________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૪ ]
[ ૨૯૭
અહાહા... ! ‘ શિરાનંવો'–એમ છે ને પાઠમાં ? એટલે ‘અત્યંત નિષ્પરિગ્રહપણું ’– એમ ટીકામાં કહ્યું. જ્ઞાનીને એક જ્ઞાયકસ્વભાવના આલંબન સિવાય અન્ય પરનું આલંબન છે નહિ તો તેને અત્યંત નિષ્પરિગ્રહપણું છે એમ કહ્યું. ઝીણી વાત છે ભાઈ ! અહા ! દુનિયા અનાદિકાળથી દુ:ખના પંથે પડેલી છે. તેને પોતાનું કાંઈ ભાન નથી અને બહા૨માં માને કે અમે કાંઈક (ધર્મ) કરીએ છીએ. પણ એ તો અજ્ઞાન છે.
પ્રશ્ન:- કોઈકની સેવા કરીએ તો એ વડે ધર્મ તો થાય ને?
ઉત્ત૨:- ધૂળેય ધર્મ ન થાય સાંભળને. ૫૨ની સેવાનો વિકલ્પ એ તો રાગ છે, પુણ્ય છે; ધર્મ નથી. વળી પ૨ની સેવા કરવી-એવો જે અભિપ્રાય છે તથા તે વડે ધર્મ થાય એવો જે અભિપ્રાય છે એ મિથ્યા અભિપ્રાય હોવાથી મિથ્યાદર્શન છે અને એ જ અનંત સંસારની વૃદ્ધિનું કારણ છે.
પ્રશ્ન:- હા, પણ પરની સેવા કરવી પણ ત્યાં કર્તાબુદ્ધિ ન રાખવી-એમ અભિપ્રાય કરી સેવા કરે તો ?
ઉત્ત૨:- ભાઈ! પરની સેવા કરવી એ માન્યતા જ કર્તબુદ્ધિની છે, અને એ જ મિથ્યાત્વ છે સૂક્ષ્મ વાત છે ભાઈ! (પરનું કરવું ને કર્તબુદ્ધિ ન રાખવી એ બેને મેળ કયાં છે?) અહીં તો કહે છે કે રાગની સેવા કરે ને રાગમાં એકત્વ પામે તે પણ મિથ્યાત્વ છે.
પ્રશ્ન:- તો પછી અમારે કરવું શું?
ઉત્ત૨:- રાગથી ભિન્ન પડીને સચ્ચિદાનંદસ્વરૂપ પ્રભુ આત્માનો અનુભવ કરવો-બસ આ જ કરવાનું છે. ભાઈ! આ મોટા શેઠીઆ-કરોડપતિ ને અબજોપતિ-બધાય ભિખારા છે કેમકે અંદર અનંત અનંત ચૈતન્યલક્ષ્મીનો ભંડા૨ પ્રભુ આત્મા વિરાજે છે તેનું એમને ભાન નથી. અહાહા... અનંતુ કેવળજ્ઞાન પ્રભુ તારામાં (સ્વભાવમાં) છે. પ્રગટ કેવળજ્ઞાન તો એક સમયની પર્યાય છે; પણ એવી તો અનંતી કેવળજ્ઞાનની શક્તિનો પ્રભુ! તું ભંડાર છો. આવી સ્વરૂપલક્ષ્મીને તું જુએ નહિ અને આ પુણ્ય અને પૈસાની તને આકાંક્ષા છે? મૂઢ છો કે શું? ભગવાન! એ તો નરક ને નિગોદમાં જવાનો પંથ છે. માટે ત્યાંથી પાછો વળ અને સ્વ-સ્વરૂપમાં નજર કરે. આ જ કરવાનું છે.
અહીં કહે છે–ધર્મીને અત્યંત નિષ્પરિગ્રહપણું છે. પાઠમાં ‘સવ્વસ્થ નિરાલંવો' છે ને? અહાહા...! જેને વ્યવહા૨૨ત્નત્રયના રાગનું કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના રાગનું પણ આલંબન નથી તે ધર્મીને અત્યંત નિષ્પરિગ્રહપણું છે–એમ કહે છે. પૂર્ણાનંદનો નાથ પ્રભુ આત્મા અંદર અતીન્દ્રિય જ્ઞાન ને આનંદસ્વરૂપે બિરાજમાન છે; જ્ઞાનીને આવા નિજ સ્વરૂપનો જ પરિગ્રહ છે અને તેથી તેને અત્યંત નિષ્પરિગ્રહપણું છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com