________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૬ ]
[ રર૩ થશે. આ ત્રણલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માએ દિવ્યધ્વનિ દ્વારા જે કહ્યું તે સંતો અનુભવ કરીને વાણી દ્વારા જગતને જાહેર કરે છે.
જુઓ, વિદેહક્ષેત્રમાં ત્રણલોકના નાથ શ્રી સીમંધર ભગવાન સાક્ષાત્ વિરાજે છે. આચાર્ય કુંદકુંદ ત્યાં ભગવાન પાસે ગયા હતા, આઠ દિ' ત્યાં રહ્યા હુતા અને તેમની વાણી સાંભળી હતી. તેઓ કહે છે-ભગવાનનો આ પોકાર છે કે પ્રભુ! તું પૂર્ણાનંદનો નાથ છો; તું જ્ઞાનથી, આનંદથી, શાંતિથી, ચારિત્રથી, સુખથી, સ્વચ્છતાથી, પ્રભુતા ને ઇશ્વરતાથી ઇત્યાદિ અનંત ગુણોથી ભરેલો પૂર્ણ એક જ્ઞાનમાત્ર પ્રભુ આત્મા છો. તેની રુચિ કર, તેને પોસાણમાં લે. ભાઈ ! તને જે બીજું (રાગાદિ) પોસાય છે તેને છોડી દે. રાગના પોસાણમાં ભાઈ ! તને ઠીક લાગે છે પણ તે નુકશાનકારક છે. માટે તારા પ્રભુનેનિર્મળાનંદના નાથને-પોસાણમાં લે, તેની જ રુચિ કર અને તેમાં જ લીન થઈ જા. હવે કોઈને પૂછવા રોકાઈશ મા કેમકે આ જ કર્તવ્ય છે, આ જ સુખની અનુભૂતિનો માર્ગ છે.
લ્યો, આવી ઊંચી ગાથા છે! એકલો માલ છે! અહો! આચાર્ય ભગવંતે જગતને ન્યાલ કરી દીધું છે!
* ગાથા ૨૦૬ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃત થવુંએ પરમ ધ્યાન છે.”
શું કહ્યું? કે “જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું.” જુઓ, અહીં “રતિ કર 'નો અર્થ અંદર “લીન થવું” એમ કર્યો છે. અહાહા..! જ્ઞાન ને આનંદ તે આત્માનો સ્વભાવ છે અને ભગવાન આત્મા સ્વભાવવાન છે. આવા જ્ઞાનાનંદસ્વભાવી આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃત થવું-એ પરમ ધ્યાન છે. જુઓ, મૂળ આનું નામ ધ્યાન છે. વિકલ્પથી છૂટીને જ્ઞાનાનંદસ્વભાવમાં લીન થવું તે ધ્યાન છે અર્થાત્ નિર્વિકલ્પ દશામાં-ધ્યાનમાં આવો જ્ઞાનાનંદસ્વભાવ આવે છે–એમ કહેવું છે.
કહે છે-જ્ઞાનમાત્ર આત્મામાં લીન થવું, તેનાથી જ સંતુષ્ટ થવું અને તેનાથી જ તૃપ્ત થવું-એ પરમધ્યાન છે. જોયું? “પરમધ્યાન છે” એમ કહ્યું છે. મતલબ કે આત્મામાં લીન થાય છે ત્યારે ધ્યાનની નિર્વિકલ્પ દશા પ્રગટ થાય છે અને ત્યારે અન્ય વિકલ્પ રહેતા નથી, વિકલ્પની વિચારધારા સમાપ્ત થઈ જાય છે. અહા ! કેવો સરસ ખુલાસો કર્યો છે ! ભાવાર્થકારે સત્યને સ્પષ્ટ મૂકયું છે.
ભાઈ ! તારું ધ્યાન જે પરલક્ષમાં વળેલું છે એ તો આર્ત-રૌદ્રધ્યાન છે; એ દુઃખકારી છે. માટે હવે ધર્મધ્યાન પ્રગટ કર. તે ધર્મધ્યાનના બે પ્રકાર છે-૧. નિશ્ચય અને ૨. વ્યવહાર. વસ્તુનું-આત્માનું પરમ ધ્યાન તે નિશ્ચયધર્મધ્યાન છે. ધર્મનો ધરનાર ધર્મી જ્યાં પડયો છે, દ્રવ્ય-ગુણ જ્યાં પરિપૂર્ણ પડ્યા છે ત્યાં એકાગ્રતા કરી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com