________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૨૨ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ વચનથી અગોચર સુખ થશે. આવું હવે એકલા વ્યવહારના રસિયાને આકરું લાગે ! અહા ! આ છોડયું ને તે છોડયું-એમ વ્યવહારની-રાગની મંદતાની ક્રિયામાં જેની મગનતા છે તેને આ આકરું લાગે ! પણ ભગવાન! રાગની રુચિરૂપ જે મિથ્યાત્વ છે તે માત્ર તો ઊભું છે. મિથ્યાત્વનો ત્યાગ કર્યા વિના બહારના ત્યાગથી શું છે? માત્ર બહારના ત્યાગ વડે તું એમ માને છે કે અમે ત્યાગી છીએ તો અમે કહીએ છીએ કે તું આત્માનો ત્યાગી છો, કેમકે તને આત્માનો ત્યાગ વર્તે છે. બાકી વસ્તુ પોતે જ્ઞાનમાત્ર છે એમ નિશ્ચય કરીને તેની જ રુચિ કરીને તેનો જ અનુભવ કરતાં મિથ્યાત્વનો ત્યાગ થાય છે અને તે ધર્મનોસુખનો પંથ છે.
કહે છે-જ્ઞાનમાત્ર આત્મામાં રૂચિ કર, ત્યાં જ સંતુષ્ટ થા અને તેમાં જ સદાય તૃતિ પામ. કેમ? કેમકે તેથી તને વચનથી અગોચર સુખ થશે. વળી કહે છે અને તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, બીજાઓને ન પૂછ.'
અહાહાહા...! છે? કે “તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે.” “સ્વયમ જીવ'– એમ છે ને? એટલે કે પોતે જ તે સુખને અનુભવશે. ભાઈ ! તને તારાથી જ તે અતીન્દ્રિય આનંદનો અનુભવ થશે. અરે પ્રભુ! તું બહારમાં ભટકી-ભટકીને ને પુણ્યપાપના ભાવ કરી-કરીને હેરાન-હેરાન થઈ ગયો છો. અહીં આચાર્ય તને નિજઘર બતાવે છે. તારું નિજઘર તો પ્રભુ! જ્ઞાનાનંદના સ્વભાવથી પૂરણ ભરેલું પુણ્ય-પાપના ભાવથી પાર છે. ભગવાન! તું બીજે દોરાઈ ગયો છો અને બીજે ઘેરાઈ ગયો છો પણ નાથ ! પરઘરમાંથી નીકળીને સ્વઘરમાં આવી જા. તારું સ્વઘર તો એકલું શીતળ-શીતળ-શીતળ શાંતિનું ધામ છે. ભાઈ ! વિશ્વાસ કર; વિશ્વાસે વહાણ તરશે અર્થાત્ અંદર જવાશે અને તે જ ક્ષણે તને તારાથી જ સુખનો અનુભવ થશે. અહાહાહા...! અંદર તો ભગવાન! સુખનો સાગર ઉછળે છે !!! જો, અંદર જા ને અનુભવ કર. તને તે જ ક્ષણે સ્વયમેવ સુખ અનુભવાશે. હવે આનાથી વિશેષ શું કહે ? પણ અરે! અજ્ઞાનીને એનો વિશ્વાસ-પ્રતીતિ આવતાં નથી. એને તો વ્યવહારથી ધર્મ થશે એમ પ્રતીતિ છે. અરે ભગવાન ! જે તારામાં નથી એનો તને ભરોસો? અને જે તારામાં છે તેનો ભરોસો નહીં?
કહે છે-“તે સુખ તે ક્ષણે જ તું જ સ્વયમેવ દેખશે, બીજાઓને ન પૂછ'. એમ કે તે સુખ પોતાને જ અનુભવગોચર છે, બીજાને શા માટે પૂછવું પડે?–એક ન્યાય આ છે. વળી “અતિ પ્રશ્નો ન કર—આ બીજો અર્થ છે.
-બીજાઓને ન પૂછે, અને
-હવે અતિ પ્રશ્નો ન કર-આમ બે અર્થ છે. મતલબ કે અંદર નિજ સુખધામ પ્રભુ આત્મા છે તેમાં સમાઈ જા, તને તે જ ક્ષણે સુખની-અતીન્દ્રિય સુખની અનુભૂતિ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com