________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૭૫ જ્ઞાનાનંદરસથી પરિપૂર્ણ એવા જ્ઞાનના આત્માના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિ છે. અહા ! આત્માનું સર્વસ્વ તો એક જ્ઞાનાનંદ સ્વભાવ છે અને તેને ભોગવે છે તે સમ્યગ્દષ્ટિ છે. આવો મારગ છે ભાઈ !
કહે છે? કે જ્ઞાની પોતાના નિજરસનો-પુણ્ય-પાપના રાગરસથી ભિન્ન પોતાના જ્ઞાનાનંદરસનો અનુભવ કરવાવાળો છે. કેવો છે નિજરસ? તો કહે છે-પરિપૂર્ણ છે. આત્મામાં જ્ઞાન ને આનંદનો રસ પરિપૂર્ણ છે; વળી તે ધ્રુવ છે. ગજબ વાત છે ! સમ્યગ્દષ્ટિની દષ્ટિ એક ધ્રુવ ઉપર છે. એક ધ્રુવ જ એનું ધ્યેય છે. તો કહે છે-નિજરસથી ભરપૂર પોતાના સર્વસ્વને ભોગવનાર જ્ઞાની છે. સર્વસ્વ કહેતાં “સર્વ' નામ સંપૂર્ણ જ્ઞાન ને આનંદ અને સ્વ એટલે પોતાનો. પોતાના સંપૂર્ણ જ્ઞાન ને આનંદને જ્ઞાની ભોગવનારો છે.
વિષયરસ, રાગનો રસ તો જ્ઞાનીને ઝેર જેવો છે. જ્ઞાનીને રાગનો કે વિષયનો રસ નથી. જ્ઞાની તો નિજાનંદરસના સર્વસ્વને ભોગવનારો છે. અહા ! આવો ધર્મી પુરુષ હોય છે. અજ્ઞાનીને તો પોતાનો સ્વભાવ શું છે એની જ ખબર નથી. બિચારો રાગને-દુઃખને ભોગવે અને માને કે-મને આનંદ છે, ધર્મ છે. પણ બાપુ ! એ તો ભ્રમણા છે, ધોખો છે.
અહા! ભાષા! તો જુઓ! ટંકોત્કીર્ણ નામ એવો ને એવો ધ્રુવ શાશ્વત આત્મા, સ્વરસ-નિચિત નામ નિજરસથી પરિપૂર્ણ, એવું જે જ્ઞાન એટલે કે પોતાનો સ્વભાવ તેના સર્વસ્વ ભાજ:–સર્વસ્વનો ભોગવનાર સમ્યગ્દષ્ટિ છે. અહાહા...! શું કળશ છે! શબ્દ શબ્દ ગંભીર ભાવ છે.
આત્મા શુદ્ધ ચિદાનંદ-નિર્મળાનંદ પ્રભુ શાશ્વત અંદર પડ્યો છે તે અનંત ગુણનું ગોદામ છે, અનંત શક્તિનું સંગ્રહાલય છે. આવા નિજરસથી ભરપૂર આત્માના સર્વસ્વને ભોગવનાર સમ્યગ્દષ્ટિ છે. એવા સમ્યગ્દષ્ટિને ‘ય રૂદ નમ્રાજ' જે નિઃશંકિત આદિ ચિન્હો છે તે ‘સન્ન ર્મ' સમસ્ત કર્મને ‘નન્તિ' હણે છે.
જુઓ, સમ્યગ્દષ્ટિને નિઃશક્તિ, નિઃકાંક્ષિત, નિર્વિચિકિત્સા ઇત્યાદિ આઠ ગુણ પ્રગટ થયા છે એમ કહે છે. છે તો તે પર્યાય પણ તેને ગુણ કહે છે. તો કહે છે-નિજરસને ભોગવતા જ્ઞાનીને જે નિઃશંક્તિ આદિ આઠ ગુણ પ્રગટ થયા છે તે સમસ્ત કર્મને હણે છે. અહાહા...! જેને ભગવાન આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તે નિઃશંક થયો છે, તેને નિઃશક્તિ આદિ આઠ ગુણ પ્રગટ થયા છે અને તે ગુણો, કહે છે, સમસ્ત કર્મનો નાશ કરે છે, કર્મની નિર્જરા કરી દે છે. લ્યો, આવી વાત!
અનાદિથી અજ્ઞાનને લીધે અજ્ઞાનીની દષ્ટિ રાગ ને પુણ્ય-પાપના વિકલ્પ ઉપર પડેલી છે. તેથી તે પુણ્ય-પાપના-રાગઢષના વિકારી ભાવોને કરતો થકો રાગદ્વેષને જ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com