________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
તેઓ કહે છે–મહાવ્રતના પરિણામ ચારિત્ર નથી પણ ચારિત્રનો દોષ છે, અને દોષ છે તેથી તે ય છે. પણ રાગના-વ્યવહારના રાગી જીવોને આ વાત બેસતી નથી અને રાગનેવ્યવહારને જ ધર્મ જાણી તેમાં જ સંતુષ્ટ રહે છે. તેમને અહીં કહે છે-રાગના રાગી જીવો અર્થાત્ પરદ્રવ્ય પ્રતિ રાગદ્વેષમોવાળા જીવો રાગમાં જ સંતુષ્ટ રહી મહાવ્રતાદિ પાળે છે તો પાળો, અને ઉત્કૃષ્ટપણે-ઉત્કૃષ્ટપણે હોં–સમિતિનું આચરણ કરે છે તો કરો, તોપણ તેઓ પાપી જ છે. અહાહા...! એકેન્દ્રિયને પણ દુ:ખ ન થાય એમ જોઈને ચાલે, નિર્દોષ આહાર-પાણી લે તથા હિત-મિત વચન કહૈ ઇત્યાદિ ઉત્કૃષ્ટપણે સમિતિ પાળે તોપણ તે રાગના રાગી જીવો પાપી જ છે–બહુ આકરી વાત ભગવાન!
પ્રશ્ન:- પાપી-અશુભભાવ કરનારો તો નવમી ત્રૈવેયક જઈ ન શકે; જ્યારે આ (મહાવ્રતાદિનો પાળનારો) તો નવમી ત્રૈવેયક જાય છે, તો પછી તેને પાપી કેમ કહ્યો ? ઉત્તર:- ભાઈ! પાપી નવમી ત્રૈવેયક ન જાય એ સાચું અને આ પુણ્ય ઉપજાવીને જાય છે. પરંતુ નિશ્ચયથી તો પુણ્યય ખરેખર પાપ જ છે. યોગસારમાં દોહા ૭૧ માં યોગીન્દ્રસ્વામી કહે છે
66
‘પાપ તત્ત્વને પાપ તો જાણે જગ સૌ કોઈ, પુણ્ય તત્ત્વ પણ પાપ છે, કહે અનુભવી બુધ કોઈ.”
અહો ! કેવળીના કેડાયતો એવા દિગંબર મુનિવરોએ તો, મહા ગજબનાં કામ કર્યાં છે! તેમણે જૈનધર્મને ટકાવી રાખ્યો છે. આને મૂળ પાપ જે મિથ્યાત્વ તે ક્યાત છે. તેથી તે પાપી જ છે. હવે આવો કડવો ઘૂંટડો ઉતારવો કઠણ પડે, પણ ભાઈ! જેમાં રાગથી લાભ (ધર્મ) થાય એ વીતરાગ માર્ગ નથી. કહ્યું છે કે
“જિન સોહી હૈ આતમા અન્ય સોહી હૈ કર્મ, યહી વચનસે સમજ લે જિનપ્રવચનકા મર્મ.”
ભગવાન આત્મા સદા જિનસ્વરૂપ-વીતરાગસ્વરૂપ જ છે આ સિવાય રાગાદિ અન્ય સર્વ કર્મ છે. જિનપ્રવચનનું આ રહસ્ય છે કે રાગભાવ ધર્મ નથી, કર્મ છે.
પ્રશ્ન:- તો જ્ઞાનીને પણ રાગ તો હોય છે?
ઉત્ત૨:- હા, જ્ઞાનીને યથાસંભવ રાગ હોય છે પણ એને રાગની રુચિ નથી, એને રાગનું સ્વામિત્વ નથી. અહીં તો જેને રાગની રુચિ છે, રાગથી ભલું-કલ્યાણ થશે એવી માન્યતા છે તે ગમે તેવું આચરણ કરનારો હોવા છતાં અજ્ઞાની છે, પાપી છે એમ વાત છે, કેમકે તેને વીતરાગસ્વભાવી આત્માનો આશ્રય નથી. અહા! જેણે આસવ-બંધરૂપ પુણ્ય-પાપના ભાવને આદરણીય માન્યા છે તેણે સંવર, નિર્જરા અને મોક્ષને જાણ્યા જ નથી, તેણે પોતાના આત્માને અને ૫૨ને ભિન્ન ભિન્ન જાણ્યા જ નથી. ભાઈ! રાગ હોય તે જુદી ચીજ છે અને રાગની રુચિ હોવી જુદી ચીજ છે. અજ્ઞાની
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com