SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૦૮ मज्झं परिग्गहो जदि तदो अहमजीवदं तु गच्छेज्ज। णादेव अहं जम्हा तम्हा ण परिग्गहो मज्झ।। २०८।। मम परिग्रहो यदि ततोऽहमजीवतां तु गच्छेयम्। ज्ञातैवाहं यस्मात्तस्मान्न परिग्रहो मम।।२०८ ।। માટે હું પણ પરદ્રવ્યને નહિ પરિગ્રહું” એમ હવે (મોક્ષાભિલાષી જીવ) કહે છે: પરિગ્રહ કદી મારો બને તો હું અજીવ બનું ખરે, હું તો ખરે જ્ઞાતા જ, તેથી નહિ પરિગ્રહ મુજ બને. ૨૦૮, ગાથાર્થ-[ યરિ] જો [પરિચદ:] પરદ્રવ્ય-પરિગ્રહ [મન] મારો હોય [ તતઃ] તો [ અદમ્] હું [ નીવતાં તુ] અજીવપણાને [] પામું. [ યાત્] કારણ કે [૬] હું તો [ જ્ઞાતા વ] જ્ઞાતા જ છું [તસ્માર્] તેથી [પરિગ્ર:] (પરદ્રવ્યરૂપ) પરિગ્રહુ [મમ ન] મારો નથી. ટીકા - જો અજીવ પરદ્રવ્યને હું પરિગ્રહું તો અવશ્યમેવ તે અજીવ મા “સ્વ” થાય. હું પણ અવશ્યમેવ તે અજીવનો સ્વામી થાઉં અને અજીવનો જે સ્વામી તે ખરેખર અજીવ જ હોય. એ રીતે અવશે (લાચારીથી) પણ મને અજીવપણું આવી પડે. મારું તો એક જ્ઞાયક ભાવ જ જે “સ્વ” છે, તેનો જ હું સ્વામી છું; માટે મને અજીવપણું ન હો, હું તો જ્ઞાતા જ રહીશ, પરદ્રવ્યને નહિ પરિગ્રહું. ભાવાર્થ:- નિશ્ચયનયથી એ સિદ્ધાંત છે કે જીવનો ભાવ જીવ જ છે, તેની સાથે જીવને સ્વ-સ્વામી સંબંધ છે; અને અજીવનો ભાવ અજીવ જ છે, તેની સાથે અજીવને સ્વ-સ્વામી સંબંધ છે. જો જીવને અજીવનો પરિગ્રહુ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે; માટે જીવને અજીવનો પરિગ્રહુ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે. જ્ઞાનીને એવી મિથ્યાબુદ્ધિ હોય નહિ. જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા જ છું. * Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy