________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા ૨૨૦ થી ૨૨૩ ]
[ ૪૧૧ વળી ઉપભોગથી બંધ કહ્યો નથી તે તો, જ્ઞાની ઇચ્છા વિના પરની બળજરીથી ઉદયમાં આવેલાને ભોગવે ત્યાં તેને બંધ કહ્યો નથી.'
જુઓ, સિદ્ધાંતમાં ઉપભોગથી જ્ઞાનીને બંધ કહ્યો નથી કારણ કે તેને તે જાતનો રસ નથી. જ્ઞાનીને કોઈ કર્મને કારણે સામગ્રી હોય ને તેમાં જરી રાગ આવી જાય તો બળજરીથી તે ભોગવે છે, તેમાં એને સુખબુદ્ધિ નથી. પુરુષાર્થની મંદતામાં રાગનું જોર છે એમ જાણીને ભોગવે છે, પણ ભોગવવાની ઇચ્છા નથી, સામગ્રીની ઇચ્છા નથી. માટે ત્યાં તેને બંધ કહ્યો નથી. ઇચ્છા વિના પરની બળજરીથી ઉદયમાં આવેલાને ભોગવે તો તેને ત્યાં બંધ કહ્યો નથી. ભાઈ ! આ તો થોડા શબ્દ ઘણું કહ્યું છે. ગાગરમાં સાગર ભર્યો છે.
હવે કહે છે-“જો પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય ?'
કહ્યું? કે રસ લઈને ભોગવે તો અવશ્ય બંધ થાય. ભોગવવાનો જે રસ છે તે અપરાધ છે અને તેથી રસ લઈને ભોગવે તો અપરાધી થતાં જરૂર બંધ થાય. પણ જ્ઞાનીને રસ નથી, ઇચ્છા નથી. એ તો જામનગરવાળાનો દાખલો આપ્યો નહોતો?
કે એક ભાઈને હંમેશા ચુરમું ખાવાની ટેવ-આદત. હવે બન્યું એવું કે એનો એકનો એક પુત્ર મરી ગયો. પુત્રને બાળીને આવ્યા પછી તે કહે કે–આજ તો રોટલા કરો. સગાંવહાલાં કહે–ભાઈ ! તમે રોટલા કદી ખાધા નથી. તે તમને માફક પણ નથી. તમારો તો ચુરમાનો ખોરાક છે એમ કહી તેમના માટે ચુરમું બનાવ્યું થાળીમાં ચુરમું આવ્યું; પણ ત્યારે જુઓ તો આંખમાંથી આંસુની ધારા ચાલી જાય. શું ખાવાનો રસ છે? ચુરમું હો કે રોટલા હો; ભોજનમાં રસ નથી. એમ ધર્મીને સામગ્રી ગમે તે હો પણ તેને ભોગવવામાં રસ નથી; ભોગવવા કાળે ખરેખર એને અંતરમાં ખેદ હોય છે. આવી વાત છે બાપુ ! અત્યારે જગતમાં બધી વાત ફરી ગઈ છે. અરે ! રાગની રુચિમાં ધર્મ મનાવવા લાગ્યા છે !
કહે છે-“જો પોતે ઇચ્છાથી ભોગવે...' ઇચ્છા એટલે રસ, રુચિ હોં, ભોગવવાનો રસ. “જો પોતે ઇચ્છાથી ભોગવે તો તો પોતે અપરાધી થયો, ત્યાં બંધ કેમ ન થાય?'
લ્યો, બધુંય આમાં આવી ગયું. જ્ઞાનીને શુભભાવમાં રસ નથી. રસથી શુભભાવ કરે તો તે અપરાધી થાય ને તો તેને અવશ્ય બંધ થાય. ભાઈ ! દયા, દાન, વ્રત આદિના શુભભાવ છે તે રાગ છે, ઝેર છે. એ ઝેરનું પાન મહા દુઃખદાયી છે પણ એને ખબર નથી.
પ્રશ્ન- પણ જ્ઞાની વ્યવહારથી પુણ્ય-પાપના ભેદ કરે ને ?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com