________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૩૧
ભાઈ ! આત્મા સદા સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન છે. સ્વભાવથી તે સદા પરમાત્મસ્વરૂપે-ભગવાનસ્વરૂપે જ છે. આવા સ્વભાવની અપેક્ષાએ ત્યાં ગાથા ૭૨ માં એને ‘ ભગવાન ’ કહીને બોલાવ્યો છે. ત્યારે અહીં પોતે પર્યાયમાં-રાગદ્વેષ, પુણ્યપાપના ભાવ અને તેના ફળમાં-ઉન્મત્ત-પાગલ થઈને વર્તતો થકો તે નિત્યાનંદસ્વભાવને જોતો નથી તેથી ‘ અંધ ’ કહીને સંબોધ્યો છે. બન્ને વખતે સ્વરૂપમાં જ દૃષ્ટિ કરાવવાનું પ્રયોજન છે. સમજાણું કાંઈ ?
કહે છે-અનાદિ સંસારથી રાગી પ્રાણી પર્યાયમાં જ મત્ત વર્તતો થકો જે પદમાં સૂતો છે તે પદ અપદ છે, અપદ છે; મતલબ કે તે પદ તારું સ્વપદ નથી. બાપુ! આ શરીર, ઇન્દ્રિય, ધન-સંપત્તિ, મહેલ-મકાન, સ્ત્રી-પરિવાર ઇત્યાદિમાં મત્ત-મોહિત થઈ તું સૂતો છે પણ એ બધાં અપદ છે, અપદ છે. આ રૂપાળું શરીર દેખાય છે ને? ભાઈ! તે એકવાર અગ્નિમાં સળગશે, શરીરમાંથી હળહળ અગ્નિ નીકળશે અને તેની રાખ થઈ ફૂ થઈ જશે. પ્રભુ! એ તારી ચીજ કયાં છે? એ તો અપદ છે. આ પુણ્યના ભાવ અને તેના ફળમાં પ્રાસ દેવપદ, રાજપદ, શેઠપદ ઇત્યાદિમાં તું મૂર્છિત થઈ પડયો છે પણ એ બધાં અપદ છે અર્થાત્ તે તારાં ચૈતન્યનાં અવિનાશી પદ નથી. અંદર ભગવાન ચૈતન્યદેવ પ્રભુ આત્મા એક જ તારું અવિનાશી પદ છે.
ભાઈ! તું દેહની, ઇન્દ્રિયોની, વાણીની અને બાહ્ય પદાર્થોની રાતદિવસ સંભાળ કર્યા કરે છે, સજાવટ કર્યા કરે છે; પણ એ તો અપદ છે ને પ્રભુ! તે અપદમાં કયાં શરણ છે? નાશવંત ચીજનું શરણ શું? ભગવાન! એ ક્ષણવિનાશી ચીજો તારાં રહેવાનાં અને બેસવાનાં સ્થાન નથી; તે અપદ છે અપદ છે એમ ‘વિવુધ્ધમ્’ સમજો. અહીં ‘અપદ શબ્દ બે વાર કહેવાથી કરુણાભાવ સૂચિત થાય છે. અહા! સંતોની શું કરુણા છે! કહે છેભગવાન! પોતાના ભગવાનસ્વરૂપને ભૂલીને હું દેવ છું, હું રાજા છું, હું પુણ્યવંત છું, હું ધનવંત છું ઇત્યાદિ નાશવંત ચીજમાં કેમ અહંબુદ્ધિ ધારે છે? તને શું થયું પ્રભુ! કે આ અપદમાં તને પ્રીતિ અને પ્રેમ છે? ભાઈ ! ત્યાં રહેવાનું અને બેસવાનું તારું સ્થાન નથી.
જેમ દારૂ પીને કોઈ રાજા ઉકરડે જઈને સૂતો હોય તેને બીજો સુજ્ઞ પુરુષ આવીને કહે કે–અરે રાજન! શું કરો છો આ ? કયાં છો તમે? તમારું સ્થાન તો સોનાનું સિંહાસન છે. તેમ મોહરૂપી દારૂ પીને ઉન્મત્ત થયેલો અજ્ઞાની જીવ પોતાના શુદ્ધ સચ્ચિદાનંદ ભગવાનને ભૂલીને અસ્થાનમાં-સ્ત્રી-પુત્ર-પરિવાર, ધન-સંપત્તિ, શરીર આદિમાં જઈને સૂતો છે. તેને આચાર્યદેવ સાવધાન-જાગ્રત કરીને કહે છે-અરે ભાઈ ! તું જ્યાં સૂતો છે એ તો અસ્થાન છે, અસ્થાન છે; ‘ફત = પુખ્ત પુત્ત' આ તરફ આવો, આ તરફ આવો. છે? બે વાર કહ્યું છે કે-આ તરફ આવો, આ તરફ આવો. અહો ! આચાર્યની અસીમ (વીતરાગી ) કરુણા છે. અપદ છે, અપદ છે-એમ બે વાર
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com