________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ ૨૨૧
સમયસાર ગાથા-૨૦૬ ] કયારે? કે જ્ઞાનસ્વરૂપ જ હું છું એવો અંતરમાં અનુભવ કરીશ ત્યારે. પણ એમાં રાગની કાંઈ મદદ ખરી કે નહિ? તો કહે છે-ના; રાગથી તો ભેદ કરીને ત્રિકાળીની રુચિ કરે ત્યારે અતીન્દ્રિય સુખને ઉત્પન્ન કરનાર આત્માનુભવ થાય છે. ભાઈ ! તું અનાદિથી રાગની ને પરની રુચિમાં મરી ગયો છો. અહીં કહે છે-ફેરવી દે તારી રુચિને અને ત્રિકાળી ધ્રુવ જ્ઞાનમાં લગાવી દે; તેથી તને વચનાતીત અનુપમ સુખ થશે, ભાઈ ! તારું સ્વરૂપ તો સદાય જેવું છે તેવું જ્ઞાનસ્વરૂપ કલ્યાણ સ્વરૂપ પૂર્ણ અનુભવ કરવાલાયક છે. તો તારી પર્યાયને તેમાં જોડી દે, તેમાં જડી દે; તને ઉત્તમ સુખ થશે.
અહાહા..! “તને વચનથી અગોચર સુખ થશે.” પ્રભુ! તું સુખના પંથે જઈશ. અનાદિથી જે રાગના-દુઃખના પંથે છો તે હુવે અંતરમાં જ્ઞાનમાત્ર આત્માના અનુભવ વડ સુખના પંથે જઈશ. ભાઈ ! ચિ-દષ્ટિ બદલતાં આખા માર્ગ બદલાઈ જશે; દુઃખનો પંથ છૂટીને સુખનો-મોક્ષનો પંથ થશે. પરંતુ ભાઈ ! રાગની રુચિ છોડ્યા સિવાય દુ:ખથી છૂટવાનો બીજો કોઈ ઉપાય નથી.
પણ કોઈ કરોડોનાં દાન આપે તો?
ભાઈ ! કરોડોનાં દાન આપે ત્યાં મંદરાગ હોય તો પુણ્ય છે, પણ ધર્મ નહિ. રાગની રુચિ છોડ્યા સિવાય ધર્મનો-સુખનો પંથ છે જ નહિ. દાનમાં રાગની મંદતા થતાં પુણ્યબંધ થશે; તે વડે સંયોગ મળશે. સંયોગીભાવ છે ને? તો તે વડે પુણ્યબંધ થતાં સંયોગ મળશે. પણ તેથી શું? તેથી શું સ્વભાવભાવ પ્રાપ્ત થશે? દેવ-ગુરુ-શાસ્ત્રનો સંયોગ મળે તોય શું? તેના લક્ષે પણ ફરી રાગ જ થશે પણ સ્વભાવની પ્રાપ્તિ નહિ થાય. રાગની રુચિ મટાડી સ્વભાવની રુચિ કરે તો જ સ્વભાવની પ્રાપ્તિ થાય. અહાહા...! આવો જ માર્ગ છે ભાઈ ! માટે બહારમાં (રાગમાં) બૂડીને મરે છે તે કરતાં અંતરમાં (સ્વભાવમાં) બૂડીને જીવ ને પ્રભુ! તારી બહારમાં મગનતા છે એ તો મોત છે બાપા! સ્વભાવમાં-અંતરમાં મગનતા થાય એ જીવનું જીવન છે. ભાઈ ! અંતરમાં જ્ઞાનાનંદના સ્વભાવનો સાગર પડયો છે; તેમાં અંતર્મગ્ન થઈ ડૂબકી લગાવ; તને અભૂતપૂર્વ સુખ થશે, તને જીવનું જીવન પ્રાપ્ત થશે.
ભક્તિમાં આવે છે ને કે ભગવાન ! તારા ગુણ શું કહું? એ તો અપાર છે. અનંતા મુખ કરું અને એક મુખમાં અનંત જીવ મૂકું તોય પ્રભુ! તારા ગુણના કથનનો પાર આવે તેમ નથી. આખી ધરતીનો કાગળ બનાવું, સમુદ્રના જળની શાહી બનાવું અને આખીબધીય વનસ્પતિની કલમ બનાવું તોય ભગવાન! તારા ગુણ લખ્યા લખાય તેમ નથી. અહાહા..! આવા અનંત અનંત સામર્થ્યથી યુક્ત અનંત ગુણરત્નોનો ભગવાન આત્મા દરિયો છે. અહીં કહે છે–પ્રભુ! તું ત્યાં જા ને! નાથ ! તું એની રુચિ કર ને! ત્યાં જ સંતોષ કરીને તૃપ્ત થઈ જા ને! અહાહા....! એમ કરતાં તને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com