________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ એમ કહે છે કે તે પાપી છે કેમકે તે રાગનો રાગી છે અને તેથી મૂળ પરિગ્રહ જે મિથ્યાત્વ તે ઊભો છે. રત્નકરંડ શ્રાવકાચાર (શ્લોક ૩૩ માં) માં આવે છે કે
" गृहस्थो मोक्षमार्गस्थो निर्मोहो नैव मोहवान
अनगारो गृही श्रेयान् निर्मोहो मोहिनो मुनेः" ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં જેને રાગનો આદર નથી અને આત્માનો આદર થયો છે તે સમકિતી મોક્ષમાર્ગી છે. જ્યારે અજ્ઞાની મુનિલિંગ (દ્રવ્યલિંગ) ધારવા છતાં રાગનો આદર કરે છે તો તે મોહી-મિથ્યાદષ્ટિ છે. જેના અભિપ્રાયમાં રાગ આદરણીય છે તેને વર્તમાનમાં ભલે મંદ રાગ હોય તોપણ તે મોહી-મિથ્યાષ્ટિ છે અને ચોથે ગુણસ્થાને ભલે ત્રણ કષાયયુક્ત રાગની પ્રવૃત્તિ હોય તો પણ તેને રાગ આદરણીય નહિ હોવાથી તે મોક્ષમાર્ગમાં છે. આવી વાત છે. અજ્ઞાની આત્મા અને અનાત્માના જ્ઞાનથી રહિત હોવાથી શુભાચરણ કરવા છતાં સમ્યકત્વથી રહિત એવા પાપી જ છે. છે ને કે'आत्मानात्मावगमविरहात् सन्ति सम्यक्त्वरिक्ताः'
* કળશ ૧૩૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન * “પદ્રવ્ય પ્રત્યે રાગ હોવા છતાં જે જીવ-હું સમ્યગ્દષ્ટિ છું, મને બંધ થતો નથીએમ માને છે તેને સમ્યકત્વ કેવું? તે વ્રત-સમિતિ પાળે તોપણ સ્વપરનું જ્ઞાન નહિ હોવાથી તે પાપી જ છે.'
જોયું? જેને રાગમાં રુચિ છે, પરદ્રવ્ય પ્રત્યેના આશ્રયનો પ્રેમ છે, તેને અનંતાનુબંધીનો રાગ થતો હોય છે. તે ભલે માને કે-હું સમ્યગ્દષ્ટિ છું, મને બંધ નથીતોપણ ખરેખર તે મિથ્યાદષ્ટિ જ છે. આવો જીવ ભલે અહિંસાદિ પાંચ મહાવ્રત પાળે કે જોઈને ચાલવું, વિચારીને બોલવું, નિર્દોષ આહાર લેવો-ઇત્યાદિ પાળે તોપણ તે પાપી જ છે કેમકે તેને સ્વપરનું ભેદવિજ્ઞાન નથી. જ્ઞાનાનંદસ્વભાવી ચૈતન્યમાત્ર વસ્તુ આત્મા તે હું સ્વ અને આ રાગાદિ ભાવ મારાથી ભિન્ન પર છે એવું ભેદવિજ્ઞાન નહિ હોવાથી બહારથી વ્રત-સમિતિ પાળે તોપણ તે મિથ્યાદષ્ટિ જ છે, પાપી જ છે.
આ શ્રી જયચંદજી પંડિત આચાર્યદેવની વાતનો વિશેષ ખુલાસો કરે છે કે-અંતરમાં રાગથી ભિન્ન શુદ્ધ ચૈતન્યનું ભાન થયું નથી અને રાગની રુચિમાં રહેલા છે તે જીવો ભલે વ્રતાદિરૂપ શુભાચરણ કરે તો પણ તેઓ પાપી જ છે કેમકે તેમને સ્વપરનું ભેદવિજ્ઞાન નથી. ધર્મને નામે લોકો તો વ્રત, ને તપ ને સામાયિક ને ભક્તિ ઇત્યાદિ ક્રિયાઓ કરવા મંડી પડ્યા છે પણ બાપુ! ધર્મ કોઈ જુદી ચીજ છે; ધર્મ તો વીતરાગતામય છે, રાગમય નહિ. પણ એને કયાં આવો વિચાર છે? એ તો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com