________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૭૩ અકસ્માત કયાંથી બને? આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય હોતો નથી. તે તો નિઃશંક વર્તતો થકો પોતાના જ્ઞાનભાવને નિરંતર અનુભવે છે.”
અહા ! જ્ઞાની પોતાનો જે ધ્રુવ સ્વભાવભાવ અચળ એક જ્ઞાનભાવ તેને નિરંતર અનુભવે છે. આનું નામ ધર્મ છે. અરે! લોકો તો કાંઈનું કાંઈ (ધર્મ) માને છે. અરેરે ! બિચારાઓની જિંદગી વ્યર્થ ચાલી જાય છે!
આ રીતે જ્ઞાનીને સાત ભય હોતા નથી.” જ્ઞાની પોતાના એક અચળ જ્ઞાનમાં નિઃશંક વર્તતો હોવાથી તેને આલોકભય, પરલોકભય, વેદનાભય, અરક્ષાભય, અગુતિભય, વેદનાભય ને અકસ્માતભય-એમ સાત ભય હોતા નથી.
પ્રશ્ન- “અવિરત સમ્યગ્દષ્ટિ આદિને પણ જ્ઞાની કહ્યા છે અને તેમને તો ભયપ્રકૃત્તિનો ઉદય હોય છે તથા તેના નિમિત્તે તેમને ભય થતો પણ જોવામાં આવે છે, તો પછી જ્ઞાની નિર્ભય કઈ રીતે છે?' શિષ્યનો પ્રશ્ન છે કે-ચોથે ગુણસ્થાને ભયપ્રકૃતિનો ઉદય છે અને તેને ભય પણ થાય છે, તો પછી અવિરત સમકિતીને આપ નિર્ભય કેવી રીતે કહો છો ?
આનું સમાધાન પંડિત શ્રી જયચંદજી કરે છે
સમાધાનઃ- “ભયપ્રકૃતિના ઉદયના નિમિત્તથી જ્ઞાનીને ભય ઉપજે છે. વળી અંતરાયના પ્રબળ ઉદયથી નિર્બળ હોવાને લીધે તે ભયની પીડા નહિ સહી શકવાથી જ્ઞાની તે ભયનો ઇલાજ પણ કરે છે. પરંતુ તેને એવો ભય હોતો નથી કે જેથી જીવ સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાનથી ટ્યુત થાય.'
જુઓ, શ્રેણિક રાજા ક્ષાયિક સમકિતી હતા અને તીર્થંકર ગોત્ર બાધ્યું હતું. તો તીર્થકર ગોત્ર બાંધે છે તે વખતે તેમનો પુત્ર (મારી નાખવા) આવ્યો તો જરી ભય થયો પણ તે અસ્થિરતાનો ભય બાપુ! વસ્તુનો ભય નહિ, વસ્તુમાં તો તેઓ નિઃશંક નિર્ભય છે. અસ્થિરતાથી જરી ભય આવી ગયો. દેહ છૂટી ગયો ને નરકમાં ગયા. ક્ષાયિક સમકિતી છતાં નરકમાં ગયા કેમકે આયુષ્યનો બંધ પહેલાં પડી ગયો હતો. પણ એ સમકિતનો મહિમા છે કે ત્યાંથી નીકળીને તેઓ આવતી ચોવીસીમાં પહેલા તીર્થકર થશે. જ્યારે મિથ્યાદષ્ટિ જીવ ચોખ્ખાં-નિર્મળ પંચ મહાવ્રત પાળીને નવમી રૈવેયક જાય અને ત્યાંથી નીકળીને મનુષ્ય-પશુ આદિ ચાર ગતિમાં રખડપટ્ટી કરે. અહો! સમકિત કોઈ અપૂર્વ અલૌકિક ચીજ છે!
અહીં કહે છે-સમકિતીને જરી પ્રકૃતિનો ઉદય છે ખરો, અને તેના નિમિત્ત તેને ભય પણ છે તથા ભયનો ઈલાજ પણ તે કરે છે, પણ તેને એવો ભય નથી કે સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાનથી ચુત થાય. મારાં સ્વરૂપમાં કોઈ નુકશાન થઈ જશે કે સ્વરૂપનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com