________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩ર ]
વન રત્નાકર ભાગ-૭ કહ્યું અને અહીંયાં આવો અહીંયાં આવો એમ પણ બે વાર કહ્યું ! મતલબ કે અહીંયાં અંદર આત્મા પૂર્ણાનંદનો નાથ પ્રભુ રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપે જે વિરાજી રહ્યો છે તે તારું અવિનાશી ધ્રુવધામ છે; માટે અન્ય સર્વનું લક્ષ છોડીને તેમાં આવી જા. અહા હા... હા..! શું કરુણા છે! (પોતે જે નિરાકુલ આનંદનો સ્વાદ ચાખ્યો છે તે આખું જગત ચાખો-એમ આચાર્યદેવને અંતરમાં કરુણાનો ભાવ થયો છે).
કહે છે-આ તરફ આવો, આ તરફ આવો; અહીંયાં નિવાસ કરો. માત્ર વાસ કરોએમ નહિ, પણ નિવાસ કરો-એમ કહે છે. વાસ-વસવું-એ તો સામાન્ય છે. પણ આ તો નિવાસ”-વિશેષ કથન છે. મતલબ કે અહીં સ્વરૂપમાં એવા રહો કે ત્યાંથી ફરીથી નીકળવું ન પડે. અંદર ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે એમાં આવીને સ્થિર થઈ જાઓ એમ કહે છે. અહો! અદ્ભુત કળશ ને અદ્દભુત શૈલી ! આચાર્ય અમૃતચંદ્ર-ચાલતા સિદ્ધ-સૌને સિદ્ધપદ માટે આહ્વાન આપે છે!
કહે છે-આ તરફ આવો, આ તરફ આવો, અહીં નિવાસ કરો. કેમ? તો કહે છે ‘મિમિ'-તમારું પદ આ છે-આ છે. ત્રણ વાત કહી
૧. પુણ્ય-પાપ અને તેનાં ફળ સઘળાં અપદ છે, અપદ છે. ૨. આ તરફ આવો, આ તરફ આવો; અહીં નિવાસ કરો. ૩. તમારું પદ આ છે-આ છે.
અહા... હા... હા..! કળશ મૂકયો છે! ભગવાનને અંદર ભાળ્યો છે ને બાપુ! આચાર્યદવે ગજબ દઢતાથી ઘોષણા કરી છે કે-શરીર, મન, વાણી, ધન-સંપત્તિ, શેઠપદ, રાજપદ કે દેવપદ ઇત્યાદિ બધુંય અપદ છે, અપદ છે. તારું પદ તો ભગવાન! ચૈતન્યમૂર્તિ પ્રભુ આત્મા છે, તેમાં નિવાસ કર. આ છે-આ છે–એમ કહીને કહે છે-અમે એમાં વસીએ છીએ ને તું એમાં વસ.
કહે છે–તમારું પદ આ છે-આ છે “યત્ર' જ્યાં “શુદ્ધ: શુદ્ધ: ચૈતન્યધાતુ: ' શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ “સ્વર–મરત: ' નિજ રસની અતિશયતાને લીધે “સ્થાપિમાવત્વમ્ તિ' સ્થાયીભાવપણાને પ્રાપ્ત છે અર્થાત્ સ્થિર છે-અવિનાશી છે.
જુઓ, જ્યાં શુદ્ધ-શુદ્ધ ચૈતન્યધાતુ છે તે તારું સ્વપદ છે. અહીં શુદ્ધ-શુદ્ધ એમ બે વાર કહ્યું છે, મતલબ કે દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ છે અથવા દ્રવ્ય ને ગુણે શુદ્ધ છે. જો પર્યાય લઈએ તો ત્રિકાળી કારણ શુદ્ધ-પર્યાય શુદ્ધ છે એમ અર્થ છે. બાકી તો દ્રવ્ય શુદ્ધ છે અને ગુણેય શુદ્ધ છે–આવી ચૈતન્યધાતુ છે. અહાહા..! જેણે માત્ર ચૈતન્યપણું ધારી રાખ્યું છે અને જેણે રાગ ને પુણ્ય-પાપને ધારી રાખ્યા નથી તે ચૈતન્યધાતુ છે. અતીન્દ્રિય આનંદનો નાથ ભગવાન આત્મા અંદર ચૈતન્યધાતુ છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com