________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪) ]
પ્રવચન રત્નાકર ભાગ-૭ સમયસાર ગાથા ૨૦૮: મથાળું “માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું” એમ હવે (મોક્ષાભિલાષી) જીવ કહે છે:
* ગાથા ૨૦૮ ટીકા ઉપરનું પ્રવચન * જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું “સ્વ” થાય, હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં; અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય.'
જુઓ, શું કહે છે? કે “જો અજીવ પરદ્રવ્યને હું...' અહીં અજીવ શબ્દ માત્ર શરીર, મન, વાણી ને પૈસા-એમ નહિ પણ પુણ્ય-પાપના ભાવ જે રાગ છે તે પણ અજીવ છે એમ વાત છે. પુણ્ય-પાપના ભાવ અજીવ છે એ વાત જીવ-અજીવ અધિકારમાં પહેલાં આવી ગઈ છે. અહાહા....! જીવ તો જ્ઞાન, દર્શન ને આનંદની મૂર્તિ પ્રભુ છે. પણ એને ખબર નથી કે સ્વ શું છે ને પર શું છે? અનાદિથી આંધળ-આંધળો છે. અહીં તો આત્માનું જેવું શુદ્ધ ચૈતન્યસ્વરૂપ છે તેવું જેને અનુભવમાં અને પ્રતીતિમાં આવ્યું છે તે સમ્યગ્દષ્ટિ-ધર્મી જીવ એમ માને છે કે “જો અજીવ પર દ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મારું સ્વ થાય.” શું કહ્યું? કે રાગ જે અજીવ પરદ્રવ્ય છે તેને હું પરિગ્રહું મારાપણે સ્વીકારું તો અવશ્યમેવ તે અજીવ રાગ મારું સ્વ થાય અને તો અવશ્યમેવ તે અજીવ રાગનો હું સ્વામી થાઉં. (પણ એમ તો છે નહિ).
અહાહા...! ભગવાન આત્મા જ્ઞાતા દષ્ટા ને પૂર્ણાનંદસ્વભાવી વસ્તુ છે. તે પૂર્ણસ્વભાવી વસ્તુ તે હું, તેના ગુણો તે હું અને તેની નિર્મળ પર્યાય જે થાય છે તે હું છું. આમ દ્રવ્ય-ગુણ ને શુદ્ધ પર્યાય તે મારું સ્વ અને હું તેનો સ્વામી છે. પણ રાગનો જો હું સ્વામી થાઉં એટલે કે રાગને મારો જાણી હું તેને ગ્રહણ કરું તો હું અજીવ થઈ જાઉં કેમકે રાગ જીવના સ્વભાવથી ભિન્ન અજીવ છે. ભાઈ ! વ્યવહારરત્નત્રયનો વિકલ્પ કે દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ જે છે તે અજીવ છે. ધર્મી કહે છે તેને જો હું પરિગ્રહું-પકડું તો જરૂર તે મારું સ્વ થાય અને હું તેનો –અજીવનો સ્વામી થાઉં અને તો હું અજીવ જ થઈ જાઉં. અહા ! આવી વાત છે !
પ્રશ્ન- દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કરવી તે શું મિથ્યાત્વ છે?
સમાધાનઃ- કોણ કહે છે? દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા એ રાગ છે, મિથ્યાત્વ નહિ; પણ તે રાગ મારો છે એમ માને તે મિથ્યાત્વ છે. ભાઈ ! દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ એ મિથ્યાત્વ નથી પણ એનાથી મને લાભ છે અને એ મારો છે એમ માને તે મિથ્યાત્વ છે. અરે પ્રભુ! આવું (દુર્લભ) મનુષ્યપણું !! માંડ તરવાનો પ્રસંગ આવ્યો છે હોં. અહા! ભવનો અભાવ કરીને નીકળવાના ટાણાં આવ્યાં છે તો આ તું શું કરે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com