SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ગાથા-૨૩૦ जो दु ण करेदि कंखं कम्मफलेसु तह सव्वधम्मेसु । सो णिक्कंखो चेदा सम्मादिट्ठी मुणेदव्वो ।। २३० ।। यस्तु न करोति कांक्षां कर्मफलेषु तथा सर्वधर्मेषु । निष्कांक्षश्चेतयिता સમ્યગ્દષ્ટિÍતવ્ય:।। ૨૩૦।। स જે કર્મફળ ને સર્વ ધર્મ તણી ન કાંક્ષા રાખતો, ચિન્મુર્તિ તે કાંક્ષારહિત સમકિતદષ્ટિ જાણવો. ૨૩૦. ગાથાર્થ:- [ય: શ્વેતયિતા] જે ચૈતયિતા [ર્મજ્ઞેષુ] કર્મોનાં ફળો પ્રત્યે [ તથા ] તથા [ સર્વધર્મપુ] સર્વ ધર્મો પ્રત્યે [ક્ષાં] કાંક્ષા [ન તુ રોતિ] કરતો નથી [સ: [નિષ્ણાંક્ષ: સભ્યપદદિ: ] નિષ્કાંક્ષ સમ્યગ્દષ્ટિ [ જ્ઞાતવ્ય: ] જાણવો. ટીકા:- કારણ કે સમ્યગ્દષ્ટિ, ટંકોત્કીર્ણ એક જ્ઞાયકભાવમયપણાને લીધે બધાંય કર્મફળો પ્રત્યે તથા બધા વસ્તુધર્મો પ્રત્યે કાંક્ષાનો (તેને) અભાવ હોવાથી, નિષ્કાંક્ષ (નિર્વાછક) છે, તેથી તેને કાંક્ષાકૃત બંધ નથી પરંતુ નિર્જરા જ છે. ભાવાર્થ:- સમ્યગ્દષ્ટિને સમસ્ત કર્મનાં ફળોની વાંછા નથી; વળી તેને સર્વ ધર્મોની વાંછા નથી, એટલે કે કનકપણું, પાષાણપણું વગેરે તેમ જ નિંદા, પ્રશંસા આદિનાં વચન વગેરે વસ્તુધર્મોની અર્થાત્ પુદ્દગલસ્વભાવોની તેને વાંછા નથી-તેમના પ્રત્યે સમભાવ છે, અથવા તો અન્યમતીઓએ માનેલા અનેક પ્રકારના સર્વથા એકાંતપક્ષી વ્યવહારધર્મોની તેને વાંછા નથી-તે ધર્મોનો આદર નથી. આ રીતે સમ્યગ્દષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી. વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઇલાજની વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે; માટે વાંછાકૃત બંધ તેને નથી. * * સમયસાર ગાથા ૨૩૦ : મથાળુ હવે નિ:કાંક્ષિત ગુણની ગાથા કહે છે: Please inform us of any errors on Rajesh@Atma Dharma.com
SR No.008288
Book TitlePravachana Ratnakar 07
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherKundkund Kahan Digambar Jain Trust
Publication Year
Total Pages577
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Discourse
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy