાવ અને તેના ફળમાં-ઉન્મત્ત-પાગલ થઈને વર્તતો થકો તે નિત્યાનંદસ્વભાવને જોતો નથી તેથી ‘ અંધ ’ કહીને સંબોધ્યો છે. બન્ને વખતે સ્વરૂપમાં જ દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. સમજાણું કાંઈ ?
કહે છે-અનાદિ સંસારથી રાગી પ્રાણી પર્યાયમાં જ મત્ત વર્તતો થકો જે પદમાં સૂતો છે તે પદ અપદ છે, અપદ છે; મતલબ કે તે પદ તારું સ્વપદ નથી. બાપુ! આ શરીર, ઇન્દ્રિય, ધન-સંપત્તિ, મહેલ-મકાન, સ્ત્રી-પરિવાર ઇત્યાદિમાં મત્ત-મોહિત થઈ તું સૂતો છે પણ એ બધાં અપદ છે, અપદ છે. આ રૂપાળું શરીર દેખાય છે ને? ભાઈ! તે એકવાર અગ્નિમાં સળગશે, શરીરમાંથી હળહળ અગ્નિ નીકળશે અને તેની રાખ થઈ ફૂ થઈ જશે. પ્રભુ! એ તારી ચીજ કયાં છે? એ તો અપદ છે. આ પુણ્યના ભાવ અને તેના ફળમાં પ્રાસ દેવપદ, રાજપદ, શેઠપદ ઇત્યાદિમાં તું મૂર્છિત થઈ પડયો છે પણ એ બધાં અપદ છે અર્થાત્ તે તારાં ચૈતન્યનાં અવિનાશી પદ નથી. અંદર ભગવાન ચૈતન્યદેવ પ્રભુ આત્મા એક જ તારું અવિનાશી પદ છે.
ભાઈ! તું દેહની, ઇન્દ્રિયોની, વાણીની અને બાહ્ય પદાર્થોની રાતદિવસ સંભાળ કર્યા કરે છે, સજાવટ કર્યા કરે છે; પણ એ તો અપદ છે ને પ્રભુ! તે અપદમાં કયાં શરણ છે? નાશવંત ચીજનું શરણ શું? ભગવાન! એ ક્ષણવિનાશી ચીજો તારાં રહેવાનાં અને બેસવાનાં સ્થાન નથી; તે અપદ છે અપદ છે એમ ‘વિવુધ્ધમ્’ સમજો. અહીં ‘અપદ શબ્દ બે વાર કહેવાથી કરુણાભાવ સૂચિત થાય છે. અહા! સંતોની શું કરુણા છે! કહે છેભગવાન! પોતાના ભગવાનસ્વરૂપને ભૂલીને હું દેવ છું, હું રાજા છું, હું પુણ્યવંત છું, હું ધનવંત છું ઇત્યાદિ નાશવંત ચીજમાં કેમ અહંબુદ્ધિ ધારે છે? તને શું થયું પ્રભુ! કે આ અપદમાં તને પ્રીતિ અને પ્રેમ છે? ભાઈ ! ત્યાં રહેવાનું અને બેસવાનું તારું સ્થાન નથી.
જેમ દારૂ પીને કોઈ રાજા ઉકરડે જઈને સૂતો હોય તેને બીજો સુજ્ઞ પુરુષ આવીને કહે કે–અરે રાજન! શું કરો છો આ ? કયાં છો તમે? તમારું સ્થાન તો સોનાનું સિંહાસન છે. તેમ મોહરૂપી દારૂ પીને ઉન્મત્ત થયેલો અજ્ઞાની જીવ પોતાના શુદ્ધ સચ્ચિદાનંદ ભગવાનને ભૂલીને અસ્થાનમાં-સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ, શરીર આદિમાં જઈને સૂતો છે. તેને આચાર્યદેવ સાવધાન-જાગ્રત કરીને કહે છે-અરે ભાઈ ! તું જ્યાં સૂતો છે એ તો અસ્થાન છે, અસ્થાન છે; ‘ફત = પુખ્ત પુત્ત' આ તરફ આવો, આ તરફ આવો. છે? બે વાર કહ્યું છે કે-આ તરફ આવો, આ તરફ આવો. અહો ! આચાર્યની અસીમ (વીતરાગી ) કરુણા છે. અપદ છે, અપદ છે-એમ બે વાર
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #148
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર ]
વન રત્નાકર ભાગ-૭ કહ્યું અને અહીંયાં આવો અહીંયાં આવો એમ પણ બે વાર કહ્યું ! મતલબ કે અહીંયાં અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપે જે વિરાજી રહ્યો છે તે તારું અવિનાશી ધ્રુવધામ છે; માટે અન્ય સર્વનું લક્ષ છોડીને તેમાં આવી જા. અહા હા... હા..! શું કરુણા છે! (પોતે જે નિરાકુલ આનંદનો સ્વાદ ચાખ્યો છે તે આખું જગત ચાખો-એમ આચાર્યદેવને અંતરમાં કરુણાનો ભાવ થયો છે).
કહે છે-આ તરફ આવો, આ તરફ આવો; અહીંયાં નિવાસ કરો. માત્ર વાસ કરોએમ નહિ, પણ નિવાસ કરો-એમ કહે છે. વાસ-વસવું-એ તો સામાન્ય છે. પણ આ તો નિવાસ”-વિશેષ કથન છે. મતલબ કે અહીં સ્વરૂપમાં એવા રહો કે ત્યાંથી ફરીથી નીકળવું ન પડે. અંદર ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે એમાં આવીને સ્થિર થઈ જાઓ એમ કહે છે. અહો! અદ્ભુત કળશ ને અદ્દભુત શૈલી ! આચાર્ય અમૃતચંદ્ર-ચાલતા સિદ્ધ-સૌને સિદ્ધપદ માટે આહ્વાન આપે છે!
કહે છે-આ તરફ આવો, આ તરફ આવો, અહીં નિવાસ કરો. કેમ? તો કહે છે ‘મિમિ'-તમારું પદ આ છે-આ છે. ત્રણ વાત કહી
૧. પુણ્ય-પાપ અને તેનાં ફળ સઘળાં અપદ છે, અપદ છે. ૨. આ તરફ આવો, આ તરફ આવો; અહીં નિવાસ કરો. ૩. તમારું પદ આ છે-આ છે.
અહા... હા... હા..! કળશ મૂકયો છે! ભગવાનને અંદર ભાળ્યો છે ને બાપુ! આચાર્યદવે ગજબ દઢતાથી ઘોષણા કરી છે કે-શરીર, મન, વાણી, ધન-સંપત્તિ, શેઠપદ, રાજપદ કે દેવપદ ઇત્યાદિ બધુંય અપદ છે, અપદ છે. તારું પદ તો ભગવાન! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે, તેમાં નિવાસ કર. આ છે-આ છે–એમ કહીને કહે છે-અમે એમાં વસીએ છીએ ને તું એમાં વસ.
કહે છે–તમારું પદ આ છે-આ છે “યત્ર' જ્યાં “શુદ્ધ: શુદ્ધ: ચૈતન્યધાતુ: ' શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ “સ્વર–મરત: ' નિજ રસની અતિશયતાને લીધે “સ્થાપિમાવત્વમ્ તિ' સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છે-અવિનાશી છે.
જુઓ, જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ છે તે તારું સ્વપદ છે. અહીં શુદ્ધ-શુદ્ધ એમ બે વાર કહ્યું છે, મતલબ કે દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ છે અથવા દ્રવ્ય ને ગુણે શુદ્ધ છે. જો પર્યાય લઈએ તો ત્રિકાળી કારણ શુદ્ધ-પર્યાય શુદ્ધ છે એમ અર્થ છે. બાકી તો દ્રવ્ય શુદ્ધ છે અને ગુણેય શુદ્ધ છે–આવી ચૈતન્યધાતુ છે. અહાહા..! જેણે માત્ર ચૈતન્યપણું ધારી રાખ્યું છે અને જેણે રાગ ને પુણ્ય-પાપને ધારી રાખ્યા નથી તે ચૈતન્યધાતુ છે. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા અંદર ચૈતન્યધાતુ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #149
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૩૩ કેમકે તેણે ચૈતન્યમાત્રપણું ધારી રાખ્યું છે. આચાર્ય કહે છે નિજરસની અતિશયતા વડે જે સ્થિર છે એવું શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ જ્યાં છે તે આત્મા તારું સ્વપદ છે; તેમાં તું નિવાસ કર.
અહાહા...! આત્મા નિજરસની અતિશયતાથી ભરેલો છે. એના ચૈતન્યરસમાં આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, વીતરાગતારસ, સ્વચ્છતારસ, પ્રભુતારસ ઇત્યાદિ આવા અનંતગુણના રસ એકપણે ભર્યા છે. અહો ! આત્મામાં નિજરસનો અતિશય એટલે વિશેષતા છે. એટલે શું? એટલે કે આત્માને છોડીને આવો નિજરસ-ચૈતન્યરસ બીજે ક્ય ય (પુણ્ય-પાપ આદિમાં) છે નહિ. ગજબ વાત છે પ્રભુ! આચાર્યદવે શબ્દ શબ્દ ભેદજ્ઞાનનું અમૃત વહાવ્યું છે.
કોઈને વળી થાય કે વેપાર-ધંધામાંથી નીકળીને આવું જાણવું એના કરતાં વ્રત, તપ, ભક્તિ, દાન ઇત્યાદિ કરીએ તો?
અરે ભાઈ ! એમાં (વ્રતાદિમાં) શું છે? એ તો શુભભાવ-પુણ્યભાવ છે અને તે અપદ છે, અસ્થાન છે. વળી એના ફળમાં પ્રાણ શરીર, ધન-સંપત્તિ, રાજપદ, દેવપદ આદિ સર્વ અપદ છે, દુઃખનાં સ્થાન છે. સમજાણું કાંઈ...? દુઃખનાં નિમિત્ત છે તેથી દુઃખનાં સ્થાન છે એમ ઉપચારથી કહેવાય છે.
બાપુ! આ પાંચમહાવ્રતના વિકલ્પ પણ અપદ છે, અસ્થાન છે. તેમાં રહેવા યોગ્ય તે સ્થાન નથી. તારું રહેવાનું સ્થાન તો પ્રભુ! જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ છે તે આત્મા છે. ભાઈ ! દયા, દાન, વ્રત આદિ પરિણામ તો રાગ છે; એનાથી તારી ચીજ તો ભિન્ન છે. ચૈતન્યરસથી ભરેલી તારી ચીજને તો એ (વ્રતાદિના વિકલ્પ) અડતાય નથી. એવી તારી ચીજ અંદર નિર્લેપ પડી છે. અહાહા...! એમાં એકલા આનંદનો સાગર ઉછળી રહ્યો છે; એમાં આવ ને પ્રભુ! અહો ! સંતોની-મુનિવરોની કરુણા તો જુઓ!
આત્મા “સ્વર–ભરત:' નામ નિજ શક્તિના રસથી ભરેલો છે. અહાહા...! અનંત-ગુણરસના પિંડ પ્રભુ આત્મામાં ચૈતન્યરસ, આનંદરસ, ભર્યો પડયો છે. અનંત અસ્તિત્વનો આનંદ, વસ્તુનો આનંદ, જીવત્વનો આનંદ, જ્ઞાનનો આનંદ, દર્શનનો આનંદ, શાંતિનો આનંદ-એમ અનંતગુણના આનંદના રસથી પ્રભુ આત્મા ભર્યો પડયો છે; અને તે સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે. શું કહ્યું? કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, સ્ત્રીપુત્ર-પરિવાર અને પુણ્ય-પાપના ભાવ એ સર્વ તો નાશવાન છે, પણ ભગવાન આત્મા નિજરસની અતિશયતા વડે સ્થિર-અવિનાશી છે, અંદર ત્રિકાળ સ્થાયી રહેવાવાળો છે, કાયમ રહેવાવાળો છે. અહો ! બહુ સરસ શ્લોક આવી ગયો છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #150
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
કહે છે-ભગવાન આત્મા અંદર સ્થાયીભાવ-સ્થિર નિત્ય છે. આવું ત્રિકાળી ધ્રુવધામ પ્રભુ આત્મા તારું નિજપદ છે. કહે છે-સર્વ અપદથી છૂટી અહીં નિજપદમાં આવી જા; તેથી તું જન્મ-મરણથી રહિત થઈ જઈશ. જેમ પૂરણપોળી ઘીના રસમાં તરબોળ હોય છે તેમ ભગવાન આત્મા ચિદાનંદરસથી તરબોળ ભર્યો પડયો છે. તેમાં દષ્ટિ કરી અંદર નિવાસ કર; તેથી તારી પર્યાયમાં પણ આનંદરસ ટપકશે. ભાઈ! આ ચૈતન્યપદ છે તે તારું ધ્રુવપદ છે. તેને ભૂલીને તું અપદમાં કયાં સૂતો છે પ્રભુ? જાગનાથ! જાગ; અને આવી જા આ ધ્રુવપદમાં; તને મોક્ષપદ થશે.
વિશેષ ખુલાસો કરે છે કે-‘શુદ્ધ-શુદ્ધ ’–એમ શુદ્ધ શબ્દ બે વાર કહ્યો છે તે દ્રવ્ય અને ભાવ-બન્નેની શુદ્ધતાને સૂચવે છે; અર્થાત્ દ્રવ્ય શુદ્ધ છે અને ભાવ પણ શુદ્ધ છે. જુઓ, ભાવવાન દ્રવ્ય તો શુદ્ધ છે, ભાવવાનનો ભાવ પણ શુદ્ધ છે. આ ભાવ એટલે પુણ્ય-પાપના ભાવ એમ નહિ, એ તો અશુદ્ધ, મલિન ને દુઃખરૂપ છે. ભાવવાન ભગવાન આત્માનો ભાવ તો શુદ્ધ જ્ઞાન, આનંદ આદિ છે અને તે તારી ચીજ છે, સ્થાયીભાવને પ્રાપ્ત છે અર્થાત્ અનાદિ-અનંત સ્થિરરૂપ છે; એમાં હલ-ચલ છે નહિ. અહા ! પ્રભુ! આવું તારું ધ્રુવધામ છે ને! માટે પરધામને છોડી સ્વધામમાં-ધ્રુવધામમાં આવી જા.
હવે દ્રવ્ય-ભાવનો ખુલાસો કરે છે. સમસ્ત અન્યદ્રવ્યોથી ભિન્ન હોવાને કારણે આત્મા દ્રવ્યે શુદ્ધ છે અને ૫૨ના નિમિત્તથી થવાવાળા પોતાના ભાવોથી રહિત હોવાને લીધે ભાવે શુદ્ધ છે. જુઓ, પુણ્ય-પાપના ભાવ પર્યાયમાં થાય છે માટે ‘પોતાના ભાવો’ કહ્યા છે, પણ તે જ્ઞાનાદિની જેમ પોતાના ભાવો છે નહિ. આવું! હવે કોઈ દિ વાંચનશ્રવણ-મનન મળે નહિ ને એમ ને એમ ધંધા-વેપા૨માં અને સ્ત્રી-પુત્ર-પરિવા૨માં મશ્કુલ-મત્ત રહે છે પણ ભાઈ! એ તો તું પાગલ છો એમ અહીં કહે છે. પ્રભુ! તું કયાં છો? ને કયાં જા' છો? તારી તને ખબર નથી! પણ ભાઈ! જેમ વેશ્યાને ઘરે જાય તે વ્યભિચારી છે તેમ રાગમાં અને પરમાં જાય તે વ્યભિચારી છે. ભાઈ! જે પોતાની ચીજ નથી તેને પોતાની માનવી તે વ્યભિચાર છે. સમજાણું કાંઈ...?
જુઓ, દેવે દ્વારિકા નગરી શ્રીકૃષ્ણ માટે રચી હતી. અહા! જેને સોનાના ગઢ અને રતનના કાંગરા-એવી તે મનોહર નગરી જ્યારે ભડકે બળવા લાગી ત્યારે લાખો-કરોડો પ્રજા તેમાં ભસ્મ થઈ ગઈ પણ કોઈ તેને બચાવવા ન આવ્યું. તે સમયે શ્રીકૃષ્ણ ને બળદેવ પોતાના માતા-પિતાને રથમાં બેસાડીને બહાર કાઢવા લાગ્યા ત્યારે ઉપરથી ગેબી અવાજ આવ્યો કે-માબાપને છોડી દો, તમારા બે સિવાય કોઈ નહિ બચે, મા-બાપ નહિ બચે. અહા ! જેની હજારો દેવતા સેવા કરતા હોય તે શ્રીકૃષ્ણ અને બળદેવ મા-બાપને ભસ્મીભૂત થતા જોઈ રહ્યા પણ તેમને બચાવી શકયા નહિ; માત્ર વિલાપ કરતા જ રહી ગયા. અરે ભાઈ! નાશવાન ચીજને તેના નાશના કાળે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #151
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૩૫ કોણ રાખી શકે? દેહને જે સમયે છૂટવાનો કાળ હોય તે સમયે તેને કોણ રાખી શકે ? બાપુ! જગતમાં કોઈ શરણ નથી હોં. જુઓને! અંદર રાણીઓ ચિત્કાર કરી પોકારે કે-હે શ્રીકૃષ્ણ! અમને કાઢો, અમને કાઢો ! પણ કોણ કાઢ? બાપુ! ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણ એ બધું જોતા રહી ગયા.
શ્રીકૃષ્ણ બળદેવને-મોટાભાઈને પોકાર કરે છે કે-“ભાઈ ! હવે આપણે કયાં જઈશું? આ દ્વારિકા તો ખાખ થઈ ગઈ છે, ને પાંડવોને તો આપણે દેશનિકાલ કર્યા છે. હવે આપણે કયાં જઈશું? ત્યારે બળદેવ કહે છે-આપણે પાંડવો પાસે જઈશું; ભલે આપણે તેમને દેશનિકાલ કર્યા, પણ તેઓ સજ્જન છે. અહા ! સમય તો જુઓ ! જેની દેવતાઓ સેવા કરે તે વાસુદેવ પોકાર કરે છે કે આપણે ક્યાં જઈશું? ગજબ વાત છે ને!
હવે તે બન્ને કૌસંબી વનમાં પહોંચ્યા. ત્યારે થાકેલા શ્રીકૃષ્ણે કહ્યું “ભાઈ હવે એક ડગલુંય આગળ નહિ ચાલી શકું.” જુઓ આ શ્રીકૃષ્ણ પોકારે છે! ત્યારે બળભદ્ર કહ્યુંતમે અહીં રહો, હું પાણી ભરી લાવું.' પણ પાણી લાવે શામાં? બળભદ્ર પાંદડાંમાં સળી નાખીને લોટા જેવું બનાવ્યું-અને પાણી લેવા ગયા. હવે શું બન્યું? એ જ કે જે ભગવાનની દિવ્યધ્વનિમાં આવ્યું હતું. ભગવાનની વાણીમાં આવ્યું હતું કે જરકુમારના હાથે શ્રીકૃષ્ણનું મોત થશે. એટલે તો તે બિચારો બાર વરસથી જંગલમાં રહેતો હતો. શ્રીકૃષ્ણ ત્યાં પગ પર પગ ચઢાવીને સૂતા હતા. જરકુમારે દૂરથી જોયું કે આ કોઈ હરણ છે. એટલે હરણ ધારીને તીર માર્યું. તીર શ્રીકૃષ્ણને વાગ્યું. નજીક આવીને જુએ છે તો તે ખેદખિન્ન થયો અને કહેવા લાગ્યો-“અહા! ભાઈ ! તમે અહીં અત્યારે? બાર વરસથી હું જંગલમાં રહ્યું છે છતાં મારે હાથે આ ગજબ ! અરે ! કાળો કેર થઈ ગયો! મારે હવે કયાં જવું?' શ્રીકૃષ્ણે કહ્યું-“ભાઈ ! લે આ કૌસ્તુભમણિ, ને પાંડવો પાસે જજે. તેઓ તને રાખશે કારણ કે આ મારું ચિન્હ છે. (કૌસ્તુભમણિ બહુ કિંમતી હોય છે અને તે વાસુદેવની આંગળીએ જ હોય છે.)
જરકુમાર તો ત્યાંથી વિદાય થઈ ગયો અને અહા! શ્રીકૃષ્ણનો દેહ છૂટી ગયો ! રે ! કસુંબી વનમાં શ્રીકૃષ્ણ એકલા મરણાધીન! કોઈ ત્યાં શરણ નહિ. બાપુ! એ અપદમાં શરણ કયાં છે? પ્રભુ! વાસુદેવનું પદ પણ અપદ છે, અશરણ છે. તેથી તો આચાર્યદેવે ઊંચેથી પોકારીને કહ્યું કે અહીં આવ, અહીં આવ જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ નિજરસની અતિશયતા વડ સ્થિરભાવને પ્રાપ્ત છે.
* કળશ ૧૩૮ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * પહેલાં દષ્ટાંત કહે છે-“જેમ કોઈ મહાન પુરુષ મધ પીને મલિન જગ્યામાં સૂતો હોય તેને કોઈ આવીને જગાડે-સંબોધન કરે કે “તારી સૂવાની જગ્યા આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #152
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬ ]
થન રત્નાકર ભાગ-૭ નથી; તારી જગ્યા તો શુદ્ધ સુવર્ણમય ધાતુની બનેલી છે, અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે અને અતિ મજબૂત છે; માટે હું તને બતાવું છું ત્યાં આવ, ત્યાં શયન આદિ કરી આનંદિત થા.”
જુઓ, જેણે દારૂ પીધો હોય તેને ભાન નથી હોતું કે હું ક્યાં સૂતો છું, એ તો વિષ્ટાના ઢગલા પર પણ જઈને સૂઈ જાય છે. તેને બીજો જગાડીને કહે કે
૧. ભાઈ ! તારું સિંહાસન તો સુવર્ણમય ધાતુનું બનેલું છે; વળી ૨. તે અન્ય કુધાતુના ભેળથી રહિત શુદ્ધ છે; અને ૩. તે અતિ મજબૂત છે.
માટે હું બતાવું ત્યાં આવે અને તારા સ્થાનમાં શયનાદિ કરી આનંદિત થા. જુઓ, આ દષ્ટાંત છે. હવે કહે છે
તેવી રીતે આ પ્રાણીઓ અનાદિ સંસારથી માંડીને રાગાદિકને ભલા જાણી, તેમને જ પોતાનો સ્વભાવ જાણી, તેમાં જ નિશ્ચિત સૂતાં છે-સ્થિત છે...'
જાઓ, સંસારી પ્રાણીઓ અનાદિ નિગોદથી માંડીને રાગાદિકને એટલે શુભાશુભભાવને ભલા જાણી અને તેને જ પોતાનું સ્વરૂપ જાણીને તેમાં નિશ્ચિતપણે સૂતાં છે. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ આદિ અશુભભાવ છે અને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ આદિ શુભભાવ. એ બન્ને ભાવ વિકાર છે, વિભાવ છે. છતાં અજ્ઞાનીઓ તેને સ્વભાવ જાણી, ભલા માની તેમાં જ સૂતા છે. અહાહા..! પોતાનો સ્વભાવ તો શુદ્ધ જ્ઞાનાનંદમય છે, પણ તેની ખબર નથી એટલે શુભાશુભભાવને જ સ્વભાવ જાણે છે.
ભાઈ ! આ શરીર, ધન, લક્ષ્મી, સ્ત્રી-પુત્ર-પરિવાર, મહેલ-મકાન ઇત્યાદિની અહીં વાત નથી કેમકે એ તો પ્રત્યક્ષ પરચીજ છે; તેમાં આત્મા નથી અને આત્મામાં તેઓ નથી. છતાં અજ્ઞાનીઓ તે બધાને પોતાનાં માને છે તે તેમની વિપરીત માન્યતા છે. ભાઈ ! આ શરીર માર. ને પૈસા મારા ને બાયડી-છોકરાં મારાં-એ વિપરીત માન્યતા છે અને એ જ દુ:ખ છે. અજ્ઞાની એમાં સુખ માને છે પણ ધૂળમાંય ત્યાં સુખ નથી. એ તો જેમ કોઈ સન્નિપાતિયો સન્નિપાતમાં ખડખડ દાંત કાઢે છે તેમ આને મિથ્યાત્વનો સન્નિપાત છે જેમાં દુ:ખને સુખ માને છે.
હા, પણ દુનિયા તો આ બધા ધનવંતોને સુખી કહે છે?
બાપુ! દુનિયા તો બધી ગાંડા-પાગલોથી ભરેલી છે; તેઓ એમને સુખી કહે તેથી શું? વાસ્તવમાં તેઓ મિથ્યાત્વભાવ વડે દુ:ખી જ છે.
અહીં કહે છે-શુભાશુભભાવ-પુણ-પાપના ભાવ વિભાવ છે, મલિન છે, દુઃખરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #153
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૩૭ છે તોપણ અજ્ઞાની જીવો તેમને જ ભલા જાણી, પોતાનો સ્વભાવ માની અનાદિથી તેમાં નિશ્ચિતપણે સૂતા છે. બિચારાઓને ખબર નથી ને, તેથી નિશ્ચિત બેફીકર-બેખબર થઈને તેમાં સૂતા છે. હવે કહે છે
“તેમને શ્રીગુરુ કણાપૂર્વક સંબોધે છે-જગાડે છે-સાવધાન કરે છે કે-હે અંધ પ્રાણીઓ ! તમે જે પદમાં સૂતા છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્યદ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓ-શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો.'
જુઓ, પ્રચુર અતીન્દ્રિય આનંદની મસ્તીમાં રહેનારા શ્રીગુરુ છે. તેઓ અંતરમાં કરુણા લાવીને અજ્ઞાની જીવોને સાવધાન કરે છે કે-અરે ! શું તમે જોતા નથી કે કયાં સૂતા છો? “હું અંધ પ્રાણીઓ !'-એમ કહ્યું ને? એ તો સાવધાન કરવાના કરુણાના ઉદ્ગાર છે; એ કરુણા છે હોં. એમ કે-ભાઈ ! આ શું કરે છે તું? અંદર ચિદાનંદરસથી ભરેલો તું ભગવાન છો અને જોતો નથી ને પુણ્ય-પાપના ભાવમાં પોતાપણું માની સૂતો છે? આવું અંધપણું ! આમ કરુણા લાવી સાવધાન કરે છે.
પ્રશ્ન- દષ્ટાંતમાં “મહાન પુરુષ'—એમ કેમ લીધું?
સમાધાનઃ- “મહાન પુરુષ” એટલે મોટો ધનાઢય, રાજા, દિવાન આદિ. મહાન પુરુષ એટલે સંસારમાં મોટો; મોટો ધર્માત્મા પુરુષ એમ અહીં લેવું નથી. રાજા આદિ મોટા પુરુષ હોય ને, તે દારૂ પીને લથડિયાં ખાય અને વિષ્ટા ને પેશાબથી ભરેલા સ્થાનમાં જઈને સૂઈ જાય એમ અહીં કહેવું છે. તેમ સ્વભાવે મહાન હોવા છતાં અજ્ઞાની જીવ અનાદિથી મિથ્યાત્વરૂપ દારૂ પીને શુભાશુભભાવને પોતાના માની, ભલા જાણી, તેમાં સૂતો છે. તેને શ્રીગુરુ સાવધાન કરી જગાડે છે કે-જાગ રે જાગ નાથ! ભગવાનસ્વરૂપી તું છો છતાં આ (વિષ્ટા સમાન) શુભાશુભભાવમાં કયાં સૂતો છો? શરીરાદિમાં અરે શુભરાગમાં પ્રેમ કરીને તેમાં રસબોળ થઈ જા” છો તો મૂઢ છો કે શું? અહો ! શ્રીગુરુ મહા ઉપકારી છે !
ભાઈ ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભભાવ પણ બધા દુઃખ છે. હવે આવું સાંભળવા મળ્યું ન હોય તે બિચારા શું કરે ? શુભરાગને જ પોતાનો સ્વભાવ જાણી તેમાં પડયા રહે. પણ બાપુ ! એમ તો તું અનંતવાર મુનિ થયો-દિગંબર હોં, અને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ ને ગુતિ બહારમાં બરાબર ચોખ્ખાં પાળ્યાં. પણ એથી શું? સંસાર તો ઊભો રહ્યો, દુ:ખ તો ઊભું રહ્યું. ભાઈ ! રાગ અશુભ હો કે શુભએ તો બધું દુઃખ જ છે. તેને તું ભલો જાણી તેમાં નિશ્ચિત થઈ સૂતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #154
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે પણ એ તો નર્યું અંધપણું છે, મૂઢતા છે. આનંદના નાથ પ્રભુ આત્માને ભૂલીને શુભભાવના પ્રેમમાં પડવું એ તો વ્યભિચાર છે બાપુ! અને એનું ફળ ચારગતિની જેલ છે. સમજાણું કાંઈ...?
કહે છે-નાથ! તું જે પદમાં સૂતો છો અર્થાત્ જે શુભભાવમાં અંધ બનીને સ્વભાવના ભાન વિના સૂતો છો તે તારું પદ નથી. આપણે કંઈક ઠીક છીએ એમ માની ભગવાન! તું જેમાં સૂતો છે તે તારું સુવાનું સ્થાન નથી.
કોઈને વળી થાય કે આ તે કેવી વાત? આમાં ધનપ્રાપ્તિની વાત તો આવી નહિ?
ભાઈ ! ધનપ્રાપ્તિના ભાવ તો એકલું પાપ છે. તેની તો વાત એકકોર રાખ, કેમકે એ તો અપદ, અપદ, અપદ જ છે. અહીં તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિની વૃત્તિ જે ઊઠી છે તે વૃત્તિમાં તું નિશ્ચિત થઈને સૂતો છે પણ તેય અપદ જ છે એમ કહે છે. અહા.... હા.... હા..એ વૃત્તિથી રહિત અંદર આનંદનો નાથ પ્રભુ આત્મા વિરાજી રહ્યો છે તેનો નિરાકુલ સ્વાદ લેતો નથી અને શુભવૃત્તિના મોહમાં અંધ બન્યો છે? શું આંધળો છે તું? ભાઈ ! આ તો પૈસાવાળા તો શું મોટા વ્રત ને તપસ્યાવાળાના પણ ગર્વ ઉતરી જાય એવું છે. વળી તે નવમી રૈવેયક ગયો ત્યારે જે વ્રત ને તપ પાળ્યાં હતાં તે અત્યારે છેય કયાં? શુક્લ લશ્યાના પરિણામ બાપુ! ચામડાં ઉતારીને ખાર છાંટે તોપણ ક્રોધ ન કરે એવાં તો મહાવ્રતના પરિણામ તે વખતે હતા. પણ એ બધા રાગના-દુઃખના પરિણામ હતા ભાઈ ! અહીં કહે છે-ભાઈ ! તું એમાં (શુભવૃત્તિમાં) નચિંત થઈને સૂતો છે પણ તે તારું પદ નથી, એ અપદ છે પ્રભુ!
આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પરમાત્મા છે. ભગવાનની ભક્તિ આદિ શુભભાવ એનાથી વિરુદ્ધ ભાવ છે, વિભાવ છે માટે તે અપદ છે. ભાઈ ! આવી વાત તો વીતરાગના શાસનમાં જ મળે. વીતરાગ જૈન પરમેશ્વર જ એમ કહે કે-અમારી સામું તું જોયા કરે અને સ્તુતિ, ભક્તિ, પૂજા ઇત્યાદિ શુભરાગમાં જ તું સૂતો રહે તો તું મૂઢ છો. કેમ? કેમકે અમે (તારા માટે) પરદ્રવ્ય છીએ અને પરદ્રવ્ય તરફની વૃત્તિ જે થાય તે વડે જીવની દુર્ગતિ થાય છે. મોક્ષપાહુડમાં પાઠ છે-ગાથા ૧૬ માં-કે “પરથ્વીવો –પરદ્રવ્ય તરફના વલણથી દુર્ગતિ છે. તે ચૈતન્યની ગતિ નથી અને ‘સદ્વ્વાવો સાડ઼ દોડ્ર'
સ્વદ્રવ્યના વલણથી સુગતિ-મુક્તિ થાય છે. બાપુ! સ્વદ્રવ્ય સિવાય જેટલાય દેવ-ગુરુશાસ્ત્ર, શરીર, મન, વાણી, ઇન્દ્રિય અને સ્ત્રી-પરિવાર આદિ પરદ્રવ્ય છે તેના તરફનું જે તારું વલણ અને લક્ષ છે તે બધો શુભાશુભરાગ છે અને તે તારી દુર્ગતિ છે પ્રભુ! અહા ! જગતને સત્ય મળ્યું નથી અને એમ ને એમ આંધળે–બહેરું કૂટે રાખે છે. ભાઈ! પુણ્ય વડે સ્વર્ગાદિ મળે પણ એ બધી દુર્ગતિ છે, એમાં કયાં સુખ છે? સ્વર્ગાદિમાં પણ રાગના ક્લેશનું જ ભોગવવાપણું છે. ભાઈ ! રાગ સ્વયં પુણ્ય હો કે પાપ હો-દુઃખ જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #155
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૩૯
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
તો અમારે કરવું શું?
સમાધાન- એ તો કહ્યું ને કે “સદ્વ્વીવો હું સ ા'—સ્વદ્રવ્ય પ્રત્યેના વલણ અને આશ્રયથી સુગતિ કહેતાં મુક્તિ થાય છે. ભાઈ ! આ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ છે નહિ. અંદર નિર્મળાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ રાગથી રહિત નિર્વિકારી પ્રભુ બિરાજે છે તેમાં રહેવું અને તેમાં ઠરી જવું; બસ આ એક જ કરવા યોગ્ય છે. સમજાણું કાંઈ..?
પ્રભુ! તું અંદર આત્મા છો કે નહિ? અહા હા... હા! તું અતીન્દ્રિય આનંદસ્વરૂપ અમૃતથી ભરેલો એકલો અમૃતનો સાગર છો; જ્યારે પરદ્રવ્યના વલણથી ઉત્પન્ન આ ઇન્દ્રિયોનાં સુખ તો દુઃખના-ઝેરના પ્યાલા છે. ભગવાન આત્માથી વિરુદ્ધ જે શુભ વિકલ્પ ઊઠે છે તે ઝેર છે ભાઈ ! અને એમાં આ ઠીક છે એવો હરખનો ભાવ પણ ઝેર છે પ્રભુ! અરે ! તું એમાં નચિંત થઈને સૂતો છે? ભગવાન! એ તારું રહેવાનું સ્થાન નથી; એ તો અપદ છે. માટે જાગ નાથ! જાગ. તારું પદ તો અંદર શુદ્ધ ચૈતન્યધાતુમય છે; ત્યાં જા, તેમાં નિવાસ કર. અહો ! સંતો નિસ્પૃહ કરુણા કરીને જગાડે છે.
કહે છે-રાગમાં એકાકાર થઈને સૂતો છો પણ તે તારું પદ નથી પ્રભુ! તારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે. અહા... હા... હા...! એક જ્ઞાયકસ્વભાવથી ભરેલો ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા શુદ્ધ ચૈતન્યધાતુમય છે અને તે તારું પદ છે. આમ શુભાશુભરાગમાં-અપદમાં રખડવા જા” છો એના કરતાં એમાં જા ને! ત્યાં વસ ને! ત્યાં જ ઠરી જા ને. લ્યો, આ કરવાનું છે.
હા, પણ જિનમંદિર બંધાવવાં, સ્વાધ્યાય મંદિર બનાવવાં, પ્રભાવના કરવી ઇત્યાદિ તો કરવું કે નહિ?
સમાધાન- ભાઈ ! શું તું મંદિરાદિ બંધાવી શકે છે? ધૂળેય બંધાવતો નથી સાંભળને. પર દ્રવ્યનું કાર્ય આત્મા કરી શકતો જ નથી. માત્ર ત્યાં રાગ કરે છે અને તે પુણ્યભાવ છે. આવો પુણ્યભાવ જ્ઞાનીને પણ આવે છે-હોય છે, પણ છે તે અપદ, જ્ઞાની પણ તેને અપદ એટલે અસ્થાનરૂપ દુઃખદાયક જ જાણે છે. સમજાણું કાંઈ..? દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પ્રભાવના આદિનો રાગ સમકિતીને સાધકદશામાં અવશ્ય હોય છે પણ તે અપદ છે; એકમાત્ર પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમય પરમાત્મા પોતે જ સ્વપદ છે. આવી વાત છે.
અહા! કહે છે-ભગવાન! તારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે. “ચૈતન્યધાતુવાળું” -એમેય નહિ, શુદ્ધ ચૈતન્યધાતુમય છે. એટલે શું? એટલે કે કર્મ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ બહારમાં અન્યદ્રવ્યની ભેળસેળ વિનાની તારી ચીજ શુદ્ધ છે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #156
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦ ]
ચન રત્નાકર ભાગ-૭ કેમકે એ સર્વ પરદ્રવ્ય તારામાં છે જ નહિ. તેમ જ અંદરમાં રાગાદિ વિકાર રહિત તારી ચીજ નિર્વિકાર શુદ્ધ છે. ભાઈ ! જે તારું સ્વપદ છે તે ચિદાનંદઘન પ્રભુ આત્મા બહારમાં અન્યદ્રવ્યની ભેળ વિનાનો ને અંદરમાં પુણ્ય-પાપભાવના વિકારથી રહિત સદાય શુદ્ધ છે. આવું એકલું ચૈતન્ય-ચૈતન્ય-ચૈતન્યમાત્ર જે છે તે તારું અવિનાશી પદ છે. માટે દષ્ટિ ફેરવી નાખ અને સ્વપદમાં રુચિ કર, સ્વપદમાં નિવાસ કર.
અહા! અનાકુળ શાંતરસનો પિંડ પ્રભુ આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ છે; જ્યારે અંતરંગમાં (પર્યાયમાં) ઉત્પન્ન થતા પુણ્ય-પાપના ભાવ-શુભાશુભભાવ આસ્રવ તત્ત્વ છે. તે આસ્રવો એક જ્ઞાયકભાવથી વિરુદ્ધ અને દુઃખરૂપ હોવાથી નાશ કરવાયોગ્ય છે; અને એક જ્ઞાયકભાવ જ આશ્રય કરવા યોગ્ય છે. કેમ ? કેમકે જ્ઞાયકસ્વભાવનો આશ્રય કરવાથી આસ્રવના અભાવરૂપ સંવર, નિર્જરા ને મોક્ષ પ્રગટ થાય છે. માટે કહ્યું કે પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વભાવનો આશ્રય કર, એમાં જ ઠર, એને જ પ્રાપ્ત કર.
વળી તે શુદ્ધ ચૈતન્યધાતુ સ્થાયી છે. શું કહ્યું? આ શુભાશુભભાવ તો અસ્થાયી, નાશવંત, કૃત્રિમ અને દુઃખરૂપ છે જ્યારે જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્મા સદા સ્થાયી, અવિનાશી, અકૃત્રિમ અને સુખધામ છે. હવે આવો હું આત્મા છું એવું સાંભળવાય મળે નહિ તે બિચારો અજ્ઞાની શું કરે? ધર્મ માનીને દયા, દાન આદિ કરે પણ એમાં કયાં ધર્મ છે? બિચારો ક્રિયાકાંડ કરી કરીને મરે અને ચાર ગતિમાં રખડયા કરે! કેમ? કેમકે પુણ્યપાપના ભાવ અસ્થાયી છે, દુઃખરૂપ છે. એક માત્ર ચૈતન્યપદ જ ત્રિકાળ સ્થિર અને સુખરૂપ છે. માટે કહે છે
તે પદને પ્રાપ્ત થાઓ-શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો.” છે? અહા ! ભાષા તો જુઓ! કહે છે-અનંતકાળમાં તે એક રાગનો જ આશ્રય કર્યો છે અને તેથી તું દુઃખમાં પડ્યો છે. પણ હવે શુદ્ધ ચૈતન્યમૂર્તિ-જ્ઞાયકમૂર્તિ પ્રભુ આત્માનો આશ્રય કર કેમકે તે તારું નિજપદ છે, સુખપદ છે. ભાઈ ! ભાષા તો સાદી છે, પણ ભાવ તો જે છે તે ગંભીર છે. ભાઈ ! ત્રિલોકનાથ તીર્થંકર પરમાત્માનો અનાદિ-અનંત આ પોકાર છે. અનંત તીર્થકરો ભૂતકાળમાં થઈ ગયા, વર્તમાનમાં મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર બિરાજમાન છે અને ભવિષ્યમાં અનંત થશે; તે સર્વનો આ એક જ પોકાર છે. શું? કે ભાઈ ! તને સુખ જો ” તું હોય તો અંતરમાં જા, અંદર સુખનું નિધાન જ્ઞાયકમૂર્તિ ચૈતન્ય મહાપ્રભુ પરમાત્મસ્વરૂપે બિરાજે છે તેમાં જા, તેનો આશ્રય કર અને તને તારા નિજાનંદપદની પ્રાપ્તિ થઈ જશે; બાકી તું રાગમાં જા' છો એ તો દુઃખ છે. આવી વાત છે પ્રભુ!
હા, પણ આપ શુભરાગમાંથી-પુણ્યભાવમાંથી ખેંચી કાઢીને કયાં લઈ જવા ઇચ્છો છો?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #157
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
દેવાધિદેવ સિદ્ધ પરમાત્માનું જે પદ છે તે જ પદ નિશ્ચયે તારું છે ભાઈ ! શુભરાગમાંથી-પુણ્યભાવમાંથી ખેંચી કાઢીને તને પ્રભુમાં લઈ જવો છે પ્રભુ! તેથી તો કહ્યું કે–અંદર ત્રણલોકનો નાથ પ્રભુસ્વરૂપે વિરાજી રહ્યો છે તેનો આશ્રય કર અને જોકે અનંતસુખ-પદ-સિદ્ધપદ તારું છે. લૌકિકમાં આવે છે ને કે
મારા નયનની આળસે રે મેં દીઠા ન શ્રી હરિ.' એ હરિ એટલે કોણ? આ શુદ્ધ ચૈતન્યધાતુમય ભગવાન આત્મા હોં, બીજા કોઈ કર્તા-ધર્તા-હર્તા હરિ નહિ. પંચાધ્યાયીમાં છે કે-જે અજ્ઞાન અને રાગ-દ્વેષને હણે-હરી લે તે હરિ. તો એવો આ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ આત્મા હરિ છે. અહીં કહે છે એવા હરિસ્વરૂપ ભગવાન આત્મામાં દષ્ટિ લગાવ, તારાં નયનને (શ્રુતજ્ઞાનને) એમાં જોડી દે, અને તેનો જ આશ્રય કર, તેમાં જ રમણતા કર. [ પ્રવચન નં. ર૭ર થી ૨૮૭ (૧૯ મી વાર) * દિનાંક ૨૫-૧૨-૭૬ અને ર૬-૧ર-૭૬ અને ૨૭૫
૧૦-૮-૭૯ થી ૨૮-૧૨-૭૯]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #158
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૩ किं नाम तत्पदमित्याह
आदम्हि दव्वभावे अपदे मोत्तूण गिण्ह तह णियदं। थिरमेगमिमं भावं उवलब्भंतं सहावेण।। २०३।।
आत्मनि द्रव्यभावानपदानि मुक्त्वा गृहाण तथा नियतम्। स्थिरमेकमिमं भावमुपलभ्यमानं स्वभावेन।। २०३।।
હવે પૂછે છે કે (હે ગુરુદેવ!) તે પદ કયું છે? (તે તમે બતાવો). તે પ્રશ્નનો ઉત્તર કહે છે:
જીવમાં અપદભૂત દ્રવ્યભાવો છોડીને ગ્રહ તું યથા, સ્થિર, નિયત, એક જ ભાવ જેહુ સ્વભાવરૂપ ઉપલભ્ય આ. ૨૦૩.
ગાથાર્થ- [બાત્મનિ] આત્મામાં [પવાનિ] અપદભૂત [દ્રવ્યમાવાન] દ્રવ્યભાવોને [મુવÇી ] છોડીને [ નિયતન્] નિશ્ચિત, [ સ્થિરમ્] સ્થિર, [U{] એક [ રુમં ] આ (પ્રત્યક્ષ અનુભવગોચર) [ ભાવમ્] ભાવને- [સ્વભાવેન ૩પગમાન] કે જે (આત્માના) સ્વભાવરૂપે અનુભવાય છે તેને- [ તથા] (હે ભવ્ય !) જેવો છે તેવો [દાન ] ગ્રહણ કર. (તે તારું પદ છે.)
ટીકા- ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મળે (-દ્રવ્યભાવરૂપ ઘણા ભાવો મધ્ય), જે અતસ્વભાવે અનુભવાતા (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પરંતુ પરસ્વભાવરૂપે અનુભવાતા), અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે, તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે; અને જે તસ્વભાવે (અર્થાત્ આત્માના સ્વભાવરૂપે ) અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ (ચૈતન્યમાત્ર જ્ઞાનભાવ) છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે.
ભાવાર્થ:- પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #159
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૩ ]
૧૪૩ (અનુકુમ ) एकमेव हि तत्स्वाद्यं विपदामपदं पदम्। अपदान्येव भासन्ते पदान्यन्यानि यत्पुरः।।१३९ ।।
(શાર્દૂનવિહિત) एकज्ञायकभावनिर्भरमहास्वादं समासादयन् स्वादं द्वन्द्वमयं विधातुमसहः स्वां वस्तुवृत्तिं विदन्। आत्मात्मानुभवानुभावविवशो भ्रश्यद्विशेषोदयं
सामान्यं कलयन् किलैष सकलं ज्ञानं नयत्येकताम्।।१४०।। અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. આત્મા સ્થાયી છે (-સદા વિધમાન છે) અને તે બધા ભાવો અસ્થાયી છે (-નિત્ય ટકતા નથી), તેથી તેઓ આત્માનું સ્થાનરહેઠાણ-થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી. જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે. તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય
હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છે –
શ્લોકાર્થ:- [તત્ છમ્ yવ દિ પવમ્ સ્વાā] તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે [વિપામ્ અપવું] કે જે વિપત્તિઓનું અપદ છે (અર્થાત્ જેમાં આપદાઓ સ્થાન પામી શક્તી નથી) અને [યપુર:] જેની આગળ [ ન્યાનિ પા]િ અન્ય (સર્વ) પદો [ ગપનિ વ ભાસત્તે] અપદ જ ભાસે છે.
ભાવાર્થ:- એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે (કારણ કે તેઓ આકુળતામય છે-આપત્તિરૂપ છે ). ૧૩૯.
વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે:
શ્લોકાર્થઃ- [–જ્ઞા કમાવ-નિર્મરમદીસ્વાદું સમીસાયન ] એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો, [ એ રીતે જ્ઞાનમાં જ એકાગ્ર થતાં બીજો સ્વાદ આવતો નથી માટે) [ કેન્દ્રમાં સ્વાદું વિધાતુ :] ઢંઢમય સ્વાદને લેવા અસમર્થ (અર્થાત્ વર્ણાદિક, રાગાદિક તથા ક્ષાયોપથમિક જ્ઞાનના ભેદોનો સ્વાદ લેવાને અસમર્થ). [માત્મઅનુમ–અનુમાવ–વિવશ: સ્વ વસ્તુવૃત્તિ વિદ્] આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને (આત્માની શુદ્ધપરિણતિને)
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #160
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જાણતો-આસ્વાદતો (અર્થાત્ આત્માના અદ્વિતીય સ્વાદના અનુભવનમાંથી બહાર નહિ આવતો) [gs: માત્મા] આ આત્મા [ વિશેષ–૩યં ભ્રયત્] જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, [ સામાન્ય વનયન વિન] સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, [ સન્ન જ્ઞાન] સકળ જ્ઞાનને [ તામ્ નયતિ ] એકપણામાં લાવે છે-એકરૂપે પ્રાપ્ત કરે છે.
ભાવાર્થ- આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે. વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે. જ્ઞાનના વિશેષો શયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાનસામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ શેયરૂપ થાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે છબસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે? આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. ૧૪૦.
સમયસાર ગાથા ૨૦૩: મથાળું હવે પૂછે છે કે-હે ગુરુદેવ! તે પદ કયું છે? એમ કે અહીં આવો, અહીં આવોએમ આપ કહો છો તો તે પદ કયું છે? અહા ! તે અમને બતાવો. આમ શિષ્યના પ્રશ્ન પ્રતિ ઉત્તર કહે છે:
* ગાથા ૨૦૩: ટીકા ઉપરનું પ્રવચન * “ખરેખર આ ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મળે જે અતસ્વભાવે અનુભવાતા અનિયત અવસ્થાવાળા, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે, તે બધાય પોતે અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે;–'
શું કહે છે? “ખરેખર આ ભગવાન આત્મામાં છે ટીકામાં? સંસ્કૃતમાં પાઠ છે‘ફ રવનું ભવત્યાત્મનિ'–ત્યાં એટલે “ખરેખર' અર્થાત્ નિશ્ચયથી અને ‘રૂદ' એટલે “આ” “આ” એટલે આ પ્રત્યક્ષ ચૈતન્યમૂર્તિ આત્મા–તેમાં. જુઓ, અહીં આત્માને ભગવાન આત્મા કહ્યો છે; છે? ત્યારે કોઈ વળી કહે છે
હા, પણ અત્યારે કયાં આત્મા ભગવાન છે?
સમાધાન- અરે ભાઈ ! સાંભળને બાપા! તને ખબર નથી ભાઈ ! પણ નિશ્ચયથી અત્યારે જ તું ભગવાન છો. જો તું-આત્મા નિશ્ચયે ભગવાન ન હોય તો પર્યાયમાં ભગવાન થઈશ કયાંથી ? શું કીધું? વસ્તુસ્વરૂપે આત્મા સદા ભગવાનસ્વરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #161
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૪૫
સમયસાર ગાથા-૨૦૩ ] જ છે, હમણાં પણ તે ભગવાન સ્વરૂપ જ છે. હવે રાગના કણમાં રાજી રહેનાર અજ્ઞાનીને ‘હું ભગવાન છું' એમ કેમ બેસે?
જાઓ, આ મૂળ ગાથા ભગવાન શ્રી કુંદકુંદાચાર્યની છે; અને આ ટીકા અમૃતચંદ્રાચાર્યની છે. અહી... હા... હા ! આચાર્ય અમૃતચંદ્ર જ્ઞાની, આત્મધ્યાની પરમ અતીન્દ્રિય આનંદ જેની છાપ છે એવા પ્રચુર સ્વસંવેદનને અનુભવતા સ્વરૂપમાં રમતા હતા. ત્યાં જરી વિકલ્પ આવ્યો અને આ ટીકા થવા કાળે થઈ ગઈ. અહીં.. હાં.. હાં...! છેલ્લે તેઓ કહે છે કે-આ ટીકા અમૃતચંદ્ર કરી છે એવા મોહમાં હું જનો! મા નાચો. ગજબ વાત છે ને!
પણ પ્રભુ ! આપે ટીકા લખી છે ને? પ્રભુ! ના કેમ કહો છો ?
તો કહે છે–ટીકા તો અક્ષરોથી રચાઈ છે; તેમાં વિકલ્પ નિમિત્ત માત્ર છે. અહી... હા.... હા..! અનંત પરમાણુઓના પિંડ એવા અક્ષરોમાં હું કયાં આવ્યો છું? અને એ વિકલ્પમાં-વિભાવમાં પણ હું કયાં છું ? હું તો શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મામાં છું. તેથી ટીકાનો રચનારો હું-આત્મા છું જ નહિ. ટીકા લખવાની અક્ષરોની–પરદ્રવ્યની ક્રિયા આત્મા કરી શકે જ નહિ. આવી વાત છે. ત્યારે અજ્ઞાની બે-ચાર પુસ્તકો બનાવે ત્યાં તો અમે રચ્યું છે, અમે કર્યું છે, અમારું આગળ નામ લખો, અમારો ફોટો મૂકો'-ઇત્યાદિ ફૂલાઈ ને માનમાં મરી જાય છે. અરે ભાઈ ! કોના ફોટા? શું આ ધૂળના? ત્યાં (કાગળ ઉપર) તો આ શરીરનો-જડનો ફોટો છે. શું તે ફોટામાં-જડમાં તું આવી ગયો? બાપુ! એ જડનો ફોટો તો જડ જ છે, એમાં કયાંય તું (આત્મા) આવ્યો નથી. એ તો રજકણો ત્યાં એ રીતે પરિણમ્યા છે. આ શરીરના રજકણોય ત્યાં ગયા નથી. અહા ! છતાંય પોતાનો ફોટો છે એમ માની અજ્ઞાની ફૂલાય છે-હરખાય છે. પણ બાપુ! જ્યાં રાગ પણ તારો નથી ત્યાં ફોટો તારો ક્યાંથી આવ્યો? અહા ! પ્રભુ! તું કોણ છે તેની તને ખબર નથી.
અહીં કહે છે-“ખરેખર આ ભગવાન આત્મામાં_ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મી અને વાન એટલે વાળો-એવા જ્ઞાન અને આનંદની લક્ષ્મીવાળા આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મળે જે અતસ્વભાવે અનુભવાતા ભાવો છે તે અપદભૂત છે. બહુ દ્રવ્ય એટલે રજકણ આદિ પરદ્રવ્ય ને ભાવો એટલે રાગાદિ ભાવો. અહા ! અંદરમાં જે પુણ્યપાપના ભાવો છે તે અતસ્વભાવે અનુભવાય છે. તે ભાવો આત્માના સ્વભાવરૂપ નથી, સ્વસ્વભાવરૂપ નથી તેથી કહે છે અતસ્વભાવે-પરસ્વભાવરૂપે અનુભવાય છે. ભાઈ ! આ પંચમહાવ્રતના પરિણામ, દયા, દાન, ભક્તિ આદિના પરિણામ અતસ્વભાવે અનુભવાય છે અર્થાત્ તેઓ આત્મસ્વભાવે અનુભવાતા નથી. આવી વાત! લોકો જેને ધર્મ માનીને બેઠા છે તે ભાવ અહીં કહે છે, અતસ્વભાવે છે. અને અત્યારે એ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #162
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ (ચોખ્ખાં) મહાવ્રત પણ કયાં છે? જે મહાવ્રતના પરિણામે નવમી રૈવેયક ગયો હતો એ મહાવ્રત અત્યારે છે કયાં? (નથી)
પ્રશ્ન:- પંચમકાળના છેડા સુધી સાધુ રહેવાના છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર:- શ્રી મોક્ષમાર્ગપ્રકાશકમાં ખુલાસો આવે છે કે આ કાળમાં હંસનો સદ્ભાવ કહ્યો છે, પણ હંસ ન દેખાય તેથી કાંઈ અન્યપક્ષીને (કાગડાને) હંસ ન મનાય. તેમ આ કાળમાં મુનિનો સદ્દભાવ કહ્યો છે અને તે (ભરતક્ષેત્રમાં) બીજે કયાંક હશે, પણ તમે રહો છો ત્યાં મુનિ દેખાતા નથી તેથી અન્યને કાંઈ મુનિ ન મનાય. ભાઈ ! એક દિગંબર મત સિવાય અન્ય બધાય ગૃહીત મિથ્યાષ્ટિ છે. તેમને સમકિત તો નથી પણ અગૃહીત ઉપરાંત ગૃહીત મિથ્યાત્વ છે. ઝીણી વાત છે ભાઈ ! સ્થાનકવાસી અને શ્વેતાંબરની જેને માન્યતા છે તેને સમકિત ન હોઈ શકે. આકરી વાત છે પ્રભુ! પણ આ સત્ય વાત છે. અને દિગંબરમાં પણ નગ્નપણું અને પાંચ મહાવ્રતના પરિણામ એ કાંઈ મુનિપણાનું લક્ષણ નથી. અને જો પોતાના માટે બનાવેલો આહાર લે છે તો તેને મહાવ્રત પણ સરખાં નથી, પછી સમકિત ને મુનિપણાની તો વાત જ કયાં રહી ? શ્રી દીપચંદજીએ ભાવદીપિકામાં લખ્યું છે કે-હું જોઉં છું તો કોઈ સાધુ આગમની શ્રદ્ધાવાળા દેખાતા નથી અને કોઈ વક્તા પણ આગમ પ્રમાણે વાત કરે તેવો દેખ્યો નથી; અને જો મોઢેથી સત્ય વાત કહેવા જાઉં છું તો કોઈ માનતા નથી. માટે હું તો લખી જાઉં છું કે માર્ગ આ છે, બાકી બીજો માર્ગ જે કહે છે તે જૂઠા છે. અહા ! ૨૫૦ વર્ષ પહેલાં આ સ્થિતિ છે તો અત્યારની વાત તો શું કરવી ? અરે ભાઈ ! હજુ સમકિતનાં ઠેકાણાં ન મળે ત્યાં મુનિપણું કેમ હોય ? જ્યાં વ્યવહાર શ્રદ્ધા પણ સાચી નથી ત્યાં સમકિતની તો વાત જ શી કરવી? વળી જે કુદેવને દેવ માને છે, કુગુરુને ગુરુ માને છે તથા કુશાસ્ત્રને શાસ્ત્ર માને છે એ તો ગૃહીત મિથ્યાદષ્ટિ છે.
પ્રશ્ન- આપ આમ કહેશો તો ધર્મ કેવી રીતે ચાલશે?
સમાધાનઃ- ધર્મ તો અંદર આત્માના આશ્રયે ઉત્પન્ન થાય છે અને આત્માના આશ્રયે ચાલશે. તે કાંઈ બહારથી નહિ ચાલે.
પ્રશ્ન- હા, પણ બહારની પ્રભાવના વિના તો ન ચાલે ને?
સમાધાન - પ્રભાવના? શેની પ્રભાવના? બહારમાં કયાં પ્રભાવના છે? આત્માના આનંદનું ભાન થવું ને તેની વિશેષ દશા થવી તેનું નામ પ્રભાવના છે. બાકી તો બધી જૂઠી ધમાધમ છે. ભાઈ ! અહીં વીતરાગના માર્ગમાં તો બધા અર્થમાં ફેર છે, દુનિયા સાથે કયાંય મેળ ખાય તેમ નથી.
અહીં કહે છે–ભગવાન આત્મામાં બહુ દ્રવ્ય-ભાવો મળે જે અતસ્વભાવે અનુભવાતા અર્થાત્ આત્માના સ્વભાવરૂપે નહિ પણ પરસ્વભાવરૂપે અનુભવાતા એવા જે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #163
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૩ ]
[ ૧૪૭ પુણ્ય-પાપના ભાવ છે તે અપદભૂત છે. ભાઈ ! તે પુણ્ય-પાપના ભાવ અતસ્વભાવે છે કારણ કે એમાં આનંદના નાથ પ્રભુ આત્માનો ભાવ કયાં છે? એમાં ચૈતન્ય અને આનંદ કયાં છે? આ સમયસાર તો ૧૮ મી વખત ચાલે છે. અહીં તો ૪૨ વર્ષથી આ વાત કહેતા આવ્યા છીએ.
વળી કહે છે તે ભાવો અનિયત અવસ્થાવાળા છે. શું કીધું? કે પુણ્ય-પાપના ભાવ અનિયત અવસ્થા છે, નિયત અવસ્થા નથી. તેની અનિયત એટલે પલટતી અવસ્થા છે. વળી તેઓ અનેક છે. દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવ અનેક છે; ને તે ક્ષણિક તથા વ્યભિચારી ભાવો છે. આનંદના નાથ પ્રભુ આત્માની-અનાકુળ આનંદમય ભગવાનની-સેવા છોડીને જે પુણ્ય-પાપનું સેવન છે તે વ્યભિચાર છે. અહા! શુભાશુભ ભાવ છે તે વ્યભિચારી ભાવ છે. જેમ વ્યભિચારમાં સ્ત્રી ને પુરુષ બે હોય છે તેમ આત્માને કર્મના નિમિત્તે થયેલા આ ભાવ છે માટે વ્યભિચારી ભાવ છે. અને તે બધાય અસ્થાયી હોવાને લીધે...” છે અંદર? અહા! તે પુણ્ય-પાપના ભાવ બધાય અસ્થાયી છે. પાંચ બોલ કહ્યા. શું? કે પુણ્ય-પાપના ભાવ-શુભાશુભ ભાવ
૧. અતસ્વભાવે છે, આત્મસ્વભાવરૂપ નથી; ૨. અનિયત છે, નિયત રહેતા નથી; ૩. અનેક છે, અસંખ્ય પ્રકારના છે; ૪. ક્ષણિક છે, ૫. વ્યભિચારી છે અને તેથી તે બધાય અસ્થાયી છે
આ તો માર્ગ બાપા! વીતરાગનો મળવો બહુ કઠણ. આ સિવાયના બધા માર્ગ ગૃહીત મિથ્યાત્વના પોષક છે. હજુ તો જ્યાં વ્યવહાર શ્રદ્ધાનનાય ઠેકાણાં નથી ત્યાં ધર્મ કેવો?
કહે છે-તે બધાય “પોતે'—જોયું? તે બધાય વિકારી ભાવ “સ્વયં” અસ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય હોવાથી અપદભૂત છે. તે ભાવ જેને સ્થિર થવું છે તેને સ્થિર થવા લાયક નથી. જુઓ, છે અંદર ? આ કયાં ટીકા અત્યારની છે? આ તો હજાર વર્ષ પહેલાંની છે, ને મૂળ પાઠ-ગાથા તો બે હજાર વર્ષનો છે અને તેનો ભાવ તો જૈનશાસનમાં અનાદિનો ચાલ્યો આવે છે.
ભાઈ ! પુણ્ય-પાપના ભાવ આસ્રવ છે. પણ આસ્રવને આસ્રવ કયારે માન્યો કહેવાય ? જ્યારે સ્વભાવની દષ્ટિ થઈ હોય ત્યારે. અહો ! સ્વભાવની દષ્ટિ થાય ત્યારે આસ્રવને ભિન્ન અને દુઃખરૂપ માને. જ્ઞાનીને પણ આસ્રવ તો હોય છે પણ તેને તે પોતાના સ્વરૂપથી ભિન્ન માને છે. આગ્નવો દુઃખરૂપ છે, તે મારી ચીજ નથી અને હું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #164
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮ ]
થન રત્નાકર ભાગ-૭ તેનો જાણનાર માત્ર છું-એમ જ્ઞાની જાણે અને માને છે. અજ્ઞાની અનાદિથી શુભાશુભભાવના ચક્રમાં હેરાન-હેરાન થઈ રહ્યો છે. તેને કહે છે-ભાઈ ! તે અસ્થાયી ભાવ સ્થાયીપણે રહેનારનું સ્થાન નથી, તે અપદભૂત છે. રહેઠાણ નાખવા યોગ્ય સ્થાન તો એક નિત્યાનંદ પ્રભુ આત્મા છે.
આ અપદભૂતની વ્યાખ્યા ચાલે છે. કહે છે પુણ્ય-પાપના ભાવ અસ્થાયી હોવાને લીધે રહેનારનું રહેઠાણ નહિ થઈ શકવા યોગ્ય છે અને તેથી તેઓ અપદભૂત છે. વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ છે, દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો જે વિકલ્પ છે, પંચમહાવ્રતાદિનો જે વિકલ્પ છે અને શાસ્ત્ર ભણવાનો જે વિકલ્પ છે તે બધાય અસ્થાયી છે, અતસ્વભાવે છે માટે તે સ્થાતાનું સ્થાન થવા યોગ્ય નહિ હોવાથી અપદભૂત છે. આવી આકરી વાત બાપા!
હવે કહે છે-“અને જે તસ્વભાવે અનુભવાતો, નિયત અવસ્થાવાળો, એક, નિત્ય, અવ્યભિચારી ભાવ છે, તે એક જ પોતે સ્થાયી હોવાને લીધે સ્થાતાનું સ્થાન અર્થાત્ રહેનારનું રહેઠાણ થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે.”
શું કહ્યું? કે જે તસ્વભાવે અનુભવાતો અર્થાત્ ભગવાન જ્ઞાનાનંદસ્વભાવે અનુભવાતો એવો ભાવ-આત્મા પદભૂત છે. વળી નિજ સ્વભાવભાવે-ચૈતન્યસ્વભાવે અનુભવાતો આત્મા નિયત અવસ્થાવાળો છે. વળી તે એક છે. પુણ્ય-પાપના વિકલ્પ તો અસંખ્ય પ્રકારના અનેક છે, જ્યારે ભગવાન આત્મા અંદર એકરૂપે છે. અહાહા..! ચૈતન્યમૂર્તિ આનંદકંદ પ્રભુ અંદર સદા એકરૂપે બિરાજમાન છે. વળી તે નિત્ય છે. નિત્યાનંદ પ્રભુ આત્મા નિત્ય છે; અને તે અવ્યભિચારી ભાવ છે. ચૈતન્યમાત્ર-જ્ઞાનમાત્ર ભાવ છે તે સંયોગજનિત નથી તેથી તે અવ્યભિચારી ભાવ છે, અકૃત્રિમ સ્વભાવભાવ છે. હવે આવો આત્મા કદી સાંભળ્યો ન હોય તે બિચારો શ્રદ્ધાનમાં લાગે ક્યાંથી? શું થાય? તે બિચારો ચારગતિમાં રઝળી મરે.
અહીં પાંચ બોલથી જ્ઞાનભાવ-સ્વભાવભાવ કહ્યો. કે જ્ઞાનમાત્રભાવ૧. તસ્વભાવે આત્મસ્વભાવરૂપ છે, ૨. નિયત છે, ૩. એકરૂપ છે, ૪. નિત્ય છે, અને
૫. અવ્યભિચારી ભાવ છે અને તેથી તે સ્થાયી ભાવ છે. તેથી કહે છે તે એક જ સ્થાયીભાવ હોવાને લીધે સ્થાતાનું સ્થાન થઈ શકવા યોગ્ય હોવાથી પદભૂત છે. અહાહા...! નિત્યાનંદ ચૈતન્યમાત્ર પ્રભુ આત્મા ત્રિકાળ સ્થાયી-ધ્રુવ હોવાથી રહેનારનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #165
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૩ ]
[ ૧૪૯ સ્થિર રહેઠાણ છે, માટે તે પદભૂત છે, અને બધાય રાગાદિ ભાવ અસ્થાયી-અધુવ હોવાને લીધે અપદભૂત છે. લ્યો, આવી વ્યાખ્યા પદ-અપદની.
હવે કહે છે-“તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવા-યોગ્ય છે.”
અહા હા... હા...! કહે છે–દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના અસ્થાયી ભાવોને છોડી દઈ... જુઓ, છે અંદર? તે સમસ્ત અસ્થાયી ભાવોને છોડી દઈ અર્થાત્ તેનો દિષ્ટિમાંથી આશ્રય છોડી દઈ પરમાર્થરસપણે સ્વાદમાં આવતું જે સ્થાયીભાવરૂપ આ જ્ઞાન તે એક જ આસ્વાદવાયોગ્ય છે. અહા ! રાગનો જે સ્વાદ છે તે તો ઝેરનો સ્વાદ છે. રાગનો રસ જ ઝેર છે, દુઃખ છે; જ્યારે પરમાર્થરસપણે સ્વાદમાં આવતું જ્ઞાન ચિદાનંદમય અમૃતરસનો સાગર છે. અહીં કહે છે–રાગને છોડી તે એક જ્ઞાન જ આસ્વાદવાયોગ્ય છે. જન્મ-મરણરહિત થવાનો આવો વીતરાગનો માર્ગ બાપા! બાકી તો બધું જે કરે તે રખડવા માટે છે.
અહા ! કહે છે–તે પરમાર્થરસપણે સ્વાદમાં આવે છે. કોણ? કે આ જ્ઞાન; જ્ઞાન એટલે જ્ઞાનમાત્રભાવરૂપ આત્મા. કેવો છે તે ? ચિદાનંદરસના અમૃતથી ભરેલો છે અને તેથી તે એક જ આસ્વાદવાયોગ્ય છે.
ત્યારે કોઈકહે છે-રસગુલ્લાંનો, મૈસૂબનો જે સ્વાદ આવે છે તે તો ખબર છે, પણ આ સ્વાદ વળી કેવો ?
ભાઈ ! મૈસૂબનો અને રસગુલ્લાનો જે સ્વાદ તું કહે છે એ તો જડનો સ્વાદ છે અને તેને આત્મા કદી ભોગવતો નથી-ભોગવી શકતો નથી. આ હાડમાંસના બનેલા સ્ત્રીના શરીરને આત્મા ભોગવે છે એમ ત્રણકાળમાં નથી. એ તો એ તરફનું લક્ષ જતાં
આ મૈસૂબાદિ ઠીક છે, સ્ત્રીનો સ્પર્શ ઠીક છે” એવો જે રાગ તું ઉત્પન્ન કરે છે તે રાગનેઝેરને-દુઃખને તું ભોગવે છે. અજ્ઞાની રાગનો સ્વાદ લે છે અને માને છે કે હું પર પદાર્થોને ભોગવું છું. કેવી વિપરીતતા! અહીં કહે છે-રાગનો જે સ્વાદ (બેસ્વાદ) છે તેને છોડી દઈને આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે કેમકે તેનો સ્વાદ અતીન્દ્રિય આનંદમય અમૃતનો સ્વાદ છે. આવો સ્વાદ-અતીન્દ્રિય આનંદનો સ્વાદ જેમાં આવે તેનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
શું કહે છે? જરી સૂક્ષ્મ વાત છે ભાઈ ! આ આત્મા જે છે તેમાં પુણ્ય-પાપનાવ્રત-અવ્રતના ઈત્યાદિ જે પરિણામ થાય છે તે બધાય ક્ષણિક, અનિત્ય અસ્થાયી હોવાથી રહેનારનું રહેઠાણ બનવા યોગ્ય નથી માટે અપદભૂત છે; એક વાત. પરંતુ આત્મા ત્રિકાળ સ્થાયી એક ચૈતન્યમાત્રપણે હોવાથી રહેવાનું રહેઠાણ બનવા યોગ્ય છે માટે તે પદભૂત છે, માટે સમસ્ત અસ્થાયી ભાવોને છોડીને, આ અતીન્દ્રિય આનંદના રસપણે અનુભવમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #166
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
આવતો એક આત્મા જ આસ્વાદવાયોગ્ય છે એમ તું જાણ. ભાઈ! જેને ધર્મ કરવો હોય અને જન્મ-મરણરહિત ૫૨માનંદ દશાને પ્રાપ્ત થવું હોય તેણે વ્રત-અવ્રતના વિકલ્પો છોડીને એક આત્મામાં જ દૃષ્ટિ લગાવવી જોઈએ, કેમકે એક આત્મા જ ત્રિકાળી ધ્રુવ આનંદનું ધામ છે; વ્રતાદિના વિકલ્પો તો અસ્થાયી છે અને તેથી સ્થાતાનું સ્થાન બનવા યોગ્ય નથી.
આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ તો જડ પુદ્દગલ છે, માટી છે. અને લક્ષ્મી, સ્ત્રી-કુટુંબ આદિ બધાંય ૫૨ વસ્તુ છે. માટે તેની સાથે આત્માને કાંઈ સંબંધ નથી; અર્થાત્ તેઓ આત્માને રહેવાનું સ્થાન નથી. અહીં તો વિશેષ આ વાત છે કે-આત્માની પર્યાયમાં જે વ્રત-અવ્રતના અનેક વિકલ્પ ઉઠે છે, હિંસા-અહિંસાદિના પરિણામ થાય છે વા ગુણસ્થાનના ભેદ પડે છે તે સર્વ ક્ષણિક, અનિત્ય અને અસ્થાયી છે અને તેથી તે ધર્મીને રહેવાનું સ્થાન થઈ શકવા યોગ્ય નથી. અર્થાત્ તેઓ અપદભૂત છે, અશરણ છે. જ્યારે જે સદા એક સ્થાયીભાવરૂપ છે તે નિત્યાનંદ પ્રભુ આત્મા જ પદભૂત છે. માટે સર્વ અસ્થાયી ભાવોને છોડીને એક આત્માનો જ-શાંતરસના સમુદ્ર એવા નિજ સ્વરૂપનો જ આસ્વાદ કરો એમ કહે છે, કેમકે તે એક જ આસ્વાદવા યોગ્ય છે.
પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી' લખી છે. તેમાં પહેલાં મંગળમાં જ લખ્યું છે કે-‘તું વૃદ્ધા મખત શાન્તરસેન્દ્રમ્' હે બુદ્ધિમાન પુરુષો! તે શાન્તરસેન્દ્રના અનુભવને તમે સેવો. કેવો છે અનુભવ ? અહાહા...! જે અનુભવ હૃદયમાં પ્રાસ થવાથી અનુપમ સુખની પ્રાપ્ત થાય છે અને મુક્તિ લક્ષ્મી શીઘ્ર વશમાં આવે છે તે સંપૂર્ણ મંગળોના સમુદ્રસ્વરૂપ શાન્તરસેન્દ્રના અનુભવને તમે સેવો. લ્યો, આવું તો બીજા ગૃહસ્થો ૫૨ ચિઠ્ઠીમાં લખ્યું છે-કે સંપૂર્ણ મંગળોના સમુદ્રસ્વરૂપ શાન્તરસેન્દ્રના અનુભવને સેવોઆસ્વાદો. હવે આવી વાત જગતને સમજવી કઠણ પડે. તેમાં (ચિઠ્ઠીમાં ) કહે છે-ભાઈ ! પુણ્ય-પાપનો રસ તો કષાયલો દુઃખનો રસ છે તેનો સ્વાદ છોડી દે અને અકષાયસ્વભાવી શાન્તરસેન્દ્ર પ્રભુ આત્માનો આસ્વાદ કર. વ્યવહાર-રત્નત્રયનો વિકલ્પ પણ પ્રભુ! કષાયરસ-અશાંતરસરૂપ છે. માટે તેનો પણ સ્વાદ છોડીને શાંતરસના સમુદ્ર એવા ભગવાન આત્માનો આસ્વાદ કર; તે એક જ આસ્વાદવાયોગ્ય છે. આવો વીતરાગનો માર્ગ લૌકિકથી સાવ વિરુદ્ધ ભાઈ! લૌકિકમાં તો વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો ને જાત્રા કરો એટલે સમજે કે થઈ ગયો ધર્મ. પણ બાપુ! જેમાં આત્માનો અનુભવ નથી, આસ્વાદ નથી એવી કોઈ ક્રિયા ધર્મ નથી. એટલે તો કહ્યું છે કે
“ અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોખૌ, અનુભવ મોખસરૂપ.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #167
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૩ ]
[ ૧૫૧ આ તો ત્રણલોકના નાથનો પોકાર છે ભાઈ !
જુઓ, મહાવિદેહક્ષેત્રમાં સીમંધર પરમાત્મા સાક્ષાત્ અરિહંતપદે બિરાજે છે. ત્યાં ભગવાન કુંદકુંદાચાર્ય ૨૦૦૦ વર્ષ પહેલાં . ૪૯ માં ગયા હતા. કહે છે તેમનો આ પોકાર છે કે-તારું ચૈતન્ય પદ તો ધ્રુવ સ્થાયી પદ છે પ્રભુ! તે સિવાય પર્યાયમાં જે કાંઈ રાગાદિ છે તે બધાંય અસ્થાયી અપદ છે. અજ્ઞાની જીવ જેને પોતાના માને છે તે પૈસા આદિ તો કયાંય દૂર રહી ગયા; કેમકે પૈસા આદિ કે દિ' જીવના છે? એ તો જીવના દ્રવ્ય-ગુણમાં નહિ અને પર્યાયમાં પણ નહિ; સાવ ભિન્ન છે. એ તો ધૂળ છે. પરંતુ અહીં વિશેષ એમ કહે છે કે અંદર તારી પર્યાયમાં જે શુભાશુભ વિકલ્પ ઊઠે છે, દયા, દાન, ભક્તિ આદિ વિકલ્પ ઊઠે છે તે બધાય અસ્થાયી હોવાથી અપદ છે; તારું રહેવાનું તે સ્થાન નથી. હવે પછીના કળશમાં ‘સન્યાનિ પાનિ' એમ પાઠ આવે છે. પરમ અધ્યાત્મ તરંગિણીમાં તેનો અર્થ એવો કર્યો છે કે-વ્રતાદિ અપદ છે. અહો ! દિગંબર સંતોમુનિવરોએ કેવળીનાં પેટ ખોલીને મૂકયાં છે. જેનાં ભાગ્ય હોય તેને આ વાણી મળે. કહે છે–એક આત્મા જ તારું રહેવાનું સ્થાન છે; તે એક જ આસ્વાદવાયોગ્ય છે. માટે જેમાં કોઈ ભેદ નથી એવો અખંડ એકરૂપ જે ત્રિકાળસ્થાયી જ્ઞાયકભાવ છે તેનો આશ્રય કર, તેનો આસ્વાદ કર.
અહા... હા... હા! ભગવાન! તું પરમાર્થરસરૂપ આનંદરસનો-શાન્તરસનોઅકષાયરસનો સમુદ્ર છો. તેમાં અતંર્મગ્ન થતાં શાંતરસનો-આનંદરસનો (પરમ આફ્લાદકારી) સ્વાદ આવે છે. કહ્યું છે ને કે
“વસ્તુ વિચારત ધ્યાવર્ત મન પાવૈ વિશ્રામ;
રસ સ્વાદત સુખ ઉપજૈ અનુભવ તાકી નામ.” લ્યો, આ આત્માનુભવની દશા છે અને તે સમ્યકત્વ અને ધર્મ છે. ભાઈ ! જન્મમરણ મટાડવાની આ જ રીત છે. આ સિવાય વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પ્રગટે એમ કોઈ માને તો તે વ્યવહારમૂઢ છે. અહીં કહે છે-એ સઘળો વ્યવહારક્રિયાકાંડ અપદ છે, એનાથી (વ્યવહારથી) ત્રણકાળમાં જન્મ-મરણ મટશે નહિ.
આ પૈસાવાળા કરોડપતિ ને અબજપતિ બધા પૈસા વડે એમ માને કે અમે બધા સુખી છીએ પણ તેઓ ધૂળમાંય સુખી નથી સાંભળને. પૈસાની તૃષ્ણા વડે તેઓ બિચારા દુ:ખી જ દુ:ખી છે. પૈસાની-ધૂળની તો અહીં વાતેય નથી.
હા, મુનિવરોને ક્યાં પૈસા હોય છે? (તે વાત કરે ?)
અહા ! મુનિને તો પૈસા (પરિગ્રહ) ન હોય, પણ વસ્તુમાં આત્મામાં પણ તે નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ ! પૈસા તો જડ છે, અને આ શરીર પણ જડ માટી-પુદગલ છે. તેઓ આત્મામાં કયાં છે ? (નથી). અહીં તો એમ વાત છે કે આ પૈસા ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #168
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫ર ]
યન રત્નાકર ભાગ-૭ શરીર આદિ સંબંધી જે પાપના ભાવ અને ભગવાનની ભક્તિ, પૂજા ઇત્યાદિ સંબંધી જે પુણ્યના ભાવ તે પણ ભગવાન! તારામાં-આત્મામાં નથી, અને આત્મા તેમાં નથી; આત્માનું તે સ્થાન નથી. આ નિર્જરા અધિકાર છે ને! તો કર્મની-અશુદ્ધતાની નિર્જરા કોને થાય? કે જેને પરમાનંદસ્વરૂપ પ્રભુ આત્માના આનંદનો સ્વાદ આવે છે તેને અશુદ્ધતા નિર્જરી જાય છે.
હા, પણ ઉપવાસ આદિ તપ વડે નિર્જરા થાય કે નહિ?
ધૂળેય થાય નહિ સાંભળને. ઝીણી વાત છે ભાઈ ! જેને તું ઉપવાસ કહે છે એ તો વિકલ્પ છે, રાગ છે; એ વડે કાંઈ નિર્જરા ન થાય, અશુદ્ધતા ન ઝરી જાય. ઉપવાસ નામ નિર્મળાનંદના નાથ ભગવાન આત્માની ઉપ નામ સમીપમાં વસવું, તેનો આસ્વાદ લેવો, તેમાં રમવું તે વાસ્તવિક ઉપવાસ છે અને તે વડે નિર્જરા થાય છે. કોઈને થાય કે આ તો નિશ્ચયની વાતો છે, પણ ભાઈ ! નિશ્ચય એટલે જ સત્ય. ભાઈ ! મારગ તો આ છે બાપા ! અહીં (સમયસારમાં) તો વ્યવહારને અપદ કહી ઉથાપી નાખે છે. જુઓને! આ શું કહે છે? કે વ્યવહાર હોય છે પણ તે દુઃખરૂપ છે, અસ્થાયી છે; તે તારું પદ-સ્થાન બનવા યોગ્ય નથી, તે તારું સ્વધામ નથી. તારું ધામ એક ભગવાન આત્મા જ છે અને તે જ અનુભવવાયોગ્ય-આસ્વાદવાયોગ્ય છે.
* ગાથા ૨૦૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * પૂર્વે વર્ણાદિક ગુણસ્થાનપર્યત ભાવો કહ્યા હતા તે બધાય, આત્મામાં અનિયત, અનેક, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે.”
શું કહ્યું? કે પહેલાં વર્ણાદિક એટલે રંગ, ગંધ આદિથી ગુણસ્થાન પર્યત જે ભાવો કહ્યા હતા તે આત્મામાં અનિયત છે અર્થાત્ કાયમ રહેવાવાળા નથી. ભાઈ ! આ છઠું, તેરમું અને ચૌદમું ગુણસ્થાન આત્મામાં અનિયત છે. વળી તેઓ અનેક છે, ક્ષણિક છે અને વ્યભિચારી છે. ભગવાનની ભક્તિ કરતાં કરતાં અને વ્રતાદિ કરતાં કરતાં મોક્ષ થઈ જશે એમ માનનારને આકરું લાગે છે, પણ શું થાય ? અહીં તો સ્પષ્ટ કહ્યું છે કે તે બધા
ત, ક્ષણિક, વ્યભિચારી ભાવો છે. છે કે નહિ અંદર? લોકોને સત્ય નામ સંસ્વભાવ સાંભળવા મળ્યો જ નથી એટલે “નિશ્ચય છે નિશ્ચય છે”—એમ કહીને તેને ટાળે છે; પણ ભાઈ ! નિશ્ચય એટલે જ સત્ય અને વ્યવહાર એટલે ઉપચાર.
હવે કહે છે-“આમાં સ્થાયી છે અને તે બધા ભાવો અસ્થાયી છે, તેથી તેઓ આત્માનું સ્થાન-રહેઠાણ-થઈ શકતા નથી અર્થાત્ તેઓ આત્માનું પદ નથી.'
જોયું? નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા સ્થાયી છે અને તે ગુણસ્થાન આદિ બધા ભાવો અસ્થાયી છે એમ કહે છે. ભાઈ ! જે ભાવ વડે તીર્થકર ગોત્ર બંધાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #169
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૩ ]
- [ ૧૫૩ તે ભાવ પણ વ્યભિચારી અને અસ્થાયી ભાવ છે, તે ભાવ ધર્મ નથી કેમકે ધર્મથી કાંઈ બંધ ન થાય અને જે ભાવે બંધ પડે તે ધર્મ ન હોય. આ પ્રમાણે આત્મા સિવાયના બીજા બધા ભાવ અસ્થાયી છે માટે તેઓ આત્માનું સ્થાન થઈ શકતા નથી. શુભાશુભ વિકલ્પ, દયા, દાન આદિના વિકલ્પ ને ગુણસ્થાનના ભેદ આત્માનું સ્થાન થઈ શકતા નથી; અર્થાત્ તેઓ આત્માનું પદ નથી.
જે આ સ્વસંવેદનરૂપ જ્ઞાન છે તે નિયત છે, એક છે, નિત્ય છે, અવ્યભિચારી છે. આત્મા સ્થાયી છે અને આ જ્ઞાન પણ સ્થાયી ભાવ છે તેથી તે આત્માનું પદ છે.'
અહાહા...! કહે છે-જ્ઞાનાનંદસ્વરૂપ આત્માનું સ્વસંવેદનરૂપ જ્ઞાન અથવા સ્વનુંઆત્માનું પ્રત્યક્ષવેદનરૂપ જ્ઞાન નિયત છે, કાયમી ચીજ છે, એક છે, અવ્યભિચારી છે અને નિત્ય છે. અહાહા..! જેમ જાણગસ્વભાવી પ્રભુ આત્મા શાશ્વત સ્થાયી ચીજ છે તેમ તેનું જ્ઞાન પણ સ્થાયીભાવરૂપ છે, સ્થિર છે, અક્ષય છે. તેથી તે આત્માનું પદ છે. તેથી કહે છે
તે એક જ જ્ઞાનીઓ વડે આસ્વાદ લેવા યોગ્ય છે.”
જોયું? ધર્મી પુરુષો દ્વારા તે એક જ આસ્વાદવાયોગ્ય છે. અહાહા..! ધર્માત્માને તે એક જ અનુભવવા લાયક છે; એક આત્માને નિરાકુલ આનંદ જ આસ્વાદવા લાયક છે. હવે આવી વાત શુભભાવના પક્ષવાળાને આકરી લાગે, પણ બાપુ! શુભભાવ કરી કરીને તું અનંતકાળથી રખડી મર્યો છે પણ ભવભ્રમણ મટયું નથી. ભવરહિત થવાની ચીજ તો આત્માનો અનુભવ કરવો તે એક જ છે.
આ માર્ગ ભલે હો, પણ તેનું કાંઈ સાધન તો હશે ને? અહિંસા પાળવી ઇત્યાદિ સાધન છે કે નહિ ?
ઉત્તર- અરે ભગવાન! તને ખબર નથી બાપા! ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનું વિધાન છે. તેનું સ્વસંવેદન એટલે પોતાથી પોતાનામાં પ્રત્યક્ષ આનંદનું વેદન થવું તે ધર્મ છે. “અહિંસા પરમો ધર્મ' કહ્યું છે ને? પણ તે અહિંસા કઈ ? કે દયા, દાન, વ્રતના વિકલ્પ જેમાં ન થાય તેવા વીતરાગી પરિણામની ઉત્પત્તિને ભગવાને અહિંસા કહી છે અને તે પરમ ધર્મ છે, અને તે મોક્ષનું સાધન છે, દયાના વિકલ્પ કાંઈ સાધન નથી; એ તો અપદ છે એમ અહીં કહે છે. સમજાણું કાંઈ....?
આકરું લાગે કે નહિ, ત્રિલોકનાથ વીતરાગ પરમેશ્વરનો આ હુકમ છે કે-રાગથી ભિન્ન પડીને સચ્ચિદાનંદમય ભગવાન આત્માનો સ્વાદ-અનુભવ લેવામાં આવે ત્યારે ધર્મ થાય છે. આ જ માર્ગ છે, આ જ સાધન છે. આ સિવાય બહારના ક્રિયાકાંડમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #170
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જે ધર્મ માને છે તે નરક-નિગોદાદિ ચારગતિમાં રઝળશે. ખરેખર નિશ્ચય તે જ વસ્તુ છે. વ્યવહાર હોય છે પણ તે અવસ્તુ છે અર્થાત્ અપદ છે. આત્માનો નિરાકુલ સ્વાદ આવ્યા પછી પણ વ્યવહાર હોય છે પણ તે અપદ છે, ધર્મીને રહેવાનું સ્થાન નથી. માટે આસ્વાદવાયોગ્ય એક આત્માના નિરાકુલ આનંદનો જ અનુભવ કરો એમ શ્રી જયચંદજીએ ખુલાસો કર્યો છે.
હવે આ અર્થનો કળશરૂપ શ્લોક કહે છેઃ
* શ્લોક ૧૩૯ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘તત્ છમ્ છવ દિ પવમ્ સ્વી' તે એક જ પદ આસ્વાદવાયોગ્ય છે.
આચાર્ય અમૃતચંદ્ર આખી ટીકાનો આ ટૂંકો કલશ કર્યો છે. શું કહે છે એમાં? કે પરમાનંદમય ભગવાન આત્મા જ એક આસ્વાદવાયોગ્ય-અનુભવ કરવા લાયક છે; રાગાદિ બીજું કાંઈ અનુભવવા યોગ્ય નથી. જુઓ, સ્ત્રીના ભોગ વખતે કાંઈ સ્ત્રીના શરીરનો જીવને સ્વાદ નથી. સ્ત્રીનું શરીર તો હાડ-માંસ ને ચામનું બનેલું અજીવ છે, જડ માટી છે. ધૂળ છે. અરૂપી એવો ભગવાન આત્મા તો એને કયારેય સ્પર્શતો પણ નથી. તે શરીરનોજડનો સ્વાદ કેવી રીતે કરે ? પરંતુ તે કાળે “આ ઠીક છે, સ્ત્રીનું શરીર સુંદર માખણ જેવું છે”—એવો જે રાગ થાય છે તે રાગને અજ્ઞાની ભોગવે છે. અજ્ઞાની રાગને અનુભવે છે. તેને નથી સ્ત્રીના શરીરનો અનુભવ કે નથી આત્માનો અનુભવ; માત્ર રાગનો-ઝેરનો તેને
સ્વાદ છે. અહીં કહે છે-તે “ મ્ વ' એક જ પદ સ્વાદ કરવા યોગ્ય છે. અહાહા....! જ્ઞાનાનંદનો સાગર પ્રભુ આત્મા છે; તે એક જ આસ્વાદવાયોગ્ય છે.
કેવું છે તે પદ? તો કહે છે-“વિપવાનું ' વિપત્તિઓનું અપદ છે. અહા... હા... હા..! અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્મા વિપત્તિઓનું અપદ છે અર્થાત્ આપદાઓ તેમાં સ્થાન પામી શકતી નથી. તેના સ્વાદમાં રાગની વિપદાનો અભાવ છે. આવી વાત છે તો કહે છે–આ તો બધું સોનગઢનું નિશ્ચય છે. પણ સોનગઢનું ક્યાં છે ભાઈ ? આ તો કુંદકુંદાચાર્ય અને અમૃતચંદ્રાચાર્યનું કથન છે. ઘણા વખતથી લુપ્ત થઈ ગયું એટલે તને નવું લાગે છે પણ આ સત્ય છે. જે તે સત્યને જોવાની આંખો મીંચી દીધી છે અને રાગને જ અનુભવે છે તો તું અંધ છે.
જુઓ, અમૃતચંદ્રાચાર્ય દિગંબર સંત મહા મુનિવર અંદર અતીન્દ્રિય આનંદમાં રમતા હતા. તેમાં વિકલ્પ આવ્યો અને આ ટીકા થઈ ગઈ. તેમાં તેઓ આ કહે છે કે તે ટીકાનો વિકલ્પ મારું-આત્માનું પદ નથી. મારા પદમાં તો વિકલ્પરૂપ વિપદાનો અભાવ છે, કેમકે તે વિપદાનું અપદ છે, અસ્થાન છે. અહાહા.... હા...! આનંદધામ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #171
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૫૫
સમયસાર ગાથા-૨૦૩ ] ચૈતન્યધામ પ્રભુ આત્મામાં રાગની વિપદાનો અભાવ છે. “વિપવ ' વિપદાનું તે અપદ છે અર્થાત્ રાગનું અપદ છે કેમકે રાગ વિપદા જ છે. આવો વીતરાગનો મારગ શૂરાઓનો મારગ છે પ્રભુ ! કાયરોનું ત્યાં કામ નથી.
અહા! ભાષા તો બહુ ટૂંકી કરી છે કે એક જ પદ અર્થાત્ આનંદકંદ પ્રભુ આત્મા એક જ આસ્વાદ કરવા લાયક છે, કે જે વિપદાઓનું અપદ છે. આ વિકલ્પ-રાગાદિ જે છે તે વિપદા છે. પંચમહાવ્રતના વિકલ્પ કે શાસ્ત્ર ભણવાનો વિકલ્પ વિપદા છે અને ભગવાન આત્મા તે વિપદાનું અપદ છે, અર્થાત્ આત્મામાં તે વિપદા નથી. આવું સાંભળીને રાગના પક્ષવાળા રાડ નાખે છે, પણ શું થાય! સ્વરૂપ જ એવું છે. અવ્રતના પરિણામ છે તે પાપ છે ને વ્રતના પરિણામ છે તે પુણ્ય છે. તે બન્ને વિપદા છે અને ભગવાન આત્મા તે સર્વ વિપદાનું અપદ છે, અસ્થાન છે. લ્યો, આવું સ્પષ્ટ છે તોય લોકો પુણ્યને ધર્મ માને છે ! પણ બાપુ ! સર્વજ્ઞ પરમેશ્વરનો શું હુકમ છે અને તું શું માને છે એ જરી મેળવ તો ખરો.
કોઈ તો આ સોનગઢનું એકલું નિશ્ચય છે, નિશ્ચય છે–એમ કહી વિરોધ કરે છે. પણ કોનો વિરોધ? અહીંનો વિરોધ નથી; ભાઈ ! તને ખબર નથી બાપા! કે તું તારો જ વિરોધ કરે છે. અરે પ્રભુ! તું શું કરે છે? તું ભગવાન છો ને પ્રભુ! તું તને ભૂલી ગયો ! કેવળી પરમાત્માએ તો એમ જોયું ને કહ્યું છે કે એક દ્રવ્યમાં અન્યદ્રવ્યનો બહિષ્કાર છે. અરે ! તારા જ્ઞાયકસ્વભાવમાં રાગનો બહિષ્કાર છે. કળશમાં છે ને કે ‘વિપામ્ મ મ્'—જ્ઞાયક પ્રભુ આત્મા વિપદાઓનું-રાગાદિનું અપદ છે. અહા... હા.... હા....! શું કળશ મૂકયો છે! કહે છે-રાગાદિ રહિત તારું આનંદમય પદ છે તે એકનો જ અનુભવ કરવા યોગ્ય છે, માટે તેનો આસ્વાદ કર, અનુભવ કર.
હવે કહે છે-“યત્ પુર:' જેની આગળ “કન્યાનિ પાનિ' અન્ય (સર્વ) પદો ‘માવાનિ થવ માસન્ત' અપદ જ ભાસે છે.
અહા... હા... હા..! એકલા જ્ઞાન ને આનંદનો પિંડ પ્રભુ આત્મા ભગવાન છે. ભગ નામ અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મી અને વાન નામ સ્વરૂપ. આમ અનંત જ્ઞાનાનંદની લક્ષ્મીસ્વરૂપે જ ભગવાન આત્મા છે. તે એક જ આસ્વાદવાયોગ્ય નિજ પદ છે. અહીં કહે છે-તેની આગળ બીજાં સર્વ શુભાશુભ રાગનાં પદો અપદ જ ભાસે છે, દુઃખનાં પદ જ ભાસે છે. ભગવાન! તારા નિરાકુલ આનંદના સ્વાદ આગળ વ્રત, ભક્તિ આદિના વિકલ્પ અપદ જ ભાસે છે, દુ:ખરૂપ જ ભાસે છે. ભાઈ ! જે વડે તીર્થકર નામકર્મ બંધાય તે ભાવ પણ અપદ એટલે દુઃખ-વિપદા જ ભાસે છે. આવી ઝીણી વાત છે.
હા, પણ લક્ષ્મી અને સ્ત્રીમાં તો સુખ છે ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #172
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ધૂળમાંય સુખ નથી સાંભળને! પાંચ-પચાસ લાખ કે કરોડ-બે કરોડ મળે એટલે અજ્ઞાનીને એમ થઈ જાય કે “હું પહોળો ને શેરી સાંકડી; પણ બાપુ! એ માનમાં ને માનમાં તું અનંતકાળ મરી ગયો છે–રખડી મર્યો છે. સાંભળને-એ પૈસા આદિ ક્યાં તારામાં છે? જે તારામાં નથી એમાં તારું સુખ કેમ હોય? અહીં તો આ કહ્યું કે શુદ્ધ ચૈતન્યના આનંદપદ આગળ રાગનો-વ્રત, તપ, ભક્તિ આદિનો વિકલ્પ પણ અપદ અર્થાત્ વિપદા ભાસે છે. અહો ! દિગંબર મુનિવરોએ એકલું અમૃત રેડ્યું છે! આવી વાત બીજે કયાંય મળે એમ નથી.
તો દાન કરીએ તો ધર્મ થાય કે નહિ?
ધૂળેય ત્યાં ધર્મ ન થાય. શાનું દાન? શું પૈસા આદિ પરદ્રવ્યનું તું દાન કરી શકે છે? બીલકુલ નહિ. તથાપિ એમાં જો રાગની મંદતા કરી હોય તો પુર્ણ થાય છે, પણ એ તો વિપદા જ છે. કહ્યું ને કે-શુદ્ધ ચૈતન્યના આનંદપદ આગળ રાગાદિ સર્વ અપદ એટલે દુ:ખનાં જ સ્થાન છે. ભાઈ ! આ અરિહંતદેવ સર્વજ્ઞ પરમાત્માનો હુકમ છે. ભાઈ ! તે નિજ પદને છોડીને પરપદમાં બધું (સુખ) માન્યું છે પણ એ માન્યતા જ સર્વ દુઃખનું મૂળ છે.
તો અમેદશિખરજીની જાત્રા કરો તો પાપ ધોવાઈ જાય છે એ તો બરાબર છે કે
નહિ?
શું બરાબર છે? અરે ! સાંભળને બાપા! એ જાત્રા તો શુભભાવ છે અને શુભભાવ બધોય વિપદા જ છે. હવે આવી વાત સંપ્રદાયમાં કરે તો બહાર કાઢે; પણ અહીં તો સંપ્રદાયની બહાર એકકોર જંગલમાં બેઠા છીએ. અહાહા...! મારગ તો વીતરાગનો આ જ છે પ્રભુ! કે આનંદકંદ પ્રભુ આત્મામાં જા તો તને પાપ ધોવાઈ જાય તેવી અંતરમાં જાત્રા થશે; બાકી જાત્રાના વિકલ્પ કોઈ ચીજ નથી, અપદ છે. ત્રણે કાળ પ્રભુ ! પરમાર્થનો આ જ પંથ છે. શ્રીમદે કહ્યું છે ને કે-“એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.' બાપુ! સ્વપદ સિવાયનાં અન્ય સર્વ પદ વિપદાનાં જ પદ .
* કળશ ૧૩૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * એક જ્ઞાન જ આત્માનું પદ છે.'
જુઓ, છે અંદર? અહાહા..! જે જાણગ-જાણગ-જાણગસ્વભાવ અંદર ત્રિકાળ શાશ્વત છે તે આત્માનું પદ છે. “એક જ્ઞાન જ'—એમ કહ્યું ને? મતલબ કે જ્ઞાન જે અખંડ અભેદ એકરૂપ વસ્તુ છે તે જ આત્માનું પદ છે. અહા... હા.... હા..! અભેદ એકરૂપ જે જ્ઞાયકભાવ છે તે જ સ્વપદ છે એમ કહેવું છે. અહો ! દિગંબર સંતોએ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #173
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૩ ]
[ ૧૫૭ કેવળીનાં પેટ ખોલીને જગતને ન્યાલ કરી નાખ્યું છે. પરંતુ વારસો સંભાળે તેને ને? ભાઈ ! આ તો ભગવાનનો વારસો સંતો મૂકતા ગયા છે; તેને સંભાળ; તું ન્યાલ થઈ જઈશ. અરેરે! અજ્ઞાનીને તેની દરકાર નથી!
કહે છે-“એક જ્ઞાન જ આત્માનું પદ છે. તેમાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી. અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ ભાસે છે.'
લ્યો, સ્વપદમાં-ચિદાનંદઘન સ્વરૂપ પ્રભુ આત્મામાં કોઈ પણ આપદા પ્રવેશી શકતી નથી. અહાહા...! આત્મા એકલો ચિધન-ચૈતન્યનો ઘન પ્રભુ છે. તેમાં રાગાદિ આપદા કેમ પ્રવેશે? પ્રવેશી શકે જ નહિ. અને તેની આગળ અન્ય સર્વ પદો અપદસ્વરૂપ જ ભાસે છે કેમકે તેઓ આકુળતામય જ છે. આ વ્રત, તપ, ભક્તિ, પૂજા, જાત્રા ઇત્યાદિના વિકલ્પ આકુળતામય જ છે. લ્યો, આવું! પણ એને બેસે કેમ? ભગવાનની ભક્તિ આકુળતામય છે, દુઃખરૂપ છે, આપત્તિરૂપ છે એવું એને બેસે કેમ? ભાઈ ! અશુભથી બચવા ભગવાનની ભક્તિ આદિનો શુભરાગ જ્ઞાનીને પણ આવે છે, પણ છે એ આકુળતામય. ક્રિયાકાંડવાળાને આકરું લાગે ને રાડ નાખે; એમ કે ભગવાનની ભક્તિથી મુક્તિ ન થાય? એમ બિચારો વલોપાત કરે, દુઃખ કરે. પણ ભાઈ ! શું થાય? (જ્યાં માર્ગ જ આવો છે ત્યાં શું થાય?)
| દિગંબર સંત પદ્મનંદી મુનિવરે “પદ્મનંદી પંચવિંશતિમાં બ્રહ્મચર્યની બહુ વ્યાખ્યા કરી છે. બ્રહ્મચર્ય કહેવું કોને ? બ્રહ્મ નામ આનંદસ્વરૂપ આત્મા તેમાં ચરવું તે બ્રહ્મચર્ય છે. એની વ્યાખ્યા કરતાં છેલ્લે કહ્યું કે-હું યુવાનો! મારી આ વ્યાખ્યા તમને ન બેસે તો માફ કરજો. અહા ! પ્રચુર આનંદની મસ્તીમાં ઝૂલનારા દિગંબર સંત આમ કહે છે કે હે યુવાનો! તમને આ વાત ન ગોઠે તો માફ કરજો, કેમકે અમે મુનિ છીએ. (મતલબ કે અમારી પાસે બીજી શી વાત હોય?) તેમ અહીં સંતો કહે છે કે ભાઈ ! અમે આ વાત કહીએ છીએ તે તને ન રુચે, ન ગોઠે તો માફ કરજે ભાઈ ! પણ ભગવાનનો કહેલો મારગ તો આ જ છે. બાપા ! ક્રિયાકાંડ કોઈ મારગ નથી.
પદ્મનંદસ્વામી નગ્ન દિગંબર સંત આત્માના આનંદમાં રમનારા આત્મજ્ઞાનીધ્યાની મુનિવર હતા. તેમણે બ્રહ્મચર્યનું વ્યાખ્યાન કરતાં એવી વ્યાખ્યા કરી કે આ શરીર કેળના ગર્ભ જેવું તું માને છે પણ આ તો હાડ-માંસ અને ચામડું છે. અરે ! તેને તું ચુંથવામાં આનંદ માને છે? મૂરખ છો, પાગલ છો? શું થયું છે તેને! અહા ! જાણે શરીરને ભોગવતાં એમાંથી શું લઈ લઉં? હાડ-માંસમાંથી શું લઈ લઉં? એવી પાગલની ચેષ્ટા કરે છે? છેલ્લે કહે છે–તને આવી વ્યાખ્યા ઠીક ન પડે-એમ કે યુવાન અવસ્થા હોય, ફુટડું શરીર હોય, ઇન્દ્રિયો પૃષ્ટ હોય ને સ્ત્રી પણ રૂપાળી હોય, ભોગની રુચિ હોય ને પૈસા પણ કરોડ–બે કરોડ હોય એટલે તને મારી વાત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #174
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ન રુચે તો માફ કરજે ભાઈ ! હું તો મુનિ છે. તેમ જેને પુણ્યની રુચિ છે, વ્યવહારરત્નત્રયને ધર્મ માને છે તેને આ વાત ઠીક ન પડે તો કહે છે-માફ કરજે ભાઈ ! ( અમે તો નિશ્ચયમાં લીન છીએ). માર્ગ તો આ જ છે.
વળી કહે છે કે આત્મા જ્ઞાનનો અનુભવ કરે છે ત્યારે આમ કરે છે:
* કળશ ૧૪૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘–જ્ઞાયમા–નિર્મર–મસ્વર્વ સમાસાયન' એક જ્ઞાયકભાવથી ભરેલા મહાસ્વાદને લેતો...'
અ... હા.... હા.... હા...! શું કહે છે? કે ભગવાન આત્મા એક જ્ઞાયકસ્વભાવથી – ધ્રુવસ્વભાવથી ભરેલો છે. તેના “મહાસ્વાદને લેતો”. છે અંદર? એટલે કે રાગ ઉપરથી, નિમિત્ત ઉપરથી અને ભેદ ઉપરથી પણ દષ્ટિ ઉઠાવીને ધર્માત્મા અભેદ એક શાકભાવ, ધ્રુવસ્વભાવભાવ, જ્ઞાનાનંદભાવનો આસ્વાદ લે છે. એક જ્ઞાયકભાવ”—એમ કહ્યું ને? એટલે કે એકલી જ્ઞાન-જ્ઞાન-જ્ઞાનમાત્ર વસ્તુ-જે દેહ-મન-વાણીથી ભિન્ન, કર્મથી ભિન્ન, પુણ્ય-પાપના વિકલ્પોથી ભિન્ન અને (વિકારી-નિર્વિકારી) પર્યાયના ભેદથી પણ ભિન્ન છેતેનો સમ્યગ્દષ્ટિ આસ્વાદ લે છે અને તે મહાસ્વાદ છે. ગજબ વાત છે ભાઈ ! જ્ઞાની મહાસ્વાદને લે છે એટલે શું? એટલે કે તે નિરુપમ અતીન્દ્રિય આનંદના સ્વાદને આસ્વાદ છે. અહા ! જ્ઞાની, શુદ્ધ જાણગ-જાણગ-જાણગસ્વભાવી જે આત્મા છે તેમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય આનંદના મહાસ્વાદને અનુભવે છે-માણે છે.
ભગવાન આત્મા ત્રિકાળી એકરૂપ પરમાનંદમૂર્તિ પ્રભુ એક જ્ઞાયકભાવથી ભરેલો છે. આવા નિજસ્વરૂપમાં એકાગ્ર થતાં જ્ઞાનીને જે સ્વાદ આવે છે તે મહાસ્વાદ છે અર્થાત્ તેમાં કોઈ બીજો સ્વાદ આવતો નથી. શું કહ્યું એ? કે અતીન્દ્રિય આનંદના સ્વાદિયા જ્ઞાનીને તે સ્વાદના કાળે બીજે કોઈ ભેદનો, રાગનો કે વ્યવહારના વિકલ્પનો સ્વાદ આવતો નથી. અહા! અજ્ઞાની તો આ વ્રત કરો, ને તપ કરો ને ભક્તિ કરો –એમ રાગના સ્વાદમાં-ઝેરના સ્વાદમાં સંતુષ્ટ થઈ જાય છે. અહીં કહે છે-આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદમાં બીજો સ્વાદ છે નહિ. આનું નામ ધર્મ અને આ વીતરાગનો માર્ગ છે. એકાન્ત છે, એકાન્ત છે–એમ રાગમાં જ હુરખાઈ જતા અજ્ઞાનીઓ રાડો પાડ પણ ભાઈ ! આ સમ્યક એકાંત છે અને વસ્તુનો સ્વભાવ જ આવો (સમ્યક એકાન્ત) છે. ભાઈ ! ધર્મ એને કહીએ કે જેવો પોતાનો એક જ્ઞાનાનંદસ્વભાવ છે તેવો તેનો પર્યાયમાં અનુભવ કરવો-આસ્વાદ કરવો. આ સિવાય બીજો-રાગનો અનુભવ-ધર્મ છે નહિ. સમજાણું કાંઈ....?
કહે છે પોતાના સ્વરૂપનો સ્વાદ લેતાં બીજો સ્વાદ આવતો નથી અર્થાત્
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #175
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૫૯
સમયસાર ગાથા-૨૦૩ ] નિર્મળાનંદનો નાથ શુદ્ધ ચિકૂપસ્વરૂપ પ્રભુ આત્માની સન્મુખ થઈને સ્વાદ લેતાં અતીન્દ્રિય આનંદના વેદના સિવાય બીજો સ્વાદ આવતો નથી. માટે ‘ન્દ્રિમાં સ્વાવું વિધાતુન્ 11:' હંઢમય સ્વાદને લેવા અસમર્થ છે. કંઢમય સ્વાદ એટલે શું? કે જે રંગગંધ આદિ છે તે, જે દયા-દાન આદિનો રાગ છે તે અને ક્ષયોપશમ આદિ જે ભેદ છે તે-એ બધાનો સ્વાદ છે તે કંઠમય સ્વાદ છે; જ્ઞાની તે કંદમય સ્વાદને લેવા અસમર્થ છે અર્થાત્ શુદ્ધ નિત્યાનંદસ્વરૂપના અતીન્દ્રિય સ્વાદને અનુભવતાં તેને કંદમય (ઇન્દ્રિયજન્ય) સ્વાદ હોતો નથી.
કોઈને વળી થાય કે આ તે વળી (અતીન્દ્રિય) સ્વાદ કેવો હશે? એમ કેમૈસૂબનો, સાકરનો, રસગુલ્લાંનો, સ્ત્રીના દેહના ભોગનો તો સ્વાદ હોય છે પણ આ સ્વાદ કેવો હશે?
સમાધાન - ભાઈ ! સાંભળ બાપા! એ મૈસૂબ, રસગુલ્લાં અને સ્ત્રીના દેહાદિનો સ્વાદ તો ભગવાન આત્માને હોતો જ નથી કારણ કે એ તો બધા જડ રૂપી પદાર્થો છે. અરૂપી ચૈતન્યમય પ્રભુ આત્માને જડ રૂપીનો સ્વાદ કેમ હોય? એ જડનો સ્વાદ તો જડમાં રહ્યો; આત્મા તો એ જડ પદાર્થોને અડતોય નથી. સમજાણું કાંઈ..? હા, એ જડ પદાર્થો પ્રત્યે લક્ષ કરીને જીવ રાગ કરે છે કે “આ ઠીક છે” અને એવા રાગનો સ્વાદ અજ્ઞાનીને હોય છે. પોતાના ચિદાનંદમય ભગવાનને છોડીને પર પદાર્થ પ્રત્યે વલણ કરીને અજ્ઞાની જીવ રાગાદિ કરે છે અને તે રાગાદિનો કષાયલો દુઃખમય સ્વાદ તેને આવે છે. અહીં કહે છે–રાગથી ભિન્ન પડીને આનંદકંદ પ્રભુ આત્મામાં જઈને જેણે અતીન્દ્રિય આનંદનો સ્વાદ લીધો છે તેને બીજો સ્વાદ–રાગનો ને ભેદનો સ્વાદ–આવતો નથી. આવો સ્વાનુભવનો સ્વાદ રાગના સ્વાદથી ભિન્ન અલૌકિક છે. અનુપમ છે.
જુઓ, આમાં દ્રવ્ય-ગુણ-પર્યાય એમ ત્રણે બોલ આવી ગયા. ૧. પોતે એક જ્ઞાયકભાવથી ભરેલો છે, કોણ? કે આત્મા-દ્રવ્ય. ૨. પોતે એક જ્ઞાયકભાવથી ભરેલો છે–તેમાં જે જ્ઞાયકસ્વભાવ છે તે ગુણ છે અને ૩. જ્ઞાયકભાવમાં એકાગ્ર થઈને અતીન્દ્રિય મહાસ્વાદ લેવો તે પર્યાય છે.
આ પ્રમાણે ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ એક શાકભાવથી ભરેલો છે તેનો અંતરએકાગ્રતા કરી અનુભવ કરતાં–તેનો આસ્વાદ લેતા દ્રવ્ય-ગુણ અને પર્યાય ત્રણે નિર્મળ સિદ્ધ થઈ જાય છે અને ત્યાં બીજા સ્વાદનો-વિપદામય સ્વાદનો અભાવ છે. દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિના વિકલ્પનો સ્વાદ વિપદાનો સ્વાદ છે અને તેનો અતીન્દ્રિય મહાસ્વાદમાં અભાવ છે. દયા, દાન આદિ વિપદાનો સ્વાદ તો મિથ્યાદષ્ટિપણામાં આવે છે જ્યારે શુદ્ધ એક જ્ઞાયકને અનુભવતા સમકિતીને તો અતીન્દ્રિય આનંદનો મહાસ્વાદ હોય છે અને તેમાં બીજો કષાયલો સ્વાદ હોતો નથી. અહો ! ગજબ વ્યાખ્યા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #176
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
જેમ સાકર એક મીઠાશના સ્વભાવથી ભરેલી છે, જેમ મીઠું એકલા ખારાપણાના સ્વભાવથી ભરેલું છે તેમ ભગવાન આત્મા એક જ્ઞાયક-જ્ઞાયક-જ્ઞાયકસ્વભાવથી ભરેલો છે. તેમાં અંતર્દષ્ટિ કરતાં અને તેમાં જ સ્થિર થતાં અતીન્દ્રિય આનંદનો મહાસ્વાદ આવે છે; જ્ઞાની તે મહાસ્વાદને અનુભવે છે. આવું લોકોએ કોઈ દિ' સાંભળ્યુંય ન હોય, પ્રભુ! તું કોણ છો તેની તને ખબર નથી બાપુ! પણ તું અતીન્દ્રિય જ્ઞાન અને આનંદથી ભરેલો શુદ્ધ ચૈતન્યસ્વભાવમય પદાર્થ છો. તેનો પર્યાયમાં સ્વીકાર કરતાં અતીન્દ્રિય આનંદનો મહાસ્વાદ આવે છે જેની આગળ ઇન્દ્રનાં ઇન્દ્રાસન અને હજારો-ક્રોડો અપ્સરાઓના ભોગ સડેલાં મીંદડાં જેમ દુર્ગંધ મારે તેવા દુર્ગંધમય લાગે છે. અહો! આવો ચૈતન્યમહાપ્રભુનો આસ્વાદ અદ્ભુત અલૌકિક છે!
કહે છે-અતીન્દ્રિય આનંદ રસનો રસિયો એવો જ્ઞાની દ્વંદ્ગમય સ્વાદ લેવામાં અસમર્થ છે; એટલે કે ત્રણ બોલનો એને સ્વાદ નથી.
૧. રંગ, રસ, ગંધ, સ્પર્શનો સ્વાદ લેવામાં અર્થાત્ રૂપાળો સુંદર દેહ હોય વા અન્ય ભોજનાદિરૂપી પદાર્થો હોય તેનો સ્વાદ લેવામાં તે અસમર્થ છે એટલે કે અયોગ્ય છે. જડનો–ધૂળનો સ્વાદ તેને હોઈ શકતો નથી.
૨. રાગનો-પુણ્ય-પાપના શુભાશુભભાવોનો જે કષાયલો દુઃખમય સ્વાદ છે તે સ્વાદ લેવા તે અસમર્થ છે અર્થાત્ તેવો સ્વાદ તેને આવતો નથી.
૩. ક્ષયોપશમાદિ જ્ઞાનના જે ભેદો તે ભેદનો પણ સ્વાદ તેને હોતો નથી. પર્યાયમાં જે જ્ઞાનનો વિકાસ છે તે ભેદ છે અને તે ભેદનો સ્વાદ જ્ઞાનીને આવતો નથી. અહા... હા... હા...! જેને અરસ, અરૂપ, અગંધ, અરાગ, અભેદ એવા ચૈતન્યમહાપ્રભુનો સ્વાદ પ્રગટ હોય તેને રસ-રૂપ, ગંધ, ભેદ અને રાગનો દ્વંદ્વમય સ્વાદ કેમ હોય ? ન હોય. અહા ! મારગ બાપુ! આવો છે. અરે! આ અવસરે મારગનું જ્ઞાનેય ન કરે ને શ્રદ્ધાનેય ન કરે તો કયાં જઈશ પ્રભુ! કયાંય સંસારસમુદ્રમાં ખોવાઈ જઈશ હોં. (પછી અનંતકાળે અવસર નહિ આવે ).
તો રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં સવિકલ્પદ્વા૨ વડે નિર્વિકલ્પ અનુભવ થવાનું વિધાન છે તે કેવી રીતે છે?
સમાધાનઃ- સ્વાનુભવની નિર્વિકલ્પ દશા થવા પહેલાં સ્વ-૫૨ના ભેદજ્ઞાન-સંબંધી વિકલ્પ ઉઠતા હોય છે તથા એના વિચાર પણ છૂટી ‘હું શુદ્ધ છું, એકરૂપ ચિદ્રૂપસ્વરૂપ છું’ એવા સ્વરૂપ સંબંધી સૂક્ષ્મ વિકલ્પ થતા હોય છે અને પછી તે વિકલ્પ પણ છૂટી પરિણામ સ્વરૂપમાં મગ્ન થઈને સ્વરૂપ કેવળ ચિન્માત્ર ભાસવા લાગે છે. આવી સ્વાનુભવની અતીન્દ્રિય આનંદની દશા જે પ્રગટે તેમાં કાંઈ વિકલ્પનો સ્વાદ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #177
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૧૬૧
સમયસાર ગાથા-૨૦૩ ] હોતો નથી, તેનો તો ત્યાં અભાવ હોય છે. સવિકલ્પઢાર વડે નિર્વિકલ્પ અનુભવ થવાનું કહેવું એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું ઉપચાર કથન છે. સમજાણું કાંઈ..?
હવે કહે છે-વંદ્વય સ્વાદ લેવાને અસમર્થ તે “માત્મ–અનુભવ–નુમાવ–વિવશ: સ્વાં વસ્તુવૃત્તિ વિવન' આત્માના અનુભવના-સ્વાદના પ્રભાવને આધીન થયો હોવાથી નિજ વસ્તુવૃત્તિને જાણતો-આસ્વાદતો...
અતીન્દ્રિય આનંદનો સ્વાદ અનુભવતાં તે તેના પ્રભાવને આધીન થઈ જાય છે. એટલે શું? કે આત્માના અતીન્દ્રિય આનંદના સ્વાદના અનુભવનમાંથી તે બહાર આવતો નથી. અહાહા..! આત્માના અનુભવના અનુભાવ એટલે પ્રભાવથી વિવશ-આધીન થયો હોવાથી તે નિજ વસ્તુવૃત્તિને-ચૈતન્યની શુદ્ધ પરિણતિને જાણે છે-આસ્વાદે છે. પ્રભુ! આ તારો મારગ તો જો ! આ મારગ વિના તારા ભવના નિવેડા નહિ આવે ભાઈ !
આ શરીર તો હાડમાંસ ને ચામડાં છે. તેનું જેને આકર્ષણ થયું છે તેને આત્માના નિરાકુલ આનંદનો અભાવ છે. અને જ્યાં આત્માના અનુભવનો પ્રભાવ આવ્યો ત્યાં પરનું આકર્ષણ છૂટી જાય છે અને એનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. અજ્ઞાની તો દાન-શીલતપ-ભક્તિમાં ધર્મ માને છે. પણ ભાઈ દાન દેવું, શરીરથી બ્રહ્મચર્ય પાળવું, ઉપવાસ આદિ કરવા અને ભગવાનની ભક્તિ કરવી-એ તો બધો રાગ છે. અરે ભાઈ ! સાંભળ તો ખરો ! મારગ તો નાથ ! તારો કોઈ બીજી અલૌકિક માર્ગ છે. રાગમાં ધર્મ માનનારા તો બાપુ! લુંટાઈ જશે, અરે ! લુંટાઈ જ રહ્યા છે.
અહાહા...! પ્રભુ! તું કોણ છો? કે આત્માનો-નિરાકુળ આનંદનો સ્વાદ-આસ્વાદ લેતો થકો આત્માના નિરુપમ સ્વાદના અનુભવનમાંથી બહાર ન નીકળે તેવો આ આત્મા છો. “gs: માત્મા' એમ કહ્યું છે ને? “આ આત્મા છો;' મતલબ કે સ્વાનુભવના સ્વાદમાં જે પ્રત્યક્ષ થયો છે તે આ આત્મા છો એમ કહે છે. વળી જ્યારે આત્મા પ્રત્યક્ષ થયો ત્યારે તે ‘વિશેષ–૩ય શ્રરશ્ય' જ્ઞાનના વિશેષોના ઉદયને ગૌણ કરતો, “સામાન્ય નયત. નિ' સામાન્યમાત્ર જ્ઞાનને અભ્યાસતો, ‘સન્ન જ્ઞાન' સકળ જ્ઞાનને ‘છતાં નયતિ' એકપણામાં લાવે છે-એકરૂપે પ્રાપ્ત કરે છે.
જુઓ, આત્મા સ્વાનુભવના કાળે જ્ઞાનની જે પર્યાય-અવસ્થા છે. તે અવસ્થાના ભેદને ગૌણ કરે છે; અભાવ કરે છે એમ નહિ પણ ગૌણ કરે છે, અને ત્રિકાળી જ્ઞાયકભાવને મુખ્ય કરે છે. -નિર્મળ જ્ઞાનના ભેદોને પણ લક્ષમાં-દષ્ટિમાં લેતો નથી તો પછી દેવ-ગુરુની ભક્તિ કરો તો કલ્યાણ થઈ જશે એ વાત તો ક્યાંય રહી ગઈ. ભાઈ ! દેવેય તું ને. ગુજ્ય તું અને ધર્મ પણ તું જ છો. દેવનો દેવ પ્રભુ! તું આત્મા પૂર્ણાનંદનો નાથ છો, ગુરુ પણ ભગવાન! તારો તું જ છો અને વીતરાગતામય ધર્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #178
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬ર ]
ચન રત્નાકર ભાગ-૭ પણ તું જ છો. અહા ! રાગની ઉત્પત્તિ ન થવી અને આત્માના આનંદની ઉત્પત્તિ થવી તે અહિંસામય-વીતરાગતામય ધર્મ છે, અને તે તારાથી ભિન્ન નથી, અભિન્ન છે. આવી વ્યાખ્યા અભ્યાસ નહિ એટલે લોકોને આકરી લાગે. વળી બહાર બીજે આવી પ્રરૂપણા પણ બંધ થઈ ગઈ છે. બહાર બીજે તો દાન કરો, ઉપવાસ કરો ઇત્યાદિ કરો-કરોની પ્રરૂપણા ચાલે છે. પણ ભાઈ ! આવું સ્વરૂપનું ભાન કર્યા વિના બીજી રીતે ધર્મ નહિ થાય.
પ્રભુ! એક વાર સાંભળ તો ખરો ! તારી ચીજ છે કે નહિ અંદર? છે; છે તો પરિપૂર્ણ સ્વભાવથી છે કે અપૂર્ણ સ્વભાવથી ? પરિપૂર્ણ સ્વભાવથી છે તો અભેદ છે કે ભેદરૂપ ? અહાહાહા..! ભગવાન! તું અભેદ એકરૂપ પરિપૂર્ણ જ્ઞાયકભાવથી ભરેલો આત્મા છો. અહાહાહા..! તેની સમીપ જતાં જે મહાસ્વાદ આવે છે-નિરાકુલ આનંદનો આસ્વાદ આવે છે તે વસ્તુવૃત્તિ અર્થાત્ વસ્તુની પરિણતિ છે. છે અંદર ? આત્માની તે શુદ્ધ પરિણતિ છે. “નિજ વસ્તુવૃત્તિને આસ્વાદતો –અહાહાહા...! શું ભાષા છે! અને ભાવ! ભાવ મહા ગંભીર છે. પોતાની શુદ્ધ પરિણતિ અર્થાત્ અંતરમાં આનંદના સ્વાદની દશા તે પોતાની વસ્તુની વૃત્તિ છે; વ્યવહારરત્નત્રયનો રાગ તે વસ્તુની વૃત્તિ નથી, પોતાની વૃત્તિ નથી. લોકોને આ આકરું લાગે છે પણ શું થાય? પ્રભુ! મારગ તો આ જ છે. તેને એકાંત લાગ, નિશ્ચયાભાસ લાગે ને વ્યવહારનો લોપ થાય છે એમ લાગે તોય મારગ તો આ જ (સત્ય) છે. દયા, દાન, વ્રત, આદિ વિકલ્પના રાગમાં તો બાપુ! તારી ત્રિકાળ આનંદની શક્તિનો સ્વભાવ હણાઈ જાય છે. પુણ્યના પ્રેમમાં જેમ ઘાણીમાં તલ પીલાઈ જાય તેમ તું ચોરાસીના ચક્કરમાં પીલાઈ ગયો છે એ જો તો ખરો પ્રભુ !
અહા ! સ્વરૂપનો સ્વાદ લેવામાં જે વીતરાગી આનંદની પરિણતિ ઉત્પન્ન થાય છે તે, વસ્તુની વૃત્તિ છે, આત્માની પરિણતિ છે. અહાહાહા..! નિજ આનંદરસના રસિયા એ પચીસ-પચીસ વર્ષના જુવાનજોધ રાજકુમારો-ચક્રવર્તી ને તીર્થકરના પુત્રો માત-પિતા ને પત્નીનો ત્યાગ કરીને એક મોરપીંછી અને એક કમંડળ લઈને જંગલમાં ચાલી નીકળે એ કેવી અદ્દભુત અંતરદશા! કેવો વૈરાગ્ય ! તેઓ માતાને કહે છે-હું માતા ! અમે રાગનો ત્યાગ કરીને હવે અંદર ચૈતન્યમાં જવા માગીએ છીએ. અહા! આનંદનો નાથ તો અનુભવમાં આવ્યો છે પણ અમારે હવે અંદરમાં વિશેષ-વિશેષ રમણતા કરવી છે; અંદરમાં ઠરી જવું છે; માતા રજા દે. આ અંદરમાં-આનંદના સ્વાદમાં ઉગ્રપણે રમવું અને ઠરવું એનું નામ ચારિત્ર છે. વ્રતાદિનો રાગ કાંઈ ચારિત્ર નથી.
માતા! એક વાર રોવું હોય તો રોઈ લે, પણ બા! અમે હવે ફરીને મા નહીં કરીએ, જનેતા નહિ કરીએ; અમે તો અમારા આનંદમાં ઘૂસી જઈશું, એવા ઘૂસી જઈશું કે ફરીને અવતાર નહિ હોય. આવા ચિદાનંદરસના રસિયાઓને નિજાનંદરસમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #179
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૩ ]
[ ૧૬૩ ઘૂસી જાય ત્યારે જગત આખું બેસ્વાદ-ઝર જેવું લાગે છે. વ્રતાદિ રાગના સ્વાદ તેમને ઝેર જેવા લાગે છે. આવો વીતરાગનો માર્ગ પ્રભુ! વીતરાગતા વડે જ પ્રગટ થાય છે.
અહાહાહા....! શું કહે છે? કે સ્વરૂપના સ્વાદના અનુભવમાંથી બહાર ન આવતો આ આત્મા આત્માના વિશેષોના ઉદયને ગૌણ કરે છે. આ દયા પાળો ને વ્રત કરો ને તપ કરો ઇત્યાદિ રાગની વાત તો કયાંય રહી, અહીં તો આનંદકંદ પ્રભુ આત્માની પર્યાયમાં જે ભેદરૂપ વિશેષો છે તે વિશેષોને ગૌણ કરે છે અર્થાત્ વિશેષનું લક્ષ છોડીને ત્રિકાળી એકરૂપ સામાન્યમાં ઘૂસે છે. ઓહોહોહો...! આ તો ગજબનો કળશ છે! આચાર્ય અમૃતચંદ્રદેવે એકલો અમૃતનો રસ રેડ્યો છે! કહે છે–પ્રભુ! તું અમૃતનો સાગર છો ને! તેમાં નિમગ્ન થતાં એકલા અમૃતનો સ્વાદ આવે છે, રાગ અને ભેદનો સ્વાદ ત્યાં ભિન્ન પડી જાય છે, ગૌણ થઈ જાય છે. એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસામાન્ય અભેદ આનંદસ્વરૂપનો-અમૃતનો સ્વાદ લેતાં ભેદનો સ્વાદ ગૌણ થઈ જાય છે. હવે આમાં રાગની વાત કયાં રહી? વ્યવહારરત્નત્રયના રાગથી પોતાને લાભ છે એમ માનનારે તો ભાઈ ! મારગ ઘણો વિપરીત કરી નાખ્યો છે.
| ચિત્સામાન્ય પ્રભુ આત્મામાં ઝુકતાં સ્વાદ અભેદનો આવે છે; જ્ઞાન જ્યાં અભેદનું થયું તો સ્વાદ પણ અભેદનો આવે છે. ઝીણી વાત છે ભાઈ ! આ દિગંબર ધર્મ –સનાતન વીતરાગનો મારગ છે બાપા! એ તો સાંભળવાય મહાભાગ્ય હોય તો મળે છે. કહે છેજ્ઞાની જ્ઞાનનો અભ્યાસ કરે છે અર્થાત્ અભ્યાસમાં લેવા માટે તે સામાન્યમાત્ર જ્ઞાનનો અનુભવ કરે છે. અહાહાહા..! સામાન્ય એકરૂપ જે જ્ઞાયકભાવ તેનો અભ્યાસ નામ વેદન જ્ઞાની કરતો હોય છે. આબાલ-ગોપાલ સૌને માટે મારગ તો આ છે. ૧૭-૧૮ મી ગાથામાં આવે છે ને કે ભગવાન! તારી વર્તમાન જ્ઞાનની પર્યાય જે છે તેમાં જ્ઞાયકભાવ જાણવામાં આવે છે કેમકે જ્ઞાનની જે પર્યાય છે તેનો સ્વભાવ તો સ્વપરપ્રકાશક છે. બાપુ! જ્ઞાયક જ તારા જ્ઞાનમાં આવે છે પણ દષ્ટિ તારી જ્ઞાયક પર નથી, પર્યાય પર છે. અજ્ઞાનીની દષ્ટિ જ્ઞાયક પર નથી પણ પર્યાય પર છે. તેથી તે નિજ સ્વરૂપને ભૂલી જઈ પર્યાય જ પોતાનું સર્વસ્વરૂપ છે એમ માને છે. પરંતુ જ્ઞાનીની દષ્ટિ શુદ્ધ જ્ઞાયક પર છે, પર્યાય પર નથી; તેથી તે સામાન્યમાત્ર જ્ઞાયકભાવનો અભ્યાસ નામ અનુભવ કરતો હોય છે. અહા ! આવો મારગ કોઈ વિરલ પુરુષો જ ધારણ કરે છે. યોગસારમાં આવે છે ને કે
“વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ;
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. '' કોઈ વિરલ શૂર પુરુષો જ આ માર્ગને સાંભળે છે અને એમાંય કોઈક વિરલ જ માર્ગને પામે છે. બાપુ! આ તો સર્વજ્ઞદેવનો-વીતરાગ પરમેશ્વરનો માર્ગ છે, એમાં કાયરનું કાંઈ કામ નથી. શ્રીમદે કહ્યું છે ને કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #180
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
ચન રત્નાકર ભાગ-૭ “વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસ મૂળ,
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.' અહા! ભગવાનની વાણી હિજડા જેવા કાયરોને પ્રતિકૂળ લાગે છે. ભાઈ ! જેને પુણ્યની-શુભરાગની રુચિ છે તે કાયર ને નપુંસક છે; શાસ્ત્રમાં રાગની રુચિવાળાને નપુંસક કહ્યો છે કેમકે તેને આત્માના અંતર-પુરુષાર્થની ખબર નથી. તેણે રાગની રુચિમાં આખું વીર્ય રોકી દીધું છે. જેમ નપુંસકને પ્રજા ન થાય તેમ રાગની રુચિવાળાને ધર્મની પ્રજા થતી નથી.
આત્મા અતીન્દ્રિય અનાકુળ આનંદરસથી ભરેલો ચિદાનંદમય ભગવાન છે. જ્ઞાની તેનો આસ્વાદ લેતો, સામાન્યમાત્ર જ્ઞાનનો અભ્યાસ-અનુભવ કરતો સકલ જ્ઞાનને એકપણામાં લાવે છે અર્થાત્ પર્યાયના ભેદને છોડીને એકરૂપ જ્ઞાનમાં એકાગ્ર થાય છે, એક જ્ઞાનમાત્ર ભાવને પ્રાપ્ત કરે છે; જેવો એકરૂપ સામાન્ય જ્ઞાયકસ્વભાવ છે તેવો પર્યાયમાં એકરૂપે પ્રાપ્ત કરે છે, અનુભવે છે. વ્યવહારની સચિવાળાને આવું આકરું લાગે તેવું છે. પરમાર્થવચનિકામાં આવે છે ને કે-આગમપદ્ધતિ જગતને સુલભ છે, અર્થાત્ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ક્રિયાકાંડનો વ્યવહાર આગમપદ્ધતિ છે તે જગતને સુલભ છે. પણ અધ્યાત્મનો વ્યવહારેય તેઓ જાણતા નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે ઉત્પન્ન વીતરાગી પરિણતિ તે અધ્યાત્મનો વ્યવહાર છે; આનંદનો સ્વાદ આવે તે અધ્યાત્મનો વ્યવહાર છે. અને આનંદસ્વરૂપી આત્મદ્રવ્ય તે નિશ્ચય છે. નિશ્ચય સ્વરૂપના અનુભવ વિના અજ્ઞાની અધ્યાત્મના વ્યવહારને જાણતો નથી. તેથી બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ મોક્ષમાર્ગ સાધી શકતો નથી.
કોઈને વળી થાય કે કરવું-ધરવું કાંઈ નહિ ને આત્મા-આત્મા-આત્મા, બસ આત્માનો અનુભવ-આ તે શું માંડ્યું છે? આમ દુનિયાના લોકોને આત્માનુભવની વાત કહેનારા ધર્મી જીવો પાગલ જેવા લાગે છે. પણ શું થાય? પરમાત્મ પ્રકાશમાં આવે છે કેદુનિયાના પાગલ લોકો ધર્માત્માને પાગલ કહે છે. હા, પાગલોની સર્વત્ર આવી જ ચેષ્ટા હોય છે. બાપુ! પાગલપણાથી છૂટવાનો આ એક જ માર્ગ છે. સમજાણું કાંઈ...?
કહે છે–સકળ જ્ઞાનને જ્ઞાની એકત્વમાં લાવે છે. એટલે કે ભેદનું લક્ષ છોડીને નિજ એકત્વને જ્ઞાની ધ્યાવે છે અર્થાત્ એકરૂપ શુદ્ધ ચિતૂપ સ્વરૂપની જ્ઞાની પ્રાપ્તિ કરે છે. આનું નામ તે આત્માનો સ્વાદ, સમ્યગ્દર્શન અને ધર્મ છે. આનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે.
* કળશ ૧૪૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે.” જોયું? સ્વરૂપજ્ઞાનનો સ્વાદ રસીલો છે, રસમય-આનંદમય છે. ભગવાન આત્મા ત્રિકાળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #181
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૩ ]
[ ૧૬૫
જ્ઞાનાનંદસ્વરૂપ છે. આવા પોતાના સ્વરૂપમાં લીન થઈ પ્રવર્તતાં આનંદનો-નિરાકુળ આનંદનો રસમય સ્વાદ આવે છે. અહા ! આવા નિજરસના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે એમ કહે છે. આ સ્ત્રી આદિના શરીર તો ધાનનાં ઢીંગલાં છે. જો બે દિન ધાન ન મળે તો ફિક્કાં ફચ પડી જાય છે; કોઈ સામુંય ન જુએ હૈં! પરંતુ ઇન્દ્રાણીઓ જેને હજારો વર્ષે આહારમાં કંઠમાંથી અમૃત ઝરે છે તેમના ભોગ પણ જ્ઞાનીને દુઃખરૂપ લાગે છે, વિરસ લાગે છે–એમ કહે છે. કહ્યું છે ને કે
‘ચક્રવર્તીકી સંપદા, ઇન્દ્ર સરિખા ભોગ;
કાગ વિટ્ટુ સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ.’’
અહાહાહા...! કહે છે અન્ય રસ ફિક્કા લાગે છે. એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ-અતીન્દ્રિય આનંદના સ્વાદ આગળ-વીતરાગી સ્વાદની આગળ જગતના ભોગના, વિષયના ને આબરૂના સ્વાદ ફિક્કા લાગે છે. ‘તમે તો મહાન છે, બહુ ઉદાર છો' ઇત્યાદિ બહુ પ્રકારે પ્રશંસા કરવામાં આવતાં અજ્ઞાની રાજી-રાજી થઈ જાય છે; તેમા તેને રાગનો (હોંશનો ) રસ આવે છે. પરંતુ જ્ઞાનીને તે રસ ફિક્કો લાગે છે. અજ્ઞાની રાગના રસમાં ૨સબોળ થઈ જાય છે. જ્યારે જ્ઞાનીને સ્વરૂપના સ્વાદ આગળ બીજા બધા સ્વાદ ફિક્કાબેસ્વાદ લાગે છે. ભાઈ! જ્ઞાની ને અજ્ઞાનીની રુચિમાં બહુ ફેર છે. (એકને સ્વરૂપની રુચિ છે, બીજાને રાગની ).
હવે કહે છે–‘વળી સ્વરૂપજ્ઞાનને અનુભવતાં સર્વ ભેદભાવો મટી જાય છે.'
અહાહાહા...! જ્ઞાન ને આનંદ જેનું રૂપ નામ સ્વરૂપ છે એવા ભગવાન આત્માનો અનુભવ કરતાં સર્વ ભેદભાવો મટી જાય છે. એટલે શું? એટલે કે આ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ઇત્યાદિ જ્ઞાનની પર્યાયના ભેદ દષ્ટિમાં આવતા નથી; એક માત્ર ચિન્માત્ર સ્વરૂપનો અનુભવ રહે છે. વળી કહે છે
‘જ્ઞાનના વિશેષો જ્ઞેયના નિમિત્તે થાય છે. જ્યારે જ્ઞાન સામાન્યનો સ્વાદ લેવામાં આવે ત્યારે જ્ઞાનના સર્વ ભેદો પણ ગૌણ થઈ જાય છે, એક જ્ઞાન જ શેયરૂપ થાય છે.'
શું કહે છે? કે પોતાની જ્ઞાનની પર્યાયમાં જે વિશેષો-ભેદ પડે છે તે ભિન્ન-ભિન્ન શેયના નિમિત્તે પડે છે. પરંતુ જ્યારે જ્ઞાનસામાન્યનો અર્થાત્ અખંડ એકરૂપ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવનો સ્વાદ લેવામાં આવે છે ત્યારે બધા ભેદભાવ ગૌણ થઈ જાય છે; એક જ્ઞાન જ શેયરૂપ થાય છે; પોતાનું ત્રિકાળી સ્વરૂપ જ પર્યાયમાં શૈયરૂપ થાય છે. અહાહાહા...! સ્વરૂપનો સ્વાદ લેવામાં આવતાં ૫૨નું જાણવું જે અનેક પ્રકારે છે તે બધુ ગૌણ થઈ જાય છે અને એક શુદ્ધ ચિન્માત્ર સ્વરૂપ જ શેયરૂપ થાય છે. અહો! ગજબનો કળશ છે!
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #182
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પ્રશ્ન- સામાન્યનો સ્વાદ શું? ભોગવટો તો પર્યાયમાં થાય છે?
સમાધાન - ભાઈ ! સામાન્યનો સ્વાદ ન આવે કેમકે સ્વાદ છે એ તો પર્યાય છે. પરંતુ ત્રિકાળી અભેદના લક્ષે પર્યાયમાં સ્વાદ આવ્યો તો સામાન્યનો સ્વાદ છે એમ અભેદ કરીને કહેવાય છે.
તો શું ત્રિકાળીનું જ્ઞાન ને સ્વાદ પર્યાયનો?
હા, ત્રિકાળીનો સ્વાદ ન હોય; પણ સામાન્યનું લક્ષ કરીને જે પર્યાયનો સ્વાદ આવ્યો તેને સામાન્યનો સ્વાદ છે એમ કહેવાય છે, બાકી સામાન્યના સ્વાદમાં સામાન્યનો અનુભવ નથી. વળી વિશેષનો (પર્યાયનો) એટલે વિશેષના લક્ષે જે સ્વાદ છે તે રાગનો આકુળતામય સ્વાદ છે અને સામાન્યનો સ્વાદ અરાગી નિરાકુલ આનંદનો સ્વાદ છે. સ્વાદ છે તો પર્યાય અને સામાન્ય કાંઈ પર્યાયમાં આવતું નથી, સામાન્ય જે ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે તે પર્યાયમાં ન આવે પણ સામાન્યનું જેટલું ને જેવું સ્વરૂપ છે તેટલું ને તેવું પર્યાયમાં જ્ઞાનમાં આવે છે અને તેને સામાન્યનો સ્વાદ આવ્યો એમ કહેવાય છે. આવી વાત છે.
અહાહાહા..! કહે છે-એક જ્ઞાન જ જ્ઞયરૂપ થાય છે, અર્થાત્ જ્ઞાન નામ આત્મા જે ત્રિકાળી, એકરૂપ છે તે એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞયરૂપ થાય છે; મતલબ કે બીજા શય તે કાળે જ્ઞાનમાં આવતા નથી. શું કહ્યું આ? કે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખો જ્ઞાનસ્વરૂપી આત્મા જ્ઞયરૂપ થઈ જાય છે અને જ્ઞાનમાં જે પરજ્ઞય-રાગાદિ હુતા તે છૂટી જાય છે. પ્રવચનસારમાં (ગાથા ૧૭ર માં) અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં ન આવ્યું કેપ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય દ્રવ્ય તેને આલિંગન કર્યા વિના શુદ્ધ પર્યાય તે આત્મા છે. એટલે કે આનંદની પર્યાય તે આત્મા છે, કેમકે સ્વાદમાં પર્યાયનો સ્વાદ આવે છે. છતાં સામાન્યના લક્ષે જે સ્વાદ આવ્યો તેને સામાન્યનો સ્વાદ કહેવામાં આવે છે. અને ભેદના લક્ષે જે સ્વાદ આવે તેને ભેદનો-વિકારનો સ્વાદ કહેવામાં આવે છે.
કોઈને થાય કે આવી વાત ને આવો ઉપદેશ? પણ બાપુ! આ તો તારા માટે ભગવાન કેવળીનાં રામબાણ વચન છે. માટે પરનો મહિમા મટાડી અંદર જા જ્યાં ત્રણલોકનો નાથ ભગવાન આત્મા વિરાજે છે.
હવે કહે છે-“અહીં પ્રશ્ન થાય છે કે છબસ્થને પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો સ્વાદ કઈ રીતે આવે ?' એમ કે તમે તો આત્માનો સ્વાદ–આત્માનો સ્વાદ-પૂર્ણજ્ઞાનનો સ્વાદ આત્માને આવે છે એમ ખૂબ કહો છો. પરંતુ જે હુજી છદ્મસ્થ છે, જેને હુજી આવરણ છે, જે હુજી અલ્પજ્ઞ છે તેને પૂર્ણરૂપ એવા કેવળજ્ઞાનનો સ્વાદ કેવી રીતે આવે છે?
ઉત્તર:- “આ પ્રશ્નનો ઉત્તર પહેલાં શુદ્ધનયનું કથન કરતાં દેવાઈ ગયો છે તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #183
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૩ ]
[ ૧૬૭ શું ઉત્તર હતો? “કે શુદ્ધનય આત્માનું શુદ્ધ પૂર્ણ સ્વરૂપ જણાવતો હોવાથી શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે.'
શું કહ્યું? કે સમ્યજ્ઞાનનો અંશ જે શુદ્ધનય તે આત્માનું શુદ્ધ પૂર્ણસ્વરૂપ બતાવે છે. એટલા માટે શુદ્ધનય દ્વારા પૂર્ણરૂપ કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે; પરોક્ષ સ્વાદ આવે છે કેમકે હજી કેવળજ્ઞાનની પર્યાય પ્રગટ થઈ નથી. પરંતુ કેવળજ્ઞાનની પર્યાય કેવી છે તે પ્રતીતિમાં આવી ગયું છે, માટે કેવળજ્ઞાનનો પરોક્ષ સ્વાદ આવે છે. શાસ્ત્રમાં (ધવલમાં) એવો પાઠ આવે છે કે મતિ-શ્રુતજ્ઞાન કેવળજ્ઞાનને બોલાવે છે. જેમ રસ્તે ચાલનારને કોઈ બીજો બોલાવે કે-અહીં આવો, અહીં આવો-એમ મતિ-શ્રુતજ્ઞાન કે જેની સાથે નિરાકુલ આનંદનો સ્વાદ ભેગો છે તે કેવળજ્ઞાનને બોલાવે છે. દિગંબરનું જૂનું-પુરાણું શાસ્ત્ર પખંડાગમ છે તેમાં આ વાત લીધી છે. એનો અર્થ શું? કે મતિજ્ઞાનમાં જ્યાં આત્માનો
સ્વાદ આવ્યો તો તે મતિજ્ઞાનનો પૂર્ણ સ્વાદ કેવળજ્ઞાનના પૂર્ણ સ્વાદને બોલાવે છે અર્થાત્ કેવળજ્ઞાનના પૂર્ણ સ્વાદનું એમાં ભાન થઈ ગયું છે. કેવળજ્ઞાનનો એમાં પ્રત્યક્ષ સ્વાદ નથી પણ એના સ્વાદની પ્રતીતિ થઈ ગઈ છે અને તે મતિ-શ્રુતનો સ્વાદ વધતો વધતો સ્વરૂપસ્થિરતાની પૂર્ણતા દ્વારા કેવળજ્ઞાનના સ્વાદને પ્રાપ્ત થઈ જશે. કોઈને આમાં એકાન્ત લાગે પણ આ સમ્યક એકાન્ત છે ભાઈ ! બાપુ! તું પર-જડને પરખવામાં રોકાઈ ગયો છો પણ આ ચૈતન્યહીરલાને પરખ્યા વિના ભવના નિવેડા નહિ આવે હોં.
જુઓ, એક મોટો ઝવેરી હતો. હીરા-માણેકનો મહા પારખુ. એક દિવસ રાજા પાસે થોડા હીરા આવ્યા તો નગરના હીરા-પારખુ ઝવેરીઓને બોલાવ્યા. આ મોટો ઝવેરી પણ ગયો. તેણે હીરાની બરાબર પરીક્ષા કરીને કહ્યું કે-હીરાના પાસામાં જરી ડાઘ છે, નહિતર તો આ હીરા અબજો રૂપિયાની કિંમતના થાય. રાજા તેના પર ખુશ થયો અને કહ્યું, જાઓ, તમને બક્ષીશ આપીએ છીએ. ત્યાં વિલક્ષણ દિવાને વચ્ચે પડીને કહ્યું-આજે નહિ, કાલે વાત.
પછી મોડે દિવાન પેલા ઝવેરીના ઘેર ગયા અને ઝવેરીને પૂછયું-વાહ! તમે મહાન હીરા-પારખુ છો પણ અંદર ઘટમાં ચૈતન્ય હીરો શોભી રહ્યો છે તેની પરખ કરી કે નહિ? ઝવેરી કહે-ચૈતન્યહીરો વળી કેવો? એની તો મને ખબર જ નથી.
બીજે દિવસે ઓલો ઝવેરી બક્ષીસ લેવા રાજદરબારમાં ગયો. રાજા કહે–બક્ષીસ આપો. ત્યારે દિવાન કહે–તેને સાત જુતાં મારો. મૂરખ ! તેં પોતાની કિંમત કરી નહિ અને જડની કિંમત કરવા નીકળ્યો છો? રાજા કહે-શું વાત છે? દિવાન કહે–રાજાજી! હું ઝવેરીને ઘેર ગયો હતો અને પૂછયું કે અંદર ચૈતન્યહીરો છે તેની કિંમત શું? તો કહે છેચૈતન્યહીરો વળી કેવો? એની તો મને ખબર નથી. માટે તે મૂર્ખ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #184
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮ ]
યન રત્નાકર ભાગ-૭ છે, જુતાને યોગ્ય છે. જડની પરીક્ષામાં રોકાઈને ભાઈ ! શું તારે નરકમાં જવું છે?
આવી વાત છે ભાઈ ! પોતાના શુદ્ધ ચૈતન્યહીરાની જેણે કિંમત કરી નથી તેઓ આ અવસર પૂરો થતાં કયાંય નરક-નિગોદમાં ચાલ્યા જશે. (અનંતકાળે પણ આવો અવસર નહિ આવે ).
[ પ્રવચન નં. ર૭૫ થી ૨૭૭ * દિનાંક ૨૮-૧ર-૭૬ થી ૩૦-૧ર-૭૬ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #185
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૪
तथाहि
आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं। सो एसो परमट्ठो जं लहिदुं णिव्बुदिं जादि।। २०४।। आभिनिबोधिकश्रुतावधिमनःपर्ययकेवलं च तद्भवत्येकमेक पदम्।
स एष परमार्थो यं लब्ध्वा निवृतिं याति।।२०४।।
હવે, “કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે” એવા અર્થની ગાથા કહે છે:
મતિ, શ્રુત, અવધિ, મન, કેવલ તેહ પદ એક જ ખરે,
આ જ્ઞાનપદ પરમાર્થ છે જે પામી જીવ મુક્તિ લહે. ૨૦૪. ગાથાર્થ- [મિનિવવિકૃતાવધિમન:પર્યયવનં ૨] મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યયજ્ઞાન અને કેવળજ્ઞાન- [ તત્] તે [કમ્ વ] એક જ [પવમ્ ભવતિ] પદ છે (કારણ કે જ્ઞાનના સર્વ ભેદો જ્ઞાન જ છે); [ : SS: પરમાર્થ:] તે આ પરમાર્થ છે (-શુદ્ધનયના વિષયભૂત જ્ઞાન સામાન્ય જ આ પરમાર્થ છે- ) [ ] કે જેને પામીને [ નિવૃત્તિ યાતિ] આત્મા નિર્વાણને પ્રાપ્ત થાય છે.
ટીકા- આત્મા ખરેખર પરમાર્થ (પરમ પદાર્થ) છે અને તે (આત્મા) જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ . જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે. અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે (–ટેકો આપે છે). તે દષ્ટાંતથી સમજાવવામાં આવે છે. જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાંના ‘વિઘટન અનુસાર પ્રગટપણું પામે છે. તેના (અર્થાત્ સૂર્યના) પ્રકાશનની (પ્રકાશવાની) હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) પ્રકાશસ્વભાવને ભેદતા નથી, તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસાર પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઊલટા તેને અભિનંદે છે. માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ
* વિઘટન = છૂટું પડવું તે; વિખરાઈ જવું તે; નાશ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #186
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭) ]
વચન રત્નાકર ભાગ-૭ (શાર્દૂનવિદ્રહિત) अच्छाच्छाः स्वयमुच्छलन्ति यदिमाः संवेदनव्यक्तयो निष्पीताखिलभावमण्डलरसप्राग्भारमत्ता इव। यस्माभिन्नरसः स एष भगवानेकोऽप्यनेकीभवन्
वल्गत्युत्कलिकाभिरद्भुतनिधिश्चैतन्यरत्नाकरः ॥१४१ ।। એકનું આલંબન કરવું. તેના આલંબનથી જ (નિજ) પદની પ્રાપ્તિ થાય છે, ભ્રાંતિનો નાશ થાય છે. આત્માનો લાભ થાય છે. અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. ( એમ થવાથી ) કર્મ જોરાવર થઈ શકતું નથી. રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી. (રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્રવતું નથી. (આસ્રવ વિના ) ફરી કર્મ બંધાતું નથી, પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થયું નિર્જરી જાય છે. સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત મોક્ષ થાય છે. (આવું વિજ્ઞાનના આલંબનનું માહાભ્ય છે. )
ભાવાર્થ:- કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઊલટા જ્ઞાનને પ્રગટ કરે છે; માટે ભેદોને ગૌણ કરી, એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું; તેનાથી સર્વ સિદ્ધિ થાય છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ નિષ્પીત–વિ7–ભાવ–મડુત્ર–ર–પ્રભાર–મત્તા: રૂa] પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહુરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી [પંચ રૂમ: અચ્છ–39: સંવેવ્યય:] જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ (-જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો ) [ ચંદ્ર સ્વયમ્ ગચ્છનત્તિ] આપોઆપ ઊછળે છે, [સ: ES: માવાન સમુતનિધિ: ચૈતન્યરત્નાવર:] તે આ ભગવાન અદભુત નિધિવાળો ચૈતન્યરત્નાકર, [ મિન્નર :] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, [5: અને વમવન ] એક હોવા છતાં અનેક થતો, [૩~તિonfમ:] જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે [ વાતિ ] દોલાયમાન થાય છે-ઊછળે છે.
ભાવાર્થ- જેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઊછળે છે તે એક જળરૂપ જ છે, તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી. ૧૪૧.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #187
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૭૧ વિઝ
(શાર્દૂલવિક્રીડિત ) क्लिश्यन्तां स्वयमेव दुष्करतरैर्मोक्षोन्मुखैः कर्मभिः क्लिश्यन्तां च परे महाव्रततपोभारेण भग्नाश्चिरम्। साक्षान्मोक्ष इदं निरामयपदं संवेद्यमानं स्वयं
ज्ञानं ज्ञानगुणं विना कथमपि प्राप्तुं क्षमन्ते न हि।।१४२ ।। હવે વળી વિશેષ કહે છે:
શ્લોકાર્થઃ- [૩૨તરે.] કોઈ જીવો તો અતિ દુષ્કર (મહા દુઃખે કરી શકાય એવાં) અને [મોક્ષ–૩—à:] મોક્ષથી પરામુખ એવા [ વર્મfમઃ] કર્મો વડે [ સ્વયમેવ] સ્વયમેવ (અર્થાત્ જિનાજ્ઞા વિના) [ વિનશ્યન્તi] કલેશ પામે તો પામો [૨] અને [ પરે] બીજા કોઈ જીવો [મદાવ્રત–તપ:- ભારેT] (મોક્ષની સંમુખ અર્થાત્ કથંચિત્ જિનાજ્ઞામાં કહેલાં) મહાવ્રત અને તપના ભારથી [વિરમ્] ઘણા વખત સુધી [ભના: ] ભગ્ન થયા થકા (-તૂટી મરતા થકા) [ વિનશ્યન્તા ] કલેશ પામે તો પામો; (પરંતુ) [સાક્ષાત મોક્ષ:] જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, [ નિરામયપ૬] નિરામય (રોગાદિ સમસ્ત કલેશ વિનાનું) પદ છે અને [સ્વયે સંવેદ્યમાન] સ્વયં સંવેદ્યમાન છે (અર્થાત્ પોતાની મેળે પોતે વેદવામાં આવે છે) એવું [ફર્વ જ્ઞાનં] આ જ્ઞાન તો [જ્ઞાન વિના] જ્ઞાનગુણ વિના [ થમ્ ]િ કોઈ પણ રીતે [પ્રાપ્ત ન હિ ક્ષમત્તે] તેઓ પ્રાપ્ત કરી શક્તા જ નથી.
ભાવાર્થ- જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે; તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી. ૧૪૨.
સમયસાર ગાથા ૨૦૪: મથાળું હવે, “કર્મના ક્ષયોપશમના નિમિત્તે જ્ઞાનમાં ભેદ હોવા છતાં તેનું સ્વરૂપ વિચારવામાં આવે તો જ્ઞાન એક જ છે અને તે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે” એવા અર્થની ગાથા કહે છે:
જુઓ, એકલું એકરૂપ જે જ્ઞાન તે આત્મસ્વભાવ છે અને તેમાં એકાગ્રતા એ એક જ મોક્ષનો ઉપાય છે, બાહ્ય ક્રિયાકાંડ કોઈ ઉપાય નથી એમ કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #188
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૨ ]
ચિન રત્નાકર ભાગ-૭ * ગાથા ૨૦૪: ટીકા ઉપરનું પ્રવચન * આત્મા ખરેખર પરમાર્થ છે અને તે જ્ઞાન છે.'
શું કહ્યું? આ દેહમાં જે આત્મા છે તે પરમાર્થ એટલે પરમ પદાર્થ છે, સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, પરમાત્મસ્વરૂપ છે. અહીં તેને જ્ઞાન સાથે મેળવીને કહે છે–તે જ્ઞાન છે. એટલે શું? કે આત્મા જાણગ-જાણગસ્વભાવી એવો ત્રિકાળ જ્ઞાનસ્વરૂપ છે. અહાહાહા..! આત્મા જે ખરેખર પરમ પદાર્થ છે તે નિત્ય જ્ઞાનસ્વરૂપ છે. જ્ઞાન તેનો ત્રિકાળી સ્વભાવ હોવાથી તે જ્ઞાનસ્વરૂપી છે.
હવે કહે છે-“વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ .”
જુઓ, પહેલાં સામાન્ય વાત કરી કે આત્મા ખરેખર પરમ પદાર્થ-મહાપદાર્થ છે અને તે જ્ઞાન કહેતાં જ્ઞાનસ્વરૂપ છે. હવે વિશેષ કહે છે કે-આત્મા એક જ પદાર્થ છે. એટલે શું? કે અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા એક જ પદાર્થ છે, એકસ્વરૂપ જ છે. સૂક્ષ્મ વાત છે પ્રભુ! આત્મા અનેકરૂપ-ભેદરૂપ થઈ ગયો નથી પણ અખંડ એકરૂપ જ છે, એક જ પદાર્થ છે. અને તેથી જ્ઞાન પણ એક જ પદ . જાણગ સ્વભાવ એવું જ્ઞાન પણ એક જ પદ છે અર્થાત્ અભેદ એકરૂપ જ છે. અહાહાહા..! આત્મા મહાપ્રભુ-મહાપદાર્થ છે. વળી જેમ અગ્નિ ઉષ્ણસ્વરૂપ છે તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ છે. અગ્નિ જેમ એકસ્વરૂપ છે તેમ આત્મા એકરૂપ જ છે. વળી જેમ અગ્નિનું ઉષ્ણપણું એક જ છે તેમ જ્ઞાનપદ પણ એક જ છે, તેમાં ભેદ નથી, ત્રિકાળ અભેદ છે. જન્મ-મરણરહિત થવાનો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ બાપુ !
કહે છે-“તેથી જ્ઞાન પણ એક જ પદ .' અહાહાહા...! આત્મા જેમ એક વસ્તુ છે, એક જ પદાર્થ છે તેમ જ્ઞાન પણ એક જ પદ . જેમ આત્મા અખંડ એકરૂપ છે તેમ તેનો જ્ઞાનસ્વભાવ પણ અખંડ એકરૂપ છે.
હવે કહે છે-“જે આ જ્ઞાન નામનું એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષ-ઉપાય છે.”
અનંત ધર્મોનો પિંડ પ્રભુ આત્મા વસ્તુ-ધર્મી છે; તથા તે એક છે. તેથી તેનો જ્ઞાનસ્વભાવ-ધર્મ પણ એકરૂપ ત્રિકાળ છે. હવે જેને ધર્મ કરવો છે તેણે શું કરવું? તો કહે છે-જે આ જ્ઞાનસ્વભાવમય એક પદ છે તે આ પરમાર્થસ્વરૂપ સાક્ષાત્ મોક્ષનો ઉપાય છે. એટલે શું? એટલે કે જે એક જ્ઞાનસ્વભાવ વસ્તુ છે તેમાં એકાગ્રતા કરવી તે મોક્ષનો ઉપાય છે. આવો માર્ગ છે! લોકોને અભ્યાસ નહિ અને એ તરફની રુચિ નહિ એટલે આકરો લાગે, પણ શું થાય? આકરો લાગે એટલે આ (વ્રત, તપ આદિ) બીજો માર્ગ છે એમ માને પણ બાપુ! માર્ગ તો આ એક જ છે. અરે ! તું જો તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #189
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૭૩ ખરો કે રાગની, ભેદની ને નિમિત્તની દષ્ટિને આધીન થઈને ભગવાન! તું ૮૪ ના ચક્કરમાં રખડી રહ્યો છે !
અહા! ભગવાન આત્મા ચૈતન્યમહાપ્રભુ સદા જ્ઞાનસ્વભાવી વસ્તુ એક છે. અને તેનું જ્ઞાનપદ-ભગવાન જ્ઞાનસ્વભાવ-પણ ત્રિકાળ અખંડ એકરૂપ છે. હવે કહે છે આ જે એક-અભેદ જ્ઞાનસ્વભાવ છે અર્થાત્ એકલા જ્ઞાનરસથી ભરેલો જ્ઞાયકભાવ છે તેમાં એકાગ્રતા કરવી, તેમાં તદ્રુપ થઈ પ્રવર્તવું-તે સાક્ષાત્ મોક્ષ નામ પૂર્ણ સુખની પ્રાપ્તિનો ઉપાય છે. સમજાણું કાંઈ..? આ પૈસા-બૈસા આદિમાં સુખ નથી એમ કહે છે. પૈસા આદિ તો ભાઈ ! ધૂળ-માટી છે; એમાં સુખ કયાં છે? બહારમાં કયાંય-ધૂળમાંય-સુખ નથી. અહીં તો આ દયા, દાન આદિ પુણ્યભાવ થાય એમાંય સુખ નથી અને ભેદના વિકલ્પમાંય સુખ નથી એમ કહે છે; ગજબ વાત છે ભાઈ !
કહે છે–તું પણ ભગવાન છો; ભગ નામ જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી પરિપૂર્ણ ભરેલો એવો તું ભગવાન આત્મા છો. છતાં તને જાણે બીડી પીવે ત્યારે હોશ-મસ્તીઆનંદ આવે છે એમ તને થઈ જાય છે! અરે પ્રભુ! શું થયું છે તેને આ? ભાઈ ! બીડી તો જડ છે; એમાં કયાં આનંદ છે? અને તેના તરફનું લક્ષ જે છે એ તો રાગ છે. એ રાગનો સ્વાદ-ઝેરનો સ્વાદ તને આવે અને તું આનંદ માને છે? સર્વશ પરમેશ્વરે તો આ કહ્યું છે કે પૂર્ણ આનંદનો નાથ તો પૂર્ણ જ્ઞાનસ્વરૂપ-એકલા જ્ઞાનનો પિંડ પ્રભુ તું આત્મા છો અને તેમાં એકાગ્ર થઈ પ્રવર્તે તે મોક્ષનો-પરમ સુખનો ઉપાય છે.
અહા ! અંદર ભગવાન આત્મા વસ્તુ છે કે નહિ? પદાર્થ છે કે નહિ? (છે); પદાર્થ છે તો તે એક છે કે અનેક વસ્તુ તરીકે તે એક અભેદ પદાર્થ જ છે. તેથી તેનો જ્ઞાનસ્વભાવ પણ એક જ પદ . જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન એવો ત્રિકાળ એકરૂપ જ્ઞાનસ્વભાવ છે. અહીં કહે છે-આ જ્ઞાનસ્વભાવની સન્મુખ થઈને તેમાં એકાગ્ર થવું તે મોક્ષનો ઉપાય છે અર્થાત તેમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણે આવી જાય છે. જ્ઞાનસ્વભાવની અંતરએકાગ્રતા કરતાં જે નિર્વિકલ્પ અનુભવ થયો તેમાં-આત્માની પ્રતીતિ થઈ તે સમ્યગ્દર્શન છે, જ્ઞાનનું જ્ઞાન થયું તે સમ્યજ્ઞાન છે અને જ્ઞાનની જ્ઞાનમાં જ રમણતા થઈ તે સમ્યક ચારિત્ર છે અને આ ધર્મ છે, અર્થાત્ મોક્ષનો ઉપાય છે. આખો દિ' પૈસા રળવામાં અને
સ્ત્રી-પુત્ર-પરિવારને સાચવવામાં ગુંચાયેલો રહે તેને આવું કઠણ પડે. પરંતુ ભાઈ ! આ સમજ્યા વિના તારા ભવના નિવેડા નહિ આવે. વીતરાગ સર્વજ્ઞ પરમાત્માએ ધર્મસભામાં (સમવસરણમાં) આ જ માર્ગ કહ્યો છે અને તે જ અહીં કુંદકુંદાદિ મુનિવરો જગતને જાહેર કરે છે.
ભાઈ ! તું અનાદિથી રાગમાં એકાગ્ર છે. પણ રાગમાં એકાગ્રતા એ દુઃખનો અર્થાત્ ચાર ગતિના પરિભ્રમણના કલેશનો રસ્તો છે. એ પારાવાર કલેશ-દુઃખથી છૂટી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #190
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સુખ કેમ થાય, આત્મલાભ વા પરમ આનંદની પ્રાપ્તિ કેમ થાય તેનો ઉપાય અહીં સંતો બતાવે છે. કહે છે–ભગવાન! તું અતીન્દ્રિય મહાપદાર્થ છે અને વસ્તુપણે એક જ છે, અભેદ છે. વળી તું જ્ઞાનસ્વરૂપ છે અને તારો જ્ઞાનસ્વભાવ અભેદ એક જ છે. આવો એક સામાન્ય જે જ્ઞાનસ્વભાવ તેમાં એકાગ્ર થઈ અંતર્લીન થવું તે મોક્ષનો એટલે પરમ આનંદની પ્રાપ્તિનો ઉપાય છે. અહાહાહા ! જ્ઞાન જ્ઞાનમાં જ એકાગ્ર થઈ તેમાં જ રમણતા કરે તે દુઃખથી છૂટવાનો ઉપાય છે.
હવે કહે છે-“અહીં, મતિજ્ઞાન આદિ (જ્ઞાનના) ભેદો આ એક પદને ભેદતા નથી પરંતુ તેઓ પણ આ જ એક પદને અભિનંદે છે.”
શું કહ્યું આ? કે આત્માનો જ્ઞાનસ્વભાવ સામાન્ય-સામાન્ય ત્રિકાળ એકરૂપ છે. તેમાં એકાગ્રતા થતાં શુદ્ધતાના-મતિશ્રુતજ્ઞાન આદિના અનેક પર્યાયો પ્રગટે છે; પરંતુ જે અનેક પર્યાયો પ્રગટે છે તેઓ, આ એક જ્ઞાનપદને ભેદતા નથી, પણ એક જ્ઞાનસામાન્યને જ અભિનંદે છે અર્થાત્ તેઓ જ્ઞાનસ્વભાવના એકપણાની જ પુષ્ટિ કરે છે. જે મતિશ્રુતજ્ઞાન આદિ ભેદો પ્રગટયા તે બધા સામાન્યમાં અભેદ થાય છે, તેથી અનેકપણે ત્યાં રહેતું નથી.
અહા! ભગવાન આત્મા સદા આનંદસ્વરૂપ છે. પરંતુ અહીં તો જ્ઞાનથી લેવું છે ને? કેમકે જ્ઞાનનો અંશ પ્રગટ છે. આનંદ પ્રગટ નથી, તો તે વડે જ્ઞાનમાં-જ્ઞાન કે જે એક પદ છે તેમાં-એકાગ્ર થાય તો આનંદ પ્રગટે. અહીં કહે છે-જ્ઞાનમાં એકાગ્ર થતાં જે મતિજ્ઞાન આદિ શુદ્ધતાના ભેદો પ્રગટે છે તે બધા જ્ઞાનપદને ભેદતા નથી. ખરેખર તો તેઓ સામાન્ય એક જ્ઞાનસ્વભાવમાં જ અભેદપણાને પામે છે. ભાઈ ! આ અખંડ એકરૂપ જે જ્ઞાયકભાવ તેની પરિણતિના જે ભેદો છે તે જ્ઞાયકને ભેદતા નથી પરંતુ તેઓ આ જ એક પદને અભિનંદે છે, ટેકો આપે છે. શું કહ્યું? વસ્તુ-ભગવાન આત્મા-ત્રિકાળ એકસ્વરૂપે છે; અને તેનું જ્ઞાન-ત્રિકાળી જ્ઞાનસ્વભાવ-પણ અભેદ એકસ્વરૂપે છે. હવે એમાં એકાગ્રતાથી શુદ્ધતાના જે અનેક ભેદો ઉત્પન્ન થાય છે તેઓ જ્ઞાનસામાન્યને ભેદતા નથી પણ સામાન્યની જ પુષ્ટિ કરે છે; પુષ્ટિ કરે છે એટલે શું? કે અભેદમાં જ તે ભેદો એકાગ્ર છે. ભલે વિશેષ (પર્યાયની શુદ્ધતા) વધે, તો પણ એ છે અભેદની એકાગ્રતામાં. એ ભેદો અભેદને ભેદરૂપ કરતા નથી પણ અભેદમાં એકાગ્ર તેઓ એક અભેદને જ અભિનંદે છે, પ્રસિદ્ધ કરે છે. આવી વાત! અહો ! અનંતકાળથી દુઃખના પંથે દોરાઈ ગયેલા જીવોને આ સુખનો પંથ આચાર્ય ભગવાન બતાવે છે.
અહીં શું કહે છે? કે સામાન્ય અભેદ એક જ્ઞાયકભાવમાત્ર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છે. ત્યાં એક જ્ઞાયકભાવમાં એકાગ્રતા થતાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન મન:પર્યયજ્ઞાન, કેવલજ્ઞાન-એમ જ્ઞાનની નિર્મળ-નિર્મળ પર્યાયો અનેકપણે થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #191
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૭૫ છતાં તે બધી એક જ્ઞાન સામાન્યમાં જ એકાગ્ર છે, લીન છે. અર્થાત્ ત્યાં બધું અભેદપણે જ ભાસે છે, ભેદ ભાસતો નથી. અહા ! અનેકપણે થયેલી તે પર્યાયો એક જ્ઞાનસામાન્યને જ અભિનંદે છે, પુષ્ટ કરે છે, સમર્થન આપે છે. આવો મારગ ! દુનિયાથી સાવ જુદો; અભ્યાસ નહિ એટલે સૂક્ષ્મ લાગે અને એટલે બિચારા લોકોને એમ થાય કે અમે આ વ્રત, તપ, ભક્તિ કરીએ છીએ ને? એમ કે એનાથી ધર્મ થશે. પણ વ્રત, તપ આદિ ભાવ તો રાગ છે, તે કાંઈ આત્માનો ધર્મ નથી. આત્માનો ધર્મ તો ત્રિકાળી જ્ઞાનસ્વભાવમાં એકાગ્ર થવાથી પ્રગટ થાય છે. ગાથા ૯૬ માં ન આવ્યું કે-અમૃતનો સાગર પ્રભુ આત્મા મૃતક કલેવરમાં મૂચ્છયો છે. ભાઈ ! આ દેહ તો મૃતક કલેવર અર્થાત્ મડદું છે અને અંદરમાં જે શુભાશુભ રાગ થાય છે તે પણ જડ, અચેતન મડદું જ છે, કેમકે તેમાં ચૈતન્યનો અંશ નથી.
અ... હા... હા.... હા...! કહે છે-જ્ઞાનના ભેદો આ એક પદને ભેદતા નથી પણ તેઓ આ જ એક પદને અભિનંદે છે, પુષ્ટિ આપે છે. આ વાત હવે દષ્ટાંતથી સમજાવવામાં આવે છે:
જેવી રીતે આ જગતમાં વાદળાંના પટલથી ઢંકાયેલો સૂર્ય કે જે વાદળાંના વિઘટન અનુસાર પ્રગટપણે પામે છે, તેના પ્રકાશનની હીનાધિકતારૂપ ભેદો તેના પ્રકાશસ્વભાવને ભેદતા નથી.”
જુઓ, વાદળાંના પટલથી એટલે ગાઢ વાદળોથી ઢંકાયેલો સૂર્ય વાદળાંના વિઘટન અનુસાર પ્રગટપણું પામે છે. વિઘટન એટલે વિખરાઈ જવું. જેટલાં જેટલાં વાદળો વિખરાઈ જાય છે તેટલો તેટલો સૂર્ય પ્રગટ થાય છે અર્થાત્ તેટલો સૂર્ય પ્રકાશપણાને પામે છે. ત્યાં સૂર્યના પ્રકાશનના હીનાધિકતારૂપ ભેદો જે પ્રગટ થયા તે ભેદો તેના પ્રકાશ સ્વભાવને ભેદતા નથી, ખંડિત કરતા નથી પણ તેના પ્રકાશસ્વભાવનું એકપણું પ્રગટ કરે છે. થોડું પ્રકાશપણું, વિશેષ પ્રકાશપણું-એવા પ્રકાશના ભેદો સૂર્યના સામાન્ય પ્રકાશસ્વભાવને ભેદતા નથી પણ તેનું એકપણું પ્રસિદ્ધ કરે છે. આ દષ્ટાંત થયું. હવે કહે છે
“તેવી રીતે કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા કે જે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસાર પ્રગટપણું પામે છે, તેના જ્ઞાનની હીનાધિકતારૂપ ભેદો તેના (સામાન્ય) જ્ઞાનસ્વભાવને ભેદતા નથી પરંતુ ઉલટા તેને અભિનંદે છે.'
જુઓ, આત્મા ઢંકાયેલો છે તો પોતે પોતાની યોગ્યતાથી, કાંઈ કર્મના ઉદયથી ઢંકાઈ ગયો છે એમ નથી. તો “કર્મપટલના ઉદયથી ઢંકાયેલો આત્મા ”—એમ તો ચોખ્ખું લખ્યું છે? હા, પણ એ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનું કથન છે.
પ્રશ્ન:- આવી ભાષા સીધી છે છતાં તમે અર્થને ફેરવી નાખો છો ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #192
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સમાધાન - ભગવાન ! કર્મ તો જડ અચેતન છે. તે ચૈતન્યમય આત્માને શી રીતે ઢાંકે ? પરંતુ જ્યારે જીવની પર્યાયમાં હીણી અવસ્થા થવારૂપ યોગ્યતા હોય ત્યારે જડકર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. બસ આટલું. જડ કર્મ હીન અવસ્થાપણે જીવને કરી દે છે એમ છે નહિ. ભાઈ ! આ તો સમજાય એવી રીતે સીધો દાખલો આપ્યો છે કે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસારે જ્ઞાન પ્રગટપણે પામે છે. ત્યાં અજ્ઞાની કહે છે
જુઓ! કર્મ જેમ ઘટતું જાય છે, ખસતું જાય છે તેમ જ્ઞાન પ્રગટ થતું જાય છે. છે કે નહિ?
ભાઈ! એનો એવો અર્થ નથી બાપા! ભાઈ ! તેનો અર્થ તો એ છે કે તેનું ભાવ આવરણ જે હીણીદશારૂપ છે તે જેમ ટળતું જાય છે તે અનુસારે જ્ઞાન પ્રગટપણું પામે છે અને તેમાં જડકર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. સમજાણું કાંઈ....?
ચૈતન્યના પ્રકાશના નૂરનું પુર પ્રભુ આત્મા છે. તેને આવરણના ક્ષયોપશમથી ને પોતાની દશાના ક્ષયોપશમની લાયકાતથી જ્ઞાન પ્રગટ થાય છે. અહીં કહે છે–તે જ્ઞાનની હીનાધિકતાના ભેદો, તેના સામાન્ય જ્ઞાનસ્વભાવને ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે, અર્થાત્ એકરૂપ જ્ઞાનસ્વભાવને પુષ્ટ કરે છે. અહાહાહા...! જ્ઞાનના તે ભેદો સામાન્ય-સામાન્ય જ્ઞાનમાં એકપણાને પામે છે, સામાન્યપણાને પામે છે. તે ભેદો છે તો પર્યાય, (સામાન્ય નથી) પણ ત્રિકાળી એક જ્ઞાનમાં એકાગ્ર થયેલા તેઓ જ્ઞાનમાં એકપણાને પામે છે, વિશેષ-વિશેષ નિર્મળતાના ભેદો સ્વભાવની એકતાને પામે છે. આવી વાત છે!
હવે કહે છે માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું.'
જુઓ, શું કહે છે? કે જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. દેવ-ગુરુ-શાસ્ત્રનું આલંબન કરવું એમ નહિ, કેમકે એથી તો રાગ જ થાય છે. વળી પર્યાયના આલંબનથી પણ રાગ-વિકલ્પ જ ઊઠે છે. માટે કહે છે–આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન લેવું. ભાઈ ! તું આ બધાં હાડકાં ને ચામડાંના પ્રેમમાં અને પુણ્ય-પાપરૂપ રાગના પ્રેમમાં ભ્રષ્ટ થઈને ચાર ગતિમાં રખડી મર્યો છો. તારા દુઃખની શું કથા કહીએ? અહીં આ તારા હિતનો મારગ છે નાથ! ભાઈ ! તારો જ્ઞાનસ્વભાવ અચિંત્ય અલૌકિક છે. તો એકવાર તારો જે જ્ઞાનસ્વભાવ છે તેનું પોસાણ કર ને ! તેનો પ્રેમ કર ને! તારી ચિને ત્યાં લઈ જા ને! ભાઈ ! તને અભૂતપૂર્વ અલૌકિક આનંદ થશે.
કહે છે-આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. ગજબ ભાષા છે! આત્મા સ્વભાવવાન છે અને જ્ઞાન તેનો સ્વભાવ છે. આ આત્મસ્વભાવભૂત જ્ઞાન ત્રિકાળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #193
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૭૭
એકરૂપ છે. કહે છે-તે એકનું જ આલંબન લેવું, તે એકનો જ આશ્રય કરવો; મતલબ કે રાગનો નહિ, નિમિત્તનો નહિ ને ભેદનો પણ આશ્રય કરવો નહિ. અહીં ! આ મારગ અને આ સમ્યગ્દર્શન પામવાની રીત છે. અરે! પણ એને (સાંભળવાની પણ) કાં નવરાશ છે? અને એ પ્રભુ આનંદનો નાથ (બીજે) કયાં ગોત્યો મળે એમ છે? શું તે બહારમાં કયાંય મળે એમ છે? (ના). ભાઈ! જ્યાં છે ત્યાં અંદરમાં જાય નહિ તો તે મળે શી રીતે? આ એક જ રીત છે.
‘તે જ્ઞાનનું જ એકનું આલંબન કરવું'–આમ કહીને વ્યવહારત્નત્રયના જે વિકલ્પો છે તે આલંબન લેવા યોગ્ય નથી એમ કહે છે, કેમકે એ વિકલ્પના આશ્રયે આત્મ-એકાગ્રતા પ્રગટ થાય છે એમ નથી. અરે, આમાં તો પર્યાયના ભેદનું પણ આલંબન કરવાનો નિષેધ છે કેમકે ભેદના આશ્રયે પણ રાગ થાય છે પણ આત્મએકાગ્રતા થતી નથી. ભાઈ ! તું જ્ઞાનસ્વભાવથી ભરેલો ભગવાન છો. પણ અરે! તું કોણ છે? કયાં છો? કેવડો છો? તેની બાપુ! તને ખબર નથી. અહા! જેનો આદર કરવો છે, જેનું આલંબન લેવું છે તે તું કોણ છો? તેની તને ખબર નથી! અહીં કહે છે-ભગવાન! તું જ્ઞાનનું ને સુખનું નિધાન છો. તું ત્યાં અંદરમાં જા; તને નિધાન મળશે.
અરે ભગવાન! તું સાંભળને ભાઈ ! આ તારી જીવાની ઝોલાં ખાતી ચાલી જશે અને વૃદ્ધાવસ્થા આવીને ઊભી રહી જશે. પ્રભુ! તું ત્યારે કોનું શરણ લઈશ? તેથી કહે છે–અંદર ત્રણ લોકનો નાથ આત્મા જ્ઞાનસ્વરૂપે બિરાજે છે ત્યાં જા ને! ભાઈ! તને યુવાની પ્રગટશે. જો રાગનું શરણ લેવા જઈશ તો ત્યાં અજ્ઞાન પ્રગટશે; અને એ તો બાળદશા છે. એક જ્ઞાનસ્વભાવનું શરણ લઈશ તો તને યુવાની પ્રગટશે-અંતરાત્મારૂપ યુવાની પ્રગટશે અને ક્રમે કરીને પૂર્ણ કેવળજ્ઞાન થતાં વૃદ્ધાવસ્થા થઈ જશે. આ અવસ્થાઓ પ્રભુ! તારા (-જ્ઞાનના ) આશ્રયે પ્રગટ થયેલી તારી છે. બાકી આ શરીરની બાળ અવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા તો જડની જડરૂપ છે.
અહો ! આ તો બહુ સરસ ગાથા છે. કહે છે-એક જ્ઞાનનું જ-ત્રિકાળી જ્ઞાયકસ્વભાવનું એકનું જ આલંબન લેવું.
પ્રશ્ન:- શું આ એકાન્ત નથી થતું?
સમાધાનઃ- ભાઈ! આ એકાન્ત એટલે સમ્યક્ એકાન્ત છે. ભાઈ! તું એને
એકાન્ત કહીને જ્ઞાનના આશ્રયથી પણ લાભ થાય અને રાગના આશ્રયથી પણ લાભ થાય-એમ અનેકાન્ત કહે છે પણ એમ અનેકાન્ત છે જ નહિ; એ તો ફુદડીવાદ છે.
પ્રશ્ન:- તો જયધવલમાં એમ કહ્યું છે કે કર્મનો ક્ષય શુભભાવ અને શુદ્ધભાવ-તે બન્નેથી જ થાય છે. આ કેવી રીતે છે?
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #194
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮ ]
ન રત્નાકર ભાગ-૭ સમાધાન - ભાઈ ! તે કઈ અપેક્ષાએ છે? અરે, (જ્ઞાનીનો) શુભભાવ અશુભભાવને નિર્જરે છે જ્યારે શુદ્ધભાવ તો બધાને શુભ તેમ જ અશુભ-નિર્ભર છે. આવી અપેક્ષા ત્યાં છે. પણ શું થાય? (જ્યાં અપેક્ષા જ ન સમજે ત્યાં?).
અહીં તો ભગવાન કુંદકુંદાચાર્યની આ ગાથાનો ભાવ આચાર્ય અમૃતચંદ્રદેવ ટીકામાં દોહી-દોહીને બહાર કાઢે છે. જેમ કોઈ બળુકી બાઈ ગાયના-ભેંસના આધુમાં જે દૂધ છે-જે અંદર છે-તેને દોહીને–ખેંચીને બહાર કાઢે છે તેમ આચાર્યદવ તર્કની ભીંસ દઈને ગાથામાં જે અંદરમાં ભાવ ભર્યા છે તે બહાર કાઢે છે. કહે છે–એક જ્ઞાનનું એકનું જ આલંબન લેવું કેમકે તે વડે જ મુક્તિ છે. ગાથા જ છે ને! જુઓને !
आभिणिसुदोधिमणकेवलं च तं होदि एक्कमेव पदं।
सो एसो परमट्ठो जं लहि, णिव्वुदिं जादि।। આત્મા તે એક પરમાર્થરૂપ જ્ઞાનપદને પામીને મુક્તિ પામે છે; વ્યવહારને પામીને મુક્તિ પામે છે એમ છે જ નહિ. ભાઈ ! આ તો જે છે તેનું સ્પષ્ટીકરણ છે.
અહાહાહા...! કહે છે-ત્રિકાળી એકરૂપ જ્ઞાયકભાવ અર્થાત્ જાણગશક્તિનું સત્ત્વ એવું જે જ્ઞાન તે જ્ઞાનનું જ એકનું આલંબન લેવું. અહીં બે વાત કરી ને!
૧. જ્ઞાનનું જ, અને તે પણ ૨. એકનું આલંબન લેવું.
અહાહાહા..! વસ્તુ-આત્મા અંદર એકલા જ્ઞાનનું નિધાન સ્વચ્છતાના-નિર્મળતાના ભાવથી પરિપૂર્ણ ભરેલું પડ્યું છે; તે મહાપ્રભુ છે, માટે તેનું આલંબન લે, શરણ લે; મોટાનું શરણ લે. તે મોટો પ્રભુ! તું જ અંદરમાં છો. અહાહાહા..! જાણવું-જાણવું-જાણવું એવો સહજ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનનો એકરૂપ દરિયો પ્રભુ તું જ છો. તું ત્યાં જા, તેમાં આશ્રય પામ, તેનું આલંબન લે. લ્યો, આ તો એકલું નિશ્ચયનું જ આલંબન લેવું એમ કહે છે. ભાઈ ! મારગ જ આ રીતે છે તેમાં બીજાં શું થાય ? શ્રીમદ રાજચંદ્ર પણ કહ્યું છે કે-“અનેકાન્ત પણ સમ્યક એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકારી નથી.'' માટે જે સમ્યક એકાન્ત છે એવા નિજ જ્ઞાનસ્વભાવનું જ એકનું આલંબન લેવું.
ભાઈ ! જેમ ત્રિકાળી દ્રવ્ય છે તેમ વર્તમાન વર્તમાન વર્તતી તેની પર્યાય પણ છે; આવું અનેકાન્ત છે. છતાં સમ્યક એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ અનેકાન્ત ઉપયોગી નથી. એથી એ નક્કી થયું કે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ આદિના રાગથી જીવને લાભ થાય એમ છે નહિ. એક શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનું આલંબન લઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #195
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૭૯ તેમાં જ એકાગ્રતા કરવી એ કર્તવ્ય છે કેમકે તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે. અહીં એ જ કહે છે કે
આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું તેના આલંબનથી જ (નિજ) પદની પ્રાપ્તિ થાય છે.” આત્મા સદા એકરૂપ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. તે એકના આલબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે
પ્રશ્ન:- આમાં તો “જ'... “જ'... એમ આવે છે, ત્યારે “શ્રીમદ્ રાજચંદ્ર'માં એક પત્રમાં મારો ભગવાન “જ' ન કહે, મારો મહાવીર “જ' ન કહે-એમ આવે છે ને?
સમાધાન- ભાઈ ! ત્યાં તો વસ્તુ દ્રવ્ય નિત્ય છે, પર્યાયે અનિત્ય પણ છે એમ અપેક્ષાથી વાત છે. આત્મા નિત્ય જ છે, વા અનિત્ય જ છે એમ નહિ આત્મા એક જ છે, વા અનેક જ છે એમ નહિ. પરંતુ દ્રવ્ય એક છે તો પર્યાય અપેક્ષાએ અનેક પણ છે; દ્રવ્ય ત્રિકાળ રહે છે એ અપેક્ષાએ નિત્ય છે તો પર્યાય અપેક્ષાએ અનિત્ય પણ છે-એમ વસ્તુના દ્રવ્ય-પર્યાયસ્વરૂપનું કથન છે. જ્યારે અહીં તો આલંબન કોનું લેવું એની વાત છે. તો કહે છે-ત્રિકાળી દ્રવ્યનો જે એકરૂપ જ્ઞાનસ્વભાવ તે એકનું જ આલંબન લેવું કેમકે તે એકના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે.
પ્રશ્ન- તમે તો નિશ્ચયની જ વાત કરો છો પણ તેનું કોઈ સાધન છે કે નહિ?
સમાધાન - ભાઈ ! આ (આત્મા) જ સાધન છે, કેમકે આત્મામાં કરણ નામનો ગુણ છે. આત્મામાં જેમ જ્ઞાનસ્વભાવ ત્રિકાળ છે તેમ કરણ નામનો ગુણ પણ ત્રિકાળ છે. તેનું (ગુણથી અભેદ આત્માનું) આલંબન લેતાં સાધનદશા પ્રગટ થાય છે. કોઈને એમ થાય કે શું સાધનની આવી વ્યાખ્યા? પણ ભાઈ ! આ જ તારા હિતનો પંથ છે. ભગવાન! તું રાગના પંથે તો અનાદિથી પડેલો છે, પણ બાપુ! એ તો અહિતનો દુ:ખનો પંથ છે. અહીં કહે છે-શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ત્રિકાળી ભગવાન આત્માનું જ એકનું વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આલંબન લેવું કેમકે તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ છે.
પ્રશ્ન:- એક આત્માના આલંબનથી જ મુક્તિ થાય-એમ આપ એકાન્ત કરો છો. એને બદલે કાંઈક નિશ્ચયથી થાય અને કાંઈક વ્યવહારથી-વ્રતાદિથી પણ થાય એમ કહો તો ?
ઉત્તર- ભાઈ ! કદીય ત્રણકાળમાં કોઈનેય વ્યવહારથી (ધર્મ, મુક્તિ) ન થાય. અહીં તો આ એક જ વાત છે. જુઓને! પાઠમાં આ જ છે કે નહિ? ભાઈ ! આ તો આચાર્ય અમૃતચંદ્રસ્વામી આમ પોકારે છે. અહા! તેઓ તો ભાવલિંગી સંત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #196
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ નિગ્રંથ દિગંબર મુનિવર હતા. ત્રણ કષાયના અભાવસહિત તેમને વીતરાગી શાન્તિ પ્રગટ હતી. અહો! તેઓ અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનમાં ઊભા હતા. કાંઈક વિકલ્પ આવતાં તેઓ આ કહે છે કે ભાઈ ! તારે ધર્મ કરવો છે ને? તો ચૈતન્યનું નિધાન પ્રભુ આત્મા એકનું જ આલંબન લે; તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે. દેવ-ગુરુશાસ્ત્ર, પંચ પરમેષ્ઠી ઇત્યાદિનું (પરનું) આલંબન તો, વચ્ચે શુભરાગ આવે છે એટલા પુરતું નિમિત્તથી કહ્યું છે. (વાસ્તવમાં તેઓ આલંબન છે નહિ).
અહાહાહા...! જ્ઞાનાનંદસ્વભાવના એકના આલંબનથી જ જ્ઞાનસ્વભાવમય જે નિજપદ તેની પ્રાપ્તિ થાય છે. આ અતિથી વાત કરી. હવે કહે છે-તેના આલંબનથી જ “ભ્રાંતિનો નાશ થાય છે,” –આ નાસ્તિથી કહ્યું. નિજપદના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે અને ભ્રાન્તિનો નાશ થાય છે. ભાઈ ! બીજી કોઈ રીત મિથ્યાત્વનો નાશ થતો નથી એમ કહે છે. ભાઈ ! તું રાગ ને વિકલ્પને આત્મામાં મિલાવટ કરીને માને છે પણ એ તો મિથ્યાબુદ્ધિ છે. અહીં તો આ કહે છે કે-આત્મા ચંદ્રમાની જેમ શીતળ-શીતળશીતળ વીતરાગી શીતળતાના સ્વભાવથી ભરેલો એકરૂપ જિનચંદ્ર પ્રભુ છે. તે તેના આલંબનથી જ પ્રાપ્ત થાય છે.
ત્યારે કેટલાક કહે છે-અમને આ મોંઘુ (કઠણ) પડે છે, કોઈ સોંઘો (સહેલો) મારગ છે કે નહિ?
અરે ભાઈ ! જેમ શીરો કરે છે ત્યારે પહેલાં લોટને ઘીમાં શેકે છે અને પછી અંદર સાકરનું પાણી નાખે છે. પણ આ રીત મોંઘી પડે છે એમ જાણી કોઈ લોટને સાકરના પાણીમાં પહેલાં શકે અને પછી ઘી નાખે તો? તો શીરો તો શું લોપરીય ના થાય. સમજાણું કાંઈ...? તેમ ભગવાનનો આ મારગ મોંઘો (કઠણ) પડે છે એમ જાણી અજ્ઞાની પહેલાં વ્રત, તપ, આદિ કરવા મંડી પડે છે. પણ અરે ભગવાન ! જેને તું સોંઘો (સહેલો) મારગ માને છે તે સોંઘો મારગ નથી બાપા! તે મારગ જ નથી. એનાથી નિજપદની પ્રાપ્તિ નહિ થાય, મિથ્યાત્વનો નાશ નહિ થાય. રાગના આલંબનથી તો રાગની-દુઃખનીચારગતિના કલેશની જ પ્રાપ્તિ થશે. આવી વાત છે.
ભાઈ ! તું ત્રિકાળી એકરૂપ જે જ્ઞાયકભાવ છે તેનું આલંબન લઈશ તો તને જ્ઞાયકભાવની પ્રાપ્તિ થશે. નિજસત્ત્વરૂપ જે જ્ઞાયકભાવ તેની પ્રાપ્તિ થતાં “હું રાગવાળો છું ને હું પર્યાય જેટલો છું'-ઇત્યાદિ જે પરમાં ભ્રાન્તિ છે તેનો અર્થાત મિથ્યાત્વનો નાશ થશે. મિથ્યાત્વના નાશ થવાનો આ એક જ ઉપાય છે.
કહે છે-“તેના (જ્ઞાયકભાવના) આલંબનથી જ ભ્રાન્તિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #197
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
- [ ૧૮૧ શું કહ્યું? કે એક જ્ઞાયકભાવના આશ્રયે જ આત્માનો લાભ થાય છે અર્થાત્ આત્મા જે પરમ પવિત્ર પદાર્થ છે તેનો પર્યાયમાં લાભ થાય છે. પહેલાં નિજપદની પ્રાપ્તિ કહી હતી ને? આ એનો જ વિશેષ ખુલાસો કર્યો કે-આત્મલાભ થાય છે. આ વાણીયા નવું વરસ બેસે ત્યારે લખે છે ને કે-“લાભ સવાયા.'' હવે ત્યાં તો ધૂળમાંય લાભ સવાયા નથી સાંભળને! એ તો બધી કષાયની હોળી છે. લાભ તો આ (આત્મલાભ થાય તે) છે, જેમાં બ્રાન્તિનો નાશ થઈ અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે.
કોઈએ હમણાં કહ્યું છે કે સોનગઢ હવે હજારોની આવ-જાનું કેન્દ્રસ્થાન છે. અરે ભાઈ ! તારું કેન્દ્રસ્થાન તો અંદર ભગવાન આત્મા છે કે જેમાં નજર જતાં તને તારા ચૈતન્યનિધાનની પ્રાપ્તિ થાય છે, આત્માનો લાભ થાય છે. ભાઈ ! આ પૈસાનો લાભ થાય વા રાગનો લાભ થાય તો તેથી શું? એ તો બધાં ખરેખર દુઃખનાં જ કારણ છે.
હા, પણ પૈસાનો લાભ હોય તો અહીં સાંભળવા રહી શકાય ને?
ધૂળેય રહેવાય નહિ, સાંભળને! પૈસાનો લાભ તો ઘણાયને છે, પણ રહે છે ક્યાં? અરે ! પૈસાવાળાને તો ઘણાં લાકડાં (શલ્ય) હોય છે. આ છાપરું હોય છે તેમાં એક એક વળીને એક-એક ખીલો હોય છે પણ મોભને? મોભને અનેક ખીલા હોય છે. તેમ મોટો શેઠ થાય તેને ઘણા ખીલા વાગે છે; એક સ્ત્રીનો ખીલો, એક પુત્રનો ખીલો, એક વેપારઉદ્યોગનો ખીલો એવા બીજા પારાવાર ખીલા એને વાગે છે. બિચારો શું કરે? એને સાંભળવા રહેવાની કયાં નવરાશ છે? પણ બાપુ! અવસર તો ચાલ્યો જશે અને સંસાર (દુઃખ) ઊભો રહેશે હોં.
માટે કહે છે-નિર્મળાનંદનો નાથ પ્રભુ તું અંદર છે તેનું આલંબન લે. તેમ કરતાં જ તને આત્મલાભ થશે. ભાઈ ! પૈસામાં ધૂળેય લાભ નથી અને દયા, દાન, વ્રત આદિ શુભરાગના પરિણામમાંય લાભ નથી. એ સર્વમાં (બારમાં) લાભ માનીને તો અનંતકાળ દુઃખમાં મરી ગયો છે. હવે દષ્ટિ ફેરવી દે અને જ્યાં અતીન્દ્રિય મહાપદાર્થ પ્રભુ તું અંદર પડ્યો છે ત્યાં દષ્ટિ કરે અને તેનો જ આશ્રય કર, તેમાં જ એકાગ્ર થા. તેથી તને આત્મલાભ થશે અને અનાત્માનો પરિહાર થઈ જશે.
કહ્યું? કે અંતરસ્વરૂપમાં એકાગ્ર થતાં અર્થાત્ તેનું આલંબન લેતાં આત્મલાભ થાય છે, આત્માની નિરાકુળ શાન્તિનો લાભ થાય છે અને અનાત્માની અર્થાત્ રાગાદિનો પરિહાર સિદ્ધ થઈ જાય છે. અહા! આ સ્વભાવનું ગ્રહણ થતાં અનાત્માનો-રાગાદિનો ત્યાગ સિદ્ધ થઈ જાય છે એમ કહે છે. કેવી સરસ વાત! જાણે એકલું અમૃત !
હા, એનો (અમૃતનો) પ્રચાર થવો જોઈએ.
અરે ભાઈ! આત્મા અંદરમાં પ્રચાર કરે કે બહાર? અહીં તો અંદરના પ્રચારની વાત છે. બહારમાં તો એ કરે જ શું? (કાંઈ નહિ). ભાષા તો જુઓ! કે અંતરના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #198
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આલંબનથી જ આત્માનો લાભ થાય છે અને અનાત્માનો અભાવ થાય છે. જુઓ, આનું નામ ત્યાગ છે. બહારનો ત્યાગ કેવો? બહારની ચીજ કયાં અંદર પેસી ગઈ છે કે તેનો ત્યાગ કરે? આ તો તારી પર્યાયમાં જે (અશુદ્ધતા) છે તેના ત્યાગની વાત છે. અહાહાહા....! “અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.' એટલે શું? એટલે કે જેટલા અંશે અંદરના આલંબનમાં ગયો તેટલા અંશે અનાત્માનો-રાગનો પરિહાર-ત્યાગ સિદ્ધ થાય છે. આ આત્માનું ગ્રહણ થાય છે ત્યારે અનાત્માનો ત્યાગ સિદ્ધ થાય છે. લ્યો, આ ગ્રહણ ને ત્યાગ છે.
પહેલાં આવ્યું ને કે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. તેનો અર્થ એમ છે કે પર્યાયને દ્રવ્ય ભણી વાળવી, અને પર્યાયમાં ત્રિકાળી દ્રવ્યનાં જ્ઞાન ને શ્રદ્ધાન કરવાં. પર્યાય છે તો એક સમયની પણ તે આખા ત્રિકાળીને જાણે છે, શ્રદ્ધા છે. અહો ! એક સમયની પર્યાયનું એવું અદ્ભુત સામર્થ્ય છે કે તે અંતર એકાગ્ર થતાં આખા દ્રવ્યને જાણે છે. સમજાણું કાંઈ...? અજ્ઞાનીને આ વાત બેસતી નથી તેથી “એકાન્ત છે એકાન્ત છે”—એમ રાડો નાખે છે, પણ શું થાય? (અંતરએકાગ્ર થયા વિના કાંઈ જ બેસે એમ નથી)
અહાહાહા..! એકરૂપ-એકરસરૂપ જ્ઞાન છે, એકરસરૂપ આનંદ છે, એકરસરૂપ શ્રદ્ધા છે. એમ બધું (અનંત ગુણથી ભરેલું) એકરસરૂપ-એકરૂપ ત્રિકાળ છે. તેથી આ એકનું જ આલંબન લેવું જેથી ભેદ દૂર થઈ જાય. તેના આલંબનથી જ આત્મલાભ થાય છે અને અનાત્માનો ત્યાગ થઈ જાય છે. આ વસ્તુસ્થિતિ છે. છતાં અજ્ઞાની વ્યવહાર. વ્યવહાર વ્યવહાર-એમ પક્ષ કર્યા કરે છે. અરે ભાઈ ! વ્યવહાર છે ખરો; પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી જ્ઞાનીને વ્યવહાર હોય છે પરંતુ તે ય છે. અહાહા...! જેને અંદર આત્માનું ભાન વર્તે છે એ અંતરાત્માને વ્યવહાર હોય છે, આવે છે પણ તે હેયસ્વરૂપે છે. ગજબ વાત ભાઈ !
પરમાર્થ વચનિકામાં કહ્યું છે કે “હેય-ત્યાગરૂપ તો પોતાના દ્રવ્યની અશુદ્ધતા, ય-વિચારરૂપ અન્ય પદ્રવ્યસ્વરૂપ, ઉપાદેય-આચરણરૂપ પોતાના દ્રવ્યની શુદ્ધતા.'' આચરણરૂપ શુદ્ધતાને ઉપાદેય કહી છે; કેમકે ભાસભાન તો શુદ્ધતામાં થાય છે, માટે શુદ્ધતાને અહીં ઉપાદેય ગણી છે. અશુદ્ધતાને હેય-ત્યાગરૂપ કહી છે. જ્યાં સુધી પૂર્ણ વીતરાગ-સર્વજ્ઞ ન થાય ત્યાં સુધી સાધકને પર્યાયમાં અશુદ્ધતા તો છે, પણ છે તે હેય. અજ્ઞાનીને આ આકરું પડે છે, પણ શું થાય ? ભાઈ ! વ્યવહાર વ્યવહારના સ્થાનમાં છે. પૂર્ણ વીતરાગ ન હોય ત્યારે, સ્વભાવનો જેટલો આશ્રય વર્તે છે તેટલી તો નિર્મળતા છે, પરંતુ પૂર્ણ આશ્રય નથી એટલે તેટલો વ્યવહારનો આશ્રય તેને આવ્યા વિના રહે નહિ, પણ છે તે બંધનું કારણ, છે તે હેયરૂપ જ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #199
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૮૩ અહીં કહે છે-અંતરસ્વરૂપની એકાગ્રતા થતાં આત્મલાભ થાય છે અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. પર્યાયમાં જે અશુદ્ધતા છે તે અનાત્મા છે અને તેનો ત્યાગ સ્વરૂપના ગ્રહણ વડે સિદ્ધ થાય છે. ભાઈ ! વસ્તુ તો આમ જ છે. દુનિયા માને કે ના માને; એકાંત કહે કે ગમે તે કહે: જન્મ-મરણથી રહિત થવાનો મારગ તો આ જ છે. બાપા! ચાર ગતિમાં તો બધેય દુ:ખ છે. મોટું શેઠપદ કે રાજપદ હો તોપણ એમાં આકુળતા ને દુ:ખ જ છે. સ્વર્ગમાંય આકુળતા જ છે. સંસારી પ્રાણીઓ જ્યાં હો ત્યાં બધે જ આકુળતાની ભઠ્ઠીમાં શેકાઈ રહ્યા છે. નિરાકુળ આનંદ અને શાન્તિનું ધામ તો એક પ્રભુ આત્મા છે. તેને છોડીને કોઈ મંદ કષાય કરો તો કરો, પણ તેનાથી આત્માની શાંતિ અને આનંદ તો દાઝે જ છે. સમજાણું કાંઈ....?
પદ્મનંદી પંચવિંશતિમાં દાનોપદેશના અધિકારમાં આવે છે કે હે જીવ! તને જે આ બે-પાંચ કરોડની સંપત્તિ મળી છે તે, જેના વડે આત્માની શાંતિ દાઝેલી તે પુણ્યનું ફળઉકડિયા છે. જેમ માણસ માલ-માલ ખાઈ લે અને પછી ઉકડિયાને બહાર ફેંકી દે છે. અને ત્યારે કાગડો કા, કા, કા... એમ અવાજ કરીને બીજા કાગડાઓને બોલાવીને તે ખાય છે, એકલો ખાતો નથી. તેમ આચાર્ય કહે છે-હે આત્મા! તને જે આ સંપત્તિ-ધૂળ મળી છે તે તારી દાઝેલી શાન્તિનું ફળ ઉકડિયા છે. જો તું તે એકલો ખાઈશ તો કાગડામાંથી પણ જઈશ. કાગડો ઉકડિયા મળે તો એકલો ન ખાય, તેમ જો તું આ સંપત્તિ એકલો ભોગવીશ અને દયા, દાન, ભક્તિ ઇત્યાદિમાં વાપરીશ નહિ તો તું કાગડામાંથી પણ જઈશ. અહા ! જ્યારે શુભભાવનો અધિકાર હોય ત્યારે ધર્મીને કેવા શુભભાવ આવે છે તે તો બતાવે ને? જોકે તે શુભભાવ છે ય, છતાં તે ધર્માત્માને હોય છે, આવે છે એની વાત છે. દ્રવ્યદૃષ્ટિએ તો પરમાત્મા ચોથે ગુણસ્થાને પ્રાપ્ત થયો છે. પણ ચારિત્રની પર્યાયમાં
જ્યાં સુધી પૂર્ણ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી સ્વના આશ્રયમાં અધુરાશ છે તેથી, પૂર્ણ થયો નથી, સ્વના આશ્રયની અધુરાશમાં પરનો વ્યવહાર આવ્યા વિના રહે નહિ અને ત્યારે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ શુભભાવ તેને આવે છે. પણ તે છે સ્વદ્રવ્યની અશુદ્ધતાહેય, ય, હેય.
પ્રશ્ન- જો તે (-શુભભાવ) હેય છે તો શા માટે કરવા?
સમાધાન - તે કરવાની તો વાત જ કયાં છે? જ્ઞાનીને તે કરવાનો અભિપ્રાય કયાં છે? એ તો કહ્યું ને કે જ્યાં સુધી સ્વનો પૂર્ણ આશ્રય થયો નથી ત્યાંસુધી સ્વના આશ્રયની અધુરાશમાં તેને પરનો વ્યવહાર-દયા, દાન, ભક્તિ આદિનો શુભભાવ આવે છે, આવ્યા વિના રહેતો નથી. પણ એ છે હેય એમ જાણવું. આવી વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #200
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહીં કહે છે-“અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.' એટલે શું? એટલે કે પોતાનું સ્વ જે એક શુદ્ધ ચૈતન્યસ્વરૂપ તેનો અંદર આશ્રય કરતાં તેની પર્યાયમાં પ્રાપ્તિ થાય છે અને અશુદ્ધતાનો પરિહાર–ત્યાગ થાય છે. જુઓ, પરદ્રવ્યનો ત્યાગ થાય છે એમ વાત નથી, કેમકે પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ આત્મામાં છે જ નહિ. પરંતુ આત્માની પર્યાયમાં અશુદ્ધતા છે, દુઃખરૂપ મલિન પરિણતિ છે તેનો, સ્વરૂપનું ગ્રહણ થતાં ત્યાગ થાય છે. અહા! એક શુદ્ધનો આશ્રય લેતાં શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે અને અશુદ્ધતાનો પરિહાર થાય છે. આવો મારગ છે!
અરે !! ભગવાનના વિરહ પડ્યા ને અજ્ઞાનીઓએ કાંઈકનું કાંઈક માની રહ્યા છે. અહા! સાક્ષાત્ ભગવાન બિરાજે છે તેમને પણ ઉડાડે છે! આ વાણી, મહાવિદેહક્ષેત્રમાં સાક્ષાત્ પરમાત્મા બિરાજે છે ત્યાંથી આવી છે પણ અરે ! અજ્ઞાની તેને માનતો નથી અને રાગને-થોથાને માને છે. અને પોતાની માન્યતામાં ન આવે એટલે આને (સત્યને) ઉડાડે છે. અરે ભાઈ ! આ તને શું થયું? ભગવાન! તું સાંભળ, ધીરજથી સાંભળ. ભગવાન સર્વજ્ઞદેવ સીમંધર પરમાત્મા સાક્ષાત્ મહાવિદેહક્ષેત્રમાં બિરાજે છે. ત્યાંથી આ વાણી આચાર્ય કુંદકુંદ લઈ આવ્યા છે. તેઓ તો આત્માનુભવી જ્ઞાની-ધ્યાની સંત હુતા. ખાસ વિશેષતાથી ભગવાન પાસે ગયા હતા. ત્યાં તેમનું જ્ઞાન સાતિશય નિર્મળ થયું હતું. આઠ દિવસ ત્યાં સાંભળ્યું અને શ્રુતકેવળીઓથી પણ ચર્ચા કરી અને પછી અહીં આવ્યા હતા. અહીં આવીને આ સમયસારની ગાથાઓ રચી છે.
તેઓ કહે છે-ભાઈ ! સુખનું નિધાન ભગવાન આત્મા છે, જો તારે સુખી થવું હોય તો તેનું જ એકનું આલંબન લે. અહાહાહા...! સ્વભાવથી જ જે સુખ છે, જ્ઞાન છે તેમાં દુ:ખ કેમ હોય? તે વિકૃત કેમ હોય ? તે અપૂર્ણ કેમ હોય ? ભાઈ ! તને આ બેસતું કેમ નથી ? વસ્તુ જે આ આત્મા છે તે પરિપૂર્ણ છે, શુદ્ધ છે, જ્ઞાન અને સુખનું નિધાન છે. આવા સ્વસ્વરૂપમાં અંતર એકાગ્ર થવાથી નિજપદની પ્રાપ્તિ થાય છે. પહેલાં પદ' કેમ લીધું? કેમકે અગાઉ જ્ઞાનપદને આત્મપદ કહ્યું હતું ને ? તેથી ‘નિજપદની પ્રાપ્તિ થાય છે' એમ પહેલાં લીધું અને આત્મલાભ થાય છે” એમ પછી કહ્યું. આત્મા એક પદાર્થ છે તેથી જ્ઞાન પણ એક પદ છે એમ પહેલાં કહ્યું હતું ને? જુઓ, છે ને અંદર? કે “ આત્મા ખરેખર પરમ પદાર્થ છે અને તે જ્ઞાન છે; વળી આત્મા એક જ પદાર્થ છે; તેથી જ્ઞાન પણ એક જ પદ .” માટે આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું, કેમકે તેના આલંબનથી જ નિજપદની અર્થાત્ જે એક જ્ઞાનપદ છે તેની પ્રાપ્તિ થાય છે અને ભ્રાન્તિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે અને અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે. અહા ! ગજબ વાત છે ! આચાર્યદેવે ટીકામાં એકલું અમૃત રેડયું છે! અહો ! દિગંબર સંતો આવો મહાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #201
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૮૫ અદ્દભુત વારસો મૂકી ગયા છે. ભાઈ ! તેનો મહિમા લાવી સ્વહિત માટે સ્વાધ્યાય કરવો જોઈએ.
કહે છે-“આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.' અહાહાહા...! એક શુદ્ધના અવલંબને શુદ્ધતાની પ્રાપ્તિ થાય છે અને અશુદ્ધતાનો પરિહાર થાય છે. અર્થાત્ અશુદ્ધતાનો પરિહાર તે વ્યય અને શુદ્ધતાની પ્રાપ્તિ તે ઉત્પાદ છે અને આલંબનયોગ્ય જે એક શુદ્ધ ત્રિકાળ વસ્તુ તે ધ્રુવ છે. અહા ! આવાં ઉત્પાદ-વ્યય-ધ્રુવ ! ભાઈ ! આ તો ધીરાનું કામ બાપા! આ કાંઈ પુણ્યની ક્રિયા કરતાં કરતાં મળી જાય એમ નથી. અજ્ઞાનીને એમ થાય છે કે આમાં વ્યવહાર તો ન આવ્યો? ભાઈ ! નિશ્ચય પ્રગટે તેને વ્યવહાર હોય છે. નિશ્ચય વિનાનો વ્યવહાર વ્યવહાર જ નથી, એ તો વ્યવહારાભાસ છે.
ભગવાન! તું ચૈતન્યનિધાન છો. તારામાં અનંતી સ્વરૂપ સંપદા ભરેલી છે. ભગવાન”—એમ કળશ ૧૪૧ માં આવે છે ને? ભગ નામ લક્ષ્મી અને વાન્ એટલે વાળો. અહાહા...અનંત અનંત જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી ભરેલો તું ભગવાન છો. પરમ અધ્યાત્મતરંગિણીમાં મ–ત્રસ્ત્રી વિદ્યતે વચ્ચે સ: માવા–એમ ભગવાનનો અર્થ કર્યા છે. ‘મ' નામ શ્રી, જ્ઞાન, વીર્ય, પ્રયત્ન, કીર્તિ, માહાભ્ય –એવા અર્થ પણ થાય છે. પણ અહીં ‘ભગ’નો અર્થ લક્ષ્મી-જ્ઞાન અને આનંદની લક્ષ્મી કર્યો છે કેમકે આત્મા જ્ઞાન અને આનંદ જેનું સ્વરૂપ છે એવી સ્વરૂપલક્ષ્મીનો અખૂટ ભંડાર છે. કેવળજ્ઞાનાદિ પર્યાયો અનંતી પ્રગટે તોય અનંતકાળે ન ખૂટે એવું અખૂટ નિધાન છે. અહાહા..! જેનો સ્વભાવ જ જ્ઞાન છે તેની વાત શું? આવા ભગવાન આત્માનું આલંબન લેતાં બ્રાન્તિનો નાશ થઈ આત્મલાભ થાય છે. જો ખેતરમાં દટાયેલો ચરુ નીકળે તો તેમાં કોડો મણિ-રત્ન ભાળીને “ઓહોહોહો...' એમ થઈ જાય છે. પણ અહીં આત્મામાં કોડો તો શું અનંત-અનંત-અનંત કોડો રતન ભર્યા છે. ભાઈ ! તું એમાં અંતર્દષ્ટ કર, તને ભગવાનના ભેટા થશે, અતીન્દ્રિય આનંદ પ્રગટશે અને અશુદ્ધતાનો પરિહાર થશે.
આમ થવાથી કહે છે કે-“કમ જોરાવર થઈ શકતું નથી.' કર્મ તરફનું વશપણું હતું તેને કર્મનું જોરાવરપણું કહેવાય છે. કર્મને વશ પોતે થઈ પરિણમે ત્યારે કર્મ જોરાવર છે એમ કહેવામાં આવે છે. હવે જ્યાં વસુસ્વભાવને વશ થઈ પરિણમ્યો ત્યાં નિમિત્તને વશે જે જોર હતું તે જોર નીકળી જાય છે. હવે તે પરને વશ ન થતાં સ્વને વશ થાય છે. “કર્મ જોરાવર થઈ શકતું નથી ”—એ કહેવાનું તાત્પર્ય એ છે કે અવશે અશુદ્ધતા જ્યારે નીકળી જાય છે ત્યારે અશુદ્ધતાનું જોર જે નિમિત્તને વશે હતું તે રહેતું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #202
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬ ]
પ્રવચન રત્નાકર ભાગ-૭ કહે છે–એક જ્ઞાનસ્વરૂપ આત્માના આલંબનથી કર્મ જોરાવર થઈ શકતું નથી. એટલે શું? એટલે કે અજ્ઞાની પરને વશ થતો હતો તે કર્મનું જોર હતું, પરંતુ હવે અને વશ થયો તો કર્મના વિશે જે જોર હતું તે છૂટી જાય છે. આવી વાત છે! ભાઈ ! કર્મ તો પદ્રવ્ય છે અને તેનો સ્વદ્રવ્યમાં તો અભાવ છે. હવે જેમાં કર્મનો અભાવ છે તેને કર્મ શું કરે? તેને નુકશાન શી રીતે કરે? કર્મનો તો આત્મામાં ત્રિકાળ અભાવ છે માટે તે આત્માને નુકશાન કરી શકે નહિ. પણ જે અશુદ્ધતાનો સદભાવ છે તે તેને નુકશાન કરે છે. પ્રવચનસાર ગાથા ૧૬ માં ભાવઘાતી કર્મની વાત કરી છે. ત્યાં કહ્યું છે-ઘાતકર્મ બે પ્રકારના છે:
૧. નિમિત્તરૂપ દ્રવ્યકર્મ અને ૨. ઉપાદાનરૂપ ભાવકર્મ (જે પોતાનો ઘાત પોતે કરે છે).
આ પ્રમાણે દ્રવ્યકર્મ અને ભાવકર્મ એમ બે પ્રકારે ઘાતી કર્મ છે. અહો! આચાર્ય ભગવંતોએ ગજબના કામ કર્યા છે! અહો! ગાથા-ગાથાએ અને પદ-પદે જાણે દરિયા ભર્યા છે!
હવે કહે છે-નિમિત્તને વશ નહિ થતાં “રાગદ્વેષમોહ ઉત્પન્ન થતા નથી, (અને રાગદ્વેષમોહ વિના) ફરી કર્મ આસ્રવતું નથી, (આસ્રવ વિના) ફરી કર્મ બંધાતું નથી; પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થયું નિર્જરી જાય છે.'
જુઓ, કમસર મોક્ષ સુધી લઈ જશે. કહે છે-રાગદ્વેષમોહ વિના ફરી કર્મ આસ્રવતું નથી અને આસ્રવ વિના ફરી કર્મ બંધાતું નથી તથા પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થયું નિર્જરી જાય છે. જુઓ, સ્વભાવના આશ્રયે-અવલંબે જે પડ્યો છે તેને પરાશ્રયનો ભાવ છૂટતો જાય છે, કર્મ છૂટી જાય છે. કર્મ છૂટી જાય છે એટલે કે અસ્થિરતા છૂટી જાય છે. “કર્મ છૂટી જાય છે' એમ કહેવું તે (આગમનો) અસદ્દભૂત વ્યવહાર છે અને “અસ્થિરતા છૂટી જાય છે ? તે અધ્યાત્મના અસભૂત વ્યવહારનું કથન છે.
કહે છે-“પૂર્વે બંધાયેલું કર્મ ભોગવાયું થયું નિર્જરી જાય છે.' અહા ! જાઓ તો ખરા ક્રમ! ઉદય આવતાં સુખ-દુ:ખ થાય છે પણ પછી તે નિર્જરી જાય છે. પહેલાં આ (૧૯૪) ગાથામાં આવી ગયું છે. ૧૯૩ મી ગાથામાં દ્રવ્યકર્મની નિર્જરાની વાત હતી અને ૧૯૪ મી ગાથામાં અશુદ્ધતાના નિર્જરવાની-ભાવનિર્જરાની વાત હુતી. અહાહાહા..! શુદ્ધ સ્વભાવના અવલંબને જ્યાં અંત:સ્થિરતા-અંતર-રમણતા થઈ, આનંદમાં જમાવટ થઈ ત્યાં પૂર્વનું કર્મ જરાક (ઉદયમાં) આવ્યું હોય તે નિર્જરી જાય છે, ખરી જાય છે; અસ્થિરતા-અશુદ્ધતા ઝરી જાય છે અને “સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે.' અહા ! જુઓ આ ક્રમ ! બાપુ ! આ જ માર્ગ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #203
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૮૭ “સાક્ષાત્' કેમ કહ્યું? વસ્તુ તો પોતે મોક્ષસ્વરૂપ જ છે. તેનું સામર્થ્ય-તેની શક્તિતેનું સત્ત્વ સદા મુક્તસ્વરૂપ જ છે. પણ આ તો પર્યાયમાં મુક્તિ થાય છે-અનુભવાય છે તેની વાત છે. ભગવાન આત્મા અબદ્ધસ્પષ્ટ છે એમ ગાથા ૧૪-૧૫ માં આવે છે ને? અહા ! જેણે આત્માને અબદ્ધસ્પષ્ટ જાણ્યો તેણે જૈનશાસન જાણ્યું છે. ભગવાન આત્માને રાગ ને કર્મના બંધથી રહિત જાણનારી જે શુદ્ધોપયોગની પરિણતિ છે તે જૈનશાસન છે. અશુદ્ધોપયોગની-રાગની પરિણતિ કાંઈ જૈનશાસન નથી. જેણે, હું મુક્તસ્વરૂપ જ છું—એમ અનુભવ્યું તેણે ચારે અનુયોગના સારરૂપ જૈનશાસન જાણી લીધું. ચારે અનુયોગનો સાર વીતરાગતા છે અને તે વીતરાગસ્વરૂપી-મુક્તસ્વરૂપી એવા ભગવાન આત્માનો આશ્રય લે તો પ્રગટ થાય છે. આવો માર્ગ છે!
પ્રશ્ન:- શ્રી સમયસારજીમાં નિશ્ચયની વાત છે, જ્યારે મોક્ષશાસ્ત્ર ( તત્ત્વાર્થસૂત્રોમાં વ્યવહારની વાત છે. પરંતુ એ બન્ને સાથે જોઈએ ને ?
સમાધાન - ભાઈ ! બન્ને સાથે જોઈએ એટલે શું? એટલે કે બન્નેનું જ્ઞાન સાથે જોઈએ-હોય છે. પરંતુ નિશ્ચયથી પણ (ધર્મ) થાય અને વ્યવહારથી પણ થાય એમ અર્થ નથી. બન્નેનું જ્ઞાન સાથે હોય છે અને તે જ્ઞાન પણ સ્વનો આશ્રય થતાં યથાર્થ થઇ જાય છે. અહાહા....! અબદ્ધસ્કૃષ્ટ પ્રભુ આત્માને જ્યાં જાણો ત્યાં, રાગ જે બાકી રહે છે તેનું જ્ઞાન પણ થઈ જાય છે. તેના માટે બીજું જ્ઞાન કરવું પડે છે એમ નથી. આવી વાત છે ભાઈ !
અહીં કહે છે–સમસ્ત કર્મનો અભાવ થવાથી સાક્ષાત્ મોક્ષ થાય છે. એટલે શું? કે આત્મા શક્તિસ્વરૂપ-સ્વભાવરૂપે-સામર્થ્યરૂપે તો મુક્ત જ છે; પણ આ તો પર્યાયમાં મુક્ત થાય છે–અનુભવાય છે ત્યારે સાક્ષાત્ મોક્ષ થાય છે એમ કહ્યું છે. શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે-“દિગંબરના આચાર્ય એમ સ્વીકાર્યું છે કે-જીવનો મોક્ષ થતો નથી, પરંતુ મોક્ષ સમજાય છે.” રાગ તે હું એમ જે માન્યું હતું તે માન્યતા છૂટી ગઈ તેને મોક્ષ કહે છે. અહા! રાગમાં આત્મા નથી અને આત્માને રાગનો બંધ કે સંબંધ પણ નથી એવા સ્વસ્વરૂપની પર્યાયમાં પ્રાપ્તિ થવી તે સાક્ષાત્ મોક્ષ છે.
ભાઈ ! જન્મ-મરણના ફેરા, ૮૪ નું ભવચક્ર જેને ટાળવું હોય તેને માટે મારગ આ છે. શાસ્ત્રમાં લખાણ છે કે માતાના ઉદરમાં મનુષ્યપણે ૧૨ વર્ષ વધારેમાં વધારે રહે. સવાનવ મહિના તો સાધારણ-સામાન્ય કાયસ્થિતિ છે, પણ કોઈ તો ૧૨ વર્ષ સુધી રહે છે. અરે ! ઉંધા માથે કફમાં, લોહીમાં ને એંઠામાં બાર બાર વર્ષ ભાઈ ! તું રહ્યો છો ! એ દુ:ખની શી વાત! અને અહીં જરીક કાંઈક થાય ત્યાં..? બાપુ! આવાં જન્મ-મરણનાં દુઃખ ટાળવાં હોય તો આ ઉપાય છે. જેમાં જન્મ-મરણ નથી, જન્મ-મરણના ભાવ નથી એવી પરિપૂર્ણ જ્ઞાન અને આનંદથી ભરેલી પોતાની ચીજ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #204
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૮૮ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે તેની ઓથે જા, તેનો આશ્રય કર; ભાઈ ! ભવ ટળીને તારો મોક્ષ થશે, તને પૂર્ણ આનંદ થશે. અહો ! આવું જ્ઞાનના અવલંબનનું અચિંત્ય માહાભ્ય છે!
પદ્મનંદી પંચવિંશતિમાં કહ્યું છે કે આ ચૈતન્યસ્વરૂપની વાર્તા પણ જેણે પ્રસન્ન ચિત્તે સાંભળી છે તે ભાવિ મોક્ષનું ભાજન છે. મોક્ષનું ભાન છે એટલે કે તેનો મોક્ષ થશે જ, અલ્પકાળમાં થશે. પ્રસન્ન ચિત્તે એટલે અંતરમાં મહિમાં લાવી અત્યંત આલ્હાદથી ભગવાન ચૈતન્યસ્વરૂપ, અબંધસ્વરૂપ આત્માની વાર્તા પણ જેણે સાંભળી છે તે મોક્ષનું પાત્ર થશે. જેમણે વ્યવહારને બંધનું કારણ કહ્યું છે તે દિગંબર સંત પદ્મનંદી મુનિરાજ આમ કહે છે કે અબંધસ્વરૂપની વાત પણ પ્રસન્ન ચિત્તે સાંભળનાર અબંધ દશાને-મોક્ષ દશાને પામશે.
તો શું અબદ્ધસ્પષ્ટની વાર્તા સાંભળી છે તેને સમકિત છે કે તે મોક્ષનું ભાન છે?
અરે ભાઈ ! જેને સ્વરૂપનો મહિમા જાગ્યો અને પ્રસન્ન ચિત્તે તેના સ્વરૂપને સાંભળ્યું તેને “હું અબદ્ધ છું' એવો નિર્ણય થયો છે. ભલે તે વિકલ્પરૂપ હો, પણ “આ હું છું' એમ સ્વરૂપનો પક્ષ કરનારને રાગનો-વ્યવહારનો પક્ષ છૂટી જાય છે અને તેથી તે
સ્વરૂપનો આશ્રય કરી અલ્પકાળમાં મુક્તિને પાત્ર થઈ જાય છે. અહાહા..! જેણે ચિચમત્કારસ્વરૂપ ભગવાન આત્માના અપરિમિત સામર્થ્યની વાત ઉલ્લસિત વીર્યથી સાંભળી છે તેને “હું અબંધ છું, મુક્તસ્વરૂપ છું, આનંદનું ધામ છું'—એમ અંતરમાં પક્ષપ્રેમ થયો છે અને તેથી તે રાગથી ભિન્ન પડીને ભાવિમાં સ્વરૂપનો આશ્રય લઈ અવશ્ય મુક્તિને પાત્ર થઈ જશે. જુઓ! આ સ્વરૂપની વાર્તા સાંભળવાનો મહિમા! સ્વરૂપના આશ્રયનું તો કહેવું જ શું?
અહી દશ બોલથી કહે છે૧. જ્ઞાનનું જ એકનું આલંબન કરવું, કેમકે ૨. તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે, ૩. તે વડ ભ્રાન્તિનો નાશ થાય છે, ૪. બ્રાન્તિનો નાશ થતાં આત્માનો લાભ થાય છે, ૫. તે વડ અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે, અને ૬. તેનાથી કર્મ જોરાવર થઈ શકતું નથી, તથા ૭. રાગ-દ્વેષ-મોહ ઉત્પન્ન થતા નથી, ૮. તેનાથી કર્મ આસ્રવતું નથી, નવું કર્મ બંધાતું નથી, ૯. પૂર્વનાં બંધાયેલાં કર્મ નિર્જરી જાય છે તથા ૧૦. સમસ્ત કર્મનો અભાવ થતાં સાક્ષાત્ મોક્ષ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #205
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૮૯ અહા ! આ દસ બોલ લીધા છે.
* ગાથા ૨૦૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * કર્મના ક્ષયોપશમ અનુસાર જ્ઞાનમાં જે ભેદો થયા છે તે કાંઈ જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઉલટા જ્ઞાનને પ્રગટ કરે છે.'
જુઓ, શું કહે છે? કે કર્મના ક્ષયોપશમ અનુસાર એટલે કે કર્મના વિઘટનને અનુસરીને જે જ્ઞાનમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન આદિ વિશેષો-ભેદો પડે છે તે જ્ઞાનસામાન્યને અજ્ઞાનરૂપ નથી કરતા, ઉલટું જ્ઞાનને જ પ્રગટ કરે છે, સામાન્યજ્ઞાનની જ તેઓ પુષ્ટિ કરે છે. અહીં નિર્મળ જ્ઞાનના ભેદો જે પ્રગટ થયા તે કર્મના ક્ષયોપશમ અનુસાર થયા છે એમ કહ્યું એ તો નિમિત્તથી કથન છે, બાકી તે ભેદો પોતાની એવી ક્ષયોપશમ-યોગ્યતાથી જ પ્રગટ થયા છે. કહે છે-જ્ઞાનના આ ભેદો જ્ઞાનસામાન્યને જ પ્રગટ કરે છે.
માટે ભેદોને ગૌણ કરી એક જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું; તેનાથી સર્વ સિદ્ધિ થાય છે.'
જુઓ, ભેદોને ગૌણ કરી. એમ કહ્યું ને? મતલબ કે ભેદો છે, તે ભેદો છે જ નહિ એમ નથી. પરંતુ તેમને ગૌણ કરી અર્થાત્ તેમનું લક્ષ છોડી દઈ નિશ્ચય વસ્તુ સામાન્ય છે તેને લક્ષમાં લઈ અર્થાત્ જ્ઞાનસામાન્યનું આલંબન લઈ આત્માનું ધ્યાન ધરવું એમ કહે છે. લ્યો, આ કરવાનું છે, કેમકે તેનાથી સર્વ સિદ્ધિ થાય છે. અહીં વ્રતાદિ કરવાની વાત જ નથી. અહીં તો ભગવાન આત્માને ધ્યાનનો વિષય બનાવી–ધ્યાનમાં આત્માને ધ્યેય બનાવી–તેનું ધ્યાન કરતાં સર્વ સિદ્ધિ થાય છે એમ કહે છે; અર્થાત્ તેના ધ્યાનથી ક્રમે સંવર, નિર્જરા ને મોક્ષની પ્રાપ્તિ અને આસ્રવ-બંધના અભાવની સિદ્ધિ થાય છે. આવો માર્ગ છે! હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૧૪૧ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘નિપીત–વિનં–માવ–મહેન–ર–પ્રામાર—મત્તા: ડવ' પી જવામાં આવેલો જે સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસ તેની અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ હોય એવી...
શું કહ્યું આ? કે નિર્મળ જ્ઞાનની પર્યાય સમસ્ત પદાર્થોના સમૂહરૂપી રસને પી બેઠી છે અને તેને અતિશયતાથી જાણે કે મત્ત થઈ ગઈ છે. અર્થાત્ શ્રુતજ્ઞાનની પર્યાય પણ ત્રણકાળ-ત્રણલોકને જાણે છે અને તેથી જાણે મત્ત થઈ છે. આવું એનું જ્ઞાનસામર્થ્ય છે છતાં અરે ! અજ્ઞાનીએ એને દયા, દાન આદિ રાગમાં વેચી દીધો છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #206
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પ્રશ્ન:- પણ દયા તો પાળવી જોઈએ ને?
સમાધાનઃ- કઈ દયા બાપુ? પરની દયા ઉપર લક્ષ જાય ત્યાં તો રાગ થાય છે અને રાગ તારું સ્વરૂપ નથી; ધર્મનુંય રાગ સ્વરૂપ નથી ભાઈ ! પરની દયા હું પાળી શકું છું એવી માન્યતાનો ભાવ તો મિથ્યાત્વ છે કેમકે પરની દયા જીવ કરી શકતો જ નથી. ભગવાન! સાંભળને ભાઈ ! તારી દયા-સ્વદયા તે અહિંસા ધર્મ છે, જ્યારે આ પરની દયાનો ભાવ તો રાગમય છે અને એને તો ભગવાન વાસ્તવમાં હિંસા કહે છે. (જુઓ પુરુષાર્થસિદ્ધયુપાય છંડ ૪૪). લોકોને આ આકરું લાગે છે, પણ શું થાય ? (જ્યાં સ્વરૂપ જ આવું છે ત્યાં?).
પ્રશ્ન- પણ સિદ્ધાંતમાં દયાને ધર્મ કહ્યો છે?
સમાધાનઃ- હા, પણ ભાઈ ! તે કઈ દયા? બાપુ! એ સ્વદયાની-વીતરાગી પરિણામની વાત છે. જેમ બીજા જીવને મારી નાખવાનો ભાવ એટલે કે ટકતા તત્ત્વનો ઈન્કાર કરવો તે હિંસા છે, તેમ ભાઈ ! જેવડું તારું સ્વરૂપ છે-જે તારું ટકતું પૂર્ણ તત્ત્વ છેતેનો ઈન્કાર કરવો તે પણ હિંસા છે. હું આવડો (પૂર્ણ) નહિ, પણ હું રાગવાળો, પર્યાયવાળો ને રાગથી-વ્યવહારથી પ્રાપ્ત થાઉ તેવો છું—એમ જેણે પોતાનું જેવડું સ્વરૂપ છે તેવડું માન્યું નથી તેણે પોતાની હિંસા કરી છે. ભાઈ ! સ્વસ્વરૂપનો સ્વીકાર કરી તેમાં જ અંતર્નિમગ્ન થવું તે સ્વદયા છે અને તે ધર્મ છે. સિદ્ધાંતમાં સ્વદયાને ધર્મ કહ્યો છે. (પર દયાને ધર્મ કહેવો એ તો ઉપચાર છે ).
જુઓ, નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા અતિ નિર્મળ છે. અહીં કહે છે તેના આશ્રયે પ્રગટ થયેલી નિર્મળ પર્યાય જાણે મત્ત થઈ ગઈ છે. કેમ? તો કહે છે કે તે સમસ્ત પદાર્થોના સમૂહુરૂપી રસને પી બેઠી છે. એટલે શું? કે અનંતા પદાર્થોને જાણવાનો પોતાની પર્યાયમાં જે રસ છે તે રસની અતિશયતા વડ જાણે તે મત્ત થઈ ગઈ છે. અહાહા...! જ્ઞાનની વર્તમાન પર્યાય વડે ત્રિકાળી જ્ઞાયકને જાણવામાં આવતાં તે પર્યાય બીજા અનંત દ્રવ્ય-ગુણ-પર્યાયને પણ જાણે છે અને તેથી જાણે હવે બધું જ જાણી લીધું, હવે કાંઈ જ જાણવું બાકી નથી-એમ મત્ત થઈ ગઈ છે. સમજાણું કાંઈ...? અહા ! જેણે એકન (શુદ્ધ જ્ઞાયકને ) જાણો તેણે પર્યાયમાં બધું જાણ્યું. આવી વ્યાખ્યા અને આવો ધર્મ !
પ્રશ્ન- શું જાત્રા કરવી, પરની દયા પાળવી, વ્રત કરવાં, ઉપવાસ કરવા ઇત્યાદિ ધર્મ નથી?
સમાધાન- ના, તે ધર્મ નથી. કેમ? કેમકે બાપુ! એ તો બધા રાગના-શુભરાગના અનેક પ્રકાર છે. ધર્મ તો એક વીતરાગભાવમાત્ર છે. શુદ્ધ ચૈતન્યસ્વભાવી પ્રભુ આત્મામાં એકાગ્ર થવાથી જે નિર્મળ નિર્વિકાર વીતરાગી પરિણતિ-પર્યાય પ્રગટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #207
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૯૧ થાય તે અહિંસા ધર્મ છે અને તે જ સત્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ ધર્મનો પરિણામ છે. આવી વાત છે.
અહા ! કહે છે-જ્ઞાનની નિર્મળ પર્યાય જાણે મત્ત થઈ ગઈ છે. ભાઈ ! જ્યાં આત્માની જ્ઞાનપર્યાયમાં પોતાનું શુદ્ધ ત્રિકાળી પરિપૂર્ણ સ્વરૂપ જણાયું તો તે પર્યાયમાં વિશ્વના જેટલા પદાર્થો છે તે બધાયનું જ્ઞાન પણ સમાઈ જાય છે. અહાહા..! નિર્મળ જ્ઞાનની પર્યાય જ્ઞાનરસની અતિશયતા વડે અને અને પરને પીને-જાણીને જાણે મત્ત થઈ ગઈ છે. એમ કે હવે શું જાણવાનું બાકી છે? ઝીણી વાત છે પ્રભુ ! આત્મા સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે; તેની જ્યાં અંતર્દષ્ટિ થઈ ત્યાં જ્ઞાનની પર્યાયમાં આખો ત્રિકાળી ભગવાન જ્ઞાનનો સૂર્ય પ્રભુ આત્મા જણાયો અને તે પર્યાયમાં જગતના સમસ્ત પદાર્થોનું જ્ઞાન પણ સમાઈ ગયું; જાણે કે તે પર્યાય સ્વ અને પાને-સમસ્ત પદાર્થોને જ્ઞાનમાં પી બેઠી ન હોય! અહાહાહા...! શ્રુતજ્ઞાનની પર્યાય પણ પોતાના સ્વપરપ્રકાશકપણાના સામર્થ્ય વડે સ્વ-પરને-સમસ્ત પદાર્થોને પીને-જાણીને જાણે મત્ત થઈ ગઈ છે. આવી વાત અજ્ઞાનીને બેસતી નથી. ન જ બેસે ને? કેમકે શુદ્ધ ચૈતન્યસ્વરૂપી ભગવાન આત્માનાં દષ્ટિ અને અનુભવ વિના પોતે જે કાંઈ આચરણ કરે છે તે ચારિત્ર છે એમ એને મનાવવું છે. પરંતુ ભાઈ ! એ કાંઈ તને લાભનું કારણ નથી.
પ્રશ્ન:- ચારિત્ર છે તે ધર્મ છે; આપ એકાન્ત કેમ કરો છો ?
સમાધાન - ચારિત્ર છે તે ધર્મ છે-એ તો યથાર્થ છે. પરંતુ તેનું મૂળ તો સમ્યગ્દર્શન છે. માટે વિના સમ્યગ્દર્શન ચારિત્ર-આચરણ આવ્યું ક્યાંથી? ભાઈ ! સમ્યગ્દર્શન વિનાનાં જેટલાં વ્રત, તપ વગેરે આચરણ છે તેને તો ભગવાને બાળવ્રત ને બાળતપ કહ્યાં છે. અને જ્ઞાનીને પણ જે રાગનું આચરણ છે તે ચારિત્ર કયાં છે? એને સ્વરૂપમાં જે રમણતા થાય એ ચારિત્ર છે. આવું લોકોને આકરું પડે એટલે ખળભળી ઊઠે છે. પણ શું થાય ?
અહીં તો કહે છે કે સમ્યજ્ઞાનની શ્રુતજ્ઞાનની પર્યાય હો તોપણ તેમાં સ્વસ્વરૂપ જે ત્રિકાળી પૂર્ણ છે તેનું જ્ઞાન થાય છે અને તેમાં જગતના જેટલા દ્રવ્ય-ગુણ-પર્યાય છે તે બધાનું પણ જ્ઞાન થાય છે, અર્થાત્ તે જ્ઞાન બધાને પી ગયું છે. પી ગયું છે એટલે? એટલે કે એ જ્ઞાનનું એવું સામર્થ્ય છે કે છે એનાથી અનેકગણું વિશ્વ હોય તો પણ તેને તે જાણી લે. અહો ! સમ્યજ્ઞાનનું કોઈ અચિંત્ય સામર્થ્ય છે! અહા ! જેને પોતાની સર્વજ્ઞશક્તિનું-પરમાત્મશક્તિનું અંતરમાં ભાન થયું તેની જ્ઞાન-પર્યાયનું અદભુત ચમત્કારી સામર્થ્ય છે કે તે જગતના સમસ્ત સ્વ-પર પદાર્થોને-દ્રવ્ય-ગુણ-પર્યાયને પી લે છે, જાણી લે છે. આવી વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #208
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨ ]
ચિન રત્નાકર ભાગ-૭ પ્રશ્ન- પણ લોકો આવી વાતથી રાડ પાડે છે ને?
ઉત્તરઃ- શું કરીએ ભાઈ ! તેઓ તો પોતાની (વર્તમાન) યોગ્યતા પ્રમાણે એમ કરે છે અને તેમને જે ભાસ્યું હોય તે કહે છે. પણ એથી કાંઈ તેમનો તિરસ્કાર ન હોય. તે પણ ભગવાન છે ને અંદર ? ૧૭-૧૮ ગાથામાં આવે છે ને કે જ્ઞાનની વર્તમાન જે વ્યક્ત અવસ્થા છે તે અવસ્થાનું સ્વરૂપ જ એવું છે કે તેમાં આખું દ્રવ્ય જ્ઞય તરીકે જણાય જ છે. અજ્ઞાનીની પર્યાયમાં પણ આખો જ્ઞાયક જણાય છે પણ તેની અંદર જ્ઞાયક ઉપર દષ્ટિ નથી, દષ્ટિ બહાર છે તેથી તે બીજો અધ્યવસાય કરે છે કે હું રાગ છું, અલ્પજ્ઞ છું, પર્યાયમય છું. હવે ત્યાં શું કરીએ? (દષ્ટિ બદલાતાં બધું સુલટી જશે )
અહીં કહે છે-અનંત દ્રવ્ય-ગુણ-પર્યાયોના સમૂહને જે પી ગઈ છે એવી “યર્ચ HI: છ–ચ્છા: સંવેવ્યા : ' જેની આ નિર્મળથી પણ નિર્મળ સંવેદન-વ્યક્તિઓ ‘ય સ્વયં કચ્છનન્તિ' આપોઆપ ઉછળે છે,...
શું કહ્યું? કે નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ આપોઆપ ઉછળે છે એટલે કે શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે સ્વયં પ્રગટ થાય છે. જાઓ, પરના આશ્રયે તો મલિનતાની પર્યાયો પ્રગટ થાય છે. ચાહે તો દેવ-ગુરુ-શાસ્ત્રના આશ્રયે (લક્ષ) પર્યાય થાય તો પણ તે મલિન જ છે કેમકે તેઓ પરદ્રવ્ય છે અને પરદ્રવ્યના આશ્રયે રાગ જ થાય છે. પરંતુ સ્વદ્રવ્યનો આશ્રય લેતાં નિર્મળથી પણ નિર્મળ એટલે અતિ અતિ નિર્મળ અર્થાત્ વધતીવધતી નિર્મળ પર્યાયો પ્રગટ થાય છે. આવી વાત બિચારો સાંભળવા નવરો કયારે થાય? ધંધો-વેપાર ને સ્ત્રી-પુત્ર-પરિવારને સાચવવાની પાપની મારી આડ એને નવરાશ કયાં મળે? હું કર્તા-હર્તા છું, ને આવો છું ને તેવો છું-એમ માન લેવા આડે નવરો થાય તો આ સાંભળે ને?
' અરે ! અજ્ઞાની અનંતકાળમાં આમ ને આમ મરી ગયો છે. અહા ! એણે જીવને મારી નાખ્યો છે! પોતે ચૈતન્યરત્નોનો સમુદ્ર હોવા છતાં પરથી પોતાની મોટપ બતાવવામાં એણે જીવતા જીવને મારી નાખ્યો છે, એટલે કે પર્યાયમાં તેનો (પોતાનો) ઈન્કાર કર્યો છે. બાકી વસ્તુ જે છેપણે છે તે કયાં જાય? શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે ને કે
સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષ લહો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે, કાં અહો! રાચી રહો ?”
-અમૂલ્ય તત્ત્વવિચાર. અહા! રાગ વડે અને પર ચીજ વડે હું મોટો-અધિક છું એમ માનનાર ક્ષણેક્ષણે જીવનું ભાવમરણ કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #209
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૯૩ અહીં કહે છે-પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માનો આશ્રય થતાં નિર્મળથી નિર્મળ જ્ઞાનપર્યાયો આપો આપ ઊછળે છે અર્થાત્ પ્રગટ થાય છે. નિર્મળથી નિર્મળ એટલે જ્ઞાન નિર્મળ-અતિનિર્મળ-એમ નિર્મળ નિર્મળ વધતું જ જાય છે. શાસ્ત્રજ્ઞાન કે ઉઘાડજ્ઞાન વધતું જાય છે એમ નહિ પણ આત્મજ્ઞાન (વીતરાગવિજ્ઞાન) વધતું જાય છે, દઢ થતું જાય છે એમ કહે છે.
આત્મજ્ઞાનનો અર્થ શું છે?
આત્મજ્ઞાન એટલે પર્યાયનું જ્ઞાન એમ નહિ, પરંતુ ત્રિકાળી દ્રવ્યનું જેમાં જ્ઞાન થાય તે આત્મજ્ઞાન છે. જોકે જ્ઞાન પોતે છે તો પર્યાય, પણ જ્ઞાન કોનું? કે ત્રિકાળી દ્રવ્યસ્વરૂપ આત્માનું.
અહાહાહા..! આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ છે, કે જેમાં અનંત આનંદ, અનંત જ્ઞાન, અનંત બળ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા, અનંત પ્રકાશ ને એવી એવી અનંત શક્તિઓ છે. તથા તે એક એક શક્તિ અનંત સ્વભાવે વિરાજે છે. ત્યાં કોઈ એક ગુણને બીજા ગુણની સહાય નથી. છતાં એક એક ગુણમાં બીજા અનંતા ગુણનું રૂપ છે.
એ શું કહ્યું?
કે જ્ઞાનગુણ છે તેમાં અસ્તિત્વગુણનું રૂપ છે. જે અસ્તિત્વગુણ છે તે જ્ઞાનગુણમાં નથી, પરંતુ જ્ઞાન છે”—એવું જે અસ્તિત્વ જ્ઞાનગુણમાં છે તે અસ્તિત્વ ગુણનું રૂપ છે. તેવી રીતે જ્ઞાનગુણમાં પ્રભુતા કે ઇશ્વર નામનો ગુણ નથી કેમકે તે તો બીજો ગુણ છે પરંતુ તે જ્ઞાનગુણમાં ઇશ્વર ગુણનું ને પ્રભુતા ગુણનું રૂપ છે, કેમકે જ્ઞાન ઇશ્વરસ્વરૂપ છે, પ્રભુસ્વરૂપ છે. અહાહા...! જેનો જે સ્વભાવ છે તેની તેમાં મર્યાદા શી હોય ? ' અરે ભાઈ ! તને ખબર નથી. ભગવાન આત્મા પોતે પરિપૂર્ણ પ્રભુ છે. તે એક એક ગુણે પરિપૂર્ણ છે. છતાં એક એક ગુણ ભિન્ન ભિન્ન છે. એક ગુણને બીજા ગુણની સહાય નથી. એક ગુણ બીજા ગુણને નિમિત્ત હો, પણ નિમિત્ત શું કરે ? તે ઉપાદાનમાં જતું નથી. અર્થાત્ એક ગુણ બીજા ગુણનું કાંઈ કરતો નથી છતાં દરેક ગુણનું રૂપ બીજા બધા ગુણમાં છે. જ્ઞાન “છે”—એમ જ્ઞાનનું અસ્તિત્વ પોતાથી છે, જ્ઞાનનું વસ્તુત્વ પોતાથી છે, જ્ઞાન પોતાથી કર્તા છે. આમ અસ્તિત્વ, વસ્તુત્વ, કર્તા ગુણ તો ભિન્ન ભિન્ન છે પણ જ્ઞાનમાં તેમનું રૂપ છે. આમ અનંત ગુણમાં પ્રત્યેકમાં અનંત ગુણનું રૂપ છે. અહો ! આવો અનંત ગુણસમુદ્ર પ્રભુ આત્મા છે. તેનું જેણે અંતર્મુખ થઈને જ્ઞાન કર્યું છે તે બધાને પી ગયો છે એમ કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #210
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અંતર્મુખ થતાં આત્માનું જ્ઞાન થાય છે કેમકે વસ્તુ-આત્મા અંતર્મુખ છે, બહારમાં નથી. બહારમાં તો પર્યાય ને રાગ છે. તેથી જ્ઞાનની પર્યાયને અંતરમાં વાળીને અનંતગુણના પિંડસ્વરૂપ સર્વજ્ઞસ્વભાવી આત્મામાં જે એકાગ્ર થાય છે તેને આત્મજ્ઞાન થાય છે.
જ્ઞાનગુણમાં સર્વજ્ઞસ્વભાવનું રૂપ છે. સર્વજ્ઞશક્તિ ભિન્ન છે, પણ જ્ઞાનગુણમાં સર્વજ્ઞશક્તિનું રૂપ છે. તેવી રીતે જ્ઞાનગુણમાં આનંદસ્વભાવનું રૂપ છે. આનંદ ગુણ જુદો છે, જ્ઞાનગુણમાં આનંદ ગુણ નથી, પણ અનંત આનંદસ્વભાવનું રૂપ જ્ઞાનગુણમાં છે. અહો ! આવો અદ્દભુત નિધિ ભગવાન. ચૈતન્યરત્નાકર આત્મા છે! અહાહા...જેમાં અનંત-અનંત ચૈતન્યગુણરત્નો ભર્યા છે એવા આત્માનું ભાન થતાં-જ્ઞાનની પર્યાયમાં ભગવાન આત્માનું જ્ઞાન થતાં જ્ઞાનની પર્યાય અને તે પર જાણે પી જતી-જાણી લેતી થકી આપોઆપ પ્રગટ થાય છે અર્થાત્ તે નિર્મળથી નિર્મળ પર્યાયની સ્વ-પરને જાણવાની શક્તિ સહજપણે ખીલી ગઈ હોય છે એમ કહે છે.
અહા! ભગવાન! તું કોણ છો તે (આચાર્ય) પરમેશ્વર તને ઓળખાવે છે. અહા ! જેણે હજુ પોતાના પરમેશ્વર-ભગવાન આત્માના આશ્રયે સમ્યગ્દર્શન અને આત્મજ્ઞાન પ્રગટ કર્યું જ નથી તેને રાગની મંદતાનાં આચરણ-વ્રત, તપ આદિ ભલે હો, પણ એ બધાં બાળવ્રત ને બાળતપ એટલે કે મૂર્ખાઈ ભર્યા વ્રત ને મૂર્ખાઈ ભર્યા તપ છે. ભાઈ ! તને ખોટું લાગે એવું છે પણ શું થાય? વસ્તુસ્થિતિ જ એવી છે ને! ભગવાને પણ એમ જ કહ્યું છે ને! ભાઈ ! ભગવાન આત્માનું-પર્યાયવાન વસ્તુનું પોતાની જ્ઞાનની પર્યાયમાં
જ્યાં સુધી જ્ઞાન-શ્રદ્ધાન ન થાય ત્યાં સુધી ગમે તેવું શાસ્ત્રજ્ઞાન હો કે જગતને સમજાવતાં આવડે તેવી બુદ્ધિ હો તોપણ તે જ્ઞાનને જ્ઞાન (આત્મજ્ઞાન) કહેતા જ નથી.
- આત્મામાં સર્વને જાણવાના સામર્થ્યવાળો સર્વજ્ઞ ગુણ છે. આ સર્વજ્ઞ ગુણનું રૂપ તેના અનંતા ગુણમાં વ્યાપેલું છે. અહા ! આવો અનંતગુણના સત્ત્વરૂપ જે ભગવાન આત્મા છે તે જ્ઞાયક છે. અહીં કહે છે જેને અંદર જ્ઞાનની પર્યાયમાં “હું આવો છું” એવું જ્ઞાન થયું છે તેની જ્ઞાનની પર્યાયમાં સ્વને ને પર-સર્વને, જાણે તે પી ગયો હોય તેમ, જાણવાનું સામર્થ્ય ખીલી ઊઠયું છે. આનું નામ આત્મજ્ઞાન અને આ ધર્મ.
ભાઈ ! તે તને કદી જોયો નથી; અંદર ચૈતન્યનું નિધાન પડ્યું છે ત્યાં તારી નજરું ગઈ નથી. બસ એકલા બાહ્ય આચરણમાં જ તું રોકાઈ રહ્યો છો. પણ એમાં તને કાંઈ લાભ નહિ થાય હોં. બાપુ! અનંતકાળથી તે ખોટ જ કરી છે. તને એ ક્રિયાકાંડના પ્રેમથી (પર્યાયમાં) નુકશાન જ ગયું છે. પણ ભાઈ ! તારે ખજાને (દ્રવ્યમાં) ખોટ નથી હોં; ખજાનો તો અનંતગુણના સત્ત્વથી ભરેલો ત્રિકાળ ભરચક છે; ત્યાં કાંઈ ખોટ નથી. તેમાં નજર કર, તું ન્યાલ થઈ જઈશ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #211
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૯૫ પ્રશ્ન- અમે આચરણ કરીએ છીએ તેને આપ ઉડાડી દો છો.
ઉત્તર:- ભાઈ ! આ તો વસ્તુના સ્વરૂપની વાત છે. આ કોઈ વ્યક્તિ માટે કયાં છે? વસ્તુદષ્ટિથી જોતાં ભાઈ ! તારાં એ આચરણ ખોટાં છે. (માટે તેને ઉડાડીએ છીએ એમ તને લાગે છે).
અહાહાહા..! કહે છે-“નિર્મળથી પણ નિર્મળ સંવેદનવ્યક્તિઓ ( જ્ઞાનપર્યાયો, અનુભવમાં આવતા જ્ઞાનના ભેદો) આપોઆપ ઉછળે છે.” એટલે કે સમુદ્રમાં જેમ ભરતી વખતે પાણીનાં મોજાં ઉછળી આવે છે તેમ ચૈતન્યસમુદ્રમાં, તેમાં અંતર્દષ્ટિ થાય છે ત્યારે, પર્યાયમાં નિર્મળથી નિર્મળ પર્યાયની ભરતી આવે છે. અર્થાત્ નિર્મળ નિર્મળ પર્યાયો આપોઆપ ઉછળે છે. ‘સ્વયમ્ કચ્છનન્તિ'—એમ કહ્યું છે ને? “સ્વય' કેમ કહ્યું? કેમકે તે પર ચીજો ( જ્ઞયો) છે માટે જ્ઞાનની પર્યાયો ઉછળે (થાય) છે એમ નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ ! પરને અને સ્વને જાણવાનું કાર્ય તે ચીજો છે માટે થયું છે એમ નથી; જ્ઞાનપર્યાયો તો પોતાના સામર્થ્યથી સહજ જ ઉછળે છે. આવો ભગવાન આત્મા નજરેય ન પડે અને કોઈ કહે મને ધર્મ થાય છે પણ એમ કેમ બને? સત્ય વાતની પ્રરૂપણા હતી નહિ એટલે લોકોને આ કઠણ પડે છે પણ ભાઈ ! આ તારા હિતની વાત છે. અનાદિનો મારગ જ આવો છે. અહા ! પરમાત્મા અત્યારે અહીં નથી પણ તેમની વાણી તો અત્યારે પણ મોજાદ છે. પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ રહસ્યપૂર્ણ ચિટ્ટીમાં લખ્યું છે કે-“વર્તમાન કાળમાં અધ્યાત્મ તત્ત્વ તો આત્મા છે.” અહા! ભગવાન કેવળી અત્યારે અહીં છે નહિ, પણ આ આત્મા જ અત્યારે અધ્યાત્મ છે.
કહે છે-નિર્મળથી નિર્મળ જ્ઞાનપર્યાયો “સ્વયે ઉચ્છન્નત્તિ' આપોઆપ ઉછળે છે. અહાહા..જ્ઞાનની પર્યાયો અને જાણે અને બધા દ્રવ્ય-ગુણ-પર્યાયોને પણ જાણે છે અને તે સ્વયં પ્રગટ થાય છે. એટલે કે બધું જગત છે માટે તેનું જ્ઞાન પ્રગટ થાય છે એમ નથી. જ્ઞાનની પર્યાય તો સ્વયં પોતાના સામર્થ્યથી સહજ જ ઉછળે છે.
ત્યારે કોઈ અજ્ઞાની કહે છે- મહાવિદેહક્ષેત્રમાં સીમંધર ભગવાન છે નહિ; એ તો કલ્પનાઓ વડે ઊભું કર્યું છે. અરરર! પ્રભુ! તું આ શું કહે છે? ભાઈ ! તને શું થયું છે?
ભાઈ ! મહાવિદેહક્ષેત્ર છે અને ત્યાં સાક્ષાત ભગવાન બિરાજે છે. ત્યાં તો વીસ તીર્થકરો વિધમાન છે અને લાખો કેવળીઓ પણ છે. શ્રી કુંદકુંદાચાર્યે સદેહે સાક્ષાત્ ભગવાનની જાત્રા કરી હતી અને આઠ દિ' ત્યાં રહ્યા હતા. આ વાત શાસ્ત્રોમાં પણ છે. પણ ભાઈ ! તારે શું કરવું છે? તારો ભગવાન જે પૂર્ણ જ્ઞાયકપણે છે તેને ઉડાડવો છે? શું કરવું છે પ્રભુ?
અહીં તો આ કહ્યું કે જેની નિર્મળથી નિર્મળ જ્ઞાનપર્યાયો આપોઆપ ઉછળે છે તે ‘સ: gs: ભાવાન મુતનિધિ: ચૈતન્યરત્નાવર:' આ ભગવાન અદ્દભુત નિધિવાળો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #212
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ચૈતન્યરત્નાકર છે. અહાહાહા...! જેમ માતા બાળકને ઘોડિયામાં ઉંઘાડવા માટે તેનાં વખાણ કરે છે કે- ભાઈ તો મારો ડાહ્યો...' ઇત્યાદિ તેમ આચાર્ય ભગવાન અહીં આત્માને જગાડવા માટે તેને ‘ભગવાન અદ્ભુતિનિધ ચૈતન્યરત્નાકર' કહીને પ્રશંસે છે. પ્રભુ! એ તો તારાં સ્વરૂપનાં ગીત સંતો તને સમજાવે છે.
શ્રી પરમાત્મ પ્રકાશમાં તથા સમયસારના બંધાધિકારમાં (ગાથા ૨૮૩ થી ૨૮૫ જયસેનાચાર્યની ટીકામાં) આવે છે કે
‘સહનશુદ્ધજ્ઞાનાનંવૈવસ્વમાવોö, -સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે તે હું છું, નિર્વિષો ં, ૩વાસીનોö, નિતંબનનિનશુદ્ધાત્મસમ્યશ્રદ્ધાનज्ञानानुष्ठानरूपनिश्चयरत्नत्रयात्मकनिर्विकल्पसमाधिसंजातवीतरागसहजानंदरूपसुखानुभूति मात्रलक्षणेन स्वसंवेदनज्ञानेन संवेद्यो શમ્ય: प्राप्यो भरितावस्थोऽहं । ' લ્યો, ‘મરિતાવસ્થો ં’ એટલે કે મારો નાથ જે પૂર્ણ શક્તિથી ભરેલો ભગવાન છે તે હું છું. તથા વીતરાગ સહજ આનંદ જેનું લક્ષણ એવા સ્વસંવેદનજ્ઞાનની પર્યાયથી જણાઉંવેદાઉં–પ્રાપ્ત થાઉં તેવો હું છું. વ્યવહારના વિકલ્પથી જણાઉં એવો હું નથી. અહાહાહા... ! જુઓ આ ચૈતન્યરત્નાકર પ્રભુ આત્માનું સ્વરૂપ! વળી કહે છે–હું સર્વ વિભાવથી રહિત એવો શૂન્ય છું-રાગ-દ્વેષ-મોહ-ોધ-માન-માયા-લોમ-પંચંદ્રિયવિષયવ્યાપાર
મનોવવનાયવ્યાપાર-ભાવળર્મ-દ્રવ્યર્મ-નોર્મ-ધ્યાતિ-પૂના-નામ-દદશ્રુતાનુભૂતभोगाकांक्षारूपनिदानमायामिथ्याशल्यत्रयादिसर्वविभावपरिणामरहितशून्योऽहं। जगत्त्रयेऽपि कालत्रयेऽपि मनोवचनकायैः कृतकारितानुमतैश्च शुद्धनिश्चयेन तथा सर्वे जीवाः इति નિરંતર ભાવના ર્તવ્યા। અહાહા...! ત્રણે લોકમાં અને ત્રણે કાળે, મન-વચન-કાયે બધા જીવો આવા છે એવી નિરંતર ભાવના કરવી એમ કહ્યું છું.
ભાઈ! તું કોણ છો ? તો કહે છે ભગવાન છો; ભગ નામ જ્ઞાન અને આનંદના સ્વભાવની લક્ષ્મીસ્વરૂપ છો. ભાઈ! જ્ઞાન અને આનંદ જ તારું સ્વરૂપ છે. વળી તું અદ્દભુતિનિધ છો. શું કહ્યું? ભગવાન આત્મા અદ્દભુતનિધિ છે. અહાહા...! જેમાં અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત શાંતિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા ઇત્યાદિ અનંત અનંત સ્વભાવો ભર્યાં છે એવો મહા આશ્ચર્યકારી ખજાનો ભગવાન આત્મા છે.
ભાઈ ! તને અબજોની નિધિ હોય તોપણ તે સંખ્યાત છે, તેની હદ છે; જ્યારે આ અદ્દભુત ચૈતન્યરત્નાકરની નિધિ બેહુદ-અપાર છે. આકાશના પ્રદેશોની સંખ્યા અનંત છે. તેના કરતાં પણ અનંતગુણા ગુણરત્નો ચૈતન્યરત્નાકરમાં ભર્યાં છે. સ્વયંભૂરમણસમુદ્રમાં રેતીની જગ્યાએ નીચે રત્નો ભર્યાં છે. તેમ આ સ્વયંભૂ ભગવાન આત્મામાં-જે સ્વયંથી રહેલો–થયેલો છે અને સ્વયંથી પ્રગટ થાય તેવો છે એવા સ્વયંભૂ ભગવાન આત્મામાંઅનંત ચૈતન્યનાં રત્નો ભર્યાં છે. અહો ! ૫૨મ આશ્ચર્યકારી સ્વરૂપ ભગવાન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #213
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૯૭ આત્માનું છે! માટે કહે છે–ભાઈ ! આ બધા બહારના જડના-ધૂળના ભપકાનાં આકર્ષણ છોડી દે અને આશ્ચર્યોનું નિધાન એવો ત્રણલોકનો નાથ ભગવાન આત્મા અંદર વિરાજી રહ્યો છે ત્યાં જા, તેમાં આકર્ષણ કરી તલ્લીન થા; તેથી અદ્દભુત આશ્ચર્યકારી આનંદ પ્રગટશે.
માણસને કરોડ બે કરોડ કે અબજ-બે અબજની સંપત્તિ થઈ જાય તો ઓહોહોહો...! એમ એને (આશ્ચર્ય) થઈ જાય છે. પણ ભાઈ ! એ તો બધી ધૂળની ધૂળ છે. અહીં કહે છે–અંદર ત્રણલોકનો નાથ ચૈતન્યરત્નાકર પ્રભુ અભુત-આશ્ચર્યકારી નિધિ છે. અહાહા. જેમાં આખું વિશ્વ જણાય એવી નિર્મળ નિર્મળ જ્ઞાનપર્યાયો જેને આપોઆપ ઉછળે છે એવો આ ભગવાન આત્મા અદ્ભુતનિધિ ચૈતન્યરત્નાકર છે. જે અંદર? ગજબ વાત છે ભાઈ! ભગવાન આત્મા જ્ઞાનનો, આનંદનો, શાંતિનો, વીતરાગતાનો ઇત્યાદિ અનંત અનંત ગુણરત્નોનો દરિયો છે દરિયો. જગતમાં તો પૈસાની ગણતરી હોય કે-કરોડ બે કરોડ આદિ. પણ આ તો અમાપ-અમાપ-અમાપ ગુણરત્નોનો પ્રભુ આત્મા દરિયો છે; મહા આશ્ચર્યકારી છે. જગતમાં એવું કોઈ તત્ત્વ નથી કે અનંતકાળમાં પણ તેની હાનિ કરી શકે. આવો આ ભગવાન ચૈતન્યરત્નાકર છે.
“સ: US: માવાન' એમ કહ્યું ને? મતલબ કે તે “આ' કહેતાં આ પ્રત્યક્ષ વેદનમાં આવે તેવો ભગવાન આત્મા અદભુતનિધિ છે. અહાહા...! જેનું પ્રત્યક્ષ વેદના થાય એવો ભગવાન આત્મા અદ્દભુત ચૈતન્યરત્નાકર છે એમ કહે છે. અરે ! આવા પોતાના ભગવાનનો મહિમા છોડીને આ ચામડે મઢેલા રૂપાળા દેખાતા શરીરનો મહિમા ! પૈસાનોધૂળનો જડનો મહિમા ! પુત્રાદિ પરનો મહિમા ! પ્રભુ! પ્રભુ! શું થયું તને આ કે અંદર જ્ઞાનાનંદનો આશ્ચર્યકારિ દરિયો ડોલી રહ્યો છે તેને છોડી તને બહારમાં મહિમા આવે છે? ભાઈ! વિશ્વાસ કર કે-હું પ્રત્યક્ષ વેદનમાં આવે એવો ભગવાન અદ્ભુતનિધિ ચૈતન્યરત્નાકર છું. અહીંહા..! ભાષા તો જુઓ ! કે “અભુતનિધિ” એટલે કે મહીં વિસ્મયકારી નિધિ પ્રભુ આત્મા છે.
પ્રભુ! આવો ચૈતન્યનો દરિયો તને નજરે પણ પડે નહિ? જોવામાં ન આવે ? તેની સામું તું જુએ પણ નહિ? આમ બીજાની સામે જોયા કરે છે તો શું છે પ્રભુ! તને આ? સ્ત્રી રૂપાળી હોય તો તેની સામું જોયા કરે છે અને બે-પાંચ લાખના પૈસા-ધૂળ હોય તો જોઈને રાજી રાજી થઈ જાય છે તો શું થયું છે પ્રભુ! તને? આવું રાંકપણું તને કયાંથી પ્રગટયું પ્રભુ? અને આવી ઘેલછા !! પ્રભુ! તું જો તો ખરો તું અદ્ભુત નિધિ છો, ભગવાન છો, ચૈતન્યરત્નાકર છો. અહાહાહા..! અંદર જતાં વેંત જ તને અનુપમ આનંદનું પ્રત્યક્ષ વેદન થશે. અહા ! આવો ભગવાન ચૈતન્યરત્નાકર આત્મા છે.
હવે કહે છે-આવો ભગવાન ચૈતન્યરત્નાકર “મિન્નરસ: ' જ્ઞાનપર્યાયોરૂપી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #214
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો, ‘: પિ મને વમવન' એક હોવા છતાં અનેક થતો ‘હતિifમ:' જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડ “વાતિ' દોલાયમાન થાય છેઉછળે છે.
‘મિન૨૨ :' એટલે કે આત્મા જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન છે એવો છે. અર્થાત્ આત્માના જ્ઞાનની પર્યાયો અનેકરૂપે પરિણમે છે છતાં તે (આત્મા) અભિન્ન છે; સ્વભાવમાં એકત્વ છે તેમાં ખંડ પડતો નથી.
હવે કોઈને થાય કે આવું વ્યાખ્યાન?
ભાઈ ! જો તારે કલ્યાણ કરવું હોય તો આ સમજવું પડશે અને આ કરવું પડશે. અહાહા..! કહે છે-કલ્યાણનો સાગર પ્રભુ તું છો ને? તેમાંથી કણ કાઢ તો તારું કલ્યાણ થઈ જશે. અશીમાંથી અંશ કાઢે તો તે અંશમાં પ્રભુ! તું ન્યાલ થઈ જઈશ, તને આનંદ થશે, સંતોષ થશે અને તું તૃત-તૃમ-તૃત થઈ જઈશ. જાણે સિદ્ધપદ પ્રાપ્ત ન થયું હોય એવી તૃપ્તિ થશે. તારી અંદર સ્વરૂપમાં દષ્ટિ પડતાં ચૈતન્યરત્નાકર ભગવાન આત્મા નિર્મળથી પણ નિર્મળ પર્યાયે ઉછળશે અને છતાં તે અભિન્ન રહેશે; તેમાં ખંડ ખંડ નહિ પડ એમ કહે છે.
વળી આત્મા સ્વરૂપે-શક્તિએ-ગુણે એકરૂપ હોવા છતાં ‘નેવીમવન' પર્યાયમાં નિર્મળતાની અનેતાએ પરિણમે છે અને તે એનું સ્વરૂપ જ છે. જ્ઞાનપર્યાયોરૂપી તરંગો સાથે જેનો રસ અભિન્ન એકમેક છે એવો ચૈતન્યરત્નાકર પ્રભુ આત્મા એક હોવા છતાં અનેક નિર્મળથી નિર્મળ પર્યાયોરૂપે થાય છે, અને ઉદભવતા જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે ‘વત્રાતિ' ડોલાયમાન થાય છે. શું કહ્યું? કે જેમ સમુદ્ર તરંગોથી ડોલાયમાન થાય છે તેમ
સ્વના આશ્રયે ઉદ્ભવતી નિર્મળથી નિર્મળ પર્યાયો વડે આત્મા પણ ડોલાયમાન થાય છે. (આનંદની ભરતીથી ડોલી ઊઠે છે).
હવે આવી વાતો ?
ભાઈ ! તને તારા ભગવાનની અહીં ઓળખાણ કરાવે છે કે ભગવાન! તું આવો છો. અહાહાહા...નાથ ! તું ત્રણલોકના નાથ-ભગવાનની હોડમાં બેસી શકે એવી તારી નાત છે હોં. આનંદઘનજી કહે છે ને કે
“બીજો મન મંદિર આણું નહિ, એ અમ કુલવટ રીત જિનેશ્વર....
પ્રભુ! તારી કુળની રીતના અમે છીએ હોં. અહાહા...! સર્વજ્ઞ પરમેશ્વરની નાતના અને જાતના અમે છીએ.'
અરે ! પણ આવું એને કેમ બેસે? પણ ભાઈ ! સ્વરૂપના અનુભવ વિના તારાં સર્વ આચરણ એકડા વિનાનાં મીંડાં છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #215
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૧૯૯ આપ તો જ્ઞાન-શ્રદ્ધાનની વાત કરો છો પણ અમારાં જે આચરણ છે તેની તો કાંઈ કિંમત કરતા જ નથી?
જ્યાં મારગ જ આવો છે ત્યાં બીજું શું થાય ભાઈ? આ તો જેનો સંસારનો અંત નજીક આવ્યો છે તેને જ વાત બેસશે. તને ન બેસે તો શું થાય ? વસ્તુનો તો કાંઈ વાંક નથી; અજ્ઞાનનો જ વાંક છે. વસ્તુ તો જેમ છે તેમ છે.
અહીં કહે છે-“હનિવામ:' એટલે કે જ્ઞાનપર્યાયોરૂપી તરંગો વડે આત્મા ડોલાયમાન થાય છે. જેમ સમુદ્ર ભરતીની છોળો મારતો ઉછળે છે તેમ ભગવાન આત્મા ચૈતન્યરત્નાકર પ્રભુ જ્ઞાનપર્યાયોરૂપી તરંગોની છોળો મારતો ઉછળે છે. અહા! અનંતગુણથી ભરેલો ભગવાન આત્મા અંદરમાં અંતરએકાગ્રતાનું દબાણ થતાં, જેમ ફુવારો ફાટીને ઉડ છે તેમ, અનંત પર્યાયોથી ઉછળે છે. જે અંદર? કે “ડોલાયમાન થાય છે-ઉછળે છે.” અહાહા..! એક એક કળશ તો જુઓ! ભગવાન! આ તારાં ગાણાં ગાય છે હોં. તું જેવો છો તેવાં તારાં ગાણા ગાય છે ભાઈ ! તને તારી મોટપ બતાવવા-મોટપ તરફ નજર કરાવવા-તારી મોટપ ગાઈ બતાવે છે. આવી વાત છે.
* કળશ ૧૪૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેમ ઘણાં રત્નોવાળો સમુદ્ર એક જળથી જ ભરેલો છે અને તેમાં નાના મોટા અનેક તરંગો ઉછળે છે તે એક જળરૂપ જ છે.”
શું કહ્યું? કે જે તરંગો ઊઠે છે તે બધા એક જળરૂપ-પાણીરૂપ જ છે. તેમ ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ ભરેલો છે.”
જુઓ, આકાશના પ્રદેશોનો અંત નથી. આકાશનો અંત કયાં આવે? (ક્યાંય ન આવે.) બસ એમ ને એમ ચાલ્યું જ જાય છે. આકાશ... આકાશ... આકાશ. તે કયાં થઈ રહે? જો થઈ રહે તો તેના પછી શું? ઓહોહોહો....! દશે દિશામાં આકાશ અનંત-અનંતઅનંત ચાલ્યું જાય છે.
આ લોકના અસંખ્ય જોજનમાં તો આકાશ છે અને તે પછી પણ (અલોકમાં) આકાશ છે. તે ક્યાં આગળ થઈ રહે? કયાં પુરું થાય? જો થઈ રહે તો તે કેવી રીતે રહે? ભાઈ ! તે અનંત છે ને અનંતપણે રહે છે, અંત ન આવે એવું થઈને રહે છે. હવે આવું અમાપ-અનંત ક્ષેત્ર બેસવું કઠણ પડ એને ક્ષેત્રનો ક્ષેત્રજ્ઞ' કેમ બેસે? ( ન બેસે).
અહાહા....! તારા આત્મદ્રવ્યનો મહિમા શું કહેવો? જેમ આકાશના અનંત પ્રદેશ છે તેનાથી અનંતગણ ગુણરત્નોથી ભરેલો આત્મા જ્ઞાનસમુદ્ર છે. તે એક જ્ઞાનજળથી જ ભરેલો છે. અહાહા...! તેની નિર્મળથી નિર્મળ ઉદ્દભવતી પર્યાયનો પણ શું મહિમા કહેવો?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #216
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ગંભીર વાત છે પ્રભુ! જેમ આકાશ અંત વિનાનું ગંભીર છે તેમ આત્માની જ્ઞાનપર્યાય પણ ગંભીર છે અને અનંતને જાણનારી ભાવમાં અનંત છે; શ્રુતજ્ઞાનની પર્યાય પણ હોં.
અહીં કહે છે–‘ઘણા ગુણોનો ભંડાર આ જ્ઞાનસમુદ્ર આત્મા એક જ્ઞાનજળથી જ
ભરેલો છે અને કર્મના નિમિત્તથી જ્ઞાનના અનેક ભેદો-વ્યક્તિઓ આપોઆપ પ્રગટ થાય છે તે વ્યક્તિઓ એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે ન અનુભવવી.' નિમિત્તનો અભાવ થતાં અને સ્વભાવની પ્રગટતા થતાં જે અનેક દશાઓ ઉત્પન્ન થાય છે તે એક જ્ઞાનરૂપ જ જાણવી, ખંડખંડરૂપે-ભેદરૂપ ન અનુભવવી. અહા! નિશ્ચય સમ્યગ્દર્શન અને જ્ઞાનની પર્યાયો જે એક પછી એક થાય છે તેને ખંડખંડરૂપે ન અનુભવવી, પણ અભેદ જ્ઞાનરૂપ જ અનુભવવી. આવી વાત છે.
*
હવે વળી વિશેષ કહે છે:
*
'
*
* કળશ ૧૪૨ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
અહાહાહા...! કહે છે-કોઈ જીવો તો ‘વુરતê:' અતિ દુષ્કર (મહા દુઃખે કરી
k
શકાય એવાં ) અને મોક્ષ-ઉન્મુā: ' મોક્ષથી પરાન્મુખ એવાં ‘ર્મમિ:' કર્મો વડે
'સ્વયમેવ ' સ્વયમેવ ( અર્થાત્ જિન-આજ્ઞા વિના) ‘વિજ્ઞશ્યન્તાં' ક્લેશ પામે તો પામો’
જુઓ, આ અન્યમતી મિથ્યાદષ્ટિની વાત છે. કહે છે-જે વ્યવહા૨ ભગવાન જિનેશ્વરદેવની આજ્ઞાથી બહાર છે એવાં તપ, ઉપવાસ આદિ કર્મો વડે કોઈ અજ્ઞાની કલેશ પામે તો પામો. મતલબ કે તે જે કાંઈ પણ કરે છે તે મિથ્યાદષ્ટિપણે કરે છે અને તે વડે માત્ર કલેશને-દુ:ખને જ પામે છે.
વળી કહે છે-‘વ' અને ‘રે’ બીજા કોઈ જીવો ‘ મહાવ્રત-તપ:- મારે’ (મોક્ષની સંમુખ અર્થાત્ કચિત્ જિન-આજ્ઞામાં કહેલાં ) મહાવ્રત અને તપના ભારથી ‘વિરમ્' ઘણા વખત સુધી ‘મન્ના:' ભગ્ન થયા થકા (-તૂટી મરતા થકા ) ‘વિનશ્યન્તાં’ લેશ પામે તો પામો;...
જુઓ, આ મિથ્યાદષ્ટિ જૈનની (જૈનાભાસીની) વાત કરી છે. પહેલાં મિથ્યાદષ્ટિ અજૈનની–અન્યમતીની વાત કરી અને આ ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવની આજ્ઞા પ્રમાણે મહાવ્રત આદિ પાળે છે એવા જૈનાભાસીની વાત કરે છે. કહે છે–તેઓ મહાવ્રત, સમિતિ, ગુપ્તિ, તપ ઇત્યાદિ ચિરકાળ સુધી પાળીને કલેશ પામે તો પામો. શું કહ્યું આ? મહાવ્રત, તપ, સમિતિ, ગુપ્તિ ઇત્યાદિ પાળવાનો જે રાગ છે તે કલેશ છે. છે અંદર ?
જુઓ, આ શું કહે છે અહીં ? કે જિનાજ્ઞામાં કહેલાં મહાવ્રત અને તપ-એના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #217
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૨૦૧ ભારથી ચિરકાળ સુધી કલેશ પામે તો પામો. એટલે શું? એટલે કે-પરની (છકાયની) દયા પાળવી, સત્ય બોલવું, શરીરથી બ્રહ્મચર્ય રાખવું, બાહ્ય (વસ્ત્રાદિનો) ત્યાગ કરવો. ઉપવાસાદિ તપ કરવું-ઇત્યાદિ જે પાળે છે તે કલેશને પામે છે એમ કહે છે. ભારે વાત છે ભાઈ ! પણ જાઓને! આ શાસ્ત્ર પોકાર કરીને કહે છે ને! ભાઈ ! એ રાગનું આચરણ સદાચરણ નથી પણ અસદાચરણ છે. સદાચરણ તો સત્ સ્વરૂપ એવા સચ્ચિદાનંદમય ભગવાન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન અને એમાં લીનતા રમણતા કરવી તે છે. બસ, આમ છે છતાં અજ્ઞાની પોતે જે શુભાચરણ કરે છે તેને ધર્મ માને છે! છે વિપરીતતા ! ભાઈ ! અહીં તો એમ કહેવું છે કે જેને સ્વરૂપાચરણ પ્રગટયું છે એવો સમ્યગ્દષ્ટિ મોક્ષમાર્ગમાં છે જ્યારે જિનાજ્ઞા પ્રમાણે પંચ મહાવ્રત આદિ પાળનારો મિથ્યાષ્ટિ બંધમાર્ગમાં-સંસારમાર્ગમાં છે, દુઃખના-કલેશના પંથે છે.
અહાહાહા...! ભાષા તો જુઓ! કહે છે-“મહાવ્રત અને તપના ભારથી...” મતલબ કે મહાવ્રત ને તપ ભાર છે, બોજો છે; કેમકે એ બધો રાગ છે ને! રાગ છે માટે કલેશ છે અને કલેશ છે તે બોજો છે. તેમાં સહજાનંદસ્વરૂપ પ્રભુ આત્માના આનંદની પરિણતિ કયાં છે? માટે તે બોજો છે, ભાર છે. અહાહાહા...! અહિંસાદિ વ્રતના પરિણામ, સમિતિ, ગતિ, એકવાર ભોજન કરવું, નગ્ન રહેવું ઇત્યાદિ બધો વ્યવહાર છે તે રાગ છે, ભાર છે, બોજો છે.
કહે છે-કોઈ જીવો મહાવ્રત અને તપના ભારથી ઘણા વખત સુખી ભગ્ન થયા થકા-તૂટી મરતા થકા કલેશ પામે તો પામો. લ્યો, “ઘણા વખત સુધી –એટલે કે કરોડો વર્ષો સુધી, અબજો વર્ષો સુધી. જુઓ, કોઈ આઠ વર્ષે દીક્ષા લે અને કરોડો પૂર્વનું આયુષ્ય હોય ને ત્યાં સુધી મહાવ્રત ને તપ કરી કરીને તૂટી મરે તોય તેને કલેશ છે, ધર્મ નથીએમ કહે છે. કેમ? કેમકે તે જિનાજ્ઞા પ્રમાણે વ્યવહાર તો પાળે છે પણ તેને અંતર્દષ્ટિ નથી, આત્મદષ્ટિ નથી.
તો અમે આ (વ્રતાદિ શુભાચરણ) કરીએ છીએ તે શું ધર્મ નથી?
ભાઈ ! તમે ગમે તે કરો તમારા પરિણામની જવાબદારી તમારે શિર છે. અહીં તો પ્રભુ! વસ્તુ જેમ છે તેમ કહેવામાં આવે છે. (વસ્તુ સાથે તમારા પરિણામ મેળવવાનું કામ તમારું પોતાનું છે). ભાઈ ! આ કોઈ વ્યક્તિની વાત નથી, આ તો સિદ્ધાંતની વાત છે.
અહીં તો આ સિદ્ધ કરે છે કે વીતરાગની આજ્ઞા બહારના અજ્ઞાનીઓ ભલે પંચાગ્નિ તપ તપે, અણીવાળા લોઢાના સળિયા પર સૂવે અને બાર બાર વર્ષ સુધી ઊભા રહે ઇત્યાદિ અનેક આજ્ઞા બહારની ક્રિયા કરે તો પણ તેઓ કલેશને જ પામે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #218
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તેઓ કલેશ કરો તો કરો, આત્માના જ્ઞાન વિના તેમને ધર્મ નથી. ધર્મ તો અંતર્દષ્ટિપૂર્વક અંતર-રમણતા થાય તે છે, અને તે આનંદરૂપ છે.
વળી કોઈ બીજા જિનાજ્ઞામાં કહેલા મહાવ્રત, તપ આદિ બાહ્ય ક્રિયાકાંડ ચિરકાળ સુધી કરી કરીને તૂટી મરે તોપણ તેઓ કલેશને જ પામે છે. તેઓ કલેશ કરે તો કરો, અંતર્દષ્ટિ અને સ્વસંવેદનજ્ઞાન થયા વિના તેમને પણ ધર્મની પ્રાપ્તિ થતી નથી. ભાઈ ! સમ્યગ્દર્શન વિના અજ્ઞાની જે કાંઈ કરે છે તે કલેશ જ છે અને તેનું ફળ ચતુર્ગતિરૂપ સંસાર છે. હવે આવી વાત એને આકરી લાગે છે. પણ ભાઈ ! શું થાય? આ તારા હિતની વાત છે બાપા!
અન્યમતી હો કે જૈનમતી (જૈનાભાસી) હો; આત્માના સમ્યગ્દર્શન વિનાઅહાહાહા..! અંદર નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા વિરાજે છે તેની પ્રતીતિ ને ભાન વિના તેઓ જે કાંઈ આચરણ (વ્રતાદિ) કરે તે કલેશ છે, ધર્મ નથી. આ વાત શ્રી અમૃતચંદ્રાચાર્ય મોટેથી પોકારીને ખુલ્લી-પ્રગટ કરી છે. આ કાંઈ બાંધીને (ગુપ્ત) રાખી નથી. કહે છે-જેણે આનંદના નાથને જાણ્યો નથી, તેને મોહનિદ્રામાંથી જગાડ્યો નથી તે ગમે તેવા અને ગમે તેટલા પ્રતાદિ-ક્રિયાકાંડના આડંબર કરે તો પણ તેનો મોક્ષ થતો નથી.
હવે કહે છે-“સાક્ષાત મોક્ષ:' જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, “નિરામયપ' નિરામય (રોગાદિ સમસ્ત કલેશ વિનાનું) પદ છે અને ‘સ્વયં સંવેદ્યમાન' સ્વયં સંવેદ્યમાન છે એવું ‘રૂવં જ્ઞાન' આ જ્ઞાન તો ‘જ્ઞાન | વિના' જ્ઞાનગુણ વિના “થન્ પિ' કોઈ પણ રીતે પ્રાપ્ત ન હિ ક્ષમત્તે' તેઓ પ્રાપ્ત કરી શકતા જ નથી.
અહાહા...! આ જે સાક્ષાત્ મોક્ષસ્વરૂપ છે, સમસ્ત રાગના રોગથી રહિત એવું નિરામય છે અને જે પોતાને પોતાથી વેદનમાં આવે તેવું છે એવું આ જ્ઞાન, જ્ઞાનગુણ વિના, પ્રત્યક્ષ સ્વસંવેદનશાન વિના બીજી કોઈપણ રીતે પ્રાપ્ત થઈ શકતું નથી. અહાહા...! પરમ વીતરાગી જે મોક્ષદશા છે તેને જ્ઞાનગુણ વિના, મહાવ્રતાદિ કલેશના કરનારા અજ્ઞાનીઓ બીજી કોઈ રીતે પ્રાપ્ત કરી શકતા નથી. જુઓ, આ લખાણ આચાર્યદેવના છે. કે કોઈ બીજાના (સોનગઢના) છે? ભાઈ ! તને માઠું લાગે તો માફ કરજે; ક્ષમા કરજે; પણ આ સત્ય છે.
એ તો ત્યાં “પદ્મનંદી પંચવિંશતિ' માં બ્રહ્મચર્યની વ્યાખ્યા કરી છે એમાં કહ્યું છેશું? કે બ્રહ્મ નામ નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા તેમાં ચરવું, રમવું ને ઠરવું તે બ્રહ્મચર્ય છે. આવી ઘણી બધી વ્યાખ્યા કરીને પછી દિગંબર સંત અતીન્દ્રિય આનંદના અનુભવનારા શ્રી પાનંદી સ્વામી કહે છે-હે યુવાનો! તમને વિષયના રસમાં મજા હોય અને અમારી વાણી તમને ઠીક ન લાગતી હોય તો માફ કરજો; અમે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #219
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
[ ૨૦૩ મુનિ છીએ. (મતલબ કે અમારી પાસે આ સિવાય બીજી શી વાત કરવાની હોય?) પ્રભુ! અમે તો તમને બ્રહ્મચર્યની એટલે આત્મરમણતાની વાત કરીએ છીએ. પણ યુવાનીના મદમાં-શરીર ફાટુફાટુ થતું હોય એના મદમાં-, અને વિષયના રસના ઘેનમાં – આ શું વાત કરે છે? –એમ તને અમારી વાત ન રુચતી હોય તો ક્ષમા કરજે ભાઈ ક્ષમા કરજે બાપા! અમે તો વનવાસી મુનિ છીએ. અહા ! વનવાસી દિગંબર સંત આમ કહે છે! તેમ મારગ તો આ જ છે બાપા! તને ન ગોઠે તો ક્ષમા કરજે ભાઈ ! પણ “એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ.' અહીં કહે છે-જ્ઞાન એટલે જ્ઞાનાનંદસ્વરૂપી ભગવાન આત્મા જ્ઞાનગુણ વિના બીજી કોઈ પણ રીતે અજ્ઞાનીઓ પ્રાપ્ત કરી શકતા નથી. આવી વાત છે.
* કળશ ૧૪૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે; '..
શું કહ્યું? આત્મા જે સર્વજ્ઞસ્વભાવી છે તેનું જે જ્ઞાન છે તે (જ્ઞાન) સાક્ષાત્ મોક્ષ છે. અહીં એમ કહેવું છે કે અશુભ ટાળવા માટે જે આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિનો વ્યવહાર છે તે હોય છે ખરો, પણ તે મોક્ષનું કારણ નથી. જ્ઞાનની એકાગ્રતાની દશા થવા છતાં, પૂર્ણદશા ન હોય ત્યારે વચમાં વ્યવહારનો રાગ આવે છે ખરો પણ તે કાંઈ મોક્ષનું કારણ નથી. મોક્ષનું કારણ તો એક જ્ઞાનની એકાગ્રતા જ છે. જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનું જે જ્ઞાન છે અર્થાત્ જ્ઞાનનું જે જ્ઞાન છે તે જ્ઞાનની એકાગ્રતા છે અને તે એકાગ્રતા મોક્ષનું કારણ છે. આવી વાત છે. આ નિર્જરા અધિકાર છે ને!
જ્ઞાનસ્વભાવી આત્માની સન્મુખ થતાં જે જ્ઞાન થાય છે–જ્ઞાનની પર્યાય થાય છે તે વીતરાગી પર્યાય છે. અહા ! તે વીતરાગી પર્યાય વડે આત્માને કેવળજ્ઞાન થાય છે. તેથી કહ્યું કે-“જ્ઞાન છે તે સાક્ષાત્ મોક્ષ છે.” એક રીતે કહીએ તો જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા મોક્ષસ્વરૂપ જ છે અને તેમાં જ્ઞાનની જે પર્યાય એકાગ્ર થાય છે તે પણ મોક્ષસ્વરૂપ છે.
એ જ કહે છે કે તે (મોક્ષ) જ્ઞાનથી જ મળે છે.”
અહાહા..! આત્મા જ્ઞાન અને આનંદની લક્ષ્મીથી ભરેલો ભગવાન છે. અર્થાત્ જ્ઞાન ને આનંદ આત્માની સ્વરૂપસંપદા છે. તે સ્વરૂપ સંપદાના સન્મુખની એકાગ્રતાથી - જ્ઞાનના પરિણમનથી-સ્વભાવના પરિણમનથી મોક્ષ મળે છે. જુઓ, છે? કે “તે (મોક્ષ) જ્ઞાનથી જ મળે છે?' ભાષા જાઓ તો ખરા ! “જ” નાખ્યો છે.
પ્રશ્ન:- આ તો એકાન્ત થઈ ગયું; વ્યવહાર કરતાં કરતાં અને વ્રત-તપ કરતાં કરતાં પણ મોક્ષ થાય એમ ન આવ્યું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #220
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સમાધાન - ભાઈ આ સમ્યફ એકાન્ત છે. એનો અર્થ જ એ છે કે જ્ઞાનસન્મુખની એકાગ્રતાથી-જ્ઞાનના પરિણમનથી મોક્ષ થાય છે પણ બીજી કોઈ રીતે થતો નથી. વ્યવહાર કરતાં કરતાં-રાગ કરતાં કરતાં વીતરાગતાસ્વરૂપ મોક્ષ કેમ થાય? (કદીય ન થાય). જ્ઞાનના પરિણમનમાં જ્ઞાનની પ્રતીતિ, જ્ઞાનનું જ્ઞાન અને જ્ઞાનમાં રમણતા-એમ ત્રણે આવી ગયાં. રાગની ક્રિયા તો એનાથી ભિન્ન રહી ગઈ. સમજાણું કાંઈ....?
વ્યવહાર-રાગ મોક્ષનું કારણ નથી એમ નિષેધ કર્યો ત્યાં એમ નથી કે વ્યવહાર છે જ નહિ, હોતો જ નથી. વ્યવહાર કર્તા નથી અર્થાત્ વ્યવહારથી નિશ્ચય પ્રગટે છે એમ નથી. છતાં સમ્યગ્દષ્ટિને જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા ન થાય ત્યાં સુધી વ્યવહાર હોય છે, આવે છે; પણ તે મોક્ષનું કારણ નથી. ( ઉપચાર કરીને કહેવામાં આવે એ જુદી વાત છે ). આ વાત વ્યવહારના પક્ષવાળાને આકરી પડે છે, ખટકે છે. તેને એમ થાય છે કે વ્રતતપનું આચરણ બધું ક્યાં ગયું? એનો જ અહીં ખુલાસો કરે છે
કે “અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની (મોક્ષની) પ્રાપ્તિ થતી નથી.” જુઓ, આ અસ્તિ-નાસ્તિ કર્યું; આ અનેકાન્ત કર્યું કે “તે જ્ઞાનથી જ મળે છે, અન્ય કોઈ ક્રિયાકાંડથી તેની પ્રાપ્તિ થતી નથી.' અજ્ઞાની અનેકાન્ત એમ કરવા માગે છે કે-નિશ્ચયથી પણ મુક્તિ થાય છે અને વ્યવહારથી પણ મુક્તિ થાય છે. પણ ભાઈ ! આવું અનેકાન્ત નથી; આ તો ફુદડીવાદ છે.
અનેકાન્ત તો એ છે કે-વસ્તુ જે ચિદાનંદઘનસ્વભાવ છે તેની એકાગ્રતા તે જ મોક્ષનું કારણ છે પણ અન્ય ક્રિયાકાંડ મોક્ષનું કારણ નથી. વ્રત, તપ, ભગવાનની ભક્તિ, જાત્રા ઇત્યાદિ ક્રિયાકાંડથી કોઈ દિ' નિર્જરા થતી નથી અર્થાત્ મોક્ષ થતો નથી. આવી ચોખ્ખી વાત છે.
[ પ્રવચન નં. ર૭૮ થી ૨૮૦ * દિનાંક ૩૧-૧૨-૭૬ થી ૨-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #221
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૫ णाणगुणेण विहीणा एवं तु पदं बहू वि ण लहंते। तं गिण्ह णियदमेदं जदि इच्छसि कम्मपरिमोक्खं ।। २०५।।
ज्ञानगुणेन विहीना एतत्तु पदं बहवोऽपि न लभन्ते। तद् गृहाण नियतमेतद् यदीच्छसि कर्मपरिमोक्षम्।। २०५।।
(ફુતવિન્વિત) पदमिदं ननु कर्मदुरासदं सहजबोधकलासुलभं किल। तत इदं निजबोधकलाबलात्
कलयितुं यततां सततं जगत्।। १४३।। હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છે:
બહુ લોક જ્ઞાનગુણે રહિત આ પદ નહીં પામી શકે;
રે! ગ્રહણ કર તું નિયત આ, જો કર્મમોક્ષેચ્છા તને. ૨૦૫. ગાથાર્થઃ- [ જ્ઞાન-પુણેન વિઠ્ઠીના: ] જ્ઞાનગુણથી રહિત [ વદવ: ]િ ઘણા લોકો (ઘણા પ્રકારનાં કર્મ કરવા છતાં ) [તત્ પર્વ તુ] આ જ્ઞાનસ્વરૂપ પદને [ નમન્ત] પામતા નથી; [ ત૬] માટે હે ભવ્ય ! [યરિ] જો તું [ર્મપરિમોક્ષમૂ] કર્મથી સર્વથા મુક્ત થવા [ રૂછસિ] ઇચ્છતા હો તો [ નિયતમ્ તત્] નિયત એવા આને (જ્ઞાનને) [મૃાળ ] ગ્રહણ કર.
ટીકા- કર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી; જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ (ઘણા પ્રકારના) કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી; માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે.
ભાવાર્થ- જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ; માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:શ્લોકાર્થ:-[ફર્વ પવન્] આ (જ્ઞાનસ્વરૂપ) પદ [ નનુ વર્મયુર સર્વ ] કર્મથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #222
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૬ ].
થન રત્નાકર ભાગ-૭ ખરેખર દુરાસદ છે અને [ સન–વો–છના–સુનમ નિ] સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે; [ તત:] માટે [ નિન–વોઈ–વના–વતી] નિજજ્ઞાનની કળાના બળથી [ફ વસયિતું] આ પદને અભ્યાસવાને [ નમંત્િ સતત યતતાં] જગત સતત પ્રયત્ન કરો.
ભાવાર્થ- સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્યદેવે ઉપદેશ કર્યો છે. જ્ઞાનની “કળા” કહેવાથી એમ સૂચન થાય છે કે
જ્યાં સુધી પૂર્ણ કળા (કેવળજ્ઞાન) પ્રગટ ન થાય ત્યાં સુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ – મતિજ્ઞાનાદિરૂપ છે; જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાત પૂર્ણ કળા પ્રગટે છે. ૧૪૩.
સમયસાર ગાથા ૨૦૫ : મથાળું હવે આ જ ઉપદેશ ગાથામાં કરે છે:
* ગાથા ૨૦૫ : ટીકા ઉપરનું પ્રવચન * કર્મમાં (કર્મકાંડમાં) જ્ઞાનનું પ્રકાશવું નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.
જુઓ, કર્મ શબ્દ પડ્યો છે ને? કર્મ એટલે જડ પુલકર્મની અહીં વાત નથી પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ જે ક્રિયાકાંડ છે તે કર્મ છે એમ અહીં લેવું છે. કહે છે-કર્મમાં જ્ઞાનનું પ્રકાશવું નથી. સઘળાય શુભભાવરૂપ કર્મમાં આત્મા પ્રકાશનો નથી. આવી ચોખ્ખી વાત છે છતાં કોઈ અજ્ઞાનીઓ કહે છે કે વ્રતાદિ શુભાચરણથી પણ મોક્ષ થાય છે અને આમ માને તો અનેકાન્ત કહેવાય છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કેશુભકર્મમાં-શુભાચરણમાં જ્ઞાન-આત્મા પ્રકાશતો નથી માટે સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. ભાઈ ! વ્યવહારથી–રાગથી કદીય મોક્ષ થતો નથી એમ કહે છે. અહાહા....! નિશ્ચયથી જ મોક્ષ થાય અને વ્યવહારથી (બીજી રીતે) ન થાય એનું નામ અનેકાન્ત છે.
પ્રશ્ન- પ્રવચનસારમાં તો (છેલ્લે) કર્મકાંડથી જ્ઞાનકાંડ થવાનું કહ્યું છે?
સમાધાન- એ તો પૂર્વે કર્મકાંડ હતું એટલે ત્યાં જ્ઞાન કરાવ્યું છે. બાકી તો તેનુંકર્મકાંડનું લક્ષ છોડીને જ્ઞાનકાંડ થયું છે. પ્રવચનસારમાં પાઠ એવો છે કે-“પ્રચંડ કર્મકાંડ વડે અખંડ જ્ઞાનકાંડને પ્રચંડ કરવાથી..” ભાઈ ! આ તો નિમિત્તની મુખ્યતાથી વ્યવહારનું કથન છે.
૧. દુરાસદ = દુષ્માપ્ય; અપ્રાપ્ય; ન જીતી શકાય એવું. ૨. અહીં “અભ્યાસવાને ” એવા અર્થને બદલે “અનુભવવાને', “પ્રાપ્ત કરવાને' એમ અર્થ પણ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #223
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૫ ]
અહીં તો આ સ્પષ્ટ કહ્યું છે કે-કર્મમાં-રાગની ક્રિયામાં જ્ઞાનસ્વભાવનું પ્રકાશવું થતું નથી. અહિંસાદિ મહાવ્રતના પરિણામ છે તે બધો કર્મકાંડ છે. તથા શાસ્ત્રનું જે જ્ઞાન છે તે પણ કર્મકાંડ છે, તે કાંઈ જ્ઞાન નથી. ભાઈ ! કર્મ એટલે કર્મકાંડ-શુભરાગનો સમૂહુ. અહા ! ગમે તેટલો શુભરાગ હો તોપણ તે શુભરાગથી આત્માનું પ્રકાશવું થતું નથી. ભગવાન આત્માનો જ્ઞાનપ્રકાશ રાગમાં છે નહિ તો રાગથી જ્ઞાન કેમ પ્રગટે ? ન પ્રગટે. તેથી તો કહ્યું કે “સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.” “સઘળાંય કર્મથી '—એમ કહ્યું ને! એટલે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગથી પણ-હું જ્ઞાનસ્વભાવી આત્મા છું—એવા સૂક્ષ્મ વિકલ્પથી પણ જ્ઞાનની આત્માની પ્રાપ્તિ થતી નથી. રાગ ગમે તે હો, ભક્તિનો હો કે તીર્થકરગોત્ર બાંધવાનો હો-તેનાથી મુક્તિ થતી નથી.
પ્રશ્ન- તીર્થંકર પ્રકૃતિ બાંધી તેને મોક્ષ તો થશે જ ને?
ઉત્તર- ભાઈ ! તેનો મોક્ષ તો થશે જ. પરંતુ કોનાથી થશે ? શું પ્રકૃતિ બાંધી એનાથી થશે? પ્રકૃતિનું કારણ જે શુભરાગ એનાથી થશે? પ્રકૃતિ તો પોતે જ બંધન છે ત્યાં એનાથી મુક્તિ કેવી? તથા શુભકર્મથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એમ અહીં કહે
પ્રશ્ન:- પણ શુભરાગથી પરંપરા મોક્ષ તો કહ્યો છે?
સમાધાન - ભાઈ ! એનો અર્થ જ એ છે કે રાગનો વ્યય થઈને મોક્ષ થશે; રાગથી નહિ, સમકિતીને નિર્મળ રત્નત્રયના પરિણામ વધતા-વધતા મુક્તિનું પરંપરા કારણ બને છે. તેનો આરોપ કરીને તેના શુભાચરણને ઉપચારથી પરંપરાકારણ કહ્યું છે. પરંતુ એનો અર્થ અજ્ઞાની આવો કરે છે કે શુભાચરણથી-વ્યવહારથી મોક્ષ થશે. ભાઈ ! એ તો વિપરીત માન્યતા છે. જ્ઞાની સ્વયં શુદ્ધોપયોગરૂપ થઈને રાગભાવની ક્રિયાને પોતામાં નહિ ભેળવતો રાગને છોડી દે છે અને એ રીતે મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે. આવો મારગ છે.
અનેકાન્ત એનું નામ કે સ્વથી અતિ ને પરથી નાસ્તિ. છેલ્લે (પરિશિષ્ટમાં) અનેકાન્તના ચૌદ બોલ છે. ત્યાં કહ્યું છે કે-(વસ્તુ) સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અતિ છે. ને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિ છે. તેમ મોક્ષદશા સ્વભાવથી અસ્તિપણે છે અને વ્યવહારથી-રાગથી નાસ્તિપણે છે. ભાઈ ! સમકિતીને વ્યવહાર આવે છે, હોય છે; જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા થઈ નથી, સ્વરૂપનો પૂર્ણ આશ્રય નથી ત્યાં સુધી પરના આશ્રયે દયા, દાન, ભક્તિ આદિ ભાવ આવે છે, પરંતુ તે મોક્ષનું જરાય કારણ નથી, બંધનું જ કારણ છે. અહાહા..! છે અંદર? કે-“સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.'
જુઓ! અહીં પણ અનેકાન્ત કર્યું છે કે ક્રિયાકાંડમાં જ્ઞાનનું પ્રકાશવું એટલે કે ધર્મની દશા નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી–આ નાસ્તિથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #224
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ કહ્યું. હવે અસ્તિથી કહે છે કે “જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશવું હોવાથી કેવળ (એક ) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે.'
જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશનું હોવાથી '... જોયું? મતલબ કે ચૈતન્યસ્વભાવમાં જ એકાગ્રતાથી જ્ઞાનનું પ્રકાશવું થાય છે; અર્થાત્ જ્ઞાનસ્વભાવમાં જ એકાગ્રતા તે જ્ઞાનનું પ્રકાશવું છે. અહીં ! ભાષા તો જુઓ! “જ' નાખ્યો છે. અહાહા..! કહે છે-જ્ઞાનમાં જ જ્ઞાનનું પ્રકાશનું હોવાથી કેવળ (એક) જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અર્થાત્ જ્ઞાનસ્વભાવની એકાગ્રતાથી જ જ્ઞાનની-ધર્મની પ્રાપ્તિ થાય છે. લ્યો, આવી વાત! અજ્ઞાનીને તો હુજા શ્રદ્ધાનાંય ઠેકાણાં નથી ત્યાં ધર્મપ્રાતિ તો કયાંથી થાય?
ભાઈ ! રાગથી મોક્ષ થાય એવી તારી શ્રદ્ધા મિથ્યાશ્રદ્ધા છે. રાગ હોય છે ખરો, પૂર્ણ શુદ્ધોપયોગ ન થાય ત્યાંસુધી રાગ હોય છે, પરંતુ તે બંધનું જ કારણ છે. તે રાગથી મુક્તિને કે નિર્જરાને કાંઈ મદદ મળે છે એમ છે જ નહિ. અહાહા..જ્ઞાનમાં જ–ભગવાન જ્ઞાતાદરા સ્વભાવમાં જ એકાગ્ર થાય તો જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. કેવળ એક જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. નિર્જરા અધિકાર છે ને? નિર્જરા-ધર્મ કેમ થાય એની કેટલી સ્પષ્ટતા છે!
ભાઈ ! જ્ઞાન વિના, લાખ વ્રત, તપ ને ભક્તિ કરે અને તે પણ ક્રોડો વર્ષ સુધી કરે તોય તે વડે ધર્મની પ્રાપ્તિ થતી નથી કેમકે એ તો બંધનું જ કારણ છે. એ જ કહે છે કે-“માટે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો, પુષ્કળ કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી અને આ પદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી.”
આ શું કહ્યું? કે જ્ઞાનશૂન્ય ઘણાય જીવો અર્થાત્ આત્મજ્ઞાનથી-આત્માના અનુભવથી રહિત જીવો પુષ્કળ એટલે અનેક પ્રકારના કર્મ કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી. આત્માના જાતની ભાત જેમાં પડી નથી એવા વીતરાગી પરિણામથી રહિત ઘણાય જીવો દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ અનેક કર્મ કરવાથી પણ જરાય ધર્મને પામતા નથી. અહાહા...ભગવાનની પ્રતિમાને હજારો વાર પગે લાગે ને સવાર-સાંજ અનેક ક્રિયાકાંડ કર્યા કરે તોપણ જ્ઞાનરહિત તેમને લગારેય ધર્મ થતો નથી.
કોઈને થાય કે તમે આવી વાત કહો છો?
પણ ભાઈ ! આ ટીકા કોની છે? આ અમૃતચંદ્રાચાર્યની ટીકા છે કે નહિ? અહીં તો એની વિશેષ સ્પષ્ટતા કરવામાં આવે છે.
પણ એના કરતાં એમ ને એમ વાંચી જતા હોય તો?
ભાઈ ! એમ ને એમ વાંચી જવું એટલે શું? ભાવ સમજ્યા વિના વાંચી જવું? એનો અર્થ શો? એનાથી શું લાભ? આવે છે ને કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #225
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૦૯
સમયસાર ગાથા-૨૦૫ ]
“વાંચે પણ નહિ કરે વિચાર, તે સમજે નહિ સઘળો સાર.”
અહાહા...! આત્મા જ્ઞાન અને આનંદના સ્વભાવથી પૂર્ણ ભરેલો ભગવાન છે. તેમાં એકાગ્રતા થવાથી જે નિર્વિકાર વીતરાગી પરિણામ ઉત્પન્ન થાય તે જ્ઞાનમાંથી આવેલું જ્ઞાન આત્મજ્ઞાન છે. આવા આત્મજ્ઞાનથી શૂન્ય ઘણાય જીવો ઘણા પ્રકારનાં કર્મશુભાચરણ કરવાથી પણ આ જ્ઞાનપદને-ચૈતન્યપદને કે જે પૂર્ણદશામાં એકાકાર છે તેને પામતા નથી. શું કહ્યું? કે જ્ઞાન શૂન્ય જીવો-જ્ઞાન એટલે આગમજ્ઞાન કે શાસ્ત્રજ્ઞાન એ જ્ઞાન નહિ, પણ પ્રત્યક્ષ સ્વસંવેદનશાનથી શૂન્ય જીવો-શુદ્ધ આત્માના જ્ઞાનથી રહિત જીવો-વ્યવહારની અનેક ક્રિયાઓ-ચોખ્ખી હોં-કરવાથી પણ આ જ્ઞાનપદને પામતા નથી એમ કહે છે. અને આ જ્ઞાનપદને નહિ પામતા થકા તેઓ કર્મોથી મુક્ત થતા નથી. કર્મ એટલે જડકર્મ અને ભાવકર્મથી તેઓ મુક્ત થતા નથી. જ્ઞાનશૂન્ય જીવો જડકર્મ અને ભાવકર્મથી મુક્ત થતા નથી એમ કહે છે. હવે આવી વાત ક્રિયાકાંડીઓને આકરી લાગે પણ શું થાય ?
ભાઈ ! અહીં અશુભ કર્મની-અશુભ પરિણામની તો વાત જ કરવી નથી. અહીં તો એમ કહેવું છે કે જેમને “હું આત્મા છું'—એવું ભાન થયું નથી એવા જ્ઞાનશૂન્ય ઘણાય જીવો અનેક પ્રકારનું કર્મ એટલે શુભરાગનું આચરણ કરવાથી પણ આ જ્ઞાનપદને પ્રાપ્ત કરતા નથી. જુઓ આ સ્પષ્ટીકરણ! કેમ પામતા નથી ? કેમકે એ શુભરાગની ક્રિયાથી આત્મજ્ઞાન કે સમ્યગ્દર્શન થાય એમ છે નહિ. ખૂબ ગંભીર વાત ભાઈ ! શું? કે વ્યવહાર કરતાં કરતાં કોઈને નિશ્ચય થાય એ વાતની અહીં ના પાડે છે.
પ્રશ્ન:- પણ ડગલું ભરતાં ભરતાં થાય ને?
સમાધાનઃ- ધૂળેય ન થાય સાંભળને. ડગલું? ભાઈ ! તારે ડગલું શેમાં ભરવું છે? રાગમાં કે અંદર જ્ઞાનમાં? રાગનું ડગલું તો પરદિશા તરફનું છે કે જે બંધનુંસંસારનું કારણ છે. શું બંધના કારણનું ડગલું ભરતાં અબંધનું કારણ પ્રગટ થાય? શું સંસાર ભણી ડગલું ભરતાં મુક્તિમાર્ગ પ્રાપ્ત થાય? ન થાય બાપા ! તને આકરું પડે છે ભાઈ ! પણ શું થાય? ભાઈ ! આ તારા હિતનો પંથ અહીં તને બતાવે છે. કહે છેજ્ઞાનસ્વરૂપ આત્માના જ્ઞાનની પરિણતિથી જ તેને પૂર્ણ જ્ઞાનની-કેવળજ્ઞાનની પર્યાયની પ્રાપ્તિ થાય છે. અહાહા..! ભગવાન આત્મા આનંદનો સાગર પ્રભુ છે; તે તેની આનંદની પર્યાયથી જ પ્રાપ્ત થાય છે. અહાહા...! ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ આનંદસ્વરૂપ ભગવાનના સન્મુખની પર્યાયથી જ પરમાનંદની પર્યાય-મોક્ષની પર્યાય પ્રગટે છે. ભાઈ ! તને ન રુચે અને બીજી રીતે માને પણ બાપા ! એમ કેમ ચાલે? વીતરાગ મારગમાં સ્વચ્છંદતાવિપરીતતા કેમ ચાલે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #226
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ભાઈ ! તું વિપરીત માન્યતા રાખીને સવાર-બપોર-સાંજ પ્રતિક્રમણ-સામાયિક ને પ્રૌષધ આદિ અનેક પ્રકારે ક્રિયાકાંડ કરે તો પણ તેનાથી તને લાભ નહિ થાય, એ વડ જ્ઞાનપદની પ્રાપ્તિ નહિ થાય. અને જ્ઞાનપદને પ્રાપ્ત થયા વિના કર્મના બંધનથી મુક્તિ નહિ થાય, નિર્જરા નહિ થાય. તેથી જ કહે છે
“માટે કર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ (એક) જ્ઞાનના આલંબનથી, નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવાયોગ્ય છે. પહેલાં ટીકામાં કહ્યું કે કેવળ એક જ્ઞાનથી જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને હવે આ કહ્યું કે કર્મથી એટલે કે જડકર્મ અને ભાવકર્મથી મુક્ત થવા ઇચ્છનારે કેવળ એક જ્ઞાનનું જ આલંબન લઈ નિયત જ એવું આ એક પદ પ્રાપ્ત કરવા યોગ્ય છે. અહાહા...! પૂર્ણજ્ઞાનની દશામય એવું આ એક પદ જ પ્રાપ્ત કરવાયોગ્ય છે. કેવી રીતે ? તો કહે છે-એક જ્ઞાનના જ આલંબનથી, જ્ઞાનની જ એકાગ્રતા વડે. બહુ ટુંકુ !
* ગાથા ૨૦૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્ઞાનથી જ મોક્ષ થાય છે, કર્મથી નહિ;'.
અહીં જ્ઞાન એટલે શાસ્ત્રજ્ઞાન કે આગમજ્ઞાન નહિ, આત્માની પર્યાયનું જ્ઞાન એમ પણ નહિ ને રાગનું જ્ઞાન એમ પણ નહિ. અહીં જ્ઞાન એટલે આત્મજ્ઞાન, ત્રિકાળી શુદ્ધ પરમાત્મદ્રવ્ય પોતે છે તેનું સ્વસંવેદનમાં-સ્વાનુભવમાં પ્રગટ થયેલું જ્ઞાન. આવા આત્મજ્ઞાનથી જ-જ્ઞાનના પરિણમનથી જ મોક્ષ થાય છે, રાગના પરિણમનથી ક્રિયાકાંડથી નહિ. ટીકામાં કહ્યું ને કે આ એક જ્ઞાનપદ જ, પૂર્ણજ્ઞાનની-કેવળજ્ઞાનની દશામય નિયત એક સર્વજ્ઞપદ જ પ્રાપ્ત કરવાયોગ્ય છે અને શુદ્ધ આત્મસ્વભાવના આલંબનથી જ-જ્ઞાનના પરિણમનથી જ-શુદ્ધોપયોગથી જ પ્રાપ્ત થાય છે. શુદ્ધોપયોગરૂપ પરિણમન વિના, બીજા લાખ ક્રિયાકાંડ કરે તો પણ મોક્ષપ્રાપ્તિ ન થાય.
માટે મોક્ષાર્થીએ જ્ઞાનનું જ ધ્યાન કરવું એમ ઉપદેશ છે.'
શું કરવું, અમારે શું કરવું?–એમ થાય છે ને? લ્યો, આ કરવું એમ કહે છે. શું? કે “જ્ઞાનનું જ ધ્યાન કરવું.” અહાહા..! જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માને લક્ષમાં લઈને તેમાં એકાગ્ર થઈ તેમાં જ રમવું ને ઠરવું. આ પૂર્ણ આનંદસ્વરૂપ મોક્ષદશાની પ્રાપ્તિનો ઉપાય છે. આ એક જ ઉપાય છે. આ સિવાય બીજો પણ ઉપાય છે એમ છે નહિ.
હવે આ અર્થનું કાશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૧૪૩: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘રૂદ્ર પર્વ' આ (જ્ઞાનસ્વરૂપ) પદ ‘નનુ –કુરાસવં' કર્મથી ખરેખર દુરાસદ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #227
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૫ ]
[ ૨૧૧
અહાહા...! જાણગ-જાણગસ્વભાવી પ્રભુ આત્મા કર્મથી ખરેખર દુરાસદ છે; દુરાસદ એટલે દુષ્પ્રાપ્ય-અપ્રાપ્ય છે એમ કહે છે. ભાઈ! દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ કર્મકાંડથી આત્મા પ્રાપ્ત થવા યોગ્ય નથી. આવું ચોખ્ખું તો આચાર્ય કહે છે. (છતાં અરે! અજ્ઞાની વિપરીત કેમ માને છે?) રાગની ક્રિયાથી આત્મા દુરાસદ છે, અપ્રાપ્ય છે અર્થાત્ તેનાથી તે (આત્મા) જાણી શકાય એવો નથી.
અને ‘સહન–વોધ-ના-સુલમં તિ' સહજ જ્ઞાનની કળા વડે ખરેખર સુલભ છે. શું કહ્યું? કે મતિજ્ઞાન કે શ્રુતજ્ઞાન જે સહજ-સ્વાભાવિક જ્ઞાનકળા છે તેનાથી તે ખરેખર સુલભ છે. વ્યવહારની ગમે તેટલી ક્રિયાથી પણ વસ્તુ દુર્લભ છે જ્યારે પોતાના જ્ઞાનથી –અંદર એકાગ્ર થયેલા જ્ઞાનથી-મતિજ્ઞાન ને શ્રુતજ્ઞાનની સહજ કળાથી તેની પ્રાપ્તિ સુલભ છે. આવી વાત છે.
'
હવે કહે છે–‘ તત: ’ માટે ‘નિન—વોધ-ળા-વત્તાત્' નિજજ્ઞાનની કળાના બળથી ‘વંયિતુમ્’ આ પદને અભ્યાસવાને ‘નાત્ સતતં યતતાં' જગત સતત પ્રયત્ન
કરો.
· આ પદ '–એમ કહ્યું છે ને! એટલે કે આ જે પ્રત્યક્ષ જ્ઞાનસ્વરૂપ છે તેનો અભ્યાસ કરવાલાયક-અનુભવ કરવાલાયક છે એમ કહે છે. અહાહા... ! પોતાની જ્ઞાનકળાના બળથી અર્થાત્ અંતરમાં ભેદજ્ઞાન વડે પ્રગટ થયેલાં મતિ-શ્રુતજ્ઞાનની સહજ કળાના બળથી જગત આખું ભગવાન જ્ઞાનસ્વરૂપ પ્રભુ આત્માનો અનુભવ કરવાનો ઉધમ કરો એમ માર્ગની પ્રેરણા આપે છે, હવે કોઈ તો વ્રત કરો ને તપ કરો, ભક્તિ કરો ને પૂજા કરો ને જાત્રા કરો એમ કરો-કરો કહે છે પણ ભાઈ! એ ક્રિયાકાંડ તો બધોય રાગ છે અને એનાથી બંધન (પુણ્યબંધ ) થાય છે. વળી તેને જે કરવાનો અભિપ્રાય છે એ તો મિથ્યાત્વ છે અને તે અનંત સંસારનું કારણ છે; શુભરાગથી ધર્મ થાય એવી માન્યતા તો મિથ્યાત્વરૂપ મહાપાપ છે અને એનું ફળ અનંત સંસાર છે.
અહાહાહા...! આત્મા વસ્તુ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ ૫રમાત્મા છે. તે એક જ પ્રાપ્ત કરવાયોગ્ય-અનુભવવાયોગ્ય છે. પણ તે ઇન્દ્રિયોથી ગ્રાહ્ય નથી તથા રાગના ક્રિયાકાંડથી પણ તે ગ્રાહ્ય-પ્રાપ્ત નથી. એ તો એના અનુભવની પરિણતિમાત્રથી ગ્રાહ્ય છે. આચાર્ય કહે છે-જગતના જીવો... જુઓ! સાગમટે નોતરું દીધું છે, બધાયને નોંતરું છે; અનંત જીવરાશિ છે એમાંથી સાંભળનારા તો પંચેન્દ્રિયો જ છે, છતાં કહે છે- જગત-જગતના જીવો નિરંતર આત્માનો અનુભવ કરવાનો સતત પ્રયત્ન કરો-ઉદ્યમ કરો; કેમકે તેના અનુભવથી જ પૂરણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકશે, બીજી રીતે નહિ.
ત્યારે કોઈ કહે છે-મહિના-બે મહિનાના ઉપવાસ કરે તે તપ છે કે નહિ? ને તપથી નિર્જરા છે કે નહિ?
ભાઈ ! ઉપવાસ કરે એમાં તો ધૂળેય તપ નથી સાંભળને, પછી એનાથી નિર્જરા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #228
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
તો કેમ હોય ? ભાઈ ! એ શુભરાગની ક્રિયાથી નિર્જરા માનવી એ તો મિથ્યાત્વ છે. આવી વાત છે.
* કળશ ૧૪૩ : ભાવાર્થ ઉપ૨નું પ્રવચન *
‘સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો અભ્યાસ કરવાનો આચાર્યદેવે ઉપદેશ કર્યો છે.’
અહીં કર્મનો અર્થ વિકાર-વિકારી પરિણામ, શુભભાવ, કર્મકાંડ થાય છે. અહા! અશુભભાવની તો શું વાત કહેવી? કેમકે અશુભભાવ તો છોડવાલાયક છે જ. અહીં તો શુભભાવ પણ સઘળોય છોડવા લાયક છે એમ વાત છે. પરંતુ તેથી કરીને શુભભાવ છોડીને અશુભભાવમાં આવવાની અહીં વાત નથી. અહીં તો શુભાશુભભાવનું લક્ષ છોડીને અંતઃએકાગ્ર થતાં જે શુદ્ધભાવ પ્રગટ થાય છે તે શુદ્ધભાવ પ્રગટ કરવાની વાત છે કેમકે તે શુદ્ધભાવ જ મોક્ષનું કારણ છે. સમજાણું કાંઈ ?
પ્રશ્ન:- પણ શુદ્ધોપયોગ તો અત્યારે (આ પંચમકાળે ) હોય નહિ ને? અત્યારે તો આ શુભભાવ જ હોય ને?
સમાધાનઃ- ભાઈ ! એમ નથી બાપા! શુભભાવ તો બંધનું જ કારણ છે. એક શુદ્ધોપયોગ જ મુક્તિનું કારણ છે અને તે અત્યારે પણ હોઈ શકે છે.
પ્રશ્ન:- પણ જયધવલમાં આવે છે ને કે-શુદ્ધ અને શુભભાવ સિવાય કર્મક્ષયનો બીજો ઉપાય નથી ?
સમાધાનઃ- ભાઈ! એ તો ત્યાં બીજી અપેક્ષાએ વાત છે. શુદ્ધભાવથી શુભાશુભ બન્ને કર્મની નિર્જરા થાય છે અને શુભભાવથી અશુભની નિર્જરા થાય છે. પણ કોને ? સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને. અજ્ઞાનીને તો અશુભ-મિથ્યાત્વ ઊભું જ છે. તેને નિર્જરા કયાં છે? અજ્ઞાનીને તો શુભભાવથી એકલો બંધ જ થાય છે. આવી વાત છે.
૨
અહીં કહે છે-સર્વ કર્મને છોડાવીને જ્ઞાનકળાના બળ વડે જ જ્ઞાનનો (આત્માનો ) અભ્યાસ ( અનુભવ ) કરવાનો આચાર્યદેવે ઉપદેશ કર્યો છે. હવે કહે છે–જ્ઞાનની ‘કળા ’ કહેવાથી એમ સૂચન થાય છે કે જ્યાંસુધી પૂર્ણકળા (કેવલજ્ઞાન) પ્રગટ ન થાય ત્યાંસુધી જ્ઞાન હીનકળાસ્વરૂપ-મતિજ્ઞાનાદિરૂપ છે. હીનકળા એટલે કે મતિજ્ઞાનાદિ અને પૂર્ણકળા એટલે કેવળજ્ઞાન. જેમ પૂર્ણ ચંદ્રની પૂર્ણ કળા હોય છે પણ બીજના ચંદ્રની પૂર્ણ કળા નહિ પણ હીન કળા હોય છે. બીજના દિવસે ત્રણ કળા હોય છે. અહા ! અમાસના દિવસે પણ એક કળા તો ચંદ્રને ખીલ્યા વગર રહે જ નહિ. પછી એકમે બે કળા, બીજે ત્રણ કળા અને પ્રતિદિન વધતી વધતી પૂનમે પૂર્ણ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #229
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૧૩
સમયસાર ગાથા-૨૦૫ ] સોળ સોળ કળાએ ચંદ્ર ખીલે છે. તેમ ભગવાન આત્માને મતિ અને શ્રતજ્ઞાન દ્વારા જે બે કળા ખીલી છે તે આગળ વધતાં જ્ઞાનનો અભ્યાસ-અનુભવ કરવાથી પૂર્ણ કેવળજ્ઞાન કળાએ ખીલી ઊઠે છે. જ્ઞાનની તે કળાના આલંબન વડે જ્ઞાનનો અભ્યાસ કરવાથી કેવળજ્ઞાન અર્થાત્ પૂર્ણ કળા પ્રગટે છે; અર્થાત્ જ્ઞાનના અભ્યાસથી-અનુભવથી મુક્તિ થાય છે. [ પ્રવચન નં. ૨૮૧
દિનાંક ૩-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #230
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૬
જિગ્ન
एदम्हि रदो णिच्चं संतुट्ठो होहि णिच्चमेदम्हि। एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सोक्खं ।। २०६ ।। एतस्मिन् रतो नित्यं सन्तुष्टो भव नित्यमेतस्मिन्। एतेन भव तृप्तो भविष्यति तवोत्तमं सौख्यम्।। २०६ ।।
હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છે:
આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને
આનાથી બન તું તૃસ, તુજને સુખ અહો ! ઉત્તમ થશે. ૨૦૬. ગાથાર્થ:- (હે ભવ્ય પ્રાણી !) તું [પ્તરિશ્મન] આમાં (-જ્ઞાનમાં) [ નિત્ય] નિત્ય [રત:] રત અર્થાત્ પ્રીતિવાળો થા, [[મન] આમાં [નિત્યં] નિત્ય [સતુ: ભવ ] સંતુષ્ટ થા અને [તેન] આનાથી [તૃH: ભવ ] તૃત થા; (આમ કરવાથી) [ તવ] તને [ ૩ત્તમ સૌરધ્યમ] ઉત્તમ સુખ [ ભવિષ્યતિ ] થશે.
ટીકા- (હે ભવ્ય!) એટલો જ સત્ય (-પરમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (-પ્રીતિ, રુચિ) પામ; એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે–એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; એટલું જ સત્ય અનુભવનીય ( અનુભવ કરવાયોગ્ય ) છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃપ્તિ પામ. એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃપ્ત એવા તને વચનથી અગોચર એવું સુખ થશે અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, *બીજાઓને ન પૂછ. (તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?)
ભાવાર્થ- જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃત થવું-એ પરમ ધ્યાન છે. તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.
હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #231
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૬ ]
[ ૨૧૫
( ૩પનાતિ)
देव
अचिन्त्यशक्तिः स्वयमेव श्चिन्मात्रचिन्तामणिरेष यस्मात् । सर्वार्थसिद्धात्मतया ज्ञानी किमन्यस्य
विधत्ते
परिग्रहेण । । १४४ ।।
શ્લોકાર્થ:- [ યમાત્] કા૨ણ કે [FF:] આ (જ્ઞાની ) [ સ્વયમ્ વ] પોતે જ [ અવિત્ત્તશત્તિ: વેવ] અચિંત્ય શક્તિવાળો દેવ છે અને [વિન્માત્ર–ચિન્તામ:િ ] ચિન્માત્ર ચિંતામણિ છે (અર્થાત્ ચૈતન્યરૂપ ચિંતામણિ રત્ન છે), માટે [ સર્વ–અર્થસિદ્ધ-આત્મતયા] જેના સર્વ અર્થ (પ્રયોજન) સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી [ જ્ઞાની] જ્ઞાની [અન્યસ્ય પરિપ્રòળ] અન્યના પરિગ્રહથી [મ્િ વિધત્તે] શું કરે ? ( કાંઈ જ કરવાનું નથી.)
ભાવાર્થ:- આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે; માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે. ૧૪૪.
*
*
*
સમયસાર ગાથા ૨૦૬ : મથાળું
હવેની ગાથામાં આ જ ઉપદેશ વિશેષ કરે છેઃ
* ગાથા ૨૦૬ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘(હે ભવ્ય!) એટલો જ સત્ય (–૫રમાર્થસ્વરૂપ) આત્મા છે જેટલું આ જ્ઞાન છેએમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ (−પ્રીતિ, રુચિ ) પામ; '...
‘હું ભવ્ય !’... અહા ! તું આમ કર–એમ મૂળ ગાથામાં કહ્યું છે ને? આ એમાંથી ‘હૈ ભવ્ય!' એમ સંબોધન કાઢયું છે. કહે છે-હે ભવ્ય! એટલો જ સત્ય આત્મા છે, એટલો જ પરમાર્થસ્વરૂપ આત્મા જેટલું આ જ્ઞાન છે. અર્થાત્ આત્મા જ્ઞાનપ્રમાણ છે, અને જ્ઞાન આત્માપ્રમાણ છે. એમ તો આત્મા જ્ઞાનપ્રમાણ, દર્શનપ્રમાણ આનંદપ્રમાણ ઇત્યાદિ અનંતગુણપ્રમાણ છે. પણ જ્ઞાન પ્રધાન છે ને? તેથી અહીં કહ્યું કે એટલો જ પરમાર્થસ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. મતલબ કે જ્ઞાનથી અન્ય જે કાંઈ છે તે આત્મા નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે આત્મા નથી.
અહાહાહા...! શુદ્ધ ચૈતન્યપ્રકાશથી પ્રકાશતો ચૈતન્યસૂર્ય પ્રભુ આત્મા એટલો જ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #232
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬ ]
વન રત્નાકર ભાગ-૭ છે કે જેટલું આ જ્ઞાન છે. કહે છે આવો નિશ્ચય કરીને એટલે કે જ્ઞાનસ્વરૂપી-જ્ઞાનમાત્ર પોતાનો આત્મા છે એમ નિશ્ચય કરીને એમાં જ-જ્ઞાનમાત્રમાં જ સદાય રતિ પામ. જુઓ આ નિશ્ચય કહ્યું કે જ્ઞાનમાત્ર ભગવાન આત્મામાં જ રતિ પામ; કેમકે ત્યાં તને તારા ભગવાનના (આત્માના) ભેટા થશે. અહાહા...! જેટલું આ જ્ઞાન છે એટલે કે શરીર નહિ, મન-વાણી-ઇન્દ્રિય નહિ, રાગેય નહિ પણ જેટલું આ જ્ઞાન છે તેટલો જ સત્યાર્થ આત્મા છે-આમ નિશ્ચય કરીને, કહે છે, એમાં જ રતિ પામ, એમાં જ રુચિ કર, એમાં જ પ્રીતિ કર. બાકી તો બીજું બધું થોથેથોથાં-દુ:ખી થવાનો માર્ગ છે. શુભરાત્રેય દુઃખી થવાનો માર્ગ છે.
અહીં અસ્તિથી કહ્યું કે-જ્ઞાનમાત્ર જ આત્મા છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્ર વસ્તુમાં જ રતિ કર, ચિ કર; મતલબ કે રાગ-પુણ્ય ને નિમિત્તની રુચિ છોડી દે એમ નાસ્તિ તેમાં આવી ગયું. આ રાગાદિની રુચિ છોડી દે એમ નાસ્તિથી ન કહેતાં જ્ઞાનમાત્રમાં જ રતિ કર એમ અસ્તિથી કેમ કહ્યું? કેમકે જ્ઞાનમાત્રમાં જ પ્રીતિ થતાં તે (રાગાદિ) આપોઆપ છૂટી જશે. અહીં જ્ઞાનમાત્ર કહીને રાગાદિથી રહિત તારી ચીજ અંદરમાં જ્ઞાનસ્વરૂપ છે તેમાં રતિ કર, તેમાં જા–એમ કહે છે. રાગમાં મત જા, કેમકે રાગ છે તે આત્મા નથી, અનાત્મા છે, અજીવ છે. ભગવાનની ભક્તિ ને પૂજાનો જે વિકલ્પ ઊઠે છે તે અનાત્મા છે; અહાહા...! આ મહાવ્રતાદિના વિકલ્પ જીવ નહિ પ્રભુ! આ જેટલું જ્ઞાન છે, ચૈતન્ય છે બસ એટલો જ આત્મા છે. ઝીણી વાત ભાઈ ! (ઉપયોગને ઝીણો કરે તો સમજાય ).
અહાહાહા..! આ અરિહંત દેવ અને એમનાં શાસ્ત્ર એમ કહે છે કે-તું જ્ઞાનમાત્ર છો પ્રભુ! ત્યાં પ્રીતિ કર, ને અમારા પ્રત્યથી પણ પ્રીતિ છોડી દે. અહાહા..! તારો ભગવાન તો અંદર શીતળ-શીતળ ચૈતન્યચંદ્ર છે, જિનચંદ્ર છે ત્યાં પ્રીતિ કર. જગતમાં ચંદ્ર છે તે શીતળ હોય છે પણ એ તો જડની શીતળતા જડરૂપ છે. જ્યારે આ શાંત-શાંતશાંત ચૈતન્યચંદ્રની શીતળતા તો અતીન્દ્રિય શાંતિમય છે. અહાહા..! આ ચૈતન્યચંદ્ર તો એકલી શાંતિનું ઢીમ છે. એને શાંતિનું ઢીમ કહો કે જ્ઞાનનું ઢીમ કહો-એક જ છે. પણ અહીં જ્ઞાનને પ્રધાન કરીને કહ્યું છે ને? તેથી કહ્યું કે-આ જેટલું જ્ઞાન છે તેટલો જ પરમાર્થ આત્મા છે એમ નિશ્ચય કરીને તેમાં જ રતિ કર. ગજબ વાત છે ભાઈ ! કહે છેસદાય જ્ઞાનમાત્ર વસ્તુ પ્રભુ તું છો તેમાં દષ્ટિ કર; તારી દષ્ટિનો વિષય જ્ઞાનમાત્ર આત્માને બનાવ અને એમાં જ રતિ કર. આ એક બોલ થયો, હવે બીજો બોલઃ
એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય સંતોષ પામ; '...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #233
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૬ ]
[ ૨૧૭ પહેલાં, એટલો જ સત્ય આત્મા છે જેટલું આ જ્ઞાન છે–એમ કહ્યું. હવે કહે છેએટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. અહાહા...જેટલું અંદર જ્ઞાનસ્વરૂપ છે તેટલું જ સત્યકલ્યાણ છે. અહાહા...! જ્ઞાનસ્વરૂપ છે તે જ કલ્યાણ સ્વરૂપ છે અને કલ્યાણસ્વરૂપ છે તે જ જ્ઞાનસ્વરૂપ છે અને એ જ આત્મસ્વરૂપ છે. માટે, તારે કલ્યાણ કરવું હોય તો કલ્યાણસ્વરૂપી પ્રભુ આત્મામાં સદાય સંતોષ પામ. અહાહા..! આ જ્ઞાન એ જ કલ્યાણસ્વરૂપ છે એમ નિશ્ચય કરીને-નિર્ણય કરીને જ્ઞાનમાત્રથી જ સંતોષ પામ. જુઓ, “જ્ઞાનમાત્રથી જ' સંતોષ પામ એમ કહીને એકાન્ત કર્યું છે. પણ ભાઈ ! આ સમ્યક એકાન્ત છે. “સદાય સંતોષ પામ—એટલે કદીય રાગથી સંતુષ્ટ ન થા કેમકે ત્યાં સંતોષ છે નહિ. જ્ઞાનમાત્ર-ભાવમાં સંતોષ છે, રાગમાં ક્યાં સંતોષ છે? અહાહા...! જેટલું આ જ્ઞાન છે તેટલું જ સત્ય કલ્યાણ છે એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સંતોષ પામ. આ (સાચો) સંતોષ હો; બહારમાં પૈસા ઘટાડ (મંદરાગ કરે) માટે એને સંતોષ છે એમ નહિ, બહારનો સંતોષ એ સંતોષ નથી, જ્ઞાનમાત્રમાં સંતુષ્ટ રહે તે સંતોષ છે.
અહાહાહા..! કહે છે-જ્ઞાનમાત્રથી જ સંતોષ પામ. લ્યો, આ કરવાનું છે. સંતોષસંતોષ-સંતોષ-આનંદની દશાની પ્રાપ્તિમાં સંતોષ પામ. અહો ! આ તો એકલું માખણ છે બાપા ! ગાથા તે કોઈ ગાથા છે! આ એના વાચન, શ્રવણ અને મનનમાં જ વિકલ્પ ઊઠ છે તે આત્મા નથી, જ્ઞાન નથી, કલ્યાણ નથી એમ કહે છે. અહીં તો પર્યાય ઉપરથી પણ દષ્ટિ હુઠાવી લઈ ત્રિકાળી જ્ઞાનમાત્રમાં જ સંતોષ કર એમ કહે છે કેમકે ત્યાં કલ્યાણ છે.
હવે ત્રીજો બોલઃ “એટલું જ સત્ય અનુભવનીય (અનુભવ કરવાયોગ્ય) છે જેટલું આ જ્ઞાન છે-એમ નિશ્ચય કરીને જ્ઞાનમાત્રથી જ સદાય તૃતિ પામ.'
જોયું? આ અતિથી વાત કરી છે; નાસ્તિથી કહીએ તો દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, જાત્રા ઇત્યાદિના વિકલ્પ પણ અનુભવ કરવા લાયક નથી કેમકે એ તો રાગનુંદુઃખનું વેદન છે. લોકોને આ એકાન્ત લાગે છે કેમકે અંદર પોતાનો ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે તેનો એને મહિમા નથી. પણ ભાઈ ? આ પરમ સત્ય વાત છે. ભગવાનની દિવ્યધ્વનિમાં આવેલી વાત આચાર્ય કુંદકુંદ અહીં લઈ આવ્યા છે. કહે છે-ભગવાન! તું તારા જ્ઞાનમાત્રભાવમાં જ રતિ કર, તેમાં જ સંતુષ્ટ થા, કેમકે ત્યાં જ તારું કલ્યાણ છે. ભાઈ ! એટલું જ અનુભવ કરવાયોગ્ય છે જેટલું આ જ્ઞાન છે. બાકી વ્યવહાર-રત્નત્રયનો વિકલ્પ પણ અસત્ય છે, અનુભવ કરવા લાયક નથી. આવું વ્યવહારના પક્ષવાળાને આકરું લાગે છે કેમકે તેને અનંત ગુણરત્નોથી ભરેલા પોતાના ચૈતન્યતત્ત્વની ખબર નથી. પણ શું થાય?
અહીં તો ભગવાન દેવાધિદેવ અરિહંત-વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા-પરમગુરુ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #234
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તેમના કેડાયતી સંતો-મુનિવો એમ કહે છે કે-પ્રભુ! તું એટલો જ સત્ય અનુભવ કરવાલાયક છો કે જેટલું જ્ઞાન છે. ભગવાન! તું અમારી સન્મુખ પણ જોઈશ મા.
પણ ભગવાન ! આપ વીતરાગ સર્વજ્ઞ છો ને ?
હા, પણ અમારી ( –૫૨દ્રવ્યની ) સન્મુખ જોતાં તને રાગ થશે. અને રાગનો અનુભવ કરવાલાયક નથી. અહાહા...! ભગવાન કહે છે કે અમારી ભક્તિ, સ્તુતિ, પૂજા ઇત્યાદિના રાગનો અનુભવ કરવાલાયક નથી કેમકે એ તો દુઃખનો–ઝેરનો અનુભવ છે. ભાઈ! તારો આત્મા કે જે જ્ઞાનપ્રમાણ છે તેટલો જ તું સત્ય અનુભવ કરવાલાયક છો અર્થાત્ તારો જે ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે તે જ અનુભવ કરવાલાયક છે.
પ્રશ્ન:- જો એમ છે તો પછી આ સંસારનાં કામ કયારે કરવાં?
સમાધાનઃ- ભાઈ ! તું તો જ્ઞાનસ્વરૂપ છો ને પ્રભુ! તું એક જ્ઞાયકસ્વભાવે છો ને નાથ ! અહાહા...! જ્ઞેયનો વ્યવહારે તું જ્ઞાતા છો પણ શેયનું કાર્ય કરે એવો તું નથી. નિશ્ચયથી તું સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયનો જ્ઞાતા છો અને વ્યવહારથી પરશેયનો જાણનારો છો પણ જ્ઞેયનું કરવાપણું કયાં છે તારામાં? વળી જ્ઞેયથી તને લાભ છે એમ પણ કયાં છે? ભાઈ! ૫૨શેયનાં કાર્ય હું કરું એ તો તારી મિથ્યા માન્યતા છે. માટે સંસારનાં-રાગનાં કામનું લક્ષ છોડી એક આત્માનો જ અનુભવ કર. એ જ અહીં કહે છે કે-તેટલો જ અનુભવ કરવાલાયક જેટલું આ જ્ઞાન છે.
તો શું આ એકાંત નથી ?
હા, એકાંત જ છે; પણ સમ્યક્ એકાન્ત છે. સમ્યક્ એકાન્ત એવા શુદ્ધ જ્ઞાનસ્વરૂપના અનુભવની પ્રગટ થયેલી દશા તે કાળે પર્યાયમાં જે રાગ છે તેને પણ જાણે છે અને તે અનેકાન્ત છે. શ્રીમદ્દ રાજચંદ્રજીએ કહ્યું છે કે–અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકા૨ી નથી. ભાઈ! પર્યાય પણ છે, ગુણભેદ પણ છે, રાગ પણ છે-આવું અનેકાન્ત છે પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય એ બધું કાંઈ ઉપકારી નથી.
અરે ! આવું સાંભળવા મળવું પણ મહા મુશ્કેલ છે. કોઈ મહાભાગ્ય હોય તો આ સાંભળવા મળે છે. છતાં અહીં કહે છે કે-આ સાંભળવા મળ્યું ને સાંભળવાનો જે વિકલ્પ આવ્યો તે અનુભવ કરવાલાયક નથી. અહીં તો આ કહે છે કે સત્ય એટલું જ અનુભવનીય છે જેટલું આ જ્ઞાન છે. અહાહા...! જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન જે એક ત્રિકાળી સ્વભાવ છે તે જ અનુભવવાયોગ્ય છે-એમ નિશ્ચય કરીને, કહે છે, એક જ્ઞાનમાત્રમાં જ સદાય તૃપ્તિ પામ. ‘સદાય ’–કહ્યું ને ? મતલબ કે એક ક્ષણ પણ રાગનો અનુભવ કરવા લાયક નથી. ‘જ્ઞાન ’ જ સદા અનુભવવાયોગ્ય છે માટે જ્ઞાનમાત્રમાં જ સદા તૃપ્તિ પામ. અહો ! તૃપ્તિ થાય એવું સ્થાન એક જ્ઞાન જ છે માટે જ્ઞાનમાત્રમાં જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #235
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૬ ]
. [ ૨૧૯ તૃતિ પામ એમ કહે છે. તૃપ્તિ એટલે શું? કે જેમ બહુ ભૂખ લાગી હોય ને પછી ચૂરમાના લાડવા ને પતરવેલિયાં ખાય-ધરાઈને, તો તૃત-તૃપ્ત થઈ જાય છે (વિશેષ આકાંક્ષા રહેતી નથી) તેમ અહીં કહે છે-જ્ઞાનમાત્રથી જ સદાય તૃતિ પામ. એટલે શું? કે જ્ઞાનમાત્ર વસ્તુ ભગવાન આત્માના અનુભવમાં તું તૃત-તૃપ્ત થઈ જઈશ. (બીજાની-વિષયોની આકાંક્ષા નહિ રહે ). ભાઈ ! બહારમાં અબજોની સંપત્તિ તને થાય તોય ત્યાં તૃપ્તિ નહિ થાય, કેમકે વિષયોને આધીન હોય તેને તૃમિ કેમ થાય? ત્યાં તો એકલું પાપ થશે.
અહીં ત્રણ બોલ કહ્યા૧. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેમાં જ રતિ કર. ૨. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેમાં જ સંતોષ પામ.
૩. ભગવાન આત્મા જે જ્ઞાનપ્રમાણ-જ્ઞાનમાત્ર છે તેનો અનુભવ કરી સદાય તેમાં જ તૃપ્તિ પામ. ભાઈ ! પહેલાં નિર્ણય તો કર કે વસ્તુ આ છે, અંતરમાં અનુભવ કરવાલાયક ચીજ હોય તો આ એક આત્મા જ છે. આમ નિર્ણય કરીને ત્યાં જ રતિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને તેમાં જ તૃતિ પામ.
હવે ત્રણેય બોલનો સરવાળો કહે છે. –
કહે છે-“એમ સદાય આત્મામાં રત, આત્માથી સંતુષ્ટ અને આત્માથી તૃત એવા તન વચનથી અગોચર એવું સુખ થશે?”
અહો! આચાર્યદવ-નગ્ન દિગંબર સંત, અકષાયી શાંતિના સ્વામી–જગત-ને તેની ઋદ્ધિની જાહેરાત કરે છે. કહે છે–પ્રભુ ! તારી ઋદ્ધિ તો જ્ઞાન અને આનંદ છે ને નાથ! તું જ્ઞાન અને આનંદની સ્વરૂપલક્ષ્મી છો ને પ્રભુ! અહા ! રાગ પણ જ્યાં તારા સ્વરૂપમાં નથી ત્યાં આ બહારની ધૂળ (ધનાદિ સંપત્તિ) તારામાં કયાંથી હોય પ્રભુ! માટે કહે છેએ બધાયનું લક્ષ મટાડી એક જ્ઞાનાનંદસ્વરૂપમાં જ રતિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને ત્યાં જ તૃપ્ત થા. અહાહા...! એમાં જ લીન, સંતુષ્ટ અને તૃત એવા તને ભગવાન! વચનથી અગોચર એવું સુખ થશે, વચનગમ્ય નહિ એવા અતીન્દ્રિય આનંદ અને શાંતિ પ્રાપ્ત થશે. અહા ! આ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
પ્રશ્ન- હા; પણ આનું કાંઈ સાધન છે કે નહિ? શાસ્ત્રમાં બીજાં સાધન કહ્યું છે.
સમાધાન- ભાઈ ! શાસ્ત્રમાં બીજું સાધન જે કહ્યું છે એ તો નિમિત્તનું સહુચરનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. જેમકે જ્ઞાનમાત્ર આત્માનો અનુભવ થતાં તેમાં જે પ્રતીતિ થઈ તે નિશ્ચયસમ્યગ્દર્શન છે. હવે ત્યાં જે દેવ-ગુરુ-ધર્મની ભેદરૂપ શ્રદ્ધાનો રાગ રહ્યો છે તેને આરોપ કરીને વ્યવહાર સમ્યગ્દર્શન કહ્યું. ભાઈ ! વ્યવહાર સમકિત યથાર્થમાં સમકિત નથી, પણ નિશ્ચય સમકિતનો સહચર જાણી તેને ઉપચારથી આરોપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #236
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આપીને સમકિત કહેવામાં આવે છે; બાકી છે તો એ રાગ-ચારિત્રનો દોષ જ. તેવી રીતે જ્ઞાનમાત્ર આત્મામાં અંતઃસ્થિરતા-રમણતા થતાં જે ચારિત્ર પ્રગટ થયું તે (મોક્ષનું) યથાર્થ સાધન છે; અને ત્યારે જે મહાવ્રતાદિ વ્યવહારરત્નત્રયનો રાગ કિંચિત્ વિદ્યમાન છે તેને ઉપચારથી આરોપ આપીને સાધન કહેવામાં આવેલ છે. તે યથાર્થમાં સાધન નથી, છે તો રાગ-ચારિત્રનો દોષ જ પણ ઉપચારથી તેને સાધન કહેવામાં આવ્યું છે.
પ્રશ્ન:- શ્રી જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય છે. એમ કે-વ્યવહારથી નિશ્ચય થાય છે. આ બરાબર છે ને?
સમાધાન - શું બરાબર છે? ભાઈ ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. આત્મા જ્યારે સ્વભાવનો સાધક થઈ નિર્વિકલ્પ શાંતિ-આનંદને પ્રાપ્ત કરે છે ત્યારે રાગ જે મંદ હતો તેને આરોપથી સાધક કહ્યો છે. જેમ નિશ્ચય સમકિત થયું ત્યારે બાકી રહેલા રાગમાં વ્યવહાર સમકિતનો આરોપ આપ્યો છે તેમ સ્વભાવના સાધન વડ સ્વભાવમાં કર્યો ત્યારે જે રાગ બાકી છે તેને વ્યવહારથી સાધક કહ્યો છે. આવું જ સ્વરૂપ છે પ્રભુ!
પ્રશ્ન- શુદ્ધોપયોગ થવા પહેલાં છેલ્લે શુભોપયોગ હોય છે, માટે તે સાધન છે. અંતરના અનુભવમાં જાય છે ત્યારે છેલ્લો શુભોપયોગ હોય છે, માટે તેને સાધન કેમ ન માનવામાં આવે ?
સમાધાનઃ- ભાઈ ! એમ નથી બાપા! એનાથી (–શુભોપયોગથી) તો છૂટયો છે, પછી એને સાધન કેમ કહેવાય? રાગની રુચિ છૂટી ત્યારે તો જ્ઞાનની દષ્ટિ-ચિ થઈ અને જ્ઞાનનો અનુભવ થયો; હવે ત્યાં રાગનું સાધકપણું-સાધનપણું કયાં રહ્યું? શુભોપયોગથી જુદો પડીને-ભેદ કરીને આત્માનુભવ કર્યો છે, તો પછી તે (શુભોપયોગ) સાધન છે એમ કયાં રહ્યું? ભાઈ ! “જ્ઞાનમાત્ર આત્મા છે”—એમ અનુભવમાં સંતોષ થયો ત્યારે જે રાગ બાકી હતો તેને આરોપ કરીને વ્યવહારે સાધક કહ્યો છે. આ કથનમાત્ર છે. ભાઈ ! આ સિવાય આમાં કાંઈપણ આડુંઅવળું કરવા જઈશ તો આખું તત્ત્વ ફરી-પલટી જશે. સમજાણું કાંઈ....? શ્રી જયસેનાચાર્ય ગાથા ૩ર૦ની ટીકામાં તો આ કહ્યું છે કેજ્ઞાની-ધર્મી એમ ભાવના ભાવે છે કે-“સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક પરમભાવલક્ષણ, નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું.” પર્યાય પણ હું નહિ. તો પછી રાગ તો કયાંય રહી ગયો. લ્યો, આ તો પર્યાય એમ ભાવે-ધ્યાવે છે કે-“સકળ નિરાવરણ.................... નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું.” આવી વાત છે. ( રાગને ઉપચારથી સાધન કહેવું જુદી વાત છે અને તેને સાધન માનવું એ જુદી વાત છે ).
અહાહાહા...! અહીં કહે છે-“તને વચનથી અગોચર એવું સુખ થશે.” પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #237
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૨૧
સમયસાર ગાથા-૨૦૬ ] કયારે? કે જ્ઞાનસ્વરૂપ જ હું છું એવો અંતરમાં અનુભવ કરીશ ત્યારે. પણ એમાં રાગની કાંઈ મદદ ખરી કે નહિ? તો કહે છે-ના; રાગથી તો ભેદ કરીને ત્રિકાળીની રુચિ કરે ત્યારે અતીન્દ્રિય સુખને ઉત્પન્ન કરનાર આત્માનુભવ થાય છે. ભાઈ ! તું અનાદિથી રાગની ને પરની રુચિમાં મરી ગયો છો. અહીં કહે છે-ફેરવી દે તારી રુચિને અને ત્રિકાળી ધ્રુવ જ્ઞાનમાં લગાવી દે; તેથી તને વચનાતીત અનુપમ સુખ થશે, ભાઈ ! તારું સ્વરૂપ તો સદાય જેવું છે તેવું જ્ઞાનસ્વરૂપ કલ્યાણ સ્વરૂપ પૂર્ણ અનુભવ કરવાલાયક છે. તો તારી પર્યાયને તેમાં જોડી દે, તેમાં જડી દે; તને ઉત્તમ સુખ થશે.
અહાહા..! “તને વચનથી અગોચર સુખ થશે.” પ્રભુ! તું સુખના પંથે જઈશ. અનાદિથી જે રાગના-દુઃખના પંથે છો તે હુવે અંતરમાં જ્ઞાનમાત્ર આત્માના અનુભવ વડ સુખના પંથે જઈશ. ભાઈ ! ચિ-દષ્ટિ બદલતાં આખા માર્ગ બદલાઈ જશે; દુઃખનો પંથ છૂટીને સુખનો-મોક્ષનો પંથ થશે. પરંતુ ભાઈ ! રાગની રુચિ છોડ્યા સિવાય દુ:ખથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી.
પણ કોઈ કરોડોનાં દાન આપે તો?
ભાઈ ! કરોડોનાં દાન આપે ત્યાં મંદરાગ હોય તો પુણ્ય છે, પણ ધર્મ નહિ. રાગની રુચિ છોડ્યા સિવાય ધર્મનો-સુખનો પંથ છે જ નહિ. દાનમાં રાગની મંદતા થતાં પુણ્યબંધ થશે; તે વડે સંયોગ મળશે. સંયોગીભાવ છે ને? તો તે વડે પુણ્યબંધ થતાં સંયોગ મળશે. પણ તેથી શું? તેથી શું સ્વભાવભાવ પ્રાપ્ત થશે? દેવ-ગુરુ-શાસ્ત્રનો સંયોગ મળે તોય શું? તેના લક્ષે પણ ફરી રાગ જ થશે પણ સ્વભાવની પ્રાપ્તિ નહિ થાય. રાગની રુચિ મટાડી સ્વભાવની રુચિ કરે તો જ સ્વભાવની પ્રાપ્તિ થાય. અહાહા...! આવો જ માર્ગ છે ભાઈ ! માટે બહારમાં (રાગમાં) બૂડીને મરે છે તે કરતાં અંતરમાં (સ્વભાવમાં) બૂડીને જીવ ને પ્રભુ! તારી બહારમાં મગનતા છે એ તો મોત છે બાપા! સ્વભાવમાં-અંતરમાં મગનતા થાય એ જીવનું જીવન છે. ભાઈ ! અંતરમાં જ્ઞાનાનંદના સ્વભાવનો સાગર પડયો છે; તેમાં અંતર્મગ્ન થઈ ડૂબકી લગાવ; તને અભૂતપૂર્વ સુખ થશે, તને જીવનું જીવન પ્રાપ્ત થશે.
ભક્તિમાં આવે છે ને કે ભગવાન ! તારા ગુણ શું કહું? એ તો અપાર છે. અનંતા મુખ કરું અને એક મુખમાં અનંત જીવ મૂકું તોય પ્રભુ! તારા ગુણના કથનનો પાર આવે તેમ નથી. આખી ધરતીનો કાગળ બનાવું, સમુદ્રના જળની શાહી બનાવું અને આખીબધીય વનસ્પતિની કલમ બનાવું તોય ભગવાન! તારા ગુણ લખ્યા લખાય તેમ નથી. અહાહા..! આવા અનંત અનંત સામર્થ્યથી યુક્ત અનંત ગુણરત્નોનો ભગવાન આત્મા દરિયો છે. અહીં કહે છે–પ્રભુ! તું ત્યાં જા ને! નાથ ! તું એની રુચિ કર ને! ત્યાં જ સંતોષ કરીને તૃપ્ત થઈ જા ને! અહાહા....! એમ કરતાં તને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #238
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ વચનથી અગોચર સુખ થશે. આવું હવે એકલા વ્યવહારના રસિયાને આકરું લાગે ! અહા ! આ છોડયું ને તે છોડયું-એમ વ્યવહારની-રાગની મંદતાની ક્રિયામાં જેની મગનતા છે તેને આ આકરું લાગે ! પણ ભગવાન! રાગની રુચિરૂપ જે મિથ્યાત્વ છે તે માત્ર તો ઊભું છે. મિથ્યાત્વનો ત્યાગ કર્યા વિના બહારના ત્યાગથી શું છે? માત્ર બહારના ત્યાગ વડે તું એમ માને છે કે અમે ત્યાગી છીએ તો અમે કહીએ છીએ કે તું આત્માનો ત્યાગી છો, કેમકે તને આત્માનો ત્યાગ વર્તે છે. બાકી વસ્તુ પોતે જ્ઞાનમાત્ર છે એમ નિશ્ચય કરીને તેની જ રુચિ કરીને તેનો જ અનુભવ કરતાં મિથ્યાત્વનો ત્યાગ થાય છે અને તે ધર્મનોસુખનો પંથ છે.
કહે છે-જ્ઞાનમાત્ર આત્મામાં રૂચિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને તેમાં જ સદાય તૃતિ પામ. કેમ? કેમકે તેથી તને વચનથી અગોચર સુખ થશે. વળી કહે છે અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, બીજાઓને ન પૂછ.'
અહાહાહા...! છે? કે “તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે.” “સ્વયમ જીવ'– એમ છે ને? એટલે કે પોતે જ તે સુખને અનુભવશે. ભાઈ ! તને તારાથી જ તે અતીન્દ્રિય આનંદનો અનુભવ થશે. અરે પ્રભુ! તું બહારમાં ભટકી-ભટકીને ને પુણ્યપાપના ભાવ કરી-કરીને હેરાન-હેરાન થઈ ગયો છો. અહીં આચાર્ય તને નિજઘર બતાવે છે. તારું નિજઘર તો પ્રભુ! જ્ઞાનાનંદના સ્વભાવથી પૂરણ ભરેલું પુણ્ય-પાપના ભાવથી પાર છે. ભગવાન! તું બીજે દોરાઈ ગયો છો અને બીજે ઘેરાઈ ગયો છો પણ નાથ ! પરઘરમાંથી નીકળીને સ્વઘરમાં આવી જા. તારું સ્વઘર તો એકલું શીતળ-શીતળ-શીતળ શાંતિનું ધામ છે. ભાઈ ! વિશ્વાસ કર; વિશ્વાસે વહાણ તરશે અર્થાત્ અંદર જવાશે અને તે જ ક્ષણે તને તારાથી જ સુખનો અનુભવ થશે. અહાહાહા...! અંદર તો ભગવાન! સુખનો સાગર ઉછળે છે !!! જો, અંદર જા ને અનુભવ કર. તને તે જ ક્ષણે સ્વયમેવ સુખ અનુભવાશે. હવે આનાથી વિશેષ શું કહે ? પણ અરે! અજ્ઞાનીને એનો વિશ્વાસ-પ્રતીતિ આવતાં નથી. એને તો વ્યવહારથી ધર્મ થશે એમ પ્રતીતિ છે. અરે ભગવાન ! જે તારામાં નથી એનો તને ભરોસો? અને જે તારામાં છે તેનો ભરોસો નહીં?
કહે છે-“તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, બીજાઓને ન પૂછ'. એમ કે તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?–એક ન્યાય આ છે. વળી “અતિ પ્રશ્નો ન કર—આ બીજો અર્થ છે.
-બીજાઓને ન પૂછે, અને
-હવે અતિ પ્રશ્નો ન કર-આમ બે અર્થ છે. મતલબ કે અંદર નિજ સુખધામ પ્રભુ આત્મા છે તેમાં સમાઈ જા, તને તે જ ક્ષણે સુખની-અતીન્દ્રિય સુખની અનુભૂતિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #239
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૬ ]
[ રર૩ થશે. આ ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માએ દિવ્યધ્વનિ દ્વારા જે કહ્યું તે સંતો અનુભવ કરીને વાણી દ્વારા જગતને જાહેર કરે છે.
જુઓ, વિદેહક્ષેત્રમાં ત્રણલોકના નાથ શ્રી સીમંધર ભગવાન સાક્ષાત્ વિરાજે છે. આચાર્ય કુંદકુંદ ત્યાં ભગવાન પાસે ગયા હતા, આઠ દિ' ત્યાં રહ્યા હુતા અને તેમની વાણી સાંભળી હતી. તેઓ કહે છે-ભગવાનનો આ પોકાર છે કે પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ છો; તું જ્ઞાનથી, આનંદથી, શાંતિથી, ચારિત્રથી, સુખથી, સ્વચ્છતાથી, પ્રભુતા ને ઇશ્વરતાથી ઇત્યાદિ અનંત ગુણોથી ભરેલો પૂર્ણ એક જ્ઞાનમાત્ર પ્રભુ આત્મા છો. તેની રુચિ કર, તેને પોસાણમાં લે. ભાઈ ! તને જે બીજું (રાગાદિ) પોસાય છે તેને છોડી દે. રાગના પોસાણમાં ભાઈ ! તને ઠીક લાગે છે પણ તે નુકશાનકારક છે. માટે તારા પ્રભુનેનિર્મળાનંદના નાથને-પોસાણમાં લે, તેની જ રુચિ કર અને તેમાં જ લીન થઈ જા. હવે કોઈને પૂછવા રોકાઈશ મા કેમકે આ જ કર્તવ્ય છે, આ જ સુખની અનુભૂતિનો માર્ગ છે.
લ્યો, આવી ઊંચી ગાથા છે! એકલો માલ છે! અહો! આચાર્ય ભગવંતે જગતને ન્યાલ કરી દીધું છે!
* ગાથા ૨૦૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃત થવુંએ પરમ ધ્યાન છે.”
શું કહ્યું? કે “જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું.” જુઓ, અહીં “રતિ કર 'નો અર્થ અંદર “લીન થવું” એમ કર્યો છે. અહાહા..! જ્ઞાન ને આનંદ તે આત્માનો સ્વભાવ છે અને ભગવાન આત્મા સ્વભાવવાન છે. આવા જ્ઞાનાનંદસ્વભાવી આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃત થવું-એ પરમ ધ્યાન છે. જુઓ, મૂળ આનું નામ ધ્યાન છે. વિકલ્પથી છૂટીને જ્ઞાનાનંદસ્વભાવમાં લીન થવું તે ધ્યાન છે અર્થાત્ નિર્વિકલ્પ દશામાં-ધ્યાનમાં આવો જ્ઞાનાનંદસ્વભાવ આવે છે–એમ કહેવું છે.
કહે છે-જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું-એ પરમધ્યાન છે. જોયું? “પરમધ્યાન છે” એમ કહ્યું છે. મતલબ કે આત્મામાં લીન થાય છે ત્યારે ધ્યાનની નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે અને ત્યારે અન્ય વિકલ્પ રહેતા નથી, વિકલ્પની વિચારધારા સમાપ્ત થઈ જાય છે. અહા ! કેવો સરસ ખુલાસો કર્યો છે ! ભાવાર્થકારે સત્યને સ્પષ્ટ મૂકયું છે.
ભાઈ ! તારું ધ્યાન જે પરલક્ષમાં વળેલું છે એ તો આર્ત-રૌદ્રધ્યાન છે; એ દુઃખકારી છે. માટે હવે ધર્મધ્યાન પ્રગટ કર. તે ધર્મધ્યાનના બે પ્રકાર છે-૧. નિશ્ચય અને ૨. વ્યવહાર. વસ્તુનું-આત્માનું પરમ ધ્યાન તે નિશ્ચયધર્મધ્યાન છે. ધર્મનો ધરનાર ધર્મી જ્યાં પડયો છે, દ્રવ્ય-ગુણ જ્યાં પરિપૂર્ણ પડ્યા છે ત્યાં એકાગ્રતા કરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #240
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૪ ]
ચન રત્નાકર ભાગ-૭ લીન થવું તે નિશ્ચયધર્મધ્યાન છે અને જે શુભવિકલ્પ છે તે વ્યવહારધર્મધ્યાન છે. (વ્યવહારધર્મધ્યાન એ આરોપિત કથનમાત્ર ધર્મધ્યાન છે અને તે ધર્મીને-જ્ઞાનીને હોય છે.)
‘ચિંતાનિરોધો ધ્યાન' એક + અગ્ર - નામ એક આત્માને દૃષ્ટિમાં લઈને તેમાં લીન થતાં ચિંતાનો-વિકલ્પનો વિરોધ થઈ જાય છે તેનું નામ ધ્યાન છે. અહાહા...! વસ્તુ–પૂર્ણાનંદનો નાથ પરિપૂર્ણસ્વભાવે પ્રભુ આત્મા છે. તેમાં એકાગ્ર થઈ તેમાં જ લીન થવું તે પરમધ્યાન છે. હવે કહે છે તેનાથી વર્તમાન આનંદ અનુભવાય છે અને થોડા જ કાળમાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.” જુઓ, પહેલાં પૂર્ણ સ્વરૂપ પ્રભુ આત્માની ધ્યાનમાં પ્રાપ્તિ તે ધ્યાનની પ્રથમ દશા છે, અપૂર્ણ દશા છે. તેનાથી, કહે છે, વર્તમાન આનંદ અનુભવાય છે અને પછી થોડા જ કાળમાં એટલે ધ્યાન જામતાં જામતાં પરિપૂર્ણ દશા થતાં જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અર્થાત્ તેમાં પૂર્ણજ્ઞાન અને પૂર્ણ આનંદની પ્રાતિ-અનુભવ થાય છે. સમજાણું કાંઈ...? દ્રવ્યસંગ્રહની ૪૭ મી ગાથામાં આવે છે ને કે
___“दुविहं पि मोक्खहेउं झाणे पाउणदि जं मुणी णियमा" બે પ્રકારનો મોક્ષમાર્ગ-સાચો અને આરોપિત મોક્ષમાર્ગ-મુનિને ધ્યાનમાં પ્રાપ્ત થાય છે. અહાહા...! અંદર ધ્યેયને (શુદ્ધ આત્મદ્રવ્યને) ગ્રહતાં-પકડતાં જે વિકલ્પ વિનાની એકાકાર-ચિદાકાર દશા થાય છે તે ધ્યાન છે અને એ ધ્યાનમાં બે પ્રકારનો મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. ત્યાં શુદ્ધ રત્નત્રય-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે નિશ્ચય (સત્યાર્થ) મોક્ષમાર્ગ છે,
જ્યારે તેની સાથે જે રાગ બાકી રહે છે તે વ્યવહાર (આરોપિત) મોક્ષમાર્ગ છે. આ બન્ને મોક્ષમાર્ગ પ્રભુ! તને ધ્યાનમાં પ્રાપ્ત થશે. અરે ! પરંતુ જેને હજુ પોતે કેવો છે, કેવડો છેએની ખબરેય નથી તેને ધ્યાન કેવું? તેને મોક્ષમાર્ગ કેવો?
અહીં કહે છે–પ્રભુ! તું શુદ્ધ આત્મદ્રવ્યમાં લીન થા, એમાં જ સંતુષ્ટ થા, એમાં જ તૃત થા અર્થાત્ એમાં જ તારું ધ્યાન લગાવ. તેથી તને વર્તમાનમાં આનંદનો અનુભવ થશે અને થોડા જ કાળમાં (ધ્યાનના દઢ-દઢતર-દઢતમ અભ્યાસથી) તને જ્ઞાનાનંદસ્વરૂપ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થશે. અહાહા..! ધ્યાન વડે પ્રભુ ! તને અલ્પકાળમાં પૂર્ણદશાની પ્રાપ્તિ થશે. વળી કહે છે-“આવું કરનાર પુરુષ જ તે સુખને જાણે છે, બીજાનો એમાં પ્રવેશ નથી.' (બ્રહ્મલીન પુરુષ જ પરમાનંદને અનુભવે છે, બીજા મિથ્યાષ્ટિઓને અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત થતો નથી). આવી વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #241
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૬ ]
[ રર૫ હવે જ્ઞાનાનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છે
* કળશ ૧૪૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘યરમાત્' કારણ કે “ps:' આ (જ્ઞાની) “સ્વયમ્ વ' પોતે જ “વિંન્યશત્તિ: વેવ:' અચિજ્યશક્તિવાળો દેવ છે...
શું કહ્યું? ભગવાન આત્મા અચિજ્યશક્તિવાળો એટલે કે ચિંતનમાં-વિકલ્પમાં ન પ્રાપ્ત થાય એવો દેવ-પ્રભુ છે. તથા તેનો જેણે અંતરમાં અનુભવ કર્યો છે તે જ્ઞાની પણ પોતે અચિજ્યશક્તિવાળો દેવ છે. અહાહા....! જે ચિંતવનાથી જાણી શકાય નહિ તે અચિત્યશક્તિવાળો આત્મા પોતે જ દેવ અને ભગવાન છે. અહાહા...! એ તો પોતે પોતાના સ્વભાવથી (સ્વભાવના લક્ષ, સ્વાનુભૂતિમાં) જણાય એવો પ્રત્યક્ષ જ્ઞાતા-દષ્ટાસ્વભાવી પ્રભુ આત્મા છે.
કોઈને વળી થાય કે વ્યવહાર હોય તો નિશ્ચય થાય ને? નિમિત્ત હોય તો ઉપાદાનમાં કાર્ય થાય ને?
ભાઈ ! “નિમિત્તથી થયું' એમ કહેવું એ તો નિમિત્તની કથનશૈલી છે; બાકી નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ જ થતું નથી. જુઓને ! અહીં શું કહે છે? કે ભગવાન આત્મા અચિન્ય દેવ છે; અર્થાત્ તેની દિવ્યશક્તિને પ્રગટ કરવા કોઈ રાગની-વ્યવહારની અપેક્ષા નથી. અહીં તો ધર્મી-જ્ઞાની પણ અચિન્ય દેવ છે એમ કહ્યું છે કેમકે જ્ઞાનીને અચિજ્ય દેવ એવો જે આત્મા તે સ્વાનુભવમાં પ્રત્યક્ષ અનુભવાયો છે. સમજાણું કાંઈ....?
અહાહા...! જેણે સ્વાનુભવમાં આત્મા પ્રગટ અનુભવ્યો છે એવો ધર્મી-જ્ઞાની અચિન્ય દેવ છે. તથા ‘વિન્માત્ર–વિન્તામજિ:' તે ચિત્માત્ર-ચિંતામણિ છે. જુઓ, ધર્મી જીવ ચૈતન્યચિંતામણિ રત્ન છે; કેમકે ચિત્માત્ર-ચિંતામણિ એવો આત્મા તેણે હસ્તસિદ્ધ કર્યો છે. જેમ ચિંતામણિ રત્ન જેના હાથમાં હોય તેને તે જે ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિ છે. એટલે શું? કે તેમાં જે એકાગ્ર થાય તેને નિર્મળ ચૈતન્યરત્નો ( જ્ઞાન, દર્શન આદિ) પ્રાપ્ત થાય છે. ભાઈ ! રાગ ચૈતન્ય-ચિંતામણિ નથી. આ દયા, દાનના વિકલ્પ કે વ્યવહારરત્નત્રયના વિકલ્પ જે છે તે ચૈતન્યચિંતામણિ નથી કેમકે તેમાં એકાગ્ર થતાં ચૈતન્યરત્નો (સમ્યગ્દર્શન આદિ) પ્રગટતાં નથી, પણ જીવ પામર દશાને જ પ્રાપ્ત થાય છે. (ચતુર્ગતિને જ પ્રાપ્ત થાય છે).
જેમ જેને પુણ હોય છે તેને દેવ-અધિષ્ઠિત ચિંતામણિરત્ન પ્રાપ્ત થાય છે. તેમ જેને અંતરમાં અચિજ્યદેવ ચિત્માત્રચિંતામણિ પ્રભુ આત્મા છે એવો અનુભવ થયો છે તેને તે (–આત્મા) પ્રાપ્ત થાય છે.
અહા ! આ નિર્જરા અધિકાર ભાઈ ! સૂક્ષ્મ છે. અરે! અજ્ઞાની તો એમ કહે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #242
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૬ ]
યન રત્નાકર ભાગ-૭ છે કે ઉપવાસ કર્યો એટલે નિર્જરા થઈ ગઈ કેમકે ઉપવાસ કરવો તે તપ છે અને તપથી નિર્જરા છે, તથા નિર્જરા તે મોક્ષનું કારણ છે.
ભાઈ ! ઉપવાસ કરવો એમાં તો ધૂળેય તપ નથી સાંભળને. એને તપ કહ્યું છે એ તો નિમિત્તથી વ્યાખ્યા છે. બાકી વાસ્તવિક તપ તો એને કહીએ કે જેમાં અચિંત્યદેવ ચિન્માત્રચિંતામણિ પ્રભુ આત્માનો આશ્રય અને અનુભવ હોય. જેને આવો અનુભવ છે તે (સત્યાર્થ ) તપનો કરનારો છે અને તેને આત્મસ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ થાય છે. અહીં ! આનું નામ તપ, આનું નામ ધર્મ ને આનું નામ મોક્ષનો મારગ છે.
બહારમાં જે દેવ-અધિષ્ઠિત ચિંતામણિરત્ન છે એ તો જડ પથ્થર છે. (તે નિરાકુળ આનંદ દેવા સમર્થ નથી). જ્યારે આ ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિ રત્ન છે. આ ચૈતન્યચિંતામણિરત્નની અંતરએકાગ્રતા વડે અનુભવદશા પ્રગટ કરી તેનો જેટલો અનુભવ કરે તેટલો નિરાકુળ અનુપમ આનંદ આવે એવું એ મહા રત્ન છે. અહાહા..! જેમ ભગવાન પરમાત્મા (અરિહંતાદિ ) ચૈતન્યચિંતામણિને પ્રાપ્ત કરી પૂરણ આનંદને પ્રાપ્ત થયા છે તેમ ધર્મીને પણ સમ્યગ્દર્શનમાં ચૈતન્યચિંતામણિ રતનની પ્રાપ્તિ છે અને જેટલો જેટલો તે અંતરએકાગ્રતા વડે અંતરરમણતા કરે છે તેટલા તેટલા નિરાકુળ આનંદની તેને પ્રાપ્તિ થાય છે એમ કહે છે. (પૂરણ એકાગ્રતા સિદ્ધ થતાં પૂર્ણ આનંદની પ્રાપ્તિ થઈ જાય છે). આવી વાત છે; સમજાણું કાંઈ ?
હવે કહે છે-જ્ઞાની પોતે જ અચિન્ય દેવ અને ચિન્માત્ર-ચિંતામણિ છે માટે, ‘સર્વ-અર્થ_રિતદ્રુ–માત્મતયા' જેના સર્વ અર્થ સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી...
જોયું? વ્યવહારના વિકલ્પથી ભેદ કરીને ચૈતન્યચિંતામણિ રતન અને પોતે જ દેવ છે એવા આત્મામાં જેની દૃષ્ટિ પડી છે તેનું સ્વરૂપ કહે છે કે –તેને ભગવાન આત્માની સ્વાનુભવમાં પ્રાપ્તિ થઈ હોવાથી જેના સર્વ અર્થ સિદ્ધ થયા છે એવા સ્વરૂપે તે થયો છે. જુઓ, છે અંદર ? કે “જેના સર્વ અર્થ સિદ્ધ થયા છે એવા સ્વરૂપે હોવાથી'... અહાહા.. ! ભગવાન આત્માનો દ્રષ્ટિમાં લાભ થયો તો તેનાં સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયાં એમ કહે
પ્રશ્ન- શું તેને પરિપૂર્ણ સુખ પ્રાપ્ત થઈ ગયું?
સમાધાન- ભાઈ ! તેને પરિપૂર્ણ સુખ પ્રાપ્ત થશે જ; તેથી તેનાં સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયાં એમ કહ્યું છે. જેને આત્મલાભ થયો અને સમ્યગ્દર્શન થયું તેને વર્તમાનમાં નિરાકુલ આનંદની પ્રાપ્તિ છે અને અલ્પકાળમાં પૂરણ આનંદની પ્રાપ્તિ થશે. માટે તેના સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયાં છે-એમ કહે છે.
અહા ! આવો પોતે દેવાધિદેવ પરમાત્મસ્વરૂપે અંદર સદા બિરાજમાન છે છતાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #243
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૬ ]
- [ ૨૨૭ અજ્ઞાની તેને (-પોતાને) ભૂલીને પદ્માવતી અને ક્ષેત્રપાલ આદિને આરાધે છે! અરે ! આ તને શું થયું છે પ્રભુ? આ તું કયાં રખડવા જા' છો ? ભગવાન! તું ચૈતન્ય-ચિંતામણિ છો ને! તેને ઓળખી તેમાં જા ને! ત્યાં તને અદ્દભુત આનંદ આવશે, માનો સર્વ અર્થ સિદ્ધ થઈ ગયાં હોય તેવો નિરાકુળ આનંદ પ્રાપ્ત થશે. આવી વાત છે. ભાઈ ! આ પરમ સત્ય વસ્તુ છે. આ કોઈ કલ્પનાની કે કોઈના પક્ષની ચીજ નથી.
અહાહા...! કહે છે-ભગવાન આત્મા ચૈતન્યચિંતામણિ અને અચિંત્ય શક્તિવાળો દેવ છે. તેનું ક્યાં અંતરમાં ભાન થયું ત્યાં સર્વ અર્થ સિદ્ધ થઈ ગયા. હવે કહે છે
જ્ઞાની' જ્ઞાની અન્ય પરિપળ ' અન્યના પરિગ્રહથી વિમ્ વિદ્યતે' શું કરે ?
ગજબ વાત છે ભાઈ ! કહે છે-જ્ઞાનીને અન્ય પરિગ્રહણથી એટલે કે શુભાશુભ ક્રિયાથી–પુણ્ય-પાપના પરિણામથી અને દ્રવ્ય-ગુણ આદિના ભેદના વિચારોથી હવે શું કામ છે? શું કહ્યું એ? કે ચિંતામણિ દેવ ભગવાન આત્મા જ્યાં અંતરમાં પ્રાપ્ત થયો-ગ્રહણમાં આવ્યો ત્યાં હવે તેને અન્ય પરિગ્રહણથી-જડના પરિગ્રહણથી શું કામ છે? અંદરમાં શુભાશુભ વિકલ્પો જે ઊઠે છે એનાથી એને શું પ્રયોજન છે? હવે આવી વાત છે ત્યાં અજ્ઞાની કહે છે કે વ્યવહારથી–શુભરાગથી નિશ્ચય થાય છે. અહીં કહે છે-જ્ઞાનીને એનાથી (વ્યવહારના વિકલ્પથી) શું પ્રયોજન છે? બેમાં આવડો મોટો ફેર છે! સમજાણું કાંઈ...?
અહાહા..! કહે છે-જ્ઞાની અન્ય પરિગ્રહણ શા માટે કરે? તે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના વિકલ્પોનું પરિગ્રહણ શું કામ કરે? કેમકે એને હવે કાંઈ કરવાનું નથી. જેને અનંત ગુણનું ગોદામ-સંગ્રહાલય એવો ચિંતામણિસ્વરૂપ ભગવાન આત્મા જ્યાં મળ્યો
ત્યાં એને આવા (જડ) વિકલ્પોનો સંગ્રહ કરીને શું કામ છે? જેમ કોઈને ચિંતામણિ રત્ન હાથ આવ્યું છે તે પૈસા આદિ સામગ્રીને સંઘરતો નથી કેમકે તેને જ્યારે જે જોઈએ
ત્યારે તે સર્વ ચિંતવેલું મળી જાય છે. તેમ ભગવાન આત્મા જે ચૈતન્યચિંતામણિ દિવ્યશક્તિનો ધારક પોતે દેવ છે તે જેને પ્રાપ્ત થયો તે વિકલ્પોના પરિગ્રહણમાં પડતો નથી કેમકે સ્વસ્વરૂપમાં જ એકાગ્ર થતાં નિરાકુલ આનંદની પ્રાપ્તિ થઈ જાય તેવો આત્મા પોતે જ દેવ છે. આવું પોતાનું સ્વરૂપ છે તોપણ અરે ! પૈસાના ઢગલા અને શરીરની સુંદરતાનમણાઈ અને વચનની મધુરતા ઇત્યાદિની ચિ આડ અજ્ઞાનીને તેનો મહિમા આવતો નથી ! પરના માહાભ્યમાં રોકાઈને તે સ્વને ભૂલી ગયો છે! પણ ભાઈ ! એનું ફળ બહુ આકરું આવશે બાપા !
અહી કહે છે-ધર્મીને વિકલ્પથી શું પ્રયોજન છે? વ્યવહારથી શું પ્રયોજન છે? તો શું ધર્મીને વ્યવહાર હોતો જ નથી ? સમાધાન- વ્યવહાર હો; ધર્મીને (યથાસંભવ) વ્યવહાર હોય છે પણ એનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #244
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ એને પ્રયોજન નથી; કેમકે એનાથી (વ્યવહારથી) પ્રયોજનની (મોક્ષમાર્ગ અને મોક્ષની) સિદ્ધિ થતી નથી એક વાત; અને જેનાથી પ્રયોજનની સિદ્ધિ થાય છે એવો ચિન્માત્રચિંતામણિ ભગવાન આત્મા તેને પ્રાપ્ત થઈ ગયો છે. સમજાણું કાંઈ ? માટે હવે તે બીજાને (વિકલ્પોને) પકડીને શું કરે? શું કામ વિકલ્પોને પકડ? આ પ્રકારે જ્ઞાનીને નિર્જરા થાય છે એમ કહે છે. ભાઈ ! તને મારગ આકરો લાગે છે પણ આ જ સત્ય મારગ છે. શુભભાવ કરીએ અને તે ધર્મમાં મદદરૂપ થશે એમ જ્ઞાનીને કદીય હોતું નથી.
પ્રશ્ન- હા, પણ કર્મથી વિકાર થાય છે ને? અને કર્મનો અભાવ થવાથી જીવ મોક્ષમાર્ગમાં પરિણમે છે ને?
સમાધાન - ભાઈ ! એમ નથી. પરપદાર્થથી (કર્મથી) પોતાનામાં વિકાર થાય છે એ માન્યતા યથાર્થ નથી. પરપદાર્થથી પોતાનામાં વિકાર કેમ થાય? વિકાર પોતે પોતાથી થાય છે; તેને કર્મની અપેક્ષા નથી. વિકાર થાય છે તે તેની જન્મક્ષણ છે અને તેવી રીતે મોક્ષમાર્ગ પણ તેની ઉત્પત્તિના કાળે સહજ પ્રગટ થાય છે. અહા ! આવો જેને નિર્ણય થયો હોય છે તેની દષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર જ હોય છે. મોક્ષમાર્ગ અર્થાત્ નિર્મળ રત્નત્રય જે પ્રગટ થાય છે તે તેની ઉત્પત્તિની જન્મક્ષણ છે. તેની ઉત્પત્તિના કાળે કર્મનો અભાવ હો ભલે, પણ તેને કર્મના અભાવની કે વ્યવહારના વિકલ્પની કોઈ અપેક્ષા નથી. ભાઈ ! બધું આવું કમબદ્ધ ન હોય તો સર્વજ્ઞતા જ સિદ્ધ નહિ થાય. પરંતુ જેની દષ્ટિ શુદ્ધ જ્ઞાયકભાવ ઉપર જ છે તેને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે, બીજાને મિથ્યાષ્ટિને નહિ.
ભાઈ ! રાગની ઉત્પત્તિની પણ જન્મક્ષણ છે; માટે જે સમયે જે રાગ થવાનો છે તે તે તે સમયે થાય છે. તેવી રીતે શુદ્ધ રત્નત્રયની-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પણ જન્મક્ષણ છે. પરંતુ એની જન્મક્ષણનો નિર્ણય અને અનુભવ કોને થાય? કે જેની જ્ઞાયક ઉપર દષ્ટિ છે તેને; અને તેને જ (શુદ્ધ રત્નત્રયની) જન્મક્ષણનો કાળ સાચો પાકે છે. અહાહા...! અચિંત્યદેવ ભગવાન ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્માની જેને અંતરમાં દષ્ટિ થઈ તેને ક્રમબદ્ધનો યથાર્થ નિશ્ચય થાય છે અને તેમાં એક સાથે નિશ્ચયવ્યવહારરત્નત્રય બન્નેનું યથાર્થ જ્ઞાન થાય છે. ત્યાં વ્યવહારરત્નત્રય છે તે આરોપિત મોક્ષમાર્ગ છે. આરોપિત એટલે? મોક્ષમાર્ગ તરીકે આરોપિત છે, બાકી રાગ તરીકે તે યથાર્થ-સત્યાર્થ છે.
શું કહ્યું છે ?
કે રાગ તરીકે એ વ્યવહાર આરોપિત નથી, કેમકે રાગ દશાએ તો એ સત્યાર્થ જ છે પરંતુ તેને મોક્ષમાર્ગ કહેવો તે આરોપિત છે. સમજાણું કાંઈ....?
અરે! જન્મ-મરણ કરી કરીને તું હેરાન-હેરાન થઈ ગયો છો બાપા! જુઓને,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #245
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૨૯,
સમયસાર ગાથા-૨૦૬ ] અકસ્માતમાં કેવો કચ્ચરઘાણ નીકળે છે? અરરર! આ દશા ! રસ્તામાં બિચારાં પ્રાણીઓનો કચડાઈને કચ્ચરઘાણ નીકળી ગયો હોય છે. ભાઈ ! તેને ખબર નથી પણ રાગની રુચિમાં તારા સ્વભાવનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. માટે રાગની –વ્યવહારની રુચિ તું એકવાર છોડ અને ચૈતન્યચિંતામણિ આનંદકંદ પ્રભુ આત્માની રુચિ કર. એમ કરતાં તું ન્યાલ થઈ જઈશ, તને ચૈતન્યચિંતામણિ પ્રાપ્ત થશે, તને સર્વ પ્રયોજન સિદ્ધ થશે.
અહીં કહે છે જેને ચૈતન્યચિંતામણિ અમૃતના નાથ પ્રભુ આત્માની રુચિ થઈ છે એવો જ્ઞાની અન્યને પકડીને શું કરે? રાગ હો ભલે, પણ તેનો પરિગ્રહુ-પકડ કરીને જ્ઞાની શું કરે? જેનાથી સર્વ પ્રયોજન સિદ્ધ થાય એવો ચૈતન્યચિંતામણિ હાથ આવ્યો પછી રાગથી-વ્યવહારથી એને શું મતલબ ? જ્ઞાનીને તો ક્ષણે ક્ષણે અશુદ્ધતાની અને કર્મની નિર્જરા જ થાય છે. હવે જે નિર્જરે છે–ટળી જાય છે તેને જ્ઞાની કેમ પકડે? અહાહા.... જેને સ્વાશ્રયમાં અદ્દભુત આનંદ વેદાય છે તે હુવે દુઃખકારી રાગને કેમ પકડ? અને તે હવે નવીન કર્મબંધમાં નિમિત્ત કેમ થાય? એને તો હવે નિર્જરા જ છે. ભાઈ ! થોડું લખ્યું ઘણું કરીને માનજો, ( બધું કરીને માનજો. ) સમજાણું કાંઈ....?
* કળશ ૧૪૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે.'
આત્મા જ્ઞાનસ્વરૂપી ભગવાન છે. તેમાં નથી રાગ કે નથી સંસાર, નથી શરીર કે નથી કર્મ. આવું જે આત્મતત્ત્વ છે તે જ્ઞાનમૂર્તિ છે અને તે જ પોતે અનંત શક્તિનો ધારક દેવ છે. ભાઈ ! આ અરિહંત દેવ તો તારે માટે પર છે; તે કાંઈ તારા દેવ નથી. તારો દેવ તો અનંત શક્તિનો ધારક એવો જ્ઞાનમૂર્તિ ભગવાન તું પોતે જ છો. વળી તે સર્વ કાર્યની સિદ્ધિ કરે એવો ચૈતન્યચિંતામણિ છો. તું પોતાથી કાર્યની સિદ્ધિ કરનારો દેવ છો. મતલબ કે રાગના કારણે વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે એમ નથી.
અહાહા...! ચૈતન્યચિંતામણિ રતન ભગવાન આત્મા છે. તેથી તેની વાંછિત ભાવના સિદ્ધ થાય તેવું તેનું કાર્ય પોતાથી જ થાય છે; તેને રાગ કે નિમિત્તની અપેક્ષા નથી. જીણી વાત છે ભાઈ ! પ્રભુ! તું પોતે જ અંદર ચૈતન્યચિંતામણિ દેવ અને ભગવાન છો. અરે ! પણ એને ક્યાં એની ખબરેય છે? એ તો આ ધૂળ-પૈસામાં ભરમાઈ ગયો છે. અને માને છે કે-અમે કરોડપતિ, આ ભંડાર મારો, આ બાયડી-છોકરાં મારાં ઈત્યાદિ. પણ બાપુ! એ તો બધી જડની સંપદા જડ છે, પર છે. (તારા ભાગે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #246
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૦ ]
ચિન રત્નાકર ભાગ-૭ મિથ્યાત્વાદિ જ આવે છે). જ્યારે ધર્મીને તો ચૈતન્યચિંતામણિરૂપ નિજ સ્વરૂપ સંપદા ભાસી છે. એ તો માને છે કે-“હું દવ .’ આવે છે ને કે
શિવરમણી રમનાર તું, તું હી દેવનો દેવ.” આ સ્ત્રીનું (દેહનું) રમણ તને ન હોય ભગવાન! તું તો મોક્ષરૂપી લક્ષ્મીનો રમનાર દેવ છો, દેવનો દેવ છો, દેવાધિદેવ છો.
અહાહા...! સબ દેવન કે દેવ-એવું અચિત્ય તારું સ્વરૂપ છે ભગવાન! જુઓને, શું કહે છે? કે-“ચૈતન્યરૂપી ચિંતામણિ હોવાથી વાંછિત કાર્યની સિદ્ધિ કરનારો છે.” એટલે કે તેના કાર્ય માટે પર કે નિમિત્ત સામે તાકવું પડે એમ નથી. સંવર ને નિર્જરાની પર્યાય પ્રગટ કરવામાં તેને પરની–નિમિત્તની સામું જોવાનું નથી, પરંતુ સ્વ સામું જોતાં જ સંવરનિર્જરાના પરિણામ પ્રગટ થાય એવો ચૈતન્યચિંતામણી દેવ પોતે છે. હવે આવી વાત બિચારો ધંધો-રોજગાર ને બૈરાં-છોકરાં સાચવવામાંથી નવરો પડે તો સાંભળે ને? ભાઈ ! બધા મજુર છે મજુર! આખો દિ' પાપની મજુરી કરનારા મજુર છે! આ કરું ને તે કરુંએમ કર્તાપણાની હોળીથી બિચારા બળી રહ્યા છે!! હવે તેમાં “હું અચિજ્ય દેવ છું –એ કયાંથી ભાસે? અરેરે ! જેને પરમાં દિવ્યતા ભાસે છે તેને આત્મા જે પોતે દેવ છે તેની દિવ્યતા કયાંથી ભાસે? પણ ભાઈ ! આ સમજણ ના કરી તો અવસર ચાલ્યો જશે હોં. (મતલબ કે ભવભ્રમણ ઊભું રહેશે ).
હવે કહે છે માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે? અર્થાત્ કાંઈ જ સાધ્ય નથી. આમ નિશ્ચયનયનો ઉપદેશ છે.'
જોયું? જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ છે કેમકે તેને ચૈતન્યચિંતામણિ એવા આત્માની પ્રાપ્તિ થઈ છે. હવે તે પોતાનું વાંછિત (સંવર, નિર્જરા ને મોક્ષરૂપ) કાર્ય સિદ્ધ કરવા પોતે જ સમર્થ છે પછી તેને પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય હોય? કાંઈ જ સાધ્ય નથી. રાગ ને વિકલ્પથી તેને કોઈ જ કામ નથી. આવું નિશ્ચયનયનું સ્વરૂપ છે. વ્યવહાર દર્શાવવામાં આવે ત્યારે તેને વ્રતાદિના વિકલ્પ હોય છે એનું જ્ઞાન કરવું પ્રયોજનવાન છે, પરંતુ તે વિકલ્પ સાધ્યની સિદ્ધિમાં બીલકુલ પ્રયોજનવાન નથી-આવી વાત છે.
[ પ્રવચન નં. ૨૮૧ શેષ, ૨૮ર * દિનાંક ૩-૧-૭૭ અને ૪-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #247
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૭
को णाम भणिज्ज बुहो परदव्वं मम इमं हवदि दव्वं। अप्पाणमप्पणो परिगहं तु णियदं वियाणंतो।। २०७।।
को नाम भणेद्बुधः परद्रव्यं ममेदं भवति द्रव्यम्।
માત્માનમાત્મ: પરિચદં તુ નિયત વિનાનના ર૦૭ના હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છેઃ
પદ્રવ્ય આ મુજ દ્રવ્ય” એવું કોણ જ્ઞાની કહે અરે!
નિજ આત્મને નિજનો પરિગ્રહ જાણતો જે નિશ્ચયે? ૨૦૭. ગાથાર્થ:- [ આત્માનતુ] પોતાના આત્માને જ [ નિયd] નિયમથી [ માત્મ: પરિ૬] પોતાનો પરિગ્રહ [ વિનાન] જાણતો થકો [5: નામ વુધ:]
ક્યો જ્ઞાની [ ભત્] એમ કહે કે [< Yરદ્રવ્ય] આ પારદ્રવ્ય [ મમ દ્રવ્ય ] મારું દ્રવ્ય [ ભવત] છે?
ટીકા - જે જેનો સ્વભાવ છે તે તેનું “'સ્વ' છે અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છે–એમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી “આ મારું “સ્વ” નથી, હું આનો સ્વામી નથી” એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રસ્તો નથી (અર્થાત્ પરદ્રવ્યને પોતાનો પરિગ્રહ કરતો નથી).
ભાવાર્થ:- લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થજ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.
સમયસાર ગાથા ૨૦૭: મથાળું હવે પૂછે છે કે જ્ઞાની પરને કેમ ગ્રહતો નથી? તેનો ઉત્તર કહે છે –
૧. સ્વ = ધન, મિલકત માલિકીની ચીજ.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #248
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૩ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ * ગાથા ૨૦૭: ટીકા ઉપરનું પ્રવચન * “જે જેનો સ્વભાવ છે તે તેનું સ્વ છે અને તે તેનો (સ્વ ભાવનો) સ્વામી છેએમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદષ્ટિના આલંબનથી જ્ઞાની (પોતાના) આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે,...”
શું કહ્યું? કે આત્માનો પોતાનો જે સ્વભાવ છે તે તેનું પોતાનું સ્વ છે. અહાહા...! પોતાનો જે ત્રિકાળી જ્ઞાનાનંદ સ્વભાવ છે તે પોતાનું સ્વ છે અને પોતે તેનો સ્વામી છે. -આમ સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ જાણે છે. જુઓ, ભગવાન આત્મા સૂક્ષ્મ નિર્વિકલ્પ વસ્તુ છે. તેને જ્ઞાની સૂક્ષ્મ ને તીક્ષ્ણ તત્ત્વદષ્ટિથી પકડે છે. ભાઈ ! આત્મા સ્થળ એવા શુભાશુભ વિકલ્પોથી પકડાય એવી ચીજ નથી. જ્ઞાની તેને સૂક્ષ્મ ને તીક્ષ્ણ તત્ત્વદષ્ટિ વડે પકડે છે. અહાહા..! આત્મા સૂક્ષ્મ ને તીર્ણ તત્ત્વદષ્ટિથી એટલે કે અંતર્મુખ થયેલા ઉપયોગ વડે જ પકડાય એવી ચીજ છે. જ્ઞાની આવી સૂક્ષ્મ અને તીક્ષ્ણ તત્ત્વદષ્ટિના આલંબનથી પોતાના આત્માને જ પોતાનો પરિગ્રહ નિયમથી જાણે છે.
ધર્મી ચક્રવર્તી હોય તે છ ખંડના રાજ્યવૈભવમાં પડેલો દેખાય, પણ આ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા તે જ હું છું, એ જ મારો પરિગ્રહ છે એવું અંતરમાં તેને નિરંતર ભાન હોય છે. આ સ્ત્રી-કુટુંબ પરિવાર ને છ ખંડનું રાજ્ય હો, પણ તે મારું કાંઈ નથી. અરે ! આ દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિના જે ભાવ આવે છે તે પણ મારા કાંઈ નથી. મારો તો એક જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા છે, ભગવાન આત્માનો જ મને પરિગ્રહ છે–એમ તે માને છે. લ્યો, આ જ્ઞાનીનો પરિગ્રહ! અહો! એક આત્મા જ જ્ઞાનીનો પરિગ્રહું છે. જ્યારે અજ્ઞાની બહારનો ધનવૈભવ અને રાગાદિ ભાવોને પોતાનો પરિગ્રહ માને છે. અહા ! તે મૂઢ છે.
પ્રશ્ન-શું આત્માને આત્માનો પરિગ્રહ હોય?
સમાધાનઃ- હા; કેમકે જ્ઞાનીએ આત્માને પકડ્યો છે ને? પરિ એટલે સર્વથા-સર્વ પ્રકારે અને ગ્રહ એટલે પકડવું. જ્ઞાનીએ એક આત્માને જ પકડ્યો છે, માટે જ્ઞાનીને તો આત્મા જ પરિગ્રહુ છે.
પ્રશ્ન- આ તો એક નવો પરિગ્રહુ કહ્યો; અમે તો પૈસા આદિને પરિગ્રહુ માનતા તા.
સમાધાન- નવો તો કાંઈ નથી; અનાદિકાળથી આત્માને આત્માનો જ પરિગ્રહ છે. ભાઈ ! પૈસા-હીરા-માણેક-મોતી-રતન ઇત્યાદિ તો બધાં ધૂળ-પુદ્ગલ છે, પર છે. તે કયા fથી તેનો (આત્માનો) પરિગ્રહું હોય ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #249
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૭ ]
[ ૨૩૩ પ્રશ્ન- હા, પણ તે (હીરા-માણેક આદિ) કિંમતી છે ને? તે વડે લોકો સુખી જણાય છે ને?
ઉત્તર- એ ધૂળની ભાઈ ! (આત્મામાં) કાંઈ કિંમત (-પ્રતિષ્ઠા) નથી. જોતા નથી આ પૈસાદિના કારણે તો લોક એકબીજાને મારી નાખે છે? તો પછી તે વડે લોક સુખી કેમ હોય? તે સુખનું કારણ કેમ થાય? ભાઈ ! એ ધૂળેય સુખનું કારણ નથી સાંભળને. આવું તો (હીરા-માણેક આદિનો સંયોગ તો) અનંત વાર થઈ ગયું છે પ્રભુ! પણ તેથી શું? તે કયાં તારી ચીજ છે? તને ખબર નથી બાપુ! પણ એવા (–સંયોગના) ખેલ તો તે અનંતવાર ખેલ્યા છે. (પણ દુઃખ તો ઊભું જ છે, ભવભ્રમણ ઊભું જ છે).
અહીં કહે છે-નિયમથી એટલે નિશ્ચયથી સૂક્ષ્મ તીક્ષ્ય તત્ત્વદષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહુ જાણે છે. અહા ! હું તો જ્ઞાનાનંદસ્વભાવી છું –એમ જેને અંતરમાં તેની પકડ થઈ ગઈ છે તેને પોતાનો આત્મા જ પરિગ્રહ છે. જાઓ, ભરત ચક્રવર્તી છ ખંડના રાજા હતા. ૩ર લાખ વિમાનનો સાહ્યબો એવો સ્વર્ગનો ઇન્દ્ર એનો મિત્ર (મિત્ર એટલે સાથે બેસનારો) હતો. છતાં એના અંતરમાં આ હતું કેજ્ઞાનાનંદસ્વભાવી મારો આત્મા એ જ મારો પરિગ્રહ છે; આ ચક્રવર્તીનું રાજ્ય, કે આ મિત્ર કે આ જે રાગ છે તે મારી ચીજ નથી, તેનો હું સ્વામી નથી. આવી વાત છે !
ઋષભદેવ ભગવાન જ્યારે અષ્ટાપદ પર્વત ઉપરથી મોક્ષ પધાર્યા ત્યારે ભારત ચક્રવર્તી ત્યાં હાજર હતા. અહા ! સમકિતી-જ્ઞાની હોવા છતાં તેમની આંખમાંથી આંસુ આવ્યાં અને બોલ્યા, “અહાભગવાન મોક્ષ પધાર્યા ! અરે ! ભારતમાં જ્ઞાનસૂર્યનો અસ્ત થઈ ગયો! હવે અમે કોને પૂછશું? કોને અમે સવાલ કરીશું?' ત્યારે તે વખતે એક એક વિમાનમાં અસંખ્ય દેવ એવા બત્રીસ લાખ વિમાનોનો લાડો–સ્વામી ઇન્દ્ર સાથે હતો તે ભરતને કહે “અરે! આંખમાં આંસુ? તમે આ શું કરો છો, ભરત? તમારે તો આ ભવે મોક્ષ જવું છે. અમે તો હજુ એક ભવ કરીને મનુષ્ય થશું ત્યારે મોક્ષ જશું. તમારે તો આ છેલ્લો દેહ છે, છતાં આ શું? ત્યારે ભરત કહે “સાંભળ, ઇન્દ્ર! સાંભળ; ભગવાનના વિરહથી કંઈક રાગ થઈ આવ્યો છે કેમકે હજુ પૂરણતા થવી બાકી છે ને? પણ તે રાગની અમને પકડ નથી; તે જાણેલો પ્રયોજનવાન છે એમ તેને જાણીએ છીએ બસ; રાગનું અમને સ્વામિત્વ નથી.' જાઓ, બારમી ગાથામાં આવે છે ને કે-વ્યવહાર તાત્વે–તે તે કાળે જાણેલો પ્રયોજનવાન છે? તેમ જ્ઞાની તે કાળે જાણે છે કે આ વ્યવહાર-રાગ છે, બસ એટલું જ; તે મારો છે એમ નહિ. અહો ! આચાર્ય ભગવાનની કોઈ અદભુત શૈલી ને અદભુત વાત છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #250
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પ્રશ્ન- હા, પણ ભગવાન (ઋષભદેવ) જે વખતે મોક્ષ પધાર્યા તે વખતે બીજા પણ કેવળજ્ઞાનીઓ તો હશે જ ને?
ઉત્તર- હા, હતા ને; પણ તીર્થકરની દિવ્યધ્વનિમાં-૩ૐધ્વનિમાં તો ત્રણકાળત્રણલોકની વાત આવે છે. (આવી સાતિશય દિવ્યધ્વનિ હોય છે). આવે છે ને કે
“૩ૐકાર ધુનિ સુનિ અર્થ ગણધર વિચાર,
રચી આગમ ઉપદેશ, ભવિક જીવ સંશય નિવાર.” અહા! ભગવાનની-તીર્થકરની દિવ્યધ્વનિ સાંભળીને ચાર જ્ઞાનના ધણી ગણધરદેવો બાર અંગ-ચૌદ પૂર્વની રચના ક્ષણમાં કરે છે. અહો ! એ દિવ્યધ્વનિ અલૌકિક હોય છે!
- તેમાં આ આવ્યું છે કે-ધર્મીને પોતાના આત્માનો જ પરિગ્રહ છે. અહા! વિકલ્પ ઊઠે છે છતાં તે મારો નથી એમ જેને તેની પકડ નથી તે ધર્મી છે. ધર્મીને તો આનંદનો કંદ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ પોતાનો છે. અરે! પણ આવું એને કયાં બેસે છે? બેસે પણ કેવી રીતે? તેને તો સ્ત્રીમાં સુખ, ને પૈસામાં-ધૂળમાં સુખ ને ભક્તિમાં સુખ-એમ પરમાં જ સુખ ભાસ્યું છે. તેથી પોતાના આત્મામાં સુખ છે તે તેને ભાસતું નથી. ત્યારે જેને આત્મામાં સુખ છે એવો વિશ્વાસ થયો છે, જેને આત્માની પકડ થઈ છે તેવા ધર્મને અન્ય પરિગ્રહના સેવનથી શું છે? કાંઈ જ સાધ્ય નથી; કેમકે અન્ય પરિગ્રહ એનું સાધ્ય જ નથી. વ્યવહાર ધર્માનું સાધ્ય જ નથી. ભગવાન ચિદાનંદ પરમાત્મસ્વરૂપે અંદર ત્રિકાળ પડયો છે તેને પકડવો બસ તે એક જ ધર્મીનું સાધ્ય છે.
કહે છે કે “સૂક્ષ્મ તીક્ષ્ણ તત્ત્વદષ્ટિના આલંબનથી જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે, તેથી “આ મારું સ્વ નથી, હું આનો સ્વામી નથી” એમ જાણતો થકો પરદ્રવ્યને પરિગ્રહતો નથી.'
અહા ! રાગ ને રાગનાં ફળ એવો બાહ્ય વૈભવ-ધૂળ આદિ મારો છે એમ જ્ઞાની માનતો નથી. અહા ! જુઓ તો ખરા! આ રાગાદિ પરદ્રવ્ય મારું સ્વ નથી અને હું એનો સ્વામી નથી એમ ધર્મી જાણે છે અને તેથી તે પરદ્રવ્યને–રાગાદિને ગ્રહતો-પરિગ્રહતો નથી. આ પત્નીનો હું પતિ ને આ દીકરાનો હું બાપ છું એમ ધર્મ માનતો નથી. અરે! દીકરો જ જ્યાં મારો નથી ત્યાં હું એનો બાપ કેમ હોઉં? દીકરો તો દીકરાનો છે. તેનો આત્માય પર છે ને શરીરેય પર છે અહો! નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા જેને પકડમાં આવી ગયો છે તે ધર્મી રાગને કે રાગના ફળને પોતાનાં માનીને તેનો સ્વામી થતો નથી.
પ્રશ્ન- તો આ મકાનનો કોણ સ્વામી છે? સમાધાન- એ તો અજ્ઞાની એમ માને છે કે-હું (પોતે) એનો સ્વામી છું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #251
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૭ ]
[ ૨૩૫ પણ ભાઈ ! એનો સ્વામી તું કયાંથી થયો? એ જડ, તું ચેતન; એનો-જડનો સ્વામી તું કેમ હોય? અરે ! પ્રભુ! તું આમાં (પરનો સ્વામી થઈને) કયાં સલવાણો? તું તો ચૈતન્યચિંતામણિ અનંત આનંદનો સાગર છો ને પ્રભુ! હવે એમાં આ બીજાં મારાં છે અને હું એનો સ્વામી છું એ કયાંથી આવ્યું? અરે ! તું જો તો ખરો કે આ ભરતાદિ ચક્રવર્તીને છ ખંડનું રાજ્ય ને છ— — હજાર રાણીઓનો સંયોગ હોવા છતાં એમાં કયા hય આત્મબુદ્ધિ કે સ્વામીપણું નથી! ન્યાલભાઈ સોગાનીજીએ કહ્યું છે કે ચક્રવર્તીએ છ ખંડ નથી સાધ્યા, એણે તો એક અખંડ આત્માને સાધ્યો છે. જગતથી સાવ જુદો આવો બાપુ ! વીતરાગનો મારગ છે. આવો માર્ગ ને આવી વાત બીજે કયાંય નથી. બીજે તો બધે ગપગપ છે. સમજાણું કાંઈ...?
પ્રશ્ન- તો શું સોનગઢ સિવાય વીતરાગનો માર્ગ કયાંય નથી ?
ઉત્તર- અરે ભાઈ ! આત્મા સિવાય (આત્માને પકડવા સિવાય) બીજે કયાંય નથી એમ વાત છે. કહ્યું ને કે-જ્ઞાની પરદ્રવ્યને આ મારું સ્વ નથી હું એનો સ્વામી નથી એમ જાણે છે. વ્યવહારરત્નત્રયનો જે વિકલ્પ ઊઠે છે તે મારું સ્વ નથી એમ ધર્મી જાણે છે. એ સિવાય અજ્ઞાની કયાં એવું માને છે? અજ્ઞાની તો વ્યવહારરત્નત્રયથી લાભ માને છે અને તેથી તે વ્યવહાર-મૂઢ છે.
પ્રશ્ન:- વ્યવહારરત્નત્રય છે તો આત્મા અનુભવમાં આવે છે ને?
સમાધાનઃ- ભાઈ ! એમ નથી બાપા! વ્યવહારરત્નત્રય છે એ તો રાગ છે. આત્માની એ ચીજ જ નથી ત્યાં એનાથી આત્માનુભવ થાય એ વાત કયાં રહી ? રાગથી વીતરાગતા થાય એ વાત જ મહા વિપરીત છે. ભાઈ ! તારી એ દષ્ટિમાં ઘણી ઉંધાઈ છે, પાર વિનાની ઉંધાઈ છે. બાપુ! એને લઈને તું વર્તમાન દુઃખી જ છો અને ભવિષ્યમાં પણ દુ:ખના ડુંગરે રખડવું પડશે.
અહીં કહે છે-“તેથી આ મારું સ્વ નથી ને હું આનો સ્વામી નથી એમ જાણતો થકો જ્ઞાની પદ્રવ્યને પરિગ્રહતો નથી. અહીં પરદ્રવ્ય શબ્દ જે વ્યવહારરત્નત્રયનો રાગ છે તેનો પણ સમાવેશ થઈ જાય છે કેમકે રાગ કાંઈ સ્વદ્રવ્યભૂત-આત્મભૂત નથી. ઓહો !
સ્વદ્રવ્ય તો દિવ્યશક્તિમાન ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા છે; જ્યારે દયા, દાન આદિ વિકલ્પ તેમ જ એ પુણ્યના ફળ તરીકે આ જે ધૂળ-સંયોગ મળેલ છે તે બધુંય પરદ્રવ્ય છે. તે બધાં (પરદ્રવ્ય) મારાં છે નહિ અને હું તેનો સ્વામી નથી. આવું જાણતો જ્ઞાની તે બધાને ગ્રહતો નથી.
ભાઈ ! જે જડનો સ્વામી થાય તે જડ થઈ જાય. જેમ ભેંસનો સ્વામી પાડો હોય છે તેમ “આ જડ બધાં મારાં છે ”—એમ જડનો સ્વામી થાય તે જડ છે એટલે કે તે મૂઢ છે એમ કહે છે. આકરી વાત બાપા! અહીં કહે છે-જ્ઞાની પરદ્રવ્યને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #252
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પોતાનો પરિગ્રહ કરતો નથી. એટલે શું? એટલે કે તે જે રાગ આવે છે તેને જ્ઞાતાદ્રષ્ટાપણે-સાક્ષીભાવે માત્ર જાણે જ છે. તે મારો છે એમ નહિ પણ તે પર છે એમ સાક્ષીભાવે માત્ર જાણે છે. આ પ્રમાણે જ્ઞાનીને અશુદ્ધતા ને કર્મની નિર્જરા અને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. (કેમકે રાગના અભાવમાં જ્ઞાનીને નવીન બંધ થતો નથી.)
* ગાથા ૨૦૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * લોકમાં એવી રીત છે કે સમજદાર ડાહ્યો માણસ પરની વસ્તુને પોતાની જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. તેવી જ રીતે પરમાર્થજ્ઞાની પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે, પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.'
અહાહા..! જેને દ્રવ્યસ્વભાવનું ભાન થયું અર્થાત્ પૂર્ણ શુદ્ધ ચૈતન્યાનસ્વરૂપ પ્રભુ આત્માનો અંતરમાં સ્વીકાર, સત્કાર ને આદર થયો તે સમ્યગ્દષ્ટિ જીવ પરમાર્થ જ્ઞાની છે. બહારનું ઘણું બધું જાણપણું હોય તે પરમાર્થજ્ઞાની છે એમ નહિ, પણ પરમ પદાર્થ જે ભગવાન આત્મા તેનું જેને અંતરમાં જ્ઞાન થયું છે તે પરમાર્થજ્ઞાની છે. અહીં કહે છેઆવો પરમાર્થજ્ઞાની જીવ પોતાના સ્વભાવને જ પોતાનું ધન જાણે છે. અહાહા...! આત્મા શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવની લક્ષ્મીથી ભરેલો ભંડાર છે. જ્ઞાની તે એક સ્વભાવને જ પોતાની સંપદા માને છે; પરંતુ પરના ભાવને પોતાનો જાણતો નથી. જોયું? આ બહારનાં ધન-લક્ષ્મી, શરીર, મન, વાણી ઈત્યાદિ પરના ભાવને તે પોતાના જાણતો નથી. વળી અંદરમાં જે પુણ્ય-પાપના ભાવ થાય તે પણ પરભાવ છે. ધર્મી તે પરભાવોને પોતાના માનતો નથી.
શું કહ્યું? કે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઈત્યાદિ જે પુણ્યના ભાવ અને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ઈત્યાદિ જે પાપના ભાવ તેને જ્ઞાની પોતાના જાણતો નથી કેમકે તે બધા પરભાવ છે. હવે આમ છે તો પછી આ પૈસા-બૈસા તો કયાંય વેગળા રહી ગયા ! સમજાણું કાંઈ...! ભાઈ ! એ ધૂળ તો બધી ધૂળમાં પુદગલમાં રહી ગઈ. અહીં તો પોતાની એક સમયની પર્યાયમાં જે પુણ્ય-પાપના શુભાશુભ ભાવ થાય છે તે પણ અવસ્તુ એટલે પરવસ્તુ છે એમ જ્ઞાની જાણે છે.
સૂક્ષ્મ વાત છે પ્રભુ! કહે છે–પરમાર્થજ્ઞાની ધર્મી જીવ પરના ભાવને પોતાનો જાણતો નથી, તેને ગ્રહણ કરતો નથી. જુઓ, શુભાશુભ ભાવ જ્ઞાનીને થાય તો છે, દયા, દાન, વ્રત, ભક્તિ ઈત્યાદિનો રાગ તેને આવે તો છે, પણ તેને તે ગ્રહણ કરતો નથી. એટલે શું? એટલે કે તેની સાથે તે એકત્વ કરતો નથી પરંતુ ભેદજ્ઞાનના બળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #253
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૭ ]
[ ૨૩૭ વડે તેને સ્વરૂપથી ભિન્ન પરપણે જાણે છે. આ પરભાવ છે-એમ બસ જાણે છે; મને છે કે મને લાભદાયી છે એમ નહિ.
“આ રીતે જ્ઞાની પરનું ગ્રહણ-સેવન કરતો નથી.' લ્યો, આ સરવાળો કહ્યો. અહાહા...! જ્ઞાનાનંદ સ્વભાવનો જેને દષ્ટિમાં સ્વીકાર થયો છે તે ધર્મી જીવ ચાહે છે ખંડના રાજ્યના સંયોગમાં દેખાય ચાહે વ્યવહારરત્નત્રયને પાળતો દેખાય પણ તે એ સર્વ પરભાવોનું ગ્રહણ-સેવન કરતો નથી. ગજબ વાત છે ભાઈ ! ધર્મીની દષ્ટિ પોતાની સ્વરૂપ સંપદા-ચૈતન્યસંપદા પર છે ને! તે દૃષ્ટિ આ પરભાવોને પોતાના સ્વીકારતી નથી, તે પોતાના છે એમ માનતી નથી અને જ્ઞાન તેને પોતાથી ભિન્ન પરપણે બસ જાણે છે. હવે આવી વાત લોકોને ભારે આકરી લાગે છે કેમકે આટલી દયા કરી, ને આટલાં તપ કર્યા ને આટલા ઉપવાસ કર્યો એટલે થઈ ગયો ધર્મ-એમ માને છે ને? ભાઈ ! એમાં (-રાગમાં) તો ધૂળેય દયા ને તપ નથી સાંભળને. અહાહા..! અતીન્દ્રિય આનંદનો સાગર પ્રભુ આત્મા છે; એની પર્યાયમાં અતીન્દ્રિય જ્ઞાન ને આનંદની ભરતી આવે તેને ભગવાને ધર્મ કહ્યો છે અને તેને સાચી દયા અને સાચું તપ કહે છે. સમજાણું કાંઈ..?
અહા ! આત્માનો જ્ઞાન અને આનંદ કાયમી અસલી-અકૃત્રિમ સ્વભાવ છે. અહાહા.. તેની અંદરમાં જ્યાં દષ્ટિ થઈ ત્યાં પર્યાયમાં તે જ્ઞાન અને આનંદની નિર્મળ દશા પ્રગટ થાય છે. તે નિર્મળ પર્યાય પોતાનું સ્વ છે. અહાહા...! દ્રવ્ય-ગુણ અને તેની નિર્મળ પર્યાય તે પોતાનું સ્વ છે, અને તેનો પોતે (ધર્માત્મા) સ્વામી છે. જુઓ, આત્મામાં અનંત શક્તિઓ છે. તેમાં એક “સ્વસ્વામીસંબંધ શક્તિ છે. ૪૭ શક્તિમાં એક
સ્વસ્વામીસંબંધ શક્તિ” કહી છે. આ શક્તિના કારણે ત્રિકાળી શુદ્ધ જે દ્રવ્ય તે હું આત્મા સ્વ છું, ત્રિકાળી પૂર્ણ શુદ્ધ જે ગુણો તે મારું સ્વ (સ્વરૂપ) છે અને તેની જે નિર્મળ-શુદ્ધ સ્વભાવપર્યાય પ્રગટ થાય તે પણ મારું સ્વ છે; અર્થાત પોતાના શુદ્ધ દ્રવ્ય-ગુણ અને શુદ્ધ પર્યાય તે પોતાનું સ્વ છે ને તેનો આત્મા-ધર્મી સ્વામી છે. આ વાત છે; બાકી તે પત્નીનોય પતિ નથી અને લક્ષ્મીપતિય નથી–એમ કહે છે.
ઉદ્યોગપતિ તો છે ને?
ધૂળમાંય ઉદ્યોગપતિ નથી સાંભળને. એ તો રાગનો અહોનિશ ઉદ્યોગ કરે છે. શું આત્મા તેનો (-રાગનો) સ્વામી છે? શું રાગ આત્માનો છે? ના, તો પછી એ ઉદ્યોગપતિ કયાંથી હોય? ( ન હોય).
અહીં કહે છે-“જ્ઞાની પરનું ગ્રહણ સેવન કરતો નથી.” ભાઈ ! પરમાર્થ રાગનું કર્તાપણું અને રાગનું સેવન આત્માને છે જ નહિ. એનામાં કયાં રાગ છે કે તે રાગને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #254
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૩૮ ]
ચન રત્નાકર ભાગ-૭ કરે અને સેવે? આવી વાત! બિચારા અજ્ઞાનીને પોતાના સ્વરૂપની ખબર નથી. પોતે સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે, સત્ નામ શાશ્વત જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર પ્રભુ પોતે છે. અહાહા..! આવા સ્વસ્વરૂપનો સ્વીકાર કરનાર ધર્મી સુખના પંથે છે. તે દયા, દાન આદિના વિકલ્પને (-દુ:ખને) પોતાનો માની સેવન કરતો નથી; બસ જાણે છે કે એ
છેઅને તે પણ પરપણે છે એમ જાણે છે. આનું નામ સમ્યગ્દષ્ટિ ને ધર્મી કહેવામાં આવે છે.
[ પ્રવચન નં. ૨૮૩ (ચાલુ) * દિનાંક ૫-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #255
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૮
मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज। णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ।। २०८।।
मम परिग्रहो यदि ततोऽहमजीवतां तु गच्छेयम्। ज्ञातैवाहं यस्मात्तस्मान्न परिग्रहो मम।।२०८ ।।
માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું” એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે છે:
પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે,
હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮, ગાથાર્થ-[ યરિ] જો [પરિચદ:] પરદ્રવ્ય-પરિગ્રહ [મન] મારો હોય [ તતઃ] તો [ અદમ્] હું [ નીવતાં તુ] અજીવપણાને [] પામું. [ યાત્] કારણ કે [૬] હું તો [ જ્ઞાતા વ] જ્ઞાતા જ છું [તસ્માર્] તેથી [પરિગ્ર:] (પરદ્રવ્યરૂપ) પરિગ્રહુ [મમ ન] મારો નથી.
ટીકા - જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મા “સ્વ” થાય. હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.
ભાવાર્થ:- નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે. જો જીવને અજીવનો પરિગ્રહુ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે; માટે જીવને અજીવનો પરિગ્રહુ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે. જ્ઞાનીને એવી મિથ્યાબુદ્ધિ હોય નહિ. જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા જ છું.
*
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #256
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪) ]
પ્રવચન રત્નાકર ભાગ-૭ સમયસાર ગાથા ૨૦૮: મથાળું “માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું” એમ હવે (મોક્ષાભિલાષી) જીવ કહે છે:
* ગાથા ૨૦૮ ટીકા ઉપરનું પ્રવચન * જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું “સ્વ” થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય.'
જુઓ, શું કહે છે? કે “જો અજીવ પરદ્રવ્યને હું...' અહીં અજીવ શબ્દ માત્ર શરીર, મન, વાણી ને પૈસા-એમ નહિ પણ પુણ્ય-પાપના ભાવ જે રાગ છે તે પણ અજીવ છે એમ વાત છે. પુણ્ય-પાપના ભાવ અજીવ છે એ વાત જીવ-અજીવ અધિકારમાં પહેલાં આવી ગઈ છે. અહાહા....! જીવ તો જ્ઞાન, દર્શન ને આનંદની મૂર્તિ પ્રભુ છે. પણ એને ખબર નથી કે સ્વ શું છે ને પર શું છે? અનાદિથી આંધળ-આંધળો છે. અહીં તો આત્માનું જેવું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે તેવું જેને અનુભવમાં અને પ્રતીતિમાં આવ્યું છે તે સમ્યગ્દષ્ટિ-ધર્મી જીવ એમ માને છે કે “જો અજીવ પર દ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું સ્વ થાય.” શું કહ્યું? કે રાગ જે અજીવ પરદ્રવ્ય છે તેને હું પરિગ્રહું મારાપણે સ્વીકારું તો અવશ્યમેવ તે અજીવ રાગ મારું સ્વ થાય અને તો અવશ્યમેવ તે અજીવ રાગનો હું સ્વામી થાઉં. (પણ એમ તો છે નહિ).
અહાહા...! ભગવાન આત્મા જ્ઞાતા દષ્ટા ને પૂર્ણાનંદસ્વભાવી વસ્તુ છે. તે પૂર્ણસ્વભાવી વસ્તુ તે હું, તેના ગુણો તે હું અને તેની નિર્મળ પર્યાય જે થાય છે તે હું છું. આમ દ્રવ્ય-ગુણ ને શુદ્ધ પર્યાય તે મારું સ્વ અને હું તેનો સ્વામી છે. પણ રાગનો જો હું સ્વામી થાઉં એટલે કે રાગને મારો જાણી હું તેને ગ્રહણ કરું તો હું અજીવ થઈ જાઉં કેમકે રાગ જીવના સ્વભાવથી ભિન્ન અજીવ છે. ભાઈ ! વ્યવહારરત્નત્રયનો વિકલ્પ કે દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ જે છે તે અજીવ છે. ધર્મી કહે છે તેને જો હું પરિગ્રહું-પકડું તો જરૂર તે મારું સ્વ થાય અને હું તેનો –અજીવનો સ્વામી થાઉં અને તો હું અજીવ જ થઈ જાઉં. અહા ! આવી વાત છે !
પ્રશ્ન- દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરવી તે શું મિથ્યાત્વ છે?
સમાધાનઃ- કોણ કહે છે? દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા એ રાગ છે, મિથ્યાત્વ નહિ; પણ તે રાગ મારો છે એમ માને તે મિથ્યાત્વ છે. ભાઈ ! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ મિથ્યાત્વ નથી પણ એનાથી મને લાભ છે અને એ મારો છે એમ માને તે મિથ્યાત્વ છે. અરે પ્રભુ! આવું (દુર્લભ) મનુષ્યપણું !! માંડ તરવાનો પ્રસંગ આવ્યો છે હોં. અહા! ભવનો અભાવ કરીને નીકળવાના ટાણાં આવ્યાં છે તો આ તું શું કરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #257
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
. [ ૨૪૧
સમયસાર ગાથા-૨૦૮ ] છે ભાઈ ! બાપા! આ અવસર ફરી ફરીને નહિ આવે હોં. ભાઈ ! જો તું અવસર ચૂકી ગયો તો કયાંય એકેન્દ્રિયાદિમાં ચાલ્યો જઈશ. પછી આવું વિચારવાનો તો શું સાંભળવાનો અવસર નહિ હોય. ભાઈ ! તું એક વાર તારો ( મિથ્યા) આગ્રહ છોડી દે.
અહીં કહે છે-જ્ઞાની એમ માને છે કે જો હું રાગને પોતાનો માનું તો જરૂર તે અજીવ મારું સ્વ થઈ જાય અને હું જરૂર તે અજીવનો સ્વામી થઈ જાઉં. અહા! આવો વીતરાગ સર્વજ્ઞ પરમાત્માનો મારગ મહા અલૌકિક છે! અહાહા...! તેમાં જેને અંતરમાં ધર્મની દશા પ્રગટી છે તે કહે છે-જો તારે ધર્મ પ્રગટ કરવો હોય તો દયા, દાન આદિનો રાગ મારો છે એમ ન માન; રાગ મારું સ્વ છે અને હું તેનો સ્વામી છું એમ તું ન માન; કેમકે રાગ અજીવ છે, અચેતન છે. અને તું? તું એકલું ચૈતન્ય છો. ભાઈ ! રાગમાં ચૈતન્યનો કણ પણ નથી. રાગ પોતાનેય ન જાણે અને પાનેય ન જાણે એવો અચેતન આંધળો છે તેથી અજીવ છે. હવે એક સમયની પર્યાયમાં થતો રાગ પણ જ્યાં તારો નથી તો સ્ત્રી-પુત્ર ને જર-ઝવેરાત તો ક્યાંય દૂર રહી ગયાં. સમજાણું કાંઈ....?
ત્યારે કોઈ વળી કહે છે-આત્મા પૈસા તો કમાય ને?
ભાઈ ! પૈસા કોણ આત્મા કમાય ? આત્મા તો પૈસાને અડય નહિ તો પૈસા શું કમાય? ભાઈ ! તને તારી ચીજની ખબર નથી, પણ ત્રિલોકનાથ સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન જિનેન્દ્રદેવ અને તેમના કેડાયતી સંતો એમ ફરમાવે છે કે-નાથ ! તું એકલા જ્ઞાન અને આનંદનો ચૈતન્યમય ભંડાર છો, એ તારું સ્વ છે અને એ સિવાય જે કાંઈ ( રાગ, શરીર, પૈસા ઇત્યાદિ ) છે તે સર્વ પર ચીજ છે. અહા ! ધર્મી પુરુષો આમ જ માને છે.
ધર્મ છે-જો આ રાગને હું મારો માનું તો તે રાગ મારું સ્વ થઈ જાય અને તો હું એનો જરૂર સ્વામી થઈ જાઉં. અને “અજીવનો જે સ્વામી (હોય) તે ખરેખર અજીવ જ હોય.' જેમ ભેંસનો સ્વામી પાડો હોય, મનુષ્ય ન હોય તેમ અજીવનો સ્વામી અજીવ જ હોય, જીવ ન હોય.
શું કહ્યું એ ?
કે જેમ ભેંસનો સ્વામી પાડો હોય છે તેમ જ હું આ અજીવનો સ્વામી થાઉં તો હું અજીવ થઈ જાઉં (આવી આપત્તિ આવી પડે). અહા ! પ્રભુ! એણે કોઈ દિ' આ સાંભળ્યું જ નથી. પાંચ-દશ હજારનો મહિને પગાર મળે ને કાંઈક કરોડ-બે કરોડ એકઠા થઈ જાય એટલે એને એમ થઈ જાય કે-ઓહોહો...! અમે મોટા થઈ ગયા! ધૂળમાંય મોટા થયા નથી સાંભળને. ભાઈ ! તે પર ચીજથી પોતાની મોટપ માની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #258
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ એટલે પરનો સ્વામી થયો એટલે તું પરરૂપ-જડરૂપ થયો ને સ્વરૂપ-ચિતૂપને ચૂકી ગયો, નિરાકુલ આનંદસ્વભાવને ચૂકી ગયો. પણ એનું ફળ બહુ આકરું આવશે ભાઈ ! ધર્મી તો પરભાવને ચૂકી જાય છે અને ચિદાનંદસ્વભાવને પોતાનો માને છે. અહો ! તે અદભુત અતીન્દ્રિય આનંદને પામે છે. આવો મારગ બાપા! ધર્મ આવો છે ભાઈ !
ભાઈ ! આ તો દેવાધિદેવ અરિહંત પરમાત્માએ જે કહ્યું છે તે આ સંતો અહીં કહે છે. અહા! દિગંબર સંતો-ભાવલિંગી મુનિવરો જ્ઞાની ને આત્મધ્યાની સ્વરૂપમાં નિમગ્ન જાણે “ભગવાન'–સ્વરૂપ જ હતા. ભગવાનની વાણી પણ તેમને ભગવાન સ્વરૂપ જ કહું છે. “ભગવાન શ્રી પુષ્પદંત ને શ્રી ભૂતબલિ'-એમ પખંડાગમમાં શ્રી પુષ્પદંત ને શ્રી ભૂતબલિને “ભગવાન” કહ્યા છે. અહા! જરી રાગનો ભાગ ન ગણો તો (ગૌણ કરો તો) તેઓ ખરેખર ભગવાન જ છે. શ્રી નિયમસારમાં (કળશ ૨૫૩ માં) આવે છે કે-અરેરે ! આપણે જડબુદ્ધિ છીએ કે વીતરાગ પરમેશ્વર અને વીતરાગપણાને પામેલા મુનિવરો વચ્ચે ભેદ કરીએ છીએ મતલબ કે વીતરાગી મુનિવરો વીતરાગ પરમેશ્વર જેવા ભગવાન સ્વરૂપ જ છે. ત્યાં (નિયમસારમાં) પહેલાં એ વાત કરી કે મુનિને કંઈક રાગ છે એટલો ફેર છે. પણ પછી તે કાઢી નાખીને ( ગૌણ કરીને ) વીતરાગપણાની મુખ્યતાથી તેઓ ભગવાન જ છે એમ કહ્યું છે. અહો ! મુનિવરો ભગવાન ભટ્ટારક મહા પૂજનીક છે. ભટ્ટારક એટલે કે સશસ્વભાવના અનુભવી અને અંદર આનંદનું પ્રચુર સ્વસવેદન જેમને પ્રગટ થયું છે તે મુનિવરોને ભટ્ટારક કહેવામાં આવ્યા છે.
આવા મુનિવરો–સંતો અહીં કહે છે–અહો! હું જ્ઞાનસ્વભાવી આત્મા છું અને તે મારી ચીજ છે અર્થાત્ હું જ મારું સ્વ છું અને તેનો હું સ્વામી છું. મારા ચૈતન્યસ્વભાવથી ભિન્ન આ જે રાગાદિ ઉત્પન્ન થાય છે, વ્યવહારરત્નત્રયનો વિકલ્પ જે ઉત્પન્ન થાય છે તે મારો નથી, હું તેનો સ્વામી નથી કેમકે તે અજીવ છે. (જો વિકલ્પ મારો હોય તો હું અજીવ થઈ જાઉં).
પણ વ્યવહારરત્નત્રયથી નિશ્ચય પમાય છે ને?
સમાધાનઃ- એમ નથી ભાઈ ! વ્યવહારરત્નત્રય તો બાપુ ! તેં અનંતવાર કર્યા છે. નવમી રૈવેયક ગયો ત્યારે એવા નિશ્ચય વિનાના વ્યવહારાભાસ અનંતવાર કર્યા છે. ભાઈ ! તેં દ્રવ્યલિંગ ધારીને પંચ મહાવ્રત ચોખ્ખાં પાળ્યાં, પ્રાણ જાય તોય ઉશિક આહાર ન લીધો, નવમી રૈવેયક જાય એવી શુક્લલેશ્યા (શુક્લધ્યાન નહિ, શુક્લધ્યાન જાદું અને શુક્લ લેશ્યા જુદી છે. શુક્લલેશ્યા તો અભવીને પણ હોય છે) અનંતવાર કરી. પણ એથી શું? એ તો બધો રાગ હતો. ભાઈ ! તું રાગથી ધર્મ થાય એવી માન્યતામાં રાગથી હઠયો નહિ અને તેથી તેને અનંતકાળમાં પણ નિશ્ચય પ્રગટયો નહિ. હુઢાળામાં આવે છે ને કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #259
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૮ ]
[ ૨૪૩ મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાય;
પૈ નિજ આતમજ્ઞાન બિના, સુખ લેશ ન પાય.” અહા ! આત્મજ્ઞાન શું ચીજ છે તે અજ્ઞાનીને ખબર નથી. ભાઈ ! આત્મજ્ઞાન વિના પંચમહાવ્રતના પરિણામથી લેશ પણ સુખ ન થયું અર્થાત દુ:ખ જ થયું. ભાઈ ! પંચમહાવ્રત પણ દુઃખ છે એમ કહેવું છે.
તો શું પંચમહાવ્રતની ક્રિયા તે ચારિત્ર નથી?
ભાઈ ! પંચમહાવ્રતાદિ ક્રિયાને ઉપચારથી ચારિત્ર કહેલ છે. તે ઉપચાર પણ જેને નિશ્ચય ચારિત્ર પ્રગટયું છે તેવા સમકિતીની ક્રિયાને લાગુ પડે છે. બાકી જેને પોતાની વસ્તુની ખબર જ નથી એ તો મિથ્યાદષ્ટિ છે. મિથ્યાદષ્ટિની ક્રિયાને તો ઉપચાર પણ સંભવિત નથી. મારગ બાપુ! ભગવાનનો સાવ જુદો છે. અહીં તો આ કહે છે કે-રાગ જ મારો હોય તો હું જરૂર અજીવ થઈ જાઉં. એ જ વિશેષ કહે છે કે
“એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે.” અહાહા...! જ્ઞાની આમ માને છે કે ‘વિઘ્રપોઝÉ'–ખરેખર હું જ્ઞાનઘન-ચિઘન ચિટૂપસ્વરૂપ એવું પરમાત્મદ્રવ્ય છું. હું મારું સ્વ અને તેનો હું સ્વામી છે. પણ કમજોરીથી પર્યાયમાં જે આ રાગ થયો છે તેને જો હું મારો માનું તો હું તેનો સ્વામી થાઉં અને તો મને અવશે -લાચારીથી પણ અજીવપણું આવી પડે. જોયું ? દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ ધર્મીને હોય છે પણ તેને તે પોતાનો માનતો નથી, તેનો સ્વામી થતો નથી. અહીં કહે છે-તેનો જો હું સ્વામી થાઉં તો મને અવશે પણ અવશ્ય અજીવપણું આવી પડે. લ્યો, હવે આવી વાત છે જ્યાં ત્યાં આ લક્ષ્મી મારી ને કુટુંબ મારું ને દેશ મારો અને હું એનો સ્વામી એ વાત કયાં રહી? પર મારાં છે એમ માનનાર તો મૂઢ મિથ્યાદષ્ટિ અનંત સંસારી છે.
હવે કહે છે-“મારું તો એક જ્ઞાયક ભાવ જ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું.'
અહાહાહા...! ધર્મી જીવ પોતાના એક જ્ઞાયક ભાવને જ પોતાનો માને છે. ભગવાન આત્મા ચૈતન્યજ્યોતિ સ્વરૂપ સદા જ્ઞાયકસ્વભાવી પ્રભુ અંદર જ્ઞાનના નૂરના પૂરથી ભરપુર પડ્યો છે. બસ તે જ મારું સ્વ છે અને હું તેનો સ્વામી છું એમ ધર્મી જીવ માને છે. અહો ! અલૌકિક ગાથા ને અલૌકિક ટીકા !
પણ આ બધાનું-જર-ઝવેરાતનું શું કરવું? ક્યાં નાખવાં? શું બહાર નાખી દેવાં?
ભાઈ ! એ પરને કોણ નાખે ને કોણ રાખે? અહીં કહે છે-એ બધાં મારાં છે એવી મિથ્યા માન્યતાને કાઢી નાખ. મારાં માન્યાં હતાં પણ તેઓ મારાં છે નહિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #260
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
એમ સુલટી જા. બાકી વસ્તુ તો વસ્તુમાં પડી છે, વસ્તુ વસ્તુના કારણે આવી છે, તેના પોતાના કારણે રહી છે અને પોતાના કારણે જાય છે. અહીં તો આ કહે છે કે-લક્ષ્મી મારી છે અને હું તેને દાનમાં આપું છું એમ જો હું માનું તો હું અજીવ થઈ જાઉં, કેમકે લક્ષ્મી અજીવ છે અને અજીવનો જે સ્વામી થાય તે અજીવ જ હોય. આવી વાત છે!
ત્યારે દેખવામાં તો એમ આવે છે કે હું દાન આપું છું?
શું દેખવામાં આવે છે? એ તો (સંયોગને દેખતો અજ્ઞાની) એમ માને છે કે હું દાન આપું છું. ખરેખર તો લક્ષ્મી જાય છે તે તેની (૫૨માણુઓની ) ક્રિયાવતી શક્તિના કારણે જાય છે, લક્ષ્મીનું સ્થાનાંતર થવું તે તેના પરમાણુઓની ક્રિયાવતી શક્તિનું કાર્ય છે. છતાં કોઈ એમ કહે કે-લક્ષ્મી મારી છે અને હું તેને દાનમાં આપું છું તો તે અજ્ઞાની છે, દીર્ઘસંસારી છે.
અહીં તો આ કહ્યું છે કે-મારો તો એક શાયભાવ જ છે જે સ્વ છે. અહાહાહા...! ભાષા તો જુઓ ! ‘ જ’ નાખ્યો છે.
હા, પણ આ શું એકાન્ત નથી? રાગ પણ મારો છે એમ લો તો ? મોક્ષમાર્ગ પ્રકાશકમાં એમ લીધું છે કે–દાનમાં જે રાગ થાય છે તે તો પોતાનો છે, દેવા-લેવાની ક્રિયા પોતાની નથી.
ભાઈ ! એ તો પર્યાય-અપેક્ષાથી કહ્યું છે. રાગ પોતાની પર્યાયમાં થયો છે એ અપેક્ષાએ કહ્યું છે. રાગ મારી પર્યાયમાં છે એમ જણાવવા અર્થે કહ્યું છે. અહા! પૈસા, લક્ષ્મી, આહાર ને પાણી લેવા-દેવાની ક્રિયા મારી નથી પણ તેમાં જે ભાવ છે તે મારો છે એમ જાણવું પણ શ્રદ્ધાન તો એવું કરવું કે તે ધર્મ-મોક્ષમાર્ગ નથી. ત્યાં પણ આ જ કહ્યું છે.
રાગભાવ મારો છે તેમ મમત્વ પણ કરવું–એમ ત્યાં લખ્યું છે ને?
હા, તેનો અર્થ એ છે કે-મારી પર્યાય મારાથી થઈ છે એમ જાણવું, પણ સ્વભાવની દૃષ્ટિમાં તે (-રાગ) મારો છે જ નહિ એમ યથાર્થ માનવું. કહ્યું ને અહીં કેમારો એક શાયભાવ જ મારું સ્વ છે; આ રાગાદિ સર્વ ભાવો ૫૨ છે, અજીવ છે, મારા નથી. ભાઈ! આ તો એક કો૨ ૨ામ (આત્મા) ને એક કોર ગામ (આખું જગત ) એવી વાત છે. રામ તે સ્વ છે અને ગામ બધું ૫૨ છે. આવો મારગ બાપા! અત્યારે કયાંય સાંભળવા મળે નિહ. અહા ! સુખનો પંથ ૫૨માત્માનો નિરાળો છે ભાઈ!
અહીં કહે છે-રાગ મારો છે એવી જો રાગમાં આત્મબુદ્ધિ થઈ જાય, સુખબુદ્ધિ થઈ જાય તો રાગ મારું સ્વ થઈ જાય અને તેનો હું સ્વામી થઈ જાઉં; અને તો હું લાચારીથી પણ અજીવ થઈ જાઉં. પણ અહા! મારો તો એક શાયકભાવ જ છે. જુઓ,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #261
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૮ ]
[ ૨૪૫ આ અસ્તિ-નાસ્તિ કરી ! એક જ્ઞાયકભાવ જ મારું સ્વ ને તેનો હું સ્વામી છું પણ રાગાદિ અજીવ મારું સ્વ નહિ અને તેનો હું સ્વામી પણ નહિ.
પ્રશ્ન- કયારેક તો કોઈ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પામશે; કેમકે વ્યવહાર કરવાથી પુણ્ય થશે ને તેથી સ્વર્ગમાં જશે; ને ત્યાંથી શ્રી સીમંધર ભગવાન બિરાજે છે ત્યાં જશે ને ત્યાં સમકિત પામશે.
સમાધાન - અરે ભાઈ ! સમોસરણમાં તો તું અનંતવાર ગયો છો. મહાવિદેહ ક્ષેત્રમાં પણ તું અનંતવાર જન્મ્યો છો. અહા ! ૪૫ લાખ યોજનમાં એક કણ પણ એવો ખાલી નથી જ્યાં અનંતવાર જન્મ-મરણ ન કર્યા હોય. ૪૫ લાખ જોજનમાં જ મનુષ્યક્ષેત્ર છે. તેનો એક કણ પણ એવો નથી જ્યાં અનંતવાર જન્મ-મરણ ન કર્યા હોય. સમુદ્રમાં મનુષ્ય તો નથી, છતાં અનંતવાર ત્યાં જન્મ-મરણ કર્યા છે. કોઈ ગર્ભવતી સ્ત્રી હોય ને સમુદ્રમાં પડી જાય અને ત્યાં પણ પ્રસવ-જન્મ થઈ જાય. અહા ! આવા ભવ પણ મનુષ્યપણે અનંત કર્યા છે.
સમુદ્રના કણ-કણ ઉપરથી અનંતા સિદ્ધો પણ થયા છે. કોઈ દેવ જ્ઞાની આત્મધ્યાની મુનિરાજને ઉપાડી જાય અને પછી ત્યાં સમુદ્રમાં ફેંકી દે. પણ મુનિરાજ તો ત્યાં કેવળજ્ઞાન ઉપજાવીને મોક્ષ ચાલ્યા જાય. અહા ! ૪૫ લાખ યોજનમાંથી કોઈ કણ ખાલી નથી કે જ્યાં તેની ઉપર અનંતા સિદ્ધ ન હોય. લવણ સમુદ્ર કે જે બે લાખ યોજનનો છે તેની ઉપર પણ અનંત સિદ્ધો છે. તે સિદ્ધો કયાંથી આવ્યા? અહીંથી (જમીન ઉપરથી) મોક્ષ પામીને ત્યાં (સમુદ્રની ઉપર) જાય એમ તો થતું નથી કેમકે સિદ્ધ તો સીધા સમશ્રેણીએ જાય છે. તો લવણ સમુદ્ર ઉપર સિદ્ધ કયાંથી આવ્યા? ભાઈ ! લવણ સમુદ્રમાં કોઈ એ મુનિને નાખ્યા, પણ તેઓ તો અંદર ધ્યાનમગ્ન રહ્યા અને દેહ છૂટી ગયો ત્યારે કેવળજ્ઞાન ઉપજાવીને સમશ્રેણીએ સીધા મોક્ષ પધાર્યા. આ પ્રમાણે લવણ સમુદ્ર ઉપરથી પણ અનંત સિદ્ધો થયા છે. ભાઈ ! વીતરાગનો મારગ અપાર અને ગંભીર છે. અજ્ઞાની અનાદિ... અનાદિ... અનાદિનો રઝળે-રખડે છે. શું તેની કોઈ શરૂઆત છે? અહા ! અનાદિ અનાદિ અનાદિથી રઝળતાં-રઝળતાં દરેક સ્થાનમાં, દરેક સમયમાં અનંત અનંતવાર તે જન્મ્યો ને મર્યો છે! શું કહીએ? અનંતવાર તે સમોસરણમાં પણ ગયો છે. પણ એથી શું? (રાગ કરતાં કરતાં ધર્મ થાય એવું શલ્ય એને છૂટયું નહિ તો શું લાભ?).
અહીં કહે છે-જો હું રાગાદિ પરને મારા માનું તો હું જરૂર લાચારીથી પણ અજીવ થઈ જાઉં. પણ હું અજીવ નથી, હું તો એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું, ને જ્ઞાયકસ્વભાવી આત્મા જ રહીશ. એ જ હવે કહે છે
માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #262
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
પહેલાં ‘ જો હું અજીવનો સ્વામી થાઉં તો હું અજીવ થઈ જાઉં, માટે મને અજીવપણું ન હો '–એમ નાસ્તિથી કહ્યું; અને હવે ‘હું તો જ્ઞાતા જ રહીશ' –એમ અસ્તિથી કહે છે. અહા ! ધર્મી તો એમ જ માને છે કે–હું તો જાણવા-દેખવાના સ્વભાવે જ છું અને જાણવા-દેખવાવાળો જ્ઞાતા-દષ્ટા જ રહીશ; હું કદીય રાગરૂપે કે પરરૂપે થઈશ નહિ. જુઓ, છે અંદર? છે કે નહિ? ‘હું તો જ્ઞાતા જ રહીશ. અહો! સમયસાર તો ભરતક્ષેત્રનો અજોડ સૂર્ય છે! છેલ્લે ૨૪૫ મા કળશમાં લખ્યું છે કે−‘આ એક (અદ્વિતીય ) અક્ષય જગત-ચક્ષુ છે. ’
'
અહાહાહા...! કહે છે-‘હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું' શું કહ્યું ? કે વ્યવહા૨૨ત્નત્રયનો વિકલ્પ થશે તોપણ ‘તે મારો છે’–એમ હું નહિ માનું; અને ‘તેને મેં કર્યો છે’–એમ પણ નહિ માનું. તે મારું સ્વ નહિ અને હું તેનો સ્વામી નહિ; તો જ્ઞાતા-દષ્ટા જ છું.
* ગાથા ૨૦૮ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે.
શું કહું? કે નિશ્ચયનયથી એટલે યથાર્થ દષ્ટિથી આ સિદ્ધાંત છે કે–‘ જીવનો ભાવ જીવ જ છે.' જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઈત્યાદિ ભગવાન આત્માનો ભાવ છે. તે જીવનો ભાવ જીવ જ છે અને તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે. અહા! પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વભાવ, જ્ઞાનાનંદસ્વભાવ, સ્વચ્છતાનો સ્વભાવ તે પોતાનું સ્વ છે અને તેનો આત્મા સ્વામી છે. જે પોતાનું સ્વ છે તેનો આત્મા સ્વામી છે અર્થાત્ સ્વભાવનો આત્મા સ્વામી છે. તેવી રીતે અજીવનો ભાવ અજીવ જ છે. રાગાદિ ભાવ અજીવનો છે તેથી તે અજીવ જ છે. અને તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે. રાગનો સ્વ-સ્વામી સંબંધ અજીવની સાથે. અહા! રાગ અજીવ છે તો તેનો સ્વામી પણ અજીવ છે. નિશ્ચયથી રાગનો સ્વામી જીવ નથી. આ નિર્જરા અધિકાર છે ને? જ્ઞાની રાગનો સ્વામી નથી. આવી વાત છે.
કહે છે-જ્ઞાતા-દષ્ટા સ્વભાવ તે મારી ચીજ છે. રાગાદિ કયાં મારી ચીજ છે? રાગ તો મારા જ્ઞાનનું વ્યવહારે જ્ઞેય છે; તો પછી ‘તે મારી ચીજ છે’–એમ કેમ હોય ? આવી અંતર-દષ્ટિ-અનુભવષ્ટિ જેને થઈ છે તે જ્ઞાનીને કર્મની ને અશુદ્ધતાની નિર્જરા થાય છે. પણ રાગ મારો છે એવી જ્યાં માન્યતા છે ત્યાં તો મિથ્યાદર્શનનો નવો બંધ પડે છે. મારગ તો આવો છે ભાઈ ! અજીવને-રાગાદિને પોતાના માને તો પોતે જ અજીવ થવાનો પ્રસંગ આવે છે.
પણ પાંચ-પચાસ લાખ રૂપિયા કમાય તો ખુશી ન થાય?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #263
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૮ ]
[ ૨૪૭ એમાં શું ધૂળ ખુશી થાવું ભાઈ ? અરે! તને શું થયું છે પ્રભુ! કે આવી મૂર્ખાઈ (મૂઢતા) સેવે છે? અહા! પૈસા મને મળ્યા, ને હું ધનપતિ-લક્ષ્મીપતિ થયો –એમ તે માન્યું એ તો તું જડ થઈ ગયો, કેમકે જડનો પતિ જડ જ હોય. ભગવાન! તારી ચીજ તો તારી પાસે જ છે ને? તારી ચીજ તું પોતે જ છો ને પ્રભુ! આ રાગાદિ ત્રણકાળમાં તું નથી, તારી ચીજ નથી.
એ જ અહીં વિશેષ કહે છે કે “જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે, માટે જીવને અજીવનો પરિગ્રહુ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે.'
શું કીધું? આ જડ રાગાદિ પર પદાર્થ છે તે ભગવાન આત્માના છે એમ જ માનવામાં આવે તો પોતે અજીવપણાને પામે અર્થાત્ પોતે જીવ છે તે અજીવપણે થઈ જાય. માટે જીવને અજીવનો પરિગ્રહુ પરમાર્થ માનવો તે મિથ્યાબુદ્ધિ છે, મિથ્યાશ્રદ્ધાન છે. કેવો સરસ ખુલાસો છે હું! ભાઈ ! જીવને અજીવ માને વા અજીવને જીવ માને તો તે મિથ્યાત્વ છે. રાગને પોતાનો માને તે મિથ્યાત્વ છે ભાઈ !
- બાપુ! આ તો મારગડા જુદા છે નાથ ! શ્રીમદે કહ્યું છે ને કે “સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો.” ભાઈ ! તારો જે શુદ્ધ એક જ્ઞાયકભાવ છે તેની રક્ષા કરવામાં લક્ષ દે. કેમકે પરની રક્ષા કરવા જઈશ તો તને રાગ જ થશે અને તે રાગ મારો છે વા મારું કર્તવ્ય છે એમ જ માનીશ તો તું મિથ્યાષ્ટિ થઈ જઈશ અર્થાત્ તને જૈનની શ્રદ્ધા રહેશે નહિ. આવો ભગવાનનો મારગ છે!
વળી કહે છે-“જ્ઞાનીને એવી મિથ્થાબુદ્ધિ હોય નહિ.” જ્ઞાની શબ્દ ધર્મી. કોઈ વળી કહે છે જ્ઞાની જુદો ને ધર્મી જુદો તો એમ છે નહિ. ધર્મી કહો કે જ્ઞાની કહો –બન્ને એક જ છે. જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિ પ્રગટી છે તે જ્ઞાની ને ધર્મી છે. અહા ! જેને નિજ જ્ઞાનાનંદસ્વભાવની અંતરમાં પ્રતીતિ થઈ છે તેને સાથે અનંત ગુણનું અંશે શુદ્ધ પરિણમન પણ થયું છે, ને એવા જ્ઞાનીને મિથ્યાબુદ્ધિ હોતી નથી. શું કહ્યું? વ્યવહારરત્નત્રયનો રાગ મારો છે અને એનાથી મને લાભ થશે એવી મિથ્થાબુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. ભાઈ ! શુભરાગથી મને લાભ થશે-એમ જે માને છે તે અશુભ રાગ પણ મારો છે એમ માને છે. સમજાણું કાંઈ..? હવે આવું અજ્ઞાનીને કઠણ પડે છે. પણ શું થાય? (સ્વરૂપ જ એવું છે ).
અહા! કહે છે-“જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા છું.'
જુઓ, સમકિતી નરકનો નારકી હો કે તિર્યંચ હો તે એમ માને છે કે રાગાદિ પરદ્રવ્ય મારું નથી, હું તો જ્ઞાયકમાત્ર છું. સ્વયંભૂરમણ સમુદ્રમાં અસંખ્ય તિર્યંચ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #264
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સમકિતી છે. તે બધા એમ માને છે કે-રાગ મારો નથી, શરીર મારું નથી; હું તો જ્ઞાતા જ છું. તેમને સમ્યકત્વ થયા પછી માંસાદિનો આહાર પણ હોતો નથી. તેમને તો સમુદ્રમાં હજાર જોજનના લાંબા ડોડા-કમળ થાય છે તેનો ખોરાક હોય છે.
ભગવાનનો જીવ જાઓને! ત્રિલોકનાથ ભગવાન મહાવીરનો જીવ દશમા ભવે સિંહુ હુતો. તે સિંહુ હરણને થાપો મારીને ખાઈ રહ્યો હતો. ત્યાં આકાશમાંથી મુનિરાજ નીચે ઉતર્યા અને તે સિંહની સમીપ આવવા લાગ્યા. અહા! મને દૂરથી જોઈને મનુષ્ય ભાગી જાય એને બદલે આ મારી પાસે આવી રહ્યા છે! શું છે આ? એકદમ પરિણામમાં પલટો આવ્યો તેના પરિણામ ફરી ગયા, કોમળ થયા.
તો શું એની કાળલબ્ધિ આવી ગઈ ?
કાળલબ્ધિ? પુરુષાર્થ કર્યો તે જ કાળલબ્ધિ પુરુષાર્થ કરે છે ત્યારે કાળલબ્ધિ આવે જ છે.
પ્રશ્ન પણ જુઓ, નિમિત્ત આવ્યું તો પુરુષાર્થ થયો ને?
સમાધાન - નાએમ નથી. પુરુષાર્થ પોતાથી થયો છે ત્યારે બીજી ચીજને નિમિત્ત કહેવામાં આવે છે. નિમિત્ત તો પર ચીજ છે; એનાથી શું થાય? પોતે અંદરમાં પોતાથી જાગૃત થયો તો મુનિરાજને નિમિત્ત કહેવામાં આવે છે.
સિંહના પરિણામ કોમળ થયેલા જોઈને મુનિરાજે કહ્યું-અરે સિંહ! તું આ શું કરે છે? ભગવાન શ્રી કેવળીએ કહ્યું છે કે–તારો જીવ દશમા ભવે ત્રણલોકનો નાથ તીર્થકર થવાનો છે. ભગવાન! તું સાક્ષાત્ ભગવાન થવાનો છે ને! આ શું? આ સાંભળીને સિંહની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. પરિણામ વિશેષ કોમળ થયા અને અંતરમાં સ્મરણ થયું. અહા ! હું તો શુદ્ધ જ્ઞાયકસ્વભાવી પરમબ્રહ્મસ્વરૂપ એક ચૈતન્યમય પરમાત્મદ્રવ્ય છું. અરે ! આ શું? આમ ધ્યાન કરવાથી તે સિંહુ સમ્યગ્દર્શન પામ્યો. હુજી પેટમાં તો હરણનું માંસ પડ્યું છે તોપણ મુનિરાજની દિવ્ય દેશના પામીને અંતર્નિમગ્ન થઈ સમકિત પામ્યો. વિકલ્પથી-રાગથી હઠીને તત્પણ ભગવાન જ્ઞાયકમાં અંદર ઉતરી ગયો ને ધર્મ પામ્યો.
પ્રશ્ન-મુનિરાજે સિંહને જગાડ્યો ને?
ઉત્તર- ભાઈ ! સિંહ જાગ્યો કે તેને જગાડ્યો? પોતે પોતાથી જાગ્યો તો મુનિરાજે જગાડ્યો એમ નિમિત્તથી કહેવાય છે. શું મુનિએ દેશના કરી માટે જાગ્યો છે? પોતે પોતાના ઉપાદાનથી જાગ્યો છે, દેશના તો નિમિત્તમાત્ર છે.
પ્રશ્ન- પણ મુનિરાજ આવ્યા ત્યારે જાગ્યો ને? ઉત્તર:- ભાઈ ! એ વખતે જ જાગવાનો પોતાનો સ્વકાળ હતો માટે જાગ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #265
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૪૯
સમયસાર ગાથા-૨૦૮ ] સમ્યગ્દર્શન પામવાનો તે સ્વકાળ હતો. સ્વકાળ એટલે? દ્રવ્યના પ્રત્યેક પરિણમનની જન્મક્ષણ હોય છે અર્થાત્ વસ્તુ ક્રમબદ્ધ પરિણમે છે. પણ આવું જ્ઞાન યથાર્થ કોને થાય છે? કે જેની દષ્ટિ શુદ્ધ જ્ઞાયક ઉપર પડેલી છે તેને. અહા! કેવળજ્ઞાનની ને વસ્તુના ક્રમબદ્ધ પરિણમનની યથાર્થ પ્રતીતિ તેને થાય છે જેની દૃષ્ટિ શુદ્ધ દ્રવ્ય ઉપર પડી હોય છે, અને તેને જ સમકિતનો સ્વકાળ પાકે છે. સમજાણું કાંઈ...?
[ પ્રવચન નં. ૨૮૬ (શેષ) * દિનાંક ૫-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #266
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૯
छिज्जदु वा भिज्जदु वा णिज्जदु वा अहव जादु विप्पलयं। जम्हा तम्हा गच्छदु तह वि हु ण परिग्गहो मज्झ।। २०९ ।।
छिद्यतां वा भिद्यतां वा नीयतां वाथवा यातु विप्रलयम्। यस्मात्तस्मात् गच्छतु तथापि खलु न परिग्रहो मम।।२०९ ।।
(વસન્તતિના). इत्थं परिग्रहमपास्य समस्तमेव सामान्यतः स्वपरयोरविवेकहेतुम्। अज्ञानमुज्झितुमना अधुना विशेषाद्
भूयस्तमेव परिहर्तुमयं प्रवृत्तः।। १४५।। વળી આ (નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે” એમ હવે કહે છે
છેદાવ, વા ભેદાવ, કો લઈ જાવ, નષ્ટ બનો ભલે,
વા અન્ય કો રીત જાવ, પણ પરિગ્રહ નથી મારો ખરે. ૨૦૯. ગાથાર્થ:- [ fછઘતાં વા] છેદાઈ જાઓ, [fમઘતાં વા] અથવા ભૂદાઈ જાઓ, [નીયતાં વી] અથવા કોઈ લઈ જાઓ, [ અથવા વિપ્રીયમ્ યાતુ] અથવા નષ્ટ થઈ જાઓ, [સ્માત્ તમ્માત્ ઋતુ] અથવા તો ગમે તે રીતે જાઓ, તથાપિ] તોપણ [7] ખરેખર [પરિગ્ર: ] પરિગ્રહ [ મમ ન] મારો નથી.
ટીકા - પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું; કારણ કે ‘પદ્રવ્ય મારું સ્વ નથી, -હું પરદ્રવ્યનો સ્વામી નથી, પરદ્રવ્ય જ પારદ્રવ્યનું સ્વ છે, – પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે, હું જ મારું સ્વ છું, -હું જ મારો સ્વામી છું –એમ હું જાણું છું.
ભાવાર્થ-જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષવિષાદ હોતો નથી. હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છે – * શ્લોકાર્થ- [ રૂલ્ય] આ રીતે [સમસ્તમ્ gવ પરિપ્રદ] સમસ્ત પરિગ્રહને
* આ કળશનો અર્થ આ પ્રમાણે પણ થાય છે - રૂલ્ય ] આ રીતે [સ્વપરયો: વિવેદેતુમ્
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #267
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૯ ]
[ ૨૫૧ [સામાન્યત:] સામાન્યતઃ [સપરચ] છોડીને [ બધુના] હવે [વપરયો: વિવેદેતુમ અજ્ઞાનમ્ ૩ાિતુનના: જયં] સ્વ-પરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ [ ભૂય:] ફરીને [તમ્ વ ] તેને જ (-પરિગ્રહને જ-) [વિશેષા] વિશેષતઃ [પરિહર્તુમ ] છોડવાને [પ્રવૃત્ત:] પ્રવૃત્ત થયો છે.
ભાવાર્થ- સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે. તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યત: ત્યાગ કર્યો અને હવે (હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જાદાં જુદાં નામ લઈને) છોડે છે. ૧૪૫.
સમયસાર ગાથા ૨૦૯: મથાળું વળી આ (નીચે પ્રમાણે) મારો નિશ્ચય છે.” હું તો જ્ઞાતા જ છું, પરિગ્રહ મારો નથી-એમ મારો નિશ્ચય છે એમ હવે કહે છે:
* ગાથા ૨૦૯ : ટીકા ઉપરનું પ્રવચન * “પદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ જાઓ, અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું.'
અહાહા..! હું તો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી પૂરણ ભરેલો, શાશ્વત, શુદ્ધ ટંકોત્કીર્ણ જ્ઞાયકસ્વભાવી પ્રભુ આત્મા છે એવી જેને અંતરમાં દષ્ટિ થઈ છે તે જ્ઞાની છે, ધર્મી છે. નિજ આત્મદ્રવ્યમાં જ અહંબુદ્ધિ હોવાથી ધર્મીને પરદ્રવ્યમાંથી અહંબુદ્ધિ છૂટી ગઈ હોય છે. ધર્મી જીવ કહે છે–પરદ્રવ્ય છેદાઓ તો છેદાઓ; મને શું છે? અહાહા...! મારાથી ભિન્ન પરદ્રવ્ય-આ શરીર, મન, વાણી, ઈન્દ્રિય, કર્મ ઈત્યાદિ છેદાઈ જાય તો પણ મને કાંઈ નથી કેમકે તે મારી કાંઈ (સંબંધી) નથી. અહા! આ શરીરાદિકના છેદ-છેદ-ટકડા-ટુકડા થઈ જાય તો પણ મને કાંઈ નથી કેમકે તે મારી ચીજ નથી. આ શરીરાદિ તો જડ-અજીવ ધૂળ-માટી છે, એ કયાં આત્મા છે?
પ્રશ્ન- શરીર જડ, ધૂળ-માટી છે, પણ કયારે ? જીવ ચાલ્યો જાય ત્યારે ને?
સમાધાનઃ- અરે ભાઈ! આ શરીર અત્યારે પણ જડ, માટી છે. જીવ ચાલ્યો જાય ત્યારે તો જડ છે જ; પરંતુ અત્યારે પણ તે જડ, માટી જ છે. વળી અત્યારે
સમસ્તમ્ વ પરિચદમ્] સ્વ-પરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને [સામાન્યત:] સામાન્યતઃ [સપીચ ] છોડીને [વધુના ] હવે, [ ગજ્ઞાનમ્ તુમના:
માં ] અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, [મૂય: ] ફરીને [તમ્ ga] તેને જ [ વિશેષાત્ ] વિશેષતાઃ [પરિક્રર્ત ] છોડવાને [પ્રવૃત્ત: ] પ્રવૃત્ત થયો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #268
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
જે અંદરમાં દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ શુભોપયોગરૂપ પરિણામ થાય છે તે પણ જડ છે, તે હું આત્મા નથી, તે મા૨ી ચીજ નથી. અહા! આવું માનનારને મિથ્યાત્વનો નાશ થાય છે.
પ્રશ્ન:- પણ આ બધું સાંભળીને અમારે કરવું શું?
સમાધાનઃ- ભાઈ! આ કરવું કે-હું શરીર ને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મદ્રવ્ય છું એમ સ્વીકારી તેનું લક્ષ કરીને પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કરવું કેમકે સમ્યગ્દર્શન વિના કયારેય સમ્યજ્ઞાન ને સમ્યક્ચારિત્ર હોતાં નથી. અહાહા...! શુદ્ધ ચિદાનંદમય સ્વદ્રવ્ય જ મારું છે અને આ શરીરાદિ અને રાગાદિ મારાં નથી-આમ શ્રદ્ધાજ્ઞાન કરવાં. હવે જ્યાં રાગ ને શરીર ભિન્ન છે ત્યાં કુટુંબ-કબીલા ને લક્ષ્મી આદિ તો કયાંય દૂર રહી ગયાં. તોપણ આ પુત્ર મારો, ને સ્ત્રી મારી ને લક્ષ્મી મારી એમ જે માને છે એ તો સ્થૂળ મિથ્યાદષ્ટિ છે.
તો જે (પુત્ર, લક્ષ્મી આદિ) હોય તેનું શું
કરવું ?
સમાધાનઃ- ભાઈ ! તેઓ તારામાં છે જ કયાં ? તેઓ તો તેમનામાં–પોત-પોતામાં છે. પૈસા પૈસામાં છે, સ્ત્રી સ્ત્રીમાં છે, પુત્ર પુત્રમાં છે. એ બધાં હોતાં તારામાં શું આવ્યું છે ? તારું શું છે ? કાંઈ જ નહિ. ભાઈ? આ વાત વીતરાગ સર્વજ્ઞ ૫૨મેશ્વર શ્રી સીમંધરસ્વામી ભગવાન કે જેઓ મહાવિદેહમાં બિરાજે છે ત્યાંથી આવી છે. દિગંબર સંત શ્રી કુંદકુંદાચાર્ય સંવત્ ૪૯ માં ત્યાં ભગવાન પાસે ગયા હતા, આઠ દિ' ત્યાં રહ્યા હતા, પરમાત્માની વાણી સાક્ષાત્ સાંભળી હતી અને ત્યાંથી ભરતમાં આવીને આ શાસ્ત્ર રચ્યું છે. એમાં આ કહે છે કે-ભાઈ! તારું તો એક જ્ઞાયકસ્વભાવી સ્વદ્રવ્ય જ છે, એ સિવાય રાગાદિ ને શરીરાદિ તારી કોઈ ચીજ નથી. સમજાણું કાંઈ..?
જુઓ, નવ તત્ત્વ છે કે નહિ? (છે ને). તો અજીવ તત્ત્વ એ પોતાનું (–જીવનું) કયાંથી આવ્યું ? વળી અંદર જે પુણ્ય-પાપના ભાવ છે તે આસ્રવ તત્ત્વ છે. તો તે આસ્રવ તત્ત્વ પોતાનું (–જીવનું) કયાંથી થઈ ગયું? જો તે પોતાનું (–જીવનું) થાય (હોય) તો જીવ, અજીવ ને આસ્રવ તત્ત્વ ભિન્ન-ભિન્ન કયાં રહ્યાં? અહા! આવું અત્યારે સમજવું લોકોને કઠણ પડે છે કેમકે બિચારાઓએ કદી સાંભળ્યું નથી. બસ વ્રત કરો, અપવાસ કરો, ભક્તિ કરો, પૂજા કરો, ધર્મ થઈ જશે આવું બધું સાંભળવા મળ્યું છે. પણ બહુ ફેર છે ભાઈ! ભગવાન આત્મા અંદર સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ છે. અહાહા...! સત્ નામ શાશ્વત જ્ઞાન અને આનંદ જેનો સ્વભાવ છે એવો અનંત ગુણનું ધામ-અનંત ગુણનું ગોદામ-પ્રભુ આત્મા છે. ધર્મીની દૃષ્ટિ આવા આત્મસ્વરૂપ પ્રતિ ઝુકેલી છે. તે કહે છે૫૨દ્રવ્ય છેદાઓ તો છેદાઓ, મને કાંઈ નથી. આવી વાત છે!
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #269
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૫૩
સમયસાર ગાથા-૨૦૯ ]
પ્રશ્ન- આ તો મુનિની વાત છે ને?
ઉત્તર- ભાઈ ! આ તો સમકિતીનો અભિપ્રાય છે. મુનિની તો શી વાત! આ તો સમકિતી આમ માને છે એમ વાત છે. ભાઈ ! રાગનો એક કણ અને રજકણ પણ મારો છે એમ જે માને છે તે મૂઢ છે, અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે; તેને જૈનધર્મની ખબર નથી. વીતરાગ સર્વજ્ઞ જૈન પરમેશ્વરે આ કહ્યું છે કે-ધર્મી સમકિતી જીવ પરદ્રવ્ય-શરીર, ધન, લક્ષ્મી, કુટુંબ આદિ–છેદાઈ જાય તો પણ તે મારાં છે એમ માને નહિ, અનુભવે નહિ; એ તો એક જ્ઞાયક જ મારું સ્વદ્રવ્ય છે એમ અનુભવે છે.
અહાહા..! પ્રભુ! તને જો ધર્મ થાય ને કર્મની નિર્જરા થાય તો તે કયારે થાય ? તો કહે છે કે જ્યારે તારી ચીજમાં-અખંડ એક જ્ઞાયક સ્વભાવમાં-તારી દષ્ટિ પડી હોય ત્યારે; આ શરીરાદિ અને રાગાદિથી હું ભિન્ન છું એવી ચૈતન્યસ્વરૂપની અનુભૂતિ થાય ત્યારે, ભાઈ ! આવી ચૈતન્યસ્વરૂપની અનુભૂતિમાં રાગ કે શરીર આવતાં નથી કેમકે તેઓ અનુભૂતિથી ભિન્ન છે. ઝીણી વાત છે પ્રભુ! ૫૦ થી ૫૫ ગાથામાં “અનુભૂતિથી ભિન્ન છે”—એમ આવે છે ને? એનો અર્થ એ છે કે હું તો જ્ઞાનાનંદ-સહજાનંદ સ્વરૂપે છું અને એની જે અનુભૂતિ છે તેમાં રાગ કે શરીરનો ભાવ આવતો નથી. આવી વાત ! બાપુ ! આ તો જન્મ-મરણથી રહિત થવાની કોઈ અલૌકિક વાત છે! આ તો વીતરાગની વાણી ! એ વાણીની ગોદમાં બેઠા-બેઠા આ કહીએ છીએ કે હું આત્મા એક જ્ઞાનાનંદસ્વભાવી છું અને મારા જ્ઞાનની અનુભૂતિમાં આ રાગાદિ ને શરીરાદિના ભાવ આવતા નથી, તેઓ અનુભૂતિથી ભિન્ન જ રહી જાય છે.
હવે આવો મારગ ! બિચારો સાધારણ માણસ કેવી રીતે પ્રાપ્ત કરે ? તેને કહીએ છીએ–ભાઈ ! જેમ મારગ સાધારણ નથી તેમ તું પણ સાધારણ નથી. તું ત્રણલોકનો નાથ પ્રભુ પરમાત્મસ્વરૂપ છો. ‘અપ્પા સો પુરપ્પા'—એમ આવે છે ને? અહાહા..! ભાઈ ! તું પરમ જેનું સ્વરૂપ છે-જ્ઞાનને આનંદ જેનું સ્વરૂપ છે તેવો જ્ઞાનાનંદનો સાગર પ્રભુ પરમાત્મા છો. ભાઈ ! આ શરીર ને રાગ તારી ચીજ નથી. માટે હુઠી જા ત્યાંથી, ને સ્વરૂપનું લક્ષ કર તને તારા પરમાત્માનાં દર્શન થશે અર્થાત્ સમ્યગ્દર્શન થશે. જો; જેને સ્વરૂપનું ભાન થયું છે એવો ધર્મી જીવ પરદ્રવ્ય-ચાહે શરીર હો, પૈસા હો, આબરૂ હો, કે કાંઈ પણ હો-છેદાઈ જાય તો પણ મને કાંઈ નથી એમ માને છે.
અહા! અજ્ઞાની એમ માને છે કે-અરે! મારી આબરૂ ચાલી ગઈ, હું આબરૂ વિનાનો થઈ ગયો, મારું અપમાન થઈ ગયું! પણ અરે ભાઈ ! આબરૂ જ તારી કયાં હતી? ભગવાન! તું કોણ છો એની તને ખબર નથી. તારું અપમાન કોણ કરી શકે છે? જેને આત્માનું જ્ઞાન છે એ તો કરે નહિ અને જેને આત્માનું જ્ઞાન નથી-આત્મા જોયો નથી-તે પણ અપમાન કરી શકે નહિ. (કેમકે આત્માને જોયા વિના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #270
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૪ ]
ચન રત્નાકર ભાગ-૭ અપમાન કેવી રીતે કરે?). આવો વીતરાગ પરમેશ્વરનો મારગ સૂક્ષ્મ છે ભાઈ ! અજ્ઞાનીને એની ખબર નથી.
અહા ! કહે છે-“પદ્રવ્ય છેદાઓ”—એટલે લક્ષ્મી, શરીર આદિના ટુકડા થઈ જાઓ વા “ભેદાઓ” અર્થાત્ તેનો ભૂકો થઈ જાઓ તોપણ મને કાંઈ નથી. પર ચીજ છેદાઓ વા ભેદાઓ નામ ભાંગીને ભૂકો થઈ જાઓ તો પણ મારામાં કાંઈ થતું નથી એમ કહે છે. જુઓ આ ધર્મી જીવ! એકદમ પાંચ-પચાસ લાખ જમા થઈ જાય તો પણ કહે છે કે તે મારી ચીજ નથી ને આબરૂ ચાલી જાય તો પણ કહે છે કે તે મારી ચીજ નથી.
પ્રશ્ન- આબરૂ તો પોતાની (-જીવની) છે ને? ઉત્તર- ભાઈ ! આબરૂ ક્યાં પોતાની (-જીવની ) છે? એ તો ધૂળની છે. પ્રશ્ન- પણ ગામ તો આત્માનું છે કે નહિ? તેનો એ બાદશાહ છે ને?
ઉત્તરઃ- ભાઈ ! કોનું ગામ ને કોણ બાદશાહુ? જ્ઞાનાનંદસ્વરૂપ પ્રભુ આત્મા તે ગામ છે અને પોતે આત્મા તેનો બાદશાહ છે. આ સિવાય એનું કોઈ ગામેય નથી ને બાદશાહ્ય નથી. શ્રી વાલભાઈ સોગાનીએ “દ્રવ્યદષ્ટિ પ્રકાશ', માં લીધું છે ને કે
કોઈ કહે છે-ભરત ચક્રવર્તીએ છ ખંડ સાધ્યા હતા?
તેઓ ( ન્યાલભાઈ ) કહે-ના, ના, છ ખંડ તો પરચીજ છે. તેને ભરત ચક્રવર્તીએ સાધ્યા જ નથી.
ત્યારે શું સાધ્યું 'તું?
અખંડને સાધ્યો હતો. અહા ! ખંડ નહિ પણ અખંડની સાધના કરી હતી. અહા ! ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં “હું પત્નીનો પતિ છું, હું લક્ષ્મીપતિ છું, હું ઉદ્યોગપતિ છું એમ ધર્મી માનતો નથી.
પ્રશ્ન:- આ તો ભારે વાત છે! આ તો બાવો થાય તો બેસે એમ છે.
ઉત્તર:- ભાઈ ! આત્મા (પરથી શૂન્ય) બાવો જ છે; આત્મામાં કોઈ પરચીજ છે જ નહિ. પરથી અને રાગથી આત્મા ભિન્ન જ છે. (જેમ છે તેમ શ્રદ્ધાન કરવું બસ એટલી વાત છે).
અહા! નિર્જરા એટલે ધર્મ કોને થાય? કે જેણે અંતરમાં હું જ્ઞાનાનંદમૂર્તિ પ્રભુ આત્મા છું એવી દષ્ટિ કરી છે તેને. અહા ! પરદ્રવ્ય છેદાઓ વા ભેદાઓ, તે મારી ચીજ નથી; હું તો થવાવાળી ચીજને પોતાના જ્ઞાતાદાપણામાં રહીને જાણવાવાળો છું–લ્યો, આમ જાણનારને નિર્જરા ને ધર્મ થાય છે. અહા! પરદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ લઈ જાઓ.” અહા ! છે? એમ કે પરચીજને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #271
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૯ ]
[ ૨૫૫ કોઈ ચોર લઈ જાઓ કે બીજા લઈ જાઓ; અમને શું છે? તે કયાં અમારી ચીજ છે કે અમને હાનિ થાય? ધર્મી આમ માને છે.
પ્રશ્ન- તો પછી ધર્મી તાળા-કુંચી કેમ રાખે છે?
સમાધાનઃ- ભાઈ ! અજ્ઞાની તાળા-કુંચી રાખે છે ત્યાં તો એને મમતા-મારાપણાનો ભાવ છે માટે રાખે છે, જ્યારે જ્ઞાની તાળા-કુંચી રાખે છે ત્યાં એને એટલો (અસ્થિરતાનો) વિકલ્પ છે માટે રાખે છે. તે કાળે તે પ્રમાણે બનવાનો કાળ છે તો તેવું બને છે; બાકી આત્મા તાળું દઈ શકે છે એમ છે જ નહિ, કેમકે તાળું દેવું એ તો જડની ક્રિયા છે, તેને આત્મા કરી શકતો નથી. ગંભીર વાત છે બાપા!
પ્રશ્ન- તો તિજોરીને તાળું દેવું કે નહિ?
સમાધાનઃ- ભાઈ ! તાળું કોણ દે? એ તો જડની-પરમાણુની દશા છે. તાળું બંધ થાય ને તાળું ખુલે-એ તો તેના કારણે થાય છે; એને શું જીવ કરે છે? શ્રીમદ્ રાજચંદ્રજીએ કહ્યું છે કે-મારામાં એક તણખલાના બે ટુકડા કરવાની પણ શક્તિ નથી. અહા! શ્રીમદ્ રાજચંદ્ર ગૃહસ્થાશ્રમમાં હુતા ને મુંબઈમાં ઝવેરાતનો લાખોનો વેપાર કરતા હતા. તેઓએ એકવાર કહ્યું કે-એક તણખલાના બે ટુકડા કરવાની પણ મારામાં શક્તિ નથી. ભાઈ ! તણખલાના બે ટુકડા થાય એ તો જડની ક્રિયા છે અને તે આત્મા કરી શકતો નથી. સમજાણું કાંઈ...? ત્યારે કોઈ કહે છે
પણ એ તો એમ કહીને પોતાની લઘુતા એમણે બતાવી છે.
ભાઈ ! એમ નથી બાપા! લઘુતા બતાવી છે એમ નથી પણ વસ્તુનું સ્વરૂપ બતાવ્યું છે. પરનું આત્મા કાંઈ કરી શકે જ નહિ એવું વસ્તુનું સ્વરૂપ છે. શું આ આંગળી આત્મા ઊંચી કરી શકે છે? ના; કેમકે એ તો જડ છે અને એનું ઊંચુંનીચું થવું એ એની-જડની ક્રિયા છે. આત્મા તો એને અડય નહિ તો પછી એનું શું કરે? ભાઈ ! આ વાણી જે નીકળે છે ને? એ પણ જડની ક્રિયા છે અને તેને આત્મા કરે છે એમ છે જ નહિ. આવી વાત છે!
તો આપે તો આત્માને સાવ પાંગળો બનાવી દીધો.
ભાઈ ! આત્મા પરમાં પાંગળો એટલે પંગુ જ છે. અહાહા..! પોતામાં તે પૂર્ણ પરુષાર્થી છે: પોતાની સત્તામાં તે ઉલટો કે સલટો પરુષાર્થ કરી શકે છે પણ પરમાં જ કરી શકે નહિ એવો તે પંગુ છે. ભગવાન! મારગ તો આવો છે! અહા! જે આ બધા ભભકા દેખાય છે-શરીર ને વાણી ને પૈસા ને આબરૂ દેખાય છે-એ તો બધો જડનો ભભકો છે પ્રભુ! અહા ! એ તારી ચીજમાં કયાં છે? એ તારી ચીજમાં નથી, તારી નથી અને તારામાં આવી નથી. એ જ કહે છે કે-“પદ્રવ્ય છેદાઓ, અથવા ભેદાઓ, અથવા કોઈ તેને લઈ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #272
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨પ૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ, અથવા ગમે તે રીતે જાઓ, તોપણ હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું.” અહા ! પરદ્રવ્યનું થવું હોય તે થાઓ, પણ તે મારી ચીજ છે એમ હું નહિ માનું. હું પરદ્રવ્યનું પરિગ્રહણ-પદ્રવ્યમાં એકત્વબુદ્ધિ ત્રણકાળમાં નહિ કરું એમ કહે છે. અહા! સ્ત્રી હો, પુત્ર હો, પુત્રી હો કે ધન હો-તે કોઈ ચીજ મારી છે નહિ અને તે છેદાઓ, ભેદાઓ વા નાશ પામો તોપણ મને કાંઈ નથી અર્થાત તેથી મારામાં કાંઈ હાનિ નથી. અહા ! આવી દષ્ટિ કરવી તે સમ્યગ્દર્શન છે ચારિત્ર તો કોઈ ઓર અલૌકિક ચીજ છે. “સ્વરૂપે વેરનું વારિત્રમ્' અહાહા....! સ્વરૂપનું ભાન થયા પછી સ્વરૂપમાં ચરવુંરમવું-ઠરવું તે ચારિત્ર છે. અહો ! ચારિત્ર કોઈ અભુત અલૌકિક દશા છે! ભાઈ ! આ નગ્નપણું કે પંચમહાવ્રતનો રાગ એ કાંઈ ચારિત્ર નથી. (તેને ઉપચારથી ચારિત્ર કહેવું એ જુદી વાત છે).
પ્રશ્ન- ચારિત્ર ગ્રહવા માટે કપડાં તો કાઢવાં પડે ને?
સમાધાનઃ- કાઢવાં શું પડે? એ તો એને કારણે નીકળી જાય છે બાપુ! “કપડાં હું છોડું છું' એ તો ત્યાં છે જ નહિ. “કપડાં હું છોડું છું' એ તો માન્યતા જ મિથ્યા છે. શું કપડાં એના છે તે એ છોડ છે? અને શું તે કપડા કાઢી શકે છે? કપડાંનું ઉતરવું પણ એના (કપડાંના ) પોતાના કારણે થાય છે. ખૂબ ગંભીર વાત ભાઈ !
પ્રશ્ન:- આ ટોપી પોતે (-આત્મા) સરખી પહેરી શકે છે કે નહિ?
ઉત્તર:- એ તો કહ્યું ને કે પરમાં આત્મા કાંઈ ન કરી શકે એવો તે પંગુ છે. ટોપી શું પહેરે ? ભાઈ ! ટોપીનું સરખું પહેરવું જે થાય છે તે તેને (ટોપીને) કારણે થાય છે; તેના અકાળે તે પર્યાય થવાવાળી છે તો થાય છે, પણ ટોપીની પર્યાય પોતે (–આત્મા) કરે છે એમ છે જ નહિ. બહુ આકરી વાત બાપા ! વીતરાગનો મારગ બહુ અલૌકિક છે પ્રભુ!
અહીં કહે છે-“હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું,” કેમકે મારો તો ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ પરિગ્રહ છે. એ તો ગાથા ૨૦૭ માં આવી ગયું ને કે “જ્ઞાની પોતાના આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે.' અહા! હું આનંદકંદ પ્રભુ આત્મા છું અને તે જ મારો પરિગ્રહ છે-આમ જ્ઞાની જાણે છે. આમ જાણતો તે પરદ્રવ્યને-સ્ત્રી, પુત્ર, મિત્ર, ધન, ધાન્ય, ઝવેરાત આદિને પોતાની સાથે એકમેક કરતો નથી.
પ્રશ્ન:- તો આ બધું-ઝવેરાત આદિ બધું-કયાં નાખવું?
સમાધાન - અરે ભાઈ ! એ બધું ક્યાં તારું (-આત્માનું) છે? તો કોનું છે? બાપુ? એ તો જગતની જડ ચીજ માટી–ધૂળ છે અને તે ધૂળ ધૂળની-પુદ્ગલની છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #273
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૯ ]
| [ ૨૫૭ બે-પાંચ કરોડ રૂપિયા હોય તોય તે જડ માટી છે, ધૂળ છે. તે તારામાં ક્યાં છે કે તે તારી ચીજ હોય? અહા ! જગતથી-પરથી ભિન્ન પડવું અને પોતાના સ્વરૂપમાં આવવું તે અપૂર્વ પુરુષાર્થ છે, કેમકે આવો પુરુષાર્થ અનંતકાળમાં કયારેય તેં કર્યો નથી. છઠુંઢાળામાં ના કહ્યું કે-“મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાય, ભાઈ ! તું ગ્રીવકમાં ઉપજ્યો એવાં મુનિવ્રત અનંતવાર પાળ્યાં, હજારો રાણીઓને છોડી દીધી, પણ આત્મજ્ઞાનની પ્રાપ્તિના અપૂર્વ પુરુષાર્થ વિના બધું ફોગટ જ ગયું.
જુઓ, ર૦૭ મી ગાથામાં એમ કહ્યું કે-જ્ઞાની આત્માને જ આત્માનો પરિગ્રહ નિયમથી જાણે છે.” અહા! સમ્યગ્દષ્ટિ જીવ-ધર્મના પહેલા દરજ્જાવાળો જીવ-એમ માને છે કે હું શુદ્ધ ચિદાનંદમય આત્મા છું, ને મારો આત્મા જ મારો પરિગ્રહ છે. અહીં કહે છે-“હું પદ્રવ્યને નહિ પરિગ્રહું.” અહા ! આ લાખો-કરોડોની સાહ્યબી કે આ ભક્તિ આદિનો રાગ જે પર છે તેને મારી ચીજ નહિ માનું એમ કહે છે.
તો દયા, દાન, ભક્તિ આદિનો રાગ છે ને?
ભલે હો. અશુભથી બચવા એવો અસ્થિરતાનો રાગ આવે છે પણ તેને હું નહિ પરિગ્રહું, તે મારી ચીજ છે એમ નહિ માનું. કેમ? તો કહે છે-“કારણ કે પર દ્રવ્ય મારું સ્વ નથી, -હું પરદ્રવ્યનો સ્વામી નથી.' આ દયા, દાન, ભક્તિ આદિના વિકલ્પ મારું સ્વ નથી, હું તેનો સ્વામી નથી એમ કહે છે. અહા ! જગતને આકરું પડે એવું છે, પણ આ (સત્ય) છે.
પ્રશ્ન- તો દયા, દાન, ભક્તિ ઇત્યાદિ શુભભાવ કરતાં શું ધર્મ ન થાય?
ઉત્તર:- ભાઈ ! ભગવાન જિનેશ્વરદેવ ત્રિલોકનાથનું આ ફરમાન છે કે જે બધો શુભભાવ છે તે રાગ છે, માટે એનાથી ધર્મ ન થાય. (કેમકે ધર્મ તો વીતરાગ છે.)
ધર્માત્મા કહે છે-“હું પરદ્રવ્યને નહિ પરિગ્રહું, કારણ કે પરદ્રવ્ય મારું સ્વ નથી, હું પદ્રવ્યનો સ્વામી નથી.' અહા ! ગજબ વાત છે! જે મારું સ્વ નથી તેનો હું સ્વામી કેમ હોઉં ? માટે હું પત્નીનો પતિ નથી, લક્ષ્મીપતિ નથી અને નૃપતિય નથી. હું તો આત્માના આનંદનો પતિ છું.
પણ આ શેઠિયા તો બધા કરોડપતિ ને અબજપતિ કહેવાય છે ને?
ધૂળમાંય કરોડપતિ કે અબજપતિ નથી સાંભળ ને. એ તો બધી ધૂળ છે, તો શું ધૂળપતિ છે? અહા! આ મન (મારે મન ) તો માગણ-ભિખારી છે. મહિને જે પાંચ હજાર માગે તે નાનો માગણ-ભિખારી છે, ને મહિને જે લાખ માગે તે મોટો ભિખારી છે તથા જે કરોડો માગે તે ભિખારીમાં ભિખારી છે. માગણ છે માગણ બધા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #274
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ લાવ, લાવ, લાવ. એમ માગ્યા જ કરે છે, (એની તૃષ્ણાનો કયાં થંભાવ છે?), માટે દુઃખી છે.
અહીં કહે છે–પરદ્રવ્ય મારું સ્વ નથી ને પરદ્રવ્યનો હું સ્વામી નથી. અહા! શરીરનો હું સ્વામી નથી, મનનો હું સ્વામી નથી, વાણીનો હું સ્વામી નથી, ઇન્દ્રિયનો હું સ્વામી નથી. વળી મકાનનો હું સ્વામી નથી, પત્નીનો હું સ્વામી નથી ને પુત્રનોય હું સ્વામી (પિતા) નથી. ગજબ વાત છે ભાઈ ! અહા ! તારું તત્ત્વ તો પરથી ભિન્ન છે ને પ્રભુ! શું આત્મા ને શરીર અને આત્મા ને રાગ ભેળસેળ થઈ જાય છે? બીલકુલ નહિ, કદીય નહિ. એ તો અજ્ઞાનીએ માની રાખ્યું છે કે હું રાગ છું ને હું શરીર છું. પણ એ માન્યતા મહા પાપ છે, કેમકે પર ચીજ આત્મામાં કેવી રીતે ભળે ? જ્ઞાયક પ્રભુ આત્મા તો સદા જ્ઞાયકપણે જ રહ્યો છે. અહાહા..! અનાદિ અનંત પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પ્રભુ આત્માના અસ્તિત્વમાં રાગેય નથી કે શરીરેય નથી, પછી એનો સ્વામી તે કેમ હોય?
હવે કહે છે-“પદ્રવ્ય જ પરદ્રવ્યનું સ્વ છે, -પરદ્રવ્ય જ પરદ્રવ્યનો સ્વામી છે.” શું કહ્યું? કે શરીરનું સ્વ શરીર છે ને શરીર જ શરીરનો સ્વામી છે; લક્ષ્મીનું સ્વ લક્ષ્મી છે ને લક્ષ્મી જ લક્ષ્મીનો સ્વામી છે તથા રાગનું સ્વ રાગ જ છે ને રાગ જ રાગનો સ્વામી છે. હવે આવી વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ છે. અત્યારે તો બધે એવી પ્રરૂપણા છે કેવ્રત કરો, તપ કરો, ભક્તિ કરો, જાત્રા કરો, મંદિર બનાવો, તમને ધર્મ થઈ જશે. પણ ભાઈ! એનાથી તો ધૂળેય ધર્મ નહિ થાય સાંભળને! એ તો બધો શુભભાવ-રાગ છે. આકરી વાત બાપા !
પ્રશ્ન- પણ આ બધા કેટલાય મંદિરોનું ઉદ્દઘાટન આપે કર્યું છે ને?
ઉત્તર:- અહીં તો ભાઈ ! આત્માનું ઉદ્દઘાટન કર્યું છે; બાકી મંદિરનું-જડનું ઉદ્દઘાટન કોણ કરે? શું આત્મા કરે? મંદિર જ્યાં પોતાનું (આત્માનું) સ્વ નથી તો તેનું ઉદ્દઘાટન આત્મા કેવી રીતે કરે?
પ્રશ્ન- પણ અમારા નામની પ્રશંસા થાય તે તો અમારી છે ને?
સમાધાન - ભાઈ ! નામની પ્રશંસામાં તારી પ્રશંસા કયાંથી આવી? ત્યાં નામમાં તું (-આત્મા) ક્યાં પેસી ગયો છે? નામ તો ભાઈ ! જડનું છે.
પ્રશ્ન:- પણ બધા ભેગા જ છીએ ને?
સમાધાનઃ- કોઈ ભેગા નથી, બધા ભિન્ન-ભિન્ન છે. અનંત આત્મા અને અનંતા રજકણો જે ભગવાને જોયા છે તે બધાય ભિન્ન-
ભિન્ન છે; કોઈનો કોઈની સાથે મેળ નથી. સમજાણું કાંઈ ? અરે ભાઈ ! રજકણે-રજકણ ભિન્ન-ભિન્ન છે. આ આંગળી છે ને? એનો કોઈ રજકણ બીજા રજકણ સાથે મળ્યો જ નથી. એક પરમાણુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #275
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૯ ]
[ ર૫૯ બીજા પરમાણુ સાથે મળેલો નથી તો ભગવાન આત્મા પરમાણુ સાથે કેવી રીતે મળે ? ભાઈ ! શરીર, મન, વાણી, ઇન્દ્રિય, ધન, ધાન્ય આદિ કોઈ ચીજ આત્મામાં મળી નથી. ઝીણી વાત છે બાપા! વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ !
હવે કહે છે-“હું જ મારું સ્વ છું, હું જ મારો સ્વામી છું-એમ હું જાણું છું.” પહેલાં કહ્યું-“પદ્રવ્ય મારું સ્વ નથી;” હવે કહે છે-“હું જ મારું સ્વ છું” જુઓ આ અસ્તિ-નાસ્તિ કરીને અનેકાન્ત સિદ્ધ કર્યું. “હું હું છું ને પર પણ હું છું”—એ તો મિથ્યાષ્ટિનું એકાન્ત છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે-“હું જ મારું સ્વ છું, હું જ મારો સ્વામી છું-એમ હું જાણું છું.” જોયું? “એમ હું જાણું છું –મતલબ કે જ્ઞાની એમ જાણે છે કે-હું મારું સ્વ છું અને પર પરનું સ્વ છે; પર મારું સ્વ નહિ અને હું પરનો નહિ. આ વ્યવહારરત્નત્રયનો સ્વામી વ્યવહારરત્નત્રય છે, એનો સ્વામી હું નહિ અને તે મારું સ્વ નહિ–એમ કહે છે. આવી વાત! ત્યારે કેટલાક કહે છે
પણ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પમાય ને ?
સમાધાન:- ભાઈ ! શું લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવે ? કદીય ન આવે; લસણ ખાતાં લસણનો જ ઓડકાર આવે. તેમ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ માન્યતા તદ્દન જૂઠી છે. અહીં તો આ કહે છે કે-વ્યવહાર વ્યવહારનું સ્વ છે પણ તે આત્માનું સ્વ નથી. હવે જે આત્માનું સ્વ નથી એનાથી આત્મા કેમ પમાય? ન પમાય. હવે આવી વાત અજ્ઞાનીને આકરી લાગે છે એટલે પછી કહે છે કે સોનગઢવાળા વ્યવહારને ઉથાપે છે. પણ ભાઈ ! આ કોણ કહે છે? આ કુંદકુંદાચાર્ય કહે છે કે બીજું કોઈ? ભાઈ ! આ તો ભગવાને કહેલી વાત કુંદકુંદાચાર્ય કહે છે. એકવાર તું સાંભળ તો ખરો નાથ ! અરે ! આવું મનુષ્યપણું ચાલ્યું જશે! માંડ નિગોદમાંથી નીકળીને અનંતકાળે આવું મનુષ્યપણું મળ્યું છે. જો આ વાત અત્યારે સમજણમાં ન લીધી તો અવસર ચાલ્યો જશે, મનુષ્યપણું મળ્યું ન મળ્યું થઈ જશે.
અહીં કહે છે-“હું જ મારો સ્વામી છું-એમ જાણું છું.” છે? “તિ નાનાનિ' એમ છે ને? એટલે કે જ્ઞાન કરું છું એમ કહે છે. હું મારો છું એમ હું જાણું છું ને પર પરનું છે એમ પણ જાણું છું. બસ હું તો જાણે જ છું. આવી જાણપણાની જ ક્રિયામાં જ્યારે જીવ રહે છે ત્યારે તેને કર્મની નિર્જરા થાય છે અને ત્યારે એને તપશ્ચર્યા કહે છે.
* ગાથા ૨૦૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષ-વિષાદ હોતો નથી.' અહીં “જ્ઞાની' શબ્દ બહુ જ્ઞાન (ક્ષયોપશમ) હોય તે જ્ઞાની એમ નહિ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #276
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જેને આત્મજ્ઞાન થયું છે તે સમ્યગ્દષ્ટિ ધર્મી જ્ઞાની છે એમ વાત છે. અહા ! આવા જ્ઞાનીને પરવસ્તુના બગડવા-સુધરવાનો હરખ-શોક હોતો નથી. તેને કમજોરીથી રાગ આવે છે ખરો, પણ તે અસ્થિરતાનો દોષ છે શું કહ્યું? પરવસ્તુ-શરીર, મન, વાણી, ધન-સંપત્તિ ઈત્યાદિ જે પરય છે-તેના બગડવાથી દ્વષ થવો કે તેના સુધરવાથી રાગ થવો-એવું જ્ઞાનીને છે નહિ. જ્ઞાનીને પોતાની પર્યાયમાં નબળાઈથી રાગદ્વેષ થાય છે તે દોષ છે એમ જાણે છે પણ પરવસ્તુના બગડવા-સુધરવાથી તેને હુરખશોક થાય છે એમ નથી. ન્યાય સમજણમાં આવ્યો? કે જે ચીજ પોતાની નથી તેના બગડવા-સુધરવાથી જ્ઞાનીને હરખશોક કેમ થાય? ન થાય. પરવસ્તુના બગડવા-સુધરવામાં જ્ઞાનીને કાંઈ નથી-રમેય નથી, શોકય નથી. આવી વાત છે.
પ્રશ્ન- પણ તેને રાગદ્વેષ તો થાય છે? સમ્યગ્દષ્ટિને આર્તધ્યાન પણ થાય છે ને રૌદ્રધ્યાન પણ થાય છે?
સમાધાનઃ- ભાઈ ! તે પોતાની કમજોરીના કારણે થાય છે પણ પરવસ્તુના બગડવા-સુધરવાના કારણે નહિ. જેમ કોઈ હરિજનની ઝુંપડી બળતી હોય તો તેના કારણે શું ગામના શેઠને શોક થાય છે? ને તેની ઝુંપડી બહુ સારી હોય તો તેના કારણે શું શેઠને હર્ષ થાય છે? ના. કેમ? કેમકે એને પરની ઝુંપડીથી શું સંબંધ છે? તેમ આ શરીર પરની ઝુંપડી છે, લક્ષ્મી, કુટુંબ ઈત્યાદિ બધુંય પરની ઝુંપડી છે, જ્ઞાનનું ઝેય છે. એનાથી જ્ઞાનીને શું સંબંધ છે? કાંઈ નહિ. તેથી તે પરવસ્તુ બગડતાં-સુધરતાં જ્ઞાનીને હર્ષ-વિષાદ થતો નથી. તથાપિ કોઈ જ્ઞાનમાં એમ જાણે કે એ બધી મારી ચીજ છે ને એના બગડવાસુધરવાથી હર્ષ-વિષાદ પામે છે તો એ તો મિથ્યાદષ્ટિ છે. પરચીજના બગડવા-સુધરવાથી મિથ્યાષ્ટિને હર્ષ-વિષાદ થાય છે, જ્ઞાનીને નહિ.
ર૦ વર્ષનો પુત્ર હોય ને જે દિવસે લગ્ન કર્યું હોય તે જ દિવસે અચાનક સર્પ કરડવાથી મરી જાય તો તેના કારણે જ્ઞાનીને શોક ન થાય ને સર્પ પર દ્વેષ પણ ન થાય. કમજોરીને લઈને કંઈક શોક થાય એ જુદી વાત છે. કમજોરીથી જ્ઞાનીને રાગદ્વેષ હોય તે બીજી વાત છે કેમકે એ તો ચારિત્રનો દોષ છે; પણ પરના બગડવા-સુધરવાથી મિથ્યાત્વ સહિતનો રાગદ્વેષ તેને હોતો નથી.
હવે આ અર્થના કળશરૂપે અને આગળના કથનની સૂચનારૂપે કાવ્ય કહે છે:
* કળશ ૧૪૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘રૂલ્ય' આ રીતે “સમસ્તમ્ gવ પરિપ્રમ્' સમસ્ત પરિગ્રહને ‘સામાન્યત:' સામાન્યતઃ ‘પારી' છોડીને.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #277
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૯ ]
[ ર૬૧ શું કહ્યું? સામાન્યતઃ એટલે એકસાથે બધી ચીજ મારી નથી, રાગથી માંડીને જગતની બધી ચીજ મારી નથી, મારામાં નથી, એનું મને સ્વામીપણું નથી એમ પોતાના આત્મા સિવાય સમસ્ત અન્ય વસ્તુના પરિગ્રહનો ત્યાગ કહ્યો. પહેલાં દષ્ટિમાં ત્યાગ હોય છે હો. તો કહે છે સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને “ધુના' હવે ‘સ્વપૂરો: વિવેહેતુન્ ડજ્ઞાનમ્ ત્િમની: ગય' સ્વપરના અવિવેકના કારણરૂપ અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ ‘મૂય:' ફરીને ‘તમ્ વ' તેને જ (–પરિગ્રહને જ) ‘વિશેષા' વિશેષતઃ ‘પરિહર્તુનું પ્રવૃત્ત:' છોડવાને પ્રવૃત્ત થયો છે. અર્થાત્ સ્વપરની એકત્વબુદ્ધિ છોડવાના જેના ભાવ છે તે ફરીને તેને જ-પરિગ્રહને જ વિશેષતઃ છોડવાને પ્રવૃત્ત થયો છે. હવે એક એક ચીજનું નામ લઈને (આગળની ગાથામાં) કહેશે.
હવે બીજો અર્થ આમ છે
આ રીતે સ્વપરના અવિવેકના કારણરૂપ સમસ્ત પરિગ્રહને સામાન્યતઃ છોડીને હવે, અજ્ઞાનને છોડવાનું જેનું મન છે એવો આ, ફરીને તેને જ વિશેષત: છોડવાને પ્રવૃત્ત થયો છે. અહાહા.! મૂળમાંથી જ પકડ છે. મિથ્યાત્વ ને અજ્ઞાનને છોડવાના જેના ભાવ છે તે ફરીને પણ તેને જ વિશેષપણે છોડવાને પ્રવૃત્ત થયો છે એમ કહે છે. હવે ગાથાઓમાં નામ લઈને જુદા-જુદા કહેશે.
* કળશ ૧૪૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * - “સ્વપરને એકરૂપ જાણવાનું કારણ અજ્ઞાન છે.” શું કહ્યું? કે જ્ઞાન ને આનંદસ્વરૂપ જે ભગવાન આત્મા તે સ્વ છે ને શરીરાદિ તથા રાગાદિ પર છે. તે બન્નેને એક માનવા તે મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. અહાહા...! છે? કોઈને શાસ્ત્રનું જ્ઞાન ઘણું હો, પણ જો તેને સ્વ અને પરની એકતાબુદ્ધિ છે તો તે અજ્ઞાન છે. હવે કહે છે
તે અજ્ઞાનને સમસ્તપણે છોડવા ઇચ્છતા જીવે પ્રથમ તો પરિગ્રહનો સામાન્યતઃ ત્યાગ કર્યો અને હવે (હવેની ગાથાઓમાં) તે પરિગ્રહને વિશેષતઃ (જુદાં જુદાં નામ લઈને) છોડે છે.'
જુઓ, પહેલું પુણ લીધું છે. જ્ઞાનીને ધર્મનો (-પુણ્યનો) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છે. આમ વિશેષ કરીને પરિગ્રહને છોડે છે એમ હવેની ગાથાઓમાં આવશે.
[ પ્રવચન . ૨૮૪ (ચાલુ) * દિનાંક ૬-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #278
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૦
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे धम्म। अपरिग्गहो दु धम्मस्स जाणगो तेण सो होदि।। २१०।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति धर्मम्।
अपरिग्रहस्तु धर्मस्य ज्ञायकस्तेन स भवति।। २१०।। જ્ઞાનીને ધર્મનો (પુણ્યનો ) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છે:
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, શાની ન ઇચ્છે પુષ્યને,
તેથી ન પરિગ્રહી પુણ્યનો તે, પુણ્યનો જ્ઞાયક રહે. ૨૧૦ ગાથાર્થ - [ અનિચ્છ:] અનિચ્છકને [ અપરિપ્રદ:] અપરિગ્રહી [ ભણિત: ] કહ્યો છે [ ] અને [ જ્ઞાની ] જ્ઞાની [ ધર્મમ] ધર્મને (પુણને) [રૂછતિ] ઇચ્છતો નથી, [તેન] તેથી [સ:] તે [ ધર્મચ] ધર્મનો [પરિપ્રદ: તુ] પરિગ્રહી નથી, [જ્ઞાય5:] (ધર્મનો) જ્ઞાયક જ [ ભવતિ] છે.
ટીકાઃ- ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
*
સમયસાર ગાથા ૨૧૦: મથાળું જ્ઞાનીને ધર્મનો (પુણ્યનો ) પરિગ્રહ નથી એમ પ્રથમ કહે છે:
* ગાથા ૨૧૦: ટીકા ઉપરનું પ્રવચન * ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી–જેને ઇચ્છા નથી.” શું કહ્યું? કોઈ પણ પદાર્થની ઇચ્છા થવી તે પરિગ્રહ છે. પદાર્થ-વસ્તુ પરિગ્રહ નથી પણ ઇચ્છા પરિગ્રહ છે. જેને ઇચ્છા નથી તેને પરિગ્રહ નથી. ધર્મીને પરવસ્તુ મારી છે–એમ ઇચ્છા જ નથી. પરવસ્તુમાં મારાપણાની ધર્મીને ભાવના હોતી નથી. અહા ! ધર્મપ્રાપ્તિની બહુ આકરી શરત છે! કેમકે ઇચ્છા એ જ મૂર્છા છે ને મૂર્ચ્છ-મિથ્યાત્વ એ જ પરિગ્રહ છે.
હવે કહે છે-“ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી.' ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે.” અહીં મિથ્યાત્વ સહિતની ઇચ્છાને ઇચ્છા કહી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #279
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૦ ]
[ ર૬૩ છે. જ્ઞાનીને જે અસ્થિરતાની ઇચ્છા થાય છે તેને અહીં ગણી નથી અર્થાત ગૌણ કરી છે કેમકે તેને તો જ્ઞાની પરય તરીકે માત્ર જાણે જ છે. અહીં કહે છે-ઇચ્છા એટલે મિથ્યાત્વ સહિતનો રાગ અજ્ઞાનમય ભાવ છે, અને અજ્ઞાનમય ભાવ અર્થાત્ મિથ્યાત્વ સહિતનો રાગ જ્ઞાનીને હોતો નથી. અહા ! જેને અંદર ભગવાન આત્માની એકાગ્રતાની ભાવના પ્રગટ થઈ છે તે જ્ઞાની પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવને છોડીને પરવસ્તુ મારી છે એમ ઇચ્છા કેમ કરે? ન કરે. અહા ! જેને નિરાકુલ આનંદનો સ્વાદ આવ્યો છે તે નિજ આનંદકંદ પ્રભુ આત્માને છોડીને કોની ઇચ્છા કરે ? (કોઈનીય ન કરે). લ્યો, આવી વાત ! કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી. (અર્થાત્ જ્ઞાની પરની વાંછારહિત એવો નિ:કાંક્ષા છે). હવે કહે છે
“જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે.' એટલે શું? એટલે કે જ્ઞાતા-દષ્ટા જે પોતાનો સ્વભાવ તે સ્વભાવમય જ પરિણામ તેને હોય છે અર્થાત્ તેને જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, વીતરાગતામય જ ભાવ હોય છે.
તો શું તેને રાગ હોતો જ નથી?
ના, તેને અસ્થિરતાનો રાગ તો હોય છે પણ રાગનો રાગ તેને હોતો નથી અર્થાત્ રાગનું તેને સ્વામિત્વ નથી. જે રાગ હોય છે તેને તે માત્ર જાણે જ છે, બસ. તે પોતાના આત્માને જાણે છે અને પર્યાયમાં જે રાગ છે તેને પણ જાણે જ છે. “વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે”—એમ આવે છે ને બારમી ગાથામાં?–એ જ વાત અહીં કહેવી છે. અહો! શું અદ્દભુત શૈલી છે! દિગંબર સંતોની કોઈ અજબ શૈલી છે!
- હવે કહે છે તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી.'
અહીં “ધર્મ' શબ્દ પુણ્ય કહેવું છે. ધર્મ એટલે આત્માનો ધર્મ-શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મ-એ વાત અહીં નથી. અહીં તો ધર્મ એટલે પુણ્યભાવ, શુભભાવ. અહા ! જ્ઞાની ધર્મને એટલે પુણ્યન-વ્યવહારને ઇચ્છતો નથી. શુભરાગને-દયા, દાન, વ્રતાદિને-જ્ઞાની ઇચ્છતો નથી. ગજબ વાત છે ભાઈ ! અહો ! વસ્તુના સ્વરૂપનું કથન કરનારી દિગંબર સંતોની વાણી ગજબ છે!
જુઓ, શુભરાગની જેને ઇચ્છા છે તે ધર્મી નથી, અજ્ઞાની છે કેમકે ધર્મી પુરુષો તો ધર્મ એટલે શુભરાગને ઇચ્છતો જ નથી. પુણ્યભાવની-વ્યવહારની જ્ઞાનીને ભાવના હોતી નથી, ચાહ હોતી નથી. બહુ આકરી વાત ભાઈ ! પણ જુઓને! અહીં પહેલું જ ધર્મ એટલે પુણ્યથી ઉપડયું છે. અરે! પણ વ્યવહારની રુચિવાળા વ્યવહારમાં એવા ગરકાવ છે કે વ્યવહાર કરવા આડે નિશ્ચય સ્વરૂપની વાતથી પણ ભડકી ઉઠે છે. ભભકી ઉઠે છે. પણ શું થાય? અરે! પણ અત્યારે તો વ્યવહારમાં પણ કયાં ઠેકાણાં છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #280
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
કહે છે–જ્ઞાની ધર્મને ઇચ્છતો નથી. અહાહા...! જેને શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ આત્માનું અંતરમાં ભાન થયું છે એવો ધર્મી સમ્યગ્દષ્ટિ જીવ પુણ્યને ઇચ્છતો નથી. પુણ્ય એટલે શું? પુણ્ય એટલે આ પુણ્યનું ફળ (પૈસાદિ) નહીં, પણ પુણ્ય એટલે શુભભાવ. શુભભાવથી પુણ્ય બંધાય છે ને એના નિમિત્તે આ લક્ષ્મી આદિ મળે છે; પણ એની અહીં વાત નથી. અહીં તો શુભભાવને ધર્મી ઇચ્છતો નથી એમ વાત છે, કેમકે તે રાગ છે. અહા! આવી અજબ-ગજબ વાત છે! અજ્ઞાનીને બહુ આકરી પડે એવી છે; પણ છે કે નહિ શાસ્ત્રમાં ?
પ્રશ્ન:- તો જ્ઞાતા-દષ્ટા બની રહો–એમ જ આપનું કહેવું છે ને?
ઉત્ત૨:- હા, એમ જ વાત છે ભાઈ! તારો સ્વભાવ જ એવો છે પ્રભુ! ભાઈ! જ્ઞાતા-દષ્ટા તારો સ્વભાવ છે અને તે સ્વભાવનું પરિણમન થાય જ ધર્મ છે. ધર્મ થવામાં આ શરત છે કે-પુણ્યની પણ ઇચ્છા ન કરવી. આવો મારગ ભાઈ! વીતરાગ પરમેશ્વરે ફરમાવ્યો છે અને એ જ દિગંબર સંતો-કેવળીના કેડાયતીઓ જગત પાસે પોકારીને જાહેર કરે છે. કહે છે-ધર્મી જીવ પુણ્યને ઇચ્છતો નથી. અર્થાત્ પુણ્યને પણ જે ઇચ્છતો નથી એવો ધર્મી હોય છે. અહા! ધર્મીને દયા, દાન, ભક્તિ, પૂજા ઇત્યાદિનો શુભભાવ હોય છે, અંદર સ્વરૂપમાં પૂરણ ઠરી શકે નહિ ત્યાં સુધી શુભભાવ આવે છે પણ તેને તે ઇચ્છતો નથી. (આવે છે ને ઇચ્છતો નથી અને ઇચ્છતો નથી આવે છે). આવી વાત છે.
હવે કહે છે−માટે જ્ઞાનીને ધર્મનો પરિગ્રહ નથી'. જ્ઞાનીને ધર્મનો એટલે પુણ્યનો પરિગ્રહ નથી અર્થાત્ પુણ્યની પકડ નથી. એને પુણ્યભાવ હોય છે તોપણ એમાં એકત્વબુદ્ધિ નથી, આત્મબુદ્ધિ નથી અને તેથી એને પુણ્યનો પરિગ્રહ નથી.
આ તો આપે આવો અર્થ કાઢયો છે?
ભાઈ ! આ તો મુનિરાજ-દિગંબર ભાવલિંગી સંત-આમ કહે છે બાપા! આવો જ માર્ગ છે ભગવાન ! તેં કદી સાંભળ્યો ન હોય તેથી શું થયું?
વળી વિશેષ કહે છે કે–‘જ્ઞાનમય એવા એક શાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની ) ધર્મનો કેવળ જ્ઞાયક જ છે.'
જુઓ, પુણ્યભાવ છે તોપણ જ્ઞાની તેનો જાણવાવાળો જ છે. જ્ઞાની પુણ્યને કદીય ઇચ્છતો નથી. પુણ્યભાવ જ્ઞાનીને હોય છે, મુનિને પણ અંદર આનંદસ્વરૂપના ભાનમાં ન રહી શકે ત્યારે પંચમહાવ્રતાદિના વિકલ્પ હોય છે પણ તેની એને ઇચ્છા હોતી નથી. તેના તો એ કેવળ જ્ઞાયક જ છે, જાણવાવાળો જ છે. પોતાને જેમ જાણે છે તેમ પુણ્યનો પણ જ્ઞાની તો જાણનાર જ રહે છે. આનું નામ ધર્મી ને સમ્યગ્દષ્ટિ ને મુનિ કહેવામાં આવે છે.
[પ્રવચન નં. ૨૮૪ (શેષ ) *
દિનાંક ૬–૧-૭૭ ]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #281
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૧
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदि अधम्मं । अपरिग्गहो अधम्मस्स जाणगो तेण सो होदि ।। २११।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यधर्मम् । अपरिग्रहोऽधर्मस्य ज्ञायकस्तेन स મતિ।। ૨।।
હવે, જ્ઞાનીને અધર્મનો (પાપનો ) પરિગ્રહ નથી એમ કહે છેઃ
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાપને, તેથી ન પરિગ્રહી પાપનો તે, પાપનો જ્ઞાયક રહે. ૨૧૧.
ગાથાર્થ:- [ અનિચ્છ: ] અનિચ્છકને [ અપરિગ્રહ:] અપરિગ્રહી [મળત: ] કહ્યો છે [ઘ] અને [ જ્ઞાની] જ્ઞાની [અધર્મમ્] અધર્મને (પાપને) [૬ તિ] ઇચ્છતો નથી, [તેન] તેથી [સ: ] તે [ અધર્મસ્ય] અધર્મનો [અપરિપ્ર8: ] પરિગ્રહી નથી, [ જ્ઞાયŌ: ] (અધર્મનો ) જ્ઞાયક જ [મવૃત્તિ ] છે.
ટીકા:- ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્દભાવને લીધે આ (જ્ઞાની ) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.
એ જ પ્રમાણે ગાથામાં ‘ અધર્મ' શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ, કર્મ, નોકર્મ, મન, વચન, કાય, શ્રોત્ર, ચક્ષુ, ધ્રાણ, રસન અને સ્પર્શન-એ સોળ શબ્દો મૂકી, સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવાં અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં.
*
*
*
સમયસાર ગાથા ૨૧૧ : મથાળું
હવે, જ્ઞાનીને અધર્મનો (પાપનો ) પરિગ્રહ નથી એમ કહે છે:
* ગાથા ૨૧૧ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
ઇચ્છા પરિગ્રહ છે.’ શું કહ્યું ? કે કોઈ પણ પદાર્થની ઇચ્છા તે પરિગ્રહ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #282
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહીં (૧) પુણ્યની (૨) પાપની (૩) આહારની અને (૪) પાણીની-એમ ચારની વાત લેશે, કેમકે મુખ્યપણે મુનિની વ્યાખ્યા છે ને? અને મુનિને તો આ જ (ચાર) હોય છે, બીજું તો કાંઈ હોતું નથી. જ્ઞાનીને પુણ્યના ભાવ આવે છે પણ એની ઇચ્છા નથી, એકત્વબુદ્ધિ નથી. એનો અર્થ એ છે કે જે ક્ષણે ધર્મની ઉત્પત્તિ છે તે ક્ષણે પુણ્યની પણ ઉત્પત્તિ છે, કેમકે તેનો સ્વકાળ છે ને? છતાં ધર્મીને જેમ ધર્મની ભાવના છે તેમ પુણ્ય જે થાય છે તેની પણ ભાવના છે એમ નથી. પુણ્યભાવની ભાવના કે ઇચ્છા જ્ઞાનીને હોતી નથી. શુભભાવ આવે છે ખરો, પણ તે ભલો છે, ઠીક છે-એમ તેમાં એકત્વબુદ્ધિ જ્ઞાનીને હોતી નથી.
ભાઈ ! જે પુણ્યને રળવા-કમાવામાં પડ્યા છે તે બધા સંસારના-દુઃખના પંથે પડ્યા છે; તેઓ ચારગતિમાં રખડશે. ત્યારે જેણે આત્માનું સ્વસંવેદનજ્ઞાન પ્રગટ કર્યું છે તે ધર્મના-સુખના પંથે છે. અહાહા..! જેણે નિર્મળ સ્વાનુભૂતિમાં ચિદાનંદઘનસ્વરૂપ પ્રભુ આત્માને પકડયો છે તેને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. તે આનંદના કાળમાં તેને શુભભાવ પણ હોય છે, છતાં તે શુભભાવનો તે સમયે તે માત્ર જ્ઞાતા જ છે. ગજબ વાત છે ભાઈ ! ગાથામાં ‘નાળો' એમ કીધું છે ને? એટલે ખરેખર તો તે પોતાનો જ જ્ઞાયક છે, અર્થાત્ તે સમયે તે સ્વસ્વભાવનો જ જ્ઞાયક છે; પણ જ્ઞાનનો સ્વપરપ્રકાશક ભાવ છે તેથી તે શુભભાવને પણ પ્રકાશે છે. શું કહ્યું? જે શુભભાવ હોય છે તેનો જ્ઞાની માત્ર જાણનાર જ રહે છે અને તેને જાણવાની પર્યાય પણ પોતાથી સ્વતંત્ર થઈ છે, શુભભાવ છે તો એનું જ્ઞાન થયું છે એમ નથી. તે સમયે જ્ઞાનની પર્યાય એવા જ સ્વપરપ્રકાશકપણે સ્વયં ઉત્પન્ન થાય છે. માટે તે રાગને જ્ઞાની ગ્રહણ કરતો નથી, પણ રાગ સંબંધી જે પોતાનું જ્ઞાન છે તે જ્ઞાનને જાણે છે. આવી વાત છે.
-આ પુણ્યની વાત કરી. ૨૧૦ ગાથાના પાઠમાં એકલો “ધર્મ' શબ્દ હતો ને! એનો અર્થ પુર્ણ થાય છે. જુઓ, બીજા ટીકાકાર શ્રી જયસેનાચાર્ય કહે છે તેને વારણેના स्वसंवेदनज्ञानी शुद्धोपयोगरूप निश्चयधर्मं विहाय शुभोपयोगरूप धर्मं पुण्यं नेच्छति' મતલબ કે શુભોપયોગરૂપ ધર્મ એ પુણ્ય છે ને તેની સંવેદનશાની-ધર્મીને ભાવના હોતી નથી. જ્ઞાનીને તો આનંદસ્વરૂપ ભગવાન આત્માની ભાવના હોય છે, શુદ્ધોપયોગરૂપ ધર્મની ભાવના હોય છે.
હવે આ ૨૧૧ મી ગાથા પાપની છે. અહા ! જ્ઞાનીને જ્યાં પુણ્યની પણ ભાવના નથી તો પાપની તો કેમ હોય? જ્ઞાનીને પાપભાવ આવે છે ખરો, તેને પાપભાવ - વિષયવાસના સંબંધી રાગ-આસક્તિ-હોય છે. પણ છે તે પર, પોતાનું સ્વરૂપ નથી એમ જ્ઞાની માને છે.
અહીં કહે છે-“ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી–જેને ઇચ્છા નથી.” શું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #283
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૧ ]
[ ર૬૭ કહ્યું? કે પરપદાર્થની ઇચ્છા થવી તે પરિગ્રહ છે. જેને પરવસ્તુ મારી છે એમ ઇચ્છા નથી તે અપરિગ્રહી છે. ધર્મીને પરવસ્તુ મારી છે એમ ઇચ્છા જ નથી. જેમ તેને શુભભાવની ઇચ્છા નથી તેમ તેને અશુભભાવની-પાપની પણ ઇચ્છા નથી. પાપભાવ હોય છે ખરો, પણ પાપભાવની ઇચ્છા હોતી નથી, અને તેથી તેને નિર્જરા થાય છે. તેને જે અશુભભાવ આવે છે તેનું પોતાના જ્ઞાનના વેદનમાં જ્ઞાન થાય છે અને તે જ્ઞાન પોતાનું છે પણ અશુભભાવ પોતાનો નથી એવી દષ્ટિ અને જ્ઞાન પ્રગટ થયેલાં હોવાથી ધર્મીને કર્મની નિર્જરા ને અશુદ્ધતાનો નાશ થાય છે.
હવે કહે છે-“ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી.”
જુઓ, રાગ છે તે અજ્ઞાનમય ભાવ છે કેમકે તેમાં જ્ઞાનનો અંશ નથી, ભગવાન આત્માના ચૈતન્યનું કિરણ નથી. અહાહા..! હું સદાય જ્ઞાનાનંદસ્વરૂપ છું-એમ પોતાના ત્રિકાળી સ્વભાવનું જેને ભાન થયું છે એવા સમ્યગ્દષ્ટિ ધર્મીને જેમ પુણ્યભાવ થાય છે તેમ પાપના પરિણામ પણ થાય છે, પણ તેને તે પુણ્ય-પાપના પરિણામમાં એકત્વબુદ્ધિ નથી. તેને જેમ પુણ્યની ઇચ્છા નથી તેમ પાપની પણ ઇચ્છા નથી. છતાં તેને જે પુણ્યપાપના ભાવ થાય છે તે અજ્ઞાનમય છે.
તો શું જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોય છે?
સમાધાન - જ્ઞાનીને મિથ્યાત્વસહિત અજ્ઞાનમય ભાવ હોતો નથી. પરંતુ અજ્ઞાનમય 'નો અર્થ મિથ્યાત્વમય જ-એમ થતો નથી. જ્ઞાનીને જે પુણ્ય-પાપના પરિણામ થાય છે (તે કરે છે વા ઇચ્છે છે એમ નહિ) તેમાં ભગવાન આત્માના ચૈતન્યનું કિરણ નથી તે અપેક્ષાએ તેને અજ્ઞાનમય કહ્યા છે. જ્ઞાનીને પુણ્ય-પાપના પરિણામ છે, તેને તે જાણે પણ છે, પણ તે પુણ્ય-પાપના પરિણામમાં જ્ઞાનસ્વભાવનો અંશ નથી તે અપેક્ષાએ તેને અજ્ઞાનમય કહ્યા છે.
પ્રશ્ન:- તો “અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી”—અહીં તો એમ કહ્યું છે ?
સમાધાન- ભાઈ ! અજ્ઞાનમય ભાવનો અહીં અર્થ થાય છે મિથ્યાત્વમય ભાવ; અને તે તો જ્ઞાનીને હોતો જ નથી. તેથી કહ્યું કે-જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી. (વળી જ્ઞાનીને જે પુણ્ય-પાપ થાય છે તે દષ્ટિમાં ગૌણ છે તે અપેક્ષાએ પણ જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ નથી ).
ભાઈ ! તને આ કદી સાંભળવા મળ્યું નથી એટલે કઠણ પડે છે. પણ જો તો ખરો ! અહીં ભારે વિચિત્ર વાત કરી છે કે-જ્ઞાનીને રાગ આવે છે પણ તેની એને ઇચ્છા નથી. જ્ઞાનીને રાગની ઇચ્છા નથી. અહીં તો મુનિપણાની મુખ્યતાથી વાત કરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #284
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે પણ ચોથે ગુણસ્થાને જ્યાં ધર્મનું પહેલું પગથિયું એવું સમ્યગ્દર્શન થયું છે ત્યાં પણ ધર્મીને સ્વસંવેદનની-આત્મસ્વરૂપમાં એકાગ્રતાની જ ભાવના હોય છે. છતાં જ્ઞાનીને જે રાગ આવે છે, પાપભાવ થાય છે તે તેની કમજોરી છે. તે સમયે રાગની ઉત્પત્તિનું પરિણમન સ્વયં પોતાના પારકથી થાય છે. ઝીણી વાત છે ભાઈ !
શું કહ્યું? કે જેમ પોતાના નિર્મળજ્ઞાનનું-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનું-પર્યાયમાં પદ્ગારકરૂપે પરિણમન પોતાથી પોતામાં થાય છે તેમ રાગ જે થાય છે તે પણ, પોતે (જ્ઞાની) કર્તા થયા સિવાય, પોતાના (-રાગના) પારકના પરિણામ નથી સ્વતંત્ર થાય છે. અહા ! એક પર્યાયના બે ભાગ! એક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય ને બીજી રાગની પર્યાય. જે સમયે પોતાથી-પોતાના કર્તા-કર્મ-કરણ-સંપ્રદાન આદિ છે કારકના પરિણમનથી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ઉત્પન્ન થયું છે તે જ સમયે રાગની પણ ઉત્પત્તિ છે, પાપભાવની પણ ઉત્પત્તિ છે. જોકે આ પાપભાવ અજ્ઞાનમય ભાવ છે કેમકે તેમાં જ્ઞાનસ્વભાવનો અંશ નથી તોપણ જ્ઞાનીને તે મારો છે એમ તેનું સ્વામિત્વ નથી, ઇચ્છા નથી તેથી કહ્યું કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી.
“જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે. જ્ઞાનીને પોતાના ચૈતન્યસ્વભાવનુંજ્ઞાતા-દષ્ટાસ્વભાવનું પરિણમન છે ને? તેથી તેને જ્ઞાનમય એટલે વીતરાગતામય, આનંદમય પરિણમન જ હોય છે. તેને જે કિંચિત્ રાગ-પાપભાવ થાય છે તેને તે પોતાનાથી પૃથકપણે માત્ર જાણે જ છે. અહા ! જ્ઞાનીને તો પોતાના આત્માનું જ્ઞાન અને તે રાગનું જ્ઞાન-એમ જ્ઞાનમય ભાવ જ હોય છે. અહો! આચાર્યદેવે કોઈ અદ્ભુત શૈલીથી વાત કરી છે!
પ્રશ્ન- જ્ઞાનીને કર્મના ઉદયની બળજોરીથી રાગ આવે છે એમ કોઈ ઠેકાણે વાત આવે છે ને?
ઉત્તર:- ભાઈ ! એ તો નિમિત્તની મુખ્યતાથી કથન છે. વાસ્તવમાં તો પોતાની પર્યાયમાં કમજોરીથી વિકાર થાય છે અને તે જ સમયે જ્ઞાનીને જ્ઞાતા-દષ્ટાસ્વભાવનું પરિણમન પણ હોય છે. (પુરુષાર્થની કમજોરીને ઉદયની બળજોરી કહેવી એ કથનપદ્ધતિ છે). આવો વીતરાગનો મારગ છે.
હવે કહે છે-“તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી.'
શું કહ્યું? કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેનો અભાવ છે. તેને પાપભાવ મારો છે–એમ પાપમાં એકત્વનો અભાવ છે. અહાહા....! જ્ઞાનીને પાપની ભાવના નથી, ઇચ્છા નથી. પાપભાવ હો, પણ એમાં તેને મીઠાશ નથી, એકતાબુદ્ધિ નથી. તેથી જ્ઞાની પાપને ઇચ્છતો નથી. આવો વીતરાગનો મારગ અત્યારે તો સાંભળવા મળવાય દુર્લભ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #285
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ર૬૯
સમયસાર ગાથા-૨૧૧ ]
ભાઈ ! એણે (જીવ) પુણ્ય કર્યું, વ્રત પાળ્યાં, તપ કર્યા, ભગવાનની ભક્તિ કરી ને પૂજા પણ અનંતવાર કરી છે. પરંતુ અરે ! અનંતકાળમાં એક ક્ષણમાત્ર પણ કયારેય એને ધર્મ કર્યો નથી. કેમ ? કેમકે એ શુભરાગને એણે આત્માનો ધર્મ માન્યો છે. પણ ભાઈ ! એ શુભરાગમાં આત્માના સ્વભાવનો અભાવ છે અને આત્માના સ્વભાવમાં શુભરાગનો અભાવ છે. તેવી રીતે અશુભરાગમાં આત્માના સ્વભાવનો અભાવ છે અને આત્મસ્વભાવમાં અશુભરાગનો અભાવ છે. તેથી શુભરાગની જેમ જ્ઞાની અશુભરાગનેઅધર્મને ઇચ્છતો નથી.
અહા! કહે છે-“જ્ઞાની અધર્મને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહ
નથી.”
અહા ! જ્ઞાની અધર્મને એટલે પાપભાવને ઇચ્છતો નથી છતાં તે પાપભાવ કમજોરીથી આવે છે. ભારે વિચિત્ર વાત ભાઈ ! તેની જન્મક્ષણ છે તો તે આવે છે પણ જ્ઞાનીને એની ભાવના નથી. પાપભાવ મને હો એનાથી મને લાભ છે-એવી બુદ્ધિ જ્ઞાનીને હોતી જ નથી. માટે, જ્ઞાનીને અધર્મનો પરિગ્રહું નથી, અર્થાત્ જ્ઞાનીને પાપની પકડ નથી. જ્ઞાની તો જે પાપભાવ આવે છે તેનો માત્ર (પરશેયપણે) જાણનાર જ રહે છે. આ પાપભાવ મારો છે એમ જ્ઞાનીને પકડ નથી.
પ્રશ્ન- જ્ઞાની પાપભાવને જાણે છે તો શું તેને દૂર કરવાનો ઉપાય નથી કરતો?
સમાધાન - ભાઈ ! તેને જ્ઞાની જાણે જ છે-એ જ તેને દૂર કરવાનો ઉપાય છે. અહા! અંદર આત્માની ભાવના છે, અંતરમાં એકાગ્રતા થાય છે-એ જ વિકલ્પને દૂર કરવાનો ઉપાય છે. વળી ખરેખર તો તેને (વિકલ્પને) દૂર કરવો એવું પણ કયાં છે? એ તો પોતાના જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માની એકાગ્રતાના અભ્યાસથી તે પુણ્ય પાપના વિકલ્પોનો ક્રમશ: નાશ થઈ જાય છે; અર્થાત્ પોતાના “ચૈતન્યસ્વભાવની એકાગ્રતાનો અભ્યાસ કરવો એ જ કર્તવ્ય છે, એ જ ઉપાય છે.
અહા! જ્ઞાનીને રાગભાવ હોય છે, પણ તેની એને ઇચ્છા નથી; માટે જ્ઞાનીને પરિગ્રહુ નથી. “શ્રીમદ્ રાજચંદ્ર” માં આવે છે ને કે
“યા ઇચ્છત ખોવત સર્બ, હૈ ઇચ્છા દુઃખ મૂલ.' હવે જ્યાં આમ છે ત્યાં જ્ઞાનીને કોની ઇચ્છા હોય? આનંદસ્વરૂપ ભગવાન આત્માની ભાવના હોય કે દુ:ખરૂપ વિકારની-શુભાશુભ વિકલ્પની ભાવના હોય? શુભઅશુભ વિકલ્પની ભાવના તો બંધન છે અને એ તો અજ્ઞાનીને હોય છે. જ્ઞાનીને તો વિકાર હોવા છતાં વિકારની ભાવના નથી, ઇચ્છા નથી. માટે જ્ઞાનીને અધર્મનો પરિગ્રહું નથી, પકડ નથી. આ રીતે એને નિર્જરા થઈ જાય છે. આવો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! દુનિયા તો બહારમાં-સ્થૂળ રાગમાં-ધર્મ માની બેઠી છે પણ સર્વજ્ઞ પરમેશ્વરે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #286
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તો જેમાં આત્મપ્રાપ્તિ થાય તેને ધર્મ કહ્યો છે. અહા ! આવો ધર્મ જેને પ્રગટ થયો છે એવા જ્ઞાનીને અધર્મની-પાપભાવની પકડ હોતી નથી.
હવે કહે છે-“જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સભાવને લીધે આ (જ્ઞાની) અધર્મનો કેવળ જ્ઞાયક જ છે.'
અહાહા...! હું તો શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પ્રભુ જ્ઞાનમય આત્મા છું, રાગમય કે ઉદયભાવમય હું નહિ–આવું જેને અંતરમાં એક જ્ઞાયકભાવના લક્ષે ભાન થયું છે તેને એક જ્ઞાયકભાવનો સદ્દભાવ છે. અહીં કહે છે-એક જ્ઞાયકભાવના સભાવને લીધે જ્ઞાની અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. અહા ! પાપના જે ભાવ થાય તેનો તે જાણવાવાળો જ છે. કેમ? કેમકે તેને જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવનો સદભાવ છે અર્થાત્ તે શાકભાવના સ્વભાવે પરિણમી રહ્યો છે. આવી વાત ! ભાઈ ! આ પૈસા-બૈસા તો જરી પુણ્ય હોય તો મળી જાય છે, વિશેષ બુદ્ધિ ન હોય તોપણ પુણ્ય હોય તો પૈસા મળી જાય છે પણ અંતરપુરુષાર્થ વિના આત્મ-પ્રાતિ કે ધર્મ થવો સંભવિત નથી.
પ્રશ્ન- પણ બુદ્ધિ હોય તો પૈસા ખૂબ મળે ને?
ઉત્તર:- ભાઈ ! બુદ્ધિ હોય તો જ પૈસા મળે છે એમ નથી, પુણ્ય હોય તો પૈસાના ઢગલા થઈ જાય છે. જુઓને ! બહુ બુદ્ધિવાળાને માંડ બે હજારનો પગાર મેળવવામાં પસીનો ઉતરે છે જ્યારે બુદ્ધિના બારદાન, જડ જેવા મૂર્ખ હોય તે લાખો-કરોડો રૂપિયા કમાય છે. પણ એથી શું? પુણ્ય અને પુણ્યના ફળમાં શું છે? ( એમાં ધર્મ નથી, સુખ નથી). અહીં કહે છે કે જ્ઞાનીને પુણ્ય-પાપની રુચિ નથી. તેને તો જ્ઞાનમય ભાવમાં એ પુણ્ય-પાપનું જ્ઞાન જ છે. અહો! અલૌકિક માર્ગ છે! વીતરાગનો માર્ગ ભાઈ ! અંતરપુરુષાર્થ કરે એવા શૂરવીરને જ પ્રાપ્ત થાય છે. બીજે આવે છે ને કેહરિનો રે મારગ છે શૂરાનો, એ નહિ કાયરનાં કામ જો ને.
તેમ પ્રભુનો મારગ છે શૂરાનો, એ કાયરનાં ત્યાં નહિ કામ જો ને. અહા! પુણ્યમાં ધર્મ માનવાવાળા કાયર-નપુંસકોનું અહીં વીતરાગમાર્ગમાં કાંઈ સ્થાન નથી; તેઓ પંચમહાવ્રતાદિ પાળે તો પણ તેમને ધર્મ-પ્રાપ્તિ નથી.
અહીં કહે છે-જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદભાવને લીધે જ્ઞાની અધર્મનો કેવળ જ્ઞાયક જ છે. અહા ! ભાષા તો જુઓ! “કેવળ જ્ઞાયક જ' છે–એમ એકાન્ત કર્યું છે. આ સમ્યક એકાન્ત છે. જ્ઞાનીને જ્ઞાનમય ભાવ છે ને? તો એને જે વિષય-વાસના આદિ પાપભાવ આવે છે તેનો તે કેવળ જ્ઞાતા જ રહે છે. હવે આખો દિ'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #287
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૧ ]
[ ૨૭૧
વેપારધંધો ને બાયડી-છોકરાં સાચવવામાં ને વિષયભોગમાં-એકલા પાપમાં ચાલ્યો જાય એને બિચારાને આ સમજવાનો અવસર કયાંથી મળે? એમાંય વળી પાંચ-પચીસ લાખ એકઠા થઈ જાય તો ફૂલાઈ જાય કે-ઓહો! હું સુખી થઈ ગયો! ધૂળેય સુખી નથી થયો સાંભળને ભાઈ! જો આની (તત્ત્વજ્ઞાનની) સમજણ ન કરી તો ફેરો વ્યર્થ જશે ભાઈ ! (એમ કે અનંતકાળે પ્રાસ મનુષ્યભવ નિષ્ફળ જશે ).
અહા! પ્રભુ! તને ધર્મ કેવી રીતે થાય? તો કહે છે-અંદર ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પરમાત્મા છે. તેની સન્મુખતા કરી, તેમાં એકાગ્ર થઈને અનુભવ કરે તો સમ્યગ્દર્શન પ્રગટ થાય છે અને તે ધર્મ છે. અહા! આવો જેને અંતરમાં ધર્મ પ્રગટ થયો છે તે ચોથા ગુણસ્થાનવાળો સમ્યગ્દષ્ટિ પ્રથમ દરજ્જાનો ધર્મી છે. પાંચમા ગુણસ્થાનવાળા શ્રાવકની તો ઊંચી વાત છે. આ વાડાના શ્રાવક તે શ્રાવક નહિ હોં; આ તો આનંદસ્વરૂપ ભગવાન આત્માનો અનુભવ થઈને શાંતિ-શાંતિશાંતિ-એમ વિશેષ શાંતિની ધારા અંદર જેને પ્રગટી છે તે પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવક ઊંચા દરજ્જાનો ધર્મી છે. અને મુનિરાજ? અહા! મુનિરાજ તો આત્માના જ્ઞાન-ધ્યાનમાં લીન એવા જાણે અકષાયી શાંતિનું ઢીમ છે. અહીં કહે છે- આવા ધર્મી જીવને કદાચિત્ પાપભાવ આવે છે પણ તેની એને ઇચ્છા નથી, પકડ નથી, કર્તાબુદ્ધિ નથી, એ તો કેવળ તેનો શાયક જ છે. રાગનું પરિણમન છે તે અપેક્ષાએ જ્ઞાન તેને જાણે છે કે ‘આ છે' બસ; આ મારો છે એમ નહિ. (અને જ્ઞાન એનું (-રાગનું) છે એમેય નહિ, જ્ઞાન તો ( જ્ઞાનમાં એકપણે છે.) ઓહો ! ગજબ વાત કરી છે! ‘બાળો તેન સો હોવિ’–એમ ચોથું પદ છે ને ? અહા ! આ તો ભગવાન કુંદકુંદની રામબાણ વાણી છે!
પ્રશ્ન:- આપ આ બધું કહો છો પણ અમારે કરવું શું?
સમાધાનઃ- અરે પ્રભુ! તારે શું કરવું છે ભાઈ ? ૫૨દ્રવ્યનું તો તું કાંઈ કરી શકતો નથી કેમકે ૫૨દ્રવ્યમાં તારો પ્રવેશ નથી. આ શરીર કે વાણીનું તું કાંઈ કરી શકે નહિ કેમકે એ જડ પદાર્થોમાં મારા ચૈતન્યનો પ્રવેશ નથી; અને પ્રવેશ વિના તું એનું શું કરે? પોતાની સત્તા, પ૨સત્તામાં પ્રવેશ કરે તો જ પોતે ૫૨નું કરે, પણ એમ તો ત્રણકાળમાં સંભવિત નથી. ભાઈ! આ શરીરનું હાલવું-ચાલવું થાય, ભાષા બોલવાનું થાય કે ખાવા-પીવાનું થાય-એ બધી જડની ક્રિયા જડના કારણે થાય છે; એમાં તારું કાંઈ કર્તવ્ય નથી. રહી પુણ્ય-પાપ કરવાની વાત. પણ પુણ્ય-પાપના કરવાપણે તો ભગવાન! તું અનંતકાળથી દુઃખી છો, ચારગતિમાં રખડો છો. માટે પુણ્ય-પાપની રુચિ છોડી દે અને અંદર તું પોતે જ પૂર્ણાનંદનો નાથ પ્રભુ ત્રિકાળ પ૨માત્મસ્વરૂપે પડયો છો તેની રુચિ કર, તેમાં એકાગ્ર થા; તને ધર્મ થશે, સુખ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #288
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭ર ]
થન રત્નાકર ભાગ-૭ થશે. બસ આ કરવાનું છે અને આ જ વીતરાગ સર્વજ્ઞદેવની આજ્ઞા છે. સમજાણું કાંઈ...?
આ રીતે પુણ્ય-પાપના બે બોલ થયા. હવે કહે છે-એ જ પ્રમાણે ગાથામાં અધર્મ' શબ્દ પલટીને તેની જગ્યાએ રાગ લેવો. મતલબ કે રાગ આવ્યો તો રાગનો પણ જ્ઞાની-ધર્મી તો કેવળ જ્ઞાતા જ છે. અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર એવા આત્માની જેને અંદરમાં રુચિ થઈ છે તે ધર્મી જીવને રાગનો રાગ હોતો નથી. તેને રાગ આવે છે પણ તેની તેને રુચિ નથી, ઇચ્છા નથી, પકડ નથી; તે તો માત્ર એનો જાણનાર જ રહે છે.
-એવી રીતે ષ લેવો. દ્વષ પણ જ્ઞાનીને કિંચિત થતો હોય છે. સમ્યગ્દષ્ટિ છે તે લડાઈમાં જાય તો કાંઈક દ્વષ પણ આવી જાય છે, પણ તેને દ્વેષની ભાવના નથી. તેને તો આનંદસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્યની રુચિ છે, વૈષની રુચિ નથી.
રુચિ નથી પણ દ્વેષ તો હોય છે?
ભાઈ ! ખરેખર તો તેને દ્વેષ હોતો નથી પણ એનું જ્ઞાન જ હોય છે. જ્ઞાનમય ભાવમાંથી તેને જ્ઞાતાનું જ પરિણમન થાય છે. તે દ્વેષનો કર્તા-હર્તા કે સ્વામી થતો નથી, રાગ કે દ્વેષમાં તે તન્મયપણે પરિણમતો નથી. જુઓ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ ને શ્રી અરનાથ-એ ત્રણે તીર્થકર ચક્રવર્તી ને કામદેવ હતા. તો છ ખંડ સાધવા જતા હતા ત્યારે કંઈક રાગ હતો, અને કોઈ શરણે ન આવે તો ત્યાં દ્વષ પણ આવતો હતો. જોકે તેઓ મહા પુણ્યવંત હતા તેથી રાજાઓ તરત જ નમી જતા હતા, છતાં નમાવવાનો જરી ભાવ તો હતો ને? તો કાંઈક દ્વેષ હતો. અહા ! છતાં તેઓ એના જાણનાર જ હતા. ધર્મી જીવ દ્વષનો પણ જાણનાર જ રહે છે, કર્તા થતો નથી, કે દ્રષમય થતો નથી. અહા ! જ્ઞાની જ્ઞાનમય જ રહે છે. આવી વાત છે.
અહીં એમ કહેવું છે કે જ્ઞાનીને જ્ઞાનમાં દ્વિવિધતાનું ભાન થાય છે. એક પોતાનું શુદ્ધ ચૈતન્યસ્વરૂપનું ભાન અને બીજું દ્વેષનું (પર્યાયનું) ભાન-આમ બેયનું ભાન થાય છે. એ તો સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં આવે છે કે-દ્વેષના જ્ઞાન વખતે પણ જ્ઞાનની જ પુષ્ટિ થાય છે, દ્વેષની નહિ. અહા ! પોતાનું જ્ઞાન છે ત્યાં દ્વેષનું પણ જ્ઞાન થાય છે–આમ બે પ્રકારનું જ્ઞાન જ્ઞાનીને ઉત્પન્ન થાય છે. ઝીણી વાત છે ભાઈ ! અનંતકાળમાં એણે પોતાના હિત માટે કાંઈ કર્યું નથી. અનંતકાળમાં એણે પરસમ્મુખપણે રાગ ને દ્વેષ કરી કરીને પોતાને મારી નાખ્યો છે, દુઃખમાં નાખ્યો છે. અહીં કહે છે–સ્વસમ્મુખનો ઝુકાવ થયા પછી જે જરી પરસનુખનો દ્વેષ આવે છે તેનો જ્ઞાની જ્ઞાતા જ રહે છે.
કોઈને વળી એમ લાગે કે શું જૈનધર્મની આવી વાત? શું થાય? લોકોમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #289
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૧ ]
[ ૨૭૩ આ વાત ચાલતી નથી ને તેઓ બહારના ક્રિયાકાંડમાં એવા ડૂબેલા છે કે વાસ્તવિક જૈનધર્મ શું છે એની બિચારાઓને ખબર નથી. પરંતુ આ સમયે જ (દુઃખથી) છૂટકો છે.
હવે હૈષ પછી ક્રોધ; “અધર્મ' શબ્દ પલટીને ક્રોધ લેવો. જ્ઞાનીને ક્રોધ પણ આવે છે પરંતુ ક્રોધમય ભાવ જ્ઞાનીને હોતો નથી. ટીકામાં એ જ કહ્યું ને કે-જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતો નથી, જ્ઞાનમય જ ભાવ જ્ઞાનીને હોય છે. કમજોરીથી તેને ક્રોધ આવે છે પણ તેમાં એને એકતાબુદ્ધિ નથી અર્થાત્ તેને ક્રોધની ભાવના નથી. જે ક્રોધ આવી જાય છે તેને તે પોતાનાથી ભિન્ન રાખીને જાણે જ છે, એનો જ્ઞાતા-દષ્ટા જ રહે છે. અહા ! જ્યાં અંદર આનંદના નિરાકુલ સ્વાદમાં જ્ઞાની પડયો છે ત્યાં કિંચિત્ ક્રોધ થઈ આવતાં જ્ઞાનીને તે ઝેર જેવો લાગે છે, કેમકે તેને ક્રોધની રુચિ જ નથી. અહા ! આવો મારગ-જૈન પરમેશ્વરનો-દુનિયાથી સાવ ઉલટો છે. ભાઈ ! આવો અલૌકિક મારગ બીજે કયાંય છે નહિ.
હવે માનઃ જુઓ! શ્રી નેમિનાથ ભગવાન પાંડવો ને બીજા મહાન જોદ્ધાઓ સહિત એકવાર સભામાં વિરાજતા હતા. ત્યાં વાત નીકળતાં નીકળી કે પાંડવો મહાન જોદ્ધા છે. તો કોઈકે કહ્યું કે બીજા પણ મહાન જોદ્ધા છે. ત્યારે કોઈએ કહ્યું-બીજા ભલે મહાન જોદ્ધા હશે પણ ભગવાનની બરાબરીના કોઈ મહાન જોદ્ધા નથી. શ્રી નેમિનાથ ભગવાન તો હજી ગૃહસ્થાશ્રમમાં હતા ને ત્રણ જ્ઞાન તથા જ્ઞાયિક સમકિત સહિત હતા. હવે આવી વાત ચાલતી હતી ત્યાં શ્રીકૃષ્ણ પડકાર કર્યો કે હું તેનાથી પણ મહાન જોદ્ધો છું. તો ભગવાને હાથ વાંકો વાળ્યો: શ્રીકૃષ્ણ હાથને ટીંગાઈ ગયા પણ હાથને હલાવી શકયા નહિ. અહા ! આવું શરીરનું અતુલ બળ ભગવાનનું હતું! આત્મબળની તો શી વાત! અહા ! જ્ઞાની હુતા તોપણ ત્યારે ભગવાનને માનનો વિકલ્પ થઈ આવ્યો, પણ તેના તે સ્વામી ન હુતા, તેઓ તો તેના જ્ઞાતા જ હુતા. જ્ઞાની તો તેને જે વિકલ્પ આવે છે તેનો માત્ર જ્ઞાતા જ રહે છે, કર્તા થતો નથી. આવો મારગ બાપા! વીતરાગનો ખાંડાની ધારથી પણ આકરો છે! અહો ! પણ તે સુખરૂપ છે, આનંદરૂપ છે. અહા ! અતીન્દ્રિય આનંદનો નાથ પરમાનંદસ્વરૂપ પ્રભુ જ્યાં સમ્યગ્દર્શનમાં જાગ્યો ત્યાં આવો સુખરૂપ મારગ પ્રાપ્ત થાય છે.
અનાદિથી વ્યવહારમાં સૂતેલો જીવ જ્યારે અંદર નિશ્ચય સ્વરૂપમાં જાગૃત થઈ જાય છે ત્યારે તેને અતીન્દ્રિય આનંદ જેની મુદ્રા છે એવો મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે; અને આવા નિશ્ચય મોક્ષમાર્ગમાં રહેલા જીવને કદાચિત માનનો વિકલ્પ થઈ આવે તો પણ તેનો તે જ્ઞાતા જ રહે છે. ઝીણી વાત છે, ભાઈ ! અહા ! આ તો મહા ગંભીર શાસ્ત્ર છે! એનું એકેક પદ બહુ ગંભીર છે! જુઓને! આ (ગાથાનું) ચોથું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #290
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ર૭૪ ].
ચન રત્નાકર ભાગ-૭ પદ ‘નાણો તેમાં સો દોઢિ'!–તેની ગંભીરતાનું શું કહેવું ! અહા ! જ્ઞાની તો માનનો જ્ઞાયક જ રહે છે.
આ પ્રમાણે આપ જ્ઞાનીનો બચાવ કર્યા કરો છો.
એમ નથી ભાઈ ! તને જ્ઞાનીના અંતરની ખબર નથી બાપુ! અહાહા..! અંદર “સ્વયંજ્યોતિ સુખધામ” પ્રભુ પોતે છે. અહાહા....! એનું સ્વાનુભવમાં જ્યાં ભાન થયું
ત્યાં, જે કિંચિત્ માન આવે છે તેનો જ્ઞાની જ્ઞાતા જ રહે છે, પણ તે માનને જ્ઞાની પોતાનામાં ખતવતો નથી અર્થાત્ માનનું તેને સ્વામિત્વ નથી. જન્મ-મરણ મટાડવાનો આવો અંતરનો મારગ ભાઈ ! સ્વાનુભવ વડે પ્રાપ્ત કરતાં સમજાય એવો છે.
હવે માન પછી માયા; ધર્મીને જરી માયા પણ આવી જાય છે પણ તેને માયાની ભાવના-ઇચ્છા નથી. એ તો માયાનો જ્ઞાયક જ રહે છે. જ્ઞાનગુણમાં સ્વ અને પરને પ્રકાશવાનું સામર્થ્ય છે; એટલે માયાના કાળમાં તેનું (માયાનું) જ્ઞાન અને પોતાનું (આત્માનું) જ્ઞાન એકસાથે ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જ્ઞાની માયાનો જ્ઞાતા જ છે, કર્તા નહિ.
હવે લોભ; જ્ઞાનીને જરીક લોભ પણ થઈ જાય છે પણ તેને લોભનો લોભ હોતો નથી. આત્માના નિરાકુળ આનંદના રસ આગળ તેને લોભનો રસ ઉડી ગયો હોય છે. અહા ! તેને લોભ આવે છે પણ તેની મીઠાશ તેને ઉડી ગઈ હોય છે.
સ્વાનુભવમાં જેણે આત્મા જાણ્યો અને અનુભવ્યો છે તેને કિંચિત્ લોભ આવે છે તોપણ તેનો તે જ્ઞાયક જ રહે છે.
હવે કર્મ. આઠ કર્મ જે છે તે મારાં નથી એમ જ્ઞાની જાણે છે. ગોમ્મદસાર આદિનો સ્વાધ્યાય કરે એટલે તેને ખ્યાલમાં આવે કે આઠ કર્મ છે અને તેની આવી આવી પ્રકૃતિ છે પણ જ્ઞાની તેનું જ્ઞાન જ કરે છે. કર્મ મારાં છે ને હું કર્મમાં છું કે કર્મ વડે મને લાભનુકશાન છે-એમ જ્ઞાની માનતો નથી. ઝીણી વાત છે ભાઈ ! પોતાનો આત્મા અતિ સૂક્ષ્મ છે ને! અહાહા...! અતિ સૂક્ષ્મ એવા જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માનું જેને અંતરમાં વેદન પ્રગટ થયું છે અર્થાત્ જેને સ્વસંવેદનશક્તિ પ્રગટ થઈ છે તે ‘કર્મ છે” બસ એમ જાણે છે અર્થાત્ તે, જે કર્મ છે તેનું માત્ર જ્ઞાન કરે છે પણ કર્મ ભલાં-બૂરાં છે, ઇષ્ટઅનિષ્ટ છે એમ તે માનતો નથી. અહા ! જેણે શુદ્ધ આત્મસ્વરૂપના લક્ષે સમ્યગ્દર્શન પ્રગટ કર્યું છે તે મોક્ષના પંથે-સુખના પંથે છે. તે, કર્મ જે છે તેને જાણે છે પણ કર્મ મને હેરાન કરે છે વા લાભ કરે છે એમ માનતો નથી.
જ્ઞાનીને હજી આઠ કર્મ તો છે, વળી તે આયુ બાંધે છે એમ તો આવે છે? સમાધાન- ભાઈ ! જ્ઞાનીને કર્મનો ખ્યાલ આવતાં તેનું તે જ્ઞાન કરે છે, પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #291
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૧ ]
[ ૨૭૫ કર્મમય પોતે થઈ જાય છે એમ નથી. અહા ! કર્મથી ભિન્ન રહીને એ તો પોતાનું અને પરનું-કર્મનું જ્ઞાન કરે છે. અહા ! કર્મે મારા આત્માનું આવરણ (ઘાત) કરી દીધું છે એમ જ્ઞાનીને હોતું નથી. જેને અંદર આત્માનું જ્ઞાન થયું તે જે કર્મ આઠ હોય છે તેનું પણ જ્ઞાન કરે છે.
પ્રશ્ન- તો “શ્રીમદ્ રાજચંદ્ર માં આવે છે કે વેદનીય કર્મનો ભોગ ભોગવવો બાકી છે?
સમાધાન - ભાઈ ! એ તો રાગ હજી બાકી છે એમ ત્યાં બતાવવું છે. થોડો રાગ હુજી છે ને? આ ભવે મોક્ષ થશે એમ દેખાતું નથી, પર્યાયમાં હજુ રાગ છે અને તે છૂટતો જણાતો નથી તો જ્ઞાની જાણે છે કે હજુ એકાદ ભવ કરવો પડશે; ને ત્યારે રાગ છૂટીને કેવળજ્ઞાન પામશું. જ્ઞાનીની દ્રષ્ટિમાં-દષ્ટિના સ્વભાવમાંતો હું રાગનો કર્તાય નહિ અને ભોક્તાય નહિ એમ છે; પણ જ્ઞાનમાં, પર્યાયમાં જે રાગનું પરિણમન છે તે મારું છે ને હું તેનો કર્તા-ભોક્તા છું એમ જ્ઞાની જાણે છે; માત્ર જાણે જ છે હોં (કર્તવ્ય છે ને કરે છે એમ નહિ ). આવો અનેકાન્ત મારગ છે. (તે સ્યાદ્વાદ વડે સમજવો જોઈએ) અહીં કહું છે-કર્મ અને આચ્છાદિત કરે છે એમ છે જ નહિ –એમ જ્ઞાની માને છે.
પ્રશ્ન- તો ધર્મીને આવાં આવાં કર્મ હોય છે ને આવું આવરણ હોય છે એમ આવે છે ને?
સમાધાન- ભાઈ ! અહીં તો એમ કહે છે કે જ્ઞાની એમ જાણે છે કે કર્મ મારા લક્ષમાં આવ્યાં છે, અને તે છે એનું જ્ઞાન થયું છે પણ તેઓ મને આચ્છાદિત કરે છે વા મારું આવરણ કરે છે એમ છે નહિ. જ્ઞાનીને જે કર્મ છે તેનું જ્ઞાન થયું છે; જ્ઞાનની દ્વિરૂપતામાં પોતાનું જ્ઞાન ને કર્મનું પણ જ્ઞાન થયું છે, પણ કર્મ સ્વભાવનું આવરણ કરે છે એમ છે નહિ. મારામાં (–આત્મામાં) કર્મ છે ને તે વડે હું હીન છું એમ જ્ઞાની માનતો નથી. એની પર્યાયમાં જે હીનતા થઈ છે એ તો એની કમજોરીને લઈને છે અને એનો પણ એ તો જ્ઞાતા જ છે. હવે કર્મથી વિકાર થાય એવું (વિપરીત) માનનારને આવું બેસવું કઠણ પડે, પણ ભાઈ ! કર્મથી વિકાર થાય એવો આત્મસ્વભાવ જ નથી. અહા ! કર્મ મારી ચીજ નથી અને પર્યાયમાં જે વિકાર છે તે મારી નબળાઈને લઈને છે પણ કર્મને લઈને છે એમ છે નહિ-એમ ધર્મી જાણે અને માને છે.
- હવે નોકર્મ; આ શરીર, મન, વાણી આદિ જેટલાં બહારનાં નિમિત્ત છે તે નોકર્મ છે; અર્થાત્ બધાં નોકર્મ નિમિત્તરૂપ છે. ધર્મી તેનું જ્ઞાન કરે છે, બીજી ચીજ છે એમ જ્ઞાન કરે છે પણ તે મારી છે એમ માનતા નથી. અહા! આ શરીર, મન, વાણી, ધન-સંપત્તિ કે સ્ત્રી-પુત્ર-પરિવાર ઇત્યાદિ મારાં છે એમ ધર્મી જાણતા અને માનતા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #292
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬ ]
ચિન રત્નાકર ભાગ-૭ નથી. અજ્ઞાની દુકાને બેઠો હોય ને દિવસની પાંચ-પચાસ હજારની કમાણી થાય તો તેનો પાવર ફાટી જાય છે. તેને એમ થાય છે કે-ઓહો ! મને આટલી લક્ષ્મી આવી! –એમ તે ઉન્મત્ત થઈ જાય છે. જ્યારે જ્ઞાની માત્ર તેનું જ્ઞાન જ કરે છે. ભાઈ ! કરવા યોગ્ય તો આ છે; બાકી તો રળવા-કમાવામાં ને બાયડી-છોકરા સાચવવામાં પાપની મજુરી કરીને તું મરી ગયો છે ભગવાન!
અહીં કહે છે-જે નોકર્મ-નિમિત્ત છે તેનું જ્ઞાની તો જ્ઞાન જ કરે છે. ત્યાં નિમિત્ત (નોકર્મ) જ્ઞાન થવામાં મદદ કરે છે એમ નથી. જ્ઞાનીને જે નિમિત્તનું જ્ઞાન થાય છે તે જ્ઞાનની અવસ્થા સહુજ પોતાથી પોતામાં થાય છે, નિમિત્ત છે તો જ્ઞાન થાય છે એમ નથી. ઝીણી વાત છે ભાઈ ! વીતરાગનો મારગ બાપા! બહુ સૂક્ષ્મ છે. આ અજ્ઞાની મારો વ્યવહાર... વ્યવહાર. વ્યવહાર એમ વ્યવહારને ગળે પડ્યો છે ને? અહીં કહે છે –ભાઈ ! વ્યવહાર (-રાગ ) તારો છે એમ છે જ નહિ. જ્ઞાની અને પોતાનો માનતા નથી, એ છે એમ માત્ર જાણે છે અને એનું જ્ઞાન પણ પોતામાં રહીને જ કરે છે. ગજબ વાત છે ભાઈ ! વ્યવહાર કારણ અને નિશ્ચય કાર્ય એમ છે જ નહિ. જ્ઞાની તો જે વ્યવહાર આવે છે તેને જાણે જ છે અને તે પણ વ્યવહાર છે તો એનો જ્ઞાતા થયો છે એમેય નથી. એ તો પોતાની જ્ઞાનની પર્યાય સ્વતંત્ર કર્તા થઈને તેને જાણતી થકી પ્રગટ થાય છે. એ જ રીત જ્ઞાની જે નોકર્મ છે, નિમિત્ત છે-તેને પણ માત્ર જાણે જ છે. અહો! આવો ભગવાનનો અલૌકિક અદ્દભુત માર્ગ છે જેને ગણધરો, મુનિવરો અને એકાવતારી ઇન્દ્રો વગેરે મહા વિનયપૂર્વક સાંભળે છે. ભાઈ ! નિમિત્તથી આત્મામાં કાંઈ થતું નથી તથા નિમિત્ત જે છે તેનું જ્ઞાન પણ જ્ઞાની પોતે પોતાથી જ કરે છે. આવું સર્વજ્ઞ પરમેશ્વરનું ફરમાન છે. બેસે તો બેસાડો ભાઈ !
હવે મન; છાતીમાં જડ મન છે. જેમ આ ડોળા-આંખ જડ છે તેમ મન પણ જડ છે. જુઓ, જોવા-જાણવાવાળી તો જ્ઞાનપર્યાય છે; આ આંખ કાંઈ દેખે છે એમ નથી. તેમ છાતીમાં જડ મન છે તે વિચાર કરવામાં નિમિત્ત છે, પણ જડ મન કાંઈ જાણતું નથી. તેથી મન છે તે પોતાની ચીજ નથી એમ જ્ઞાની માને છે. મન છે એમ જ્ઞાની જાણે છે પણ મન મારી ચીજ છે વા એનાથી મને જ્ઞાન થાય છે એમ જ્ઞાની માનતો નથી. અજ્ઞાનીને થાય કે શું ભગવાને આવી વાત કરી હશે ? હા, ભાઈ ! ધર્મસભામાં એકાવનારી ઇન્દ્રોની હાજરીમાં ભગવાને આવી અલૌકિક વાત કરી છે. તેનો લૌકિક સાથે મેળ બેસે એમ નથી. અહો ! આચાર્ય ભગવંતોએ ગજબ કામ કર્યા છે!
અહા ! જ્ઞાની વ્યવહારનું જ્ઞાન કરે છે તે વ્યવહાર છે માટે એનું જ્ઞાન કરે છે એમ નથી; એ તો જ્ઞાનની પર્યાય જ તે કાળે વ્યવહાર છે એને જાણતી સહજ પોતાથી ઉત્પન્ન થાય છે. તેમ નિમિત્ત પણ હો, તથાપિ નિમિત્ત છે તો તેનું જ્ઞાન થાય છે એમ નથી. એ તો જ્ઞાનની એ સહજ સ્વપરપ્રકાશક શક્તિ છે જેના કારણે નિમિત્તનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #293
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૧ ]
[ ૨૭૭ જ્ઞાન પોતાથી પોતાનામાં થાય છે. આવું યથાર્થ જાણે તે ધર્માત્મા છે. અહો ! આવી અલૌકિક વાત બીજે સાંભળવા મળવી પણ દુર્લભ છે.
અહીં કહે છે–ભગવાન! તું ચૈતન્યસ્વરૂપ છો ને! તારી શક્તિનું સામર્થ્ય તો જાણવા-દેખવાનું છે. શું આ રાગ તારી શક્તિનું કાર્ય છે? ના. તારી શક્તિનું સામર્થ્ય તો જે રાગ આવે છે, જે કર્મ-નોકર્મ છે-તેને જાણવાનું છે. અહા ! જાણવું-જાણવું-જાણવું એ જ તારું સામર્થ્ય છે. ભાઈ ! આ જડ મન તારી ચીજ નથી અને તે છે માટે એનું જ્ઞાન છે એમેય નથી તથા એનાથી તને જ્ઞાન થાય છે એમ પણ નથી. સમજાણું કાંઈ....?
હવે વચન આ વાણી છે તે જડ છે; તે આત્માની ચીજ નથી. આ જે વચન બોલાય છે તે આત્મા બોલતો નથી. વચન-વાણી છે એ તો જડ ધૂળ-પુદ્ગલ છે. જ્ઞાનીને તેનું જ્ઞાન થાય છે કે આ છે (બીજી ચીજ ); પણ હું વચન બોલું છું વા આ બોલું છું તે હું છું એમ જ્ઞાની માનતો નથી. તો કોણ બોલે છે ? ભાઈ ! આ જે બોલે છે એ તો જડ ભાષાવર્ગણાનું પરિણમન છે. જ્ઞાનીને તેની ઇચ્છા હોતી નથી.
શું કહ્યું? કે શરીર, મન, વાણી ને રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની સન્મુખ થઈને જેણે સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાની-ધર્મી છે. તે ધર્મીને વચન મારું છે એમ વચનની ઇચ્છા હોતી નથી, માટે તેને વચનનો પરિગ્રહ નથી. અહા ! વચન બોલવાની જે ક્રિયા થાય છે એ તો જડ વચનવર્ગણાની ક્રિયા છે; તેથી જ્ઞાનીને એવો અહંભાવ થતો નથી કે હું બોલું છું. અહો ! ધર્મીની આવી અલૌકિક દષ્ટિ અને દશા હોય છે.
હવે કહે છે-જ્ઞાનીને કાયાનો પરિગ્રહુ નથી. ભાઈ ! આ શરીર તો જડ અજીવ છે, મડદું છે.
હા, પણ કયારે?
અત્યારે, હમણાં જ. એ તો ૯૬ મી ગાથામાં આવી ગયું છે કે આનંદરૂપ અમૃતનો સાગર પ્રભુ આત્મા મૃતક ફ્લેવરમાં મૂચ્છણો છે, મૂર્છાઈ ગયો છે. ભાઈ ! આ હાડ-માંસ ને ચામડાનું બનેલું કલેવર હમણાં પણ મડદું જ છે. અહા! પોતાની ચીજ પૂરણ વીતરાગતા, અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદથી ભરી પડી છે. પણ અરે! અજ્ઞાનીને તેની ખબર નથી કે તે આ મૃતક કલેવરને પોતાની ચીજ માને છે! જ્ઞાની તો શરીરને “આ (બીજી ચીજ) છે” બસ એમ જાણે છે પણ તે મારું (–આત્માનું) છે એમ કદીય માનતો નથી. અહા! આ શરીરની ક્રિયા જે થાય છે તે હું કરું છું એમ જ્ઞાનીને અભિપ્રાય હોતો નથી. જ્ઞાની તો શરીર અને શરીરની જે અવસ્થાઓ થાય તેનો જ્ઞાતા-દષ્ટા જ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #294
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ હવે શ્રોત્ર-કાન; આ કાન પણ જડની દશા છે. ભાઈ ! આ શ્રોત્ર-કાન છે તે જડ છે ને જ્ઞાનીને તેનો પરિગ્રહ નથી. કાન મારા છે ને હું કાન બરાબર છે તો સાંભળું છું વા કાનથી મને જ્ઞાન થાય છે એમ જ્ઞાની માનતો નથી. ખરેખર સાંભળવાથી જ્ઞાન થાય છે એમ છે જ નહિ.
પ્રશ્ન- કાન બહેરા થાય તો સાંભળવાનું મશીન રાખે છે ને?
સમાધાન - મશીન રાખે તોય શું? જ્ઞાન તો પોતાથી (–આત્માથી) થાય છે. જ્ઞાન શું તે મશીનથી કે ઇન્દ્રિયથી થાય છે? તે મશીન કે ઇન્દ્રિય શું આત્માના અવયવ છે? કે એનાથી જ્ઞાન થાય?) (એ તો જડ પદાર્થો બાહ્ય નિમિત્તમાત્ર છે ). સૂક્ષ્મ વાત છે ભાઈ ! આની યથાર્થ સમજણ વિના અનંતકાળથી તું ૮૪ ના અવતાર કરી કરીને મહા દુઃખી થયો છો. તને એની ખબર નથી પણ જો ને આ વાદિરાજ મુનિએ શું કહ્યું છે?
અહા! મુનિરાજ કહે છે-પ્રભુ! મેં ભૂતકાળમાં એકેન્દ્રિયાદિ તિર્યંચયોનિમાં અને નરકયોનિમાં એવા એવા અવતાર કર્યા છે કે એનું દુઃખ યાદ કરું છું તો મને આયુધની જેમ છાતીમાં કારમો ઘા વાગે છે. અહા ! આયુધની જેમ છાતીમાં વાગે એવું થાય છે. અહા! અજ્ઞાની પૈસા ને આબરૂ ને કુટુંબ-પરિવારને યાદ કર્યા કરે છે પણ એની યાદ તો એકલું પાપ છે. આ તો વાદિરાજ મુનિ કહે છે–અહા ! જનમ-જનમમાં જે દુઃખ થયાં તે પ્રભુ ! હું યાદ કરું છું તો આયુધ જેમ છાતીમાં વાગે એવું થઈ આવે છે. (મુનિરાજ આ પ્રમાણે વૈરાગ્યની ભાવના દઢ કરે છે).
આ વાદિરાજ મુનિને શરીરમાં કોઢ હતો. રાજાના દરબારમાં ચર્ચા થઈ કે મુનિરાજને કોઢ છે. તો ત્યાં કોઈ શ્રાવક હતો તેણે કહ્યું કે-અમારા મુનિરાજ નીરોગી છે, કોઢરહિત છે. પછી તે શ્રાવક વાદિરાજ મુનિ પાસે આવ્યો ને કહેવા લાગ્યો-મહારાજ! હું તો રાજા પાસે કહીને આવ્યો છું કે આપને કોઢ નથી. પણ હવે શું? મુનિરાજ કહે-ઠીક. પછી તો મુનિરાજે ભગવાનની સ્તુતિ ઉપાડી કે પ્રભુ ! આપનો જે નગરીમાં જન્મ થાય છે તે નગરી સોનાની થઈ જાય છે ને આપ જ્યાં ગર્ભમાં રહ્યો છો તે માતાનું પેટ સ્ફટિક જેવું નિર્મળ-સ્વચ્છ થઈ જાય છે. તો પ્રભુ! હું આપને મારા અંતરમાં પધરાવું ને આ શરીરમાં કોઢ રહે? અને ચમત્કાર એ થયો કે કોઢ મટી ગયો અને શરીર સુવર્ણમય થઈ ગયું! આ તો ભક્તિનો એક પ્રકાર છે. શરીરની અવસ્થા તો પુણ્યનો યોગ હતો તો તે કાળે જે થવાયોગ્ય હતી તે થઈ. કોઢ મટી ગયો તે કાંઈ ભક્તિથી મટી ગયો એમ નથી. ભક્તિથી કોઢ મટી ગયો એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. આ વાદિરાજ મુનિ વૈરાગ્યને દઢ કરતાં કહે છે પ્રભુ! અનંત-અનંતકાળમાં ૮૪ લાખ યોનિમાં ભ્રમણ કર્યું ત્યાં નરક-નિગોદાદિમાં જે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #295
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૧ ]
[ ૨૭૯ અપાર દુઃખો વેઠયાં તે યાદ કરું છું તો જાણે છાતીમાં આયુધના ઘા વાગે તેમ થઈ આવે છે. મુનિરાજ આમ યાદ કરીને અહા! સ્વરૂપમાં લીન થઈ જાય છે !! ધ્યાનમગ્ન થઈ જાય છે !!!
ભાઈ ! તારા દુઃખનીય આ જ કહાની છે. અહીં કરોડપતિ હોય ને જો માયાની મમતામાં પડ્યા હોય તો દેહનો પડદો બંધ પડતાં મરીને તિર્યંચમાં જાય છે, ગલુડિયાં ને મીંદડાં થઈ જાય છે. અરે ! આ અવતાર? હા ભાઈ ! આવા અવતાર તે અનંત-અનંત વાર કર્યા છે. ભગવાન! તું માતાના પેટમાં ઊંધા મસ્તકે બાર-બાર વર્ષ રહ્યો છું. નવ મહિના રહે છે એ તો સાધારણ છે. પણ કોઈ એક માતાના પેટમાં બાર વર્ષ ઊંધા માથે રહ્યો છું, અને પાછો મરીને બીજીવાર બાર વર્ષ માતાના પેટમાં રહ્યો છું. આમ માતાના પેટમાં ઉપરા-ઉપરી ૨૪ વર્ષ રહ્યો છું. અહા! અનંતકાળમાં આવા જન્મ અનંતવાર ધારણ કર્યા છે. ભગવાન! આ જન્મ-મરણના દુઃખની શી વાત! અને એકેન્દ્રિયાદિ અવસ્થાનાં દુ:ખોનું શું કહેવું? એ તો વચનાતીત છે.
અહીં ધર્મી જીવ કહે છે-મને અનંતવાર શ્રોત્રેન્દ્રિય મળી તેને મારી માનીને મેં મમતા કરી ને તેને કારણે મિથ્યાત્વવશ હું ચારગતિમાં રખડ્યો છું. પણ હવે આ શ્રોત્રેન્દ્રિય મારી નથી એમ હું માનું છું કેમકે એ તો જડ પુદ્ગલની છે. જો તે મારી હોય તો તે મારી સાથે જ સદાય રહે. પણ એમ તો છે નહિ. માટે શ્રોત્રેન્દ્રિય મારી નથી. તેની હવે મને મમતા નથી, ઇચ્છા નથી. હું તો તેને માત્ર જાણે જ છું.
તેવી રીતે ચક્ષુ: આ ચક્ષુ છે તે પણ જડ છે. આ ચક્ષુ મારી છે એમ ચક્ષુની ઇચ્છા કે મમતા જ્ઞાનીને હોતી નથી. અહા ! હરણના જેવી ચકચક કરતી આંખો હોય તોય શું? કેમકે એ તો જડ માટી છે, ધૂળ છે. ભાઈ ! આમાં (આ આંખમાં) તો એક વાર અગ્નિ લાગશે. જ્યારે દેહ છૂટશે ત્યારે એમાં અગ્નિના તણખા ઊઠશે અને તે બળીને ભસ્મ થઈ જશે. ભાઈ ! આ આંખ તારી ચીજ નથી બાપુ! ધર્મી જીવ તો આંખ ને આંખથી જે ક્રિયા થાય છે તે પોતાની છે એમ સ્વીકારતો નથી. તેથી તેને આંખની ઇચ્છા નથી. તે તો આ (બીજી ચીજ) છે” એમ માત્ર જાણે છે. આવી વાત છે.
પ્રશ્ન- આ ચશ્માં છે તો આંખથી દેખાય છે ને?
ઉત્તર:- ધૂળેય ચમાંથી દેખાતું નથી સાંભળને. ચશ્માંથી દેખાતું હોય તો આંધળા છે તેને ચશ્માં લગાવે ને? ભાઈ ! એ તો તે તે સમયની જ્ઞાનની પર્યાય દેખે –જાણે છે. શું જડ આંખ કે ચશ્માં દેખે જાણે છે? નિમિત્તપ્રધાન દષ્ટિવાળા મિથ્યાદષ્ટિ એમ માને છે કે ચશ્માં હોય ત્યારે આંખે દેખાય છે. ભાઈ ! પોતે જ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે અને તેને પોતાની જ્ઞાનપર્યાયથી જ્ઞાન થાય છે, આંખથી કે ચશ્માંથી નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #296
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૦ ]
થન રત્નાકર ભાગ-૭ જાઓ, લંડનમાં કોહીનૂર હીરો છે. તેને એક પંડિત જોતા હતા. તો કોઈ એ ત્યાં પૂછયું કે-કેમ, હીરો કેવો લાગ્યો? તો પંડિત કહે-કહું? હીરાને તો આંખ જુએ છે, તો હીરાની કિંમત કહું કે આંખની? હીરો તો કાંઈ જોતો (–જાણતો) નથી, પણ જુએ (જાણે ) છે તો આંખ. તેમ અહીં કહે છે–આંખની કિંમત છે કે જાણનારની ? આંખ તો કાંઈ જાણતી નથી; જડ છે ને? તો તે કાંઈ જાણતી નથી. જાણનાર તો પ્રભુ જ્ઞાયક અંદર છે તે જાણે છે. અરે ભાઈ ! આ આંખ તો જડ માટી છે. તેમાંથી તો રસી નીકળે છે ને તેમાં ઈયળો પણ પડે છે. તોપણ પ્રભુ! એનો તને કેમ પ્રેમ છે? ધર્મીને તો ચક્ષુ ઇન્દ્રિયનો પરિગ્રહુ નથી; અર્થાત્ તે મારી છે અને તેની જે જોવાની ક્રિયા થાય છે તે મારી છે એવી બુદ્ધિ તેને હોતી નથી. અહા! જ્યાં આંખ પોતાની નથી ત્યાં પુત્રાદિ તો કયાંય રહી ગયા. સમજાણું કાંઈ...?
તેવી રીતે ઘણ-નાક: નાક પણ અનંત પરમાણુઓનો સ્કંધ જડ છે. નાક વા નાકની જે ક્રિયા થાય છે તે મારી છે એમ જ્ઞાની માનતો નથી અને તેથી તેને નાકનો પરિગ્રહુ નથી. એ તો માત્ર સંયોગી ચીજ છે એમ જ્ઞાની જાણે છે.
હવે રસના-જીભ: અહા! ખાવાની કોઈ સારી સ્વાદિષ્ટ ચીજ હોય તો અંદર જીભથી ચાટે છે. પણ અરે! શું છે બાપુ? ભાઈ ! જીભ જ તારી ચીજ નથી ને? તો પછી જીભથી ચાટવું એ તારી આત્માની ક્રિયા કયાં રહી? ભગવાન! એ તો જડની ક્રિયા છે એમ જાણી જ્ઞાની જીભનો પરિગ્રહ કરતા નથી. આવી વાત છે.
હવે સ્પર્શનઃ સુંવાળા શરીરના ભાગમાં અજ્ઞાનીને શરીર માખણ જેવું લાગે છે. પણ ભાઈ ! આ શરીર તો જડ માટી છે બાપા! આ તો હાડ-માંસ ને ચામડે મઢેલું પુતળું છે. એમાં શું પ્રેમ કરવો? જ્ઞાની તો સ્પર્શનથી હું ભોગ લઉં છું એમ માનતો નથી, કેમકે સ્પર્શન તો જડ પુગલની અવસ્થા છે, તથા સ્પર્શથી થતી ક્રિયા જડની ક્રિયા છે.
પ્રશ્ન- પણ જીવિત શરીરથી ધર્મ તો થાય છે ને?
સમાધાનઃ- જીવિત શરીર? અરે ભાઈ ! જીવિત શરીર-સચેત શરીર તો નિમિત્તથી કહેવામાં આવે છે. એ તો જીવનો શરીર સાથે સંયોગ છે એમ જ્ઞાન કરાવવાનું કથન છે; બાકી શરીર તો અચેત જ છે. ગાથા ૯૬ ની ટીકામાં ન આવ્યું કે મૃતક કલેવર (શરીર) વડે પરમ અમૃતરૂપ વિજ્ઞાનઘન પોતે મૂર્શિત થયો હોવાથી તે પ્રકારના ભાવનો કર્તા પ્રતિભાસે છે.' અહા ! અતીન્દ્રિય આનંદનો સાગર અમૃતસ્વરૂપ ભગવાન આત્મા મૃતક કલેવરમાં મૂર્છાઈ ગયો છે! ભાઈ ! આ શરીર તો મૃતક કલેવર એટલે મડદું જ છે, અત્યારે પણ મડદું જ છે. હવે એને જીવિત માની એનાથી ધર્મ થાય એમ માનવું એ તો કેવળ મૂર્વાભાવ છે. અજ્ઞાનીને ઉપવાસાદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #297
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૮૧
સમયસાર ગાથા-૨૧૧ ] શરીરાશ્રિત ક્રિયાઓનો હું કર્તા છું એવો અજ્ઞાનમાં ભાસ થયો છે, તે મિથ્યાભાવ છે. સમજાણું કાંઈ...?
અહા! પ્રભુ! તું કોણ છો? તું અંદર અમૃતનો-જ્ઞાનાનંદનો સાગર છો ને પ્રભુ! તારા અસ્તિત્વમાં તો એકલાં જ્ઞાન ને આનંદ પડ્યો છે ને નાથ ! અરે ભાઈ ! તારા અસ્તિત્વમાં જ્યાં રાગેય નથી ત્યાં આ શરીર ને સ્પર્શન મારાં છે એમ કયાંથી આવ્યું? જ્ઞાની ધર્માત્મા તો આ સ્પર્શન ઇન્દ્રિય અને એની જે ક્રિયા થાય છે તે મારી છે એમ કદીય માનતો નથી અને તેથી તેને સ્પર્શનનો પરિગ્રહ નથી. આવી વાત છે.
એમ રાગ આદિ સોળ શબ્દો મૂકી સોળ ગાથાસૂત્રો વ્યાખ્યાનરૂપ કરવા અને આ ઉપદેશથી બીજાં પણ વિચારવાં. અહા ! અસંખ્ય પ્રકારના જે શુભાશુભભાવ છે તે હું નથી અને તેઓ મારા નથી, હું તો એક શુદ્ધ ચિત્માત્ર ચૈતન્યઘન પ્રભુ આત્મા છું એમ ભેદજ્ઞાન કરીને ધર્માત્મા જીવે અસંખ્ય પ્રકારના જે અન્ય ભાવો છે તેઓને પોતાનાથી ભિન્ન જાણવા-એમ કહે છે.
[ પ્રવચન નં. ૨૮૫-૨૮૬ (ચાલુ) * દિનાંક ૭-૧-૭૭ અને ૮-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #298
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૨
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे असणं। अपरिग्गहो दु असणस्स जाणगो तेण सो होदि।। २१२।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छत्यशनम्। अपरिग्रहस्त्वशनस्य ज्ञायकस्तेन स भवति।। २१२।।
હવે, જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છે:
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે અશનનૈ,
તેથી ન પરિગ્રહી અશનનો તે, અશનનો જ્ઞાયક રહે. ૨૧૨. ગાથાર્થ- [ નિષ્ઠ:] અનિચ્છકને [ અપરિપ્રદ: ] અપરિગ્રહી [ભણિત: ] કહ્યો છે. [૨] અને [જ્ઞાની] જ્ઞાની [મશનમૂ] અશનને (ભોજન) [ રૂછતિ] ઇચ્છતો નથી, [ તેન] તેથી [સ:] તે [ 1શનસ્ય] અશનનો [ અપરિગ્ર: તુ] પરિગ્રહી નથી, [ જ્ઞાય: ] (અશનનો ) જ્ઞાયક જ [ મવતિ ] છે.
ટીકા - ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્ભાવને લીધે આ ( જ્ઞાની) અશનનો કેવળ જ્ઞાયક જ છે.
ભાવાર્થ- જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ નથી. અહીં પ્રશ્ન થાય છે કે-આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઇચ્છા છે કે નહિ? ઇચ્છા વિના આહાર કેમ કરે? તેનું સમાધાન:- અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ સુધા ઊપજે છે, વીર્યંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી અને ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે. તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઇચ્છા જ્ઞાનીને નથી અર્થાત્ તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો. માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે. આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #299
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૨ ]
[ ૨૮૩ સમયસાર ગાથા ૨૧૨ : મથાળું હવે, જ્ઞાનીને આહારનો પણ પરિગ્રહ નથી એમ કહે છે:
* ગાથા ૨૧૨ : ટીકા ઉપરનું પ્રવચન * ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહું નથી જેને ઇચ્છા નથી.'
શું કહ્યું? આ રાગની ઇચ્છા ઉત્પન્ન થવી તે પરિગ્રહ છે. અહા ! જેને ઇચ્છા જ નથી, આહારની પણ ઇચ્છા જ નથી અર્થાત્ ઇચ્છા થઈ છે પણ ઇચ્છાની જેને ઇચ્છા નથી તેને પરિગ્રહ નથી એમ કહે છે.
પ્રશ્ન- “ઇચ્છાની ઇચ્છા 'નો શું અર્થ છે !
સમાધાન - ઇચ્છાની ઇચ્છા નથી એનો અર્થ એ છે કે ઇચ્છા ઠીક છે એવો જ્ઞાનીને મિથ્યાભાવ નથી. સમજાણું કાંઈ...! હવે કહે છે
ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે.'
શું કહ્યું? ઇચ્છામાત્રમાં જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્માની ચૈતન્યજ્યોતિના તેજના નૂરનો અભાવ છે; ઇચ્છામાં આત્માના ચૈતન્યનું કિરણ નથી. તે કારણે ઇચ્છાને અજ્ઞાનમય ભાવ કહ્યો છે. જ્ઞાનીને ઇચ્છા મારી છે વા જે ઇચ્છા થાય છે તે ભલી-ઠીક છે એવો ભાવ હોતો નથી. જ્ઞાની વિચારે છે–અહા ! હું તો જ્ઞાનમય અને આનંદમય છું, તો તેમાં ઇચ્છા મારી છે એમ કયાંથી આવ્યું? જ્ઞાનીને ઇચ્છાનું સ્વામિત્વ હોતું જ નથી. ઇચ્છા છે એ તો રાગ છે, અજ્ઞાન છે. અજ્ઞાન શબ્દ મિથ્યાત્વ એમ નહિ, પણ જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા જેમ જ્ઞાનમય છે તેમ રાગ-ઇચ્છા જ્ઞાનમય નથી અને તેથી ઇચ્છા અજ્ઞાનમય છે. અજ્ઞાન = અજ્ઞાન એટલે જ્ઞાન નહિ તે. જ્ઞાન તો આત્મા છે ને આત્મામાં ઇચ્છા નથી; માટે ઇચ્છા અજ્ઞાન છે. અહીં કહે છે-જ્ઞાનીને ઇચ્છા મારી છે એમ નથી તેથી તેને અજ્ઞાનમય ભાવ હોતો નથી.
અહા! “જ્ઞાનીને જ્ઞાનમય ભાવ જ હોય છે.' જ્ઞાનીને શુદ્ધ એક ચૈતન્યસ્વભાવનું -જ્ઞાતાદષ્ટાસ્વભાવનું પરિણમન હોય છે તેથી તેને જ્ઞાનમય અર્થાત્ વીતરાગતામયઆનંદમય ભાવ જ હોય છે. તેને જે અલ્પ રાગ થાય છે તેનો તે માત્ર જ્ઞાતા જ રહે છે. તેને તો પોતાના સ્વભાવનું જ્ઞાન ને જે રાગ છે તેનું જ્ઞાન-એમ જ્ઞાનમય ભાવ જ હોય છે. અહા ! આ તો કોઈ અલૌકિક વાત છે! હવે કહે છે
“તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અશનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને અશનનો પરિગ્રહ નથી.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #300
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
જીઓ, જ્ઞાની આહાર લેવા જાય છે છતાં, અહીં કહે છે, તેને આહારની ઇચ્છા નથી. કેમ ? કેમકે તેને ઇચ્છાની રુચિ નથી. રુચિ તો સમકિતીને ભગવાન આનંદની છે. અહા! ધર્મી સમ્યગ્દષ્ટિને તો પોતાના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવાની ભાવના હોય છે. તેને અશનની-આહારની ભાવના નથી માટે તેને અશનનો પરિગ્રહ નથી. આવી વાત છે. એ તો જે આહારનો ભાવ થાય તેનો માત્ર જ્ઞાતા જ છે. એ જ કહે છે
‘ જ્ઞાનમય એવા શાયકભાવના સદ્ભાવને લીધે આ (જ્ઞાની ) અશનનો કેવળ જ્ઞાયક જ છે.'
અહાહા...! જ્ઞાનીને જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવનો સદ્દભાવ છે. એટલે શું? એટલે કે હું શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપ પ્રભુ જ્ઞાયકસ્વભાવી આત્મા છું, રાગમય કે ઉદયભાવમય હું નહિ–આવું જેને અંતરમાં નિજ જ્ઞાયકસ્વભાવના આશ્રયે ભાન થયું છે તેને એક જ્ઞાયકભાવનો સદ્દભાવ છે; અને તે કારણે અશનનો કેવળ જ્ઞાયક જ છે, જ્ઞાતા જ છે. અહાહા...! જ્ઞાનીને આહાર હોય છે તોપણ તે એનો જાણનારો જ રહે છે. આવી વાત!
નથી.
* ગાથા ૨૧૨ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘જ્ઞાનીને આહારની પણ ઇચ્છા નથી તેથી જ્ઞાનીને આહાર કરવો તે પણ પરિગ્રહ
અહીં પ્રશ્ન થાય છે કે-આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઇચ્છા છે કે નહિ? ઇચ્છા વિના આહાર કેમ કરે?' એમ કે ગૃહસ્થાશ્રમમાં રહેલા સમકિતી-જ્ઞાની છે તે તો આહાર કરે છે, પરંતુ અરે! જેમણે ગૃહસ્થાશ્રમ છોડી દીધો છે અને તે તરફનો રાગ પણ જેમને નથી તેવા મુનિ પણ આહાર તો કરે છે. આપ કહો છો તેમને આહા૨ની ઇચ્છા નથી; તો ઇચ્છા વિના તેઓ આહાર કેમ કરે ? અર્થાત્ ઇચ્છા વિના આહાર કેમ સંભવે ?
તેનું સમાધાનઃ- ‘અશાતાવેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉપજે છે. ' એટલે શું? કે જે જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉત્પન્ન થાય છે તેમાં અશાતાવેદનીય કર્મનો ઉદય નિમિત્ત છે. જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉત્પન્ન તો પોતાથી થાય છે, જઠરાગ્નિના ૫૨માણુઓ પોતે જ પરિણમીને ક્ષુધારૂપે ઊપજે છે અને ત્યારે તેમાં અશાતાવેદનીય કર્મનું નિમિત્તપણું છે. બસ આટલી વાત છે. નિમિત્ત કાંઈ જઠરાગ્નિરૂપ ક્ષુધાનો કર્તા છે એમ નથી, પણ નિમિત્ત છે તો કહ્યું કે-અશાતાવેદનીયના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉપજે છે. આ નિમિત્તનું કથન છે. ભાઈ! પોતાનું સત્ત્વ-અસત્ત્વ શું છે એનું ભેદજ્ઞાન કરવાની વાત છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #301
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૧૨ ]
[ ૨૮૫ જુઓને ! કુતરીને બહુ ભૂખ લાગી હોય તો પોતાના બચ્ચાને ખાઈ જાય છે. એવું જ સર્પિણીમાં છે. સાપણ સેંકડો બચ્ચાંને જન્મ આપે છે અને તેમના ફરતે ગોળાકારે વીંટળાઈને તેમને એક એક કરીને ખાઈ જાય છે. તેમાં જો કોઈ તરત જ બહાર નીકળી જાય તો તે બચી જાય છે. એવું જ ઉત્સર્પિણી–અવસર્પિણી કાળનું છે. અહા ! કાળચક્રના પંજામાં પડેલાં પ્રાણીઓ અનાદિથી ભેદજ્ઞાનના અભાવે નિરંતર જન્મ-મરણ ત્યાં ને ત્યાં ચારગતિમાં કર્યા જ કરે છે. તેમાંથી કોઈ ભાગ્યવાન જીવ ભેદજ્ઞાન કરીને આત્મજ્ઞાની થાય છે તે કાળચક્રની બહાર નીકળી જઈને સિદ્ધદશાને પામે છે. બાકી તો એમાં ને એમાં જ જન્મ-મરણ કરતા રહી જાય છે. ભાઈ ! અહીં તને જન્મ-મરણથી ઉગરવાનો પથ આચાર્યદવ બતાવે છે.
કહે છે-જ્યારે જઠરાગ્નિના પરમાણુ ક્ષુધાપણે ઉપજે છે ત્યારે તેમાં અશાતાવેદનીય કર્મ નિમિત્ત છે. જુઓ, ક્ષુધાના જે પરમાણુ છે તે ભિન્ન ચીજ છે ને એમાં નિમિત્ત એવું અશાતાવેદનીય કર્મ પણ ભિન્ન ચીજ છે, પણ નિમિત્ત છે એવું જ્ઞાન કરાવવા ટૂંકામાં કહ્યું ક-અશાતાવેદનીયના ઉદયથી જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉપજે છે. આવી વાત! (ભાઈ ! નિમિત્ત છે એમ જાણવું પણ તે કર્તા છે એમ ન માનવું.)
હવે બીજી વાતઃ- “વીર્યંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી.” અર્થાત પોતાની યોગ્યતામાં જ્યાં સહન કરવાની શક્તિ નથી ત્યાં વીર્યંતરાયના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. જ્યારે સુધાની પીડા સહી શકાતી નથી ત્યારે એમાં વીર્યંતરાયનો ઉદય નિમિત્ત છે બસ. બે બોલ થયા.
જ્ઞાનીને ઇચ્છાની ઇચ્છા નથી. છતાં આહારની ઇચ્છા ઉત્પન્ન કેમ થાય છે એની વાત ચાલે છે. તો કહ્યું કે
૧. અશાતાવેદનીયના નિમિત્તે જઠરાગ્નિરૂપ ક્ષુધા ઉત્પન્ન થાય છે. અને
૨. વીર્યંતરાયના નિમિત્તે એટલે કે પોતાની કમજોરીથી તેની વેદના સહન થતી નથી. આ બે વાત થઈ.
હવે ત્રીજી વાતઃ- “ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય
પ્રશ્ન- પણ ચારિત્રમોહ તો પર-જડ છે? (એનાથી ઇચ્છા કેમ થાય?)
સમાધાન- ભાઈ ! આહારગ્રહણની ઇચ્છા તો પોતાથી થાય છે અને ત્યારે એમાં ચારિત્રમોહનો ઉદય નિમિત્ત છે. નિમિત્ત છે એવું જ્ઞાન કરાવવા કહ્યું કે ચારિત્રમોહના ઉદયથી આહારગ્રહણની ઇચ્છા ઉત્પન્ન થાય છે. ભાઈ ! ધર્મની આવી (ગૂઢ) વાતો છે! આવે છે ને કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #302
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.” વિકાર જે થાય છે તેમાં પોતાની જ ભૂલ છે, તે પોતાનો જ અપરાધ છે, કર્મનો કાંઈ દોષ નથી. પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર-રાગ થાય છે અને સવળા પુરુષાર્થથી તે ટળી જાય છે. ત્યાં અજ્ઞાની જીવ રાગનો કર્તા થાય છે અને જ્ઞાની કર્તા થતો નથી. જ્ઞાનીને કિંચિત્ રાગનું પરિણમન છે તેમાં ચારિત્રમોહના ઉદય નિમિત્ત છે એમ અહીં કહું છે.
હવે કહે છે-“તે ઇચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે.”
જોયું? ભાષા જુઓ! એક શુદ્ધ ચૈતન્યસ્વભાવની દૃષ્ટિની અપેક્ષાએ રાગ પોતાનો (-જીવનો) સ્વભાવ નથી અને તે સ્વભાવનું કાર્ય પણ નથી. માટે આ અપેક્ષાથી ઇચ્છાને જ્ઞાની કર્મોદયનું કાર્ય જાણે છે –એમ કહ્યું છે.
પ્રશ્ન- તો આમાં તો રાગરૂપી કાર્ય કર્મથી થાય છે એમ આવ્યું?
સમાધાન - ભાઈ ! રાગરૂપી કાર્ય પોતાનું (–સ્વભાવનું) નથી તે અપેક્ષાએ આમ કહ્યું છે. બાકી રાગ છે તો પોતાની પર્યાયનું કાર્ય પરંતુ તે પોતાના સ્વભાવનું કાર્ય નથી અને નિમિત્તના સંગે થયું છે તો તે અપેક્ષાએ તે કર્મોદયનું કાર્ય છે એમ કહ્યું છે. અહા! પોતે સ્વતંત્ર કર્તા થઈને ઇચ્છારૂપી કાર્ય કરે છે, છતાં પોતાના સ્વભાવમાં તે ઇચ્છા નથી તે કારણે, જે ઇચ્છા ઉત્પન્ન થઈ છે તે કર્મનું કાર્ય છે એમ જાણીને જ્ઞાની તેનો નાશ કરી દે છે. અહા! વીતરાગ જૈન પરમેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ ! બહુ પુરુષાર્થ વડે સમજાય તેવો છે.
અહા ! એક બાજુ “જન્મક્ષણ” કહે અર્થાત્ જે સમયે જે રાગ ઉત્પન્ન થાય છે તે તેની જન્મક્ષણ છે, ઉત્પત્તિકાળ છે, તે કર્મથી ઉત્પન્ન થાય છે એમ નથી-એમ કહે અને વળી કહે કે-ઇચ્છાને જ્ઞાની કર્મોદયનું કાર્ય જાણે છે; અહા ! આ તે કેવી વાત ! ભાઈ ! જ્યાં જે અપેક્ષાએ કથન છે ત્યાં તે અપેક્ષા સમજી યથાર્થ જાણવું જોઈએ.
અહીં કહે છે-હું તો શુદ્ધ ચૈતન્યસ્વભાવમય આત્મા છું. અહા ! સત્ એવા મારા આત્માનું સત્વ તો જ્ઞાન અને આનંદ છે અર્થાત્ એક જ્ઞાન અને આનંદના સ્વભાવથી ભરેલો હું ભંડાર છું. તો મારું જે પરિણમન થાય તે તો જ્ઞાનનું જ પરિણમન થાય છે, સ્વભાવનું જ પરિણમન થાય છે. હવે તેમાં રાગનું પરિણમન કયાં આવ્યું? એ તો રહી ગયું કયાંય બહાર. તો તે રાગનું પરિણમન કર્મોદયનું કાર્ય છે એમ જાણી ભેદજ્ઞાનપૂર્વક તેને જ્ઞાની છોડી દે છે. સમજાણું કાંઈ...?
હવે કહે છે-“રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે.” જુઓ! જ્ઞાનીને ઇચ્છા આવે છે પણ તેને તે રોગ સમાન જાણે છે. એટલે શું? કે જેમ રોગને સૌ દૂર કરવા ઇચ્છે તેમ જ્ઞાની ઇચ્છાને દૂર કરવા-મટાડવા ઇચ્છે છે. “ઇચ્છા પ્રત્યે અનુરાગરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #303
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૨ ]
[ ૨૮૭ ઇચ્છા જ્ઞાનીને નથી.' અહા! ઇચ્છાની ઇચ્છા જ્ઞાનીને નથી. અર્થાત્ “તેને એમ ઇચ્છા નથી કે મારી આ ઇચ્છા સદા રહો.' અહા ! આ તો રોગ આવ્યો-રોગ આવ્યો-એમ જાણીને જ્ઞાની ઇચ્છાને છોડી દે છે. અહો ! ભેદજ્ઞાનનો કોઈ અજબ મહિમા છે કે જે વડ જ્ઞાની ઇચ્છાની ઇચ્છાથી રહિત હોય છે. અજ્ઞાની તો બિચારો સામાયિક ને પ્રૌષધના વિકલ્પમાં અટકી રહે છે અને પોતાને તે વડે ધર્મ થઈ ગયો માને છે. પણ એ તો નર્યું અજ્ઞાન છે.
અહા! મારી આ ઇચ્છા સદાય રહો એવી ઇચ્છા જ્ઞાનીને નથી. જુઓ! કેવો સરસ ખુલાસો પંડિત શ્રી જયચંદજીએ કર્યો છે! હવે કહે છે-“માટે તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે.” અહા! ઇચ્છાનો અનુરાગ જ્ઞાનીને નથી તે કારણે અજ્ઞાનમય ઇચ્છાનો તેને અભાવ છે. મને સદાય ઇચ્છા રહો એમ જ્ઞાનીને નથી તેથી તેને અજ્ઞાનમય ઇચ્છાનો અભાવ છે. તેને જ્ઞાનમય જ ભાવ છે ને? તેથી અજ્ઞાનમય ભાવનો અભાવ છે.
પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી માટે જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે.” એ તો પહેલાં જ કહ્યું કે જ્ઞાની ઇચ્છાને કર્મોદયનું કાર્ય જાણે છે. હવે જેને પરજન્યકર્મોદયજન્ય જાણે તેનો સ્વામી પોતે કેમ થાય? ઇચ્છા-રાગ તો રોગ છે. તો શું તે રોગનો સ્વામી થાય? કદીય ન થાય. જ્ઞાની રાગનો સ્વામી નહિ થતો થકો એ તો રાગનો-ઇચ્છાનો પણ જ્ઞાયક જ રહે છે. અહા ! શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવનો જ્ઞાતા જ્ઞાની રાગનો-ઇચ્છાનો પણ જ્ઞાતા જ રહે છે. લ્યો, આ ચોથા પદનો-નાળો તે સો હોરિ'નો અર્થ છે. ટીકામાં હતું ને કે-અશનનો કેવળ જ્ઞાયક જ છે”—એ આ વાત છે. અહા! જ્ઞાની જ્ઞાયકસ્વભાવમાં રહીને જે ઇચ્છા થાય છે તેને પર તરીકે માત્ર જાણે જ છે. આવી વાત છે.
પ્રશ્ન:- આવી બધી વાતો સમજવાની અમને નવરાશ ક્યાં છે? (એમ કે બીજું કાંઈ કરવાનું કહો તો ઝટ દઈને કરી દઈએ).
ઉત્તર- અરે પ્રભુ! અનંત જનમ-મરણના ફેરા ટાળવા માટે આ બધું સમજીને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટ કરવું પડશે; કેમકે સમ્યગ્દર્શન-જ્ઞાન વિના બીજી કોઈ રીતે ( ક્રિયાકાંડથી) જનમ-મરણ નહિ મટે, સંસાર નહિ મટે, દુઃખ નહિ મટે. (ભાઈ ! ભગવાન કેવળીએ કહેલી આ વાત છે).
અહા! “પરજન્ય ઇચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી. માટે, જ્ઞાની ઇચ્છાનો પણ જ્ઞાયક જ છે-આ પ્રમાણે શુદ્ધનયની પ્રધાનતાથી કથન જાણવું.' શું કીધું? કે શુદ્ધનયથી એટલે કે યથાર્થદષ્ટિનું આ કથન છે એમ જાણવું. બીજે વ્યવહારનયથી કથન છે પણ એ તો ઉપચારમાત્ર કથન છે. નિશ્ચય તે યથાર્થ છે અને વ્યવહાર તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #304
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮ ]
ચન રત્નાકર ભાગ-૭ ઉપચાર છે. પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહ્યું છે કે “ જિનાગમમાં નિશ્ચય-વ્યવહારરૂપ વર્ણન છે, તેમાં યથાર્થનું નામ નિશ્ચય તથા ઉપચારનું નામ વ્યવહાર છે.” વળી ત્યાં જ કહ્યું છે કે “નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર એવું જ લક્ષણ છે. અર્થાત્ સાચું નિરૂપણ તે નિશ્ચય તથા ઉપચાર નિરૂપણ તે વ્યવહાર.” અહા ! ઉપચારથી બીજે કથન આવે છે પણ આ તો શુદ્ધનયનું યથાર્થદષ્ટિનું કથન છે એમ કહે છે.
પ્રશ્ન:- અહીં “શુદ્ધનયની પ્રધાનતાથી –એમ કેમ કહ્યું?
ઉત્તર:- ભાઈ ! યથાર્થનયની દૃષ્ટિથી તો આમ છે કે જ્ઞાની તેને જે અશનની ઇચ્છા થાય છે તેનો જ્ઞાયક જ છે, છતાં ઉપચારથી કહીએ તો કહેવાય કે જ્ઞાની ભોજન કરે છે, ખાય છે, પીવે છે ઇત્યાદિ. પરંતુ એ તો ઉપચારનું-અ દ્ભુત વ્યવહારનયનું કથન છે. આવું પણ વ્યવહારથી કહી શકાય છે, બાકી વાસ્તવમાં તો તે અશનનો જ્ઞાયક જ છે.
[ પ્રવચન નં. ૨૮૬ (ચાલુ) * દિનાંક ૮-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #305
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૩
अपरिग्गहो अणिच्छो भणिदो णाणी य णेच्छदे पाणं । अपरिग्गहो दु पाणस्स जाणगो तेण सो होदि ।। २९३ ।।
अपरिग्रहोऽनिच्छो भणितो ज्ञानी च नेच्छति पानम् । अपरिग्रहस्तु पानस्य ज्ञायकस्तेन स
મતિ।। રoરૂ।।
હવે, જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો ) પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ
અનિચ્છક કહ્યો અપરિગ્રહી, જ્ઞાની ન ઇચ્છે પાનને,
તેથી ન પરિગ્રહી પાનનો તે, પાનનો શાયક ૨હે. ૨૧૩.
ગાથાર્થ:- [ અનિચ્છ: ] અનિચ્છકને [અપરિગ્રહ: ] અપરિગ્રહી [મળિત: ] કહ્યો છે [વ] અને [ જ્ઞાની] જ્ઞાની [પાનમ્] પાનને [ન રૂઘ્ધતિ] ઈચ્છતો નથી, [ તેન] તેથી [સ: ] તે [ પાનચ ] પાનનો [અપરિગ્રહ: તુ] પરિગ્રહી નથી, [જ્ઞાય: ] ( પાનનો ) જ્ઞાયક જ [ મવતિ] છે.
ટીકાઃ- ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી-જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે; તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઇચ્છતો નથી; માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા એક જ્ઞાયકભાવના સદ્દભાવને લીધે આ (જ્ઞાની ) પાનનો કેવળ જ્ઞાયક જ છે.
ભાવાર્થ:- આહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું.
સમયસાર ગાથા ૨૧૩ : મથાળુ
હવે, જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો ) પણ પરિગ્રહ નથી એમ કહે છેઃ* ગાથા ૨૧૩ : ટીકા ઉપરનું પ્રવચન *
જુઓ, એકવાર દાખલો નહોતો આપ્યો? જામનગરવાળાનું દષ્ટાંત આપ્યું હતું કેએક ભાઈને એકનો એક દીકરો હતો, ને તે ભાઈ હંમેશાં ચૂરમું જ ખાય. હવે અકસ્માત તેનો જુવાન–જોધ દીકરો મરી ગયો. બધાં સગાં-સંબંધી તેનો દાહ–સંસ્કાર
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #306
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ કરીને પાછા આવ્યાં. પછી તે ભાઈ કહે કે અત્યારે રોટલા બનાવો. તો બધાં સગાં વહાલાં ભેગાં થઈને કહેવા લાગ્યાં કે-હા, એ તો ઠીક છે, પણ ભાઈ ! તમને રોટલા પચતા નથી ને તમે તે ખાશો તો તમોને તે અનુકૂળ નહિ પડે, કેમકે રોટલા તમારો ખોરાક નથી. પછી તો સગાં-વહાલાંએ ભેગા થઈને તેમના માટે ચૂરમું બનાવ્યું. ૨૦ વર્ષના દીકરાને બાળીને આવ્યા ને ચૂરમું બનાવ્યું !! ચૂરમું થાળીમાં નાખ્યું ને તે ભાઈની આંખમાંથી આંસુની ધારા ચાલી. અહા! શું તેને તે વખતે ચૂરમામાં પ્રેમ છે? જરાય નહિ. તેમ જ્ઞાનીને રાગમાં કિંચિત્ પ્રેમ નથી. તેને રાગ છે પણ રાગમાં અનુરાગ નથી.
બીજું દષ્ટાંતઃ એક ભાઈને અફીણનું ભારે બંધાણ; અફીણ વિના ચાલે જ નહિ. એવામાં એમનો એકનો એક દીકરો મરી ગયો. તેને દાહ દઈને બધા પાછા આવ્યા. હવે અફીણનું ટાણું થયું. તેમને અફીણની ડાબલી આપી. અફીણ હાથમાં રાખ્યું ત્યાં વિચાર આવ્યો કે-અરે! દીકરા વિના ચાલશે તો શું મને અફીણ વિના નહિ ચાલે? આમ વિચારીને અફીણ ફેંકી દીધું, બંધાણ છોડી દીધું. તેમ જ્ઞાની વિચારે છે કે-અહા! મારું સત્ત્વ તો એક જ્ઞાન ને આનંદ છે. અહા! હું તો જ્ઞાન ને આનંદનું પરમ નિધાન છું. મારી ચીજમાં રાગ નથી. અહા! અનંતકાળમાં હું રાગ વિના જ એક જ્ઞાયકપણે રહ્યો છું. તો મને રાગથી શું છે? અહા ! આમ વિચારી જે રાગ આવે છે તેનો જ્ઞાની માત્ર જ્ઞાતા જ રહે છે; અને જ્ઞાતા રહેતો થકો જે રાગ આવે છે તેને છોડી દે છે. આવી વાત છે !
અહા ! સમકિતીને અંતરમાં ગજબનો વૈરાગ્ય હોય છે. સમકિતી ચક્રવર્તી હોય છે ને? તેને ૯૬ હજાર સ્ત્રીઓ હોય છે. ૩ર કવળનો તેને આહાર હોય છે. અહા! એક કવળ પણ ૯૬ કરોડનું પાયદળ પચાવી ન શકે તેવા ૩ર કવળનો તેનો આહાર! હીરાની ભસ્મમાંથી તેનો આહાર બને છે. છતાં પણ સમકિતી છે ને ? તેને ઇચ્છાની ઇચ્છા નથી; અર્થાત્ ઇચ્છાને તે પોતાની ચીજ માનતા નથી. અહીં ! આનંદનો-નિરાકુળ આનંદનો અનુભવ એ જ જેનું ભોજન છે તેને (બીજા) અશનની કે પાનની ઇચ્છા નથી. ભારે વાત ભાઈ ! અહા ! ધર્મ ચીજ બહુ દુર્ગમ અને દુર્લભ છેપણ તેના ફળ કોઈ અલૌકિક છે. (પરમપદની પ્રાપ્તિ એ એનું ફળ છે).
હવે ટીકા-શું કહે છે? કે-“ઇચ્છા પરિગ્રહ છે. તેને પરિગ્રહ નથી જેને ઇચ્છા નથી. ઇચ્છા તો અજ્ઞાનમય ભાવ છે અને અજ્ઞાનમય ભાવ જ્ઞાનીને હોતો નથી. જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે.” જુઓ, જ્ઞાનીને જ્ઞાનમય જ ભાવ હોય છે, વીતરાગતામય જ ભાવ હોય છે પણ રાગમય ભાવ હોતો નથી એમ અહીં કહે છે. અહા ! જ્ઞાનમય ભાવના કારણે ઇચ્છાના કાળે પણ જ્ઞાનીને ઇચ્છાનું જ્ઞાન સહજ પોતાથી થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #307
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૩ ]
[ ૨૯૧ પ્રશ્ન- જ્ઞાની હોય તેને મોક્ષ અવશ્ય થાય છે. તો શું જ્ઞાનીને રાગ પણ હોય છે અને મોક્ષ પણ થાય છે–એ બરાબર છે ?
સમાધાન - અરે ભાઈ ! તું શું કહે છે આ? જ્ઞાનીને રાગ થાય છે પણ શું તે રાગને કરે છે? શું તેને રાગની ઇચ્છા છે? અને શું તેનાથી (રાગથી) તેને મુક્તિ થાય છે? બાપુ! મુક્તિ તો રાગથી ભિન્ન પડવાની (ભેદજ્ઞાનની) ક્રિયાથી થાય છે અને રાગથી
જ્યારે પૂરણ ભિન્ન પડી જાય અર્થાત્ પૂરણ વીતરાગ થઈ જાય ત્યાર પછી તેને મુક્તિ થાય છે. ભાઈ ! જેમ કોઈને એકનો એક દીકરો મરી જાય ને ઘરમાં ૨૦ વર્ષની સ્ત્રી વિધવા થઈ હોય ત્યારે ઘરમાં જે માલ-સામાન પડ્યો હોય તે એને કેવો લાગે? શું તેમાં એને રસ પડે? અહા ! એવો ઉદાસી-વૈરાગ્યવંત જ્ઞાની હોય છે. દષ્ટાંતમાં તો જે વૈરાગ્ય છે તે મોહગર્ભિત છે, જ્યારે જ્ઞાનીને તો સહજ સ્વભાવજનિત વૈરાગ્ય હોય છે. અહા ! હું તો જ્ઞાન ને આનંદનો પૂરણ ભંડાર છું મારા આનંદનું પરચીજ કારણ થાય એવી કોઈ ચીજ જગતમાં છે નહિ. આમ તેને ભેદજ્ઞાન પ્રાપ્ત સહુજ સ્વાનુભવજન્ય વૈરાગ્ય હોય છે. માટે તેને રાગ હોય છે તોપણ રાગનો પરિગ્રહ્યું નથી. એ જ કહે છે કે
તેથી અજ્ઞાનમય ભાવ જે ઇચ્છા તેના અભાવને લીધે જ્ઞાની પાનને ઇચ્છતો નથી. માટે જ્ઞાનીને પાનનો પરિગ્રહ નથી. જ્ઞાનમય એવા જ્ઞાયકભાવના સદભાવને લીધે આ (જ્ઞાની) પાનનો કેવળ જ્ઞાયક જ છે.”
જુઓ, રાગથી જે ભિન્ન પડ્યો છે ને જેને અંતરમાં સ્વાનુભવજનિત આનંદ ઝરે છે તેવા ધર્મીને પાણીની ઇચ્છા હોય છે તો પણ તે ઇચ્છાની ઇચ્છા નથી માટે તેને પાનનો પરિગ્રહું નથી. પાન-ગ્રહણનો જે ભાવ થાય તેનો તે માત્ર જ્ઞાતા જ છે. જ્ઞાનીને પાન ગ્રહણનો ભાવ હોય છે તો પણ તે એક જ્ઞાયકભાવના અભાવને કારણે તેનો જ્ઞાતા જ છે. આવી વાત છે.
* ગાથા ૨૧૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આહારની ગાથાના ભાવાર્થ પ્રમાણે અહીં પણ સમજવું.'
જ્ઞાનીને પાનનો (પાણી વગેરે પીવાનો) પણ પરિગ્રહ નથી. જ્ઞાની પાણી પીએ છે. તોપણ તેને એની ઇચ્છા નથી, કેમકે પાણી પીવાની જે ઇચ્છા થાય છે તે ઇચ્છાની ઇચ્છા નથી અર્થાત્ આ પાણી પીવાની ઇચ્છા સદાય રહો એવી તેને ઇચ્છાના અનુરાગપૂર્વક ભાવના નથી. જ્ઞાની તો તેને રોગ સમાન જાણે છે અને તેને મટાડવા જ ઇચ્છે છે.
અશાતાવેદનીયના ઉદયના નિમિત્તે તેને તૃષા ઉત્પન્ન થાય છે. વીર્યંતરાય કર્મના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #308
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨ ]
અને રત્નાકર ભાગ-૭ ઉદયના નિમિત્તે તેને એની વેદના સહન થઈ શકતી નથી અને ચારિત્રમોહનીયના નિમિત્તે પાનની ઇચ્છા ઉત્પન્ન થાય છે. છતાં તે ઇચ્છાની ઇચ્છા જ્ઞાનીને નથી. જ્ઞાનીને ઇચ્છાનુંપરજન્ય ઇચ્છાનું સ્વામીપણું હોતું નથી. ધર્મી જીવને તો પોતાના દ્રવ્ય-ગુણ ને શુદ્ધ પર્યાય એ જ પોતાનું સ્વ છે અને તેનો પોતે સ્વામી છે પણ રાગ તેનું સ્વ નથી અને તેથી રાગનું એને સ્વામીપણું નથી. માટે જ્ઞાની પાનની ઇચ્છાનો પણ ગાયક જ છે. અહા ! જ્ઞાની પોતાના જ્ઞાયકસ્વભાવમાં સ્થિત થઈને જે ઇચ્છા થાય છે તેને પર તરીકે માત્ર જાણે જ છે. આવી વાત છે.
કોઈને વળી થાય કે આ બધું સમજવા ક્યાં રોકાવું? એના કરતાં તો જીવોની દયા પાળવી, પ્રતિક્રમણ આદિ કરવાં એ સહેલું પડે છે.
અરે ભાઈ ! તને જે સહેલું પડે છે એ તો રાગ છે. અને રાગમાં ધર્મબુદ્ધિ થવી એ મિથ્યાત્વ છે. જ્ઞાનીને તો રાગનો અનુરાગ નથી. એ તો માત્ર જે રાગ થઈ આવે છે તેનો જાણનાર જ રહે છે. સમજાણું કાંઈ ?
[ પ્રવચન નં. ૨૮૬ (શેષ) * દિનાંક ૮-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #309
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૪
एमादिए दु विविहे सव्वे भावे य णेच्छदे णाणी। जाणगभावो णियदो णीरालंबो दु सव्वत्थ।। २१४ ।। एवमादिकांस्तु विविधान् सर्वान् भावांश्च नेच्छति ज्ञानी।
ज्ञायकभावो नियतो निरालम्बस्तु सर्वत्र।। २१४ ।। એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે કહે છે:
એ આદિ વિધવિધ ભાવ બહુ જ્ઞાની ન ઇચ્છે સર્વને; સર્વત્ર આલંબન રહિત બસ નિયત જ્ઞાયકભાવ તે. ૨૧૪.
ગાથાર્થ- [gવમાંવિવેકાન તુ] ઇત્યાદિક [વિવિધાન] અનેક પ્રકારના [સર્વાન માવાન ] સર્વ ભાવોને [જ્ઞાની] જ્ઞાની [ન રૂછતિ] ઈચ્છતો નથી; [ સર્વત્ર નિરીનq: ] સર્વત્ર (બધામાં) નિરાલંબ એવો તે [ નિયત: જ્ઞાયકમાવ: ] નિશ્ચિત જ્ઞાયકભાવ જ છે.
ટીકાઃ- ઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી તેથી જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી. એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.
હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શુન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત સંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે.
ભાવાર્થ:- પુણ્ય, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી. આ
હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છે:
* પ્રથમ, મોક્ષાભિલાષી સર્વ પરિગ્રહને છોડવા પ્રવૃત્ત થયો હતો, તેણે આ ગાથા સુધીમાં સમસ્ત પરિગ્રહભાવને છોડ્યો, એ રીતે સમસ્ત અજ્ઞાનને દૂર કર્યું અને જ્ઞાનસ્વરૂપ આત્માને અનુભવ્યો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #310
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪ ]
વચન રત્નાકર ભાગ-૭ (સ્વાતા ) पूर्वबद्धनिजकर्मविपाकात् ज्ञानिनो यदि भवत्युपभोगः। तद्भवत्वथं च रागवियोगात्
नूनमेति न परिग्रहभावम्।।१४६ ।। શ્લોકાર્થ- [પૂર્વવદ્ધ–નિન––વિપાવI] પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે [ જ્ઞાનિન: યદ્ધિ ૩૫મો : ભવતિ તા મવત] જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો, [ 4થ વ] પરંતુ [રા વિયોTI] રાગના વિયોગને લીધે (–અભાવને લીધે) [ નૂનમ] ખરેખર [ રચદમાવતિ] તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.
ભાવાર્થ- પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રસ્પણાને પામે. પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાછતો નથી. આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૬.
સમયસાર ગાથા ૨૧૪ : મથાળું એ રીતે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી એમ હવે કહે છે:
જુઓ, આ નિર્જરા અધિકાર છે. ધર્મ કોને થાય અર્થાત્ કર્મ તથા અશુદ્ધતાની નિર્જરા કોને થાય તેની આ વાત ચાલે છે. અહાહા....! સર્વજ્ઞ પરમેશ્વર વીતરાગ પરમાત્માએ જે આત્માને જોયો છે તે નિત્ય જ્ઞાનાનંદસ્વભાવી છે. અહાહા..! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ ત્રિકાળ સચ્ચિદાનંદમય વસ્તુ છે. આવા આત્માના જેને અનુભવ ને પ્રતીતિ થયાં છે તે સમકિતી જ્ઞાની છે, ધર્મી છે. તેને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ પુણ્યભાવની ઇચ્છા નથી, તથા તેને પાપભાવ થઈ આવે તો પણ તેની ઇચ્છા નથી. અહાહા...! જ્ઞાનીને પુણ્ય-પાપના ભાવની ઇચ્છા નથી.
અહીં મુનિની પ્રધાનતાથી કથન છે ને? અહાહા...! અંતરમાં અતીન્દ્રિય આનંદની-પ્રચુર આનંદની લહેરમાં જે રમી રહે છે તે મુનિ ધર્માત્મા છે. એવા મુનિને, કહે છે, પુણ્ય-પાપની ઇચ્છા નથી તથા આહાર-પાણીની ઇચ્છા નથી. ગજબ વાત છે ભાઈ ! મુનિરાજને આહાર-પાણીનો વિકલ્પ તો થઈ આવતો હોય છે, પણ આ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #311
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૪ ]
[ ૨૯૫ વિકલ્પ મને સદાય રહેજો એમ વિકલ્પની તેમને ઇચ્છા નથી. આમ ચાર બોલ આવી ગયા. મુનિરાજને બીજું કાંઈ–વસ્ત્ર-પાત્ર-આદિ તો હોતાં નથી. અહા! જેને વસ્ત્ર-પાત્ર હોય તે તો મુનિ જ નથી. વસ્ત્ર-પાત્ર-સહિત મુનિપણું માને એ તો મિથ્યાદષ્ટિ છે. અહીં તો પુણ્ય-પાપ ને આહાર-પાણીની મુનિરાજને ઇચ્છા નથી એમ ચાર બોલથી વાત કરી. હવે કહે છે કે બીજા પણ અનેક પ્રકારના પરજન્ય ભાવોને જ્ઞાની ઇચ્છતો નથી.
ગાથા ૨૧૪: ટીકા ઉપરનું પ્રવચન ઇત્યાદિક બીજા પણ ઘણા પ્રકારના જે પરદ્રવ્યના સ્વભાવો છે તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી તેથી જ્ઞાનીને સમસ્ત પારદ્રવ્યના ભાવોનો પરિગ્રહ નથી.'
જુઓ, આ શરીર, મન, વાણી ઇત્યાદિ તો જડ છે જ, પરદ્રવ્ય છે જ. એથી વિશેષ અહીં વાત છે કે-અંદર જે અસંખ્યાત પ્રકારે શુભાશુભ ભાવ પુણ્ય-પાપના ભાવ થાય છે તે પણ સમસ્ત પરદ્રવ્યના સ્વભાવો છે કેમકે તે સ્વદ્રવ્યમય નથી. શું કીધું? કે જે શુભાશુભભાવના અસંખ્યાત પ્રકાર છે તે સર્વ પરદ્રવ્યસ્વભાવો છે અને તે બધાયને જ્ઞાની ઇચ્છતો નથી.
અહાહા...અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્માનો જેને આનંદમય સ્વાદ આવ્યો છે તેને તે નિરાકુળ આનંદના સ્વાદની જ ભાવના છે, તેને અન્ય કોઈ પણ વિકલ્પની ભાવના નથી. અહા! ધર્માત્માને સમસ્ત પરદ્રવ્ય ને પરદ્રવ્યના લક્ષે થતા પદ્રવ્યના ભાવની રુચિ નથી, તેનું તેને પોસાણ નથી. અહા! જેને અંતરમાં આનંદનો નાથ જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્મા પોસાયો તેને પરદ્રવ્યના ભાવોનું પોસાણ નથી. કમજોરીને લઈને તેને કોઈ વિકલ્પ-રાગ થઈ જાય છે પણ તેને તે હેયબુદ્ધિએ માત્ર જાણે જ છે. હવે આવો મારગ બિચારાને સાંભળવાય મળે નહિ તે કે દિ' વિચારે અને કે દિ' પામે?
કહે છે-જે સમસ્ત પરદ્રવ્યના સ્વભાવો છે તેને ધર્મી ઇચ્છતો નથી. અહા ! મુનિરાજને વ્રત, તપ આદિના વિકલ્પ હોય છે, આહાર-પાણીનો વિકલ્પ હોય છે પણ તે વિકલ્પથી લાભ છે વા વિકલ્પ આશ્રય કરવાયોગ્ય છે એમ તે માનતા નથી. અહાહા......! અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ આત્માના આનંદનો અંતરમાં જેને સ્વાદ આવ્યો તે (વિરસ એવા) વિકલ્પના સ્વાદને કેમ ઇચ્છે? ન ઇચ્છે. વિકલ્પના સ્વાદની મીઠાશ, પુણ્યના સ્વાદની મીઠાશ તો અજ્ઞાની મિથ્યાદષ્ટિને હોય છે. જ્ઞાની તો સમસ્ત પારદ્રવ્યના
સ્વભાવોને ઇચ્છતો નથી અને તેથી તેને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહું નથી, પકડ નથી. અહાહા...! રાગની એકતાની ગાંઠ જેણે ખોલી નાખી છે-તોડી નાખી છે, અને જેણે અંદર શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવની એકતા પ્રગટ કરી છે તે જ્ઞાનીને સમસ્ત પરદ્રવ્યના ભાવોનો પરિગ્રહુ નથી. આવી વાત !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #312
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬ ]
થને રત્નાકર ભાગ-૭ પ્રશ્ન:- તો આ બધા-સ્ત્રી-પુત્રાદિ છે તેનું શું કરવું? તેમને કયાં નાખી દેવાં?
ઉત્તર:- અરે ભાઈ ! તેઓ (સ્ત્રી-પુત્ર આદિ) તારા હતા કે દિ'? તે દરેક ચીજ તો પ્રભુ! પોત-પોતાના અસ્તિત્વમાં જ છે. તારા અસ્તિત્વમાં તે કયાંથી આવી ગયાં કે તેનું શું કરવું એમ વિચારે છે? એ તો બધાં ભાઈ ! તારાથી પૃથક-ન્યારાં જ છે. અહીં તો વિશેષ એમ કહે છે કે-આ રાગ-અસંખ્યાત પ્રકારે થતા જે પુણ્ય-પાપના ભાવ-તે પણ ભગવાન! તારી શુદ્ધ ચૈતન્યસત્તામાં નથી. તેઓ રાગના અસ્તિત્વપણે છે, પણ તારા (શુદ્ધ આત્માના) અસ્તિત્વમાં કયાં છે? અહાહા..! આત્મા અને તે પુણ્ય-પાપના ભાવ ભિન્ન જ છે. ભાઈ ! પુણ્ય-પાપના ભાવ તો વિકાર છે, મેલ છે. (અને તું? તું તો અત્યંત શુચિ પરમ પવિત્ર પદાર્થ છો ).
જાઓ, ઉમરાળામાં એક છોકરો હતો. સુંદર એનું નામ. તે સુંદરને એવી ટેવ કે એ નવરો થાય એટલે નાકમાંથી મેલ કાઢે. આ ગંગો નથી કહેતા ? એ ગંગો નાકમાંથી કાઢે અને પછી ગંગાને બે દાંત વચ્ચે દાબે અને તેને જીભનું ટેરવું અડાડે. આ પ્રમાણે તે ગંગાનો સ્વાદ લે. તો કોઈ મિત્રો જોડે બેઠા હોય તો તે ટકોર કરે એટલે ગંગો કાઢી નાખે. પણ વળી જ્યાં નવરો થાય ત્યાં બીજો ગંગો કાઢે ને સ્વાદ લે. તેમ અજ્ઞાની જીવ ઘડીક દયા, દાનના ને સેવાના જે શુભભાવ થાય તે મારા છે એમ માનીને તેનો સ્વાદ લે છે અને ઘડીકમાં વિષય-કષાય આદિ પાપના ભાવનો સ્વાદ લે છે, આ બેય ગંગા જેવો મેલનો સ્વાદ છે. આકરી વાત છે પ્રભુ! પણ યથાર્થ છે. શુભ ને અશુભ વિકલ્પનો જે સ્વાદ છે તે મેલનો સ્વાદ છે, ઝેરનો સ્વાદ છે. છતાં અરેરે ! અજ્ઞાની જીવ તેના સ્વાદમાં અનાદિથી રોકાયેલો છે ! અહા ! તે દિગંબર સાધુ-મુનિ અનંત વાર થયો તોપણ તે રાગનો-જે મહાવ્રતાદિના પરિણામ હતા તેનો-સ્વાદ લઈને માનતો હતો કે મને આત્માનો સ્વાદ છે! પણ તેથી શું? (સુખ લેશ ન પાયો).
અહીં કહે છે–ધર્મી જીવને સમસ્ત પરદ્રવ્ય ને પરદ્રવ્યના સ્વભાવનો પરિગ્રહ નથી, પકડ નથી. તેને નથી પુણની પકડ કે નથી પાપની પકડ. અરે! જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવનીય જ્ઞાનીને પકડ નથી. અહા ! જેણે અતીન્દ્રિય આનંદની મૂર્તિ પ્રભુ આત્માને અંતર અનુભવ કરીને ગ્રહ્યો છે તેને અન્ય પરિગ્રહ કેમ હોય? એ તો ગાથા ૨૦૭ માં આવી ગયું કે ધર્મી ને નિર્મળાનંદનો નાથ પ્રભુ આત્મા જે પરમાત્મસ્વરૂપે અંદર વિરાજી રહ્યો છે તેનો જ પરિગ્રહ છે. આત્મા જ જ્ઞાનીનો પરિગ્રહ છે. પછી પુણ્ય ને પાપની અને તેના ફળની પકડ એને કેમ હોય? ન જ હોય. હવે આવો વીતરાગનો માર્ગ ! એની દુનિયાને ખબર ન મળે એટલે બહારમાં (ક્રિયાકાંડમાં) ધર્મ માની બેસે પણ એમ કાંઈ બહારથી ધર્મ થઈ જાય?
હવે કહે છે-“એ રીતે જ્ઞાનીને અત્યંત નિષ્પરિગ્રહપણું સિદ્ધ થયું.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #313
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૪ ]
[ ૨૯૭
અહાહા... ! ‘ શિરાનંવો'–એમ છે ને પાઠમાં ? એટલે ‘અત્યંત નિષ્પરિગ્રહપણું ’– એમ ટીકામાં કહ્યું. જ્ઞાનીને એક જ્ઞાયકસ્વભાવના આલંબન સિવાય અન્ય પરનું આલંબન છે નહિ તો તેને અત્યંત નિષ્પરિગ્રહપણું છે એમ કહ્યું. ઝીણી વાત છે ભાઈ ! અહા ! દુનિયા અનાદિકાળથી દુ:ખના પંથે પડેલી છે. તેને પોતાનું કાંઈ ભાન નથી અને બહા૨માં માને કે અમે કાંઈક (ધર્મ) કરીએ છીએ. પણ એ તો અજ્ઞાન છે.
પ્રશ્ન:- કોઈકની સેવા કરીએ તો એ વડે ધર્મ તો થાય ને?
ઉત્ત૨:- ધૂળેય ધર્મ ન થાય સાંભળને. ૫૨ની સેવાનો વિકલ્પ એ તો રાગ છે, પુણ્ય છે; ધર્મ નથી. વળી પ૨ની સેવા કરવી-એવો જે અભિપ્રાય છે તથા તે વડે ધર્મ થાય એવો જે અભિપ્રાય છે એ મિથ્યા અભિપ્રાય હોવાથી મિથ્યાદર્શન છે અને એ જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે.
પ્રશ્ન:- હા, પણ પરની સેવા કરવી પણ ત્યાં કર્તાબુદ્ધિ ન રાખવી-એમ અભિપ્રાય કરી સેવા કરે તો ?
ઉત્ત૨:- ભાઈ! પરની સેવા કરવી એ માન્યતા જ કર્તબુદ્ધિની છે, અને એ જ મિથ્યાત્વ છે સૂક્ષ્મ વાત છે ભાઈ! (પરનું કરવું ને કર્તબુદ્ધિ ન રાખવી એ બેને મેળ કયાં છે?) અહીં તો કહે છે કે રાગની સેવા કરે ને રાગમાં એકત્વ પામે તે પણ મિથ્યાત્વ છે.
પ્રશ્ન:- તો પછી અમારે કરવું શું?
ઉત્ત૨:- રાગથી ભિન્ન પડીને સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માનો અનુભવ કરવો-બસ આ જ કરવાનું છે. ભાઈ! આ મોટા શેઠીઆ-કરોડપતિ ને અબજોપતિ-બધાય ભિખારા છે કેમકે અંદર અનંત અનંત ચૈતન્યલક્ષ્મીનો ભંડા૨ પ્રભુ આત્મા વિરાજે છે તેનું એમને ભાન નથી. અહાહા... અનંતુ કેવળજ્ઞાન પ્રભુ તારામાં (સ્વભાવમાં) છે. પ્રગટ કેવળજ્ઞાન તો એક સમયની પર્યાય છે; પણ એવી તો અનંતી કેવળજ્ઞાનની શક્તિનો પ્રભુ! તું ભંડાર છો. આવી સ્વરૂપલક્ષ્મીને તું જુએ નહિ અને આ પુણ્ય અને પૈસાની તને આકાંક્ષા છે? મૂઢ છો કે શું? ભગવાન! એ તો નરક ને નિગોદમાં જવાનો પંથ છે. માટે ત્યાંથી પાછો વળ અને સ્વ-સ્વરૂપમાં નજર કરે. આ જ કરવાનું છે.
અહીં કહે છે–ધર્મીને અત્યંત નિષ્પરિગ્રહપણું છે. પાઠમાં ‘સવ્વસ્થ નિરાલંવો' છે ને? અહાહા...! જેને વ્યવહા૨૨ત્નત્રયના રાગનું કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના રાગનું પણ આલંબન નથી તે ધર્મીને અત્યંત નિષ્પરિગ્રહપણું છે–એમ કહે છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદસ્વરૂપે બિરાજમાન છે; જ્ઞાનીને આવા નિજ સ્વરૂપનો જ પરિગ્રહ છે અને તેથી તેને અત્યંત નિષ્પરિગ્રહપણું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #314
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ભરત ઘરમાં વૈરાગી’-એમ આવે છે ને? જાઓ, ભરત ચક્રવર્તીને ૯૬ હજાર રાણીઓ અને છ ખંડનું રાજ્ય હતું. છતાં અંદરમાં તેઓ મહા વૈરાગી હતા. બસ વૈરાગ્ય.... વૈરાગ્ય... વૈરાગ્ય-એમ કે-મારી ચીજમાં આ કોઈ પણ વસ્તુ નહિ અને પરમાં હું નહિ; બસ હું હુંમાં અને મને મારો જ (શુદ્ધ આત્માનો જ) પરિગ્રહ છે–આમ સ્વ-સ્વભાવના ગ્રહણ વડે તેઓ અત્યંત વૈરાગ્યભાવે પરિણમતા હતા. અહો ! ધર્મી જીવનું અંતરપરિણમન જ્ઞાન અને વૈરાગ્યથી ભરપૂર હોય છે. અહા ! સ્વ-સ્વરૂપના આચરણથી જેને નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તે ધર્માત્માને અત્યંત નિરાલંબનપણું છે, અત્યંત નિષ્પરિગ્રહપણું છે કેમકે તેને કોઈ પણ પરદ્રવ્ય કે પરદ્રવ્યોના ભાવોની પકડ નથી.
હવે કહે છે-“હવે એ પ્રમાણે આ, સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી શૂન્યપણાને લીધે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે.”
શું કહ્યું? કે આ જે દયા, દાન, વ્રત આદિના વિકલ્પ ઊઠે છે તેનાથી ભગવાન આત્મા શૂન્ય છે. આવા રાગરહિત વીતરાગસ્વભાવી ભગવાન આત્માનો જેને પરિગ્રહ છે તે સમસ્ત અન્યભાવોના પરિગ્રહથી રહિત જ્ઞાની ધર્મી છે. અરે ! બિચારા અજ્ઞાનીને મનુષ્યપણું તો અનંતવાર મળ્યું પણ આવી શુદ્ધ ચૈતન્યતત્ત્વની વાત એણે કદી સાંભળી નહિ! અહા ભગવાનના ! સમોસરણમાં પણ અનંતવાર ગયો ને ત્યાં દિવ્યધ્વનિ પણ સાંભળી કે ભગવાન! તું રાગથી ભિન્ન પરિપૂર્ણ એક વિજ્ઞાનઘનસ્વભાવી પ્રભુ આત્મા છો.' પણ એણે એની રુચિ કરી નહિ અર્થાત્ ભગવાનની વાત સાંભળી નહિ. અહા ! અનંતકાળમાં એણે રાગ કરવો ને રાગ ભોગવવો-બસ એ બે જ વાત સાંભળી છે અને એનો જ એને અનુભવ છે. ‘સુપરિચિવાણુમૂવી'–એમ ગાથા ચારમાં આવે છે ને? અરે ! એણે કામ એટલે રાગની ઇચ્છા અને ભોગ એટલે રાગનું-ઝેરનું ભોગવવું –બસ આ બે જ વાત અનંતવાર સાંભળી છે. અહા ! દયા, દાન આદિ પુણ્યના ભાવ કે જે ઝેર છે–તેને કરવા ને ભોગવવા એમ અજ્ઞાનીએ અનંતવાર સાંભળ્યું છે. એને ખબર નથી કે પુણ્યને પણ જ્ઞાની વિટ્ટા-મેલ જાણી તેને છોડી દે છે.
અહીં કહે છે કે ધર્મી જીવ પોતાના શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માના આલંબન સિવાય પરમાં સર્વત્ર આલંબનરહિત છે અને તેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે. એટલે શું? કે રાગના જે વિકલ્પો ઊઠે છે તે સર્વ-“આ મારું સ્વરૂપ નથી'—એમ જાણી ધર્મીએ તે સર્વને દૃષ્ટિમાંથી છોડી દીધો છે, કેમકે એ તો મેલ છે, ગંગાનો સ્વાદ છે. હવે જ્યાં આમ છે ત્યાં પુણ્યનાં ફળ જે કરોડો ને અબજોની ધૂળ-સાહ્યબી એ તો કયાંય રહી ગઈ. સમજાણું કાંઈ....? અહાહા....! પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માની જેને દષ્ટિ થઈ છે તે સર્વત્ર નિરાલંબ છે અને તેણે “રાગ મારો છે” એવું અજ્ઞાન છોડી દીધું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #315
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૪ ]
[ ૨૯૯ શું કીધું? વીતરાગસ્વભાવથી પૂરણ ભરેલો ભગવાન આત્મા-અહાહા..! અકષાયરસથી-આનંદરસથી શોભતો પ્રભુ આત્મા પૂરણ વિજ્ઞાનઘન વસ્તુ છે. અહાહા..! આવા અનંત અનંત સ્વભાવના સામર્થ્યથી પરિપૂર્ણ પ્રભુ આત્માની જેને અંતરમાં દષ્ટિ થઈ છે તે, બીજી કોઈ ચીજ મારી નથી એમ જાણીને સર્વત્ર નિરાલંબ છે અને તેને સમસ્ત અજ્ઞાન મટી ગયું છે. છે? ટીકામાં છે કે જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો તે છે. આવી વાત! વમી નાખ્યું છે એટલે? જેમ કોઈ મનુષ્ય ભોજન જમીને વમી નાખે પછી તેને ફરી ગ્રહણ ન કરે, તેમ અહીં કહે છે- જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે અર્થાત જેણે રાગ મારો છે એવી દષ્ટિ છોડી દીધી છે તે હવે ફરીને “રાગ મારો છે – એવું અજ્ઞાન ગ્રહણ નહિ કરે. અહાહા...જ્ઞાનીએ “રાગ મારો છે”—એવી દષ્ટિ છોડી દીધી છે તે એવી છોડી છે કે “રાગ મારો છે'એમ ફરીથી તે નહિ માને. આવી વાત ! અહો ! આચાર્યદેવે અંતરમાં રહેલા અપ્રતિહત ભાવને ખુલ્લો કર્યો છે. (મતલબ કે હવે અમને ફરીથી અજ્ઞાન નહિ થાય). હવે આવો મારગ ! લોકો તો બિચારા દયા પાળવી ને દાન કરવું ને તપસ્યા કરવી –એમાં ધર્મ માની જિંદગી આખી ગાળી દે છે, પણ ભાઈ ! એ રાગની ક્રિયા છે, ધર્મ નથી. અરે ભાઈ! હમણાં પણ આવું શુદ્ધ તત્ત્વ સમજમાં ન આવ્યું તો તારા પરિભ્રમણનો અંત નહિ આવે પ્રભુ!
અહીં કહે છે-“જેણે સમસ્ત અજ્ઞાન વમી નાખ્યું છે એવો, સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો.' અહાહા...! જ્ઞાનીને તો દરેક પ્રસંગમાં એક જ્ઞાયકભાવપણે જ રહેવું છે, એને પ્રસંગના સંગમાં જોડાવું જ નથી–એમ કહે છે. અહા! આવો-વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરનો હુકમ છે! અહાહા..! હું તો જાણગ... જાણગ... જાણગ-એવો શાશ્વત એક જ્ઞાયકસ્વભાવી આત્મા છું એવું જેને અંતરમાં ભાન થયું છે તેને રાગાદિ પામર (ક્ષુલ્લક) વસ્તુની ઇચ્છા કેમ રહે? એ તો સર્વત્ર નિરાલંબ થયો થકો એક જ્ઞાયકભાવપણે જ રહે છે, બસ જાણું... જાણું.. જાણું (કરું કાંઈ નહિ)-એમ જાણનારપણે જ રહે છે. બિચારા અજાણ્યા માણસને-નવો હોય તેને-એવું લાગે કે આવો ઉપદેશ? આ બધું (વ્રત, ભક્તિ આદિ ) અમે કરીએ છીએ તે શું ખોટું છે?
ભાઈ ! તું શું કરે છે? સાંભળને! તું તો માત્ર રાગ કરે છે. પરનું તો તું કાંઈ કરી શકતો નથી અને પર્યાયમાં જે રાગ કરે છે તે તો અજ્ઞાન છે, અધર્મ છે. ભાઈ ! રાગની સાથે જે એકત્વ છે તે અજ્ઞાન છે. ધર્મીએ તો અજ્ઞાન વમી નાખ્યું છે અને તે સર્વત્ર અત્યંત નિરાલંબ થઈને, નિયત ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેતો, સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. અંદર ? સાક્ષાત્ એટલે પ્રત્યક્ષ વિજ્ઞાનઘન સ્વરૂપ આત્માને અનુભવે છે. લ્યો, આવી વાત!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #316
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩00 ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૭ પ્રશ્ન- શું તે મુનિદશા છે?
સમાધાનઃ- ના, સમકિતની દશા છે. મુનિદશા તો સ્વરૂપમાં વિશેષ-વિશેષ રમણતા-સ્થિરતારૂપ છે. સમ્યગ્દષ્ટિને સ્વરૂપમાં વિશેષ રમણતા થતાં પ્રચુર આનંદનું વેદન થાય છે ત્યારે મુનિદશા આવે છે. મુનિપણું આવતાં અતીન્દ્રિય આનંદની મસ્તીની ભરતી આવે છે. ભાઈ ! આ નગ્નપણું કે મહાવ્રતાદિ પાળવાં એ કાંઈ મુનિપણું નથી; એ તો રાગ છે, દોષ છે. પણ અરે! એણે શરણયોગ્ય નિજ આત્મસ્વભાવનું –અખંડ એક જ્ઞાયકભાવનું -શરણ કદીક પણ લીધું હોય તો ને? (તો આ સમજાય ને?)
કહે છે-જ્ઞાની સાક્ષાત્ વિજ્ઞાનઘન આત્માને અનુભવે છે. કેવો થઈને? સર્વત્ર નિરાલંબ થઈને. અહાહા..! ભગવાન આત્મા અખંડ એક વિજ્ઞાનઘનસ્વરૂપ છે. અર્થાત્ અન્ય ચીજથી રહિત એકલો જ્ઞાનનો ગાંગડો-જ્ઞાનનો પુંજ-ચિદાનંદઘન પ્રભુ આત્મા છે. અને તેને જ્ઞાની સાક્ષાત્ અનુભવે છે. જુઓ આ ધર્મી જીવ! વ્રત પાળે છે ને ઉપવાસાદિ કરે છે માટે ધર્મી છે એમ નહિ. અહા ! જે એક જ્ઞાયકભાવને સાક્ષાત્ અનુભવે છે તે ધર્મી છે. કોઈને વાત આકરી લાગે પણ ભાઈ ! વ્રતાદિના વિકલ્પ તો આસ્રવતત્ત્વ છે અને એથી ભિન્ન શુદ્ધ જ્ઞાયકતત્ત્વ ભગવાન આત્મા છે. શુદ્ધ જ્ઞાયકતત્ત્વના અવલંબને તેનો સાક્ષાત્ અનુભવ થવો તે ધર્મ છે. અહા ! ધર્મી જીવ સર્વત્ર નિરાલંબ થઈને અખંડ એક વિજ્ઞાનઘનસ્વભાવી આત્માને સાક્ષાત્ અનુભવે છે.
* ગાથા ૨૧૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “પુણ, પાપ, અશન, પાન વગેરે સર્વ અન્યભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી કારણ કે સર્વ પરભાવોને હેય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.'
શું કીધું? કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ પુણ્યભાવ છે; ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ને કામ-ક્રોધાદિ પાપભાવ છે. જ્ઞાનીને એ સર્વ પુણ્ય-પાપના ભાવોનો, તથા આહાર-પાણીના ભાવનો ઇત્યાદિ સર્વ અન્યભાવોનો પરિગ્રહુ નથી. અહાહા...! શું શૈલી છે! એક ગાથામાં તો પૂર્ણ સ્વરૂપ કહ્યું છે! સર્વ અન્યભાવોનો – પદ્રવ્યના ભાવોનો જ્ઞાનીને પરિગ્રહ નથી. અહા ! તે ભાવો મારા છે એમ જ્ઞાનીને પકડ નથી. જ્ઞાની તો તેમને પોતાનાથી ભિન્ન-પૃથક તરીકે જાણે છે અને તેઓ હેય છે એમ માને છે. જોયું? સર્વ પરભાવોને તે હેય માને છે. અહા ! દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિના ભાવને પણ તે હેય તરીકે જાણે અને માને છે.
પ્રશ્ન- દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિના ભાવને સાધન કેમ કહેતા નથી?
ઉત્તર- ભાઈ ! જે ય છે તેને સાધન કેમ કહેવું? ત્રણ કાળમાં તે સાધન નથી. અહીં કહ્યું છે ને કે-( જ્ઞાની) “સર્વ પરભાવોને ય જાણે ત્યારે તેની પ્રાપ્તિની ઇચ્છા થતી નથી.' અહાહા.. જેણે શુદ્ધ ચૈતન્યમય એક આત્માનો અનુભવ કર્યો તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #317
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૪ ]
[ ૩૦૧
જ્ઞાની છે, અને તે સર્વ ૫૨ભાવોને ઠેય જાણે છે. અને તેથી તેને આ ભાવો મારા છે અને તેને હું મેળવું એમ ઇચ્છા થતી નથી. આવી વાત છે.
પંડિત શ્રી ટોડરમલજીના વખતમાં બ્ર. રાયમલજી થઈ ગયા છે. તેમણે ‘ચર્ચા સંગ્રહ' નામના પુસ્તકમાં કહ્યું છે કે
પ્રશ્ન:- આત્મા હી કે ધ્યાનસે મોક્ષ હોના કહી સો કારણ કહા? મોક્ષ તો એક વીતરાગ ભાવસોં હોય હૈં, સો વીતરાગ ભાવ કોઈ હી કારણ કર હુઆ ચાહિએ. એક આત્મા હી કે ઘ્યાનકા કહા પ્રયોજન હૈ? તાકા ઉત્તરઃ
ઉત્ત૨:- યહ તર્ક đને કહી સો સત્ય હૈ. વીતરાગ ભાવોંસે હી મોક્ષ હોય હૈ યામેં તો સંદેહ નાહીં પરંતુ વીતરાગ ભાવ કારણ કે બિના હોય નાહીં યહ નિયમ હૈ.
જૈસે એક લોઢેકા પિંડ અગ્નિ વિશેં ડારિયે તબ વહુ લોઢેકા પિંડ તાયમાન ઉષ્ણતાકો પ્રાપ્ત હોય હૈ ઔર અગ્નિ માઁહિ તે કાઢિ ફેરિ અગ્નિ વિષે હી ડારિયે તો ત્રિકાલ ઉષ્ણતા કો છાઁડિ શીતલતાકો પ્રાપ્ત હોય નાહીં-ઔર અગ્નિ માઁહિ સોં કાઢિ સૂર્ય કે તાપ વિર્ષે ધરિયે તો સર્વ પ્રકાર સંપૂર્ણ શીતલ હોય નાહીં, કિંચિત્ ઉષ્ણતા લિયે રહે હી-ઔર યદિ જલ વિર્ષે ગોલાકો ક્ષેપિયે તો તત્કાલ અન્તર્મુહૂર્તમેં શીતલ હોય.
ઐસે હી આત્મા ચિદ્રૂપ પિંડકો કષાયોંકા કારણ પુત્ર-પુત્રી-સ્ત્રી-ધન-શરીરાદિ અશુભ કારણ વિર્ષે ઉપયોગકો લગાઈયે તો તીવ્ર કષાય ઉત્પન્ન હોય ઔર ફેરિ વિષયભોગકી સામગ્રી વિષે ઉપયોગકો લગાઈયે તો ત્રિકાલ વિર્ષે કષાય શાન્ત હોય નાહીં, ઔર દેવ-ગુરુ-ધર્મ-દાન-તપ-શીલ-સંયમ-ત્યાગ-પૂજા-સામાયિક-દયા આદિ વિષે પરિણામ લગાઈયે તો મંદકષાય હોય ઔર ષદ્રવ્ય-નવપદાર્થ-પંચાસ્તિકાય-સસ તત્ત્વગુણસ્થાન-માર્ગણા-કર્મકાણ્ડકા ચિંતવન કરે તો વિશેષ અત્યંત મંદકષાય હોય, ઔર આત્મા કે ગુણપર્યાય વિષે ઉપયોગ લગાયે તો પરમ શુક્લ લેશ્યા હોય, બહુરિ આત્માકા અભેદરૂપ અવલોકન કરૈ તો સર્વ પ્રકાર વીતરાગ ભાવ હોય હૈ. વીતરાગ ભાવોં સે મોક્ષ હોય હૈ. '' ( હિન્દી આત્મધર્મ, જાન્યુ. ૧૯૭૭).
,
શું કીધું? કે વીતરાગભાવથી મોક્ષ થાય છે; અને એ વીતરાગભાવ કેવી રીતે ઉત્પન્ન થાય છે? તો કહે છે-સ્ત્રી-પુત્રાદિ પ્રતિ લક્ષ કરો તો તીવ્ર કષાય થાય છે. દેવગુરુ-શાસ્ત્ર પ્રતિ લક્ષ કરો તો મંદ રાગ થાય છે અને સ્વસ્વરૂપ સંબંધી-દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધી ભેદ-વિચાર કરો તો અત્યંત મંદ રાગ થાય છે. પણ એમાં વીતરાગતા કયાં આવી? ન આવી. વીતરાગતા તો ચિદાનંદમય વીતરાગસ્વભાવી શુદ્ધ આત્માના આશ્રયે થાય છે અર્થાત્ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્માને જ કારણ બનાવે તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #318
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ વીતરાગતા થાય છે. આવો મારગ છે! ભાઈ ! વાદવિવાદે આ કાંઈ પાર પડે એમ નથી.
ત્યારે કોઈ વળી શરીરની ક્રિયાથી–જીવિત શરીરથી ધર્મ થાય એમ માને છે. પણ ભાઈ ! શરીર તો અજીવ છે અને શરીરની જે ક્રિયા થાય તે પણ અજીવ જ છે. શરીરની ક્રિયાથી ચેતનમાં શું થાય? કાંઈ જ ન થાય. આવો દુનિયા માને એનાથી સાવ જુદો ભગવાન જિનેશ્વરદેવનો માર્ગ છે! સંપ્રદાયમાં તો આ વાત પણ મળવી મુશ્કેલ છે.
હવે આગળની ગાથાની સૂચનારૂપ કાવ્ય કહે છેઃ
* કળશ ૧૪૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘પૂર્વદ્ધ-નિન–ર્મ–વિપવિત્' પૂર્વે બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે ‘જ્ઞાનિન: યદ્દેિ ૩૫મો : ભવતિ તત્ ભવતુ' જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો...
શું કીધું? કે ધર્મી જીવને વર્તમાનમાં અંદર આત્મભાન હોવા છતાં પૂર્વે અજ્ઞાનભાવથી બંધાયેલા પોતાના કર્મના વિપાકને લીધે જો ઉપભોગ હોય તો હો.
પ્રશ્ન:- પણ કર્મ તો પોતાનું નથી ને?
ઉત્તર- ભાઈ! પોતાનામાં જે ભાવ અજ્ઞાનપણે થયો હતો તેને અહીં પોતાનાં કર્મ કહેવામાં આવેલ છે. અજ્ઞાનભાવ જે કોઈ કર્મ પૂર્વે બંધાયેલાં તેને અહીં પોતાનાં કર્મ કહ્યાં છે. અને તેના વિપાકને લીધે એટલે કે તેનો ઉદય થઈ આવતાં જ્ઞાનીને જો ઉપભોગ હોય તો હો-એમ કહે છે. અહીં બે વાત કરી છે. એક તો એ કે જેને અંદર આત્માનું ભાન થયું છે અર્થાત્ આત્માનુભવ થઈને સમ્યગ્દર્શન થયું છે તેને પૂર્વ કર્મને લઈને સંયોગ હોય તો હો તથા બીજું એ કે-તે વસ્તુના સંયોગનો તેને ઉપભોગ હોય તો હો..
‘અથ ' પરંતુ “રાવિયોતિ' રાગના વિયોગને લીધે (-અભાવને લીધે) ‘નૂનમ્' ખરેખર “પરિચદમાવત્ ર તિ' તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી.
અહાહા...! શું કીધું? કે ધર્મીને રાગનો અભાવ છે. સંયોગ છે, સંયોગીભાવ એવો (ચારિત્રમોહનો) રાગ છે તો પણ તેને રાગની રુચિ નહિ હોવાથી રાગનો (મિથ્યાત્વ સહિત રાગનો ) અભાવ છે એમ કહે છે. અહા! જેને રાગની રુચિ છે તેને નિર્મળાનંદનો નાથ પ્રભુ જે આત્મા તેના પ્રતિ અનાદર છે, અરૂચિ છે. ભાઈ ! જેને પુણ્યની-દયા, દાન, વ્રત આદિ શુભરાગની-રુચિ છે તેને શુદ્ધ ચૈતન્યસ્વભાવી ભગવાન આત્મા પ્રતિ દ્વષ છે. અને જેને ભગવાન આત્માની રુચિ થઈ છે તેને રાગ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #319
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૪ ]
[ ૩૦૩
પ્રતિ અરુચિ હોય છે. આવી વાત છે. એક મ્યાનમાં બે તલવાર દી રહી શકે નહિ. એટલે શું? એટલે કે જ્યાં રાગની રુચિ છે ત્યાં આત્માની રુચિ હોતી નથી અને જ્યાં આત્માની રુચિ જાગ્રત થાય ત્યાં રાગની રુચિ-દષ્ટિ રહેતી નથી. તેથી કહ્યું કે સમકિતીને રાગનો અભાવ છે.
કોઈને વળી થાય કે આ તો જાણે કોઈ વીતરાગી મહા મુનિરાજની વાત કરે છે. પણ ભાઈ! સમ્યગ્દષ્ટિ પણ દર્દષ્ટિએ તો વીતરાગ જ છે. અહાહા...! વીતરાગસ્વભાવી ભગવાન આત્માની જેને દૃષ્ટિ થઈ તે દૃષ્ટિ અપેક્ષાએ વીતરાગ જ છે કેમકે તેને સમસ્ત રાગની રુચિ ઉડી ગઈ છે. અહા! અહીં કહે છે જ્ઞાનીને ૫૨દ્રવ્યનો ઉપભોગ હોય તો હો, છતાં તેને તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી કેમકે તેને રાગનો (-રાગની રુચિનો ) અભાવ છે.
અહાહા...! કહે છે કે-જેને અંદરમાં સ્વાનુભવ પ્રગટ થયો છે તેને પૂર્વનાં અજ્ઞાનભાવે બંધાયેલાં કર્મોથી સંયોગ હો તો હો, અને સંયોગ પ્રતિ જરી લક્ષ જતાં જરી અસ્થિરતાનો અંશ હો તો હો; છતાં પણ તેને પરિગ્રહ નથી. કેમ ? કેમકે તેને રાગનો વિયોગ નામ અભાવ છે. અહાહા...! જે રાગ છે તેનો જ્ઞાનીને રાગ નથી માટે તેને રાગનો અભાવ છે એમ કહે છે. ઝીણી વાત છે બાપા! જેમ હાથમાં સર્પ પકડયો હોય તો તે હાથમાં રાખવા માટે પકડયો નથી પણ છોડવા માટે પકડયો છે, તેમ જ્ઞાનીને જે રાગ આવે છે તે છૂટી જવા માટે છે; જ્ઞાનીને એની પકડ નથી. હવે આવી વાત અજ્ઞાનીને બેસે નહિ એટલે સામાયિક ને પોસા ને પ્રતિક્રમણ ઇત્યાદિ બહારની ક્રિયાઓમાં મંડયો રહે અને માને કે ધર્મ થઈ ગયો, પણ એમાં તો ધૂળેય ધર્મ ન થાય, સાંભળને. એ તો બધી રાગની ક્રિયાઓ છે. ભગવાન આત્માનાં જ્ઞાન-શ્રદ્ધાન વિના એ બધી ક્રિયાઓ તો અજ્ઞાનમય ભાવ છે, સમજાણું કાંઈ... ?
અહા! જ્ઞાનીને રાગાદિ ભાવો કિંચિત્ થાય છે ખરા, પણ તે ભાવો મારું સ્વ છે અને હું તેનો સ્વામી છું એવું તેને નથી. જેમ ઘરે લગ્ન-પ્રસંગ હોય અને પોતે સાધારણ સ્થિતિનો હોય તો ગામના શેઠનાં ઘરેણાં લઈ આવે પણ તે પોતાનાં છે એમ શું તે ગણે છે? એ ઘરેણાંનો પોતે સ્વામી છે એમ શું તે માને છે? ના; એ તો પરભાાં જ છે અને બે દિવસ રાખીને સોંપી દેવાનાં છે એમ માને છે. તેમ ધર્મી પોતાને જે રાગ આવે છે તે પરભારો છે, પ૨નો છે, પોતાનો નથી અને તે સોંપી દેવાનો છે એમ માને છે. જેમ કોઈને રોગ થાય તો તેને દૂર કરવાના ઉપચાર કરે પણ રોગ ભલો છે એમ જાણી કોઈ રોગને ઇચ્છે ખરો ? ન ઇચ્છે. તેમ ધર્મી રાગને ઇચ્છતો નથી, બલકે જે રાગ આવે છે તેને દૂર કરવાનો તે ઉદ્યમ રાખે છે. રાગને રોગસમાન જાણે છે તેથી ધર્મીને ખરેખર તે ઉપભોગ પરિગ્રહભાવને પામતો નથી. જે રાગ આવે છે તે રાખવા જેવો છે વા એનાથી પોતાને લાભ છે એમ ધર્મીને છે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #320
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ નહિ. એ તો રાગને રોગ જ માને છે અને એનાથી સર્વથા છૂટી જવા જ ઇચ્છે છે. આવી વાત છે.
* કળશ ૧૪૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તેને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રપણાને પામે.'
જોયું? આ પૈસા આદિ જે ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય તે પૂર્વનાં કર્મને લઈને થાય છે, તે પોતાના પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે એમ નથી. કહ્યું ને કે પૂર્વે બંધાયેલા કર્મનો ઉદય આવતાં ઉપભોગસામગ્રી પ્રાપ્ત થાય.” ભાઈ ! આ સ્ત્રી-પુત્ર-પરિવાર, બાગબંગલા, મહેલ ને ધનસંપત્તિ ઇત્યાદિ જે પ્રાપ્ત થાય તે પૂર્વ કર્મના ઉદયના અનુસારે છે. હવે તે ઉપભોગસામગ્રીમાં જો રાગની મીઠાશ હોય તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે એમ કહે છે. અહા! સામગ્રીને જો અજ્ઞાનમય રાગભાવે ભોગવવામાં આવે તો તે ઉપભોગ પરિગ્રહપણાને પામે છે. હવે કહે છે
પરંતુ જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું, હવે તેને ભવિષ્યમાં વાંછતો નથી.'
જુઓ, આ કર્મની નિર્જરા કોને થાય એની વાત ચાલે છે. નિર્જરા અધિકાર છે ને? કહે છે-જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી; રાગ ભલો છે એવી રાગની મીઠાશ જ્ઞાનીને નથી. એ તો જાણે છે કે પૂર્વે જે કર્મ બાંધ્યું હતું તે ઉદયમાં આવીને છૂટી ગયું. અહાહા....! જેને પૂર્ણાનંદનો નાથ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો છે તેને કર્મના નિમિત્તે સામગ્રી મળે છે અને રાગ પણ જરી થાય છે, છતાં રાગની ઇચ્છાનો અભાવ હોવાથી તે રાગ છૂટી જાય છે, નિર્જરી જાય છે. આમ જ્ઞાનીને નિર્જરા થાય છે.
પુOUTછના અરહંતા'—એમ આવે છે ને પ્રવચનસારમાં? (ગાથા ૪૫) ભાઈ ! અરિહંત ભગવાનને પુણ્યના ફળ તરીકે અતિશય વગેરે હોય છે પણ ભગવાનને તે ઉદયની ક્રિયા ક્ષણે-ક્ષણે ખરી જાય છે માટે તે ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહી છે. જુઓ, આ અપેક્ષાએ વાત છે ત્યાં. તેમ અહીં કહે છે-સાધકપણામાં જે જીવ સ્વભાવસમ્મુખ થયો છે તેને, હજી રાગાદિ પણ હોય છે પણ તે ક્રિયા તેને ખરી જાય છે, નિર્જરી જાય છે માટે જ્ઞાનીને-સાધકને નિર્જરા છે. ભગવાન કેવળીને વાણી, ગમન ઇત્યાદિ માત્ર જડની ક્રિયાઓનો જ ઉદય છે, જ્યારે સાધકને તો રાગાદિ છે, છતાં તે રાગાદિ તેને ખરી જાય છે માટે તેને નિર્જરા કહેવામાં આવે છે.
પ્રશ્ન- “| અરહંત'–ભગવાનને પુણ્યના ફળપણે અરિહંતપણું પ્રાપ્ત થયું છે ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #321
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૪ ]
[ ૩૦૫ ઉત્તર- એવું કયાં છે ભાઈ ! એમાં? પુણ્યનું ફળ તો તીર્થકરોને (અરહંતોને) અકિંચિત્કર છે–એવું તો ગાથાનું મથાળું છે. ત્યાં તો એમ કહે છે કે-તીર્થકરને પૂર્વનાં પુણ્યને લઈને સમોસરણની રચના, વાણી, વિહાર આદિ ક્રિયાઓ હોય છે. તે ઉદયની ક્રિયા ક્ષણેક્ષણે નાશ થતી જાય છે. ઉદયભાવ ક્ષણેક્ષણે નાશ પામતો જાય છે માટે તે ઉદયભાવને ક્ષાયિક કહેવામાં આવે છે. તેવી રીતે જ્ઞાનીને પૂર્વના ઉદયને લઈને જે સામગ્રી અને રાગાદિ હોય છે તે ક્ષણે ક્ષણે ખરી જાય છે માટે તેને નિર્જરા કહેવામાં આવે છે. ભગવાન અરિહંતની ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહેવામાં આવે છે, જ્યારે સાધકની ઉદયની ક્રિયાને નિર્જરા કહેવામાં આવે છે. આ શૈલી છે! શું કહ્યું? ફરીને
કે તીર્થકર કેવળી ભગવાન થાય છે એ તો કેવળજ્ઞાન, કેવળદર્શન અને પૂરણ આનંદની પ્રાપ્તિ વડે થાય છે. પણ હવે તેમને પૂર્વના પુણ્યને લઈને વિહાર, વાણી આદિ જે હોય છે તે બધી ક્રિયાઓ ઉદયની છે. પૂર્વ કર્મના ઉદયની તે ક્રિયાઓ ક્ષણેક્ષણે નાશ પામે છે માટે તે ઉદયની ક્રિયાને ક્ષાયિકી કહી છે. જ્યારે સાધકની ઉદયની ક્રિયાને નિર્જરા કહે છે. –આ પ્રમાણે “પુછતા અરહંતા'–ની સાથે મેળ છે. અરિહંત ભગવાનને ઉદયનો નાશ થાય છે માટે તેને “ક્ષાયિક' કહ્યો છે જ્યારે ધર્મીને રાગ થાય છે તે નિર્જરી જાય છે તો તેને નિર્જરા કહી છે.
અહીં કહે છે-જ્ઞાનીને અજ્ઞાનમય રાગભાવ નથી. તે જાણે છે કે જે પૂર્વે બાંધ્યું હતું તે ઉદયમાં આવી ગયું અને છૂટી ગયું; હવે હું તેને ભવિષ્યમાં વાંછતો નથી. જોયું? જ્ઞાનીને ઉદયભાવની ઇચ્છા નથી. “આ રીતે જ્ઞાનીને રાગરૂપ ઇચ્છા નથી તેથી તેનો ઉપભોગ પરિગ્રહ૫ણાને પામતો નથી.' જ્ઞાનીને રાગની ઇચ્છાનો અભાવ છે તેથી તેનો ઉપભોગ પરિગ્રહભાવને પ્રાપ્ત થતો નથી. લ્યો, આવી વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #322
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૫
उप्पण्णोदयभोगो वियोगबुद्धीए तस्स सो णिच्चं। कंखामणागदस्स य उदयस्स ण कुव्वदे णाणी।। २१५ ।।
उत्पन्नोदयभोगो वियोगबुद्ध्या तस्य स नित्यम्।
कांक्षामनागतस्य च उदयस्य न करोति ज्ञानी।।२१५ ।। હવે, જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી એમ કહે છે -
ઉત્પન્ન ઉદયનો ભોગ નિત્ય વિયોગભાવે જ્ઞાનીને,
ને ભાવી કર્મોદય તણી કાંક્ષા નહીં જ્ઞાની કરે. ૨૧૫. ગાથાર્થ- [ ઉત્પનો યમો : ] જે ઉત્પન્ન (અર્થાત્ વર્તમાન કાળના) ઉદયનો ભોગ [સ:] તે, [તચ] જ્ઞાનીને [ નિત્યમ્] સદી [ વિયો વૃદ્ધચી] વિયોગબુદ્ધિએ હોય છે [૨] અને [ સના/તસ્ય ૩યચ] આગામી (અર્થાત્ ભવિષ્ય કાળના) ઉદયની [ જ્ઞાન] જ્ઞાની [ ઝાંક્ષા] વાંછા [ ન રોતિ] કરતો નથી.
ટીકાઃ- કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય-અતીત (ગયા કાળનો), પ્રત્યુત્પન્ન (વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો). તેમાં પ્રથમ, જે અતીત ઉપભોગ તે અતીતપણાને લીધે જ (અર્થાત્ વીતી ગયો હોવાને લીધે જ) પરિગ્રહભાવને ધારતો નથી. અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહભાવને (પરિગ્રહપણાને) ધારે; અને જે પ્રત્યુત્પન્ન ઉપભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.
પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે; અને કેવળ વિયોગબુદ્ધિએ જ (હેબુદ્ધિએ જ) પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી (-પરિગ્રહરૂપ નથી).
જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી (અર્થાત્ જ્ઞાનીને તેની વાંછા જ નથી, કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહું નથી (-પરિગ્રહરૂપ નથી).
ભાવાર્થ અતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે. અનાગત ઉપભોગની વાંછા નથી, કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે? વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને યા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #323
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૫ ]
[ ૩૦૭ જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય? આ રીતે જ્ઞાનીને જે ત્રણ કાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ તે પરિગ્રહ્યું નથી. જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઇલાજ કરે છે–રોગી જેમ રોગનો ઇલાજ કરે તેમ. આ, નબળાઈનો દોષ છે.
સમયસાર ગાથા ૨૧૫ : મથાળું હવે, જ્ઞાનીને ત્રણે કાળ સંબંધી પરિગ્રહ નથી એમ કહે છે –
* ગાથા ૨૧૫ : ટીકા ઉપરનું પ્રવચન * કર્મના ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય-અતીત (ગયા કાળનો), પ્રત્યુત્પન્ન (વર્તમાન કાળનો) અને અનાગત (ભવિષ્ય કાળનો).” ભૂત, વર્તમાન ને ભવિષ્ય-એમ ત્રણ કાળ છે ને? તેની આ વાત કરે છે.
તેમાં, પ્રથમ, જે અતીત ઉપભોગ તે અતીતપણાને લીધે જ (અર્થાત્ વીતી ગયો હોવાને લીધે જ) પરિગ્રહભાવને ધારતો નથી.”
જુઓ, આ નિર્જરા અધિકાર છે ને? એમાં જેને નિર્જરા થાય છે તે ધર્મી કોને કહીએ-એની વાત ચાલે છે. અહાહા...! જેને અંદરમાં સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનો નિરાકુળ આનંદ પ્રગટ થયો છે વા જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ નિશ્ચયરત્નત્રયના પરિણામ વા નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થયો છે તે સમકિતી ધર્મી છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે જે આત્મા નિશ્ચયરત્નત્રયરૂપ પરિણમ્યો છે તે આત્માને નિશ્ચયમોક્ષમાર્ગ કહીએ છીએ અને તે સદ્દભૂત વ્યવહારનય છે. નિર્મળ પર્યાય છે ને? તેથી શુદ્ધરત્નત્રયરૂપ પરિણત આત્માને નિશ્ચયમોક્ષમાર્ગ કહીએ તે સભૂત વ્યવહારનય છે, અને ત્યારે દયા, દાન, વ્રતાદિના જે પરિણામ આવે છે તેને નિમિત્તરૂપે (વા સહુચરરૂપે) જાણવા તે અસદ્દભૂત વ્યવહારનય છે. ત્યાં એ વ્યવહારરત્નત્રય છે માટે નિશ્ચયરત્નત્રય પ્રગટયું છે એમ નથી અર્થાત્ વ્યવહારરત્નત્રય કાંઈ નિશ્ચયનું કર્તા નથી.
પ્રશ્ન- પણ એ નિમિત્ત કારણ તો છે ને?
સમાધાન- હા; નિમિત્ત કારણ છે. પણ એનો અર્થ શું? એને અસભૂત વ્યવહારનયથી કારણ કહેવામાં આવે છે. એનો અર્થ એ જ થાય છે કે તે વાસ્તવિક–ખરું કારણ નથી. તેને કારણે માત્ર આરોપ આપીને કહેવામાં આવે છે. ઝીણી વાત છે ભાઈ ! વ્યવહાર સમકિત અર્થાત્ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ અને પંચમહાવ્રતાદિના પરિણામનો વિકલ્પ-એ બધું અસદ્દભૂત વ્યવહારનય છે. એટલે કે તે વાસ્તવિક કારણ નથી પણ આરોપિત કારણ છે. તે મોક્ષમાર્ગમાં કાંઈ–કિંચિત્ પણ-કાર્યકારી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #324
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૦૮ ]
વચન રત્નાકર ભાગ-૭ પ્રશ્ન- હા, પણ તે બાધા તો નથી કરતા ને?
સમાધાન - ભાઈ! વર્તમાન ( પ્રગટ મોક્ષમાર્ગમાં) બાધા નથી કરતા; તો પણ તે છે તો વિઘન (વિપ્ન) રૂપ. વર્તમાનમાં જે રાગ આવ્યો છે તે બાધક નથી કેમકે જ્ઞાનધારા ને કર્મધારા બેય એકસાથે હોય છે; બેયને એકસાથે રહેવામાં વિરોધ નથી એ વાત તો આવી ગઈ છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે વર્તમાન જેટલા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ થયા છે તે જ્ઞાનધારા છે અને તે જ કાળે જેટલો રાગ બાકી છે તેને નિમિત્ત તરીકે-આ બીજી ચીજ છે એમ-માત્ર જાણવામાં આવે છે; માટે વર્તમાન વિઘન (વિપ્ન) નથી, છતાં જેટલી પર્યાય રોકાઈ ગઈ છે તેટલું તો વિઘન છે; કેમકે વર્તમાનમાં જેટલો રાગ છે તે છે તો દોષરૂપ. ભાઈ ! વ્યવહારરત્નત્રય પણ દોષરૂપ જ છે. અહાહા...! ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં દષ્ટિ, જ્ઞાન ને રમણતા-એ ત્રણેયનું એકત્વ પરિણમન થવું તે સત્યાર્થ એટલે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે કાળે જે રાગ હોય છે તે તત્કાલ બાધક નથી તોપણ એ સ્વયં તો દોષરૂપ છે અને જ્ઞાની તેની નિર્જરા કરી દે છે. સમજાણું કાંઈ...? અહીં અજ્ઞાનીને તો એવું ઊંધું શલ્ય પડી ગયું છે કે આ વ્યવહાર કરવાથી નિશ્ચય થશે, વ્યવહાર નિશ્ચયનું કારણ છે; પણ ભગવાનનો મારગ બહુ જુદો છે બાપા !
શું કીધું? કે સદાય પરમાત્મસ્વરૂપ એવા ભગવાન આત્માના આશ્રયે જે દર્શનજ્ઞાન-ચારિત્રની નિર્મળ રત્નત્રયરૂપ પરિણતિ ઉત્પન્ન થઈ તે નિશ્ચય મોક્ષમાર્ગ છે અને તે ધર્મ છે. આવા ધર્મના આચરણથી જેને અંદર અતીન્દ્રિય આનંદની ભરતી આવી છે તે ધર્મી છે. આવા ધર્મી જીવની અહીં વાત ચાલે છે. કહે છે-ઉદયનો ઉપભોગ ત્રણ પ્રકારનો હોય છે-અતીત, વર્તમાન ને ભવિષ્ય. હવે એ ત્રણમાંથી પ્રથમ અતીત ઉપભોગ તો વીતી ગયો છે, એટલે કે ભૂતકાળનો ઉપભોગ તો વર્તમાન છે નહિ. માટે તે પરિગ્રહભાવને ધારતો નથી. શું કહ્યું? કે ભૂતકાળનો રાગ તો ચાલ્યો ગયો છે, માટે તે પરિગ્રપણે વર્તમાન છે નહિ. આવી વાત ! હવે કહે છે
અનાગત ઉપભોગ જો વાંછવામાં આવતો હોય તો જ પરિગ્રહભાવને ધારે.'
જુઓ, ધર્મીને-કે જેને આનંદની દશા અંદર ઉત્પન્ન થઈ છે તેને-ભવિષ્યના કોઈ પણ ઉપભોગની વાંછા નથી. ભાઈ ! ભવિષ્યના કોઈ રાગના કે વિષયના ભોગની વાંછા ધર્મીને હોતી નથી. અહાહા...! તેને તો એક નિરાકુલ આનંદના ઉપભોગની ભાવના હોય છે. બહુ ઝીણો ધર્મ પ્રભુ! ભગવાન આત્મા અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ છે. તેના આશ્રયે જેને પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ પ્રગટ થયો છે તેને ધર્મ પ્રગટ થયો છે અને તે ધર્મી છે. “સિદ્ધ સમાન સદા પદ મેરો”—એમ આવે છે ને? એ તો દ્રવ્યસ્વભાવ હો, પર્યાય નહિ. પર્યાયમાં તો સિદ્ધપદ ત્યારે પ્રગટે છે કે જ્યારે પરમાનંદની મૂર્તિ પ્રભુ આત્માનો પરિપૂર્ણ આશ્રય સિદ્ધ (પ્રગટ) થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #325
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૫ ]
[ ૩૦૯
અહાહા...! આનંદ એ આત્માનો ધર્મ છે ને ભગવાન આત્મા ધર્મી છે. હવે તે ધર્મ (– ગુણ, સ્વભાવ ) તો ત્રિકાળ છે અને તેના આશ્રયે પ્રગટ થયેલો વર્તમાન આનંદ તે વર્તમાન ધર્મ છે. આનંદની પરમ-ઉત્કૃષ્ટ દશા પ્રગટે તે સિદ્ધપદ છે. લ્યો, આવું બધું સમજવું પડશે હોં; બાકી બહારમાં-ધૂળમાં તો કાંઈ નથી. ભાઈ! આ સમજ્યા વિના કલ્યાણ નથી.
અજ્ઞાની એમ માને છે કે-વ્યવહાર કરતાં કરતાં-વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ કરતાં કરતાં નિશ્ચય થશે. પણ તેની એ માન્યતા જૂદી છે, સાવ વિપરીત છે. અરે ભાઈ! શું રાગ કરતાં કરતાં વીતરાગતા થાય? ન થાય. રાગ કરતાં કરતાં વીતરાગ દશા થાય એમ માનવું એ તો વિરુદ્ધ છે. તદ્દન વિરુદ્ધ છે. અહીં કહે છે-જેને વર્તમાનમાં આનંદનો અનુભવ થયો છે અર્થાત્ જેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર-ચારિત્ર ભલે વર્તુ-ઓછું હોપ્રગટ થયાં છે તેને ભૂતકાળનો ઉપભોગ તો ચાલ્યો ગયો હોવાથી તેની વાંછા નથી અને તેથી તેનો એને પરિગ્રહ પણ નથી. તથા તેને ભવિષ્યના ભોગની પણ વાંછા નથી; કેમકે જેને અંત૨માં આનંદનો અનુભવ વિધમાન છે તેને (અન્ય) ભોગની વાંછા કયાંથી આવે ? અહા ! ભારે વાત ભાઈ ! આ તો અહીં નિર્જરા કોને થાય છે એની વાત કરે છે.
અહા ! જ્ઞાનીને ભવિષ્યના ભોગની પણ વર્તમાન વાંછા નથી. એ તો હવે પછીની ૨૧૬ મી ગાથામાં વેધ-વૈદકભાવ દ્વારા વિસ્તારથી સમજાવશે. વર્તમાન કાંક્ષા કરે છે તે વેધભાવ અને ભવિષ્યમાં ભોગવવાનો જે ભાવ આવે છે તેને વેદકભાવ કહે છે. તો, વિભાવની વર્તમાનમાં જ્ઞાનીને વાંછા નથી અને ભવિષ્યમાં ભોગવવાનો જે વિભાવભાવ છે તેની પણ જ્ઞાનીને વાંછા નથી. બહુ ઝીણી વાત ભાઈ ! આવું હોય તો ઠીક-એમ વાંછા કરવી તે વેધભાવ છે. તે વેધભાવના કાળે વેદકભાવ છે નહિ કેમકે વર્તમાનમાં
(વાંછિતનો ) અનુભવ તો છે નહિ. અને જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેધભાવ-વાંછ રહેતી નથી. માટે જ્ઞાનીને વિભાવનો વેધ-વેદકભાવ હોતો જ નથી-એમ કહે છે. આ તો ગાથા ૨૧૬ નો ઉપોદ્ઘાત છે ને? વિસ્તારથી આ બધું ૨૧૬ મી ગાથામાં આવશે. ઝીણી વાત છે ભગવાન !
ભગવાન આત્મા અતીન્દ્રિય જ્ઞાન ને આનંદસ્વરૂપની મૂર્તિ પ્રભુ છે. તેની સન્મુખ થતાં આનંદ ને વીતરાગી શાંતિ પ્રગટે છે અને તે મોક્ષમાર્ગ છે. અહા ! આવા મોક્ષમાર્ગને પ્રાસ થવાથી જેને અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ અંતરમાં આવ્યો છે તેને, કહે છે, ભૂતકાળનો ભોગ તો વર્તમાનમાં પરિગ્રહપણે છે નહિ અને તેને ભવિષ્યની-ભવિષ્યના ભોગની-વાંછા નથી. આ કારણે તેને ભૂત ને ભવિષ્યનો ઉપભોગ પરિગ્રહભાવને ધારતો નથી. અહાહા...! કહે છે-ભવિષ્યનો ઉપભોગ જો વાંછવામાં આવે તો જ તે ઉપભોગ પરિગ્રહભાવને પાત્ર થાય છે; પણ ભવિષ્યના
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #326
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૦ ]
ચિન રત્નાકર ભાગ-૭ ભોગની તો જ્ઞાનીને વાંછા છે નહિ. માટે જ્ઞાનીને ભવિષ્યનો ઉપભોગ પરિગ્રહભાવને ધારતો નથી. બે (ભૂત ને ભવિષ્ય) ની વાત આવી. હવે..
પ્રશ્ન- આ પાંચમાં ગુણસ્થાનની વાત છે ને? સમાધાન:- ના, આ ચોથા ગુણસ્થાનની વાત છે. પ્રશ્ન- નિદાન તો પાંચમે....? (પાંચમેથી નથી હોતું ને ?)
ઉત્તર:- ભાઈ ! ચોથે ગુણસ્થાનેથી જ નિદાન છે નહિ. “નિ:શત્યો વ્રતી'—એમ સૂત્ર તત્ત્વાર્થસૂત્રમાં આવે છે ને ? ભાઈ ! ત્યાં તો જેને મિથ્યાદર્શન શલ્ય, માયા શલ્ય અને નિદાન શલ્યનો-ત્રણનો અભાવ થયો છે તેને સમ્યગ્દર્શન થયું છે અને તેને અંત:સ્થિરતા વધે ત્યારે વ્રતનો વિકલ્પ હોય ત્યારે તેને “વ્રતી ” કહેવામાં આવે છે. શું કહ્યું? વ્રતી કોને કહીએ ? કે જેને મિથ્યાદર્શન ગયું છે, રાગની રુચિ છૂટી ગઈ છે, જે વ્યવહારરત્નત્રય હોય તેની પણ જેને રુચિ નથી અને સ્વસ્વરૂપના આનંદની જ જેને રુચિ છે તે માયા, મિથ્યાત્વ ને નિદાન એમ ત્રણ શલ્યોથી રહિત સમકિતી છે અને તેને જ્યારે વ્રતનો વિકલ્પ આવે છે ત્યારે તે વ્રતી થાય છે. સમજાણું કાંઈ..? ભાઈ ! મિથ્યાત્વાદિ શલ્ય હોય તેને વ્રત હોતાં નથી એમ વાત છે.
અહાહા...! વ્રત કોને હોય? કે જેને મિથ્યા શલ્યોનો નાશ થયો હોય તેને વ્રત હોય છે. મિથ્યા શલ્યનો નાશ કયારે થાય? કે પર પદાર્થની ક્રિયા હું કરી શકતો નથી, રાગથી-વ્યવહારરત્નત્રયના રાગથી પણ મને કોઈ લાભ નથી, એક શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે જ મને લાભ (ધર્મ) છે આવું સ્વાશ્રયે જ્ઞાન-શ્રદ્ધાન કરે ત્યારે મિથ્યા શલ્યનો નાશ થાય છે. અહા ! સ્વસમ્મુખતાના પરિણામ વિના સમ્યગ્દર્શન નહિ અને સમ્યગ્દર્શન વિના કોઈ વ્રત હોતાં નથી. વ્યવહારરત્નત્રય એ પરસમ્મુખતાના પરિણામ છે, માટે તેના આશ્રયે સમ્યગ્દર્શન કે વીતરાગતા પ્રગટતાં નથી. આવી વાત છે. ' અરેરે ! એણે અનંતકાળમાં સ્વદયા નથી કરી ! ભાઈ ! રાગની ઉત્પત્તિ ન થવી તે સ્વદયા છે. ભગવાન ! પરની દયા તો તું પાળી શકતો નથી અને પરની દયા પાળવાનો જે ભાવ થાય છે તે રાગ છે અને રાગ છે તેથી તે હિંસાનો ભાવ છે. આકરી વાત છે ભાઈ ! પણ જે ભાવે તીર્થંકર નામકર્મ બંધાય તે ભાવ પણ અપરાધ છે, હિંસા છે. દિગંબર સંત શ્રી અમૃતચંદ્રાચાર્યદવે શ્રી પુરુષાર્થસિદ્ધયુપાય માં (છંદ ૪૪ માં ) આમ કહ્યું છે.
આ સમયસાર મૂળ કુંદકુંદાચાર્યનું છે, અને એની ટીકા શ્રી અમૃતચંદ્રાચાર્ય કરી છે. અહાહા...! તે વનવાસી દિગંબર સંતો ભગવાન કેવળીના કેડાયતો છે. તેઓ કહે છેભગવાન! તું એક વાર સાંભળતો ખરો ! કે જે ભાવથી તીર્થંકર-ગોત્ર બંધાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #327
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૧૧
સમયસાર ગાથા-૨૧૫ ] કે જે ભાવથી આહારક શરીર બંધાય (આહારક શરીર આહારક ઋદ્ધિધારી મુનિને હોય છે) તે ભાવ અપરાધ છે કેમકે તે રાગ છે, બંધનું કારણ છે. અહા !! જે બંધનું કારણ હોય તે ધર્મ કેમ હોય ? ધર્મ તો અબંધ પરિણામ છે અને પંચમહાવ્રતાદિના પરિણામ તો આસ્રવ-બંધારૂપ છે. મારગ તો આવો છે ભાઈ ! કોઈ માની લે કે અમે મહાવ્રત પાળીએ છીએ તે ધર્મ છે તો એમ છે નહિ, કેમકે એ તો રાગ છે, ચારિત્રનો દોષ છે, ચારિત્ર તો સ્વરૂપમાં રમવું તે છે. શ્રી કુંદકુંદાચાર્યનું પ્રવચનસાર છે ને? તેમાં ‘સ્વરૂપે વેરણ વારિત્ર’–સ્વરૂપમાં ચરવું તે ચારિત્ર છે એમ કહ્યું છે. અહાહા.! ચારિત્ર કોને કહીએ? કે અતીન્દ્રિય આનંદસ્વરૂપ ભગવાન આત્મામાં-સ્વ-સ્વરૂપમાં રમવું, અંદર આનંદની કેલિ કરવી, અહાહા..! અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું એનું નામ ચારિત્ર છે.
અહીં કહે છે-ધર્મી જીવને એક આનંદની જ ભાવના છે. અહાહા....! પોતાની દશામાં એક આનંદ પ્રગટ કરવાની જ ધર્મીને ભાવના છે. જુઓ, અંદર અનંતગુણસ્વરૂપ પ્રભુ આત્મામાં એક “ભાવ” નામની શક્તિ છે. શું કહ્યું? કે જેમ આત્મામાં જ્ઞાનગુણ છે, આનંદગુણ છે તેમ “ભાવ” નામનો પણ તેમાં ગુણ છે. ૪૭ શક્તિના પ્રકરણમાં આ વાત આવે છે. હવે જેને અખંડ એકરૂપ ચિકૂપ પ્રભુ આત્માનું ભાન થયું છે તેને તે ભાનમાં અંદર જે ભાવશક્તિ છે તેની પણ પ્રતીતિ આવી છે. તો તે ભાવશક્તિનું કાર્ય શું છે? તો કહે છે કે ભાવશક્તિના કારણે તેને વર્તમાન કોઈ નિર્મળ પર્યાય થાય, થાય ને થાય જ; કરવી પડે એમ પણ નહિ, ગજબ વાત છે ભાઈ ! ભાવશક્તિનો ધરનારો ગુણી-પ્રભુ આત્મા શુદ્ધ અને ભાવશક્તિ પણ શુદ્ધ. અને તેનું કાર્ય શું? તો એનું કાર્ય એ છે કે સમયે સમયે આત્મામાં નિર્મળ પર્યાય થાય જ છે, હોય જ છે.
શું કહ્યું? કે કોઈ ગુણ છે તો તેનું કાર્ય પણ હોય ને? તેની પર્યાય હોય ને? તો ભાવશક્તિનું કાર્ય શું છે? તો કહે છે-જેને શક્તિ અને શક્તિમાન પ્રભુ આત્માની પ્રતીતિ થઈ છે તેને સમયે સમયે થવાવાળી નિર્મળ પર્યાય થયા વિના રહે જ નહિ, થાય જ-એ ભાવશક્તિનું કાર્ય છે. જે રાગ થાય તેની અહીં વાત નથી કેમકે ભાવશક્તિનું પરિણમન તો નિર્મળ પરિણમન થવું તે છે; અને ત્યારે જે મલિન પરિણામ આવે છે તેનો તો તે (જ્ઞાની) જ્ઞાતા જ છે. વળી તે મલિન પરિણામને જાણવાવાળી પર્યાય પણ શુદ્ધ ભાવશક્તિના કારણે ઉત્પન્ન થાય જ છે. ઝીણી વાત છે ભાઈ ! ભાવશક્તિના કારણે ઉત્પન્ન થયેલી નિર્મળ પર્યાય, જે પ્રકારનો રાગ બાકી છે તેને જાણતી સહજ પોતાથી ઉત્પન્ન થાય છે. અહાહા..! શુદ્ધ પરિણતિ કરવી એવું પણ ત્યાં કયાં છે? અહો ! સંતોએ અદ્દભુત વાતો કરી છે! અહા ! જગતને ન્યાલ કરી દીધું છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #328
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨ ]
ચન રત્નાકર ભાગ-૭ અહાહા...! જેને પોતાની અનંત ઋદ્ધિની-આનંદસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ, પવિત્રતાસ્વરૂપ, સ્વચ્છતાસ્વરૂપ, પ્રકાશસ્વરૂપ-એમ અનંતગુણસ્વરૂપ ઋદ્ધિની દષ્ટિ થઈ છે તેને કહે છે, ભૂતકાળનો ભોગ રહ્યો નથી તેથી તેનો તેને પરિગ્રહ રહ્યો નથી. અને ભવિષ્યના ભોગની તેને વાંછા નથી કેમકે જ્યાં આનંદસ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવ્યો ત્યાં તેને ભોગની વાંછા કેમ રહે? જેને અંતરમાં અતીન્દ્રિય આનંદની ભાવના ઉછળે છે તેને અન્ય ભોગની વાંછાથી શું કામ છે? કાંઈ નહિ. હવે વર્તમાનની વાત કરે છે
“અને જે પ્રત્યુત્પન્ન ઉપભોગ તે રાગબુદ્ધિએ પ્રવર્તતો હોય તો જ પરિગ્રહભાવને
ધારે.'
શું કહ્યું? કે વર્તમાન ઉપભોગ જો રાગબુદ્ધિએ હોય તો જ પરિગ્રહપણાને પામે. પણ જ્ઞાનીને તો રાગનો વિયોગ છે. અહાહા..ધર્મી જીવને રાગ આવે છે ખરો, પણ તેને રામનો વિયોગ છે, અર્થાત્ રાગનો પર્યાયમાં સદભાવ નથી એમ કહે છે. એટલે શું? કે જ્ઞાનીને રાગની રુચિ નથી, રાગનો રાગ નથી. તેને રાગ છે પણ દૃષ્ટિમાં તેનો વિયોગ છે કેમકે તે હેય છે ને? જ્ઞાનીને રાગ હેય છે તેથી “રાગ છે નહિ”—એમ કહ્યું છે. તેથી વર્તમાન ઉપભોગ ધર્મોન છે નહિ. આ પ્રમાણે ત્રણે કાળનો ઉપભોગ ધર્મીને હોતો નથી એમ સિદ્ધ થાય છે. અહાહા..! ત્રિકાળી ભગવાન જ્યાં નજરમાં-અનુભવમાં આવ્યો ત્યાં ત્રણે કાળના ભોગની વાંછા સમાપ્ત થઈ જાય છે, રહેતી નથી. વિશેષ એ જ કહે છે
“પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે રાગબુદ્ધિ તેનો અભાવ છે.'
જુઓ, રાગ શુભ હો કે અશુભ હો; જ્ઞાનીની દષ્ટિમાં તો સર્વ રાગથી ભેદજ્ઞાન થયું છે. અહાહા...! ધર્મીને રાગથી ભેદજ્ઞાન થયું છે માટે તેને રાગનો રાગ છે નહિ. માટે તેને રાગનો વિયોગ છે. જુઓ, ‘વિયો | વુદ્ધિા'—એમ પાઠમાં છે ને? છે? બીજું પદ છે. અહાહા...! જેને આનંદના-નિરાકુલ આનંદના-રસનો સ્વાદ આવ્યો તે રાગની-દુઃખની ભાવના કેમ કરે? વર્તમાનમાં રાગ આવ્યો છે પણ તેમાં તેને એકત્વ નથી. તેથી વર્તમાન ઉપભોગ પરિગ્રસ્પણાને પામતો નથી. અહાહા...“રાગ મારો છે' –એમ પરિગ્રહપણાને પામતો નથી. અહા ! આવો વીતરાગ મારગ બાપા ! બહુ સૂક્ષ્મ ! ને બહુ દુર્લભ!
જ્ઞાનીને અનંતાનુબંધી સંબંધી રાગ છૂટી ગયો છે અને તે રાગ છૂટી ગયો છે તો તેને રાગનો વિયોગ છે એમ કહે છે. જ્ઞાનીને રાગ થાય છે છતાં તેને રાગથી સંબંધ જ નથી એમ કહે છે. રાગથી ભેદજ્ઞાન કર્યું છે ને! તેથી રાગ સાથે તેને કાંઈ સંબંધ નથી. અહા! આવી વાત ને આવી સૂક્ષ્મ વસ્તુ! વર્તમાનમાં તો એની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #329
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૫ ]
[ ૩૧૩
વાત સાંભળવા મળવી પણ મુશ્કેલ છે. જ્યાં ત્યાં વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો;–ને કલ્યાણ થઈ જશે-એવી પ્રરૂપણા ચાલે છે. પણ ભાઈ! એવી માન્યતા મિથ્યાત્વ છે, એવું શ્રદ્ધાન મિથ્યા શ્રદ્ધાન છે. શું રાગની ક્રિયાથી આત્માનું કલ્યાણ થાય? ન થાય. આત્માનું કલ્યાણ તો એક વીતરાગભાવથી જ થાય છે.
ત્યારે કોઈ કહે છે–તે (રાગની ક્રિયા ) કરતાં કરતાં તો થાય ને?
સમાધાનઃ- અરે ભાઈ! તું શું કહે છે આ? શું લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવે ? ન આવે. તેમ શું રાગ કરતાં કરતાં વીતરાગી સમ્યગ્દર્શન પ્રગટ થાય ? ન થાય. ભાઈ! રાગ કરતાં કરતાં થાય એ તો ભારે વિપરીત માન્યતા છે. અહા! સમ્યગ્દર્શન વિના જેટલાં વ્રત, તપ છે તે બધાંય બાળવ્રત ને બાળતપ છે. ભાઈ ! આત્મકલ્યાણનો માર્ગ બહુ જુદો છે બાપા!
અહીં કહે છે–વર્તમાન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહભાવને ધારતો નથી. કેમ ? કેમકે તેને એમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. એ તો નિર્જરા અધિકા૨ની (૧૯૪ મી ) ગાથામાં આવી ગયું કે શાતા-અશાતાનો ઉદય નિયમથી વેદનમાં તો આવે છે અને તેથી જ્ઞાનીને થોડી અશુદ્ધતા થાય છે; પરંતુ તે ખરી જાય છે માટે તેને નિર્જરા કહે છે. તેમ અહીં કહે છે-જ્ઞાનીને કંઈક અશુદ્ધતા છે, પણ રાગબુદ્ધિ છૂટી ગઈ છે અને તેથી તે પરિગ્રહપણાને પામતી નથી. અહા ! આવો માર્ગ બહુ સૂક્ષ્મ છે ભાઈ !
કહે છે-પ્રત્યુત્પન્ન કર્યોદય-ઉપભોગ જ્ઞાનીને રાગબુદ્ધિએ પ્રવર્તતો જોવામાં આવતો નથી. અહાહા...! જ્ઞાની, રાગ મારું કર્તવ્ય છે એમ રાગબુદ્ધિથી વા રાગથી મને લાભ છે, સુખ છે–એમ રાગમાં સુખબુદ્ધિથી પ્રવર્તતો જોવામાં આવતો નથી. બહુ સૂક્ષ્મ વાત છે ભાઈ ! અહા ! આવી વાત ભગવાન જિનેશ્વરના માર્ગ સિવાય બીજે કયાંય છે નહિ.
અહાહા...! જેને નિજ સ્વસંવેદનજ્ઞાનમાં નિર્મળાનંદનો નાથ ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્મા જણાયો અને નિરાકુલ આનંદનો સ્વાદ આવ્યો તેને, અહીં કહે છે, પૂર્વના ઉદયથી વર્તમાન જે ભોગ છે તેમાં રાગબુદ્ધિ નથી. તો કેવી રીતે છે? તો કહે છે–જ્ઞાની તેમાં વિયોગબુદ્ધિએ વર્તે છે. કેમ ? તો કહે છે-કા૨ણ કે અજ્ઞાનમયભાવ જે રાગબુદ્ધિ તેનો જ્ઞાનીને અભાવ છે. છે? છે અંદર? અહાહા...! રાગબુદ્ધિ છે તે અજ્ઞાનમય ભાવ છે અને તેનો જ્ઞાનીને અભાવ છે.
જુઓ, ભગવાન આત્મા જ્ઞાનમય ભાવ છે, જ્યારે રાગ અજ્ઞાનમય ભાવ છે. કેમ ? કેમકે રાગમાં જ્ઞાનમય ભાવનો અંશ નથી. જ્ઞાનસ્વભાવી ભગવાન આત્માની જ્ઞાનપરિણતિનો
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #330
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અર્થાત્ પંચમભાવની પરિણતિનો રાગમાં અભાવ છે માટે તે અજ્ઞાનમય ભાવ છે. અજ્ઞાનમય ભાવ એટલે માત્ર મિથ્યાત્વભાવ જ એમ નહિ. હા, રાગને પોતાનો માને વા ભલો માને તે મિથ્યાત્વ ભાવ છે અને તે જ્ઞાનીને નથી. અને જે દયા, દાન આદિ રાગભાવ આવે છે તે પણ અજ્ઞાનમય ભાવ છે અને તેમાં જ્ઞાની રાગબુદ્ધિએ પ્રવર્તતો નથી માટે તેનો એને પરિગ્રહુ નથી એમ કહે છે. અહાહા...! જ્ઞાનસંપન્ન એવો જ્ઞાની, રાગ કે જે અજ્ઞાનમય ભાવ છે તેનો પરિગ્રહ, તેની પકડ કેમ કરે? લ્યો, આવું બધું ઝીણું!
પ્રશ્ન:- રાગ તો એક સમયનો છે, તો તેને કેવી રીતે પકડી શકાય?
ઉત્તર- ભાઈ ! રાગ જે સમયે છે તે જ સમયે, “તે મારો છે વા એનાથી મને લાભ છે”—એમ અજ્ઞાનીને પકડ હોય છે. પકડ તો તે એક સમયે જ હોય, બીજા સમયે નહિ. પહેલા સમયે રાગ આવે ને તેને બીજા સમયે પકડવો એમ નથી. પરંતુ જ્ઞાનીનો ઉપયોગ તો સ્વમાં વળેલો છે ને? તેથી તેને “રાગ મારો છે”—એમ રાગની પકડ નથી એમ કહે છે. અહાહા...! રાગના કાળે જ્ઞાનીને તો જ્ઞાનની ને આનંદની પકડ છે; પરંતુ રાગની પકડ નથી. રાગને તો તેણે જ્ઞાનથી જુદો પાડી દીધો છે અને તેથી જ્ઞાનીને નિર્જરા જ થાય છે. આવી વાત છે! હુવે કહે છે
અને કેવળ વિયોગબુદ્ધિએ જ (હેયબુદ્ધિએ જ) પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ
નથી, ,
જોયું ? જ્ઞાનીને રાગ છે તો ખરો, પણ કેવળ વિયોગબુદ્ધિએ એટલે હેયબુદ્ધિએ છે. જ્ઞાની રાગબુદ્ધિએ પ્રવર્તતો નથી એમ પહેલાં નાસ્તિથી કહ્યું કે હવે કેવળ વિયોગબુદ્ધિએ જ પ્રવર્તે છે એમ અસ્તિથી કહે છે. જ્ઞાની (રાગમાં) હેયબુદ્ધિએ પ્રવર્તમાન છે કેમકે વ્યવહારરત્નત્રયનો રાગ પણ પોતાની ચીજ નથી એમ તે માને છે. આ પ્રમાણે કેવળ યબુદ્ધિએ જ પ્રવર્તમાન તેને રાગ ખરેખર પરિગ્રહ નથી. હવે આવો ભગવાનનો મારગ છે; તેમાં બીજું શું થાય? (માર્ગ તો જેમ છે તેમ છે).
“વિયોગબુદ્ધિ' એટલે શું? સમજ્યા? એટલે કે સંબંધબુદ્ધિ નહિ, પણ વિયોગબુદ્ધિ, હેયબુદ્ધિ કહે છે-“વિયોગબુદ્ધિએ જ પ્રવર્તતો તે ખરેખર પરિગ્રહ નથી. માટે પ્રત્યુત્પન્ન કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહ નથી.” અહાહા...! રાગમાં એ–બુદ્ધિ નથી અને તે કારણે જ્ઞાનીને વર્તમાન જે ભોગ છે તે પરિગ્રહ નથી. હવે જ્યાં રાગનો પરિગ્રહુ નથી ત્યાં પૈસા-બૈસા આદિના પરિગ્રહની વાત તો કયાંય રહી ગઈ. સમજાણું કાંઈ...? હવે કહે છે
જે અનાગત ઉપભોગ તે તો ખરેખર જ્ઞાનીને વાંછિત જ નથી કારણ કે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ છે. માટે અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહુ નથી.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #331
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૧૫
સમયસાર ગાથા-૨૧૫ ]
શું કીધું? કે જ્ઞાનીને અનાગત નામ ભવિષ્યના ઉપભોગની વાંછા જ નથી, કેમકે તેને ભવિષ્યમાં તો વર્તમાન એકાગ્રતાની પૂર્ણતારૂપ મોક્ષની જ વાંછા છે. જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ જે વાંછા તેનો અભાવ હોવાથી અનાગત કર્મોદય-ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહપણું પામતો નથી. અહાહા..જ્યાં રાગનો તેને પરિગ્રહ નથી ત્યાં લક્ષ્મી, કીર્તિ કે ચક્રવર્તીનો વૈભવ મને હો એવી પકડ તો તેને હોય જ કયાંથી ? આ પ્રમાણે જ્ઞાનીને ત્રણકાળ સંબંધી ઉપભોગ પરિગ્રહપણાને પામતો નથી.
* ગાથા ૨૧૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “અતીત કર્મોદય-ઉપભોગ તો વીતી જ ગયો છે.” ભૂતકાળનો ઉપભોગ તો વર્તમાન છે નહિ. એટલે તે ઉપભોગનો પરિગ્રહ જ્ઞાનીને નથી. વળી,
અનાગત ઉપભોગની વાંછા નથી, કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે ?
જોયું? સમકિતી-જ્ઞાની ભગવાન આત્માના જ્ઞાન ને આનંદની ભાવના કરે કે રાગની? ધર્મીને અનાગત ઉપભોગની વાંછા નથી. જેને તે વર્તમાનમાં હેયપણે જાણે તેની ભવિષ્યના ઉપભોગ માટે કેમ વાંછા કરે? ન કરે.
પ્રશ્ન- એ તો ઠીક; પણ હુમણાં પૈસાનું દાન કરીએ, ભક્તિ આદિ કરીએ; ધર્મ તો પછીના ભાવમાં કરીશું.
ઉત્તર:- અરે ભાઈ ! પૈસા શું તારા છે? અને તેનું દાન શું તું કરી શકે છે? પૈસા તો જડ, ધૂળ-માટી છે અને તે જડના છે. એ મારા છે અને તેનું દાન હું કરી શકું છું એવી માન્યતા તો મિથ્યાત્વ છે જે વડે સંસારની જ વૃદ્ધિ થાય છે. હવે આવું મિથ્યાત્વનું સેવન ક્યાં છે ત્યાં હવે પછીનો ભવ કેવો હશે? વિચાર કર ભાઈ ! (ધર્મ તો પછીના ભવમાં કરીશું એ તો શેખચલ્લીનો વિચાર છે.)
પ્રશ્ન:- પરંતુ દાનથી કંઈક ધર્મ તો થાય ને?
ઉત્તરઃ- ધૂળેય ધર્મ ન થાય સાંભળને. દાન-આહારદાન, ઔષધદાન, અભયદાન, જ્ઞાનદાન-શુભભાવ છે ને એનાથી પુણ્ય થાય છે પણ ધર્મ નહિ. ભાઈ ! પરદ્રવ્યના લક્ષ જેટલો ભાવ થાય છે તે બધોય રાગ છે. એક સ્વદ્રવ્યના લક્ષે જ વીતરાગતા અર્થાત્ ધર્મ થાય છે. અહાહા...! ત્રિલોકનાથ તીર્થંકરદેવ એમ કહે છે કે જ્યારે અમે છદ્મસ્થ મુનિ હતા ત્યારે અમને કોઈએ આહાર દીધો હતો તો તેને શુભભાવ હતો પણ ધર્મ નહીં; કેમકે પદ્રવ્યના આશ્રયે કયારેય ધર્મ થતો નથી, એક સ્વદ્રવ્યના આશ્રયે જ ધર્મ થાય છે–આ મહાસિદ્ધાંત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #332
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
અહીં કહે છે કે-જ્ઞાનીને અનાગત ઉપભોગની વાંછા નથી, કારણ કે જે કર્મને જ્ઞાની અહિતરૂપ જાણે છે તેના આગામી ઉદયના ભોગની વાંછા તે કેમ કરે? ન કરે.
વળી, ‘વર્તમાન ઉપભોગ પ્રત્યે રાગ નથી; કારણ કે જેને હેય જાણે છે તેના પ્રત્યે રાગ કેમ હોય?' ન જ હોય. હવે સરવાળો કહે છે કે- આ રીતે જ્ઞાનીને જે ત્રણકાળ સંબંધી કર્મોદયનો ઉપભોગ છે તે પરિગ્રહ નથી.' જ્ઞાનીને જ્ઞાનની-આનંદની જ ભાવના છે, રાગની ભાવના નથી તેથી ત્રણકાળ સંબંધી ઉપભોગ જ્ઞાનીને પરિગ્રહપણાને પામતો નથી. હવે કહે છે
જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઈલાજ કરે છે-રોગી જેમ રોગનો ઈલાજ કરે તેમ આ, નબળાઈનો દોષ છે. '
શું કહે છે? ‘જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે...' ભાઈ! આ તો જરી નિમિત્તથી સમજાવ્યું છે હો; બાકી બાહ્ય સાધનો કોણ ભેળાં કરી શકે? તે
પ્રકારનો રાગ આવ્યો છે તો સાધનો ભેળાં કરે છે' એમ કહેવામાં આવે છે. બાકી પદ્રવ્યને કોણ એકત્ર કરી શકે? કોઈ નહિ; કેમકે પદ્રવ્ય તો જડ સ્વતંત્ર પોતે પોતાથી પરિણમે છે.
જુઓ, કોઈ જ્ઞાની પુરુષો હોય તે વિવાહ આદિ કરે, છતાં તેમાં જે રાગ છે તેને તે દુઃખરૂપ ને હૈય માને છે. એ તો રાગરૂપી રોગના ઈલાજ તરીકે તત્કાલ તે ઉપાય કરે છે પણ તેમાં એને એકત્વબુદ્ધિ નથી. શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ-એ ત્રણેય તીર્થંકર ભગવાન ત્રણ જ્ઞાન ને ક્ષાયિક સમકિત લઈને જન્મ્યા હતા. ત્રણેય ચક્રવર્તી હતા, તીર્થંકર હતા ને કામદેવ પણ હતા. અહાહાહા...! ૯૬ હજાર તો સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં. પરંતુ તે આ રીતે-રાગમાં હૈયબુદ્ધિએ હોં; રાગના એક અંશને પણ પોતાનો માનતા ન હતા. માત્ર રોગનો ઉપચાર (ઈલાજ) કરતા હતા. કહ્યું ને કે–જ્ઞાની જે વર્તમાન ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઈલાજ કરે છેરોગી જેમ રોગનો ઈલાજ કરે તેમ.'
રોગી જે રોગનો ઈલાજ કરે છે તેને તે શું ભલો જાણે છે? શું તે એમ માને છે કે નિરંતર રોગ રહેજો અને તેનો ઈલાજ પણ કાયમ કરવાનો રહેજો જેથી સૌ જોવાવાળા ઘણા માણસો નિત આવતા રહે? રોગ હોય તો માણસો જોવા આવે ને? તો શું રોગ અને તેનો ઈલાજ કાયમ રહે એવી શું રોગીને ભાવના છે? ના; તેમ ધર્મીને રાગના રોગની પીડા છે અને તેનો ઉપભોગ વડે ઈલાજ પણ કરે છે, પણ એ બધું હૈયબુદ્ધિએ. તેને રાગની કે તેના ઉપચારની ભાવના નથી. અહા! સમકિતી ચક્રવર્તીને છન્નુ હજાર સ્ત્રીઓ સાથે ક્રીડા કરવાનો રાગ આવ્યો છે અને
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #333
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૫ ]
[ ૩૧૭ બહારમાં સામગ્રી પણ છે, છતા એ સર્વમાં તેને હેયબુદ્ધિ છે, દુઃખબુદ્ધિ છે, સમજાણું કાંઈ? ભાઈ ! આ તો પોતાની જૂની (મિથ્યા) માન્યતામાં મીંડાં મૂકે તો સમજાય એવું છે. બાકી અજ્ઞાની તો પૈસાનું દાન કર્યું એટલે ધર્મ થઈ ગયો એમ માને છે. પણ એમાં તો ધૂળેય ધર્મ થતો નથી સાંભળને.
કોઈ લાખો-કરોડો ખર્ચ કરીને બે-પાંચ મંદિરો બનાવે તોય એમાં ધર્મ થાય એમ નથી. કેમ? કેમકે એ તો બધો શુભરાગ છે. તે વડે પુણ્યબંધ થશે, પણ ધર્મ નહિ. તથા જે મંદિરો બને છે એ તો જડની ક્રિયા જડના કારણે બને છે. શું તે આત્માથી બને છે? જાઓ, આ પરમાગમ મંદિર છે ને? એ તો તે સમયે એની બનવાની ક્રિયા હતી તો તે તેના કારણે બન્યું છે. તેનો બનાવનારો કોઈ બીજો (આત્મા) છે જ નહિ. આવી વાત છે.
આ તો થઈ ગયા પછી આપ કહો છો?
ભાઈ ! થઈ ગયા પહેલાં પણ અમે તો આ જ કહેતા હતા. કાઠિયાવાડમાં પહેલાં કોઈ દિગંબર મંદિર ન હતું. ત્યારે પણ આ જ કહેતા હતા. આજે ૩૦ થી ૩૫ મંદિર થઈ ગયાં છે. (અત્યારે પણ આ જ કહીએ છીએ).
પણ એ તો આપના આધારે થયાં ને?
ભાઈ! એ તો એમ થવાનું હતું તો થયું છે. બાકી નિમિત્તથી કહેવાય એ જુદી વાત છે. નિમિત્ત છે તે કાંઈ પરનો કર્તા છે? નિમિત્ત વસ્તુ છે, પણ નિમિત્ત (પરનું) કર્તા નથી. કોઈને શુભભાવ થતાં ભગવાન નિમિત્ત હો, પણ ભગવાન તેના શુભભાવના કર્તા નથી. આવી વાત બાપા! તત્ત્વષ્ટિ બહુ સૂક્ષ્મ છે ભાઈ !
અહીં કહે છે-“જ્ઞાની વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે.' અહા ! આ વાંચી અજ્ઞાની કહે છે-જુઓ ! સમકિતી સાધન એકઠાં કરે છે કે નહીં?
અરે ભાઈ ! કઈ અપેક્ષાએ આ લખ્યું છે એ વિચાર તો ખરો. અસદભૂત વ્યવહારથી અને તેમાંય ઉપચારથી આ કહ્યું છે. અસદ્દભૂત ઉપચાર ને અસદ્દભૂત અનુપચાર-એમ બે પ્રકાર છે. તેમાં આ અસભૂત ઉપચાર વ્યવહારનયથી કથન છે. આત્મા કર્મને બાંધે છે એમ કહેવું તે અસદ્દભૂત અનુપચાર છે જ્યારે જ્ઞાની સામગ્રી ભેળી કરે છે એમ કહેવું તે અસદભૂત ઉપચાર વ્યવહારનય છે. ભાઈ ! આ તો ઉપચારનો ઉપચાર છે. અહા ! પણ શું થાય? (જ્યાં અપેક્ષાથી અર્થ ન સમયે ત્યાં શું થાય? )
અહાહા...! પોતે (આત્મા) સદાય જ્ઞાનસ્વરૂપ છે. તે શું કરે? શું રજકણને કરે? શું આંખને ફેરવે? શું પાંપણને હુલાવે? કે શું શરીરને ચલાવે? શું કરે આત્મા?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #334
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અરે ભાઈ! એ બધી તો જડની ક્રિયા છે. આ વાણી બોલાય છે તે પણ જડની ક્રિયા છે. તેમાં આત્માનું કાંઈ કર્તવ્ય નથી. આવી જેને અંતરમાં દષ્ટિ થઈ છે એ તો જ્ઞાતાદ્રષ્ટા થાય છે. તેને જે રાગ આવે છે તેનો પણ જ્ઞાતાદ્રષ્ટા છે. તે સાધનો ભેળાં કરે છે એમ કહેવું એ તો ઉપચરિત અસદ્દભૂત વ્યવહાર છે. ખરેખર તો એને સર્વ વિકલ્પ પ્રતિ હેયબુદ્ધિ જ હોય છે. કહ્યું ને કે છ— હજાર રાણીઓ સાથે લગ્ન કરવાના પરિણામ સમકિતી ચક્રવર્તીને થતા હોય છે પણ તેમાં તેને સુખબુદ્ધિ નથી પણ હેયબુદ્ધિ જ છે.
પ્રશ્ન- તો પછી તે લગ્ન શું કામ કરે?
સમાધાન:- પણ તેવો રાગ આવ્યા વિના રહેતો નથી. તે નબળાઈનો દોષ છે. પોતાની અશક્તિ છે એટલે રાગ આવે છે પણ તેમાં એને હેયબુદ્ધિ જ છે, ઉપાદેયબુદ્ધિ નથી. જ્ઞાની તો રાગને રોગ સમાન જાણે છે.
પ્રશ્ન:- આ જે રોગ થાય છે તેને તો ડોકટર (બીજા) મટાડે છે ને?
સમાધાનઃ- રોગ તો એને ઘેર રહ્યો. રોગને અને આત્માને શું છે? રોગ તો શરીરની-જડની દશા છે. ભાઈ ! આ શરીર છે તે જડ પુદ્ગલની દશા છે. શરીરમાં રોગનું થવું તે પરમાણુઓની તેવી દશારૂપે થવાની જન્મક્ષણ છે, તેનો ઉત્પત્તિ કાળ છે. તેમ રોગનું મટવું એ પણ શરીરના પરમાણુઓની તેવી દશા તેના કારણે થાય છે. તેમાં દાક્તરો શું કરે ? ધૂળમાંય દાક્તરો રોગને મટાડી દે નહિ. (દાક્તર રોગને મટાડે છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે ). આવી વાત છે.
અહીં કહે છે-જેમ રોગી રોગનો ઉપચાર કરે છે તેમ જ્ઞાની નબળાઈના કારણે જે રાગ આવે છે તેનો ઈલાજ કરે છે, પણ હેયબુદ્ધિએ જ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #335
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૬
कुतोऽनागतमुदयं ज्ञानी नाकांक्षतीति चेत्
जो वेददि वेदिज्जदि समए समए विणस्सदे उभयं। तं जाणगो दु णाणी उभयं पि ण कंखदि कयावि।। २१६ ।।
यो वेदयते वेद्यते समये समये विनश्यत्युभयम्।
तद्ज्ञायकस्तु ज्ञानी उभयमपि न कांक्षति कदापि।। २१६ ।। હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી? તેનો ઉત્તર કહે છે:
રે! વેધ વેદક ભાવ બન્ને સમય સમયે વિણસે,
-એ જાણતો જ્ઞાની કદાપિ ન ઉભયની કાંક્ષા કરે. ૨૧૬. ગાથાર્થ:- [૫: વેયd] જે ભાવ વેદે છે (અર્થાત્ વેદકભાવ) અને [વેદ્યતે] જે ભાવ વેદાય છે (અર્થાત્ વેધભાવ) [૩મયમ] તે બને ભાવો [સમયે સમયે] સમયે સમયે [ વિનશ્યતિ] વિનાશ પામે છે- [તજ્ઞાય5: _] એવું જાણનાર [ જ્ઞાન] જ્ઞાની [ ૩માન ]િ તે બને ભાવોને [ વા]િ કદાપિ [ ન કાંક્ષતિ] વાંછતો નથી.
ટીકા- જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે; અને જે *વેધ–વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે. ત્યાં, જે ભાવ કાંક્ષમાણ (અર્થાત વાંછા કરનારા) એવા વેધભાવને વેદે છે અર્થાત્ વેધભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારો) વેધભાવ વિનાશ પામી જાય છે, તે વિનાશ પામી જતાં, વેદકભાવ શું વેદે? જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેધભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેધભાવને વેદે છે, તો(ત્યાં એમ છે કે, તે બીજો વેધભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેદકભાવ નાશ પામી જાય છે; પછી તે બીજા વેધભાવને કોણ વેદે ? જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજ વેદકભાવ તેને વેદે છે, તો
* વેધ = વેરાવાયોગ્ય. વેદક = વેદનાર, અનુભવનાર.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #336
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
( સ્વાયત્તા) वेद्यवेदकविभावचलत्वाद्
वेद्यते न खलु कांक्षितमेव। तेन कांक्षति न किञ्चन विद्वान् सर्वतोऽप्यतिविरक्तिमुपैति
।।૬૪૭।।
(ત્યાં એમ છે કે) તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેધભાવ વિણસી જાય છે; પછી તે બીજો વૈદકભાવ શું વેદે? આ રીતે કાંક્ષમાણ ભાવના વૈદનની અનવસ્થા છે. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી.
ભાવાર્થ:- વેદકભાવ અને વેધભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેધભાવ હોતો નથી અને જ્યારે વેધભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે વૈદકભાવ આવે છે ત્યારે વેધભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે? અને જ્યારે વેધભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેધને કોણ વેદે? આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી. અહીં પશ્ન થાય છે કે-આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે; તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે? તેનું સમાધાનઃ- વેધ-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેધભાવ જ્યાં આવે ત્યાં સુધીમાં વૈદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વૈદકભાવ આવે ત્યાં સુધીમાં વેધભાવ નાશ પામી જાય છે; એ રીતે વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે? જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે.
હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:[ વેદ્ય–વેવ—વિમાવ-ચતત્વાત્ ]વેધ-વૈદકરૂપ વિભાવભાવોનું ચળ-પણું (અસ્થિ૨૫ણું ) હોવાથી [ હતુ] ખરેખર [ાંક્ષિતમ્ yવ વેદ્યતે ન] વાંછિત વેદાતું નથી; [ તેન ] માટે [ વિદ્વાન ગ્વિન ાંક્ષતિ ન] જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી; [ સર્વત: અપિ અતિવિરમ્િ ઐતિ] સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને (વૈરાગ્યભાવને) પામે છે.
ભાવાર્થ:- અનુભવગોચર જે વેધ-વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતા હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે? ૧૪૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #337
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩ર૧ સમયસાર ગાથા ૨૧૬ : મથાળુ હવે પૂછે છે કે અનાગત કર્મોદય-ઉપભોગને જ્ઞાની કેમ વાંછતો નથી? શું કહે છે? કે અનાગત એટલે ભવિષ્યના ભોગને જ્ઞાની વર્તમાનમાં કેમ વાંછતો નથી તેના ઉત્તરરૂપ ગાથા કહે છે:
* ગાથા ૨૧૬ : ટીકા ઉપરનું પ્રવચન * જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયક-ભાવસ્વરૂપ નિત્ય છે..'
શું કહ્યું? કે ભગવાન આત્મા ધ્રુવ ધ્રુવ ધ્રુવ એવા એક સ્વભાવભાવરૂપ જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે. જ્ઞાનીની દષ્ટિ આવા એક ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકસ્વભાવમાં સંલગ્ન છે. અહાહા.! જ્ઞાનીને એક ધ્રુવ સ્વભાવભાવની અખંડ એક જ્ઞાયકભાવની એકાગ્રતાની ભાવના હોય છે. તેથી જ્ઞાની તો સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે.
હવે કહે છે-“અને જે વધ-વેદક (બે) ભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે.'
જુઓ, વેધ એટલે કે ઇચ્છા કરનારો ભાવ અને વેદક એટલે કે અનુભવવા લાયકનો ભાવ. અહીં કહે છે-આ બન્ને ભાવો વિભાવભાવો છે અને તેઓ ઉત્પાદવ્યયસ્વરૂપ હોવાથી ક્ષણિક છે. એટલે શું? કે વર્તમાન જે ઇચ્છા થઈ કે “હું આને ભોગવું” તે ઇચ્છાકાળે-વેધકાળે ભોગવવાનો કાળ નથી. અહાહા...! ઇચ્છાકાળે-વેદ્યકાળ ભોગવવાનો કાળ નથી અને ભોગવવાનો કાળ આવે ત્યારે વેધ-ઇચ્છાનો કાળ નથી કેમકે ઇચ્છાનો કાળ ત્યારે વ્યતીત થઈ ગયો છે. સમજાણું કાંઈ....?
ફરીને
શું કહે છે? કે ધર્મની દષ્ટિમાં તો ધ્રુવ સ્વભાવભાવ ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ રહેલો છે. અને વર્તમાનમાં તે જેને ઇચ્છે છે તે વસ્તુ-વેદનલાયક વસ્તુ તત્કાળ તો છે નહિ તથા જ્યારે વેદનલાયક વસ્તુ આવે છે ત્યારે વેધ જે ઇચ્છા થઈ હતી તે હોતી નથી. માટે જ્ઞાની કાંઈ ઇચ્છતો નથી.
અહા! ધર્મીને વેધ-વેદકભાવની ભાવના કેમ નથી? તો કહે છે-ધર્મીની દષ્ટિ એક નિત્ય ધ્રુવસ્વભાવ ઉપર રહેલી છે; તેમ જ વર્તમાન કાંક્ષમાણ જે વેધભાવ કે આને ભોગવું-પૈસાને ભોગવું, સ્ત્રીને ભોગવું, મકાનને ભોગવું-આવો જે વેધભાવ તેના કાળે વેદક વસ્તુ-પૈસા, સ્ત્રી, મકાન-છે નહિ અને જ્યારે વેદક વસ્તુનો (પૈસા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #338
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩રર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આદિનો) અનુભવ કાળ આવે છે ત્યારે તે કાળે વેધ જે ઇચ્છા તેનો કાળ નથી કેમકે બન્ને ભાવો ક્ષણિક છે. આમ હોતાં ઇચ્છા પ્રમાણે વેદાતું નથી. માટે ધર્મીને વેધ-વેદકભાવની ભાવના નથી. અહા ! આવું ઝીણું છે !
હા, અજ્ઞાનીને પણ આવું તો ઘણી વખત બને છે? શું બને છે?
કે જ્યારે ઇચ્છા થાય ત્યારે ભોગવવાની વસ્તુ ન હોય અને ભોગવવાનો કાળ આવે ત્યારે ઇચ્છા ન હોય.
અરે ભાઈ ! અહીં અજ્ઞાનીની કયાં વાત છે? વર્તમાનમાં ભોગવવાયોગ્ય વસ્તુનો જોગ નથી માટે તો અજ્ઞાની ઇચ્છા કરે છે અને જ્યારે તે વસ્તુ આવે છે ત્યારે તે ઇચ્છા તો ચાલી ગઈ હોય છે. છે તો આમ, છતાં અજ્ઞાની તો ઇચ્છા કર્યા જ કરે છે. અહીં તો જ્ઞાની કેમ ઇચ્છા કરતો નથી, જ્ઞાનીને કેમ વેધ-વેદકભાવની વિભાવની ભાવના નથી એ વાત કરે છે. સમજાણું કાંઈ....!
જુઓ, ટીકામાં પહેલાં વેધ છે અને પછી વેદક છે. પણ પાઠમાં (ગાથામાં) વેઃિ વેગ્નિદ્રિ–એમ પહેલો બોલ વેદક અને પછીનો બોલ વેધ છે. પણ એ તો ગાથાના પદોને મેળવવા એમ કહ્યું છે. તેનો ખરો અર્થ તો એમ છે કે પહેલાં વેધ છે અને પછી વેદક છે. વેરરિ અર્થાત્ અનુભવવાલાયકનો કાળ અને વેવિનરિ એટલે વેદવાની ઇચ્છા-આમ (પહેલાં વેદક ને પછી વેધ) પાઠમાં છે. પાઠ તો પદ્ય છે ને! એટલે પધમાં બંધ બેસે તેમ પાઠમાં કહ્યું છે. બાકી ટીકામાં જેમ અર્થ કર્યો છે તેમ પહેલાં વેધ ને પછી વેદક છે.
આ કાંઈક ઇચ્છા થાય કે-સ્ત્રી હોય તો ઠીક, દીકરો હોય તો ઠીક, આટલા પૈસા થાય તો ઠીક-અહાહા...! આવી જે ઇચ્છા-કાંક્ષમાણ ભાવ તે વેધ છે; અને તે તો ક્ષણિક છે કેમકે તે ઉત્પાદ-વ્યયરૂપ વિભાવભાવ છે. હવે જ્યારે વેદવાયોગ્ય આવે અર્થાત્ જ્યારે સ્ત્રી, દીકરો કે પૈસાનો જોગ આવે ત્યારે તે ઇચ્છાનો-વેધનો કાળ હોતો નથી, ઇચ્છાનો વ્યય થઈ ગયો હોય છે. ભાઈ ! ગાથા અલૌકિક છે ! શાંતિથી ધીરજ રાખીને સાંભળવું. શું કહે છે? કે હું અમુક ચીજને ભોગવું એમ જ્યારે ભોગવવાની વાંછા છે ત્યારે તે ચીજ નથી; કેમકે જો તે ચીજ હોય તો તેની ઇચ્છા કેમ થાય? અને જ્યારે તે ચીજનો જોગ મળ્યો, ભોગવવાનો કાળ આવ્યો ત્યારે ઇચ્છાનો જે કાળ હતો તે તો ચાલ્યો ગયો. મતલબ કે ચીજને ઇચ્છે છે તે વખતે વેદન નથી અને વેદનના કાળે જે ઇચ્છા હતી તે ઇચ્છા નથી; કેમકે ઇચ્છા ક્ષણિક છે. એ તો કહ્યું ને કે “જે વેધ-વેદકભાવો છે તેઓ, વિભાવભાવોનું ઉત્પન્ન થવાપણું અને વિનાશ થવાપણું હોવાથી, ક્ષણિક છે.' ઝીણી વાત છે ભાઈ ! જરા ધીમેથી સમજવું. ગાથા જ એવી ઝીણી છે ને!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #339
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૨૩ અહીં કહે છે-એક ધ્રુવ સ્વભાવભાવ નિજ જ્ઞાયકભાવસ્વરૂપ ભગવાન આત્માનું જેને અંતરમાં ભાન થયું છે એવા જ્ઞાનીને પર પદાર્થને ભોગવવાની આકાંક્ષાનો વેધભાવ હોતો નથી. કેમ ? કેમકે તે ઇચ્છા કરવી નિરર્થક છે; કારણ કે ઇચ્છા કાળે (ઇચ્છલી) વસ્તુ છે નહિ અને જ્યારે વસ્તુ આવે છે ત્યારે તે પ્રકારની ઇચ્છા હોતી નથી. અહા ! અજ્ઞાની ઇચ્છે છે તે કાળે વસ્તુ નથી અને વસ્તુનો ભોગવવા કાળે વ્યય પામી ગઈ હોય છે. માટે અજ્ઞાની જે ઇચ્છા કરે છે તે નિષ્ફળ, નિરર્થક છે. “શ્રીમદ્ રાજચંદ્રમાં આવે છે ને કે
કયા ઇચ્છત ખોવત સર્બ, હૈ ઇચ્છા દુઃખમૂળ.'
શું ઇચ્છવું? ઇચ્છાયેલાની (તે કાળે) પ્રાપ્તિ તેથી નથી, ઇચ્છાકાળે વેદન (વસ્તુનો ભોગવટો) નથી. માટે ઇચ્છા નિરર્થક છે, દુઃખમૂળ છે. આવો ઝીણો માર્ગ વીતરાગનો ! અજ્ઞાની તો ‘દયા તે ધર્મ'—એમ માને છે, પણ ભાઈ ! વીતરાગનો મારગ બહુ જુદો છે.
પ્રશ્ન- તો દયા તે ધર્મ છે, સંવર-નિર્જરાનું કારણ છે એમ શાસ્ત્રમાં આવે છે ને?
ઉત્તર- હા, શાસ્ત્રમાં આવે છે; “દયા વિશુદ્ધો ધર્મ ”—એમ આવે છે, પણ તે ક્યા નયનું વચન છે? અને તે કઈ દયા? જો સ્વદયા હોય તો તે શુદ્ધોપયોગરૂપ ધર્મ છે અને એવા ધર્મીને સહકારી પદયાનો શુભરાગ હોય છે તેને વ્યવહારથી ધર્મ કહે છે. (પણ પરદયાને જ કોઈ ધર્મ માને તો તે યથાર્થ નથી).
વાત તો આવી છે બાપુ! તેમાં બીજું શું થાય? અરે! શુભભાવની ક્રિયાથી પુણ્યબંધ થાય અને એનાથી સંવર-નિર્જરા પણ થાય-એમ માનનારા અજ્ઞાનીઓએ તો વીતરાગ માર્ગને પીંખી નાખ્યો છે ! અરે ભગવાન ! આ શું કરે છે તું બાપુ ! પુરુષાર્થસિદ્ધયુપાયમાં તો એવી ચોખ્ખી વાત કરી છે કે જે અંશે રાગ તે અંશે બંધ અને જે અંશે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે અંશે અબંધ. આવી ચોખ્ખી વાત તો છે પ્રભુ! પછી શુભભાવ વડે સંવર-નિર્જરા થાય એ વાત કયાં રહી?
અહીં કહે છે-જ્ઞાની કે જેને ધ્રુવ એક નિત્ય જ્ઞાયકસ્વભાવી ભગવાન આત્માનો આદર થયો છે તે, અનિત્ય અને ક્ષણવિનાશી એવા વિભાવભાવનો આદર કરતો નથી. તથા તેની ઇચ્છા કરતો નથી. કેમ ઇચ્છા કરતો નથી? કેમકે જે વાંછા-કાંક્ષમાણ વધભાવ હોય છે તે તો ક્ષણિક છે એટલે ક્ષણમાં નાશ પામી જાય છે અર્થાત્ જ્યારે વેદનનો કાળ આવે છે ત્યારે તો તે નાશ પામી ગયો હોય છે. માટે તે કોને વેદે? ઇચ્છા વખતે ઇચ્છાયેલો પદાર્થ ત્યાં છે નહિ અને પદાર્થને ભોગવવાના કાળે ઇચ્છા છે નહિ, જેને વેદવું હતું તેનો ભાવ નથી. અહો ! આ તો કોઈ ગજબ વાત છે! શું શૈલી છે! દિગંબર સંતોની સમજાવવાની કોઈ અજબ શૈલી છે !!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #340
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૪ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહાહા...! ધર્મીને તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી, ધ્રુવ એક જ્ઞાયકસ્વભાવ ઉપર જ દષ્ટિ છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં સમકિતીને, સ્વભાવભાવની ધ્રુવતાને લઈને અખંડ એક જ્ઞાયકભાવનો જ આશ્રય હોય છે. તે કારણે વિભાવભાવરૂપ વેધ-વેદકભાવો કે જેમનું ઉત્પન્ન થવું ને નાશ થવું એવું ક્ષણિકપણું લક્ષણ છે તેને ધર્મી કેમ ઇચ્છે? (ના જ ઇચ્છે). અહાહા...! સમકિતી છ ખંડના રાજ્યના વૈભવમાં હોવા છતાં તેને છ ખંડના વૈભવ પ્રતિ કે હજારો સ્ત્રીના વિષયમાં રમવા પ્રતિ ભાવના નથી, ઇચ્છા નથી; કેમકે તે જાણે છે કે જ્યારે ઇચ્છા છે ત્યારે ભોગવવાનો કાળ નથી અને ભોગવવાના કાળે તે ઇચ્છા નાશ પામી ગઈ હોય છે. આવી નિરર્થક વાંઝણી ઇચ્છા જ્ઞાની કેમ કરે ? અજ્ઞાની આવી નિરર્થક ઇચ્છા કર્યા કરે છે. અજ્ઞાની કરો તો કરો; જ્ઞાની તો નિત્ય એક શાકભાવને છોડીને ક્ષણિક નિરર્થક ભાવોની ભાવના કરતો નથી, આવો ઝીણો મારગ વીતરાગનો ! કદી સાંભળવા ન મળ્યો હોય એટલે ઠેકડી કરે કે “આ તો નિશ્ચયની વાત છે, નિશ્ચયની વાત છે !' પણ એથી પ્રભુ! તને લાભ નહિ થાય હોં. આ નિશ્ચયની વાત છે એટલે જ સત્ય વાત છે.
પ્રશ્ન- તો શું જ્ઞાની ભોગ ભોગવે છે છતાં તેને ભોગની ઇચ્છા નથી ?
ઉત્તર:- અરે ભાઈ! તે કઈ અપેક્ષાએ વાત છે? જ્ઞાનીને રાગમાં-ભોગમાં રસ ઊડી ગયો છે, છતાં તેને જે રાગ-ભોગ હોય છે–આવે છે તેને તે ઝેર સમાન જાણે છે. (તેથી તેને ભોગની ઇચ્છા નથી એમ કહ્યું છે). એ તો પહેલાં આ અધિકારમાં (કળશ ૧૩૫ માં) આવી ગયું છે કે જ્ઞાની સેવક છતાં અસેવક જ છે. ભાઈ ! આવો મારગ વીતરાગ સિવાય બીજે કયાંય નથી. અહો ! દિગંબર સંતોએ તો કેવળીનાં પેટ ખોલીને મૂકયાં છે. અહા ! ભગવાન કુંદકુંદની એક એક ગાથા અપાર ઊંડપથી ભરેલી છે.
અહાહા....! ઇચ્છાકાળ અને ભોગવવાનો કાળ એ બેનો મેળ ખાતો નથી. માટે એવી ઇચ્છા કોણ (જ્ઞાની) કરે ?
પ્રશ્ન:- પણ ઇચ્છા વખતે પદાર્થ હોય એવું બને કે નહિ?
સમાધાન - એવું ત્રણકાળમાં બને નહિ; કેમકે જો ઇચ્છા વખતે પદાર્થ હોય તો ઇચ્છા શું કામ થાય? ઇચ્છા એ એક સમયની પર્યાય છે અને તે એક સમયની ઇચ્છા વેધ-કાંક્ષમાણ છે. કાંક્ષમાણ નામ “મારે આ જોઈએ,’ ‘હું આને ભોગવું.' આવી ઇચ્છાનો કાળ ક્ષણિક છે. માટે જ્યારે ચીજ આવી જાય છે ત્યારે ઇચ્છાનો કાળ હોતો નથી. તેથી તે ઇચ્છા નિરર્થક જાય છે. સમજાણું કાંઈ..?
પ્રશ્ન- હા; પણ પહેલાં (ગાથા ૨૧૫ ના ભાવાર્થમાં) તો એમ આવ્યું કે “જ્ઞાની જે વર્તમાનમાં ઉપભોગનાં સાધનો ભેળાં કરે છે તે તો પીડા સહી શકાતી નથી તેનો ઇલાજ કરે છે.' તો આ કેવી રીતે છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #341
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૨૫ સમાધાન - ભાઈ વર્તમાન જે રાગ થયો છે તેને જ્ઞાની પોતાનાથી ભિન્ન જ જાણે છે; છતાં રાગ છે, ખસતો નથી તો ઉપભોગની સામગ્રી અર્થાત્ રાગને ભોગવવાનાં જે સાધનો જે સંયોગમાં આવે છે તે પર તેનું લક્ષ જાય છે તો તે સામગ્રી ભેળી કરે છેજેમ રોગી ઔષધથી ઈલાજ કરે છે તેમ—એમ કહ્યું છે. પરંતુ ભાઈ ! તે રાગને ને ઈલાજને-બેયને, તેઓ પોતાના નિત્ય સ્વભાવભૂત નહિ હોવાથી, નિરર્થક જ જાણે છે. સમજાણું કાંઈ?
એક બાજુ કહે કે જ્ઞાનીને વિભાવભાવરૂપ જે વેધ–વેદકભાવો તેની ભાવના-ઇચ્છા નથી અને વળી કહે કે જ્ઞાનીને રાગ આવે છે અને તેના ઈલાજરૂપે તે ઉપભોગ સામગ્રીને ભેળી કરે છે! ભારે વિચિત્ર વાત! ભાઈ ! એ તો રાગ તૂટતો નથી, બીજી રીતે સમાધાન થતું નથી તો સંયોગમાં આવેલી સામગ્રી પર તેનું લક્ષ જાય છે પરંતુ તેમાં તેને હોંશ નથી, ભોગમાં કે રાગમાં તેને રસ નથી. તે તો રાગને ઝેર સમાન જ જાણે છે. તેથી તે સામગ્રી ભેળી કરતો જણાય છતાં તેને વેધભાવ છે અને વેદકભાવ છે એમ છે નહિ. આવી વાત છે!
જેમકે-કોઈએ ઇચ્છા કરી કે પાંચ લાખ હોય તો ઠીક, હવે તે વખતે પાંચ લાખ છે નહિ અને જ્યારે પાંચ લાખ થાય છે ત્યારે પહેલાં જે ઇચ્છા કરી હતી તે ઇચ્છાનો કાળ વિલીન થઈ ગયો હોય છે; ચાલ્યો ગયો હોય છે. માટે ઇચ્છા કરવી ખાલી નિરર્થક છે એમ જાણતો જ્ઞાની ઇચ્છા કરતો નથી.
પ્રશ્ન- પરંતુ જ્યારે પાંચ લાખ આવે અને બીજી નવી ઇચ્છા કરે ત્યારે તો પાંચ લાખ છે ને?
સમાધાન - અરે ભાઈ ! એ તો અજ્ઞાની કર્તા થઈને ઇચ્છા કર્યા કરે છે, પરંતુ જ્ઞાનીને તેવું (કર્તા થઈને ઇચ્છા કરવી એવું) કયાં છે? નિશ્ચયથી જ્ઞાની ઇચ્છા કરતો જ નથી. તેને ઇચ્છા-રાગ આવી જાય છે એ બીજી વાત છે. એ તો આગળ કહેવાઈ ગયું કે ઇચ્છાના વખતે-રાગના વખતે જ્ઞાની રાગને રોગ તરીકે જાણે છે. એ તો ઔષધની જેમ તેને જે ઉપભોગની સામગ્રી છે તેના ઉપર એનું લક્ષ જાય છે કે આ સામગ્રી છે –બસ. પણ તેને એ ક્ષણિક વિભાવનું-ઇચ્છાનું સ્વામિત્વ નથી. અહાહા...! તે ક્ષણિક વિભાવનોઇચ્છાનો કે ભોગનો સ્વામી નથી, કર્તાય નથી-એમ અહીં કહેવું છે. બહુ ઝીણું છે બાપુ! ભાઈ ! આ કાંઈ વાદ-વિવાદનો વિષય નથી. જેને અંતરમાં ધર્મની-વીતરાગતાની જિજ્ઞાસા છે તેને માટે આ વાત છે.
હવે કહે છે-“ત્યાં, જે ભાવ કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારા) એવા વેધભાવને વેદે છે અર્થાત્ વેધભાવને અનુભવનાર છે તે (વેદકભાવ) જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #342
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારો) વેધભાવ નાશ પામી જાય છે; તે વિનાશ પામી જતાં, વેદકભાવ શુંવેદે ?’
શું કહે છે? કે વાંછા કરનારો વેધભાવ થાય છે તે કયાં સુધી? કે જ્યાં સુધી વેદકભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી. જ્યાં વૈદકભાવ ઉત્પન્ન થયો ત્યાં કાંક્ષમાણ વેધભાવ વિનાશ પામી જાય છે. અહાહા...! જે વેધભાવ છે તે વેધભાવને અનુભવનાર અર્થાત્ જે વેદવાયોગ્ય છે તેને અનુભવનાર વેદકભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય છે ત્યાં સુધીમાં તો કાંક્ષમાણ વેધભાવ વિનાશ પામી જાય છે. છે? સામે પાઠ છે ને? (જરી જીણું છે માટે ) જરી ઘીમેથી ધ્યાન દઈને સાંભળવું. આ તો ધર્મકથા છે, આ કાંઈ લૌકિક વાર્તા નથી.
અરે! એણે આ કોઈ દિ' સાંભળ્યું નથી! અહીં શું સિદ્ધ કરવું છે? કે કાંક્ષમાણ ભાવ-વેધભાવ વખતે વેદન કરવા યોગ્ય સામગ્રી નથી અને તેથી તે વખતે વેદકભાવ નથી; અને જ્યારે સામગ્રી આવી ને વેદકભાવ થયો ત્યારે વેધભાવ રહેતો નથી. આમ તે બેનો મેળ ખાતો નથી. માટે જ્ઞાની તેને ઇચ્છતો નથી.
પ્રશ્ન:- પણ જો મેળ ખાય તો તો ઇચ્છે ખરો ને?
ઉત્તર:- પરંતુ ભાઈ! બેનો મેળ કદી ખાતો જ નથી. વર્તમાન ભાવને ભવિષ્યના ભાવનો-બેનો મેળ ખાતો જ નથી એમ કહે છે. એ ક્ષણિક વિભાવભાવો છે ને ? તેથી તેથી બેનો મેળ ખાતો જ નથી; તેથી જ્ઞાની વાંછા કરતો નથી.
અહાહા...! જ્ઞાની કાંઈ ઇચ્છતો કેમ નથી? તો કહે છે કે-જે ભાવ કાંક્ષમાણ એવા વેદ્યભાવને વેદે છે તે વેદનારો-અનુભવનારો વેદકભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (વાંછા કરનારો) વેધભાવ વિનાશ પામી જાય છે. જેમકે વેદવાયોગ્ય ભાવ આવ્યો કે મારે આ કન્યા સાથે લગ્ન કરવાં છે ને તેની સાથે રમવું છે; પરંતુ તે સમયે તો તેનો પ્રસંગ નથી અને જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે પહેલી ઇચ્છાનો જે કાળ હતો તે ચાલ્યો ગયો છે. તેથી, હવે પાછી બીજી ઇચ્છા થશે. અહા! આમ ઇચ્છાનું નિરર્થકપણું જાણીને જ્ઞાની તો સર્વ પરભાવની વાંછા છોડીને નિજ નિરાકુલ આનંદસ્વભાવના વેદનની ભાવનામાં જ રહે છે. અહાહા...! જ્ઞાનીને તો પોતાના સ્વભાવનું જ વેધ-વેદક છે એમ અહીં કહે છે. અહાહા...! જ્ઞાનીને આનંદની અનુભૂતિનું વેધ-વેદક છે, ૫૨નું વેધ-વેદકપણું છે નહિ.
અહાહા...! જુઓ તો ખરા! ત્રણ જ્ઞાનના ધારી અને ક્ષાયિક સમકિતી તીર્થંકરો (ગૃહસ્થ દશામાં, ચક્રવર્તી પણ હોય તો) ૯૬૦૦૦ સ્ત્રીઓ પરણે છે. તો પણ, અહીં કહે છે, તેને ભોગવવાની ઇચ્છા નથી. ગજબ વાત છે ભાઈ! વચ્ચે રાગ આવી જાય છે તો પણ તેને તેઓ ઇચ્છતા નથી, અર્થાત્ તેઓ તે રાગના સ્વામી થતા નથી; કેમકે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #343
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૨૭ તેમની ભાવના તો નિરંતર સ્વભાવન્મુખતાની જ રહેલી છે. જ્યારે અજ્ઞાની નિરંતર ઇચ્છાઓ કર્યા જ કરે છે આ એનું અજ્ઞાન છે, મૂઢતા છે.
શું કહે છે? કે જ્યારે કાંક્ષમાણ (વાંછા કરનારો) વેધભાવ છે ત્યારે ભોગવવાના ભાવનો-વેદકભાવનો કાળ નથી અને જ્યારે ભોગવવાના ભાવનો કાળ આવે છે ત્યાં સુધીમાં કાંક્ષમાણ (વાંછા કરનારો) વેધભાવ વિનાશ પામી ગયો હોય છે; હવે તે વિનાશ પામી જતાં વેદકભાવ શું વેકે? એટલે શું? કે ઇચ્છાનો જે કાળ હતો તે તો ગયો, તો હવે વેદકભાવ-ભોગવનારો ભાવ તેને કેવી રીતે વેદે? અર્થાત્ તેણે જે ઇચ્છલો ભાવ હતો તે હવે કયાં રહ્યો છે કે તેને વેદે ? અહા! આવું બહુ ઝીણું પડે પણ આ સમજવું પડશે હોં; ખાસ ફુરસદ લઈને સમજવું પડશે. અરે! આવું મનુષ્યપણું મળ્યું અને જો એમાં તત્ત્વદષ્ટિ નહિ કરે તો તે એળે જશે. અહા ! જેમ ઈયળ ઇત્યાદિ અવતાર એળે ગયા તેમ તત્ત્વદષ્ટિ વિના આ અવતાર પણ એળે જશે ભાઈ !
અહા! માણસને (એકાંતનો) પક્ષ થઈ જાય છે ને ? એટલે પોતાની વાતને સિદ્ધ કરવા તે શાસ્ત્રમાંથી ગોતી-ગોતીને વાતો કાઢે છે. પણ ભાઈ ! શાસ્ત્રમાં કયા નયથી કહેલું છે એ તો જાણવું જોઈશે ને? અહા! અજ્ઞાની પોતાના (મિથ્યા, એકાંત) અભિપ્રાય સાથે શાસ્ત્રનો મેળ બેસાડવા જાય છે પણ તે મેળ કેમ બેસે ? બાપુ! સત્ય તો એ છે કે તારે શાસ્ત્રનો અભિપ્રાય અંદર બેસાડવો પડશે નહિ તો મનુષ્યપણું એળે જશે ભાઈ !
અહીં કહે છે-તે (વાંછા કરનારો ભાવ) વિનાશ પામી જતાં વેદકભાવ શું વળે? અહા! અજ્ઞાની જે પદાર્થને ઇચ્છે છે, ઇચ્છાકાળે તે પદાર્થ તો છે નહિ; જો તે હોય તો તે ઇચ્છે જ કેમ? અને જ્યારે તે પદાર્થ આવે છે ત્યારે ઓલી ઇચ્છાનો જે કાળ હતો કે “આને હું વેદું' એ તો રહેતો નથી. માટે જે વેધ છે તે વેદાણું નથી, વેદાતું નથી. વેદકપણે જે વેદાણું છે એ તો તે વખતનો બીજ કાળ (બીજી ઇચ્છાનો કાળ) થયો છે. તેથી વેદ્ય એટલે કે જે ઇચ્છા થઈ કે “આને હું વેદું' તે ઇચ્છા વેદકનું વેધ થયું નહિ. અહા ! વેદકભાવના કાળ-ભોગવવાના કાળે તો બીજી ઇચ્છા થઈ જાય છે. પહેલાં ધાર્યું હતું કે
આ રીતે મારે ભોગવવું,' પણ ભોગવવાના કાળે “બીજી રીતે ભોગવું” એમ થઈ જાય છે. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજી સાહેબે પણ આનો બહુ ખુલાસો કર્યો છે. ચીજને ભોગવવા કાળે પણ જે પહેલી ઇચ્છા હતી કે “આ રીતે મારે ભોગવવું તે બદલાઈને બીજી રીતે ભોગવવાની ઈચ્છા થઈ જાય છે, કેમકે બીજી ઇચ્છા આવી ને? ઇચ્છાનો કયાં થંભાવ છે?
અહા ! ઇચ્છા થઈ કે સક્કરપારો હોય તો ઠીક. હવે તે સમયે તો સક્કરપારો છે નહિ અને સક્કરપારો આવે છે ત્યારે પહેલી ઇચ્છાનો કાળ છે નહિ; અર્થાત્ “સક્કરપારો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #344
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ હું ખાઉં' એવી પહેલાં જે ઇચ્છા હતી તે રહી નહિ કેમકે તે વખતે તો નવી બીજી ઇચ્છા થઈ જાય છે. આમ ઇચ્છાનો થંભાવ જ નથી, તે ક્ષણે ક્ષણે નાશ પામી જાય છે ત્યાં વૈદકભાવ શુંવેદે? બદલાતી-બદલાતી વાંછાના પ્રસંગમાં વેદકભાવ કોને વેદે? અહો! આ સમયસારમાં તો ગજબ વાત છે! કહે છે-ધાર્યું તો વેદાતું જ નથી તેથી જ્ઞાનીને વિભાવભાવનું ઇચ્છવાપણું નથી.
.
હવે કહે છે જો એમ કહેવામાં આવે કે...' જોયું? આ સામાવાળાની દલીલ છે તે કહે છે-કે ‘ જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેધભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેધભાવને વેઠે છે, તો (ત્યાં એમ છે કે) તે બીજો વેધભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વૈદકભાવ નાશ પામી જાય છે; પછી તે બીજા વેધભાવને કોણ વેદે ?'
જુઓ, શું કહે છે? કે જે ઇચ્છા કરી હતી કે મારે આ પદાર્થને આ રીતે ભોગવવો તે ઇચ્છા ભોગવવાના કાળે તો ચાલી ગઈ છે તેથી તે ઇચ્છા તો વેદાઈ નહિ. તો કોઈ કહે છે કે બીજી ઇચ્છા થાય છે તેને વેદે, બીજા વેધભાવને વેદે. પણ કહે છે-ભાઈ ! એમ બનવું શકય નથી. કેમ ? કેમકે બીજા વેધભાવને વેદે તે પહેલાં જ વૈદકભાવનો કાળભોગવનારા ભાવનો કાળ ચાલ્યો જાય છે. જુઓ, એ જ કહે છે કે- તો (ત્યાં એમ છે કે) તે બીજો વેધભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વૈદકભાવ નાશ પામી જાય છે.' અહાહા...! બીજી ઇચ્છા થઈ તે પહેલાં જ જે વેદકનો–અનુભવવાનો-ભોગવવાનો કાળ હતો તે કાળ તો ચાલ્યો જાય છે. તો પછી તે બીજી ઇચ્છાને કોણ વેદે?
જુઓ, પહેલાં એમ કહ્યું કે-ભોગવવાની ઇચ્છાનો કાળ થાય છે ત્યારે વેદકભાવનો-ભોગવનારા ભાવનો કાળ હોતો નથી અને વેદકભાવ થાય છે ત્યારે ભોગવવાની ઇચ્છાનો કાળ ચાલ્યો જાય છે. હવે, બીજી ઇચ્છા (વેધભાવ ) કરે ત્યારે થાય છે, પરંતુ જ્યારે બીજી ઇચ્છા થાય છે ત્યારે ભોગવવાનો ભાવ-વૈદકભાવ-તો છે નહિ, કેમકે બીજી ઇચ્છા ઉત્પન્ન થાય તે પહેલાં જ વૈદકભાવ-ભોગવવાનો ભાવ નાશ પામી જાય છે. હવે આમ છે ત્યાં બીજી ઇચ્છાને-બીજા વેધભાવને કોણ વેદે? બીજી ઇચ્છા પણ વેદાયા વિના નિષ્ફળ જ વહી જાય છે. માટે, કહે છે-જેને અંતરમાં આનંદની અનુભૂતિ છે, સ્વભાવનું જેને સહજ વેધ-વેદકપણું પ્રગટ છે તેને વિભાવના વેધ-વેદકભાવની ઇચ્છા હોતી નથી. અહા ! આવી બહુ સૂક્ષ્મ વાત ભાઈ ! સૂક્ષ્મ પડે પણ સત્યાર્થ છે પ્રભુ!
ભાઈ! સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કોઈ અલૌકિક ચીજ છે! તેના વિના અજ્ઞાની જેટલાં વ્રત ને તપ કરે તે બધાંય બાળવ્રતને બાળતપ છે; કેમકે ત્યાં જેમનો પરસ્પર મેળ ખાતો નથી એવા વિભાવભાવો-વેધ વેદકભાવો ઊભા છે. જ્યારે જ્ઞાની તો તેમને નિરર્થક જાણી વેધ-વૈદકભાવોની ભાવના જ કરતો નથી એમ અહીં સિદ્ધ કરે છે.
અહાહા...! કાંક્ષમાણ (વાંછાના ભાવ) વખતે જેને વેદવાની ઇચ્છા થઈ છે તે
(
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #345
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૨૯ વસ્તુ નથી; અને જ્યારે વસ્તુ આવી–વેદકભાવનો કાળ આવ્યો ત્યારે વેદવાની ઇચ્છા નથી, વેદવાની ઇચ્છા ચાલી ગઈ છે. પછી વેદકભાવ-વેદનારો ભાવ કોને વેદે?
ત્યારે કહે છે બીજા વેધભાવને વેદે; બીજી જે ઇચ્છા થઈ તેને વેદ.
તો કહે છે–એ સંભવિત નથી કેમકે બીજો વેધભાવ આવે ત્યારે તે વેદકભાવભોગવનારો ભાવ હતો તેનો કાળ ચાલ્યો ગયો હોય છે. તેથી બીજા વેધભાવને-બીજી ઇચ્છાને કોણ વેદે? માટે, અજ્ઞાનીની ઇચ્છા નિરર્થક જ છે એમ સિદ્ધ થાય છે. અહા ! આવી વાત વીતરાગના શાસન સિવાય બીજે કયાંય છે નહિ. જુઓને! કેટલી છણાવટ કરી છે?
હવે કહે છે-“ જો એમ કહેવામાં આવે કે વેદકભાવની પછી ઉત્પન્ન થતો બીજો વેદકભાવ તેને વેદે છે, તો (ત્યાં એમ છે કે, તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેધભાવ વિણસી જાય છે; પછી તે બીજો વેદકભાવ શું વેકે?'
શું કહ્યું? કે “આ વસ્તુને હું વેદુંએવી વેધની બીજી ઇચ્છા થઈ ત્યારે પહેલો વેદકભાવ-ભોગવવાનો ભાવ નથી, નાશ પામી ગયો હોય છે; અને જ્યારે બીજો વેદકભાવ આવે છે ત્યારે બીજા વેધભાવનો-વાંછાના ભાવનો નાશ થઈ જાય છે અર્થાત્ જે બીજી ઇચ્છા થઈ હતી તે ઇચ્છા રહેતી નથી. આમ કયાંય મેળ ખાતો નથી. ભાઈ ! આ તો ધીમે ધીમે કહેવાય છે; સમજાય એટલું સમજવું બાપુ! અહાહા..! જૈન પરમેશ્વર ભગવાન જિનેશ્વરદેવે જે ધર્મસભામાં કહ્યું તે સ્વરૂપ આ છે અને તે સંતો જગત પાસે જાહેર કરે છે. ભાઈ ! તારા હિતનો પંથ આ છે બાપા!
કહે છે-“તે બીજો વેદકભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વેધભાવ વિણસી જાય છે, પછી તે બીજો વેદકભાવ શું વળે?' એટલે કે જે વખતે બીજી ઇચ્છા થઈ ત્યારે જેને વેદવું છે તેનો (પહેલો) વેદકભાવ નથી, ભોગવવાના ભાવનો કાળ નથી; અને જ્યારે બીજો વેદકભાવ આવ્યો ત્યારે બીજો વેધભાવ-વાંછા કરનારો ભાવ રહેતો નથી, વિણસી ગયો હોય છે. આમ છે ત્યાં બીજ વેદકભાવ કોને વેદે? આ પ્રમાણે ઇચ્છેલું વેદાતું જ નથી એમ જાણીને જેને નિત્યની દષ્ટિ થઈ છે એવો જ્ઞાની અનિત્ય એવા વિભાવભાવની ઇચ્છા કરતો નથી.
પ્રશ્ન:- પણ જ્ઞાની ઇચ્છા કરતો હોય તેમ દેખાય તો છે?
ઉત્તર:- ભાઈ ! એ તો થઈ જાય છે, કરતો નથી. જ્ઞાનીને ઇચ્છાની ઇચ્છા હોતી નથી. એ તો જે ઇચ્છા થાય છે તેનો જાણનાર જ રહે છે.
એ જ કહે છે-કે “આ રીતે કાંક્ષમાણ ભાવના વેદનની અનવસ્થા છે. તે અનવસ્થાને જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #346
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩) ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જોયું? કાંક્ષમાણ ભાવના વેદનની અર્થાત્ ઇચ્છાયેલા ભાવના વેદનની અનવસ્થા છે, અર્થાત્ ઈચ્છાયેલા ભાવના વેદનનો મેળ જ ખાતો નથી. અહો ! આચાર્યદેવની સમજાવવાની કોઈ અદભુત શૈલી છે! કહે છે-ઇચ્છાયેલા ભાવને વેદવાનો કોઈ મેળ જ ખાતો નથી. આવું જાણતો જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. ભાષા જોઈ? ‘જ્ઞાની ના વિચિવેવ jક્ષતિ'–જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. ‘વ’ પદ છે ને! મતલબ કે નિશ્ચયથી જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી. એટલે કે આ લક્ષ્મી, સ્ત્રી, પુત્ર, પરિવાર, આબરૂ, રાજપદ કે દેવપદ ઇત્યાદિ મને હો-એમ કાંઈ પણ વાંછતો નથી. ભાઈ ! આવું સૂક્ષ્મ છે, છતાં સમજાય એવું છે હોં. હવે ભાવાર્થ કહેશે.
* ગાથા ૨૧૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * વેદકભાવ અને વેધભાવને કાળભેદ છે. જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેદભાવ હોતો નથી અને જ્યારે વેધભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી.'
જુઓ, આમાં પાછું વેદક પહેલાં ને વેધભાવ પછી-એમ લીધું. એ તો મૂળ પાઠ છે. ને? એનું અનુસરણ કર્યું છે. જ્યારે ટીકામાં વેધ અને વેદક-એમ લીધું છે કારણ કે પહેલાં વેધ અને પછી વેદકભાવ હોય છે. આનો ખુલાસો પહેલાં થઈ ગયો છે.
અહીં કહે છે-વેદકભાવ અને વેધભાવને કાળભેદ છે. અર્થાત્ અનુભવવાના કાળનો અને ઇચ્છાના કાળનો પરસ્પર ભેદ છે.
પણ આ તો બહું ઝીણું છે.
ભાઈ ! આ તો હળવે હળવે કહેવાયું છે. સમજાય એટલું સમજવું બાપુ! ઝીણું પડે તો ઉપયોગ ઝીણો કરીને વિચારવું. અરે! એણે કદી સાંભળ્યુંય નથી પછી નિત્યસ્વભાવમાં તે કયાંથી જાય? અહા ! એને કાંક્ષા નામ ઇચ્છાનો નાશ કેમ થાય ? કરવાનું તો આ સમજવાનું છે પ્રભુ! પણ અરે ! અનંતકાળમાં તે આ સમજ્યો નથી! મોક્ષમાર્ગપ્રકાશકમાં આવે છે કે-નિશ્ચયને શુદ્ધ ચૈતન્યસ્વરૂપને ) સમજવાનો કાળ આવ્યો ત્યારે નિશ્ચયને (શુદ્ધ આત્માને) માન્યો નહિ અને તેનો વ્યવહારમાં રાગમાં કાળ વહી ગયો. અહા ! રાગની મંદતાના પ્રયત્ન વડે વ્યવહારમાં -રાગમાં એનો કાળ વહી ગયો. અહા! રાગની મંદતાના-દયા, દાન, વ્રત આદિના વિકલ્પની આડે એને નિશ્ચય (શુદ્ધ ચૈતન્યસ્વરૂપ) સમજવાનો કાળ આવ્યો જ નહિ! ખૂબ ગંભીર વાત છે ભાઈ !
પંડિતપ્રવર શ્રી ટોડરમલજીના સમયમાં એક બ્ર. રાયમલજી થઈ ગયા છે, તેમણે લખ્યું છે કે-દેવ-ગુરુ-શાસ્ત્ર, દયા, દાન, વ્રત, તપ, શીલ, સંયમ, પૂજા, ભક્તિ ઇત્યાદિ વિષે જે પરિણામ છે તે પર તરફના વલણવાળા મંદ કષાયના પરિણામ છે. તથા છ દ્રવ્ય, સાત તત્ત્વ, નવ પદાર્થ, ગુણસ્થાન-માર્ગણાસ્થાન ઇત્યાદિ વિશે ચિંતવન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #347
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૩૧ કરે તે એથીય વિશેષ મંદકષાયના પરિણામ છે. વળી દ્રવ્ય-ગુણ-પર્યાયના વિચારમાં ઉપયોગને લગાવે તો અધિક-અધિક મંદકષાયના પરમ શુક્લલેશ્યાના પરિણામ થાય. મંદકષાયની અપેક્ષાએ સૂક્ષ્મ લેતાં લેતાં ઠેઠ “હું એક જ્ઞાયકભાવ છું”—એવો સૂક્ષ્મ વિકલ્પ પણ મંદકષાયના પરિણામ છે, પણ તે અકષાયભાવ નથી. ભાઈ ! કષાયભાવના આશ્રયે અકપાયભાવ-વીતરાગભાવ ન પ્રગટે. જ્યાં સુધી અંદર “હું એક જ્ઞાયકભાવ છું” એવો પણ વિકલ્પ છે ત્યાં સુધી તેને સ્વનો આશ્રય નથી અને સ્વના આશ્રય વિના, સ્વમાં અભેદરૂપ પરિણમન થયા વિના વીતરાગતા કે સમ્યગ્દર્શન થતું નથી. પંડિત શ્રી ટોડરમલજીકૃત મોક્ષમાર્ગપ્રકાશકમાં પણ આનો ખુલાસો છે. અહા ! છતાં આ અજ્ઞાનીઓ કેમ માનતા નહિ હોય? અરે પ્રભુ! તું શું કરે છે આ? ભાઈ ! તારી દષ્ટિને મેળ ન ખાય માટે સત્યને ઉડાવી દે છે? ભાઈ ! એનું ફળ બહુ આકરું છે હોં. વ્યવહારના-રાગના પક્ષને લીધે અનંતકાળ પ્રભુ ! તારો સંસારની રઝળપટ્ટીમાં-દુ:ખમાં ગયો છે.
અહીં ભાવાર્થમાં શ્રી જયચંદજી કહે છે જ્યારે વેદકભાવ હોય છે ત્યારે વેદભાવ હોતો નથી અને જ્યારે વેધભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી. જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેધભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે ? અને જ વેધભાવ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ વિના વેધને
દ? માટે હવે કહે છે-“ આવી અવ્યવસ્થા જાણીને....' જોયું ? જ્ઞાની પોતે જાણનાર જ રહે છે. આ સિદ્ધાંત છે કે જ્ઞાની જાણનાર જ રહે છે. કહે છે-“આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી.” આવી વાત છે.
આની સ્પષ્ટતા તો થઈ ગઈ છે. અહીં શું કહે છે? કે વેદકભાવ એટલે વેદવાનોભોગવવાનો ભાવ. પર પદાર્થના લક્ષથી વેદનાનો ભાવ તે વેદકભાવ છે, અને વેધ એટલે વાંછા કરનારો ભાવ, અર્થાત્ આને હું ભોગવું એવી ઇચ્છા કરનારો ભાવ તે વેધભાવ છે. અહીં કહે છે-તે બન્નેને કાળભેદ છે. બન્નેનો મેળ ખાતો જ નથી. કોઈ પણ સામગ્રીનીસ્ત્રી, પૈસા, મકાન આદિની વાંછા થઈ તે વેધભાવ. તે વેધભાવના કાળે તે વસ્તુ હોતી નથી. વસ્તુ જો હોય તો વાંછા શું કામ થાય ? એટલે ઇચ્છાના કાળે ભોગવવાનો કાળ હોતો નથી. અને જ્યારે વસ્તુ આવે અને ભોગવવાનો કાળ હોય ત્યારે ઇચ્છા ચાલી ગઈ હોય છે. પછી વેદકભાવ કોને વેદે ? આ પ્રમાણે વેધભાવના વેદનની અનવસ્થા છે, માટે જ્ઞાની જાણનાર જ રહે છે પણ વાંછા કરતો નથી.
શું કહે છે? કે જ્ઞાનીને વેધ-વેદકભાવ હોતો નથી. કેમ? કેમકે જેની દષ્ટિ ધ્રુવ સ્વભાવ એક ચૈતન્યભાવ ઉપર પડી છે તે અત્યંત નાશવાન એવા વિકારભાવની વાંછા અને તેની વેદનની વાંછા કેમ કરે? અહાહા....! કોઈ સમ્યગ્દષ્ટિને ૯૬ હજાર સ્ત્રી હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #348
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ છતાંય કહે છે કે તેને વિભાવભાવનો વેધ–વેદકભાવ નથી. ધર્મીને તો સ્વભાવભાવની દષ્ટિ હોવાથી સ્વભાવની એકાગ્રતાનું વેધ–વેદકપણું હોય છે. અહાહા...! વેદવાયોગ્ય પોતે અને વેદવાનો ભાવ પણ પોતે. અહીં જે વેધ-વેદમની વાત છે એ તો વિભાવના વેધવેદની વાત છે. અહાહા..! સ્વરૂપનો-નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્માનો જેને સ્પર્શ થયો તે...
પ્રશ્ન- સ્પર્શ થયો એટલે શું?
ઉત્તર- સ્પર્શ થયો એટલે ભગવાન આત્મા પ્રતિ ઝુકાવ થયો. ખરેખર પર્યાય કાંઈ દ્રવ્યને સ્પર્શતી નથી. પર્યાય તો પર્યાયરૂપ રહીને દ્રવ્યના શ્રદ્ધાન-જ્ઞાન કરે છે, પણ તે કાંઈ દ્રવ્યમાં ભળી જઈને તેનાં શ્રદ્ધાન-જ્ઞાન કરતી નથી, અને દ્રવ્ય પણ પોતે પર્યાયમાં આવતું નથી, પરંતુ પર્યાયમાં દ્રવ્ય સંબંધીનું-દ્રવ્યના સામર્થ્યનું જ્ઞાન ને શ્રદ્ધાન આવે છે. આ પ્રમાણે અહાહા....! જેને નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્માના જ્ઞાન-શ્રદ્ધાન થયાં છે તે ધર્મીને વાંછા-આને હું ભોગવું, વા મને આ હો-એવી વાંછા થતી નથી; કેમકે વાંછાના કાળને અને જે વાંછયું છે તેના ભોગના-સામગ્રીને ભોગવવાના-કાળને ભેદ છે, એનો મેળ થતો નથી. સમજાણું કાંઈ....?
આજકાલ સામયિકોમાં ચર્ચા આવે છે કે નિમિત્ત અકિંચિત્કર છે; માટે, પેટ્રોલથી મોટર ચાલે છે એમ નથી. ભાઈ ! આ વાત ભલે શાસ્ત્રમાં ન નીકળે, પણ ન્યાય તો આવો નીકળે છે કે નહિ? પહેલાં આવો દાખલો ન હતો એટલે શાસ્ત્રમાં મળે નહિ, પરંતુ તત્ત્વ તો આમ છે કે નહિ? પેટ્રોલથી મોટર ચાલે નહિ કેમકે પેટ્રોલ ભિન્ન ચીજ છે ને પરમાણુની ગતિ ભિન્ન ચીજ છે. ભિન્ન ચીજ ભિન્નનું કાર્ય કેમ કરે? હા, નિમિત્ત હો, પણ ઉપાદાનમાં તે કાર્ય કરે છે વા વિલક્ષણતા પેદા કરે છે એમ છે નહિ. ભાઈ ! એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરે નહિ એ તો અચલિત સિદ્ધાંત છે. જો નિમિત્ત પરમ ઉપાદાનમાં કાર્ય કરે તો નિમિત્ત રહે જ નહિ. માટે નિમિત્ત પરમાં અકિંચિકર છે એ યથાર્થ છે.
પ્રશ્ન:- આપ કહો છો કે પેટ્રોલથી મોટર ચાલે છે એમ નથી, પણ જોવામાં તો એમ આવે છે કે-મોટર પેટ્રોલથી ચાલે છે, પેટ્રોલ ન હોય તો તે ન ચાલે.
ઉત્તર- અરે ભાઈ ! તું સંયોગને જ જુએ છે. પણ રજકણની-સ્કંધમાં જે રજકણો છે તે પ્રત્યેક રજકણની-પર્યાય તે કાળે (ગતિના કાળે) અકાળે સ્વતંત્ર પોતાથી થાય છે. આવું જ સ્વરૂપ છે. માટે, મોટરની ગતિ પેટ્રોલથી થાય છે એમ છે નહિ. (મોટરની સ્થિતિના કાળમાં પણ રજકણોનું એવું જ સ્થિતિરૂપ સ્વતંત્ર પરિણમન હોય છે). વાત તો આ ખરી છે. આ તો તત્ત્વનું સ્વરૂપ સમજાવવા દાખલો આપ્યો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #349
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૩૩
જુઓ, અગ્નિથી પાણી ગરમ થતું નથી, કેમકે અગ્નિ તે ભિન્ન ચીજ છે ને પાણી છે તે ભિન્ન ચીજ છે. આમ હોતાં અગ્નિથી પાણી કેમ ગરમ થાય? પ્રત્યેક દ્રવ્યનો સ્વકાળ છે અને તે સ્વતંત્રપણે કર્તા થઈને તે તે પર્યાયને કરે છે. તેમાં અન્ય વસ્તુ નિમિત્ત હો, પણ તે નિમિત્ત ધર્માસ્તિકાયવત્ છે અર્થાત્ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ કરે છે એમ નથી. ભાઈ ! આ વાત અક્ષરે-અક્ષર સત્ય છે, ૫૨મ સત્ય છે.
અહીં કહે છે–જ્યારે વેદકભાવ હોય છે અર્થાત્ સામગ્રીને ભોગવવાનો કાળ હોય છે ત્યારે વેધભાવ-વાંછા કરનારો ભાવ હોતો નથી; અને જ્યારે વેધભાવ-વાંછાનો કાળ હોય છે ત્યારે વેદકભાવ-ભોગવવાનો કાળ હોતો નથી; ઇચ્છાના કાળે અનુભવનો કાળ હોતો નથી.
જુઓ, નેમિનાથ ભગવાને સ્નાન કર્યા પછી એક વાર શ્રીકૃષ્ણની રાણી રૂકમણિને કહ્યું કે-કપડાં ધોઈ નાખો. ત્યારે રૂકમણએ કહ્યું-અમે કાંઈ તમારી સ્ત્રી નથી તે તમે હુકમ કો ને અમે કપડાં ધોઈ નાખીએ. એવું હોય તો પરણી જાઓ ને! આમ વાતચીત કરતાં કરતાં પરણવાનું ખૂબ કહ્યું ત્યારે ભગવાને ‘ઓમ્’–એમ કહ્યું. શું? હા, એમ નહિ, પણ ‘ ઓમ્ '–એટલે કે સ્વીકા૨વાની વૃત્તિ આવી. તેઓ તો સમકિતી હતા. એટલે આ લઉં ને આ ભોગવું-એમ કર્તાબુદ્ધિ કયાં હતી? પણ લગ્નની હા પાડી એટલે સાધારણ ( અસ્થિરતાની) વૃત્તિ-વાંછા આવી. હવે વાંછા આવી ત્યારે વેદકભાવ નથી, અને જ્યારે લગ્ન કરવા ગયા અને જ્યાં પશુને જોયાં ત્યાં થયું કે આ શું? અમારા લગ્ન પ્રસંગથી આ પ્રાણીઓનો વધ? આમ જે વૃત્તિ-ઇચ્છા હતી તે રહી નહિ. જોયું ? લગ્ન કરવા ગયા પણ ‘સાથિ! રથ પાછો હાંક'–એમ કહ્યું. તો વૃત્તિ થઈ ત્યારે વેદકભાવ લગ્નપ્રસંગ નહોતો અને લગ્નપ્રસંગ આવ્યો ત્યારે વૃત્તિ વિણસી ગઈ. પછી તો એકદમ પોતાને વૈરાગ્ય થઈ ગયો.
જુઓ, આ તો તીર્થંકર અને ત્રણ જ્ઞાનના ધણી હતા, છતાં આટલાં વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા; કેમકે એમ કાંઈ તરત ચારિત્રપદ આવી જાય એવું થોડું છે ? ભગવાન ઋષભદેવે પણ ૮૩ લાખ પૂર્વ સમકિતમાં ગાળ્યાં હતાં. ભગવાન મહાવીરે પણ સમકિતમાં ત્રીસ વર્ષ ગાળ્યાં હતાં, અને પછી બાર વર્ષ દીક્ષામાં (મુનિદશામાં ) ગાળ્યાં હતાં, ત્રીસ વર્ષ તેમને અરિહંતદશા રહી અને પછી ૭૨ વર્ષે મોક્ષ પામ્યા.
પ્રશ્ન:- પણ સમ્યગ્દષ્ટિએ ચારિત્ર ને ત્યાગનો મારગ તો ગ્રહણ કરવો જોઈએ ને ?
ઉત્ત૨:- હા; પરંતુ ભાઈ! ક્યો ત્યાગ ? રાગના ત્યાગનો મારગ તો અંદર છે અને તે સમકિતીને સમકિતની સાથે જ અભિપ્રાયમાં અંદર પ્રગટ થયો છે. અને અસ્થિરતાના ત્યાગનો મારગ ( ચારિત્ર) તો અંદર સ્થિરતાના અભ્યાસ વડે તેના
ર
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #350
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૪ ]
થન રત્નાકર ભાગ-૭ સ્વકાળે પ્રગટ થાય છે. બાકી બહારનો ત્યાગ એ કાંઈ વાસ્તવિક મારગ નથી.
જુઓ, આ ભાવ (વિભાવભાવનું વેધ-વેદકપણું ) શ્રી નેમિનાથ ભગવાનને લાગુ ન પડે. આ તો ન્યાય દર્શાવ્યો છે. બાકી જે વૃત્તિ આવી તેના પણ તેઓ તો જ્ઞાતા જ છે, કર્તા નહિ. અહાહા...! જરા વૃત્તિ આવી ને લગ્નની હા પાડી તોપણ તેઓ તો તે વૃત્તિના જ્ઞાતા જ છે. સમજાણું કાંઈ?
અહીં તો જ્ઞાનીને વેધ-વેદકભાવની વિભાવભાવોની ભાવના હોતી નથી એમ વાત છે. કેમ હોતી નથી ? કેમકે વેધભાવ ને વેદકભાવને કાળભેદ છે, એનો કોઈ મેળ નથી. કોઈ માનો ન માનો, મારગ તો આવો છે. બાપા! પંડિત શ્રી દીપચંદજીએ ભાવદીપિકામાં કહ્યું છે કે
અત્યારે આગમ પ્રમાણે જે સમ્યકશ્રદ્ધાન જોઈએ તે કયાંય મને દેખાતું નથી.
તેમ જ સમ્યક શ્રદ્ધાન-સમ્યગ્દર્શન આમ જ થાય એમ પ્રરૂપણા કરનારો કોઈ વક્તા પણ દેખાતો નથી. બે વાત.
વળી જો હું સમ્યગ્દર્શનની-નિશ્ચયની વાત કરવા જાઉં છું તો સીધું મોઢે કોઈ સાંભળતું નથી. ત્રણ વાત.
તેથી હું આ લખી જાઉં છું કે-મારગ તો આ જ છે ભાઈ ! ૨૫૦ વર્ષ પહેલાં દીપચંદજી આમ લખી ગયા છે. પહેલાં કરતાં અત્યારે કાંઈક ફેર છે; કેમકે આ જીવ (પૂ. ગુરુદેવનો જીવ) અમુક જાતનું (તીર્થકરનું ) દ્રવ્ય છે ને? તેથી તેને તેવી જાતના વિશેષ પુણ્યનો યોગ છે. તો કહીએ છીએ કે મારગ તો આજ છે કે જેમાં સમ્યગ્દર્શન પ્રધાન છે. માટે હે ભાઈ ! પ્રથમ સમ્યગ્દર્શન પ્રગટ કર; પોતાના સ્વરૂપનો સ્વાનુભવ કરીને નિર્ણય કર.
‘નઃિ ફાઈન [HIM' –એમ પાંચમી ગાથામાં છે ને? અહાહા..! પાંચમી ગાથામાં આચાર્ય કુંદકુંદ કહે છે કે હું એકત્વ-વિભક્ત આત્માને મારા નિજ વૈભવથી બતાવું છું અને જો હું બતાવે તો તે અનુભવથી પ્રમાણ કરજે. માત્ર “હા પાડ” એમ નહિ, પણ સ્વાનુભવથી પ્રમાણ કરજે એમ કહે છે. અહાહા..! શું દિગંબર સંતોની વાણી ! અને તેમાં પણ શ્રી કુંદકુંદાચાર્ય!!!
પ્રશ્નઃ- આપ એકલા કુંદકુંદાચાર્યને માનવા જશો તો બીજા આચાર્યોનું બલિદાન થઈ જશે?
સમાધાનઃ- અરે ભાઈ ! તું શું કહે છે આ? શું આનો અર્થ આમ થાય? ભાઈ ! જેમ કુંદકુંદની વાણી છે તેમ અન્ય મુનિવરોની વાણી પણ સત્યાર્થ છે. પરંતુ ભાઈ ! જેની વાણીથી પ્રત્યક્ષ ઉપકાર ભાસે તેનો મહિમા અંતરમાં વિશેષ આવે છે. ભગવાન કુંદકુંદની વાણીમાં થોડા શબ્દ અપાર ગાંભીર્ય અને સ્પષ્ટતા ભાસ્યાં તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #351
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૩૫ તેમના પ્રતિ અહોભાવ-ભક્તિભાવ જાગ્યો. (એમાં બીજા મુનિવરો પ્રતિ અભક્તિનો કયાં સવાલ છે?)
જુઓને, દર્શનસારમાં શ્રી દેવસેનાચાર્ય શું લખ્યું છે? કે “શ્રી સીમંધરસ્વામી પાસેથી મળેલા દિવ્યજ્ઞાન વડે શ્રી પદ્મનંદીનાથે (શ્રી કુંદકુંદાચાર્યદવે ) બોધ ન આપ્યો હોત તો, મુનિજનો સાચા માર્ગને કેમ જાણત?” લ્યો, આથી શું દેવસેનાચાર્યની પરંપરામાં બીજા સમર્થ ગુરુવરો-મુનિવરો હતા જ નહિ એવો અર્થ થાય છે? એવો અર્થ ન થાય ભાઈ !
અત્યારે તો કેટલાક અજ્ઞાનીઓ ટીકા કરે છે કે ભગવાન કુંદકુંદાચાર્ય શ્રી સીમંધર પરમાત્મા પાસે ગયા હતા એ વાત સંમત કરવા યોગ્ય નથી. ત્યાંથી (શ્રી સીમંધર ભગવાન પાસેથી) વાણી લઈને પાછા અહીં આવ્યા અને બોધ કર્યો એ વાત સાચી નથી એમ કોઈ કોઈ કહે છે. પણ ભાઈ ! આચાર્ય દેવસેન તો આ કહે છે કે-ભગવાન ! આપ સીમંધર પરમાત્મા પાસે જઈને આવી વાણી ન લાવ્યા હોત તો મુનિજનો સત્યાર્થ ધર્મ કેમ પામત? માટે યથાર્થ વાત સમજવી જોઈએ.
અહીં કહે છે-જ્યારે વેધભાવ હોય છે ત્યારે વેદકભાવ હોતો નથી અને જ્યારે વેદકભાવ આવે છે ત્યારે વેધભાવ વિણસી ગયો હોય છે; પછી વેદકભાવ કોને વેદે ? ભાષા સાદી છે પણ ભાવ તો એણે સમજવો છે ને!
પણ આપ સમજાવો ત્યારે સમજીએ ને? એમ નથી ભાઈ ! જેની જ્યારે લાયકાત હોય ત્યારે તે સમજે છે. પણ એ તો આપે ઉપાદાનની વાત કરી.
વાત એમ જ છે પ્રભુ! “તું પ્રમાણ કરજે'—એમ (ગાથા ૫ માં) ન કહ્યું? મતલબ કે તું તારાથી (સ્વાનુભવથી) પ્રમાણ કરજે એમ કહ્યું છે. સમજાણું કાંઈ..?
વળી કહે છે અને જ્યારે વેદભાવ આવે છે, અર્થાત્ હવે જ્યારે બીજી વાંછાનો કાળ આવે છે ત્યારે વેદકભાવ વિણસી ગયો હોય છે અર્થાત્ ત્યારે અનુભવનો કાળ હોતો નથી; તો પછી વેદકભાવ વિના વેધને કોણ વેદે?
“આવી અવ્યવસ્થા જાણીને...” જોયું? ટીકામાં “અનવસ્થા' અર્થાત્ કયાંય મેળ ખાતો નથી-એમ હતું. અહીં બેમાં અવ્યવસ્થા છે એમ કહ્યું. અહાહા..! “આવી અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે, વાંછા કરતો નથી.'
તો જ્ઞાનીને પણ ઇચ્છા તો થઈ આવે છે?
હાફ થઈ આવે છે, પણ “આ મને હજો,” “આને હું ભોગવું—એમ એકત્વ જ્ઞાનીને નથી. માત્ર સાધારણ વૃત્તિ ઉઠે છે અને તેના પણ તે જાણનાર જ છે. તે પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #352
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ઇચ્છાકાળે ઇચ્છાની હયાતી છે માટે એને જાણે છે એમેય નહિ. એ તો સ્વને અને ૫૨નેઇચ્છાને જાણતી જ્ઞાનની પર્યાય સ્વપરપ્રકાશકરૂપે સ્વતઃ પરિણમે છે. અહાહા...! જ્ઞાનીને સ્વ અને પરને જાણતું જ્ઞાન પોતાને પોતાથી પ્રગટ થયું હોય છે. જ્ઞાની કાંઈ રાગમાં તન્મય થઈને (રાગને) જાણે છે એમ નથી, એ તો રાગને પૃથક્ પ૨સ્વરૂપે જ જાણે છે. આવો ઝીણો મારગ બાપુ! લોકોને બિચારાઓને મૂળ મારગની ખબર ન મળે એટલે બહારનાં વ્રત, તપ, ભક્તિ ને પૂજા ઇત્યાદિ લઈને બેસી જાય પણ ભાઈ! એ તો બધા રાગના-શુભરાગના પ્રકાર છે, એ કાંઈ ધર્મ નથી વા એ વડે ધર્મ પમાશે એમ પણ નથી.
અહાહા...! કહે છે-‘ આવી અવ્યવસ્થા જાણીને...' શું અવ્યવસ્થા? કે વાંછાકાળે વૈદકનો કાળ નથી અને વેદકનો કાળ આવે ત્યારે વાંછાનો કાળ રહેતો નથી, વીતી ગયો હોય છે, બીજો કાળ થઈ ગયો હોય છે. આ રીતે ‘અવ્યવસ્થા જાણીને જ્ઞાની પોતે જાણનાર જ રહે છે.' જોયું? જે વૃત્તિ થઈ આવી તેનો જ્ઞાની જાણનાર જ રહે છે. તથા તેને ભોગવવાના કાળે જરી વેદન થયું તેનો પણ તે જાણના૨ જ રહે છે. છતાં (જ્ઞાનની અપેક્ષાએ ) ભોગવવાના કાળે જે રાગ થયો એટલું દુઃખ પણ અવશ્ય છે. દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ તો જ્ઞાની તેનો જ્ઞાતા જ છે. પરંતુ દષ્ટિની સાથે જે જ્ઞાન છે તે જ્ઞાનની અપેક્ષાએ તેને કિંચિત રાગનું-દુઃખનું વેદન છે. જ્ઞાની પણ તે પ્રમાણે પોતાને દુ:ખનું વેદન છે એમ જાણે છે.
અહા ! જન્મ-મરણના દુ:ખથી મુક્ત થવાનો આવો મારગ! જેના ફળમાં ‘સાદિ અનંત અનંત સમાધિ સુખમાં ' અનંત અનંત સુખની સમાધિ પ્રગટ થાય તે મારગ ભાઈ ! અલૌકિક છે. અને તેમાંય અહો! સમ્યગ્દર્શન !! ( અપૂર્વ અલૌકિક!) સમ્યગ્દર્શનની સાથે સમ્યજ્ઞાન અને સ્વરૂપાચરણનો-ચારિત્રનો અંશ પણ હોય છે. અનંતાનુબંધીનો અભાવ હોવાથી સ્વરૂપાચરણ-સ્વરૂપમાં જરી સ્થિરતાનો અંશ-હોય છે પરંતુ તેને ચારિત્ર નામ અપાય એમ નહિ. દેશચારિત્ર કે સકલચારિત્ર–એમ ચારિત્ર નામ પાડીએ એવું ચારિત્ર ત્યાં છે એમ નહિ.
શ્રાવકપણું એ ઢીલાપણું છે. પણ જ્યાં પુરુષાર્થ ઉગ્રતા ધારણ કરે છે ત્યાં એકદમ ચારિત્ર અંગીકાર કરે છે. ‘નમો સિદ્ધાણં’–એમ કહીને તીર્થંકરો ચારિત્ર અથવા સ્વરૂપની લીનતા અંગીકાર કરે છે, શુદ્ધોપયોગની સ્થિરતા અંગીકાર કરે છે.
અત્યારે વળી કોઈ કહે છે કે-શુદ્ધોપયોગ તો અત્યારે છે જ નહિ, શુભોપયોગ જ
છે.
અરે ભાઈ ! જો શુદ્ધોપયોગ નથી તો સ્વ-અનુભૂતિ જ નથી, કેમકે ચોથે ગુણસ્થાને જે અનુભૂતિ થાય છે તે શુદ્ધોપયોગમાં જ થાય છે. તેથી જો શુદ્ધોપયોગ ન
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #353
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૩૭ હોય તો, એ અર્થ થયો કે ત્યાં ચોથું ગુણસ્થાન જ નથી; છઠું તો કયાંય રહ્યું, શુદ્ધોપયોગ વિના તો ચોથું ગુણસ્થાનેય નથી. અહા ! પણ અજ્ઞાનીને કયાં જવાબદારીથી વાત કરવી છે? એને તો વાદવિવાદ કરવો છે. પણ ભાઈ ! વાદવિવાદથી કાંઈ સાધ્ય નથી. સમજાણું કાંઈ....?
હવે કહે છે-“અહીં પ્રશ્ન થાય છે કે આત્મા તો નિત્ય છે તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે, તો પછી જ્ઞાની વાંછા કેમ ન કરે ?'
જુઓ, આ સામા ( શિષ્ય) વતી પોતે ને પોતે ભાવાર્થકાર પ્રશ્ન ઉઠાવે છે. શું કહે છે? આત્મા પોતે તો નિત્ય છે; એટલે કે વાંછાકાળેય આત્મા છે અને ભોગવવાના કાળેય તે છે. તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે. તેમાં હરકત કયાં છે? આત્મા નિત્ય હોવાથી તે નિત્ય જે પ્રમાણે ઇચ્છે છે તેને તે પ્રમાણે ભોગવે છે. તેમાં વાંધો શું આવ્યો કે જ્ઞાની વાંછા ન કરે ?
આ પ્રશ્નનું રૂપ સમજાય છે? શું કહે છે? કે તમે જ્યારે એમ કહો છો કે વાંછાનો કાળ અને ભોગવવાનો કાળ-તે બન્ને ભિન્ન છે; બન્નેને કાળભેદ છે તેથી બેનો મેળ ખાતો નથી. પણ અમે કહીએ છીએ કે આત્મા તો નિત્ય છે, તેથી વાંછા કાળે પણ આત્મા છે અને ભોગવવા કાળે પણ આત્મા તો મોજાદ છે. તે કારણે તેને વેધ-વેદકભાવ થાય તેમાં વાંધો શું છે? વેધ–વેદકભાવ ક્ષણિક ભલે હો, પણ આત્મા છે એ તો નિત્ય જ છે. પ્રત્યેક પર્યાયકાળે આત્મા તો નિત્યપણે છે જ. તેથી તે બન્ને ભાવોને વેદી શકે છે, એમ કે ઇચ્છેલું વેદી શકે છે. અને જે એમ છે તો જ્ઞાની વાંછા કેમ ન કરે? આવો પ્રશ્ન ઊઠાવીને પંડિત શ્રી જયચંદજી સમાધાન કરે છે.
તેનું સમાધાનઃ- વેધ-વેદકભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે.'
વેદ-વેદક ભાવો વિભાવો એટલે વિકારી ભાવો છે. એટલે વિકારી ભાવનું કરવું ને ભોગવવું ધર્મીને હોતું નથી. નિત્ય હોવા છતાં કાયમ રહેનારો હોવા છતાં -વિકારની વાંછાનો અને ભોગવવાના કાળનો પણ ધર્મી જ્ઞાતા જ છે અને આ રીતે (અનિત્ય ભાવોથી ભિન્ન ) તે નિત્ય છે. ઝીણી વાત છે ભાઈ !
વેદ-વેદક ભાવો વિભાવભાવો છે, જ્યારે જે નિત્ય છે એ તો સ્વભાવભાવ છે; અર્થાત્ નિત્ય જે આત્મા છે એ તો સ્વભાવભાવથી નિત્ય છે. જ્યારે વિભાવભાવો છે એ અનિત્ય જ છે, તથા તેઓ સ્વભાવભાવ નથી. પહેલાં ટીકામાં આવી ગયું ને કે –“જ્ઞાની તો, સ્વભાવભાવનું ધ્રુવપણું હોવાથી ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવસ્વરૂપ નિત્ય છે.' અહા! જ્ઞાની આ રીતે નિત્ય છે એમ કહ્યું છે, પણ જે જે પર્યાય આવે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #354
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ત્યાં ત્યાં તેને ભોગવવા કાળે તે નિત્ય છે (તેનાથી તે સહિત છે.) એમ ક્યાં કહેવું છે? એ તો એક જ્ઞાયકભાવ-સ્વભાવભાવપણાને લીધે નિત્ય છે. ભાઈ ! આત્મા નિત્ય છે, નિત્ય છે માટે તે બેયમાં (વેધ–વેદક ભાવોમાં) રહી શકે છે એમ તું કહે છે, પણ અમે કહીએ છીએ કે એ તો ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવપણાથી-સ્વભાવભાવપણાથી નિત્ય છે પણ વિભાવિક પર્યાયથી તે નિત્ય છે એમ કયાં છે? એમ છે નહિ.
શું કહ્યું એ? કે જ્ઞાની એક જ્ઞાયકસ્વભાવભાવપણાથી નિત્ય છે, પણ વિભાવભાવરૂપ પર્યાયથી નિત્ય છે એમ નથી. તેથી સ્વભાવભાવની નિત્યતાના કારણે ક્ષણિક અને કાળભેદ ઉત્પન્ન થતા તે વિભાવોને જ્ઞાની ઉત્પન્ન કરતો નથી અને ભોગવતોય નથી. આવી વાત !
કહે છે-વેધ–વેદક ભાવો વિભાવભાવો છે, “સ્વભાવભાવ નથી.” જોયું? જ્ઞાની તો અખંડ એક જ્ઞાયકભાવના ધ્રુવપણાથી નિત્ય છે, અર્થાત્ તેની દષ્ટિમાં તો અખંડ એક જ્ઞાયકભાવપણે આત્મા નિત્ય છે પણ વિભાવભાવથી-પર્યાયભાવથી નિત્ય છે એમ કયાં છે? વિભાવભાવો છે એ તો ક્ષણવિનાશી અનિત્ય છે. માટે તે ક્ષણિક વિભાવની ઇચ્છાના કાળે ને ભોગવવાના કાળે-એમાં જ્ઞાયકપણે નિત્ય એવો આત્મા છે એમ છે નહિ. હવે આ સમજાય નહિ એટલે બિચારા અજ્ઞાનીઓ ઉપવાસાદિ કરે ને બહારના ત્યાગ-ગ્રહણ કરે પણ સ્વરૂપના ભાન વિના એમાં ધર્મ કયાંથી થાય?
પ્રશ્ન:- શ્રી કુંદકુંદાચાર્ય પણ ત્યાગ-ગ્રહણ તો કર્યો હતો?
સમાધાન - એ કયો ત્યાગ બાપુ! એ કાંઈ વસ્ત્રાદિ ત્યાગ્યા ને વ્રતાદિ લઈ લીધાં એટલે ત્યાગ થઈ ગયો? એમ નથી ભાઈ ! એ તો સમકિતીને કે પાંચમાં ગુણસ્થાનવાળાને વ્રતનો વિકલ્પ આવે છે, હું વ્રત લઉં એમ એને થાય છે, પણ અંદરમાં
જ્યારે તે દઢપણે સ્વાશ્રય-સ્વનો આશ્રય કરે છે ત્યારે તેને ચારિત્રની-ત્રણ કપાયના ત્યાગની-વીતરાગતાની ને આનંદની પરિણતિ પ્રગટ થાય છે અને તે ત્યાગ-ગ્રહણ છે. સમજાણું કાંઈ....? વ્રતના વિકલ્પ લીધા માટે અંદર ચારિત્ર પ્રગટ થઈ જાય છે શું એમ છે? એમ નથી. રાજવાર્તિકમાં દાખલો આપ્યો છે કે-અંદરમાં માત્ર સમકિત જ છે અને દ્રવ્યલિંગ લીધું. પણ અંદરમાં આશ્રય અધિક થયો નહિ, પુરુષાર્થ વિશેષ થયો નહિ તે કારણે પાંચમું કે છઠું ગુણસ્થાન પ્રગટયું નહિ. બીજી રીતે કહીએ તો સ્વનો આશ્રય આવે ત્યારે ચારિત્ર પ્રગટ થાય છે પણ વ્રતનો વિકલ્પ છે માટે ચારિત્ર આવે છે એમ છે નહિ.
ભાઈ ! વીતરાગ માર્ગમાં ચારેય અનુયોગનું તાત્પર્ય વીતરાગતા કહ્યું છે. (જુઓ પંચાસ્તિકાય ગાથા ૧૭ર). તો વીતરાગ શાસનનું કોઈ પણ કથન-ચાહે તે વ્રત સંબંધી હો, પર્યાય સંબંધી હો, વિભાવ સંબંધી હો, કે શુદ્ધ દ્રવ્ય સંબંધી હો-તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #355
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૩૯ સર્વનું તાત્પર્ય વીતરાગતા જ છે. તેવી રીતે ક્ષણે ક્ષણે પર્યાય ક્રમબદ્ધ સ્વકાળે પ્રગટ થાય છે એવું કથન આવે તેનું તાત્પર્ય પણ વીતરાગતા જ છે. પણ વીતરાગતા પ્રગટે કયારે? કે શુદ્ધ ત્રિકાળી દ્રવ્યનો આશ્રય લે ત્યારે. ભાઈ ! ચારે અનુયોગમાંથી જે જે વાણી આવે તેનું રહસ્ય વીતરાગતા છે એમ તેમાંથી કાઢવું જોઈએ, અને વીતરાગતા સ્વના આશ્રયે જ પ્રગટ થાય છે, માટે ચારે અનુયોગમાં એક સ્વના આશ્રયનું જ કથન છે એમ સમજવું જોઈએ. અહાહા...! સ્વ-સન્મુખ થવું એ જ વીતરાગની વાણીનો સાર છે.
અહીં કહે છે-“વેધ-વેદક ભાવો વિભાવભાવો છે, સ્વભાવભાવ નથી, તેથી તેઓ વિનાશિક છે; માટે વાંછા કરનારો એવો વેધભાવ ક્યાં આવે ત્યાં સુધીમાં વેદકભાવ (ભોગવનારો ભાવ) નાશ પામી જાય છે, અને બીજો વેદકભાવ આવે ત્યાં સુધીમાં (પલો) વધભાવ નાશ પામી જાય છે; એ રીત વાંછિત ભોગ તો થતો નથી. તેથી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે?” જેનાં ફળ ન આવે અર્થાત્ જે નિરર્થક નિષ્ફળ જાય એવી વાંછા જ્ઞાની કેમ કરે ? ન કરે એમ કહે છે. ગાથા બહુ ઊંચી છે. તેને ધીરજથી સમજવી જોઈએ.
અહાહા...! વાંછિત વેદાતું નથી, પછી જ્ઞાની નિષ્ફળ વાંછા કેમ કરે ? ન કરે. એ તો કહેવાઈ ગયું કે જ્ઞાની નિજ સ્વરૂપને-નિત્યાનંદ પ્રભુ આત્માને-વેદે છે. આત્મા જ વેધ છે અને આત્મા જ તેને વેદક છે. અર્થાત્ પોતે જ વેદવાયોગ્ય છે અને પોતે જ આનંદનો વેદનારો છે. વિકારનું કરવું અને વેદવું-એ બેય જ્ઞાનીને નથી, જ્ઞાનીને તો એનું માત્ર જાણવું છે. અહીં તો દષ્ટિ અને દ્રવ્યની અપેક્ષાએ વાત છે ને? બાકી જ્યારે જ્ઞાન અપેક્ષાએ વાત લે ત્યારે એમ છે કે જે રાગ થાય છે તે પોતાથી થયો છે અને પોતે તેનો ભોક્તા છે-એમ જ્ઞાની જાણે છે. ભારે વાત થઈ.
એક કોર કહે કે સમ્યગ્દષ્ટિને બંધ થતો નથી અને બીજી કોર કહે કે દેશમાં ગુણસ્થાન સુધી તેને રાગ છે, અને છ કર્મ પણ બાંધે છે!!! આ કેવું !
ભાઈ ! એ તો દષ્ટિ અને દષ્ટિનો વિષય અભેદ નિર્વિકલ્પ વસ્તુ છે. તેથી સ્વભાવ અને સ્વભાવની દૃષ્ટિથી વર્ણન હોય ત્યાં એમ આવે કે ધર્મીને સ્વભાવભાવ વ્યાપક અને વર્તમાન સ્વભાવપર્યાય તેનું વ્યાપ્ય છે; પણ વિકારી પર્યાય સ્વભાવનું વ્યાપ્ય નથી. તેથી સ્વભાવની દષ્ટિમાં ધર્મીને રાગ ને રાગજનિત બંધ નથી એમ કહ્યું. પરંતુ જે કાળે દૃષ્ટિ થઈ છે તે જ કાળે જ્ઞાન પણ સાથે છે ને? દષ્ટિમાં તો એકલો અભેદ નિર્વિકલ્પ (સ્વભાવ) છે, અને દૃષ્ટિ પણ નિર્વિકલ્પ છે; પણ જ્ઞાન તે કાળે બેને (અભેદ અને ભેદને) જાણે છે. તો તે કાળે પ્રગટ થયેલું જ્ઞાન એમ જાણે છે કે-પર્યાયમાં જેટલો (અસ્થિરતાનો) રાગ છે તે પોતાનું પરિણમન છે અને પોતે તેનો કર્તા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #356
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ રાગ કરવા લાયક કર્તવ્ય છે એમ નહિ, પણ પરિણમન અપેક્ષાએ જ્ઞાની તેનો કર્તા છે. અહો ! આ બહુ ગંભીર વાત !
અહાહા...! ચિચિચિ એવો ચિકૂપસ્વરૂપ પ્રભુ આત્મા છે. તે “ભગવાન” છે ને? ‘ભગ’ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મી, અને “વાન' નામ રૂપ-સ્વરૂપ. જ્ઞાન ને આનંદ જેનું “વાન” નામ સ્વરૂપ છે તે આત્મા છે. આ નથી કહેતા કે આ કાળે વાને છે ને આ ધોળે વાને છે? એ વાન તો ભાઈ ! શરીરનો બાપા! તો આત્મા કયા વાને છે? તો કહે છે-આત્મા “ભગવાન” છે, અર્થાત્ જ્ઞાન ને આનંદ જેનું રૂપ છે તે આત્મા છે. અહાહા..! આવો આત્મા જેના અનુભવમાં આવ્યો તે (જ્ઞાની), વાંછિત ભોગ થતો નથી તેથી, નિષ્ફળ વાંછા કેમ કરે ?
હવે એક કોર ચક્રવર્તી રોજ સો-બસો કન્યાઓ પરણે અને એવી રીતે ૯૬ હજાર રાણીઓના છંદમાં રહે અને બીજી કોર એમ કહેવું કે તે નિષ્ફળ વાંછા કેમ કરે? તો આવું કેમ માનવું?
સમાધાન- અરે ભાઈ ! તને ખબર નથી બાપુ! એ તો જરી (અસ્થિરતાનો ) લગ્ન કરવાનો વિકલ્પ છે તેને તે જાણે છે અને વિકલ્પના ભોગવવાના કાળે પણ, તેના જ્ઞાનની પર્યાય તે જ પ્રકારની સ્વપરપ્રકાશકપણે પ્રગટ થાય છે તેથી, તેને (ભોગવવાના વિકલ્પને) પણ તે જાણે જ છે. સામગ્રી મને તમારી) હો એવું એને કયાં છે? એને તો ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ હોવાથી વિકલ્પોને તે માત્ર જાણે જ છે, વિકલ્પોનું કરવાપણું કે ભોગવવાપણું તેને હોતું નથી. આવી વાત છે.
હવે કહે છે-“જ્યાં મનોવાંછિત વેદાતું નથી..” જુઓ, સંક્ષેપમાં વેધ ને વેદક એમ બેય કહી દીધું, ભાષા ટૂંકી કરી દીધી. “મનોવાંછિત”—એ વેધ અને “વેદાતું નથી'-એ વેદક. અહાહા....! પંડિત જયચંદજીની ઈષ્ટાર્થને કહેનારી કેવી વાણી! આનું નામ તે પંડિત ! કહે છે-“જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે.” ત્રણ વાત કરી
૧. વેદક અને વેધ ભાવો વિભાવભાવો છે, વિનાશિક છે. તેઓ સ્વભાવભાવ નથી. ૨. માટે, જ્ઞાની તેને કેમ કરે ? અને કેમ ભોગવે? ૩. જ્યાં મનોવાંછિત વેદાતું નથી ત્યાં વાંછા કરવી તે અજ્ઞાન છે. આ તો ખૂબ ગંભીર વાત છે બાપા! તેની ગંભીરતાનો કાંઈ પાર નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #357
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૪૧
સમયસાર ગાથા-૨૧૬ ] હવે આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૧૪૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘વેદ્ય–વે–વિમા–વનસ્વાત' વેધ–વેદકરૂપ વિભાવભાવોનું ચળપણું (અસ્થિરપણું ) હોવાથી ‘વસુ' ખરેખર “withતમ્ વ વેદ્યતે ન વાંછિત વેદાતું નથી.
જોયું? વેધ–વેદકરૂપ ભાવો વિભાવભાવો છે, કર્મના ઉદયે ઉત્પન્ન થતા વિપરીત – વિરુદ્ધ ભાવો છે; અને તેઓ ચળ-અસ્થિર છે, અર્થાત્ ક્ષણિક-વિનાશિક છે. અસ્થિર હોવાથી તે બેય ભાવોને મેળ-મેળાપ નથી. વેધ-વાંછાનો ભાવ હોય ત્યારે વેદકભાવનો કાળ હોતો નથી અને વેદક થાય ત્યારે વેદ-વાંછાનો ભાવ રહેતો નથી, વિણસી જાય છે, માટે તે બેયને મેળ નથી. તેથી ખરેખર વાંછિત વેદાતું નથી. આવી વાત ! તેથી કહે છે
‘તેન' માટે વિદ્વાન વિષ્ણુને ક્ષત્તિ ન’ જ્ઞાની કાંઈ પણ વાછતો નથી. અહીં વિદ્વાન એટલે જ્ઞાની કાંઈ પણ વાંછતો નથી એમ કહે છે. વિદ્વાન એટલે ઘણાં શાસ્ત્રોનો જાણનાર એમ નહિ, પણ વિદ્વાન એટલે જ્ઞાની તેને કહીએ જેને નિર્મળાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન અને વેદન પ્રગટ થયું છે. આવો વિદ્વાન કાંઈ પણ વાંછતો નથી એમ કહે છે. અહાહા....! વાંછે તે વિદ્વાન શાનો? જેને રાગનો રસ છે, રાગની વાંછા છે. તેને તો ભગવાન આત્મા પ્રત્યે દ્વેષ છે, ક્રોધ છે. અહીં કહે છે જેને ભગવાન આત્માની રુચિ થઈ છે તે વિદ્વાન છે અને તે કાંઈ પણ (રાજપદ, દેવપદ, આદિ) વાંછતો નથી.
જ્ઞાનીને વિષયોમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ હોય છે. જુઓ, સમકિતી ઇન્દ્ર એકાવતારી છે અને તેને ઇન્દ્રાણી સહિત કોડો અપ્સરાઓ છે. પણ તેને એમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે, તેને તો ભગવાન આત્મામાં સુખબુદ્ધિ પ્રગટ થઈ છે, તેથી તેને વર્તમાન જે કિંચિત્ રાગની વૃત્તિ છે તેને તે માત્ર જાણે જ છે. અહાહા..પર્યાયમાં કિંચિત્ આસક્તિ હોય છે તેનો જ્ઞાની માત્ર જ્ઞાતા જ છે, કર્તા નથી, વાંક નથી.
કહે છે-“વિદ્વાન શ્ચિન ન જાંતિ' વિદ્વાન એટલે શું? તેમાં બે શબ્દ છેવિદ્વાન, વિત્ એટલે જ્ઞાન, અને તેનો વાન તે વિદ્વાન છે. વિત્ એટલે લક્ષ્મી-પૈસા અર્થ થાય છે. પણ અહીં વિત્ એટલે જ્ઞાન-લક્ષ્મી એમ કહેવું છે. જ્ઞાનીની લક્ષ્મી તે જ્ઞાન છે, અજ્ઞાનીની પૈસા. તો કહે છે-જેને જ્ઞાનનું જ્ઞાન છે તે વિદ્વાન છે. જ્ઞાન એટલે આત્મા. આત્મા તે જ્ઞાન” –એમ કહ્યું છે ને ? સમયસારમાં બધે “જ્ઞાન તે જ આત્મા’-એમ શૈલી છે. સમયસારના અર્થમાં પણ એમ જ છે-“જ્ઞાન તે આત્મા.' પ્રવચનસારમાં એમ લીધું છે કે જ્ઞાન તે આત્મા અને આત્મા તે જ્ઞાન, દર્શન, ચારિત્ર ને આનંદ પણ છે. ત્યાં અપેક્ષા બીજી છે. અહીં તો સ્વભાવ છે તે સ્વભાવી છે એમ અભેદથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #358
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ વાત છે. તેથી જ્ઞાન જેનો સ્વભાવ છે તે આત્મા-સ્વભાવી જ્ઞાન જ છે. અહીં કહે છે– જ્ઞાનસ્વભાવી આત્માને જે જાણે છે તે વિદ્વાન છે અને તે કાંઈ વાંછતો નથી કેમકે વાંછિત વેદાતું નથી.
સમકિતી કાંઈ પણ વાંછતો નથી એમ કહો છો અને છતાં તે છ ખંડનું રાજ્ય કરે ? શું સામેથી છ ખંડના રાજાઓને જીતવા જાય ? બે ભાઈ–બાહુબલી ને ભરત લડે?
સમાધાનઃ- બાપુ! એ બીજી વાત છે. (તું કરે છે એમ કહે છે પણ ) એ તો રાગ આવી જાય છે. કરે કોણ? શું સમકિતી રાગ કરે? ભાઈ! એ તો જે રાગ આવી જાય છે તેને માત્ર જાણે જ છે. રાગ કરવા જેવો છે, તે મારું કર્તવ્ય છે, તે મારું સ્વરૂપ જ્ઞાનીને કયાં છે? જ્ઞાનીને રાગનું કરવાપણું કે સ્વામીપણું છે જ નહિ.
એમ
તે તો ‘સર્વત: અપિ ગતિવિમ્િ ઐતિ' સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને (વૈરાગ્યભાવને) પામે છે.
જોયું? આ વૈરાગ્ય લીધો. પહેલાં જ્ઞાન લીધું અને હવે વિદ્વાનને અતિવિરક્તપણું હોય છે એમ લીધું. જ્ઞાન ને વૈરાગ્ય બન્ને લીધા. પૂર્ણસ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાનજ્ઞાનનું જ્ઞાન અને રાગના અભાવરૂપ વીતરાગભાવ-વૈરાગ્યભાવ-એમ બન્ને જ્ઞાનીને હોય છે. અહાહા...! અહીં કહે છે-જ્ઞાની સર્વ પ્રત્યે અતિ વિરક્તપણાને પામે છે. માટે તેને કાંક્ષવું ને વેઠવું એ હોતું નથી. જગત પ્રતિ અત્યંત ઉદાસીન એવા જ્ઞાનીને બસ જાણવુંજાણવું જાણવું હોય છે.
કોઈને વળી થાય કે આ તે વળી કેવો ધર્મ!
ભાઈ ! મારગ તો આવો જ છે બાપા! આ બીજે નથી આવતું? શું? કે થોડુંક પણ દુ:ખ સહન કરવાનું આવે છે તે સહન થતું નથી તો પછી પ્રભુ! જેના ફળમાં મહાદુ:ખ આવી પડે એવાં કર્મ (પુણ્ય-પાપની ક્રિયા) કેમ કરે છે? પ્રભુ! આવાં કર્મશુભાશુભ બેય હોં–કે જેના ફળમાં તીવ્ર મહાદુઃખ ભોગવવાં પડે તે તું કેમ બાંધે છે? ક્ષણવાર પણ પ્રતિકૂળતા સહન થતી નથી, એક ગુમડું નીકળ્યું હોય ત્યાં રાડા-રાડ કરી મૂકે છે, સાધારણ તાવ હોય ત્યાં ઊંચો-નીચો થઈ જાય છે-હવે આવાં અલ્પ દુઃખ પણ સહન થઈ શકતાં નથી તો એથી અનંતગણાં દુ:ખો થાય એવાં કર્મ તારે બાંધવાં છે? ભાઈ! તને શું થયું છે આ? અહા! બહારનું બધું ભૂલી જા પ્રભુ! બહારની ચમક-દમક બધી ભૂલી જા. અહીં અંદરમાં દેખવાલાયક દેખનાર ભગવાન છે તેને દેખ ! ભાઈ બહારનું દેખવામાં જરાય સુખ નથી. અંદર દેખનારો છે કે નહિ? છે ને. તે સુખધામ છે. તો બહારનું દેખવું મૂકી દઈને અંદર દેખનાર જે તું જ છે તેને દેખ. એમ કરતાં તને સકિત થશે, જ્ઞાન થશે અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #359
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૪૩ આનંદનું વેદના થશે. આ જ એક માર્ગ છે. આવા માર્ગને પામેલા જ્ઞાનીઓ કાંઈ પણ બીજું ઇચ્છતા નથી.
ભાવાર્થ:- “અનુભવગોચર જે વેધ વેદક વિભાવો તેમને કાળભેદ છે, તેમનો મેળાપ નથી (કારણ કે તેઓ કર્મના નિમિત્તે થતાં હોવાથી અસ્થિર છે); માટે જ્ઞાની આગામી કાળ સંબંધી વાંછા શા માટે કરે?” ન કરે. આ ભાવાર્થ કહ્યો.
[ પ્રવચન નં. ૨૮૯ અને ૨૯૦
* દિનાંક ૧૧-૧-૭૭ અને ૧૨-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #360
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૧૭
तथाहि
बंधुवभोगणिमित्ते अज्झवसाणोदएसु णाणिस्स। संसारदेहविसएसु व उप्पज्जदे रागो।। २१७।।
बन्धोपभोगनिमित्तेषु अध्यवसानोदयेषु ज्ञानिनः। संसारदेहविषयेषु नैवोत्पद्यते रागः।। २१७ ।।
એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છે:
સંસારમેહસંબંધી ને બંધોપભોગનિમિત્ત જે, તે સર્વ અધ્યવસાનઉદયે રાગ થાય ન જ્ઞાનીને. ૨૧૭.
ગાથાર્થ- [ વળ્યોપમો નિમિત્તેy] બંધ અને ઉપભોગનાં નિમિત્ત એવા [ સંસારવેદવિષયેy] સંસારસંબંધી અને દેહસંબંધી [અધ્યવસાનો પુ] અધ્યવસાનના ઉદયોમાં [ જ્ઞાનિન:] જ્ઞાનીને [ RIT:] રાગ [ન ઇવ ઉત્પd] ઊપજતો જ નથી.
ટીકા:- આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે અને કેટલાક શરીરસંબંધી છે. તેમાં, જેટલા સંસારસંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે. જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે અને જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી; કારણ કે તેઓ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.
ભાવાર્થ- જે અધ્યવસાનના ઉદયો સંસાર સંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ તો રાગ, દ્વેષ, મોહ ઇત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહુ સંબંધી છે અને ઉપભોગના નિમિત્ત છે તેઓ સુખ, દુઃખ ઇત્યાદિ છે. તે બધાય (અધ્યવસાનના ઉદયો ), નાના દ્રવ્યોના (અર્થાત્ પુદ્ગલદ્રવ્ય અને જીવદ્રવ્ય કે જેઓ સંયોગરૂપે છે તેમના) સ્વભાવ છે; જ્ઞાનીનો તો એક જ્ઞાયકસ્વભાવ છે. માટે જ્ઞાનીને તેમનો નિષેધ છે; તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગ-પ્રીતિ નથી. પરદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #361
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૪૫ (વાતા) ज्ञानिनो न हि परिग्रहभावं कर्म रागरसरिक्ततयैति। रङ्गयुक्तिरकषायितवस्त्रेस्वीकृतैव हि बहिर्जुठतीह।। १४८ ।।
(વા તા). ज्ञानवान् स्वरसतोऽपि यतः स्यात् सर्वरागरसवर्जनशीलः। लिप्यते सकलकर्मभिरेष:
कर्ममध्यपतितोऽपि ततो न।।१४९ ।। હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનારૂપે શ્લોક કહે છે:
શ્લોકાર્થ- [ રૂદ મળ્યાયિતવસ્ત્ર] જેમ લોધર, ફટકડી વગેરેથી જે કપાયિત કરવામાં ન આવ્યું હોય એવા વસ્ત્રમાં [૨યુpિ:] રંગનો સંયોગ, [અસ્વીકૃતા] વસ્ત્ર વડ અંગીકાર નહિ કરાયો થકી. [વદિ: Uવ હિ હરિ ] બહાર જ લોટે છે–અંદર પ્રવેશ કરતો નથી, [ જ્ઞાનિન: રા|૨સરિતા »ર્મ પરિઝદમાવું ન હિ તિ] તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી.
ભાવાર્થ- જેમ લોધર, ફટકડી વગેરે લગાડ્યા વિના વસ્ત્ર પર રંગ ચડતો નથી તેમ રાગભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી. ૧૪૮.
ફરી કહે છે કે
શ્લોકાર્થઃ- [વત:] કારણ કે [ જ્ઞાનવાન] જ્ઞાની [સ્વર : પ ] નિજ રસથી જ [ સર્વરા રસવર્નનશીત:] સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો [ ] છે [તતઃ] તેથી [ps:] તે [ મધ્યપતિત: પિ] કર્મ મધ્યે પડ્યો હોવા છતાં પણ [સવનર્મfમ:] સર્વ કર્મોથી [ન તિથો] લપાતો નથી. ૧૪૯.
સમયસાર ગાથા ૨૧૭ : મથાળુ એ રીતે જ્ઞાનીને સર્વ ઉપભોગો પ્રત્યે વૈરાગ્ય છે એમ હવે કહે છે:
* ગાથા ૨૧૭ : ટીકા ઉપરનું પ્રવચન * આ લોકમાં જે અધ્યવસાનના ઉદયો છે તેઓ કેટલાક તો સંસારસંબંધી છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #362
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અને કેટલાક શ૨ી૨સંબંધી છે. તેમાં, જેટલા સંસા૨સંબંધી છે તેટલા બંધનમાં નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે.'
શું કહે છે? કે કર્મના સંગમાં જે રાગાદિની ઉત્પત્તિ થાય છે તે સર્વ અધ્યવસાનએત્વબુદ્ધિ છે. તેઓ કેટલાક તો સંસારસંબંધી છે અને કેટલાક શરીર સંબંધી છે. જુઓ, આ કર્તા-ભોક્તાપણું કહે છે. કહે છે-જેટલા સંસારસંબંધી છે એટલે કે સંસારના લક્ષે જે રાગાદિ અધ્યવસાન ઉત્પન્ન થાય છે તે બંધનાં કારણ છે; તથા જેટલા શરીરસંબંધી છે અર્થાત્ શરીરાદિ ભોગવવાની ચીજના લક્ષે જે રાગાદિ અધ્યવસાન ઉત્પન્ન થાય છે તે ઉપભોગનાં નિમિત્ત છે.
અને
હવે કહે છે– જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગ-દ્વેષ-મોહાદિક જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુઃખાદિક છે. આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી.'
અહાહા...! જ્ઞાની કોને કહીએ? કે જેને અંતરમાં નિર્મળાનંદના નાથ અમૃતસ્વરૂપ ભગવાન આત્માની અનુભૂતિ થઈને આનંદરસનો-નિરાકુળ આનંદનો સ્વાદ આવ્યો છે તે જ્ઞાની છે. આવા જ્ઞાનીને ભોક્તાસંબંધી-શરીરસંબંધી રાગમાં કે કર્તાસંબંધી રાગમાં એકત્વબુદ્ધિ નથી, એટલે કે પોતાપણું નથી. ઝીણી વાત છે ભાઈ!
આ નિર્જરા અધિકાર છે ને? તો નિર્જરા કોને થાય છે એની આ વાત છે. અહાહા...! જેને અંદરમાં પોતે જ્ઞાનાનંદસ્વરૂપ છે, અતીન્દ્રિયજ્ઞાન ને અતીન્દ્રિય આનંદસ્વરૂપ છે એવો સ્વના આશ્રયપૂર્વક સ્વીકાર આવ્યો છે તે સમકિતીને નિર્જરા થાય છે. ચોથે ગુણસ્થાનેથી સમકિતીને અતીન્દ્રિય જ્ઞાન ને અતીન્દ્રિય આનંદની અનુભૂતિ હોવાથી નિર્જરા થાય છે. આવી ઝીણી વાત બાપુ!
અહીં ‘જ્ઞાની ’ કહ્યો છે ને? તો જ્ઞાનીની વ્યાખ્યા ચાલે છે કે-‘બધાયમાં જ્ઞાનીને રાગ નથી.' ચાહે રાગદ્વેષાદિ ઉત્પન્ન થાય ચાહે સુખ-દુ:ખની કલ્પના-એ બધાય વિભાવ છે અને સ્વભાવની દૃષ્ટિ જેને પ્રગટ છે, અહાહા...! સ્વાનુભૂતિ જેને પ્રગટ છે તે જ્ઞાની, તે વિભાવ પોતાના છે એમ માનતો નથી. ભાઈ! અનંતકાળમાં અંદર આત્મા પોતે શું ચીજ છે તે જાણ્યું નથી. અહા ! રાગના સંબંધથી રહિત અબદ્ધસૃષ્ટ પ્રભુ આત્મા અંદર ચિન્માત્રસ્વરૂપથી શોભી રહ્યો છે તેને એણે જાણ્યો નથી. અહીં કહે છે-રાગરહિત સદા વીતરાગસ્વભાવી ભગવાન આત્માને જાણનારો જ્ઞાની આ બધાય વિભાવો મારા છે એમ માનતો નથી. સમજાણું કાંઈ?
‘નો પસ્સવિ ગપ્પાĪ...' ઇત્યાદિ ૧૫ મી ગાથા આવે છે ને! ત્યાં કહ્યું છે કે જે રાગ અને કર્મના સંબંધથી રહિત અબદ્ધસ્કૃષ્ટ આદિ સ્વરૂપ ભગવાન આત્માને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #363
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૧૭ ]
| [ ૩૪૭ અનુભવે છે તે સકલ જિનશાસનને દેખે છે, જાણે છે. અહાહા...જે મતિ-શ્રુતજ્ઞાનમાં – નિજ શુદ્ધોપયોગમાં-અબદ્ધસ્કૃષ્ટ, જ્ઞાનદર્શનાદિ ભેદથી રહિત અવિશેષ, પુણ્ય-પાપથી રહિત, ધ્રુવ ધ્રુવ ચિદાનંદ પ્રભુ આત્માને દેખે છે, અનુભવે છે તે, “પઃિ જિનશાસનમ્ સવું’–સર્વ જિનશાસનને દેખે છે. લ્યો, વિદેહક્ષેત્રે સાક્ષાત્ બિરાજમાન વીતરાગ સર્વશદેવ શ્રી સીમંધરનાથની દિવ્યધ્વનિ સાંભળીને શ્રી કુંદકુંદાચાર્ય આ સંદેશ અહીં લઈ આવ્યા છે; એમ કે મારગ આવો છે.
કહે છે-જેણે પોતાના આત્માને સમ્યગ્દર્શન અને સ્વાનુભૂતિમાં ગ્રહ્યો છે તે જ્ઞાની છે. સમ્યગ્દર્શન તે શ્રદ્ધાનરૂપ છે જ્યારે સ્વાનુભૂતિ તે જ્ઞાન ને આનંદની પર્યાય છે. અહીં જ્ઞાની' કહ્યો છે ને? તો આ “જ્ઞાની ’ની વ્યાખ્યા ચાલે છે. કહે છે-“આ બધાયમાં.'
આ બધાયમાં’ એટલે?
એટલે કે કોઈ પણ-કર્તાપણાના રાગદ્વેષમાં, પુણ્ય-પાપમાં કે શરીરસંબંધી - ભોક્તાસંબંધીના રાગમાં-જ્ઞાનીને રાગ નથી. તેને રાગનો રાગ નથી. ઝીણી વાત છે પ્રભુ! વીતરાગ સર્વજ્ઞના શાસન સિવાય આ મારગ કયાંય છે નહિ. આ પદ્ધતિ જ આખી (દુનિયાથી) જુદી છે. આ તો ભગવાનની ઓધ્વનિમાં આવેલી વાત છે. બનારસી વિલાસમાં આવે છે ને કે
ઓમકાર ધુનિ સુનિ અર્થગણધર વિચાર,
રચી આગમ ઉપદેશ ભવિક જીવ સંશય નિવાર.” ભગવાન સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા હોય છે. તેમની વાણી ઓમધ્વનિ હોય છે. આવી (આપણા જેવી) ખંડભાષા તેમને હોતી નથી. એ તો અનક્ષરી ૐધ્વનિ હોય છે. તે ૐધ્વનિ સાંભળીને ગણધરદેવ તેમાંથી અર્થ વિચારે છે અને આગમ-સૂત્ર રચે છે. તે સૂત્ર અનુસાર આ સમયસાર એક સિદ્ધાંત-શાસ્ત્ર છે. તેમાં અહીં કહે છે–ભગવાન્ ! સાંભળ તો ખરો કે નિર્જરા શું ચીજ છે? અને તે કોને હોય છે?
અહાહા..! નિર્જરા નામ ધર્મ-શુદ્ધિની વૃદ્ધિ છે અને તે ત્રણ પ્રકારે કહી છે. તથા તે જ્ઞાનીને હોય છે.
જ્ઞાનીને એટલે?
જ્ઞાનીને એટલે સમ્યગ્દષ્ટિને હોય છે. અહાહા....! જેણે પૂર્ણાનંદનો નાથ સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જ્ઞાનમાં જ્ઞય બનાવીને જાણ્યો છે તેવા સમકિતીને નિર્જરા થાય છે. વર્તમાન જ્ઞાનની પર્યાયમાં અભેદ એક પૂર્ણસ્વરૂપ પ્રભુ આત્મા જેણે જાણ્યો છે તે જ્ઞાની છે અને તેને નિર્જરા થાય છે. જુઓ, વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખી પૂરણ ચીજનું (આત્મદ્રવ્યનું) જ્ઞાન થાય છે પણ આખી ને આખી ચીજ (આત્મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #364
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ દ્રવ્ય) તેમાં આવી જતી નથી. એક સમયની શ્રદ્ધાની પર્યાયમાં આખી ચીજનું શ્રદ્ધાન આવી જાય છે, પણ આખું દ્રવ્ય તેમાં આવી જતું નથી. દ્રવ્ય તો ત્રિકાળ ભિન્ન જ રહે છે. આમ પોતાના નિર્મળ ઉપયોગમાં-શુદ્ધોપયોગમાં પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માને જે અનુભવે છે તે જ્ઞાની છે અને તેને નિર્જરા થાય છે, ધર્મ થાય છે. આવી વાત છે, સમજાણું કાંઈ....?
અહા! અનંતકાળમાં એણે પોતાની ચિદાનંદમય વસ્તુનો સ્પર્શ–અનુભવ કર્યો નથી. અરે! એણે રાગાદિના વિકલ્પનો સ્પર્શ-અનુભવ કરીને હું ધર્મ કરું છું એમ માની લીધું છે! પરંતુ ભાઈ ! ધર્મ તો વસ્તુનો સ્વભાવ છે. અહાહા..? વસ્તુ આત્મા જે ધર્મી છે તેનો ધર્મ શું છે? અહાહા...! અતીન્દ્રિય જ્ઞાન, અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય સ્વચ્છતા, અતીન્દ્રિય પ્રભુતા, અતીન્દ્રિય પુરુષાર્થ એ તેનો ધર્મ છે. આવા ધર્મથી અભેદ ધર્મી એવા પ્રભુ આત્મા ઉપર જેની દષ્ટિ પડી છે તે જ્ઞાની છે; અને તે જ્ઞાનીને, અહીં કહે છે, “આ બધાયમાં રાગ નથી.’ ‘બધાયમાં '—એમ એક શબ્દ તો અહા ! કેટલું ભર્યું છે !! આ સંસારસંબંધી કર્તાપણાના રાગ પ્રતિ કે શરીરસંબંધી ભોક્તાપણાના રાગ પ્રતિ જ્ઞાનીને રાગ નથી; કેમકે પોતાના નિરાકુળ આનંદના સ્વાદ આગળ તેને કર્તા-ભોક્તાપણાના રાગમાંથી રસ ઊડી ગયો છે. જેને આત્મામાં સુખબુદ્ધિ થઈ છે તેને રાગમાંથી સુખબુદ્ધિ ઊડી ગઈ છે. માટે જ્ઞાનીને નિર્જરા થાય છે. નિર્જરા ત્રણ પ્રકારે કહી ને? ૧. કર્મની નિર્જરા, ૨. અશુદ્ધતાની નિર્જરા અને ૩. શુદ્ધોપયોગની વૃદ્ધિ. આ પ્રમાણે જ્ઞાનીને નિર્જરા થતી હોય છે.
ત્યારે કોઈ કહે છે-અશુભરાગમાંથી તો જ્ઞાનીને સુખબુદ્ધિ ઉડી ગઈ છે, પણ શુભરાગ તો તે કરે છે ને?
અરે ભાઈ ! શુભ ને અશુભ-બેયમાંથી જ્ઞાનીને સુખબુદ્ધિ ઉડી ગઈ છે. જ્ઞાની શુભરાગ કરે છે વા તેને શુભરાગનું કરવાપણું છે-એમ છે જ નહિ. ઝીણી વાત છે. પ્રભુ! ભગવાનનો મારગ-વીતરાગતાનો મારગ બહુ સૂક્ષ્મ છે. અહીં કહ્યું ને કે-“આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી.” “આ” મતલબ કે સંસારસંબંધી ને શરીરસંબંધી જેટલા પરિણામ છે તે બધાયમાં જ્ઞાનીને રાગ નથી.
જુઓ, (ટકામાં) પહેલાં કહ્યું કે “જેટલા (અધ્યવસાન) સંસારસંબંધી છે તેટલા બંધનનાં નિમિત્ત છે અને જેટલા શરીર સંબંધી છે તેટલા ઉપભોગમાં નિમિત્ત છે.' પછી કહ્યું કે “જેટલા બંધનના નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે.' અહા ! રાગ છે એ આસ્રવતત્ત્વ છે. તેને પોતાનો (જ્ઞાયકરૂપ) માનવો તે મિથ્યાત્વભાવ છે, મોટું છે. તથા પદાર્થોને ઇષ્ટ-અનિષ્ટ કલ્પવા તે રાગદ્વેષ છે. ભાઈ ! પદાર્થ તો ઇષ્ટ-અનિષ્ટ છે નહિ, કેમકે પદાર્થો તો બધાય શય છે. તે શેયમાં બે ભાગ પાડવા કે આ ઇષ્ટ ને આ અનિષ્ટ તે રાગદ્વેષ છે. તો આવા મોહ અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #365
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૪૯
રાગદ્વેષના પરિણામ જ્ઞાનીને હોતા નથી એમ કહે છે. ભારે વાત ભાઈ! કોઈને એમ થાય કે સમિતિ બહુ મોંઘુ કરી નાખ્યું; પણ ભાઈ! સમકિત તો છે એમ છે; વીતરાગનો મારગ તો વીતરાગતાથી જ ઉત્પન્ન થાય છે, રાગથી નહીં, શુભરાગથીય નહીં. પંચાસ્તિકાયની ૧૭૨ મી ગાથામાં આવે છે કે શાસ્ત્રનું તાત્પર્ય વીતરાગતા છે. ત્યાં કહ્યું છે-‘જયવંત વર્તો વીતરાગપણું કે જે સાક્ષાત્ મોક્ષમાર્ગનો સાર હોવાથી શાસ્ત્રતાત્પર્યભૂત છે.' આમ ચારે અનુયોગનું તાત્પર્ય વીતરાગતા છે. એ વીતરાગતા કેમ થાય? તો કહે છે કે સ્વના આશ્રયે થાય છે અને પરના આશ્રયે તો રાગ જ થાય છે; કેમકે ‘સ્વાશ્રિતો નિશ્ચય: પરાશ્રિતો વ્યવહાર:' ભાઈ ! આ ન્યાયથી તો વાત છે, કાંઈ કચડી-મચડીને કહેવાતું નથી. ભગવાનનો મારગ તો ન્યાયથી, યુક્તિથી કહેલો છે.
કહે છે–· આ બધાયમાં...' · આ ’-એટલે ? સંસારસંબંધી કર્તાપણાના રાગદ્વેષમોહના પરિણામ ને શરીરસંબંધી ભોક્તાપણાના સુખદુઃખાદિ પરિણામ -તે જેટલા અધ્યવસાયના પરિણામ છે તે બધાયમાં જ્ઞાનીને રાગ નથી. ગજબ વાત છે ભાઈ ! ‘આ ’ શબ્દે તો બધું ખૂબ ભર્યું છે. અહાહા...! ધર્મી એને કહીએ, સમકિતી એને કહીએ જેને રાગમાં ને રાગના ભોક્તાપણામાં-બેયમાંથી રસ ઊડી ગયો છે, રુચિ ઊડી ગઈ છે. ધર્મીને રાગમાં રસ નથી, સ્વામીપણું નથી; એ તો રાગથી ભિન્ન પડી ગયો છે અને સ્વભાવમાં એકત્વ પામ્યો છે. એને તો આનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતાનો છે. હવે આવું જગતને (રાગના પક્ષવાળાઓને) ભારે કઠણ પડે છે, પણ શું થાય?
અનાદિ સંસારથી પરિભ્રમણ કરતાં કરતાં અનંતકાળ વીતી ગયો પ્રભુ! તે પંચપરાવર્તનરૂપ પરિભ્રમણ કરતાં કરતાં નિગોદના અનંત ભવ કર્યા, એકેન્દ્રિયાદિના અનંત ભવ કર્યા ને મનુષ્યના પણ અનંત ભવ કર્યા. વળી તેમાંય અનંતવાર દ્રવ્યલિંગ ધારણ કર્યાં ને પંચમહાવ્રત ને ૨૮ મૂલગુણના વિકલ્પની ક્રિયા અનંતવા૨ કરી. પણ અરે ! શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દષ્ટિ ન કરી. આત્મજ્ઞાન ન કર્યું; ને તે વિના દુ:ખ જ દુઃખ પામ્યો. છઠ્ઠઢાલામાં આવે છે ને કે
“મુનિવ્રત ધા૨ે અનંત બાર ગ્રીવક ઉપજાૌ,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાૌ.”
લ્યો, ‘સુખ લેશ ન પાૌ' –એનો અર્થ શું થયો ? કે મહાવ્રત પાળ્યાં એ તો આસ્રવભાવ હતો, દુઃખ હતું. આકરી વાત પ્રભુ! પણ આસ્રવભાવ દુઃખરૂપ જ છે, એમાં સુખ છે જ નહિ. સુખ ને આનંદનો ભંડાર તો ભગવાન આત્મા છે.
અહીં ‘આત્મજ્ઞાન ’ કહ્યું ને! તો શાસ્ત્રજ્ઞાન તે આત્મજ્ઞાન એમ નહિ. નવપૂર્વની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #366
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૦ ]
વન રત્નાકર ભાગ-૭ લબ્ધિરૂપ શાસ્ત્રજ્ઞાન તો એને અનંતવાર થયું. અગિયાર અંગનો પાઠી પણ અનંતવાર થયો. જુઓ, એક આચારાંગમાં ૧૮ હજાર પદ અને એક પદમાં એકાવન કરોડ ઝાઝેરા શ્લોક છે. એમ-એમ (એ પ્રમાણે) એનાથી બેગણું (ડબલ) બીજું અંગ છે. એમ અગિયાર અંગ છે. તે અગિયાર અંગનું જ્ઞાન પણ એને અનંતવાર થયું. પણ તે કાંઈ જ્ઞાન નથી. એક આત્મજ્ઞાન જ જ્ઞાન છે. “આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાય” એમ કહ્યું ને? ત્યાં આત્માની પર્યાયના જ્ઞાન વિના, કે રાગના જ્ઞાન વિના કે નિમિત્તના જ્ઞાન વિના-એમ અર્થ નથી. પણ શુદ્ધવિદ્ગપોડમ્, નાનંવરુપોગ—અહાહા...! શુદ્ધ ચિતૂપ, નિત્યાનંદસ્વરૂપ ધ્રુવ પ્રભુ આત્મા હું છું એવું સ્વાશ્રયે પ્રગટ થયેલું જ્ઞાન તે આત્મજ્ઞાન છે; આવું આત્મજ્ઞાન એણે કયારેય પ્રગટ કર્યું નહિ તેથી દુઃખી રહ્યો છે એમ અર્થ છે. તેથી શાસ્ત્રજ્ઞાન એ મુખ્ય નથી, આત્મજ્ઞાન મુખ્ય છે. સમકિતી તિર્યંચ હોય છે તેને નવ તત્ત્વનાં નામ પણ આવડતાં નથી પણ હું આનંદસ્વરૂપ આત્મા છું એવા ભાન સહિત તત્ત્વ-પ્રતીતિ તેને હોય છે, આત્મજ્ઞાન હોય છે. સમજાણું કાંઈ...?
આ બધાયમાં જ્ઞાનીને રાગ નથી;” તો કેમ નથી તેનું કારણ હવે કહે છે-“કારણ કે તેઓ બધાય નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.”
કહ્યું? કે શુભાશુભભાવના કર્તાપણાના પરિણામને શુભાશુભભાવના ભોક્તાપણાના પરિણામ-એ બધાય અનેકદ્રવ્યના સ્વભાવરૂપ છે, એક સ્વભાવ નથી, જીવસ્વભાવ નથી. એ તો બધા કર્મના સંગે-કર્મને વશ થઈને ઉત્પન્ન થયેલા ભાવ છે ને? તેથી તેઓ સંયોગી વિભાવભાવ છે, વ્યભિચારી ભાવ છે. અહાહા...! અનંતા પુગલદ્રવ્યના સંગે ઉત્પન્ન થયેલા તે (રાગાદિ) અનેક પ્રકારના વિકારી ભાવ છે તેથી નાના દ્રવ્યોના સ્વભાવ છે એમ કહ્યું છે.
ભગવાન આત્મા એક જ્ઞાનાનંદસ્વભાવ છે; જ્યારે આ શુભાશુભભાવરૂપ કર્તાભોક્તાપણાના પરિણામ અનેકદ્રવ્યના સ્વભાવ છે. સંયોગના લક્ષે ઉત્પન્ન થાય છે ને? તેથી તે સંયોગીભાવ અનેકદ્રવ્યના સ્વભાવ છે, વ્યભિચારી ભાવ છે. શુભાશુભભાવ કાંઈ આત્મદ્રવ્યના લક્ષે ઉત્પન્ન થતા નથી, પણ કર્મના સંયોગના વશથી ઉત્પન્ન થાય છે, તેથી તેઓ અનેકદ્રવ્યના સ્વભાવ છે. શું કહ્યું? ન્યાય સમજાય છે ને? એમ કે-એક શુદ્ધ ચૈતન્યસ્વભાવના આશ્રયે વિભાવ-વિકારના ભાવ કયારેય ઉત્પન્ન થતા નથી, પણ તેઓ સંયોગી દ્રવ્યના-કર્મના વશે ઉત્પન્ન થાય છે માટે તેઓ અનેકદ્રવ્ય સ્વભાવ છે. આ ન્યાય છે. વસ્તુના સ્વરૂપ તરફ જ્ઞાનને લઈ જાય તેનું નામ જાય છે. “નિ' ધાતુ છે ને? એટલે કે લઈ જવું, દોરી જવું-જેવું સ્વરૂપ છે તે તરફ જ્ઞાનને લઈ જવું તેનું નામ ન્યાય છે. આ તમારા સંસારના ન્યાયની અહીં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #367
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૫૧ વાત નથી. આ તો વસ્તુનું સ્વરૂપ જેવું ભગવાન કેવળીએ કહ્યું છે તેને સમજવા પ્રતિ જ્ઞાનને દોરી જવું તે ન્યાય છે એમ વાત છે. આ તો ભગવાનના કાયદા છે ભાઈ !
અહા ! પંચમ આરામાં અત્યારે અહીં ભરતમાં ભગવાનના વિરહ પડ્યા! કેવળજ્ઞાન રહ્યું નહિ, પણ કેવળીની આ વાણી રહી ગઈ. એ વાણીનો આ પોકાર છે કેપ્રભુ! તું ભગવાન છો; પ્રત્યેક આત્મા નિશ્ચયથી ભગવાન-સ્વરૂપ જ છે. અહાહા..! નિશ્ચયથી આ શુદ્ધ (એક જ્ઞાયકભાવ ) જે છે તે આત્મા છે, જ્યારે આ રાગાદિ છે એ તો આસ્રવ છે, અનેક દ્રવ્યસ્વભાવ છે, જીવસ્વભાવ નહિ. જ્યારે કર્મ આદિ છે તે અજીવ છે, આત્માથી ભિન્ન છે. આસ્રવભાવ પણ આત્માથી ભિન્ન છે. જો એમ ન હોય તો નવતત્ત્વ રહે નહિ. માટે આસ્રવથી ભિન્ન આત્મા શુદ્ધ જ્ઞાયકસ્વરૂપ ચિદાનંદ પ્રભુ નિત્ય ભગવાન સ્વરૂપ જ છે. અહાહા...! ‘ભગ’ નામ જ્ઞાનાનંદની લક્ષ્મી અને ‘વાન' નામ સ્વરૂપ જેનું છે તેવો આત્મા નિશ્ચયે ભગવાન છે. અને તે આદરણીય છે. પર અરે ! આ સાંભળીને અજ્ઞાની રાડ પાડે છે કે-અમે તે ભગવાન! પણ બાપુ! તું સાંભળ તો ખરો નાથ! જો તું અંદર ભગવાન નથી તો તારી ભગવાનની અવસ્થા પ્રગટશે કયાંથી ? અંદર ભગવાન સ્વભાવમાંથી તે ઉત્પન્ન થશે, કાંઈ બહારમાંથી ( રાગમાંથી) ઉત્પન્ન નહિ થાય. સમજાણું કાંઈ....?
આત્મા સ્વરૂપથી ભગવાન છે; માટે અમને તો સર્વ જીવ સાધર્મી છે. દ્રવ્ય તરીકે તો બધા આત્મા સાધર્મી છે. આ ‘સર્વોપુ મૈત્રી' નથી આવતું? “સર્વોપુ મૈત્રી ગુfપુ પ્રમોઢું'—એમ આવે છે ને? અહાહા..! સર્વ આત્મા સદા અંદર તો ભગવાન સ્વરૂપ જ છે. આ નારકી, તિર્યંચ, મનુષ્ય ઇત્યાદિ તો કર્મના નિમિત્તની ઉપાધિના બોલ છે. અને આ શુભાશુભભાવ-કર્તા-ભોક્તાપણાના ભાવ એ પણ કર્મના નિમિત્તની ઉપાધિથી ઉત્પન્ન થયેલા ઔપાધિક ભાવ છે, અનેક દ્રવ્યના સ્વભાવ છે; એ કાંઈ જીવનું સત્યાર્થ સ્વરૂપભૂત નથી; તેઓ કાંઈ જીવના સ્વરૂપભૂત નથી.
આત્મા એક જ્ઞાયકભાવ ત્રિકાળ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવ છે; જ્યારે રાગાદિ ભાવો – કર્તા-ભોક્તાપણાના ભાવો નાના દ્રવ્યોના સ્વભાવ છે. પર સંયોગે ઉત્પન્ન થયેલા તેઓ પરસ્વભાવો-અનેક દ્રવ્યના સ્વભાવો છે, જુઓ છે અંદર? કે “નાના દ્રવ્યોના સ્વભાવ હોવાથી”—અર્થાત આ કારણે-“ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.” લ્યો, જ્ઞાની કોને કહેવો એ પણ આમાં ખુલાસો કરી દીધો કે ટંકોત્કીર્ણ એક શાકભાવ જેનો સ્વભાવ છે એવો જ્ઞાની ” છે.
ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ” એટલે? છઠ્ઠી ગાથામાં આચાર્ય કુંદકુંદે “એક જ્ઞાયકભાવ” ના કહ્યો? કે
‘ण वि होदि अपमत्तो ण पमत्तो जाणगो दु जो भावो'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #368
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
અહાહા...! એક જ્ઞાયકભાવ એને કહીએ કે જેમાં પ્રમત્ત કે અપ્રમત્ત પર્યાયના ભેદ નથી. અહાહા...! એકલા જ્ઞાયકરસ-ચૈતન્યરસનું દળ ચિન્માત્રસ્વરૂપ એવો એક જ્ઞાયકભાવ પ્રભુ આત્મા છે. આવો એક જ્ઞાયકભાવ જેને પોતાનો છે તે જ્ઞાની છે અને તે જ્ઞાનીને, જે નાના દ્રવ્યોના સ્વભાવો છે એવા રાગદ્વેષમોહનો કર્તા-ભોક્તાપણાના ભાવોનો નિષેધ છે. આવો મારગ છે; આકરો પડે તોય એમાં બીજું શું થાય? મારગ તો આ એક જ છે. શ્રીમમાં આવે છે ને કે
'
એક હોય ત્રણકાળમાં પરમારથનો પંથ’
અહાહા...! શું ગાથા છે! એક ગાથામાંય કેટલું ભર્યું છે! ગાથાએ-ગાથાએ આખા સમયસારનો સા૨ ભરી દીધો છે; અને એવી ૪૧૫ ગાથા !! અહો ! સમયસાર તો જગતનું અજોડ ચક્ષુ છે.
કહે
છે–સંસા૨સંબંધી કર્તાપણાનો ભાવ રાગદ્વેષાદિ
અને શરીરસંબંધી ભોક્તાપણાનો ભાવ સુખદુઃખાદિ કલ્પના-એ બધાયમાં જ્ઞાનીને રાગ નથી, રુચિ નથી. જેને શુદ્ધ જ્ઞાયકની રુચિ જાગી તેને રાગની રુચિ રહેતી નથી. જેમ એક મ્યાનમાં બે તલવાર રહે નહિ તેમ જેને રાગની રુચિ છે તેને ભગવાન આત્માની-જ્ઞાયકની રુચિ હોતી નથી અને જેને જ્ઞાયકની રુચિ થઈ જાય તેને રાગની રુચિ રહેતી નથી. બીજી રીતે કહીએ તો શાયકભાવમાં રાગનો અભાવ છે અને રાગમાં શુદ્ધ જ્ઞાયકભાવનો અભાવ છે.
પ્રશ્ન:- અત્યારે પણ ?
ઉત્ત૨:- હા, અત્યારે પણ અને ત્રણે કાળ; કેમકે રાગ છે એ તો આસ્રવ છે. શું આસવભાવ જ્ઞાયકપણે છે? જો આસવ જ્ઞાયકભાવપણે હોય તો નવ તત્ત્વ ભિન્ન ભિન્ન રહેશે કેવી રીતે ? છઠ્ઠી ગાથામાં ટીકાકારે ને ભાવાર્થકારે સ્પષ્ટ ખુલાસો કર્યો છે કેશુભાશુભભાવના સ્વભાવે જ્ઞાયક થઈ જાય તો તે જડ થઈ જાય; કારણ કે શુભાશુભભાવ છે તે જ્ઞાનસ્વભાવથી રિક્ત-ખાલી છે. ભાઈ! રાગ છે તે પોતાને જાણે નહિ, જોડે જ્ઞાયક છે તેને પણ જાણે નહિ; એ તો બીજા દ્વારા જાણવામાં આવે છે. માટે રાગ અચેતન જડ છે, અજીવ છે; જ્ઞાયકમાં એનો પ્રવેશ નથી. આવો એક શાયકભાવ છે, જે જ્ઞાનીનું સ્વ છે. કહ્યું ને અહીં કે‘ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને...' છે કે નહિ પુસ્તકમાં ? પુસ્તક તો સામે રાખ્યું છે બાપા! કયા શબ્દનો શું ભાવ છે તે તો જાણવો જોઈએ ને ? આ સંસારના ચોપડા મેળવે છે કે નહિ? તો આ ભગવાન શું કહે છે તે મેળવને બાપુ!
પ્રશ્ન:- પણ આ ઉકેલતાં (વાંચીને સમજતાં) ન આવડે તેનું શું કરવું?
સમાધાનઃ- શું ઉકેલતાં ન આવડે? અરે! કેવળજ્ઞાન લેતાં આવડે એવી એનામાં શક્તિ છે. શક્તિ છે અને એને પ્રગટ કરે એવું સામર્થ્ય પણ છે. અંતઃ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #369
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૫૩ મુહૂર્તમાં કેટલાય જીવોએ કેવળજ્ઞાન લીધું છે. અહા! નિગોદમાંથી નીકળીને, એકાદ ભવ બીજે કરીને જ્યાં મનુષ્ય થયો તો ( આઠ વર્ષ પછી) ભેદજ્ઞાન કરીને સમકિત પામ્યો અને દીક્ષા લઈને અંતઃમુહૂર્તમાં કેવળજ્ઞાન ઊપજાવી સિદ્ધ થયો.
હા, પણ એવા કેટલા જીવ?
અરે ભાઈ ! એવી એની તાકાત છે કે નહિ? મોક્ષ જાય એવી એની અંદર તાકાત છે, કેમકે પોતાનો સર્વજ્ઞસ્વભાવ છે, પોતે સદા એક જ્ઞાયકભાવ છે. આ તો છે એને એનલાર્જ કરવો છે; બસ, જે શક્તિરૂપે છે તેને વ્યક્તરૂપ કરવો છે.
પ્રશ્ન- તો એનો સંચો (સાધન) છે કે નહિ?
ઉત્તર:- છે ને; અંદર એક જ્ઞાયકભાવમાં એકાગ્ર થવું તે એનો સંચો (સાધન) છે. જાઓ, એ જ અહીં કહ્યું કે-ટંકોત્કીર્ણ અર્થાત્ ટાંકીને ઘડી કાઢેલો એવો ધ્રુવ શાશ્વત એક જ્ઞાયકભાવ જ્ઞાનીની દષ્ટિમાં નિરંતર છે અને એ જ ઉપાય છે. ભાઈ ! આ ઝીણું પડે પણ શું થાય? અનંત જિનવરદેવો-તીર્થકરોનો આ જ ઉપદેશ છે.
અહાહા...! જ્ઞાનીની દ્રષ્ટિમાં એક જ્ઞાયકભાવ જ તરવરે છે. તેને એક જ્ઞાયકમાત્રભાવનો જ નિરંતર આશ્રય છે. પર્યાય છે એ તો જાણવા માટે છે, આદરણીય તો એક જ્ઞાયકભાવ જ છે. આ શાસ્ત્રની અગિયારમી ગાથામાં ન આવ્યું કે
___ 'व्यवहारोऽभूदत्थो भूदत्थो देसिदो दु सुद्धणओ' વ્યવહારનય અભૂતાર્થ નામ અસત્યાર્થ છે, અને શુદ્ધનય યાને એક જ્ઞાયકભાવ ત્રિકાળી શુદ્ધ શાશ્વત ચીજ ભૂતાર્થ છે. ભાઈ ! આ અગિયારમી ગાથા તો જિનશાસનનો પ્રાણ છે.
પ્રશ્ન- વ્યવહાર અભૂતાર્થ-અસત્યાર્થ છે તેનો અર્થ શું?
સમાધાનઃ- વ્યવહાર અસત્યાર્થ કહ્યો એનો અર્થ એમ નહિ કે વ્યવહારનો વિષય જે પર્યાય તે છે જ નહિ. જો પર્યાય જ નથી એમ કહો તો તો વેદાંત થઈ જાય, કેમકે વેદાંત પર્યાયને માનતું નથી, એકલા દ્રવ્યને (કૂટસ્થ) માને છે. પણ એમ છે નહિ. તો કેવી રીતે છે? ભાઈ ! અહીં તો વ્યવહાર નામ પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહ્યો છે, અભાવ કરીને નહિ. “મૂલ્યો ફેસિવો ડું સુદ્ધનો '—એમ કહ્યું ને? ત્યાં નય ને નયના વિષયનો ભેદ કાઢી નાખીને શુદ્ધનય અર્થાત્ ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી આત્માને મુખ્ય કરીને ભૂતાર્થ કહ્યો, સત્યાર્થ કહ્યો અને વ્યવહારનયને અર્થાત્ પર્યાય અને રાગાદિને ગૌણ કરીને અસત્યાર્થ કહ્યો. ત્યાં પર્યાયનો અભાવ કરીને (વ્યવહારનય) અસત્યાર્થ કહ્યો છે એમ ન સમજવું કેમકે જો અભાવ કરીને અસત્ય કહ્યો હોય તો પર્યાયનો નાશ થઈ જાય અને તો દ્રવ્ય પણ ન રહે. એ તો સમ્યગ્દર્શનનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #370
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પ્રયોજન સિદ્ધ કરવા માટે શુદ્ધનયને મુખ્ય કરી ભૂતાર્થ કહ્યો ને વ્યવહારને-પર્યાયને ગૌણ કરીને અભૂતાર્થ કહ્યો છે. ભાઈ ! આ કેવળીનો પોકાર છે અને તે કુંદકુંદાચાર્ય જાહેર કર્યો છે.
‘મૂવલ્થો વેસિવો ટુ સુદ્ધાગો' અહાહા...! શુદ્ધનય અર્થાત્ ત્રિકાળ શુદ્ધ એક જ્ઞાયક સ્વભાવી છતી શાશ્વત ચીજ પ્રભુ આત્મા ભૂતાર્થ છે એમ બીજું પદ કહ્યું ને પછી કહ્યું કે-મૂલ્યમરિ સ્કવો નું સન્માવિઠ્ઠી વદ્રિ નીવો' ભૂતાર્થ મતલબ શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે જીવ સમ્યગ્દષ્ટિ હોય છે-થાય છે. ભાઈ ! આ તો અનંતા તીર્થકરોએ-જિનવરોએ પ્રગટ કરેલા જિનદર્શનનો પ્રાણ છે. આ તો જીવના જીવનનું વાસ્તવિક જીવન છે. જુઓને, એ જ કહે છે કે અહીં કે-“ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવા જ્ઞાનીને તેમનો નિષેધ છે.” એટલે કે ભૂતાર્થનો જેને આશ્રય વર્તે છે તેને રાગાદિના કર્તા અને ભોક્તાપણાનો નિષેધ છે. ભાઈ! ટીકામાં ભાષા તો આ છે. અહો ! અમૃતચંદ્રદેવે પરમ અમૃત રેડયાં છે! ભગવાન ! તારા હિતની આ વાત છે.
પ્રશ્ન:- સાત તત્ત્વની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે ને?
સમાધાન- ભાઈ ! સાત તત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા એ કાંઈ સમ્યગ્દર્શન નથી. સાત તત્ત્વની અભેદ શ્રદ્ધા (સાત તત્ત્વની પાછળ રહેલા એક જ્ઞાયકભાવની શ્રદ્ધા) તે સમ્યગ્દર્શન છે. ત્યાં તત્ત્વાર્થસૂત્રમાં “-તત્ત્વમ્' એમ એકવચન છે. એટલે કે ભેદની ત્યાં વાત નથી. જ્યાં એકવચન હોય ત્યાં એકરૂપ સ્વભાવનો આશ્રય થયો અને તેમાં સાતે તત્ત્વનું શ્રદ્ધાન ગર્ભિત થઈ ગયું કેમકે નિશ્ચયથી...” જરી સૂક્ષ્મ વાત છે ભાઈ! કે જ્ઞાયકભાવ અભેદ એક છે તેનાં જ્યાં શ્રદ્ધાન-જ્ઞાન થતાં તો તેમાં (એક જ્ઞાયકભાવમાં) આ (આસ્રવાદિ) પર્યાય નથી એમ તેનું જ્ઞાન પણ આવી જાય છે. સ્યાત્ અસ્તિ અને સાત્ નાસ્તિ એમ ભંગ છે ને? અહાહા...! સપ્તભંગી તો જૈનદર્શનનું મૂળ છે, અને જૈનદર્શન–દિગંબર જૈનદર્શન એ જ દર્શન છે. બીજું કોઈ દર્શન–શ્વેતાંબરાદિ-જૈનદર્શન છે જ નહિ. પંડિત શ્રી ટોડરમલજીએ તો મોક્ષમાર્ગ પ્રકાશકમાં એ સર્વને અન્યમતમાં લીધા છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...?
આ બધા શેઠિયા માને કે અમે મોટા કરોડપતિ શેઠિયા છીએ ને?
અરે! ધૂળેય નથી શેઠિયા, સાંભળને. આત્મામાં કયાં પૈસા ગરી ગયા છે? “નથી” (આત્મા પૈસા નથી) એ જ અનેકાન્ત થયું. ભગવાન આત્મા જ્ઞાયકભાવે છે ને રાગાદિ પરભાવે નથી એ અનેકાન્ત છે. ઓહો ! ભાગ્ય હોય તો સાંભળવા મળે. અહા ! આમાં તો સત્ ને પામવાની રીત ને પદ્ધતિ બતાવી છે!
અહાહા..! જ્ઞાની કેવા હોય છે? તો કહે છે-એક જ્ઞાયકભાવસ્વભાવવાળા હોય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #371
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૫૫ છે, પણ વ્યવહારરત્નત્રયના રાગવાળા જ્ઞાની હોય છે એમ નહિ. બહુ ઝીણી વાત છે. બાપુ! નિશ્ચય ને વ્યવહારના વિષય તો વિરુદ્ધ છે. નિશ્ચય અને વ્યવહાર એમ બે નય છે ને? એના વિષય તો વિરુદ્ધ છે. જો બેય નય એક સરખા હોય તો બે નય પડે જ નહિ. માટે બેમાં વિયભેદે વિરુદ્ધતા છે. જેને નિશ્ચય સ્વીકારે છે તેને વ્યવહાર સ્વીકારતો નથી અને જેને વ્યવહાર સ્વીકારે છે તેને નિશ્ચય સ્વીકારતી નથી. જ્ઞાની નિશ્ચયનો આશ્રય કરી નિશ્ચયને સ્વીકારે છે અને વ્યવહાર છે એનો માત્ર જ્ઞાતા-જાણનાર રહે છે. વ્યવહારનો જ્ઞાની આશ્રય કરતો નથી, માત્ર એને જાણે છે બસ. તેથી તો કહ્યું કે- જ્ઞાની એક જ્ઞાયકસ્વભાવવાળો છે; અર્થાત્ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે તે જ્ઞાની છે; અને જ્ઞાનીને વ્યવહારના ભાવોનો-રાગાદિ ભાવોનો નિષેધ છે અર્થાત્ આશ્રય નથી. બાપુ! આ ન્યાયથી-લોજીકથી-યુક્તિથી તો કહે છે. પણ હવે બેસવું, ન બેસવું એમાં તો સૌ સ્વતંત્ર છે. બીજાને કોઈ બીજા બેસાડી દે (સમજાવી દે) એમ છે નહિ. ભગવાન તીર્થંકરદેવ પણ બીજામાં શું કરે?
આમાં બે વાત થઈ– ૧. ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે તે જ્ઞાની છે આ અસ્તિ થઈ. ૨. અને એવા જ્ઞાનીને રાગનો નિષેધ છે, આશ્રય નથી-એમ નાસ્તિ થઈ.
એ તો પહેલાં આવી ગયું ને? કે જેટલા સંસારસંબંધી છે તેટલા બંધનના નિમિત્ત છે અને જેટલા શરીરસંબંધી છે તેટલા ઉપભોગનાં નિમિત્ત છે. હવે જેટલા બંધનનાં નિમિત્ત છે તેટલા તો રાગદ્વેષમોહાદિક છે અને જેટલા ઉપભોગનાં નિમિત્ત છે તેટલા સુખદુ:ખાદિક છે. આ રાગદ્વેષમોહાદિના કર્તાપણાના અને સુખદુઃખાદિના ભોક્તાપણાના જેટલા પરિણામ છે તે બધાયનો જ્ઞાનીને નિષેધ છે, જ્ઞાની તેનો આશ્રય કરતો નથી. આવી વાત છે.
અરે ! અજ્ઞાનીએ કોઈ દિ' શાસ્ત્ર વાંચ્યાંય નથી, સાંભળ્યાંય નથી. એને કયાં ફુરસદ છે બિચારાને ? એ તો બાયડી-છોકરાંમાં ને ભોગમાં ને પૈસા રળવામાં ગરી ગયો છે. એને કહીએ છીએ કે ભાઈ ! એમાં કાંઈ (માલ) નથી. આ ધૂળનો (પૈસાદિનો) તો કોઈને ત્રણકાળમાં ભોગ નથી. સ્ત્રીના શરીરનો ભોગ પણ જીવને-અજ્ઞાનીને પણ-હોતો નથી; કેમકે અરૂપી ભગવાન આત્મા રૂપીને અડય નહિ તો કેમ ભોગવે? માટે જીવ મકાનને, સ્ત્રીના શરીરને કે ભોજનાદિને કદીય ભોગવે નહિ. ફક્ત તે તરફનો “આ ઠીક છે”—એમ રાગ કરીને અજ્ઞાની તે રાગનો ભોક્તા થાય છે, કર્તા પણ થાય છે, પરંતુ જ્ઞાની તેના કર્તા-ભોક્તા નથી એમ અહીં કહે છે.
અજ્ઞાની શેનો ભોક્તા છે?
અજ્ઞાની રાગાદિનો ભોક્તા છે, પણ પરનો-શરીર, વાણી, મકાન, ધન, ભોજનાદિનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #372
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
દીય ભોક્તા નથી. તે માને છે કે હું પરને કરું છું ને ભોગવું છું તેથી તે તેવા રાગનો કર્તા-ભોક્તા થાય છે, પણ ૫૨નો નહિ કેમકે ૫૨ને તો આત્મા અડતોય નથી. અહીં કહે છે-જ્ઞાનીને રાગના કર્તા-ભોક્તાપણાનો નિષેધ છે, અર્થાત્ જ્ઞાની રાગનોય કર્તા-ભોક્તા છે નહિ.
પ્રશ્ન:- આ બંગલાવાળાઓને જેમ પૈસા થાય એમ એનાથી મઝા-આનંદ આવે છે
ને?
ઉત્ત૨:- ભાઈ! એ બંગલાવાળાઓને કાંઈ બંગલા કે પૈસાનો ભોગવટો છે એમ નથી કેમકે પૈસા ને બંગલા તો જડ ધૂળ છે. બંગલા બંગલાના (જડ પુદ્દગલના ) છે ને પૈસા પણ પૈસાના (જડ પુદ્દગલના) છે. પૈસા થાય એમાં આત્માને શું આવ્યું? આ
બંગલા ને પૈસા ઠીક છે એવા રાગનો-કષાયનો ભોગ તેને તો આવે છે અને તેમાં હરખ માને એ અજ્ઞાન તેના પલ્લે તો આવે છે. સમજાણું કાંઈ...?
પ્રશ્ન:- આપ આ લાકડી ફેરવો છો એટલે પૈસા વધે છે એમ લોકો કહે છે તે બરાબર છે?
ઉત્ત૨:- ધૂળેય બરાબર નથી સાંભળને. આ લાકડી તો હાથમાં પરસેવો થાય તો શાસ્ત્રને અડાય નહિ તે કારણથી રાખી છે. આ અત્યારે છે એ તો પ્લાસ્ટીકની છે, પણ પહેલાં સુખડની હતી. તે સુખડની હતી તેને કોઈ લઈ ગયું; એને એમ કે એમાં કંઈક (ચમત્કાર) છે. પણ બાપુ! આ તો ધૂળ છે. આ લાકડીમાં શું માલ છે? માલ તો બધો ચૈતન્યચમત્કાર પ્રભુ આત્મામાં છે. અહીં તો એની (ચૈતન્યની વાત કરીએ છીએ ને તેને કોઈ એકચિત્ત થઈ સાંભળે છે તો તેને ઊંચાં પુણ્ય બંધાઈ જાય છે. બસ, આ વાત છે. બાકી લાકડી-બાકડીમાં કાંઈ (જાદુ) નથી. સમજાણું કાંઈ..?
અહાહા...! આત્મા ચૈતન્યચમત્કારસ્વરૂપ પૂર્ણાનંદનો નાથ અનંતી શક્તિઓનો ભંડાર પ્રભુ ઇશ્વર છે. આત્મામાં એક પ્રભુત્વશક્તિ છે. પ્રભુત્વશક્તિ વડે આત્મા પોતાના અખંડિત પ્રતાપ વડે સદા સ્વતંત્ર શોભાયમાન છે. આ પ્રભુત્વશક્તિ-ઇશ્વર શક્તિનું એક એક ગુણમાં રૂપ છે. શું કહ્યું એ ? જેમ આત્માનો એક જ્ઞાનગુણ છે તેમ કર્તાગુણ છે. તો, કર્તાગુણ છે તે જ્ઞાનગુણમાં નથી, પણ જ્ઞાનમાં કર્તાગુણનું રૂપ છે, કેમકે જ્ઞાનમાં જ્ઞાનનું કરવાપણું સ્વતંત્ર પોતાથી છે. ઝીણી વાત છે ભાઈ! આનો દીપચંદજી સાધર્મીએ ચિવિલાસમાં વિસ્તારથી ખુલાસો કર્યો છે.
જ્ઞાયકભાવસ્વરૂપ અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. આકાશના જેટલા પ્રદેશ છે એનાથી અનંતગુણા આત્મામાં ગુણ છે. અહાહા...! આકાશ કોને કહીએ ? જેનો કયાંય અંત નહિ એવું સર્વવ્યાપક! શું કયાંય એનો અંત છે? અનંત-અનંત-અનંત
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #373
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૫૭ આકાશ છે. તેમાં એક પરમાણુ જેટલી જગા રોકે તે પ્રદેશ છે. આવા આકાશના અનંતઅનંત પ્રદેશ છે. અને એનાથી અનંતગુણા ભગવાન આત્માના ગુણ છે. તે એકેક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. એક ગુણમાં બીજો ગુણ નથી, પણ એકેક ગુણમાં બીજા ગુણનું રૂપ છે. જ્ઞાનગુણમાં ઇશ્વરશક્તિનું રૂપ છે; અર્થાત્ જ્ઞાનગુણ સ્વયં પોતાથી અખંડ પ્રતાપવડ સ્વતંત્ર શોભાયમાન છે. તેવી રીતે દર્શનગુણમાં ઇશ્વરશક્તિનું રૂપ છે. દર્શનગુણમાં ઇશ્વરશક્તિ નથી, પણ ઇશ્વરશક્તિનું રૂપ છે. અહાહા...! આવો ભગવાન આત્મા અનંત મહિમાવંત ચિત્યમત્કાર-સ્વરૂપ મહા પદાર્થ છે. ભાઈ ! તને આ ધૂળની-પૈસાની ને બાયડીના દેહની ને બંગલાની મહિમા આડે તારી મોટપની ખબર નથી. એ બધી ધૂળમાં તો કાંઈ નથી પણ જેના એકેક ગુણમાં ઇશ્વરશક્તિનું રૂપ છે એવો અખંડ પ્રતાપ જેનો છે એવો ચૈતન્યમહાપ્રભુ તું ઇશ્વર છો, પરમેશ્વર છો.
જ્ઞાનીને તો આ ચૈતન્ય મહાપ્રભુ એક જ્ઞાયકભાવ પોતાનો છે. એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવો જ્ઞાની”—એમ કહ્યું ને? પણ પુષ્યવાળો કે રાગવાળો કે પૈસાવાળો જ્ઞાની એમ ન કહ્યું? ભાઈ ! પુણ્ય, રાગ કે પૈસા છે કયાં વસ્તુમાં ? પૈસા તો ધૂળ અજીવ છે, તેની જીવમાં નાસ્તિ છે; તથા પુણ્ય ને રાગ આસ્રવ છે, તેની પણ શુદ્ધ ચૈતન્યમાં નાસ્તિ છે. અહાહા...! આત્મદ્રવ્ય એક જ્ઞાયકપણે અસ્તિ છે અને બીજા અનંતદ્રવ્યની અને બીજા અનંત પરભાવની તેમાં નાસ્તિ છે. આવા એક જ્ઞાયકભાવવાળા જ્ઞાનીને, કહે છે, રાગનો નિષેધ છે અર્થાત્ તેને રાગનું કરવાપણુંય નથી ને ભોગવવાપણુંય નથી. એને તો માત્ર જ્ઞાતાદષ્ટાપણું છે. ધર્મી તો જાણવાવાળો-જ્ઞાતાદ્રષ્ટા છે. સમયસાર નાટકમાં આવે છે ને કે
“કરે કરમ સોઈ કરતારા, જો જાનૈ સો જાનહારા;
જો કરતા નહિ જાનૈ સોઈ, જાનૈ સો કરતા નહિ હોઈ.” જે રાગ કરે તે કર્તા અજ્ઞાની છે અને જે જાણે તે જ્ઞાની છે. જે કરે તે જ્ઞાતા નહિ અને જે જાણે તે કર્તા નહિ. ચાહે રાગ હો કે શરીર હો, જ્ઞાની તો એના જાણનાર જ છે; જ્ઞાની તેને વ્યવહારે જાણે છે, નિશ્ચયથી તો તે શુદ્ધ ચૈતન્યદ્રવ્યને જાણે છે, અનુભવે છે. આવું લોકોને આકરું લાગે પણ અનંત કેવળીઓએ, ગણધરોએ અને મુનિવરોએ કહેલો માર્ગ આ જ છે.
આ અહંતાદિ પંચ પરમેષ્ઠી નથી? ભગવાન ! એ પંચ પરમેષ્ઠીપદ ભગવાન આત્માનાં-તારાં જ છે. તું જ અતાદિસ્વરૂપ છો. એ પંચપરમેષ્ઠીપદ આત્માની પેદાશ છે, એ કાંઈ રાગની કે શરીરની-પરની પેદાશ નથી; રાગમાં કે પરના સ્વરૂપમાં આ પાંચ પરમપદ છે જ નહિ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #374
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૫૮ ]
ચન રત્નાકર ભાગ-૭ * ગાથા ૨૧૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જે અધ્યવસાનના ઉદયો સંસારસંબંધી છે અને બંધનનાં નિમિત્ત છે તેઓ તો રાગ, દ્વેષ, મોહુ ઇત્યાદિ છે તથા જે અધ્યવસાનના ઉદયો દેહસંબંધી છે અને ઉપભોગનાં નિમિત્ત છે તેઓ સુખ, દુઃખ ઇત્યાદિ છે.”
શું કીધું? રાગ-દ્વેષ-મોહનું કરવું તે કર્તાપણું છે અને તે બંધનું કારણ છે, સંસારનું કારણ છે. રાગ ચાહે પુણ્યનો હો કે પાપનો, પણ એમાં કરવાપણું છે તે મિથ્યાત્વભાવ છે અને તે બંધનનું કારણ છે. આ શું કીધું? સમજાણું કાંઈ...? ભગવાન આત્મામાં સંસારસંબંધીના કર્તાપણાનો જે અધ્યવસાન ભાવ થાય છે તે બંધનાં કારણ છે અને તેઓ રાગ, દ્વેષ, મોહ છે. તથા જે દેહસંબંધી અધ્યવસાનના ભાવ છે, ભોક્તાપણાના ભાવ છે તેઓ સુખ, દુઃખ ઇત્યાદિ છે. આમાં પહેલું કર્તાપણું ને બીજાં ભોક્તાપણું નાખ્યું છે. હવે વિશેષ સિદ્ધાંત કહે છે કે
તે બધાય ( અધ્યવસાનના ઉદય) નાના દ્રવ્યોના સ્વભાવ છે.”
શું કહે છે? કે સંસારસંબંધી મિથ્યાત્વ અને પુણ્ય-પાપના ભાવ બંધનું કારણ છે અને ભોગસંબંધી જે ભોક્તાપણાના ભાવ છે તે સુખ-દુઃખ છે. તે બધાય નાના દ્રવ્યોના સ્વભાવ છે અર્થાત્ તેઓ એક શુદ્ધ ચૈતન્યદ્રવ્યના સ્વભાવ નથી. રાગદ્વેષમોહના ભાવ તથા સુખદુ:ખની કલ્પના-એ બધાય કર્મના સંયોગના નિમિત્તથી ઉત્પન્ન થયેલા છે અને તેથી તેઓ વ્યભિચારી ભાવ છે. જેમ મૈથુનમાં બેના સંયોગથી ભાવ ઉત્પન્ન થાય છે તેમ વિકારના-કર્તાપણાના ને ભોક્તાપણાના ભાવ એક જીવ અને બીજા કર્મના નિમિત્તથી ઉત્પન્ન થાય છે. બીજાના સંબંધથી ઉત્પન્ન થયેલા તે ભાવ વ્યભિચારી ભાવ છે. ગાથા ૨૦૩ માં તેમને વ્યભિચારી ભાવ કહ્યા છે. કર્મના નિમિત્તના વશે જે ભાવ ઉત્પન્ન થાય તે વ્યભિચારી ભાવ છે, જ્યારે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના-એક જ્ઞાયકસ્વરૂપ પ્રભુ આત્માના વિશે ઉત્પન્ન થયેલા નિર્મળ પરિણામ આવ્યભિચારી મોક્ષમાર્ગના પરિણામ છે.
ભાઈ ! વ્યવહારરત્નત્રયના ભાવ પણ જો કર્તાબુદ્ધિથી છે તો તે બંધભાવ છે. વ્યવહારરત્નત્રયના પરિણામ શુભરાગ છે અને તેનું કર્તાપણું એ સંસારસંબંધી બંધનના ભાવ છે; જ્યારે ત્રિકાળી શુદ્ધ એક જ્ઞાયકભાવના આશ્રયે ઉત્પન્ન થયેલા શુદ્ધ રત્નત્રયના પરિણામ એક દ્રવ્યસ્વભાવ હોવાથી અવ્યભિચારી ભાવ છે. એ તો પુણ્ય-પાપ અધિકારમાં કળશ ૧૦૬–૧૦૭માં આવી ગયું કે જ્ઞાનનું થવું એક દ્રવ્યસ્વભાવે હોવાથી શુદ્ધ છે, પવિત્ર છે, મોક્ષનું કારણ છે, જ્યારે કર્મ (રાગ)નું થવું અન્ય દ્રવ્યના સ્વભાવે હોવાથી મોક્ષનું કારણ નથી, બંધનું કારણ છે. ત્યાં (૧૦૬-૧૦૭ કળશમાં) વૃત્ત....
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #375
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૫૯ ઇત્યાદિ શબ્દો છે તેનો આ ભાવ છે. આખા કળશો તો થોડા યાદ રહે છે? પણ આ ભાવ છે કે શુદ્ધ આનંદકંદ એક જ્ઞાયકભાવ-ચિત્માત્રભાવના વશથી-આશ્રયથી–અવલંબનથી જે ભાવ ઉત્પન્ન થાય છે તે ભાવ પવિત્ર અવ્યભિચારી ભાવ છે અને તે મોક્ષનું કારણ છે;
જ્યારે કર્મના નિમિત્તને અર્થાત્ અનેક દ્રવ્યને વશ થઈને –તાબે થઈને જે ભાવ ઉત્પન્ન થાય છે તે વ્યભિચારી ભાવ છે અને તે બંધનું કારણ છે.
ભાઈ ! આ તો સિદ્ધાંત છે કે સ્વાશ્રિતો નિશ્ચય, પરાશ્રિતો વ્યવહાર:” અહીં કહે છે-જેટલા પરાશ્રિત ભાવ છે તે બંધનું કારણ છે. નિશ્ચય અને વ્યવહાર –એ બે નયના વિષયને વિરોધ છે. ‘૩મયનયવિરોધધ્વસિનિ'. એમ કળશ આવે છે ને? નિશ્ચય અને વ્યવહાર એમ બે નયના વિષયો ભિન્ન ભિન્ન છે. નિશ્ચયનયનો વિષય પૂર્ણાનંદનો નાથ પ્રભુ જ્ઞાયકસ્વભાવથી મંડિત એક શુદ્ધ આત્મદ્રવ્ય છે અને તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે. એ તો ૧૧ મી ગાથામાં આવી ગયું કે-“મૂવથમીરસવો નું સન્માવી હવાવ નીવો'! ભાઈ ! ચારે કોરથી જુઓ તો પૂર્વાપર વિરોધ રહિત સિદ્ધાંત સિદ્ધ થાય છે. પરાશ્રિત ભાવ, વ્યવહારના ભાવ –ચાહે કર્તાસંબંધી હો કે ભોગસંબંધી હો –બંધનું કારણ છે. ત્યાં ગાથામાં ન આવ્યું કે –“સુપરિચિવાણુભૂવા સવ્વસ ામમો વન્યET'—એમ કે કામ નામ રાગનું કરવું ને ભોગ નામ રાગનું ભોગવવું –એવી બંધની વાત તો અનતવાર સાભળી છે, પરિચયમાં આવી છે, અનુભવમાં આવી છે. ત્યાં વધે છેT’નું વાચ્ય તો “બંધભાવ છે. અહા ! એણે સ્વથી એકત્વ ને રાગથી ભિન્ન એવા ભાવને કદી સાંભળ્યો નથી !
પ્રશ્ન- સંભળાવવાવાળા મળ્યા નહિ ને?
ઉત્તર:- ભાઈ ! એ તો પાત્રતા જાગૃત થઈ નહિ, પોતે દરકાર કરી નહિ તો સંભળાવવાવાળા મળ્યા નહિ એમ કહે છે. ભગવાન તો ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમેશ્વર સાક્ષાત્ વિદેહમાં હમણાં પણ બિરાજે છે. પણ શું થાય? સાંભળવાની લાયકાત નથી તો ત્યાં ઉપજ્યો નહિ, જભ્યો નહિ.
પ્રશ્ન- તો શું કાળલબ્ધિ પાકી નહિ?
સમાધાન - ભાઈ ! પુરુષાર્થ કરે તો કાળલબ્ધિ પાકે છે કે બીજી રીતે પાકે છે? એ તો એક ભાઈ સાથે' ૮૩ ની સાલમાં એટલે ૫૦ વર્ષ પહેલાં ચર્ચા થઈ હતી. તે કહેકાળલબ્ધિ પાકે ત્યારે થશે. ત્યારે કહ્યું કે-કાળલબ્ધિ શું ચીજ છે? જુઓ, મોક્ષમાર્ગપ્રકાશકમાં તો શ્રી ટોડરમલજી આમ કહે છે કે-કાળલબ્ધિ ને ભવિતવ્ય કાંઈ વસ્તુ નથી. જે સમયે પુરુષાર્થ દ્વારા જે પર્યાય પ્રાપ્ત થઈ તે કાળલબ્ધિ છે; અને ત્યારે જે થવા યોગ્ય ભાવ હતો તે થયો તે ભવિતવ્ય છે. આ વાત શ્રી ટોડરમલજીએ મોક્ષમાર્ગપ્રકાશકમાં કહી છે. આ મોક્ષમાર્ગપ્રકાશક પહેલાં” ૮૨ માં એટલે પ૧ વર્ષ પહેલાં વાંચેલું. જુઓ, તેના નવમા અધિકારમાં આ છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #376
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પ્રશ્ન- “મોક્ષનો ઉપાય કાળલબ્ધિ આવતાં ભવિતવ્યાનુસાર બને છે કે મોહાદિકનો ઉપશમાદિ થતાં બને છે, કે પોતાના પુરુષાર્થથી ઉધમ કરતાં બને છે? તે કહો.” લ્યો, આ પ્રશ્ન કે મોક્ષનું કારણ કાળલબ્ધિ છે, ભવિતવ્ય છે, કે કર્મના ઉપશમ-ક્ષયોપશમાદિ છે? કે પછી મોક્ષનું કારણ પોતાના પુરુષાર્થપૂર્વક બને છે? હવે વિશેષ પૂછે છે
જો પહેલાં બે કારણો મળતાં બને છે તો તમે અમને ઉપદેશ શા માટે આપો છો ? તથા જો પુરુષાર્થથી બને છે તો સર્વ ઉપદેશ સાંભળે છે છતાં તેમાં કોઈ પુરુષાર્થ કરી શકે છે તથા કોઈ નથી કરી શકતા તેનું શું કારણ ?
કહે છે–જો કાળલબ્ધિ અને ભવિતવ્યતા-એમ બે કારણોથી મોક્ષનો ઉપાય બને છે તો ઉપદેશ દેવાની કયાં જરૂર છે? અને જો પુરુષાર્થથી બને છે તો ઉપદેશ સર્વ સાંભળે છે છતાં સર્વને મોક્ષનો ઉપાય કેમ બનતો નથી? મોક્ષનો ઉપાય તો કોઈકને જ બને છે. સર્વને કેમ બનતો નથી ? એનું સમાધાન કરતાં કહે છે-પુરુષાર્થથી જ મોક્ષપ્રાતિ છે.
પુરુષાર્થથી જ મોક્ષપ્રાપ્તિ ઉત્તર:- “એક કાર્ય થવામાં અનેક કારણો મળે છે. મોક્ષનો ઉપાય બને છે ત્યાં તો પૂર્વોક્ત ત્રણે કારણો મળે છે તથા નથી બનતો ત્યાં એ ત્રણે કારણો નથી મળતા પૂર્વોક્ત ત્રણ કારણ કહ્યાં તેમાં કાળલબ્ધિ અને ભવિતવ્ય (હોનહાર) તો કોઈ વસ્તુ જ નથી.” બહુ આકરા શબ્દો ભાઈ ! પણ વાત યથાર્થ છે.
અમારે તો પહેલેથી જ ચર્ચા ચાલી આવે છે ને? ૭૦ માં દીક્ષિત થયા પછી “૭૧ થી ચર્ચા ચાલે છે. તેઓ કહે-કર્મથી વિકાર થાય છે. ત્યારે કહ્યું કે કર્મથી વિકાર થાય એ માન્યતા સાવ જૂઠી છે. પરદ્રવ્યથી પોતામાં વિકાર થાય એમ હોઈ શકે નહિ, એ તો પોતાના વિકારના સમયે પોતાના ઊંધા-ઉલ્ટા પુરુષાર્થથી સ્વકાળે વિકાર ઉત્પન્ન થાય છે અને તેમાં કર્મ તો નિમિત્તમાત્ર છે, કર્તા નહિ. નિમિત્ત કાંઈ કર્તા નથી. જો કર્મ (નિમિત્ત) કર્તા હોય તો, તે નિમિત્ત જ રહે નહિ.
૭૧માં આ પ્રશ્ન (કર્મનો પ્રશ્ન) ચાલ્યો, ને ૭રમાં આ પ્રશ્ન ચાલ્યો-શું કે કેવળજ્ઞાનીએ દીઠું હશે તો પુરુષાર્થ થશે-લ્યો, “૭રમાં આ પ્રશ્ન ચાલ્યો, કેટલાં વર્ષ થયાં? એકસઠ થયાં. બહુ ચર્ચા ચાલી. બીજા તો બિચારા જાડીબુદ્ધિવાળા તે કાંઈ સમજે નહિ, પણ અહીં તો અંદરના સંસ્કાર હતા ને? તો અંદરથી સહજ આવતું હતું; તો કહ્યું કેકેવળીએ દીઠું હશે તો પુરુષાર્થ થશે-એ બરાબર નથી. હા, સર્વજ્ઞ જેમ દીઠું છે તેમ થશેએ તો યથાર્થ છે, પણ સર્વજ્ઞ ભગવાન કે જેમના એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #377
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૬૧
જ્ઞાનગુણની પરિપૂર્ણ દશામાં-કેવળજ્ઞાનમાં અનંતા કેવળી જણાય, ત્રણકાળ-ત્રણલોકના દ્રવ્ય-ગુણ-પર્યાય જણાય-આવા કેવળજ્ઞાનના સામર્થ્યનું જેને શ્રદ્ધાન થાય તેને ભવ હોઈ શકે નહિ, અહાહા...! પરિપૂર્ણ દશા જે કેવળજ્ઞાન તેનું અનંત સામર્થ્ય જેની દૃષ્ટિમાં બેસી ગયું તેને ભવભ્રમણ રહે અને પુરુષાર્થહીનતા હોય તે હોઈ શકે નહિ. કહ્યું કે–સર્વજ્ઞ કેવળીએ જેમ દીઠું છે તેમ થશે-એમ સર્વજ્ઞની શ્રદ્ધાવાળાને ભવ હોતા જ નથી, એ તો પુરુષાર્થના પંથે જ છે. એ તો પછી પ્રવચનસારમાંથી નીકળ્યું, પણ તે દિ' કયાં પ્રવચનસાર જોયું 'તું ? પ્રવચનસાર તો' ૭૮ની સાલમાં જોયું; પણ એનો ભાવ તે દિ' હતો.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય પ્રવચનસારની ગાથા ૮૦ માં ફરમાવે છે કે
66
'जो जाणदि अरहंतं दव्वत्तगुणत्तपज्जयत्तेहिं ।
सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं । ।
અહાહા...! કહે છે-જે કોઈ અરિહંતના દ્રવ્ય-ગુણ-પર્યાયને જાણે છે તે ‘બાળવિ અપ્પાળ' આત્માને જાણે છે અને ‘માહો વસ્તુ ખાવિ તસ્ય જયં' તેનો મોહ નાશ પામી જાય છે અર્થાત્ તે ક્ષાયિક સમક્તિને પ્રાપ્ત થાય છે. જુઓ, આચાર્યદેવે જોર તો એટલું દીધું છે કે–તે અપ્રતિહત ભાવને પામે છે-એમ કહેવું છે. ‘નયં' શબ્દ છે ને? તે અપ્રતિહત ભાવને સૂચવે છે. શ્રી અમૃતચંદ્રાચાર્ય પ્રવચનસારની ૯૨મી ગાથામાં કહે છે કેઅમે આગમકૌશલ્ય તથા સ્વાનુભવમંડિત આત્મજ્ઞાન વડે મિથ્યાત્વને હણી નાખ્યું છે; હવે તે ફરીને અમને આવશે નહિ.
પ્રશ્ન:- પણ ભગવાન! આપ છદ્મસ્થ છો ને? અને પંચમ આરાના મુનિ છો ને? (છતાં આવી અપ્રતિહત ભાવની વાત કરો છો ?)
સમાધાનઃ- ભાઈ ! અમે આ કોલકરાર કરીએ છીએ ને? કે અમે પંચમ આરામાં સ્વાનુભવ વડે જે મિથ્યાત્વનો નાશ કર્યો છે તે તેનું વમન કરી નાખ્યું છે; જેથી હવે તે ફરીને આવશે નહિ. પ્રવચનસારની ૮૦ મી ગાથામાં મોહના નાશની-વમનની વાત છે. અહાહા...! જેને અરિહંતનું-કેવળજ્ઞાનનું અંતરમાં ભાન થયું તેને કેવળજ્ઞાનની પ્રાપ્તિનું બીજ એવું સમ્યગ્દર્શન ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન:- શું આ પંચમ આરાની વાત છે ?
ઉત્ત૨:- હા; પંચમ આરાના મુનિરાજ તો કહે છે; તો એ કોની વાત છે? ભાઈ! આ પંચમ આરાના જીવો માટેની વાત છે.
મોક્ષમાર્ગ પ્રકાશકમાં કહે છે–‘ કાળલબ્ધિ અને ભવિતવ્ય તો કોઈ વસ્તુ જ નથી.' તો શું શ્રી ટોડરમલજી કેવળી થઈ ગયા છે? શું તેમને કેવળજ્ઞાન થઈ ગયું છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #378
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અરે ભાઈ! કેવળી તો હમણાં નથી, પણ સમકિતી તો છે ને? કેવળજ્ઞાનનું બીજ એવું સમ્યગ્દર્શન તો છે ને? કેવળજ્ઞાનનું યથાર્થ શ્રદ્ધાન તો છે કે નહિ? છે; તો તેઓ યથાર્થ જ કહે છે. સમકિતમાં શું ફરક છે? સમકિતમાં-તિર્યંચના સમકિતમાં ને સિદ્ધના સમકિતમાં-કોઈ ફેર નથી.
તો (મોક્ષમાર્ગ પ્રકાશકમાં) કહે છે-“કાળલબ્ધિ અને ભવિતવ્ય તો કોઈ વસ્તુ જ નથી, જે કાળમાં કાર્ય બને તે જ કાળલબ્ધિ તથા જે કાર્ય થયું તે જ ભવિતવ્ય. વળી કર્મના ઉપશમાદિક છે તે તો પુદ્ગલની શક્તિ છે, તેનો કર્તા-હુર્તા આત્મા નથી, તથા પુરુષાર્થથી ઉધમ કરવામાં આવે છે તે આત્માનું કાર્ય છે માટે આત્માને પુરુષાર્થપૂર્વક ઉધમ કરવાનો ઉપદેશ આપીએ છીએ.” અહાહા...! પં. શ્રી ટોડરમલજીએ કાંઈ કામ કર્યું છે ! અજ્ઞાનીના વર્ષોના પ્રશ્નોના ખુલાસા કર્યા છે, તેથી તો તેઓ “આચાર્યકલ્પ' કહેવાયા છે. અહો ! શબ્દ શબ્દ આખા શાસ્ત્રનો સાર (–માખણ ભર્યો છે!
જે સમયે કાર્ય થયું તે કાળલબ્ધિ છે અને જે ભાવ થયો તે ભવિતવ્યતા છે. હવે વિશેષ કહે છે
હવે આ આત્મા જ કારણથી કાર્યસિદ્ધિ અવશ્ય થાય તે કારણરૂપ ઉદ્યમ કરે ત્યાં તો અન્ય કારણો અવશ્ય મળે જ અને કાર્યની સિદ્ધિ પણ અવશ્ય થાય જ; તથા જે કારણથી કાર્યસિદ્ધિ થાય અથવા ન પણ થાય તે કારણરૂપ ઉધમ કરે તો ત્યાં અન્ય કારણ મળે તો કાર્યસિદ્ધિ થાય, ન મળે તો ન થાય, હવે જિનમતમાં જે મોક્ષનો ઉપાય કહ્યો છે તેનાથી તો મોક્ષ અવશ્ય થાય જ.” લ્યો, આ સંપ્રદાયમાં મોટી ચર્ચા ચાલતી હતી તેનો ખુલાસો.
ભાઈ ! ભગવાને દીઠું હશે તે દિ' થાશે એમ વિચારી પુરુષાર્થહીન થવું, પ્રમાદી રહેવું એ તો અજ્ઞાન છે. ભગવાને દીઠું હશે તે દિ' થાશે, માટે આપણે અત્યારે પુરુષાર્થ કરી શકીએ નહિ એમ જો હોય તો આ દીક્ષાથી શું કામ છે? અરે ભાઈ ! જ્યારે પુરુષાર્થ સ્વભાવસનુખનો થયો ત્યારે કાળલબ્ધિ થઈ ગઈ અને ભાવ પણ સમ્યગ્દર્શનનો થઈ ગયો. ભાઈ ! આ તો મતાગ્ર–ઠુંઠાગ્રહું છોડીને સમજવા માગે તો બેસી જાય એવી વાત છે; બાકી મતાગ્રહથી કે વાદવિવાદથી બેસે એવી વાત નથી. સમ્યજ્ઞાનદીપિકામાં આવે છે કે “સદગુરુ કહૈ સહજકા ધંધા વાદવિવાદ કરે સો અંધા.” લ્યો, આ તમારા બધા તો (મતાગ્રહના) પાપના ધંધા છે, જ્યારે આ તો સહજનો ધંધો છે. ભગવાન આત્મા સહજાનંદસ્વરૂપ પ્રભુ સહજ એક જ્ઞાયકસ્વરૂપ છે, કેમકે તે અકૃત્રિમ છે અર્થાત્ કોઈએ એને કર્યો છે એમ નથી. અહા ! તેના તરફનો પુરુષાર્થ કરીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની રમણતા કરવી તે સહુજનો ધંધો છે. તથા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #379
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૬૩ જે વાદવિવાદ કરે, વિતંડાવાદ કરે તે અંધ છે કેમકે તેને ભગવાન આત્મા દેખાતો નથી, અનુભવમાં આવતો નથી. “ખોજી જીવે, વાદી મરે” એમ આવે છે ને? ભાઈ ! સના શોધવાવાળાનું જીવન રહે છે અને જે વાદી-મતાગ્રહી છે તે મરે છે અર્થાત્ સંસારમાં ચારગતિમાં રઝળે છે, ડૂબી મરે છે.
અહીં કહે છે તે બધાય (અધ્યવસાનો) નાના દ્રવ્યોના સ્વભાવ છે; જ્ઞાનીનો તો એક જ્ઞાયકસ્વભાવ છે.”
જુઓ, વિકારના વિભાવના પરિણામ જીવ ને કર્મના સંબંધથી ઉત્પન્ન થયેલા છે, કર્મે ઉત્પન્ન કર્યા છે એમ નહિ, પણ કર્મના નિમિત્તના વશથી ઉત્પન્ન થયા છે. તેથી તેઓ નાના દ્રવ્યોના સ્વભાવ છે. જ્યારે જ્ઞાનીનો તો એક જ્ઞાયક સ્વભાવ છે. સંયોગવશ ઉત્પન્ન થયેલા સંયોગીભાવ જ્ઞાનીના છે નહિ; જ્ઞાની તો તેનો માત્ર જાણવાવાળો છે. વ્યવહારરત્નત્રયનો રાગ પણ સંયોગીભાવ છે, જ્ઞાની તો તેનો પણ જાણવાવાળો છે, તેનો કર્તા નથી, વા તેનો સ્વામી નથી; કેમકે જ્ઞાની તો એક જ્ઞાયકસ્વભાવ છે. ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ એક જ્ઞાયકસ્વભાવ છે. અહા! ભાષા તો સાદી છે, પણ ભાવ સૂક્ષ્મ છે. આ તો ત્રણલોકના નાથ જિનેશ્વર પરમેશ્વરનો માર્ગ બાપા! અહા! અલૌકિક ચીજ છે પ્રભુ!
અહાહા...! “જ્ઞાનીનો તો એક જ્ઞાયકસ્વભાવ છે. માટે જ્ઞાનીને તેમનો ( વિભાવોનો) નિષેધ છે.” આ વ્યવહારરત્નત્રયનો રાગ કે જે બે દ્રવ્યોના સંબંધથી ઉત્પન્ન થવાવાળો છે તેનો જ્ઞાનીને નિષેધ છે. ટીકામાં પણ એ આવ્યું હતું કે જ્ઞાનીને તેમનો નિષેધ છે. એટલે શું? કે પુરુષાર્થની કમજોરીના કારણે તે ઉત્પન્ન થાય છે પણ તે હું નથી, તે મારી ચીજ નથી એમ જ્ઞાનીને તેનો નિષેધ છે. હું તો એક જ્ઞાયકસ્વભાવ જ છું, અને કર્મના સંબંધથી–વશથી ઉત્પન્ન થયેલો આ રાગ મારી ચીજ નથી એમ જ્ઞાનીને તેનો નિષેધ છે. ર૭રમી ગાથામાં આવે છે ને કે
વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી;
નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની.” જુઓ, આમાં પણ વ્યવહારનયનો નિષેધ આવ્યો. નિશ્ચયનું ઉપાદેયપણું કહ્યું ને વ્યવહારનો નિષેધ કર્યો. એટલે શું? કે જેણે નિશ્ચય શુદ્ધ આત્મદ્રવ્યના લક્ષ નિશ્ચયરત્નત્રય પ્રગટ કર્યો તેને વ્યવહારનો નિષેધ છે અર્થાત્ તેને વ્યવહારરત્નત્રયનો રાગ મારો છે વા તે મારું કર્તવ્ય છે એમ છે નહિ.
વ્યવહારનય જ્ઞાનીને છે નહિ એમ નહિ. દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ વ્યવહારનય જ્ઞાનીને છે ખરો, પણ દષ્ટિમાં જ્ઞાનીને તેનો નિષેધ છે કેમકે જ્ઞાનીને તો એક જ્ઞાયકસ્વભાવ જ પોતાનો છે, આવી વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #380
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ હવે કહે છે-“તેથી જ્ઞાનીને તેમના પ્રત્યે રાગ-પ્રીતિ નથી.”
આ દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના રાગમાં કે પંચમહાવ્રતના રાગમાં કે શાસ્ત્ર ભણવાના વિકલ્પમાં જ્ઞાનીને રાગ-પ્રીતિ નથી. શું કહ્યું? વ્યવહારરત્નત્રય નથી એમ નહિ, પણ વ્યવહારરત્નત્રય પ્રત્યે રાગ કે પ્રીતિ નથી. ભાઈ ! જ્યાં પૂર્ણ વીતરાગતા ન હોય ત્યાં લગી જ્ઞાનીને વ્યવહારનય હોય છે, મુનિરાજને કે જેમને અંતરંગમાં પ્રચુર આનંદનું સ્વસંવેદન પ્રગટ છે તેમને પણ પ્રમત્તભાવ છે, અઠ્ઠાવીસ મૂલગુણ આદિના વિકલ્પ છે, પણ દષ્ટિમાં તે સર્વનો નિષેધ છે, અર્થાત્ તેનાથી મને લાભ છે અને તે મારું કર્તવ્ય છે એમ તેમને નથી. પોતાના એક જ્ઞાયકસ્વભાવ સિવાય બીજા કોઈ પણ સંયોગીભાવમાં જ્ઞાનીને સ્વામીપણું હોતું નથી. આવી વાત લોકોને આકરી પડે છે ! પણ શું થાય?
અજ્ઞાનીને તો એમ સિદ્ધ કરવું છે કે વ્યવહારરત્નત્રયથી–નિશ્ચય થાય છે અને નિમિત્તથી ઉપાદાનમાં કાંઈક (વિલક્ષણતા) થાય છે. પરંતુ ભાઈ ! નિમિત્ત છે તે પરચીજ છે, અને પરથી પરચીજમાં કાંઈક થાય એવું ક્યારેય બને ખરું? ક્યારેય ન બને. એક દ્રવ્યની પર્યાય બીજા દ્રવ્યની પર્યાયમાં શું કરે? કાંઈ ન કરે; જો કરે તો બે દ્રવ્ય એક થઈ જાય, બે રહે નહિ. એવી રીતે વ્યવહાર પણ નિશ્ચયમાં નિમિત્ત છે. નિમિત્ત જેમ કર્તા નથી, ઉપસ્થિતિમાત્ર છે તેમ વ્યવહાર પણ નિશ્ચયનો કર્તા નથી, નિમિત્તમાત્ર છે, સહુચરમાત્ર છે. આવું છે!
અહાહા...! જ્ઞાનીને રાગ પ્રત્યે રાગ-પ્રીતિ નથી. અહાહા...! એને તો નિજ નિર્મળાનંદના નાથની રુચિ-પ્રીતિ થઈ છે ને? તો સ્વભાવની રુચિ થતાં રાગની રુચિનો અભાવ થઈ જાય છે. રાગ નથી હોતો એમ નહિ, પણ રાગની રુચિનો જ્ઞાનીને અભાવ હોય છે. હવે વિશેષ કહે છે કે
“પદ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો ?'
જોયું? પરદ્રવ્ય છે તે રાગનું -વિભાવનું નિમિત્ત છે અને પરભાવ છે તે રાગવિભાવ છે. અહીં તે બન્નેને સંસાર પરિભ્રમણનાં કારણ કહ્યાં છે કેમકે બન્ને પ્રત્યે જે પ્રીતિનો ભાવ છે તે મિથ્યાત્વભાવ છે. જ્ઞાનીને પરદ્રવ્ય ને પરભાવ બન્ને પ્રત્યે પ્રીતિ હોતી નથી. તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો? અર્થાત્ તેમના પ્રત્યે પ્રીતિ કરે તે અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે.
શ્રી પંચાસ્તિકાયમાં (ગાથા ૧૩૬ માં) પ્રશસ્ત રાગના સ્વરૂપનું કથન કર્યું છે. ત્યાં અપ્રશસ્ત રાગનો નિષેધ કરનાર દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ભક્તિનો જે અનુરાગ છે તેને પ્રશસ્ત રાગ કહ્યો છે. દેવ-ગુરુ-ધર્મ એ પ્રશસ્ત વિષયો છે ને? એટલે તેમના પ્રત્યે ભક્તિ ને અનુગમનના રાગને પ્રશસ્ત રાગ કહ્યો છે. પણ એ તો અસ્થિરતાની અપેક્ષાએ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #381
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૬૫
વાત છે. જ્ઞાનીને એવો અસ્થિરતાનો રાગ આવે છે પણ તેને અસ્થિરતાની રુચિ કે પ્રીતિ હોતાં નથી, પ્રશસ્ત રાગની પણ જ્ઞાનીને રુચિ હોતી નથી. જ્ઞાનીને તો એક જ્ઞાયકસ્વભાવ જ આદરણીય છે. સમજાણું કાંઈ...?
અહાહા...! કહે છે-પરદ્રવ્ય ને પરભાવ સંસાર પરિભ્રમણનાં કારણ છે; તેમના પ્રત્યે પ્રીતિ કરે તો જ્ઞાની શાનો? ભાઈ! અરિહંતાદિ ભગવાન પ્રત્યે પણ પ્રીતિ કરે તો તે રાગ છે અને રાગ પ્રત્યે પ્રીતિ કરે તો તે મિથ્યાત્વ છે. એ જ અહીં આવ્યું ને કે– ૫૨દ્રવ્ય, પરભાવ સંસારમાં ભ્રમણનાં કારણ છે.' અહા! જુઓને, પંડિત શ્રી જયચંદજીએ કેવો સરસ ભાવાર્થ કર્યો છે!
તો જ્ઞાનીને પણ અરહંતાદિમાં ભક્તિ તો હોય છે?
તે હોય છે ને; તેની કોણ ના પાડે છે? પણ તેને તે રાગનો રાગ નથી વા તે રાગ ભલો છે ને કરવા યોગ્ય કર્તવ્ય છે એમ જ્ઞાની માનતા નથી. અહાહા...! સહજાત્મસ્વરૂપ સહજાનંદ પ્રભુ આત્માનો જેને પ્રેમ થયો તેને રાગ પ્રત્યે પ્રેમ નથી, રાગ મારો છે, પ૨ (અરહંતાદિ ) મારા છે એમ મમત્વ નથી. આવી વાત છે.
તો કહે છે ને કે ધર્મીને સ્ત્રી-કુટુંબ-પરિવાર પ્રત્યે રાગ હોય છે તેથી અધિક રાગ દેવ-ગુરુ-ધર્મ પ્રત્યે ને સાધર્મી પ્રત્યે હોય છે?
ભાઈ ! સ્ત્રી-કુટુંબાદિ પ્રત્યેના રાગ કરતા દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેનો રાગ જુદી જાતનો હોય છે. જેને અંત૨માં શુદ્ધ એક જ્ઞાયકભાવની રુચિ જાગ્રત થઈ છે તેના રાગની પણ દિશા બદલાઈ જાય છે, તેને દેવ-ગુરુ-ધર્મ પ્રત્યેના પ્રશસ્ત રાગની જ અધિકતા હોય છે. જો વિશેષ રાગ દેવ-ગુરુ-ધર્મ પ્રતિ ન હોય અને કુટુંબ-પરિવાર આદિ અપ્રશસ્ત વિષયો પ્રત્યે અધિક રાગ હોય તો તે મિથ્યાદષ્ટિ જ છે. તો જ્ઞાનીને દેવ-ગુરુ-ધર્મ પ્રતિ વિશેષ રાગ તો હોય છે પણ તેને તે રાગનો રાગ હોતો નથી; આ દેવ-ગુરુ આદિ મારા છે એવી મૂર્છાનો ભાવ તેનો હોતો નથી. ભાઈ! જેવો કુટુંબાદિ પ્રત્યે રાગ છે તેથી વિશેષ દેવ-ગુરુ આદિ પૂજનીક પુરુષો પ્રતિ રાગ ન હોય તો તે મિથ્યાદષ્ટિ છે અને દેવ-ગુરુ પ્રત્યે તેઓ મારા છે એવો મમત્વનો રાગ હોય તો તે પણ મિથ્યાદષ્ટિ છે. સમજાણું કાંઈ...? અહીં આ જ કહે છે કે-૫૨દ્રવ્ય ને પરભાવ એટલે કે વિકારી શુભાશુભભાવ સંસારમાં ભ્રમણનાં કા૨ણ છે અને જો તેમના પ્રત્યે-ભ્રમણના કારણ પ્રત્યે –પ્રીતિ હોય તો જ્ઞાની કેવો?
તો અનુભવ પ્રકાશમાં આવે છે કે “ જેમ સંધ્યાનો લાલ સૂર્ય અસ્તતાનું કારણ છે તથા પ્રભાતની સંધ્યાની લાલાશ સૂર્યોદયને કરે છે, તેમ વિવિધ પરમગુરુ (પંચ પરમેષ્ઠી ) વિના શરીરાદિ-રાગ કેવળજ્ઞાનની અસ્તતાનું કારણ છે (અને) પંચ પ૨મ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #382
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૬૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ગુરુનો રાગ કેવળજ્ઞાનના ઉદયનું કારણ છે; એવો પંચ પરમગુરુ ( પ્રત્યેનો) રાગ છે.” આ કેવી રીતે છે?
ભાઈ ! ખરેખર તો સવારની સંધ્યામાં રાત (લાલાશ ) છે, પણ એ તો રાત પછી સૂર્ય ઊગે છે તે કારણે પ્રભાતની સંધ્યાની લાલશ સૂર્યોદયને કરે છે એમ કહ્યું છે; બાકી રાતને કારણે સૂર્યોદય થાય છે એમ નથી. તેમ દેવ-શાસ્ત્ર-ગુરુ પ્રત્યેનો રાગ જ્ઞાનીને હોય છે. તે છે તો રાગ જ; પણ તેનો વ્યય થઈ વીતરાગતા ને કેવળજ્ઞાન ઉપજે છે તો તે દેવગુરુ-શાસ્ત્રનો રાગ કેવળજ્ઞાનનો ઉદય કરે છે એમ ઉપચારથી કહ્યું છે. પણ ત્યાં રાગને કારણે વીતરાગતા ને કેવળજ્ઞાન થાય છે એમ નથી. ભાઈ ! વાસ્તવમાં જ્ઞાનીને તો રાગનો નિષેધ જ છે અને રાગનો પરિપૂર્ણ નિષેધ કરીને તે મુક્તિને પ્રાપ્ત થશે. આવો જ મારગ છે બાપુ! અહા ! જે પરિભ્રમણનું કારણ છે તેના પ્રત્યે જ્ઞાનીને પ્રીતિ કેવી ? અને જો પ્રીતિ હોય તો જ્ઞાની કેવો? આવી વાત છે.
હવે આ અર્થના કળશરૂપે તથા આગળના કથનની સૂચનારૂપે શ્લોક કહે છે:
* કળશ ૧૪૮: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ફદ અષાવિતવચ્ચે' જેમ લોધર, ફટકડી વગેરેથી જે કષાયિત કરવામાં ન આવ્યું હોય એવા વસ્ત્રમાં ‘૨૭યુp:' રંગનો સંયોગ ‘સ્વીકૃતા' વસ્ત્ર વડે અંગીકાર નહિ કરાયો થકો ‘વદિ: gવ દિ સુવતિ' બહાર જ લોટે છે-અંદર પ્રવેશ કરતો નથી..
શું કહે છે? કે વસ્ત્રની અંદર પ્રવેશ નથી કરતો. કોણ? કે રંગ. કેવા વસ્ત્રમાં? તો કહે છે અકષાય વસ્ત્રમાં. અકષાય વસ્ત્ર એટલે શું? કે જેને લોધર ને ફટકડીનો ઓપ ચઢાવ્યો નથી એવું વસ્ત્ર. શું કહ્યું? કે જે વસ્ત્ર પર લોધર ને ફટકડીનો ઓપ ચઢયો નથી તે વસ્ત્ર રંગને ગ્રહણ કરતું નથી, તેને રંગ ચઢતો નથી. આ તો દષ્ટાંત છે.
હવે સિદ્ધાંત કહે છે-“જ્ઞાનિન: રાસરિyતયા ફર્મ પરિચદમાવે ન તિ' તેમ જ્ઞાની રાગરૂપી રસથી રહિત હોવાથી તેને કર્મ પરિગ્રહપણાને ધારતું નથી.
જેમ અકપાયિત વસ્ત્ર રંગ ગ્રહણ કરતું નથી તેમ રાગરસથી રહિત જ્ઞાનીને કર્મ પરિગ્રહપણાને પામતું નથી, અર્થાત્ જ્ઞાની રાગને ગ્રહણ કરતો નથી, રાગને પોતાના સ્વરૂપભૂત માનતો નથી, અહાહા....! પોતે રાગી થતો નથી. તો રાગનું શું થાય છે? કે રાગ બહાર ભિન્ન જ રહે છે.
રા'રસરિતા '—એમ કહ્યું ને? મતલબ કે જ્ઞાની રાગ-રસથી રિક્ત-ખાલી છે. અહાહા..! સહજાનંદ ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના પ્રેમમાં રાગનો પ્રેમ જ્ઞાનીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #383
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૬૭ છૂટી ગયો છે. રાગ છૂટી ગયો છે એમ નહિ, પણ રાગનો રસ-પ્રેમ છૂટી ગયો છે. અહાહા....! અબંધસ્વભાવી ભગવાન આત્માના આનંદરસની રુચિમાં જ્ઞાનીને બંધભાવ જે રાગ તેનો રસ ઊડી ગયો છે. માટે તેને કર્મ નામ પુણ્ય-પાપ આદિ ક્રિયા પરિગ્રહપણાને પ્રાપ્ત થતી નથી; અર્થાત્ તે ક્રિયા પોતાની છે એમ જ્ઞાની સ્વીકારતો નથી, ગ્રહતો નથી, કર્મ શબ્દ અહીં બધી ક્રિયાઓની વાત છે.
જેમ લોધર ને ફટકડીનો ઓપ ચઢયા વિનાના વસ્ત્રમાં રંગ પેસતો નથી તેમ કર્મના નિમિત્તથી ઉત્પન્ન થયેલી પુણ્ય-પાપની ક્રિયાનો રંગ જ્ઞાનીમાં પેસતો નથી કેમકે જ્ઞાની રાગરસથી રહિત છે. આ કારણે ક્રિયાનું પરિગ્રસ્પણું તેને છે નહિ; ક્રિયા મારી છે એમ પકડ એને છે નહિ. કળશટીકામાં પણ કર્મ એટલે-“જેટલી વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયા ”—એમ ક્રિયા અર્થ લીધો છે. કર્મનો અર્થ શું? કળશટીકામાં કહ્યું છે કે-કર્મ એટલે વિષયસામગ્રી ભોગરૂપ ક્રિયા તે સમ્યગ્દષ્ટિ જીવને મમતારૂપ સ્વીકારપણાનો નિશ્ચયથી પ્રાપ્ત થતી નથી. લ્યો, રાજમલજીએ કર્મનો અર્થ આ કર્યો કે-સામગ્રી અને રાગાદિભોગરૂપ ક્રિયા.
શું કહ્યું? કે જેમ વસ્ત્ર લોધર ને ફટકડીથી ઓપિત થયું ન હોય તો તે રંગને ગ્રહણ કરતું નથી તેમ જ્ઞાની રાગરસથી રહિત છે તેથી તેને રાગની ક્રિયાનો રંગ લાગતો નથી અર્થાત રાગની ક્રિયા તેને પરિગ્રહભાવને પામતી નથી. દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા ઇત્યાદિ ક્રિયા જ્ઞાનીને હોય છે પણ તેમાં પોતાપણું નથી તેથી તે પરિગ્રહપણાને ધારતી નથી. પૂર્ણ વીતરાગ ન થાય ત્યાંસુધી જ્ઞાનીને યથાસંભવ રાગ આવે છે પણ તે હેયબુદ્ધિએ આવે છે, રસબુદ્ધિએ નહિ. અહાહા..! જ્ઞાનીને ક્રિયાથી એકત્વ નથી. લ્યો, આવી વાત હવે શુભરાગના રસિયાઓને કઠણ પડે છે, પણ શું થાય? સ્વરૂપ જ આવું છે.
જ્ઞાનીને રાગરૂપ રસ નથી. એટલે કે રાગ નથી એમ નહિ. રાગ ન હોય તો પૂરણ વીતરાગ થઈ જાય. (પરંતુ એમ નથી). એને રાગનો રસ નથી એટલે રાગની રુચિ નથી, રાગમાં પોતાપણું નથી. અહા ! છટ્ટે ગુણસ્થાને મુનિરાજને પ્રચુર આનંદનું વદન હોય છે, તોપણ પંચમહાવ્રતાદિના વિકલ્પ તો હોય છે, તત્ર રાગ નથી એમ નથી; પણ રાગનો રાગ નથી, રાગ ભલો-હિતકારી છે એમ નથી; અથવા રાગનો આશ્રય કે આલંબન નથી. અહા ! જ્ઞાનીનો આશ્રય-આલંબન તો એક જ્ઞાયકસ્વભાવ છે. જ્ઞાનીને તો દ્રવ્યદૃષ્ટિ મુખ્ય છે; તેને દ્રવ્યદષ્ટિ મુખ્ય છે તે કોઈ કાળે ગૌણ થઈ જાય ને રાગદષ્ટિ મુખ્ય થઈ જાય એમ કયારેય થતું નથી.
જ્ઞાનીને એક જ્ઞાયકભાવનો રસ છે, શુદ્ધ ચૈતન્યનો રસ છે; તેથી રાગનો રસ તેને છે નહિ. રાગ નથી એમ નહિ, રાગ તો છે; મંદિર બનાવવું, પ્રતિષ્ઠા કરાવવી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #384
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૬૮ ]
ધન રત્નાકર ભાગ-૭ ભગવાનની ભક્તિ-પૂજા કરવાં ઇત્યાદિ રાગ તેને હોય છે. જ્યાં લગી પૂરણ વીતરાગ ના થાય ત્યાં લગી રાગભાવ પણ છે. સ્વાશ્રયથી વીતરાગભાવ છે તો પરના આશ્રયે કિંચિત્ રાગભાવ પણ છે. એક જ્ઞાનધારા ને બીજી કર્મધારા –એમ બન્ને સાથે ચાલે છે. એ તો ‘થાવત્ પામુપૈત્તિ'.. ઇત્યાદિ કળશમાં આવે છે ને કે-કર્મની ક્રિયા પૂર્ણપણે અભાવને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કર્મની ક્રિયા-રાગાદિ પણ જ્ઞાનીને હોય છે. પણ તે રાગનો પ્રેમ જ્ઞાનીને નથી, એ તો રાગને હેયબુદ્ધિએ જાણે છે. માટે રાગની ક્રિયા તેને પરિગ્રહપણાને પામતી નથી. શું કહ્યું? એમ તો રાગ અત્યંતર પરિગ્રહ છે અને આ પૈસા-ધૂળ આદિ બાહ્ય પરિગ્રહ છે. પણ “આ રાગાદિ મારા છે'એમ જ્ઞાનીને નથી તેથી તે રાગાદિ ક્રિયા પરિગ્રહપણાને પામતી નથી. અહો ! દિગંબર સંતો સિવાય તત્ત્વની સ્થિતિની આવી વાત બીજે કયાંય છે નહિ; સંતોએ વસ્તુના સ્વરૂપને અત્યંત સ્પષ્ટ કર્યું છે.
અહાહા...કહે છે-“જ્ઞાની...” “જ્ઞાની” શબ્દ કોઈ એમ માની લે કે જેને બહુ જાણપણું (ક્ષયોપશમ ) હોય તે જ્ઞાની તો એમ નથી. તથા કોઈ એમ કહે કે અમે ધર્મી છીએ પણ જ્ઞાની નથી તો એમ પણ નથી. જે જ્ઞાની છે તે ધર્મી છે ને જે ધર્મી છે તે જ્ઞાની છે એમ વાત છે. સમ્યગ્દષ્ટિને ભલે અલ્પ ક્ષયોપશમ હોય પણ તે જ્ઞાની જ છે. સ્વરૂપના આશ્રયે આત્મજ્ઞાન પ્રગટ થયું છે તો તે જ્ઞાની જ છે. ભાઈ ! થોડું પણ સમકિતીનું જ્ઞાન વિજ્ઞાન છે, ને અજ્ઞાનીનું નવ પૂર્વનું જ્ઞાન પણ અજ્ઞાન છે. સૂક્ષ્મ વાત છે ભાઈ ! જેને રાગની રુચિ છે અને આત્માની ચિ નથી એવા અજ્ઞાનીને કદાચિત નવ પૂર્વ સુધીની લબ્ધિ પ્રગટ થઈ જાય તોપણ તે અજ્ઞાન છે કેમકે એ બધું પરલક્ષી જ્ઞાન છે;
જ્યારે જેને દ્રવ્યસ્વભાવનો-વિજ્ઞાનઘનસ્વભાવનો આશ્રય થયો છે એવા સમકિતીને થોડું જ્ઞાન હોય તોપણ તે વિજ્ઞાન છે કેમકે તેને સ્વરૂપલક્ષી જ્ઞાન છે.
- અહીં કહે છે-જ્ઞાની રાગરસથી રિક્ત એટલે ખાલી છે, માટે તેને કર્મ એટલે રાગની ક્રિયા પરિગ્રસ્પણાને પામતી નથી. રાગની ક્રિયા તેને હોય છે, પણ તે પરિગ્રહભાવને એટલે કે રાગ મારો છે એવા પકડરૂપ ભાવને ધારતી નથી કેમકે તેને રાગમાં રસ નથી, રુચિ નથી.
જ્ઞાનીને વ્યવહાર-રાગ હોય છે તેથી કોઈ એમ માને કે વ્યવહારથી નિશ્ચય થાય છે તો તેમ નથી. નિશ્ચય (વીતરાગ પરિણામ) થાય તેમાં વ્યવહાર નિમિત્ત છે, પણ એનો અર્થ જ એ થયો કે નિમિત્ત જે વ્યવહાર છે તે નિશ્ચયનો કર્તા નથી. જેમ કુંભાર, ઘડો થાય એમાં નિમિત્ત છે પણ કુંભાર ઘડાનો કર્તા નથી તેમ વ્યવહાર નિમિત્ત હો, પણ તે નિશ્ચયનો કર્તા નથી. ૩૭ર મી ગાથામાં આચાર્ય અમૃતચંદ્ર કહે છે-અમે તો ઘડો માટીથી ઉત્પન્ન થયેલો જોઈએ છીએ પણ કુંભારથી ઉત્પન્ન થયેલો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #385
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૬૯ દેખતા નથી કેમકે એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણને (પર્યાયને) ઉત્પન્ન કરે એવી તેમાં અયોગ્યતા છે. અર્થાત્ એક દ્રવ્ય બીજા દ્રવ્યના ગુણને ઉત્પન્ન કરે જ નહિ. માટે માટીના સ્વભાવે ઉપજેલા ઘડાને તે કાળે કુંભાર નિમિત્ત હો, પણ કર્તા નથી. તેમ જ્ઞાનીને વ્યવહાર હો, પણ તે નિશ્ચયના કર્તા નથી. આટલો બધો ફેર માનવો જગતને કઠણ પડ છે. પણ શું થાય?
ભાઈ ! જ્ઞાનીને પોતાના શુદ્ધ ચિદાનંદઘન સ્વરૂપ પ્રભુ આત્મામાં મમપણું છે. જેમ અતીન્દ્રિય આનંદસ્વરૂપમાં મમપણું છે તેમ તેને રાગમાં મમપણું નથી. જુઓ, આ ચોકલેટ વગેરે દેખાડીને નથી કહેતા બાળકને કે-“લે, મમ લે મમ;” તેમ જ્ઞાનીનું “મમ” આનંદઘન પ્રભુ આત્મા છે. અહાહા..! તેને અતીન્દ્રિય આનંદનો જે ભોગ છે તે તેનું “મમ” છે; અને તેથી રાગનું તેને “મમ” (ભોજન, ભોગ) હોતું નથી. શું રાગ તેને ભાવે છે? નથી ભાવતો. જેમ લાડુ ખાતાં કાંકરી આવે તો ફટ તેને કાઢી નાખે તેમ નિરાકુલ આનંદનું ભોજન કરતાં વચ્ચે રાગ આવે તેને ફટ કાઢી નાખે છે, જુદો કરી નાખે છે. જેને આત્માનો આનંદ ભાવે છે તેને રાગ કેમ ભાવે? ન ભાવે. તે કારણે રાગ તેને આવે છે તે પરિગ્રહપણાને પામતો નથી, આવી વાત છે.
* કળશ ૧૪૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેમ લોધર, ફટકડી વગેરે લગાડ્યા વિના વસ્ત્ર પર રંગ ચઢતો નથી તેમ રાગભાવ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી.
રાગભાવ વિના” એમ કહ્યું એનો અર્થ શું? રાગ તો છે જ્ઞાનીને, પણ રાગની રુચિ નથી. તો રાગની ચિ વિના જ્ઞાનીને કર્મના ઉદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી એમ અર્થ છે. અહા ! ભોગની પર્યાય ઉત્પન્ન થાય પણ જ્ઞાનીને તે ઝેર સમાન ભાસે છે. જ્ઞાનીને જે સ્ત્રીના વિષયમાં રાગ આવે છે તે ઝેર જેવો તેને લાગે છે. અહા ! અમૃતના સાગર ભગવાન આત્માના નિરાકુળ આનંદરૂપ અમૃતનો જેણે સ્વાદ ચાખ્યો તેને રાગ ભાવતો નથી. લ્યો, જેને આત્મા ભાવે છે તેને રાગ ભાવતો નથી. જુઓ, જ્ઞાનીને કર્મોદયનો ભોગ પરિગ્રહપણાને પામતો નથી' –એમ કહ્યું તેથી કરીને ભોગ કરવા ને ભોગ ઠીક છે–એમ અહીં કહેવું નથી.
કોઈ વળી કહે છે-જ્ઞાની કુશીલ સેવે તોય પાપ નથી.
અરરર! પ્રભુ! તું શું કહે છે આ? પ્રભુ! અહીં તો વ્યવહારરત્નત્રયનો ભાવ પણ પાપ છે એમ કહે છે. (તો પછી કુશીલની તો શું વાત ?).
પાપ તત્ત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ, પુણ્ય તત્ત્વ પણ પાપ છે કહે અનુભવી બુધ કોઈ.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #386
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૦ ]
ન રત્નાકર ભાગ-૭ આચાર્ય યોગીન્દ્રદેવ આ કહે છે કે-અનુભવી બુધ પુરુષ તો પુણ્યને પણ પાપ જાણે છે. સમયસારનો પુણ્ય-પાપ અધિકાર સમાપ્ત કરતાં ટીકામાં આ કહે છે કે-પુણ્યપાપરૂપે બે પાત્રરૂપ થયેલું કર્મ એક પાત્રરૂપ થઈને બહાર નીકળી ગયું. વળી ત્યાં કહ્યું છે કે-સ્વરૂપથી પતિત થાય છે તો વ્યવહારરત્નત્રય-રાગ ઉત્પન્ન થાય છે માટે તે પાપ છે. પહેલાં તેને પુણ્ય કહ્યું ને પછી તેને પાપમાં નાખી દીધું. આમ છે તો પછી જ્ઞાનીને પાપનો પ્રેમ કેમ હોય? અહા ! જ્યાં સ્વ-સ્ત્રી સંબંધી ભોગના પરિણામ પણ પાપ છે તો પછી પરસ્ત્રીના ભોગનું તો કહેવું શું? એ તો મહાપાપ છે, બાપુ!
અહીં તો જ્ઞાનીને રાગમાં રસ નથી એમ બતાવવું છે; જ્ઞાનીને ભોગના પરિણામમાં રસ નથી તેથી તે પરિગ્રપણાને પામતા નથી એમ વાત છે. પહેલાં કળશ ૧૩પમાં આવ્યું હતું ને કે-જ્ઞાની સેવક છતાં અસેવક છે; બસ આ વાત અહીં છે. રાગના ને ભોગના પરિણામમાં પ્રેમ નથી તેથી તેને કર્મોદયનો ભોગ પરિગ્રપણાને પામતો નથી.
ફરી કહે છે કે -
* કળશ ૧૪૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * આ નિર્જરા અધિકાર છે. તો નિર્જરા કોને હોય છે, ધર્મ કોને હોય છે-એની અહીં વાત કરે છે. કહે છે-“યત:' કારણ કે “જ્ઞાનવીન ' જ્ઞાની “સ્વરસેત: પિ' નિજરસથી જ ‘સર્વર રવર્તનશીન: ' સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો ‘ચાત્' છે.
જોયું? અતીન્દ્રિય આનંદરસના ચૈતન્યરસના નિજરસથી જ જ્ઞાની સર્વ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. અહાહા...! જેને ચૈતન્યરસ નિજરસ છે તેને રાગનો રસ નિજરસ નથી. જ્ઞાનીને નિરસ જે ચૈતન્યરસ-ચિદાનંદરસ તે રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. આ અસ્તિ-નાસ્તિ કર્યું કે જ્ઞાનીને નિજરસ ચૈતન્યરસપણે છે ને રાગરસપણે નથી. રાગરસની નિજરસમાં-ચૈતન્યરસમાં નાસ્તિ છે. અહાહા..જેને નિજરસ નામ વીતરાગરસરૂપ ચિદાનંદરસનો સ્વાદ આવ્યો છે તેને રાગમાં રસ છે નહિ. હવે આવી વાતો લોકોને આકરી લાગે છે! પણ બાપુ! આ શાસ્ત્ર જ આમ પોકાર કરે છે.
અહાહા...! જેને આત્મરસ-અતીન્દ્રિય આનંદનો રસ અનુભવમાં આવ્યો છે તે જ્ઞાની છે અને તે નિજરથી જ ‘સ્વરસત: પિ'–સર્વ રાગના રસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. ગજબ વાત છે ભાઈ !
પ્રશ્ન:- પણ એ (આનંદરસનો અનુભવ) તો ક્રમબદ્ધમાં આવવાવાળો હશે તો આવશે ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #387
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૭૧
સમાધાનઃ- અરે ભાઈ ! એ ક્રમબદ્ધમાં આવવાવાળો હોય તો આવે એનો નિશ્ચય કોને હોય ? કે જેને ચિદાનંદઘન પ્રભુ આત્મા છે તેમાં ઝુકાવ દ્વારા નિજ૨સનીઆનંદરસની પ્રાપ્તિ થઈ હોય. અને તે (આનંદરસની પ્રાપ્તિ) સ્વભાવ પ્રત્યેના પુરુષાર્થથી થાય છે. સમજાણું કાંઈ ? (બાકી તો ખાલી ક્રમબદ્ધ કર્યુ તેને તો સંસારનું જ ક્રમબદ્ધ હોય છે). આવો મારગ ! લોકોને લાગે છે કે આ નવો (સોનગઢવાળાનો ) છે પણ ભાઈ ! આ તો અનાદિનો મારગ છે; તેં કદી સાંભળ્યો નથી એટલે નવો લાગે છે.
અરે ભાઈ ! અનાદિ કાળથી એને નિજરસ-ચૈતન્યરસના ભાન વિના એકાંત રાગનો જ સ્વાદ આવ્યો છે. અહા! દ્રવ્યલિંગી દિગંબર સાધુ થઈને તે અનંતવાર નવમી ત્રૈવેયક ગયો તોપણ ત્યાં એને એકાંતે રાગનો જ રસ હતો, નિજસ ન હતો. એણે પંચમહાવ્રતાદિની શુભરાગની જે ક્રિયાઓ કરી તે સર્વ રાગરસને જ આધીન હતી, અને તે રાગરસની રુચિમાં પોતાના નિજરસને ભૂલી જ ગયો હતો. અહાહા...! જ્ઞાની નિજરસના સ્વાદ આગળ રાગનો રસ ભૂલી જાય છે, ત્યારે અજ્ઞાની રાગરસની રુચિના કારણે દયા, દાન, વ્રત આદિ રાગમાં એવો તલ્લીન થઈ જાય છે કે તે ચૈતન્યરસને ભૂલી જાય છે. અરે ભાઈ ! અનંતકાળથી તું ચૈતન્યરસથી વિરક્ત થઈને રાગરસમાં રક્ત રહ્યો છે પણ તે અજ્ઞાન છે અને તેનું ફળ ચારગતિરૂપ સંસાર છે. આવી વાત છે.
અહા ! જેને શુભભાવમાં રસ છે તે અજ્ઞાની છે. રસની વ્યાખ્યા તો આગળ આવી ગઈ કે-એકમાં એકાગ્ર થઈને બીજાની ચિંતા છોડી દેવી તેનું નામ રસ છે. અહા! જેને દયા, દાન, વ્રતાદિના રાગમાં રસ છે તેને તેમાં એક જ (રાગ જ) ચીજ છે, પણ બીજી ચીજ છે નહિ. રાગના રસમાં આત્મા છે નહિ.
ત્યારે કોઈ કહે છે-આવો મોંઘો ધર્મ!
અરે ભાઈ! ધર્મ તો જે છે તે છે. તેં કદી સાંભળ્યો નથી તેથી કઠણ લાગે છે. અહી કહે છે–ભગવાન! તું આનંદરસથી-ચૈતન્યરસથી ભરેલો છો ને નાથ! તું રાગરસમાં લીન થઈને નિજ આનંદરસને ભૂલી ગયો. પ્રભુ! જુઓ, સ્ત્રીના દેહનો, લક્ષ્મીનો, મકાનનો કે આબરુનો રસ તો કોઈને છે નહિ, કેમકે એ તો ૫૨ જડ છે. પરંતુ તે તરફનું લક્ષ કરતાં જે રાગ થાય છે તે રાગના રસમાં અનાદિથી અજ્ઞાની પડયો છે. વળી અનાદિથી અજ્ઞાની વ્રત પાળે, તપ કરે, ભક્તિ-પૂજા કરે તોપણ તે રાગના રસમાં જ પડેલો છે. તેને કહે-ભાઈ! ધર્મી જીવ તો નિજસથી જ સર્વ રાગરસથી વિરક્ત છે. તેને નિજ૨સનો-ચૈતન્યરસનો-આનંદરસનો જે સ્વાદ છે તે ધર્મ છે. અહા ! ધર્મ આવો સૂક્ષ્મ છે. તેં બહારમાં ધર્મ માની લીધો છે એટલે તને કઠણ-મોંઘો લાગે છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #388
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૭ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પ્રશ્ન- તો શું આ ઉપવાસ કરીએ તે તપ ને તે વડે નિર્જરા-એમ બરાબર નથી ?
ઉત્તર- ધૂળેય બરાબર નથી સાંભળને. ભોજન ન લેવું તેને તું ઉપવાસ કહે છે પણ એ તો જડની ક્રિયા છે, અને એનો જે શુભ વિકલ્પ છે તે રાગ છે. એમાં આત્મા કયાં છે કે એને તપ કહીએ ? તે તપ છે નહિ અને એનાથી નિર્જરાય છે નહિ. અહીં તો અતીન્દ્રિય આનંદના નાથ પ્રભુ આત્માના સમીપ જતાં જે આનંદના રસનો સ્વાદ આવે છે તે ઉપવાસ છે. “ઉપવસતિ ઇતિ ઉપવાસઃ” આત્માની સમીપ નામ સન્નિકટ રહેવું એનું નામ ઉપવાસ છે. આનું નામ ધર્મ છે, નિર્જરા છે. અહીં કહે છે-જ્ઞાનીને નિજરસથી જ સર્વ રાગરસનો ત્યાગ છે. “સર્વ રાગરસએમ શબ્દ છે ને? મતલબ કે ગમે તેવો શુભરાગ હો, જ્ઞાનીને તેના રસથી વિરક્તિ છે. અહાહા...! શુદ્ધ ચૈતન્યરસમાં અનુરક્ત એવા જ્ઞાનીને સર્વ રાગરસથી વિરક્તિ છે; જ્ઞાની રાગમાં રક્ત છે જ નહિ. આવો મારગ છે ભાઈ !
પ્રશ્ન:- અમેદશિખરની જાત્રા કરી લઈએ તો? તો તો ધર્મ ખરો ને? કહ્યું છે ને કે-એકવાર વંદે જો કોઈ તાકો નરક-પશુ ગતિ નહિ હોઈ '.
સમાધાનઃ- ભાઈ ! સન્મેદશિખરની જાત્રાથી શું વળે? એ તો શુભભાવ-પુણ્યભાવ છે, એનાથી પુણ્ય બંધાશે, ધર્મ નહિ થાય. આ ભવ પછી કદાચિત્ સીધી નરક-પશુ ગતિ ન મળે તો પછી મળે, કેમકે જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં જન્મ-મરણનો અંત નથી. મિથ્યાદર્શનનું ફળ તો પરંપરા નિગોદ જ છે ભાઈ ! માટે સમ્યગ્દર્શન પ્રગટ કરવું એ અપૂર્વ છે અને એ પ્રથમ ધર્મ છે. વીતરાગ સર્વશ પરમેશ્વરનો માર્ગ કોઈ અલૌકિક છે ભાઈ ! તેનો લૌકિક સાથે કોઈ મેળ થાય એમ નથી.
અહા ! જેને રાગનો રસ છે, તે પછી ચાહે ભગવાનની ભક્તિનો હો કે જાત્રાનો હો, તે ભગવાન આત્માના અતીન્દ્રિય આનંદરસથી વિરક્ત છે, રહિત છે અને તે મિથ્યાદષ્ટિ છે. જ્યારે ચોથે ગુણસ્થાને સમકિતી કે જેણે નિજરસ-આત્માના આનંદનો રસ-ચાખ્યો છે તે નિજરસથી જ રાગથી વિરક્ત છે. અસંખ્ય પ્રકારે શુભરાગ હો, પણ ધર્મીને રાગનો રસ હોતો નથી. શુદ્ધ ચૈતન્યના અમૃતમયે સ્વાદ આગળ ધર્મીને રાગનો રસ ઝેર જેવો ભાસે છે
અહા ! જ્ઞાની નિજરસથી જ રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો છે. હવે કહે છે‘તત:' તેથી ‘:' તે ‘મધ્યપતિત: પિ' કર્મમધ્યે પડ્યો હોવા છતાં પણ
સવર્નમ:' સર્વ કર્મોથી ‘ન નિયતે' લપાતો નથી, તેથી એટલે જ્ઞાની રાગરસના ત્યાગરૂપ સ્વભાવવાળો હોવાથી તે કર્મ એટલે કર્મજનિત સામગ્રી-સ્ત્રી, કુટુંબ, લક્ષ્મીધૂળ, આબરૂ તથા અંદરમાં જે રાગાદિ-પુણ્યપાપ થાય તે ક્રિયા ઈત્યાદિમાં પડયો હોવા છતાં તે કર્મથી લપાતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #389
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૭ ]
[ ૩૭૩ અહાહા..! આખું પડખું બદલાઈ ગયું. અજ્ઞાનદશામાં રાગરસમાં-રાગના પડખે હતો, તે હવે જ્ઞાન થતાં, શુદ્ધ ચૈતન્યરસનો સ્વાદ આવતાં ચૈતન્યના પડખે આવ્યો. હવે રાગનો રસ રહ્યો નહિ, તો ભલેને ૯૬ હજાર સ્ત્રીઓના વૃદમાં હો તોપણ તે લપાતો નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ! જેને અંતરમાં ચૈતન્યની પ્રભુતાનો રસ આવ્યો તેને પામર રાગ-રસ છૂટી જાય છે અને તેથી સમકિતી કર્મની સામગ્રીના મધ્યમાં પડયો હો કે રાગાદિની ક્રિયાના મધ્યમાં પડ્યો હો તોપણ તે સર્વ કર્મોથી લપાતો નથી; અર્થાત તેને તે બાહ્ય સામગ્રીથી કે અંદરના ક્રિયાકાંડથી બંધ થતો નથી. તેમાં રસ નથી ને? તેથી તે લેપાતો નથી. આવી વાત છે.
[ પ્રવચન નં. ૨૯૧ થી ૨૯૩ *
દિનાંક ૧૩-૧-૭૭ થી ૧૫-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #390
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૧૮-૨૧૯
णाणी रागप्पजहो सव्वदव्वेसु कम्ममज्झगदो। णो लिप्पदि रजएण दु कद्दममज्झे जहा कणयं ।। २१८ ।। अण्णाणी पुण रत्तो सव्वदव्वेसु कम्ममज्झगदो। लिप्पदि कम्मरएण दु कद्दममज्झे जहा लोहं।। २१९ ।।
ज्ञानी रागप्रहायक: सर्वद्रव्येषु कर्ममध्यगतः। नो लिप्यते रजसा तु कर्दममध्ये यथा कनकम्।। २१८ ।।
अज्ञानी पुना रक्त: सर्वद्रव्येषु कर्ममध्यगतः। लिप्यते कर्मरजसा तु कर्दममध्ये यथा लोहम्।। २१९ ।।
હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છે:
છો સર્વ દ્રવ્ય રાગવર્જક જ્ઞાની કર્મની મધ્યમાં, પણ રજ થકી લેપાય નહિ, જ્યમ કનક કર્દમમધ્યમાં. ૨૧૮.
પણ સર્વ દ્રવ્ય રાગશીલ અજ્ઞાની કર્મની મધ્યમાં, તે કર્મર લેપાય છે, જ્યમ લોહ કર્દમમધ્યમાં. ૨૧૯.
ગાથાર્થ:- [ જ્ઞાની ] જ્ઞાની [સર્વદ્રવ્યy] કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે [૨]પ્રદાય5:] રાગ છોડનારો છે તે [ કર્મ-ધ્યાત ] કર્મ મધ્યે રહેલો હોય [1] તોપણ [૨] કર્મરૂપી રજથી [નો તિગતે] લપાતો નથી- [ પથા] જેમ [ નવેમ્] સોનું [ મમà] કાદવ મધ્યે રહેલું હોય તોપણ લપાતું નથી તેમ. [પુનઃ] અને [અજ્ઞાની] અજ્ઞાની [સર્વદ્રવ્યg] કે જે સર્વ દ્રવ્યો પ્રત્યે [ રજી:] રાગી છે તે [ ર્મધ્યાત:] કર્મ મધ્યે રહ્યો થકો [વર્નરના ] કર્મરજથી [સિયતે તુ] લેપાય છે- [વથા] જેમ [નોર્] લોખંડ [ ર્વમમà] કાદવ મધ્યે રહ્યું થયું લેપાય છે (અર્થાત તેને કાટ લાગે છે) તેમ.
ટીકા- જેમ ખરેખર સુવર્ણ કાદવ મળે પડ્યું હોય તોપણ કાદવથી લેપાતું નથી (અર્થાત્ તેને કાટ લાગતો નથી, કારણ કે તે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લપાતો નથી કારણ કે સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #391
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ]
[ ૩૭૫ (શાર્દૂત્રવિક્રીડિત) यादृक् तागिहास्ति तस्य वशतो यस्य स्वभावो हि यः कर्तु नैष कथञ्चनापि हि परैरन्यादृशः शक्यते। अज्ञानं न कदाचनापि हि भवेज्ज्ञानं भवत्सन्ततं
ज्ञानिन् भुंक्ष्व परापराधजनितो नास्तीह बन्धस्तव।। १५०।। કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે. જેમ લોખંડ કાદવ મધ્ય પડ્યું થયું કાદવથી લેપાય છે ( અર્થાત્ તેને કાટ લાગે છે, કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે, તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેવાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે.
ભાવાર્થ- જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે, તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની કર્મથી બંધાય છે. આ જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.
હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ રૂદ] આ લોકમાં [ યસ્ય યાદ : હિ સ્વભાવ: તાદ ત વાત: સ્તિ] જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ) હોય છે. [WS:] એવી વસ્તુનો જે સ્વભાવ તે, [ પરે.] પરવસ્તુઓ વડે [વથ હિ] કોઈ પણ રીતે [બન્યોદશ:] બીજા જેવો [ તું ના શયતેકરી શકાતો નથી. [ દિ] માટે [ સન્તતં જ્ઞાન ભવત] જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે [ીવન પિ આજ્ઞાનું ન ભવેત્] કદી પણ અજ્ઞાન થતું નથી; [ જ્ઞાનિન] તેથી હે જ્ઞાની ! [ મુંદ્ઘ ] તું (કર્મોદયજનિત) ઉપભોગને ભોગવ, [૩૬] આ જગતમાં [ પર—પરાધ–નિત: વન્ય: તવ નારિસ્ત ] પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી (અર્થાત પરના અપરાધથી તને બંધ થતો નથી.)
ભાવાર્થ- વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. માટે જે આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે તેને પારદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ. આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે-તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ. ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર. જો એવી શંકા કરીશ તો પદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે” એવું માનવાનો પ્રસંગ આવે છે. આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ ન સમજવું. સ્વેચ્છાચારી થવું તે તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. ૧૫૦.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #392
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સમયસાર ગાથા ૨૧૮-૨૧૯ : મથાળુ
હવે આ જ અર્થનું વ્યાખ્યાન ગાથામાં કરે છેઃ
* ગાથા ૨૧૮-૨૧૯ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘જેમ ખરેખર સુવર્ણ કાદવ મધ્યે પડયું હોય તોપણ કાદવથી લેપાતું નથી કારણ કે કાદવથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળું છે,......
જુઓ, શું કહ્યું ? કે–‘ જેમ ખરેખર..... ‘ યથા વસ્તુ' એમ પાઠ છે ને? વસ્તુ એટલે ખરેખર, વાસ્તવમાં, નિશ્ચયથી સુવર્ણ હજારો મણ કીચડની વચ્ચે પડયું હોય તો પણ તે કાદવથી લેપાતું નથી અર્થાત્ તેને કાટ લાગતો નથી. શું સોનાને કાટ લાગે? ન લાગે. કેમ ન લાગે? કારણ કે તેનો સ્વભાવ જ અલિપ્ત રહેવાનો છે. આ નિર્જરાની વાત દૃષ્ટાંતથી કહે છે.
પ્રશ્ન:- શાસ્ત્રમાં-તત્ત્વાર્થસૂત્રમાં તો તપથી નિર્જરા કહી છે. ‘તપસા નિર્બરા 7' અને ઉપવાસાદિ કરવા તે તપ છે. તો એ તપથી નિર્જરા છે કે નહિ?
સમાધાનઃ- ભાઈ ! એ તો બાહ્ય નિમિત્તથી કથન છે, બાકી નિર્જરા તો પોતાના શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં લીન થતાં-સ્થિત થતાં થાય છે. આત્માના આનંદરસમાં લીન રહેવું તે તપ છે અને તે વડે નિર્જરા છે. જેમ સુવર્ણને કાટ લાગતો નથી તેમ ભગવાન આત્માને, તેના અનુભવની દૃષ્ટિમાં રહેતાં રાગનો કાટ લાગતો નથી અને તેથી તેને નિર્જરા થાય છે.
આવી વ્યાખ્યા ભારે આકરી!
બાપુ! આ સમજ્યા વિના સંસારમાં રખડતાં રખડતાં અનંતકાળ ગયો. એકએક યોનિમાં એકેન્દ્રિયાદિમાં અનંત અનંત અવતાર કર્યા. એ જન્મથી મરણ પર્યંતના
દુઃખની કથા શું કહીએ ? બાપુ! તું ભૂલી ગયો છે. આ સક્કરકંદ, લસણ, ડુંગળી નથી આવતાં ? તેની એક રાઈ જેટલી કટકીમાં અસંખ્ય ઔદારિક દેહ છે; અને એક એક દેહમાં અનંત-નિગોદના જીવ છે. હવે આવા (નિગોદના ) પણ અનંત ભવ કર્યા છે કે જ્યાં મન નહિ, વાણી નહિ, માત્ર દેહનો સંયોગ હતો. આ પૈસા ને મકાન ને કુટુંબ ને આબરૂ તો બધાં કયાંય રહી ગયાં. ભગવાન એકવાર સાંભળ તો ખરો! ત્યાં એક શ્વાસમાં અઢાર ભવ એવા અનંતા શ્વાસમાં અનંત ભવ ભગવાન! એણે અનંતવાર કર્યા છે. એના દુઃખને શું કહીએ ?
હવે ત્યાંથી નીકળીને કોઈ મનુષ્ય થયો; અને ભગવાનની વાણીનું કારણ પામીને સ્વભાવસન્મુખતાનો પુરુષાર્થ જાગ્રત કરીને અંતરમાં આનંદના રસમાં ગયો તો પ૨થી એનું લક્ષ છૂટી ગયું. અહાહા...! પરમ અદ્દભુત ૨સ એવા ચૈતન્ય૨સનો આનંદરસનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #393
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ]
[ ૩૭૭ અનુભવ થતાં તેને બહારના રાગ ને રાગના ફળરૂપ સંયોગ તરફનું લક્ષ છૂટી ગયું. હવે તે જ્ઞાની થયો થકો, જેમ કીચડમાં પડ્યું હોવા છતાં કંચન કાદવથી લિસ થતું નથી તેમ, તે કર્મ મધ્યે હોવા છતાં કર્મથી લપાતો નથી. ગજબ વાત છે ભાઈ ! એ જ કહે છે કે
તેવી રીતે ખરેખર જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ કર્મથી લપાતો નથી કારણ કે સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે.”
અહાહા..કહ્યું? કે “જ્ઞાની કર્મ મધ્યે રહ્યો હોય તોપણ...' એટલે શું? કે ધર્મી ઇન્દ્રના સુખના ભોગમાં હો કે ચક્રવર્તીના અપાર વૈભવમાં હો કે પછી અસંખ્ય પ્રકારની શુભરાગની ક્રિયાની મધ્યમાં હો તોપણ તે કર્મથી લપાતો નથી, કારણ કે તે કર્મથી અલિપ્ત રહેવાના સ્વભાવવાળો છે.
ભગવાન આત્મા ચિદાનંદઘન પ્રભુ સદા નિર્લેપસ્વભાવી છે. ધર્મીને પોતાની દૃષ્ટિ નિરંતર સદા નિર્લેપસ્વભાવી આત્મા પર છે, તેની દષ્ટિ રાગ પર નથી. તેથી તે અનેક રાગની ક્રિયાઓ મધ્યે હોવા છતાં કર્મથી લપાતો નથી. આવી વાત સાંભળવા મળવીય મુશ્કેલ છે. લોકો તો બહારની હો-હા ને હરીફાઈ કરવામાં-ગજરથ કાઢવામાં ને પાંચપચીસ લાખ દાનમાં વાપરવામાં-ઇત્યાદિમાં ધર્મ થવાનું માને છે પણ ભાઈ ! એમાં તો ધૂળેય ધર્મ નથી. તને ધર્મની ખબર જ નથી. વીતરાગ પરમેશ્વરે કહેલો ધર્મ તો નિજાનંદરસમાં લીન થતાં થાય છે અને ધર્મીને પોતાની દષ્ટિ સદા શુદ્ધ જ્ઞાયકસ્વભાવ પર રહેલી હોય છે.
અહાહા..! કહે છે-“જ્ઞાની” “જ્ઞાની' એટલે? કોઈ એમ માને કે બહુ જ્ઞાન (ક્ષયોપશમ) હોય તે જ્ઞાની તો એમ વાત નથી. અહીં તો જ્ઞાની એટલે શુદ્ધ ચૈતન્યરસમાં જ્ઞાનાનંદરસમાં લીન થઈ જે પ્રવર્તે છે તે જ્ઞાની છે. તેને જ્ઞાની કહો કે ધર્મી કહો-એક જ છે. અહાહા..! જેને અંતરમાં સ્વાનુભવરસ પ્રગટ થયો છે તે ચોથે ગુણસ્થાનકે વર્તતો જીવ જ્ઞાની છે, ધર્મી છે. અને તે સર્વ કર્મ મધ્ય-કર્મ નામ શુભ ક્રિયાકાંડ અને કર્મની સામગ્રી મધ્ય-રહ્યો હોય તોપણ તે કર્મથી લપાતો નથી. અહાહા... જેને અંતરમાં અતીન્દ્રિય આનંદનો રસ પ્રગટ થયો છે ને સર્વ રાગનો રસ ઊડી ગયો છે તે કર્મથી લપાતો નથી એમ કહે છે. હવે આવી વ્યાખ્યામાં પોતાની માન્યતા (દુરભિનિવેશ) અનુસાર કાંઈ મળે નહિ એટલે કહે કે નવું કાઢયું છે, પણ બાપુ! આ કાંઈ નવું નથી, આ તો અનાદિનો મારગ જ આ છે. સમજાણું કાંઈ? એક તો સંસારનાં કામમાંથી નવરો થાય નહિ અને કદાચિત્ નવરો પડે તો આવું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #394
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સાંભળી આવે કે-આ કરો ને તે કરો એટલે ધર્મ થઈ જશે, પણ બાપુ! એમ ને એમ જિંદગી એળે જશે. અહીં તો કહે છે-સ્વરૂપલીનતા કરવા સિવાય બીજો કોઈ માર્ગ જ નથી.
જેમ જેને દૂધપાકનો સ્વાદ આવ્યો તેને જુવારના રોટલાનો સ્વાદ ઊડી જાય છે. તેમ ધર્મીને કે જેને અનાકુળ આનંદનો સ્વાદ આવ્યો તેને આકુળતારૂપ રાગનો રસ ઊડી જાય છે. તેથી તે લિસ થતો નથી.
કેમ લિસ થતો નથી ?
કારણ કે સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું જ્ઞાનીને છે. અહાહા...! જ્ઞાનીને રાગના અભાવસ્વભાવપણું છે. વસ્તુ આત્મા રાગના અભાવસ્વભાવપણે છે અને જ્ઞાનીને પણ રાગના અભાવસ્વભાવપણું છે. ઓહ...! ! આ તો ગજબ ટીકા છે! સંતો જગતને કરુણા કરીને માર્ગ બતાવે છે. પ્રભુ! એક વાર સાંભળ તો ખરો! આ મનુષ્યપણું તો જોત જોતામાં ચાલ્યું જશે; પછી કયાં મુકામ કરીશ ભાઈ ! બહારમાં તને કોઈ શરણ નથી હોં; અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા જ એક શરણ છે.
આ બધા શેઠિયાઓ, રાજાઓ ને દેવો-બધા દુઃખી છે. કેમ ? કેમકે તેઓ બહારની ચમકમાં–વૈભવની ચમકમાં ગુંચાઈ ગયા છે, રોકાઈ ગયા છે. તથા કોઈ અજ્ઞાની વ્રતાદિ પાળે તોપણ તે દુ:ખી છે કેમકે તે શુભરાગના પાશમાં-પ્રેમમાં ગુંચાઈ ગયો છે. કર્મનિત સામગ્રીને અને શુભરાગને તેઓ પોતાના માને છે ને? તેથી રાગની મધ્યમાં ને સામગ્રીની મધ્યમાં પડેલા તેઓ બંધાય છે; જ્યારે ધર્મી બંધાતો નથી? કેમકે ધર્મીને તો રાગના અભાવસ્વભાવરૂપ સ્વભાવપણું છે. અહાહા...! નિજાનંદરસના સ્વભાવવાળો ધર્મી રાગના ત્યાગસ્વભાવરૂપ સ્વભાવવાળો છે એમ કહીને અહીં અસ્તિનાસ્તિ કર્યું છે. અહો ! શું અદ્દભુત ચમત્કારિક શૈલી છે! આવી વાત બીજે કયાંય છે નહિ.
અહીં શું કહેવું છે? કે ભગવાન આત્મા રાગના ત્યાગસ્વભાવરૂપ પ્રભુ જ્ઞાનાનંદસ્વભાવ છે. એટલે કે વ્યવહા૨રત્નત્રયના રાગના પણ અભાવસ્વભાવરૂપ આત્મા છે. એમ છે કે નહિ? તો પ્રભુ! જેનો સ્વભાવ રાગના અભાવસ્વભાવરૂપ છે તેને વ્યવહા૨૨ત્નત્રયથી કેમ લાભ થાય ? ન થાય. એમ છે છતાં ભગવાન! આ તું શું કરે છે? વ્યવહારથી–રાગથી લાભ થાય એવી ઊંધી માન્યતાથી તને નુકશાન છે હોં. તારા હિતની વાત તો અહીં આ સંતો કહે છે તે છે.
અહા ! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, પંચ મહાવ્રતનો રાગ કે શાસ્ત્ર ભણવાનો રાગ-ઇત્યાદિ સર્વ રાગના અભાવસ્વભાવરૂપ આત્મા છે. અને આનંદરસના રસિયા જ્ઞાનીને
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #395
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ]
[ ૩૭૯
સર્વ રાગના અભાવસ્વભાવપણું છે, અલિસસ્વભાવપણું છે. જુઓને! શું કહે છે? કે સર્વ પદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવવાળો હોવાથી જ્ઞાની કર્મથી લેપાતો નથી, બંધાતો નથી. અસ્થિરતાનો થોડો રાગ જોકે જ્ઞાનીને છે અને તેટલો તેને થોડો બંધ પણ છે, પણ તેને અહીં ગણતરીમાં લીધો નથી. અહીં તો જ્ઞાનીની દૃષ્ટિ રાગ ૫૨ નથી, દૃષ્ટિ શુદ્ધ એક જ્ઞાયકભાવ પર છે તો કહ્યું કે કર્મમધ્ય હોવા છતાં પણ જ્ઞાની કર્મથી લેપાતો નથી. આવી વાત !
સોનાનું દષ્ટાંત આપ્યું ને? કે લાખ મણ ચીકણા કાદવની મધ્યમાં સોનું રહ્યું હોય-પડયું–હોય–તોપણ લિપ્ત થતું નથી, તેને કાટ લાગતો નથી. કેમ ? કેમકે કાદવના ત્યાગસ્વભાવરૂપ સોનું છે, અર્થાત્ કાદવથી અલિપ્ત રહેવાનો સોનાનો સ્વભાવ છે. તેમ જ્ઞાની ક્રિયારૂપ રાગની મધ્યમાં અને કર્મના ઉદયની સામગ્રીના મધ્યમાં પડયો હોય તોપણ લિસ થતો નથી કેમકે તેનાથી અલિપ્ત રહેવાનો રાગના ત્યાગરૂપ તેનો સ્વભાવ છે. અહાહા...! ક્રિયાનો રાગ ને કર્મના ઉદયની સામગ્રી-એ બધું કાદવ છે; આ વ્યવહા૨ત્નત્રયનો રાગ પણ કાદવ (-મલિન ) છે ભાઈ! લોકોને આકરું લાગે પણ આ સત્ય છે. આવે છે ને કે
“ ચક્રવર્તીની સંપદા ઔર ઇન્દ્ર સરિખા ભોગ. કાવિદ્ સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ. ”
,,
ધર્મી-સમ્યગ્દષ્ટિ પુરુષો ચક્રવર્તીની સંપદા ને ઇન્દ્રના ભોગોને અર્થાત્ પુણ્ય પુણ્યના ફળને કાગડાની વિષ્ટા સમાન ગણે છે. આ માણસની વિષ્ટ તો ખાતરમાંય કામ આવે પણ આ તો ખાતરમાંથી જાય. મતલબ કે ધર્માત્માને રાગ અને રાગના ફળમાં કિંચિત્ પણ રસ નથી, રુચ નથી. સમજાણું કાંઈ...?
આ બધા પૈસાવાળા ને આબરૂવાળા ધૂળના પતિ પુણ્યરૂપી ઝેરનાં ફળ ભોગવવામાં પડેલા છે. પાંચ-પચાસ કરોડ પૈસા થાય એટલે ઓહોહો... જાણે અમે શુંય થઈ ગયા એમ માને પણ ભાઈ! એમાં ધૂળેય નથી સાંભળને. એ તો બધાં પુણ્યનાંઝેરનાં ફળ છે બાપા! એમાં કયાં ભગવાન આત્મા છે?
હા, જ્ઞાની તો એમ જ કહે ને?
અરે ભાઈ ! વસ્તુનું સ્વરૂપ જ આવું છે અને જેવું છે તેવું જ્ઞાની કહે છે. બહારની ચીજ-પૈસા આદિ–તો જડની છે અને અંદરમાં (ભોગવવાનો ) રાગ આવે છે તે વિકાર છે; તે કાંઈ આત્માનો સ્વભાવ નથી. ભગવાન આત્માનો તો રાગના ત્યાગરૂપ જ્ઞાનાનંદ સ્વભાવ છે અને સ્વભાવ પર જેની દષ્ટિ છે તેવો જ્ઞાની પણ રાગના અભાવ-સ્વભાવે પરિણમે છે, તે રાગના રસથી રહિતપણે પરિણમે છે. આનું નામ ધર્મ છે. પણ આ શેઠિયાઓને પૈસા કમાવા આડે આ સમજવાની નવરાશ કયાં છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #396
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૦ ]
વિચન રત્નાકર ભાગ-૭ પણ પૈસા હોય તો નિવૃત્તિ લઈ શકાય ને?
નિવૃત્તિ? પૈસા હોય તો નિવૃત્તિ થાય એમ નહિ, પણ પૈસા મારી ચીજ નથી એમ પૈસા પ્રત્યેના રાગથી નિવૃત્તિ થતાં નિવૃત્તિ થાય છે. સમજાણું કાંઈ....?
અહીં તો આ સિદ્ધાંત છે કે-પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ત્યાગરૂપ સ્વભાવપણું હોવાથી જ્ઞાની રાગને ગ્રહણ કરતો નથી, પણ રાગને પોતાના જ્ઞાનમાં રહીને પરશય તરીકે જાણે છે. જ્ઞાની, જે રાગ આવે છે તે રાગમાં જઈને (પેસીને) રાગનું જ્ઞાન કરતો નથી પણ પોતામાં રહીને રાગને અડયા વિના એનું જ્ઞાન કરે છે. આવી વાત બીજે કયાં છે? એટલે તો બિચારા લોકો કહે છે કે આ નવી વાત છે; એમ કે આવો જૈનધર્મ ! જૈનધર્મ તો દયા પાળવી, ઉપવાસ કરવો, ચોવિહાર પાળવા, કંદમૂળ ન ખાવું, બ્રહ્મચર્ય પાળવું-ઇત્યાદિ છે. અરે ભાઈ ! એ તો બધી રાગની ક્રિયા છે, એ કાંઈ વીતરાગનો ધર્મ નથી; વીતરાગનો ધર્મ તો રાગથી તદ્દન જુદો છે, બાપા !
જાઓને! કહે છે-“સર્વ પદ્રવ્યો પ્રત્યે કરવામાં આવતો જે રાગ...' આમાં “સર્વ પરદ્રવ્ય’ શબ્દો પર વજન છે. એમાં અરહંત, સિદ્ધ આદિ પરદ્રવ્ય પણ આવી ગયા. ભાઈ ! જ્ઞાનીને અરહંતાદિ પ્રત્યે થતા રાગના ત્યાગરૂપ સ્વભાવપણું છે. અહાહા..! વ્યવહારરત્નત્રયના રાગના ત્યાગરૂપ સ્વભાવપણું જ્ઞાનીને છે એમ કહે છે. અર્થાત્ વ્યવહારરત્નત્રય મારાં કર્તવ્ય છે એમ જ્ઞાની માનતો નથી. અજ્ઞાની એમ માને છે કે વ્યવહારથી નિશ્ચય થાય છે, પણ ભાઈ ! એ કાંઈ વીતરાગનો માર્ગ નથી. વીતરાગનો મારગ તો વ્યવહારથી-રાગથી નહિ પણ વીતરાગતાથી શરૂ થાય છે. ભાઈ ! તને આકરી લાગે પણ તારા હિતની આ વાત છે. ત્યારે કોઈ વળી કહે છે
આ તો વ્યવહારનો લોપ થઈ જાય છે?
અરે પ્રભુ! તું સાંભળ તો ખરો નાથ! વ્યવહાર તો જ્યાં (જે ગુણસ્થાને) જેવો છે તેવો છે, પણ એનાથી અંતરમાં ધર્મ-વીતરાગતારૂપ ધર્મ-પ્રગટ થયો છે એમ નથી. જ્ઞાની તો સ્વભાવસમ્મુખ થઈને રાગના અભાવ-સ્વભાવે એક જ્ઞાયકભાવપણે પરિણમ્યો છે. તે હવે રાગની રચના કેમ કરે ? રાગની રચના કરે એ તો નપુંસક છે; શુભરાગની રચના કરે એય નપુંસક છે, કેમકે જેમ નપુંસકને પુત્ર-પ્રજા હોય નહિ તેમ શુભરાગની રચનામાં રહેલાને ધર્મની પ્રજા થતી નથી. જ્ઞાનીને જે રાગ-વ્યવહાર હોય છે તેને તે માત્ર સ્વભાવમાં રહીને જાણે જ છે, કરતો નથી. આવો મારગ છે!
હવે કહે છે-“જેમ લોખંડ કાદવ મધ્યે પડ્યું થયું કાદવથી લેપાય છે (અર્થાત્ તેને કાટ લાગે છે, કારણ કે તે કાદવથી લેપાવાના સ્વભાવવાળું છે....'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #397
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ]
[ ૩૮૧
જુઓ, પહેલાં સોનાનું દષ્ટાંત કહ્યું. હવે લોઢાનું દૃષ્ટાંત કહે છે. કહે છે-લોઢું કાદવમાં પડયું થયું કાદવથી લેપાય છે અર્થાત્ તેને કાટ લાગે છે કેમકે કાદવથી લેપાવાનો તેનો સ્વભાવ છે. સ્વભાવથી જ લોઢું કાદવમાં પડયું કાટ ખાઈ જાય છે. હવે કહે છે
"
તેવી રીતે ખરેખર અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે કારણ કે સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું હોવાથી અજ્ઞાની કર્મથી લેપાવાના સ્વભાવવાળો છે.’
શું કહ્યું ? ‘તેવી રીતે ખરેખર અજ્ઞાની...' એટલે કે જેમ લોખંડ કાદવથી લેપાય છે તેમ રાગની ક્રિયામાં ને કર્મના ઉદયની સામગ્રીમાં એકત્વ માનતો અજ્ઞાની કર્મની મધ્યે
રહ્યો થકો કર્મથી લેપાય છે. આ શુભરાગ સાધન છે, શરીર સાધન છે, વાણી સાધન છે, પદ્રવ્ય મારાં સાધન છે-એમ પરથી એકપણું માનનાર ખરેખર અજ્ઞાની છે અને તે કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લેપાય છે. અહીં ‘કર્મ’ શબ્દે વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ ક્રિયા એમ અર્થ છે. અજ્ઞાની ક્રિયાકાંડને કરતો થકો કર્મોથી લેપાય છે, બંધાય છે. અહા ! દષ્ટાંત પણ કેવું લીધું છે! જેમ લોખંડ કાદવ મધ્યે લેપાય છે તેમ અજ્ઞાની કર્મ મધ્યે રહ્યો થકો કર્મોથી લેપાય છે.
અરેરે ! આવું મનુષ્યપણું મળ્યું અને જો તત્ત્વની સમજણ કરીને સમ્યગ્દર્શન પ્રગટ ન કર્યું તો અવતાર ઢોર જેવો છે ભાઈ! પાપની મારી કરી-કરીને એણે મરવાનું છે, પછી ભલે ૫-૧૦ કરોડની સંપત્તિ એકઠી થઈ હોય. અજ્ઞાનીને પાંચ-દસ કરોડ થઈ જાય એટલે જોઈ લ્યો, જાણે ‘હું પહોળો ને શેરી સાંકડી એમ એને થઈ જાય પણ અરે ભગવાન ! આ શું થયું છે તને? બાપુ! એ સંપત્તિ કયાં તારામાં છે? અહીં તો કહે છેકોઈ દિગંબર નગ્ન મુનિ થયા, પાંચ મહાવ્રતાદિ પાળે પણ જો તેને રાગમાં રસ છે, એત્વ છે તો તે અજ્ઞાની છે અને તેને, જેમ લોઢાને કાદવમાં કાટ લાગે છે તેમ, મિથ્યાત્વનો કાટ લાગે છે; તે કર્મોથી લેપાય છે, બંધાય છે.
ખરેખર અજ્ઞાની રાગાદિ ક્રિયા ને કર્મના ઉદયથી મળેલી સામગ્રીની મધ્યમાં રહ્યો થકો કર્મોથી લેપાય છે કારણ કે તેની દૃષ્ટિ રાગ ઉપર છે, ૫૨ ઉપ૨ છે. પોતાનું અસ્તિત્વ તો શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વરૂપે છે; પણ અજ્ઞાનીને આવા નિજ સ્વરૂપની દષ્ટિ છે નહિ. તેથી કયાંય બીજે-દયા-દાન, વ્રતાદિના રાગમાં ને પ૨માં તેણે પોતાનું અસ્તિત્વ માન્યું છે. અહાહા...! હું આનંદકંદ પ્રભુ આત્મા છું એમ સ્વીકારવાને બદલે હું રાગ છું, હું ધનાદિમય છું એમ અન્યત્ર પોતાનું અસ્તિત્વ અજ્ઞાનીએ માન્યું છે.
પૈસાથી તો દુનિયામાં મોટાં મોટાં કામ થાય છે ને?
શું થાય છે? ધૂળેય પૈસાથી થતું નથી સાંભળને. શું પૈસાથી સમકિત થાય
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #398
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૨ ]
થન રત્નાકર ભાગ-૭ છે? પૈસા તો ધૂળ-માટી છે. એ ધૂળમાં શું છે કે એનાથી મોટાં કામ (સમકિત આદિ) થાય? અહીં તો રાગથી-શુભરાગથીય આત્મામાં (સમકિત આદિ) કાંઈ ન થાય એમ કહે છે, કેમકે રાગમાં આત્મા નથી ને આત્મામાં રાગ નથી. ભાઈ ! આ દયા, દાન, વ્રતાદિનો ભાવ રાગ છે અને તે આત્માની ચીજ નથી. ખરેખર અજ્ઞાની રાગની ક્રિયામાં પડ્યો થકો હું રાગી છું એમ માનતો કર્મથી લેપાય છે.
જુઓ, સર્વજ્ઞ પરમાત્મા મહાવિદેહમાં સદા બિરાજે છે. કયારેય-કોઈ દિ' મહાવિદેહમાં ભગવાન તીર્થંકરદેવનો વિરહ હોતો નથી. સાક્ષાત્ ભગવાન ત્યાં અત્યારે પણ બિરાજે છે ને સમોસરણમાં ભગવાનની દિવ્યધ્વનિ છૂટે છે. હવે ત્યાં સમોસરણની મધ્યમાં બેઠો હોય તોપણ અજ્ઞાની રાગથી–મિથ્યાત્વથી લિપ્ત થાય છે. કેમ ? કેમકે અજ્ઞાનીને સર્વ પરદ્રવ્ય પ્રત્યે કરવામાં આવતો જે રાગ તેના ગ્રહણરૂપ સ્વભાવપણું છે. જોયું? શુભરાગના ગ્રહણરૂપ જેનો સ્વભાવ છે તે અજ્ઞાની છે. અજ્ઞાનીનો રાગના ગ્રહણરૂપ સ્વભાવ છે. જ્ઞાનીને રાગના ત્યાગસ્વભાવપણું છે, જ્યારે અજ્ઞાનીને રાગના ગ્રહણરૂપ સ્વભાવપણું છે. બેમાં આવડો મોટો ફેર છે.
અજ્ઞાનીનો રાગને ગ્રહણ કરવારૂપ સ્વભાવ છે. તેને શુદ્ધ ચૈતન્યનું ગ્રહણ કરવાપણું નથી તેથી રાગને ગ્રહણ કરવાનો તેનો સ્વભાવ છે. અજ્ઞાનીને રાગની પકડ છે. તેથી તે કર્મ મધ્યે રહ્યો થકો કર્મથી લિસ થાય છે. જ્યારે જ્ઞાનીને રાગ આવે છે, પણ રાગની પકડ નથી. જ્ઞાની તો રાગના ત્યાગરૂપ સ્વભાવવાળો છે ને? તેથી તેને રાગની પકડ નથી. તેથી તે કર્મ મધ્યે હોવા છતાં કર્મથી લિસ થતો નથી. જ્ઞાની સ્વભાવને પકડ છે ને રાગને છોડી દે છે; જ્યારે અજ્ઞાની સ્વભાવને છોડી દે છે અને રાગને પકડે છે તો તે રાગથી બંધાય છે. આવી વાત છે.
* ગાથા ૨૧૮-૨૧૯: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જેમ કાદવમાં પડેલા સુવર્ણને કાટ લાગતો નથી અને લોખંડને કાટ લાગે છે તેમ કર્મ મધ્યે રહેલો જ્ઞાની કર્મથી બંધાતો નથી અને અજ્ઞાની બંધાય છે. આ જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.'
શું કહ્યું? કે જ્ઞાની શુભાશુભ પરિણામની મધ્યમાં રહેલો હોય છતાં તેને કર્મ બંધાતું નથી. કેમ? કેમકે શુભાશુભના કાળે પણ તેની દષ્ટિ શુદ્ધ ચૈતન્યસ્વભાવ પર છે.
જ્યારે અજ્ઞાની કર્મથી બંધાય છે. કેમ? કેમકે એની દૃષ્ટિ શુભાશુભ પરિણામમાં છે. શુભાશુભ પરિણામ જ હું છું એમ અજ્ઞાનીની પરિણામ ઉપર દષ્ટિ છે તેથી તે બંધાય છે. આવો જ્ઞાન-અજ્ઞાનનો મહિમા છે.
પ્રશ્ન- જ્ઞાનનો મહિમા તો બરાબર, પણ અજ્ઞાનનો મહિમા શું? ઉત્તર- ભાઈ ! રાગને-કે જે પોતાનો સ્વભાવ નથી તેને પોતાનો માને તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #399
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ ૩૮૩
સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] અજ્ઞાનનો મહિમા છે. અનુભવ પ્રકાશમાં કહ્યું છે કે-તેરી શુદ્ધતા ભી બડી, તેરી અશુદ્ધતા ભી બડી. પાર ન પમાય તેવી પ્રભુ! તારી અશુદ્ધતા છે, આ તો પર્યાયની વાત હોં; બાકી અંદર શુદ્ધતાની તો શું વાત ! શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા શુદ્ધ શુદ્ધ શુદ્ધ એક ચૈતન્યના પ્રકાશના નૂરનું પૂર છે. અહાહા..! એની શું વાત! અને એની દષ્ટિ થતાં જે નિર્મળ પરિણતિ પ્રગટે તેની પણ શી વાત! એ નિર્મળ પરિણતિ અશુદ્ધતાને પોતાનામાં ભળવા દેતી નથી એવો કોઈ અચિંત્ય જ્ઞાનનો મહિમા છે.
અહીં કહે છે–જેને શુભાશુભ પરિણામ થાય છે તેવા સમકિતીને શુભાશુભભાવ ઉપર દષ્ટિ નહિ હોવાથી અને શુદ્ધ ચૈતન્યસ્વભાવ ઉપર જ દષ્ટિ હોવાથી બંધન થતું નથી જ્યારે શુભાશુભભાવ ઉપર જેની દષ્ટિ છે અને જેણે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માને ભાવ્યો નથી તેવા અજ્ઞાનીને બંધન થાય છે. આવી વાત છે.
હવે આ અર્થનું અને આગળના કથનની સૂચનાનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૧૫૦: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘રૂ' આ લોકમાં ‘યર્ચ યાદ : દિ સ્વમાવ: તાદવ તરસ્ય વશત: રિસ્ત' જે વસ્તુનો જેવો સ્વભાવ હોય છે તેનો તેવો સ્વભાવ તે વસ્તુના પોતાના વશથી જ (અર્થાત્ પોતાને આધીન જ) હોય છે.
શું કહે છે? કે વસ્તુ-ભગવાન આત્મા શુદ્ધ શુદ્ધ પરમ પવિત્ર જ્ઞાનાનંદસ્વભાવ છે અને તે સ્વાધીન જ છે. અહાહા-! આત્માનો શુદ્ધ એક જ્ઞાયકભાવ-ચૈતન્યભાવ છે તે સહજ સ્વાધીન જ છે; તે પરાધીન નથી. પર્યાયમાં જે અપવિત્રતા-અશુદ્ધતા હોય છે તે પરને આધીન-નિમિત્ત (કર્મ)ને આધીન હોય છે, પણ શુદ્ધ એક સ્વભાવ-જ્ઞાયકસ્વભાવ તો સહજ સ્વાધીન જ હોય છે.
હવે કહે છે-“US:' એવો વસ્તુનો જે સ્વભાવ તે, “પરે:' પર વસ્તુઓ વડે ‘થગ્વન પિ હિ' કોઈ પણ રીતે ‘કન્યાદશ:' બીજા જેવો ‘તું ન શક્યતે' કરી શકાતો નથી. અહીં, સિદ્ધાંત આ સિદ્ધ કરવો છે કે ધર્મીને પોતાની વસ્તુનો સ્વભાવ જે શુદ્ધ ને પવિત્ર છે તે, પર વડ-ધર્મી પરની સામગ્રીમાં રહેતો હોય તોપણ–તે પર સામગ્રી વડે બીજા જેવો કરી શકાતો નથી. પરપદાર્થના કારણે ધર્મીને અપરાધ થાય એમ કદીય નથી.
એ જ વિશેષ કહે છે કે દિ' માટે “સત્તતં જ્ઞાન ભવત' જે નિરંતર જ્ઞાનપણે પરિણમે છે તે ‘વાન કપિ જ્ઞાન ન ભવેત્' કદી પણ અજ્ઞાન થતું નથી.
અહાહા..! ધર્મીને નિરંતર શુદ્ધ ચૈતન્યસ્વભાવી પ્રભુ આત્મા પોતાનો છે અને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #400
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તેને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે. અહીં કહે છે તે કદીય (પર વડ) અજ્ઞાન થતું નથી. અહા! તેને કોઈ પણ રીતે પરદ્રવ્યના કારણે અજ્ઞાન થતું નથી. જરા ધીરે ધીરે વાત આવશે; આકરી વાત છે પ્રભુ!
શું કહે છે? કે “જ્ઞાનિન' તેથી હે જ્ઞાની! “મુક્ય ' તું (કર્મોદયજનિત) ઉપભોગને ભોગવ.
ભાઈ ! અહીં કાંઈ ભોગ, ભોગવવાનું કહે છે એમ નથી. એ તો શબ્દો છે. અહીં તો એમ કહેવું છે કે-ભગવાન! તું શુદ્ધ ચૈતન્યઘન છો ને પ્રભુ! તો તને પરદ્રવ્યની પરિણતિથી નુકશાન થાય એમ છે નહિ. જડના ઉપભોગને જડની પરિણતિથી તારામાં નુકશાન થાય એમ છે નહિ, શું કીધું કે આ શરીર, મન, વાણી, ઇન્દ્રિયો પૈસા, લક્ષ્મી, સ્ત્રી, કુટુંબ આદિ તરફનું લક્ષ થતાં તને તે જડના કારણે વા પરના કારણે નુકશાન થાય એમ છે નહિ. ભગવાન! તું તો જ્ઞાનાનંદસ્વભાવી છો, તો તને પરવસ્તુના અપરાધે નુકશાન થાય એમ કેમ હોય? એમ છે નહિ, ઝીણી વાત છે ભાઈ !
પ્રશ્ન- અહીં “ભોગવ” એમ ચોકખું કહ્યું છે ને?
સમાધાનઃ- ભાઈ ! આ તો મુનિ (આચાર્ય) છે! શું તે ભોગવવાનું કહે ? (અને જ્ઞાની ક્યાં ભોગવે છે?) “ભોગવ'નો અર્થ તો એમ છે કે “પદ્રવ્યથી તને નુકશાન નથી'-એમ તેને નિઃશંક કરાવે છે. શરીરની ક્રિયા કે વાણીની ક્રિયા કે બહારના સંયોગને લઈને ધર્મીને અપરાધ થાય, પરદ્રવ્યને લઈને ધર્મીને અપરાધ થાય એમ છે નહિ એમ દઢ કરે છે. સ્વદ્રવ્યના સ્વભાવે નિરપરાધભાવે પરિણમતા જ્ઞાનીને પરદ્રવ્યથી અપરાધ થાય એમ છે નહિ એમ અહીં કહેવું છે. સમજાણું કાંઈ....?
શું કહે છે? કે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યપ્રકાશનો પૂંજ પ્રભુ છે. તેનો જેને અંતરમાં સ્વાનુભવમાં સ્વીકાર અને સત્કાર થયો છે તેવા ધર્મીને શુદ્ધ ચૈતન્યમય પરિણમન હોય છે અને તે નિર્મળ પરિણમન પરદ્રવ્ય વડે બીજું કરી શકાતું નથી. શરીરાદિની બહારની ગમે તેટલી ક્રિયા થાય તોપણ એનાથી નિરપરાધી ભગવાન આત્માને અપરાધરૂપ કરાતો નથી એમ કહેવું છે.
અહાહા..! કહે છે-હે જ્ઞાની! તું કર્મોદયજનિત ઉપભોગને ભોગવ અર્થાત બહારની સામગ્રીને તું ભોગવ. એટલે શું? એટલે કે તારું લક્ષ ત્યાં સામગ્રીમાં જાય તેથી કરીને પરને લઈને તને નુકશાન છે એમ નથી. તારું લક્ષ ત્યાં જાય અને વિકલ્પ ઊઠે તે તારો દોષ છે, પણ પર વસ્તુને કારણે તને કાંઈ દોષ થાય છે એમ છે નહિ. પૈસાનો ખૂબ સંચય થયો કે શરીરની ક્રિયા-વિષયાદિની-ખૂબ થઈ તેથી એ જડની ક્રિયાથી તને નુકશાન થાય છે એમ નથી. પરંતુ તારા ભાવમાં (એ સામગ્રી મારી છે એવો) વિપરીતભાવ હોય તો તને મોટું નુકશાન છે. આવી વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #401
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ]
[ ૩૮૫ એ જ કહે છે “ફ' આ જગતમાં “પર—સપSTધ–નિત: વન્ય: તવ નાસ્તિ' પરના અપરાધથી ઊપજતો બંધ તને નથી (અર્થાત્ પરના અપરાધથી તને બંધ થતો નથી).
લ્યો; આ સિદ્ધાંત કહ્યો. શરીરની ક્રિયાથી, પૈસાથી, સ્ત્રીના દેહથી કે એવી જડની ક્રિયાથી તને નુકશાન થાય છે એમ નથી, કેમકે એ તો પરદ્રવ્ય છે. ભાઈ ! અહીં “પરના અપરાધથી તને બંધ થતો નથી”—આ સિદ્ધ કરવું છે હોં.” “ભોગવ” એમ કહ્યું ત્યાં કાંઈ ભોગવવાનું કીધું નથી પણ પરદ્રવ્યના સંબંધમાં પરદ્રવ્યને લઈને તને નુકશાન છે એમ નથી એમ સમજાવવું છે, સિદ્ધ કરવું છે.
* કળશ ૧૫૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * વસ્તુનો સ્વભાવ વસ્તુને પોતાને આધીન જ છે. માટે જે આત્મા પોતે જ્ઞાનરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણમાવી શકે નહિ.'
શું કહે છે? કે આત્માનો જ્ઞાનાનંદસ્વભાવ સહજ સ્વાધીન જ છે અને જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા જે જ્ઞાન ને આનંદરૂપે પરિણમે છે તેને પરદ્રવ્ય કોઈ દિ' અજ્ઞાન કરાવી શકે નહિ. શરીરની ગમે તેટલી ક્રિયા થાય ને લક્ષ્મીના ઢગલા હોય તોપણ તેને લઈને જીવમાં અજ્ઞાન થાય એમ નથી; (જો અજ્ઞાન થાય તો તે) પોતાના અપરાધથી થાય છે, પણ અહીં તો જ્ઞાનીને તે (અજ્ઞાન) છે નહિ એમ વાત છે. ધર્મીને તો શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપ આત્મા પોતાનો છે ને? તે તો જ્ઞાનરૂપે પરિણમે છે એટલે તેને પરિણામમાં (અજ્ઞાનમય) અશુદ્ધતા છે જ નહિ. જ્ઞાનીને તો શરીરાદિના ભોગને કાળે પણ અશુદ્ધતા (અસ્થિરતા) ટળતી જાય છે અને શુદ્ધતા વધતી જાય છે એમ વાત છે; કારણ કે પરને લઈને જીવમાં અશુદ્ધતા (અજ્ઞાન) થાય એમ છે નહિ. ઝીણી વાત છે ભાઈ ! પરંતુ આથી કોઈ સ્વચ્છેદે પરિણમે તો એ અજ્ઞાનીની અહીં વાત નથી. અહીં તો સિદ્ધાંત-નિશ્ચય સત્ય શું છે તે સિદ્ધ કરે છે.
ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ છે. અને તેને નિહાળનારને જોનારને તો જ્ઞાન અને આનંદના પરિણામ થાય છે. તે જ્ઞાનમય પરિણામને પરદ્રવ્યની ક્રિયાઓ ફેરવી દે-અજ્ઞાનમય કરી દે એમ ત્રણકાળમાં નથી. અહા! “પદ્રવ્ય અજ્ઞાનરૂપે કદી પરિણાવી શકે નહિ”—આ સિદ્ધાંત છે.
પ્રશ્ન:- ૯૬ હજાર રાણીઓ હોય છતાં ચક્રવર્તી તીર્થકર સમકિતી?
સમાધાન - ભાઈ ! સાંભળ. ૯૬ હજાર રાણીઓ જ્ઞાનીને તો પરદ્રવ્ય છે; તે નુકશાનનું કારણ કેમ થાય? પરદ્રવ્યને લઈને નુકશાન કયાં છે? હા, તેને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #402
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૮૬ ]
યન રત્નાકર ભાગ-૭ પોતાનું માનવું તે મોટું નુકશાન છે, પણ ધર્મીને તો તેવી માન્યતા છે નહિ. મારગ જુદા છે બાપા! ઝાઝા જડના સંયોગ છે માટે જ્ઞાનીને તે બંધનું કારણ થાય એમ છે નહિ અને કોઈને (-અજ્ઞાનીને) ઓછા સંયોગ છે માટે બંધ ઓછો છે એમ પણ છે નહિ.
નિશ્ચયથી તો પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્મામાં નિર્મળ પર્યાયની ઉત્પત્તિ થવી તે સંયોગ છે અને પર્વની પર્યાયનો વ્યય થયો તે વિયોગ છે. ધર્મીને આવો સંયોગ વિયોગ હોય છે. શું કીધું એ ? પંચાસ્તિકાયની ૧૮ મી ગાથામાં આવે છે કે વસ્તુ જે નિત્યાનંદ પ્રભુ આત્મા છે તેને જે સમ્યગ્દર્શન-જ્ઞાનની પર્યાય થાય તે સંયોગ છે અને પૂર્વની પર્યાયનો નાશ થયો તે વિયોગ છે. ભાઈ ! આ સંયોગ ને વિયોગ તેની પોતાની પર્યાયમાં છે, પણ બહારના સંયોગ વિયોગ જ્ઞાનીને ક્યાં છે? બહારની ચીજ તો પરદ્રવ્ય છે.
અહીં કહે છે-આ કર્મ, શરીર, લક્ષ્મી, કુટુંબ આદિ જે પરદ્રવ્ય છે તે પરદ્રવ્યને કારણે આત્માને અજ્ઞાન કે બંધન થાય એમ છે નહિ. પોતાને પૂર્વે જે અજ્ઞાન હતું તે કાંઈ પરને લઈને ન હોતુ. પોતે જ પરથી ને રાગથી એકતાબુદ્ધિ કરી હતી અને તેથી અજ્ઞાન હતું અને હવે સ્વદ્રવ્યના લક્ષે અજ્ઞાન ટાળીને જ્ઞાન કર્યું તો તે જ્ઞાનમય પરિણમનને કોઈ પદ્રવ્ય અજ્ઞાનરૂપ કરી દે એમ છે નહિ. ચક્રવર્તીને ઝાઝી રાણીઓ છે ને ઇન્દ્રને ઝાઝી ઇન્દ્રાણીઓ છે તેથી તે પરદ્રવ્ય તેની જ્ઞાનમય પરિણતિને નુકશાન કરી દે એમ નથી. ભાઈ ! આ તો તત્ત્વદષ્ટિની વાત છે. જેને અંતરમાં પોતાનું શુદ્ધ અંત:તત્ત્વ અનુભવાયું છે તેની દશામાં હવે પરદ્રવ્ય (સંયોગી પદાર્થ) થોડા હો કે ઝાઝા હો, તેઓ જ્ઞાનને અજ્ઞાન કરી શકતા નથી, કેમકે સ્વદ્રવ્યને પરદ્રવ્ય તો અડતું ય નથી.
હવે કહે છે-“આમ હોવાથી અહીં જ્ઞાનીને કહ્યું છે કે તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તે ઉપભોગને ભોગવ.'
અહીં ઉપભોગને ભોગવ” એમ કહ્યું છે પરંતુ શું કોઈ ધર્માત્મા ભોગવવાનું કહે? ના કહે. તો શું આશય છે? ભાઈ ! અહીં તો પરદ્રવ્યના કારણે તને અપરાધ થતો નથી એમ દઢ કરવું છે, એમ કે આ ધનાદિ વૈભવ ને ઘણી સ્ત્રીઓ ઇત્યાદિ ઝાઝો સંયોગ છે તો હો, તે સંયોગો તારામાં કયાં છે કે તે તને નુકશાન કરે? થોડા કે ઝાઝા સંયોગમાં તારું જરી લક્ષ જાય ને વિકલ્પ થાય એ જુદી વાત છે બાકી તે થોડા કે ઝાઝા સંયોગો છે તે તને અજ્ઞાન કરી નાખે વા તારા પરિણમનને બદલાવી નાખે એમ છે નહિ. ભાઈ ! આ તો વીતરાગના સિદ્ધાંત છે બાપા! સમકિતી ચક્રવર્તી બાહ્ય વૈભવના ઢગલા વચ્ચે હોય તેથી તે બહારના વૈભવના કારણે તેના જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય એમ છે નહિ. તથા કોઈને બહારના સર્વ સંયોગો છૂટી ગયા હોય, બહારથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #403
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ]
[ ૩૮૭ લોકોને લાગે કે આ મહા ત્યાગી છે એવી નગ્ન મુનિદશા હોય, પણ જો અંતરમાં રાગથી એકતાબુદ્ધિ હોય તો તે અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે, ત્યાગી નથી; ધર્મનો ત્યાગી છે. આવી સૂક્ષ્મ વાત ભાઈ !
બહારના સંયોગ ઝાઝા છે માટે અજ્ઞાની ને બહારના સંયોગ નથી માટે જ્ઞાની એવી માન્યતા યથાર્થ નથી. એ જ અહીં કહે છે કે “તને પરના અપરાધથી બંધ થતો નથી તેથી તું ઉપભોગને ભોગવ' મતલબ કે પરદ્રવ્યના સંયોગમાં તું ભલે હો, પણ તેનાથી તને બંધન છે એમ નથી. ભોગવવાનો અર્થ એ છે કે સંયોગમાં તું હો તો હો, એનાથી તને બંધન નથી. અત્યારે તો લોકો કોઈ બહારના સંયોગ ઘટાડ એટલે ત્યાગી થઈ ગયો એમ માને છે પણ ભાઈ ! સંયોગ વડે જ્ઞાની-અજ્ઞાનીનું માપ નીકળતું નથી. આ સત્યનો પોકાર છે.
ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય પોકાર કરે છે કે-ભગવાન! તું સ્વદ્રવ્ય છો ને! સ્વદ્રવ્યની દૃષ્ટિનું તને પરિણમન થયું અને તને પરદ્રવ્યના ઘણા સંયોગ છે તો તે સંયોગને કારણે તને નુકશાન છે એમ નથી. લોકો ભલે કહે કે-આટલો બધો પરિગ્રહ! આટલી બધી સ્ત્રીઓ ! આટલા બધા પુત્રો ! ચક્રવર્તીને તો ૩ર હજાર પુત્રીઓ, ૬૪ હજાર પુત્રો ને ૯૬ હજાર સ્ત્રીનો સંયોગ છે. પણ તે સંયોગ બંધનું કારણ છે એમ નથી. ભાઈ ! પરદ્રવ્ય કાંઈ બંધનું કારણ નથી; હા, સ્વદ્રવ્યમાં પરને કે રાગને પોતાનો માન્યો હોય તો, ભલે ને કાંઈ પણ સંયોગ ન હોય તોપણ, મિથ્યાત્વનો અપરાધ ઊભો થાય છે.
ભાઈ ! શરીરનો થોડો આકાર હોય ત્યાં આત્માના પ્રદેશનો આકાર પણ થોડો હોય છે. પરંતુ તેથી તેને નુકશાન છે કે લાભ છે એમ નથી. કેવળી સમુદ્યાત કરે ત્યારે લોકના આકાર જેટલો આકાર થઈ જાય છે, ભગવાનના પ્રદેશનો આકાર ત્યારે લોકાકાશ જેટલો થઈ જાય છે. પણ આકાર મોટો થયો માટે તેને નુકશાન છે અને સાત હાથનો આકાર ધ્યાનમાં-કેવળજ્ઞાનમાં હોય તો તેને લાભ છે એમ નથી. હવે પોતાના નાના-મોટા આકારથી પણ જ્યાં લાભ-નુકશાન નથી ત્યાં પારદ્રવ્યથી લાભ-નુકશાન કયાંથી હોય? ભાઈ ! જૈનદર્શનનું તત્ત્વ કોઈ અલૌકિક છે! વીતરાગ પરમેશ્વર-જિનેશ્વરનો માર્ગ ખૂબ ગંભીર છે.
કહે છે-“ઉપભોગ ભોગવવાથી મને બંધ થશે એવી શંકા ન કર.”
શું કહ્યું? કે ઝાઝા સંયોગમાં શરીર, પૈસા, સ્ત્રી-કુટુંબ-ઇત્યાદિમાં આવ્યો માટે તેને લઈને મને બંધ થશે એવી શંકા ન કર. લ્યો, “ભોગવ 'નો આ અર્થ છે કે-સંયોગો ઘણા હો પણ એનાથી નુકશાન નથી, બંધ નથી. સંયોગ તો પરચીજ છે; તે સ્વદ્રવ્યમાં કયાં છે કે તે લાભ-નુકશાન કરે? ભાઈ ! તારી દષ્ટિ જ રાગને પુણ્યના પરિણામથી એત્વ પામે તો તને નુકશાન તારાથી છે, પણ પરદ્રવ્યથી નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #404
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૩૮૮ ]
યન રત્નાકર ભાગ-૭ પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા અનંતગુણધામ સુખધામ છે. “સ્વયંજ્યોતિ સુખધામ” એમ આત્મસિદ્ધિમાં આવે છે ને? શુદ્ધ ચૈતન્યજ્યોત સુખધામ પ્રભુ આત્મા છે. અહાહા..તે આનંદનું સ્થાન છે જેમાંથી આનંદ જ પાકે. તો જેને આનંદ પાકયો છે તેવા જીવન પરના નાના-મોટા સંયોગને કારણે પરિણામ પલટીને અપરાધરૂપ-બંધરૂપ થઈ જાય એવી શંકા ન કરવી એમ કહે છે. સંયોગ આવ્યો માટે મને બંધ થશે એમ શંકા ના કરવી. ઝીણી વાત છે પ્રભુ ! આ તો વીતરાગદેવ વસ્તુનો સ્વભાવ વર્ણવે છે. કહે છેભગવાન! તારો સ્વભાવ તો શુદ્ધ છે ને? સ્વભાવનું તને ભાન થયું ને હવે કોઈ સંયોગો દેખાય છે તો તેનાથી અપરાધ થઈ ગયો એમ શંકા ન કરવી. ભાઈ ! આ સિદ્ધાંત કાંઈ સ્વચ્છંદી થવા માટે નથી, પણ તેને પરના કારણે દોષ થાય છે એવી શંકાથી પર થવા માટેની વાત છે. આવો ભગવાન વીતરાગનો ઉપદેશ છે !
હવે કહે છે-જો એવી શંકા કરીશ તો “પદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે' –એવું માનવાનો પ્રસંગ આવે છે.”
શું કહે છે? કે પરદ્રવ્યનો સંયોગ છે માટે મને નુકશાન છે એમ શંકા કરીશ તો પદ્રવ્ય વડે આત્માનું બૂરું થાય છે એમ માનવાનો પ્રસંગ આવે છે. પણ ધર્મીને એવી શંકા હોતી નથી. ચક્રવર્તીને એક એક મિનિટની અબજોની પેદાશ હોય છે, મોટા નવનિધાન હોય છે છતાં તેને લઈને મને અપરાધ થશે –બંધ થશે એવી શંકા એને હોતી નથી. ભાઈ ! ધર્મી બહારના ઘણા સંયોગોમાં દેખાય માટે તે અપરાધી છે એમ માપ ન કર. તથા કોઈને સંયોગો મટી ગયા-નગ્ન થયો માટે તે ધર્મી થયો એમ પણ માપ ન કર. નગ્ન મુનિ થયો, રાજપાટ છોડયાં, હજારો રાણીઓ છોડી માટે તે ધર્મી એમ માપવાનું રહેવા દે ભાઈ ! સંયોગો ઘટયા તે તેના કારણે ઘટયા છે; તે ઘટયા છે માટે ત્યાં ધર્મ છે એમ છે નહિ. શુદ્ધ ચૈતન્યસ્વભાવ પર દષ્ટિ ન હોય તેને સંયોગો ઘટયા હોય તોપણ તે મિથ્યાદષ્ટિ છે તથા અનેક સંયોગો વચ્ચે હોય તોપણ જેની દષ્ટિ શુદ્ધ આત્મદ્રવ્ય-સ્વદ્રવ્ય પર છે તે નિરપરાધ ધર્માત્મા છે. આવી સ્વદ્રવ્ય-પદ્રવ્યની ભિન્નતાની સૂક્ષ્મ વાત છે.
ભોગવ'નો અર્થ એ છે કે પૂર્વના પુણ્યના કારણે સમકિતીને સંયોગ ઘણા હો, પણ એથી તેને નુકશાન છે વા તે સંયોગ અપરાધ છે એમ નથી. અહા ! આવો મારગ સમજવો પડશે ભાઈ ! બહારથી માપ કાઢીશ કે આને આ છોડયું ને તે છોડ્યું તો માપ ખોટાં પડશે, કેમકે ખરેખર વસ્તુમાં પરદ્રવ્યનાં ગ્રહણ-ત્યાગ છે જ નહિ. સૂક્ષ્મ વાત છે ભાઈ ! પરનો ત્યાગ કરવો ને પરને ગ્રહણ કરવું એ વસ્તુમાં –આત્મામાં છે જ નહિ. જ્યાં આમ છે ત્યાં પરનો ત્યાગ થયો માટે ત્યાગી થયો એમ માને એ તો અજ્ઞાન છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #405
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ]
[ ૩૮૯ શું કહ્યું એ? કે આત્મામાં એક ત્યાગઉપાદાનશૂન્યત્વ શક્તિ છે. અહાહા...! ભગવાન આત્મામાં એક એવો ગુણ છે–અનાદિ સતનું સત્ત્વ એવું છે-કે પરમાણું પરસ્ત્રી ઇત્યાદિ પર પદાર્થને આત્માએ ગ્રહ્યા નથી તેમ જ તેને છોડતો પણ નથી. પરદ્રવ્યના ગ્રહણ-ત્યાગ રહિત જ તેનું સ્વરૂપ છે. હવે જેના ગ્રહણત્યાગથી રહિત પોતે છે તેને હું ત્યાગું તો ધર્મ થાય એમ માનવું તે અજ્ઞાન છે. નિશ્ચયથી તો રાગના ત્યાગનું કર્તાપણું પણ આત્માને નથી એમ વાત છે. વીતરાગસ્વરૂપ ભગવાન પોતે છે એમ જેને અંતર્દષ્ટિ થઈ છે તેને રાગનો ત્યાગ થયો એમ કહેવું તે નામમાત્ર છે; કારણ કે પોતે (શુદ્ધ દ્રવ્ય) રાગરૂપે થયો જ નથી તો રાગનો ત્યાગ કર્યો એ કયાંથી આવ્યું? ૩૪ મી ગાથામાં આવે છે કે ધર્માત્માએ રાગનો ત્યાગ કર્યો છે તે નામમાત્ર કથન છે. હવે આમ છે ત્યાં પરનો ત્યાગ કર્યો માટે ધર્માત્મા થઈ ગયો એ કયાં રહ્યું? એમ માનવું એ તો અજ્ઞાન છે. લ્યો, આવી વાતુ છે! અહીં કહે છે-કોઈ (ધર્મીજીવ) પરના ઘણા સંયોગમાં છે માટે તે અજ્ઞાની છે એમ (માનવું) પ્રભુ! રહેવા દે. એમ વસ્તુનું સ્વરૂપ નથી. ભાઈ ! શ્લોક બહુ આકરો છે. પણ સ્વચ્છંદી માટે આ વાત નથી. (આ તો જ્ઞાની-ધર્મીની વાત છે.)
કોઈને વળી થાય કે અમે ગમે તે પરદ્રવ્યને ભોગવીએ તો તેમાં શું (હાનિ છે)?
સમાધાન - અરે ભાઈ ! તું પરદ્રવ્યને ભોગવે છે જ ક્યાં? પરદ્રવ્યને જ્યાં તું અડતોય નથી ત્યાં તેને ભોગવવાનો પ્રશ્ન જ કયાં છે? તથાપિ સ્વચ્છેદે ભોગવવાની તને જે ચેષ્ટા છે તે અજ્ઞાન છે, અને તે મોટું નુકશાન છે. સમજાણું કાંઈ ? અહીં તો એમ કહેવું છે કે-પૂર્વના પુણ્યને લીધે સમકિતીને ઝાઝા સંયોગ છે તો ભલે હો, તે પરદ્રવ્યરૂપ સંયોગને લીધે તેના જ્ઞાન-શ્રદ્ધાનને કાંઈ હાનિ થશે એમ છે નહિ. પરદ્રવ્યને કારણે મને લાભ-હાનિ છે એમ સમકિતી શંકા કરે નહિ એમ અહીં વાત છે.
જુઓ, સ્વદ્રવ્યને ભૂલીને પરદ્રવ્ય સાથે વા પરભાવ સાથે એકપણું કરે તે અપરાધ છે અને તે અપરાધ પોતાનો પોતાથી છે, કોઈ પરદ્રવ્ય તેને પરાણે અપરાધ કરાવે છે એમ નથી. અને જ્ઞાનીની દષ્ટિ શુદ્ધ ચૈતન્યદ્રવ્ય-સ્વદ્રવ્ય પર રહેલી છે. તથાપિ પૂર્વના પુણ્યના કારણે પરદ્રવ્યના સંજોગો હોય તો તે સંજોગો મને સમકિતમાં નુકશાન કરશે એવી શંકા કરવી છોડી દે એમ અહીં કહે છે, કારણ કે નિજ સ્વરૂપથી પૂર્ણ એવું સ્વદ્રવ્ય સદાય પારદ્રવ્યથી ભિન્ન જ છે. આવી વાત છે. પ્રભુ! તારી પ્રભુતાનો પાર નથી. આવે છે ને કે
પ્રભુ મેરે! તૂ સબ બાતે હૈ પૂરા, પરકી આશ કહા કર પ્રીતમ... અહા ! પરકી આશ કહા કરે વહાલા... કઈ બાતે તૂ અધૂરા. પ્રભુ મરે ! સબ બાતે તૂ પૂરા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #406
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
નાથ! તું કઈ વાતે અધૂરો છે કે આમ પરની સામે જોયા કરે છે? પર મને લાભ કરશે વા ૫૨ મને નુકશાન કરશે-એવી આશંકા છોડી દે. ભગવાન ! તું સબ (સર્વ) ભાવે પૂરો છે ને નાથ! જ્ઞાને પૂરો, વીર્યે પૂરો, આનંદે પૂરો, વીતરાગતાએ પૂરો, શાંતિએ પૂરો, પ્રભુતાએ પૂરો, સ્વચ્છતાએ પૂરો-એમ અનંતગુણે તું પૂરો છે, ને નાથ! તો આવા પ્રભુ સ્વરૂપનો સંગ કર્યો ને હવે આ બહા૨નો પરદ્રવ્યનો સંગ (સંયોગ ) મને નુકશાન કરશે એવી આશંકા રહેવા દે પ્રભુ! રાગના સંગ વિના અસંગ શુદ્ધ ચૈતન્યમહાપ્રભુનો સંગ કર્યો તો હવે આ જરી રાગ આવ્યો ને સંયોગ ઘણા આવી પડયા એટલે મને નુકશાન છે એમ (વિચારવું) રહેવા દે, કેમકે તું તો એ સર્વનો જાણનાર છો.
અહાહા...! ભગવાન આત્મા પોતાનું અને ૫૨નું માપ કરે છે (જ્ઞાન કરે છે) પણ પર મારા છે એવું કયાં છે એમાં ? ‘ પ્રમાણ ’ કહ્યું છે ને ? તો પ્રમાણ કરનારો કહો કે માપ કરનારો કહો-એક જ છે. પ્રમાણ વિશેષે માપ કરનાર. ભગવાન આત્માની જ્ઞાનપર્યાય માપ આપે છે. અહાહા...! પોતાનું અને પરનું સ્વરૂપ કેવું છે તેનું તે માપ આપે છે પણ પ૨ મારાં છે એવું જ્ઞાન-પ્રમાણમાં કયાં છે? નથી. પરદ્રવ્યનો સંયોગ થયો તેનું પ્રમાણ જ્ઞાન કરે છે પણ તે સંયોગ લાભ-નુકશાન કરે એવું એમાં કયાં છે? માટે મને અરે! આવા ઝાઝા સંયોગ!–એમ એનાથી મને નુકશાન છે એવી આશંકાથી રહિત થઈ જા–એમ કહે છે. ક્રોડો અપ્સરાઓ છે માટે મને બંધનું કારણ છે એમ રહેવા દે, એમ છે નહિ; અને અમે સ્ત્રીનો ત્યાગ કર્યો છે, અમે બાલબ્રહ્મચારી છીએ માટે અમને ધર્મ થયો છે એમ પણ રહેવા દે, એમ છે નહિ. અહો! આ તો ગજબની શૈલી છે! વીતરાગદેવની આ વાત બાપુ! બેસવી મહા કઠણ છે અને જેને બેસી ગઈ એ તો માનો ન્યાલ થઈ ગયો ! સમજાણું કાંઈ...?
=
હવે કહે છે–‘આ રીતે અહીં જીવને પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા મટાડી છે; ભોગ ભોગવવાની પ્રેરણા કરી સ્વચ્છંદી કર્યો છે એમ જ સમજવું. સ્વેચ્છાચારી થવું એ તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. ’
શું કહે છે? કે આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવ ચૈતન્ય મહાપ્રભુ છે. તે જેના સ્વસંવેદનમાં આવ્યો, અનુભવમાં આવ્યો તેને કહે છે-ભાઈ! સંયોગો ગમે તે હો, તેઓ તને નુકશાન કરશે વા તેમનાથી તારું અહિત થશે એવી શંકા ન કર. આ પ્રમાણે પરદ્રવ્યથી પોતાનું બૂરું થતું માનવાની શંકા અહીં મટાડી છે, પરંતુ પરનો સંયોગ કર ને સ્વચ્છંદે તેને ભોગવ, એથી તને કાંઈ દોષ નથી-એમ સ્વચ્છંદી થવાની પ્રેરણા કરી નથી. ભાઈ! દૃષ્ટિ જો સ્વદ્રવ્યથી ખસી ગઈ ને પરદ્રવ્યથી એકપણાને પામી તો તો નુકશાન જ છે, પછી ભલે પદ્રવ્યના સંયોગ હો કે ન હો. બાકી દૃષ્ટિ જેની એક જ્ઞાયકભાવ ૫૨ સ્થિર છે તેને સંયોગના ઢગલા હોય તોય શું? કેમકે તે એકેય
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #407
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૩૯૧
સમયસાર ગાથા-૨૧૮-૨૧૯ ] પરચીજ એની કયાં છે? એક હોય કે કોડો હોય-એ બધી સંખ્યા તો બહારની છે. બહારની સંખ્યાથી આત્માને શું લાભ-હાનિ છે? કાંઈ લાભ-હાનિ નથી.
ભાઈ ! કોઈ નગ્ન દિગંબર મુનિ થયો હોય એને ભલે સંયોગ કાંઈ ન હોય પણ અંદરમાં પોતાના ચિદાનંદ ભગવાન આત્માને છોડી પોતાને રાગવાળો માન્યો છે વા રાગથી પોતાને લાભ થવો માન્યો છે તો તે મિથ્યાષ્ટિ છે અને ૯૬ કરોડ પાયદળ ઇત્યાદિ વૈભવની વચમાં ભરત ચક્રવર્તી પડયો હોય ને રોજ સેંકડો રાજકન્યા પરણતો હોય તોપણ તે ધર્માત્મા છે. કેમ? કેમકે એની દષ્ટિ શુદ્ધ ચૈતન્યમય સ્વદ્રવ્ય પર છે. બહારનો વૈભવ તો પરદ્રવ્ય છે. એ કયાં સ્વદ્રવ્યને અડે છે? દષ્ટિમાં તો એને એ સર્વનો ત્યાગ થઈ ગયો છે. દષ્ટિમાં તો જ્યાં સર્વ રાગનો ત્યાગ છે ત્યાં પરવસ્તુનું તો પૂછવું જ શું? પરવસ્તુનો તો સ્વભાવમાં ભાગ જ છે. તેથી કહે છે કે પરવસ્તુથી પોતાને નુકશાન થશે એવી શંકા ન કરવી. પણ તેથી કરીને પરવસ્તુથી મને નુકશાન નથી એમ વિચારીને સ્વચ્છંદી થઈ ભોગ ભોગવવામાં લીન ન રહેવું, કેમકે સ્વેચ્છાચારી થવું એ તો અજ્ઞાનભાવ છે એમ આગળ કહેશે. સ્વચ્છંદી થઈને પરખે ને રાગને પોતાના માનવા એ તો મિથ્યાત્વ છે, મહા અપરાધ છે. સમજાણું કાંઈ....?
[ પ્રવચન નં. ૨૯૩ (૧૯ મી વારના) * દિનાંક ૧૫-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #408
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૨૦ થી ૨૨૩
भुंजंतस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे। संखस्स सेदभावो ण वि सक्कदि किण्हगो कादूं।। २२० ।। तह णाणिस्स वि विविहे सच्चित्ताचित्तमिस्सिए दव्वे। भुंजंतस्स वि णाणं ण सक्कमण्णाणदं णेदुं।। २२१ ।। जइया स एव संखो सेदसहावं तयं पजहिदृण। गच्छेज्ज किण्हभावं तइया सुक्कत्तणं पजहे।। २२२ ।। तह णाणी वि हु जइया णाणसहावं तयं पजहिदूण। अण्णाणेण परिणदो तइया अण्णाणदं गच्छे।। २२३।। भुञ्जानस्यापि विविधानि सचित्ताचित्तमिश्रितानि द्रव्याणि। शंखस्य श्वेतभावो नापि शक्यते कृष्णक: कर्तुम्।। २२०।। तथा ज्ञानिनोऽपि विविधानि सचित्ताचित्तमिश्रितानि द्रव्याणि। मुञ्जानस्यापि ज्ञानं न शक्यमज्ञानतां नेतुम्।। २२१ ।। यदा स एव शंख: श्वेतस्वभावं तकं प्राय।
गच्छेत् कृष्णभावं तदा शुक्लत्वं प्रजह्यात्।। २२२।। હવે આ જ અર્થને દષ્ટાંતથી દઢ કરે છે:
જ્યમ શંખ વિવિધ સચિત્ત, મિશ્ર અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ શંખના શુક્લને નહિ કૃષ્ણ કોઈ કરી શકે; ૨૨૦. ત્યમ જ્ઞાની વિવિધ સચિત્ત, મિશ્ર, અચિત્ત દ્રવ્યો ભોગવે, પણ જ્ઞાન જ્ઞાની તણું નહીં અજ્ઞાન કોઈ કરી શકે. ૨૨૧.
જ્યારે સ્વયં તે શંખ જેતસ્વભાવ નિજનો છોડીને, પામે સ્વયં કૃષ્ણત્વ, ત્યારે છોડતો શુક્લત્વને; ૨૨૨. ત્યમ જ્ઞાની પણ જ્યારે સ્વયં નિજ છોડી જ્ઞાનસ્વભાવને, અજ્ઞાનભાવે પરિણમે, અજ્ઞાનતા ત્યારે લહે. ૨૨૩.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #409
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૩૯૩ तथा ज्ञान्यपि खलु यदा ज्ञानस्वभावं तर्क प्रहाय।
अज्ञानेन परिणतस्तदा अज्ञानतां गच्छेत्।। २२३।। ગાથાર્થઃ- [ સંચ] જેમ શંખ [ વિવિધાન] અનેક પ્રકારના [ સવિસ્તાવિત્તમિશ્રિતાનિ] સચિત્ત, અચિત્ત અને મિશ્ર [દ્રવ્યાળિ] દ્રવ્યોને [ભજ્ઞાનચ ]િ ભોગવે છે–ખાય છે તોપણ [શ્વેતમાંવ:] તેનું શ્વેતપણું [ 5Mવ: વર્તુ ન સપિ વિજ્યતે] (કોઈથી) કૃષ્ણ કરી શકાતું નથી, [તથા] તેમ [ જ્ઞાનિન: uિ] જ્ઞાની પણ [વિવિધાનિ] અનેક પ્રકારનાં [સવિસ્તાવિત્તનિશ્રિતાનિ] સચિત્ત અચિત્ત અને મિશ્ર [pવ્યાળિ] દ્રવ્યોને [ભજ્ઞાન ] ભોગવે તોપણ [જ્ઞાન] તેનું જ્ઞાન [ અજ્ઞાનતાં નેતુન્ ન વયમ્ ] (કોઈથી) અજ્ઞાન કરી શકાતું નથી.
[ યા] જ્યારે [ સ. શંg: ] તે જ શંખ (પોતે) [ તવ ચેતવમાવં] તે શ્વેત સ્વભાવને [પ્રય] છોડીને [કૃMTમાવે છે ] કૃષ્ણભાવને પામે (અર્થાત્ કૃષ્ણભાવે પરિણમે) [તી] ત્યારે [શુત્વે પ્રબંધી ] શ્વેતપણાને છોડ (અર્થાત્ કાળો બને), [તથા] તેવી રીતે [7] ખરેખર [ જ્ઞાની uિ] જ્ઞાની પણ (પોતે) [ યા] જ્યારે [ તવ જ્ઞાનસ્વમાનં] તે જ્ઞાનસ્વભાવને [પ્રદાય] છોડીને [અજ્ઞાનેન] અજ્ઞાનરૂપે [પરિણત: ] પરિણમે [ 4 ] ત્યારે [ અજ્ઞાનતાં] અજ્ઞાનપણાને [૧છે ] પામે.
ટીકાઃ- જેમ શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તોપણ તેનું શ્વેતપણે પર વડે કૃષ્ણ કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ) બની શકતું નથી, તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તો પણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી. માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી.
વળી જ્યારે તે જ શંખ, પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, ચૈતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો ચૈતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય ( અર્થાત્ પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય છે, તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, પારદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે (અર્થાત્ પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે ) બંધ થાય છે.
ભાવાર્થ- જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે, તેવી રીતે જ્ઞાની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #410
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૪ ]
વચન રત્નાકર ભાગ-૭ (શાર્દૂત્રવિક્રીડિત) ज्ञानिन् कर्म न जातु कर्तुमुचितं किञ्चित्तथाप्युच्यते भुंक्षे हन्त न जातु मे यदि परं दुर्भुक्त एवासि भोः। बन्धः स्यादुपभोगतो यदि न तत्किं कामचारोऽस्ति ते ज्ञानं सन्वस बन्धमेष्यपरथा स्वस्यापराधाधुवम्।। १५१।।
(શાર્દૂત્રવિહિત) कर्तारं स्वफलेन यत्किल बलात्कमैव नो योजयेत् कुर्वाणः फललिप्सुरेव हि फलं प्राप्नोति यत्कर्मणः। ज्ञानं संस्तदपास्तरागरचनो नो बध्यते कर्मणा
कुर्वाणोऽपि हि कर्म तत्फलपरित्यागैकशीलो मुनिः।। १५२ ।। પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે.
હવે આનું કાશરૂપ કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [ જ્ઞાનિન] હે જ્ઞાની, [ નીતુ વિશ્વત્ ર્મ ર્તુનું વિતં ન] તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી [ તથાપિ ] તોપણ [પરિ વ્યક્ત] જો તું એમ કહે છે કે ‘[પરં મે ના, ન, મુક્ષે] પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું', [ મો: કુર્મુ: કવ રિસ] તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી (ખરાબ) રીતે જ ભોગવનાર છે; [હત્ત] જે તારું નથી તેને તું ભોગવે છે એ મહા ખેદ છે! [યક્તિ ૩પમી ત: વન્ધ: ન ચીત્] જો તું કહે કે “પદ્રવ્યના ઉપભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છું', [ તત્ ૬િ તે સિવાર: તિ] તો શું તને ભોગવવાની ઇચ્છા છે? [ જ્ઞાન સદ્ વરસ] જ્ઞાનરૂપ થઈને વસ (–શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર), [ સંપરથી] નહિ તો (અર્થાત્ જો ભોગવવાની ઇચ્છા કરીશઅજ્ઞાનરૂપે પરિણમીશ તો) [ ધ્રુવમ્ સ્વચ અપરાધત્ વત્ ]િ તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ.
ભાવાર્થ:- જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી. જો પરદ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે. વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની બળજરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી. જો પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય? ૧૫૧.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે:શ્લોકાર્થ-[વત્ વિઝન ર્મ પ્રવર્તાર સ્વરુન વત્તાત્ નો યોન] કર્મ જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #411
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી રર૩ ]
[ ૩૯૫ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી (કે તું મારા ફળને ભોગવ), [તિનું: gવ હિ ળ: વર્મળ: યત્ છન્ન પ્રાપ્નોતિ] *ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે; [ જ્ઞાનું સન] માટે જ્ઞાનરૂપે રહેતો અને [તલપસ્ત૨૫ રન:] જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે એવો [ મુનિ:] મુનિ, [ત– – પરિત્યા–ર–શીન:] કર્મના ફળના પરિત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, [ કર્મ જીર્વા: પિ દિ] કર્મ કરતો છતો પણ [ર્મ નો વધ્યતે] કર્મથી બંધાતો નથી.
ભાવાર્થ- કર્મ તો કર્તાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઇચ્છા કરે તે જ તેનું ફળ પામે છે. માટે જે જ્ઞાનરૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી કારણ કે તેને કર્મના ફળની ઇચ્છા નથી. ૧૫ર.
સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩: મથાળુ હવે આ જ અર્થને દષ્ટાંતથી દઢ કરે છે:
* ગાથા ૨૨૦ થી ૨૨૩: ટીકા ઉપરનું પ્રવચન * જેમ શંખ પરદ્રવ્યને ભોગવે–ખાય તો પણ તેનું શ્વેતપણે પર વડે કૃષ્ણ કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત (અર્થાત્ કારણ ) બની શકતું નથી...'
શું કહ્યું? કે કોઈ પણ પદાર્થ કોઈ પણ પદાર્થને પરભાવસ્વરૂપ એટલે કે જે પદ્રવ્યનો ભાવ છે તે સ્વરૂપ કરવાનું કારણ બની શકતું નથી. અહીં પરભાવ એટલે એકલો વિકારી ભાવ એમ નહીં પણ કોઈ દ્રવ્ય પરદ્રવ્યના કોઈ પણ ભાવરૂપ અન્ય દ્રવ્યને કરી શકતું નથી એમ અર્થ છે.
કહે છે કે “જેમ શંખ પરદ્રવ્યને ભોગવે ખાય તોપણ...'
પ્રશ્ન- આપ કહો છો કે પરદ્રવ્યને કોઈ ભોગવે-ખાય નહીં અને પાછું કહ્યું કે ભોગવે-ખાય?
ઉત્તર:- ભાઈ ! આ તો અહીં (લૌકિક) દષ્ટાંત દીધું છે.
તો કહે છે કે શંખ પરદ્રવ્યને ભોગવે-ખાય તોપણ શંખનું શ્વેતપણે પર વડે કૃષ્ણ કરી શકાતું નથી. શંખ ધોળો હોય ને કાળો કાદવ ખાવ કે દરિયામાં કાળાં
* કર્મનું ફળ એટલે (૧) રંજિત પરિણામ, અથવા તો (૨) સુખ (–રંજિત પરિણામ ) ઉત્પન્ન કરનારા આગામી ભોગો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #412
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૬ ]
થન રત્નાકર ભાગ-૭ જીવડાં ખાય તોપણ તેથી કાંઈ તેનું શ્વેતપણે પર વડે પલટી જાય એમ નથી. આ તો અહીં એક જ સિદ્ધાંત કહેવી છે કે કોઈ પણ વસ્તુ કોઈ પણ વસ્તુને પરભાવરૂપ કરી શકતું નથી. મતલબ કે જે સમયે જે દ્રવ્યની જે પર્યાય તેના પોતાથી થાય છે તેને કોઈ બાહ્ય નિમિત્ત આવીને ફેરવી દે એમ છે નહિ. કોઈ દ્રવ્ય અન્યદ્રવ્યને તેના પોતાના ભાવને પલટીને પરભાવરૂપ કરી દે એમ છે નહિ.
તો નિમિત્ત આવીને કરે શું?
ભાઈ ! નિમિત્ત બીજાનું (-ઉપાદાનનું) શું કરે? નિમિત્ત એનું (પોતાનું) કરે પણ પરનું તો કાંઈ ન કરે. તે બીજાની (ઉપાદાનની) અપેક્ષાએ નિમિત્ત છે, પણ પોતાનું પરિણમન કરવામાં તો ઉપાદન છે. અહા ! આત્મા પરનું કાંઈ કરી શકે નહિ ને પરદ્રવ્ય આત્માનું કાંઈ કરી શકે નહિ એમ કહે છે.
પણ નિમિત્ત હોય છે ને?
| નિમિત્ત હો, (તે નથી એમ કોણ કહે છે?); પણ તેથી શું છે? જે કાળે જે દ્રવ્યની પર્યાય પોતાથી થાય છે તે દ્રવ્યની તે પર્યાય, બીજા દ્રવ્યથી એટલે કે પરદ્રવ્યના ભાવથી થાય છે એમ ત્રણકાળમાં બનતું નથી. અહા! આ તો મહાસિદ્ધાંત છે.
હવે કહે છે તેવી રીતે જ્ઞાની પરદ્રવ્યને ભોગવે તો પણ તેનું જ્ઞાન પર વડે અજ્ઞાન કરી શકાતું નથી કારણ કે પર અર્થાત્ પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બની શકતું નથી.'
જોયું? પરના ભોગ વડે આત્માનું જ્ઞાન અજ્ઞાન થાય એમ છે નહિ. કેમ? કેમકે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું કારણ બનતું નથી. પર્યાયમાં ઉપાદાનની યોગ્યતા હોય તે થાય છે અને અત્યારે પરવસ્તુ નિમિત્ત હો પણ તે ઉપાદાનના ભાવને કાંઈ કરે એમ ત્રણકાળમાં બનતું નથી. આ તો ગજબ સિદ્ધાંત છે ભાઈ !
પ્રશ્ન- તો શું ચોખા એકલા તેની મેળે ચડે છે? ઊનું પાણી ને અગ્નિ હોય ત્યારે તો ચડે છે. અગ્નિ ને પાણી વિના તે લાખ વરસ રહે તોય ન ચડે.
સમાધાનઃ- ભાઈ ! ચોખાની ચડવાની પર્યાય છે ત્યારે તે ચડે છે અને ત્યારે અગ્નિ ને પાણી નિમિત્ત છે, પણ નિમિત્ત વડે ચોખા ચડે છે એમ છે નહિ કેમકે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરી શકતું નથી.
પણ વગર પાણીએ તે ચડે કેવી રીતે?
ભાઈ ! તેની મેળે તે ચડે છે; કેમકે તે પદાર્થ છે કે નહિ? પદાર્થ છે તો તેને પોતાની પર્યાય હોય છે કે નહિ? અને પર્યાય પ્રતિસમય પલટે છે કે નહિ? પલટે છે તો તેને પરદ્રવ્ય પલટાવી દે એમ છે નહિ. ભાઈ? કોઈ પણ દ્રવ્યનો ભાવ કોઈ પરદ્રવ્ય (નિમિત્ત).
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #413
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૩૯૭ વડે કરાતો નથી એ મૂળ સિદ્ધાંત છે. ભાઈ ! આત્માનો વિકારી કે નિર્વિકારી ભાવ જે વખતે થાય છે તે વખતે પરદ્રવ્ય વડે તે ભાવ (-પરભાવ) કરી શકાય છે એમ છે નહિ. ( આત્માનો ભાવ પરદ્રવ્યની અપેક્ષાએ પરભાવ છે).
ભાઈ ! વસ્તુની સ્થિતિની એવી મર્યાદા છે કે પોતાના ભાવને પોતે કરે પણ પદ્રવ્ય વડે પરદ્રવ્યનો ભાવ કરાય એમ કયારેય ન બને; કેમકે કોઈ દ્રવ્ય બીજા દ્રવ્યનેબીજા દ્રવ્યનો જે ભાવ છે તેને-કરવાનું નિમિત્ત-કારણ બની શકતું નથી. અહા ! નિમિત્ત પરમાં અકિંચિત્થર છે અર્થાત્ નિમિત્ત પરમાં કાંઈ પણ કરે નહિ. અહા ! જીવ જે કાળે જે ભાવથી પરિણમે છે તે કાળે બીજી ચીજ તે ભાવને કરે કે પલટાવી દે એમ ત્રણકાળમાં બનતું નથી. જુઓ આ મહાસિદ્ધાંત છે !
પ્રશ્ન- નિયતક્રમમાં તો નિયતવાદ થઈ જાય છે!
સમાધાન - એમ નથી; કેમકે સમ્યક નિયતક્રમમાં પાંચ સમવાય આવી જાય છે. અહા! જે સમયે થવાનો પર્યાયનો ક્રમ છે તે ત્રિકાળમાં પલટે નહિ. વસ્તુ સ્થિતિ જ આવી છે ને ભાઈ ! અને એનો યથાર્થ નિર્ણય કોને છે? કે જેની દષ્ટિ અંતરમાં દ્રવ્યસ્વભાવ ઉપર ગઈ છે. અહા ! દ્રવ્યસ્વભાવ-શુદ્ધ એક ચૈતન્યઘનસ્વભાવ ઉપર દષ્ટિ જાય છે ત્યારે તેને પર્યાયમાં પાંચ સમવાયથી કાર્ય થયું એમ યથાર્થ જ્ઞાન થાય છે. અહીં ! દરેકમાં (વિકારી કે નિર્વિકારી પર્યાયમાં દરેકમાં) પાંચે સમવાય હોય છે. જે સમયે જે પર્યાય થાય છે ત્યાં સ્વભાવ છે, પુરુષાર્થ છે, કાળલબ્ધિ છે, તે સમયનો ભાવ-ભવિતવ્ય છે ને યોગ્ય નિમિત્ત પણ છે. સમવાય તો પાંચે એકસાથે હોય જ છે. જે સમયે ચૈતન્યની જે પર્યાય થવાનો કાળ છે તે સમયે તેને અનુકૂળ બહિરંગ નિમિત્ત હોય જ છે, જેમ પાણી (નદીનું) ચાલ્યું જતું હોય તેને બે કાંઠા અનુકૂળ હોય છે તેમ.
પણ નિમિત્ત અનુકૂળ છે ને?
તો અનુકૂળનો અર્થ શું ભાઈ ! કે બે કાંઠા છે, બસ. બાકી પાણી જે ચાલે છે તે પોતાને કારણે ચાલ્યું જાય છે, તે કાંઈ બે કાંઠાને લઈને નહિ.
નદીનો પ્રવાહ બદલાય છે ને?
એ તો પોતાને કારણે બદલાય છે. તે કાળે તેવી પર્યાય થવામાં તેનું જ કારણ છે અને નિમિત્ત-કાંઠા પણ એમ જ અનુકૂળ છે. કાંઠાના કારણે પ્રવાહ બદલાય છે એમ છે નહિ.
પણ કાંઠા બાંધે છે ને?
કોણ બાંધે ? એ તો સૌ પોતપોતાના કારણે હોય છે. નદીનો પ્રવાહ વહ્યો જાય છે તે કાંઈ કાંઠાના કારણે નહિ પ્રવાહ પ્રવાહના કારણે વહે છે ને કાંઠા કાંઠાના કારણે છે;
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #414
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૯૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ કાંઠા પ્રવાહને અનુકૂળ છે બસ એટલું. એ તો બે વાત (ગાથા ૮૬ માં) આવે છે ને ભાઈ? કે નિમિત્ત છે તે અનુકૂળ છે અને નૈમિત્તિક છે તે અનુરૂપ છે.
અહા ! જે પર્યાય જે ક્ષણે જ્યાં થાય છે ત્યાં તેને તે ક્ષણે અનુકૂળ નિમિત્ત હોય છે. પણ અનુકૂળ કહ્યું માટે તેને લઈને (ઉપાદાનમાં ) કાર્ય થયું છે એમ નથી. એ તો કહ્યું ને અહીં કે-પદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ એટલે કે પરભાવના સ્વરૂપે કરવાનું કારણ બની શકતું નથી.
ત્યારે કોઈ વળી કહે છે–આ તો એકાંત થઈ જાય છે. નિમિત્ત આવે તેવું પણ હોય છે ને?
અરે ભાઈ ! નિમિત્ત હોય છે એનો કોને ઇન્કાર છે. દ્રવ્યમાં જે કાળે જે પર્યાય થાય છે તે કાળે તેને ઉચિત બહિરંગ નિમિત્ત હોય છે; પણ નિમિત્ત દ્રવ્યની પર્યાય કરે છે એમ નથી.
હા; પણ નિમિત્ત હોય, ઉપાદાન હોય તોપણ જો પ્રતિબંધક કારણ હોય તો કાર્ય થાય નહિ. જેમકે–દીવો થવાની યોગ્યતા છે, દિવાસળી નિમિત્ત છે પરંતુ જો પવનનો ઝપાટો હોય તો દીવો થાય નહિ.
સમાધાન- બાપુ! એમ નથી ભાઈ ! કાર્યનો થવાનો કાળ હોય ત્યારે સર્વ સામગ્રી (પાંચે સમવાય) હોય ને પ્રતિબંધક કારણ ન હોય. ત્યારે ઉપાદાનેય હોય અને નિમિત્ત પણ હોય છે. છતાં નિમિત્ત છે તે બહારની-દૂરની ચીજ છે. તે અંદર (ઉપાદાનને) અડે નહિ, જો અડે તો નિમિત્ત ન રહે. બાપુ! એક દ્રવ્ય બીજા દ્રવ્યને અડે નહિ એ મૂળ વાત છે. ઝીણી વાત છે પ્રભુ! અજ્ઞાનીને મૂળ તત્ત્વદષ્ટિ જ નથી, ત્યાં શું થાય?
અહીં તો આ ચોખ્ખી ભાષા છે, બેયમાં (દષ્ટાંત ને સિદ્ધાંતમાં) છે લ્યો; નિમિત્ત (શબ્દ) છે જુઓ, ‘પરમાવત્વનિમિત્તત્વીનુપત્તેિ: ' છે કે નહિ? પરભાવ એટલે જે દ્રવ્ય છે તેનો ભાવ, અને તેને પરદ્રવ્ય-નિમિત્ત “અનુરૂપતે.' પ્રાપ્ત કરાવે એમ છે નહિ. શું કહ્યું? કે નિમિત્ત છે, પણ તે પરભાવને એટલે કે જે દ્રવ્ય છે તેના ભાવને પ્રાપ્ત કરાવે નહિ. લ્યો, આવી વાત! એ તો “હાજર” એમ આવે છે ને? શાસ્ત્રમાં “સાન્નિધ્ય” શબ્દ આવે છે; એમ કે કાર્યકાળે નિમિત્તનું-બહિરંગ ઉચિત નિમિત્તનું સાન્નિધ્ય હોય છે. ઉચિતનો અર્થ અનુકૂળ છે. સમજાણું કાંઈ....?
હવે કહે છે માટે જ્ઞાનીને પરના અપરાધના નિમિત્તે બંધ થતો નથી.' દેહાદિ પરની ક્રિયા થાય માટે જ્ઞાનીને અપરાધ-બંધ થાય એમ છે નહિ, કેમકે પરદ્રવ્ય કોઈ દ્રવ્યને પરભાવસ્વરૂપ કરવાનું નિમિત્ત બનતું નથી; કોઈ દ્રવ્યના ભાવને કોઈ અન્ય દ્રવ્ય કરે કે પલટી દે એમ વસ્તુસ્વરૂપ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #415
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૩૯૯ હવે કહે છે-“વળી જ્યારે તે જ શંખ પરદ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, ચૈતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ સ્વયંસ્કૃત કૃષ્ણભાવ થાય (અર્થાત પોતાથી જ કરવામાં આવેલા કૃષ્ણભાવરૂપ થાય ),....'
જુઓ, શું કહે છે? શંખ કાળી માટી, કીડા આદિનું ભક્ષણ કરે તો પણ તે વડે તે કાળો ન થઈ શકે, પણ પોતે જ્યારે ધોળામાંથી કાળારૂપે પરિણમન કરે છે ત્યારે કાળી માટી, કીડા આદિને ભોગવે કે ન ભોગવે, તે પોતાના કાળે પરિણમી જાય છે. ધોળામાંથી કાળારૂપે પરિણમન જે કાળે થવા યોગ્ય હોય તે કાળે શંખ સ્વયં તે-રૂપે પરિણમી જાય છે અને ત્યારે તેમાં બાહ્ય ચીજ અનુકૂળ નિમિત્ત હોય છે. ત્યાં બીજી ચીજ (નિમિત્ત) શંખનું પરિણમન કરાવી દે છે એમ નથી. શંખ તો પોતે પોતાને કારણે પરિણમે છે ત્યારે બહારની ચીજ નિમિત્તમાત્ર છે. ભાઈ આ તો જીવની ને પરમાણુની–બધાની સ્વતંત્રતાનો (સ્વતંત્ર પરિણમનનો) ઢંઢેરો છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષામાં ‘નીનદ્ધિનુત્તા...' ઇત્યાદિ ગાથામાં છે કે દ્રવ્યને કાળલબ્ધિ હોય છે એમ સ્વામી કાર્તિકેય કહે છે. પ્રત્યેક દ્રવ્યને સમયસમયની પર્યાયની લબ્ધિ અર્થાત્ પ્રાપ્તિનો કાળ હોય છે, અને તેનાથી તે સમયે સમયે પરિણમે છે. પ્રવચનસાર ગાથા ૧૦૨ માં તેની (પર્યાયની) જન્મક્ષણ હોવાની વાત છે. બન્ને એક જ વાત છે. તેથી, તે પર્યાયનો ઉત્પત્તિનો કાળ છે ત્યારે ઉત્પન્ન થાય છે.
આત્મામાં ઉત્પાદ-વ્યય-ધ્રુવત્વ નામની શક્તિ છે અને તેમાં અકાર્યકારણત્વ શક્તિનું રૂપ છે. તેથી આત્મામાં જે ઉત્પાદ થાય છે તે, તેમાં અકાર્યકારણત્વ શક્તિનું રૂપ હોવાથી, કોઈનું (અન્યનું) કારણ થાય નહિ અને કોઈનું (અન્યનું) કાર્યપણ થાય નહિ. જેમ આત્મામાં એક જ્ઞાનગુણ છે, અને તેમાં અકાર્ય-કારણત્વ શક્તિનું રૂપ છે; તેથી જ્ઞાનનું જે કાળે જે પરિણમન થાય છે તે કોઈનું (અન્યનું) કારણ નથી અને કોઈનું (અન્યનું ) કાર્ય પણ નથી. આ પ્રમાણે દ્રવ્યમાં જે પરિણમન થાય છે તે કોઈ અન્યના કારણે નથી અને તે કોઈ અન્યનું કારણ થાય એમ પણ નથી.
જુઓ, અહીં ટીકામાં “રવયમેવ' શબ્દ પડયો છે. પાઠમાં તે નથી. “સ્વયમેવ” એટલે પોતાથી જ. પણ કોઈ “સ્વયમેવ” એટલે પોતાથી જ એમ અર્થ કરવાને બદલે પોતારૂપ-જીવરૂપ, અજીવરૂપ-એમ અર્થ કરે છે. પરંતુ અહીં એમ અર્થ નથી. “સ્વયમેવ” એટલે પોતાથી જ અર્થાત્ પોતાના કારણે જ તે તે પર્યાય-પરિણતિ થાય છે, પણ નિમિત્તને કારણે થાય છે એમ નહિ; તથા પ્રતિબંધક કારણને લઈને તે અટકે છે એમ પણ નહિ, અને પ્રતિબંધક કારણ ટળ્યું માટે તે પર્યાય થાય છે એમ પણ નહિ. અહા ! આવી વાત છે! અહીં “સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ”—એના ઉપર વજન છે. અરે ભગવાન ! આમાં પોતાની (મિથ્યા) દષ્ટિએ શાસ્ત્રના અર્થ કરે તે ન ચાલે. શાસ્ત્ર જે કહેવા માગે છે તે અભિપ્રાયમાં પોતાની દષ્ટિ લઈ જવી જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #416
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪00 ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આ વાત અત્યારે ચાલતી નહોતી એટલે કેટલાક લોકો “આ એકાન્ત છે એકાન્ત છે, આ નિયતિવાદ થઈ જાય છે”—એમ રાડો પાડે છે, પણ બાપુ! આ સમ્યક નિયતિ છે. નિયતિવાદમાં-મિથ્યા નિયતિમાં તો એકલું થવા કાળે થાય-એમ હોય છે, તેમાં સ્વભાવ, પુરુષાર્થ, નિમિત્ત (નિમિત્તનો અભાવ) ઇત્યાદિ હોતાં નથી. જ્યારે અહીં (સમ્યક નિયતિમાં) તો જે સમયે જે દ્રવ્યની જે પર્યાય થવા યોગ્ય હોય તે તે સમયે થાય જ અને તેમાં તે કાળે વીર્યશક્તિનું પણ પરિણમન છે, સ્વભાવનું પણ પરિણમન છે અને તેનામાં અભાવ નામની એક શક્તિ છે તેથી નિમિત્તના અભાવરૂપ તેનું પરિણમન પણ હોય છે.
અહા ! કર્મનો અભાવ થયો માટે આત્મામાં કેવળજ્ઞાન થાય છે એમ નથી; પણ પોતામાં અભાવ નામની શક્તિ છે તેથી તે (નિમિત્તના) અભાવપણે પરિણમે છે. આવી વાત છે! આત્મામાં એક ભાવ નામની શક્તિ છે. તેનું કાર્ય શું? કે દ્રવ્યની પર્યાય જે કાળે થવાની હોય તે થાય જ. આ ભાવગુણનું કાર્ય છે, પણ નિમિત્તનું કાર્ય નથી, તથા સંયોગી ચીજ મળી માટે કાર્ય થયું છે એમ નથી. અહાહા...! ભાવ નામનો ગુણ છે અને તે ગુણનો ધરનાર ભગવાન આત્મા ભાવવાન છે. તે ભાવવાન ઉપર જ્યાં દષ્ટિ ગઈ ત્યાં ભાવગુણને લઈને તેનામાં નિર્મળ પર્યાય થાય જ છે; મલિનની અહીં વાત જ નથી. આવી વાત! ભાઈ ! હુંઠ છોડી મધ્યસ્થ થઈને સમજે તો સમજાય એવું છે. આ કાંઈ કલ્પિત વાત નથી. આ તો અનંતા તીર્થકરોએ દિવ્યધ્વનિમાં પોકારેલી વાત છે. અહા ! પણ વીતરાગદેવને સમજવા મહા કઠણ છે !
અરે ભાઈ! આવો મનુષ્યદેહ મળ્યો, વીતરાગની વાણી સાંભળવા મળી ને આ ટાણે જો નિર્ણય નહિ કરે તો કે દિ કરીશ? ભાઈ ! આ નિર્ણય કરવામાં સમ્મદર્શન છે. જે કાળે જે થવા યોગ્ય હોય તે થાય અને નિમિત્ત એમાં કાંઈ કરે નહિ એવી સ્વતંત્રતાનો નિર્ણય કરવા જાય ત્યાં ફટ દષ્ટિ પર્યાયથી ને પરથી ખસી એક જ્ઞાયકભાવ ઉપર જાય છે
અને તેનું નામ સમ્યગ્દર્શન છે. જેમ, સર્વજ્ઞ ભગવાને જોયું છે તેવું પર્યાયમાં થાય-એવો નિર્ણય કરનારની દષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર જાય છે તેમ ત્રિકાળ ધ્રુવ સર્વજ્ઞસ્વભાવી એક જ્ઞાયકભાવ પ્રભુ આત્માનું કારણ બનાવે ત્યારે પર્યાય તેના સ્વકાળે ક્રમબદ્ધ થાય છે એવો નિર્ણય યથાર્થ થાય છે. ભાઈ ! આ “માસ્ટર કી” (Master Key) છે, બધે લગાડી દેવી. અહા ! આ ત્રણલોકના નાથની રીત છે. અહીં ! આવો નિર્ણય કર્યા વિના કોઈ વ્રતાદિ પાળે પણ એથી શું વળે!
અહીં કહે છે-“શંખ... ચૈતભાવને છોડીને સ્વયમેવ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો ચૈતભાવ સ્વયંકૃત કૃષ્ણભાવ થાય.” જોયું? “સ્વયમેવ” ને “સ્વયંકૃત” એમ બે શબ્દો છે, સંસ્કૃતમાં પણ બે છે. છે? છે કે નહિ? પહેલાં શબ્દ છે “સ્વયમેવ', એટલે કે પોતાથી જ-એક વાત. અને પછી શબ્દ છે “સ્વયંકૃત ', એટલે કે પોતાથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #417
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૪૦૧
કરાયેલો; અર્થાત્ શંખ પોતાથી જ કૃષ્ણભાવે પરિણમે ત્યારે તેનો શ્વેતભાવ પોતાથી કરાયેલા કૃષ્ણભાવને પ્રાપ્ત થાય છે. શું કહ્યું? કે શંખ છે તે જ્યારે પોતે પોતાથી જ કાળો થાય અને સ્વયંસ્કૃત એટલે પોતાથી કાળો કરાયેલો હોય ત્યારે તે કાળો થાય છે, પરંતુ તે પરથી કાળો કરેલો કે પરથી કાળો કરાયેલો નથી. સ્વયમેવ એટલે પોતાથી જ અને સ્વયંસ્કૃત એટલે પોતાથી કરાયેલો; નિમિત્ત કે ૫૨કૃત છે એમ નિહ.
પણ પૂર્વના પુણ્યનો યોગ હોય તો પૈસા મળે છે ને ?
ભાઈ ! તે (પૈસાના ) પરમાણુની પર્યાય તે કાળે તે રીતે થવાની હતી તો તે રીતે થઈ છે; તે કાંઈ એના પુણ્યના કારણે થઈ છે એમ નથી. પુણ્યના રજકણો તો એનાથી ભિન્ન ચીજ છે, તે એને (પૈસાના પરમાણુને) અડતાય નથી. ઝીણી વાત છે ભાઈ! વળી પૈસા થાય છે તે પૈસાના-ધૂળના છે, એમાં જીવને શું છે? અહા! દર્શનશુદ્ધિ વિના બધું થોથેથોથાં છે.
હવે કહે છે–તેવી રીતે જ્યારે તે જ જ્ઞાની, ૫દ્રવ્યને ભોગવતો અથવા નહિ ભોગવતો થકો, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંસ્કૃત
અજ્ઞાન થાય.'
જુઓ, પોતે સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે છે અર્થાત્ વિષય-ભોગમાં રસ-રુચિ કરીને સ્વયં અજ્ઞાનભાવે પરિણમે છે એમ કહે છે. વિષયભોગમાં રસ છે, મીઠાશ છે-એવો જે અજ્ઞાનભાવ છે તેને અજ્ઞાની પોતાથી જ કરે છે; પણ મોહનીય કર્મનો ઉદય તેને અજ્ઞાન કરાવે છે એમ નથી. અહા ! કેટલું સ્પષ્ટ છે!
પ્રશ્ન:- દર્શનમોહનો ઉદય આવ્યો ત્યારે મોહ થયો ને? ક્રોધ પછી માન થાય ક્રોધ ન થાય એનું કારણ ત્યાં માનકર્મનો ઉદય છે ને?
સમાધાનઃ- ભાઈ ! અહીં તો કહે છે કે ઉદય-નિમિત્ત જીવના ભાવને કરી શકતો નથી. કર્મનો ઉદય નિમિત્ત હો, પણ તે જીવના ભાવને કરે છે એમ નથી; જીવ સ્વયં પોતે પોતાથી જ અજ્ઞાનભાવને કરે છે.
જુઓ, અહીં કહે છે–‘જ્ઞાની ૫૨દ્રવ્યને ભોગવતો...' ભોગવતો એટલે શું ? એટલે કે અંદર એનો રાગ કરતો; પદ્રવ્ય તો કયાં ભોગવાય છે? પણ પરદ્રવ્યના (ભોગના ) કાળે રાગ હોય છે તેથી ભોગવે એમ કહેવાય છે. ‘જ્ઞાની પરદ્રવ્યને ભોગવતો અર્થાત્ નહિ ભોગવતો થકો'-અર્થાત્ ન પણ ભોગવે તોપણ ‘જ્ઞાનને છોડીને ' –એટલે પોતાના જ્ઞાતા-દષ્ટા સ્વભાવને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે છે. અહા ! વિષયમાં, આબરૂમાં મઝા છે–એમ અજ્ઞાનરૂપે તે સ્વયમેવ પરિણમે છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #418
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૨ ]
વન રત્નાકર ભાગ-૭ હવે આવું સમજવું એના કરતાં વ્રત લઈએ ને તપશ્ચર્યા કરીએ તો?
ભાઈ ! અજ્ઞાનભાવે અનંતકાળ વ્રતમાં કાઢે તોય શું? ને કોડો જન્મ તપશ્ચર્યા તપે તોય શું? વિના આત્મજ્ઞાન સંસાર ઊભો જ રહે છે.
અહાહા...! કહે છે-“સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય.' જુઓ બેયમાં “સ્વયમેવ” ને “સ્વયંકૃત” આવ્યું છે. પહેલાં શંખના દિષ્ટાંતમાં આવ્યું કે-શંખ ધોળામાંથી સ્વયમેવ કાળું થયું છે અને તે કાળાપણું સ્વયંકૃત છે, નિમિત્તથી કરાયેલું નથી. હવે આ સિદ્ધાંતમાં કહે છે કે-જ્ઞાન સ્વયમેવ અજ્ઞાન થયું છે અને જ્ઞાનનું અજ્ઞાન સ્વયંકૃત છે, નિમિત્તથી-કર્મથી કરાયેલું છે એમ નથી. અહા ! કેટલી ચોખ્ખી વાત છે! પણ અજ્ઞાની તો હું પરનું કરી દઉં એમ માને છે. એ તો પેલું આવે છે ને કે
હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે.” ગાડાની નીચે કુતરું ચાલતું હોય ને ગાડાનું ઠાઠું તેને અડે એટલે તે એમ માને કે મારાથી ગાડું ચાલે છે, ગાડાનો ભાર હું ઉપાડું છું તેમ અજ્ઞાની દુકાનના થડે બેસીને માને કે હું આ બધું ધ્યાન રાખું છું, દુકાન હું ચલાવું છું. ભાઈ ! એમ માનનારા અજ્ઞાની પણ કૂતરા જેવા જ છે, કાંઈ ફરક નથી.
પણ આ બધું કામ અમે કરીએ તો છીએ?
ભાઈ ! એ બધાં જડનાં કામ કોણ કરે? શું આત્મા કરે? આત્મા તો જડને અડતોય નથી. ભાઈ ! એ બધાં જડનાં કામ તો એના પોતાના કારણે થાય છે; આત્મા એ કરી શકતો જ નથી. સમજાણું કાંઈ...?
અહીં કહે છે-જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનરૂપે પરિણમે...' જાઓ, પેલામાં (ગાથા ૧૨૧ થી ૧૨૫ માં) પણ “સ્વયં” આવે છે ને કે- “સ્વ” પરિણમવાની શક્તિ ન હોય તો પર વડ કેમ પરિણાવી શકાય ? અને જો “સ્વયં” પરિણમવાની શક્તિ છે તો પરની શી જરૂર છે? અહા ! આવું તો સ્પષ્ટ છે બાપુ ! અહા ! જગતમાં અનંત દ્રવ્ય ભગવાને કહ્યાં છે તે અનંત ક્યારે માન્યાં કહેવાય? કે અનંત દ્રવ્ય પૈકી પ્રત્યેક દ્રવ્ય સ્વતંત્ર પરની સહાય વિના સ્વયં પરિણમે છે એમ માનવામાં આવે તો અનંત અનંતપણે રહે અને તો અનંત દ્રવ્ય સાચાં માન્યાં કહેવાય. અહાહા...! અનંતદ્રવ્યો પ્રત્યેક સ્વયંકૃત હોય તો જ અનંત દ્રવ્યો ભિન્નપણે રહે; જો પરથી કાંઈ થાય છે એમ માનવામાં આવે તો અનંત ભિન્ન ભિન્ન રહે નહિ; બધાં એક બીજામાં ભળી જાય અને તો અનંતપણે ખલાસ થઈ જાય.
ભાઈ ! આ તો પોતામાં પરની પર્યાય કાંઈ કરી શકે નહિ એમ કહે છે. અહાહા...
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #419
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૪૦૩ બહુ ભારે વાત ભાઈ ! કે શંખનો કાળાપણારૂપે થવાનો કાળ હોય છે ત્યારે તે પોતે પોતાથી જ કાળો થાય છે, તે પર વડે કાળો થાય છે એમ નહિ. તેમ જ્ઞાનીને પણ જ્યારે પરમાં એકપણારૂપ રસ-રુચિ થાય છે ત્યારે તે કાળે તે પોતે પોતાથી જ અજ્ઞાનપણે પરિણમે છે' પર વા દર્શનમોહને કારણે અજ્ઞાનપણે પરિણમે છે એમ નહિ. અહા ! ગાથામાં કેટલો ખુલાસો છે! છે કે નહિ અંદર? ભાઈ ! આ તો જે અંદરમાં છે એનું સ્પષ્ટીકરણ થાય છે.
આ કાંઈ કલ્પનાની વાત નથી. આ તો જે અંદર છે તેનું સ્પષ્ટીકરણ થાય છે. છતાં કોઈ કહે છે કે તમે ઘરનું કહો છો. કહો તો કહો ભાઈ ! તમે પણ ભગવાન છો બાપુ ! અહા ! એક સમયની ભૂલ છે, બાકી એક સમયની ભૂલ ટળી જાય એવા સામર્થ્યથી યુક્ત તમે પણ ભગવાન છો. ત્રિકાળી આનંદકંદ જ્ઞાનાનંદ પ્રભુ આત્મા તો ભગવાન છે ને! ભલે અત્યારે તેને આ વિરુદ્ધ બેસે પણ પોતાની ભૂલ ટાળશે ત્યારે એક સમયમાં ટાળી દેશે. અહા! ભગવાન જિનેશ્વરદેવનો-વીતરાગદેવનો માર્ગ સમજવો બહુ કઠણ છે. ભાઈ ! પુરુષાર્થવિશેષથી–સ્વભાવસભુખ પુરુષાર્થથી જ પ્રાપ્ત થાય એમ છે. હવે આવો માર્ગ, સ્વ-આશ્રયનો માર્ગ પ્રાપ્ત કર્યા વિના કોઈ વ્રત પાળે ને તપ કરે તો પણ એ બધાં બાળવ્રત ને બાળતપ એટલે કે મૂર્ખાઈ ભર્યા વ્રત ને મૂર્ખાઈ ભર્યા તપ છે.
અહાહા...! કહે છે-જ્ઞાની, જ્ઞાનને છોડીને સ્વયમેવ અજ્ઞાનપણે પરિણમે ત્યારે તેનું જ્ઞાન સ્વયંકૃત અજ્ઞાન થાય. “માટે જ્ઞાનીને જો (બંધ) થાય તો પોતાના જ અપરાધના નિમિત્તે અર્થાત્ પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે) બંધ થાય છે.”
અહા! “પોતાના જ અપરાધના નિમિત્તે” એટલે શું? એટલે કે જ્ઞાનનું અજ્ઞાન થાય છે તે પોતાના અપરાધથી થાય છે. શરીરની ક્રિયા કે ભોગની બાહ્ય ક્રિયા થઈ માટે અપરાધ થાય છે એમ નથી. કેટલું સ્પષ્ટ કર્યું છે! કે પોતે જ અજ્ઞાનપણે પરિણમે ત્યારે બંધ થાય છે. પરમા-વિષયમાં મીઠાશ આવે, રસ આવે એ અજ્ઞાન કૃત પોતાની બુદ્ધિ છે અને એનાથી બંધ થાય છે પણ પરને કારણે બંધ થાય છે એમ નથી એમ કહે છે.
જ્ઞાની શુદ્ધ ચૈતન્યમય પોતાના અબંધ પરિણામનો કર્તા છે, તે બંધભાવનોવિકારનો કર્તા થતો નથી તેથી તેને બંધ થતો નથી. પરંતુ જો જ્ઞાની શુદ્ધ જ્ઞાનસ્વભાવને છોડીને અજ્ઞાનપણે પરિણમે છે તો બંધ થાય છે. અહા ! તેને જો પરમાં મીઠાશ આવી જાય, રસ આવી જાય તો પરમાં એકપણું પામતા તેને સ્વયં જ્ઞાનનું અજ્ઞાન થાય છે અને તેથી તેને બંધ થાય છે, પણ બહારના વિષયો તેને બંધ કરે છે એમ નથી.
અહા ! ભરત ચક્રવર્તીને ૯૬ હજાર સ્ત્રીઓ હતી અને તેનો ભોગ છ લાખ પૂર્વ સુધીનો હતો. એક પૂર્વમાં ૭૦ લાખ પ૬ હજાર કરોડ વર્ષ થાય. આવા છ લાખ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #420
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પૂર્વ સુધી ભારતને ભોગ રહ્યો, પણ તેમાં તેને એકપણાની આસક્તિ ક્યાં હતી? ન હતી. તો કહે છે-જ્ઞાનીને એનું બંધન નથી. પરંતુ જ્યારે જે અસ્થિરતાનો રાગ છે. તેનો વિચાર કરીએ તો જ્ઞાનીને કિંચિત્ અલ્પ રાગ છે અને તેનું અલ્પ બંધન પણ છે પણ તેની અહીં (સ્વભાવની દષ્ટિમાં) ગણતરી નથી. અહા! ભરતને તે અલ્પ દોષ હતો પણ જ્યાં અંદરમાં ધ્યાનમાં ઉતરી ગયા ત્યાં અંતઃમુહૂર્તમાં કેવળજ્ઞાન લીધું. અહા ! છ લાખ પૂર્વ પર્વતના ભોગની આસક્તિના દોષને અંતર્મુહૂર્તમાં ફડાક દઈને ટાળી દીધો. દોર હાથમાં હતો ને! શુદ્ધ ચૈતન્યમૂર્તિ ચિદાનંદ ભગવાન આત્માનો દોર હાથમાં હતો તો જે અલ્પ દોષ હતો તેને અંતર્મુહૂર્તમાં ટાળી દઈને કેવળજ્ઞાન લીધું. આ તો જ્ઞાનીને દોષ કેટલો અલ્પ હતો (હોય છે) એ કહેવું છે. અહીં તે અલ્પદોષને કાઢી નાખ્યો છે, ગૌણ કર્યો છે. અહીં તો અજ્ઞાનીને જ બંધ છે એમ સિદ્ધ કરવું છે.
જુઓ, શ્રેણીક રાજાએ સાતમી નરકનું આયુષ્ય બાંધ્યું હતું. પરંતુ અહા! જ્યાં સમ્યગ્દર્શન પામ્યા ત્યાં એકદમ ૩૩ સાગરોપમની જે સ્થિતિ હતી તે ૮૪ હજાર વર્ષની થઈ ગઈ. અહીં તો આ કહેવું છે કે પરને લઈને બંધ નથી પણ પરમાં જે એકપણાની આસક્તિ છે તેનું બંધન છે. જ્ઞાનીને પરમાં આસક્તિ નથી તેથી બંધ નથી. તથા કિંચિત્ બંધ છે તે પણ કેવો ને કેટલો ? જુઓને ! અંતર્મુહૂર્તમાં ૩૩ સાગરની સ્થિતિ હતી તે ૮૪ હજાર વર્ષની થઈ ગઈ.
ભાઈ ! જેની એક ક્ષણ પણ સહી ન જાય એવી પીડા ને એવું વેદન પહેલી નરકે છે. એ વેદનામાં ૮૪ હજાર વર્ષ સુધી શ્રેણીક રાજા રહેશે, પણ તેઓને આત્માના સુખ આગળ તેનું લક્ષ નથી. ભજનમાં આવે છે ને કે
“ચિમૂરત દગ્ધારીકી મોહિ, રીતિ લગત હૈ અટાપટી
બાહિર નારકી દુઃખ ભોગે, અંતર સુખરસ ગટગટી.” અહા ! નરકના દુ:ખ ભોગવે છતાં અંતરમાં તો સુખની ગટગટી છે, સુખના ઘૂંટડા પીવે છે.
પણ ત્યાં (નરકમાં) સુખના કયાં સંજોગ છે?
ભાઈ ! અંદરમાં રાગથી ભિન્ન પડીને આત્માનો જેણે અનુભવ કર્યો છે તેને નરકમાં પણ આનંદની ગટાગટી છે અને અહીં ( મિથ્યાષ્ટિ કોઈ) અબજોપતિ હોય તોપણ તેને દુઃખની ગટાગટી છે. અહા ! નરકમાં બળતા મડદા જેવાં શરીર હોય છે અને જન્મે ત્યારથી જ સોળ રોગ હોય છે તો પણ અંદર સચ્ચિદાનંદમય પોતાના ભગવાનનું ભાન થયું છે ને! તેથી નરકમાં પણ જ્ઞાનીને સુખ છે. અહા ! ભ્રમણા ને અનંતાનુબંધી કષાય ટળ્યાં છે તેટલું ત્યાં જ્ઞાનને સુખ છે, કારણ કે જીવને કષાયનું જ દુઃખ છે, સંજોગનું નહિ. તેથી અનંતાનુબંધી કષાય ટળ્યો છે તેનું ત્યાં સુખ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #421
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૪૦૫ * ગાથા ૨૨૦ થી ૨૨૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન *
જેમ શંખ કે જે શ્વેત છે તે પરના ભક્ષણથી કાળો થતો નથી પરંતુ જ્યારે પોતે જ કાલિમારૂપે પરિણમે ત્યારે કાળો થાય છે...”
અહા! અહીં કોઈનો રંગ ધોળો હોય ને તે ગમે તે કાળું ખાય તો તેથી શું તેનો ધોળો રંગ ચાલ્યો જાય છે? ના. અને કોઈ કાળો માણસ હોય-શરીરની ચામડી કાળી હોય તે એકલું માખણ ખાય તો તેથી શું એનો કાળો રંગ ઉતરી જાય છે? ના. અરે ભાઈ ! પોતે દિશા પલટીને દશા પલટે નહિ ત્યાં બધાં થોથાં છે. પરની દિશામાં જે દશા છે એ તો મિથ્યાદશા છે, અને તે પોતાની કરેલી છે, કોઈ કર્મને લઈને છે એમ નથી.
અહા ! જૈનમાં કર્મનું લાકડું ઘણું છે. કર્મને લઈને આમ (બંધન) થાય એમ અજ્ઞાની માને છે પણ એમ છે નહિ. અરે ભાઈ ! દુ:ખ પણ તેં તારા કારણે ઊભું કર્યું છે. કષાય અને મિથ્યાત્વની એકતાબુદ્ધિ એ જ મહા દુઃખ છે; દુઃખનો મૂળ સ્રોત જ મિથ્યાત્વ ને કષાય છે. બાકી જેણે આનંદમૂર્તિ પ્રભુ આત્માની દષ્ટિ કરી છે, દિશા ફેરવીને અંતર દશા પ્રગટ કરી છે તે, નિર્ધન હો કે નરકમાં હો, સુખી છે. સાતમે નારકે પણ સમકિતી સુખી છે. જોકે અહીંથી જાય ત્યારે મિથ્યાત્વ લઈને જાય છે અને ત્યાંથી નીકળે ત્યારે મિથ્યાત્વ લઈને નીકળે છે, પણ વચ્ચેના ગાળામાં સમ્યક અનુભવ પામે છે તો તે સુખી છે.
અહીં કહે છે–શ્વેત શંખ પરના ભક્ષણથી કાળો થતો નથી, પરંતુ પોતે કાળાપણે પરિણમે છે ત્યારે કાળો થાય છે. જુઓ, કેટલી સ્વતંત્રતા! હવે કહે છે તેવી રીતે જ્ઞાની પરના ઉપભોગથી અજ્ઞાની થતો નથી પરંતુ જ્યારે પોતે જ અજ્ઞાનરૂપે પરિણમે ત્યારે અજ્ઞાની થાય છે અને ત્યારે બંધ કરે છે.” જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ જે કહ્યો છે તે આ અપેક્ષાએ છે. બાકી ભોગમાં તો રાગ છે અને એ તો દુઃખ છે, પાપ છે. પણ ત્યાં દષ્ટિની પ્રધાનતામાં સ્વભાવની મુખ્યતાનું જોર દેવા, જ્ઞાનીને, દષ્ટિમાં ભગવાન આત્મા અંદર બિરાજે છે તેને, બંધ નથી એમ કહ્યું છે. આવી વાત છે.
હવે આનું કળશરૂપ કાવ્ય કહે છે:
* કળશ ૧૫૧: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘જ્ઞાનિ' હે જ્ઞાની! “ના, વિશ્વિત્ કર્મ કર્તમ વિતમ્ ન' તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી.
કહે છે? કે રાગ કરવો એ તારે યોગ્ય નથી. અહાહા...! પરવસ્તુમાં મીઠાશ આવવી એ તને હોય નહિ એમ કહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #422
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૬ ]
વચન રત્નાકર ભાગ-૭ તો વ્યવહાર કરવો યોગ્ય નથી એમ ને?
અરે ભાઈ ! ખરેખર વ્યવહારને જ્ઞાની કરે છે ક્યાં? જ્ઞાનીને વ્યવહારનું કર્તુત્વ છે જ નહિ. વ્યવહાર તો એને હોય છે. નિશ્ચયરત્નત્રયની સાથે વ્યવહારરત્નત્રય એને હોય છે. પણ જેટલો વ્યવહાર છે એ તો બંધ છે, બંધનું કારણ છે, માટે જ્ઞાનીને વ્યવહારનો રસ નથી. અહા ! જેને અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવ્યો તેને રાગના રસમાં કેમ રસ આવે ? ન આવે. અહીં તો વિશેષે ભોગની વાત લેવી છે. તેથી કહે છે–હે જ્ઞાની ! તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી અર્થાત્ પરવસ્તુમાં મીઠાશ છે એવા ભોગના ભાવ તને હોય તે યોગ્ય નથી. આમ કહીને એને સ્વચ્છંદીપણું છોડાવ્યું છે. ગમે તેવા ભોગ થાય તોય અમારે શું? જો એમ સ્વચ્છેદે પરિણમે તો કહું છે-ભાઈ ! મરી જઈશ; જ્ઞાનીને તો પરદ્રવ્યને ભોગવવામાં રસ હોય નહિ-એમ કહેવું છે.
અહાહા...! આત્મા શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે. આવા આત્માનો જેને અનુભવ થયો છે, અહાહા. દેહ, મન, વાણીથી ભિન્ન અને દયા, દાન, વ્રત, ભક્તિ આદિ જે પુણ્યભાવ એનાથી જુદો ને હિંસાદિ પાપના ભાવથી જુદો ભગવાન આત્મા અંદર પોતે છે એવો અંતરમાં સ્વરૂપસન્મુખતા વડ જેને અનુભવ થયો છે તે જ્ઞાની છે. આવા જ્ઞાનીને પૂર્વકર્મના ઉદયથી સામગ્રી અનેક પ્રકારે મળે તોય તે સામગ્રીને હું ભોગવું એમ રુચિ હોતી નથી. કિંચિત્ અસ્થિરતાનો ભાવ હોય એ જુદી વાત છે, પણ જ્ઞાનીને ભોગ ભોગવવામાં રુચિ હોતી નથી. અહાહા...! વિષયસુખની તેને ભાવના હોતી નથી.
હે જ્ઞાની ! તારે કદી કાંઈ પણ કર્મ કરવું યોગ્ય નથી.” હવે આ તો શબ્દ થયા. એનો અર્થ શું? એમ કે રાગ કરવા જેવો છે એવું તારે હોય નહિ. વિષય-ભોગ કરવા જેવા છે, ઇન્દ્રિયના વિષયોમાં સુખ છે એવી પરમાં સુખબુદ્ધિ તને હોય નહિ. અહાહા...! જેને અંદરમાં આખું આનંદનું નિધાન પ્રભુ આત્મા નજરે પડ્યો તેને ઇન્દ્રિયના વિષયોમાં સુખ છે એમ કેમ ભાસે? ન જ ભાસે.
અતીન્દ્રિય આનંદની ખાણ-ખજાનો પ્રભુ આત્મા છે. આવા આત્માના આનંદનો જેને સ્વાદ આવ્યો છે તે જ્ઞાની છે. ભારે વ્યાખ્યા ભાઈ ! તો કહે છે-હે જ્ઞાની ! જો તને આત્માના આનંદનો સ્વાદ છે તો
પ્રશ્ન:- આત્માના આનંદનો સ્વાદ એ વળી શું? આ પાંચ-પચાસ કરોડ પૈસા મળે વા રૂપાળી સ્ત્રીનો દેહું હોય તેના ભોગનો સ્વાદ તો આવે છે, પણ આ આત્માનો સ્વાદ કેવો?
સમાધાનઃ- અરે ભાઈ! આ શરીર તો જડ માટી–ધૂળ છે, ને પૈસા પણ જડ, માટી-ધૂળ છે. શું એનો સ્વાદ આત્માને આવે? જડનો સ્વાદ તો કદી આત્માને હોય જ નહિ પરંતુ એમાં “આ ઠીક છે' એવો જે અજ્ઞાનીને રાગનો રસ ઉત્પન્ન થાય
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #423
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૪૦૭
છે તે રાગરસનો સ્વાદ અજ્ઞાની લે છે. અહા! મૂઢ અજ્ઞાની જીવ, વિષય-વાસનાનો જે રાગ ઉત્પન્ન થાય છે તેને ભોગવે છે, પણ શરીરનો કે પૈસાનો ભોગવટો ત્રણકાળમાં એને છે નહિ. આ મૈસૂબ, માવો ને માખણનો ભોગવટો એને છે નહિ, કેમકે એ તો બધા ભિન્ન જડ પદાર્થો છે. પણ આ બધા ‘ઠીક છે' એવા રાગને મૂઢ અજ્ઞાની ભોગવે છે. મૂઢ અજ્ઞાની કેમ કહ્યો ? કેમકે એ ભોગવે છે રાગને અને માને છે કે હું જડ વિષયોને ભોગવું છું. આવી વાત છે.
અજ્ઞાનીને અનાદિથી રાગનો-ઝેરનો સ્વાદ છે. એમાં (રાગમાં) તે મૂઢ થઈને અનંતકાળથી ચાર ગતિમાં રખડયા કરે છે. અહા! અનાદિથી તે દુઃખના-રખડવાના પંથે છે. પણ જ્યારે તેને અંદર અતીન્દ્રિય આનંદની ખાણ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માની દૃષ્ટિ થાય છે ત્યારે તેને નિર્મળ અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે છે. આ અતીન્દ્રિય આનંદનો સ્વાદ તે આત્માના આનંદનો સ્વાદ છે ને તે એકલા અમૃતનો સ્વાદ છે. આવો નિરાકુળ આનંદનો સ્વાદ જેને આવ્યો તે ધર્માત્મા છે અને તેને, અહીં કહે છે. વિષયોમાં સુખબુદ્ધિ હોય નહિ; હું વિષયો ભોગવું એવો ભોગવવાનો રસ હોય નહિ–એમ કહે છે.
કોઈને વળી થાય કે ભગવાનના માર્ગમાં તો છ કાયના જીવોની દયા કરવી, વ્રત કરવા, ઉપવાસાદિ તપ કરવાં ઇત્યાદિ તો હોય છે પણ આ તે કેવો મારગ ?
ભાઈ ! તું કહે છે એ તો બધાં થોથાં છે, કેમકે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે શુભભાવ છે તેનાથી પુણ્ય બંધાય છે, પણ ધર્મ ન થાય. ધર્મ તો એક વીતરાગભાવ છે.
અહાહા...! કહે છે-હૈ જ્ઞાની! તારે કદી કોઈ કર્મ કરવું યોગ્ય નથી અર્થાત્ રાગ કરવા લાયક છે એમ માનીને રાગ ક૨વાનો તને હોય નહિ.
હવે કહે છે-“ તથાપિ’ તોપણ ‘યવિ રચ્યતે' જો તું એમ કહે છે કે ‘પરં મે નાતુ
:
ન, મુંક્ષે’ “ ૫૨દ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું”, ‘મો: વુમુત્ત્ત: વ અસિ’ તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ ) કે હૈ ભાઈ, તું ખોટી (-ખરાબ ) રીતે જ ભોગવનાર છે;
અહાહા...! આ શરીર તો જડ માંસ-હાડકાંનું પોટલું છે, અજીવ છે; સ્ત્રીનું શરીર પણ જડ માટી-ધૂળ છે તથા પૈસા પણ જડ માટી-ધૂળ છે. તો, તું એમ કહે કે એ પરદ્રવ્ય મારું કદી નથી અને વળી તું કહે છે કે હું પરદ્રવ્યને ભોગવું છું તો એ કય ાંથી આવ્યું ભાઈ? આકરી વાત બાપા! વીતરાગનો મારગ બહુ આકરો છે, લોકોએ જૈનધર્મને અન્યધર્મ જેવો માની લીધો છે. વીતરાગ પરમેશ્વરે કહેલો માર્ગ જાણે લુસ થઈ ગયો છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #424
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહીં કહે છે-હે જ્ઞાની ! “જ્ઞાનિન' એમ કહ્યું ને? મતલબ કે આત્માનું જ્ઞાન અને આત્માનો સ્વાદ તને આવ્યો છે તો હું જ્ઞાની ! પરવસ્તુ, રાગ ને શરીરાદિ સામગ્રી કદી મારી નથી એમ તો તું માને છે અને છતાં વળી તું કહે છે કે હું તેને ભોગવું છું તો એ કયાંથી લાવ્યો? મૂઢ છો કે શું? શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ હું છું અને આ રાગ-પુણ્ય-પાપના પરિણામ, શરીર અને આ બધી કર્મની સામગ્રી પર છે, મારાથી ભિન્ન છે એમ તો તું યથાર્થ માને છે અને વળી તેને હું ભોગવું છું એમ ભોગવવાનો રસ લે છે તો સ્વચ્છંદી છો કે શું? અહા! વિષય ભોગવવામાં જો તને રસ છે તો અમે કહીએ છીએ કે તું દુર્ભક્ત છો. ખોટી રીતે જ ભોગવનાર છો. ધર્મી નામ ધરાવે અને કર્મના નિમિત્તથી મળેલી સામગ્રીમાં-પરદ્રવ્યમાં ભોગવવાનો રસ પણ ધરાવે તો તું ધર્મી છે જ નહિ.
શું કહે છે? કે તને જો પરને ભોગવવામાં રસ પડતો હોય અને તું તને ધર્મી માનતો હોય તો તું મૂઢ સ્વછંદી છો, ધર્મી છો જ નહિ. કહ્યું ને કે તું ખોટી રીતે જ ભોગવનાર છો અર્થાત્ અજ્ઞાની જ છો. વિશેષ કહે છે કે
‘હન્ત' “ જે તારું નથી તેને તું ભોગવે છે એ મહાખેદ છે!'
શું કહે છે? કે શરીર, સ્ત્રી-પુત્ર-પરિવાર, પૈસા, મહેલ-મકાન ઇત્યાદિ પર છે, તારામાં નથી છતાં તેને તું ભોગવે છે એ મહાખેદ છે. આમ કહીને ધર્માત્માને “પરને હું ભોગવું-એમ પરમાં કદીય સુખબુદ્ધિ હોતી નથી એમ કહે છે. ધર્મી હોવાની આ અનિવાર્ય શરત છે.
અરેરે! જિંદગી એમ ને એમ ચાલી જાય છે. કેટલાકને તો ૬૦-૭૦ વર્ષ થઈ ગયાં. ભાઈ ! જેટલો સમય જાય છે તેટલી મરણની સમીપતા થતી જાય છે કેમકે આયુની મુદત તો નિશ્ચિત જ છે; જે સમયે દેહ છૂટવાનો છે તે તો નિશ્ચિત જ છે. હવે એમાં આ આત્મા શું ને પર શું એનું ભાન ન કર્યું તો બધા ઢોર જેવા જ અવતાર છે પછી ભલે તે કરોડપતિ હો કે અબજોપતિ હો.
અહીં આમાં ન્યાય શું આપ્યો છે? કે પ્રભુ! તું જ્ઞાની છો એમ તને થયું છે અને જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્માનું તને ભાન થયું છે તથા પોતાના ચિસ્વરૂપ આત્મા સિવાય પરવસ્તુ મારી નથી એવો તને નિર્ણય પણ થયો છે છતાં પણ હું પરવસ્તુને ભોગવું-એમ ભોગવવાનો તને રસ છે તો તું મૂઢ જ છો, દુર્ભક્ત છો, મિથ્યા ભોક્તા છો અર્થાત્ અજ્ઞાની છો. અહીં ધર્મભાવના (રુચિ) ને પરની ભોક્તાપણાની ભાવના એ બે સાથે હોઈ શકતાં નથી, રહી શકતાં નથી એમ કહે છે.
વળી કહે છે-“યઃિ ૩પમોત: વન્ય: ચાત' જો તું કહે કે-“પદ્રવ્યના ભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છે.” “તત્ ાનવીર: મસ્તિ' તો શું તને ભોગવવાની ઇચ્છા છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #425
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૪૦૯
અહાહા...! શું કહે છે? કે ૫૨દ્રવ્યના ભોગથી બંધ થતો નથી એમ સિદ્ધાંતમાં કહ્યું છે માટે ભોગવું છું તો પૂછીએ છીએ કે શું તને ભોગવવાની ઇચ્છા છે? ઇચ્છા છે ને વળી તું કહે કે મને બંધ નથી તો તેમ છે નહિ. જો તને ઇચ્છા છે તો તું ભોગનો રસીલો છે અને તો તને જરૂર બંધ છે. માટે કહે છે-‘જ્ઞાનં સન્ વસ' જ્ઞાનરૂપ થઈને વસ; અર્થાત્ શુદ્ધ સ્વરૂપમાં નિવાસ કર. જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મામાં જ ૨હે. આવો મારગ વીતરાગનો છે.
શું કહે છે? કે જ્ઞાનરૂપ થઈને વસ; શુદ્ધસ્વરૂપમાં નિવાસ કર. એટલે કે ઘરમાં નહિ, કુટુંબમાં નહિ, પૈસામાં નહીં ને રાગમાં પણ નહિ પણ શુદ્ધ ચિન્માત્રવસ્તુ પ્રજ્ઞાબ્રહ્મસ્વરૂપ પોતે છે તેમાં વસ. લ્યો, ૫૨થી ખસ, સ્વમાં વસ, એટલું બસ-એ ટૂંકું ને ટચ. ભાઈ! આ શબ્દો તો થોડા છે પણ એનો ભાવ ગંભીર છે. અહાહા...! અમૃતનો સાગર પ્રભુ આત્મા છે; તેના અમૃતનાં પાન કીધાં ને હવે ૫દ્રવ્યને ભોગવવાની વૃત્તિ-ઝેરને પીવાની વૃત્તિ કેમ હોય ? ન હોય. માટે કહે છે કે અમૃતસ્વરૂપ એવા સ્વસ્વરૂપમાં વસ.
‘અપરથા' નહિ તો અર્થાત્ ભોગવવાની જો ઇચ્છા કરીશ વા જો અજ્ઞાનરૂપે પરિણમીશ તો ‘ધ્રુવમ્' સ્વસ્ય અપરાધાત્ વન્ધમ્ પુષિ' તું ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ.
*
શું કહે છે? કે શુદ્ધસ્વરૂપમાં નિવાસ કર; જો ભોગવવાની ઇચ્છા કરીશ તો ‘ધુવન્’ ચોક્કસ પોતાના અપરાધથી બંધને પામીશ. અહાહા...! છે અંદર ‘ધ્રુવમ્'નો અર્થ ચોક્કસ કર્યો છે, એમ કે આત્માના આનંદરસને ભૂલીને જો તું વિષયના ભોગનો રસ લઈશ તો જરૂર તને અપરાધ થશે અને તે પોતાના અપરાધથી જરૂર તું બંધાઈશ. ભાઈ! આ ફુરસદ લઈને સમજવું પડશે હોં.
ત્યારે કોઈ અજ્ઞાનીઓ વળી કહે છે-હમણાં તો મરવાનીય ફુરસદ નથી. અહા ! આખો દિ' બિચારા પાપની મજુરીમાં-૨ળવા-કમાવામાં, બાયડી-છોકરાં સાચવવામાં ને ભોગમાં –એમ પાપની પ્રવૃત્તિમાં ગાળતા હોય તે દેખી કોઈ સત્પુરુષો કરુણા વડે કહે કે -ભાઈ! કાંઈક નિવૃત્તિ લઈ સ્વાધ્યાયાદિ કરો; ત્યારે કહે છે-અમને તો મરવાય ફુરસદ નથી ? અહાહા...! શું મદ (મોહ મહામદ) ચઢયો છે!! ને શું વતા!! કહે છે-મરવાય ફુરસદ નથી! પણ ભાઈ ! એનું ફળ બહુ આકરું આવશે હોં. હમણાં જેને મરવાય ફુરસદ નથી તેને જ્યાં વારંવાર જન્મ-મરણ થાય એવા સ્થાનમાં (નિગોદમાં) જવું પડશે. શું થાય ? મિથ્યાત્વનું પરંપરા ફળ નિગોદ જ છે.
અહીં કહે છે-જેને આત્માના આનંદના રસનો અનુભવ થયો છે એવા ધર્મીને ૫રદ્રવ્ય પ્રત્યે ભોગવવાનો રસ હોતો નથી. અહાહા...! સ્વરૂપના રસિયાને ૫૨દ્રવ્યને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #426
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
હું ભોગવું એવો ભાવ હોતો નથી. કાંઈક અસ્થિરતાનો ભાવ હોય છે એ જુદી વાત છે પણ તેને વિષયરસની ભાવના હોતી નથી. જુઓ, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ તીર્થંકર હતા, ચક્રવર્તી હતા ને કામદેવ પણ હતા. ૯૬ હજાર સ્ત્રીઓનો ને અપાર વૈભવનો યોગ હતો પણ તેમાં તેઓને રસ ન હોતો. જ્યારે અજ્ઞાનીને તો અંદર રાગનો રસ પડયો હોય છે. અહીં કહે છે–જો ભોગવવાના ૨સપણે પરિણમીશ તો અવશ્ય અપરાધ થશે અને અવશ્ય બંધાઈશ. બાપુ! ધર્મ કોઈ અલૌકિક ચીજ છે! એણે અનંતકાળમાં ધર્મ પ્રગટ કર્યો નથી. જો એક ક્ષણમાત્ર પણ અંદર સ્વરૂપને સ્પર્શીને ધર્મ પ્રગટ કરે તો જન્મ-મરણનો નાશ થઈ જાય એવી એ ચીજ છે.
અહાહા... ! કહે છે- જો અજ્ઞાનરૂપે પરિણમીશ તો તું ચોક્કસ પોતાના અપરાધથી...' પાછી ભાષા શું છે જોઈ ? કે ‘પોતાના અપરાધથી ' બંધને પામીશ. એમ કે ભોગની સામગ્રીથી બંધને પામીશ એમ નહિ, કેમકે સામગ્રી તો ૫૨ છે; પણ પોતાના અપરાધથી બંધને પામીશ. એમ કે શુદ્ધ ચૈતન્યરસને ભૂલીને તું વિષયરસમાં–રાગના ૨સમાં જોડાઈશ તો તે તારો અપરાધ છે અને તે પોતાના અપરાધથી તું બંધને જરૂર પામીશ. અહા! આ તો અધ્યાત્મની વાત! બાપુ! આ તો વીતરાગનાં-કેવળીનાં પેટ છે! અરેરે ! આની સમજણ હમણાં નહિ કરે તો કયાં જઈશ પ્રભુ! ભવ સમુદ્રમાં કયાંય ખોવાઈ જઈશ ).
* કળશ ૧૫૧ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘જ્ઞાનીને કર્મ તો કરવું જ ઉચિત નથી.' કર્મ શબ્દ ક્રિયા-પુણ્ય ને પાપની ક્રિયા જ્ઞાનીને કરવી ઉચિત નથી. દયા, દાન, વ્રત આદિ પુણ્યની ક્રિયાને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ પાપની ક્રિયા–એમ સર્વ કર્મ જ્ઞાનીએ કરવું ઉચિત નથી. ભોગના રસના પરિણામ કરવા જ્ઞાનીને ઉચિત નથી.
જો ૫દ્રવ્ય જાણીને પણ તેને ભોગવે તો એ યોગ્ય નથી. પરદ્રવ્યના ભોગવનારને તો જગતમાં ચોર કહેવામાં આવે છે, અન્યાયી કહેવામાં આવે છે.’
શું કહ્યું એ ? કે ભગવાન આત્માના આનંદ સિવાય જે પ૨વસ્તુ-શરીર, મન, વાણી, ધનાદિ સામગ્રી ને પુણ્ય-પાપના ભાવ છે તેને હું ભોગવું છું એમ જો માને છે તો તું ચોર છો, લુંટારું છો. અહા ! વાત તો એવી છે બાપા! ભગવાન આત્માને તું લૂંટી નાખે છે પ્રભુ! ભોગના રાગના રસમાં તું તારા નિર્મળ આનંદને ખોઈ બેસે છે. અહા ! પરદ્રવ્યમાંથી આનંદ મેળવવા જતાં તું તારા આનંદસ્વરૂપનો જ ઘાત કરે છે. અહા! તું આ પદ્રવ્ય છે એમ જાણીને તેને ભોગવવાના ભાવ કરે છે તો તું ચોર છો, અન્યાયી છો; પણ ધર્મી તો રહ્યો નહિ, અધર્મી જ ઠર્યો.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #427
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૪૧૧ વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની બળજરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી.'
જુઓ, સિદ્ધાંતમાં ઉપભોગથી જ્ઞાનીને બંધ કહ્યો નથી કારણ કે તેને તે જાતનો રસ નથી. જ્ઞાનીને કોઈ કર્મને કારણે સામગ્રી હોય ને તેમાં જરી રાગ આવી જાય તો બળજરીથી તે ભોગવે છે, તેમાં એને સુખબુદ્ધિ નથી. પુરુષાર્થની મંદતામાં રાગનું જોર છે એમ જાણીને ભોગવે છે, પણ ભોગવવાની ઇચ્છા નથી, સામગ્રીની ઇચ્છા નથી. માટે ત્યાં તેને બંધ કહ્યો નથી. ઇચ્છા વિના પરની બળજરીથી ઉદયમાં આવેલાને ભોગવે તો તેને ત્યાં બંધ કહ્યો નથી. ભાઈ ! આ તો થોડા શબ્દ ઘણું કહ્યું છે. ગાગરમાં સાગર ભર્યો છે.
હવે કહે છે-“જો પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય ?'
કહ્યું? કે રસ લઈને ભોગવે તો અવશ્ય બંધ થાય. ભોગવવાનો જે રસ છે તે અપરાધ છે અને તેથી રસ લઈને ભોગવે તો અપરાધી થતાં જરૂર બંધ થાય. પણ જ્ઞાનીને રસ નથી, ઇચ્છા નથી. એ તો જામનગરવાળાનો દાખલો આપ્યો નહોતો?
કે એક ભાઈને હંમેશા ચુરમું ખાવાની ટેવ-આદત. હવે બન્યું એવું કે એનો એકનો એક પુત્ર મરી ગયો. પુત્રને બાળીને આવ્યા પછી તે કહે કે–આજ તો રોટલા કરો. સગાંવહાલાં કહે–ભાઈ ! તમે રોટલા કદી ખાધા નથી. તે તમને માફક પણ નથી. તમારો તો ચુરમાનો ખોરાક છે એમ કહી તેમના માટે ચુરમું બનાવ્યું થાળીમાં ચુરમું આવ્યું; પણ ત્યારે જુઓ તો આંખમાંથી આંસુની ધારા ચાલી જાય. શું ખાવાનો રસ છે? ચુરમું હો કે રોટલા હો; ભોજનમાં રસ નથી. એમ ધર્મીને સામગ્રી ગમે તે હો પણ તેને ભોગવવામાં રસ નથી; ભોગવવા કાળે ખરેખર એને અંતરમાં ખેદ હોય છે. આવી વાત છે બાપુ ! અત્યારે જગતમાં બધી વાત ફરી ગઈ છે. અરે ! રાગની રુચિમાં ધર્મ મનાવવા લાગ્યા છે !
કહે છે-“જો પોતે ઇચ્છાથી ભોગવે...' ઇચ્છા એટલે રસ, રુચિ હોં, ભોગવવાનો રસ. “જો પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય?'
લ્યો, બધુંય આમાં આવી ગયું. જ્ઞાનીને શુભભાવમાં રસ નથી. રસથી શુભભાવ કરે તો તે અપરાધી થાય ને તો તેને અવશ્ય બંધ થાય. ભાઈ ! દયા, દાન, વ્રત આદિના શુભભાવ છે તે રાગ છે, ઝેર છે. એ ઝેરનું પાન મહા દુઃખદાયી છે પણ એને ખબર નથી.
પ્રશ્ન- પણ જ્ઞાની વ્યવહારથી પુણ્ય-પાપના ભેદ કરે ને ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #428
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સમાધાન- વ્યવહારથી કરે છે, પણ બેય બંધનાં જ કારણ છે એમ તે જાણે છે. એ તો કહ્યું તું ને કે
ચક્રવર્તીની સંપદા, ઇન્દ્ર સરિખા ભોગ...” અહા! લોકોને ખબર નથી કે ચક્રવર્તી કોને કહેવાય? જેની સોળ હજાર દેવી સેવા કરતા હોય, જેના ઘરે ચૌદ રત્ન ને નવ નિધાન હોય, જેને ઘેર ૯૬ હજાર રાણીઓ હોય, અહાહા...! જેને ૭ર હજાર નગર ને ૯૬ કરોડ ગામ હોય, જેનું ૯૬ કરોડનું પાયદળ હોય-એવા અપાર વૈભવનો સ્વામી ચક્રવર્તી હોય છે. તોપણ કહ્યું ને કે
ચક્રવર્તીકી સંપદા, અસ ઇન્દ્ર સરિખા ભોગ;
કાગવિ, સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ.” સમકિતી ધર્મી જીવ આ બધી સંપદાને કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે. કેમ? કેમકે એની દષ્ટિ શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા પર હોય છે. આવો મારગ બાપા ! દુનિયાથી સાવ જુદો છે ભાઈ! આ વેપાર (પાપનો) કરી ખાય એ વાણિયાઓને ખબર નહિ પણ બાપુ ! આત્માનો વેપાર કરતાં આવડે તે ખરો વાણિયો છે.
અહીં કહે છે કે જેને આત્માના નિર્મળ નિરાકુળ આનંદનો રસ આવ્યો છે તેને પરનો ભોગ ઝેર જેવો લાગે છે અને તે ધર્મી-ધર્માત્મા છે.
હવે આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છે
* કળશ ૧૫ર: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * યત્ વિન ર્મ વ »ર્તાર સ્વરુનેન વનીત નો યાન' કર્મ જ તેના કર્તાને પોતાના ફળ સાથે બળજોરીથી જોડતું નથી કે તું મારા ફળને ભોગવ).
અહા ! પુણને લઈને આ સામગ્રી આવી તો તે કાંઈ એમ નથી કહેતી કે- તું મને ભોગવ. પણ ‘ત્તિ]: Jવ દિ દુર્વાણ: વર્મા: યત્ છન્ન પ્રાપ્નોતિ' ફળની ઇચ્છાવાળો જ કર્મ કરતો થકો કર્મના ફળને પામે છે. કર્મનું ફળ એટલે રંજિત પરિણામ, ભોગવવાના કાળે રાગના રસનો ભાવ. અહા ! રાગમાં જેને રસ છે તેને કર્મના ફળને ભોગવવાનો ભાવ થાય છે. અહા ! ફળની જેને ઇચ્છા છે અર્થાત્ ભોગવવાના રાગમાં જેને રસ છે તે કર્મ કરતો થકો કર્મના ફળને અર્થાત્ ભોગવવાના ભાવને પ્રાપ્ત થાય છે.
‘જ્ઞાન સન' માટે જ્ઞાનરૂપે રહેતો એટલે કે શુદ્ધ ચિઘન પ્રભુ આત્મામાં રહેતો અને ‘ત અપસ્ત–પારિવ:' જેણે કર્મ પ્રત્યે રાગની રચના દૂર કરી છે અર્થાત્ રાગને ભોગવવાના રસનો જેણે નાશ કરી નાખ્યો છે એવો ‘મુનિ:' મુનિ અર્થાત્ સમકિતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #429
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૪૧૩ ધર્માત્મા “ત–ન–પરિત્યા– –શીન:' કર્મના ફળના પરિત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે એવો હોવાથી, ‘વર્ષ પૂર્વાણ: ગપિ ' કર્મ કરતો છતો પણ “ TT નો વધ્યતે' કર્મથી બંધાતો નથી.
કળશટીકામાં “મુનિ'નો અર્થ શુદ્ધસ્વરૂપના અનુભવે બિરાજમાન સમ્યગ્દષ્ટિ જીવએમ કર્યો છે. અહાહા...! કેવો છે તે “મુનિ' કહેતાં સમકિતી ધર્મી જીવ? તો કહે છેકર્મના ફળના ત્યાગરૂપ જ જેનો એક સ્વભાવ છે તેવો તે ધર્મ છે. અહાહા...! ધર્મીનો તો એક જ્ઞાતા-દષ્ટા સ્વભાવ છે. શુદ્ધ જ્ઞાતાસ્વભાવે રહેતા તેને કર્મ કરવા પ્રતિ ને કર્મ ભોગવવા પ્રતિ રાગરસ ઊઠી ગયો છે. અહાહા...! માતા સાથે જેમ ભોગ ન હોય તેમ ધર્મીને જડના ભોગ ન હોય. તેને કર્મના ઉદયથી મળેલી સામગ્રીને ભોગવવાનો રસ, જેમ મા-દીકરાને ભોગવવાનો રસ હોતો નથી તેમ, ઊડી ગયો છે. સમજાણું કાંઈ....?
ભારે કઠણ વાત ભાઈ ! અરે પ્રભુ! તારા સત્નો મારગ તે કદી સાંભળ્યો નથી. અહી કહે છે-“ત–ન–પરિત્યા– –શીન:' કર્મના ફળના પરિત્યાગરૂપ જ ધર્મીનો એક શીલ-સ્વભાવ છે. ધર્મીનો તો રાગના ત્યાગરૂપ જ એક સ્વભાવ છે. તેને રાગ કરવા પ્રતિ ને ભોગવવા પ્રતિ રસ જ નથી. માટે કહે છે-તે કર્મ કરતો છતો પણ કર્મથી બંધાતો નથી. ગજબ વાત છે ભાઈ !
પ્રશ્ન:- તો બીજે આવે છે કે અનાસકિતએ ભોગવવું; આ એ જ વાત છે ને?
ઉત્તર:- અરે ભાઈ ! અનાસક્તિ એટલે શું? અનાસક્તિ એટલે ભોગવવા પ્રતિ રસ જ ઉડી ગયો છે. માટે “ભોગવવું”—એમ જે ભોગવે છે તેને અનાસક્તિ છે એમ કેમ કહેવાય? ભોક્તા થઈને ભોગવે છે તેને અનાસક્તિ છે જ નહીં. અહીં તો અનાસક્તિ એટલે ભોગવવા પ્રતિ રસ જ જ્ઞાનીને ઉડી ગયો છે-એમ વાત છે. અહા ! ધર્મીને આત્માના આનંદના રસ આગળ ચક્રવર્તીના રાજ્યની સંપદાનો પણ રસ ઉડી ગયો છે. જુઓ, પહેલા દેવલોકનો સૌધર્મ ઇન્દ્ર છે. તે સમકિતી એક ભવતારી છે. તેને કોડો અપ્સરાઓ-ઇન્દ્રાણીઓ છે. પણ તેને ભોગ પ્રત્યે ઉત્સાહુ નથી–રસ નથી; અંદરમાં રસ ઉડી ગયો છે. જેમ કોઈ આર્યના મોંમાં કોઈ માંસ મૂકી દે તો તેમાં શું એને રસ છે? જરાય નહિ. તેમ ધર્મીને આત્માના આનંદના રસ આગળ પર ચીજની ઇચ્છાનો રસ ઉડી ગયો છે; તેણે પરચીજની ઇચ્છાના રાગનો નાશ કરી નાખ્યો છે અને તેથી તે કર્મ કરતો છતો પણ કર્મથી બંધાતો નથી, પણ તેને નિર્જરા થાય છે.
અરે ભાઈ ! આવું મનુષ્યપણું મળ્યું ને જો આ ન સમજ્યો તો બધા ઢોરના અવતાર તારા જેમ નિષ્ફળ ગયા તેમ આ પણ નિષ્ફળ જશે. ભલે બહારમાં ખૂબ પૈસા
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #430
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ને આબરૂ મેળવે કે લોકો તને બહુ આવડતવાળો ચતુર કહે પણ આ અવસરમાં આ ના સમજ્યો તો તારા જેવો મૂરખ કોઈ નહિ હોય, કેમકે અહીંથી છૂટીને તું કયાંય સંસારસમુદ્રમાં ખોવાઈ જઈશ.
* કળશ ૧૫ર : ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ નિર્જરા અધિકાર ચાલે છે. નિર્જરા કોને થાય એની આમાં વ્યાખ્યા છે. કહે છે-“કર્મ તો કર્તાને જબરદસ્તીથી પોતાના ફળ સાથે જોડતું નથી.'
કર્મ શબ્દ અહીં ક્રિયા અર્થ છે. કર્મના ઉદયથી મળેલી જે સામગ્રી છે તે સામગ્રીમાં જે ક્રિયા થાય છે તે ક્રિયા જબરદસ્તીથી કર્તાને પોતાના ફળ સાથે જોડતી નથી, અર્થાત તે ક્રિયામાં પ્રેમ કરવો કે ન કરવો તે કાંઈ ક્રિયા કહેતી નથી. સૂક્ષ્મ વાત છે ભાઈ ! કર્મ કહેતાં ક્રિયા જબરદસ્તીથી કર્તાને પોતાના ફળ સાથે જોડતી નથી.
“પરંતુ જે કર્મને કરતો થકો તેના ફળની ઇચ્છા કરે તે જ તેનું ફળ પામે છે.” શું કહે છે? કે ક્રિયાને કરતો થકો જે તેના ફળની વાંછા કરે તે જ તેનું ફળ-ભોગ સામગ્રી ને ભોગપરિણામ-પામે છે.
માટે જે જ્ઞાનરૂપે વર્તે છે અને રાગ વિના કર્મ કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી કારણ કે તેને કર્મના ફળની ઇચ્છા નથી.'
અહાહા...! ધર્મી તો, “હું જ્ઞાન ને આનંદસ્વરૂપ છું ”—એવા સ્વરૂપના અનુભવમાં રહેવાવાળો છે. તેને ક્રિયામાં રસ નથી, પ્રેમ નથી. તેથી તેને ભવિષ્યમાં ફળ મળે તેવા ભાવ નથી.
શું કહે છે? કે ધર્મી સમકિતી જીવ જાણવા-દેખવાવાળો ને આનંદમાં રહેવાવાળો છે. તે પોતાના જ્ઞાનસ્વભાવમાં વર્તે છે પણ રાગની-સામગ્રીની ક્રિયામાં તેનું વર્તવું છે નહિ. તે રાગ વિના કર્મ કરે છે એટલે શું? એટલે કે તેને ક્રિયાકાંડમાં રસ નથી. શરીરની ને રાગની જે ક્રિયા થાય છે તેમાં તેને રસ નથી. માટે રાગ વિના જે ક્રિયા કરે છે એવો મુનિ કર્મથી બંધાતો નથી.
ચિદાનંદઘન પ્રભુ આત્માની જેને દૃષ્ટિ થઈ છે અને અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે તેને એક આનંદની ભાવના છે. તેને રાગની ક્રિયા થાય છે પણ તેની ભાવના નથી. “આ (–રાગ) ઠીક છે” અને “એનું ફળ મળો'—એવી ભાવના જ્ઞાનીને હોતી નથી. ઝીણી વાત છે ભાઈ ! જ્ઞાનીને કર્મના ફળની ઇચ્છા નથી. અહા ! એને જે ક્રિયા થાય છે તેનું ફળ (સ્વર્ગાદિ) મને હો એવી ઇચ્છા નથી. અહીં તો નિર્જરા બતાવવી છે ને!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #431
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૪૧૫ ૧. કર્મનું ઝરવું ૨. અશુદ્ધતાનો નાશ થવો ૩. શુદ્ધતાની ઉત્પત્તિની વૃદ્ધિ થવી. આ ત્રણ પ્રકારે જ્ઞાનીને નિર્જરા છે, કેમકે જ્ઞાનીને કર્મના ફળની ઇચ્છા નથી.
અહા! સમકિતીને શુદ્ધ એક આનંદસ્વરૂપની જ રુચિ છે. તેને રાગની ક્રિયા થઈ આવે છે પણ એની એને રુચિ નથી. “કામ કરવું પણ અનાસક્તિથી કરવું” –એમ જે અજ્ઞાની કહે છે એ આ વાત નથી હોં, એ તો પરનાં કામ કરવાનું માને છે, જ્યારે વાસ્તવમાં આત્મા પરનું કાંઈ કરી શકતો જ નથી. આ તો અંતરમાં પુરુષાર્થ ઉગ્ર નથી તો રાગ થઈ આવે છે છતાં જ્ઞાનીને રાગમાં (ક્રિયામાં) રસ નથી એમ વાત છે, અને તેથી ભવિષ્યમાં ક્રિયાનું ફળ મળે એવું છે નહિ. ફળની ઇચ્છા-રહિતપણે થતી ક્રિયાની જ્ઞાનીને નિર્જરા જ થઈ જાય છે-એમ કહે છે.
જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ જે કહ્યું છે તેનો અર્થ આ છે. બાકી ભોગ તો રાગ છે. પરંતુ જ્ઞાનીની દૃષ્ટિનું જોર સ્વભાવ ઉપર છે, રાગ ઉપર તેની દષ્ટિ છે નહિ. જ્ઞાનીનો તો રાગના ત્યાગસ્વભાવરૂપ સ્વભાવ છે. છે ને કળશમાં કે ‘ત—પરિત્યા–9–શીનઃ' અર્થાત્ ધર્માત્માને-સમ્યગ્દષ્ટિને રાગનો ત્યાગ છે અને તેથી (તેના) ફળનો પણ ત્યાગ છે; આવો રાગના ત્યાગસ્વભાવરૂપ જ્ઞાનીનો સ્વભાવ છે. તેથી રાગની ક્રિયામાં રસ નહિ હોવાથી જ્ઞાનીને બંધન થતું નથી, ફળ પ્રાપ્ત થતું નથી પણ રાગ આવ્યો છે તે ખરી જાય છે, ઝરી જાય છે. ઝીણી વાત પ્રભુ!
શું કહે છે? કે જ્ઞાની “એક શીલ:” એક સ્વભાવવાળો છે. વજન અહીં છે કેધર્મીને એક જ્ઞાયકસ્વભાવ-જ્ઞાનાનંદસ્વભાવ એક સ્વભાવભાવ છે. અહાહા...! તેની દષ્ટિનો વિષય એક સ્વભાવભાવ છે. અહા! ઝીણી વાત છે પ્રભુ! સમ્યગ્દર્શન અને તેનું ધ્યેય જે એક સ્વભાવભાવ-એક જ્ઞાયકભાવ તેની વાત બહુ ઝીણી છે. પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મા જ સમ્યગ્દષ્ટિનું ધ્યેય છે. તે કારણે તેની દષ્ટિ એક સ્વભાવભાવ પર જ છે. તેથી તેને ક્રિયાનો રાગ આવ્યો છે પણ તેમાં રસ નથી. અહાહા...! એક આનંદસ્વભાવમાં લીન એવા જ્ઞાનીને જે ક્રિયા આવી પડે છે તેમાં રસ નથી અને તેથી તેને બંધન પણ નથી અને ભવિષ્યમાં તેનું ફળ પણ તેને પ્રાપ્ત થતું નથી. આવી ઝીણી વાત છે!
કહે છે-નિમિત્તથી, રાગથી ને એક સમયની પર્યાયથી હુઠીને જેણે શુદ્ધ એક જ્ઞાયકભાવરૂપ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં દષ્ટિ અને રુચિ લગાવી છે તેને બીજે કયાંય રુચિ રહેતી નથી. તેને ભોગનો વિકલ્પ આવે છે પરંતુ તે વિકલ્પમાં રસ નથી. તેને એ વિકલ્પ ઝેર જેવા ભાસે છે. તેથી તેને બંધન થતું નથી. અજ્ઞાનીને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #432
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૬ ]
| [ પ્રવચન રત્નાકર ભાગ-૭ રાગમાં મીઠાશ આવે છે; તેને રાગમાં રસ છે અને તે કારણે રાગનું ફળ, અત્યારે જેમ સંયોગી ભોગ મળ્યો છે તેમ, ભવિષ્યમાં મળશે. પણ જ્ઞાનીને તો કર્મની નિર્જરા થઈ ગઈ છે અને તેથી તેને ભોગ મળશે નહિ.
જુઓજ્ઞાનરૂપે વર્તે છે'_એમ કહ્યું છે ને? એટલે શું? કે જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન આત્મા છે, તેમાં જ એકત્ર કરીને સમ્યગ્દષ્ટિ વર્તે છે, એમાં જ એકપણું કરીને તે રહે છે. વળી તે રાગ વિના કર્મ કરે છે. એટલે કે તેને જે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ જે રાગના વિકલ્પ આવે છે તે વિકલ્પમાં એને રસ નથી, એ વિકલ્પમાં તે એકમેક નથી. અહા ! શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એકપણું પામેલા જ્ઞાનીને રાગની ક્રિયામાં રસ નથી; અને જે રાગ આવે છે તેમાં રસ નથી માટે બંધ નથી. અહીં આ અપેક્ષાએ વાત છે કે-રાગમાં રસ નથી માટે બંધન નથી. બાકી જેટલો રાગ થાય છે તેટલો બંધ થાય છે; પણ એને અહીં ગૌણ કરીને કહે છે કે-રાગમાં-ક્રિયામાં રસ નથી માટે બંધ નથી, પણ નિર્જરા થાય છે. આવો વીતરાગનો મારગ સમજવોય કઠણ છે! વીતરાગનો મારગ બહુ દુર્લભ ભાઈ !
અહા ! સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે જે આ આત્મા જોયો છે તે ચિત્માત્ર અતીન્દ્રિય વીતરાગી આનંદનો કંદ પ્રભુ છે. તેમાં રાગ નથી, પુણ્ય-પાપ નથી. જે રાગ છે, પુણ્યપાપના ભાવ છે તે આસ્રવ તત્ત્વ છે, ને ભગવાન આત્મા શુદ્ધ જ્ઞાયક તત્ત્વ છે. તથા આ શરીર, કર્મ આદિ છે તે અજીવ તત્ત્વ છે. આ રીતે એક જ્ઞાયકભાવસ્વરૂપ પ્રભુ આત્મા રાગથી-પુણ્યપાપથી ને શરીરાદિથી ભિન્ન છે. અહાહા..! આવું જેને સ્વરૂપના આશ્રયે ભેદજ્ઞાન પ્રગટ થયું છે તે ધર્માત્મા છે, સમકિતી છે. અહીં કહે છે-જેને સ્વરૂપનોજ્ઞાનાનંદસ્વભાવનો આશ્રય વર્તે છે તેને રાગમાં રસ નથી. જેમ એક મ્યાનમાં બે તલવાર રહે નહિ તેમ જેને ભગવાન આનંદના નાથનો પ્રેમ છે તેને રાગનો પ્રેમ નથી; અને જેને રાગનો પ્રેમ છે તેને આત્માનો પ્રેમ નથી. લ્યો, આવો મારગ ! તેથી કહે છે-જ્ઞાનીને કર્મફળની-ક્રિયાના ફળની ઇચ્છા છે નહિ તેથી તેને બંધન થતું નથી, નિર્જરા જ થાય છે.
[ પ્રવચન નં. ૨૯૪ થી ર૯૭ (ચાલુ) * દિનાંક ૧૬–૧-૭૭ થી ૨૦-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #433
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા ૨૨૪ થી ૨૨૭
पुरिसो जह को वि इहं वित्तिणिमित्तं तु सेवदे रायं। तो सो वि देदि राया विविहे भोगे सुहुप्पाए।। २२४ ।। एमेव जीवपुरिसो कम्मरयं सेवदे सुहणिमित्तं। तो सो वि देदि कम्मो विविहे भोगे सुहुप्पाए।। २२५।। जह पुण सो चिय पुरिसो वित्तिणिमित्तं ण सेवदे रायं। तो सो ण देदि राया विविहे भोगे सुहुप्पाए।। २२६ ।। एमेव सम्मदिट्ठी विसयत्थं सेवदे ण कम्मरयं । तो सो ण देदि कम्मो विविहे भोगे सुहुप्पाए।। २२७।।
पुरुषो यथा कोऽपीह वृत्तिनिमित्तं तु सेवते राजानम्। तत्सोऽपि ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान् ।। २२४ ।। एवमेव जीवपुरुषः कर्मरजः सेवते सुखनिमित्तम्। तत्तदपि ददाति कर्म विविधान् भोगान सुखोत्पादकान्।। २२५ ।।
હવે આ અર્થને દષ્ટાંતથી દઢ કરે છે:
જ્યમ જગતમાં કો પુરુષ વૃત્તિનિમિત્ત સેવે ભૂપને, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગ આપે પુરુષને; ૨૨૪. ત્યમ જીવપુરુષ પણ કર્મરજનું સુખઅરથ સેવન કરે, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગ આપે જીવને. ૨૨૫ વળી તે જ નર જ્યમ વૃત્તિ અર્થે ભૂપને સેવે નહીં, તો ભૂપ પણ સુખજનક વિધવિધ ભોગને આપે નહીં; ૨૨૬. સુદષ્ટિને ત્યમ વિષય અર્થે કર્મરજસેવન નથી, તો કર્મ પણ સુખજનક વિધવિધ ભોગને દેતાં નથી. ૨૨૭.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #434
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૧૮ ]
થન રત્નાકર ભાગ-૭ यथा पुन: स एव पुरुषो वृत्तिनिमित्तं न सेवते राजानम्। तत्सोऽपि न ददाति राजा विविधान् भोगान् सुखोत्पादकान्।। २२६ ।। एवमेव सम्यग्दृष्टि: विषयार्थ सेवते न कर्मरजः। तत्तन्न ददाति कर्म विविधान् भोगान् सुखोत्पादकान्।। २२७।।
ગાથાર્થઃ- [વથા ] જેમ [ રૂદ] આ જગતમાં [ 5: પિ પુરુષ: ] કોઈ પુરુષ [વૃત્તિનિમિત્ત તુ] આજીવિકા અર્થે [૨ નાન] રાજાને [ સેવ7] સેવે છે [ તદ્] તો [ સા રાના nિ] તે રાજા પણ તેને [ સુથ્વોત્પાવવાન] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિધાન ] અનેક પ્રકારના [ મો IIન] ભોગો [વાતિ] આપે છે, [gવમ્ વ ] તેવી જ રીતે [ નીવપુરુષ: ] જીવપુરુષ [ સુનિનિત્તમ] સુખ અર્થે [ રન:] કર્મરજને [ સેવત] સેવે છે [ત૬] તો [ તત્ ર્મ ] તે કર્મ પણ તેને [ જુવો–ાવાન્ ] સુખ ઉત્પન્ન કરનારા વિવિધાન ] અનેક પ્રકારના [ભો*IIન] ભોગો [૨વાતિ ] આપે છે.
| [ પુન:] વળી [ કથા] જેમ [ : gવ પુરુષ:] તે જ પુરુષ [વૃત્તિનિમિત્ત] આજીવિકા અર્થે [૨ની ] રાજાને [ન સેવત] નથી સેવતો [૬] તો [સ: ૨/ના.
3] તે રાજા પણ તેને [ સુવોત્પાવવાન] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિધાન] અનેક પ્રકારના [ભો II] ભોગો [ ન વવાતિ] નથી આપતો, [વમ્ વ ] તેવી જ રીતે [સચદfe: ] સમ્યગ્દષ્ટિ [ વિષયાર્થ] વિષય અર્થે [ વર્મરન: ] કર્મરજને [ન સેવત] નથી સેવતો [૬] તો (અર્થાત્ તેથી) [ તત્ વર્ષ ] તે કર્મ પણ તેને [ સુવોત્પાવવાન ] સુખ ઉત્પન્ન કરનારા [ વિવિધીન] અનેક પ્રકારના [ મો II] ભોગો [૨ વાતિ] નથી આપતું.
ટીકાઃ- જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે. વળી જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો, તેમ સમ્યગ્દષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો તો (અર્થાત્ તેથી) તે કર્મ તેને ફળ નથી આપતું. એમ તાત્પર્ય ( અર્થાત કહેવાનો આશય) છે.
ભાવાર્થ- અહીં એક આશય તો આ પ્રમાણે છે:- અજ્ઞાની વિષયસુખ અર્થ અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે તેથી તે કર્મ તેને (વર્તમાનમાં) રંજિત પરિણામ આપે છે. જ્ઞાની વિષયસુખ અર્થ અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી.
બીજો આશય આ પ્રમાણે છે:- અજ્ઞાની સુખ (-રાગાદિપરિણામ) ઉત્પન્ન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #435
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૪ થી રર૭ ]
[ ૪૧૯ (શાર્દૂનવિવ્રીહિત) त्यक्तं येन फलं स कर्म कुरुते नेति प्रतीमो वयं किंत्वस्यापि कुतोऽपि किञ्चिदपि तत्कर्मावशेनापतेत्। तस्मिन्नापतिते त्वकम्पपरमज्ञानस्वभावे स्थितो ज्ञानी किं कुरुतेऽथ किं न कुरुते कर्मेति जानाति कः।। १५३ ।।
કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિપરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું.
આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી.
હવે, “જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે ?” એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:- [ ન હતાં ત્યg : ” તે તિ વયં ન પ્રતીમ:] જેણે કર્મનું ફળ છોડ્યું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીતિ કરી શક્તા નથી. [ વિન્ત] પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે- [ મgિ hત: પિ વિચિત્ અપિ તત્વ વર્મ સવશેના લાપતેત] તેને (જ્ઞાનીને) પણ કોઈ કારણે કાંઈક એવું કર્મ અવશપણે (–તેના વશ વિના) આવી પડે છે. [તરમન સાપતિને તુ] તે આવી પડતાં પણ, [–પરમજ્ઞાનસ્વભાવે રિશ્વત: જ્ઞાની] જે અકંપ પરમજ્ઞાનસ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની [કર્મ] કર્મ [f 57 5થ વિરું તે] કરે છે કે નથી કરતો [તિ : નાનાતિ] તે કોણ જાણે?
ભાવાર્થ- જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી. માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે ? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી.
અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ સમજવા. તેમાં, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત સમ્યગ્દષ્ટિ અને આહારવિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે. અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્વળ છે. તે ઉજ્વળતાને તેઓ જ તત્વજ્ઞાનીઓ જ- ) જાણે છે, મિથ્યાષ્ટિઓ તે ઉજ્વળતાને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #436
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
(શાર્દૂલવિીડિત )
सम्यग्दृष्टय एव साहसमिदं कर्तु क्षमन्ते परं पतत्यमी भयचलत्त्रैलोक्यमुक्ताध्वनि ।
यद्वजेऽपि
सर्वामेव
निसर्गनिर्भयतया शङ्कां विहाय स्वयं जानन्तः स्वमवध्यबोधवपुषं बोधाच्च्यवन्ते न હિ।।૪।।
જાણતા નથી. મિથ્યાદષ્ટિ તો બહિરાત્મા છે, બહા૨થી જ ભલું બૂરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે ? ૧૫૩.
હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે
છેઃ
શ્લોકાર્થ:- [યત્ મય-વલત્—ઐલોય-મુત્તુ-અધ્વનિ વન્દ્રે પતતિ ગપિ] જેના ભયથી ચલાયમાન થતા-ખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં, [સમી] આ સમ્યગ્દષ્ટિ જીવો, [નિસર્ન—નિર્ભયતા] સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે, [સર્વમ્ વશાં વિદાય] સમસ્ત શંકા છોડીને, [ સ્વયં સ્વર્ અવધ્ય-વોધ-વપુત્રં નાનન્ત:] પોતે પોતાને (અર્થાત્ આત્માને ) જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય ( અર્થાત્ કોઈથી હણી શકાય નહિ એવું) છે એવો જાણતા થકા, [ વોષાત્ વ્યવત્તે ન હિ] જ્ઞાનથી ચ્યુત થતા નથી. [ફવં પરં સાહસક્ સભ્યદદય: વન્તુ ક્ષમત્તે] આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે.
ભાવાર્થ:- સમ્યગ્દષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે. જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઊઠે છે-ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાનશરીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી. તેને એમ શંકા નથી થતી કે આ વજ્રપાતથી મારો નાશ થઈ જશે; પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે. ૧૫૪.
* * *
સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭:
: મથાળું
હવે આ અર્થને દષ્ટાંતથી દઢ કરે છેઃ
* ગાથા ૨૨૪ થી ૨૨૭ઃ ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘જેમ કોઈ પુરુષ ફળ અર્થે રાજાને સેવે છે તો તે રાજા તેને ફળ આપે છે, તેમ જીવ ફળ અર્થે કર્મને સેવે છે તો તે કર્મ તેને ફળ આપે છે.’
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #437
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા રર૪ થી ૨૨૭ ]
[ ૪૨૧ શું કહે છે? કે જો કોઈ પુરુષ ફળની ઇચ્છાથી-જમીન, પૈસા, ધન-ધાન્ય આદિ મેળવવાની ભાવનાથી-રાજાની સેવા કરે છે તો તે રાજા તેને ફળ કહેતાં ધનાદિ સામગ્રી આપે છે. તેવી રીતે ફળને અર્થે જો કોઈ જીવ કર્મને સેવે છે અર્થાત્ ક્રિયા કરે છે તો તે કિયા તેને ફળ આપે છે. શું કહ્યું? કે કોઈ પુરુષ મને આવા ભોગો પ્રાપ્ત હો એવી વાંછા જો ક્રિયા કરે છે તો તેને તે ક્રિયાના ફળમાં બંધ થઈને ભોગો –સંયોગો પ્રાપ્ત થાય છે.
હવે કહે છે-“વળી જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો, તેમ સમ્યગ્દષ્ટિ ફળ અર્થે કર્મને નથી સેવતો તો (અર્થાત્ તેથી) તે કર્મ તેને ફળ નથી આપતું-એમ તાત્પર્ય છે.'
શું કહે છે? કે જેમ તે જ પુરુષ ફળ અર્થે રાજાને નથી સેવતો તો તે રાજા તેને ફળ નથી આપતો. આ દષ્ટાંત થયું. તેવી રીતે સમ્યગ્દષ્ટિ કે જેની દષ્ટિ સ્વસમ્મુખ થયેલી છે ને જે શુદ્ધ આનંદરસનો રસિયો છે તે ફળ અર્થે કર્મને સેવતો નથી અર્થાત ક્રિયા કરતો નથી તો તે ક્રિયા તેને ફળ આપતી નથી. ઝીણી વાત ભાઈ ! જ્ઞાનીને જે ક્રિયા હોય છે તે ફળની વાંછારહિતપણે હોય છે અને તેથી તે ક્રિયા ભવિષ્યમાં ભોગમાં એકપણાના રંજિત પરિણામ થાય તેવું ફળ દેતી નથી. અહાહા..! ક્રિયામાં રાગનો રંગ ચઢી જાય એવું જ્ઞાનીને હોતું નથી. જેને આત્માના આનંદનો રંગ (અમલ) ચઢયો છે તેને વર્તમાન ક્રિયામાં રાગનો રંગ નથી; અને તો તેના ફળમાં તેને રંજિત પરિણામ થતા નથી. રાગનો રસ નથી હોતો ને? રાગમાં એકત્વ નથી તેથી જ્ઞાનીને રાગનું ફળ જે બંધ તે થતો નથી.
સમ્યગ્દષ્ટિ ફળને માટે કર્મની સેવા નથી કરતો. રાગની ક્રિયા વડે મને કોઈ સાનુકૂળ ભોગાદિ ફળ મળે અને તે હું ભોગવું એવા રંજિત પરિણામની જ્ઞાનીને ઇચ્છા હોતી નથી. અહા ! “ભરતજી ઘરમેં વૈરાગી”—એમ આવે છે ને? ૯૬ હજાર સ્ત્રીઓ, ૯૬ કરોડ પાયદળ અને ૯૬ કરોડ ગામ હોવા છતાં એ સર્વ પરચીજમાં એમને રસ નથી; પોતાનો રસ તો શુદ્ધ ચૈતન્યસત્તામાં જ છે. ઘરમાં વૈરાગી ' લ્યો, ગજબ વાત છે ને ! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ છે. સત્ નામ શાશ્વત, ચિઆનંદ નામ જ્ઞાન ને આનંદનો ખજાનો પ્રભુ આત્મા છે. આવા ભગવાન આત્માનો જેને રસ આવ્યો છે તેને ચક્રવર્તીપદ કે ઇન્દ્રપદમાં રસ આવતો નથી. આવો મારગ છે!
* ગાથા ૨૨૪ થી ૨૨૭: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “અહીં એક આશય તો આ પ્રમાણે છે:– અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવે છે તેથી તે કર્મ તેને (વર્તમાનમાં) રંજિત પરિણામ આપે છે.”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #438
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ શું કહે છે? કે અજ્ઞાની વિષયસુખ અર્થે અર્થાત્ રાગને ભોગવવાના હેતુએ ઉદયાગત કર્મને એટલે કર્મનો જે ઉદય આવ્યો છે તેને સેવે છે તેથી તે કર્મ તેને રંજિત પરિણામ અર્થાત્ રાગથી રંગાયેલા પરિણામ આપે છે. હવે કહે છે
“જ્ઞાની વિષયસુખ અર્થ અર્થાત્ રંજિત પરિણામ અર્થે ઉદયાગત કર્મને સેવતો નથી તેથી તે કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી.'
અહાહા..! જ્ઞાની એટલે કે જ્ઞાન ને આનંદરસનો રસિક એવો ધર્મી જીવ વિષયસુખ અર્થે અર્થાત્ રંજિત પરિણામ અર્થે એટલે કે રાગના રસના પરિણામને માટે ઉદયાગત કર્મને સેવતો નથી. તેથી તે કર્મ તેને રંજિત પરિણામ અર્થાત્ રાગના રસવાળું પરિણામ આપતું નથી. અહા ! જ્ઞાનીને ભગવાન આત્મા આનંદરૂપ લાગ્યો છે ને રાગ દુ:ખરૂપ લાગ્યો છે. તેથી રાગમાં તેને રસ કેમ આવે? અહા! જ્ઞાનીને રાગના રસથી ભરેલા પરિણામ હોતા નથી. આવી બહુ ઝીણી વાત ભાઈ ! જૈનદર્શનમાં જ અને તે દિગંબર જૈનમાં જ આ અધિકાર છે, બાકી બીજે આવી વાત છે જ નહિ. અહો ! દિગંબર મુનિવરોએ જંગલમાં બેઠા બેઠા જગતને ન્યાલ કરી દીધું છે!
કહે છે જેને સમ્યગ્દર્શન થયું છે, ચિદાનંદઘન પ્રભુ આત્મામાં સુખબુદ્ધિ થઈ છે તેને રાગમાં રસ ઉડી ગયો છે, રાગમાં સુખબુદ્ધિ ઉડી ગઈ છે. અહા ! જ્ઞાનીને રાગમાં ને ભોગમાં સુખબુદ્ધિ ઉડી ગઈ છે તે કારણે રંજિત પરિણામમાં તે લીન થઈ જાય તેવા પરિણામ તેને હોતા નથી. તેથી ભવિષ્યમાં જે કર્મોદય પ્રાસ ભોગસામગ્રી આવે તેમાં રંજિત પરિણામ તેને થતા નથી. અહા ! આત્માના નિરાકુળ આનંદના જ્યાં રંગ ચડ્યા ત્યાં રંજિત પરિણામ હોતા નથી એમ કહે છે. મારગ બાપા! આવો અલૌકિક છે. જ્ઞાની રંજિત પરિણામ અર્થે કર્મને સેવતો નથી તો કર્મ તેને રંજિત પરિણામ ઉત્પન્ન કરતું નથી.
બીજો આશય આ પ્રમાણે છે:- અજ્ઞાની સુખ (–રાગાદિ પરિણામ) ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષાથી વ્રત, તપ વગેરે શુભ કર્મ કરે છે તેથી તે કર્મ તેને રાગાદિપરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે.”
શું કહે છે આ? કે અજ્ઞાની કર્મ એટલે વ્રત, તપ આદિ ક્રિયા તેમાં એકરસ થઈને કરે છે. શા માટે રાગાદિ પરિણામોને ઉત્પન્ન કરનારા આગામી ભોગોની અભિલાષા છે તેથી; ભવિષ્યમાં પણ રાગ થાય એવા ભોગની વાંછા છે તેથી વ્રત, તપ આદિ શુભકર્મ તે કરે છે, અજ્ઞાનીને વર્તમાન ભોગમાં પણ અભિલાષા-મીઠાશ છે અને તેનું ફળ જે આવે તેમાં પણ તેને મીઠાશ છે. જ્યારે જ્ઞાનીને વર્તમાન ભોગમાં મીઠાશ નથી અને ભવિષ્ય જે ભોગસામગ્રી મળે તેની પણ મીઠાશ નથી. આવી ધર્મકથા છે અહા ! જેણે અંદર આત્મામાં રમતું માંડી છે, ભગવાન આતમરામ નિજસ્વરૂપમાં જ્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #439
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ]
[ ૪૨૩ રમે છે ત્યાં તેને રાગની રમતુ છૂટી જાય છે. અને અજ્ઞાની જે રાગની રમતમાં રહ્યો છે તેને આત્માની રમતુ છૂટી ગઈ છે.
અહા! છે? અંદર છે? કે “જ્ઞાનીની બાબતમાં આથી વિપરીત સમજવું. અર્થાત્ જ્ઞાનીને જે વર્તમાન વ્રતાદિના પરિણામ છે એમાં રસ નથી, એકત્વ નથી. વળી તે વ્રતાદિના ફળમાં જે સંયોગ મળે તેમાં પણ તેને રસ નથી. હવે આવી ખબરેય ન મળે ને ધર્મ થઈ જાય એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ ! આત્મા શું? આત્માનુભૂતિ શું? સમ્યગ્દર્શન શું? ઇત્યાદિ યથાર્થ સમજણ વિના ધર્મ કયાંથી આવ્યો ? સમ્યગ્દર્શન-જ્ઞાન વિના ચારિત્ર કયાંથી આવ્યું ? બાપુ! વિના સમ્યગ્દર્શન જ્ઞાન ને ચારિત્ર વૃથા છે, નિઃસાર છે. છઠ્ઠાલામાં કહ્યું છે ને કે
‘સકલ ધરમકો મૂલ યહી, ઈસ બિન કરની દુઃખકારી.” અહીંયા શું કહ્યું? કે અજ્ઞાની રાગાદિ પરિણામ ઉત્પન્ન કરવાવાળા આગામી ભોગોની વાંછાથી વ્રત, તપ આદિ શુભક્રિયા કરે છે અને તેથી તે ક્રિયા રંજિત પરિણામ ઉત્પન્ન કરનારા આગામી ભોગો આપે છે. જ્યારે જ્ઞાનીને-શુદ્ધદષ્ટિવંત પુરુષને-વર્તમાનમાં રાગાદિ ઉત્પન્ન કરે તેવો ભાવ છે નહિ; વર્તમાનમાં જે વ્રત, તપ આદિ શુભકર્મ છે તેમાં તેને રસ છે નહિ, એ તો તેને જ્ઞાતા-દટાના ભાવે માત્ર જાણે છે. અજ્ઞાની વ્રતાદિ કરે છે ત્યાં તેને વ્રતાદિના શુભરાગની વાંછા છે. જ્ઞાનીને રાગની વાંછા નથી. આવો ક્રિયાસંબંધી બેમાં ફેર છે.
“આ રીતે અજ્ઞાની ફળની વાંછાથી કર્મ કરે છે તેથી તે ફળને પામે છે અને જ્ઞાની ફળની વાંછા વિના કર્મ કરે છે તેથી તે ફળને પામતો નથી.”
આ સરવાળો કહ્યો. અજ્ઞાની જે વ્રત, તપ, આદિ ક્રિયા કરે છે તે ફળની વાંછા સહિત રાગરસ વડે ક્રિયામાં એકાકાર થઈને કરે છે તેથી તે ફળને પામે છે અર્થાત રંજિત પરિણામને ને બંધને પામે છે. જ્યારે જ્ઞાનીને જે વ્રત, તપ આદિ ક્રિયા હોય છે તે રાગરસથી રહિત હોય છે અને તેથી તેને જે રાગ આવે છે તે ખરી જાય છે, પણ ફળ દેતો નથી, રંજિત પરિણામ ઉત્પન્ન કરતો નથી. આવી વાત છે.
હવે, “જેને ફળની વાંછા નથી તે કર્મ શા માટે કરે?” એવી આશંકા દૂર કરવાને કાવ્ય કહે છે:
* કળશ ૧૫૩: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * યેન નં ત્ય$ સ કુરુતે તિ વયં પ્રતીમ:' જેણે કર્મનું ફળ છોડ્યું છે તે કર્મ કરે એમ તો અમે પ્રતીત કરી શકતા નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #440
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જુઓ, હું એક શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એમ જેને અંતરમાં પ્રતીતિ ને ભાન થયાં છે તેને રાગમાં રસ નથી અર્થાત તેણે રાગનું ફળ છોડી દીધું છે. હવે જેણે રાગનું ફળ છોડી દીધું છે તે જ્ઞાની રાગની ક્રિયા કરે છે એમ, આચાર્યદેવ કહે છે, અમે પ્રતીત કરી શકતા નથી. અહા ! જે જ્ઞાતા થયો છે તે રાગનો કર્તા છે એમ અમે માનતા નથી એમ કહે છે.
હા, પણ તે અજ્ઞાનીને કેમ ખબર પડે? (કે જ્ઞાની રાગનો કર્તા નથી).
અરે ભાઈ ! અજ્ઞાનીને ખબર ન પડે તો તેનું શું કામ છે? ખુદ આચાર્ય (પરમેષ્ઠી ભગવાન) તો કહે છે કે નિજ આનંદરસનો રસિયો જ્ઞાની કે જેને રાગનો રસ છૂટી ગયો છે તે રાગની ક્રિયા તેમાં એકાકાર થઈને કરે છે એમ અમે પ્રતીત કરી શકતા નથી. અહા ! બહુ સરસ અધિકાર છે.
ભાઈ ! દિગંબર આચાર્ય અમૃતચંદ્રનો આ કળશ છે. ભગવાન કુંદકુંદાચાર્યની ગાથા પર આ અમૃતચંદ્રાચાર્યનો ટીકા-કળશ છે. અહા! તે વીતરાગી મુનિવરો પ્રચુર આનંદના અનુભવનારા શુદ્ધોપયોગી સંત હતા, જાણે ચાલતા સિદ્ધ ! અહાહા...! મુનિ તો શુદ્ધોપયોગી હોય છે. છ૭ઢાળામાં આવે છે ને કે
દ્વિવિધ સંગ બિન શુદ્ધ ઉપયોગી મુનિ ઉત્તમ નિજ ધ્યાની” હવે અજ્ઞાનીને તો મુનિપણું શું ને સમ્યગ્દર્શન શું એનીય ખબર નથી તો તેને આવી ખબર ન પડે તો તેથી શું છે? મુનિવરો તો આ કહે છે કે જેની પરિણતિ નિર્મળ આનંદરસમાં-એક ચૈતન્યરસમાં લીન છે તેને રાગનો રસ ઊડી ગયો છે અને તેથી તે ક્રિયા (રાગ ) કરે છે એમ અમે પ્રતીત કરી શકતા નથી.
પ્રશ્ન:- તો બીજાને (-જ્ઞાનીને) એવો ખ્યાલ આવી જાય એમ ને?
ઉત્તર:- હા, બધો ખ્યાલ આવી જાય; પ્રરૂપણા ને આચરણ દ્વારા ન્યાયમાં બધો ખ્યાલ આવી જાય; ન જણાય એ વાત અહીં નથી. ઝીણી વાત છે પ્રભુ ! કહે છે-“વેર નં ત્ય$' અહાહા..! જેણે ક્રિયાનું ફળ છોડી દીધું છે અર્થાત્ જેને વર્તમાન ક્રિયામાં રસ નથી અને આગામી ફળની વાંછા નથી તે ક્રિયા કરે છે એમ ‘વયે જ પ્રતીમ:' અમે પ્રતીતિ કરી શકતા નથી. જ્ઞાનીને જે વ્રત, તપ, ભક્તિ આદિ ક્રિયા હોય છે તે ક્રિયાને તે કરે છે એમ અમે માનતા નથી એમ કહે છે. કેમ માનતા નથી ? કારણ કે તેને ક્રિયામાં-રાગમાં રસ નથી અને તેણે ક્રિયાનું ફળ છોડી દીધું છે. અહાહા..! શુદ્ધ આત્માના આનંદના રસમાં એકાગ્રપણે લીન એવા જ્ઞાનીએ રાગનું ફળ છોડી દીધું છે. ગજબ વાત છે ભાઈ ! વળી જે રાગરસમાં લીન છે, જે વ્રત, તપ, ભક્તિ આદિ રાગના રસમાં ચઢી ગયો છે અર્થાત જેને રાગનો રંગ ચડી ગયો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #441
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ]
[ ૪૨૫ છે તેને આત્માનો રસ છે, ધર્મચારિત્ર છે એમ અમે માનતા નથી. આવો વીતરાગનો મારગ ભારે સૂક્ષ્મ ભાઈ !
પ્રશ્ન- જ્ઞાની રાગ કરે છે એમ આપ પ્રતીતિ કરતા નથી તો આપ શું પ્રતીતિ કરો છો?
ઉત્તર- બસ, આ-કે તે જ્ઞાતા-દષ્ટા છે. અહાહા...! તેને જે વ્રત, તપ આદિ ક્રિયા હોય છે તેનો તે જ્ઞાતા-દષ્ટા છે; નિજાનંદરસલીન એવો જ્ઞાની ક્રિયાનો કર્તા નથી, જ્ઞાતા છે. ઝીણી વાત છે બાપા! વીતરાગ પરમેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે. એકદમ બે ફડચા કરી નાખ્યા છે. શું? કે જે આનંદધામ-ચૈતન્યધામ પ્રભુ આત્માના આનંદરસમાં લીન છે તેને રાગમાં રસ નથી, ક્રિયામાં રસ નથી અને તેથી તે જ્ઞાતાદ્રષ્ટા છે; અને જે રાગના રસમાં લીન છે તે ક્રિયાનો (વ્રત, તપ આદિ રાગનો) કરનારો કર્યા છે, તેને જ્ઞાતાનું પરિણમન નથી, ધર્મ નથી. રાગનો રસ છે તેને ધર્મ છે જ નહિ.
પ્રશ્ન- જ્ઞાનીને આ દ્રવ્યલિંગી છે એમ ઓળખાણ થઈ જાય?
ઉત્તર- હા, થોડો પરિચય કરે એટલે ખ્યાલમાં આવી જાય. મોક્ષમાર્ગ પ્રકાશકમાં આવે છે કે જ્ઞાનીને ખ્યાલમાં આવી જાય કે આ દ્રવ્યલિંગી છે. પણ જો બહારમાં ૨૮ મૂલગુણ આદિ આચરણ સાચું–બરાબર (આગમાનુસાર) હોય તો જાહેર ન કરે.
જાહેર કેમ ન કરે?
વ્યવહારમાં બહારથી બરાબર છે ને? તો જાહેર ન કરે કેમકે એમ કરવાથી સંઘમાં વિરોધ થાય. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં ( આઠમા અધિકારમાં) આવે છે કેજ્ઞાનીને ખ્યાલમાં આવી જાય કે અંદરમાં આને નિશ્ચય ધર્મ નથી તથાપિ બહારમાં આચરણ બરાબર આગમાનુસાર હોય તો તે બહાર ન પાડે. વળી ત્યાં બીજી એ વાત પણ કરી છે કે ધર્મીને ખબર પડે કે આને નિશ્ચય ધર્મ છે નહિ તોપણ બાહ્ય આચરણ, પ્રરૂપણા આદિ યથાર્થ છે તો તે તેનો વંદનાદિ વિનય કરે છે. વ્યવહાર સાચો હોવો જોઈએ. બરાબર નિર્દોષ આહાર લેતો હોય, પોતાના માટે કરેલો આહાર કદી ન લેતો હોય ઈત્યાદિ બાહ્ય વ્યવહાર આગમ પ્રમાણે ચોખ્ખો હોય તો સમકિતી તેને આચરણમાં બહારથી વડેરા છે એમ જાણી વંદન કરે છે. પણ જો બાહ્ય આચરણ બરાબર ન હોય તો સમકિતી તેને વંદનાદિ વિનય ન કરે. ત્યાં મોક્ષમાર્ગ પ્રકાશકમાં (છઠ્ઠા અધિકારમાં) દષ્ટાંત આપ્યું છે કે-ચોમાસામાં કોઈ ચારણ ઋદ્ધિધારી મુનિવર નગરમાં આવ્યા તો શ્રાવકોને શંકા થઈ કે આટલામાં કોઈ મુનિ તો હતા નહિ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #442
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ કયાંથી આવ્યા ? તેથી તેમણે આહાર ન આપ્યો. (જોકે મુનિરાજ તો ઋદ્ધિને કા૨ણે અદ્ધર રહીને આવ્યા હતા ). લ્યો, આવું! તો પ્રત્યક્ષ ભ્રષ્ટ શિથિલાચારી હોય તેને સમતિી વંદન આદિ ન કરે એવો મારગ છે. મારગ બહુ આકરો બાપા!
અહા ! ધર્મીએ રાગ ને રાગનું ફળ છોડી દીધું છે જ્યારે અજ્ઞાની રાગ ને રાગના ફળની વાંછા કરે છે. આમ બે વચ્ચે મોટો ફેર છે.
હવે કહે છે-‘બિન્દુ’ પરંતુ ત્યાં એટલું વિશેષ છે કે-‘અસ્ય અપિ ત: અવિ વિવિત્ અપિ તત્ ર્મ અવશેન આપતેત્' તેને (જ્ઞાનીને) પણ કોઈ કા૨ણે કાંઈક એવું કર્મ અવશપણે (તેના વશ વિના) આવી પડે છે. અર્થાત્ (પુરુષાર્થની ) નબળાઈ ( કમજોરી )ને કા૨ણે રાગ અવશે-પોતાના વશ વિના-આવી પડે છે. અહીં ‘અવશ ’નો અર્થ એમ છે કે જ્ઞાનીને રાગની રુચિ નથી તોપણ રાગ આવી પડે છે. હવે કહે છે
‘તસ્મિન્ આપતિતે તું’ તે આવી પડતાં પણ, ‘અમ્પ-પરમ-જ્ઞાનસ્વમાવે સ્થિત: જ્ઞાની' અકંપ ૫૨મ જ્ઞાનસ્વભાવમાં સ્થિત જ્ઞાની..., જોયું? રાગ આવ્યો છે તોપણ જ્ઞાની પોતે તો જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે, રાગમાં સ્થિત નથી કેમકે રાગ તો તેને ઝેર સમાન ભાસે છે. રાગ તો આવી પડેલો છે, એમાં કયાં એને ૨સ છે. અહા! જ્ઞાની તો પરમ જ્ઞાનાનંદસ્વરૂપમાં જ સ્થિત છે.
અહાહા...! આત્મા ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય પ્રભુ પ૨મ એક જ્ઞાનાનંદસ્વભાવી વસ્તુ છે; તે દ્રવ્ય છે અને તેમાં સ્થિત થવું તે પર્યાય છે. કોઈને વળી થાય કે આ તે વળી અમારે જાણવાનું ? અરે ભાઈ! વીતરાગનો મારગ જ આ છે. આ સિવાય વ્રતાદિ રાગની ક્રિયામાં જે તને રસ છે એ તો અજ્ઞાન છે, મિથ્યાદશા છે. સમજાણું કાંઈ... ?
અહીં શું કહે છે આ? કે જે અકંપ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત છે એવો જ્ઞાની ‘નર્મ’ કર્મ ‘હિં તે અથ ભુિં ન તે' કરે છે કે નથી કરતો ‘કૃતિ ”: ખાનાતિ’ તે કોણ જાણે ?
અહા ! જ્ઞાની કર્મ નામ ક્રિયા-રાગ કરે છે કે નથી કરતો તેની અજ્ઞાનીને શું ખબર પડે ? અહા ! જેને રાગની કર્તાબુદ્ઘિ ઉડી ગઈ છે, ભોક્તાબુદ્ઘિ ઉડી ગઈ છે અને સ્વામિત્વ પણ ઉડી ગયું છે તે કર્મ કરે છે કે નહિ તે અજ્ઞાની શું જાણે ?
તો કોણ જાણે છે?
જ્ઞાની જાણે છે કે તે રાગનો-ક્રિયાનો કર્તા છે જ નહિ, માત્ર જ્ઞાતા છે.
પ્રશ્ન:- આ પોતે પોતાની વાત કરે છે ને ?
ઉત્ત૨:- ના, સૌની (બધા જ્ઞાનીની ) વાત કરે છે. બીજા (જ્ઞાની) રાગ કરે છે કે નહિ તે કોણ જાણે ? અર્થાત્ અજ્ઞાનીને એની ખબર ન પડે પણ અમે જાણીએ છીએ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #443
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ]
૪૨૭ કે તે રાગ કરતો નથી. “કોણ જાણે?'—એનો અર્થ એમ નથી કે જ્ઞાની જાણતો નથી પણ જ્ઞાની રાગ કરે છે કે નહિ તે તને-અજ્ઞાનીને શી ખબર પડે?-એમ કહેવું છે. અહા ! જે જ્ઞાતા છે તે કર્તા છે જ નહિ એમ અમે જાણીએ છીએ. સમયસાર નાટકમાં છે ને કે
કરે કરમ સોઈ કરતારા,
જો જાનૈ સો જાનનારા; જો કરતા, નહિ જાનૈ સોઈ,
જાનૈ સો કરતા નહિ હોઈ.” આવો મારગ બાપા! આચાર્ય કહે છે-જેને રાગમાંથી રસ ઉડી ગયો છે અને અતીન્દ્રિય આનંદનું ધામ પ્રભુ આત્માનો રસ જાગ્યો છે તે ક્રિયા કરે છે કે નથી કરતો તેની તને ( –અજ્ઞાનીને) શું ખબર પડે? અમે જાણીએ છીએ કે તે કર્તા નથી, જ્ઞાતા છે. અજ્ઞાની તો જ્ઞાની ક્રિયા કરે છે એમ માને છે કેમકે તેને તો સંયોગદષ્ટિ છે ને? સંયોગથી જુએ છે તો કરે છે એમ માને છે.
તો આમાં સમજવું શું?
શું સમજવું શું? કહ્યું ને કે-જ્ઞાની રાગ કરતો જ નથી. તેને રાગ થાય છે છતાં પણ તેનો તે કર્તા નથી જ્ઞાતા છે કેમકે તેણે તો રાગ ને રાગનું ફળ છોડી દીધાં છે.
પ્રશ્ન- હા, પણ આ જ્ઞાની છે એમ બીજાને શું ખબર પડે?
સમાધાન - એ તો ન્યાય જુએ, એની દૃષ્ટિ (અભિપ્રાય) જાએ, એની પ્રરૂપણાઉપદેશ આદિ જુએ એટલે ખબર પડી જાય.
પણ તે કેમ દેખાય?
દેખાય, દેખાય, બધું દેખાય. પૂર્ણાનંદનો નાથ પ્રભુ પોતે સ્વપરપ્રકાશક સદા જાણનાર સ્વભાવે છે; તેને ન જણાય એ વાત કેવી?
હા, પણ એ તો સિદ્ધાંત કહ્યો?
અરે ભાઈ ! જો એ સિદ્ધાંત છે તો તેનું ફળ આ છે કે તે જાણી શકે. આત્મા જાણે; તે અને જાણે ને પરને પણ જાણે એવો તેનો સ્વપરપ્રકાશક સ્વભાવ છે. તેથી તે બરાબર જાણે, ન જાણે એ વાત નથી, જાણે જ.
જુઓ, શાસ્ત્રમાં દાખલો આવે છે:- કે રાજકુમાર શ્રેયાંસકુમારને સ્વપ્ન આવ્યું કે કલ્પવૃક્ષ સુકાય છે. ત્યારે નિમિત્તજ્ઞાનીને પૂછયું કે આ શું? તો કહે કે-મુનિ ભગવાન (છદ્મસ્થ દશામાં) આહાર લેવા આવશે, તેમને બાર મહિનાના ઉપવાસ થયા છે.” જુઓ, ભગવાન ઋષભદેવને બાર મહિનાથી આહાર નહોતો મળ્યો.
બન્યું એવું કે ભગવાન આહાર માટે પધાર્યા. આ રાજકુમાર શ્રેયાંસકુમાર તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #444
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૨૮ ]
ચન રત્નાકર ભાગ-૭ ચરમશરીરી હતા, છેલ્લો દેહ હતો, પણ તેમને ખબર નહિ કે આહાર કઈ વિધિથી આપવો. પણ આમ ભગવાનની સામે નજર પડતાં જ જાતિસ્મરણશાન થઈ ગયું કે આઠમા ભવે અમે બન્નેએ-પતિ-પત્નીએ-મુનિને આહાર આપ્યો હતો. તરત જ વિધિ ખ્યાલમાં આવી ગઈ. ઓહો ! ભગવાન ! તારી શક્તિનો અપાર મહિમા છે. કેવળજ્ઞાન એક સમયમાં લે એવી એની શક્તિ છે. ત્યાં આ ન જણાય એ વાત કયાં રહી? ભાઈ ! આ સાધારણ વાત નથી. જુઓને! આઠમા ભવ પછી કેટલાં શરીર પલટાઈ ગયાં? અને આત્મા તો અરૂપી છે કે નહિ? છતાં તે વખતે અમે-પતિ-પત્નીએ-મુનિને આહાર આપ્યો હતો તે અને તેની વિધિ યાદ આવી ગયાં, ને તિષ્ઠ, તિષ્ઠ, તિષ્ઠ એમ બોલ્યા. હવે તેઓ તો જુગલિયામાંથી આવ્યા હતા અને આહાર કેમ દેવો એની ખબરેય તેમને કે દિ' હતી. છતાં યાદ આવી ગયું.
જાતિસ્મરણ એ મતિજ્ઞાનનો ભેદ છે. શ્રુતજ્ઞાનની તો વિશેષતા શું કહેવી ? આ તો મતિજ્ઞાન કે જેની ધારણામાંથી જાતિસ્મરણ થાય છે તેની પણ આ તાકાત ! ભાઈ ! પોતે આત્મા જ્ઞાનસ્વરૂપી જ છે. તેને ફલાણું ન જાણી શકાય એમ ન કહેવું. તે તો બધું જાણી શકે, જાણી શકે, જાણી શકે. જુઓને ! રાજકુમાર શ્રેયાંસકુમાર જેમને સુંદરસોનાના ઢીમ જેવું શરીર હતું તે આમ કેડ બાંધીને ઊભા હતા અને બોલ્યા-ભગવાન ! તિષ્ઠ, તિષ્ઠ, તિષ્ઠ; કેમકે ભગવાનને જોઈને વિધિ યાદ આવી ગઈ. આત્મા અરૂપી તો દેખાય નહિ છતાં અંદરમાં જાતિસ્મરણ થયું ને બરાબર દેખ્યું કે આ જ આત્મા (ભગવાનનો આભા) આઠમા ભવે આ આત્માના પતિ તરીકે હતો અને હું તેમની પત્ની તરીકે હતો. અહા ! આ મનુષ્યદેહમાં રહેલા આત્માની-જ્ઞાનની તાકાત બાપુ ! કેવળજ્ઞાન લેવાની છે; અને તે કેવળજ્ઞાન એક સમયમાં ત્રણકાળના અનંતા કેવળીઓને જાણે એવી તા
પણ એ તો પૂર્ણ જાણે ત્યારે ને?
સમાધાન - ભાઈ એ જાણવાની તાકાત જ છે. જ્યારે જાણે ત્યારે જાણવાની તાકાત છે જ. અહા ! તો પછી એ ન જાણે એમ કેમ હોય ? ન જાણે એ તો નબળાઈ છે પણ એ વાત અહીં નથી. અહીં તો એનામાં જાણવાની તાકાત છે તો જાણે એમ વાત છે.
અહીં કહે છે–અકંપ પરમ જ્ઞાનસ્વભાવમાં સ્થિત એવો જ્ઞાની રાગની ક્રિયા કરે છે કે નથી કરતો તે કોણ જાણે? અર્થાત્ તે અજ્ઞાનીને શી ખબર પડે ? જ્ઞાની તો બરાબર જાણે છે કે તે રાગનો કર્તા નથી, જ્ઞાતા જ છે.
જુઓ, ભાષા શું કરી છે? કે “અકંપ પરમ જ્ઞાનસ્વભાવ.' અહાહા...! જે સ્વભાવ છે તેની મર્યાદા શી ? પરિમિતતા શી? હુદ શી ? અહાહા..! પરમ જ્ઞાનસ્વભાવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #445
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ]
[ ૪૨૯ છે તેની હુદ શી? અંદર ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સ્વપરપ્રકાશક સામર્થ્યસહિત અપરિમિત સ્વભાવવાળી વસ્તુ છે. અહાહા...! પોતાના સ્વભાવનું સામર્થ્ય જ એવું છે કે તે સ્વ-પરને સંપૂર્ણ જાણે. વળી તે પર છે માટે પર જાણે એમેય નહિ, પોતાના સામર્થ્યથી જ તે સર્વને જાણે છે.
પ્રશ્ન:- પરમ જ્ઞાનમાં સ્થિત છે એવા ધર્મીને રાગ તો છે? દેખાય તો છે કે તે રાગ કરે છે?
સમાધાન - ભાઈ ! તે કરે છે કે નથી કરતો અર્થાત તે જાણનાર જ છે તેની તને (–અજ્ઞાનીને) શી ખબર પડે ? જ્ઞાનીને ક્રિયા છે છતાં તે એનો કર્તા નથી–એમ અમે જાણીએ છીએ, કેમકે આત્મા બધું જાણે છે. શું ન જાણે ભગવાન?
પ્રશ્ન- શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે “મારે એક ભવે મોક્ષ જવું છે, ” તો આવું પંચમ આરાના ગૃહસ્થાશ્રમી શું જાણી શકે ?
સમાધાનઃ- ન જાણી શકે એ પ્રશ્ન જ નથી. અહીં તો ભગવાન આત્મા બધું જાણે એમ વાત છે. મતિજ્ઞાન વડે ઉપયોગ લાગુ પડી ગયો તો એટલું બધું જાણે કે કેવળજ્ઞાન કયારે થશે એ પણ જાણી લે છે. માટે શ્રીમદે કહ્યું છે તે બરાબર છે. આવી વાત છે; લ્યો, ડંકા ઘડિયાળમાં પડે છે. (એમ કે ઘડિયાળ પણ વાતની સાક્ષી પૂરે છે).
* કળશ ૧૫૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનીને પરવશે કર્મ આવી પડે છે તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી.'
અહાહા...! શુદ્ધ જ્ઞાન ને આનંદસ્વરૂપ પ્રભુ આત્માનું જેને અંતરમુખાકાર અનુભવન અને વેદન થયું છે તે જ્ઞાની છે. અહીં કહે છે–આવા જ્ઞાનીને પરવશે અર્થાત્ પુરુષાર્થની કમજોરીના કારણે કર્મ આવી પડે છે. શું કહ્યું? જ્ઞાનીને કર્મની ઇચ્છા નથી, રુચિ નથી. તથાપિ નબળાઈને કારણે તેને કર્મ કહેતાં રાગની ક્રિયા થઈ આવે છે; દયા, દાન, વ્રત આદિ રાગની ક્રિયા થઈ જાય છે. અહાહા....! તોપણ જ્ઞાની જ્ઞાનથી ચલાયમાન થતો નથી; પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપથી તે ભ્રષ્ટ થતો નથી. બહુ ઝીણી વાત ભગવાન !
આ નિર્જરા અધિકાર છે ને? તો કહે છે-“આ જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા તે હું”—એમ જેને અંતરમાં દઢ શ્રદ્ધાન થયું તેને કોઈ રાગાદિની ક્રિયા થઈ જાય તો પણ તે પોતાના સ્વરૂપથી ચલાયમાન થતો નથી. એટલે શું? કે તે પોતાના જ્ઞાનના અનુભવથી ટ્યુત થઈને રાગમાં એકરૂપ થતો નથી, રાગથી એકતા પામતો નથી. જ્ઞાનથી એકતા થઈ છે તે હવે રાગથી એકતા કરતો નથી. એને નિર્જરા થાય છે, જે રાગ આવે તે નિર્જરી જાય છે. સમજાણું કાંઈ...?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #446
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
શું કહે છે? ભગવાન આત્મા સદા જ્ઞાતા-દષ્ટાસ્વભાવી એક અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ છે. અહાહા...! એકલા જ્ઞાનનું-આનંદનું-સુખનું-અમૃતનું દળ પ્રભુ આત્મા છે. આવા અતીન્દ્રિય આનંદના-સુખના દળનું જેને આસ્વાદન-વેદન થયું છે તેને કદાચિત્ કોઈ રાગ આવી જાય છે તોપણ તે જ્ઞાનથી ચલાયમાન થતો નથી. એટલે શું? કે તે જ્ઞાનની એકાગ્રતા છોડીને રાગમાં એકાગ્ર થતો નથી, રાગમાં એકત્વ કરતો નથી. આવો વીતરાગનો મારગ! શું ? કે જ્ઞાની જ્ઞાનમય પરિણમનને છોડીને રાગમય થઈ જતો નથી. હવે કહે છે
'
માટે જ્ઞાનથી અચલાયમાન તે જ્ઞાની કર્મ કરે છે કે નથી કરતો તે કોણ જાણે ? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી.'
જ્ઞાનીને રાગ તો થાય છે, પણ સ્વરૂપમાં જેની દષ્ટિ એકાગ્ર છે તે રાગ કરે છે કે નથી કરતો એની તને (-અજ્ઞાનીને) શી ખબર પડે? જ્ઞાનીની વાત જ્ઞાની જ જાણે. જ્ઞાની જ્ઞાતા જ છે એમ જ્ઞાની યથાર્થ જાણે છે, અજ્ઞાનીને એની ખબર પડતી નથી. જ્ઞાનીના પરિણામ જાણવાનું સામર્થ્ય અજ્ઞાનીનું નથી. જ્ઞાનીને રાગ થઈ આવ્યો છે પણ તેમાં એના પરિણામ લૂખા છે, જ્ઞાની તો જ્ઞાતા-દષ્ટાપણે વર્તે છે એવું યથાર્થ જાણવાનું અજ્ઞાનીનું સામર્થ્ય નથી. કેમ ? કેમકે અજ્ઞાનીને રાગમાં ને ભોગમાં મીઠાશ છે. અજ્ઞાની જીવ ભોગની સામગ્રીને બહારથી ભોગવતો ન દેખાય છતાં અંદર રાગની મીઠાશમાં-રુચિમાં પડયો છે. બહારથી તે ભોગવતો નથી છતાં ભોક્તા છે; પહેલાં (ગાથા ૧૯૭ માં ) આવી ગયું કે અસેવક છતાં સેવક છે. હવે એને જ્ઞાનીના પરિણામની શી ખબર પડે? જ્ઞાનીના પરિણામને સમજવાનું એનું સામર્થ્ય જ નથી.
પ્રશ્ન:- કયા ગુણસ્થાનથી રાગ નથી?
ઉત્ત૨:- ચોથાથી રાગની એકતા નથી તો રાગ નથી. એ તો નીચે ભાવાર્થમાં છે કે ચોથે ગુણસ્થાનથી માંડીને બધાય જ્ઞાની છે. બાપુ! સમ્યગ્દર્શન એટલે ? અહાહા...! એનો સ્પર્શ થતાં જીવની રાગમાં ને ભોગમાં રુચિ ઉડી જાય છે, સુખબુદ્ધિ ઉડી જાય છે. એ તો જામનગરવાળાનો દાખલો નહોતો આપ્યો? (જુઓ કલશ ૧૫૧નો ભાવાર્થ). તેમ જ્ઞાનીને આત્માના આનંદના સ્વાદ આગળ રાગનો-ભોગનો સ્વાદ ઝેર જેવો ભાસે છે. જે કિંચિત્ અસ્થિરતાનો રાગ છે તેનો સ્વાદ તેને ઝેર જેવો લાગે છે. એને નિર્જરા થાય છે એમ અહીં કહે છે. અજ્ઞાની તો ઉપવાસ કરીને બેસી જાય ને માને કે તપશ્ચર્યા થઈ ગઈ ને નિર્જરા થઈ ગઈ, પણ બાપુ! તું બીજા પંથે છે ભગવાન! રાગની ક્રિયાથી કાંઈ નિર્જરા ન થાય ભાઈ ! ( એનાથી તો બંધ જ થાય ).
કહે છે– અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ સમજવા.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #447
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા રર૪ થી ૨૨૭ ]
[ ૪૩૧ તેમાં, અવિરત સમ્યગ્દષ્ટિ, દેશવિરત સમ્યગ્દષ્ટિ અને આહાર-વિહાર કરતા મુનિઓને બાહ્યક્રિયાકર્મ પ્રવર્તે છે, તોપણ જ્ઞાનસ્વભાવથી અચલિત હોવાને લીધે નિશ્ચયથી તેઓ બાહ્યક્રિયાકર્મના કર્તા નથી, જ્ઞાનના જ કર્તા છે.'
જોયું? શું કહે છે? કે ચોથે ગુણસ્થાનથી માંડીને ઉપરના બધાય જ્ઞાની જ છે. કોઈ વળી કહે છે કે ઉપરના ગુણસ્થાને જાય ત્યારે જ્ઞાની થાય, નીચે તો ધર્મી છે. પણ તે બરાબર નથી. હુજી જેને અવિરત ભાવ છે તેવા અવિરત સમ્યગ્દષ્ટિથી માંડીને ઉપરના બધાય જ્ઞાની સમજવા એમ કહે છે.
તેમાં, ચોથાવાળો અવિરત સમ્યગ્દષ્ટિ, પાંચમાં ગુણસ્થાનવાળો દેશવિરતી અને આહાર-વિહાર કરતા મુનિઓને કહે છે, બાહ્ય ક્રિયા-કર્મ અર્થાત્ દયા, દાન, વ્રત, ભક્તિ આદિ ક્રિયાકર્મ પ્રવર્તે છે તોપણ નિશ્ચયથી તેઓ તેના કર્તા નથી. કેમ? કારણ કે તેઓ જ્ઞાનસ્વભાવમાં જ અચલિત છે અર્થાત્ શુદ્ધ ચૈતન્યના અનુભવથી તેઓ ચલિત થતા નથી; રાગાદિ ક્રિયા થાય છે તોપણ તેઓ જ્ઞાનના અનુભવથી ખસતા નથી માટે તેઓ રાગના કર્તા નથી પણ જ્ઞાનના જ કર્તા છે. અહાહા...! ધર્મી તો આત્માની જ્ઞાનમય વીતરાગી પરિણતિના જ કર્તા છે.
હવે વિશેષ કહે છે-“અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્વળ છે. તે ઉજ્વળતાને તેઓ જ (–જ્ઞાનીઓ જ) જાણે છે, મિથ્યાષ્ટિઓ તે ઉજ્વળતાને જાણતા નથી.'
જોયું ? અંદર પોતાના ભગવાનને ભાળ્યો છે તેને અંતરંગ મિથ્યાત્વનો અભાવ છે, ભ્રાન્તિનો અભાવ છે. તો અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા ભૂમિકા પ્રમાણે કષાયનો અભાવ વર્તતો હોવાથી યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામો ઉજ્વળ છે. લ્યો, ચોથે ગુણસ્થાને પરિણામ ઉજ્વળ છે એમ કહે છે. ચોથે પણ નિર્મળ સમ્યગ્દર્શન ને અનંતાનુબંધી કષાયનો અભાવ થયો છે ને? તો ચોથે ગુણસ્થાને પણ પરિણામ ઉજ્વળ છે. તથા આગળ-આગળના ગુણસ્થાનમાં અપ્રત્યાખ્યાન આદિ કષાયનો જેમ જેમ અભાવ થતો જાય છે તેમ તેમ પરિણામ વિશેષ ઉજ્વળ-નિર્મળ હોય છે.
પ્રશ્ન:- ચોવીસે કલાક નિર્મળ હોય છે?
ઉત્તર:- હા, નિર્મળ હોય છે. સમ્યગ્દષ્ટિ લડાઈમાં ઊભો હોય ત્યારે પણ જે મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાય ટળ્યાં છે તેટલા પ્રમાણમાં પરિણામ તો તેના નિર્મળ શુદ્ધ પરિણતિરૂપે ઉજ્વળ જ છે. ઝીણી વાત છે ભાઈ ! મિથ્યાદષ્ટિ રાગની મંદતાની ક્રિયામાં હો, અરે ! છઠ્ઠા ગુણસ્થાનની બહારની ક્રિયામાં હો, (છઠ્ઠા ગુણસ્થાનમાં નહિ હોં) તોપણ તેના પરિણામ મલિન છે અને લડાઈમાં ઊભેલા સમ્યગ્દષ્ટિના પરિણામ નિર્મળ છે. કેમ? કેમકે સમ્યગ્દષ્ટિએ પડખું ફેરવી નાખ્યું છે. રાગના પડખેથી ખસીને તે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #448
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩ર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જ્ઞાનના પડખે ગયો છે. તેની દષ્ટિ પરમાંથી ખસીને સ્વમાં ગઈ છે. જ્યારે અજ્ઞાનીની તો દિષ્ટિ જ પર ઉપર છે. આવી વાત બહુ ઝીણી બાપા !
એ તો પ્રવચનસાર (ગાથા ૨૩૬ ) માં ન આવ્યું? શું? કે કાયા ને કષાયને પોતાના માનનારો બાહ્યમાં છકાયની હિંસા જરાય ન કરતો હોય તોપણ તે છકાયની હિંસાનો કરનારો છે. ભગવાન આત્મા સ્વભાવથી કાયારહિત અકાય ને કષાયરહિત અકષાયી છે. હવે આવા સ્વભાવને છોડીને જે કાયા ને કષાયને પોતાનાં માને છે તે બહારથી ભલે નગ્ન દિગંબર સાધુ હોય તથા બહારથી છકાયની હિંસા ન કરતો હોય તોપણ તે હિંસાનો કરનાર છે, આત્મઘાતી છે. જ્યારે ધર્મી આત્માના જ્ઞાન ને આનંદના અનુભવમાંથી ખસતો નથી તેથી કદાચિત્ રાગની ક્રિયા તેને થઈ જાય છે તો પણ તેને અંતરની નિર્મળતા છૂટતી નથી. તેથી તેના-જ્ઞાનીના પરિણામ નિરંતર ઉજ્વળ છે. આવો વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ ભાઈ !
કહે છે ને કે “પકડ પકડમે ફેર હૈ' બિલાડી ઉંદરને મોઢામાં પકડે છે અને પોતાના બચ્ચાને પણ મોઢામાં પકડે છે, પણ “પકડ પકડમેં ફેર હૈ;' બહારથી તો એકસરખી લાગે પણ બેય પકડમાં ફેર છે. (એકમાં હિંસાનો ભાવ છે, બીજામાં રક્ષાનો ભાવ છે). તેમ જ્ઞાનીને, આમ બહારથી દેખાય છે કે તેને રાગ છે, પણ રાગની પકડ નથી; જ્યારે અજ્ઞાનીને રાગની પકડ છે-આ ફેર છે.
અહાહા..! કહે છે-“અંતરંગ મિથ્યાત્વના અભાવથી તથા યથાસંભવ કષાયના અભાવથી તેમના પરિણામ ઉજ્વળ છે. તે ઉજ્વળતાને તેઓ (-જ્ઞાનીઓ) જ જાણે છે, મિથ્યાષ્ટિઓ તે ઉજ્વળતાને જાણતા નથી.' અહા! મિથ્યાષ્ટિની દષ્ટિ તો બહાર છે, બહારની ક્રિયા પર છે. તે બહારની ક્રિયાથી ધર્મીનું માપ કાઢે છે અને તેથી કોઈ અજ્ઞાની બહારની ક્રિયા બરાબર કરતો હોય તો તેને તે જ્ઞાની માને છે અને કોઈ જ્ઞાની જરીક ભોગાદિની ક્રિયામાં હોય તો તેને તે અજ્ઞાની માની લે છે. આ પ્રમાણે અજ્ઞાની જ્ઞાનીના અંતરની ઉજ્વળતાને જાણતો નથી; પોતાને ઉજ્વળતા થયા વિના તે ઉજ્વળતાને કેવી રીતે જાણે? એ તો સમ્યગ્દર્શનનો કોઈ અચિંત્ય મહિમા છે કે સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાનીઓની અંત:
ઉજ્વળતાને જાણે છે. જ્ઞાની જ જ્ઞાનીઓની અંતરની ઉજ્વળતાને જાણે છે. અહો સમ્યગ્દર્શન! અહો ! અંત: ઉજ્વળતા !!
હવે કહે છે-“મિથ્યાદષ્ટિ તો બહિરાત્મા છે, બહારથી જ ભલું બૂરું માને છે; અંતરાત્માની ગતિ બહિરાત્મા શું જાણે?”
મિથ્યાદષ્ટિ બહિરાત્મા છે. એટલે શું? કે તેને બહારની ચીજની પકડ છે તે બહારથી–બહારની ક્રિયાથી જોનારો છે. તે અંદર કયાં ગયો છે કે તે અંતરાત્માની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #449
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ]
[ ૪૩૩ ગતિને જાણે? અહાહા...! રાગ ને જડથી ભિન્ન પડ્યો છે એવા ભગવાન આત્માની ઉજ્વળ પરિણતિને તે કેમ જાણે ? જુઓને! પોતે (અજ્ઞાની) બાલબ્રહ્મચારી હોય છતાં તેને રાગની એકતાબુદ્ધિ છે, અને જ્ઞાનીને ૯૬ હજાર સ્ત્રીઓ હોય છતાં રાગની એકતાબુદ્ધિ નથી. હવે આ ફેરને અજ્ઞાની કેમ જાણે ?–એમ કહે છે. બાળબ્રહ્મચારી હોવા છતાં પોતે (–અજ્ઞાની) શુદ્ધતાનો સ્વામી નથી તથા ૯૬ હજાર સ્ત્રીઓ હોવા છતાં મિથ્યાત્વ ને અનંતાનુબંધી કષાયના અભાવથી ઉત્પન્ન શુદ્ધતાનો જ્ઞાની-સમકિતી સ્વામી છે. આવો ફેર છે તે અજ્ઞાની જાણતો નથી.
મિશ્રપણું જ્ઞાનીને જ હોય છે, કેમકે સાધકપણું હોય ત્યાં જ કિંચિત્ બાધકપણું હોય છે; અને છતાંય તે (જ્ઞાની) તેનો (–બાધકપણાનો) સ્વામી નથી કેમકે તેને રાગમાંથી (–બાધકમાંથી) રસ ઊડી ગયો છે. અહા ! ઇન્દ્રના ઇન્દ્રાસનમાં પણ તેને સુખબુદ્ધિ નથી. ઇન્દ્ર કોડો અપ્સરાઓ સાથે રમતો દેખાય છતાં ત્યાં એને સુખબુદ્ધિ નથી અને અજ્ઞાની બાળબ્રહ્મચારી હોય કે સાધુ થયો હોય છતાં રાગમાં તેને રસ છે, પરમાં સુખબુદ્ધિ ઊભી છે. આવી વાત છે.
હવે, આ જ અર્થના સમર્થનરૂપે અને આગળની ગાથાની સૂચનારૂપે કાવ્ય કહે છેઃ
* કળશ ૧૫૪: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * યત મય–વન–ત્રનોવ–મુ9–31ધ્વનિ વષે પતતિ gિ' જેના ભયથી ચલાયમાન થતા-ખળભળી જતા-ત્રણે લોક પોતાનો માર્ગ છોડી દે છે એવો વજપાત થવા છતાં....
અહા ! દેવો તરફથી વજપાત થાય કે આમ આકાશમાંથી અગ્નિ ઝરતી હોય તે વખતે લોકમાં અજ્ઞાનીઓ પોતાનો માર્ગ છોડી દે છે અર્થાત્ ભયભીત થઈને માર્ગમાંથી ખસી જાય છે.
પરંતુ ‘મન’ આ સમ્યગ્દષ્ટિ જીવો ‘નિસ-નિર્મયતયા' સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે.. , જોયું? સમ્યગ્દષ્ટિ સ્વભાવથી જ નિર્ભય છે. ભગવાન આત્મા નિર્ભયસ્વભાવ છે, આત્મામાં-વસ્તુમાં ભય નથી. આવા નિર્ભયસ્વભાવી આત્માના અનુભવને લઈને સમ્યગ્દષ્ટિ નિર્ભય છે. તેથી કહે છે
સ્વભાવથી જ નિર્ભય હોવાને લીધે ‘સર્વાન વ શંછાં વિય' સમસ્ત શંકા છોડીને અર્થાત્ ભયરહિત થઈને સ્વયં સ્વ વધ્ય–વો–વપુષે નાનન્ત:' પોતે પોતાને જેનું જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે એવો જાણતા થકા, ‘વોપાત્ વ્યવન્ત ૧ દિ' જ્ઞાનથી ટ્યુત થતા નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #450
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહાહાહા...શું કહે છે? કે ત્રિકાળી એક જ્ઞાયકસ્વભાવ જેનું શરીર છે તે આત્મા છે. જાણગ-જાણગ-જાણગ એવા સ્વભાવનો પિંડ તે ભગવાન આત્માનું શરીર છે, અને તે જ્ઞાનરૂપી શરીર અવધ્ય છે અર્થાત્ કોઈથી કદીય હણી શકાય નહિ એવું છે. અહાહા....! ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ એવા જ્ઞાનશરીરી ભગવાન આત્માનો કોણ વધ કરે? એ તો અવધ્ય છે. છે? છે ને પાઠમાં કે- નવધ્ય–વો–વપુષે –
અહાહા..! ભગવાન! તું કોણ છો? તો કહે-આત્મા; તો એનું શરીર શું? જ્ઞાન તેનું શરીર છે. આ ઔદારિક દેહ, કે કર્મદિહ કે રાગદેહ–તે આત્મા નહિ. અહાહા...! આ શરીર, મન, વાણી, કર્મ-તે આત્મા નહિ અને એક સમયની પર્યાય તે પણ આત્મા નહિ. આત્મા તો જ્ઞાન જેનું શરીર છે તે આત્મા છે. આત્મા ત્રિકાળી ધ્રુવ-ધ્રુવ જ્ઞાનશરીરી છે ને તે અવધ્ય છે. અહાહા...! સમકિતી એમ જાણે છે કેજ્ઞાનાનંદસ્વભાવથી ભરેલો મારો નાથ અવધ્ય છે, કોઈથી કદીય હણી શકાય નહિ તેવો છે. અહા ! પોતાને આવો જાણતા-અનુભવતા થકા સમ્યગ્દષ્ટિ જીવો જ્ઞાનથી ટ્યુત થતા નથી એટલે કે પોતાનો જે શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવ છે ત્યાંથી ખસતા નથી. અહાહા...! ધર્મી જીવો નિરાકુળ આનંદનો અનુભવ છોડી દઈને રાગમાં-ઝેરમાં એકત્વ પામતા નથી. આવી વ્યાખ્યા છે.
વોયા ચ્યવન્ત ન દિ'–અહાહા...જ્ઞાનાનંદની મૂર્તિ પ્રભુ આત્મા છે, તેને ભાળ્યા પછી ધર્મી ત્યાંથી શ્રુત થતા નથી, ભ્રષ્ટ થતા નથી. એટલે શું? કે જ્ઞાનભાવ છોડીને રાગમાં આવતા નથી. ઓહો! જુઓ આ ધર્મ ! અરે ભાઈ ! ભગવાન જેને અંદરમાં ભેટયા તેની શી વાત? ભગ નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મી, વાન નામ વાળો; અહા ! આવા અનંત જ્ઞાન ને આનંદની લક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા જ્યાં અનુભવમાં આવ્યો ત્યાં કિંચિત્ રાગ થઈ આવે તોપણ જ્ઞાની સ્વરૂપલક્ષ્મીના અનુભવથી વ્યુત થતા નથી; પણ જે રાગની ક્રિયા થાય છે તેને તે માત્ર જાણે છે, આ રાગ છે, પર છે એમ જાણે છે; તે પણ રાગ છે માટે જાણે છે એમેય નહિ.
અહાહા..! “જાણતા થકા–એમ છે ને? “વધ્ય–વો–વપુષે નાનન્ત:'–આત્મા કોઈથી હણાય નહિ એવો જ્ઞાનશરીરી પ્રજ્ઞાબ્રહ્મ પ્રભુ શુદ્ધ ચૈતન્યઘનપિંડ છે. તેને જાણતા થકા હોં, રાગને જાણતા થકા એમ નહિ. અહા ! વીતરાગનો મારગ કોઈ અલૌકિક છે ! લોકોને તે મળ્યો નથી એટલે બિચારા કયાંય ને કયાંય રોકાઈ જઈને જિંદગી ગાળે છે. તેઓ ભયભીત છે, દુ:ખી છે. અહીં કહે છે જેને આ મારગ મળ્યો છે તેને હવે કોઈ ભય નથી, તે જ્ઞાનથી ટ્યુત થતા નથી. જ્ઞાનથી એટલે કે સ્વરૂપના અનુભવથી શ્રુત થઈને તે રાગમાં આવતા નથી. આવી વાત છે. હવે કહે છે
‘રૂટું પરં સાહસં સભ્યEDય: wવ તું ક્ષમત્તે' આવું પરમ સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #451
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ર૨૪ થી ૨૨૭ ]
[ ૪૩પ અહાહા....અગ્નિનો-વજનો ઉપરથી પ્રપાત થાય, અગ્નિના તણખા ઝરતાં વજ પડે તો ત્રણ લોકના જીવો ખળભળી ઉઠે છે ને ભયભીત થઈને પોતાના માર્ગને છોડી દે છે અર્થાત માર્ગમાંથી ખસી જાય છે, ત્યારે ધર્મ સમ્યગ્દષ્ટિ જીવ જ્ઞાન ને આનંદમાંથી ખસતા નથી એમ કહે છે. અહાહા..! હું ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છું એમ જ્યાં શ્રદ્ધાનમાં આવ્યું તો સ્વરૂપમાંથી કયારેય ચલિત ન થાય એવો પુરુષાર્થ જાગ્રત થાય છે અને તે પુરુષાર્થના બળે સમ્યગ્દષ્ટિ સ્વરૂપમાંથી વિચલિત થતા નથી. તેને કર્મ ને રાગની નિર્જરા થાય છે. નિયમસારમાં (ગાથા ૧૮૬માં) આવે છે ને કે-કોઈ મંદબુદ્ધિ લોકો કદાચિત તારી નિંદા કરે તો પણ હું ભાઈ ! તું મારગમાં અભક્તિ ન કરીશ; અહાહા..! તને જે વીતરાગમાર્ગ મળ્યો છે એનાથી ચલિત ન થઈશ. લોકો નિંદા કરે કે આ તે કેવો ધર્મ! રાગ કરે છે ને વળી કહે છે કે કરતો નથી, આનંદમાં રહે છે!-એમ અનેક કુતર્ક કરીને મત્સરભાવથી નિંદા કરે તોપણ તું વીતરાગભાવથી ચલિત ન થઈશ. જુઓ આ શિખામણ ! અહીં કહે છે-માર્ગમાં દઢપણે સ્થિત રહેવાનું સાહસ કરવાને માત્ર સમ્યગ્દષ્ટિઓ જ સમર્થ છે. અહાહા...! સમ્યગ્દષ્ટિ જીવો મહા પુરુષાર્થી છે, પરાક્રમી છે.
* કળશ ૧૫૪: ભાવાર્થ ઉપરનું પ્રવચન * સમ્યગ્દષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ પરિણમે છે.”
સમ્યગ્દષ્ટિ નિઃશંક્તિગુણ સહિત હોય છે એટલે સમકિતી જીવો નિર્ભય હોય છે. ‘શંei વિદાય'એમ કળશમાં આવ્યું ને? શંકા કહો કે ભય કહો-એક જ છે. સમકિતી નિઃશંક કહેતાં નિર્ભય હોય છે. તેથી ગમે તેવા શુભાશુભ કર્મના ઉદય વખતે પણ તેઓ જ્ઞાનરૂપે જ રહે છે. શુભકર્મના ઉદયે બહુ અનુકૂળ સામગ્રી હોય તેવી અનુકૂળતા વખતે ને અશુભકર્મના ઉદય સાતમી નરકના જેવી પ્રતિકૂળતા આવે તે વખતે પણ જ્ઞાની તો જ્ઞાનરૂપે જ પરિણમે છે.
શું કહ્યું એ? કે શુભાશુભકર્મના ઉદય વખતે પણ જ્ઞાની જ્ઞાનરૂપે જ પરિણમે છે. કોડોગણી અનુકૂળ સામગ્રી હોય-હીરારત્નના મકાન હોય, માંહી મખમલના ગાલીચા પાથર્યા હોય અને તે પણ ચારેકોર રત્નજડિત હોય ઇત્યાદિ શાતાના ઉદયનિત સાનુકૂળ સામગ્રીના ઢગ મળ્યા હોય તોય જ્ઞાની જ્ઞાનભાવથી ચલિત થતો નથી, તે સામગ્રીને ઇષ્ટ જાણી તેમાં એકપણું કરતો નથી. તથા અશુભના ઉદયે કાળું શરીર, બહારમાં નિર્ધનતા ઇત્યાદિ અનેક પ્રકારે પ્રતિકૂળતાના ગંજ આવી પડયા હોય તોપણ જ્ઞાની જ્ઞાનથી ટ્યુત થતો નથી. અર્થાત્ તેમાં ખેદભાવને પ્રાપ્ત થતો નથી. જ્ઞાની સામગ્રીમાં એકપણું પામીને હુરખાતો નથી ને ખેદાનોય નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #452
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
હવે વિશેષ કહે છે કે જેના ભયથી ત્રણ લોકના જીવો કંપી ઉઠે છે-ખળભળી જાય છે અને પોતાનો માર્ગ છોડી દે છે એવો વજ્રપાત થવા છતાં સમ્યગ્દષ્ટિ જીવ પોતાના સ્વરૂપને જ્ઞાનશીરવાળું માનતો થકો જ્ઞાનથી ચલાયમાન થતો નથી.
શું કહ્યું ? કે જ્ઞાનીને તો એવો દૃઢ વિશ્વાસ ને નિર્ણય થયો છે કે-હું તો જાણગસ્વભાવનો પિંડ પ્રભુ આત્મા છું. ત્રિકાળી ધ્રુવ એવું જ્ઞાન તે મારું શરીર છે. આ શાતા ને અશાતાના ઉદયથી મળેલી દેહાદિ સામગ્રી તે કાંઈ હું નથી. તે મારામાં નહિ અને હું તેમનામાં નથી. અહા ! આવો નિઃશંક થયેલો જ્ઞાની જ્ઞાનથી અર્થાત્ સ્વરૂપના અનુભવથી ચળતો નથી. તેને નિર્જરા થતી હોય છે.
અશાતા ઉદયને લઈને જુઓને! શરીરમાં કેટકેટલા રોગ થતા હોય છે! સાતમી નરકના નારકીને ભાઈ! પહેલેથી-જન્મથી જ શ૨ી૨માં સોળ-સોળ રોગ હોય છે. અને ત્યાંની માટી એવી ઠંડી છે કે તેનો કટકો જો અહીં આવી જાય તો ૧૦ હજાર યોજનમાં માણસ ઠંડીથી મરી જાય. અહા! આવા અતિશય ઠંડીના સંયોગમાં પણ ધર્મી સ્વરૂપથી ચલાયમાન થતો નથી.
પણ તે માટી શું અહીં આવે ?
આવે શું? આ તો ત્યાં ઠંડી કેવી છે તે બતાવવા દાખલો કહ્યો છે. અહા ! તે માટીનો એક ટુકડો અહીં આવે તો દશ હજાર યોજનના મનુષ્યો મરી જાય. તેમ પહેલી નરકમાં ગરમી છે. કેવી? કે એનો એક તણખો અહીં આવી જાય તો દશ હજાર યોજનમાં માણસો મરી જાય. આવી ઠંડી ને ગરમીમાં આ જીવ ત્યાં અનંતવાર રહ્યો છે. સમકિતી પણ ત્યાં છે. આ શ્રેણીક રાજા જ અત્યારે ત્યાં પહેલી નરકમાં છે. અહા! આવા સંયોગમાં પણ તે જ્ઞાનથી ચળતા નથી. ક્ષણેક્ષણે તેઓ ત્યાં તીર્થંકર ગોત્ર બાંધે છે. ત્યાંથી નીકળીને તેઓ તીર્થંકર થશે. આવા પીડાકા૨ી સંજોગમાં પણ તેઓ આનંદરસના ઘૂંટ પીએ છે. ગજબ વાત છે ને? ભજનમાં આવે છે ને કે
“ચિન્સૂરત દગધારીકી મોહિ રીતિ લગત હૈ અટાપટી, બાહિર નારકી દુઃખ ભોગૈ અંતર સુખરસ ગટાગટી.”
અહા! જેમ કોઈને તરસ લાગી હોય ને મોસંબીનો ઠંડો રસ ગટગટ પીવે તેમ જ્ઞાની આનંદસને અંદર ગટગટ પીએ છે. તે નરકની પીડાના સંયોગમાં પણ, આત્મનિત આનંદરસને ગટગટ પીએ છે. કેમ ? કેમકે જ્ઞાનીને બહારના સંયોગ સાથે કયાં એકપણું છે? સંયોગમાં કયાં આત્મા છે? અને આત્મામાં કયાં સંયોગ છે? અહા ! સંયોગ ને સંયોગીભાવથી ભિન્ન પડેલો જ્ઞાની બહારથી નરકની પીડામાં દેખાય તોપણ એ તો અંદરમાં નિરાકુળ આનંદને જ વેઠે છે. હા, જેટલો રાગ છે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #453
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૨૪ થી ૨૨૭ ]
[ ૪૩૭ તેટલું દુઃખ છે, તોપણ અંતરમાં જે આત્માનું ભાન છે અને અનંતાનુબંધીનો અભાવ છે તેટલું આનંદનું વેદન તેને છે. અહા! આવું અટપટું “બાહિર નારકી દુઃખ ભોગે અંતર સુખરસ ગટગટી.' સમજાણું કાંઈ....?
સમ્યગ્દષ્ટિ શુભાશુભકર્મના ઉદયથી ભિન્ન પડી ગયો છે; તે હવે ઉદયને અડે કેમ? તે ઉદય સાથે એકમેક થતો જ નથી; એ તો નિરંતર જ્ઞાનરૂપે જ પરિણમે છે. શુભના ઉદયને કારણે ચાહે તો ચક્રવર્તીની સંપદા મળી જાય તો પણ તેમાં તે ભરમાતો નથી, લલચાતો નથી, હુરખાતો નથી અને અશુભ ઉદયને કારણે નરકના જેવા પીડાકારી સંયોગના ગંજ હોય તો પણ તેમાં તે ખેદ પામતો નથી. આખું જગત જ્યાં ચલિત થઈ જાય એવા સંજોગમાં પણ સમકિતી જ્ઞાનરૂપે જ પરિણમે છે, જ્ઞાનભાવમાં અચલિતપણે સ્થિર રહે છે. અહો ! સમ્યગ્દર્શનનો આવો કોઈ અચિંત્ય અલૌકિક મહિમા છે! બાપુ ! સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું એ વસ્તુ છે. બાકી (વ્રત, તપ, આદિ ) તો કાંઈ નથી.
હવે કહે છે-“તેને એમ શંકા નથી થતી કે આ વજપાતથી મારો નાશ થઈ જશે; પર્યાયનો વિનાશ થાય તો ઠીક જ છે કારણ કે તેનો તો વિનાશિક સ્વભાવ જ છે.'
અહાહા...વસ્તુ આત્મા અનાદિ અનંત અકૃત્રિમ ત્રિકાળી ધ્રુવ તત્ત્વ છે. તેનો વળી નાશ કેવો? અને તેનો નાશ કોણ કરે? કોઈ પણ સંજોગમાં હું નાશ પામું નહિ એમ સમકિતી નિઃશંક છે. તથા આ પર્યાય છે, દેહાદિ સંયોગ છે એ તો સ્વભાવથી જ નાશવંત છે અને તેનો નાશ થાય તો તેથી મને શું? હું ત્રિકાળ શુદ્ધ અવિનાશી જ્ઞાયકતત્ત્વ છું. લ્યો, એકકોર જડ શરીર વિનાશિક ને એકકોર જ્ઞાનશરીર પોતે ત્રિકાળ અવિનાશી-એમ સમકિતી નિઃશંક છે. આવી વાત છે. [ પ્રવચન નં. ૨૯૭ અને ૨૯૮ (ચાલુ)* દિનાંક ૨૦-૧-૭૭ અને ૨૧-૧-૭૭]
DO) 90898
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #454
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૨૮
सम्माद्दिट्ठी जीवा णिस्संका होंति णिब्भया तेण। सत्तभयविप्पमुक्का जम्हा तम्हा दु णिस्संका।।२२८।।
सम्यग्दृष्टयो जीवा निश्शङ्का भवन्ति निर्भयास्तेन। सप्तभयविप्रमुक्ता यस्मात्तस्मात्तु निश्शङ्काः।। २२८ ।।
(શાર્દૂનવિવ્રીહિત) लोक: शाश्वत एक एष सकलव्यक्तो विविक्तात्मनश्चिल्लोकं स्वयमेव केवलमयं यल्लोकयत्येककः। लोकोऽयं न तवापरस्तदपरस्तस्यास्ति तगी: कुतो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५५ ।।
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છે –
સમ્યકત્વવંત જીવો નિ:શક્તિ, તેથી છે નિર્ભય અને;
છે સસભયપ્રવિમુક્ત જેથી, તેથી તે નિઃશંક છે. ૨૨૮. ગાથાર્થ:- [સભ્યEDય: નીવા:] સમ્યગ્દષ્ટિ જીવો [ નિરશઠ્ઠ: ભવન્તિ] નિઃશંક હોય છે [તેન] તેથી [ નિર્મયા:] નિર્ભય હોય છે; [ તુ] અને [યાત્] કારણ કે [ સપ્તમયવિપ્રમુp:] સસ ભયથી રહિત હોય છે [તસ્મા] તેથી [ નિશT:] નિઃશંક હોય છે (-અડોલ હોય છે).
ટીકાઃ- કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દારુણ (દઢ) નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે (અર્થાત એમ યોગ્યપણે ગણવામાં આવે છે ).
હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [:] આ ચિસ્વરૂપ લોક જ [ વિવિIભન: ] ભિન્ન આત્માનો (અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો ) [શાશ્વત: પ્રવ: સર્વન–વ્ય: સોવર:]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #455
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૩૯ (શાર્દૂનવિદ્રહિત) एषैकैव हि वेदना यदचलं ज्ञानं स्वयं वेद्यते निर्भदोदितवेद्यवेदकबलादेकं सदानाकुलैः। नैवान्यागतवेदनैव हि भवेत्तद्भी: कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।।१५६ ।।
શાશ્વત, એક અને સંકલવ્યક્ત (–સર્વ કાળે પ્રગટ એવો) લોક છે; [ યત્] કારણ કે [વતમ્ વિ–નો$] માત્ર ચિસ્વરૂપ લોકને [ સાં સ્વયમેવ જવે: નોકયતિ] આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે–અનુભવે છે. આ ચિસ્વરૂપ લોક જ તારો છે, [ત માર:] તેનાથી બીજો કોઈ લોક- [વયં નો: અપર:] આ લોક કે પરલોક[તવ ન] તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે, [તસ્ય ત–મી: 7: અસ્તિ] તેથી જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય ક્યાંથી હોય? [ સ: સ્વયં સતત નિરીકૃ: સનું જ્ઞાન સ વિન્ધતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને (પોતાના જ્ઞાનસ્વભાવને) સદો અનુભવે છે.
ભાવાર્થ- “આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?' એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. “પરભવમાં મારું શું થશે?' એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે. જ્ઞાની જાણે છે કે-આ ચૈતન્ય જ મારો એક, નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે. આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડ્યો બગડતો નથી. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય ક્યાંથી હોય? કદી ન હોય. તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે. ૧૫૫.
હવે વેદનાભયનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થ [નિર્મદ્ર-વિત–વેદ-વે –વનાત્] અભેદસ્વરૂપ વર્તતા વેધવેદકના બળથી (અર્થાત્ વેધ અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી) [ય 95 અન્ન જ્ઞાન સ્વયં બનાવું નૈ. સંવ વેદ્યતે] એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (-જ્ઞાનીઓ વડ) સદા વેદય છે, [ H5| Pવ દિ વેરા] તે આ એક જ વેદના (જ્ઞાનવેદના) જ્ઞાનીઓને છે. (આત્મા વેદનાર છે અને જ્ઞાન વેદાવાયોગ્ય છે. [ જ્ઞાનિન: બન્યા શાતિ–વેના ઇવ દિ ન વ ભવેત] જ્ઞાનીને બીજી કોઈ આવેલી (– પુદ્ગલથી થયેલી) વેદના હોતી જ નથી, [તમી : 7:] તેથી તેને વેદનાનો ભય ક્ય સંથી હોય? [સ: સ્વયં સતત નિરશં: સનં જ્ઞાન સીવિન્ધતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદી અનુભવે છે.
ભાવાર્થ- સુખદુ:ખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #456
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૦ ]
વચન રત્નાકર ભાગ-૭
(શાર્દૂનવિવ્રીડિત) यत्सन्नाशमुपैति तन्न नियतं व्यक्तेति वस्तुस्थितिनिं सत्स्वयमेव तत्किल ततस्त्रातं किमस्यापरैः। अस्यात्राणमतो न किञ्चन भवेत्तगीः कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५७ ।।
(શાર્વત્નવિહિત) स्वं रूपं किल वस्तुनोऽस्ति परमा गुप्तिः स्वरूपे न यच्छक्तः कोऽपि परः प्रवेष्टुमकृतं ज्ञानं स्वरूपं च नुः। अस्यागुप्तिरतो न काचन भवेत्तद्भीः कुतो ज्ञानिनो निश्शङ्क: सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५८ ।।
સ્વરૂપનો જ ભોગવટો છે. તે પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી. માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો જ્ઞાનને અનુભવે છે. ૧૫૬.
હવે અરક્ષાભયનું કાવ્ય કહે છેઃ
શ્લોકાર્થ- [વત્ સત્ તત્ નાશ ન પૈતિ રતિ વસ્તુરિથતિ: નિયતં વ્યy1] જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે. [તત્ જ્ઞાન વિન સ્વયમેવ સત્] આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સત્વરૂપ વસ્તુ ) છે (માટે નાશ પામતું નથી), [તત: પરેડ મચ ત્રીત ]િ તેથી વળી પર વડ તેનું રક્ષણ શું? [ મત:
વિખ્યન મત્રી ને ભવેત્] આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી [ જ્ઞાનિન: ત–મી ત:] માટે (આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય ક્યાંથી હોય? [ સ: સ્વયં સતત નિરશંs: સનં જ્ઞાન સT વિન્દ્રત] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થ- સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જ્ઞાન પણ પોતે સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડ રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. ૧૫૭.
હવે અગુભિયનું કાવ્ય કહે:
શ્લોકાર્થ:- [ વિત્ત સ્વં રુપે વસ્તુન: પરમ પુષિ: સ્તિ] ખરેખર વસ્તુનું સ્વરૂપ જ (અર્થાત્ નિજ રૂપ જ ) વસ્તુની પરમ “ગુતિ' છે [યત્ સ્વરૂપે વ: gિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #457
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૪૧ (શાર્દૂનવિહિત) प्राणोच्छेदमुदाहरन्ति मरणं प्राणा: किलास्यात्मनो ज्ञानं तत्स्वयमेव शाश्वततया नोच्छिद्यते जातुचित्। तस्यातो मरणं न किञ्चन भवेत्तद्भी: कुतो ज्ञानिनो निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १५९ ।।
પર: પ્રવેણુમ ન શp:] કારણ કે સ્વરૂપમાં કોઈ બીજાં પ્રવેશ કરી શકતું નથી; [૨] અને [ જ્ઞાન નુ સ્વરૂપ ] અકૃત જ્ઞાન (–જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન- ) પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે; (તેથી જ્ઞાન આત્માની પરમ ગુતિ છે.) [બત: ચ ન વાવન સાત્તિ: ભવેત્] માટે આત્માનું જરા પણ અગતપણું નહિ હોવાથી [જ્ઞાનિન: ત–મી ત:] જ્ઞાનીને અગુપ્તિનો ભય ક્યાંથી હોય? [ : સ્વયં સતતં નિશંક: સંહનું જ્ઞાન સવા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદો અનુભવે છે.
ભાવાર્થ:- “ગુમિ' એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોંયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગતપણાને લીધે ભય રહે છે. જ્ઞાની જાણે છે કેવસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજાં પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુતિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ જ્ઞાન છે; તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજાં કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુસપણાનો ભય ક્યાંથી હોય? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૮.
હવે મરણભયનું કાવ્ય કહે છે:
શ્લોકાર્થ- [Vાળોચ્છવમ્ મરવું ૩વાદર7િ] પ્રાણોના નાશને (લોકો ) મરણ કહે છે. [માત્મ: પ્રાણT: વિરુન જ્ઞાન] આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. [તત. સ્વયમેવ શાશ્વતતયાં નાતુવિદ્ ન છિદ્યતે] તે (જ્ઞાન) સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી; [મત: 1ચ મરણે ગ્વિન ન મવેત્] માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી. [ જ્ઞાનિન: ત–મી: 9ત:] તેથી (આવું જાણતા) જ્ઞાનીને મરણનો ભય ક્યાંથી હોય? [: સ્વયં સતતં નિરશ: સંદનું જ્ઞાનં સવા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
ભાવાર્થ:- ઇંદ્રિયાદિ પ્રાણી નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇદ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાન પ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #458
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૨ ]
વચન રત્નાકર ભાગ-૭ (શાર્દૂનવિદ્રહિત) एकं ज्ञानमनाद्यनन्तमचलं सिद्ध किलैतत्स्वतो यावत्तावदिदं सदैव हि भवेन्नात्र द्वितीयोदयः। तन्नाकस्मिकमत्र किञ्चन भवेत्तद्भी: कुतो ज्ञानिनो
निश्शङ्कः सततं स्वयं स सहजं ज्ञानं सदा विन्दति।। १६०।। -તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. ૧૫૯.
હવે આકસ્મિકભયનું કાવ્ય કહે છે:
શ્લોકાર્ધ - [ તત્ સ્વત: સિદ્ધ જ્ઞાનમ્ વિજન પૂરું] આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે, [અનારિ] અનાદિ છે, [ અનન્તર્] અનંત છે, [ H] અચળ છે. [ રૂદ્ર યાવત્ તાવત્ સવા ઇવ દિ ભવેત્ ] તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે, [બત્ર દ્વિતીયોદય: ૧] તેમાં બીજાનો ઉદય નથી. [ત ] માટે [ સત્ર કાસ્મિન્ ગ્વિન ન ભવેત્] આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈ પણ થતું નથી. [જ્ઞાનિ: ત–મી:
ત:] આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય ક્યાંથી હોય? [ સ: સ્વયં સતત નિરશ: સદનું જ્ઞાન સવા વિન્દ્રતિ] તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદો અનુભવે છે.
ભાવાર્થ:- “કાંઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો?' એવો ભય રહે તે આકસ્મિકભય છે. જ્ઞાની જાણે છે કે-આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ, એક છે. તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી; માટે તેમાં અણધાર્યું કાંઈ પણ ક્યાંથી થાય અર્થાત્ અકસ્માત ક્યાંથી બને? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી, તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને નિરંતર અનુભવે છે.
આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી.
પ્રશ્ન- અવિરતસમ્યગ્દષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે અને તેમને તો ભયપ્રકૃતિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે, તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે?
સમાધાન - ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઊપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #459
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૪૩
(મંવાાન્તા)
टङ्कोत्कीर्णस्वरसनिचितज्ञानसर्वस्वभाजः सम्यग्दृष्टेर्यदिह सकलं घ्नन्ति लक्ष्माणि कर्म । तत्तस्यास्मिन्पुनरपि मनाक्कर्मणो नास्ति बन्धः पूर्वोपात्तं तदनुभवतो निश्चितं નિર્ઝરવ।।।।
સ્વરૂપનાં જ્ઞાનશ્રદ્ધાનથી વ્યુત થાય. વળી જે ભય ઊપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃતિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી. ૧૬૦.
હવે આગળની (સમ્યગ્દષ્ટિના નિઃશંકિત આદિ ચિહ્નો વિષેની ) ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છે:
શ્લોકાર્થ:
[દોત્ઝીર્ણ-સ્વરસ-નિવિત-જ્ઞાન-સર્વસ્વ-માન: સદછે: ] ટંકોત્કીર્ણ એવું જે નિજ રસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને [યવ્રૂદ લક્ષ્મા]િ જે નિઃશક્તિ આદિ ચિહ્નો છે તે [સાંર્મ] સમસ્ત કર્મને [ ધ્વન્તિ ] હણે છે; [તત્] માટે, [અસ્મિન્] કર્મનો ઉદય વર્તતાં છતાં, [ તત્ત્વ ] સમ્યગ્દષ્ટિને [ પુન: ] ફરીને [ર્મ: વન્ધ: ] કર્મનો બંધ [મનાર્ અપિ] જરા પણ [ નાસ્તિ ] થતો નથી, [ પૂર્વોત્ત] પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું [ તવ્–અનુમવત: ] તેના ઉદયને ભોગવતાં તેને [ નિશ્ચિત ] નિયમથી [નિર્ઝર વ] તે કર્મની નિર્જરા જ થાય છે.
ભાવાર્થ:- સમ્યગ્દષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રકૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિઃશંક્તિ આદિ ગુણો વર્તતા હોવાથી તેને `શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. ૧૬૧.
* * *
હવે આ અર્થને ગાથા દ્વારા કહે છે:
* ગાથા ૨૨૮: ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષ હોવાથી...'
સમયસાર ગાથા ૨૨૮ : મથાળુ
જોયું ? ‘ સમ્યગ્દષ્ટિઓ’–એમ બહુવચન વાપર્યું છે; કેમ ? કારણ કે સમ્યગ્દષ્ટિ જીવો અનેક છે. અલ્પ છતાં અનેક છે એમ સૂચવવા બહુવચન કહ્યું છે. અહાહા...!
૧. નિઃશંક્તિ ૨. શંકા
=
=
સંદેહ અથવા ભય રહિત.
સંદેહ; કલ્પિત ભય.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #460
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તેઓ સર્વ કર્મોનાં ફળ પ્રત્યે એટલે પુણ્યનાં ફળ પ્રત્યે ને પાપનાં ફળ પ્રત્યે નિરભિલાષી છે. જેમ પાપનાં ફળ પ્રતિ નિરભિલાષી છે. તેમ પુણ્યના ફળ પ્રતિ પણ નિરભિલાષી છે. સર્વ કર્મોનાં” કહ્યાં છે ને? એટલે પાપ ને પુણ્ય બન્ને આવી ગયાં. કર્મફળ નામ ક્રિયા ને પ્રાપ્ત સામગ્રી ઇત્યાદિ પ્રત્યે સમ્યગ્દષ્ટિઓ નિરભિલાષી છે, નિર્વાછક છે.
કહે છે કારણ કે સમ્યગ્દષ્ટિઓ સદાય સર્વ કર્મોનાં ફળ પ્રત્યે નિરભિલાષી હોવાથી કર્મ પ્રત્યે અત્યંત નિરપેક્ષપણે વર્તે છે, તેથી ખરેખર તેઓ અત્યંત નિઃશંક દાણ (દઢ) નિશ્ચયવાળા હોવાથી અત્યંત નિર્ભય છે એમ સંભાવના કરવામાં આવે છે.'
જોયું? નિઃશંક હોવાથી તેઓ અત્યંત નિર્ભય છે. અહા ! પરમાધામી શરીરને અગ્નિમાં નાખે અને શરીરના, પારાના જેમ ભુક્કા થઈ જાય છે તેમ, ભુક્કા થઈ જાય તોપણ “મને કાંઈ છે નહિ, હું તો છું તે છું, મારું જ્ઞાનસ્વરૂપ-જ્ઞાનસ્વભાવરૂપી શરીર-કોઈથી હણાય એવું નથી ”—એમ સમ્યગ્દષ્ટિઓ નિઃશંક ને દઢ નિશ્ચયવાળા હોય છે. અહાહા..! આ શરીર તો હણાય કેમકે એ તો હુણાવા યોગ્ય છે પણ હું તો અનાદિ અનંત અવિનાશી તત્ત્વ છું. આવો નિ:શંક દઢ નિશ્ચય જેમને થયો છે તે સમ્યગ્દષ્ટિઓ અત્યંત નિર્ભય છે એમ કહે છે. અહાહા..! ત્રિકાળી શુદ્ધ શાશ્વત ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનું જેને ભાન થયું છે, વેદન થયું છે તે અત્યંત નિઃશંક અને નિર્ભય છે.
હવે સાત ભયનાં કળશરૂપ કાવ્યો કહેવામાં આવે છે, તેમાં પ્રથમ આ લોકના તથા પરલોકના એમ બે ભયનું એક કાવ્ય કહે છેઃ- સમ્યગ્દષ્ટિને નિઃશંક ને નિર્ભય કહ્યોને? તેથી હવે તેને સાત ભયનો અભાવ છે એમ કાવ્યો દ્વારા પ્રગટ કરે છે:
* કળશ ૧૫૫ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘:' આ ચિસ્વરૂપ લોક જ............
જોયું? “WS: _આ' કહેતાં જે જ્ઞાનમાં પ્રત્યક્ષ થયો છે તે આ ચિસ્વરૂપજ્ઞાનસ્વભાવી ભગવાન આત્મા જ મારો લોક છે એમ જ્ઞાની જાણે છે.
અહાહા...! કહે છે આ ચિસ્વરૂપ લોક જ ‘વિવિøત્મ:' ભિન્ન આત્માનો અર્થાત્ પરથી ભિન્નપણે પરિણમતા આત્માનો ‘શાશ્વત: પવ: સવર્ત–વ્યy: સોવ:' શાશ્વત, એક અને સકલ-વ્યક્ત (–સર્વ કાળે પ્રગટ એવો) લોક છે.
અહાહા..! મારો તો શાશ્વત, એક અને સકળ પ્રગટ-વ્યક્ત લોક છે એમ ધર્મી જાણે છે. વસ્તુ-આત્મા વ્યક્ત છે એમ કહે છે. જોકે (વ્યક્ત) પર્યાયની અપેક્ષાએ તેને અવ્યક્ત કહેવામાં આવે છે એ બીજી વાત છે. ૪૯મી ગાથામાં છ બોલ આવે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #461
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૪૫ છે. તેમાં છ બોલથી ભગવાન આત્માને અવ્યક્ત કહ્યો છે. ત્યાં અપેક્ષા બીજી છે. અહીં તો વસ્તુ તરીકે ભગવાન આત્મા વ્યક્ત છે–સકલવ્યક્ત છે–એમ કહે છે. અહાહા... કહે છેમારો લોક શાશ્વત છે, એક અર્થાત્ એકસ્વરૂપે છે તથા સકળ-પ્રગટ છે. “gs:'–આ આખો ધ્રુવ નિત્યાનંદ પ્રભુ આત્મા સકળ-વ્યક્ત અર્થાત્ સર્વકાળે પ્રગટ છે એમ કહે છે. જુઓ! આ ધર્મીની દષ્ટિ!
ત્યાં ૪૯મી ગાથામાં અવ્યક્તના છ બોલ છે ને કે૧. છ દ્રવ્યસ્વરૂપ લોક જ્ઞય છે, વ્યક્તિ છે અને તેનાથી ભગવાન આત્મા ભિન્ન અવ્યક્ત
છે. ત્યાં જ દ્રવ્યો વ્યક્ત છે તેની અપેક્ષાએ (ભિન્ન હોવાથી) અવ્યક્ત કહ્યો છે. પરંતુ
પોતાની અપેક્ષાએ વ્યક્ત-આખો પ્રગટ છે. ૨. કષાયોનો સમૂહ જે ભાવકભાવ વ્યક્ત છે તેનાથી જીવ ભિન્ન છે માટે અવ્યક્ત છે. ૩. ચૈતન્યસામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ અંતર્ગત છે માટે તે અવ્યક્ત છે. ૪. ક્ષણિક વ્યક્તિમાત્ર-પર્યાયની ક્ષણિક વ્યક્તિમાત્ર-નથી માટે ભગવાન આત્મા અવ્યક્ત
છે.
૫. વ્યક્તિ અને અવ્યક્ત એક સાથે પ્રતિભાસવા છતાં ભગવાન આત્મા વ્યક્તને સ્પર્શતો
નથી. શું કહ્યું? કે વ્યક્ત નામ પર્યાય ને અવ્યક્ત નામ દ્રવ્ય-બેયનું જ્ઞાન એક સાથે
થવા છતાં વ્યક્તને દ્રવ્ય અડતું નથી માટે અવ્યક્ત છે. ઝીણી વાત ભાઈ ! ૬. પોતે પોતાથી જ બાહ્યાભ્યતર અનુભવમાં આવવા છતાં વ્યક્ત પ્રતિ તે ઉદાસ છે માટે અવ્યક્ત છે.
અહાહા..! પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ત્યાં ૪૯ મી ગાથામાં અવ્યક્ત કહ્યો છે તેને અહીં વ્યક્ત કહ્યો છે. કોઈ દિ' આવી વાત સાંભળી ન હોય તેને થાય કે-આ તે કવો ઉપદેશ ને કેવી વાત ! ઘડીકમાં અવ્યક્ત ને ઘડીકમાં વ્યક્ત કહો તે કેવી વાત ! અરે ભાઈ ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ.
પ્રશ્ન- તો શું તે આખો પ્રગટ છે?
સમાધાન - હા; તે આખો પ્રગટ છે. વસ્તુ છે ને? ભગવાન આત્મા ચૈતન્યબિંબ પ્રભુ જ્ઞાન ને આનંદનું ધામ-ગોદામ ત્રિકાળ એક વસ્તુ છે. એમાં એક એક એમ અનંત શક્તિઓ છે, અને એક એક શક્તિનું-ગુણનું અપરિમિત અનંત અનંત સામર્થ્ય છે. આવો વજય ભગવાન આત્મા એકરૂપ ધ્રુવ કોઈ દિ' હુલે નહિ–પરિણમે નહિ એવો એક, શાશ્વત એને સકળ-વ્યક્ત અહીં કહ્યો છે. જ્ઞાનમાં પ્રત્યક્ષ વ્યક્ત છે ને? તેથી અહીં સકળ-વ્યક્ત કહ્યો છે. ત્યાં ૪૯ મી ગાથામાં અવ્યક્ત કહ્યો છે તે બીજી અપેક્ષાએ છે. ભાઈ ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ જાણવી જોઈએ.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #462
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
હવે કહે છે–‘યત્' કારણ કે ‘જેવાં વિત્નોŌ' માત્ર ચિસ્વરૂપ લોકને ‘અયં સ્વયમેવ : નોળયંતિ' આ જ્ઞાની આત્મા સ્વયમેવ એકલો અવલોકે છે-અનુભવે છે.
આ ચિસ્વરૂપ આત્માને આ આત્મા (જ્ઞાની પુરુષ) સ્વયમેવ એટલે કે કોઈ ૫૨ની અપેક્ષા વિના એકલો અનુભવે છે એમ કહે છે. એકલો અનુભવે છે એટલે કે એને વ્યવહારત્નત્રયની પણ અપેક્ષા નથી; પોતે પોતાથી જ અનુભવે છે–એમ વાત છે. સમજાણું કાંઈ...?
અહાહા...! આ ચિસ્વરૂપ લોક જ તારો (–પોતાનો ) છે એમ અનુભવે છે. ‘ત—અપર: ’ તેનાથી બીજો કોઈ લોક-‘અયં તો: અપર:’ આ લોક કે પરલોક ‘તવ ન' તારો નથી એમ જ્ઞાની વિચારે છે, જાણે છે. શું કહ્યું? કે જ્ઞાની પોતાના શુદ્ધ ચિત્સ્વરૂપ લોકને-ત્રિકાળી ભગવાન આત્માને છોડીને આ લોક કે પરલોકસંબંધી વિચાર (ચિંતા ) થાય તે પોતાનું સ્વરૂપ નથી એમ જાણે છે. તેથી
‘તસ્ય તદ્-મી: ત: અસ્તિ' જ્ઞાનીને આ લોકનો તથા પરલોકનો ભય કયાંથી હોય ? ન હોય. ‘સ: સ્વયં સતતં નિશં: સહન જ્ઞાનં સવા વિશ્વતિ' તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને ( પોતાના જ્ઞાનસ્વભાવને) સદા અનુભવે છે; અર્થાત્ સહજ શુદ્ધ આત્મસ્વભાવને જ નિરંતર અનુભવે છે.
* કળશ ૧૫૫ : ભાવાર્થ ઉ૫૨નું પ્રવચન *
આ ભવમાં જીવન પર્યંત અનુકૂળ સામગ્રી રહેશે કે નહિ?-એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે.’
‘શું કહ્યું? કે મરણ થતાં સુધી આ બધી સગવડતાઓ રહેશે કે નહિ એવો ભય અજ્ઞાનીને રહ્યા કરે છે. આ શરીરની નીરોગતા, શરીર ને કુટુંબને ટકાવનારી અનેક પ્રકારની બાહ્ય સામગ્રી જીવન પર્યંત સરખી રહેશે કે નહિ એવી ચિંતા રહે તે આ લોકનો ભય છે. અહા! બિમારી આવી જશે તો? કુટુંબનો વિયોગ થઈ જશે તો? ધનાદિ સંપત્તિ ચાલી જશે તો? આવી અનેક પ્રકારે ચિંતા થવી તે આ લોકનો ભય છે; અને તે જ્ઞાનીને હોતો નથી એમ કહે છે. અહાહા... ! હું તો જ્ઞાનાનંદસ્વભાવી નિત્ય ચિદાનંદ ચૈતન્યધાતુમય આત્મા છું અને એ જ મારો લોક છે, આ સિવાય બીજો લોક મારે કયાં છે?-એમ જ્ઞાની જાણે છે. તેથી જ્ઞાનીને આ લોકનો ભય નથી.
‘પરભવમાં મારું શું થશે ?-એવી ચિંતા રહે તે પરલોકનો ભય છે.' અરે હું મરીને કયાં જઈશ અને મારું શું થશે?-એમ અજ્ઞાની સાશંક રહે છે. તેથી અજ્ઞાની પરલોક સંબંધી ભયભીત અને ચિંતાગ્રસ્ત રહે છે. જ્યારે જ્ઞાની તો જાણે છે કે-આ ચૈતન્ય જ મારો એક નિત્ય લોક છે કે જે સર્વ કાળે પ્રગટ છે.’
હા, પણ કોઈ અજ્ઞાનીઓ તો પરલોકને માનતા જ નથી?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #463
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૪૭ પરલોકને ન માને તેથી શું? પોતે અનાદિઅનંત વસ્તુ આત્મા છે કે નહિ? અને છે તો દેહથી છૂટીને કયાંક જાય છે કે નહિ? અરે! પોતાના સ્વરૂપના ભાન વિના અજ્ઞાની ચારગતિમાં પરલોકમાં અનાદિથી રખડે છે.
અહા! જ્ઞાની જાણે છે કે આ સદા ચિસ્વરૂપ મારો આત્મા જ મારો એક, નિત્યશાશ્વત લોક છે જે સર્વકાળે પ્રગટ છે. આવા સ્વરૂપનો સમકિતીને પર્યાયમાં નિર્ણય અનુભવ હોય છે. હવે કહે છે
આ સિવાયનો બીજો કોઈ લોક મારો નથી. આ મારો ચૈતન્યસ્વરૂપ લોક તો કોઈથી બગાડયો બગડતો નથી.”
ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપી લોક છે. ‘નોવયન્ત તિ નોવ:' જેમાં ચૈતન્ય જણાય તે (આત્મા) લોક છે. ‘નોજ્યન્ત રૂતિ નોવ:' જેમાં વસ્તુ (દ્રવ્યસમૂહ) જણાય તે લોક છે. આત્માને ચૈતન્યલોક કેમ કહ્યો? કેમકે તેમાં ચેતન-અચેતન જણાય એવો તેનો સ્વભાવ છે. માટે જેમાં મારું ચૈતન્યસ્વરૂપ જણાય તે ચિસ્વરૂપ આત્મા મારો લોક છે. આ સિવાય બીજો કોઈ મારો લોક નથી.
પોતાની બહાર કાંઈ પણ પોતાનું નથી?
ના, પોતાની બહાર કાંઈ પણ પોતાનું નથી. નાશવાન પોતાની પર્યાય જ્યાં ત્રિકાળી શુદ્ધ આત્મામાં નથી ત્યાં અન્યદ્રવ્યની શું વાત! અહાહા....! એક જ્ઞાયકભાવ નિત્યાનંદ અવિનાશિક પ્રભુ આત્મા જે “નોજ્યન્ત' મારામાં જણાય છે તે જ મારો લોક છે
અને તે ત્રિકાળ એકરૂપ છે, કોઈથી બગાડ્યો બગડતો નથી. આવા ત્રિકાળ એકરૂપ શુદ્ધ ચિસ્વરૂપ લોક સિવાય જગતમાં બીજો કોઈ મારો લોક નથી.
હવે કહે છે-“આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય કયાંથી હોય? કદી ન હોય.'
અહાહા..આ લોક ને પરલોક સંબંધી સામગ્રી અર્થાત્ જગના પદાર્થો બધા કાલાગ્નિનાં ઇંધન છે. લાકડાં જેમ અગ્નિમાં બળી જાય તેમ તેઓ કાલાગ્નિમાં બળી જવા યોગ્ય છે, જ્યારે પોતે જ એક ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી ભગવાન છે. આવું જાણતા જ્ઞાનીને આ લોકનો કે પરલોકનો ભય કયાંથી હોય? અજ્ઞાનીને આ લોક ને પરલોકનો ભય છે કેમકે તે જ્યાં પડાવ નાખે છે ત્યાં એ બધું મારું છે એમ માની બેસે છે. અહા ! ત્રિકાળી આનંદનો નાથ ચૈતન્યમહાપ્રભુ પોતાનો છે ત્યાં પડાવ કરતો નથી અને જ્યાં જ્યાં (ચાર ગતિમાં) પડાવ કરે છે ત્યાં બધું મારું છે એમ અજ્ઞાની માને છે. પણ ભાઈ ! બહારના ભભકા-આ શેઠપદ, રાજપદ ને દેવપદના ભભકા-બધા નાશવાન છે.
અહાહા..! આ લોકની સામગ્રી ને પરલોકની સામગ્રી મારા ચૈતન્યલોકમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #464
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આત્મામાં કયાં છે? મારો તો અનંતગુણસમાજસ્વરૂપ સદા એકરૂપ ચૈતન્યરૂપ પ્રભુ આત્મા જ છે. અહા! આવું જાણતા-અનુભવતા જ્ઞાનીને આ લોકનો ને પરલોકનો ભય કેમ હોય ? કદી ન હોય. ‘તે તો પોતાને સ્વાભાવિક જ્ઞાનરૂપ જ અનુભવે છે.' અહાહા...! હું જ્ઞાનરૂપ જ છું એમ તે અનુભવે છે અને આનું નામ ધર્મ છે. અહાહા...! અતીન્દ્રિય આનંદરસનો રસિયો ધર્મી હું એક જ્ઞાન ને આનંદસ્વરૂપ આત્મા જ છું એમ નિરંતર અનુભવે છે અને તેથી તેને આ લોક કે પરલોક સંબંધી કોઈ ભય હોતો નથી. સમજાણું
sis...?
*
હવે વેદનાભયનું કાવ્ય કહે છેઃ
*
*
* કળશ ૧૫૬ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘નિર્દેવ-પવિત–વેદ્ય–વેવ–વતાત્ '–અભેદસ્વરૂપ વર્તતા વેધ-વૈદકના બળથી (અર્થાત્ વેધ અને વેદક અભેદ જ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી ...........
જીઓ, ૨૧૬ ગાથામાં જે વેધ-વેદક આવ્યું હતું તે બીજું છે (અને આ બીજું છે). ત્યાં (ગાથા ૨૧૬માં ) વર્તમાન જે ઇચ્છા થાય કે ‘હું આ પદાર્થને ભોગવું' તે ઇચ્છાને વેઘ કહ્યું. હવે તે ઇચ્છા ટાણે તે વસ્તુ-ભોગવવાની વસ્તુ હોતી નથી અને તે વસ્તુ જ્યારે આવે–ભોગવવાનો કાળ આવે ત્યારે-પેલી ઇચ્છા રહેતી નથી. શું કહ્યું ? કે ઇચ્છાના કાળે-વેધકાળે કાંક્ષમાણ જે વસ્તુ તે છે નહિ, અને તે વસ્તુ જ્યારે આવે ત્યારે ભોગવવાના કાળે-વૈદકકાળે ઓલો વેધભાવ હોતો નથી. વેધ ને વેદકનો એક કાળ હોતો નથી કેમકે બેય વિભાવ છે. તો આવા વિભાવની કાંક્ષા અને તેનું વેદન જ્ઞાની કેમ કરે ? ન કરે. જ્ઞાનીને તો પોતામાં અભેદ વેધ-વેદક હોય છે. અહા! છે ને અંદર? કે અભેદસ્વરૂપ વર્તતા વેધ-વૈદકના બળથી...' અહાહા...! વેદનારો હું અને વેદવાયોગ્ય પણ હું; વેધ-વેદક બન્ને અભિન્ન. આનંદનું ( વેદવાયોગ્ય ) વેદન હું ને આનંદની ભાવનાવાળોય હું; લ્યો, આવી વાત! બિચારા વ્યવહારવાળાને આ આકરું પડે છે, પણ શું થાય? મારગ જ આ છે.
એને એમ કે બહારમાં આપ કાંઈક કરવાનું કહો તો ?
સમાધાનઃ- પણ ભાઈ! શું કરવું છે તારે ? બહારનું શું તું કરી શકે છે? રાગવિકલ્પનો પણ જે કર્તા થાય છે તે મૂઢ મિથ્યાદષ્ટિ છે. ભગવાન આત્મા ત્રિકાળ એક જ્ઞાનાનંદસ્વરૂપ છે. અહાહા...! અનંતગુણનો પવિત્ર પિંડ પ્રભુ આત્મા પરમાત્મા છે. શું તેનામાં કોઈ વિકાર કરવાનો ગુણ છે કે તે વિકારને કરે? અરે ભાઈ! રાગને કરવો ને તેને વેદવો તે એના સ્વરૂપમાં છે જ નહિ. માટે ધર્મીને તો નિત્ય આનંદની ભાવના ને આનંદનું જ વેદન હોય છે, સમજાણું કાંઈ...?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #465
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૪૪૯
સમયસાર ગાથા-૨૨૮ ]
ત્યારે વળી તે કહે છે પણ એનું કાંઈ સાધન તો હશે ને?
સમાધાન - હા, સાધન છે; રાગથી ભિન્ન પડીને અંદર નિરાકુળ આનંદનો અનુભવ કર્યો તે સાધન છે. “પ્રજ્ઞાછીણી' સાધન છે. પ્રજ્ઞાછીણી' એ શબ્દ છે. (તેનું વાચ્ય એ છે કે ) રાગથી ભિન્ન પડીને આત્માને અનુભવવો એનું નામ પ્રજ્ઞાછીણી છે, અને એ જ સાધન છે. પણ એ સિવાય બીજા કોઈ ક્રિયાકાંડ સાધન નથી.
અહીં કહે છે-“અભેદસ્વરૂપ વર્તતા વેધ–વેદકના બળથી...' ભાષા જુઓ ! કે ભેદરહિત અભેદ વેધ–વેદક જ્ઞાનીને હોય છે એમ કહે છે. ૨૧૬ ગાથામાં જે વેધ-વેદક કહ્યું એ તો વિભાવનું વેધ-વેદક હતું. વિભાવનું વેધ-વેદક જ્ઞાનીને નથી. જ્ઞાનીને તો ભગવાન આત્માનો આનંદ વેદવાને લાયક અને પોતે આનંદનું વેદન કરનારો-એમ અભેદ વેધ-વેદક છે. ‘સવિત' એટલે આનંદની જે પ્રગટ દશા તેને પોતે જ વેદે છે, વેદવાલાયક પોતે ને વેદનારો પણ પોતે જ છે. એક સમયની પર્યાયમાં જ્ઞાનીનું વેવેદક છે, આવી વાત છે.
પ્રશ્ન- દ્રવ્ય વેદક ને પર્યાય વેધ એમ છે કે નહિ?
સમાધાન - ના, એમ નથી. પર્યાયમાં જ વેધ-વેદક છે. વેદાવાની લાયકાત (વેદાવાયોગ્ય ) જ્ઞાન-આનંદની પર્યાય છે ને વેદનાર પણ તે પર્યાય જ છે. દ્રવ્ય તો દ્રવ્ય છે; દ્રવ્યને કયાં વેદવું છે? ને દ્રવ્યને કયાં વેદાવું છે? પ્રવચનસારની ૧૭૨ મી ગાથાના અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં કહ્યું છે કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્યદ્રવ્ય-ભગવાન આત્મા–તેને આત્મા વેદતો નથી; આત્મા તો પોતાની જે શુદ્ધ પર્યાય છે તેને વેદે છે. માટે શુદ્ધ પર્યાય છે તે આત્મા છે એમ ત્યાં કહ્યું છે. ભલે દષ્ટિ દ્રવ્ય ઉપર છે પણ વેદન તો પર્યાયમાં છે. આત્મા વેદે છે એટલે કે પર્યાય વેદે છે-એમ અર્થ છે. આત્મા દ્રવ્યને વેદે છે કયાં? આત્મા (-પર્યાય) દ્રવ્ય-સામાન્યને તો અડતોય નથી. ભાઈ ! જે વેદન છે એ તો પર્યાયનું વેદન છે.
ત્યાં (પ્રવચનસાર ગાથા ૧૭ર માં) અઢારમાં બોલમાં એમ કહ્યું કેઅર્થાવબોધરૂપ એવો જે વિશેષ ગુણ તેને આત્મા અડતો નથી અર્થાત્ ભેદને અડતો નથી. અને અર્થાવબોધરૂપ વિશેષ-પર્યાયને પણ આત્મા અડતો નથી. (૧૯ મો બોલ). બાપુ! એની રમતુ બધી દ્રવ્ય ને પર્યાય વચ્ચે છે, બહારમાં કાંઈ નથી. વીસમાં બોલમાં કહ્યું કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય તેને અડતો નથી એવો શુદ્ધ પર્યાય તે આત્મા છે. એટલે કે શુદ્ધ પર્યાયનું જે વેદન થયું તે હું છું, કેમકે મારા વેદનમાં પર્યાય આવી છે; વેદનમાં દ્રવ્ય આવતું નથી. આ મારગ બાપુ ! બહુ જુદો છે ભાઈ ! લોકોને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #466
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તે મળ્યો નથી એટલે વિરોધ લઈને બેસી જાય છે પણ નયવિવક્ષા સમજે તો સર્વ વિરોધ મટી જાય.
આત્મા (-પર્યાય) શુદ્ધ પર્યાયને વેદે છે. દ્રવ્ય-ગુણને શું વેદે? કેમકે દ્રવ્ય-ગુણ તો સામાન્ય, ધ્રુવ અક્રિય છે. તેથી તો કહ્યું કે જે સામાન્યને સ્પર્શતો નથી એવો શુદ્ધપર્યાય તે આત્મા છે. અહીં તો જે વેદનમાં આવ્યો તે (શુદ્ધપર્યાય) મારો આત્મા છે એમ કહે છે. ઝીણી વાત બાપુ! એના જન્મ-મરણના અંતના મારગ બહુ જુદા છે ભાઈ ! અહા ! તું કોણ છો ને કેવો છો ભાઈ? તું જેવો છો તેવો તે તને જાણ્યો નથી અને બહારની બધી માંડી છે, પણ એથી શું?
સમકિતીની અભેદ એક ચૈતન્યરૂપ આત્મા ઉપર દષ્ટિ હોવાથી તેની પર્યાયમાં અભેદપણે વેધ-વેદક વર્તે છે. અહાહા..શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે તેને જે નિર્મળ નિરાકુળ આનંદની દશા પ્રગટી તેને વેદનારો ય (પર્યાય) પોતે ને વેદનમાં આવનારી પર્યાય પણ પોતે આવું ઝીણું, અહીં કહે છે-વેદ-વેદક અભેદ હોય છે એવી વસ્તુસ્થિતિના બળથી... , એટલે શું? કે જે વ્યવહારરત્નત્રયના વિકલ્પ છે એના બળથી નહિ પણ અભેદપણે વર્તતા વેધ-વેદકના બળથી સમકિતીને એક જ્ઞાન જ અનુભવમાં આવે છે.
ત્યારે કોઈ કહે છે-વ્યવહારધર્મનો આપ લોપ કરો છો.
તેને કહીએ છીએ-વાત સાચી છે, બાપા! એ તારી વાત સાચી છે, કેમકે વસ્તુમાં વ્યવહાર છે કયાં? અહા ! (વસ્તુમાં) બધા પરાશ્રયી વ્યવહારનો નિષેધ છે. અહીં તો એમ કહેવું છે કે જે વ્યવહારનો વિકલ્પ છે તે વેધ-વેદકમાં આવતો નથી અને તેને (વ્યવહારને) લઈને વેધ-વેદકનો અનુભવ છે એમ નથી. અહા! નિર્મળાનંદનો નાથ અભેદ એક સચ્ચિદાનંદ પ્રભુ આત્મામાં દષ્ટિ અભેદ થતાં પર્યાયમાં નિર્મળ આનંદની દશા પ્રગટ થાય છે અને તેને વેધ-વેદકપણે વેદે છે એનું નામ ધર્મ છે. (વ્યવહારધર્મ તો વેધ-વેદકથી કયાંય ભિન્ન રહી જાય છે). આવી વાત છે!
ત્યારે તે કહે છે-આ તો નિશ્ચય-નિશ્ચય-નિશ્ચય છે?
હા ભાઈ ! નિશ્ચય છે; અને નિશ્ચય એટલે જ સત્ય. ભાઈ ! તું નિશ્ચય કહીને તેની ઠેકડી ન કર પ્રભુ! નિશ્ચયથી દૂર તારી એકાંત માન્યતા તને હેરાન કરશે ભાઈ ! એનું ફળ બહુ આકરું આવશે બાપા! આત્માની તો આ રીત છે ભાઈ ! કે આત્માનો જે અભેદપણે અનુભવ છે તે આત્મા છે. માટે એમાં વ્યવહારથી થાય એમ રહેવા દે પ્રભુ ! વ્યવહાર હો ભલે, પણ એનાથી આત્માનુભવ થાય એ વાત જવા દે ભાઈ ! આ તારા હિતની વાત છે પ્રભુ!
પણ વ્યવહાર સાધન કહ્યું છે ને?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #467
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૫૧ સમાધાનઃ- ધૂળેય સાધન નથી સાંભળને. એ તો અંતરમાં પોતે સ્વરૂપનું સાધન પ્રગટ કર્યું છે તો જે રાગ છે તેને આરોપ આપીને સાધન કહેવામાં આવે છે. તે કાંઈ ખરેખરું સાધન છે એમ નથી. જુઓ, સમ્યકત્વીને વ્યવહાર સમ્યકત્વમાં નિશ્ચય સમ્યકત્વ ગર્ભિત છે, નિરંતર ગમનરૂપ (પરિણમનરૂપ) છે. (જુઓ રહસ્યપૂર્ણ ચિટ્ટી). પણ એ વ્યવહાર સમકિત શું છે? એ તો રાગ છે, ચારિત્રગુણની ઉલટી પર્યાય છે. છતાં તેને વ્યવહાર સમકિત કહેવું એ તો બાપા! આરોપથી કથન કરવાની શૈલી છે. તેમ જે સત્યાર્થ સાધન નથી તેને સાધન કહેવું તે આરોપ દઈને કથન કરવાની શૈલી છે. હવે આટલે પહોંચે નહિ, યથાર્થ સમજે નહિ એટલે લોકો બહારથી વિવાદ ઊભા કરે છે. પણ શું થાય ભાઈ? અહા ! આવાં ટાણાં આવ્યાં ને યથાર્થ સમજણ ન કરે તો કયારે કરીશ ભાઈ ? કયાં જઇશ પ્રભુ! તું? જવાનું તો વસ્તુમાં પોતામાં છે. ત્યાં જા ને નાથ! રાગમાં ને બહારમાં જવાથી તને શું લાભ છે ?
ભાઈ ! તું અનંતકાળથી આકુળતાની ચક્કીમાં પીસાઈ રહ્યો છે. અહા ! આ શુભભાવ એ પણ આકુળતા છે, દુઃખ છે હોં. હવે તે દુ:ખ આત્માના આનંદનું કારણ કેમ થાય ? પણ વ્રતાદિને મોક્ષમાર્ગ કહ્યો છે ને ? ભાઈ ! એ તો જેને અંતરમાં નિર્મળ રત્નત્રયરૂપ નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટયો છે તેને જે વ્રતાદિનો રાગ છે તેને
વિહારથી મોક્ષમાર્ગ ( વ્યવહાર મોક્ષમાર્ગ ) કહ્યો છે. પણ એ તો આરોપ દઈને ઉપચાર વડે કથન કરવાની શૈલી છે. મોક્ષમાર્ગ પ્રકાશમાં પંડિત-પ્રવર શ્રી ટોડરમલજીએ આનો
સ્પષ્ટ ખુલાસો કર્યો છે ને નિશ્ચય-વ્યવહારનું સર્વત્ર આ લક્ષણ જાણવું એમ ત્યાં (સાતમાં અધિકારમાં) કહ્યું છે. અહા ! ટોડરમલજીએ પણ કામ કર્યું છે ને! કોઈ અજ્ઞાનીઓ પંડિતાઈના મદમાં આવીને તેમને માનતા નથી અને આવી શુદ્ધ અધ્યાત્મની વાત કરનારાઓની ઠેકડી ઉડાડે છે, પણ ભાઈ ! એથી તને કાંઈ લાભ નથી બાપા !
અહીં કહે છે-“વસ્તુસ્થિતિના બળથી' , એ શું કહ્યું સમજાણું? કે આનંદસ્વરૂપ ભગવાન આત્માની પર્યાયમાં આનંદનું થવું એટલે કે આનંદની ભાવના અને આનંદનું વેદન–બધું એક સાથે એક સમયમાં ભેગું છે. આ વસ્તુસ્થિતિ છે. આ તો અમૃતચંદ્રાચાર્ય બાપા! એક શબ્દ, એક પદ લો તો તેમાં કેટકેટલું ભર્યું છે? ઓહો ! ભગવાન કુંદકુંદાચાર્ય પંચમ આરામાં તીર્થકર જેવું કામ કર્યું છે અને શ્રી અમૃતચંદ્રદેવે પંચમ આરામાં ગણધર જેવું કામ કર્યું છે. અહા ! વસ્તુને સૂર્યની જેમ આમ સ્પષ્ટ દેખાય એ રીતે મૂકી છે, બાપુ ! તું આવો શુદ્ધ જ્ઞાતા-દષ્ટાભાવી છે ને નાથ ! તું દેખનારને દેખ ને! અહા ! દેખાય છે જે બીજી ચીજ એ તો તારામાં આવતી નથી. દેખનારો જેને દેખે છે તે ચીજ તો દેખવાની પર્યાયમાં આવતી નથી. પણ જ્યારે પર્યાય દેખનારને દેખે છે ત્યારે પર્યાયમાં દેખનારનાં જ્ઞાન-શ્રદ્ધાન પ્રગટ થાય છે, ત્યારે અભેદ વેદ-વેદકપણું પ્રગટ થાય છે અને તે ધર્મ છે. લ્યો, આવી વાત!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #468
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
-
શું કહે છે? કે અભેદસ્વરૂપ વર્તતા વેધ-વેદકના બળથી ‘યત્ પુ ં અવલં જ્ઞાનં સ્વયં અનાતૈ: સવા વેદ્યતે' એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે (– જ્ઞાનીઓ વડે) સદા વેદાય છે ‘yષા ા yવ હિ વેવના' તે આ એક જ વેદના જ્ઞાનીઓને છે.
જુઓ, એક અચળ જ્ઞાન જ સદા વેદાય છે–એમ કહ્યું ને! ત્યાં અચળ તો ત્રિકાળી છે. (તે કાંઈ વેદાતું નથી. પણ અચળ જ્ઞાન ઉપર દષ્ટિ છે ને? માટે અચળ વેદાય છે એમ કહ્યું છે; બાકી વેદાય છે એ તો પર્યાય છે. આ તો મંત્રો બાપા! મોહનિદ્રામાંથી જગાડનારા આ મહા મંત્રો છે. જાગ રે જાગ ભાઈ! આવાં ટાણાં આવ્યાં ત્યારે સૂવું ન પાલવે નાથ ! અહા! ભગવાન છો ને પ્રભુ! તું ? આ બહા૨નીરાગની ને સંયોગની-ધૂળની-મહિમામાં તું ભીંસાઈ ગયો ને પ્રભુ! ત્યાંથી હઠી જા, ને આ અચળ એક જ્ઞાન જ તારું સ્વરૂપ છે તેનો અભેદપણે અનુભવ કર.
અહીં કહે છે–‘એક અચળ જ્ઞાન જ સ્વયં નિરાકુળ પુરુષો વડે...' જોયું ? જ્ઞાન ને આનંદ-બેય નાખ્યા. ‘એક અચળ જ્ઞાન જ' અર્થાત્ રાગ નહિ, પુણ્ય નહિ વિકલ્પ પણ નહિ પણ એક જ્ઞાન જ વેદાય છે. વળી ‘સ્વયં નિરાકુળ પુરુષો વડે ' એટલે કે જેમણે રાગના અભાવપૂર્વક નિરાકુળ આનંદનો અનુભવ કર્યો છે તેવા પુરુષો વડે જ્ઞાન ને આનંદ જ વેદાય છે. ભગવાન આત્મા અચળ એક જ્ઞાનાનંદનું ધ્રુવ બિંબ પ્રભુ છે. એનો જેને આશ્રય વર્તે છે તે જ્ઞાનીઓ નિરાકુળ પુરુષો છે અને તેઓ વડે એક જ્ઞાન જ સદા વેદાય છે અર્થાત્ તેઓને આત્માનાં એક જ્ઞાન આનંદનું જ વેદન હોય છે.
‘ષા ળા વ વેવના' તે આ એક જ વેદના જ્ઞાનીઓને છે. ‘પ્રજ્ઞા ’–એમ કહ્યું ને? એટલે આ પ્રત્યક્ષ જે આત્માના નિરાકુળ આનંદનું વેદન છે તે એક જ વેદન જ્ઞાનીઓને છે, પણ રાગનું વેદન છે એમ નહિ. અહીં ! મારગ બાપુ! વીતરાગનો બહુ ઝીણો છે. બહારની પ્રવૃત્તિથી મળી જાય એવો આ મારગ નથી, બહારની પ્રવૃત્તિ તો વિભાવ છે અને તે તેના (-જીવના) સ્વભાવમાં નથી; પછી એનાથી સ્વભાવની પ્રાપ્તિ કેમ થાય ? અહા ! આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ છે, પણ તેમાં એકેય ગુણ એવો નથી જે વિકારને કરે. પર્યાયમાં યોગ્યતાને લઈને વિકાર ભલે થાય, પણ આત્માનો ગુણસ્વભાવ એવો નથી કે વિકારને કરે ને વિકારને વેદે. તેથી અભેદપણે વર્તતા વેધ-વૈદકના બળથી જ્ઞાનીને એક જ્ઞાન જ વેદાય છે. આવી વાત છે.
અહા! પર્યાય તરીકે આખો આત્મા પર્યાયમાં વેદાય છે, અને આ એક જ વેદના જ્ઞાનીને છે. મતલબ કે આ સાતા કે અસાતાનું વેદન જ્ઞાનીને નથી એમ કહે છે. પોતે જ્ઞાન જ વેદાવાયોગ્ય અને પોતે જ્ઞાન જ વેદનાર એમ કહે છે. આ બધી પર્યાયની વાત છે હોં. પર્યાયમાં પર્યાયના ષટ્કારક છે ને ! દ્રવ્ય-ગુણમાં જેમ ધ્રુવ ષટ્કા૨ક છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #469
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૫૩ તેમ પર્યાયમાં કર્તા, કર્મ, કારણ આદિ એક સમયમાં છયે કારકો છે. અહા ! જૈનદર્શન બહુ સૂક્ષ્મ છે બાપા! જેને તે (સ્વાનુભવમાં) પ્રાપ્ત થયું તેને ભવ રહે નહિ.
‘જ્ઞાનન: અન્ય જ્ઞાતિ–વેના ઈવ દિ ન gવ ભવેત્' જ્ઞાનીને બીજી કોઈ આવેલી (-પુદ્ગલથી થયેલી) વેદના હોતી જ નથી.
શું કીધું એ? કે જ્ઞાનીને રાગનું વદન હોતું નથી. કેમકે રાગ છે એ તો બહારનો આગંતુક ભાવ છે; મૂળ ભાવ નથી, પણ મહેમાનની જેમ આવેલો ભાવ છે. ‘મીતિવેવના' કીધી છે ને? જ્ઞાનીને બીજી કોઈ આવેલી–પુદ્ગલોથી થયેલી-વેદના હોતી જ નથી. અહા ! શું કળશ ! ને શું ભાવ!
પ્રશ્ન- તો શું જ્ઞાનીને બહારના વેદનની પીડા ન હોય?
ઉત્તર:- ના, ન હોય. જ્ઞાનીને બીજું વેદન કેવું? અહીં તો એક મુખ્ય લેવું છે ને ? તો કહ્યું કે જ્ઞાનીને બીજી બહારની આવેલી વેદના નથી. એ તો સ્વભાવની દષ્ટિમાં જે રાગનું વેદન છે તેને ગૌણ કરીને કહ્યું છે. બાકી દષ્ટિની સાથે જે જ્ઞાન વિકસ્યું છે તે જેટલો રાગ છે તેટલું તેનું વેદન છે એમ યથાર્થ જાણે છે. પણ સ્વભાવની દષ્ટિમાં તે ગૌણ છે. તો કહ્યું કે જ્ઞાનીને આગંતુક વેદના-બહારથી આવેલી રાગાદિની વેદના-હોતી નથી; એક જ્ઞાનની-નિરાકુલ આનંદની જ વેદના તેને છે.
જ્ઞાનીને જે અસ્થિરતાનો રાગ આવે તેનો તે જ્ઞાતા જ છે; તેનો તે કરનારો કે વેદનારો નથી. ઝીણી વાત છે પ્રભુ ! અહાહા...! “હું આનંદ જ છું” એમ જ્ઞાની જાણે છે અને જે વિકલ્પ આવે તેનો પણ જાણનાર જ છે. જાઓ, શત્રુંજય પર ધર્મરાજા, ભીમ, અર્જુન, સહદેવ ને નકુળ અંતર આનંદમાં ઝૂલે છે. ત્યારે તેમને શરીર ઉપર લોઢાનાં ધગધગતાં મુગટ આદિ આભૂષણ પહેરાવ્યાં. અહા! એવા કાળે ભગવાનની હયાતી હતી તેવા કાળ-શત્રુંજય જેવા તીર્થ પર મુનિદશામાં ઝૂલતા મુનિવરો ઉપર આવો ઉપસર્ગ કરનારા નીકળ્યા ! છતાં મુનિવરો તો અંદર આનંદની રમતમાં હતા; તેમને અસાતાનું-ખેદનું વેદન ન હતું. ત્યાં સહદેવ ને નકુળને વિકલ્પ આવ્યો કેઅરે ! મહામુનિવરોને કેમ હશે? આ તો અસ્થિરતાનો વિકલ્પ આવ્યો પણ તેના તે જાણનાર જ હતા, બાકી વેદન તો અંતરમાં નિર્મળ જ્ઞાનાનંદનું જ હતું. લ્યો, આવી વાત !
અહીં કહે છે-જ્ઞાનીને બીજી કોઈ આવેલી–આગંતુક વિભાવની–વેદના હોતી નથી, તેથી ‘ત–મી: 1:' તેને વેદનાનો ભય કયાંથી હોય? ‘સ: સ્વયં સતત નિરશં: સનું જ્ઞાન સવા વિન્ધતિ' તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. જુઓ, અહીં રાગનું વેદન ગયું નથી. જોકે તેને કિંચિત્ રાગનું વેદન છે પણ દષ્ટિ અને દષ્ટિના વિષયની મુખ્યતામાં રાગનું વેદન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #470
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આગંતુક ગણીને તેને છે નહિ એમ કહ્યું છે. અહા ! જ્ઞાનીને કોઈ બહારની વેદનાનો ભય નથી કેમકે તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો એક સ્વાભાવિક જ્ઞાનને જ સદા અનુભવે છે.
* કળશ ૧૫૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * સુખ-દુઃખને ભોગવવું તે વેદના છે. જ્ઞાનીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ ભોગવટો છે.”
જુઓ, શું કહ્યું? કે ધર્મીને પોતાના એક જ્ઞાનમાત્ર સ્વરૂપનો જ, એક નિજ આનંદસ્વરૂપનો જ ભોગવટો છે. વ્યવહારરત્નત્રયના રાગનો પણ તેને ભોગવટો નથી એમ કહે છે; કેમકે એ તો તેનો વ્યવહારરત્નત્રયનો) જ્ઞાતા જ છે. એ તો બારમી ગાથામાં આવ્યું ને કે વ્યવહાર તે કાળે જાણેલો પ્રયોજનવાન છે. વ્યવહાર હોય છે તેને જ્ઞાની જાણે જ છે બસ એટલું, પણ વેદતો નથી. અહીં તો મુખ્યનું જોર છે ને? જ્ઞાનીને સ્વભાવ મુખ્ય છે અને સ્વભાવની મુખ્યતામાં રાગની વેદનાને ગૌણ કરીને રાગને તે વેદતો નથી એમ કહેવામાં આવ્યું છે.
જુઓ, શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હાલ નરકમાં છે. જેટલો કપાયભાવ છે તેટલું ત્યાં દુઃખનું વેદન છે. પરંતુ તે કપાયભાવ વસ્તુમાં-આત્મામાં નથી ને તેની નિર્મળ પર્યાયમાં પણ નથી. જેને તે વેદે છે તે પર્યાયમાં કપાયભાવ ક્યાં છે? નથી. માટે જ્ઞાનીને તો એક જ્ઞાનસ્વરૂપનો જ ભોગવટો છે. આવો મારગ છે.
વિશેષ કહે છે કે-જ્ઞાની “પુદ્ગલથી થયેલી વેદનાને વેદના જ જાણતો નથી.'
જુઓ, નિર્જરા અધિકારની ૧૯૪ મી ગાથામાં આવ્યું કે-વેદના શાતા-અશાતાને ઓળંગતી નથી. જ્ઞાનીને પણ જરી વેદન આવી જાય છે, પણ તે નિર્જરી જાય છે. મુનિને પણ જેટલો વિકલ્પ છે તેટલો રાગ છે પણ તેને અહીં ગણ્યો નથી અને કહ્યું કે પુદ્ગલથી થયેલી વેદનાને જ્ઞાની વેદના જ જાણતો નથી.
- જ્ઞાનની પ્રધાનતાથી વાત હોય ત્યારે જ્ઞાનીને જે રાગનું પરિણમન છે તેનો તે કર્તા છે ને તેને તેનું વેદન પણ છે એમ કહેવાય છે. એ તો તે રાગ પરને લઈને ને પરમાં નથી પણ પોતાની કમજોરીને લઈને પોતામાં છે એમ જ્ઞાની જાણે છે. અહા ! કમજોરી છે ને? તો કમજોરી છે એમ જ્ઞાની જાણે છે. પરંતુ દષ્ટિ ને દષ્ટિના વિષયમાં કય i કમજોરી છે? કમજોરી દૃષ્ટિનો વિષય નથી. પર્યાય જ્યાં દષ્ટિનો વિષય જ નથી ત્યાં કમજોરી દષ્ટિના વિષયમાં ક્યાંથી આવે? તેથી દષ્ટિની મુખ્યતામાં કમજોરીને ગણી જ નથી, અન્ય વેદના ગણી જ નથી.
તેથી કહે છે કે માટે જ્ઞાનીને વેદનાભય નથી. તે તો સદા નિર્ભય વર્તતો થકો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #471
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૫૫ જ્ઞાનને અનુભવે છે.' અહાહા...! સ્વરૂપમાં નિઃશંકપણે વર્તતા જ્ઞાનીને બહારની કોઈ વેદનાનો ભય નથી.
હવે અરક્ષાભયનું કાવ્ય કહે છે
* કળશ ૧૫૭ : શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * ‘યત્ સત્ તત્ નાશ ન પૈતિ રૂતિ વસ્તુસ્થિતિ: નિયત વ્યT' જે સત્ છે તે નાશ પામતું નથી એવી વસ્તુસ્થિતિ નિયતપણે પ્રગટ છે.”
અહા! જે છે તે નાશ શી રીતે પામે? ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ સત્ છે. સત્ નામ શાશ્વત છે તે નાશ શી રીતે પામે? જે છે તેનો નાશ કોઈ દિ' થાય નહિ એવી નિયત વસ્તુસ્થિતિ છે. વસ્તુની આ નિયત મર્યાદા છે કે જે છે તે કદી નાશ પામતું નથી.
તત્ જ્ઞાન વિન સ્વયમેવ સત્'—આ જ્ઞાન પણ સ્વયમેવ સત્ (અર્થાત્ સસ્વરૂપ વસ્તુ) છે માટે નાશ પામતું નથી).
આ જ્ઞાન” શબ્દ ભગવાન આત્મા સ્વયમેવ સત્સ સ્વરૂપ વસ્તુ છે. સ્વયમેવ સત્ નામ પોતે પોતાથી જ સત્ છે, કોઈ ઇશ્વરે એને ઉત્પન્ન કર્યો છે એમ નહિ અને એ કદી નાશ પામી જશે એમેય નહિ. અહાહા...! આત્મા સ્વયમેવ અનાદિ અનંત અવિનાશિક અકૃત્રિમ વસ્તુ ત્રિકાળ સત્ છે.
‘તત પરે: ત્રાત વિમ્'-તેથી વળી પર વડે તેનું રક્ષણ શું? અહાહા..! જે છે. છે... છે.... , જીપણું જેનું સ્વયં સ્વરૂપ છે તેનું પર વડે રક્ષણ શું? જે પોતાથી જ છે તેનું પર વડે રક્ષણ કેવું? ‘મત: મત્સ્ય ઉરુગ્રેન મંત્રી ને ભવેત્ ' આ રીતે (જ્ઞાન પોતાથી જ રક્ષિત હોવાથી) તેનું જરાપણ અરક્ષણ થઈ શકતું નથી.
શું કહ્યું? કે ભગવાન આત્મા ત્રિકાળી સત્ પ્રભુ પોતે પોતાથી જ સુરક્ષિત હોવાથી તેનું જરા પણ અરક્ષણ થઈ શકતું નથી. વસ્તુ આત્મા સચ્ચિદાનંદ પ્રભુ પોતે પોતાથી જ સત શાશ્વત પદાર્થ છે. તેનું કોઈ રક્ષણ કરે તો તે રહે એમ તો છે નહિ. એ તો સ્વભાવથી જ શાશ્વત સદા સુરક્ષિત વસ્તુ છે. તેની તેનું જરાપણ અરક્ષણ શકતું નથી.
‘જ્ઞાનિન: ત–મી: 7:' માટે (આવું જાણતા) જ્ઞાનીને અરક્ષાનો ભય કયાંથી હોય? અહાહા..! પોતાના સચ્ચિદાનંદસ્વરૂપનો અનુભવ થયો એવા ધર્મીને અરક્ષાનો ભય કયાંથી હોય? પોતાના શુદ્ધ શાશ્વત જ્ઞાનાનંદસ્વરૂપનો અનુભવ કરવાવાળાને અરક્ષાનો ભય હોતો નથી. તે તો....
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #472
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૫૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સ: સ્વયં સતત નિરશં: સદનું જ્ઞાન સવા વિન્ધતિ'–તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. રાગાદિ હોય તો પણ તે સદા જ્ઞાનને જ અનુભવે છે. સ્વને જાણે છે અને રાગનેય જાણે છે-એમ જ્ઞાનને જ અનુભવે છે. રાગને જાણે છે એમ કહેવું એ પણ અપેક્ષાથી છે. ખરેખર તો રાગ સંબંધીનું જ્ઞાન જે પોતાથી પોતા વડે તે કાળે સહજ થયું છે તે પોતાના જ્ઞાનને તે અનુભવે છે. તે જ્ઞાનને વેદે છે, રાગને નહિ તેથી તેને અરક્ષાભય નથી.
* કળશ ૧૫૭ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * અહીં અરક્ષાનો ભય જ્ઞાનીને નથી એ અર્થ ચાલે છે. તો કહે છે
સત્તાસ્વરૂપ વસ્તુનો કદી નાશ થતો નથી. જે વસ્તુ સત્તાપણે-હોવાપણે છે તેનું કોઈ કાળે નહોવાપણું થતું નથી. આ સર્વસાધારણ નિયમ કહ્યો. હવે કહે છે
“જ્ઞાન પણ તો સત્તાસ્વરૂપ વસ્તુ છે; તેથી તે એવું નથી કે જેની બીજાઓ વડે રક્ષા કરવામાં આવે તો રહે, નહિ તો નષ્ટ થઈ જાય.'
જ્ઞાન નામ આત્મા સ્વયં સત્તાસ્વરૂપ અથવા હોવાવાળું તત્ત્વ છે. તેથી બીજા રક્ષા કરે તો રહે એવું તે તત્ત્વ નથી. એ તો અનાદિઅનંત સ્વયં રક્ષિત જ વસ્તુ છે. જે શાશ્વત સત્તાસ્વરૂપ વસ્તુ છે તેને બીજાની શું અપેક્ષા છે? કાંઈ નહિ.
“જ્ઞાની આમ જાણતો હોવાથી તેને અરક્ષાનો ભય નથી.'
અહા! પોતાના ત્રિકાળી શાશ્વત સ્વરૂપને-શુદ્ધ સચ્ચિદાનંદ ભગવાનને જેણે દૃષ્ટિમાં લીધો છે તેને “કોઈ રક્ષા કરે તો રહું”—એવું કયાં છે? હું તો સદા શાશ્વત શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા છું એમ જેણે જાણ્યે-અનુભવ્યું છે તે ધર્મી જીવને અરક્ષાનો કોઈ ભય નથી. આ તો બાપા ! એકલી માખણ-માખણની વાત છે.
કહે છે-“તે તો નિઃશંક વર્તતો થકો પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે.”
નિઃશંક વર્તતો થકો એટલે નિર્ભયપણે પોતાના પુરુષાર્થથી વર્તતો થકો તે સદા સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. નિઃશંક નામ નિર્ભય; પોતાનો ચૈતન્ય કિલ્લો કાળથી અભેદ્ય છે ને? પોતાની સત્તા ત્રિકાળ શાશ્વત છે. આવું જાણતો જ્ઞાની નિઃશંક થઈ પોતાના સ્વાભાવિક જ્ઞાનને સદા અનુભવે છે. અહા ! વસ્તુના શાશ્વત ભાવને દષ્ટિમાં લીધો છે તેથી તે પર્યાયમાં નિઃશંકપણે તેને અનુભવે છે.
પ્રશ્ન- તે કઈ અવસ્થામાં નિઃશંક વર્તે છે?
ઉત્તર- સમ્યગ્દર્શનની અવસ્થામાં નિઃશંક વર્તે છે. મારી ચીજ ત્રિકાળ શાશ્વત છે એમ સમ્યગ્દર્શનમાં એને પ્રતીતિ-ભાન થયું છે. આ શરીર, મન, વાણી ઇત્યાદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #473
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૫૭ નાશવંત ચીજ તો પર છે, તે મારી ચીજ નથી. તે નાશ પામો તો પામો, મારી તો એક ત્રિકાળ શાશ્વત શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપ વસ્તુ છે. આવી જેને પ્રતીતિ થઈ છે તે પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. ભાષા જોઈ ! સ્વયં અર્થાત્ પોતે પોતાના ભાવથી અનુભવે છે.
પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. જ્ઞાન શબ્દ અહીં પોતાના આત્માનું ગ્રહણ છે. જેને આત્માના સ્વભાવની સત્તાનો અનુભવ થયો છે તે, નિજ સત્તાને સ્વીકારીને અનુભવે છે એમ કહે છે. આ ધર્મદશા છે.
ભગવાન આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ સ્વયંસિદ્ધ સત્તા છે. સ્વયંસિદ્ધ નામ કોઈથી નહિ કરાયેલી એવી અનાદિ અનંત અકૃત્રિમ વસ્તુ ભગવાન આત્મા છે. તેને ધર્મી પુરુષે પોતાની દૃષ્ટિમાં લીધી છે. તેથી સ્વયં એટલે રાગની અપેક્ષા વિના, વ્યવહારના રાગની અપેક્ષા વિના, પોતાના સ્વાભાવિક જ્ઞાનને નિરંતર એટલે અખંડ ધારાએ-કોઈવાર રાગનો અનુભવ ને કોઈવાર જ્ઞાનનો અનુભવ એમ નહિ પણ ખંડ ન પડે એમ અખંડધારાએ અનુભવે છે.
અહીં “સ્વયં” એટલે પોતે પોતાથી પોતાને અનુભવે છે એમ વાત છે.
ત્યારે કોઈ વળી કહે છે-સ્વયં એટલે પોતે પોતારૂપ અનુભવે છે, સ્વથી વા પરથી. પોતાથી જ અનુભવે છે એમ નહિ પણ પરથી પણ પોતે પોતારૂપ અનુભવે છે એમ એનું કહેવું છે.
અરે ભાઈ ! પોતે પોતાથી જ સદા પોતાને પોતારૂપ અનુભવે છે અને પરથી કદીય નહિ એ મૂળ સિદ્ધાંત છે. શું પર વડ પોતારૂપ અનુભવ થાય? ન થાય. બાપુ! આ તો તારી મૂળમાં ભૂલ છે પ્રભુ! વસ્તુ ભગવાન આત્મા અખંડ એક જ્ઞાયકભાવ પરમપરિણામિક ભાવ છે. પરિણામિકભાવ તો પરમાણુય છે. પણ આ તો જ્ઞાનસ્વભાવભાવ છે ને! તેથી તે પરમપરિણામિકભાવ શાશ્વત જ્ઞાયકભાવ છે. તેને જ્ઞાની સ્વયં એટલે પોતાથી જ-પોતાના આશ્રયે-પરના આશ્રય ને અવલંબન વિના જ અનુભવે છે. સદા અનુભવે છે એમ કહીને એમ કહ્યું કે “રાગ મારો છે” એમ જ્ઞાની કદીય અનુભવતો નથી પણ “જ્ઞાન જ મારું છે'એમ સદા અનુભવે છે. સમજાણું કાંઈ...?
હવે અગુતિભવનું કાવ્ય કહે છે:
* કળશ ૧૫૮: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * ‘વિત્ર સ્વં વસ્તુન: પરમ કુતિ: સ્તિ' ખરેખર વસ્તુનું સ્વ-રૂપ જ (અર્થાત્ નિજ રૂપ જ) વસ્તુની પરમ “ગુતિ' છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #474
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૫૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ શું કહે છે? કે વસ્તુ પોતે જ પોતામાં ગુપ્ત છે. તેમાં બીજાનો કોઈનોય પ્રવેશ નથી. શરીર, મન, વાણી ઇત્યાદિ પરનો તેમાં પ્રવેશ નથી એ તો ઠીક, તેમાં રાગાદિ વિકલ્પનોય પ્રવેશ નથી. ભગવાન આત્મા આનંદકંદ પ્રભુ અખંડ એક જ્ઞાયકસ્વભાવની મૂર્તિ છે. તે સ્વરૂપથી જ પરમ ગુપ્ત છે. તેમાં દયા, દાન આદિ વિકલ્પનોય પ્રવેશ નથી.
જાઓ, વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુપ્તિ છે એમ કહે છે. કેમ? તો કહે છે-“યત્ સ્વરૂપે : મ9િ પર: પ્રવેણુ ન શp:' કારણ કે સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. જુઓ, જેમ કિલ્લો હોય અને તેમાં કોઈ પ્રવેશી શકે નહિ તેમ પોતે જ ગુમ કિલ્લો છે, ધ્રુવ અભેદ્ય કિલ્લો છે. તેમાં શરીરાદિ તો શું? વ્યવહારરત્નત્રયના વિકલ્પનો ને એક સમયની નિર્મળ પર્યાયનો પણ પ્રવેશ નથી. અહા ! અંદર પરમ ગુપ્ત પદાર્થ પ્રભુ આત્મા છે તેને પર્યાય જુએ છે, અનુભવે છે પણ તેમાં તે પર્યાયનો પ્રવેશ નથી.
અહાહા..! પોતાનું સ્વરૂપ જે શાશ્વત ધ્રુવ જ્ઞાન ને આનંદ છે તેમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી. એ જ કહે છે કે “' અને “ તું જ્ઞાન સ્વરૂપ ' અકૃત જ્ઞાન (–જે કોઈથી કરવામાં આવ્યું નથી એવું સ્વાભાવિક જ્ઞાન) પુરુષનું અર્થાત્ આત્માનું સ્વરૂપ છે. પર્યાય તો નવી થાય છે, પણ જ્ઞાન અકૃત છે. જાણગ.. જાણગ... જાણગ-એવો જે ભાવ તે અકૃત નામ અકૃત્રિમ છે, અને તે આત્માનું સ્વરૂપ છે. તેથી જ્ઞાન આત્માની પરમ ગતિ છે, અર્થાત્ જ્ઞાનસ્વભાવી આત્મા પરમ ગુપ્ત જ છે.
‘ત: સ્ય ન વાવેન ગાપ્તિ: ભવેત્' માટે આત્માનું જરા પણ અગતપણું નહિ હોવાથી ‘જ્ઞાનિન: ત–મી: 9ત:' જ્ઞાનીને અગુતિનો ભય કયાંથી હોય? અહાહા...! આત્મામાં બીજી ચીજ પ્રવેશી શકતી જ નથી તો ધર્મીને અગુમિનો ભય કયાંથી હોય? વસ્તુ જ સદા પોતે ગુપ્ત છે અને ધર્મીની દષ્ટિ ત્રિકાળી શાશ્વત પોતાની ગુપ્ત વસ્તુ પર છે, પછી એને અગુપ્તિનો ભય કયાંથી હોય ? એ તો નિર્ભય જ છે, નિ:શંક જ છે.
‘સ: સ્વયં સતત નિરશ: સદનું જ્ઞાન સવા વિન્ધતિ' તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે. લ્યો, છયે કળશમાં આ શબ્દો છે. (સાત ભય પૈકી પહેલા કળશમાં આ લોકભય ને પરલોકભય ભેગા લીધા છે). કહે છે–પોતે પોતાની પર્યાયમાં સહજ જ્ઞાનાનંદસ્વભાવને ‘સતત' કહેતા અખંડધારાએ અનુભવે છે. ભલે વિકલ્પમાં આવ્યો-એમ દેખાય પણ તે વિકલ્પમાં આવ્યો નથી એમ કહે છે. એને તો શાશ્વત એક જ્ઞાનસ્વભાવ પ્રત્યેનું વલણ નિરંતર-અખંડધારાએ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #475
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૫૯ રહેલું હોય છે. આવો મારગ સમજવો કઠણ પડે પણ શું થાય? મારગ તો આ જ છે બાપા !
અહા ! આ સંસાર જુઓને ! આ નાની નાની ઉંમરમાં ક્ષણમાં દેહ છૂટી જાય છે. એ તો દેહની સ્થિતિ જ એવી હોય ત્યાં બીજાં શું થાય? આકસ્મિક તો કાંઈ છે નહિ. એ તો ૧૬0 કળશમાં કહેશે કે અકસ્માત જેવું કાંઈ છે જ નહિ. લોકોને ખ્યાલમાં ન હોય એટલે લોકો તેને અકસ્માત કહે છે પણ અકસ્માત જેવું કાંઈ છે જ નહિ, બધું કમનિયમિત છે. વળી આ દેહ છે એ તો જડ ધૂળ-માટી છે; તેને ભગવાન આત્માનો સ્પર્શ જ કયાં છે ? એ તો ત્રીજી ગાથામાં આવી ગયું કે-સર્વ પદાર્થો પોતાના દ્રવ્યમાં અંતર્મગ્ર રહેલ પોતાના અનંત ધર્મોના ચક્રને ચુંબે છે-સ્પર્શ છે તોપણ તેઓ પરસ્પર એકબીજાને સ્પર્શ કરતા નથી. અહા ! ભગવાન આત્મા પોતાની શક્તિઓને તથા પર્યાયને સ્પર્શે છે પણ પરમાણુ આદિને સ્પર્શતો નથી. લ્યો, આવી વાત !
પ્રશ્ન- પિતા પુત્રને ચુબે છે ને?
સમાધાન:- ભાઈ ! કોણ ચુંબે ? બાપુ! તને ભ્રમણા છે. ભગવાન આત્મા પોતાના અનંત ગુણ-સ્વભાવને અને તેની નિર્મળ પર્યાયને ચુંબે છે, સ્પર્શે છે પણ તે સિવાય શરીર, મન, વાણી, કર્મ કે સ્ત્રી-પુત્ર-પરિવાર ઇત્યાદિ કોઈ બહારના પદાર્થોને કોઈ દિ' સ્પર્ધો નથી, સ્પર્શતોય નથી. અહા ! આવા ભગવાનસ્વરૂપ આત્મામાં જેણે પોતાની દષ્ટિ સ્થાપી છે તે ધર્માત્મા પુરુષ નિરંતર નિઃશંક વર્તતો થકો એક જ્ઞાનસ્વરૂપ આત્માને જ અનુભવે છે. “નિરંતર નિ:શંક વર્તતો થકો ”—એમ છે ને? મતલબ કેઅખંડધારાએ જેમ પોતાનું સત્ છે તેમ અખંડધારાએ નિઃશંક તેમાં તે વર્તે છે. બીજે આવે છે ને કે
ભેદજ્ઞાન સાબુ ભયો, સમરસ નિર્મલ નીર ધોબી અંતર આતમા, ધોવૈ નિજ ગુણચીર.”
- ગુણવંતા જ્ઞાની અમૃત વરસ્યા રે પંચમ કાળમાં. ભગવાન આત્મા આનંદનો નાથ પ્રભુ શાશ્વત શુદ્ધ વસ્તુ સદા ગુપ્ત છે. તેમાં રાગનો પ્રવેશ નથી. ત્યાં રાગથી ભિન્ન શુદ્ધ શાશ્વત સ્વભાવમાં એકાગ્ર થવું તે ભેદજ્ઞાન સાબુ છે. અને સમરસ-વીતરાગરસ-ચૈતન્યરસની મૂર્તિ પ્રભુ આત્મામાં નિઃશંક અખંડધારાએ એકાગ્રતા થતાં ઉત્પન્ન થયેલો જે વીતરાગપરિણતિરૂપ સમરસભાવ તે “સમરસ નિર્મલ નીર' છે. અને “ધોબી અંતર આતમા ધોવૈ નિજ ગુણ-ચીર' એટલે કે અંતર-એકાગ્રતા વડે ધર્મી મલિનતા દૂર કરીને શુદ્ધતાની પરિણતિને ઊભી કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #476
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૦ ]
વન રત્નાકર ભાગ-૭ આ પરિણતિની વાત છે હોં ગુણ તો ગુણ ત્રિકાળ નિર્મળ જ છે (એમાં કયાં કાંઈ કરવું છે?). આવો મારગ છે, ભાઈ !
અહીં કહે છે-જ્ઞાની નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને નિરંતર એટલે અખંડધારાએ સદા અનુભવે છે. લ્યો, ‘સતત' અને 'સી' જ્ઞાનને અનુભવે છે. અખંડધારાએ સદા જ્ઞાનને અનુભવે છે, કદીય રાગને અનુભવે છે એમ નહિ. ઓહો ! જુઓ આ નિર્જરાની દશા ! કહે છે કે કર્મની નિર્જરા તેને થાય છે, તેને અશુદ્ધતા ઝરી જાય છે અને તેને શુદ્ધિની વૃદ્ધિ થાય છે કે જે પોતાની શાશ્વત શુદ્ધ ચૈતન્યસત્તાને નિરંતર નિર્મળ પરિણતિ દ્વારા અનુભવે છે. અહા ! સંવરમાં શુદ્ધિ પ્રગટે છે, નિર્જરામાં શુદ્ધિની વૃદ્ધિ થાય છે ને મોક્ષમાં શુદ્ધિની પૂર્ણતા થાય છે. અહીં ! આ તો દુનિયા આખીથી જુદી વાત છે. અત્યારે સંપ્રદાયમાં ધર્મના નામે જે ચાલે છે એનાથી આ જાદી વાત છે બાપા !
આ અગુપ્તિભયનો કળશ ચાલે છે. કહે છે-જ્ઞાની નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ એક જ્ઞાનને સદા અનુભવે છે; એટલે કે તે શાશ્વત એક ધ્રુવને અનુભવે છે, ત્યાં જોકે અનુભવે છે તો પર્યાયને, પણ તે (પર્યાય) ધ્રુવની સન્મુખ છે ને? ધ્રુવને અવલંબી છે ને? એટલે ધ્રુવને અનુભવે છે એમ કહ્યું છે. ૧૧ મી ગાથાની ટીકામાં આવે છે કેજ્ઞાયકભાવ આવિર્ભાવ પામે છે. હવે, જ્ઞાયકભાવ તો જ્ઞાયકભાવ (રૂપે ) જ છે; પરંતુ પર્યાયમાં તે જણાયો તો જ્ઞાયકભાવ આવિર્ભાવ પામ્યો એમ કહેવાય છે. અહા! ભાષા તો એવી છે કે જ્ઞાયકભાવ આવિર્ભાવ પામે છે, પ્રગટે છે. અરે ભાઈ! મોર જેમ પોતાની પાંખોની કળાથી ખીલી નીકળે છે તેમ ભગવાન આત્મા પોતાના અનંતગુણની પર્યાયથી અંદર ખીલી નીકળે છે. પણ જ્ઞાયક તો જ્ઞાયક જ રહે છે. જ્ઞાયકનો જ્યાં આશ્રય લીધો ત્યાં આશ્રય કરનારી પર્યાયમાં જ્ઞાયક જણાયો તો જ્ઞાયક આવિર્ભાવ પામ્યો એમ કહેવાય છે. સમજાણું કાંઈ...?
અજ્ઞાનીએ ભગવાન જ્ઞાયકભાવને પર્યાય ને રાગબુદ્ધિની આડમાં તિરોભૂત કર્યો હતો, ઢાંકી દીધો હતો. અહા! જ્ઞાયકભાવ કાંઈ તિરોભાવ કે આવિર્ભાવ પામતો નથી; એ તો છે તે છે. પરંતુ રાગ ને પર્યાયબુદ્ધિની આડમાં તે જણાતો નહોતો તો પર્યાયમાં તે છતી ચીજ જે જ્ઞાયકભાવ તે ઢંકાઈ ગઈ છે એમ કહેવાય છે. છે તો ખરી, પરંતુ પ્રગટ પર્યાયમાં રાગનું-પર્યાયનું જ અસ્તિત્વ સ્વીકાર્યું તો જ્ઞાયકભાવનો સ્વીકાર છૂટી ગયો. પણ જ્યારે ત્રિકાળી ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ અખંડ એક જ્ઞાયકભાવનો પર્યાયમાં સ્વીકાર કર્યો ત્યારે તેને જ્ઞાયકભાવ આવિર્ભત થયો-પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. ભાષા તો એમ આવે કે-જ્ઞાયકભાવ પ્રગટ થયો, પણ બાપુ! કઈ અપેક્ષાએ વાત છે તે યથાર્થ સમજવું જોઈએ. જ્ઞાયકભાવ કાંઈ નવો પ્રગટે છે એમ છે નહિ; પણ જ્ઞાયકભાવ પ્રતિ અંતર્મુખ થયેલી પર્યાયમાં-“આ હું છું”—એમ જ્ઞાયકભાવનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #477
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૬૧ પોતાપણે સ્વીકાર થયો તો જ્ઞાયકભાવ પ્રગટયો એમ કહેવાય છે. અને રાગના એકત્વમાં જ્ઞાયકભાવનો સ્વીકાર નહોતો તો જ્ઞાયકભાવ તિરોભૂત-ઢંકાઈ ગયેલો છે એમ કહેવામાં આવે છે. આવો મારગ બહુ સૂક્ષ્મ બાપા!
હવે, આવી અજ્ઞાનીને ખબર ન મળે ને મંડી પડે બહારમાં સામાયિક ને પોસા ને પ્રતિક્રમણ કરવામાં પણ ભાઈ ! એમાં તો તારો અખંડ એક જ્ઞાયકપ્રભુ ઢંકાઈ ગયો છે ભગવાન! એ કાંઈ ધર્મપદ્ધતિ નથી બાપા! અરેરે ! ક્ષણ ક્ષણ કરતાં અવસર તો વીતતો જાય છે! પછી કયાં જઈને ઉતારા કરવા છે પ્રભુ! તારે? હમણાં જ પોતાની શાશ્વત ચીજની સંભાળ નહિ કરે તો કયારે કરીશ ભાઈ ! “પછી કરશું માં તો પછી જ રહેશે. પેલો દાખલો છે ને કે-“વાણિયા જમે આજ ને બારોટ જમે કાલ.' અરે ભાઈ ! કાલ કોઈ દિ' આવે નહિ ને બારોટનું જમણ કોઈ દિ' થાય નહિ. તેમ અજ્ઞાની “પછી-પછી '—એમ કહે છે પણ...
હા, પણ હુમણા કામ હોય તો શું કરવું?
કામ? શું કામ છે? ધૂળેય કામ નથી સાંભળને. સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન ને આચરણ બસ એ એક જ કામ છે; આ સિવાય એને બીજું કોઈ કામ જ નથી. અરે ભાઈ ! તું બીજા કામના રાગમાં રહીને તો અનંતકાળથી જન્મ-મરણ કરીને મરી ગયો છો.
પણ કર્મનો ઉદય હોય તો?
સમાધાન - ઉદય એના ઘરે રહ્યો; આત્મામાં તે કયાં છે? તેમાં જો જોડાય તો ઉદય કહેવાય, અને ન જોડાય તો ઉદય ખરી જાય છે. ઉદયના કાળે પોતે સ્વતંત્રપણે રાગની પર્યાયને કરે તો કર્મનો ઉદય નિમિત્ત કહેવામાં આવે છે. શું કહ્યું એ ? કે કર્તા થઈને પોતે રાગને રચે તો તે ઉદયને નિમિત્ત કહેવાય છે. બાપુ! કોઈ તને નડતું નથી અને કોઈ ચીજ તને મદદ કરતી નથી. આવું જ વસ્તુસ્વરૂપ છે હોં; માટે જે કરવા યોગ્ય કામ છે તે હમણાં નહિ કરે તો કયારે કરીશ? (ભાઈ ! અનંતકાળેય આવો અવસર આવવો મુશ્કેલ છે ).
હા, પણ બહારનું ન કરીએ તો આ સ્ત્રી-પુત્રાદિનું શું કરવું?
સમાધાન- અરે ભાઈ ! તું શું પરનું કાર્ય કરી શકે છે? કદીય નહિ. આ સ્ત્રીપુત્રાદિ તો સૌ પોતપોતાને કારણે છે. તેઓ સદા છૂટાં જ છે. (તેઓ તારામાં –તારા દ્રવ્ય-ગુણ-પર્યાયમાં છે જ નહિ). તેમનું તું શું કરે છે? કાંઈ જ નહિ. બાપુ! અનંતકાળમાં તે કોઈનું કાંઈ કર્યું નથી; માત્ર અભિમાન કર્યા છે. પણ ભાઈ ! એ તો તારા અહિતનો પંથ છે બાપા! બીજાનું કામ બીજો કરે એ તો વસ્તુ-સ્થિતિ જ નથી ભાઈ !
પણ આપના જેવા ગુરુ ધાર્યા પછી શું વાંધો છે?
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #478
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬ર ]
યન રત્નાકર ભાગ-૭ સમાધાન - અરે ભાઈ ! ગુરુ તો અંદર આત્મા પોતે છે. અહાહા...! ચૈતન્ય મહાપ્રભુ આત્મા અંદર પોતાનો ગુરુ પરમાત્મસ્વરૂપે વિરાજે છે, અને તેને પોતે દષ્ટિમાં લે ત્યારે તેણે ગુરુ ધાર્યા છે. સ્વરૂપમાં દષ્ટિ દીધા વિના “ગુરુ ધાર્યા છે” એ કયાંથી આવ્યું? ભાઈ ! માસ્ટર-કી (Master Key) છે. એને (માસ્ટરકીને) લગાડયા વિના બધું રણમાં પોક મૂકવા જેવું છે. સમજાણું કાંઈ..?
આ માણસના મૃત્યુ પછી પાછળ રોકકળ નથી કરતા? પણ બાપુ! તું કોને રોવે છે? તું જો તો ખરો કે-“રોનારેય નથી રહેનાર રે”—રોનાર પણ રહેવાનો નથી. સમજે તો આટલામાંય ઘણું કહ્યું ભાઈ ! બાકી તો રખડપટ્ટી ઊભી જ છે.
* કળશ ૧૫૮: ભાવાર્થ ઉપરનું પ્રવચન * ગુતિ એટલે જેમાં કોઈ ચોર વગેરે પ્રવેશ ન કરી શકે એવો કિલ્લો, ભોયરું વગેરે; તેમાં પ્રાણી નિર્ભયપણે વસી શકે છે. એવો ગુપ્ત પ્રદેશ ન હોય પણ ખુલ્લો પ્રદેશ હોય તો તેમાં રહેનાર પ્રાણીને અગુપ્તપણાને લીધે ભય રહે છે.” શું કહ્યું? કે ખુલ્લા પ્રદેશમાં પ્રાણીને અગતપણાને લીધે ભય રહે છે. તેથી પ્રાણીઓ ગુમિ-ભોયરું-કિલ્લો આદિ ઇચ્છે છે.
હવે કહે છે-“જ્ઞાની જાણે છે કે વસ્તુના નિજ સ્વરૂપમાં કોઈ બીજું પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુતિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે.”
અહા! કહ્યું? કે વસ્તુના નિજ સ્વરૂપમાં અર્થાત્ ચૈતન્યપણે ત્રિકાળ અતિરૂપ ભગવાન આત્મામાં બીજા કોઈનો પ્રવેશ નથી. ગજબ વાત ભાઈ! આ શરીરને જમૈયો વાગે ને? તો કહે છે કે તે આત્માને અડ્યો નથી. ઝીણી વાત છે પ્રભુ!
પણ શરીરને અડે છે કે નહિ?
અરે ભાઈ ! શરીરનેય તે અડતો નથી સાંભળને, અને શરીર આત્માને પણ અડતું નથી. “બહિઃ લુઇતિ”—એમ આવે છે ને? અહા! બહાર લોટે છે પણ અંદર અડતો નથી. ભ્રમણાથી (અડે છે એવું) માને છે. પણ અરેરે! તું શું કરે છે પ્રભુ! આ? અરરર....! તારી આ અવસ્થા પ્રભુ! ત્રણલોકનો નાથ તું, ને આ શું કહેવાય? તને શું થયું છે પ્રભુ? પોતાની નિજ રમતુ મૂકીને તું પરમાં રમવા ગયો અને વ્યભિચારી થઈને પરમાં વેચાઈ ગયો ! (ભ્રમણા છોડી દે છે.
અહીં કહે છે-સ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશ કરી શકતું નથી માટે વસ્તુનું સ્વરૂપ જ વસ્તુની પરમ ગુતિ અર્થાત્ અભેદ્ય કિલ્લો છે. અહા! ચિદાનંદઘન પ્રભુ આત્મામાં કોણ પ્રવેશ કરે ? જેમ ચક્રવર્તીના દરબારમાં કોઈ દુશ્મન પ્રવેશી ન શકે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #479
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૬૩ તેમ ત્રણલોકના નાથ ચિદાનંદ ભગવાનના દરબારમાં બીજું કોઈ ન પ્રવેશી શકે. કળશ ૧૧માં આવે છે ને કે-આ બદ્ધપૃષ્ટાદિ ભાવો ઉપર ઉપર તરે છે, અંદર પ્રતિષ્ઠા પામતા નથી. જ્યાં પોતાની નિર્મળ પર્યાયનો પ્રવેશ નથી ત્યાં રાગ ને પરનો પ્રવેશ તો કયાંથી આવ્યો? કોઈનો (બીજાનો) પ્રવેશ છે જ નહિ એવો ભગવાન આત્મા અભેદ્ય કિલ્લો છે. અહા ! આવા પોતાના ચિદાનંદસ્વરૂપને અંદરમાં જ્યાં સ્વીકાર્યું ત્યાં શું બાકી રહ્યું? આનંદની બાદશાહી જ્યાં સ્વીકારી ત્યાં પામરતા કયાં રહી? તેને તો પર્યાયમાં પ્રભુતા પ્રગટી.
અભેદ્ય કિલ્લો એવા “પુરુષનું અર્થાત આત્માનું સ્વરૂપ જ્ઞાન છે તે જ્ઞાનસ્વરૂપમાં રહેલો આત્મા ગુપ્ત છે કારણ કે જ્ઞાનસ્વરૂપમાં બીજું કોઈ પ્રવેશી શકતું નથી. આવું જાણતા જ્ઞાનીને અગુસપણાનો ભય કયાંથી હોય? તે તો નિઃશંક વર્તતો થકો પોતાના સ્વાભાવિક જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે.'
જેમ જંગલનો સ્વામી સિંહ નિર્ભય છે તેમ અનંતગુણનો સ્વામી ભગવાન આત્મા અંદર નિર્ભય છે. કેમ ? કેમકે અંદર બીજો પ્રવેશી ન શકે તેવો તે અભેદ્ય કિલ્લો છે. અહા ! પુણ્ય-પાપનો તો તે થાપ મારીને ક્ષણમાં ખાતમો કરી દે તેવો તે સિંહ જેવો પરાક્રમી છે. અનંતવીર્યનો સ્વામી છે ને! અહા ! તેના બળનું અને તેના સ્વભાવના સામર્થ્યનું શું કહેવું? અહાહા....! જેના સ્વભાવના અનંત-અનંત સામર્થ્યનું વર્ણન ન થાય એવો આત્મા અંદર સિંહ છે. મુનિરાજને “સિંહવૃત્તિવાળા' નથી કહેતા? મુનિવરોને સિંહવૃત્તિ હોય છે. અહો ! ધન્ય અવતાર કે જેમને અંદરમાં સિંહવૃત્તિ પ્રગટ થઈ છે અને જેઓ રાગ ઉપર થાપ મારીને ક્ષણવારમાં તેના ભુક્કા બોલાવી દે છે.
અહા! કર્મના-પુણ્યપાપના ભુક્કા ઉડાવી દે એવો આત્મા અનંતબળનો સ્વામી છે. તેની શક્તિનું શું કહેવું? ૪૭ તો વર્ણવી છે, બાકી અનંત શક્તિઓનો સ્વામી આત્મા છે. તે અનંત શક્તિઓમાં રાગનું કારણ થાય એવી કોઈ શક્તિ નથી; તથા રાગથી એનામાં કાર્ય થાય એવું પણ આત્મામાં નથી. આવું અકાર્યકારણનું એનામાં સામર્થ્ય છે. અજ્ઞાની રાડો પાડે છે, પણ ભાઈ ! કોઈ પણ રાગની વૃત્તિથી તારામાં કાર્ય થાય એવો તું છો નહિ. નિર્મળ જ્ઞાન ને આનંદની પર્યાયને તું કરે ને ભોગવે એવો તું ભગવાન તારું કારણ છો. અહીં કહે છે–પોતાના સ્વરૂપને કારણપણે ગ્રહીને જ્ઞાની નિઃશંક થયો થકો નિરંતર-અખંડધારાએ પોતાના જ્ઞાનાનંદ સ્વરૂપને જ અનુભવે છે. લ્યો, આવી વાત છે.
હવે મરણભયનું કાવ્ય કહે છે:
* કળશ ૧૫૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “પ્રાણી છે” માં ઉદન્તિ' પ્રાણોના નાશને ( લોકો ) મરણ કહે છે. પાંચ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #480
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ઇન્દ્રિય, મન, વચન, કાય, શ્વાસોચ્છવાસ અને આયુ-તેનું છૂટી જવું તેને લોકો મરણ કહે છે. પરંતુ
‘મરચ માત્મ: પ્રાTI: નિ જ્ઞાન’ આ આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે.
એ શું કહ્યું? કે બાહ્ય પ્રાણોના નાશને લોકો મરણ કહે છે પણ આત્માના પ્રાણ તો શુદ્ધ જ્ઞાનાનંદ છે. પહેલી જીવત્વશક્તિ કહી છે ને ? ચૈતન્ય ભાવપ્રાણને ધારણ કરનાર જીવત્વશક્તિ છે. ‘નીવો વરિત્તવંસ |MTMક્રિય'–બીજી ગાથામાં છે ને? એમાંથી જીવત્વશક્તિ કાઢી છે. અહા ! જીવ તેને કહીએ કે જેમાં જીવત્વ શક્તિ હોય અને જીવત્વ શક્તિ એને કહીએ કે જેમાં જ્ઞાન, દર્શન, આનંદ ને સત્તાના પ્રાણ હોય.
ઇન્દ્રિયાદિ જડ પ્રાણ અસદભૂત વ્યવહારનય છે, અને અશુદ્ધ ભાવપ્રાણ જે વર્તમાન-વર્તમાન યોગ્યતારૂપ છે તે અશુદ્ધ નિશ્ચયનય છે. માટે તે સ્વરૂપમાં તો છે નહિ. સ્વરૂપભૂત પ્રાણ તો શુદ્ધ જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા ને પ્રભુતા છે. અહાહા..! આત્મા પોતે પ્રભુ પરમાત્મા છે જેના પ્રભુત્વ પ્રાણ છે. અહા ! જ્ઞાનની પ્રભુતા, દર્શનની પ્રભુતા, આનંદની પ્રભુતા, સત્તાની પ્રભુતા, વીર્યની પ્રભુતા-એ જેના પ્રાણ છે તે જીવ છે. ભગવાન આત્મા જ્ઞાન ને આનંદના પ્રાણથી જીવી રહ્યો છે, ટકી રહ્યો છે. આત્માના પ્રાણ તો નિશ્ચયથી જ્ઞાન છે. હવે કહે છે
‘તત સ્વયમેવ શાશ્વતતયાં નીતુવિદ્ છિદ્યતે' તે (જ્ઞાન) સ્વયમેવ શાશ્વત હોવાથી તેનો કદાપિ નાશ થતો નથી; “અત: તન્ચ મરણ વિગ્વન ન ભવેત્' માટે આત્માનું મરણ બિલકુલ થતું નથી.
શું કહ્યું? કે આત્માના જ્ઞાન, દર્શન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, સત્તા તો શાશ્વત છે. તેમનો કદીય નાશ થતો નથી. જ્ઞાન-દર્શન-આનંદ-સત્તા જે સ્વરૂપભૂત પ્રાણ છે તેમનો કદી નાશ થતો નથી. દેહનો નાશ તો થાય, કારણ કે એ તો નાશવંત છે, પણ જ્ઞાન-દર્શનાદિ નિશ્ચયપ્રાણનો નાશ થતો નથી. માટે આત્માનું મરણ બીલકુલ થતું નથી.
| ‘જ્ઞાનિન: ત–મી ત:' તેથી (આવું જાણતા) જ્ઞાનીને મરણનો ભય કયાંથી હોય? અરેરે ! હાય ! હું મરી જઈશ-એવો ભય જ્ઞાનીને હોતો નથી. કેમ? કેમકે પ્રતિક્ષણ જ્ઞાની તો પોતાના શાશ્વત જ્ઞાન ને આનંદમાં છે. દેહ મરે-છૂટે પણ આત્મા મરતો નથી એવું તેને યથાર્થ જ્ઞાન-શ્રદ્ધાન થયું છે ને? તેથી જ્ઞાનીને દેહ છૂટવા સંબંધી મરણનો ભય હોતો નથી.
અજ્ઞાનીને દેહાદિ બાહ્ય પ્રાણ છૂટી જવાનો નિરતર ભય રહે છે. મોટો (અજ્ઞાની) ચક્રવર્તી હોય, સોળ સોળ હજાર દેવો તેની સેવા કરતા હોય પણ દેહ છૂટે તો થઈ રહ્યું. પરપ્રાણમાં પોતાપણું માન્યું છે ને? તેથી તે ભયભીત થયો થકો બિચારો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #481
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૬૫ મરીને નરકે જાય છે. પોતાના શુદ્ધ ચૈતન્યપ્રાણની ઓળખાણ કર્યા વિના અજ્ઞાની જીવ મરણના ભય વડે નિરંતર પીડાય છે, જ્યારે નિજ શાશ્વત ચૈતન્યપ્રાણ વડે પોતાનું જીવન શાશ્વત છે એમ જાણતા જ્ઞાનીને મરણનો ભય નથી.
જુઓ, આયુષ્ય છૂટે છે માટે દેહ છૂટે છે એમ નથી. એ તો દેહમાં રહેવાની યોગ્યતા જ જીવની પોતાની પોતાને કારણે એટલી હોય છે. તે કાંઈ આયુષ્યને કારણે છે એમ નથી, કેમકે આયુ તો નિમિત્ત પરવસ્તુ છે. હવે તે યોગ્યતા પણ પોતાના સ્વરૂપભૂત નથી. પોતામાં તો પોતાના જ્ઞાન, દર્શન, આનંદ પ્રાણ છે. અહા ! આવી જેને અંતર-દષ્ટિ થઈ છે તેને સમ્યગ્દષ્ટિ કહે છે, ધર્મી કહે છે અને તેને મરણનો ભય હોતો નથી. જ્યારે બીજા (અજ્ઞાની) તો બિચારા હાય-હાય કરીને રાડ નાખી જાય છે.
અરે ભાઈ ! આ ઇન્દ્રિયાદિ પ્રાણ તારા કયાં છે? એ તો જડ પુગલના છે. છતાં તેને પોતાના માનનારનું જ્યારે મરણ થાય છે ત્યારે “અરે ! હું મરી ગયો,” મારા પ્રાણ છૂટી ગયા એમ અજ્ઞાની ભય પામીને દુઃખી થાય છે. જ્યારે જડ પ્રાણ જ મારા નથી, તેના છૂટવાથી હું મરણ પામતો નથી, હું તો જ્ઞાનાનંદસ્વરૂપે ત્રિકાળ શાશ્વત ધ્રુવ અનાદિ અનંત વસ્તુ છું—એવું જાણતા જ્ઞાનીને મરણનો ભય કયાંથી હોય? ન હોય.
‘સ: સ્વયં સતતં નિરશંવ: સદનું જ્ઞાન સવા વિન્દતિ' તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
“સ્વયં” શબ્દ આમાં આવ્યો છે. કોઈ અજ્ઞાની “સ્વયં” એટલે પોતારૂપ-જીવ જીવરૂપ-એમ અર્થ કરે છે. પણ ભાઈ ! “સ્વયં” એટલે પોતે પોતાથી-એમ અર્થ થાય છે. અહીં કહે છે-જ્ઞાની પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનસ્વરૂપ આત્માને સદા અનુભવે છે.
* કળશ ૧૫૯: ભાવાર્થ *
ઇન્દ્રિયદિ પ્રાણી નાશ પામે તેને લોકો મરણ કહે છે. પરંતુ આત્માને પરમાર્થે ઇન્દ્રિયાદિ પ્રાણ નથી, તેને તો જ્ઞાનપ્રાણ છે. જ્ઞાન અવિનાશી છે-તેનો નાશ થતો નથી; તેથી આત્માને મરણ નથી. જ્ઞાની આમ જાણતો હોવાથી તેને મરણનો ભય નથી; તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનસ્વરૂપને નિરંતર અનુભવે છે. આ ભાવાર્થ કહ્યો.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #482
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
૪૬૬ ]
હવે આકસ્મિકભયનું કાવ્ય કહે છેઃ
* કળશ ૧૬૦ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘પુતત્ સ્વત: સિદ્ધં જ્ઞાનમ્ તિ પુમ્' આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે, ‘ અનાવિ’ અનાદિ છે, ‘અનન્તમ્ ' અનંત છે, ‘અવલં’ અચળ છે.
3
શું કહે છે? કે આ સ્વતઃસિદ્ધ જ્ઞાન એક છે. અહીં જ્ઞાન શબ્દે આત્મા કહેવો છે. એમ કે-આત્મા સ્વતઃસિદ્ધ છે અને તે એક છે. જ્ઞાનાનંદસ્વરૂપી આત્મા પોતે પોતાથી છે અને તે એક છે. મતલબ કે તેમાં બીજું કાંઈ નથી. શરીર, મન, વાણી, રાગ ઇત્યાદિ બીજું કાંઈ એમાં નથી. વળી તે સ્વતઃસિદ્ધ સત્સ્વરૂપ ભગવાન અનાદિ-અનંત છે. જોયું ? બીજા બધા પદાર્થો-રાગ, નિમિત્ત આદિ પદાર્થો નાશવંત છે પણ ભગવાન આત્મા ત્રિકાળી સત્ પ્રભુ અનાદિ-અનંત છે, સદા અવિનાશી છે. અહાહા...! મારી ચીજ તો અનાદિની સ્વતઃસિદ્ધ એક જ્ઞાનસ્વરૂપ છે અને હું ત્રિકાળ અનાદિ-અનંત એવો ને એવો રહેવાવાળો છું–એમ ધર્મીની દૃષ્ટિ પોતાના શુદ્ધ એક ચૈતન્યતત્ત્વ ઉપર રહેલી હોય છે. વળી કહે છે
તે (આત્મા ) અચળ છે. અહા! મારી ચીજ ચળાચળ છે જ નહિ, તે તો જેવી છે તેવી ત્રિકાળ અચળ છે. નિત્ય ધ્રુવ જ્ઞાનથન પ્રભુ આત્મા ચળે કયાંથી? હું તો જેવો છું તેવો ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રિકાળ ધ્રુવ અચળ છું એમ જ્ઞાની જાણે છે.
‘રૂવં યાવત્ તાવત્ સવા વ દિ ભવેત્' તે જ્યાં સુધી છે ત્યાં સુધી સદાય તે જ છે ‘સત્ર દ્વિતીયોવય: ન' તેમાં બીજાનો ઉદય નથી.
અહાહા...! શું કહે છે આ? ‘તે જ્યાં સુધી છે ત્યાં સુધી તે જ છે.' અહાહા...! ત્રિકાળી ધ્રુવ જ્ઞાનાનંદસ્વરૂપી આત્મા ત્રિકાળ જ્ઞાનાનંદસ્વરૂપી જ છે. તેમાં બીજાનો ઉદય નથી. ભગવાન આત્મામાં બીજાનું પ્રગટપણું નથી. બીજી ચીજ તો બીજામાં છે. અહાહા...! જ્ઞાની કહે છે-મારી ત્રિકાળી ધ્રુવ અચળ ચીજમાં બીજી ચીજનો ઉદય નામ બીજી ચીજનું આવવું કે ઘુસવું છે નહિ. મારું તો સદા એકરૂપ જ્ઞાનરૂપ જ સ્વરૂપ છે.
‘તત્' માટે ‘અત્ર સ્મિમ્ વિશ્વના ન ભવેત્' આ જ્ઞાનમાં આકસ્મિક (અણધાર્યું, એકાએક) કાંઈપણ થતું નથી.
અહાહા...! અતીન્દ્રિય જ્ઞાન ને આનંદથી પૂરણ ભરેલો એવો જ્ઞાનાનંદનું ધ્રુવ-ધામ પ્રભુ આત્મા ત્રિકાળ એમ ને એમ જ છે. અહા! વર્તમાનમાં પણ ત્રિકાળી જેવો છે તેવો જ છે, અચળ છે. તેમાં બીજી કોઈ ચીજ છે નહિ અને બીજી ચીજનો પ્રવેશ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #483
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૬૭ પણ તેમાં છે નહિ. માટે કહે છે-આત્મામાં આકસ્મિક-અણધાર્યું કાંઈ પણ થતું નથી. જુઓ આ ધર્માત્માની દષ્ટિ!
ધર્મી એમ જાણે છે કે હું તો અનાદિ-અનંત જ્ઞાનાનંદઘન પ્રભુ અચળ અવિનાશી તત્ત્વ છું. આ શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિ તો અજીવ જડ ધૂળ-માટી છે અને આ રાગાદિ વિકાર તો અજીવ આસ્રવ તત્ત્વ છે. તે બધાં મારામાં કયાં છે? તેઓ મારામાં છે જ નહિ. માટે મારામાં કાંઈ પણ આકસ્મિક થાય એમ છે જ નહિ. મારામાં બીજી ચીજ જ નથી તો આકસ્મિક શું થાય?
અહા ! ધર્મીની દષ્ટિ અનંતગુણમંડિત પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા પર છે. પોતાના આવા સ્વરૂપનો નિર્ણય જે પર્યાયમાં થયો તે પર્યાય એમ જાણે છે કે-હું તો ધ્રુવ અચળ આનંદની ખાણ પ્રભુ આત્મા છું, મારામાં બીજી ચીજનો પ્રવેશ છે જ નહિ. આનંદધામ પ્રભુ આત્મા સિવાય બીજી ચીજમાં મારો આનંદ છે જ નહિ. આ પ્રમાણે ધર્મી જીવની પરપદાર્થમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. અને પર પદાર્થનું અવલંબન પણ તેને છૂટી ગયું છે. ઝીણી વાત છે પ્રભુ! તો કહે છે-નિત્યાનંદ પ્રભુ આત્મામાં બીજી ચીજ આવી જાય અને કાંઈક આકસ્મિક થઈ જાય એમ છે નહિ. અહા ! છે અંદર? કે જ્ઞાનમાં-જ્ઞાન નામ અચળ, એક અકૃત્રિમ, નિત્ય આનંદધામ પ્રભુ આત્મામાં-આકસ્મિક કાંઈ પણ થતું નથી. અહા ! કાંઈ અકસ્માત થાય એવી મારી ચીજ જ નથી.
તો અકાળ મરણ છે કે નહિ?
સમાધાન - અકાળ મરણ પણ નથી. અકાળ મરણ-એ તો નિમિત્તનું કથન છે. નિશ્ચયથી અકાળ મરણ જેવું કાંઈ છે જ નહિ કેમકે પ્રત્યેક કાર્ય પોતાના સ્વકાળે પ્રગટ થાય છે. અહીં એમ વાત છે કે સમકિતીની દષ્ટિ એક શુદ્ધ ચૈતન્યદ્રવ્ય પર છે અને તેમાં બીજી ચીજ તો કાંઈ છે નહિ તેથી તેમાં કાંઈ આકસ્મિક બનતું નથી એમ તે જાણે છે. સમજાણું કાંઈ?
અહાહા....! “સિદ્ધ સમાન સદા પદ મેરો'; શું કહ્યું? કે ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ જીવ-પછી ભલે તે તિર્યંચ હો કે નારકી હો-હું શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ સુખકંદ આનંદકંદ સદા સિદ્ધ સમાન પરમાત્મસ્વરૂપ એક પારમાર્થિક વસ્તુ છું—એમ પ્રતીતિ અને જ્ઞાન કરે છે. મારામાં બીજી ચીજ છે જ નહિ તો આકસ્મિક શું થાય ? કાંઈ ના થાય. આવું ધર્માત્મા જાણે છે અર્થાત આવું જાણે તે ધર્માત્મા છે. સમજાણું કાંઈ....? હવે કહે છે
‘જ્ઞાનિન: તમી: 1:' આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય કયાંથી હોય? ન હોય. અહાહા...! હું જ્ઞાનાનંદ નિત્યાનંદ પ્રભુ એક છું એમાં અકસ્માત શું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #484
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૬૮ ]
થન રત્નાકર ભાગ-૭ ધર્મનું પહેલું પગથિયું જે ચોથું ગુણસ્થાન તેમાં ધર્મી પોતાના આત્માને આવો જુએ છે. આવા ધર્મીને કાંઈ આકસ્મિક થઈ જશે એવો ભય કયાંથી હોય? ન હોય. તે તો
“સ: સ્વયં સતત નિરશં: સદનું જ્ઞાનં સવા વિન્ધતિ' તે તો પોતે નિરંતર નિઃશંક વર્તતો થકો સહજ જ્ઞાનને સદા અનુભવે છે.
અહા! તે તો એટલે સમ્યગ્દષ્ટિ તો પર્યાયમાં પોતે પોતાથી નિરાકુળ આનંદનો અનુભવ કરે છે. સ્વયં નામ પોતે પોતાથી છે તો પર્યાયમાં પણ પોતે પોતાથી પોતાના આનંદનો અનુભવ કરે છે. ઝીણી વાત છે ભાઈ ! ચીજ મૂળ અંદર સૂક્ષ્મ છે ને? જુઓને? છ૭ઢાલામાં શું કહ્યું? કે
“મુનિવ્રત ધાર અનંત વાર ગ્રીવક ઉપજાય,
પૈ નિજ આતમજ્ઞાન વિના સુખ લેશ ન પાય.” ભાઈ ! આત્મજ્ઞાન શું ચીજ છે એની એને ખબર નથી. અનંતકાળમાં અને ગ્રીવક સુદ્ધાં બધું મળ્યું પણ આત્મજ્ઞાન મળ્યું નથી. અહીં કહે છે કે જેને આત્મજ્ઞાન મળ્યું તે ધર્મી પુરુષ તો સ્વયં નિરંતર નિઃશંક વર્તતો થકો સહુજ જ્ઞાનનો-જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્માનો-સદા અનુભવ કરે છે. અહા ! આવી વાત બીજે કયાંય છે નહિ. ભાઈ ! આ તો ભગવાનનો મારગ બાપા ! આ તો શૂરાનો મારગ ભાઈ ! કહ્યું નથી કે
હરિનો મારગ છે શૂરાનો નહિ કાયરનું કામ જો.” બાપુ! સાંભળીને જેનાં કાળજાં કંપી ઉઠે તે કાયરનાં આ કામ નહિ. આનંદકંદ પ્રભુ આત્માનાં દષ્ટિ, જ્ઞાન ને રમણતા-એ શૂરાનું કામ છે, એ કાયરનાં-પાવૈયાનાં કામ નથી. સમજાણું કાંઈ....?
ભાઈ ! આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ને કર્મ ઇત્યાદિ તો જડ ધૂળ-માટી છે. એની સાથે તો આત્માને કોઈ સંબંધ છે નહિ. સ્વસ્વરૂપની અસ્તિમાં તે સર્વની નાસ્તિ છે; અને તે બધામાં પોતાની એટલે સ્વસ્વરૂપની નાસ્તિ છે. વળી પુણ્ય-પાપના ભાવની પણ સ્વસ્વરૂપમાં નાસ્તિ છે. આવા સ્વસ્વરૂપનો-સહજ એક જ્ઞાયકભાવનો ધર્મી જીવ સદા અનુભવ કરે છે, કદીક રાગનો-દુ:ખનો અનુભવ કરે છે એમ નહિ. અહા ! ધર્મી જીવ નરકમાં હો તોપણ સહજ એક જ્ઞાનાનંદસ્વરૂપનો જ અનુભવ કરે છે એમ કહે છે. ઝીણી વાત ભાઈ ! એ તો ભજનમાં આવે છે ને કે
ચિમૂરત દગધારીકી મોહિ રીતિ લગત હૈ અટાપટી,
બાહર નારકી દુઃખ ભોગે અંતર સુખરસ ગટગટી.” અહા! જેની ચિમૂર્તિ પ્રભુ આત્મામાં દષ્ટિ થઈ છે તેની રીત અટપટી જણાય છે. બહાર તે નરકનું દુઃખ ભોગવતો દેખાય છે જ્યારે અંતરમાં તેને સુખની ગટાગટી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #485
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૬૯ હોય છે. જુઓ, શ્રેણીક રાજા હાલ પહેલી નરકમાં છે. તેઓ ક્ષાયિક સમકિતી છે; ભવિષ્યમાં-આવતી ચોવીસીમાં-તીર્થકર થવાના છે. પણ અત્યારે પહેલી નરકમાં છે, ને જેટલો ( જ અલ્પ) રાગ છે એટલું દુઃખનું વેદન પણ છે, પણ અંતરમાં અનંતાનુબંધીના અભાવને કારણે અતીન્દ્રિય આનંદની ગટાગટી છે. ઝીણી વાત છે ભાઈ ! અનંતકાળમાં એણે સમ્યગ્દર્શન એક ક્ષણ પણ પ્રગટ નથી કર્યું અને તેથી પંચમહાવ્રતાદિ પાળીને નવમી ગ્રીવકમાં ઉપજ્યો તોપણ દુઃખી જ રહ્યો છે.
અહા ! અનાદિથી જીવને પુણ્ય-પાપના-શુભાશુભ રાગના-વિકલ્પનું વેદન છે. તે દુઃખનું વેદન છે, મિથ્યા વેદન છે. એને આ શરીરનું કે બહારના સંયોગરૂપ પદાર્થનું વેદન છે એમ નથી કેમકે શરીરાદિ પદાર્થો તો જડ છે, પર છે. તેને તો જીવ અડય નહિ તે કેવી રીતે ભોગવે? તો કેવી રીતે છે? તો કહે છે-અજ્ઞાની મૂઢ જીવ તે શરીરાદિ પદાર્થને જોઈને “આ ઠીક છે, આ અઠીક છે”—એમ રાગદ્વેષ ઉત્પન્ન કરે છે અને તે રાગદ્વેષને તે ભોગવે છે, વેદે છે. એ રાગદ્વેષનું વદન દુઃખનું વેદન છે ભાઈ ! જ્યારે સમ્યગ્દષ્ટિએ ગુલાંટ મારી છે. ગુલાંટ-ગુલાંટ સમજ્યા? એણે પલટો માર્યો છે. અહા ! પહેલાં નવમી ગ્રીવક અનંતવાર ગયો હતો પણ એ તો ત્યાં રાગનું-કષાયનું વદન હતું એ મિથ્યા દુઃખનું વેદન હતું. પણ હવે એણે પલટો માર્યો છે. હવે રાગથી હઠીને દૃષ્ટિ ભિન્ન એક સહજ જ્ઞાનસ્વભાવ પર સ્થાપી છે. સમ્યગ્દષ્ટિની દૃષ્ટિ સહજ એક જ્ઞાનસ્વભાવ પર રહેલી છે. તેથી તે નિરંતર જ્ઞાન ને આનંદને વેદે છે. આવી જન્મ-મરણથી રહિત થવાની રીત બહુ જુદી છે ભાઈ !
અહા! અનંતકાળથી જીવ ૮૪ના અવતાર કરી કરીને દુઃખી છે. એક એક યોનિને અનંત અનંત વાર સ્પર્શ કરીને તે જન્મ્યો ને મર્યો છે. એના દુઃખનું શું કહેવું? ભાઈ ! આ પૈસાવાળા-કરોડપતિ ને અબજોપતિ બધા દુઃખી છે. ભિખારી છે ને! પૈસામાં-ધૂળમાં સુખ માને છે તે બધા જ દુઃખી છે. દરિદ્રી દીનતાથી દુઃખી છે ને પૈસાવાળા પૈસાના અભિમાનથી દુઃખી છે; બેય દુઃખી જ છે, કેમકે બન્નેય બહારમાંથી સુખ ઇચ્છે છે. જ્યારે જગતમાં એક સમ્યગ્દષ્ટિ જીવ જ સુખી છે કેમકે તે નિત્ય આનંદસ્વરૂપ-સુખસ્વરૂપ ભગવાન આત્માને નિરંતર અનુભવે છે. સમયસાર નાટકમાં આવે છે ને કે
રિદ્ધિસિદ્ધિવૃદ્ધિ દીસે ઘટમેં પ્રગટ સદા,
અંતરકી લચ્છી સૌ અજાચી લચ્છપતિ હૈ: દાસ ભગવંત કે ઉદાસ રહેં જગતસૌં,
સુખિયા સદૈવ ઐસે જીવ સમકિતી હૈં. બાકી રાગમાં ને પૈસામાં સુખ માનવાવાળા જગતમાં બધા જ દુઃખનું વેદન કરે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #486
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
તો સુખનું વેદન બતાઓ ને ?
ભાઈ! એ જ વાત તો ચાલે છે. જુઓને! આચાર્ય શું કહે છે? અહા! દિગંબર સંતોની શૈલી તો જુઓ! ઓહો ! કહે છે-જ્ઞાની નિરંતર નિઃશંક વર્તતી થકો સહજ એક જ્ઞાનને સદા અનુભવે છે. એ જ્ઞાનીને સદા સુખનું વેદન છે. સુખ જેમાં ભર્યું છે તેને અનુભવે છે તેથી તેને સદા સુખનું વેદન છે. અજ્ઞાની સહજ એક જ્ઞાનસ્વભાવને તરછોડીને વિભાવનું વેદન કરે છે તેથી તેને દુઃખનું વેદન છે, જ્યારે જ્ઞાની વિભાવને તરછોડીને સહજ એક જ્ઞાનનું વેદન કરે છે તેથી તેને સુખનું વેદન છે. લ્યો, આવી વાત! સમજાણું કાંઈ...? છયે કળશમાં આ લીધું છે કે-‘સ: સ્વયં સતતં નિશં: સદ્દષ્ન જ્ઞાનનું સવા વિત્તિ' અહો ! અતીન્દ્રિય આનંદમાં ઝૂલવાવાળા દિગંબર સંતોએ જંગલમાં બેઠાં બેઠાં જગતને ન્યાલ કરી દીધું છે!
હા, પણ એનું સાધન શું?
સમાધાનઃ- રાગથી ભિન્ન પડીને આત્માનુભવ કરવો એ સાધન છે. ભેવિજ્ઞાન એ સાધન છે. એ કહ્યું ને કે
“ ભેદજ્ઞાન સાબૂ ભૌ, સમરસ નિરમલ નીર; ધોબી અંતર આતમા, ધોવૈ નિજ ગુનચીર.”
અહા ! રાગથી-પુણ્યપાપના વિકલ્પથી ભિન્ન પડીને અંદર નિર્વિકલ્પ નિજ આનંદસ્વરૂપની દૃષ્ટિ કરી તે-ભેદજ્ઞાન સાબૂ ભૌ,' અને ત્યારે અનાદિનો જે પુણ્યપાપનો વિષમ રસ હતો તે છૂટીને જ્ઞાનાનંદનો રસ-સમરસ પ્રગટ થયો, અને તે ‘સમરસ નિરમલ નીર' થયું. જ્ઞાની એમાં વિકારને ધુએ છે–નાશ કરે છે ને નિરંતર સુખને ભોગવે છે. મારગ તો આ છે ભગવાન! અનંતકાળનો અજાણ્યો મારગ છે કેમકે સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન પોતે જ છે પણ એમાં એણે કદી દૃષ્ટિ કરી નથી. અરેરે! બહારના રાગના થોથામાં જ તે રોકાઈ ગયો છે.
અહા ! પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા અતીન્દ્રિય આનંદનો રસકંદ છે. તેની રુચિ કરવાને બદલે અજ્ઞાની જીવ અનાદિથી પુણ્ય-પાપના ભાવની રુચિમાં પડયો છે. તે પૈસામાં ને રાજ્યમાં ને દેવપદ આદિમાં સુખ છે એમ માને છે અને તેથી પરાધીન થયો થકો તે રાગ-દ્વેષાદિ વિકા૨ને-દુઃખને પામે છે. પરંતુ જ્યારે તે પરથી ને રાગથી હઠીને, ‘પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ હું ત્રિકાળ આત્મા છું'-એમ નિજ આત્મદ્રવ્ય ૫૨ દષ્ટિ કરે છે ત્યારે તેને દ્રવ્યદષ્ટિ પ્રગટ થાય છે. અહો! દ્રવ્યષ્ટિ કોઈ અપૂર્વ ચીજ છે ભાઈ! દ્રવ્યદૃષ્ટિ પ્રગટતાં, સ્વયં જ્ઞાની થયો થકો જીવ સદા સહજ એક જ્ઞાનને અનુભવે છે. દ્રવ્યદૃષ્ટિવંતને જગત આખું ફીકું લાગે છે, તુચ્છ ભાસે છે. આવે છે ને કે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #487
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૭૧ “ચક્રવર્તીકી સંપદા અરુ ઇન્દ્ર સરિખા ભોગ,
કાગવિ સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ.” અહા! દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. દ્રવ્યદૃષ્ટિવંતને ચક્રવર્તીની સંપત્તિ ને ઇન્દ્રના ભોગ કાગડાની વિષ્ટા જેવા તુચ્છ ભાસે છે.
અહા ! એમ પણ બને કે સમ્યગ્દષ્ટિ હોય ને એને ચક્રવર્તી આદિ સંપદા હોય. આવે છે ને કે-“ભરત ઘરમેં વૈરાગી.' ભરત સમકિતી હતા ને ચક્રવર્તી પણ. પણ અંદર આત્માના આનંદનો અનુભવ આગળ ચક્રવર્તીપદ તુચ્છ ભાસતું હતું; બહારના વૈભવ પ્રતિ તેઓ ઉદાસીન હતા. ત્યારે તો કહ્યું કે-“ભરત ઘરમેં વૈરાગી.' જુઓ, પહેલા સૌધર્મ સ્વર્ગનો ઇન્દ્ર સમકિતી એકભવતારી છે. તેની પત્ની શચી પણ એકભવતારી છે. તે ઇન્દ્ર સૌધર્મ દેવલોકના ૩ર લાખ વિમાનનો સ્વામી છે. પણ એ બધા બહારના ભોગ-વૈભવને “કાગવિટ સમ ગિનત હૈ ”-કાગડાની વિષ્ટા સમાન જાણે છે. બાપુ! સમ્યગ્દર્શન કોઈ અલૌકિક ચીજ છે ! સમ્યગ્દષ્ટિ અંદરમાં સહજ એક જ્ઞાનને સદા અનુભવે છે અને વિના સમ્યગ્દર્શન બધું થોથેથોથાં છે. સમજાણું કાંઈ...?
* કળશ ૧૬): ભાવાર્થ ઉપરનું પ્રવચન * “કોઈ અણધાર્યું અનિષ્ટ એકાએક ઉત્પન્ન થશે તો?—એવો ભય રહે તે આકસ્મિક ભય છે.'
અણધાર્યું એટલે નહિ ધારેલું ઓચિંતું. કોઈ ઓચિંતુ અનિષ્ટ એકાએક આવી પડશે એવો અજ્ઞાનીને સદા ભય હોય છે. તે આકસ્મિક ભય છે.
જ્ઞાની જાણે છે કે આત્માનું જ્ઞાન પોતાથી જ સિદ્ધ, અનાદિ, અનંત, અચળ એક છે.'
અહાહા....! સમકિતીને તો અંદર પ્રતીતિ થઈ છે કે-હું અંદર સદા સિદ્ધ સમાન ભગવાન આત્મા છું, સદા અચળ એક ચૈતન્યરૂપ છું. સમયસાર નાટકમાં આવે છે ને કે
“ચેતનરૂપ અનૂપ અમૂરત સિદ્ધ સમાન સદા પદ મેરી,
મોહ મહાતમ આતમ અંગ, કિયૌ પરસંગ મહા તપ ઘેરૌ..” અહા ! મારી ચીજ સદા સિદ્ધ સમાન અનુપમ બીન મૂરત ચિનૂરત છે. છતાં મેં પરમાં મોડું કરીને તેને રાગમાં ઘેરી લીધી છે. અહા ! આત્મા ભગવાન પ્રભુ રાગમાં ઘેરાઈ ગયો છે, આકુળતામાં ઘેરાઈ ગયો છે. અહા! બનારસીદાસજી વિશેષ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #488
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
૪૭૨]
66
ગ્યાનકલા ઉપજી અબ મોહિ, કહૌં ગુન નાટક આગમ કેૌ; જાસુ પ્રસાદ સૌ શિવ મારગ, વેગી મિટૈ ભવબાસ બસેરો.”
અહો ! હું તો એક જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાનસ્વરૂપ આત્મા છું-એવી જ્ઞાનકલા મને જાગી છે. આને સમ્યગ્દષ્ટિ કહેવાય છે. કહે છે-મને હવે જ્ઞાનકલા પ્રગટી છે તેથી હવે ભવવાસ રહેશે નહિ. અહા! આ હાડકાં ને ચામડાંમાં વસવાનું હવે જ્ઞાનકલાના બળે છૂટી જશે; હવે શરીરમાં રહેવાનું થશે નહિ. લ્યો, આવી વાત! અહો ! જ્ઞાનકલા!
પ્રશ્ન:- પણ આમાં બંગલામાં રહેવાનું તો ન આવ્યું? બંગલામાં રહે તો સુખી ને?
ઉત્તર:- ધૂળેય સુખી નથી સાંભળને. બંગલા કયાં તારા છે? આ બંગલા તો જડ માટી–ધૂળના છે; અને અમે એમાં રહીએ એમ તું માને એ તો મિથ્યાત્વનું મહા પાપ છે અને તેનું ફળ મહા દુઃખ છે, ચારગતિની રખડપટ્ટી છે. ભાઈ ! આ શરીર પણ જડ માટી– ધૂળ છે. એ બધાં જડનાં-ધૂળનાં ઘર છે બાપા! ભક્તિમાં આવે છે ને કે
66
હમ તો કબહૂ ન નિજ ઘર આયે
૫૨૫૨ ભ્રમત બહુત દિન બીતે નામ અનેક ધરાયે... હમ તો...”
અહા ! હું પુણ્યવંત છું ને હું પાપી છું ને હું મનુષ્ય છું ને હું નારકી છું ને હું પશુ છું,... ઇત્યાદિ (માને ) પણ અરે ભગવાન! એ તો બધા પુદ્દગલના સંગે થયેલા સ્વાંગ છે. એ તો બધાં પુદ્દગલનાં ઘર છે પ્રભુ! એમાં તારું નિજઘર કયાં છે? તારું નિજઘર તો અતીન્દ્રિય જ્ઞાન ને આનંદનો સાહેબો પ્રભુ આત્મા છે. ભગવાન! તું અનાદિથી એક ક્ષણ પણ નિજઘરમાં આવ્યો નથી!
અહીં તો જે નિજ૨માં આવ્યો છે તેની વાત છે. અહા! જ્ઞાની જાણે છે કે-હું તો સ્વત:સિદ્ધ અનાદિ-અનંત છું. અહા! મને કોઈ બનાવવાવાળો ઇશ્વર આદિ છે નહિ એવો હું અવિનાશી અકૃત્રિમ પદાર્થ છું. વળી હું અચળ, એક છું. અહા! એમાં એક જ્ઞાન-જ્ઞાન સિવાય બીજું કાંઈ છે નહિ. વળી ‘તેમાં બીજું કાંઈ ઉત્પન્ન થઈ શકતું નથી.' જુઓ, કલશમાં ભાષા છે ને કે-‘દ્વિતીયોવય: ન'–તેમાં બીજાનો ઉદય નથી. મારા એકમાં દ્વિતીયનો બીજાનો ઉદય-પ્રગટવાપણું છે નહિ. ઝીણી વાત બાપુ! આવું સ્વરૂપ સમજ્યા વિના દયા, દાન, વ્રત આદિ અનંતવા કર્યાં પણ એ બધાં ફોગટ ગયાં.
અહીં કહે છે-મારી અનાદિ-અનંત નિત્ય ચીજમાં બીજું કાંઈ ઉત્પન્ન થતું નથી, બીજું કાંઈ આવતું નથી; ‘માટે તેમાં અણધાર્યું કાંઈ પણ કયાંથી થાય ? અર્થાત્
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #489
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૭૩ અકસ્માત કયાંથી બને? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી. તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને નિરંતર અનુભવે છે.”
અહા ! જ્ઞાની પોતાનો જે ધ્રુવ સ્વભાવભાવ અચળ એક જ્ઞાનભાવ તેને નિરંતર અનુભવે છે. આનું નામ ધર્મ છે. અરે! લોકો તો કાંઈનું કાંઈ (ધર્મ) માને છે. અરેરે ! બિચારાઓની જિંદગી વ્યર્થ ચાલી જાય છે!
આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી.” જ્ઞાની પોતાના એક અચળ જ્ઞાનમાં નિઃશંક વર્તતો હોવાથી તેને આલોકભય, પરલોકભય, વેદનાભય, અરક્ષાભય, અગુતિભય, વેદનાભય ને અકસ્માતભય-એમ સાત ભય હોતા નથી.
પ્રશ્ન- “અવિરત સમ્યગ્દષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે અને તેમને તો ભયપ્રકૃત્તિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે, તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે?' શિષ્યનો પ્રશ્ન છે કે-ચોથે ગુણસ્થાને ભયપ્રકૃતિનો ઉદય છે અને તેને ભય પણ થાય છે, તો પછી અવિરત સમકિતીને આપ નિર્ભય કેવી રીતે કહો છો ?
આનું સમાધાન પંડિત શ્રી જયચંદજી કરે છે
સમાધાનઃ- “ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઉપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાનથી ટ્યુત થાય.'
જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા અને તીર્થંકર ગોત્ર બાધ્યું હતું. તો તીર્થકર ગોત્ર બાંધે છે તે વખતે તેમનો પુત્ર (મારી નાખવા) આવ્યો તો જરી ભય થયો પણ તે અસ્થિરતાનો ભય બાપુ! વસ્તુનો ભય નહિ, વસ્તુમાં તો તેઓ નિઃશંક નિર્ભય છે. અસ્થિરતાથી જરી ભય આવી ગયો. દેહ છૂટી ગયો ને નરકમાં ગયા. ક્ષાયિક સમકિતી છતાં નરકમાં ગયા કેમકે આયુષ્યનો બંધ પહેલાં પડી ગયો હતો. પણ એ સમકિતનો મહિમા છે કે ત્યાંથી નીકળીને તેઓ આવતી ચોવીસીમાં પહેલા તીર્થકર થશે. જ્યારે મિથ્યાદષ્ટિ જીવ ચોખ્ખાં-નિર્મળ પંચ મહાવ્રત પાળીને નવમી રૈવેયક જાય અને ત્યાંથી નીકળીને મનુષ્ય-પશુ આદિ ચાર ગતિમાં રખડપટ્ટી કરે. અહો! સમકિત કોઈ અપૂર્વ અલૌકિક ચીજ છે!
અહીં કહે છે-સમકિતીને જરી પ્રકૃતિનો ઉદય છે ખરો, અને તેના નિમિત્ત તેને ભય પણ છે તથા ભયનો ઈલાજ પણ તે કરે છે, પણ તેને એવો ભય નથી કે સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાનથી ચુત થાય. મારાં સ્વરૂપમાં કોઈ નુકશાન થઈ જશે કે સ્વરૂપનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #490
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ નાશ થઈ જશે એવો ભય તેને નથી. પોતાના સ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાનમાં તો તે અચળઅડગ છે, નિઃશંક-નિર્ભય છે. હવે કહે છે
વળી જે ભય ઉપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃત્તિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી.”
પ્રશ્ન- આ તો પ્રકૃતિનો દોષ થયો, જીવનો નહિ?
સમાધાનઃ- ભાઈ ! દોષ તો જીવન-જીવની પર્યાયમાં છે; પણ તે સ્વભાવમાં નથી તે કારણે પ્રકૃતિના નિમિત્તે જે ભાવ થયો તે પ્રકૃતિનો છે એમ કહ્યું. જ્ઞાનીની દૃષ્ટિ તો એક સ્વભાવ પર છે ને? તો પ્રકૃતિના નિમિત્તે જે દોષ થયો તેનો તે જ્ઞાતા જ રહે છે, પણ તેનો સ્વામી અને કર્તા થતો નથી. આવી ભારે ઝીણી વાત છે ભાઈ !
દોષ તો પોતાનો પોતાની પર્યાયમાં થયો છે; કાંઈ કર્મને લઈને થયો છે વા કર્મ વડે ઉત્પન્ન થયો છે એમ નથી. કર્મ શું કરે?
કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.' પરંતુ પોતાની પર્યાયમાં દોષ થવા છતાં પણ જ્ઞાતા-દષ્ટા રહીને જ્ઞાની તેને પરપણે જાણે છે અર્થાત્ જેમ સ્વભાવથી એકમેક છે તેમ જ્ઞાની દોષથી એકમેક થતા નથી. હવે આવી વાત છે! સમજાણું કાંઈ...?
પ્રશ્ન- પણ અહીં તો પ્રકૃતિનો-કર્મનો કહ્યો ને?
સમાધાન - ભાઈ ! એ તો નિમિત્તથી કહ્યું છે. દોષ સ્વભાવમાં નથી અને સ્વભાવથી ઉત્પન્ન થયો નથી માટે એમ કહ્યું છે. વાત તો એ છે કે ભયનો જ્ઞાની સ્વામી થઈને કર્તા થતો નથી. તે મારું કર્તવ્ય છે એમ જ્ઞાની તેનો કર્તા થતા નથી. હું તો એક જ્ઞાતા-દષ્ટાસ્વભાવી આત્મા છું એમ જેને દ્રવ્યદષ્ટિ થઈ છે તે રાગનો ને ભયનો કર્તા કેમ થાય ? ન થાય. માટે જ્ઞાનીને ભય નથી એમ કહે છે.
હવે આગળની (સમ્યગ્દષ્ટિના નિઃશંકિત આદિ ચિન્હો વિષેની) ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છે:
* કળશ ૧૬૧ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * ‘રંeોર્ષ–સ્વર–નિતિ-જ્ઞાન–સર્વસ્વ–મીન: સભ્યEછે.' ટંકોત્કીર્ણ એવું જે નિજરસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને........
અહાહા...સમ્યગ્દષ્ટિ કોને કહેવાય? કે ટંકોત્કીર્ણ એવા નિજ સ્વરૂપથી પરિપૂર્ણ જ્ઞાનના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિ છે. નિજરસથી ભરપૂર કહ્યો ને? અહાહા...! આત્મા નિત્યાનંદ પ્રભુ પોતે સદા જ્ઞાનાનંદરસથી અત્યંત ભરપૂર છે. એવા નિજરસથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #491
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૭૫ જ્ઞાનાનંદરસથી પરિપૂર્ણ એવા જ્ઞાનના આત્માના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિ છે. અહા ! આત્માનું સર્વસ્વ તો એક જ્ઞાનાનંદ સ્વભાવ છે અને તેને ભોગવે છે તે સમ્યગ્દષ્ટિ છે. આવો મારગ છે ભાઈ !
કહે છે? કે જ્ઞાની પોતાના નિજરસનો-પુણ્ય-પાપના રાગરસથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદરસનો અનુભવ કરવાવાળો છે. કેવો છે નિજરસ? તો કહે છે-પરિપૂર્ણ છે. આત્મામાં જ્ઞાન ને આનંદનો રસ પરિપૂર્ણ છે; વળી તે ધ્રુવ છે. ગજબ વાત છે ! સમ્યગ્દષ્ટિની દષ્ટિ એક ધ્રુવ ઉપર છે. એક ધ્રુવ જ એનું ધ્યેય છે. તો કહે છે-નિજરસથી ભરપૂર પોતાના સર્વસ્વને ભોગવનાર જ્ઞાની છે. સર્વસ્વ કહેતાં “સર્વ' નામ સંપૂર્ણ જ્ઞાન ને આનંદ અને સ્વ એટલે પોતાનો. પોતાના સંપૂર્ણ જ્ઞાન ને આનંદને જ્ઞાની ભોગવનારો છે.
વિષયરસ, રાગનો રસ તો જ્ઞાનીને ઝેર જેવો છે. જ્ઞાનીને રાગનો કે વિષયનો રસ નથી. જ્ઞાની તો નિજાનંદરસના સર્વસ્વને ભોગવનારો છે. અહા ! આવો ધર્મી પુરુષ હોય છે. અજ્ઞાનીને તો પોતાનો સ્વભાવ શું છે એની જ ખબર નથી. બિચારો રાગને-દુઃખને ભોગવે અને માને કે-મને આનંદ છે, ધર્મ છે. પણ બાપુ ! એ તો ભ્રમણા છે, ધોખો છે.
અહા! ભાષા! તો જુઓ! ટંકોત્કીર્ણ નામ એવો ને એવો ધ્રુવ શાશ્વત આત્મા, સ્વરસ-નિચિત નામ નિજરસથી પરિપૂર્ણ, એવું જે જ્ઞાન એટલે કે પોતાનો સ્વભાવ તેના સર્વસ્વ ભાજ:–સર્વસ્વનો ભોગવનાર સમ્યગ્દષ્ટિ છે. અહાહા...! શું કળશ છે! શબ્દ શબ્દ ગંભીર ભાવ છે.
આત્મા શુદ્ધ ચિદાનંદ-નિર્મળાનંદ પ્રભુ શાશ્વત અંદર પડ્યો છે તે અનંત ગુણનું ગોદામ છે, અનંત શક્તિનું સંગ્રહાલય છે. આવા નિજરસથી ભરપૂર આત્માના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિ છે. એવા સમ્યગ્દષ્ટિને ‘ય રૂદ નમ્રાજ' જે નિઃશંકિત આદિ ચિન્હો છે તે ‘સન્ન ર્મ' સમસ્ત કર્મને ‘નન્તિ' હણે છે.
જુઓ, સમ્યગ્દષ્ટિને નિઃશક્તિ, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા ઇત્યાદિ આઠ ગુણ પ્રગટ થયા છે એમ કહે છે. છે તો તે પર્યાય પણ તેને ગુણ કહે છે. તો કહે છે-નિજરસને ભોગવતા જ્ઞાનીને જે નિઃશંક્તિ આદિ આઠ ગુણ પ્રગટ થયા છે તે સમસ્ત કર્મને હણે છે. અહાહા...! જેને ભગવાન આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તે નિઃશંક થયો છે, તેને નિઃશક્તિ આદિ આઠ ગુણ પ્રગટ થયા છે અને તે ગુણો, કહે છે, સમસ્ત કર્મનો નાશ કરે છે, કર્મની નિર્જરા કરી દે છે. લ્યો, આવી વાત!
અનાદિથી અજ્ઞાનને લીધે અજ્ઞાનીની દષ્ટિ રાગ ને પુણ્ય-પાપના વિકલ્પ ઉપર પડેલી છે. તેથી તે પુણ્ય-પાપના-રાગઢષના વિકારી ભાવોને કરતો થકો રાગદ્વેષને જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #492
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ભોગવે છે, વિકારને જ ભોગવે છે. અહા! તે વિકારને ભોગવે છે તે દુઃખ છે, અધર્મ છે, કેમકે તે સ્વભાવ નથી. જ્યારે જ્ઞાનીની દષ્ટિ નિત્યાનંદ અચળ એક ધ્રુવ જ્ઞાનાનંદ સ્વભાવ પર રહેલી છે. તેથી (તે દષ્ટિના કારણે ) તે પોતાનું સર્વસ્વ જે એક જ્ઞાનાનંદ સ્વભાવ તેને ભોગવે છે.
અહા! મારા સ્વરૂપમાં અલ્પજ્ઞતા નહિ, વિકાર નહિ અને નિમિત્ત પણ નહિ એવો હું નિજરસથી ભરેલો જ્ઞાનાનંદ-સ્વભાવી આત્મા છું. અહા! દષ્ટિમાં આવા આત્માનો જેને સ્વીકાર થયો છે તે ધર્માત્મા છે, જ્ઞાની છે. તે જ્ઞાનીને કહે છે, નિઃશંક્તિ આદિ આઠ ગુણો પ્રગટ થયા છે તે સમસ્ત કર્મને હણે છે. લ્યો, આ અશુદ્ધતા અને કર્મ કેમ હણાય છે એ કહે છે કે પોતાના પરમ શુદ્ધ પૂર્ણાનંદ સ્વરૂપને ભોગવતા જ્ઞાનીને જે નિઃશંક્તિ આદિ ગુણો પ્રગટે છે તે સર્વ કર્મનો નાશ કરી દે છે, અશુદ્ધતાને મિટાવી દે છે. હવે કહે છે
‘ત' માટે, ‘શ્મિન' કર્મનો ઉદય વર્તતાં છતાં, ‘ત' સમ્યગ્દષ્ટિને “પુન:' ફરીને ‘શર્મા: વન્ય:' કર્મનો બંધ ‘મના પિ' જરા પણ નાસ્તિ' થતો નથી.
કર્મનો બંધ જરા પણ થતો નથી એમ કહે છે. અહા! પોતાનું સર્વસ્વ પોતાનો જે અતીન્દ્રિય જ્ઞાનાનંદસ્વભાવ તેને ભોગવતો જ્ઞાની નિઃશંક્તિ આદિ પ્રગટ આઠ ગુણ (પર્યાય ) વડે કર્મને હણે છે. તેથી, કર્મનો ઉદય વર્તતા છતાં, તેને ફરીને જરા પણ કર્મબંધ થતો નથી. જાઓ આ સમકિતીની વિશેષ દશા !
અહીં જ્ઞાનીને કિંચિત અલ્પ બંધ થાય છે તેની ગણતરી ગણી નથી. અહા ! વીતરાગસ્વરૂપી-જ્ઞાનાનંદસ્વરૂપી અભેદ એક આત્માની જ્યાં દષ્ટિ ને અનુભવ થયાં
ત્યાં ધર્મીને કર્મનો ઉદય વર્તતા છતાં, તેને બંધ નથી, કેમ? કેમકે તેને ઉદયનું વેદન નથી, પણ તેને તો એક આત્માના આનંદનું વેદન છે. અહાહા..! જ્ઞાનીને તો એક જ્ઞાતા-દષ્ટાસ્વભાવનું વેદન છે, રાગનું વદન તેને છે નહિ; માટે તેને નવાં કર્મ બંધાતાં નથી એમ કહે છે. આવો મારગ પામ્યા વિના જીવ અનંતકાળમાં ૮૪ ના અવતારમાં દુઃખી થયો છે.
જાઓને! આ દેહ તો ક્ષણભંગુર છે. ઘડીકમાં એનું શુંય થઈ જાય (નાશ પામી જાય ). ભાઈ ! આ તો ઉપર ચામડીથી મઢેલો હાડકાંનો માળો છે. તેની તો ક્ષણમાં રાખ થઈ જશે કેમકે એ તો રાખ થવાયોગ્ય નાશવંત છે. પણ અંદર ભગવાન આત્મા ચિદાનંદ પ્રભુ અવિનાશી છે. જ્ઞાની તેને જાણે છે, અનુભવે છે. અહીં કર્યું છે–ભગવાન આત્માના આનંદને ભોગવતો જ્ઞાની, તેને કર્મનો ઉદય વર્તતો હોવા છતાં, નવીન કર્મબંધને પામતો
નથી.
પ્રશ્ન- તો શું દુઃખનું વેદન જ્ઞાનીને સર્વથા નથી?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #493
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૭૭
સમાધાનઃ- ના, એમ નથી. પણ આ કઈ અપેક્ષાએ વાત છે એ તો સમજવું જોઈએ ને ? ધર્મની દૃષ્ટિ એક પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્મા ઉપર છે. તેને જે નિર્મળ સ્વભાવનું પરિણમન થાય તે એનું વ્યાપ્ય છે, પરંતુ વિકારનું પરિણમન એનું વ્યાપ્ય નથી. દૃષ્ટિ સ્વભાવ ૫૨ છે ને! તેથી વિકારનું પરિણમન એનું વ્યાપ્ય નથી. આ અપેક્ષાએ કહ્યું કે જ્ઞાનીને રાગનું વેદન નથી. બાકી જ્ઞાનની અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને તો શું છઢે ગુણસ્થાને મુનિને પણ કિંચિત્ વિકારભાવ છે અને તેટલું વેદન પણ છે. પરંતુ દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયની અપેક્ષાએ તેને ગૌણ કરીને સમકિતીને રાગનું વેદન નથી એમ કહ્યું છે. અહીં તે કિંચિત્ અસ્થિરતાના વેદનની મુખ્યતા નથી એમ યથાર્થ સમજવું.
અહા ! આ જ (એક આત્મા જ) શરણ છે બાપુ! અહા! આખું ઘર એક ક્ષણમાં ખલાસ થઈ જાય ભાઈ! બે-પાંચ દીકરા ને બે-ચાર દીકરીઓ હોય તો તે બધાં એક સાથે ખલાસ થઈ જાય. બાપુ! એ નાશવંતનો શું ભરોસો ? ભાઈ ! એ બધી ૫૨વસ્તુ તો ૫૨માં ૫૨ને કા૨ણે છે; તેમાં અવિનાશીપણું નથી. એ તો બધાં પોતપોતાના કારણે આવે ને પોતપોતાના કારણે જાય. પરંતુ અહીં તો આત્માની એક સમયની પર્યાય પણ નાશવંત છે એમ કહે છે. અવિનાશી તો નિત્યાનંદસ્વરૂપ ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ ચિદાનંદ પ્રભુ આત્મા છે. તેનો સ્વીકાર કરતાં, તેનો ભરોસો-પ્રતીતિ કરતાં અતીન્દ્રિય આનંદનું વેદન આવે છે. અહા! આવા આનંદનું વેદન કરનારા જ્ઞાનીને પૂર્વના કર્મનો ઉદય વર્તતો હોય છતાં તે ખરી જાય છે, નવીન બંધ કરતો નથી.
અરે ભાઈ! જગત તો અનાદિથી અશરણ છે, અને અરિહંત ને સિદ્ધ પણ વ્યવહારથી શરણ છે. નિશ્ચય શરણ તો અતીન્દ્રિય આનંદનો રસકંદ પ્રભુ આત્મા છે. જુઓને ! એ જ કહ્યું ને ? કે ધર્મી નિજસથી ભરપૂર આત્માના સર્વસ્વને ભોગવનાર છે. અહા! તે રાગને ભોગવના૨ નથી ને અપૂર્ણતાનેય ભોગવનાર નથી. અહા ! ‘સર્વસ્વ’ શબ્દ છે ને? અહા! અતીન્દ્રિય આનંદનો કંદ પૂરણ પૂરણ પવિત્ર અનંતગુણોનો એક જ્ઞાયકસ્વરૂપ પિંડ પ્રભુ શાશ્વત આત્મા છે; અને તેનું શરણ ગ્રહીને જ્ઞાની તેના-શુદ્ધ ચૈતન્યના–સર્વસ્વને ભોગવના૨ છે–એમ કહે છે. ઝીણી વાત ભાઈ! જિનેશ્વરનો મારગ સૂક્ષ્મ છે બાપા !
જ્ઞાનીને નિઃશંક્તિ આદિ ગુણોના કારણે, કર્મનો ઉદય વર્તતાં છતાં, કર્મનો બંધ જરા પણ થતો નથી. હવે આના ૫૨થી કોઈ એમ લઈ લે કે સમકિતીને જરાય દુઃખનું વેદન નથી તો એ બરાબર નથી. અહીં તો દષ્ટિ ને દષ્ટિનો વિષય જે પરિપૂર્ણ પ્રભુ આત્મા છે તેની દૃષ્ટિમાં જ્ઞાની પોતાના સર્વસ્વને ભોગવનાર છે એમ કહ્યું છે. હવે આવી વાતુ લોકોને અત્યારે આકરી લાગે છે કેમકે આ વાત સંપ્રદાયમાં ચાલતી જ નહોતી ને! પણ આ સત્ય વાત બહાર આવી એટલે લોકોમાં ખળભળાટ થઈ ગયો છે. બાપુ! ખળભળાટ થાઓ કે ન થાઓ, મારગ તો આ જ છે ભાઈ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #494
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ દષ્ટિનો વિષય નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે. અતીન્દ્રિય આનંદનો ભોગવટો ભલે પર્યાયમાં થાય. પણ તે પર્યાય દષ્ટિનો વિષય નથી. દષ્ટિનો વિષય તો અવિકારી રસનો કંદ ચૈતન્યમૂર્તિ નિત્યાનંદ ચિદાનંદકંદ પ્રભુ આત્મા છે, અને તેના સર્વસ્વને ભોગવનાર જ્ઞાની છે, કેમકે વસ્તુ તો અંદર પરિપૂર્ણ છે. જ્ઞાની શરીરને ભોગવતો નથી, રાગને ભોગવતો નથી અને અલ્પજ્ઞતાને પણ ભોગવતો નથી. એની દષ્ટિ પૂર્ણ પર છે ને તે પૂર્ણને ભોગવે છે. અહા ! ભોગવાય છે અલ્પજ્ઞમાં (પર્યાયમાં), પણ ભોગવે છે સર્વસ્વને-પૂર્ણને. આવો મારગ ભાઈ ! જન્મ-મરણ રહિત થવાનો પંથ આવો અદભુત આશ્ચર્યકારી છે.
હવે કહે છે-“પૂર્વોપાત્ત' પરંતુ જે કર્મ પૂર્વે બંધાયું હતું ત–અનુભવત:' તેના ઉદયને ભોગવતાં તેને નિશ્ચિત' નિયમથી ‘નિર્નર છવ' તે કર્મની નિર્જરા જ થાય છે.
ઉદયને ભોગવતાં” એમ કહ્યું ને? મતલબ કે ઉદયમાં જરી લક્ષ જાય છે પણ તે ખરી જાય છે, બંધ પમાડતું નથી. અહા ! “ધિંગ ધણી માથે ડ્યિો....' પછી શું છે? અર્થાત્ ચૈતન્યમહાપ્રભુ-પૂર્ણ સત્તાનું સત્ત્વ-જેણે દૃષ્ટિમાં લીધું, અનુભવમાં લીધું તેને નવાં કર્મબંધન થાય નહિ અને જાનાં કર્મ હોય તે ખરી જાય છે. લ્યો, આવી વાત!
પ્રશ્ન:- ફળ આપ્યા વિના ખરી જાય?
ઉત્તર:- હા, તે ફળ આપ્યા વિના ખરી જાય છે. ઉદય છે તે નિર્જરા થઈ જાય છે. અને કર્મ તો શું છે? એ તો જડ છે; પણ પર્યાયમાં જે દુ:ખનું ફળ આવતું હતું તે, આનંદ તરફનો આશ્રય છે તેથી, આવતું નથી. અહા ! આવો મારગ બાપા! ૮૪ ના જન્મસમુદ્રમાંથી તરવાનો ઉપાય આ એક જ છે. એના વિના તો ૮૪ના ચક્રાવાના દુઃખ જ
* કળશ ૧૬૧ : ભાવાર્થ * “સમ્યગ્દષ્ટિ પૂર્વે બંધાયેલી ભય આદિ પ્રવૃતિઓના ઉદયને ભોગવે છે તોપણ નિઃશક્તિ આદિ ગુણો વર્તતા હોવાથી તેને શંકાદિકૃત (શંકાદિના નિમિત્તે થતો) બંધ થતો નથી પરંતુ પૂર્વકર્મની નિર્જરા જ થાય છે. અહીં “ગુણ' શબ્દ પર્યાય છે એમ સમજવું.
[ પ્રવચન નં. ૨૯૮ થી ૩૦૨ (ચાલુ) *
દિનાંક ૨૧-૧૭૭ થી ૨૫-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #495
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૨૯
जो चत्तारि वि पाए छिंददि ते कम्मबंधमोहकरे। सो णिस्संको चेदा सम्मादिट्ठी मुणेदव्यो।। २२९ ।।
यश्चतुरोऽपि पादान छिनत्ति तान कर्मबन्धमोहकरान्।
स निश्शङ्कश्चेतयिता सम्यग्दृष्टितिव्यः।। २२९ ।। હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે, તેમાં પ્રથમ નિઃશંકિત અંગની (અથવા | નિઃશંકિત ગુણની ચિહની) ગાથા કહે છે:
જે કર્મબંધનમોહકર્તા પાદ ચારે છેદતો,
ચિમૂર્તિ તે શંકારહિત સમકિતદષ્ટિ જાણવો. ૨૨૯. ગાથાર્થ - [ : વેતચિતા] જે *ચેતયિતા, [ ર્મવશ્વનોદરાન] કર્મબંધ સંબંધી મોહ કરનારા ( અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા) [ તીન વંતુર: પિ પીવાન] મિથ્યાત્વાદિ ભાવોરૂપ ચારે પાયાને [ છિનત્તિ] છેદે છે, [ :] તે [નિરી:] નિઃશંક [સભ્ય દષ્ટિ:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો.
ટીકાઃ- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનાર (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે, કર્તા થતો નથી. માટે ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી ચુત થતો નથી. આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ રસ આપીને ખરી જાય છે.
સમયસાર ગાથા ૨૨૯ : મથાળ
હવે આ કથનને ગાથાઓ દ્વારા કહે છે. તેમાં પ્રથમ નિઃશંકિત અંગની (અથવા નિઃશંકિત ગુણની-ચિન્હની) ગાથા કહે છે
* ગાથા ર૨૯ : ટીકા ઉપરનું પ્રવચન * “કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક શાયકભાવમયપણાને લીધે...”
* ચેતયિતા = ચેતનાર; જાણનાર-દેખનાર; આત્મા.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #496
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮૦ ].
ચિન રત્નાકર ભાગ-૭ અહા ! સત્યદષ્ટિ તે સમ્યગ્દષ્ટિ છે. ભગવાન આત્મા ત્રિકાળી પરિપૂર્ણ સત્ છે. અહાહા..! અનંતગુણનો પિંડ ચૈતન્યરસકંદ પ્રભુ આત્મા ત્રિકાળી સતનું પૂરણ સત્ત્વ છે. અહા ! તેની જેને દૃષ્ટિ થઈ છે તે સમ્યગ્દષ્ટિ છે.
અહાહા....! કહે છે-“સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે..” અહા! ગજબ વાત છે! રાગેય નહિ. એક સમયની પર્યાય જેટલોય નહિ તથા ગુણભેદપણેય નહિ, પરંતુ ભગવાન આત્મા એક “જ્ઞાયકભાવમય' છે; “જ્ઞાયકભાવવાળો” એમેય નહિ, અહાહા...! અનંતગુણરસસ્વરૂપ એક જ્ઞાયકભાવમય” પ્રભુ આત્મા છે. અહા ! સમ્યગ્દષ્ટિને આવો અભેદ એક જ્ઞાયકભાવમય આત્મા છે અર્થાત્ સમ્યગ્દષ્ટિની દષ્ટિ એક જ્ઞાયકભાવમય આત્મા ઉપર
છે.
અહા ! “સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એવા એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા કરનારા (અર્થાત્ જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો સંદેહ અથવા ભય કરનારા ) મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી નિઃશંક છે.”
શું કહ્યું? કર્મથી બંધાયેલો છું એવો જેને સંદેહ નથી અર્થાત નિશ્ચયથી બંધાયો જ નથી એમ જેને નિશ્ચય છે તે સમ્યગ્દષ્ટિ છે. અહા ! આ વસ્તુ સ્વરૂપ છે. જ્યારે બંધાયેલો છું એવો સંદેહું તે મિથ્યાત્વભાવ છે. અહા ! રાગથી કે કર્મથી બંધાયેલો નથી એવો હું અબદ્ધ-સ્પષ્ટ આત્મા છું એમ જ્ઞાની પોતાને જાણે છે, અનુભવે છે. પણ કર્મબંધ સંબંધી જે સંદેહ છે કે હું રાગથી બંધાયેલો છું એ મિથ્યાત્વભાવ છે. અરે ભાઈ ! અબદ્ધ-સ્કૃષ્ટ પ્રભુ આત્મા તે રાગના સંબંધમાં બંધાય કેમ? જો પરદ્રવ્યનો સંબંધ કરે તો બંધાય, પણ વસ્તુ-સ્વદ્રવ્ય તો પરદ્રવ્યના સંબંધ વિનાની છે.
અહા ! કહે છે-“કર્મબંધ સંબંધી શંકા કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો....' અહા ! ભાષા તો દેખો ! હું કર્મથી બંધાયેલો છું એમ માનવું એ સંદેહુ છે, અને એ મિથ્યાત્વ છે. હું તો કર્મ ને રાગના સંબંધથી રહિત અબદ્ધ-મુક્તસ્વરૂપ જ છું એમ માનવું ને અનુભવવું તે સમ્યગ્દર્શન છે. બીજી રીતે કહીએ તો મારું સ્વદ્રવ્ય કર્મના સંબંધમાં છે એવો સંદેહ જ્ઞાનીને છે નહિ કેમકે સ્વદ્રવ્ય જે એક જ્ઞાયકભાવ તેમાં બીજી ચીજ-કર્મ કે રાગ છે નહિ; એક જ્ઞાયકભાવ પોતે સદા પરના સંબંધથી રહિત જ છે. લ્યો, આવી વાત !
એ તો શ્રીમદ્ રાજચંદ્રજીએ ન કહ્યું? શું? કે દિગંબરના આચાર્યોએ એમ સ્વીકાર્યું છે કે આત્માનો મોક્ષ થતો નથી, પણ મોક્ષ સમજાય છે. શું કહ્યું એ? કે રાગ સાથે સંબંધ છે એવી જે (મિથ્યા) માન્યતા હતી તે જૂઠી છે એવું ભાન થતાં આત્મા મોક્ષસ્વરૂપ જ છે એમ સમજાય છે. અહાહા...! આત્મા અંદર પૂર્ણાનંદનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #497
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૯ ]
[ ૪૮૧
નાથ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ મુક્તસ્વરૂપ જ છે, અબદ્ધસ્વરૂપ જ છે. ૧૪-૧૫મી ગાથામાં આવ્યું ને કે-‘નો પસ્સવિ અપ્પાનું અવËપુદું...'; ભાઈ ! આત્મા રાગના બંધ વિનાનો અબદ્ધ-સ્પષ્ટ-મુક્તસ્વરૂપ જ છે. પણ હું રાગના સંબંધવાળો છું એવો એની માન્યતામાં સંદેહ હતો તે દૂર થતાં પોતે મોક્ષસ્વરૂપ જ છે એમ જણાય છે. સંદેહ દૂર થતાં (અભિપ્રાયમાં ) એનો મોક્ષ થઈ ગયો.
કહે છે–જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે અર્થાત્ ખરેખર મને કર્મનો સંબંધ છે-એવો સંદેહ વા શંકા તે મિથ્યાત્વભાવ છે. જ્ઞાનીને આવો સંદેહ હોતો નથી. અહા ! બંધના સંબંધરહિત અબંધસ્વરૂપ ચિન્માત્ર વસ્તુને જે દેખે છે તેને બંધની શંકા હોતી નથી. પર્યાયમાં રાગનો ને નૈમિત્તિકભાવનો સંબંધ છે પરંતુ એ તો પર્યાયબુદ્ધિમાં (પર્યાયની દષ્ટિમાં ) છે. દ્રવ્યદૃષ્ટિએ તો પૂર્ણાનંદનો નાથ ચિભૂર્તિ પ્રભુ આત્મા અબઢ જ છે અને આવા અબનો નિ:સંદેહ અનુભવ થતાં તેને બદ્ધનાં (બદ્ધ હોવાનાં) સંદેહ-શંકા-ભય હોતાં નથી.
અરે ભાઈ ! ‘એક દ્રવ્ય બીજા દ્રવ્ય સાથે સંબંધમાં છે'-એનો અર્થ શું? અનંતગુણમય પ્રભુ આત્માને રાગનો ને કર્મનો સંબંધ છે-એનો અર્થ શું? અહા! એ તો મિથ્યા ભ્રમ છે. અહીં તો આ કહ્યું ને ? કે- એક જ્ઞાયકભાવમયપણાને લીધે...' અરે ભાઈ ! આત્મા એક જ્ઞાયકભાવમય જ છે; રાગમય કર્મમય છે જ નહિ; રાગવાળો કે કર્મવાળો કે પર્યાયવાળો આત્મા (શુદ્ધ દ્રવ્ય ) છે જ નહિ. સમજાણું sis...?
પ્રશ્ન:- તાદાત્મ્ય સંબંધ ન માને પણ સંયોગ સંબંધ તો છે ને?
સમાધાનઃ- અરે ભાઈ! સંયોગ સંબંધનો અર્થ શું? એનો અર્થ જ એ છે કે એ સંયોગી પદાર્થ-કર્મ કે રાગ-ભગવાન જ્ઞાયકસ્વરૂપ-આનંદસ્વરૂપ આત્મામાં છે જ નહિ. અહા ! આનંદસ્વરૂપ ભગવાન આત્મા આનંદની શક્તિથી ભરપૂર સત્ત્વમય તત્ત્વ છે. એ તો અહીં જ્ઞાનથી (જ્ઞાનની પ્રધાનતાથી) લીધું છે તેથી ‘જ્ઞાયકભાવમયપણાને લીધે ' એમ કહ્યું છે. બાકી આનંદથી જુઓ તો આત્મા એક આનંદમયભાવ છે. તેને રાગનો કે કર્મનો સંબંધ છે એવી જ્ઞાનીને-અતીન્દ્રિય આનંદના ભોગવનારને-શંકા નથી એમ કહે છે.
અહા ! પૂર્ણાનંદનો નાથ નિત્યાનંદ સચ્ચિદાનંદ પ્રભુ આત્મા અભેદ એક આનંદમયભાવ છે, એક જ્ઞાયમયભાવ છે, એક પ્રભુતામયભાવ છે. અનંતગુણનો એક પિંડ છે ને ? તેથી અનંતગુણસ્વરૂપ પ્રભુ આત્મા એક જ્ઞાયકમયભાવ છે. અહા ! આવા નિજસ્વરૂપનો અનુભવ કરનાર જ્ઞાનીને, હું રાગના સંબંધવાળો, વિભાવના સંબંધવાળો છું-એવી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #498
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ શંકા હોતી નથી. આવો ધર્મ ને આવા ધર્માત્મા! બાપુ ! જેના ફળમાં અનંત અનંત આનંદ પ્રગટે તેવો ઉપાય પણ આવો અલૌકિક જ હોય ને! અહો ! ગાથા કોઈ અલૌકિક છે.
અહા! સમ્યગ્દષ્ટિને એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મબંધ સંબંધી શંકા અથવા ભય કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો અભાવ છે. જુઓ, શું કહ્યું આમાં? આ કર્મબંધ સંબંધી શંકા કરનારા ભાવો કોણ છે? તો કહે છે-મિથ્યાત્વાદિ ભાવો છે. કર્મબંધ સંબંધી શંકા કરનાર મિથ્યાત્વાદિ ભાવો છે-એમ કહે છે. અહા! મિથ્યાત્વને લઈને સંદેહ પડે છે કે-હું બંધમાં છું, મને કર્મબંધ છે.
અહીં મિથ્યાત્વાદિમાં આદિ એટલે શું?
આદિ એટલે અવિરતિ, કષાય ને યોગ-બધા પરિણામ. તેમાં મૂળ મિથ્યાત્વ છે. મિથ્યાત્વ, અનંતાનુબંધી કષાય ઇત્યાદિ બધા સાથે ભેગા જ છે ને?
પ્રશ્ન- તો શું મિથ્યાત્વાદિ ચારેયનો (સમકિતીને) અભાવ છે?
સમાધાન- હા, ચારેયનો અભાવ છે. મૂળ પાઠમાં છે, જુઓને! છે ને પાઠ? કે‘નો વેત્તારિ વિ પણ છરિ' મિથ્યાત્વાદિ ચારેય પાદને જે છેદે છે-તે નિઃશંક્તિ સમ્યગ્દષ્ટિ છે. ભાઈ ! તેમાં ખૂબી તો એ છે કે એક જ્ઞાયકભાવમયપણાની દષ્ટિમાં, રાગનો સંબંધ છે ને કર્મનો સંબંધ છે એવી શંકા કરનારા મિથ્યાત્વભાવનો અભાવ છે. છે ને અંદર? ભાષા શું છે? જુઓને? કે-“કર્મબંધ સંબંધી શંકા કરનારા” -કોણ? કે મિથ્યાત્વાદિ ભાવો” વિપરીત માન્યતા આદિ. અહા ! જ્ઞાનીને તેનો અભાવ છે. વિપરીત માન્યતા છે તે કર્મના સંબંધની શંકા કરે છે, જ્યારે અવિપરીત (યથાર્થ) માન્યતા અબંધપણાને મુક્તસ્વભાવને સ્વીકારે છે.
પ્રશ્ન- ચારેયનો અભાવ કહ્યો છે તે દ્રવ્યમાં કે પર્યાયમાં?
સમાધાન - પર્યાયમાં અભાવ છે. એ સંદેહાદિનો અભાવ કહ્યો ને? મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને યોગ એ ચારેયનો જ્ઞાનીને અભાવ છે, કેમકે તે એકેય વસ્તુમાંપૂર્ણાનંદસ્વરૂપ મુક્તસ્વરૂપ પ્રભુ આત્મામાં કયાં છે? નથી; તો આત્મદષ્ટિમાં પણ નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દષ્ટિમાં મિથ્યાત્વાદિ ચારેય નથી. ભારે સુક્ષ્મ વાત! બાપા! આ તો કેવળીનાં પેટ આચાર્ય ભગવાન ખોલે છે. આ પહેલી નિઃશંકિતની ગાથા બહુ ઊંચી છે ભાઈ ! હું એક ધ્રુવ ચૈતન્યસ્વરૂપ અબદ્ધ-સ્કૃષ્ટ-મુક્તસ્વરૂપ જ છું એવું ક્યાં ભાન થયું ત્યાં બંધાયેલો છું”—એવી શંકા ઉત્પન્ન કરનારા મિથ્યાત્વાદિભાવોનો અભાવ થઈ જાય છે. અહો ! સમ્યગ્દર્શન કોઈ અદ્દભુત અપૂર્વ ચીજ છે!
શું કહે છે? જુઓને! કે “કર્મબંધ સંબંધી શંકા કરનારા મિથ્યાત્વાદિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #499
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૯ ]
[ ૪૮૩ ભાવો..' –એમ છે કે નહિ? અહા ! એકલો જ્ઞાયકભાવમય-આનંદભાવમય પ્રભુ આત્મા છે. અહાહા...પર્યાય વિનાની પોતાની ચીજ જ આખી એક આનંદમય અને જ્ઞાનમય છે. અહા ! આવા નિજભાવનો સ્વામી ધર્માત્માને કર્મબંધ સંબંધી સંદેહ કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો અભાવ છે. અહો ! અજબ વાત છે !
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને સિદ્ધદશા તો છે નહિ? (એમ કે સિદ્ધદશા નથી તોય ચારેયનો અભાવ કેવી રીતે છે?).
સમાધાન:- ભાઈ ! સિદ્ધદશા જ છે સાંભળને! તેને આત્મા મુક્ત જ છે; અહાહા...! દષ્ટિમાં ને જ્ઞાનમાં સમ્યગ્દષ્ટિને તે મુક્તસ્વરૂપ જ જણાયો છે એમ વાત છે. અહા! મુક્ત છે તેનો આશ્રય થતાં પર્યાયમાં પણ મુક્તપણું આવ્યું છે, પણ બંધપણું આવ્યું નથી. અહા ! “વત્તારિ વિ પાછિંરિ'–આ પાઠ છે ને? તો જ્ઞાનીની દષ્ટિમાં એ મિથ્યાત્વાદિ ચારેયનો અભાવ છે. | ‘વત્તારિ જીવ પાપ છે'—એમ કહીને ચારેયની હયાતીનો સમ્યક નામ સત્યદૃષ્ટિમાં અભાવ છે એમ કહે છે. અહાહા...! જેણે શુદ્ધ એક ચૈતન્યધાતુને ધારી રાખ્યું છે એવા શુદ્ધ ચૈતન્યધાતુમય ભગવાન આત્માનો જ્યાં સમ્યક નામ સતદષ્ટિમાં સ્વીકાર થયો છે અર્થાત્ આવું જે ધ્રુવ પૂરણ સ-અબદ્ધસ્વરૂપ સત, જ્ઞાયકભાવમય સત, આનંદભાવમય સત છે એનો જ્યાં દષ્ટિમાં સ્વીકાર થયો છે
ત્યાં હવે સમકિતીને “રાગ ને કર્મના સંબંધમાં હું છું' એવો સંદેહ કરનારા મિથ્યાત્વાદિ જે ભાવો છે તેનો અભાવ છે એમ કહે છે. ઝીણી વાત છે ભાઈ ! (એમ કે ઉપયોગને ઝીણો-સૂક્ષ્મ કરવો જોઈએ).
કહે છે-“સમ્યગ્દષ્ટિ,.................. મિથ્યાત્વાદિ ભાવોનો (તેને) અભાવ હોવાથી, નિઃશંક છે તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.'
અહાહા...! સમ્યગ્દષ્ટિ નિઃશંક કેમ છે? અને તેને બંધન કેમ નથી? કેમકે તેણે એક જ્ઞાયકભાવમયપણાને લીધે કર્મના સંબંધમાં હું છું એવી શંકા કરનારા મિથ્યાત્વાદિ ભાવોને છેદી નાખ્યા છે. તેથી તે નિ:શંક છે અને તેથી તેને શંકાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. અર્થાત્ કર્મ આવીને-દેખાવ કરીને-નિર્જરી જાય છે. આવો ધર્મ, લ્યો!
ત્યારે કોઈ વળી વિવાદ ઊભા કરે છે કે વ્યવહારથી (નિશ્ચય) થાય ને નિમિત્તથી પણ કાર્ય થાય.
અરે પ્રભુ! વસ્તુ આત્મા પૂર્ણ ચૈતન્યરૂપ શુદ્ધ વીતરાગસ્વરૂપ છે. તેને શું વ્યવહારથી-રાગથી વીતરાગદષ્ટિ થાય ? વીતરાગદષ્ટિનો વિષય તો પોતાની પરિપૂર્ણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #500
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૪ ]
ચન રત્નાકર ભાગ-૭ વસ્તુ છે ભાઈ ! રાગેય નહિ ને નિમિત્તેય નહિ. તો રાગથી ને નિમિત્તથી શું થાય ? કાંઈ ન થાય. ( રાગની ને નિમિત્તની દષ્ટિવાળાને તો ચતુર્ગતિરૂપ સંસાર ફળે ).
પ્રશ્ન- શિંવરિ–છેદે છે. એનો અર્થ શું?
સમાધાનઃ- છેદે છે એટલે આખા છેદી નાખે છે. અબંધસ્વભાવની દૃષ્ટિમાં બંધના ભાવને છેદી નાખે છે, બધું છેદી નાખે છે. અહા ! પરિપૂર્ણ જ્ઞાયકસ્વભાવી નિત્યાનંદ પ્રભુ હું ધ્રુવ છું એવા સત્ની દષ્ટિના બળે સમકિતી “હું કર્મથી બંધાયેલો છું”—એવી શંકા ઉત્પન્ન કરનારા મિથ્યાત્વાદિ ભાવોને છેદી નાખે છે. બાપુ! આવી વાત તો બીજે કયાંય છે નહિ. આ નિઃશંકિતમાં તો ગજબની વાત કરી છે.
પ્રશ્ન:- મિથ્યાત્વસંબંધી ભાવનો અભાવ છે કે બધા (ચારેય) ભાવોનો?
સમાધાન - બધાયનો; તે બધાયનો અભાવ છે. સ્વભાવમાં-એક જ્ઞાયકભાવમાં તેઓ કયાં છે? નથી. તો શુદ્ધ એક જ્ઞાયકસ્વભાવી પૂર્ણ પ્રભુ આત્માનો જેમાં સ્વીકાર થયો તેમાં તે ચારેય છે જ નહિ. અહા ! બહુ સરસ ગાથા છે! શું કહ્યું? કે પર્યાયનો ને રાગનો ને અપૂર્ણતાનો ને નિમિત્તનો જ્યાં સુધી સ્વીકાર હતો ત્યાંસુધી તે પર્યાયદષ્ટિ મિથ્યાદષ્ટિ હતો, અપૂર્ણદષ્ટિ હતો. પોતાનું પૂર્ણ તત્ત્વ દષ્ટિમાં આવ્યું નહોતું તેથી તે અપૂર્ણદષ્ટિ હતો. પર્યાયદષ્ટિ કહો કે મિથ્યાદષ્ટિ કહો કે અપૂર્ણદષ્ટિ કહો-બધું એક જ છે. પણ જ્યાં પોતાના ત્રિકાળી પૂર્ણ સતનું સત્ત્વ એવા એક ચૈતન્યભાવજ્ઞાયકમાત્રભાવની દષ્ટિ થઈ ત્યાં તેને “હું કર્મના સંબંધવાળો છું”—એવા મિથ્યાભાવનો અભાવ થાય છે અને ત્યારે સ્વરૂપમાં શંકા ઉત્પન્ન કરનારા ચારેય ભાવનો દષ્ટિમાં અભાવ થઈ જાય છે. સૂક્ષ્મ તત્ત્વ છે ભાઈ ! ભાગ્યશાળી હોય તો કાનેય પડે એવી વાત છે. ભાઈ! આ અબજો પૈસા મળે તે ભાગ્યશાળી એમ નથી; વાસ્તવમાં તો એ બધા ભાંગશાળી છે. (ભાંગ મતલબ નશો, એટલે કે તેઓ મોહના નશાવાળા છે ). ( આ તો આવા નિર્ભેળ તત્ત્વની વાત સાંભળવા ને સમજવા મળે તે ભાગ્યશાળી છે એમ વાત છે).
અહા ! લોકોને સમ્યગ્દર્શન શું ચીજ છે એની ખબર નથી. આ તો બે-પાંચ દુકાન છોડે ને આ છોડે ને તે છોડે-એમ બાહ્ય ત્યાગ કરે એટલે ઓહોહોહો.. કેટલોય ત્યાગ કર્યો એમ થઈ જાય. પણ ભાઈ ! મૂળ અંદર મિથ્યાત્વનું શલ્ય છે એ તો ઊભું છે. પરને પોતાના માનવારૂપ, રાગને ભલો માનવારૂપ અને અલ્પજ્ઞને પૂર્ણ માનવારૂપ આદિ-જે મિથ્યાત્વભાવ છે તેનો ત્યાગ તો કર્યો નહિ; તો શું ત્યાગું? કાંઈ નહિ; એક આત્મા ત્યાગ્યો છે. ગંભીર વાત છે પ્રભુ! અહીં કહે છે- પોતાની અલ્પજ્ઞા પર્યાયમાં જેને પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માનો સ્વીકાર
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #501
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૯ ]
[ ૪૮૫ આવ્યો તેને એ સ્વીકારવામાં મિથ્યાત્વાદિ બધાયનો ત્યાગ થઈ જાય છે. સમજાણું કાંઈ..?
અહા ! વસ્તુ આત્મા અનંત ગુણનો પિંડ પ્રભુ પૂરણ સત્ છે; અને તે શાશ્વત છે. અહા! આવા શાશ્વત્ સત્ની સ્વીકારવાળી દષ્ટિ થતાં મિથ્યાત્વનો અભાવ થઈ જાય છે, શંકા-ભય આદિનો અભાવ થઈ જાય છે. અહા! જ્યાં પોતાના ત્રિકાળી મુક્તસ્વરૂપને પ્રતીતિમાં લીધું ત્યાં મને કર્મબંધ છે”—એવી શંકાનો અભાવ થઈ જાય છે તેથી જ્ઞાની નિઃશંક છે. અને નિઃશંકપણે વર્તતા તેને કદાચિત્ પૂર્વ કર્મનો ઉદય હોય તોપણ તે ખરી જાય છે, નિર્જરી જાય છે. અહા ! નિજાનંદસ્વરૂપમાં લીન એવા જ્ઞાનીને ઇન્દ્રનાં ઇન્દ્રાસન પણ થોથાં છે અર્થાત્ કાંઈ નથી. તેથી કહે છે-જ્ઞાનીને બંધ નથી, નિર્જરા જ છે.
અરે ભાઈ ! દુનિયા આખી ભૂલી જા ને! અને પર્યાયને પણ ભૂલી જા ને! તારે એ બધાથી શું કામ છે? પર્યાય ભલે દ્રવ્યને સ્વીકારે છે, પણ હું પર્યાયમાં છું એમ ભૂલી જા. અહા! આ દેહ તો નાશવંત છે; એનો તો ક્ષણમાં નાશ થઈ જાય બાપા! જેમ પાણીના પરપોટા ફૂટતાં વાર લાગે નહિ તેમ આ દેહાદિ પરપોટાને ફૂટતાં શું વાર? અવિનાશી તો અંદર ત્રણલોકનો નાથ આનંદરસકંદ પ્રભુ આત્મા છે. તેને પોતાના ભાવમાં ભાસિત કરવો તે સમ્યગ્દર્શન છે અને તે પ્રથમ દરજ્જાનો ધર્મ છે. બાકી આ સ્ત્રી-પુત્ર પરિવાર ને બાગબંગલા એ તો બધાં સ્મશાનનાં હાડકાંના ફોસ્ફરસની ચમક જેવાં છે, જોતજોતામાં વિલય પામી જશે. સમજાણું કાંઈ...?
* ગાથા ૨૨૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * સમ્યગ્દષ્ટિને જે કર્મનો ઉદય આવે છે તેનો તે, સ્વામિત્વના અભાવને લીધે, કર્તા થતો નથી.'
અહા ! શું કહે છે? કે સ્વરૂપનો જે સ્વામી થયો છે તે સમ્યગ્દષ્ટિને કર્મના ઉદયના સ્વામીપણાનો અભાવ છે અને તેથી તે કર્તા થતો નથી. જોયું? જે રાગાદિ થાય છે તેનો તે રચનારો-કરનારો થતો નથી, પણ તેનો જાણનારો રહે છે. પોતે જ્ઞાયકસ્વરૂપ છે ને? તેથી સ્વ ને પરના પ્રકાશક જ્ઞાનમાં તે જાણનારો રહે છે. હવે કહે છે
માટે ભયપ્રકૃતિનો ઉદય આવતાં છતાં પણ સમ્યગ્દષ્ટિ જીવ નિઃશંક રહે છે, સ્વરૂપથી શ્રુત થતો નથી.'
અહા ! સમ્યગ્દષ્ટિ જીવ ભયપ્રકૃતિના ઉદયમાં પોતાના જ્ઞાનાનંદસ્વરૂપથી શ્રુત થતો નથી. અસ્થિરતાનો કિંચિત્ ભય આવે તો તેનો તે જાણનાર રહે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #502
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૮૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
‘આમ હોવાથી તેને શંકાકૃત બંધ થતો નથી, કર્મ ૨સ આપીને ખરી જાય છે.’
શંકાની વ્યાખ્યા નિયમસારમાં કરી છે ને? ત્યાં આપ્તની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે-‘આપ્ત એટલે શંકા રહિત. શંકા એટલે સકળ મોહરાગદ્વેષાદિક (દોષો).' શંકાની આ વ્યાખ્યા કરી છે. અહા! ભગવાન આપ્ત-પરમેશ્વર શંકારહિત એટલે કે સકળ મોહરાગદ્વેષાદિ રહિત હોય છે. અહીં કહે છે-જ્ઞાની શંકારહિત નિઃશંક છે. દષ્ટિ નિઃશંક છે ને! તેથી તેને શંકા કરનારા મોદિ ભાવોનો અભાવ છે. માટે શંકાકૃત બંધ તેને નથી, પરંતુ નિર્જરા જ છે; કર્મ ઉદયમાં આવીને-દેખાવ દઈને -ખરી જાય છે. અહા ! કર્મ પ્રગટ થઈને ચાલ્યું જાય છે, ખલાસ થઈ જાય છે. લ્યો, આવી વાત છે. આ પહેલી ગાથા (નિઃશંક્તિ ગુણની) પૂરી થઈ.
[પ્રવચન નં. ૩૦૨ (શેષ )
*
દિનાંક ૨૫-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #503
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૩૦
जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु । सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेदव्वो ।। २३० ।।
यस्तु न करोति कांक्षां कर्मफलेषु तथा सर्वधर्मेषु । निष्कांक्षश्चेतयिता સમ્યગ્દષ્ટિÍતવ્ય:।। ૨૩૦।।
स
જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો, ચિન્મુર્તિ તે કાંક્ષારહિત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૦.
ગાથાર્થ:- [ય: શ્વેતયિતા] જે ચૈતયિતા [ર્મજ્ઞેષુ] કર્મોનાં ફળો પ્રત્યે [ તથા ] તથા [ સર્વધર્મપુ] સર્વ ધર્મો પ્રત્યે [ક્ષાં] કાંક્ષા [ન તુ રોતિ] કરતો નથી [સ: [નિષ્ણાંક્ષ: સભ્યપદદિ: ] નિષ્કાંક્ષ સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકા:- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાંય કર્મફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિષ્કાંક્ષ (નિર્વાછક) છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ:- સમ્યગ્દષ્ટિને સમસ્ત કર્મનાં ફળોની વાંછા નથી; વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તેમ જ નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્દગલસ્વભાવોની તેને વાંછા નથી-તેમના પ્રત્યે સમભાવ છે, અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી-તે ધર્મોનો આદર નથી. આ રીતે સમ્યગ્દષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે; માટે વાંછાકૃત બંધ તેને નથી.
*
*
સમયસાર ગાથા ૨૩૦ : મથાળુ
હવે નિ:કાંક્ષિત ગુણની ગાથા કહે છે:
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #504
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૮૮ ]
ચિન રત્નાકર ભાગ-૭ * ગાથા ૨૩૦: ટીકા ઉપરનું પ્રવચન * “કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...'
જુઓ, મૂળ ગાથામાં ‘વેવા' એટલે ચેતયિતા શબ્દ છે. ચેતયિતા એટલે જાણવાવાળો આત્મા. ધર્માજીવ ચેતયિતા છે. ધર્મી જીવ એને કહીએ કે જે જાણવાવાળો છે; મતલબ કે તે પર-રાગાદિ ને પુણ્યાદિ ભાવને-જાણે છે પણ પોતાનાં ન જાણે અને પોતાનાં ન માને. તે તે સર્વને પરયપણે જાણે છે. અહા ! તે પણ વ્યવહાર છે. ઝીણી વાત છે ભાઈ ! જાણવાવાળો ભગવાન આત્મા જ્ઞ-સ્વભાવી, જ્ઞાયક સ્વભાવી, સર્વજ્ઞસ્વભાવી પ્રભુ છે અને તેની જેને દષ્ટિ થઈ છે તે ચેતયિતા ધર્મી છે, સમ્યગ્દષ્ટિ છે. ટીકામાં ચેતયિતાનો અર્થ સમ્યગ્દષ્ટિ કર્યો છે.
અહા! ભગવાન આત્મા એક જ્ઞાયકભાવમય જ્ઞ-સ્વભાવી વસ્તુ છે. તે કોઈ પરનું પોતાનામાં પોતાથી કાર્ય કરે એવો નથી, અને પર વડે પોતાનામાં કાર્ય થાય એવો પણ નથી. અહા ! પરને પોતાના માને એમ તો નહિ પણ પરને જાણે એવો વ્યવહાર પણ પોતાનામાં નહિ. ગાથામાં ચેતયિતા શબ્દ મૂકીને આ કહ્યું છે. અરે ભાઈ ! એ તો પોતાને જાણે છે, ચેતે છે. તેને પોતાથી ભિન્ન રાગાદિ પરદ્રવ્યને જાણવાવાળો કહેવો એ તો વ્યવહાર છે. વાસ્તવમાં તો એ પોતાનો ચયિતા-પોતાને જાણવાવાળો છે. આવા સ્વસ્વરૂપને જેણે દષ્ટિમાં ને અનુભવમાં લીધું છે તે ધર્મી, સમ્યગ્દષ્ટિ છે. આવી વાત છે.
શું કહે છે? કે-“સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાંય કર્મફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિઃકાંક્ષ (નિર્વાછક) છે.'
અહાહા...! સમ્યગ્દષ્ટિ ચેતયિતા નામ એક જ્ઞાયકભાવમય છે. હું તો એક જ્ઞાયકભાવ છું એમ અનુભવતા જ્ઞાનીને કહે છે, બધાંય કર્મફળો પ્રત્યે કાંક્ષા નથી. અહા ! ધર્મીને પુણ્યભાવરૂપ વ્યવહારધર્મની તથા પુણ્યકર્મના ફળોની વાંછા નથી. અહા ! જૈનધર્મ કોઈ અલૌકિક વસ્તુ છે ભાઈ! અહા! ભગવાન આત્મા ચેતયિતા પ્રભુ એક જ્ઞાયકભાવમય જ્ઞાનાનંદનું ધામ છે. તેમાં વસેલા જૈનધર્મીને કર્મફળો પ્રત્યે કાંક્ષા નથી, અર્થાત્ પૂર્વે જે કર્મ બાંધ્યાં હતાં તેના ફળની વાંછા નથી. ગજબ વાત છે ભાઈ ! જ્ઞાનીને પુણ્ય ને પુણ્યનાં ફળોની વાંછા નથી.
લ્યો, આજે ર૬ મી જાન્યુઆરી-સ્વરાજ્ય દિન છે ને? અરે ભાઈ ! સ્વરાજ્ય તો સ્વમાં હોય કે બહારમાં હોય? અનંતગુણોનું સામ્રાજ્ય પ્રભુ આત્મા છે, અને તેને પ્રાપ્ત કરવું તે સ્વરાજ્ય-પ્રાતિ છે. અહીં કહે છે-આવી સ્વરાજ્ય પ્રાપ્તિ જેને થઈ છે તે કર્મફળોને-પુણ્ય ને પુણ્યનાં ફળોને–બહારની ચીજોને વાંછતો નથી. લ્યો, બહારમાં પોતાનું સ્વરાજ્ય છે એની અહીં ના પાડે છે. સમજાણું કાંઈ..?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #505
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૩) ]
[ ૪૮૯ બધાંય કર્મફળો”—એમ લીધું ને? મતલબ કે ૧૪૮ કર્મપ્રકૃતિમાંથી કોઈ પણ કર્મના ફળની વાંછા જ્ઞાનીને નથી. યશ-કીર્તિ કે તીર્થંકર પ્રકૃતિ બંધાય તેના ફળની પણ જ્ઞાનીને વાંછા નથી એમ કહે છે. અહા ! અતીન્દ્રિય આનંદનો નાથ એવો ભગવાન આત્મા
જ્યાં અંદર જાગ્રત થયો, નિજસ્વરૂપનું-અનંતગુણસામ્રાજ્યનું જ્યાં ભાન થયું ત્યાં પરસ્વરૂપની વાંછા કેમ થાય ? ન થાય. આ સ્વરાજ્ય છે, બાકી બહારમાં તો ધૂળેય સ્વરાજ્ય નથી. ‘નતેશોમતે તિ ૨ના' પોતાના એક જ્ઞાયકભાવમાં-અનંતગુણસામ્રાજ્યમાં રહીને શોભાયમાન છે તે રાજા છે અને એવો સમ્યગ્દષ્ટિ હોય છે જે બધાંય કર્મફળોને વાંછતો નથી. સમજાણું કાંઈ....?
આવો મારગ બાપા! એ મળ્યા વિના તે ૮૪ લાખના અવતારમાં એક એક યોનિમાં અનંત અનંત અવતાર કરીને દુ:ખી થયો છે. અરેરે! મિથ્યાત્વને લીધે ઢોરપશુના અનંત અવતાર ને નરક-નિગોદના અનંત અવતાર એણે અનંતવાર કર્યા છે. અહા ! એ જન્મસમુદ્ર તો દુઃખનો જ સમુદ્ર છે અને વિના સમ્યગ્દર્શન તેને પાર કરી શકાય એમ નથી. અહો ! સમ્યગ્દર્શન એ અપૂર્વ ચીજ છે, અને તે એક જ્ઞાયકભાવમય નિજ શુદ્ધ આત્મદ્રવ્યનો આશ્રય કરતાં પ્રગટ થાય છે. અહા! નિજ જ્ઞાનાનંદસ્વરૂપના આશ્રયે જેને અતીન્દ્રિય આનંદ પ્રગટ થયો છે તે ધર્મ, સમ્યગ્દષ્ટિ છે અને તે સુખી છે કેમકે તે બધાંય કર્મફળોને-બીજી ચીજને-ઇચ્છતો નથી. આવી વાત!
અહીં કહે છે-જ્ઞાનીને બધાંય કર્મફળો અને સમસ્ત વસ્તુધર્મો પ્રતિ કક્ષાનો અભાવ છે. અહાહા...! સમસ્ત વસ્તુધર્મો કહેતાં હીરા-માણેક-મોતી અને પથ્થર, કાચ અને મણિરત્ન, સોનું-ચાંદી અને ધૂળ-કાદવ અને નિંદા-પ્રશંસા ઇત્યાદિ લોકના સમસ્ત પદાર્થો પ્રત્યે જ્ઞાનીને વાંછા નથી. કેમ? કેમકે સમ્યક નામ સષ્ટિવંતને એક જ્ઞાયકભાવમયપણું છે. અહા ! નિંદા-પ્રશંસાના ભાવને તે માત્ર પરયરૂપે જાણે જ છે, પણ પોતાની પ્રશંસા જગતમાં થાય એમ જ્ઞાની કદી ઇચ્છતા નથી. અહા! આવો ધર્મ લોકોએ બહારમાં-દયા પાળો ને તપ કરો ને ભક્તિ કરો. ઇત્યાદિ રાગમાં–ખતવી નાખ્યો છે. પણ અહીં તો કહે છે-જ્ઞાનીને રાગની-વ્યવહારની વાંછા નથી. ભાઈ ! રાગમાં ધર્મ માને એ તો બહુ ફેર છે બાપા! એ તો મિથ્યાબુદ્ધિ જ છે.
અહા ! કહે છે-“સમ્યગ્દષ્ટિ,... બધાંય કર્મફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિ:કાંક્ષ (નિર્વાછક) છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.”
અહા ! ધર્મીને પોતાના આનંદમૂર્તિ પ્રભુ આત્માની ભાવના હોવાથી પરની કક્ષાની ભાવનાનો તેને અભાવ છે. અહા! નિશ્ચયથી હું જ મારું ય ને હું જ મારો જ્ઞાતા છુંએમ અભેદપણે પોતાના આનંદસ્વરૂપને અનુભવતો જ્ઞાની પરની કાંક્ષા કરતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #506
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ પોતે ચેતયિતા છે ને? તો સ્વરૂપનું સંચેતન કરે છે, અતીન્દ્રિય આનંદને અનુભવે છે અને સ્વરૂપની જ ભાવનામાં રહે છે, તેથી તેને પરની કાંક્ષાનો અભાવ છે. માટે તેને કાંક્ષાકૃત બંધ નથી, પણ નિર્જરા જ છે. આનું નામ નિર્જરા છે પણ બહારમાં ઉપવાસાદિ કરે એ કાંઈ નિર્જરા નથી.
પ્રશ્ન:- આ ઉપવાસ કરે છે તે તપ છે અને તપથી નિર્જરા કહી છે ને!
સમાધાન - તપથી નિર્જરા છે પણ એ કયું તપ ? બાપુ! તને ખબર નથી. પોતાના ચૈતન્યસ્વભાવમાં ઉગ્રપણે લીન થવું તેને તપ કહ્યું છે અને તે તપમાં જે પૂર્વની ઇચ્છા આદિ હોય છે તે નિર્જરી જાય છે. ‘રૂચ્છા નિરોધ: તપ:' એમ કહ્યું છે ને? પોતાના નિત્યાનંદ-પરમાનંદસ્વરૂપમાં સ્થિર થતાં-જામતાં ઇચ્છાની ઉત્પત્તિ ન થાય તે ઇચ્છાનો નિરોધ છે, તે આનંદની પ્રાપ્તિ છે અને તેને ભગવાન તપ કહે છે અને એ તપ વડે નિર્જરા કહી છે. ભાઈ ! આ તો લૌકિકથી સાવ જુદો મારગ છે બાપા!
* ગાથા ૨૩૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * “સમ્યગ્દષ્ટિને સમસ્ત કર્મનાં ફળોની વાંછા નથી.”
શું કહે છે? કે જેણે જાણવાવાળાને-એક જ્ઞાયકભાવને જાણો તેને વાંછા હોતી નથી. પોતે ચેતયિતા છે ને? અહા ! પોતે તો ભગવાન સર્વજ્ઞસ્વભાવ છે. કોણ ભગવાન? પોતે આત્મા હોં. અહા ! સર્વજ્ઞ પરમાત્મા (અરિહંતાદિ) જે પર્યાયમાં સર્વજ્ઞ થયા તે પર્યાય કયાંથી આવી ? અંદર સર્વજ્ઞસ્વભાવ પડ્યો છે એમાંથી આવી છે. કોઈને વળી થાય કે આ નાના મોંઢે મોટી વાત! પણ ભાઈ ! એવી સર્વજ્ઞ પર્યાય અપરિમિત અનંતઅનંત સામર્થ્યથી ભરેલા સર્વજ્ઞસ્વભાવમાંથી આવી છે. અહા ! અનંતકાળ સુધી સર્વજ્ઞ પર્યાય થયા જ કરે એવું અપરિમિત સર્વજ્ઞસ્વભાવનું સામર્થ્ય છે. સમકિતીને આવા પોતાના સર્વજ્ઞસ્વભાવની અંતરમાં અસંચેતનમાં પ્રતીતિ થઈ છે તેથી કહે છે-જ્ઞાનીને સમસ્ત કર્મના ફળોની-રાજપદ, શેઠપદ, દેવપદ વા તીર્થંકરપદની કાંક્ષા નથી. ગજબ વાત છે ભાઈ ! મારગ બહુ આકરો બાપા !
વળી કહે છે-“વળી તેને સર્વધર્મોની વાંછા નથી.”
મૂળ ગાથામાં બે બોલ છે ને? “ગ્ગજોરા અને વધુમ્મસુ-એમ પાઠમાં બે બોલ છે. એક તો જ્ઞાનીને કર્મના ફળોની વાંછા નથી અને સર્વધર્મોની પણ વાંછા નથી.
સર્વધર્મો'ના તો ઘણા અર્થ છે. જેમકે સોનું કે પત્થર કે હીરાની ખાણ દેખે તો (અજ્ઞાનીને) વાંછા થઈ જાય એ ધર્માને છે નહિ.
કોઈને થાય કે એમાં શું? એ તો પુણ્યનું ફળ છે. સમાધાન-પુણ્યનું ફળ?-એમ નહિ બાપા! શું પુણનાં ફળ તારાં છે?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #507
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩) ]
[ ૪૯૧ એ તો પરચીજ છે, એ તો માત્ર છે; વ્યવહાર જ્ઞય છે. પહેલાં (૨૨૯ મી ગાથામાં) ના આવ્યું? કે પોતાના એક જ્ઞાયકભાવમાં પરદ્રવ્યનો-પુણ્યકર્મ આદિનો સંબંધ માનવો તે મિથ્યાત્વ છે, કેમકે ભગવાન આત્મા જ્ઞાયકસ્વરૂપ પ્રભુ ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે, તો પછી આ કર્મના ફળરૂપ શરીર, મન, વાણી, દીકરા, દીકરી, કુટુંબ-કબીલા ને ધનસંપત્તિ ઈત્યાદિ નોકર્મ સાથે સંબંધ માનવો એય મિથ્યાત્વ છે, ત્યારે કોઈ એડવોકેટ (મિથ્યાત્વનો હોં) કહે છે
તો શું નોટીસ આપી દેવી કે તમારે ને અમારે સંબંધ નથી?
સમાધાન- એમ નહિ ભાઈ ! જરા ધીરો થા બાપુ! એમાં નોટીસની જરૂરત ક્યાં છે? એ સર્વને પર જાણી પોતાના એક જ્ઞાયકભાવને ગ્રહણ કરવો બસ એ નોટીસ થઈ ગઈ. બાકી સર્વ મારાં છે, પુણ્યનાં ફળ મારાં છે એમ જાણવું અને “કાંઈ સંબંધ નથી ” એમ નોટીસ દેવાનું કહેવું એ તો છળ છે બાપા! અજ્ઞાન છે, અનંતાનુબંધીનો માયાચાર છે. સમજાણું કાંઈ ? પરદ્રવ્યથી (સ્વામિત્વનો) સંબંધ માનવો એ મિથ્યાત્વ છે ભાઈ !
અહા! જ્ઞાનીને તો અંદરથી નોટીસ જ છે કે મારે તમારા આત્માને) ને દીકરાને, મારે ને દીકરીને, મારે ને પત્નીને, મારે ને પતિને, મારે ને ધનસંપત્તિને સંબંધ જ નથી. એનું તો પરિણમન જ એવું જ્ઞાનમય છે. આવું! બીજે તો ક્યાંય સાંભળવા મળવું દુર્લભ છે.
અહા! પ્રભુ! તું કોણ છો? પ્રભુ! તું તો ચેતયિતા એક જ્ઞાયકભાવમય, જ્ઞસ્વભાવમય, આનંદસ્વભાવમય ત્રિકાળી ધ્રુવસ્વરૂપ આત્મા છો ને? તું તો જાણગજાણગ-જાણગ-એમ જાણવાસ્વરૂપ છો ને ભગવાન? તો શું જાણવાવાળો આ બધાં પદ્રવ્ય મારાં છે એમ જાણે ? કદીય નહિ. પરદ્રવ્યને જાણવાં એય જ્ઞયમાત્રપણાનો વ્યવહાર છે; તો પછી એ પર બધાં મારાં એમ કયાંથી આવ્યું? અહા ! તને શું થઈ ગયું પ્રભુ? સર્વજ્ઞ પરમેશ્વરે તો આત્માને એક ચિન્માત્રસ્વભાવી જ જોયો છે. તો એવો પોતાને પોતાનામાં દેખવાને બદલે આ બધાં પર મારાં છે એમ જાણવા લાગ્યો તો તને શું થઈ ગયું પ્રભુ? જો ને? કે સ્વરૂપમાં સદા સાવધાન એવો જ્ઞાની તો પરની-પરધર્મોની-વાંકા જ કરતો નથી.
અહીં કહે છે-“વળી તેને સર્વધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તથા નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની તેને વાંછા નથી–તેમના પ્રત્યે સમભાવ છે.....'
શું કહ્યું? કે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્ગલસ્વભાવોની જ્ઞાનીને વાંછા નથી. સુવર્ણ હો કે પાષાણ હો, નિંદાનાં વચન હો કે પ્રશંસાનાં, કાચ હો મણિરત્ન હો,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #508
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૪૯૨ ]
ચન રત્નાકર ભાગ-૭ જશ હો કે અપજશ હો એ બધા જડ પદાર્થો પુદ્ગલસ્વભાવો છે, પરસ્વભાવો છે. અહા ! નિજ જ્ઞાનાનંદ સ્વરૂપની ભાવના આગળ જ્ઞાનીને એ બધા પર પદાર્થોની વાંછા રહેતી નથી, સમાપ્ત થઈ જાય છે, ખલાસ થઈ જાય છે. અહા! જેણે અંતરમાં પોતાનું જ્ઞાનનિધાન જોયું, અનંતગુણમય જ્ઞાનનો અખૂટ આશ્ચર્યમય ખજાનો જોયો તેને ખજાને ખોટ કયાં છે કે તે પરની ઇચ્છા કરે ? ધર્મીને પોતાના જ્ઞાનમાં ને પ્રતીતિમાં અનંતનિધાનસ્વરૂપ આખો ભગવાન આવી ગયો છે. હવે તે પરની કેમ ઇચ્છા કરે ? આવે છે ને કે
પ્રભુ મેરે ! તું સબ બાતે પૂરા, પરકી આશ કહીં કરૈ પ્રીતમ... પરકી આશ કહા કરે વહાલા...
કઈ બાતે તું અધૂરા? પ્રભુ મેરે? તું સબ બાતે પૂરા.” પોતાની ચીજ જ અંદર પૂરણ છે તો પરની વાંછા જ્ઞાની કેમ કરે? ભાઈ ! કોઈ ગમે તે કહે, મારગ તો આ છે બાપા! શ્રીમદે કહ્યું છે ને કે
“કયા ઇચ્છત? ખોવત સર્બ, હૈ ઇચ્છા દુઃખમૂળ” અહા! ભગવાન! તું આખો ચૈતન્યનિધાન છો ને પરની ઇચ્છા કેમ કરે છે? પરની ઇચ્છા કરતાં તો ભાઈ ! તારું ચૈતન્યનિધાન-ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્મા ખોવાઈ જશે; તારું સર્વસ્વ ખોવાઈ જશે. પરની ઇચ્છા તો દુઃખનું મૂળ છે ભાઈ ! અહા! કરોડોઅબજોની સંપત્તિ હોય તો પણ તેને પુગલસ્વભાવ જાણીને જ્ઞાની તેની ઇચ્છા કરતો નથી.
કોઈને વળી થાય કે-આ કોની વાત છે? (એમ કે મુનિની વાત છે)
સમાધાન- આ તો ભાઈ ! જેણે અંદર પોતાનું મુક્તસ્વરૂપ એવું ચૈતન્યરૂપ ભાળ્યું છે એવા સમ્યગ્દષ્ટિની વાત છે. જેનું ધ્યેય મોક્ષસ્વરૂપ આત્મા છે એવા સમકિતીની આ વાત છે. અહાહા..! કહે છે કે ચક્રવર્તીની સંપદા હો કે ઇન્દ્રનાં ઇન્દ્રાસન હો, સમકિતીને એ કશાયની ઇચ્છા નથી. આવે છે ને કે
“ચક્રવર્તીકી સંપદા, અરુ ઇન્દ્ર સરિખા ભોગ;
કાગવિ, સમ ગિનત હૈ, સમ્યગ્દષ્ટિ લોગ.” અહા! સમ્યગ્દષ્ટિ ધર્મી, હજી પહેલા દરજ્જાનો જૈન કે જેણે પોતાનો જૈનપરમેશ્વર પ્રભુ આત્મા અંદર ભાળ્યો છે તે ઇન્દ્રના ઇન્દ્રાસન ને ચક્રવર્તીની સંપદાને કાગડાની વિષ્ટા સમાન તુચ્છ માને છે; તે એની ઇચ્છાથી વિરક્ત થઈ ગયો છે. અહા ! આ સમ્યગ્દષ્ટિ છે બાપા ! પોતાની નિજ સંપદા-સ્વરૂપ-સંપદા આગળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #509
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૦ ]
[ ૪૯૩
ઇન્દ્રના ભોગ આદિ બધું આપદા છે, દુઃખ છે એમ એને ભાસે છે. ઇન્દ્રાસનનાં સુખ પણ દુ:ખ છે ભાઈ! તો ધર્મી દુઃખની ભાવના કેમ કરે ? અહા ! આવું જૈનપણું પ્રગટવું કોઈ અપૂર્વ ચીજ છે બાપા! લોકો તો સાધારણ એમ માની લે કે-અમે જૈન છીએ પણ બાપુ! જૈનપણું તો સ્વરૂપના આશ્રયે જે ૫૨ની વાંછાને જીતે છે તેને છે. સમજાણું
sis...?
પ્રશ્ન:- હા; પણ બીજા આ માનતા નથી, અને અમે તો આ માનીએ છીએ; માટે બીજાઓ કરતાં તો અમે સારા છીએ કે નહિ?
ઉત્ત૨:- અરે ભાઈ! બીજાની સાથે તારે શું સંબંધ છે? બીજા ગમે તે માને અને ગમે તે કરે; એની સાથે તને શું કામ છે? અહીં તો હું એક જ્ઞાયકસ્વભાવમય આત્મા છુંએમ અંતર્મુખાકાર થઈ અનુભવ કરે એનાથી કામ છે. આવો અનુભવ કરે એની બલિહારી છે. બાકી તારામાં અને બીજામાં કોઈ ફરક નથી.
અહીં જ્ઞાયકસ્વભાવની મુખ્યતા કેમ લીધી? કારણ કે પર્યાયમાં જ્ઞાનનો અંશ પ્રગટ છે તો (તે અંશ દ્વારા) આખો જ્ઞાયકભાવ આત્મા છે એમ દૃષ્ટિ કરાવવા અહીં એક જ્ઞાયકભાવની મુખ્યતા લીધી છે. જ્યારે આનંદ તો શાયભાવની દૃષ્ટિ થાય છે ત્યારે પ્રગટ થાય છે. (વર્તમાન નથી ).
અહીં કહે છે-જેને આત્માનુભવ થયો છે તેને વસ્તુધર્મોની પુદ્દગલસ્વભાવોની વાંછા નથી-તેમના પ્રત્યે સમભાવ છે. કનક-પાષાણ પ્રતિ, પ્રશંસાના વચનો પ્રતિ કે જશ-અપજશ પ્રતિ જ્ઞાનીને સમભાવ છે. અહા! પુણ્ય-પાપ ને પુણ્ય-પાપના ફળો પ્રતિ જ્ઞાનીને સમભાવ છે, કેમકે એ સર્વને તે પુદ્દગલસ્વભાવો જાણે છે. જ્ઞાની તો એ સર્વ પ્રસંગમાં એક જ્ઞાતાભાવે રહે છે, પણ તેના પ્રતિ વાંછાભાવ કરતો નથી. લ્યો આવો મારગ બહુ ઝીણો બાપા! અરે ભાઈ! અનંતકાળથી તું ચારગતિના પરિભ્રમણથી હેરાન હેરાન થઈ રહ્યો છો તો આચાર્યદેવ અહીં કરુણા કરીને તારાં દુઃખ ટાળવાનો ઉપાય બતાવે છે. (માટે સાવધાન થા).
અર્થાત્ નિંદા
વળી વિશેષ કહે છે કે- અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી-તે ધર્મોનો આદર નથી.
શું કહ્યું ? કે અનેક પ્રકારે અજ્ઞાનીઓએ પુણ્યકર્મ આદિ વ્યવહારકાર્યોમાં ધર્મ માન્યો છે. કોઈ ઇશ્વરની ભક્તિ વડે ધર્મ માને છે તો કોઈ દયા, દાન આદિ ક્રિયાઓમાં ધર્મ માને છે. અહીં કહે છે-એવા એકાંતધર્મી અજ્ઞાનીઓના વ્યવહારધર્મોની જ્ઞાનીને વાંછા નથી. અહા! ઇશ્વરની ભક્તિ કરનારા કોઈ મોટા રાજા-મહારાજા હોય કે અબજો દ્રવ્યના સ્વામી હોય તો, આવા મોટા લોકો ઇશ્વરના ભક્ત છે માટે એમાં કાંઈ માલ હશે-એમ જ્ઞાનીને એમાં વાંછા નથી; કેમ ? કેમકે તે સ્વરૂપમાં નિઃશંક છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #510
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહા ! જૈનમાં પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ બાહ્ય ક્રિયાકાંડ વડ ધર્મ માનનાર એકાંત વ્યવહારી અજ્ઞાની છે. વ્રત, તપ, ઉપવાસ આદિ કરતાં કરતાં ધર્મ પ્રગટી જશે એમ માનવાવાળા પણ એકાંત વ્યવહારી મિથ્યાષ્ટિ છે કેમકે તેઓ કદીય રાગથી ભિન્ન પડી આત્મદષ્ટિ પામતા નથી. આવા એકાંત વ્યવહારધર્મોને અનુસરનારા બહારમાં ભલે ગમે તેવા મહાન (મહા મુનિરાજ) હો, મિથ્યાષ્ટિ દેવો પણ તેમની સેવા કરતા હોય તેવા મહાન હો, તોપણ એમાં પણ કાંઈક છે–એમ જ્ઞાનીને એમાં વાંછા થતી નથી કેમકે જ્ઞાની સ્વરૂપમાં નિઃશંક છે. આ પ્રમાણે જ્ઞાની નિઃકાંક્ષ છે; તેને સમસ્ત કર્મફળોની કે સર્વધર્મોની-વ્યવહારધર્મો સહિત સર્વધર્મોની-વાંછા હોતી નથી.
હવે કહે છે-“આ રીતે સમ્યગ્દષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ
નથી.”
અહા! ધર્મીને અંદરમાં એક જ્ઞાયકભાવમય નિજ આત્માનો સત્કાર થયો છે. અતીન્દ્રિય આનંદનો અનુભવ કર્યો છે ને? તેથી અંદરમાં તેને એક ચૈતન્યભાવનું જ સ્વાગત છે. શું કહ્યું? અનાદિથી રાગનું ને પર્યાયનું સ્વાગત હતું, પણ હવે જ્યાં પૂર્ણાનંદનો નાથ એક જ્ઞાયકભાવમય પ્રભુ આત્માનો અનુભવ થયો ત્યાં તેનું સ્વાગત થયું છે. હવે તે અતીન્દ્રિય આનંદની ભાવના છોડીને પરનું ને રાગનું સ્વાગત કેમ કરે ? ન કરે. આચાર્ય કહે છે-આ રીતે ધર્મી વાંછારહિત થયો છે. માટે તેને વાંછાથી થતો બંધ નથી. લ્યો, આ અરિહંતદેવ શ્રી સીમંધરનાથની દિવ્યધ્વનિમાં પ્રગટ થયેલો ઢંઢેરો આચાર્ય શ્રી કુંદકુંદ જાહેર કરે છે. કહે છે-જ્ઞાની સમસ્ત કર્મફળો ને સર્વધર્મોની વાંછારહિત હોવાથી વાંછાથી થતો બંધ તેને નથી, તેને નિર્જરા જ છે.
પ્રશ્ન:- આમાં બહાર તો કાંઈ કરવાનું આવ્યું નહિ?
સમાધાનઃ- અરે ભાઈ ! બહારનું એ શું કરે? બહારમાં ક્યાં કોઈ ચીજ એની છે? આ શરીર, મન, વાણી ઇત્યાદિ જડ માટી-ધળ છે. તથા આ કરોડોના મકાન-મહેલ પણ જડ માટી-ધૂળ છે. એ બધાં અજીવ તત્ત્વ છે. વળી કુટુંબ-કબીલા પણ પરદ્રવ્ય છે. આમ છે તો પછી તેનું તે શું કરે ? શું પરરૂપે-જડરૂપે એ થાય છે કે તે પરનું કરે ? બાપુ ! પરનું એ કાંઈ કરી શકતો જ નથી. માત્ર “કરું છું –એમ અભિમાન કરે પણ એ તો મિથ્યાત્વ છે ભાઈ ! અહીં કહે છે-રાગનું કરવું પણ સમકિતીને નથી. શું કહ્યું? કે રાગના કર્તાપણાની ભાવના-વાંછા જ્ઞાનીને નથી; વ્યવહારરત્નત્રયને કરવાની વાંછા જ્ઞાનીને નથી. ભાઈ ! રાગ છે એ તો દુઃખ છે, વિભાવ છે. જેને નિર્મળ સ્વભાવની દષ્ટિ થઈ છે તે વિભાવની ભાવના કેમ કરે? તે વિભાવનો કર્તા કેમ થાય? ન થાય. અરેરે ! અનંતકાળથી તે જિનેશ્વર ભગવાનના કહેલા માર્ગે આવ્યો નથી અને રખડ્યા જ કરે છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #511
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૦ ]
[ ૪૯૫
અહાહા...! ધર્મીને પુણ્ય ને પુણ્યના ફ્ળોનો આદર નથી, અર્થાત્ પુણ્યાદિ ભાવોને ધર્મ માનવાવાળા વ્યવહારધર્મોનો (તેઓ પુદ્દગલસ્વભાવ હોવાથી ) પણ આદર નથી, સ્વીકાર નથી. આ રીતે સમ્યગ્દષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી, નિર્જરા જ છે.
ત્યારે કોઈ કહે છે–ધર્મીને પણ કોઈ ઇચ્છા આદિ વૃત્તિ દેખાય છે?
અરે ભાઈ! તે તો ‘વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઈલાજની વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે;...'
અહા! સમ્યગ્દષ્ટિ-ધર્મી એને કહીએ કે જે ઇચ્છાનો કર્તા નથી. અહા! ઇચ્છા એ રાગ છે, વિભાવ છે અને વિભાવ દુઃખ છે. તો એવા દુ:ખનો કર્તા ધર્મી કેમ થાય? ધર્મી તો નિરંતર અતીન્દ્રિય આનંદનું પરિણમન કરવાવાળો ને અતીન્દ્રિય આનંદના સ્વાદને ભોગવવાવાળો છે. અહા! તે વિભાવનો-દુ:ખનો કર્તા કેમ થાય ? અરે! અનંતકાળમાં જૈનધર્મ શું છે તે એણે સાંભળ્યું નથી, આવે છે ને કે
“મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાૌ, પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાૌ.
66
""
અહા ! એ મહાવ્રતાદિના પરિણામ પણ રાગ છે, દુઃખ છે. તેથી ધર્મીને તેની વાંછા નથી એમ કહે છે. તથાપિ કમજોરીથી ચારિત્રમોહને વશ થતાં જ્ઞાનીને રાગ આવે છે, પણ તે રાગની તેને વાંછા નથી. જેમ શરીરમાં રોગ આવે છે તેની વાંછા નથી તેમ ધર્મીને રાગ આવે છે તેની વાંછા નથી. અહા ! ઇન્દ્રના ઇન્દ્રાસનનો સંયોગ હો તોપણ તેના
ભોગની ધર્મીને વાંછા નથી. લ્યો, આવો મારગ છે પ્રભુનો ! આ ચોખ્ખું આમાં લખાણ છે પણ બિચારાને ફુરસદ હોય ત્યારે જુએ ને? અરે ભાઈ! આ નિર્ભેળ તત્ત્વને સમજ્યા વિના તારો અવતાર એળે જશે; જેમ અળસિયા આદિના અવતાર એળે ગયા તેમ આ અવતાર પણ વિના સમજણ એળે જશે ભાઈ!
અહીં કહે છે–‘તે વાંછાનો કર્તા પોતે થતો નથી.' અહા ! કિંચિત્ રાગનું પરિણમન થઈ જાય તોપણ રાગ-વાંછા કરવાલાયક છે એવું ધર્મીને-પહેલા દરજ્જાના સમકિતીનેચોથે ગુણસ્થાને પણ હોતું નથી. અહા! શ્રાવદશા ને મુનિદશા તો કોઈ અલૌકિક ચીજ છે. તેની તો શી વાત! આ તો ચોથે ગુણસ્થાને ધર્મીને કમજોરીથી કોઈ વાંછા થઈ આવે છે તોપણ તે વાંછાનો તે કર્તા થતો નથી, સ્વામી થતો નથી –એમ કહે છે. પૂર્ણાનંદમય ચૈતન્યનિધાન આખું દષ્ટિમાં-પ્રતીતિમાં આવ્યું પછી બીજાની વાંછા શું હોય ? અહા ! ઝીણી વાત છે ભાઈ! જ્યાં સ્વરૂપમાં નિઃશંકતા થઈ ત્યાં અન્યત્ર (મારાપણે ) વાંછા કેમ થાય ? ન થાય. તથાપિ ચારિત્રમોહવશ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #512
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૯૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ કિંચિત્ વાંછા ધર્મીને થઈ આવે છે તે વાંછાનો તે કર્તા થતો નથી પણ કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે. લ્યો, આવો મારગ ! સાધારણ (અજ્ઞાની) લોકોએ માન્યો છે એવો જૈનધર્મ નથી બાપા !
કહે છે? કે-તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે; માટે વાંછાકૃત બંધ તેને નથી.'
પોતે ચેતયિતા છે ને? તો કિંચિત રાગ થાય છે તેને કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા રહે છે. અહા ! આને જૈન-સમ્યગ્દષ્ટિ કહીએ. રાગની-વ્યવહારની વાંછા કરે તે સમ્યગ્દષ્ટિ કેવો? તે તો મિથ્યાષ્ટિ જ છે. આ બીજો ( નિઃકાંક્ષિતનો) બોલ થયો.
પહેલા બોલમાં નિઃશંકની વાત કરી. ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ સદા પરમેશ્વરસ્વરૂપ છે. શું કહ્યું? પરમાત્મા સ્વરૂપ જ પોતાની ચીજ છે. કેમકે તેમાંથી જ પરમાત્મા થાય છે. પરમાત્મા કાંઈ બહારથી નથી આવતા. અહા ! ભગવાન અરિહંતદેવ વીતરાગ સર્વશ થયા તે કયાંથી થયા? શું તે બહારમાંથી (ક્રિયાકાંડથી) થયા છે? અંદર આત્મામાં તે-રૂપે ચીજ પડી છે તેમાંથી થયા છે. અહા ! આવી જેને પોતાના સ્વરૂપસંબંધી નિઃશંકતા થઈ તે ધર્મી છે, જ્ઞાની છે. એ તો આવી ગયું ને? કે સમ્યગ્દષ્ટિ નિઃશંક છે. કેમ? કારણ કે બંધનું કારણ એવા જે મિથ્યાત્વાદિ ભાવો છે તેનો તેને અભાવ છે. “હું પૂર્ણ નથી” વા “રાગનો મને સંબંધ છે”—એવા સંદેહનો તેને અભાવ છે. અહા ! જ્ઞાનીને નિઃશંકતામાં સર્વ સંદેહનો નાશ થઈ ગયો છે.
શું કહ્યું? કે પૂર્ણાનંદમય પ્રભુ આત્મા સદા વીતરાગસ્વરૂપે, મુક્તસ્વરૂપે અંદર બિરાજમાન છે. તેમાં જ્ઞાનીને નિઃશંકતા છે, પણ શંકા નથી, સંદેહ નથી, કેમકે સંદેહ કરનારા મિથ્યાત્વાદિ ભાવોનો તેને અભાવ છે. સમ્યગ્દષ્ટિ મિથ્યાત્વાદિ ચારેયનો છેદવાવાળો થયો છે અને તેથી તે સ્વરૂપમાં નિઃશંક છે. ખાલી વાંચી જાય તો સમજાય એવું નથી બાપુ! આ તો કેવળી ભગવાનની વાણી બાપા! ખૂબ ગરજ કરીને ખાસ ફુરસદ લઈને નિરંતર સ્વાધ્યાય કરવો જોઈએ.
અહા! ધર્મીને પોતાના પૂરણ જ્ઞાનાનંદસ્વરૂપમાં નિઃશંકતા છે. કેમ? કારણ કે “હું અપૂર્ણ છું” અને “હું રાગના સંબંધવાળો છું” એવા સંદેહનો તેણે નિજ સ્વરૂપના લક્ષ નાશ કરી દીધો છે. અહા ! પોતે પૂરણ આનંદસ્વરૂપ ને વીતરાગસ્વરૂપ જ છે અને પર્યાયમાં જે આનંદ ને વીતરાગતા આવે છે તે અંદર નિજ સ્વરૂપના આશ્રયમાંથી જ આવે છે આવી દઢ પ્રતીતિ ધર્મીને થઈ છે. તેથી તે બહારના ક્રિયાકાંડ આદિ સર્વ પરસ્વભાવ પ્રતિ નિરુત્સુક છે, નિઃવાંછક છે. આ નિઃશંક ને નિ:કાંક્ષ એ બેનો સરવાળો છે.
અહા! નિઃશંકિતમાં એમ આવ્યું કે-હું પૂર્ણ જ્ઞાનસ્વરૂપ, પૂર્ણ આનંદસ્વરૂપ, પૂર્ણ વીતરાગસ્વરૂપ, પૂર્ણ પ્રભુતાસ્વરૂપ, પૂર્ણ સ્વચ્છતાસ્વરૂપ-એમ પૂર્ણ અનંતગુણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #513
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩) ]
[ ૪૯૭ સ્વરૂપ પ્રભુ આત્મા છું અને એવા સ્વરૂપમાં અંતરએકાગ્ર થવા વડે જ પૂર્ણ દશા પ્રગટ થાય છે; અહા ! ધર્મીને સ્વાનુભવમાં આવી નિઃસંદેહદશા પ્રગટ થઈ છે અને તેથી તે નિઃશંક છે. અહા ! સંતોની-કેવળીના કેડાયતીઓની શૈલી તો જુઓ! આવો મારગ ને આવી વાત બીજે કયાંય છે નહિ.
હવે બીજા નિઃકાંક્ષિત ગુણમાં એમ આવ્યું કે હું પોતે જ પોતાથી પરિપૂર્ણ છું તો મને અન્ય પદાર્થની શું અપેક્ષા છે? મને અન્ય પદાર્થથી શું કામ છે? આમ પોતાની પરિપૂર્ણતાના ભાનમાં ધર્મીને પરપદાર્થની વાંછાનો અભાવ થઈ ગયો છે. હું પરિપૂર્ણ જ છું” –એમ પરિપૂર્ણની ભાવનામાં ધર્મી જીવ પુણ્ય ને પુણ્યના ફળો પ્રતિ અને અન્ય વસ્તુધર્મો પ્રતિ નિ:કાંક્ષ છે, ઉદાસીન છે. દયા, દાન, વ્રતાદિના પરિણામ તેને જે થાય તેના પ્રતિ પણ નિ:કાંક્ષ છે. ભાઈ ! દુનિયાને મળી નથી એટલે આ વાત આકરી લાગે છે, પણ શું થાય? આ તો વસ્તુસ્વરૂપ જ આવું છે.
અહા ! સમ્યગ્દર્શનનું ધ્યેય પૂરણ ધ્રુવ પરમાત્મદ્રવ્ય છે. તે કારણે સમકિતીને કદીય શંકા પડતી નથી કે હું પૂરણ નથી. તેથી પોતાની પૂર્ણતાની પ્રતીતિના ભાનમાં તેને પોતાના સિવાય પરપદાર્થની કાંક્ષા જાગતી નથી, અને વાંછા થાય તેનો તે કર્તા થતો નથી આવી વાતુ છે! આ બે ગુણમાં આવું સમાયું છે. આ પ્રમાણે નિઃશંકિત અને નિઃકાંક્ષિત બે સમકિતીના ગુણ નામ પર્યાય છે. છે તો પર્યાય પણ ગુણ કહેવાય છે. આવો મારગ છે પ્રભુનો! કોઈ કોઈને તો સાંભળવાય કઠણ પડે છે. એ તો આવે છે ને કે
હરિનો મારગ છે શૂરાનો, કાયરના નહિ કામ જો ને' તેમ અહીં કહે છે
વીતરાગનો મારગ છે શૂરાનો, પામરનાં નહિ કામ જો ને. અહા! આ તો વીતરાગનો મારગ બાપા ! વીરોનો મારગ છે. પુણ્યથી ધર્મ થાય ને નિમિત્તથી લાભ થાય એવું માનવાવાળા પામરોનું આમાં કામ નથી. ભલે ને મોટો અબજોપતિ શેઠ હોય કે રાજા હોય કે દેવ હોય, પુષ્ય ને નિમિત્તની વાંછા કરનારા એ બધા પામર છે, ભિખારા છે. જેને આત્માની–પોતાની પૂર્ણતાનું ભાન નથી તે બધા પામર-ભિખારા છે. અહીં તો આવું છે બાપા!
અરે ભગવાન! તારું સ્વરૂપ અંદર જો ને! અરેરે! તારા સ્વરૂપની તને ખબર ન મળે તો કયાં ઉતારો કરીશ ભાઈ ! દેહ તો જોતજોતામાં છૂટી જશે; પછી કયાં જઈશ પ્રભુ! પ્રભુ! તું પૂરણ પ્રભુ છો એવા તારા સ્વરૂપને અંદર જો; એને જોતાં જ તને શંકા ને વાંકા મટી જશે.
[ પ્રવચન નં. ૩૦૩ * દિનાંક ૨૬-૧-૭૭] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #514
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૩૧
जो ण करेदि दुगुंछं चेदा सव्वेसिमेव धम्माणं। सो खलु णिव्विदिगिच्छो सम्मादिट्ठी मुणेदव्यो।। २३१।। यो न करोति जुगुप्सां चेतयिता सर्वेषामेव धर्माणाम्। स खलु निर्विचिकित्सः सम्यग्दृष्टितिव्यः ।। २३१ ।।
હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છે:
સૌ કોઈ ધર્મ વિશે જુગુપ્સાભાવ જે નહિ ધારતો;
ચિમૂર્તિ નિર્વિચિકિત્સ સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૧. ગાથાર્થ:- [ 4: વેયિતા] જે ચેતયિતા [ સર્વેષાનું ga] બધાય [ ધર્માનામ] ધર્મો (વસ્તુના સ્વભાવો) પ્રત્યે [[પુખ્ત ] જુગુપ્સા (ગ્લાનિ) [ રોતિ ] કરતો નથી [ સા ] તે [r] નિશ્ચયથી [ નિર્વિવિવિત્સ: ] નિર્વિચિકિત્સ (-વિચિકિત્સાદોષ રહિત) [ સભ્યED:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકાઃ- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો (તેને) અભાવ હોવાથી, નિર્વિચિકિત્સ (-જુગુપ્સા રહિત છે, તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત્ સુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી. જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કર્તા થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.
સમયસાર ગાથા ૨૩૧ : મથાળુ હવે નિર્વિચિકિત્સા ગુણની ગાથા કહે છેઃ
જુઓ, પોતાના સ્વદ્રવ્યને છોડીને જેને પરપદાર્થોની અભિલાષા છે તેને હું એક શુદ્ધ પરિપૂર્ણ આત્મદ્રવ્ય છું—એમ પોતાના પૂરણ સ્વરૂપમાં સંદેહ છે, અવિશ્વાસ છે અને તેથી તે મિથ્યાદષ્ટિ છે. તે જૂઠી દૃષ્ટિમાં રહેલો બિચારો દુ:ખના પંથે છે. પરંતુ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #515
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧ ]
[ ૪૯૯
જ્યારે તે ૫૨દ્રવ્યની રુચિ છોડી પરિપૂર્ણ એક જ્ઞાનાનંદસ્વભાવી શુદ્ધ આત્મદ્રવ્યનાં રુચિ ને એકાગ્રતા કરે છે ત્યારે તે સમ્યગ્દષ્ટિ થાય છે. તેને પોતાના પૂરણ સ્વરૂપમાં હવે સંદેહ નથી; હવે તે નિઃશંક છે અને તેથી તેને પરદ્રવ્યની વાંછા હોતી નથી. અહા! સમકિતીને જેમ ૫૨ની વાંછા થતી નથી તેમ ૫૨૫દાર્થ કોઈ પ્રતિકૂળ હોય તોપણ તેના પ્રતિ તેને ગ્લાનિ–દુર્ગંછા કે દ્વેષ થતો નથી એમ હવે ગાથામાં કહે છે:
* ગાથા ૨૩૧ : ટીકા ઉપ૨નું પ્રવચન *
.
કારણ કે સમ્યગ્દષ્ટિ,... '
અહા ! જેને હું સચ્ચિદાનંદસ્વરૂપ પૂરણ પરમાત્મસ્વરૂપ આત્મદ્રવ્ય છું-એમ દષ્ટિમાં-શ્રદ્ધાનમાં આવ્યું તે સમ્યગ્દષ્ટિ છે. અહા! સમ્યગ્દષ્ટિ એને કહીએ કે જેને આખો ભગવાન પોતાની પ્રતીતિમાં-ભરોસામાં આવી ગયો છે.
૮૭ ની સાલમાં એક ભાઈએ રાજકોટમાં પ્રશ્ન કર્યો હતો કે-મહારાજ! આપ
‘આત્મા છે અને તેની પ્રતીતિ થાય છે' એમ આપ કહો છો તો તે સાચું કેમ હોય ?
ત્યારે કહ્યું કે-તમે જે બાઈ સાથે લગ્ન કરો છો તે પરણીને પહેલ-વહેલી આવે ત્યારે તો તે અજાણ હોય છે. અહા! અજાણી ને કયાંકથી ( –બીજેથી ) આવેલી હોય છતાં પ્રથમ દિવસેય તમને શંકા પડે છે કે આ સ્ત્રી મને કદાચ મારી નાખશે તો? નથી પડતી. કેમ ? કેમકે તમને ત્યાં વિષયમાં રસ છે, પ્રેમ છે. તે પ્રેમમાં એવો વિશ્વાસ જ છે કે તે મને મારી નહિ નાખે. તેમ જેને પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્મામાં રસ-રુચિ જાગ્યાં છે, જેને નિર્મળાનંદનો નાથ દષ્ટિમાં આખો આવ્યો છે તેને તેનો વિશ્વાસ થયો છે, સંદેહ નથી. શું કહ્યું? પ્રથમ દૃષ્ટિમાં જ હું આવો છું એમ પ્રતીતિ થાય છે, સંદે રહેતો નથી. અહા ! હું આવો પૂરણસ્વરૂપ પરમાત્મા છું એમ જ્યાં પોતાના સ્વરૂપનો વિશ્વાસ આવ્યો ત્યાં ધર્મીને ૫૨ પદાર્થની કાંક્ષા રહેતી નથી. લ્યો, આવો મારગ ! વીતરાગનો મારગ બાપા! બહુ અલૌકિક છે. લોકો એને બહારમાં-દયા, દાન, વ્રત, ભક્તિ આદિમાં-ધર્મ મનાવી બેઠા છે પણ ભાઈ! એ તો રાગ છે, જૈનધર્મ નથી. જૈનધર્મ તો પોતાના સ્વરૂપનાં શ્રદ્ધાન, જ્ઞાન ને રમણતારૂપ જે વીતરાગી દશા પ્રગટ થાય તે જૈનધર્મ છે.
અહીં કહે છે-સમ્યગ્દષ્ટિ,...' શું કહ્યું? કે જેને ભગવાન આત્માની-સ્વદ્રવ્યની પૂર્ણતાની-અંદર પ્રતીતિ થઈ છે તે ધર્મની શરૂઆતવાળો સમ્યગ્દષ્ટિ, ‘ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...' અહા ! જોયું? સમ્યગ્દષ્ટિને એક જ્ઞાયકભાવમયપણું છે. એટલે કે જાણગ-જાણગ-જાણગ એવા સ્વભાવના પરિપૂર્ણ ભાવથી ભરેલો પોતે ભગવાન આત્મા છે એમ તે જાણે છે. અહા! ચેતિયતા શબ્દ છે ને પાઠમાં ? એનો અહીં અર્થ કર્યો છે એક જ્ઞાયકસ્વભાવમય-જાણગ-જાણગસ્વભાવી પ્રભુ આત્મા. અહીં જ્ઞાનની પ્રધાનતાથી
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #516
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫00 ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ એક જ્ઞાયકભાવમય આત્મા કહ્યો. બાકી વસ્તુ તો છે અનંતગુણસ્વભાવમય ને તેને જ અહીં એક જ્ઞાયકભાવમય કહી છે. સમજાણું કાંઈ...? અહા ! વસ્તુ બાપા! અદ્ભુત અલૌકિક છે! એનું દર્શન થતાં દુનિયાની-સંસારની હોંશુ તત્કાલ છૂટી જાય એવી પોતાની ચીજ છે; હમણાં જ એને ભગવાન-ભગવાન એટલે પોતાનો ભગવાન હાં-મળી જાય એવી ચીજ છે.
અહા ! “સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવપણાને લીધે બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો (તેને) અભાવ હોવાથી, નિર્વિચિકિત્સ ( -જુગુપ્સા રહિત) છે.'
શું કહ્યું? કે દુર્ગધમય અશુચિ શરીર હોય કે વિષ્ટા આદિ દુર્ગધમય પદાર્થો હોય કે નિંદાદિનાં કઠોર વચન હોય તો તેના પ્રત્યે સમકિતીને વૈષ થતો નથી, દુર્ગછા થતી નથી. અહા ! જેમ પ્રશંસાના વચનો પ્રતિ વાંછા થતી નથી તેમ ધર્મીને નિંદાના વચનો પ્રતિ વૈષ થતો નથી. અહા ! આવો ધર્મ છે! પ્રથમ દરજ્જાના જૈન સમકિતીને પણ આવો ધર્મ હોય છે.
બધાય વસ્તુધર્મો પ્રત્યે”—એટલે ? એટલે કે પોતાની વસ્તુનો ધર્મ તો જણાયો છે, પરંતુ હવે પોતાના સિવાય બીજી વસ્તુના ધર્મો અર્થાત્ સુધા, તૃષા, ઠંડી, ગરમી, શરીરના રોગ, વિષ્ટા આદિ મલિન દ્રવ્યો, નિંદાદિ કઠોર વચનો ઇત્યાદિ સર્વ પરદ્રવ્યના ધર્મો પ્રત્યે ધર્મીને દોષબુદ્ધિ અર્થાત્ દ્રષબુદ્ધિ થતી નથી. બધાય વસ્તુધર્મો કહ્યા તો બધાય એટલે કે પોતાના આત્મા સિવાય બધાય. આત્માના સ્વરૂપનું તો તેને ભાન થયું છે તેથી તે નિજ સ્વરૂપમાં તો નિઃશંક છે અને તેથી તેને પોતાના સિવાય બીજી જેટલી વસ્તુઓ છે તે સર્વ પ્રત્યે ગ્લાનિનો, વૈષનો, દુર્ગછાનો, જુગુપ્સાનો અભાવ છે.
અહા ! સમ્યગ્દષ્ટિને બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો અભાવ છે. અહા! સડેલાં કૂતરાં આદિ હોય ને ગ્લાનિ થઈ આવે તેવી દુર્ગધ મારતાં હોય તોપણ ધર્મીને તેના પ્રતિ જુગુપ્સા થતી નથી ? કેમ? કેમકે એ તો પરદ્રવ્યના ધર્મ છે એમ તે જાણે છે. દુર્ગધાદિ પદાર્થો તો જડના જડમાં છે, તેઓ આત્મામાં કયાં છે? આત્મા તો પૂરણ આનંદ ને જ્ઞાનનું ઢીમ છે. આવું જાણતા જ્ઞાનીને બધાય વસ્તુધર્મો પ્રત્યે દુર્ગછા કે જુગુપ્સા થતી નથી. જુઓ, આ સમ્મદષ્ટિ ધર્મીનું લક્ષણ ! અહા! જેમ તેને અનુકૂળ વિષયો પ્રત્યે પ્રેમ નથી તેમ પ્રતિકૂળ પ્રત્યે દ્વેષ પણ નથી. અહો ! વીતરાગ મારગની આવી કોઈ અદ્ભુત લીલા છે!
જુઓ, એક ભાઈ હતા. તેમનું શરીર બહુ સડી ગયેલું અને ગંધ મારે; એમ કહો કે મરવાની તૈયારી હતી. ત્યારે તેમનાં પત્ની કહે-આજે આપણે બ્રહ્મચર્ય લઈએ. તો તે ભાઈ કહેઆજ નહિ, આજ નહિ; જા” શું પછી. અહા ! જુઓ આ જગતના રસ ! અરે ! આ સંસાર તો જુઓ ! અહા ! બાપુ આ (શરીર) તો જડ છે, ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #517
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૧ ]
[ ૫૦૧ કાંઈ અમૃતનાં ઝરણાં નથી. અહા ! મરવાની તૈયારી ને શરીર ગંધ મારતું હતું છતાં વિષયનો રસ છૂટયો નહિ, શરીરનો રસ-પ્રેમ છૂટ્યો નહિ. અરે ! વિષયના રસિયાઓને, શરીર દુર્ગધમય હોય ને મરવા ભણી હોય તોપણ વિષયોને છોડવા ગમતા નથી ! અહીં કહે છે-જ્ઞાનીને વિષયો પ્રત્યે વાંછા તો શું, પ્રતિકૂળ વિષયો પ્રતિ જુગુપ્સા પણ થતી નથી, દ્વષ પણ થતો નથી.
અહા ! એક વાર વીંછીના ડંખપણે પરિણમેલા પરમાણુઓ અત્યારે અહીં આ શરીરપણે પરિણમ્યા છે, અને પાછા કોઈ વાર તેઓ વીંછીના ડંખપણે પરિણમશે. કેમ ? કેમકે એ તો જડની પર્યાયનો સ્વભાવ છે. પણ એમાં જીવને શું? જીવ તો ભિન્ન એક જ્ઞાયકસ્વભાવમય, આનંદસ્વભાવમય છે. અહા ! આવા પોતાના સ્વરૂપને નિઃશંક જાણતોઅનુભવતો જ્ઞાની પર વસ્તુધર્મો પ્રત્યે દુર્ગછા પામતો નથી અને તેથી તે નિર્વિચિકિત્સ અર્થાત્ જુગુપ્સારહિત છે. અહા ! આવો વીતરાગનો મારગ ત્રિલોકીનાથ ભગવાન અરિહંતદેવે જગતના હિત માટે કહ્યો છે.
હવે કહે છે તેથી તેને વિચિત્સાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.” અહા ! જ્ઞાની વિચિકિત્સારહિત છે. ગમે તેવા નરકાદિના પ્રતિકૂળ સંયોગના ઢગલામાં પડ્યો હોય તોપણ જ્ઞાનીને દુર્ગા, દ્વેષ કે અણગમો થતો નથી. ચારિત્રમોહન નિમિત્તને વશ થતાં જરી ભાવ થઇ આવે છતાં તેનો તે કર્તા નથી. માટે જ્ઞાનીને દ્વેષ નથી, વિચિકિત્સા નથી. તેથી તેને વિચિકિત્સાકૃત બંધ નથી, પરંતુ નિર્જરા જ છે. જરી પરિણામ એવા કમજોરીના કારણે થયા હોય તે ખરી જાય છે એમ કહે છે.
* ગાથા ૨૩૧ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “સમ્યગ્દષ્ટિ વસ્તુના ધર્મો પ્રત્યે (અર્થાત સુધા, તૃષા, શીત, ઉષ્ણ આદિ ભાવો પ્રત્યે તથા વિષ્ટા આદિ મલિન દ્રવ્યો પ્રત્યે) જુગુપ્સા કરતો નથી.'
અહા ! ભૂખ, તરસ, ઠંડી, ગરમી આદિ ભાવો પ્રત્યે કે વિષ્ટા, સડેલાં શરીર ઇત્યાદિ મલિન દ્રવ્યો પ્રત્યે કે નિંદા યુક્ત કર્કશ વચનો પ્રત્યે જ્ઞાની દુર્ગછા, જુગુપ્સા કે દ્વેષ કરતો નથી. અહા ! મુનિનું શરીર કોઢિયું દુર્ગધવાળું દેખાય કે મલિન દેખાય તોપણ જ્ઞાની જુગુપ્સા કરતો નથી કેમકે એ તો શરીરનો (પરનો) ધર્મ છે એમ તે જાણે છે.
જુઓ, એક માણસને દામનગરમાં ઉલટી થતી હતી. તો એક વખત ઉલટીનું એવું જોર થયું કે અંદરથી ઉલટીમાં વિષ્ટા આવી. જુઓ આ દેહ! શરીરની આવી સ્થિતિ થવા છતાં ધર્મીને તેના પ્રત્યે દ્વેષ થતો નથી. અહા ! જેના મોઢે મીઠાં પાણી ને મીઠી સાકર આવે તેના મોઢે અંદરથી વિષ્ટા આવી! અને છતાં જેણે અંદર પોતાના ભગવાનને ભાળ્યા છે. અહા ! ત્રણલોકનો નાથ ચિદાનંદ પ્રભુ આત્માનો જેને અંદર ભાસ થઈને ભરોસો પ્રગટ્યો છે તે ધર્મીને એમાં દુર્ગછા દ્વષ કે અણગમો થતો નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #518
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ બીલકુલ અણગમો થતો નથી?
અરે ભાઈ ! કમજોરીના કારણે કિંચિત્ એવો ભાવ આવે છે પણ તેનો ધર્મી કર્તા થતો નથી ને માટે તેને અણગમો નથી. એ જ કહે છે જુઓ
“જુગુપ્સા નામની કર્મપ્રકૃતિનો ઉદય આવે છે તોપણ પોતે તેનો કર્તા થતો નથી તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.”
જોયું? પ્રકૃતિના જોડાણમાં જરી એવો અસ્થિરતાનો ભાવ (અણગમો) થઈ જાય પણ તેનો તે કર્તા થતો નથી, તેનો માત્ર જ્ઞાતા રહે છે. પોતે જ્ઞાયક છે એમ ભાસ્યું છે ને? તેથી અસ્થિરતાના ભાવનો સ્વામી થતો નથી પણ જાણનારો રહે છે. તેથી જુગુપ્સાકૃત બંધ તેને થતો નથી, પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ થાય છે.
જુઓને ! શાસ્ત્રમાં આવે છે ને કે ચોથા આરે રાજાએ મુનિવરોને ઘાણીમાં પલ્યા. અહા ! તે કાળ કેવો હશે ? અરે ! રાજાએ હુકમ કર્યો કે મુનિવરોને ઘાણીમાં પીલો. તોપણ અહા ! શાંતરસમાં લીન મુનિવરો તો શાંત-શાંત-શાંત પરમ શાંત રહ્યા; રાજા પ્રત્યે તેઓને દ્વેષ ન થયો.
અહા ! મુનિવરો તો મહા પવિત્રતાના પિંડરૂપ હતા. પરંતુ જિનમતનો દ્વેષ કરનારાઓએ છટકું ગોઠવ્યું હતું. વિરોધીઓએ કોઈકને નગ્ન સાધુ બનાવ્યો ને તેને રાજાની રાણી સાથે વાર્તાલાપમાં રોકયો. અને બીજી બાજુ રાજાને કહ્યું-મહારાજ ! જુઓ આ નગ્ન સાધુ! તમારી રાણી સાથે પણ સંબંધ કરે છે! રાજાને શંકા પડી કે આ નગ્ન સાધુ બધા આવા જ છે. એટલે હુકમ કર્યો કે તેઓને ઘાણીએ પીલો. અહા ! વીતરાગરસના રસિયા તે મુનિવરો જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે ધ્યાનમાં-નિજાનંદરસમાં મગ્ન થઈ ગયા પરંતુ એ પીલનાર પ્રતિ કે રાજા પ્રત્યે દ્વેષનો અંશ પણ તેમને થયો નહિ. અહીં કહે છે-જ્ઞાનીને બધાય વસ્તુધર્મો પ્રત્યે જુગુપ્સાનો અભાવ છે, દ્વેષનો અભાવ છે. અસ્થિરતાવશ કદાચિત્ કોઈ પ્રકૃતિના ઉદયમાં જરી જેડાય તોપણ તેનું કર્તાપણું નહિ હોવાથી તેને બંધ થતો નથી પણ પ્રકૃતિ ઉદયમાં આવી ખરી જાય છે ને અશુદ્ધતા પણ ખરી જાય છે ને તેથી તેને નિર્જરા જ છે. આ ત્રણ બોલ થયા. હવે અમૂઢતાની વાત કહુશે.
[ પ્રવચન નં. ૩૮૪
*
દિનાંક ૨૮-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #519
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-ર૩ર
जो हवदि असम्मूढो चेदा सद्दिट्ठि सव्वभावेसु। सो खलु अमूढदिट्ठी सम्मादिट्ठी मुणेदव्यो।। २३२ ।।
यो भवति असम्मूढः चेतयिता सदृष्टिः सर्वभावेषु। स खलु अमूढदृष्टिः सम्यग्दृष्टितिव्यः।। २३२।।
હવે અમૂઢદષ્ટિ અંગની ગાથા કહે છે –
સંમૂઢ નહિ જે સર્વ ભાવે, સત્ય દષ્ટિ ધારતો, તે મૂઢદષ્ટિરહિત સમકિતદષ્ટિ નિશ્ચય જાણવો. ૨૩૨.
ગાથાર્થ- [ 4: વેતયિતા ] જે ચેતયિતા [ સર્વમાવેy] સર્વ ભાવોમાં [સમૂઢ:] અમૂઢ છે- [ સદૃષ્ટિ:] યથાર્થ દષ્ટિવાળો [ભવતિ] છે, [સ:] તે [ ] ખરેખર [અમૂઢદSિ:] અમૂઢદષ્ટિ [સચદૃષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો.
ટીકાઃ- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાય ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી, અમૂઢદષ્ટિ છે, તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે; તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થ દષ્ટિ પડતી નથી. ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ ભાવો ઊપજે તોપણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.
સમયસાર ગાથા ૨૩ર : મથાળુ હવે અમૂઢદષ્ટિ અંગની ગાથા કહે છે:
અહા! કોઈ માર કે પ્રહાર કરે તો અહા ! હું તો આવો મુનિવર-આવો ધર્માત્મા છતાં આમ કેમ? એવી જ્ઞાનીને મુંઝવણ થતી નથી-એમ અમૂઢદષ્ટિની ગાથા કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #520
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ * ગાથા ૨૩ર : ટીકા ઉપરનું પ્રવચન * “કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...”
અહા ! છઠ્ઠી ગાથામાં આવ્યું ને? કે “હું એક જ્ઞાયકભાવ છું.” તો ધર્મીની દષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર છે; પ્રમત્ત-અપ્રમત્તની દષ્ટિ-પર્યાયદષ્ટિ તેને ઉડી ગઈ છે. અહા ! મારગ બહુ ઝીણો બાપા! ઓલા રૂપિયા મળી ગયા એવું આ નથી. રૂપિયા તો પુણ્યનો ઉદય હોય તો મહાપાપીને પણ મળે છે.
પ્રશ્ન- આપ વારંવાર તો એમ કહો છો કે રૂપિયા કોઈને (આત્માને) મળતા નથી ?
સમાધાન- હા, નિશ્ચયથી એમ જ છે; કોઈને મળતા નથી. પણ પૈસા તેની પાસે (ક્ષેત્રે નિકટ) આવે છે ત્યારે (અજ્ઞાનીને) તેની મમતા મળે છે ને? તેથી, પૈસા મળ્યા એમ કથનમાત્ર કહેવાય છે. બાકી એમ છે નહિ. તે કયાં એના દ્રવ્ય-ગુણ-પર્યાયમાં આવે છે?
અહા ! અમેરિકામાં એક જણને દોઢ માઈલમાં જનાવરોને કાપવાનું કારખાનું છે, અને છતાં તે મોટો ધનાઢય છે. જ્યારે બીજી બાજુ કોઈ ધર્માત્મા મહામુનિ સંત હોય તેને ઘાણીમાં પીલે. અહા ! આ જગતના ખેલ-તમાશા તો જુઓ ! અરે ! જગત હણાઈ રહ્યું છે. અહા ! આવા પ્રસંગમાં આમ કેમ ?–એમ ધર્મીને મુંઝવણ નામ મૂઢતા નથી; એને તો સમભાવ છે, અમૂઢદષ્ટિ છે–એમ કહે છે. જુઓ છે અંદર? કે-“બધાય ભાવોમાં મોહનો (તેને) અભાવ હોવાથી અમૂઢદષ્ટિ છે.' અહા! તે મુંઝાતો નથી કે આ શું? અમનેઆત્માના આરાધકોને-અહા ! આ લોકો શું કરે છે?—એમ મુંઝાતો નથી.
અહા! મિથ્યાષ્ટિઓના મોટા હાથીએ સત્કાર થતા હોય, સ્વાગત થતાં હોય જ્યારે કોઈ ધર્માત્માનો લોકો અનાદર કરતા હોય તો તેને પ્રસંગે-આ શું?–એમ જ્ઞાની મુંઝાતો નથી. કેમ? કેમકે એ તો બધી જે તે કાળે થવાયોગ્ય જડની સ્થિતિ છે-એમ જ્ઞાની જાણે છે. અહા ! એવું બને કે ધર્મીને સગવડતાનો અભાવ હોય ને પાપીને સગવડતાનો પાર ન હોય તો, આમ કેમ?–એમ જ્ઞાની મુંઝાતો નથી; કેમકે પોતે સ્વસ્વરૂપમાં નિઃશંક છે. હું એક જ્ઞાયકભાવ જ છે અને આ તો બધી જડની સ્થિતિ એ એમ જ્ઞાની નિઃશંક છે.
- શ્રી નિયમસારમાં (ગાથા ૧૮૬ માં) આચાર્ય કુંદકુંદ ભગવાને ન કહ્યું? કે ભાઈ ! તું વીતરાગસ્વરૂપની દષ્ટિવાળો ધર્માત્મા છો; અને તારી કોઈ નિંદા કરે તો માર્ગ પ્રતિ અભક્તિ ન કરીશ. અરે ! આવી ચીજમાં હું છું અને આ લોકો શું કહે છે? –એમ મુંઝાઈશ નહિ. એ તો શીખામણનો અર્થ એમ છે કે જ્ઞાની મુંઝાતો નથી, મુઢપણે પરિણમતો નથી. સમજાણું કાંઈ...?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #521
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૦૫
સમયસાર ગાથા-૨૩ર ]
કહે છે-“બધાય ભાવોમાં”—એટલે કે દેવ, ગુરુ, ધર્મ આદિ બધાય ભાવોમાં જ્ઞાનીને મુંઝવણ અર્થાત્ મૂઢતા નથી. અહા! ભગવાન કેવળીને આવું કેવળજ્ઞાન કે જે એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકના અનંતા દ્રવ્ય-ગુણ-પર્યાયોને જાણે? અહા ! એક સમયમાં ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય-એમ ત્રણેયને જાણે? –એમ જ્ઞાનીને મૂઢતા કે સંદેહ નથી.
શ્રી સમંતભદ્રાચાર્ય બૃહસ્વયંભૂસ્તોત્રમાં (૧૧૪ મા શ્લોકમાં) કહ્યું ને? કે પ્રભુ! તારું સર્વજ્ઞપણાનું લક્ષણ અમે જાણ્યું છે. કેવી રીતે? કે પ્રભુ! તારી એક સમયની જ્ઞાનપર્યાયમાં જગતના અનંતા દ્રવ્યોના ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય તે જાણ્યા છે. અહા! સર્વ અનંતને આપે જાણ્યા છે માટે આપ સર્વજ્ઞ છો-એમાં અમને સંદેહ નથી. વળી અમારો આત્મા પણ તેવો જ સર્વજ્ઞસ્વભાવ છે એમાં અમને સંદેહ નથી. અહા ! સર્વજ્ઞનો નિર્ણય કરનારો એવો અમારો આત્મા પોતે સર્વજ્ઞસ્વભાવી છે એ નિઃશંક છે; અમને અમારા સ્વરૂપમાં કોઈ શંકા કે મુંઝવણ નથી.
અહા ! “બધાય ભાવોમાં ' , જાઓ, બધે ઠેકાણે સર્વ-સર્વ શબ્દ છે. આ ગાથામાં છે કે “સબૂમાવેસુ,' ૨૩૧ મી ગાથામાંય હતું કે ‘સર્વેસિમેવ,' અને ૨૩૦ માંય છે કે “સલ્વધર્મેસુ' બધેય આવી પૂર્ણની વાત લીધી છે. નિઃશંક્તિમાં (ગાથા ૨૨૯) માં તો છેદે છે એમ આવ્યું. અહા ! જેણે પૂરણ જ્ઞાનસ્વભાવી પ્રભુ આત્માને જાણ્યો ને અનુભવ્યો છે તેને જ્ઞાનસ્વભાવમાં કાંઈ શંકા પડતી નથી કે આ કેમ હશે ? કોઈ અજ્ઞાનીને એકદમ જ્ઞાનનો વિકાસ દેખાય ને પોતાને જ્ઞાનનો વિકાસ થોડો હોય તો તે આમ કેમ?-એમ મુંઝાતો નથી. પોતાની પરિણતિમાં એટલી કમી છે એમ તે જાણે છે.
અહા ! હું આત્મજ્ઞાની છતાં આવું જ્ઞાન અલ્પ ? અને આ બધા મિથ્યાષ્ટિ મોટી જ્ઞાનની વાત કરે? (તેમને જ્ઞાનનો આટલો વિકાસ?)-જ્ઞાની એમ મુંઝાતો નથી કેમકે પોતે એક જ્ઞાયકભાવમય પૂરણ છે એમ વિશ્વાસ છે. જ્ઞાનનો ક્ષયોપશમ ઓછા-વત્તો હોય એથી શું છે? કરવા યોગ્ય તો એક જ્ઞાયકભાવની દષ્ટિ ને સ્થિરતા છે. એ તો પ્રવચનસાર ગાથા ૩૩ માં ન આવ્યું? કે-“વિશેષ આકાંક્ષાના ક્ષોભથી બસ થાઓ; સ્વરૂપ નિશ્ચળ જ રહીએ છીએ.” એમ કે હવે અમારે બહુ ક્ષયોપશમની આકાંક્ષા નથી; બહુ ક્ષયોપશમની આકાંક્ષાથી બસ થાઓ; અમે તો એક આત્મસ્વરૂપમાં જ નિશ્ચળપણે રહીએ છીએ. મતલબ કે જેને અખંડ એક જ્ઞાયકની પ્રતીતિ થઈ છે તે ઓછા-વત્તા ક્ષયોપશમમાં ગુંચાઈ જતો નથી, પણ સ્વરૂપસ્થિરતાનો પુરુષાર્થ કરે છે.
અહા! ધર્મી કેવો હોય ? તો કહે છે કે ધર્મી એને કહીએ કે જેણે એક
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #522
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૦૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જ્ઞાયકભાવમય પૂર્ણાનંદ પ્રભુ આત્માનો અનુભવ કર્યો છે. અહા ! પોતે સદાય અકષાયસ્વભાવ, પૂરણ વીતરાગસ્વભાવ છે એમ જેની પ્રતીતિમાં આવ્યું છે તે ધર્મી છે. આવા ધર્મીને જગતના કોઈ પદાર્થમાં મુંઝવણ નથી. અહા ! અમે ધર્મી છીએ ને અમને માનનારા થોડા ને જગતમાં બધા જૂઠાને માનનારા ઘણા-એમ ધર્મીને મુંઝવણ નથી. ધર્મી તો જાણે છે કે જગતમાં જpઠાઓની ત્રણે કાળ બહુલતા છે. વળી સને સંખ્યાથી શું કામ છે? સત્ તો સ્વયંસિદ્ધ સ્વભાવથી સત્ છે. અહા! આવો મારગ બાપા! પ્રભુ! તારા મોક્ષના પંથડા અલૌકિક છે ભાઈ ! આ સત્ કેવું છે ને તેને માનનારા સાચા કેવા હોય તે તને કદી સાંભળવા મળ્યું નથી. પણ ભાઈ ! એના વિના જિંદગી એળે જશે હોં.
અહા! દેહદેવળમાં ભગવાન આત્મા અનંતગુણનો સાગર પ્રભુ સદા એક જ્ઞાયકભાવપણે બિરાજે છે. અંતરમાં તેનો આદર કરીને તેના ઉપર જેણે દૃષ્ટિ સ્થાપી છે તે ધર્મી-સમ્યગ્દષ્ટિ છે. ધર્મીને એક શાકભાવમયપણું છે એમ આવ્યું ને? એટલે શું? એટલે એમ કે ધર્મી જીવનો વિષય પર નથી, રાગ નથી ને પર્યાય નથી; પણ તેનો વિષય એક જ્ઞાયકભાવ જ છે. તેથી કહે છે કે ધર્મીને કોઈ પર પ્રત્યે સાવધાની થતી જ નથી. બહારમાં પ્રતિકૂળતા હોય તો રંજ નહિ ને બહારમાં અનુકૂળતા હોય તો રાજીપો નહિ. સર્વ પરપદાર્થ જ્યાં માત્ર છે ત્યાં અનુકૂળ –પ્રતિકૂળ શું?–અહા! આમ જાણતો તે પરમાં સાવધાની કરતો નથી ને સ્વસ્વરૂપની સાવધાની છોડતો નથી. ભાષા જ એમ છે જુઓને? કે “મોહનો (તેને) અભાવ હોવાથી...' , મોટું કહેતાં પરમાં સાવધાનીનો વા પરમાં મુંઝાઈ જવાનો સમકિતીને અભાવ છે. મોહ એટલે જ પરમાં સાવધાની અથવા મોહ એટલે પરમાં મુંઝવણ. તો તે મોહ જ્ઞાનીને નથી માટે તે અમૂઢદષ્ટિ છે-એમ કહે છે.
હવે કહે છે-“તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે.'
જોયું? સમકિતીને સ્વરૂપમાં સાવધાની હોવાથી કોઈ પર પદાર્થમાં મૂઢતા નથી. જાઓ, ક્ષાયિક સમકિતી શ્રેણીક રાજાને પહેલાં નરકનું આયુષ્ય બંધાઈ ગયું તો તેઓ હાલ નરકમાં છે જ્યારે કોઈ અનંત સંસારી અભવિ જીવ પંચમહાવ્રતાદિ ચોખ્ખા પાળીને શુક્લલશ્યાની નવમી રૈવેયક જાય. પણ એમાં શું છે? એ તો જે તે સમયની પર્યાયની યોગ્યતા છે એમ જ્ઞાની યથાર્થ જાણતો હોવાથી નરકના સંયોગમાં મુંઝાતો નથી. તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ નથી પણ નિર્જરા જ છે એમ કહે છે.
* ગાથા ૨૩ર : ભાવાર્થ ઉપરનું પ્રવચન * સમ્યગ્દષ્ટિ સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે.' જોયું? પુણ્યના ભાવને, પાપના ભાવને, નિમિત્તને, સંયોગને ઇત્યાદિ જગતના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #523
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૨ ]
[ ૫૦૭ પ્રત્યેક પદાર્થના સ્વરૂપને જ્ઞાની યથાર્થ જાણે છે. અહા ! કહે છે-“સર્વ પદાર્થોના સ્વરૂપને....' અહા ! ભાષા તો દેખો ! એક ભગવાન આત્માને જાણ્યો તો સર્વ પદાર્થોના સ્વરૂપને, તેઓ જેવા છે તેવા યથાર્થ જાણવાની સમકિતીમાં શક્તિ પ્રગટ થઈ છે. અહા ! ગજબ વાત છે ભાઈ ! અત્યારે તો સમ્યગ્દર્શન ને આત્મજ્ઞાનની મૂળ વાત જ લુપ્ત થઈ ગઈ છે, જ્યાં જુઓ તો વ્રત કરો ને તપસ્યા કરી ને ભક્તિ કરો દાન કરો-એમ પ્રરૂપણા ચાલે છે. પણ એમાં તો પુણ્ય થાય ને ભવ મળે, ભવટ્ટી ન થાય.
અહીં ભગવાન કહે છે–ભગવાન! તારે પુણ્યનું શું કામ છે! ( એક જ્ઞાયકની દિષ્ટિમાં) તારે જ્યાં પર્યાયનું પ્રયોજન નથી ત્યાં વળી તારે પુણ્યનું શું કામ છે? ગંભીર વાત છે ભાઈ ! એ તો પહેલાં આવી ગયું કે-જ્ઞાની પુણ્યને ઇચ્છતો નથી. જ્ઞાનીને દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિનો પુણ્યભાવ આવે ખરો પણ એની એને ઇચ્છા હોતી નથી. પુણ્યભાવનું એને કાંઈ પ્રયોજન નથી; એને તો એક જ્ઞાયકભાવથી જ પ્રયોજન છે. અહા ! જેને વીતરાગસ્વભાવી ભગવાનના ભેટા થયા તે રાગને-રાંકને કેમ ઇચ્છે? ન ઇચ્છે. અહા ! પોતાના સ્વરૂપમાં નિઃશંક પરિણમેલો જ્ઞાની જગતના દરેક પદાર્થની સ્થિતિ જેવી છે તેવી યથાર્થ જાણે છે, પછી તે એમાં મોહ કેમ પામે? ન પામે.
અહા ! જોયું? આમાં તો બધાયને જાણે છે એમ કહ્યું છે. સમ્યગ્દષ્ટિનું જ્ઞાન સર્વ પદાર્થોના સ્વરૂપને યથાર્થ જાણે છે. અહીં ! ભાષા તો જુઓ! કોઈને થાય કે શું એટલું બધું જ્ઞાન સમ્યગ્દષ્ટિને થઈ ગયું? હા, ભાઈ ! શ્રુતજ્ઞાનમાં સર્વ પદાર્થોના સ્વરૂપને જાણવાનું સામર્થ્ય છે. તે જેને પહોંચે છે તે સર્વને યથાર્થ જાણી લે છે; અને તેથી સમકિતીને પર પદાર્થોમાં મુંઝવણ રહેતી નથી. અહા ! જેણે એક જ્ઞાયકને યથાર્થ જામ્યો છે તેણે બધાયને યથાર્થ જાણ્યા એમ કહે છે, કેમકે તેનું બધું જ્ઞાન યથાર્થ થઈ ગયું છે. અહો ! આત્મજ્ઞાનનો મહિમા અપરંપાર છે. બાકી દયા, દાન, વ્રત આદિનો કાંઈ મહિમા નથી કેમકે એ તો રાગ છે; એ ધર્મ નથી અને ધર્મનું કારણેય નથી.
જુઓ, કોઈ પ્રથમ મહાપાપી હોય તે કારણ પામીને સમકિત પામે ને પછી ઉગ્ર પુરુષાર્થ દ્વારા કેવળ પામીને મોક્ષે જાય. ત્યારે કોઈ ધર્માત્મા લાખો વર્ષ સુધી ચારિત્રમાં રહે, મોક્ષ ન પામે; તો ત્યાં તે મુંઝાય નહિ. અહા ! તે પર્યાયમાં મુંઝાય નહિ ને પર્યાયમાં
ચાય (રોકાય) પણ નહિ કેમકે તેને તો એક જ્ઞાયકભાવનું જ અવલંબન છે. પર્યાયની કચાસ તો તે તે પર્યાયની યોગ્યતા જ છે એમ તે યથાર્થ જાણે છે, અને તે માટે તે મુંઝાતો નથી. અહા ! આચાર્યદવે ‘સત્વ' શબ્દ મૂકીને તો ગજબ કામ કર્યું છે.
અહા ! સમકિતી થયો તે શું સર્વ પદાર્થને જાણે?
ભાઈ ! શ્રુતજ્ઞાન સાથે છે ને? તો, તે જ્ઞાન શું ન જાણે? જ્ઞાનમાં શું ન જણાય? શ્રુતજ્ઞાનમાં બધાયનું સ્વરૂપ જણાય એવી તાકાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #524
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૦૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જુઓ, એક ભાઈ પૂછતા હતા કે શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે હું (શ્રીમદ્દ) એક ભવે મોક્ષ જવાનો છું. તો શું આવું બધું તે જાણી શકે ?
ત્યારે કહ્યું કે બાપા! (ન જાણી શકે )-એમ રહેવા દો ભાઈ ! શ્રુતજ્ઞાન સર્વને જાણે છે માટે તમે (તેઓ કેમ જાણી શકે?)-એમ રહેવા દો. બાપુ! શ્રીમદે જે કહ્યું છે તે યથાર્થ કહ્યું છે
અશેષ કર્મનો ભોગ છે ભોગવવો અવશેષ રે,
તેથી દેહુ એક ધારીને જાશું સ્વરૂપ સ્વદેશ રે...” આ શ્રીમદે જે કહ્યું છે તે યથાર્થ કહ્યું છે.
બાપુ! આત્મા સમ્યજ્ઞાનમાં શું ન જાણે? એના મહિમાની તને ખબર નથી. અહા! જેના લક્ષમાં જ્ઞાન ગયું તે બધાનો જ્ઞાન પત્તો લઈ લે છે, તાગ મેળવી લે છે. અહા ! જ્ઞાનનો અપરપ્રકાશક સ્વભાવ છે કે નહિ? તો સમ્યગ્દર્શનમાં આત્માનું જ્યાં ભાન થયું ત્યાં પ્રગટ થયેલા શ્રુતજ્ઞાનનું એવું માહાભ્ય છે કે તે જ્ઞાનમાં બધું જણાય. અહા ! શ્રુતજ્ઞાન ને કેવળજ્ઞાનમાં પરોક્ષ-પ્રત્યક્ષનો ફેર પાડ્યો છે, પણ સર્વમાં (સર્વને જાણવામાં) ફેર પાયો નથી.
અહા! સ્વરૂપથી જ સ્વપરને જાણવાનું શ્રુતજ્ઞાનનું સામર્થ્ય છે. અહા! શ્રુતજ્ઞાન કાંઈ રાંકુ (બળહીન ) જ્ઞાન નથી. એ તો બળવંતનું બળવંત જ્ઞાન છે. બળવંત એવા ભગવાન આત્માનું જ્ઞાન છે અને તેથી તે જ્ઞાન પણ બળવંત છે. હવે કહે છે
“તેને રાગદ્વેષમોહનો અભાવ હોવાથી તેની કોઈ પદાર્થ પર અયથાર્થદષ્ટિ પડતી નથી.”
શું કહ્યું? કે સમકિતીને કોઈ પદાર્થ પર અયથાર્થદષ્ટિ પડતી નથી, એટલે કે પદાર્થમાં મોહદષ્ટિમૂઢતાની દષ્ટિ થતી નથી, કેમકે રાગદ્વેષમોહનો તેને અભાવ છે. તે પદાર્થોને ઈષ્ટ-અનિષ્ટપણે જાણતો નથી.
હવે કહે છે-“ચારિત્રમોહના ઉદયથી ઇષ્ટાનિષ્ટ ભાવો ઉપજે તો પણ તેને ઉદયનું બળવાનપણું જાણીને તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.”
શું કહ્યું? કે પદાર્થસંબંધી મોહ છે માટે નહિ પણ જરા નબળાઈને લીધે ઉદયમાં જોડાતાં કિંચિત્ અસ્થિરતાનો રાગ થાય પણ તે ઉદયનું કાર્ય છે એમ જાણીને જ્ઞાની પોતે તેનો કર્તા થતો નથી; જ્ઞાની તો માત્ર તેનો જ્ઞાતા રહે છે. અત્યારે આવો રાગ છે એમ જ્ઞાની જાણે છે પણ તેમાં તેને સ્વામીપણું નથી. અહાહા...! શબ્દ શબ્દ
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #525
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩ર ]
[ ૫૦૯ મુનિ ભગવંતોએ ગાગરમાં જાણે સાગર ભરી દીધો છે! અહા ! પંચમ આરાના સાધુ...! પણ સાધુ છે તેમાં આરો છે કયાં?
કહે છે-“તે ભાવોનો પોતે કર્તા થતો નથી તેથી તેને મૂઢદષ્ટિકૃત બંધ થતો નથી પરંતુ પ્રકૃતિ રસ દઈને ખરી જતી હોવાથી નિર્જરા જ થાય છે.' અહા ! સમકિતીને પરને કારણે નહિ પણ પોતાની કમજોરીવશ જરા અસ્થિરતા આવી છે પણ તે ખરી જાય છે. જ્ઞાની તેના જ્ઞાતા-દષ્ટા જ રહે છે. આનું નામ સમ્યગ્દષ્ટિ અને આને નિર્જરા કહેવામાં આવે છે.
[ પ્રવચન નં. ૩૦૪ (શેષ)
*
દિનાંક ૨૮-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #526
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૩૩
जो सिद्धभत्तिजुत्तो उवगृहणगो दु सव्वधम्माणं। सो उवगृहणकारी सम्मादिट्ठी मुणेदव्वो।। २३३।।
यः सिद्धभक्तियुक्त: उपगूहनकस्तु सर्वधर्माणाम्।
स उपगूहनकारी सम्यग्दृष्टितिव्यः ।। २३३ ।। હવે ઉપગૂઠન ગુણની ગાથા કહે છે:
જે સિદ્ધભક્તિસહિત છે, ઉપગૃહક છે સૌ ધર્મનો,
ચિખૂર્તિ તે ઉપગૃહનકર સમકિતદષ્ટિ જાણવો. ૨૩૩. ગાથાર્થ- [ :] જે (ચેતયિતા) [ સિદ્ધમ$િયુp:] સિદ્ધની (શુદ્ધાત્માની) ભક્તિ સહિત છે [1] અને [સર્વધMI ૩૫૧દન: ] પર વસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે ( અર્થાત્ રાગાદિ પરભાવોમાં જોડાતો નથી) [+: ] તે [૩પ૧૬નારી] ઉપગૃહનકારી [ સચદfe:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો.
ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિ ઉપગૃહનગુણ સહિત છે. ઉપગૂઠન એટલે ગોપવવું તે. અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો છે, અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડયો ત્યાં અન્ય ધર્મો પર દષ્ટિ જ ન રહી તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે.
આ ગુણનું બીજું નામ “ઉપવૃંહણ” પણ છે. ઉપબૃષ્ણ એટલે વધારવું તે. સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિ વધે છે–આત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપભ્રંહણગુણવાળો છે.
આ રીતે સમ્યગ્દષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે તો પણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી, પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉધમ વર્તે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #527
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૩ ]
[ ૫૧૧
સમયસાર ગાથા ૨૩૩ : મથાળુ
હવે ઉપગ્રહન ગુણની ગાથા કહે છે:
* ગાથા ૨૩૩ : ટીકા ઉ૫૨નું પ્રવચન *
‘કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે...'
શું કહે છે? કે જેને પૂર્ણાનંદસ્વરૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્માનો અનુભવ થયો છે, અંદર અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવ્યો છે તે સમ્યગ્દષ્ટિ છે. તેની ષ્ટિમાં સઘ એક જ્ઞાયકસ્વભાવમય આત્મા છે. અહા ! નિમિત્ત, રાગ કે પર્યાય ઉપરથી જેની દષ્ટિ ઉડી ગઈ છે ને એક જ્ઞાયકસ્વભાવમય આત્મા પર સ્થાપિત થઈ છે તે ધર્મી સમ્યગ્દષ્ટિ છે. સમજાણું કાંઈ... ?
હવે કહે છે– એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો
હોવાથી...’
અહા ! કોણ ? કે સમ્યગ્દષ્ટિ; સમ્યગ્દષ્ટિ, દૃષ્ટિમાં એક જ્ઞાયકભાવ હોવાથી, સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરે છે. અહો ! આચાર્યદેવે ગજબ વાત કરી છે! ‘સિદ્ધમત્તિનુતો’ એમ છે ને પાઠમાં ? સિદ્ધભક્તિ એટલે ? એટલે કે સદા સિદ્ધસ્વરૂપ એવા આત્માની અંતર-એકાગ્રતા. શુદ્ધ આત્માની એકાગ્રતારૂપ સિદ્ધભક્તિ છે. શું કહ્યું ? કે ભગવાન આત્મા પૂરણ જ્ઞાન, પૂરણ આનંદ, પૂરણ શાંતિ, પૂરણ સ્વચ્છતા એમ અનંત પૂરણ સ્વભાવોથી ભરેલો એવો શુદ્ધ સિદ્ધ પરમેશ્વર છે. આવા પોતાના સિદ્ધ પરમેશ્વરની-સિદ્ધ ભગવાન નહિ હોં–અંત૨-એકાગ્રતા તે સિદ્ધભક્તિ છે. અહા! આ તો ભાષા જ જુદી જાતની છે ભાઈ !
અહા! સમકિતી સિદ્ધભક્તિ કરે છે. કેવી છે તે સિદ્ધભક્તિ ? તો કહે છે- પોતે અંદર શુદ્ધ ચૈતન્યમય સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે તેનું ભજન કરે છે, તેનું અનુભવન કરે છે અને તે ૫૨માર્થે સિદ્ધભક્તિ છે. આ (૫૨) સિદ્ધ ભગવાનની ભક્તિ તે સિદ્ધભક્તિ-એમ નહિ, કેમકે એ તો વિકલ્પ છે, વ્યવહાર છે.
જુઓ, બધે ( અગાઉની ગાથાઓમાં ) ‘ લેવા ’–‘ ચેતિયતા ’–એમ આવ્યું હતું. જ્યારે અહીં તો સીધું ‘સિદ્ધમત્તિનુત્તો ’–એમ લીધું છે. ‘ વેવા’—ચેતિયતા એક જ્ઞાયકભાવમય છે. અને સમકિતી પોતાનું સ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યમય, એક જ્ઞાયકભાવમય છે તેમાં એકાગ્રતાયુક્ત છે અને તે સિદ્ધભક્તિ છે. આ પરદ્રવ્ય જે સિદ્ધ એની ભક્તિની વાત નથી. એ તો વ્યવહાર છે. આ તો પોતાની સ્વવસ્તુ જે એક જ્ઞાયકભાવમય પ્રભુ આત્મા છે તેમાં એકાગ્ર થઈને રહેવું-ઠરવું-લીન થઈ જવું એને અહીં સિદ્ધભક્તિ કહે છે. સમજાય છે કાંઈ...? અહો ! આ તો શુદ્ધિની વૃદ્ધિનું અદ્દભુત માંગલિક કીધું છે!
કહે છે–ભગવાન ! તું સિદ્ધ સમાન છો ને ? આવે છે ને ? કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #528
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ‘ચેતનરૂપ અનૂપ અમૂરત સિદ્ધ સમાન સદા પદ મેરો ’
અહાહા...! ભગવાન ! તું સિદ્ધ સમાન છો. પર્યાય સિદ્ધપણું નથી પણ દ્રવ્યસ્વભાવે તું સિદ્ધ સમાન છો, સિદ્ધસ્વરૂપ જ છો. જો ન હોય તો પર્યાયમાં સિદ્ધત્વ આવે કયાંથી ? છે એમાંથી આવે છે; માટે તું સિદ્ધસ્વરૂપ જ છો. આવા પોતાના સ્વરૂપમાં એકાગ્રતાલીનતા-સ્થિરતા કરતો થકો સમિતી ક્ષણે ક્ષણે પોતાની જે અનંત શક્તિઓ છે તેની શુદ્ધિની વૃદ્ધિ કરે છે અને તે નિર્જરા છે. સંવરમાં શક્તિની અંશે નિર્મળતા પ્રગટ થઈ હતી ને હવે અંતર્લીનતા-અંત૨-૨મણતા વડે શક્તિની શુદ્ધિની વૃદ્ધિ કરે છે. આવો મારગ છે! લોકોને આકરો પડે છે પણ શું થાય?
અહા ! ‘સમસ્ત આત્મશક્તિઓની...' અહા ! શું ભાષા છે? આચાર્યની વાણી ખૂબ ગંભીર બાપા ! અહા! દિગંબર સંતો! ને તેમાંય વળી કુંદકુંદાચાર્ય ને અમૃતચંદ્રાચાર્ય! અહા ! કહે છે–એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી...'
એટલે સર્વગુણાંશ તે સમ્યક્ત્વ એમ ને?
એ તો સમકિતની વાત છે, જ્યારે અહીં તો વૃદ્ધિની વાત છે. નિર્જરા અધિકાર ને? તેને સમકિત તો થયું છે. એ તો અહીં કહ્યું ને? કે ‘સમ્યગ્દષ્ટિ, એક જ્ઞાયકભાવમયપણાને લીધે...'; મતલબ સમ્યગ્દષ્ટિ થયો છે ને એટલી શુદ્ધતા તો છે, પણ હવે શક્તિઓની શુદ્ધતાની પર્યાયમાં વૃદ્ધિ કરે છે એમ કહેવું છે. અહા! સ્વ-આત્માની અનંત શક્તિઓ છે. તો જેટલી અનંત ગુણરૂપ શક્તિઓ છે તેની પ્રગટ શુદ્ધતાની વૃદ્ધિ કરે છે એમ વાત છે. વસ્તુ સાથે એકપણાની દૃષ્ટિ તો થઈ છે, હવે તેમાં જ ૨મવારૂપચરવારૂપ-લીનતારૂપ-સ્થિરતારૂપ એકાગ્રતા કરીને પ્રગટ શુદ્ધતામાં વૃદ્ધિ કરે છે એમ કહે છે. બાપુ! આ તો કુંદકુંદની વાણી! ઓલું કવિ વૃન્દાવનજીનું આવે છે ને ? કે-‘હુએ ન હૈ ન હોલ્ડિંગે...' -અહા! શ્રી કુંદકુંદાચાર્ય જેવા કોઈ છે થયા નથી, અને થશે નહિ. અહા! તેની આ વાણી છે. જુઓ તો ખરા ! કેટલું ભર્યું છે!
ભગવાન! સમ્યગ્દષ્ટિ એટલે? જે એક જ્ઞાયકભાવનો સ્વામી થયો છે અને જેની અનંત શક્તિઓ નિર્મળપણે પ્રગટી છે તે સમ્યગ્દષ્ટિ છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ' એમ શ્રીમદે કહ્યું છે ને? તો સર્વગુણાંશ એટલે શું? એટલે કે જે અનંત શક્તિઓ છે તેની અંશે વ્યક્તતા સમ્યગ્દર્શન થતાં થઈ જાય છે. પણ અહીં તો તે શક્તિઓની અંત૨-એકાગ્રતા વડે વૃદ્ધિ થવાની વાત છે. અહા! ધર્મની આવી વાત બીજે કયાંય છે નહિ. અજ્ઞાનીને બિચારાને ઝીણું પડે એટલે બીજે (–દયા, દાન, ભક્તિ આદિમાં) ધર્મ માની લે છે.
અહા! ‘સમ્યગ્દષ્ટિ, એક જ્ઞાયકભાવપણાને લીધે સમસ્ત આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી, ઉપબૃહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે.’
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #529
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૧૩
સમયસાર ગાથા-૨૩૩ ]
શું કહ્યું? જે અનંત શક્તિઓ–ગુણો છે તેનો અંશ તો સમ્યગ્દર્શનની સાથે પ્રગટ થયો છે અને હવે અંતર-એકાગ્રતા દ્વારા તે સર્વ આત્મશક્તિઓની વૃદ્ધિ કરતો હોવાથી તે ઉપબૃહક અર્થાત્ આત્મશક્તિનો વધારનાર છે. પાઠમાં “હવIT'–ગોપવવું તે –એમ છે; પણ તેનું અહીં વળી “ઉપબૃહક' એટલે આત્મશક્તિનો વધારનાર-એમ લીધું છે.
જેમ પૈસાવાળો ધનથી રળે ને ઢગલા થાય તેમ અહીં જ્યાં અંદર આત્મધન (– સમકિત) પ્રગટયું છે ત્યાં તેનો અંતર-વ્યાપાર થતાં સર્વ શક્તિઓ વૃદ્ધિગત થાય છે એમ કહે છે. શું કહ્યું? કે ભગવાન આત્મામાં આકાશના (અનંતા) પ્રદેશ કરતાં અનંતગુણી શક્તિઓ છે. શક્તિઓ એટલે ગુણ. એક એક ગુણમાં અનંત શક્તિ (સામર્થ્ય) છે એ બીજી વાત છે. અહીં તો આત્મામાં સંખ્યાએ અનંત શક્તિઓ છે એમ કહેવું છે. તો હવે તે શક્તિઓને (-પર્યાયમાં) અંતઃક્રિયા દ્વારા વધારે છે. જેમ ધન રળે ને ઢગલા થાય છે તેમ સમકિતીને અંતઃક્રિયા વડે શુદ્ધિની વૃદ્ધિના ઢગલા થાય છે એમ કહે છે.
જુઓ, ઉપવાસ કરીને શુદ્ધિ વધારતો જાય છે એમ નથી કહ્યું પરંતુ પોતાના એક જ્ઞાયકભાવમાં વર્તતો થકો આત્મશક્તિઓની વૃદ્ધિ કરે છે એમ કહ્યું છે. “ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવપણાને લીધે ”—એમ કહ્યું છે કે નહિ? મતલબ કે દષ્ટિ એક જ્ઞાયકભાવ પર છે અને તેમાં જ સ્થિરતા પામતો થકો શુદ્ધિની વૃદ્ધિ કરે છે. શુદ્ધિની વૃદ્ધિ થાય એનું નામ અતિથી નિર્જરા છે, જ્યારે અશુદ્ધતાનું ટળી જવું ને કર્મનું ખરી જવું એ નાસ્તિથી નિર્જરા છે. ભગવાનનો આવો મારગ છે; ને આ વિના બધું (વ્રત, તપ ) થોથેથોથાં છે.
તો ઉપવાસ તે તપ છે ને તપથી નિર્જરા છે એમ કહ્યું છે ને?
ભાઈ ! એ ઉપવાસ એટલે કયો ઉપવાસ? “ઉપવસતિ ઇતિ ઉપવાસઃ” જે આત્માની સમીપમાં વસવું છે તે ઉપવાસ છે, અને તે તપ છે અને એનાથી નિર્જરા છે. અહા! આત્માની સમીપમાં વસવાનો અભ્યાસ કરતાં આત્મશક્તિ વધે છે અને તે નિર્જરા છે. ત્યાં શક્તિની પૂર્ણ વૃદ્ધિ થઈ જવી એનું નામ મોક્ષ છે. આવી વાત છે.
હવે કહે છે-“સમ્યગ્દષ્ટિ,... ઉપઍક અર્થાત્ આત્મશક્તિઓનો વધારનાર છે, તેથી તેને જીવની શક્તિની દુર્બળતાથી (અર્થાત મંદતાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા
કહ્યું? કે સમ્યગ્દષ્ટિને, સમ્યગ્દર્શનની સાથે શુદ્ધતા તો પ્રગટી છે, ને તેમાં અંતર-એકાગ્રતાના વેપાર દ્વારા તે વૃદ્ધિ કરે છે, અતીન્દ્રિય આનંદરૂપી અમૃતના માલને વધારી દે છે. તેથી કહે છે, દુર્બળતાને લઈને જે બંધ થતો હતો તે હવે થતો નથી. અહા ! આત્મશક્તિનો વધારનાર હોવાથી તેને દુર્બળતાથી થતો બંધ થતો નથી. અહો ! અલૌકિક વાત છે ! આચાર્ય અમૃતચંદ્ર એકલાં અમૃત રેડયાં છે. અહા! કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #530
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૧૪ ].
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ -આનંદ-આનંદ-આનંદ-અનાકુળ આનંદ વધી જવાને કારણે સમકિતીને દુર્બળતાથી થતો બંધ થતો નથી પણ જે દુર્બળતા છે તે નાશ પામી જાય છે. અહા ! જ્યાં સબળતા પ્રગટી
ત્યાં દુર્બળતા નામ અશુદ્ધતા નાશ પામી જાય છે અને તેથી તેને બંધ થતો નથી, પણ નિર્જરા જ થાય છે. અહા ! આવો અલૌકિક મારગ ! બાપુ! જેના ફળમાં અનંત આનંદ આવે, અહાહા..! સાદિ અનંત અનંત સમાધિ-સુખમય મોક્ષદશા પ્રગટે તે ઉપાય પણ અલૌકિક જ હોય ને! આવે છે ને કે
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં,
અનંત દર્શન જ્ઞાન અનંત સહિત જો...” અહો ! મારગ ને મારગનું ફળ પરમ અલૌકિક છે!
ભગવાન! તને તારા અંત:તત્ત્વના મહિમાની ખબર નથી. અહા ! જેમ સુવર્ણને કાટ લાગે નહિ તેમ કર્મ તો શું અશુદ્ધતાય જેને અડતી નથી એવો ચૈતન્યમૂર્તિ એક જ્ઞાયકભાવરૂપ પ્રભુ અંદર આત્મા છે. તેની જેને અંતર્દષ્ટિ થઈ તેને સમકિત ને અતીન્દ્રિય આનંદ પ્રગટ થાય છે. વળી તેમાં જ અંતર-એકાગ્રતાનો અભ્યાસ કરતાં એવી સિદ્ધભક્તિ વા આત્મભક્તિ પ્રગટ થાય છે. અહા! આત્મશક્તિ એવી વૃદ્ધિગત થાય છે કે તેમાં દુર્બળતા વા અશુદ્ધતા ક્રમે કરીને નાશ પામી જાય છે અને તેથી તેને દુર્બળતાકૃત બંધ થતો નથી પણ નિર્જરા જ થાય છે. લ્યો, આનું નામ નિર્જરા ને ધર્મ છે અને આ સિદ્ધભક્તિ છે. કોણ સિદ્ધ ? પોતે અંદર સ્વભગવાન છે તે.
* ગાથા ૨૩૩: ભાવાર્થ ઉપરનું પ્રવચન * સમ્યગ્દષ્ટિ ઉપગૃહનગુણ સહિત છે. ઉપગૃહન એટલે ગોપવવું તે અહીં નિશ્ચયનયને પ્રધાન કરીને કહ્યું છે કે સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડેલો
જુઓ, પાઠમાં ઉપગૂઠન છે ને? તો પાછું અહીં “ઉપગૃહન” લીધું છે. ટીકામાં ઉપબૃહક લીધું 'તું, અહીં ઉપગૃહન કહે છે. તો કહે છે-સમ્યગ્દષ્ટિ ઉપગૃહનગુણ સહિત છે. ઉપગૃહન એટલે ગોપવવું તે.
વળી કહે છે-સમ્યગ્દષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડ્યો છે. એટલે શું? એટલે કે પોતે અંદર, ભગવાન સિદ્ધની જેમ સ્વભાવે ત્રિકાળ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે તેમાં જ્ઞાનીએ પોતાના ઉપયોગને જોડ્યો છે. અહા ! ધર્મીએ પોતાની પરિણતિનો વેપાર અંદર ભગવાન ચૈતન્યદેવ સાથે જોડ્યો છે. આનું નામ ધર્મ છે અને નિશ્ચયથી આનું નામ ભક્તિ છે. અજ્ઞાનીએ તો બે-પાંચ મંદિરો બંધાવવાં, જિનબિંબની પ્રતિષ્ઠા કરવી-કરાવવી અને તેની પૂજા-ભક્તિ-જાત્રા આદિ કરવાં-એમાં ધર્મ માન્યો છે. પણ એમાં તો ધૂળેય ધર્મ નથી સાંભળને એ તો ધર્મીને અશુભથી બચવા એવો શુભભાવ આવે છે,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
Page #531
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૩ ]
[ ૫૧૫ પણ તે કાંઈ ધર્મ નથી, વા ધર્મનું કારણ પણ નથી. ધર્મનું કારણ તો એક જ્ઞાયકભાવમયપણું છે. જુઓને! દરેકમાં લીધું છે કે નહિ? કે “એક શાકભાવમયપણાને લીધે....'; બાપુ! આ તો સર્વશના દરબારની વાતુ! એક જ્ઞાયકભાવની એકાગ્રતા જ ધર્મ ને ધર્મનું કારણ છે.
હવે કહે છે અને જ્યાં ઉપયોગ સિદ્ધભક્તિમાં જોડયો ત્યાં અન્ય ધર્મો પર દષ્ટિ જ ન રહી તેથી તે સર્વ અન્ય ધર્મોનો ગોપવનાર છે અને આત્મશક્તિનો વધારનાર છે.'
જુઓ, આ શું કહ્યું? કે ઉપયોગ જ્યાં સિદ્ધભક્તિમાં એટલે કે શુદ્ધ ચૈતન્યસ્વરૂપ નિજ પરમાત્માની ભક્તિમાં જોડ્યો ત્યાં અન્યધર્મો પર દષ્ટિ જ ન રહી. અહાહા...કહે છે–સમકિતીને અંતર-એકાગ્ર થતાં નિમિત્ત ને રાગ ને પર્યાય ઇત્યાદિ અન્ય ધર્મો પર દષ્ટિ જ ન રહી. જુઓ આ વાણી ! અહા ! દેવાધિદેવ અરિહંત પરમાત્મા કે જેની સભામાં ગણધરો, મહામુનિવરો ને એકભવતારી ઇન્દ્રો આવી વિનમ્ર થઈ વાણી સાંભળવા બેઠા હોય તે સભામાં ભગવાનની વાણીમાં કેવી વાત આવે! શું દયા પાળો, ને વ્રત કરો ને ભક્તિ કરો ઇત્યાદિ રાગ કરવાની વાત આવે? અરે ભાઈ ! એવી વાત તો કુંભારેય (અજ્ઞાનીય) કરે છે. બાપુ! વીતરાગની વાણીમાં તો અંતર-પુરુષાર્થની વાત છે કેત્રણલોકનો નાથ વીતરાગસ્વરૂપી અંદર તું પોતે જ પરમાત્મા છો તો ત્યાં દષ્ટિ કર ને ઉપયોગને તેમાં જોડી દે; અહા! તેથી તારા પાપનો-અશુદ્ધતાનો નાશ થઈ જશે. લ્યો, આવી વાત! આ નિર્જરાની વાત છે ને?
અહા! ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ અંદર અનંતગુણનો ઢગલો છે. શું કહ્યું? જ્ઞાન, દર્શન, સુખ, પ્રભુતા, સ્વચ્છતા આદિ અનંતગુણનો ઢગલો પ્રભુ આત્મા છે. તે શરીરપ્રમાણ (અવગાહના) છે માટે નાનો છે એમ માપ ન કર. ભાઈ ! તે તો અનંતગુણના માપવાળું મહાન્ ચૈતન્યતત્ત્વ છે. હવે આવા મહાન્ નિજ તત્ત્વને જાણવા રોકાય નહિ ને આખો દિ' વેપાર-ધંધામાં રોકાયેલો રહે ને વળી એમાં જો પાંચ-પચાસ કરોડ ધૂળ થઈ જાય તો માને કે અમે વધી ગયા. અરે! ધૂળમાંય વધ્યા નથી સાંભળને. એ બધું ક્યાં તારામાં છે? અહીં તો સમકિતી જેને અનંતગુણ અંશે પ્રગટ થયા છે તે ઉપયોગને પોતાના શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં જોડ છે તો અનંત ગુણની વૃદ્ધિ થાય છે અને તે વૃદ્ધિ છે એમ કહે છે.
અહાહા..! કહે છે-ઉપયોગને જ્યાં સિદ્ધભક્તિમાં જોડયો ત્યાં અન્ય ધર્મો ઉપર દષ્ટિ જ ન રહી. ભારે વાત ભાઈ ! ઉપયોગ જ્યાં અંદર વસ્તુમાં જોડાયો ત્યાં દષ્ટિ અન્ય ધર્મો કહેતાં વ્રત, તપ આદિ રાગ ઉપર કે દેવ-ગુરુ આદિ નિમિત્ત ઉપર કે વર્તમાન પર્યાય ઉપર ન રહી. તેથી તે અન્ય ધર્મોનો ગોપવનાર છે એમ કહે છે. ભાઈ ! ભગવાન જિનેશ્વરદેવના મારગ બહુ જુદા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #532
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૧૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
પ્રશ્ન:- તો આ બધાં મંદિર, સ્વાધ્યાય ભવન આદિ શા સારું બનાવ્યાં છે? ઉત્ત૨:- ભાઈ! એ મંદિરાદિને કોણ બનાવે? એ તો બધાં જડ પદ્રવ્ય છે. એની રચના તો એના કારણે એના કાળે થઈ છે; તેમાં આ જીવનું કાંઈ કર્તવ્ય નથી. જડની પર્યાય જડ પરમાણુઓથી થઈ એમાં જીવનું કાંઈ કર્તવ્ય નથી. તથાપિ ધર્મી જીવને મંદિર આદિ બનાવવાનો ને ભક્તિ-પૂજા કરવાનો રાગ આવે છે. તે પુણ્યભાવ છે પણ ધર્મ નથી. એવો પુણ્યભાવ ધર્મીને જરૂર આવે છે; તેનો કોઈ ઈન્કાર કરે કે-આ મંદિર, જિનપ્રતિમા, ભક્તિ-પૂજા આદિ કાંઈ છે નહિ તો તે જૂઠો છે, અને તે વડે કોઈ ધર્મ માની લે તો તે પણ જૂઠો, મિથ્યાવાદી છે. સમજાણું કાંઈ...? ણભાઈ! લાખ મંદિર બનાવે ને કોઈ લાખ કરોડો રૂપિયા ખર્ચ કરે તોય ધર્મ થઈ જાય એમ છે નહિ. આવું જ વસ્તુસ્વરૂપ છે.
હા, પણ પ્રભાવના તો કરવી જોઈએ ને?
સમાધાનઃ- અરે ભાઈ! પ્રભાવના તો બહારમાં હોય કે અંદર આત્મામાં? પ્ર' નામ પ્રકૃષ્ટ ને ભાવના નામ આત્મભાવના. આત્મભાવના પ્રકૃષ્ટ થવી-વધવી એનું નામ પ્રભાવના છે. અહા! અંદર અનંતગુણનો ખજાનો પ્રભુ આત્મા છે. તેનો પ્રગટ અંશ પૂર્ણતા ભણી વૃદ્ધિ પામે તે પ્રભાવના છે. બાકી બહારમાં તો પ્રભાવનાનો શુભભાવ હોય છે ને તે પુણ્યબંધનું કારણ છે. ધર્મીના તે ભાવને વ્યવહાર પ્રભાવના કહે છે બાકી અજ્ઞાનીને તો નિશ્ચયેય નથી ને વ્યવહારેય નથી, –સમજાણું કાંઈ ?
અહાહા...! કહે છે-ધર્મીને અન્ય ધર્મો પર દષ્ટિ જ ન રહી. ‘અન્ય ધર્મો’ એટલે કે વ્રત, તપ, ભક્તિ, પૂજાનો રાગ હો કે દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ સંયોગી ચીજ હો–એ સર્વ અન્ય પદાર્થો પરથી ધર્મીની દૃષ્ટિ જ ઊઠી ગઈ છે અને તેથી અન્ય ધર્મોનો ગોપવનાર છે. અહા! અન્ય ધર્મો ભણી દૃષ્ટિ જ નહિ હોવાથી તે અશુદ્ધતાને ગોપવી દે છે અને શુદ્ધિને વધારે છે.
ત્યારે કોઈને વળી થાય કે આ તો નિશ્ચય-નિશ્ચય બસ એટલું નિશ્ચય છે, એકાંત છે.
અરે ભાઈ! તને ખબર નથી બાપુ! સમકિતીને વ્યવહા૨ધર્મ તો છે પણ એ તો બધો રાગ છે, પુણ્યભાવ છે. વાસ્તવમાં તે વ્યવહારને ઘટાડતો જાય છે અને અંતઃશુદ્ધિને વધારતો જાય છે કેમકે તેને એક જ્ઞાયકભાવપણું છે. પણ અજ્ઞાનીએ તો શાયકને ભાળ્યો જ નથી. તોપછી નિશ્ચયધર્મ વિના તેને વ્યવહાર પણ કયાંથી હોય? છે જ નહિ. ભાઈ! આ કાંઈ વાદવિવાદે પાર પડે એવું નથી. બાપા! અહીં તો આચાર્ય એમ કહે છે કે જેણે પોતાના શુદ્ધ ચૈતન્યઘનસ્વરૂપ પ્રભુ આત્માની ભક્તિમાં ઉપયોગને જોડયો છે તેને અન્ય ધર્મો ૫૨ દષ્ટિ જ રહી નથી અને તેથી તે અશુદ્ધતાનો ગોપવના૨ છે અને આત્મશક્તિનો વધારનાર છે. નિર્જરાની આવી વ્યાખ્યા છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #533
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૫૧૭
સમયસાર ગાથા-૨૩૩ ]
તો કોઈ લોકો રાડો પાડે છે કે વ્યવહારથી નિશ્ચય થાય એમ કહો તો અનેકાન્ત થાય.
તેને કહીએ છીએ કે વ્યવહારથી નિશ્ચય થાય એવું અનેકાન્ત છે જ નહિ. બાપુ! અહીં તો એમ કહે છે કે-સમકિતી વ્યવહારના રાગને ઘટાડતો જાય છે ને નિશ્ચય શુદ્ધતા વધારતો જાય છે. આ અનેકાન્ત છે. ભાઈ ! વ્યવહારથી નિશ્ચય થાય એ તો તારું મિથ્યા એકાન્ત છે, જ્યારે નિશ્ચય-શુદ્ધ આત્માના લક્ષે જ નિશ્ચય-શુદ્ધ પરિણતિ થાય એ સમ્યક્ એકાન્ત છે. હવે એને બિચારાને કોઈ દિ' માર્ગ મળ્યો જ નથી એટલે દયા, દાન, વ્રત, ભક્તિ આદિના શુભભાવમાં ગુંચાઈ પડયો છે. પણ બાપુ! એ બધા રાગના-પુણ્યના ભાવો વડે જેનાથી જન્મ-મરણ મટે એવો ધર્મ કદીય થાય એમ નથી. અન્ય મારગમાં ગમે તે હો, વીતરાગનો આ મારગ નથી.
હવે કહે છે-“આ ગુણનું બીજું નામ “ઉપવૃંહણ' પણ છે. ઉપવૃંહણ એટલે વધારવું તે. સમ્યદૃષ્ટિએ પોતાનો ઉપયોગ સિદ્ધના સ્વરૂપમાં જોડેલો હોવાથી તેના આત્માની સર્વ શક્તિ વધે છે-આત્મા પુષ્ટ થાય છે માટે તે ઉપબૃહણગુણવાળો છે.”
- સિદ્ધના સ્વરૂપમાં ઉપયોગ જોડે એટલે શું? અહીં સિદ્ધ એટલે ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ પોતે. આવે છે ને કે-“સર્વ જીવ છે સિદ્ધસમ.' અહા ! ભગવાન આત્મા પોતે ચૈતન્યચિંતામણિ રત્ન છે. ધર્માએ પોતાનો ઉપયોગ તેમાં જોડ્યો હોવાથી તેના આત્માની સર્વ શક્તિ વધે છે. આ તપ ને નિર્જરા છે. આત્માની સર્વ શક્તિઓ જેમાં વૃદ્ધિગત થાય તે તપ ને નિર્જરા છે. બાકી બહારના ઉપવાસ આદિ તો થોથાં છે.
અહા ! અજ્ઞાની જે મહિના મહિનાના ઉપધાન કરે છે તે કેવળ પાપની મજુરી કરે છે. કેમ ? કેમકે મિથ્યાત્વ તો તેને ઊભું છે. કાંઈક પુણ્ય પણ કદાચિત્ થાય તેને મિથ્યાત્વ ખાઈ જાય છે. હવે ત્યાં ધર્મ કયાં થાય બાપુ? અહીં તો આ સ્પષ્ટ વ્યાખ્યા છે કે-પરદ્રવ્યના આશ્રમમાં રાગ જ થાય છે અને સ્વદ્રવ્યના આશ્રયમાં જ વીતરાગતા થાય છે. આ સર્વજ્ઞ પરમેશ્વરનો ઢંઢેરો છે. “સ્વાશ્રય તે નિશ્ચય ને પરાશ્રય તે વ્યવહાર.' આ મૂળ સિદ્ધાંત છે. ભાઈ ! જેટલો પરાશ્રયમાં જાય છે તેટલો રાગ છે. તેથી તો કહ્યું કે-જ્ઞાનીએ પરાશ્રયમાંથી દષ્ટિ ઊઠાવી લીધી છે.
અહા! કહે છે-ઉપયોગ પોતાના સિદ્ધસ્વરૂપમાં જોડેલો હોવાથી જ્ઞાનીને આત્માની સર્વશક્તિઓ વધે છે-આત્મા પુષ્ટ થાય છે. ટીકામાં “વૃદ્ધિ' કહી હતી ને? અહીં આત્મા પુષ્ટ થાય છે એમ કહે છે. એટલે શું? કે જેમ ચણો પાણીમાં પલળીને પોઢો થાય છે તેમ જ્ઞાની ભગવાન આત્મામાં-અનંતશક્તિનું સંગ્રહાલય એવા આત્મામાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #534
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ -તલ્લીન થતાં તે ધર્મથી પુષ્ટ થાય છે, શાંતિથી પુષ્ટ થાય છે, જ્ઞાનથી પુષ્ટ થાય છે. અહો! સંતોની વાણી અજબ છે !
હવે કહે છે-“આ રીતે સમ્યગ્દષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી તેને દુર્બળતાથી જે બંધ થતો હતો તે થતો નથી, નિર્જરા જ થાય છે. જોકે જ્યાં સુધી અંતરાયનો ઉદય છે ત્યાં સુધી નિર્બળતા છે તો પણ તેના અભિપ્રાયમાં નિર્બળતા નથી, પોતાની શક્તિ અનુસાર કર્મના ઉદયને જીતવાનો મહાન ઉધમ વર્તે છે.”
જોયું? સમ્યગ્દષ્ટિને આત્મશક્તિની વૃદ્ધિ થતી હોવાથી દુર્બળતાથી જે બંધ થતો હતો તે હવે થતો નથી. મતબલ કે હવે સબળતા વૃદ્ધિગત થવાથી ધર્મીને દુર્બળતા રહી નથી અને તેથી દુર્બળતાકૃત બંધ તેને થતો નથી એમ કહે છે.
વળી અંતરાયના ઉદયમાં જોડાવાથી ધર્મીને કિંચિત્ નબળાઈ હોય છે તો પણ તેના અભિપ્રાયમાં કયાં નિર્બળતા છે? અભિપ્રાયમાં તો પૂરણ પ્રભુતાનો સ્વામી, અનંતવીર્યનો સ્વામી પોતે છે એમ નિર્ણય કર્યો છે. અહા ! ધર્મીને તો અભિપ્રાયમાં પૂરણ ભગવાન-પ્રભુ આત્મા વસ્યો છે. તેથી ભલે તે ચોથે ગુણસ્થાને નરકમાં હો કે તિર્યંચમાં, તેને તો પોતાની પૂરણ પ્રભુતા જ દેખાય છે. પર્યાય ઉપરથી તો તેની દષ્ટિ જ હુઠી ગઈ છે. તેથી તેને તો અનંત શક્તિનો સાગર પ્રભુ પૂરણ જ દેખાય છે.
આ પ્રમાણે અભિપ્રાયમાં નિર્બળતા જ્ઞાનીને છે નહિ. તેથી નિરંતર તેને પર્યાયમાં જે કિંચિત્ નબળાઈ છે તેનો નાશ કરવાનો તેને ઉધમ વર્તે છે. આ પ્રમાણે આઠમાંથી પાંચ ગુણ થયા. હવે સ્થિતિકરણ, વાત્સલ્ય ને પ્રભાવના એમ ત્રણ રહ્યા. તે હવે આવશે.
[ પ્રવચન નં. ૩૦૫
*
દિનાંક ર૯-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #535
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૩૪
उम्मग्गं गच्छंतं सगं पि मग्गे ठवेदि जो चेदा। सो ठिदिकरणाजुत्तो सम्मादिट्ठी मुणेदव्यो।। २३४।।
उन्मार्ग गच्छन्तं स्वकमपि मार्गे स्थापयति यश्चेतयिता।
स स्थितिकरणयुक्तः सम्यग्दृष्टिातव्यः।। २३४ ।। હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છે:
ઉન્માર્ગગમને સ્વાત્મને પણ માર્ગમાં જે સ્થાપતો,
ચિમૂર્તિ તે સ્થિતિકરણયુત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૪. ગાથાર્થ- [ 4: વેતયિતા ] જે ચેતયિતા [૩ના રન્ત] ઉન્માર્ગે જતા [સ્વમ્ પિ] પોતાના આત્માને પણ [મા] માર્ગમાં [સ્થાપયતિ] સ્થાપે છે, [1] તે [ સ્થિતિવરણયુp:] સ્થિતિકરણયુક્ત (સ્થિતિકરણગુણ સહિત) [ સચદૃષ્ટિ:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય:] જાણવો.
ટીકા - કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે, જો પોતાનો આત્મા માર્ગથી (અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગથી) ટ્યુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે, તેથી તેને માર્ગથી ટ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ-જે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ટ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે. તેને માર્ગથી વ્યુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ ઉદય આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.
સમયસાર ગાથા ૨૩૪: મથાળુ હવે સ્થિતિકરણ ગુણની ગાથા કહે છેઃ
* ગાથા ૨૩૪ : ટીકા ઉપરનું પ્રવચન * કારણ કે સમ્યગ્દષ્ટિ........”
અહા! સમ્યગ્દષ્ટિ કોને કહીએ? હજી તો આ ચોથા ગુણસ્થાનની વાત છે. પાંચમા ને છઠ્ઠા ગુણસ્થાનની વાત તો કોઈ ઓર છે બાપા!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #536
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
શું કહે છે? ‘કારણ કે સમ્યગ્દષ્ટિ,...' સમ્યગ્દષ્ટિ એટલે ધર્મી; જુઓ, ‘ચેદા ’ -ચૈતયિતા શબ્દ છે આમાં. સમ્યગ્દષ્ટિ એટલે ચેતિયતા અર્થાત્ જાણગ-જાણગ એવા એક જ્ઞાયકભાવનો ધરનારો ધર્મી-સમ્યગ્દષ્ટિ છે. શું કહ્યું ? ભગવાન આત્મા એક જ્ઞાયકભાવમય છે ને તેનો ધરનારો સમ્યગ્દષ્ટિ છે. અહા! સમકિતીની દૃષ્ટિ એક
જ્ઞાયકભાવ પર છે. ભાઈ ! આ તો થોડું કહ્યું ઘણું કરીને જાણવું; કેમકે ભાવ તો અતિ ગંભીર છે.
શું કીધું ? કે સમ્યગ્દષ્ટિ નામ સત્-દષ્ટિ એને કહીએ કે જેને સત્ એવા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માની દષ્ટિ થઈ છે. અહા! સત્ની દૃષ્ટિમાં આનંદાદિ જે અનંતી સ્વરૂપભૂત શક્તિઓ છે તે બધીયનો અંશ જેને પ્રગટ અનુભવમાં આવ્યો છે તે સમ્યગ્દષ્ટિ છે. ‘સર્વગુણાંશ તે સમ્યક્ત્વ ’–એમ શ્રીમદ્દ રાજચંદ્રમાં આવે છે ને! રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં પણ શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે-“ચોથા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો એકદેશ પ્રગટ થયા છે તેની તથા તેમા ગુણસ્થાનવર્તી આત્માને જ્ઞાનાદિ ગુણો સર્વદેશરૂપ પ્રગટ થયા છે તેની એક જ જાતિ છે.” અહા ! સમકિતીને જેટલા અનંત ગુણો છે તે બધાય એકદેશ-અંશરૂપ પર્યાયમાં પ્રગટ થાય છે. આવો ધર્મી-સમકિતી હોય છે.
તો કહે છે- સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવપણાને લીધે, જો પોતાનો આત્મા માર્ગથી સ્મુત થાય તો તેને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી, સ્થિતિકારી છે,...’
જોયું ? અહીં તો સમ્યગ્દષ્ટિ પોતે પોતામાં સ્થિતિ કરે છે એમ કહે છે. અહા! પોતે કદાચિત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ માર્ગમાંથી ચ્યુત થાય તો પોતાને માર્ગમાં જ સ્થિત કરે છે એમ કહે છે. અહા! જગતની કોઈ ભારે પ્રતિકૂળતા ભાળીને કે અંદરમાં પોતાની નબળાઈને લઈને કોઈ શંકાદિ દોષ થઈ જાય તો તેને કાઢી નાખે છે-એમ કહે છે.
‘ સમ્ય વર્શનજ્ઞાનવારિત્રાણિ મોક્ષમાર્ગ: '–એમ સૂત્ર છે ને? એટલે શું ? કે શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માનાં પ્રતીતિ, જ્ઞાન ને તેમાં જ રમણતા થવી તે સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે. હવે આવા શુદ્ધ રત્નત્રયરૂપ માર્ગથી ડગવાનો પ્રસંગ થાય તેવા સંજોગમાં સમિકતી પોતે પોતાને માર્ગમાં જ સ્થાપિત કરે છે. અહા! જગતમાં કોઈ પુણ્યને લઈને મિથ્યાદષ્ટિનો લોકો મોટો મહિમા કરતા હોય તેવે પ્રસંગે સમકિતી ધર્મીજીવ ખૂબ શાંતિ ને ધીરજ રાખે છે અને પોતાને માર્ગમાંથી ડગતો બચાવી લે છે. તેને એમ ન થાય કે આ શું? પોતે પોતાને માર્ગમાં નિશ્ચળ સ્થિત કરી દે છે. તે વિચારે છે કે પુણ્યને લઈને અધર્મીનો પણ લોકો ભારે મહિમા કરે તો કરો, પણ પુણ્ય કાંઈ (તિકારી ) વસ્તુ નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #537
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૪ ]
[ પર૧ અહા ! સમ્યગ્દષ્ટિ શુદ્ધ રત્નત્રયરૂપ માર્ગથી વ્યુત થાય તો પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. તેને એક જ્ઞાયકભાવમયપણું છે ને? તો અંતઃસન્મુખતાના પુરુષાર્થ દ્વારા પોતાને માર્ગમાં જ સ્થિત કરી દે છે. જુઓ, આ પ્રમાણે પોતે પોતાને માર્ગમાં જ સ્થિત કરતો હોવાથી સ્થિતિકારી છે. ધર્મીને સ્થિતિકરણ છે.
હવે કહે છે તેથી તેને માર્ગથી ચુત થવાના કારણે થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.'
અહા ! સમ્યગ્દર્શનમાં જેને સ્વસ્વરૂપનો-અતીન્દ્રિય આનંદના નાથનો-ભેટો થયો છે તે માર્ગમાંથી ચળતો નથી અને કદાચિત શ્રુત થવાનો પ્રસંગ આવી પડે તો પોતે પોતાને માર્ગમાં જ સ્થાપિત કરી દે છે. આ પ્રમાણે સ્થિતિકરણ નામનો ગુણ હોવાથી સમકિતીને માર્ગથી ચુત થવાના કારણે જે બંધ થાય તે થતો નથી. સ્થિતિકરણ છે ને? તેથી બંધ થતો નથી પરંતુ નિર્જરા જ છે. અહીં સ્થિતિકરણ ગુણ કહ્યો પણ એ પર્યાય છે. ગુણ તો ત્રિકાળ હોય છે. આ તો પર્યાયમાં સ્થિરતા કરે છે તેને સ્થિતિકરણ ગુણ કહે છે.
* ગાથા ૨૩૪: ભાવાર્થ * જે, પોતાના સ્વરૂપરૂપી મોક્ષમાર્ગથી ટ્યુત થતા પોતાના આત્માને માર્ગમાં (મોક્ષમાર્ગમાં) સ્થિત કરે તે સ્થિતિકરણગુણયુક્ત છે.' જોયું? મોક્ષમાર્ગ સ્વરૂપરૂપ છે; મતલબ કે આ વ્રતાદિ પરિણામ તે મોક્ષમાર્ગ એમ નહિ. મોક્ષમાર્ગ સ્વરૂપરૂપ છે અને તેમાં સ્થિત થવું તે સ્થિતિકરણ છે. સમકિતી સ્થિતિકરણગુણ સહિત છે. તેને માર્ગથી શ્રુત થવાના કારણે થતો બંધ નથી, પરંતુ ઉદયમાં આવેલાં કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.'
[ પ્રવચન . ૩૦૫ (શેષ)
*
દિનાંક ૨૯-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #538
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૩૫
जो कुणदि वच्छलत्तं तिन्हं साहूण मोक्खमग्गम्हि । सो वच्छलभावजुदो सम्मादिट्ठी मुणेदव्वो ।। २३५ ।।
यः करोति वत्सलत्वं त्रयाणां साधूनां मोक्षमार्गे । स वत्सलभावयुतः સમ્ય દષ્ટિÍતવ્ય:।। રરૂ૬।।
હવે વાત્સલ્ય ગુણની ગાથા કહે છેઃ
જે મોક્ષમાર્ગે ‘ સાધુ 'ત્રયનું વત્સલત્વ કરે અહો! ચિમૂર્તિ તે વાત્સલ્યયુત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૫.
ગાથાર્થ:- [ય: ] જે ( ચૈતયિતા ) [ મોક્ષમાર્ગે] મોક્ષમાર્ગમાં રહેલા [ ત્રયાનાં સાધૂનાં] સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી ત્રણ સાધકો-સાધનો પ્રત્યે ( અથવા વ્યવહારે આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ-એ ત્રણ સાધુઓ પ્રત્યે ) [ વત્સત્યં ોતિ] વાત્સલ્ય કરે છે, [સ: ] તે [ વત્સનમાવયુત: ] વત્સલભાવયુક્ત (વત્સલભાવ સહિત ) [ સમ્યગ્દષ્ટિ: ] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
6
ટીકા:- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સભ્યપણે દેખતો ( –અનુભવતો ) હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે, તેથી તેને માર્ગની *અનુપલબ્ધિથી થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ:- વત્સલપણું એટલે પ્રીતિભાવ. જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ ૨સ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.
સમયસાર ગાથા ૨૩૫ : મથાળુ
હવે વાત્સલ્યગુણની ગાથા કહે છેઃ
* ગાથા ૨૩૫ : ટીકા ઉપરનું પ્રવચન *
કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે’
* અનુપલબ્ધિ = પ્રત્યક્ષ ન હોવું તે; અજ્ઞાન; અપ્રાપ્તિ.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #539
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૩૫ ]
[ પર૩ અહા ! સમ્યગ્દષ્ટિ-ધર્મની શરૂઆતવાળો જીવ-કોને કહીએ? કે જેને એક જ્ઞાયકભાવમયપણાની દૃષ્ટિ છે તે સમ્યગ્દષ્ટિ છે. ધર્મીની દષ્ટિ એક જ્ઞાયકભાવ ઉપર જ હોય છે, તેની દષ્ટિ નિમિત્ત કે રાગ ઉપર નથી. એનો અર્થ જ એ છે કે નિમિત્તથી (ઉપાદાનમાં) કાર્ય થાય કે રાગથી વ્યવહારથી નિશ્ચય થાય એવું છે જ નહિ. અહા ! ધર્મીની ધર્મદષ્ટિ છે તો પર્યાય પણ તે પર્યાયનો વિષય ત્રિકાળી એક જ્ઞાયકભાવ છે. આવો જૈનધર્મ બહુ ઝીણો છે, ભાઈ !
કહે છે-“સમ્યગ્દષ્ટિ, એક જ્ઞાયકભાવમયપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યપણે દેખતો (અનુભવતો ) હોવાથી...”
જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને અહીં “સાધુ-સાધક 'ત્રય કહ્યા છે. પાઠમાં ‘તિ ઝું સાહૂણ' એમ છે ને ? એટલે કે એ રત્નત્રય “સાધુ-સાધક 'ત્રય છે. પોતાનો જે ત્રિકાળી એક જ્ઞાયકભાવ છે તેનાં શ્રદ્ધાન-જ્ઞાન ને ચારિત્ર એ ત્રણ સાધકો છે. અહા ! આત્માની પરમાનંદરૂપ જે મુક્તિ તેનું સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર સાધન છે. લ્યો, અહીં તો આ સાધન કહ્યું છે. એક જ્ઞાયકભાવમય નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્માને ધ્યેયમાં લેતાં સમકિતીને જે જ્ઞાન-દર્શન-ચારિત્રની સાધકદશા છે તે પૂર્ણાનંદરૂપ મોક્ષનું સાધન છે એમ કહે છે. આમાં તો નિમિત્ત સાધન ને વ્યવહાર સાધન છે એ વાત જ ઉડાવી દીધી છે.
અહા ! વસ્તુ છે એ તો ત્રિકાળ એક શાકભાવપણે છે. અને તેનો અનુભવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પર્યાય છે. અહીં કહે છે-જ્ઞાની એક જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી-આત્માથી અભેદપણે-એકપણે અનુભવે છે. આવી વાતુ! કોઈ દિ' સાંભળી ન હોય એટલે થાય કે શું આવો જૈનધર્મ! એમ કે દયા પાળવી, તપસ્યા કરવી, ભક્તિ-પૂજા કરવી ઇત્યાદિ તો જૈનધર્મમાં છે પણ આ કેવો ધર્મ ! અરે ભાઈ ! દયા આદિ તો બધી રાગની ક્રિયાઓ છે, તે કાંઈ જૈનધર્મ નથી. જૈનધર્મ તો એક જ્ઞાયકભાવનાં જ્ઞાન-શ્રદ્ધાન-આચરણને પોતાનાથી એકપણે અનુભવવાં તે છે. આનું નામ મોક્ષમાર્ગ અને આનું નામ ધર્મ છે.
પણ આનાથી કોઈ સહેલો માર્ગ છે કે નહિ?
અરે ભાઈ ! પોતાના સહજાન્મસ્વરૂપમાં થઈ શકે તે આ સહજ અને સહેલો માર્ગ છે. અનંતકાળમાં તેં કર્યો નથી એટલે કઠણ લાગે છે પણ માર્ગ તો આ જ છે. જુઓને ! કહે છે કે-ધર્મી જીવ, એક જ્ઞાયકભાવપણાને લીધે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની જે પરિણતિ સ્વાશ્રયે પ્રગટ થઈ તેને પોતાથી એકપણે-અભેદબુદ્ધિએ અનુભવે છે.
એ તો ૧૬ મી ગાથામાં આવ્યું નહિ? કે-વંસTIMવરિતાળિ સેવિગ્વાળિ સાદુI fષ્ય'—જે સ્વદ્રવ્યના આશ્રયે દર્શન, જ્ઞાન ને ચારિત્ર છે અર્થાત્ સમ્યગ્દર્શન
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #540
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ જ્ઞાન-ચારિત્ર છે તેને સેવવાં. ‘તાનિ પુ િનાબ તિfoળ વિ ગપ્પા '–તે ત્રણેય એક આત્મા જ છે. તે ત્રણેય થઈને આત્મા-એકત્વ છે. અહા ! આત્માના એકપણાનો અનુભવ તે જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો અભેદબુદ્ધિએ અનુભવ છે. ઝીણી વાત છે ભાઈ ! ભગવાન કેવળીનો કહેલો મારગ બહુ સૂક્ષ્મ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર છે તો પર્યાય પણ તે પર્યાયનું લક્ષ્ય-ધ્યેય ત્રિકાળી ધ્રુવ છે.
અહા! કહે છે-“સમ્યગ્દષ્ટિ... સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ સમ્યકપણે દેખતો (–અનુભવતો) હોવાથી, માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે અતિ પ્રીતિવાળો છે.' અહા ! થોડા શબ્દોમાં, જુઓ તો ખરા, આ મુનિવરોએ કેટલું ભર્યું છે! અહાહા...! પોતાના એક જ્ઞાયકભાવસ્થિત દર્શન-જ્ઞાન-ચારિત્રને પોતાથી અભેદબુદ્ધિએ અનુભવવાં તે માર્ગવત્સલતા છે. આનું નામ વાત્સલ્ય કે મોક્ષમાર્ગ પ્રત્યે અત્યંત પ્રેમ છે એમ કહેવામાં આવે છે.
' અરે ભાઈ ! આ જે સુંદર રૂપાળાં કાંતિવાળાં શરીર દેખાય છે તેની તો ક્ષણમાં બાપા ! રાખ થઈ જશે. એમાં તો ધૂળેય (માલ) નથી. અહીં કહે છે-એનો પ્રેમ છોડ, રાગનોય પ્રેમ છોડ ને એક સમયની પર્યાયનો પણ પ્રેમ છોડ; અને એક જ્ઞાયકભાવથી નાતો જોડ. ત્યારે તને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રનો પોતાથી એત્વનો અનુભવ થશે અને તે માર્ગવત્સલતા છે એમ કહે છે.
અહા! ધર્મ માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગ પ્રત્યે પ્રીતિવાળો છે. એટલે શું? કે ચિદાનંદ સહજાનંદસ્વરૂપ ભગવાન આત્માનું અંદર જ્ઞાન થઈને જે પ્રતીતિ થઈ છે, તેનું જે જ્ઞાન થયું છે અને તેમાં જે રમણતા-લીનતા થઈ છે તેને ધર્મી સ્વપણે-એકપણે પોતામાં અનુભવે છે, અને તેને મોક્ષમાર્ગ પ્રત્યે અત્યંત પ્રીતિવાળો છે એમ કહે છે. હવે આવું કદી સાંભળ્યું ન હોય તે બિચારા શું કરે? પરમાં ને શુભરાગમાં પ્રેમ કરે; પણ પરમાં ને રાગમાં પ્રેમ કરવો એ તો વ્યભિચાર છે.
અહા! શુભરાગનો પ્રેમ એ તો વેશ્યાના પ્રેમ જેવો છે. પ્રવચનસારમાં (ગાથા ૨૭૯માં) “અભિસારિકા' શબ્દ આવે છે. પરપુરુષ જે પ્રેમી છે તેને મળવા જનારી સ્ત્રીને “અભિસારિકા' કહે છે. એમ જે પોતાના શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપને છોડીને રાગમાં પ્રેમ કરે છે તે અભિસારિકા સમાન વ્યભિચારી છે, અને ત્રિલોકનાથ સચ્ચિદાનંદમય પોતાના ભગવાનમાં જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિ એકરૂપ કરે છે તે માર્ગવત્સલ અર્થાત્ મોક્ષમાર્ગમાં અત્યંત પ્રીતિવાળો છે એમ કહે છે. ધર્મીને તો રાગ ને નિમિત્તનો પ્રેમ છૂટી ગયો છે. તેને તો એક સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયની જ ભાવના-પ્રેમ છે. હવે આવું ઝીણું પડે એટલે અજ્ઞાની દયા, દાન, ભક્તિ, વ્રત, તપ આદિના શુભરાગમાં રોકાઈ જાય છે પણ ભાઈ ! રાગમાં રોકાઈ રહેવું એ તો મિથ્યાત્વ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #541
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-ર૩૫ ]
[ પ૨૫ ભાવ છે. પોતાના શાયકભાવમાં અભેદપણે-એકપણે દષ્ટિ, જ્ઞાન ને રમણતા કરવી એ જ સમ્યભાવ છે અને એ જ ધર્મવત્સલતા છે. સમજાણું કાંઈ....?
હવે કહે છે તેથી તેને માર્ગની અનુપલબ્ધિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.'
અહા! જેને ભગવાન આત્માના સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની ભાવના વર્તે છે તેને માર્ગનું વાત્સલ્ય છે અને તેથી માર્ગની અનુપલબ્ધિના કારણે જે બંધ થતો હતો તે હવે થતો નથી. “અનુપલબ્ધિ '—એટલે પ્રત્યક્ષ ન હોવું તે, અપ્રત્યક્ષપણું. અહા! શુદ્ધ ચૈતન્યઘન સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માને જે પ્રત્યક્ષ મતિ-શ્રુતજ્ઞાનમાં પ્રત્યક્ષ-વેદે છે, અનુભવે છે તેને આત્માનું અપ્રત્યક્ષપણું રહેતું નથી. અહા! ભગવાન આત્માનું તેના સમ્યગ્દર્શનજ્ઞાન-ચારિત્રના પરિણમનમાં ધર્મીને પ્રત્યક્ષપણું થયું છે એમ કહે છે અને તેથી તેને આત્મા પ્રત્યક્ષ ન હોય એવી અનુપલબ્ધિની દશા રહી નથી. તેથી તેને બંધ નથી, પરંતુ નિર્જરા જ છે. સહેજ ઉદયનો ભાવ આવે, પણ અંદર મોક્ષમાર્ગ પ્રતિ વત્સલતા વર્તે છે તેથી તેને ઉદય નિર્જરી જાય છે. આવી વાત ભાઈ ! મારગ ભગવાનનો સાવ જુદો છે.
અહા ! જેમ અફીણીયો અફીણ પીવે ને એને ખુમારી ચઢી જાય છે તેમ અહીં કહે છે–અમે મોક્ષમાર્ગની પ્રીતિના પ્યાલા પીધા છે, હવે અમને આત્માની લગની અને મોક્ષમાર્ગની લગની છૂટશે નહિ એવી ખુમારી ચડી ગઈ છે. અહીં કહે છે-હે ભાઈ ! તારે પ્રેમ જ કરવો છે તો અંદરમાં જા ને મોક્ષમાર્ગનો પ્રેમ કર. આ સ્વાશ્રયે પ્રગટ થયેલાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ તારાં સાધર્મી-સાધન છે; તેનો પ્રેમ કર એમ કહે છે. બાકી ધર્મીને અન્ય સાધર્મી પ્રત્યે જે પ્રેમ છે તે વ્યવહાર છે. અજ્ઞાનીને તો વ્યવહારેય નથી. આવો મારગ આકરો બાપા! અજાણ્યો છે ને? તો આકરો લાગે છે પણ મારગ આ જ છે. પરથી ભિન્નતા ને સ્વમાં એકતા કરવી એ જ મારગ છે.
* ગાથા ૨૩૫ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “વત્સલપણું એટલે પ્રીતિભાવ.'
જુઓ, ગાયને વાછરડા પ્રતિ ખૂબ પ્રીતિ હોય છે. વાછરડું કાંઈ મોટું થઈને ઘાસપાણી લાવી દે ને ગાયને ખવરાવે-પીવડાવે એવું કાંઈ નથી. છતાં ગાયને વાછરડા પ્રત્યે બેહદ પ્રેમ હોય છે. એક બાજુ સિંહ આવે તોય, પોતાના બચ્ચાના પ્રેમ આગળ, સિંહુ પોતાને હમણાં મારી નાખશે એની દરકાર કર્યા વિના, તેની સામે માથું મારે છે. જુઓ, આવો જ કોઈ કુદરતી પ્રેમ ગાયને વાછરડા પ્રત્યે હોય છે. તેમ અહીં કહે છે–ધર્મીને મોક્ષમાર્ગ પ્રતિ અતિશય-બેહદ વત્સલતા હોય છે; અહા! દુનિયાના સર્વ ભોગો પ્રતિ તેને રસ ઉડી ગયો છે. અહા ! રોજ લાખો-કરોડોની પેદાશ થતી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #542
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પર૬ ]
ચન રત્નાકર ભાગ-૭ હોય, લક્ષ્મીના ગંજ થતા હોય તોપણ ધર્મીને તેમાં પ્રેમ નથી. એની તો પ્રેમનીસચિની દિશા જ બદલી ગઈ છે. અહો ! દર્શનશુદ્ધિ કોઈ અજબ ચીજ છે ! એની પ્રગટતા થતાં જીવની રુચિની દિશા પલટી જાય છે; પરમાંથી ખસી તેની રુચિ સ્વમાં જાગ્રત થાય છે.
જ્ઞાનીને ચારિત્રમોહ સંબંધી દોષ હોય, પણ દર્શનશુદ્ધિ હોવાથી તેને પરપદાર્થોમાં મૂઢતા નથી હોતી. જુઓ, શ્રેણીક રાજા ક્ષાયિક સમકિતી હતા. અપાર રાજ્યવૈભવ અને અનેક રાણીઓ હતી. પણ અંતરમાં મોક્ષમાર્ગની-શુદ્ધ રત્નત્રયની રુચિ હતી, રાજ્યમાં ને રાણીઓમાં પ્રેમ (મૂઢતા) ન હતો. અહા ! જ્ઞાનીને અહીં (આત્મામાં) જેવો પ્રેમ હોય છે તેવો ત્યાં (પરમાં, બહારમાં) પ્રેમ નથી. અજ્ઞાનદશામાં એથી ઉલટું હોય છે.
તો રામચંદ્રજીને રાગનો રાગ હતો કે નહિ?
સમાધાન- ના; રામચંદ્રજીને રાગનો રાગ ન હતો. રામચંદ્રજી જંગલમાં સર્વત્ર પૂછતા-મારી સીતા, મારી સીતા.. જોઈ? છતાં તે રાગ અસ્થિરતાનો હતો, રાગનો રાગ ન હતો.
જુઓ, સીતાજી પતિવ્રતા હતાં. રામ સિવાય સ્વપ્નય તેમને બીજો કોઈ વિકલ્પ ના હતો. રાવણ જ્યારે તેમને ઉપાડી જતો હતો ત્યારે-અહા! આ મને ઉપાડી જાય છે તો મારે આ આભૂષણોથી શું કામ છે? –એમ વિચારી સીતાજીએ આભૂષણો નીચે નાખી દીધાં. જોયું? નજરમાં રામ હતા તો બીજી કોઈ ચીજ વહાલી લાગી નહિ. તેમ ધર્મીને નજરમાં-દષ્ટિમાં-રુચિમાં આત્મા છે તો તેને જગતમાં બીજી કોઈ ચીજ વહાલી હોતી નથી. ઇન્દ્રપદ કે ચક્રવર્તીનાં પદ તેને વહાલાં નથી. અહા ! અંદર દર્શન, જ્ઞાન ને સ્વરૂપાચરણ જેને પ્રગટયાં છે તેને બધેયથી પ્રેમ ઉડી ગયો છે. ગજબ વાત છે ભાઈ ! આવે છે ને કે
“ચક્રવર્તીકી સંપદા, અરુ ઇન્દ્ર સરિખા ભોગ,
કાગવિટુ સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ.” અહા ! ધર્મીને જગત આખું તુચ્છ ભાસે છે. શ્રીમદે કહ્યું છે ને કે “જગત ઈષ્ટ નહિ આત્મથી.” જેને આત્મા ઈષ્ટ થયો તેને જગત ફીકું-ફચ લાગે છે. સમજાણું કાંઈ..?
જુઓ, કોઈ મકાન કરોડો અબજોની સામગ્રીથી ભર્યું ભર્યું હોય ને તેમાં મડદું રાખ્યું હોય તો તે મડદાને એ સામગ્રીથી શું કામ છે? તેને જે કાંઈ ? તેમ ભગવાન આત્મા ચૈતન્યપરમેશ્વર પ્રભુનાં પ્રતીતિ-જ્ઞાન ને રમણતાની પ્રીતિ જેને થઈ છે તે જ્ઞાની બહારની અનેકવિધ સામગ્રીમાં ઊભો હોય તોપણ સામગ્રી પ્રત્યે તે મડદા જેવો ઉદાસ-ઉદાસ-ઉદાસ છે. અહા ! અત્યારે તો અજ્ઞાનીઓએ મારગ આખો વીંખી નાખ્યો છે!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #543
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૨૭
સમયસાર ગાથા-૨૩પ ] આ કરવું ને તે કરવું-એમ બહારનું કરવા ઉપર બધા ચડી ગયા છે. પણ ભાઈ ? એમાં જન્મ-મરણ રહિત થવાનું શું છે? જેનાથી જન્મ-મરણ રહિત ન થવાય તે કરવું શું કામનું?
અહીં કહે છે-“વત્સલપણું એટલે પ્રીતિભાવ.' જે જીવ મોક્ષમાર્ગરૂપી પોતાના સ્વરૂપ પ્રત્યે પ્રીતિવાળો-અનુરાગવાળો હોય તેને માર્ગની અપ્રાપ્તિથી થતો બંધ નથી, કર્મ રસ દઈને ખરી જતાં હોવાથી નિર્જરા જ છે.' હવે આઠમો ગુણધર્મીની નિ:શંકાદિ આઠ દશા છે તેમાં હવે પ્રભાવના ગુણની વાત કહેશે.
[ પ્રવચન નં. ૩૦૬
*
દિનાંક ૩૦-૧-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #544
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૩૬
विज्जारहमारूढो मणोरहपहेसु भमइ जो चेदा। सो जिणणाणपहावी सम्मादिट्ठी मुणेदव्वो।। २३६ ।।
विद्यारथमारूढ: मनोरथपथेषु भ्रमति यश्चेतयिता। स जिनज्ञानप्रभावी सम्यग्दृष्टिातव्यः।। २३६ ।।
હવે પ્રભાવના ગુણની ગાથા કહે છે:
ચિખૂર્તિ મન-૨થપંથમાં વિધારથારૂઢ ઘૂમતો, તે જિનાજ્ઞાનપ્રભાવકર સમકિતદષ્ટિ જાણવો. ૨૩૬.
ગાથાર્થ - [: વેતયિતા] જે ચેતયિતા [ વિદ્યારથર્ મારુઢ:] વિઘારૂપી રથમાં આરૂઢ થયો થકો (-ચડ્યો થકો) [ મનોરથuથેy] મનરૂપી રથ-પંથમાં ( અર્થાત્ જ્ઞાનરૂપી જે રથને ચાલવાનો માર્ગ તેમાં) [ શ્રમતિ] ભ્રમણ કરે છે, [૧] તે [વિજ્ઞાનપ્રમાવી] જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો [ સભ્ય:] સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો.
ટીકા- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા-વિકસાવવા-ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી, પ્રભાવના કરનાર છે, તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહિ વધારવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.
ભાવાર્થ- પ્રભાવના એટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કરે છે–વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે. તેને અપ્રભાવનાકૃત કર્મબંધ નથી, કર્મ રસ દઈને ખરી જાય છે તેથી નિર્જરા જ છે.
આ ગાથામાં નિશ્ચયપ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર, વન વગેરેમાં ફેરવી વ્યવહારપ્રભાવના કરવામાં આવે છે, તેમ જે વિદ્યારૂપી (જ્ઞાનરૂપી) રથમાં આત્માને સ્થાપી મનરૂપી ( જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દષ્ટિ છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે.
આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને નિઃશંકિત આદિ આઠ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #545
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ૨૯
સમયસાર ગાથા-૨૩૬ ]
(મંવાઝાન્તા) रुन्धन बन्धं नवमिति निजैः सङ्गतोऽष्टाभिरङ्गैः प्राग्बद्धं तु क्षयमुपनयन् निर्जरोज्जृम्भणेन।
ગુણો નિર્જરાનાં કારણ કહ્યા. એવી જ રીતે અન્ય પણ સમ્યકત્વના ગુણો નિર્જરાનાં કારણ જાણવા.
આ ગ્રંથમાં નિશ્ચયનયપ્રધાન કથન હોવાથી નિઃશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ (સ્વ-આશ્રિત સ્વરૂપ) અહીં બતાવવામાં આવ્યું છે. તેનો સંક્ષેપ (સારાંશ) આ પ્રમાણે છે-જે સમ્યગ્દષ્ટિ આત્મા પોતાનાં જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ અથવા સંદેહયુક્ત ન થાય, તેને નિઃશંકિત ગુણ હોય છે. ૧. જે કર્મના ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિઃકાંક્ષિત ગુણ હોય છે. ૨. જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે, તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે. ૩. જે સ્વરૂપમાં મૂઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે, તેને અમૂઢદષ્ટિ ગુણ હોય છે. ૪. જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડ, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપગૂઠુન ગુણ હોય છે. ૫. જે સ્વરૂપથી શ્રુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ હોય છે. ૬. જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, તેને વાત્સલ્ય ગુણ હોય છે. ૭. જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે-પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે. ૮. આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા નથી. વળી આ ગુણોના સદ્દભાવમાં, ચારિત્રમોહના ઉદયરૂપ શંકાદિ પ્રવર્તે તોપણ તેમની (–શંકાદિની) નિર્જરા જ થઈ જાય છે, નવો બંધ થતો નથી; કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.
સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોહના ઉદયનિમિત્તે સમ્યગ્દષ્ટિને જે બંધ કહ્યો છે તે પણ નિર્જરારૂપ જ (-નિર્જરા સમાન જ) જાણવો કારણ કે સમ્યગ્દષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે; તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી તે આગામી બંધારૂપ નથી, નિર્જરારૂપ જ છે. જેવી રીતે-કોઈ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી, વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઈ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત સમયે ધણીને આપી દે છે; નિયત સમય આવતાં સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડયું રહે તોપણ તે પ્રત્યે મમત્વ નહિ હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી, ધણીને દઈ દીધા બરાબર જ છે, તેવી જ રીતે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #546
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩૦ ]
ચન રત્નાકર ભાગ-૭ सम्यग्दृष्टि: स्वयमतिरसादादिमध्यान्तमुक्तं ज्ञानं भूत्वा नटति गगनाभोगरज विगाह्य।। १६२।।
-જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી માટે તે મોજૂદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું.
આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહારમોક્ષમાર્ગ પર નીચે પ્રમાણે લગાવવાઃ- જિનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ, તે નિઃશંકિતપણું છે. ૧. સંસાર -દેવુંભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહારમોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિષ્કાંક્ષિતપણું છે. ૨. અપવિત્ર, દુર્ગધવાળીએવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે. ૩. દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ-ઇત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદષ્ટિ છે. ૪. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગૃહન અથવા ઉપબૃહણ છે. ૫. વ્યવહારમોક્ષમાર્ગથી ટ્યુત થતા આત્માને સ્થિત કરવો તે સ્થિતિકરણ છે. ૬, વ્યવહારમોક્ષમાર્ગમાં પ્રવર્તનાર પર વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે. ૭. વ્યવહારમોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડ ઉદ્યોત કરવો તે પ્રભાવના છે. ૮. આ પ્રમાણે આઠ ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહારસ્વરૂપની ગૌણતા છે. સમ્યજ્ઞાનરૂપ પ્રમાણદષ્ટિમાં બન્ને પ્રધાન છે. સ્યાદ્વાદમતમાં કાંઈ વિરોધ નથી.
હવે, નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર જે સમ્યગ્દષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકાર પૂર્ણ કરે છે:
શ્લોકાર્થ- [તિ નવમ વન્યું રુશ્વન] એ પ્રમાણે નવીન બંધને રોકતો અને [ નિને. ગામ: અ સત: નિર્નર –૩ઝુમ્મથેન પ્રાર્દુ તુ ક્ષય ઉપનયન] (પોતે) પોતાનાં આઠ અંગો સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો [ સfe] સમ્યગ્દષ્ટિ જીવ [સ્વયમ્] પોતે [તિરસા ] અતિ રસથી (અર્થાત્ નિજરસમાં મસ્ત થયો થકો ) [ ગારિ–મધ્ય-અન્તમુ$ જ્ઞાન મૂત્વી] આદિ-મધ્યઅંત રહિત (સર્વવ્યાપક, એકપ્રવાહરૂપ ધારાવાહી) જ્ઞાનરૂપ થઈને [૧ન–સામો – વિITહ્ય] આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને (અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને) [નતિ] નૃત્ય કરે છે.
ભાવાર્થ- સમ્યગ્દષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વ બંધનો નાશ થાય છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #547
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૩૧
इति निर्जरा निष्क्रान्ता।
તેથી તે ધારાવાહી જ્ઞાનરૂપી રસનું પાન કરીને, જેમ કોઈ પુરુષ મધ પીને મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં નૃત્ય કરે તેમ, નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે.
પ્રશ્ન:- સમ્યગ્દષ્ટિને નિર્જરા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યા છો. પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતીકર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય-એ ગુણોનો ઘાત પણ વિધમાન છે. ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો તો મિથ્યાદષ્ટિને મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ પણ કેમ ન મનાય ?
સમાધાનઃ- બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય જ છે; અને સમ્યગ્દષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે. ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે તથા મિથ્યાત્વ-અનંતાનુબંધી સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિકર્મોની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિઅનુભાગવાળો બંધ તેમ જ બાકીની અઘાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તોપણ જેવો મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત થાય છે તેવો નથી થતો. અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે; તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે? વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડા રહેવાની અવધિ કેટલી? માટે આ અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની-અજ્ઞાની હોવા વિષે જ પ્રધાન કથન છે. જ્ઞાની થયા પછી જે કાંઈ કર્મ ૨હ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં. નીચેના દષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવું. કોઈ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઈ તેથી તે મહેલમાં રહેવા ગયો. જોકે તે મહેલમાં ઘણા દિવસનો કચરો ભર્યો હતો તોપણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઈ ગયો. હવે કચરો ઝાડવાનો છે તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડે છે. જ્યારે બધો કચરો ઝડાઈ જશે અને મહેલ ઉજ્જ્વળ બની જશે ત્યારે તે પરમાનંદ ભોગવશે. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું. ૧૬૨.
ટીકાઃ- આ પ્રમાણે નિર્જરા (રંગભૂમિમાંથી ) બહાર નીકળી ગઈ.
ભાવાર્થ:- એ રીતે, નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઈ.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #548
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ समयसारव्याख्यायामात्मख्यातौ
૫૩૨ ]
इति निर्जराप्ररूपकः षष्ठोऽङ्कः।।
श्रीमदमृतचन्द्रसूरिविरचितायां
સમ્યકવંત મહંત સદા સમભાવ ૨હૈ દુઃખ સંકટ આયે, કર્મ નવીન બંધૈ ન તયૈ અર પૂરવ બંધ ઝડૈ વિન ભાયે; પૂરણ અંગ સુદર્શનરૂપ ધરૈ નિત જ્ઞાન બઢે નિજ પાયે, યોં શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાયે.
આમ
શ્રી સમયસારની (શ્રીમદ્દભગવકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર ૫૨માગમની ) શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં નિર્જરાનો પ્રરૂપક છઠ્ઠો અંક સમાપ્ત થયો.
*
*
સમયસાર ગાથા ૨૩૬ : મથાળુ
હવે પ્રભાવના ગુણની ગાથા કહે છેઃ
*
* ગાથા ૨૩૬ : ગાથાર્થ ઉ૫૨નું પ્રવચન *
.
જુઓ, આમાં ‘ લેવા’ નામ ચૈતયિતા શબ્દ છે.
‘ જે ચેતિયતા ’–અહા ! સમ્યગ્દષ્ટિ ચેતિયતા છે. જાણગ-જાણગસ્વભાવી ભગવાન આત્માને જાણે દેખે તે સમ્યગ્દષ્ટિ ચૈતતિયતા છે.
અહા! કહે છે–‘જે ચેતિયતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો ‘મનોરથપથેપુ’ મનરૂપી રથ–પંથમાં ભ્રમણ કરે છે તે ‘નિનજ્ઞાનપ્રમાવી’ જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યગ્દષ્ટિ જાણવો.'
અહા ! સમ્યગ્દષ્ટિ વિધારૂપી રથમાં કહેતાં સમ્યજ્ઞાનરૂપી રથમાં આરૂઢ થયો છે, અને તે જ્ઞાનરૂપી રથને ચાલવાનો જે માર્ગ તેમાં ભ્રમણ કરે છે. અહા! ભગવાન આત્માનું-ત્રિકાળી શાશ્વત વિદ્યમાન પદાર્થનું-જ્ઞાન થવું તે યથાર્થ જ્ઞાન અર્થાત્ જિનજ્ઞાન છે. આત્મા પોતે જિનસ્વરૂપ છે ને? તો નિજસ્વરૂપ નિજ આત્માનું જ્ઞાન થવું તે જ્ઞાન છે, વિધા છે. અહા ! આ વકીલાત ને ડોક્ટરીનું જે લૌકિક જ્ઞાન તે જ્ઞાન નથી; એ તો અજ્ઞાન છે, મિથ્યાજ્ઞાન છે.
પણ તે જ્ઞાનથી પૈસા તો કમાય છે ને ?
ધૂળેય કમાતો નથી સાંભળને. શું જ્ઞાનથી પૈસા કમાય ? અરે ભાઈ ! પૈસા તો જડ ધૂળ-માટી છે. એને જ્ઞાન શું કમાય ? જ્ઞાન નામ આત્મા તો એને (પૈસાને ) અડેય નહિ. પૈસાનો સંયોગ તો પૈસાના કારણે છે, તે કાંઈ જ્ઞાનને કારણે આવે છે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #549
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૩૩ એમ છે જ નહિ. જોતા નથી ? સાવ મૂર્ખ જેવાઓને પણ અઢળક ધનનો સંયોગ હોય છે.
અહીં કહે છે–સમ્યજ્ઞાનરૂપી રથપંથમાં વિહરતો જ્ઞાની જિનજ્ઞાનપ્રભાવી અર્થાત્ વીતરાગવિજ્ઞાનનો પ્રભાવ કરનારો છે. વીતરાગવિજ્ઞાન એટલે પોતાનું વીતરાગી જ્ઞાન હોં. અહા! ધર્મી જીવ જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો છે અર્થાત્ સ્વ-આશ્રયે પ્રગટ થતું જે વીતરાગવિજ્ઞાન તેની તે પ્રભાવના કરનારો છે. આવો મારગ છે.
તો તે બહારની પ્રભાવના કરે છે કે નહિ?
ના; બહા૨નું કોણ કરે? ધર્મીને એવો વિકલ્પ આવે પણ એ તો રાગ છે. અહા! મોટા ગજરથ ચલાવવાનો ભાવ આવે તે શુભરાગ છે. (તેને પ્રભાવના કહેવી એ તો ઉપચારમાત્ર છે.) વળી તેમાં (શુભરાગમાં) જો કોઈ અભિમાન કરે કે અમે આ પ્રભાવના કરી તો તે મિથ્યાત્વ છે. ભાઈ! જ્ઞાની તો રાગનો કર્તા જ થતો નથી ને; ત્યાં એ બાહ્ય પ્રભાવના કરે છે એમ કયાં રહ્યું?
તો લોકો કહે છે ને ?
લોક તો કહે; આ કહેતા નથી ? કે ‘લોક મૂકે પોક.' લોકને શું ભાન છે? મોટા વકીલ–બેરિસ્ટર હોય કે દાક્તર હોય કે ઇજનેર હોય, આત્માના ભાન વિનાના તે બધા જ અજ્ઞાની છે.
જુઓ, તો ખરા! અહીં ભાષા કેવી લીધી છે? કે ધર્મી ‘જિનજ્ઞાનપ્રભાવી ' છે. એટલે શું? કે જિન નામ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા પોતે છે તેનું જ્ઞાન નામ વીતરાગવિજ્ઞાનરૂપ નિર્મળ દશાની ધર્મી પ્રભાવના કરનારો છે. જિનજ્ઞાન અર્થાત્ જિનેશ્વરનું જ્ઞાન એમ કીધું છે ને? મતલબ કે ભગવાન આત્મા પોતે જિનેશ્વર છે અને તેનું જ્ઞાન તે જિનેશ્વરનું જ્ઞાન છે, અને ધર્મી તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો છે. આ બહારનું શાસ્ત્રજ્ઞાન કે બીજું લૌકિક જ્ઞાન છે તે કાંઈ જિનજ્ઞાન નથી. આત્મજ્ઞાન તે જિનજ્ઞાન છે, ને ધર્મી પુરુષ તેની પ્રભાવના કરે છે.
પણ ધર્મી બીજાને જ્ઞાન થાય એમ બહારમાં પ્રભાવના તો કરે ને ?
અરે ભાઈ! પર સાથે શું સંબંધ છે? પરને જ્ઞાન થાય એ કોણ કરે ? એ તો ધર્મીને ઉપદેશાદિનો બાહ્ય પ્રભાવનાનો વિકલ્પ આવે, પણ એ તો શુભરાગ છે, બંધનું કારણ છે; એ કાંઈ જિનેશ્વરનું જ્ઞાન નથી. અહીં કહે છે-ભગવાન આત્મા પોતે જિનેશ્વર પરમેશ્વર એકલા જ્ઞાનાનંદરસનો સમુદ્ર છે; તેનું અંતર્મુખાકાર જ્ઞાન તે જિનેશ્વરનું જ્ઞાન છે અને તેની પ્રભાવના નામ પ્રકૃષ્ટપણે ભાવના કરનારો સમ્યગ્દષ્ટિ-ધર્મી છે. આવો મારગ બહુ ઝીણો છે ભાઈ! અજ્ઞાનીને આમાં એકાંત લાગે છે પણ ભાઈ! સ્વ-આશ્રય વિના બીજી રીતે વ્યવહારથી-રાગથી જિનમાર્ગપ્રભાવના થાય છે એમ
નહિ.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #550
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩૪ ]
ચિન રત્નાકર ભાગ-૭ * ગાથા ૨૩૬ : ટીકા ઉપરનું પ્રવચન * કારણ કે સમ્યગ્દષ્ટિ,...'
જુઓ, હું નિત્યાનંદસ્વરૂપ ત્રિકાળી ધ્રુવ એક જ્ઞાયકભાવમય આત્મા છું એમ પોતાના ત્રિકાળી સની જેને દષ્ટિ થઈ છે તે સત્-દષ્ટિ નામ સમ્યગ્દષ્ટિ છે. અહા! જેની દિષ્ટિમાં પોતાનો પૂરણ ચૈતન્યમહાપ્રભુ આત્મા આવ્યો તે સમ્યગ્દષ્ટિ છે. તો કહે છે
“સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે....”
અહા ! ધર્મીને અખંડ એક જ્ઞાયકભાવ પર જ દૃષ્ટિ છે. દુનિયામાં જે બહારમાં (દયા, દાન, વ્રત, ભક્તિ આદિ) કરાય છે તે આમાં મળે નહિ તથા ધર્મીના અંતરમાં જે જ્ઞાનની અંતઃક્રિયા થાય છે તેને અજ્ઞાની અંતરમાં જાણે નહિ; શું થાય? પરમાર્થ વચનિકામાં આવે છે કે-અજ્ઞાનીને બાહ્યક્રિયારૂપ આગમ-અંગ સાધવું સહેલું છે તેથી તે દયા, દાન, વ્રત, ભક્તિ આદિ બાહ્ય ક્રિયાઓ કરે છે પરંતુ તે અધ્યાત્મઅંગના વ્યવહારને જાણતો સુદ્ધાં નથી. અહા! અંતરમાં શુદ્ધ સ્વરૂપના આશ્રયે જે આત્માનાં શ્રદ્ધાન, જ્ઞાન ને રમણતા પ્રગટ થાય તે અધ્યાત્મનો વ્યવહાર છે. અજ્ઞાની આવા અધ્યાત્મવ્યવહારને જાણતો પણ નથી.
પણ અંદર ધર્મ પ્રગટયો તેનું માપ તો બાહ્ય વ્યવહારથી નીકળે ને?
અરે ભાઈ ! અંદર અધ્યાત્મક્રિયાનું માપ બાહ્ય વ્યવહારથી-રાગથી કેમ નીકળે? બાહ્ય વ્યવહાર-વ્યવહારરત્નત્રય પણ-રાગ છે, જડ છે, અજીવ છે. એનાથી ચૈતન્યની ધર્મક્રિયાનું માપ કેમ નીકળે ? બીલકુલ ન નીકળે. ધર્મ પ્રગટયો તેનું માપ તો જ્ઞાયકપણાની પરિણતિ જ છે. બીજું કાંઈ એનું માપ છે જ નહિ. લોકોને થાય કે આ સોનગઢથી નવું કાઢયું છે, પણ ભાઈ ! આ તો અનાદિનું છે. આ શાસ્ત્રમાં તો બધું છે, જો ને? અરે ભાઈ ! શાસ્ત્રમાં વ્યવહાર (ગુણસ્થાન પ્રમાણે) જેમ છે તેમ બતાવ્યો છે પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ એમાં ક્યાં છે? બાપુ? વ્યવહારને જાણનારો (આત્મા) તો એનાથી ભિન્ન જ છે, અન્યથા વ્યવહારને જાણે કોણ? (માટે જ્ઞાન વ્યવહારને-રાગને જાણે છે, પણ વ્યવહાર-રાગ જ્ઞાનને માપતું-જાણતું નથી). સમજાણું કાંઈ...
અહીં કહે છે-“સમ્યગ્દષ્ટિ,... જ્ઞાનની સમસ્ત શક્તિને પ્રગટ કરવા વિકસાવવા – ફેલાવવા વડે પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે.”
અહા! ભગવાન આત્મા એકલા જ્ઞાનનો પુંજ પ્રભુ છે. તેના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનની પવિત્ર દશા તે જ્ઞાનનું વિકાસપણું-ફેલાવાપણું છે. જ્ઞાની સમસ્ત શક્તિને પ્રગટ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #551
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૩૫
કરવા-વિકસાવવા પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે. વર્તમાનમાં જ્ઞાનની અંશરૂપ પ્રગટતા છે; હવે તે સમસ્ત શક્તિને પ્રગટ કરવા-ફેલાવવા જ્ઞાની પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનાર છે. આવી વ્યાખ્યા છે!
અહા ! લોકમાં તો મોટા ગજરથ કાઢે ને પાંચ-પચાસ લાખના ખર્ચા કરે તો લોકો ‘ સંઘવી ’નું પદ આપે. પણ એમાં તો ધૂળેય નથી સાંભળને. એમાં તો કદાચ શુભરાગ હોય તો પુણ્ય થાય; પણ જો અભિમાન હોય કે–અમે બહાર પડીએ, લોકમાં અમારી વાહવાહ થાય અને અમને સંઘવીપદ મળે તો એ તો નર્યો પાપભાવ છે. સમજાણું sis...?
જુઓ, ભગવાન બાહુબલી ધ્યાનમગ્ન હતા; પણ અંદર જરી વિકલ્પ રહ્યા કરતો હતો કે આ રાજ્ય ભરત ચક્રવર્તીનું છે તો કેવળજ્ઞાન ન થયું. અહા ! એ રાગના-માનના ગજે (હાથીએ ) ચઢયા તો અંદર કેવળ ન થયું. પણ ભરતે આવીને જ્યારે વંદન કર્યું તો થયું કે–ઓહો ! આને (ભરતને ) તો કાંઈ નથી. એમ થતાં વેંત જ એકદમ (માનનો ) વિકલ્પ છૂટી ગયો ને તત્કાળ ઝળહળ જ્યોતિરૂપ કેવળજ્ઞાન પામ્યા, સમસ્ત જ્ઞાનશક્તિની પ્રગટતાને પામ્યા. અહા! ચૈતન્યની સમસ્ત શક્તિ પ્રગટ થઈ ગઈ. આ અહીં કહે છે કે સમ્યગ્દષ્ટિ જ્ઞાનની સમસ્ત શક્તિને વિકસાવવા પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી અર્થાત્ પ્રકૃષ્ટ ભાવ નામ એકાગ્રતા ઉત્પન્ન કરતો હોવાથી પ્રભાવના કરનારો છે. ગજબની વ્યાખ્યા છે ભાઈ!
અજ્ઞાની તો પાંચ-પચાસ લાખ ખર્ચે ને ત્યાં એમ માને કે અમે પ્રભાવના કરી. પણ એમાં તો ધૂળેય પ્રભાવના નથી સાંભળને. શુભરાગને પણ વ્યવહારે પ્રભાવના ત્યારે કહેવાય છે કે જ્યારે અંદર નિશ્ચય જ્ઞાનની પ્રગટતા ને વિકાસ થતાં હોય. અજ્ઞાનીના વિકલ્પમાં તો ઉપચાર પણ સંભવિત નથી. આવી વાત છે.
અહા ! જ્ઞાની પ્રભાવના કરનાર છે. હવે કહે છે– તેથી તેને જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી (અર્થાત્ જ્ઞાનની પ્રભાવના નહીં વધારવાથી) થતો બંધ નથી પરંતુ નિર્જરા જ છે.’
શું વાત છે? કે સમકિતીને આઠ ગુણ હોય છે. અહા! સમકિતી કોને કહીએ? કે જેણે પૂરણ એક શાયકભાવમયપણું પ્રગટ છે અર્થાત્ જેની દિષ્ટ એક જ્ઞાયકભાવ ઉપ૨ સ્થિર ચોંટી છે અને જેનું લક્ષ નિમિત્ત, રાગ કે પર્યાય ઉ૫૨થી ખસી ગયું છે તે સમકિતી છે ને તેને નિઃશક્તિ આદિ આઠ ગુણ હોય છે.
૧. અહા ! સૂર્યબિંબની જેમ હું શુદ્ધ એક પૂરણ જ્ઞાનપ્રકાશનું બિંબ પ્રભુ આત્મા એમ ધર્મી સ્વરૂપમાં નિઃશંક છે તે નિઃશકિતગુણ છે.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #552
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ૨. હું પૂરણ છું એમ પૂર્ણની ભાવના હોવાથી તેને પરની-રાગની કાંક્ષા નથી તે નિઃકાંક્ષિત ગુણ છે.
૩. પૂર્ણ સ્વભાવની ભાવના વર્તતી હોવાથી તેને પર પદાર્થોમાં ઇષ્ટ–અનિષ્ટપણું નહિ ભાસતું હોવાથી પર પદાર્થો પ્રતિ તેને દુર્ગા કે દ્વેષ નથી. પર પદાર્થો તો માત્ર યપણે છે એમ જાણતાં જ્ઞાનીને દ્વેષ નહિ હોવાથી નિર્વિચિકિત્સા ગુણ છે.
૪. ધર્મીને પર પદાર્થો પ્રતિ અયથાર્થબુદ્ધિ નથી. પર પદાર્થો-ધન, સ્ત્રી, પુત્ર, મિત્ર ઇત્યાદિ મારાં છે એમ માનવું તે અયથાર્થબુદ્ધિ અર્થાત્ મૂઢતા છે. જ્ઞાનીને મૂઢતા નથી તેથી તેને અમૂઢદષ્ટિ ગુણ છે.
૫. ધર્મી જીવ દોષને ગોપવે છે અને શક્તિને આત્મશક્તિને વધારે છે તેથી તેને ઉપગૂઠન કે ઉપવૃંહણ ગુણ છે.
૬. પોતાના સ્વભાવમાંથી શ્રુત થવાનો પ્રસંગ બનતાં તે પોતાને પોતાના સ્વભાવમાં શુદ્ધ રત્નત્રયમાર્ગમાં જ સ્થિત કરી દે છે તેથી તેને સ્થિતિકરણ ગુણ છે.
૭. પોતાનો જે નિર્મળ સ્વભાવ છે તેનાં જ્ઞાન-શ્રદ્ધાન ને આચરણરૂપ જે માર્ગ છે તે માર્ગની જ એને પ્રીતિ છે તેથી તેને વાત્સલ્યગુણ છે. ધર્મીને રાગનો વ્યવહારરત્નત્રયનો પ્રેમ હોતો નથી. એને પર પ્રત્યેનો પ્રેમ સર્વાશ ઊડી ગયો હોય છે, કેમકે પરથી પોતાને લાભ થવાનું તે માનતો નથી.
તો શું દેવ-શાસ્ત્ર-ગુરુથી ય લાભ નથી ?
સમાધાનઃ- પરથી ધૂળેય લાભ નથી સાંભળને. અરે ભાઈ! એનાથી લાભ માનતાં નુકશાનનો પાર નથી. મૂઢ પુરુષ જ દેવ-ગુરુ-શાસ્ત્ર આદિ પરથી લાભ માને છે. અરે ભાઈ ! લાભ તો જ્યાં અનંત રિદ્ધિ પડી છે ત્યાં દષ્ટિ કરવાથી થાય કે પરમાં દષ્ટિ દેવાથી થાય? શું પરમાં આ આત્મા-ચીજ છે? (કે પરથી લાભ થાય?) અહો ! ભગવાનની આ જાહેર ઢંઢેરો છે કે સ્વાશ્રયે સુખ ને પરાશ્રયે દુઃખ છે. માટે હે ભાઈ ! પરાશ્રયથી પાછો વળ અને જ્યાં અતીન્દ્રિય આનંદકંદ પ્રભુ આત્મા છે ત્યાં જા ને ત્યાં રતિ કર, ત્યાં પ્રેમ કર. આનું નામ વાત્સલ્ય ગુણ છે.
બહારમાં કોઇ જાણે કે દેવ-ગુરુ-શાસ્ત્રની ભક્તિ કરું તો મુક્તિ થઇ જાય. પણ બાપ ! ધર્મનું ને મુક્તિનું એવું (પરાશ્રયરૂપ) સ્વરૂપ જ નથી. માટે બાપુ ! તું ત્યાંથી (પહેલાં પરથી લાભ છે એવી માન્યતાથી) પાછો વળ અને સ્વરૂપમાં એકાગ્ર થઈ ત્યાં જ રતિ પામ કે જ્યાં ત્રણ લોકનો નાથ ચિદાનંદકંદ પ્રભુ સદા પરમાત્મસ્વરૂપે વિરાજમાન છે.
૮. હવે આ છેલ્લી પ્રભાવનાની વાત છે. તો કહે છે-જ્ઞાની સમસ્ત જ્ઞાનશક્તિની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #553
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૩૭ પ્રગટતાનો પ્રભાવ ઉત્પન્ન કરતો હોવાથી જિનમાર્ગની પ્રભાવના કરનારો છે અને તેથી જે જ્ઞાનની પ્રભાવનાના અપ્રકર્ષથી બંધ થાય તે તેને થતો નથી પરંતુ નિર્જરા જ થાય છે. આવી વાત છે.
* ગાથા ૨૩૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “પ્રભાવના એ ટલે પ્રગટ કરવું, ઉદ્યોત કરવો વગેરે....'
અહા ! પોતે પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચિતૂપસ્વરૂપ પ્રભુ આત્મા છે. તેમાં એકાગ્ર થઇને સમસ્ત ચિલ્શક્તિને પર્યાયમાં પ્રગટ કરવી એનું નામ પ્રભાવના છે. ભાઈ ! આંહી તો જગત સાથે વાતે વાતે ફેર છે. દુનિયા તો બહારમાં પ્રભાવના માને છે, જ્યારે અહીં તો જે વડે શક્તિની પૂરણ વ્યક્તિ થાય તેવી અંતર-એકાગ્રતાને પ્રભાવના કહે છે.
અહા! કહે છે-ભગવાન! તું કોણ છો? અહાહા...! સ્વરૂપથી જ પ્રભુ તું પૂરણ પરમેશ્વર છો. અહા ! તો તારી પરમ ઇશ્વરતાને પર્યાયમાં પ્રગટ કરવી, વિકસિત કરવી તેનું નામ પ્રભાવના છે. આ બહારમાં શ્રીમંતો ઘણા પૈસા ખર્ચને પ્રભાવના થઇ ગઇ એમ માને તો અહીં કહે છે કે પ્રભાવનાનું એવું સ્વરૂપ નથી.
ભગવાન આત્મા “શ્રી” નામ સ્વરૂપલક્ષ્મી ચૈતન્યલક્ષ્મીવાળો છે. અહા ! અનંત અનંત શક્તિથી યુક્ત એવા અનંતગુણનો ભંડાર પ્રભુ આત્મા શ્રીમંત છે. અહા ! આવા આત્માની સમસ્ત શક્તિઓને પૂરણતા સુધી પ્રગટ કરવી-વિકસાવવી તેનું નામ પ્રભાવના છે. હવે કહે છે
માટે જે પોતાના જ્ઞાનને નિરંતર અભ્યાસથી પ્રગટ કહે છે-વધારે છે, તેને પ્રભાવના અંગ હોય છે.'
જોયું? શું કહ્યું આ? કે પોતાનું જે જ્ઞાનસ્વરૂપ, આનંદસ્વરૂપ છે તેમાં એકાગ્રતાનો નિરંતર અભ્યાસ કરવાથી શક્તિની પ્રગટતા થાય છે, શક્તિનો પર્યાયમાં વિકાસ થાય છે અને તેનું નામ પ્રભાવના છે. અહા! શુદ્ધ ચિતૂપસ્વરૂપ નિજ સ્વરૂપમાં અંતર-એકાગ્ર થઇને આત્મલીન સમસ્ત શક્તિઓની પ્રગટતાને વિકાસ કરવાં તે પ્રભાવના છે. હવે આવી વાત લોકોને આકરી લાગે છે પણ શું થાય? બહારની ક્રિયામાં, વ્રતાદિ પુણ્યની ક્રિયામાં લોકો પ્રભાવના થવાનું માને છે પણ એમ છે નહિ.
પણ પુણ્ય કરતાં કરતાં નિશ્ચય થાય ને? સમાધાન- ત્રણકાળમાંય ન થાય. જ્યાં પોતાનું ચૈતન્યનિધાન પડયું છે ત્યાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #554
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ૩૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ એકાગ્ર થતાં નિશ્ચય થાય પણ રાગમાં એકાગ્ર થતાં ત્રણકાળમાંય ન થાય. રાગમાં ક્યાં પોતાનું નિધાન છે? રાગ તો જડ અજ્ઞાનમય ભાવ છે. તેમાં એકાગ્ર થનાર વા એનાથી લાભ માનનાર તો મિથ્યાષ્ટિ છે. આવી વાત છે! અરે ભાઈ ! આ મનુષ્યદેહમાં આ કાળે આ પ્રમાણે જો યથાર્થ સમજણ ન કરી ને આત્મા ખ્યાલમાં ન લીધો તો અવતાર એળે જશે. પછી ક્યારે કરીશ બાપુ? (એમ કે આ અવસર વીતી ગયા પછી અનંતકાળે અવસર નહિ આવે ).
ભાઈ ! તું ભગવાન આત્મા સિવાય બધું ભૂલી જા. દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ રાગને ભૂલી જા ને રાગરહિત અંદર ચૈતન્ય ભગવાન છે તેને યાદ કર.
ભૂલી જા એટલે શું? એટલે કે રાગાદિ પરવસ્તુ પરથી તારું લક્ષ હઠાવી લે.
એ રાગાદિમાં રખડવામાં તને ક્યાંય આત્મા મળે એમ નથી. એ બહારમાં ધૂળેય પ્રભાવના થાય એમ નથી, માટે અંદર ચૈતન્યનું લક્ષ કરી તેમાં જ મગ્ન થઇ જા. આવી વાતું !
અહાહા....! કહે છે-ભગવાન! તું કોઇ ચીજ વસ્તુ છે કે નહિ? (છે ને) તો એનો (તારી વસ્તુનો) કોઇ સ્વભાવ છે કે નહિ? અહા! લોજીકથી-ન્યાયથી તો સમજવું પડશે ને? અહાહા...ભગવાન તું આત્મ-વસ્તુ આત્મતત્ત્વ છે ને જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા, પ્રભુતા ઇત્યાદિ અનંતગુણમય એનું સત્વ છે. અહા ! અનંત શક્તિસ્વભાવોના રસનો એક પિંડ પ્રભુ આત્મા છે. તેની શક્તિઓનો નિરંતર અભ્યાસ નામ એકાગ્રતા તે પ્રભાવના છે. અહા ! છે અંદર? કે જ્ઞાનને (આત્માને) નિરંતર અભ્યાસથી અર્થાત્ જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માને નિરંતર અર્થાત્ અંતર પાયા વિના ધારાવાહી એકાગ્રતાથી પ્રગટ કરવો તે પ્રભાવના છે. અહા ! આવો મારગ છે બાપ !
અહા ! જુઓને! આ બહારની (સંસારની) વાતો સાંભળીએ છીએ તો અંદર વૈરાગ્ય.... વૈરાગ્ય થઈ જાય છે. અહા! કેટકેટલી મહેનત કરીને, કેટકેટલા પાપ કરીને આ બહારની લૌકિક વિધા લોકો મેળવે છે? અહા ! એ મ અ ને ૯. ૯. બ. ને મ. ડ. ના પૂછડાં (પદ, ઉપાધિ) બધાં પાપના પૂછડાં છે બાપા! અને પછી પણ એકલી નિરંકુશ પાપની જ એને પ્રવૃત્તિ છે. આ સમકિતનું પદ બસ એક જ એવું પદ છે કે જે પદ ગ્રહણ કરતાં ધર્મી જીવ સમસ્ત જ્ઞાનશક્તિની પ્રગટતારૂપ, સમસ્ત આનંદશક્તિની પ્રગટતારૂપ-એમ સમસ્ત અનંતશક્તિની પ્રગટતારૂપ પ્રભાવનાનો કરનારો થાય છે. અહો સમકિત! અહો ધર્માત્મા! અરે ભાઈ ! આ લૌકિક પૂછડાં તો તને અનંત જન્મ-મરણ કરાવશે. માટે ચેતી જા અને અનંત સુખ ભણી લઇ જનાર સમકિતને ગ્રહણ કર.
અહા! આત્મા જ્ઞાનાદિ અનંતગુણનું સંગ્રહસ્થાન નામ ગોદામ છે. આ બહારમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #555
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ પ૩૯ ગોદામ હોય છે તે નહિ હોં. આ તો આ (અંદર આત્મા છે ને) ગોદામ છે એમ વાત છે. અરે ! અજ્ઞાની તો ક્યાંય બહારમાં ગરી ગયો છે. અહીં તો જેમાં અનંતગુણ એકપણે અંદર પડ્યા છે તે આત્મા અનંતગુણનું ગોદામ છે. પ્રભુ! તને તારા નિજસ્વરૂપની ખબર નથી. પણ જેનું સ્વરૂપ ભગવાનની વાણીમાં પણ પૂરું ન આવી શકે એવો તું વચનાતીત, ઇન્દ્રિયાતીત, વિકલ્પાતીત, જ્ઞાનાદિ અનંતગુણનું ગોદામ છો. તો એવા પોતાના સ્વરૂપમાં અંદર ઢળીને એકાગ્રતાના અભ્યાસ વડે શક્તિઓની–ગુણની પ્રગટતા કરવી એનું નામ નિશ્ચયથી પ્રભાવના છે. ધર્મ છે. બાકી ધર્મના નામે “આ કરો ને તે કરો” –એમ બહારની જે ક્રિયાઓ છે એ તો બધી થોથેથોથાં છે (અર્થાત્ કાંઇ નથી). સમજાણું કાંઇ...?
અહા ! જુઓને આ બધા અબજોપતિ વિદેશીઓ! બિચારાઓને ક્યાંય સુખશાંતિ મળતી નથી એટલે ધર્મને ગોતવા નીકળ્યા છે અને અહીં “હરે કૃષ્ણ, હરે કૃષ્ણ” એમ જપે છે, નાચે છે. પણ ત્યાં ક્યાં “હુરે કૃષ્ણ ” છે? “હુરે કૃષ્ણ” તો આ પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે. અહા ! પાપને અજ્ઞાનને હુરે તે ભગવાન આત્મા પોતે જ હરિ છે અને કર્મને કર્ષ તે આત્મા પોતે જ કૃષ્ણ છે. પણ એની ખબર ન મળે એટલે લોકો તેમને બહારથી નાચતા દેખીને કહે કે- “ઓહોહો....! ભારે ધર્મ કરે છે. પણ ધૂળેય એમાં ધર્મ નથી સાંભળને.
જેમ લીંડીપીપર રંગે કાળીને ૬૪ પહોરી તીખાશથી ભરેલી છે; તેને ઘૂંટતા તેમાંથી શક્તિની વ્યક્તિ-ચોસઠ પહોરી અર્થાત્ પૂરણ રૂપિયે રૂપિયો તીખાશ-બહાર પ્રગટ આવે છે. તેમ ભગવાન આત્મામાં અનંત અનંત જ્ઞાન, આનંદ આદિ પૂરણ શક્તિ પડી છે. તો તેમાં એકાગ્રતા કરીને શક્તિની પૂરણ પ્રગટતા કરવી એનું નામ અહીં ભગવાન પ્રભાવના કહે છે. અહા ! સમ્યગ્દષ્ટિ કે જેણે સ્વરૂપમાં રહેલી શક્તિઓની નિઃસંદેહ પ્રતીતિ કરી છે તે સ્વરૂપની નિરંતર એકાગ્રતા વડે સમ્યફ પ્રભાવનાનો કરનારો છે. આવી વાત છે!
પ્રશ્ન- આ તો અંદરનું કહ્યું, પણ બહારમાં શું કરવું?
ઉત્તર- કાંઇ નહિ; બહારમાં તે કરે છે શું? બહારમાં તો રાગની ને જડની ક્રિયાઓ થાય છે. જ્ઞાનીનું તેમાં કાંઇ કર્તવ્ય નથી. બહારમાં વળી કાંઇ કરવાપણું છે એમ છે જ નહિ.
પ્રશ્ન- હા, પણ અંદર જવા પ્રયત્ન કરીએ છીએ છતાં અમારું મન તો બારમાં જ ભાગે છે?
ઉત્તર:- તો એમાં અમે શું કરીએ? તારું ચિત્ત નિમિત્તમાં ને રાગમાં-એમ બહારની રુચિમાં જ ફસાયેલું રહે છે તો અમે શું કરીએ? ભાઈ ! નિમિત્ત ને રાગથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #556
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ હુઠી જા અને અંદર નિર્મળાનંદનો નાથ પ્રભુ ભગવાન તું પોતે છો તેની રુચિકર, તેમાં ચિત્ત લગાવ. બસ આ એક જ માર્ગ છે.
પણ કોઇ સહેલો માર્ગ છે કે નહિ?
આ જ સહેલો છે. જ્યાં પોતે છે ત્યાં જવું એ સહેલું છે, અને જ્યાં છે ત્યાં જવાને બદલે બીજે જવું તે કઠણ છે, દુષ્કર છે ને વિપરીત ને દુઃખકારી પણ છે.
અહાહા...! કહે છે-ધર્મી જીવ પોતાના જ્ઞાનની એકાગ્રતાના નિરંતર અભ્યાસ વડે જ્ઞાનને પ્રગટ કરે છે–વિકસાવે છે અને તેથી તેને પ્રભાવના અંગ હોય છે. માટે તેને અપ્રભાવનાકૃત કર્મબંધ નથી, કર્મ રસ દઇને ખરી જાય છે તેથી નિર્જરા જ છે.'
જોયું? ધર્મી જીવ નિરંતર પોતાના વિજ્ઞાનઘનસ્વભાવી આત્મામાં એકાગ્રતાનો અભ્યાસ કરતો થકો વીતરાગવિજ્ઞાનની પ્રગટતા-વિકાસ કરતો હોય છે. તેથી તેને અપ્રભાવનાકૃત બંધ નથી પણ નિર્જરા જ છે. હવે કહે છે
આ ગાથામાં નિશ્ચય પ્રભાવનાનું સ્વરૂપ કહ્યું છે. જેમ જિનબિંબને રથમાં સ્થાપીને નગર, વન વગેરેમાં ફેરવી વ્યવહારપ્રભાવના કરવામાં આવે છે, તેમ જ વિદ્યારૂપી ( જ્ઞાનરૂપી) રથમાં આત્માને સ્થાપી મનરૂપી ( જ્ઞાનરૂપી) માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દષ્ટિ છે, તે નિશ્ચયપ્રભાવના કરનાર છે.'
જુઓ, ભગવાન વીતરાગ સર્વશદેવની પ્રતિમાને-જિનપ્રતિમાને રથમાં બેસાડીને નગર, વન વગેરેમાં ફેરવે છે ને? હા, પણ એ તો વ્યવહાર છે, શુભભાવ છે. જ્ઞાનીને તેવો વ્યવહાર હોય છે, પણ એ કાંઇ નિશ્ચય પ્રભાવના નથી. નિશ્ચય પ્રભાવના તો પરમ વીતરાગસ્વભાવી જિનરૂપી ભગવાન આત્માને પોતાની જ્ઞાનની પર્યાયમાં સ્થાપીને તેમાં જ રમણતા કરે તે છે. આત્મામાં રમણતા કરવી તે “માર્ગમાં ભ્રમણ કરવું” છે.
કહે છે? કે જ્ઞાનરૂપી રથમાં આત્માને સ્થાપીને-એટલે કે રાગમાં સ્થાપીને એમ નહિ પણ વર્તમાન જ્ઞાનની નિર્મળ અવસ્થામાં આત્માને સ્થાપીને જ્ઞાનરૂપી માર્ગમાંશુદ્ધરત્નત્રયરૂપ માર્ગમાં ભ્રમણ કરે તે જ્ઞાનની પ્રભાવનાયુક્ત સમ્યગ્દષ્ટિ છે. અહાહા....! જ્ઞાનની પ્રભાવના કરનારો સદષ્ટિવંત સાચો સાહેબો આવો હોય છે. સમજાણું કાંઇ...?
તો આ બધા બહારમાં ગજરથ વગેરે ચલાવે છે તે શું ખોટું કરે છે?
સમાધાન- અરે ભાઈ ! એ તો કહ્યું ને કે ધર્મી જીવન એટલે સમ્યગ્દષ્ટિને બહારમાં એવી (વ્યવહાર) પ્રભાવનાનો શુભભાવ હોય છે, પણ એ કાંઈ નિશ્ચયથી પ્રભાવના નથી, ધર્મ નથી. વળી અજ્ઞાની તો અનાદિથી બધું ખોટું જ કરે છે કેમકે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #557
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૪૧ અંતરમાં આત્મભાન થયા વિના તથા આત્માની એકાગ્રતાના અભ્યાસ વિના પ્રભાવના ગુણ પ્રગટ થતો જ નથી. અજ્ઞાનીને નિશ્ચય કે વ્યવહાર કોઇ પ્રભાવના હોતી નથી. આવી વાતુ છે.
હવે કહે છે- “આ પ્રમાણે ઉપરની ગાથાઓમાં સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને નિશંકિત આદિ આઠ ગુણો નિર્જરાનાં કારણ કહ્યાં. એવી જ રીતે અન્ય પણ સમ્યકત્વના ગુણો નિર્જરાનાં કારણ જાણવાં.' એમ કે આ તો આઠ કહ્યાને બીજા-આનંદ, શાંતિ વિગેરે પણ નિર્જરાનાં કારણ જાણવાં. હવે વિશેષ કહે છે
આ ગ્રંથમાં નિશ્ચયનયપ્રધાન કથન હોવાથી નિશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ (સ્વ-આશ્રિત સ્વરૂપ) અહીં બતાવવામાં આવ્યું છે.'
જોયું? આ ગ્રંથમાં નિશ્ચયનયપ્રધાન કથન છે. એટલે શું? એટલે કે સત્યાર્થ દષ્ટિને પ્રધાન કરીને આમાં કથન છે. તેમાં નિઃશંકિત આદિ ગુણોનું નિશ્ચય સ્વરૂપ કહ્યું છે, નિશ્ચયસ્વરૂપ એટલે કે સ્વ-આશ્રિત સ્વરૂપ; પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ આત્માનું સ્વઆશ્રિતસ્વરૂપ તે નિશ્ચયસ્વરૂપ છે. આ નિઃશંકિત આદિ ગુણો આત્માશ્રિત છે. અહા ! અજાણ્યાને તો એમ થાય કે-આ શું કહે છે? એને તો આ પાગલ જેવું લાગે; પણ અંદર છે કે નહિ? અહા ! પણ લોકમાં તો છેય એવું હોં–કે જ્ઞાનીને જગત આખું પાગલ ભાસે છે ને (પાગલ) જગતની દષ્ટિમાં જ્ઞાની પાગલ લાગે છે. (જ્ઞાનીની ને જગતની દષ્ટિમાં આવડો મોટો ફેર છે).
અહા! આ ગ્રંથમાં નિઃશંકિત આદિ ગુણોનું સ્વાશ્રિત સ્વરૂપ બતાવ્યું છે. તેનો સંક્ષેપ (સારાંશ) આ પ્રમાણે છે:
જે આવી ગયું છે તેનો સારાંશ કહે છે
૧. “જે સમ્યગ્દષ્ટિ આત્મા પોતાનાં જ્ઞાન-શ્રદ્ધાનમાં નિઃશંક હોય, ભયના નિમિત્તે સ્વરૂપથી ડગે નહિ અથવા સંદેહયુક્ત ન થાય, તેને નિઃશંકિત ગુણ હોય છે.” જોયું? ગમે તેવી પ્રતિકૂળતા આવી પડે તોપણ ધર્મી જીવ સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાનથી ડગતો નથી વા સ્વરૂપ સંબંધી સંદેશ્યક્ત થતો નથી. સમકિતી સ્વરૂપના શ્રદ્ધાન-જ્ઞાનમાં અચલ રહે છે. આવો નિઃશંકિત ગુણ-સ્વાશ્રિત ધર્મની દશાનો ગુણ તેને પ્રગટ થયો હોય છે.
પ્રશ્ન:- પણ લોકો તો કહે છે- “જનસેવા તે પ્રભુસેવા'; એમ કે ભુખ્યાને ભોજન આપો, તરસ્યાને પાણી આપો, રોગીને ઔષધ આપો, નિવાસ વગરનાને ઝુપડાં બંધાવી આપો-ઇત્યાદિ જનસેવા તે ધર્મ છે.
ઉત્તર:- એમાં ધૂળેય ધર્મ નથી સાંભળને. ધૂળેય ધર્મ નથી એટલે સરખું પુણ્યય નથી. સમકિતીને જેવું પુણ્ય બંધાય છે તેવું આ વડ અજ્ઞાનીને પુર્ણય ઊંચું થતું નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #558
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ૨. “જે કર્મના ફળની વાંછા ન કરે તથા અન્ય વસ્તુના ધર્મોની વાંછા ન કરે, તેને નિઃકાંક્ષિત ગુણ હોય છે. અહા ! જ્ઞાની પુણ્યના ફળની કે પુણ્યભાવની કે હીરા, મણિ, રત્ન ઇત્યાદિ અન્ય વસ્તુના ધર્મોની વાંછાથી રહિત એવો નિ:કાંક્ષ હોય છે.
૩. “જે વસ્તુના ધર્મો પ્રત્યે ગ્લાનિ ન કરે, તેને નિર્વિચિકિત્સા ગુણ હોય છે.'
૪. જે સ્વરૂપમાં મૂઢ ન હોય, સ્વરૂપને યથાર્થ જાણે, તેને અમૂઢદષ્ટિ ગુણ હોય છે. અહા! સમકિતી સ્વરૂપમાં મૂઢ નથી, તે સ્વરૂપને અન્યથા જાણતો નથી. તેથી તેને અમૂઢદષ્ટિ ગુણ હોય છે. અરે ! જગત બિચારું સ્વરૂપને જાણ્યા વિના ધર્મને નામે ઠગાય
૫. જે આત્માને શુદ્ધ સ્વરૂપમાં જોડ, આત્માની શક્તિ વધારે, અન્ય ધર્મોને ગૌણ કરે, તેને ઉપગૂઠન ગુણ હોય છે.' જુઓ. “અન્યધર્મોને ગૌણ કરે' –એટલે વ્યવહારને ગૌણ કરી તેનો અભાવ કરે તેને ઉપગૂઠન ગુણ છે.
૬. “જે સ્વરૂપથી ચુત થતા આત્માને સ્વરૂપમાં સ્થાપે, તેને સ્થિતિકરણ ગુણ હોય
૭. “જે પોતાના સ્વરૂપ પ્રત્યે વિશેષ અનુરાગ રાખે, તેને વાત્સલ્ય ગુણ હોય છે.'
૮. “જે આત્માના જ્ઞાનગુણને પ્રકાશિત કરે-પ્રગટ કરે, તેને પ્રભાવના ગુણ હોય છે.” હવે કહે છે
“આ બધાય ગુણો તેમના પ્રતિપક્ષી દોષો વડે જે કર્મબંધ થતો હતો તેને થવા દેતા
નથી.'
જુઓ, શું કહ્યું? કે આ નિઃશંકિત આદિ ગુણો, તેનાથી વિરુદ્ધ એવા શંકાદિ દોષોથી જે બંધ થતો હતો તે થવા દેતા નથી. આવી વાત છે.
પણ આમાં કરવું શું? વ્રત કરો, દયા પાળો ઇત્યાદિ કહો તો કાંઇક સમજાય પણ ખરું?
સમાધાન- અરે ભાઈ ! અંદર આત્મા પોતે ભગવાન છે એની દયા પાળ ને! તેને તે જેવડો અને જેવો છે તેવડો અને તેવો માન તો તેની દયા પાળી કહેવાય. એનાથી જુદો-વિપરીત માનવો તે એની હિંસા છે. તને ખબર નથી ભાઈ ! પણ આત્માને પૈસાવાળો માનવો, સ્ત્રીવાળો માનવો ને રાગવાળો માનવો તે આત્માની હિંસા છે; ને તેને અનંતગુણમય ચિન્માત્રસ્વરૂપ માનવો તે તેની દયા છે. અહા ! જીવનું જીવન અનંતગુણથી ટકી રહ્યું છે, તો તેને એ રીતે માનવો તેનું નામ દયા છે. અહા! આ તો અજ્ઞાની સાથે વાતે વાતે ફેર છે. હવે વિશેષ કહે છે- “વળી આ ગુણોના સર્ભાવમાં, ચારિત્રમોહના ઉદયરૂપ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #559
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૪૩
શંકાદિ પ્રવર્તે તોપણ તેમની (-શંકાદિની ) નિર્જરા જ થઇ જાય છે, નવો બંધ થતો નથી; કારણ કે બંધ તો પ્રધાનતાથી મિથ્યાત્વની હયાતીમાં જ કહ્યો છે.’
જુઓ ધર્મીને ચારિત્રમોહના ઉદય સંબંધી જરા રાગાદિ થાય છે પણ તે ખરી જાય છે અને નવો બંધ થતો નથી કારણ કે બંધ તો મુખ્યપણે મિથ્યા શ્રદ્ધા વડે જ થવાનો કહ્યો છે. સમકિતીને કિંચિત્ રાગથી જે બંધ થાય તેને ગૌણ કરીને તે નથી એમ અહીં કહ્યું છે.
અહા ! પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં અપૂર્ણતા માનવી, તેને રાગવાળો માનવો વા રાગની ક્રિયાથી-પુણ્યની ક્રિયાથી તેને લાભ છે એમ માનવું તે મિથ્યા શ્રદ્ધાન છે અને એ જ મહાપાપ છે. મિથ્યા શ્રદ્ધાનની હયાતીમાં જે બંધ પડે છે તેને જ પ્રધાન કરીને બંધ કહ્યો છે. જ્ઞાનીને-સમકિતીને કિંચિત્ રાગાદિ થાય અને કિંચિત્ બંધ પણ થાય તે અહીં ગૌણ છે; અર્થાત્ તેની ગણતરી નથી. આમ વાતે વાતે ફેર બાપા! ઓલું આવે છે ને કે
“ આનંદા કહે ૫૨માનંદા, માણસે માણસે ફેર; એક લાખે તો ન મળે, ને એક ત્રાંબિયાના તેર.
',
એમ જગત (અજ્ઞાની) સાથે જ્ઞાનીને-ધર્મીને વાતે વાતે ફેર છે.
હવે વિશેષ કહે છે કે- ‘સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં ચારિત્રમોહના ઉદયનિમિત્તે સમ્યગ્દષ્ટિને જે બંધ કહ્યો છે તે પણ નિર્જરારૂપ જ જાણવો કારણકે સમ્યગ્દષ્ટિને જેમ પૂર્વે મિથ્યાત્વના ઉદય વખતે બંધાયેલું કર્મ ખરી જાય છે તેમ નવીન બંધાયેલું કર્મ પણ ખરી જાય છે; તેને તે કર્મના સ્વામીપણાનો અભાવ હોવાથી તે આગામી બંધરૂપ નથી, નિર્જરારૂપ જ છે.'
અહા ! જોયું? સમકિતીને પૂર્વકર્મનો ઉદય તો નિર્જરે જ છે, પણ જે નવીન બંધ થાય છે તે પણ, કહે છે નિર્જરારૂપ જ છે અર્થાત્ નિર્જરા માટે જ આવ્યો છે એમ કહે છે. અહા! ભગવાન આત્માનું જ્યાં ભાન થયું, શ્રદ્ધાન થયું ત્યાં પૂર્વના કર્મનો ઉદય રાગ કરાવતો નથી, પણ જે અલ્પ રાગ થાય છે તે પણ નિર્જરી જાય છે. જ્ઞાનીને તે વડે કિંચિત્ બંધ થાય છે તે પણ નિર્જરા સમાન જ છે કેમકે તે પણ ઝરી જવા માટે જ છે. અહો ! સમ્યગ્દર્શનનો કોઇ અચિંત્ય મહિમા છે!
અને મિથ્યાશ્રદ્ધાન ? હા! મિથ્યાશ્રદ્ધાન મહા કષ્ટદાયક અત્યંત નિકૃષ્ટ છે. તેની હયાતીમાં જીવને દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિ પુણ્યભાવો ભરપૂર હોવા છતાં મિથ્યાત્વનું મહાપાપ બંધાય છે.
અહા ! ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ પૂર્ણ પવિત્રતા સ્વરૂપે અંદર નિત્ય વિરાજમાન છે. એની પવિત્ર દષ્ટિ જેને પ્રગટી છે તે સમ્યગ્દષ્ટિ છે. અહીં કહે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #560
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૫૪૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે કે સમકિતીને પૂર્વ કર્મનો ઉદય (અનંતાનુબંધીનો) રાગ કરાવવા સમર્થ નથી તથા તેને ઉદયમાં જોડાતાં જરી અલ્પ રાગ થાય છે તે ખરી જાય છે. તથા થોડાં નવાં કર્મ તેને જે બંધાય છે તે પણ ખરી જવા માટે છે કેમકે તેને કર્મનું સ્વામીપણું નથી. કર્મનો તે ધણી થતો નથી માટે તે આગામી બંધરૂપ નથી પણ નિર્જરારૂપ જ છે.
અહા ! ધર્મી કર્મનો સ્વામી થતો નથી અને તેથી તેને તે (કર્મ) છૂટી જાય છે અથવા છૂટયા બરાબર જ છે. એટલે શું? એ જ દૃષ્ટાંત કહીને સમજાવે છે
જેવી રીતે-કોઇ પુરુષ પરાયું દ્રવ્ય ઉધાર લાવે તેમાં તેને મમત્વબુદ્ધિ નથી, વર્તમાનમાં તે દ્રવ્યથી કાંઇ કાર્ય કરી લેવું હોય તે કરીને કરાર પ્રમાણે નિયત સમયે ધણીને આપી દે છે; નિયત સમય આવતાં સુધી તે દ્રવ્ય પોતાના ઘરમાં પડયું રહે તોપણ તે પ્રત્યે મમત્વ નહિ હોવાથી તે પુરુષને તે દ્રવ્યનું બંધન નથી, ધણીને દઇ દીધા બરાબર જ છે; તેવી જ રીતે-જ્ઞાની કર્મદ્રવ્યને પરાયું જાણતો હોવાથી તેને તે પ્રત્યે મમત્વ નથી માટે તે મોજૂદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે એમ જાણવું.'
જુઓ કોઇ ગરીબ-સાધારણ માણસ હોય ને ઘરે દીકરાનું લગ્ન આવ્યું હોય તો તે કોઈ શેઠિયા પાસેથી પ્રસંગ પૂરતો પહેરવા માટે દાગીનો નથી લાવતો? લાવે છે, બે ચાર દિવસ માટે દાગીના પહેરવા ઉછીનો કરીને લાવે છે. પણ શું તે દાગીનો પોતાનો છે એમ પોતાની મૂડીમાં ખતવે છે? ના, નથી ખતવતો કેમકે તેમાં તેને મમત્વબુદ્ધિ-મારાપણાની બુદ્ધિ નથી. તેમ ધર્મીને જે કાંઇ કર્મ-રાગ આવે છે તેને “તે મારો છે” –એમ પોતાના સ્વરૂપમાં ખતવતો નથી; ધર્મી તે કર્મ-રાગનો સ્વામી થતો નથી.
વળી નિયત સમય સુધી-કામ પતે ત્યાં સુધી તે દાગીના ઘરમાં રહે તોપણ તે પ્રત્યે મારાપણાનો ભાવ નહિ હોવાથી તે દાગીના ઘરમાં પડ્યો પડ્યો પણ પાછો દઇ દીધા બરાબર જ છે. તેવી રીતે ધર્મીને કર્મ-રાગ પ્રત્યે મારાપણાનો ભાવ નહિ હોવાથી, તે તેને પરાયી ચીજ જાણતો હોવાથી, તેને કિંચિત્ કર્મ મોજૂદ હોવા છતાં નિર્જરી ગયા સમાન જ છે–એમ કહે છે. અહા ! ધર્મીને શુદ્ધ ચૈતન્યની પ્રભુતામાં પોતાપણું પ્રગટ ભાસ્યું છે ને કર્મ-રાગમાં મારાપણું છે નહિ તેથી અલ્પ રાગને કર્મ મોજદ હોય તોપણ તે નિર્જરારૂપ જ છે. અહો! જયચંદજીએ કેવી સરસ વાત કરી છે! કહે છે-જ્ઞાનીને થોડું કર્મ-રાગ આવે તોપણ તે પરાઇ ચીજ છે ને સંઘરવા યોગ્ય નથી-એમ પોતે તેનો સ્વામી નહિ થતો હોવાથી તે પડ્યું પડ્યું પણ નિર્જરી ગયા સમાન જ છે. લ્યો, આવી વાતુ!
હવે જેને નિ:શંકિત આદિ નિશ્ચય આઠ ગુણ પ્રગટયા છે તેને બહારમાં વ્યવહાર આઠ ગુણ હોય છે તેની વાત કરે છે. પરંતુ ત્યાં જેને સમ્યગ્દર્શન નથી અર્થાત્ નિઃશંકિત આદિ નિશ્ચય આઠ ગુણ નથી તેને આ વ્યવહાર આઠ ગુણો પણ કહેવામાં આવતા નથી,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #561
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૪૫
જુઓ, ૧૫૫ ગાથામાં આવી ગયું કે-જીવાદિ પદાર્થોના શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું થવું-પરિણમવું તે સમ્યગ્દર્શન છે. અહાહા....! જીવાદિ પદાર્થોનું શ્રદ્ધાન એટલે શું? કે શ્રદ્ધાનસ્વભાવે જ્ઞાનનું એટલે કે આત્માનું થવું-પરિણમવું તે જીવાદિનું શ્રદ્ધાન નામ સમકિત છે. જ્ઞાનનું પરિણમન નામ આત્માનું પરિણમન. અહાહા....! શું કીધું ? કે આત્મા શુદ્ધ એક જ્ઞાયકભાવસ્વરૂપ છે તેનું નિર્મળ-શુદ્ધરૂપ સ્વ-આશ્રિત પરિણમન તે સમ્યગ્દર્શન છે અને તે ધર્મની પહેલી સીઢી છે. અહા! આવા સમ્યગ્દર્શનમાં નિઃશંકિત આદિ આઠ નિશ્ચય ગુણ પ્રગટ હોય છે અને તે નિર્જરાનું કારણ બને છે. અને આ જે વ્યવહાર આઠ ગુણ કહેશે એ તો પુણ્યબંધનું કારણ છે છતાં તે જ્ઞાનીને હોય છે; પૂર્ણ વીતરાગ ન થાય ત્યાં લગી જ્ઞાનીને નિઃશંકિત આદિ આઠ વ્યવહાર ગુણ પણ હોય છે.
તો કહે છે- ‘આ નિઃશંકિત આદિ આઠ ગુણો વ્યવહારનયે વ્યવહા૨મોક્ષમાર્ગ ૫૨ નીચે પ્રમાણે લગાવવાઃ
અહા ! જોયું? વ્યવહારનયે વ્યવહારમોક્ષમાર્ગ એટલે કે પરાશ્રિતભાવે પરાશ્રિત મોક્ષમાર્ગ કહ્યો.
પ્રશ્ન:- તો શું પરાશ્રયે મોક્ષમાર્ગ હોય છે?
સમાધાનઃ- ભાઈ ! વ્યવહા૨મોક્ષમાર્ગ તો વ્યવહા૨થી-ઉપચારથી કહેવાય છે. અહા ! અંતરના શુદ્ધ ચૈતન્યના પરિણમનરૂપ વાસ્તવિક મોક્ષમાર્ગ જેને પ્રગટ થયો છે તેને જ્યાં સુધી પૂર્ણતા-પૂર્ણ શુદ્ધતા-નથી થઇ ત્યાં સુધી પરાશ્રિત એવો નિઃશંકિત આદિ વ્યવહારનો ભાવ હોય છે અને તેને ઉપચારથી વ્યવહા૨મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. એટલે શું? કે તે મોક્ષમાર્ગ તો છે નહિ. પણ મોક્ષમાર્ગની દશાની સાથે રહેલો પરાશ્રિત ભાવ છે તો તેને મોક્ષમાર્ગનો સહચર જાણીને ઉપચારથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. સમજાણું કાંઇ? તેને, કહે છે કે વ્યવહા૨મોક્ષમાર્ગ ૫૨ નીચે પ્રમાણે લગાવવાઃ
૧. ‘જિનવચનમાં સંદેહ ન કરવો, ભય આવ્યે વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ, તે નિઃશંકતપણું છે. ’
જુઓ, નિશ્ચયમાં વસ્તુ પોતે પૂર્ણ વિજ્ઞાનઘનસ્વરૂપ છે તેમાં સંદેહ ન થવો અને બહારમાં જિનવચનમાં સંદેહ ન થવો તથા બારમાં ગમે તેવી પ્રતિકૂળતાના ગંજ આવે તોય વ્યવહાર દર્શન-જ્ઞાન-ચારિત્રથી ડગવું નહિ તે નિઃશંકિતપણું છે.
૨. ‘સંસાર–દેહ-ભોગની વાંછાથી તથા પરમતની વાંછાથી વ્યવહા૨મોક્ષમાર્ગથી ડગવું નહિ તે નિઃકાંક્ષિતપણું છે.’
અહાહા...! જુઓ નિશ્ચયે જૈને પુણ્ય ને પુણ્યના ફળોની વા કોઇ અન્ય વસ્તુ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
Page #562
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ધર્મોની વાંછા નથી તે બહારમાં સંસાર-દેહ-ભોગની વાંછા વડે વા પરમતની વાંછા વડે વ્યવહારમોક્ષમાર્ગથી ડગતો નથી અને તે નિઃકાંક્ષિતપણું છે.
પ્રશ્ન- જ્ઞાનીને શંકા, કાંક્ષા આદિ હોય છે ને?
સમાધાન- હા, હોય છે. જ્ઞાનીને અતિચારરૂપે તે દોષ હોય છે પણ અનાચારરૂપે નથી હોતા. જરી અસ્થિરતાનો એવો અલ્પ રાગ તેને હોય છે પણ તેને અહીં ગણતરીમાં લીધો નથી.
૩. “અપવિત્ર, દુર્ગધવાળી-એવી એવી વસ્તુઓના નિમિત્તે વ્યવહારમોક્ષમાર્ગની પ્રવૃત્તિ પ્રત્યે ગ્લાનિ ન કરવી તે નિર્વિચિકિત્સા છે.”
૪. “દેવ, ગુરુ, શાસ્ત્ર, લોકની પ્રવૃત્તિ, અન્યમતાદિકના તત્ત્વાર્થનું સ્વરૂપ ઈત્યાદિમાં મૂઢતા ન રાખવી, યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદષ્ટિ છે.”
અહા ! પરમતમાં પણ સાચા દેવ, સાચા ગુરુ, સાચાં શાસ્ત્રો હશે એવી મૂઢતા ન કરવી. અહા ! અન્યધર્મને મોટા મોટા રાજાઓ ને ધનપતિઓ માને છે માટે તેમાં કાંઇક માલ હશે એવી મુંઝવણ ન કરવી. ભાઈ ! જૈનદર્શનના અંતરસ્વરૂપ સિવાય બીજે ક્યાંય સત્ય માર્ગ છે નહિ–એમ યથાર્થ જાણી પ્રવર્તવું તે અમૂઢદષ્ટિ છે.
હા, પણ એમ તો દરેક પોતાના મત-ધર્મને સત્ય કહે છે?
સમાધાન- એ તો કહે જ ને? સૌ કોઈ પોતાનું સત્ય છે એમ તો કહે પણ જે સત્ય છે તે સત્ય છે ને તે એક જ છે. ભાઈ ! અસત્યને કોઇ સત્ય માને તેથી કાંઇ તે સત્ય થઈ જાય? ન થાય.
જાઓ, નિશ્ચય ને વ્યવહાર બન્ને સાથે હોય છે. પરંતુ તેથી વ્યવહારથી નિશ્ચય થાય એમ માને એ તો જૈનમતને છોડીને પરમતમાં ભળ્યો છે. અહા ! વીતરાગનો મારગ બાપુ! બહુ જુદો છે. અહીં! વીતરાગસ્વભાવી પૂરણ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના આશ્રયે જે વીતરાગ પરિણતિ પ્રગટ થાય અને તેનો પૂર્ણ આશ્રય થતાં અનંતજ્ઞાન, અનંતસુખ ઇત્યાદિરૂપ જે પૂર્ણ મોક્ષદશા પ્રગટ થાય એ જ બાપુ! ધર્મ છે અને એ સિવાય બીજો કોઇ મારગ છે જ નહિ. અહા ! વીતરાગભાવથી ધર્મ માનવાને બદલે રાગથીપણથી ધર્મ થવાનું માને એ તો અન્યમત છે ભાઈ ! એ વીતરાગ માર્ગ નહિ બ જ્ઞાનીને વ્યવહાર આવે ખરો પણ એમાં તે મૂઢપણું ન રાખે, એનાથી ધર્મ થાય છે એમ તે ન માને.
પ્રશ્ન:- પણ વિઘટન છે તેનું સંગઠન કરવું જોઇએ.
ઉત્તર:- હા, પણ કઇ રીતે? શું કોઇની સાથે મેળ કરવા માટે સત્યાર્થ ધર્મને છોડી દેવો એમ? અહા ! શું અજ્ઞાનીઓ માને છે તે પ્રમાણે માનવું? અરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #563
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૪૭
ભાઈ ! સત્યને સંગઠન સાથે રહે તો ઠીક જ છે અને તે સત્યનો સ્વીકાર કરવાથી જ બને તેમ છે . ( ભાઈ ! જે વિઘટન છે તે સત્યના અસ્વીકારને લીધે છે ). જુઓ, કોઇ લોકો ચાહે છે કે-વ્યવહારથી નિશ્ચય થાય એમ આપ કહો તો મેળ થઇ જાય. પણ બાપુ! જો વ્યવહારથી નિશ્ચય થાય તો વ્યવહારને નિશ્ચય બે રહે છે જ છે ક્યાં? જો વ્યવહારથી નિશ્ચય થાય તો બન્ને એક થઇ જાય. રાગને વીતરાગતા બન્ને એક થઇ જાય. પણ વીતરાગ મારગનું એ સ્વરૂપ જ નથી. બાપુ! વીતરાગનો મારગ તો શુદ્ધ વીતરાગતામય જ છે. એમાં કોઇ તડજોડનો કે ઢીલું-પોચું કરવાનો અવકાશ જ નથી.
અહીં કહે છે–જ્ઞાનીને દેવમૂઢતા, ગુરુમૂઢતા કે શાસ્ત્રમૂઢતા ન હોય; તેના સ્વરૂપને યથાર્થ જાણીને પ્રવર્તવું તે અદૃષ્ટિ છે. સમજાણું કાંઇ....?
૫. ધર્માત્મામાં કર્મના ઉદયથી દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહા૨મોક્ષમાર્ગની પ્રવૃત્તિને વધારવી તે ઉપગ્રહન અથવા ઉપબૃહણ છે. '
જુઓ, ધર્માત્માને કોઇ દોષ આવી જાય તો તેને ગૌણ ગણીને ગોપવવો તે ઉપગ્રહન છે. પરંતુ આ તો ધર્માત્માની વાત છે; જેની દષ્ટિ જ મિથ્યા છે અને જેને દોષનો કોઇ પાર જ નથી તેની અહીં વાત નથી. અહા! ધર્મી જીવને કર્મના ઉદયવશ કોઇ દોષ આવી જાય તો તેને ગૌણ કરવો અને વ્યવહારમોક્ષમાર્ગની પરંપરાને વધારવી તે ઉપગ્રહન અથવા ઉપબૃહણ છે આવી વાત છે.
૬. ‘વ્યવહા૨મોક્ષમાર્ગથી વ્યુત થતા આત્માને સ્થિર કરવો તે સ્થિતિકરણ છે.' નિશ્ચયમાં નિશ્ચયમોક્ષમાર્ગથી વ્યુત થતા આત્માને સ્થિર કરવો એમ હતું અને આમાં વ્યવહા૨મોક્ષમાર્ગથી વ્યુત થતા આત્માને સ્થિર કરવો તે સ્થિતિકરણ એમ કહ્યું છે.
૭. ‘વ્યવહા૨મોક્ષમાર્ગમાં પ્રવર્તના૨ ૫૨ વિશેષ અનુરાગ હોવો તે વાત્સલ્ય છે.’
નિશ્ચયમાં નિર્મળ રત્નત્રયરૂપ ધર્મમાં પ્રેમ હોવો એમ વાત હતી જ્યારે આમાં ધર્માત્મા પ્રત્યે અનુરાગ હોવાની વાત છે. વ્યવહાર છે ને? ધર્મીને ધર્માત્મા પ્રત્યે વિશેષ અનુરાગ હોય છે અને તેને વાત્સલ્ય કહે છે
૮. ‘વ્યવહાર મોક્ષમાર્ગનો અનેક ઉપાયો વડે ઉદ્યોત કરવો તે પ્રભાવના છે' આ વ્યવહારે પ્રભાવના છે હોં; નિશ્ચય પ્રભાવના તો નિશ્ચયસ્વરૂપને સ્વાશ્રયે પ્રગટ કરવાથી થાય છે. હવે કહે છે.
‘આ પ્રમાણે આઠે ગુણોનું સ્વરૂપ વ્યવહારનયને પ્રધાન કરીને કહ્યું. અહીં નિશ્ચયપ્રધાન કથનમાં તે વ્યવહારસ્વરૂપની ગૌણતા છે. સમ્યજ્ઞાનરૂપ પ્રમાણદૃષ્ટિમાં બન્ને પ્રધાન છે. સ્યાદ્વાદમતમાં કાંઇ વિરોધ નથી.'
જુઓ નિશ્ચયનયની દૃષ્ટિમાં વ્યવહાર ગૌણ છે, પરંતુ પ્રમાણજ્ઞાનમાં બેય સાથે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #564
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૪૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ છે; એટલે નિશ્ચય હોય છે ને વ્યવહાર પણ હોય છે. પ્રમાણદષ્ટિમાં બન્ને પ્રધાન છે, સ્યાદ્વાદમતમાં કાંઇ વિરોધ નથી. પણ તેથી વ્યવહારથી નિશ્ચય થાય એ સ્યાદ્વાદ છે-એમ અર્થ નથી.
અહીં તો પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા છે તેના આશ્રયે સમકિત પ્રગટતાં ધર્મીને જે નિશ્ચય નિઃશંકિત આદિ ગુણો પ્રગટ થાય છે તેની મુખ્યતાથી આ નિર્જરા અધિકારમાં કથન છે. ત્યાં વ્યવહારની મુખ્યતાથી વાત આવે ત્યારે હમણાં કહ્યા એવા વ્યવહારના આઠ બોલ આવે; અને બન્નેને એક સાથે કહેવા હોય તો પ્રમાણથી કહેવામાં આવે. પરંતુ પ્રમાણમાં, નિશ્ચયમાં જે સ્વીકાર્યુ છે તેને રાખીને વ્યવહા૨ને સાથે ભેળવવામાં આવે છે. પણ ત્યાં એમ નથી કે વ્યવહારથી નિશ્ચય થાય તો તેને પ્રમાણજ્ઞાન કહેવાય. વ્યવહા૨થી નિશ્ચય થાય તો નિશ્ચય જુદું ન રહ્યું અને તો પ્રમાણજ્ઞાન પણ ક્યાં રહ્યું? પ્રમાણજ્ઞાનમાં તો નિશ્ચય, ને વ્યવહાર બન્ને સાથે છે એમ વાત પણ વ્યવહારથી નિશ્ચય છે એમ ક્યાં છે? અહા ! વીતરાગનો મારગ બાપા! બહુ ગંભીર ને સૂક્ષ્મ છે ભાઈ! (એમ કે ઉપયોગને સૂક્ષ્મ કરે તો સમજાય એવો છે).
*
*
*
હવે નિર્જરાનું યથાર્થ સ્વરૂપ જાણનાર અને કર્મના નવીન બંધને રોકી નિર્જરા કરનાર જે સમ્યગ્દષ્ટિ તેનો મહિમા કરી નિર્જરા અધિકાર પૂર્ણ કરે છેઃ
* કળશ ૧૬૨ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
6
' इति नवम् વન્ધ રુન્ધન્' –એ પ્રમાણે નવીન બંધને રોકતો અને નિખૈ: ગામિ ગંગે: સંશત: નિર્ઝરા-ઉષ્કૃમ્ભળેન પ્રાવસ્તું તુ ક્ષયમ્ ઉપનયન્' (પોતે ) પોતાના આઠ અંગો સહિત હોવાના કારણે નિર્જરા પ્રગટવાથી પૂર્વબદ્ધ કર્મોને નાશ કરી નાખતો ‘ સભ્યપદદિ: ' સમ્યગ્દષ્ટિ જીવ...'
"
અહા ! ૫૨મ આનંદરસમાં નિમગ્ન એવો સમ્યગ્દષ્ટિ નવીન બંધને રોકી દે છે અને
તેને નિ:શંકિત આદિ આઠ ગુણ પ્રગટ થયા હોવાથી તે કર્મની નિર્જરા કરનારો છે. તેને નિરંતર શુદ્ધ જ્ઞાનમય પરિણમન છે ને ? તેથી તે વડે તે પૂર્વબદ્ધ કર્મોનો નાશ કરી દે છે. અહા ! ‘શુદ્ધ' નું જેમાં પરિણમન થયું છે તે સમક્તિ કોઇ અચિંત્ય અલૌકિક ચીજ છે બાપા! અહા! એના વિના બહારમાં ગમે તેવી ક્રિયા કરે તોપણ એ બધાં થોથાં એટલે એકડા વિનાનાં મીંડાં છે.
અહા! અજ્ઞાની કહે છે-સમ્યગ્દર્શન વિના ચારિત્ર ન હોય એ તો ઠીક વાત છે, પણ સમ્યગ્દર્શનની ખબર કેમ પડે? એ તો ભગવાન કેવળી જ જાણે. માટે આ જે (આગમમાં કહેલી ) વ્યવહારની વ્રતાદિ ક્રિયા કરીએ છીએ તે સાધન છે અને માટે તે મોક્ષનો મારગ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #565
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૪૯ અરે ભાઈ ! સમકિતની ખબર ન પડે એ જ અજ્ઞાન છે. મિથ્યાત્વમાં રહે એને સમકિતની ખબર કેમ પડે? વ્રત, તપ આદિ રાગને સાધન માની તેમાં લીન રહે તે મિથ્યાત્વમાં રહેલો છે. તેને સમકિત શું સમકિતની ગંધેય આવે તેમ નથી. સમજાણું કાંઇ...?
અહીં કહે છે-સમ્યગ્દષ્ટિ જીવ “તિરસાત્' અતિ રસથી અર્થાત નિજરસમાં મસ્ત થયો થકો....'
જોયું? સમ્યગ્દષ્ટિ આનંદના રસમાં ચૈતન્યના રસમાં મસ્ત થયો છે. અહા ! ધર્મીની દશા અતીન્દ્રિય આનંદના રસમાં તરબોળ થઈ છે. અહા ! સંસારી અજ્ઞાની પ્રાણીઓ જ્યારે વિષય-કષાયના રસમાં-દુ:ખના રસમાં તરબોળ છે ત્યારે ધર્મી જીવ શુદ્ધ જ્ઞાનાનંદસ્વરૂપથી નીપજેલા આનંદના રસમાં તરબોળ છે. અહા ! વિષય-કષાયનો રસ તો ઝેરનો રસ છે, આકુળતાનો રસ છે. તેમાં સમકિતીને શું રસ હોય? સમકિતી તો આનંદનો-અમૃતનો સાગર પ્રભુ આત્મા છે તેમાં નિમગ્ન થવાથી ઉત્પન્ન થયેલા અતીન્દ્રિય આનંદના રસમાં તરબોળ થયો છે. સમકિતીનું નિર્મળ પરિણમન નિરાકુળ આનંદમાં રસબોળ છે.
તિરસતું' –અતિ રસથી એમ કહ્યું ને? ત્યાં “રસ' અને તેની સાથે “અતિ” શબ્દ જોડયો છે; તો “નિજરસમાં મસ્ત” –એમ એનો અર્થ કર્યો છે. અહા! શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્મા આનંદથી ઠસોઠસ ભરેલો ભગવાન આનંદઘન છે. તેમાં એકાકાર થયેલી ધર્મીની નિર્મળ પરિણતિ નિજરસમાં મસ્ત થઇ છે, નિરાકુળ આનંદના રસમાં મસ્ત થઇ છે. આવી ધર્મીની પરિણતિ ને આ ધર્મીની વ્યાખ્યા !
જુઓ, અહીં “સ્વયમ તિરસાત' –એમ બે શબ્દ પડ્યા છે. અર્થાત્ ધર્મી પોતે પોતાના આનંદના રસમાં મસ્ત થયો છે એમ કહે છે. કેવો? તો એવો મસ્ત થયો છે કે તેની આગળ એને ઇન્દ્રનાં ઇન્દ્રાસન પણ ફીકાંફચ લાગે છે વા ઝેર જેવાં ભાસે છે. બાપા! સમકિતીની અંતરદશા કોઇ અદભુત અલૌકિક હોય છે. આ વિષયલોલુપી જીવો અતિ રાગથી હાડ-માંસનાં ચૂંથણાં કરે છે ને ? અહા ! સમકિતીને એ ઝેર જેવાં ભાસે છે. અહા ! વીતરાગનો મારગ વીતરાગભાવ પ્રભુ! એકલા આનંદરસથી ભરપૂર ભરેલો છે; તેમાં વિષયરસનું ઝેર ક્યાં સમાય ?
સમ્યગ્દષ્ટિ જીવ “સ્વયં તિરસ' –આમાં “સ્વયં” આવ્યું ત્યો. કોઇ અજ્ઞાની સ્વયં” એટલે “પોતારૂપ” –એમ અર્થ કરે છે. સ્વયં પરિણમે છે એટલે પોતારૂપ પરિણમે છે એમ અર્થ કરે છે. પરંતુ બાપુ! “સ્વયં” એટલે સ્વતંત્રપણે પોતાથી જ પરિણમે છે એમ અર્થ છે. અજ્ઞાનીને નિમિત્તાધીન દષ્ટિ હોવાથી આ વાત ગોઠતી નથી. પણ શું થાય? અહીં કહે છે-ધર્મી ‘સ્વય' એટલે પોતે પોતાથી જ “તિરસાત'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #566
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આનંદરસમાં મસ્ત થયો છે. અહા ! નરકનો નારકી હોય તેને બહાર સંયોગ જુઓ તો ઠંડી અને ગરમીનો પાર ન મળે, છતાં ધર્મી જીવ ત્યાં પોતે પોતાથી આનંદરસમાંનિજાનંદરસમાં મસ્ત થયો છે. ગજબ વાત છે ભાઈ !
પ્રશ્ન:- તો શું આ સમકિતી છે એમ જાણવામાં આવે ?
ઉત્તર- જાણવામાં શું ન આવે? જાણવામાં ન આવે એવી ચીજ ક્યાં છે જગતમાં? અને જાણનાર શું ન જાણે? અહા ! જ્ઞાનનો સ્વભાવ જ જાણવાનો છે તે શું ના જાણે ?
તો બીજો પણ જાણી શકે?
એ જ કહ્યું ને કે જેને જ્ઞાનસ્વભાવ અંદર પ્રગટયો છે તે શું ન જાણે? અહા! સિદ્ધાંતમાં-ધવલમાં એ વાત લીધી છે. ત્યાં અવગ્રહ, ઇહા, અવાય ને ધારણાની ચર્ચા કરી છે ત્યાં વાત લીધી છે કે-આ જીવ ભવિ છે કે અભવિ? –અહા! એમ જ્યારે જ્ઞાની વિચાર કરે છે ત્યારે જ્ઞાનમાં એને એમ ભાસે છે કે-આને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે; માટે તે ભવિ જ છે, –આવો ધવલમાં પાઠ છે. બીજે ઠેકાણે અવગ્રહની વાતમાં આ કાઠિયાવાડી છે કે ક્યાંના છે? –એમ બહારની વાત લીધી છે, પરંતુ આમાં (ધવલમાં) તો અંદરની વાત લીધી છે. અરે ભગવાન! તારું જ્ઞાન શું ન જાણે પ્રભુ? “ન જાણે” –એ જ્ઞાનમાં હોતું જ નથી; જ્ઞાન સ્વને જાણે, પરને જાણે, ભગવાનનેય જાણે ને બધાયને જાણે એવું એનું સામર્થ્ય જ છે.
પ્રશ્ન- પણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર પ્રગટ ન થયાં હોય તેને? (ભવિ છે એમ જાણે કે નહિ?).
ઉત્તર:- એ તો કહ્યું ને? કે પ્રગટ થયાં હોય તેને જાણે છે કે આને પ્રગટ થયાં છે માટે ભવિ છે. બાકી જેને નથી તેનો પ્રશ્ન જ ક્યાં છે? કેમકે સમ્યગ્દર્શનાદિ પ્રગટયાં છે માટે આ ભવિ છે એમ જ્ઞાનમાં નિર્ણય થાય છે. બાકી જેને પ્રગટયાં નથી એ (ભવિ) છે કે નહિ એ પ્રશ્ન જ અહીં નથી. આ તો ભવિ જીવની લાયકાત –સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર-પ્રગટ થઈ ગઈ છે તો તેનો જ્ઞાનીને ખ્યાલ આવી જાય છે એની વાત છે. આને સમ્યગ્દર્શન-જ્ઞાન પ્રગટયાં છે એવો અંદરમાં નિશ્ચય થઇ જાય છે; માત્ર બહારમાં વ્યવહારથી નહિ, પણ અંદર નિશ્ચયથી નિર્ણય થાય છે. આવી વાત છે. અહા ! જગત આખું બહારમાં વિષય-કષાયમાં ને રાગમાં ઠગાઇ ગયું છે! આવે છે ને કે
સહજાનંદી રે આતમા, સૂતો કંઇ નિશ્ચિત રે, મોહતણા રે રણિયા ભમે, જાગ જાગ મતિવંત રે; લૂંટે જગતના જંત રે, નાખી વાંક અનંત રે....”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #567
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૫૧
અહા! શું કરવા પરણ્યા ‘તા? અમને નિભાવવા પડશે-એમ સ્ત્રી-પરિવાર આદિ લૂંટે છે. વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થાય; વ્યવહાર કરવો જોઇએ-એમ જગતના વ્યવહારિયા તને લૂંટે છે. અહા! જુઓ આ લૂંટારા! અને પાછો વાંક અનંત નાખે હોં; બહાનાં અનંત કાઢે.
અહા! ‘વિરલા કો ઉગવંત રે' –અહા! કોઇ વિરલ એમાંથી નીકળી જાય છે. મારગ બહુ વિરલ છે ભાઈ ! અહા ! સર્પિણી બચ્ચાંને જન્મ આપી તેમને કુંડાળું કરી ઘેરી લે છે ને એક એક કરી બધાને ખાઇ જાય છે. તેમાંથી કોઇક બહાર નીકળી જાય તે બચી
જાય છે. તેમ આ જગતના ફંદમાં ઘેરાયેલા જીવો અરેરે! બિચારા લૂંટાઇ રહ્યા છે! કોઇ ભાગ્યવંત વિરલ પુરુષ તેમાંથી નીકળી જાય છે.
અહા ! જીવ એકલો આવ્યો, એકલો રહે છે અને એકલો જાય છે. તે એકલો જ છે; તેને જગતથી શું સંબંધ છે?
પણ તે એમ માને તો ને?
અહા ! માનનાર મૂર્ખાઇપણે ગમે તે માને. પણ તેથી વસ્તુ એમ થોડી થઇ જાય છે? શ્રી નિયમસારમાં (ગાથા ૧૦૧માં ) આવે છે ને કે
66
જીવ એકલો જ મરે, સ્વયં જીવ એકલો જન્મે અરે ! જીવ એકનું નીપજે મરણ, જીવ એકલો સિદ્ધિ લડે. ”
આ શરીરના રજકણો ભાઈ! અહીં પડયા રહેશે; અને આ મકાન મહેલ પણ બધા પડયા રહેશે. બાપુ! એમાંની કોઇ ચીજ તારા સ્વરૂપમાં નથી. જીવ તો પ્રભુ! જીવમાં છે, પણ આ શરીર, મકાન, સ્ત્રી આદિ ક્યાં જીવમાં છે? તેઓ તો બધા ભિન્ન જ છે. તો તું તેમના મોહપાશમાંથી નીકળી જા. હવે લૂંટાવાનું રહેવા દે પ્રભુ!
અહા ! અજ્ઞાનીઓ પરને પોતાના માને છે, પણ અહા! પોતે એકલો આવ્યો, એક્લો દુ:ખ ભોગવે ને પોતાના એકત્વને પામીને મોક્ષમાં પણ એકલો આનંદ ભોગવે છે; તેને કોઇ ૫૨ સાથે સંબંધ છે જ નહિ, જુઓને આ સિદ્ધ ભગવાન! અહાહા...! સમીપમાં ( એકક્ષેત્રાવગાહમાં અનંત સિદ્ધો છે તોપણ તે પોતાનો આનંદ એકલા ભોગવે છે, બીજાના આનંદને ભોગવે નહિ ને પોતાનો આનંદ બીજાને આપે નહિ. અહીં! આવું વસ્તુનું જ એકત્વ-વિભક્તપણું છે. સમજાણું કાંઇ... ?
અહા! આ સંસાર તો નાટક છે બાપા! ન ટકે એવું છે માટે આ બધું નાટક છે. આ શરીર, મન, વાણી-બધું ન ટકે એવું નાટક છે. ત્રિકાળ ટકે એવો તો પોતે અવિનાશી ભગવાન આત્મા છે. બાકી તો બધાં રખડવા માટેનાં નાટક છે, ધૂળધાણી છે.
અહા ! અજ્ઞાનીને વિષય-કષાયના ને પૈસા ને આબરૂનાં રસનાં ઝેર ચઢી ગયાં છે, તે વડે તે બેહોશ-પાગલ થઇ ગયો છે. ધર્મી તો ‘સ્વયમ્ અતિસામ્' –પોતે પોતાથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #568
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પપર ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ નિજાનંદરસમાં મસ્ત થઇ ગયો છે. તેના આનંદરસમાં કોઇ ભાગીદાર નથી. એ તો અજ્ઞાનીના દુ:ખના રસમાંય બીજો ભાગીદાર ક્યાં છે? અહા ! તે જે રસમાં તું છે તેને ભોગવ બાપુ!
એ તો બે ભાઈની વાત નહોતી કહી? કે નાના ભાઈ માટે મોટો ભાઈ દવા લાવતો. હવે નાના ભાઈને કાંઈ ખબર નહિ કે દવામાં ઇંડાનો રસ હતો, તો નાનો ભાઈ તો પી જતો. હવે બન્યું એવું કે નાનો ભાઈ મરીને પરમાધામી થયો અને મોટો ભાઈ નારકી થયો. ત્યાં જાતિસ્મરણમાં ખ્યાલમાં આવી ગયું તો મોટો ભાઈ કહે
અરે ભાઈ ! પણ એ પાપ તો મેં તારા માટે કર્યું હતું ને?
ત્યારે નાનો ભાઈ કહે પણ કોણે કહ્યું? તું કે તું મારા માટે પાપ કરજે. માટે તારાં કરેલાં પાપ ભોગવ તું-એમ કહી નાનો ભાઈ (પરમાધામી) મોટા ભાઈને મારવા લાગ્યો, તો મોટો ભાઈ કહેવા લાગ્યો-અરે! તું મને મારે છે? શું આ ઠીક છે? હા, હું તો મારનાર છું; પરમાધામી છું ને? નાના ભાઈએ કહ્યું.
પ્રશ્ન:- પણ આપ તો હજારોમાંથી આ એક દાખલો આપો છો?
સમાધાન - અરે ભાઈ! આવા એક તો શું અનંત-અનંત પ્રસંગ તને થઇ ગયા છે. એક એક સંસારી જીવને આવી અનંતવાર સ્થિતિ થઇ છે. શું કહીએ બાપા? પોતે મરીને નારકી થાય ને સ્ત્રી મરીને પરમાધામી થાય. તારે આવા અનંત પ્રસંગ થઇ ગયા ભાઈ ! આ તો સંસારનું રખડપટ્ટીનું નાટક જ આવે છે કે બાપ થાય નારકી ને છોકરો થાય પરમાધામી. આમાં નવું શું છે ? (એનાથી છૂટવું હોય તો સમકિત પ્રગટ કર.)
અહીં કહે છે-ધર્મીને સમકિતીને તો આત્માના આનંદનો રસ ચડયો છે ને બીજો (કષાયનો) રસ ઉતરી ગયો છે. અહાહા...! છે અંદર? કે સમ્યગ્દષ્ટિ જીવ ‘સ્વયં તિરસાત્' પોતે નિજરસમાં મસ્ત થયો થકો ‘મા–મધ્ય–ત્તમુરું જ્ઞાન મૂત્વા' આદિ-મધ્ય-અંત રહિત (સર્વવ્યાપક, એક પ્રવાહરૂપ ધારાવાહી) જ્ઞાનરૂપ થઇને ‘ નનામો – વિII0' આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને (અર્થાત્ જ્ઞાન વડે સમસ્ત ગગનમંડળમાં વ્યાપીને) “નતિ' નૃત્ય કરે છે.
અહાહા...! કહે છે-જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા છે તેને આદિ-મધ્ય-અંત નથી. અહા ! જે છે તેની આદિ શું? એ તો છે, છે ને છે. અહા ! તેને મધ્ય પણ નથી ને અંત પણ નથી. ભગવાન આત્મા આદિ-મધ્ય-અંત વિનાનો સર્વવ્યાપક છે. એટલે શું? કે તે સર્વને જાણનારો છે. અહા! સર્વને જાણનારો તે એક પ્રવાહરૂપ ધારાવાહી જ્ઞાનરૂપ થઇને આકાશના વિસ્તારરૂપી રંગભૂમિમાં અવગાહન કરીને નૃત્ય કરે છે. મતલબ કે તે સર્વને જાણનારો રહીને નિજાનંદમાં મસ્ત થયો થકો નાચે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #569
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૫૩ અહા! ધર્મી આનંદમાં નાચી રહ્યો છે. કેવો થયો થકો? સમસ્ત ગગનમંડળને જ્ઞાન વડે જાણતો થકો તે નિજાનંદમાં નાચે છે. જુઓ આ ધર્માત્મા!
ત્યારે કોઇ અજ્ઞાનીઓ વળી કહે છે-ટોડરમલજી ને બનારસીદાસજી અધ્યાત્મની ભાંગ પીને નાચ્યા હતા. (એમ કે તેઓ પાગલ-મૂર્ખ હતા ).
અરે ભગવાન! આમ ન કહે પ્રભુ! શ્રી ટોડરમલજી અને બનારસીદાસજી તો નિજાનંદરસમાં નાચનારા સમર્થ જ્ઞાની હતા.
અજ્ઞાનીને નિશ્ચયસ્વરૂપની સૂઝ છે નહિ અને બહારમાં તે મૂઢ થઇને રહ્યો છે. અહા! શું થાય? જ્યાં સૂઝ પડે એમ છે ત્યાં તેને મુંઝ (મૂઢપણું ) છે અને જ્યાં મુંઝ (મૂઢતા) પડે એમ છે ત્યાં તેને સૂઝ પડે છે. જ્યાં વ્યવહારમાં અજ્ઞાનીને સૂઝ પડે છે ત્યાં તો તે નરી મૂઢતા છે અને સ્વરૂપમાં સૂઝ પડે તેમ છે ત્યાં તેની સૂઝ નથી. પણ બાપુ ! આવો અવસર અનંતકાળે મળવો દુર્લભ છે હોં. પૈસા-ધૂળનો પતિ ધૂળપતિ-અબજોપતિ તો તું અનંતવાર થયો પણ ભાઈ ! સમકિત થવું મહા મહા દુર્લભ છે. હવે આ જિનવચન સાંભળવુંય ન ગોઠ તેનું થાય? ( તેનું તો દુર્ભાગ્ય જ છે ).
* કળશ ૧૬૨ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “સમ્યગ્દષ્ટિને શંકાદિકૃત નવીન બંધ તો થતો નથી અને પોતે આઠ અંગો સહિત હોવાને લીધે નિર્જરાનો ઉદય હોવાથી તેને પૂર્વબંધનો નાશ થાય છે.”
અહા! સમ્યગ્દષ્ટિને એટલે કે જેને પરમાનંદમય પોતાનો ચૈતન્ય સાહેબો દષ્ટિમાંપ્રતીતિમાં આવ્યો છે તેવા સત્ દષ્ટિવંતને કહે છે, શંકાદિકૃત નવીન બંધ થતો નથી. શંકા, કાંક્ષા આદિ નહિ થવાથી નવીન બંધ તો થતા નથી અને આઠ અંગો સહિત હોવાને લીધે તેને પૂર્વબંધનો નાશ થઇ જાય છે.
“તેથી ધારાવાહી જ્ઞાનરસનું પાન કરીને....'
જોયું? સમકિતી ધારાવાહી સતત જ્ઞાનરસનું પાન કરે છે. શ્રી સોગાનીજીએ દ્રવ્યદષ્ટિ પ્રકાશ” માં નથી લખ્યું? કે જેમ તૃષા લાગી હોય તો શેરડીનો રસ ઘટ-ઘટ ઘૂંટડા ભરીને પીવે છે તેમ અમે આનંદને પીએ છીએ. અહા ! જ્ઞાની નિજાનંદરસને ઘૂંટ ભરી ભરીને પીએ છે. આવી વાત!
અહીં કહે છે- “તેથી ધારાવાહી જ્ઞાનરસનું પાન કરીને, જેમ કોઇ પુરુષ મધ પીને મગ્ન થયો થકો નૃત્યના અખાડામાં નૃત્ય કરે તેમ, નિર્મળ આકાશરૂપી રંગભૂમિમાં નૃત્ય કરે છે.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #570
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ અહા! જ્ઞાની જ્ઞાનરસનું પાન કરીને નાચે છે. જ્યારે! અજ્ઞાનીએ આત્માના આનંદના રસનું પીવું તે સમકિત અને તે ધર્મ છે એવું કદી સાંભળ્યું નથી. એટલે બિચારો મંડી પડે વ્રતને તપ કરવા અને માને કે ધર્મ થઈ ગયો. પણ અહીં કહે છે-આત્મા પૂર્ણ આનંદસ્વરૂપ છે અને જ્ઞાની તેના શ્રદ્ધાનરૂપે પરિણમ્યો છે. એટલે શું થયું? કે એના શ્રદ્ધાનની સાથે આનંદ આવ્યો છે અને તે, મધ પીને જેમ કોઇ નાચે તેમ, આનંદ પીને નાચે છે અર્થાત્ નિજાનંદને ભોગવે છે. આનું નામ ધર્મ છે. અજ્ઞાનીનાં વ્રત ને તપ તો બધાં થોથાં છે.
પ્રશ્ન- “સમ્યગ્દષ્ટિને નિર્જરા થાય છે, બંધ થતો નથી એમ તમે કહેતા આવ્યા છો. પરંતુ સિદ્ધાંતમાં ગુણસ્થાનોની પરિપાટીમાં અવિરત સમ્યગ્દષ્ટિ વગેરેને બંધ કહેવામાં આવ્યો છે. વળી ઘાતકર્મોનું કાર્ય આત્માના ગુણોનો ઘાત કરવાનું છે તેથી દર્શન, જ્ઞાન, સુખ, વીર્ય-એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે, ચારિત્રમોહનો ઉદય નવીન બંધ પણ કરે છે. જો મોહના ઉદયમાં બંધ ન માનવામાં આવે તો તે મિથ્યાદષ્ટિને મિથ્યાત્વઅનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ કેમ ન મનાય?
જુઓ, આ પ્રશ્ન! આમાં ત્રણ વાત મૂકી છે.
૧. જ્ઞાનીને ચોથે, પાંચમે આદિ ગુણસ્થાને સિદ્ધાંતમાં બંધ કહેવામાં આવ્યો છે, છતાં તેને બંધ નથી તેમ આપ કહો છો. સમકિતી અતીન્દ્રિય આનંદમાં મસ્ત છે એ ખરું, પણ તેને આ બંધ છે ને? અને ઘાત પણ થાય છે ને? એ જ કહે છે
૨. તેને ઘાતી કર્મને લઇને જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય-એ ગુણોનો ઘાત પણ વિદ્યમાન છે.
૩. વળી ચારિત્રમોહના ઉદયને લઇને તેને નવીન બંધ પણ થાય છે. જ્ઞાનીને ચારિત્રમોહનો રાગ છે કે નહિ? છે; તો નવીન બંધ પણ થાય છે. માટે, જો ચારિત્રમોહના ઉદયમાં પણ બંધ ન માનવામાં આવે તો મિથ્યાદષ્ટિને મિથ્યાત્વ ને અનંતાનુબંધીનો ઉદય હોવા છતાં બંધ નથી એમ કેમ ન માનવું?
તેનું સમાધાન - “બંધ થવામાં મુખ્ય કારણ મિથ્યાત્વ-અનંતાનુબંધીનો ઉદય જ છે; અને સમ્યગ્દષ્ટિને તો તેમના ઉદયનો અભાવ છે.”
લ્યો, આ મૂળ વાત કીધી. મિથ્યાત્વ કહેતાં વિપરીત માન્યતા અને અનંતાનુબંધીનું પરિણમન એ જ બંધ થવામાં મુખ્ય કારણ છે. મિથ્યાત્વની સાથે રહેલો કષાય તે અનંતાનુબંધી કષાય છે. અને તેને જ બંધનું મુખ્ય કારણ કહેવામાં આવ્યું છે. પરંતુ સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ પણ નથી અને અનંતાનુબંધી કષાય પણ નથી. સમ્યગ્દષ્ટિને તો તે બન્નેનો અભાવ છે. હવે કહે છે
ચારિત્રમોહના ઉદયથી જોકે સુખગુણનો ઘાત છે તથા મિથ્યાત્વ-અનંતાનુબંધી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #571
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ પપપ સિવાય અને તેમની સાથે રહેનારી અન્ય પ્રકૃતિઓ સિવાય બાકીની ઘાતિ કર્મની પ્રકૃતિઓનો અલ્પ સ્થિતિ અનુભાગવાળો બંધ તેમ જ બાકીની અધાતિકર્મોની પ્રકૃતિઓનો બંધ થાય છે, તો પણ જેવો મિથ્યાત્વ-અનંતાનુબંધી સહિત થાય છે તેવો થતો નથી.'
જુઓ, મિથ્યાત્વ અને અનંતાનુબંધીની ભૂમિકામાં જેવો બંધ થાય છે તેવો બંધ જ્ઞાનીને થતો નથી. અને તે અપેક્ષાએ તેને બંધ નથી એમ અહીં કહેવામાં આવ્યું છે.
અનંત સંસારનું કારણ તો મિથ્યાત્વ-અનંતાનુબંધી જ છે; તેમનો અભાવ થયા પછી તેમનો બંધ થતો નથી; અને જ્યાં આત્મા જ્ઞાની થયો ત્યાં અન્ય બંધની કોણ ગણતરી કરે ?'
જોયું? મિથ્યા શ્રદ્ધાન ને અનંતાનુબંધી કષાય જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે. એ જ બંધનું ને સંસારનું મૂળ કારણ છે. અહા! આત્મા જ્ઞાની થયો ત્યાં અનંત સંસારનું બંધન રહ્યું નહિ ને જે અલ્પ બંધન છે તેની, કહે છે ગણતરી શું?
“વૃક્ષની જડ કપાયા પછી લીલાં પાંદડાં રહેવાની અવધિ શું?' મોટો આંબો કે મોટી આંબલી હોય, પણ તેનું મૂળ નીચેથી કાપી નાખે તો પછી પાંદડાં રહેવાનો કાળ કેટલો? બહુ થોડો; કેમકે તેને પોષણ નથી તેમ મિથ્યાત્વાદિ નાશ પામી જતાં કિંચિત્ બંધન છે પણ તેને પોષણ નથી, તે બંધન નાશ પામી જવા માટે જ છે.
માટે આ અધ્યાત્મશાસ્ત્રમાં સામાન્યપણે જ્ઞાની અજ્ઞાની હોવા વિષે જ પ્રધાન કથન છે.'
વ્યો, અહીં તો જ્ઞાની-અજ્ઞાની વિષે જ મુખ્ય કથન છે. અસ્થિરતાની વાત અહીં મુખ્ય નથી. આ અધ્યાત્મશાસ્ત્ર છે ને? તો તેમાં જ્ઞાની-અજ્ઞાની લેવા વિષે જ મુખ્ય કથન છે.
જ્ઞાની થયા પછી જે કાંઇ કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં.'
શું કહ્યું? કે “જ્ઞાની થયા પછી...' અહા ! છે અંદર? અહા! ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ એક ચૈતન્યમાત્ર વસ્તુ છે. પણ અનંતકાળથી તેનું વેદન ન હતું, અનાદિથી તેને વિકારનું દુઃખનું વદન હતું. પરંતુ સ્વસમ્મુખ થઇ પરિણમતાં અંતરમાં જ્ઞાનની પર્યાયમાં સ્વય પ્રભુ આત્મા જણાયો ત્યારે તેને વિકારનું વદન ખસીને નિર્વિકાર શુદ્ધ આનંદનું વેદન શરૂ થયું અને તે જ્ઞાની થયો. હવે તેને જ્ઞાનમય પરિણમન નિરંતર રહેતું હોવાથી કહે છે, જ્ઞાની થયા પછી જે કાંઇ પૂર્વનાં કર્મ રહ્યાં હોય તે સહજ જ મટતાં જવાનાં.
નીચેના દષ્ટાંત પ્રમાણે જ્ઞાનીનું સમજવું:
કોઇ પુરુષ દરિદ્ર હોવાથી ઝૂંપડીમાં રહેતો હતો. તેને ભાગ્યના ઉદયથી ધન સહિત મોટા મહેલની પ્રાપ્તિ થઇ તેથી તે મહેલમાં રહેવા ગયો, જોકે તે મહેલમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #572
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પપ૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ઘણા દિવસનો કચરો ભર્યો હતો તોપણ જે દિવસે તેણે આવીને મહેલમાં પ્રવેશ કર્યો તે દિવસથી જ તે મહેલનો ધણી બની ગયો, સંપદાવાન થઇ ગયો. હવે કચરો ઝાડવાનો છે તે અનુક્રમે પોતાના બળ અનુસાર ઝાડ છે. જ્યારે બધો કચરો ઝડાઈ જશે અને મહેલ ઉજ્વળ બની જશે ત્યારે તે પરમાનંદ ભોગવશે. આવી જ રીતે જ્ઞાનીનું જાણવું.'
અહા ! અનાદિકાળથી આત્મા પુણ્ય-પાપરૂપ વા રાગદ્વેષ વિકારની ઝૂંપડીમાં હતો. પણ પુણ્યના ફળમાં તો મહેલ હોય ને?
સમાધાનઃ- ધૂળેય મહેલ નથી સાંભળને. એ ક્યાં મહેલમાં છે? એ તો જ્યાં હોય ત્યાં રાગમાં-કષાયમાં છે. અરે ભાઈ ! એ મહેલમાં રહ્યો છે કે વિકારમાં-કપાયમાં ? અનાદિથી તે તો રાગની –કષાયની ઝૂંપડીમાં રહ્યો છે. અહીં દષ્ટાંતમાં જેમ ભાગ્યના ઉદયથી સંપદા સહિત મહેલ મળ્યો તેમ ધર્મીને સ્વસમ્મુખતાના પુરુષાર્થથી આનંદના અનુભવ સહિત ભગવાન આત્મા પ્રાપ્ત થયો છે. અહા ! ઝૂંપડીમાં રહેતો હતો તેને મહેલ મળ્યો અને પાછો ધનસહિત હોં; તેમ ધર્મી જીવ કષાયની ઝૂંપડીમાં રહેતો હતો તેને આનંદ સહિત જ્ઞાનાનંદમય આત્મ-મહેલ મળ્યો. હવે તે તે મહેલનો સ્વામી થઇ ગયો. હવે તો કચરો કાઢવાનો છે તે હળવે-હળવે કાઢશે.
અહા! અજ્ઞાનભાવે પૂર્વે કર્મ બંધાયેલા છે ને? તો તે અંદર કચરો પડ્યો છે એમ કહે છે. પણ હવે અનંતલક્ષ્મીના ભંડાર સહિત ભગવાન આત્માનો ધર્મી સ્વામી થયો છે. અહા ! પુરુષાર્થની જાગૃતિથી પોતાનાં સમ્યક પ્રકારે જ્ઞાન-શ્રદ્ધાન થયાં ત્યારથી ધર્મી જીવ અનંતી ચૈતન્યસંપદા સહિત ભગવાન આત્માનો સ્વામી થઈ ગયો છે. ત્યાં દષ્ટાંતમાં તો ભાગ્યના ઉદયથી લક્ષ્મીયુક્ત મહેલનો સ્વામી થયો છે પણ ધર્મી જીવ તો પુરુષાર્થની જાગૃતિથી ચૈતન્યલક્ષ્મીરૂપ આત્માનો સ્વામી થયો છે; એમાં આટલો ફેર છે.
અહાહા....! આત્મા અનંતગુણરિદ્ધિથી સમૃદ્ધ પૂરણ જ્ઞાન ને આનંદથી ભરેલો ભગવાન છે. “ભગ' નામ જ્ઞાન ને આનંદની લક્ષ્મીથી ભરેલો આત્મા ભગવાન છે. આવા શુદ્ધચિદાનંદઘન પ્રભુ આત્માની દષ્ટિ-પ્રતીતિ થતાં તે આત્માનો સ્વામી થઇ ગયો છે. હવે તેને વિકારની દૃષ્ટિ અને વિકારનું સ્વામિત્વ નાશ પામી ગયાં છે. તેથી પૂર્વનાં કર્મો કોઇ હુજુ પડયાં છે, કચરો પડયો છે તે સ્વરૂપની એકાગ્રતાના અભ્યાસ વડે હુળવેહળવે ટળી જશે, ઝરી જશે, નાશ પામી જશે.
હા, પણ એ બધું આ બહારનું (સ્ત્રી-પરિવાર આદિ) છોડશે ત્યારે ને?
સમાધાન - બહારનું કોણ છોડે ? અને શું છોડે ? એ બધાં પર શું એણે ગ્રહ્યાં છે કે છોડ? અરે ભાઈ ! પરને હું છોડું છું એ માન્યતા જ મિથ્યાત્વ છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #573
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ ૫૫૭ કેમકે પરનાં ગ્રહણ-ત્યાગ આત્માને છે જ નહિ. અહા ! આત્મામાં ત્યાગઉપાદાનશુન્યત્વ નામની શક્તિ છે. આ શક્તિના કારણે તે પરનાં ગ્રહણ-ત્યાગ કરે એવું છે જ નહિ. પોતાનામાં પરનો જ્યાં ત્રિકાળ ત્યાગ જ છે ત્યાં ત્યાગ કોનો કહેવો? અહા ! મિથ્યાત્વ અને રાગને છોડયાં એમ કહેવું એ પણ વ્યવહાર છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા જ્યાં દષ્ટિમાં આવ્યો ત્યાં મિથ્યાત્વ ઉત્પન્ન જ થયું નહિ તો મિથ્યાત્વને છોડ્યું એમ કહેવામાં આવે છે. અહા! સ્વભાવનું ગ્રહણ થતાં વિભાવ છૂટી ગયો, ઉત્પન્ન થયો નહિ તો વિભાવને છોડયો એમ નામમાત્ર કથનથી કહેવામાં આવે છે.
એ તો ગાથા ૩૪માં (ટકામાં) આવે છે કે આત્માને રાગના ત્યાગનું કર્તાપણું છે એ નામમાત્ર છે. હવે ત્યાં પરના (ધન, કુટુંબાદિના) ત્યાગ-કર્તાની તો વાત જ ક્યાં રહી? તેઓ ક્યાં આત્મામાં છે કે તેનો ત્યાગ કરે? પરનો તો સ્વદ્રવ્યમાં ત્રિકાળ અભાવ જ છે. પરંતુ અંદરમાં પૂર્ણાનંદના નાથ પ્રભુ આત્માનું જ્ઞાન-શ્રદ્ધાન છોડીને અનંતકાળથી તે “રાગ ને પુણ્ય-પાપના ભાવ તે હું” –એવી પ્રતીતિમાં વસ્યો છે. તે વિકારની ઝૂંપડીમાં વસેલો દરિદ્રી ભિખારી છે. અહા ! અહીં બહારમાં મોટો અબજપતિ શેઠીઓ હોય પણ વિકારમાં તે વસે છે તો ભિખારી છે, દરિદ્રી છે. ઝીણી વાત છે ભાઈ !
અહા અનાદિથી જે વિકારમાં વસ્યો હતો તેને સંસારની પ્રાપ્તિ હતી. પરંતુ હવે પુરુષાર્થ જાગ્રત કરીને અંદર ભગવાન આત્માને ભાળ્યો તો, દષ્ટાંતમાં જેમ કોઇને લક્ષ્મી સહિત મહેલ મળ્યો તેમ, તેને અનંત અનંત આનંદની લક્ષ્મી સહિત ભગવાન આત્માની પ્રાપ્તિ થઇ. હવે ધીમે-ધીમે તે અંદર જે પૂર્વનો કચરો-કર્મ છે તેને સ્વરૂપની એકાગ્રતા વડ ટાળશે. આ નિર્જરા અધિકાર છે ને? એટલે કહે છે કે તેને આ બાજુ (સ્વભાવમાં) એકાગ્રતા-લીનતા કરતાં કરતાં પૂર્વની પ્રકૃતિ-કર્મઅશુદ્ધતા છે તે ટળી જશે અને તેથી તે પરમાનંદને ભોગવશે. અહા ! જ્ઞાનીને આનંદનો અનુભવ તો થયો છે, પણ પૂર્ણ આનંદનો અનુભવ નથી. એટલે હવે તે પોતાના સ્વભાવમાં સ્થિરતા કરીને પૂર્વનાં કર્મ છે તેને ખેરવી નાખશે અને ત્યારે તે પરમાનંદને ભોગવશે, અર્થાત્ પરમ આનંદરૂપ મુક્તદશાને પ્રાપ્ત થઇ થશે. આવો મારગ છે.
“આ પ્રમાણે નિર્જરા (રંગભૂમિમાંથી) બહાર નીકળી ગઇ.” એટલે શું? એટલે કે નિર્જરાનું જ્ઞાન-ભાન થઈ ગયું.
એ રીતે, નિર્જરા કે જેણે રંગભૂમિમાં પ્રવેશ કર્યો હતો તે પોતાનું સ્વરૂપ પ્રગટ બતાવીને બહાર નીકળી ગઈ.'
હવે બધાનો (આખા અધિકારનો ) સરવાળો-ટોટલ કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #574
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૫૮ ]
ચિન રત્નાકર ભાગ-૭ “સમ્યકાંત મહંત સદા સમભાવ રહૈ દુ:ખ સંકટ આયે, કર્મ નવીન બંધ ન તવૈ અર પૂરવ બંધ ઝડે વિન ભાવે; પૂરણ અંગ સુદર્શનરૂપ ધરે નિત જ્ઞાન બઢ નિજ પાયે,
યો શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાય.” જુઓ, આમાં આખા નિર્જરા અધિકારનો સાર કહ્યો. “સમ્યકાંત મહંત' અહા ! જેને અંદર પોતાના ચિદાનંદઘન સ્વરૂપ આત્માનું ભાન થયું છે તે મહંત કહેતાં મહાન આત્મા છે. અહા ! સમકિતી પુરુષ મહંત છે. રાગને આત્મા માનનારો બહિરાત્મા દુરાત્મા છે અને સમકિતી મહા આત્મા છે, મહંત છે. આ લોકોમાં મહંત કહેવાય છે તે મહંત નહિ, આ તો અંદર ચૈતન્યમહાપ્રભુ પડ્યો છે તેની જેને નિર્મળ પ્રતીતિ થઇ છે તે સમકિતી મહંત છે એમ વાત છે.
સમ્યકવંત મહંત સદા સમભાવ રહૈ દુઃખ સંકટ આવે.'
અહાહા...! શું કહે છે? કે દુઃખ નામ પ્રતિકૂળતાના સંયોગોના ઢગલામાં હોય તોપણ જ્ઞાની ધર્મી પુરુષ તો સમભાવમાં રહે છે. જ્ઞાની છે ને? તો પ્રતિકૂળતાના કાળે જે દ્વિષ થતો તે અનુકૂળતાના કાળે જે રાગ થતો તે વાત હવે રહી નથી કેમકે હુવે પરવસ્તુમાં ઇષ્ટ-અનિષ્ટપણાની બુદ્ધિ નથી. અહીં ! સમ્યફવંત નામ સત્-દષ્ટિવંત મહંત છે અને તે સદા સમભાવમાં રહે છે. “સદા સમભાવ રહે” –જોયું? “સદા સમભાવ રહે” –એમ કહ્યું છે. મતલબ કે સમકિતીને કોઇ વખતે પણ વિષમભાવ છે નહિ. એ તો સદા જ્ઞાતાદિષ્ટાભાવે સમપણે જ પરિણમે છે.
તો શું બે ભાઈઓ (ભરત, બાહુબલી) લડયા હતા તોય તેમને સમભાવ હતો?
હા, તેમને અંતરમાં તો સમભાવ જ હતો. ભરત ને બાહુબલી બે લડયા-એ તો ઉપરથી ચારિત્રની અસ્થિરતાનો દોષ છે. અંતરમાં તો રાગ-રોષનો અભિપ્રાય છૂટી ગયેલો છે. તેમને પ્રતિકૂળતા પ્રત્યે દ્વેષ છૂટી ગયેલો છે. કિંચિત્ અલ્પ દ્વષ થયો છે તો તે પ્રતિકૂળતાને કારણે થયો છે એમ નથી પણ પોતાની નબળાઇને લઇને કિંચિત્ દ્વેષ ઉત્પન્ન થયો છે. તેને પણ સમકિતી તો ય જાણે છે અને સ્વરૂપની એકાગ્રતાના અભ્યાસ વડે અલ્પકાળમાં તેનો નાશ કરી દે છે.
અહા! કહે છે- “સમભાવ રહે, દુઃખ સંકટ આયે' -સંકટ નામ અનેક પ્રકારે બિહારમાં પ્રતિકૂળતા આવે તો પણ સમકિતી સમભાવ રાખે છે, જાણવા-દેખવાના ભાવે પરિણમે છે. ૨૦ વર્ષનો જુવાન દીકરો અવસાન પામી જાય તોય સમકિતીને ત્યાં સમભાવ છે. જેમ ઘેર મહેમાન આવ્યા હોય તે થોડો વખત રહી ચાલ્યા જાય તેમ કુટુંબીજનો પણ થોડો કાળ રહી મુદત પાકી જતાં ચાલ્યા જાય છે; સંયોગનું સ્વરૂપ જ આવું છે એમ જ્ઞાની જાણે છે. તેને કિંચિત્ રાગાદિ થાય તોપણ તે સંયોગના કારણે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #575
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૬ ]
[ પ૫૯ નહિ પણ પોતાની કમજોરીના કારણે થાય છે. જ્ઞાનીને બાહ્ય અનુકૂળ-પ્રતિકૂળ શેયને કારણે રાગદ્વેષ થતા નથી પણ પોતાની કમજોરીને લઇને કિંચિત્ રાગાદિ થાય છે અને તેને તે હેય જાણે છે. અજ્ઞાનીને તો સંયોગમાં ઇષ્ટ–અનિષ્ટપણું હોવાથી તેને સંયોગના કારણે (સંયોગમાં જોડાવાથી) રાગદ્વેષ થાય છે. આમ બેમાં બહુ મોટો ફેર છે. વીતરાગ મારગ બહુ અલૌકિક બાપા! એને જે સમજ્યો એનો તો બેડો પાર થઈ ગયો.
અહા! ત્રણલોકના નાથ અરિહંત પરમાત્માને જે અનંતસ્વભાવો (અનંત ચતુષ્ટય ) પ્રગટ થયા તેની તો શી વાત ! પણ તેને બહારમાં જે અતિશય પ્રગટ થયા છે તે પણ અભુત આશ્ચર્ય ઉપજાવે તેવા છે. અહા ! જુઓ તો ખરા ! એની સભામાં સો સો ઇન્દ્રો નતમસ્તક છે. મોટા મોટા કેસરી સિંહો ગલુડિયાની જેમ સભામાં ચાલ્યા આવે છે અને અત્યંત વિનમ્રપણે ભગવાનની વાણી સાંભળે છે. જંગલમાંથી સિંહ, વાઘ, હાથી, પચીસ-પચીસ હાથ લાંબા કાળા નાગ સમોસરણમાં આવે છે ને ભગવાનની વાણી સાંભળે છે. અહો ! શું તે વાણી ! ભવ્ય જીવોને આનંદ આપનારી ને ભવહારી તે વાણી કોઈ જુદી જાતની હોય છે. અહા ! તે પરમ અદ્દભુત વાણી અહીં સમયસારમાં આચાર્યદવે પ્રવાહિત કરી છે. તો કહે છે
ધર્મી-સમકિતી કે જેને અનંતસ્વભાવથી ભરેલો પોતાનો ચિદાનંદસ્વરૂપ આત્મા પ્રાપ્ત થયો છે તે મહંત છે અને તે સદા સમભાવમાં રહે છે. એટલે શું? કે અનુકૂળપ્રતિકૂળ સંયોગમાં તેને સદા સમભાવ છે, આનંદ છે. તે સર્વ સંયોગો પ્રતિ જ્ઞાતા-દેટાના ભાવે જ રહે છે, પણ તેમાં વિષમતાને પ્રાપ્ત થતો નથી. તે કારણે “કર્મ નવીન બંધ ન તવૈ” –ધર્મી પુરુષ નવાં કર્મ બાંધતો નથી. અહા ! બાપુ! સમકિત શું અલૌકિક ચીજ છે તેની લોકોને ખબર નથી. અહીં કહે છે-સમકિતી નવીન કર્મ બાંધતો નથી.
અહા! અજ્ઞાનીને અંતરમાં પોતાની મોટપ બેઠી નથી તેથી બહારમાં વ્રત, તપ આદિ રાગના ભાવ વડે કલ્યાણ થઇ જશે એમ માને છે, પણ એથી તો ધૂળેય કલ્યાણ નહિ થાય. અહા ! પ્રભુ! તને તારી મોટપ બેઠી નથી ને તું ધર્મ કરવા નીકળ્યો? બાપુ! એમ ધર્મ નહિ થાય. દયા, દાન, વ્રત આદિ તો બધી રાગની રાંકાઇ છે. અંદર પૂર્ણ ભગવાન સ્વરૂપે તું અંદર પડયો છે તેનો મહિમા લાવી તેનો આશ્રય કર જેથી તને સમકિત-પહેલામાં પહેલો ધર્મ-પ્રગટશે અને તે પ્રગટતાં નવીન કર્મબંધ નહિ થાય એમ કહે છે. સમજાણું કાંઇ....?
અહાહા...! કહે છેકર્મ નવીન બંધ ન ત અર પૂરવ બંધ ઝડૅ બિન જાયે”
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #576
--------------------------------------------------------------------------
________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૫૬૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
જોયું? કર્મ તો ‘બિન ભાયે' –વગર ભાવનાએ ખરી જાય છે એમ કહે છે. અહા ! આંહી જ્યાં સ્વભાવમાં એકાગ્ર થયો તો કર્મ તેની મેળે ખરી જાય છે. ‘બિન ભાયે’ એટલે કે ભાવના કર્યા વિના એની મેળે ખરી જાય છે. આવો મારગ છે. કોઇને થાય કે વળી આવો તો જૈનધર્મ હશે? એમ કે વ્રત કરવા, ઉપવાસ કરવા, ભક્તિ કરવી, જાત્રા કરવી ઇત્યાદિ તો જૈનધર્મમાં કહ્યાં છે પણ આ તે કેવો ધર્મ? અરે બાપુ! તને ખબર નથી ભાઈ ! તું જે ક્રિયાઓ કહે છે એ તો બધો રાગ છે, તે કાંઇ શુદ્ધ ચૈતન્યની ક્રિયા નથી, અને તેથી તે જૈનધર્મ નથી. અહા! જગતથી સાવ જુદી જ વાત છે. (ધર્મીને તેવો રાગ આવે છે એ જુદી વાત છે પણ તે કાંઇ ધર્મ નથી, ધર્મ તો અંતર એકાગ્રતારૂપ છે).
અહા ! સર્વજ્ઞ વીતરાગ પરમેશ્વરે જેવો આ આત્મા અંદર છે તેવો જોયો અને કહ્યો છે. તો તેમણે જેવો આત્મા જોયો છે તેવો જ જેણે અંદ૨માં જોયો છે તે જીવ જ્ઞાની ધર્મી છે; અને તેને નવીન બંધ નથી તથા પૂર્વનાં કર્મ આપ મેળે ખરી જાય છે. હવે કહે છે‘પૂરણ અંગ સુદર્શનરૂપ ધરે નિત જ્ઞાન બઢે નિજ પાયે.'
અહા ! પૂરણ અંગ-સમકિતના આઠે ગુણ સહિત તે સુદર્શન નામ સમ્યગ્દર્શન ધરે છે અર્થાત્ નિઃશંક્તિ આદિ આઠે ગુણ સહિત તે શુદ્ધ પૂર્ણ સમકિતને ધારે છે. તેથી ‘નિત જ્ઞાન બહૈ' જ્ઞાન નામ અંતઃશુદ્ધતા વધતી જાય છે. નિર્જરા છે ને? અહા ! થોડા શબ્દોમાં કેટલું મૂકયું છે? કહે છે
‘નિત જ્ઞાન બઢે નિજ પાયે ' –અહા ! શુદ્ધ સ્વરૂપને જે પ્રાપ્ત થયો છે તેને જ્ઞાનની શુદ્ધતા નિરંતર વધતી જાય છે. આવો ધર્મ લોકોને આકરો પડે છે એટલે કહેવા લાગે છે કે આ સોનગઢથી નવો કાઢયો છે. અરે ભાઈ ! આ નવો નથી બાપા! આ તો વીતરાગ સર્વજ્ઞનો માર્ગ અનાદિથી છે ભાઈ! ભગવાન! તને ખબર નથી પણ મારગ તો આ જ અનાદિથી છે.
ત્યારે વળી કોઇ કહે છે-તમે ઘ૨ના અર્થ કરો છો.
એમ નથી બાપુ! આ તો જે છે તેનો અર્થ કરીએ છીએ. તને બેસે નહિ એટલે તું ગમે તેમ માને; અત્યારે પુણ્ય હશે તો ‘ ફાવ્યો' –એમ લાગશે પણ એનાં (વિપરીત માન્યતાનાં) ફળ સારાં નહિ આવે ભાઈ! અહા ! વસ્તુ તો આવી જ છે પ્રભુ!
,
અહીં કહે છે- ‘ પૂરણ અંગ સુદર્શનરૂપ ધરૈ' –સુદર્શન એટલે સમ્યગ્દર્શન. ‘સુ’ છે ને? તો આઠો ગુણ સહિત સમ્યગ્દર્શન ધરે છે તેને ‘નિજ પાયે’ –આત્માની પ્રાપ્તિ દ્વારા નિરંતર જ્ઞાન નામ જ્ઞાનની શુદ્ધતા-આત્માની શુદ્ધતા વધતી જાય છે. અહા! જેમ જેમ જ્ઞાનમાં એકાગ્રતા વધતી જાય તેમ તેમ તેની શુદ્ધતા વધતી જાય છે; અર્થાત્ અશુદ્ધતાની વિશેષ-વિશેષ નિર્જરા થતી જાય છે. આવી વાત છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
Page #577
--------------------------------------------------------------------------
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૩૬ ] [ 561 હવે કહે છે “યો શિવમારગ સાધિ નિરંતર આનંદરૂપ નિજાતમ થાય.' અહાહા....! “યોં” –એટલે આ રીતે મતલબ કે બીજી રીતે નહિ તેમ-આ રીતે ભગવાન કેવળીએ જે શિવમારગ નામ મોક્ષનો માર્ગ કહ્યો છે તેને નિરંતર સાધતો થકો પોતાનો આત્મા આનંદરૂપ વા પૂર્ણ અતીન્દ્રિય આનંદસ્વરૂપ થઇ જાય છે. આનું નામ પરમાનંદસ્વરૂપ મોક્ષ છે. અહા! અંતરમાં સ્વરૂપનું ધ્યાન કરે તે સાધન છે, અને તે વડે ધર્મી પુરુષ સાધ્ય જે પરમાનંદસ્વરૂપ મોક્ષ તેને પ્રાપ્ત થઇ જાય છેપરંતુ એમ નથી કે તે રાગના સાધન વડે પરમ આનંદદશારૂપ મોક્ષને પ્રાપ્ત થાય છે. સમજાણું કાંઇ? હવે આત્મા શું? ને ધર્મ શું? –એની ખબરેય ન મળે અને સામાયિક આદિ ક્રિયા કરે પણ એથી શું? એમાં ક્યાં સામાયિક છે? પોતે આત્મા શું ચીજ છે અને તેમાં ઠરવું કઇ રીતે તે જાણ્યા વિના અજ્ઞાની ઠરશે શેમાં? રાગમાં ઠરશે. આત્મામાં ઠર્યા વિના એને સામાયિકેય નથી ને ધર્મય નથી; તો પછી મોક્ષની તો વાત જ ક્યાં રહી? બાપુ! મારગ તો આવો અંદર સ્વરૂપમાં ઠરવારૂપ છે અને તે શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે પ્રગટ થાય છે, પણ રાગના આશ્રયે કદીય પ્રગટતો નથી. સમજાણું કાંઈ....? આ પ્રમાણે આ સમયસાર શાસ્ત્ર ઉપર પરમ કૃપાળુ સદ્ગુરુદેવશ્રી કાનજીસ્વામીના પ્રવચનનો છઠ્ઠો નિર્જરા અધિકાર સમાપ્ત થયો. [ પ્રવચન નં. 306 (શેષ) થી 308 * દિનાંક 30-1-77 થી 1-2-77] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com