________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦૦ एवं सम्मद्दिट्ठी अप्पाणं मुणदि जाणगसहावं। उदयं कम्मविवागं च मुयदि तचं वियाणंतो।। २००।। एवं सम्यग्दृष्टि: आत्मानं जानाति ज्ञायकस्वभावम्। उदयं कर्मविपाकं च मुञ्चति तत्त्वं विजानन्।।२०० ।।
આ રીતે સમ્યગ્દષ્ટિ પોતાને જાણતો અને રાગને છોડતો થકો નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે એમ હવેની ગાથામાં કહે છે:
સુદષ્ટિ એ રીત આત્મને જ્ઞાયકસ્વભાવ જ જાણતો,
ને ઉદય કર્મવિપાકરૂપ તે તત્ત્વજ્ઞાયક છોડતો. ૨00. ગાથાર્થઃ- [vi] આ રીતે [ સચદછિ:] સમ્યગ્દષ્ટિ [ માત્માન] આત્માને (પોતાને) [ જ્ઞાયસ્વભાવન] જ્ઞાયકસ્વભાવ [ નાનાતિ] જાણે છે [૨] અને [તત્ત્વ] તત્ત્વને અર્થાત્ યથાર્થ સ્વરૂપને [વિનીનન] જાણતો થકો [વિપાવ૬] કર્મના વિપાકરૂપ [૩] ઉદયને [મુખ્યતિ ] છોડે છે.
ટીકા -આ રીતે સમ્યગ્દષ્ટિ સામાન્યપણે અને વિશેષપણે પરભાવસ્વરૂપ સર્વ ભાવોથી વિવેક (ભેદજ્ઞાન, ભિન્નતા) કરીને, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવ જેનો સ્વભાવ છે એવું જે આત્માનું તત્ત્વ તેને ( સારી રીતે) જાણે છે; અને એ રીતે તત્ત્વને જાણતો, સ્વભાવના ગ્રહણ અને પરભાવના ત્યાગથી નીપજવાયોગ્ય પોતાના વસ્તુત્વને વિસ્તારતો (-પ્રસિદ્ધ કરતો), કર્મના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલા સમસ્ત ભાવોને છોડે છે. તેથી તે (સમ્યગ્દષ્ટિ) નિયમથી જ્ઞાનવૈરાગ્યસંપન્ન હોય છે ( એમ સિદ્ધ થયું).
ભાવાર્થ-જ્યારે પોતાને તો જ્ઞાયકભાવરૂપ સુખમય જાણે અને કર્મના ઉદયથી થયેલા ભાવોને આકુળતારૂપ દુઃખમય જાણે ત્યારે જ્ઞાનરૂપ રહેવું અને પરભાવોથી વિરાગતા-એ બન્ને અવશ્ય હોય જ છે. આ વાત પ્રગટ અનુભવગોચર છે. એ (જ્ઞાનવૈરાગ્ય ) જ સમ્યગ્દષ્ટિનું ચિહ્ન છે.
જે જીવ પરદ્રવ્યમાં આસક્ત-રાગી છે અને સમ્યગ્દષ્ટિપણાનું અભિમાન કરે. છે તે સમ્યગ્દષ્ટિ છે જ નહિ, વૃથા અભિમાન કરે છે” એવા અર્થનું કળશરૂપ કાવ્ય હવે કહે છે:
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com