________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ તેમના કેડાયતી સંતો-મુનિવો એમ કહે છે કે-પ્રભુ! તું એટલો જ સત્ય અનુભવ કરવાલાયક છો કે જેટલું જ્ઞાન છે. ભગવાન! તું અમારી સન્મુખ પણ જોઈશ મા.
પણ ભગવાન ! આપ વીતરાગ સર્વજ્ઞ છો ને ?
હા, પણ અમારી ( –૫૨દ્રવ્યની ) સન્મુખ જોતાં તને રાગ થશે. અને રાગનો અનુભવ કરવાલાયક નથી. અહાહા...! ભગવાન કહે છે કે અમારી ભક્તિ, સ્તુતિ, પૂજા ઇત્યાદિના રાગનો અનુભવ કરવાલાયક નથી કેમકે એ તો દુઃખનો–ઝેરનો અનુભવ છે. ભાઈ! તારો આત્મા કે જે જ્ઞાનપ્રમાણ છે તેટલો જ તું સત્ય અનુભવ કરવાલાયક છો અર્થાત્ તારો જે ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે તે જ અનુભવ કરવાલાયક છે.
પ્રશ્ન:- જો એમ છે તો પછી આ સંસારનાં કામ કયારે કરવાં?
સમાધાનઃ- ભાઈ ! તું તો જ્ઞાનસ્વરૂપ છો ને પ્રભુ! તું એક જ્ઞાયકસ્વભાવે છો ને નાથ ! અહાહા...! જ્ઞેયનો વ્યવહારે તું જ્ઞાતા છો પણ શેયનું કાર્ય કરે એવો તું નથી. નિશ્ચયથી તું સ્વદ્રવ્ય-ગુણ-પર્યાયનો જ્ઞાતા છો અને વ્યવહારથી પરશેયનો જાણનારો છો પણ જ્ઞેયનું કરવાપણું કયાં છે તારામાં? વળી જ્ઞેયથી તને લાભ છે એમ પણ કયાં છે? ભાઈ! ૫૨શેયનાં કાર્ય હું કરું એ તો તારી મિથ્યા માન્યતા છે. માટે સંસારનાં-રાગનાં કામનું લક્ષ છોડી એક આત્માનો જ અનુભવ કર. એ જ અહીં કહે છે કે-તેટલો જ અનુભવ કરવાલાયક જેટલું આ જ્ઞાન છે.
તો શું આ એકાંત નથી ?
હા, એકાંત જ છે; પણ સમ્યક્ એકાન્ત છે. સમ્યક્ એકાન્ત એવા શુદ્ધ જ્ઞાનસ્વરૂપના અનુભવની પ્રગટ થયેલી દશા તે કાળે પર્યાયમાં જે રાગ છે તેને પણ જાણે છે અને તે અનેકાન્ત છે. શ્રીમદ્દ રાજચંદ્રજીએ કહ્યું છે કે–અનેકાન્ત પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય અન્ય હેતુએ ઉપકા૨ી નથી. ભાઈ! પર્યાય પણ છે, ગુણભેદ પણ છે, રાગ પણ છે-આવું અનેકાન્ત છે પણ સમ્યક્ એકાન્ત એવા નિજપદની પ્રાપ્તિ સિવાય એ બધું કાંઈ ઉપકારી નથી.
અરે ! આવું સાંભળવા મળવું પણ મહા મુશ્કેલ છે. કોઈ મહાભાગ્ય હોય તો આ સાંભળવા મળે છે. છતાં અહીં કહે છે કે-આ સાંભળવા મળ્યું ને સાંભળવાનો જે વિકલ્પ આવ્યો તે અનુભવ કરવાલાયક નથી. અહીં તો આ કહે છે કે સત્ય એટલું જ અનુભવનીય છે જેટલું આ જ્ઞાન છે. અહાહા...! જ્ઞાન-જ્ઞાન-જ્ઞાન જે એક ત્રિકાળી સ્વભાવ છે તે જ અનુભવવાયોગ્ય છે-એમ નિશ્ચય કરીને, કહે છે, એક જ્ઞાનમાત્રમાં જ સદાય તૃપ્તિ પામ. ‘સદાય ’–કહ્યું ને ? મતલબ કે એક ક્ષણ પણ રાગનો અનુભવ કરવા લાયક નથી. ‘જ્ઞાન ’ જ સદા અનુભવવાયોગ્ય છે માટે જ્ઞાનમાત્રમાં જ સદા તૃપ્તિ પામ. અહો ! તૃપ્તિ થાય એવું સ્થાન એક જ્ઞાન જ છે માટે જ્ઞાનમાત્રમાં જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com