________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪૭૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ નાશ થઈ જશે એવો ભય તેને નથી. પોતાના સ્વરૂપના જ્ઞાન-શ્રદ્ધાનમાં તો તે અચળઅડગ છે, નિઃશંક-નિર્ભય છે. હવે કહે છે
વળી જે ભય ઉપજે છે તે મોહકર્મની ભય નામની પ્રકૃત્તિનો દોષ છે; તેનો પોતે સ્વામી થઈને કર્તા થતો નથી, જ્ઞાતા જ રહે છે. માટે જ્ઞાનીને ભય નથી.”
પ્રશ્ન- આ તો પ્રકૃતિનો દોષ થયો, જીવનો નહિ?
સમાધાનઃ- ભાઈ ! દોષ તો જીવન-જીવની પર્યાયમાં છે; પણ તે સ્વભાવમાં નથી તે કારણે પ્રકૃતિના નિમિત્તે જે ભાવ થયો તે પ્રકૃતિનો છે એમ કહ્યું. જ્ઞાનીની દૃષ્ટિ તો એક સ્વભાવ પર છે ને? તો પ્રકૃતિના નિમિત્તે જે દોષ થયો તેનો તે જ્ઞાતા જ રહે છે, પણ તેનો સ્વામી અને કર્તા થતો નથી. આવી ભારે ઝીણી વાત છે ભાઈ !
દોષ તો પોતાનો પોતાની પર્યાયમાં થયો છે; કાંઈ કર્મને લઈને થયો છે વા કર્મ વડે ઉત્પન્ન થયો છે એમ નથી. કર્મ શું કરે?
કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ.' પરંતુ પોતાની પર્યાયમાં દોષ થવા છતાં પણ જ્ઞાતા-દષ્ટા રહીને જ્ઞાની તેને પરપણે જાણે છે અર્થાત્ જેમ સ્વભાવથી એકમેક છે તેમ જ્ઞાની દોષથી એકમેક થતા નથી. હવે આવી વાત છે! સમજાણું કાંઈ...?
પ્રશ્ન- પણ અહીં તો પ્રકૃતિનો-કર્મનો કહ્યો ને?
સમાધાન - ભાઈ ! એ તો નિમિત્તથી કહ્યું છે. દોષ સ્વભાવમાં નથી અને સ્વભાવથી ઉત્પન્ન થયો નથી માટે એમ કહ્યું છે. વાત તો એ છે કે ભયનો જ્ઞાની સ્વામી થઈને કર્તા થતો નથી. તે મારું કર્તવ્ય છે એમ જ્ઞાની તેનો કર્તા થતા નથી. હું તો એક જ્ઞાતા-દષ્ટાસ્વભાવી આત્મા છું એમ જેને દ્રવ્યદષ્ટિ થઈ છે તે રાગનો ને ભયનો કર્તા કેમ થાય ? ન થાય. માટે જ્ઞાનીને ભય નથી એમ કહે છે.
હવે આગળની (સમ્યગ્દષ્ટિના નિઃશંકિત આદિ ચિન્હો વિષેની) ગાથાઓની સૂચનારૂપે કાવ્ય કહે છે:
* કળશ ૧૬૧ : શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન * ‘રંeોર્ષ–સ્વર–નિતિ-જ્ઞાન–સર્વસ્વ–મીન: સભ્યEછે.' ટંકોત્કીર્ણ એવું જે નિજરસથી ભરપૂર જ્ઞાન તેના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિને........
અહાહા...સમ્યગ્દષ્ટિ કોને કહેવાય? કે ટંકોત્કીર્ણ એવા નિજ સ્વરૂપથી પરિપૂર્ણ જ્ઞાનના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિ છે. નિજરસથી ભરપૂર કહ્યો ને? અહાહા...! આત્મા નિત્યાનંદ પ્રભુ પોતે સદા જ્ઞાનાનંદરસથી અત્યંત ભરપૂર છે. એવા નિજરસથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com