________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા ૨૦૧-૨૦૨ ]
[ ૧૩૭ છે તોપણ અજ્ઞાની જીવો તેમને જ ભલા જાણી, પોતાનો સ્વભાવ માની અનાદિથી તેમાં નિશ્ચિતપણે સૂતા છે. બિચારાઓને ખબર નથી ને, તેથી નિશ્ચિત બેફીકર-બેખબર થઈને તેમાં સૂતા છે. હવે કહે છે
“તેમને શ્રીગુરુ કણાપૂર્વક સંબોધે છે-જગાડે છે-સાવધાન કરે છે કે-હે અંધ પ્રાણીઓ ! તમે જે પદમાં સૂતા છો તે તમારું પદ નથી; તમારું પદ તો શુદ્ધ ચૈતન્યધાતુમય છે, બહારમાં અન્યદ્રવ્યોના ભેળ વિનાનું તેમ જ અંતરંગમાં વિકાર વિનાનું શુદ્ધ છે અને સ્થાયી છે; તે પદને પ્રાપ્ત થાઓ-શુદ્ધ ચૈતન્યરૂપ પોતાના ભાવનો આશ્રય કરો.'
જુઓ, પ્રચુર અતીન્દ્રિય આનંદની મસ્તીમાં રહેનારા શ્રીગુરુ છે. તેઓ અંતરમાં કરુણા લાવીને અજ્ઞાની જીવોને સાવધાન કરે છે કે-અરે ! શું તમે જોતા નથી કે કયાં સૂતા છો? “હું અંધ પ્રાણીઓ !'-એમ કહ્યું ને? એ તો સાવધાન કરવાના કરુણાના ઉદ્ગાર છે; એ કરુણા છે હોં. એમ કે-ભાઈ ! આ શું કરે છે તું? અંદર ચિદાનંદરસથી ભરેલો તું ભગવાન છો અને જોતો નથી ને પુણ્ય-પાપના ભાવમાં પોતાપણું માની સૂતો છે? આવું અંધપણું ! આમ કરુણા લાવી સાવધાન કરે છે.
પ્રશ્ન- દષ્ટાંતમાં “મહાન પુરુષ'—એમ કેમ લીધું?
સમાધાનઃ- “મહાન પુરુષ” એટલે મોટો ધનાઢય, રાજા, દિવાન આદિ. મહાન પુરુષ એટલે સંસારમાં મોટો; મોટો ધર્માત્મા પુરુષ એમ અહીં લેવું નથી. રાજા આદિ મોટા પુરુષ હોય ને, તે દારૂ પીને લથડિયાં ખાય અને વિષ્ટા ને પેશાબથી ભરેલા સ્થાનમાં જઈને સૂઈ જાય એમ અહીં કહેવું છે. તેમ સ્વભાવે મહાન હોવા છતાં અજ્ઞાની જીવ અનાદિથી મિથ્યાત્વરૂપ દારૂ પીને શુભાશુભભાવને પોતાના માની, ભલા જાણી, તેમાં સૂતો છે. તેને શ્રીગુરુ સાવધાન કરી જગાડે છે કે-જાગ રે જાગ નાથ! ભગવાનસ્વરૂપી તું છો છતાં આ (વિષ્ટા સમાન) શુભાશુભભાવમાં કયાં સૂતો છો? શરીરાદિમાં અરે શુભરાગમાં પ્રેમ કરીને તેમાં રસબોળ થઈ જા” છો તો મૂઢ છો કે શું? અહો ! શ્રીગુરુ મહા ઉપકારી છે !
ભાઈ ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિના શુભભાવ પણ બધા દુઃખ છે. હવે આવું સાંભળવા મળ્યું ન હોય તે બિચારા શું કરે ? શુભરાગને જ પોતાનો સ્વભાવ જાણી તેમાં પડયા રહે. પણ બાપુ ! એમ તો તું અનંતવાર મુનિ થયો-દિગંબર હોં, અને પાંચ મહાવ્રત, પાંચ સમિતિ ને ગુતિ બહારમાં બરાબર ચોખ્ખાં પાળ્યાં. પણ એથી શું? સંસાર તો ઊભો રહ્યો, દુ:ખ તો ઊભું રહ્યું. ભાઈ ! રાગ અશુભ હો કે શુભએ તો બધું દુઃખ જ છે. તેને તું ભલો જાણી તેમાં નિશ્ચિત થઈ સૂતો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com