________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨OO ]
[ ૯૧ બસ ક્રિયાઓમાં લવલીન છે; પણ ભાઈ ! એ વડે ધર્મ નહિ થાય, એનાથી સંસાર નહિ ટળે.
વળી “પોતાને બંધ નથી થતો એમ માનીને સ્વચ્છેદે પ્રવર્તે તે વળી સમ્યગ્દષ્ટિ કેવો? કારણ કે જ્યાંસુધી યથાખ્યાત ચારિત્ર ન થાય ત્યાંસુધી ચારિત્રમોહના રાગથી બંધ તો થાય જ છે અને જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી સમ્યગ્દષ્ટિ તો પોતાની નિંદા-ગહ કરતો જ રહે છે.'
અહા ! મને રાગેય નથી ને બંધનેય નથી એમ માની જે સ્વચ્છેદે પ્રવર્તે છે એ તો સમકિતી છે જ નહિ. સમકિતીને તો જ્યાં સુધી પૂર્ણ વીતરાગતારૂપ યથાખ્યાત ચારિત્રજેવું સ્વરૂપ પૂર્ણ વીતરાગ છે તેવું પ્રસિદ્ધ વીતરાગ ચારિત્ર-ન થાય ત્યાં સુધી રાગ રહે જ છે અને બંધ પણ થાય જ છે. વળી તેને જ્યાં સુધી રાગ રહે છે ત્યાં સુધી એની નિંદાગ કરતો જ રહે છે. રાગ થાય તો કાંઈ વાંધો નહિ એમ સમકિતીને ન હોય. અરે ! તેને શુભભાવ થાય એની પણ તે નિંદા-ગહ કરતો જ રહે છે. જોકે નિંદા-ગહ છે તો શુભભાવ, પણ તે સમકિતીને હોય જ છે કેમકે તેને રાગમાં હેયબુદ્ધિ છે. મોક્ષ અધિકારમાં નિંદા-ગર્હ એ શુભભાવ છે અને તે વિષનો ઘડો છે એમ કહ્યું છે. પણ સમકિતીને રાગ પ્રતિ નિંદા-ગનો ભાવ આવે જ છે. હવે કહે છે
“જ્ઞાન થવા માત્રથી બંધથી છૂટાતું નથી, જ્ઞાન થયા પછી તેમાં જ લીનતારૂપશુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે. માટે રાગ હોવા છતાં, બંધ થતો નથી-એમ માનીને સ્વદે પ્રવર્તનાર જીવ મિથ્યાષ્ટિ જ છે.”
શું કહ્યું આ? કે જ્ઞાન થયા પછી તેમાં જ-શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં જ લીનતારૂપશુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે. જોયું? જ્ઞાનાનંદસ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધોપયોગ છે અને તે શુદ્ધોપયોગ ચારિત્ર છે. પણ મહાવ્રતના પરિણામ કાંઈ ચારિત્ર નથી; ચારિત્ર તો શુદ્ધોપયોગરૂપ પરિણામ છે. અજ્ઞાનીની વાતે-વાતે ફેર છે. અજ્ઞાની તો મહાવ્રતનારાગના પરિણામને ચારિત્ર માને છે. પણ અહીં તો ત્રણ વાત કહી
૧. જ્ઞાનાનંદસ્વભાવી નિજ આત્મસ્વરૂપમાં લીનતારૂપ શુદ્ધોપયોગ છે. ૨. તે શુદ્ધોપયોગરૂપ ચારિત્ર છે. અને
૩. આવા શુદ્ધોપયોગરૂપ ચારિત્રથી બંધ કપાય છે, પરંતુ મહાવ્રતના પરિણામ કે નગ્નપણું ચારિત્ર નથી અને તે વડે બંધ કપાય છે એમ પણ નથી. અહો! જયચંદજીએ કેવો સરસ ખુલાસો કર્યો છે!
કહે છે-જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્માનું સ્વસંવેદન પ્રગટ થયા પછી તેમાં જ લીનતારૂપ શુદ્ધોપયોગ પ્રગટ કરે તે ચારિત્ર છે. સ્વરૂપમાં ચરે-રમે તે ચારિત્ર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com