________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ સમાધાન - ભગવાન ! કર્મ તો જડ અચેતન છે. તે ચૈતન્યમય આત્માને શી રીતે ઢાંકે ? પરંતુ જ્યારે જીવની પર્યાયમાં હીણી અવસ્થા થવારૂપ યોગ્યતા હોય ત્યારે જડકર્મનો ઉદય તેમાં નિમિત્ત હોય છે. બસ આટલું. જડ કર્મ હીન અવસ્થાપણે જીવને કરી દે છે એમ છે નહિ. ભાઈ ! આ તો સમજાય એવી રીતે સીધો દાખલો આપ્યો છે કે કર્મના વિઘટન (ક્ષયોપશમ) અનુસારે જ્ઞાન પ્રગટપણે પામે છે. ત્યાં અજ્ઞાની કહે છે
જુઓ! કર્મ જેમ ઘટતું જાય છે, ખસતું જાય છે તેમ જ્ઞાન પ્રગટ થતું જાય છે. છે કે નહિ?
ભાઈ! એનો એવો અર્થ નથી બાપા! ભાઈ ! તેનો અર્થ તો એ છે કે તેનું ભાવ આવરણ જે હીણીદશારૂપ છે તે જેમ ટળતું જાય છે તે અનુસારે જ્ઞાન પ્રગટપણું પામે છે અને તેમાં જડકર્મનો ક્ષયોપશમ નિમિત્ત છે. સમજાણું કાંઈ....?
ચૈતન્યના પ્રકાશના નૂરનું પુર પ્રભુ આત્મા છે. તેને આવરણના ક્ષયોપશમથી ને પોતાની દશાના ક્ષયોપશમની લાયકાતથી જ્ઞાન પ્રગટ થાય છે. અહીં કહે છે–તે જ્ઞાનની હીનાધિકતાના ભેદો, તેના સામાન્ય જ્ઞાનસ્વભાવને ભેદતા નથી, પરંતુ ઉલટા તેને અભિનંદે છે, અર્થાત્ એકરૂપ જ્ઞાનસ્વભાવને પુષ્ટ કરે છે. અહાહાહા...! જ્ઞાનના તે ભેદો સામાન્ય-સામાન્ય જ્ઞાનમાં એકપણાને પામે છે, સામાન્યપણાને પામે છે. તે ભેદો છે તો પર્યાય, (સામાન્ય નથી) પણ ત્રિકાળી એક જ્ઞાનમાં એકાગ્ર થયેલા તેઓ જ્ઞાનમાં એકપણાને પામે છે, વિશેષ-વિશેષ નિર્મળતાના ભેદો સ્વભાવની એકતાને પામે છે. આવી વાત છે!
હવે કહે છે માટે જેમાં સમસ્ત ભેદ દૂર થયા છે એવા આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું.'
જુઓ, શું કહે છે? કે જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. દેવ-ગુરુ-શાસ્ત્રનું આલંબન કરવું એમ નહિ, કેમકે એથી તો રાગ જ થાય છે. વળી પર્યાયના આલંબનથી પણ રાગ-વિકલ્પ જ ઊઠે છે. માટે કહે છે–આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન લેવું. ભાઈ ! તું આ બધાં હાડકાં ને ચામડાંના પ્રેમમાં અને પુણ્ય-પાપરૂપ રાગના પ્રેમમાં ભ્રષ્ટ થઈને ચાર ગતિમાં રખડી મર્યો છો. તારા દુઃખની શું કથા કહીએ? અહીં આ તારા હિતનો મારગ છે નાથ! ભાઈ ! તારો જ્ઞાનસ્વભાવ અચિંત્ય અલૌકિક છે. તો એકવાર તારો જે જ્ઞાનસ્વભાવ છે તેનું પોસાણ કર ને ! તેનો પ્રેમ કર ને! તારી ચિને ત્યાં લઈ જા ને! ભાઈ ! તને અભૂતપૂર્વ અલૌકિક આનંદ થશે.
કહે છે-આત્મસ્વભાવભૂત જ્ઞાનનું જ એકનું આલંબન કરવું. ગજબ ભાષા છે! આત્મા સ્વભાવવાન છે અને જ્ઞાન તેનો સ્વભાવ છે. આ આત્મસ્વભાવભૂત જ્ઞાન ત્રિકાળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com