________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ આપીને સમકિત કહેવામાં આવે છે; બાકી છે તો એ રાગ-ચારિત્રનો દોષ જ. તેવી રીતે જ્ઞાનમાત્ર આત્મામાં અંતઃસ્થિરતા-રમણતા થતાં જે ચારિત્ર પ્રગટ થયું તે (મોક્ષનું) યથાર્થ સાધન છે; અને ત્યારે જે મહાવ્રતાદિ વ્યવહારરત્નત્રયનો રાગ કિંચિત્ વિદ્યમાન છે તેને ઉપચારથી આરોપ આપીને સાધન કહેવામાં આવેલ છે. તે યથાર્થમાં સાધન નથી, છે તો રાગ-ચારિત્રનો દોષ જ પણ ઉપચારથી તેને સાધન કહેવામાં આવ્યું છે.
પ્રશ્ન:- શ્રી જયસેનાચાર્યની ટીકામાં આવે છે કે વ્યવહાર સાધક અને નિશ્ચય સાધ્ય છે. એમ કે-વ્યવહારથી નિશ્ચય થાય છે. આ બરાબર છે ને?
સમાધાન - શું બરાબર છે? ભાઈ ! એ તો નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન છે. આત્મા જ્યારે સ્વભાવનો સાધક થઈ નિર્વિકલ્પ શાંતિ-આનંદને પ્રાપ્ત કરે છે ત્યારે રાગ જે મંદ હતો તેને આરોપથી સાધક કહ્યો છે. જેમ નિશ્ચય સમકિત થયું ત્યારે બાકી રહેલા રાગમાં વ્યવહાર સમકિતનો આરોપ આપ્યો છે તેમ સ્વભાવના સાધન વડ સ્વભાવમાં કર્યો ત્યારે જે રાગ બાકી છે તેને વ્યવહારથી સાધક કહ્યો છે. આવું જ સ્વરૂપ છે પ્રભુ!
પ્રશ્ન- શુદ્ધોપયોગ થવા પહેલાં છેલ્લે શુભોપયોગ હોય છે, માટે તે સાધન છે. અંતરના અનુભવમાં જાય છે ત્યારે છેલ્લો શુભોપયોગ હોય છે, માટે તેને સાધન કેમ ન માનવામાં આવે ?
સમાધાનઃ- ભાઈ ! એમ નથી બાપા! એનાથી (–શુભોપયોગથી) તો છૂટયો છે, પછી એને સાધન કેમ કહેવાય? રાગની રુચિ છૂટી ત્યારે તો જ્ઞાનની દષ્ટિ-ચિ થઈ અને જ્ઞાનનો અનુભવ થયો; હવે ત્યાં રાગનું સાધકપણું-સાધનપણું કયાં રહ્યું? શુભોપયોગથી જુદો પડીને-ભેદ કરીને આત્માનુભવ કર્યો છે, તો પછી તે (શુભોપયોગ) સાધન છે એમ કયાં રહ્યું? ભાઈ ! “જ્ઞાનમાત્ર આત્મા છે”—એમ અનુભવમાં સંતોષ થયો ત્યારે જે રાગ બાકી હતો તેને આરોપ કરીને વ્યવહારે સાધક કહ્યો છે. આ કથનમાત્ર છે. ભાઈ ! આ સિવાય આમાં કાંઈપણ આડુંઅવળું કરવા જઈશ તો આખું તત્ત્વ ફરી-પલટી જશે. સમજાણું કાંઈ....? શ્રી જયસેનાચાર્ય ગાથા ૩ર૦ની ટીકામાં તો આ કહ્યું છે કેજ્ઞાની-ધર્મી એમ ભાવના ભાવે છે કે-“સકળ નિરાવરણ, અખંડ, એક, પ્રત્યક્ષ પ્રતિભાસમય, અવિનશ્વર, શુદ્ધ પારિણામિક પરમભાવલક્ષણ, નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું.” પર્યાય પણ હું નહિ. તો પછી રાગ તો કયાંય રહી ગયો. લ્યો, આ તો પર્યાય એમ ભાવે-ધ્યાવે છે કે-“સકળ નિરાવરણ.................... નિજ પરમાત્મદ્રવ્ય તે જ હું છું.” આવી વાત છે. ( રાગને ઉપચારથી સાધન કહેવું જુદી વાત છે અને તેને સાધન માનવું એ જુદી વાત છે ).
અહાહાહા...! અહીં કહે છે-“તને વચનથી અગોચર એવું સુખ થશે.” પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com