________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ર૬ ]
ચન રત્નાકર ભાગ-૭ અવસ્થાનો ત્યાગ કરીને ઉષ્ણ થયા છે અને અગ્નિ તો એમાં ત્યારે નિમિત્તમાત્ર જ છે. નિમિત્ત પરમાં કાંઈ કરે છે એમ છે જ નહિ. સમજાણું કાંઈ....?
અહીં કહે છે-જેને પરમ વીતરાગીતત્ત્વ (શુદ્ધ આત્મદ્રવ્ય) દષ્ટિમાં આવ્યું છે એવા ધર્મીને તેની પરિણતિમાં-પર્યાયમાં વિરાગતા છે. તેને કર્મના ઉદયના નિમિત્તે જરી પર્યાયમાં સુખદુ:ખની અશુદ્ધતા વેદાય છે; છતાં તેનો તે સ્વામી થતો નથી. આ અનુકૂળતા ઠીક છે અને આ પ્રતિકૂળતા અઠીક છે એવા રાગઢષના ભાવનો તેને અભાવ છે. તેને મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાય નથી ને? તેથી તેને રાગાદિભાવોનો અભાવ છે. કિંચિત્ રાગ તેને હોય છે પણ તેને તે શ્રદ્ધાનમાં હેય માને છે, આદરણીય નહિ. ભોગના ભાવમાં એને સુખબુદ્ધિ કે આશ્રયબુદ્ધિ કયાં છે? (નથી). તેથી તેને, તે ભોગનો ભાવ નવા બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરી જતો હોવાથી નિર્જરા જ થાય છે. જુઓ, ‘છેવમેવ' કેવળ જ એમ ટીકામાં પાઠ છે, મતલબ કે એકલી નિર્જરા થાય છે, જરા પણ બંધ નહિ. આથી જ્ઞાનીનો ભોગ નિર્જરાનો હેતુ છે એમ કહ્યું છે.
તો શું ભોગ નિર્જરાનો હેતુ છે એમ માનવું?
સમાધાન - ભાઈ ભોગ તો રાગ છે અને રાગ છે એ તો બંધનું જ કારણ છે. અહીં તો જ્ઞાનીને જે અંતર્દષ્ટિનું જોર છે એનો મહિમા દર્શાવ્યો છે, (ભોગનો નહિ). અહાહા...! સુખધામ નિરાકુળ આનંદનું નિધાન એવું પોતાનું સ્વરૂપ જ્યાં અનુભવમાં આવ્યું ત્યાં જ્ઞાનીને પરમાં ને રાગમાંથી સુખબુદ્ધિ તદ્દન ખલાસ થઈ જાય છે. તેને કિંચિત્ રાગનું વદન હોય તો પણ તેમાં તે નિર્મમ જ છે. એક દાખલો છે ને? કે એક ગૃહસ્થને હંમેશાં એકલા ચુરમાનો જ ખોરાક, તે રોજ ચુરમું જ ખાય, બીજું એને માફક આવે નહીં. હવે બન્યું એવું કે એમનો એકનો એક દીકરો ગુજરી ગયો. તેનો દાહ દઈને બધા સંબંધી ઘરે પાછા આવ્યા. ત્યારે સંબંધીઓએ તે ગૃહસ્થને કહ્યું કે-ભાઈ ! તમને ચુરમા સિવાય કાંઈ માફક નથી, તેથી તમારે ચુરમું જ ખાવું જોઈએ; રોટલા અને ચુરમુ તમારે માટે એક જ છે. હવે આ પ્રમાણે તે ગૃહસ્થને સંબંધીઓએ ચુરમુ જ ભોજનમાં આપ્યું. પણ શું તે ખાવું ભાવે? શું તે ખાવામાં તેને રુચિ હોય ? ( ન હોય). તેવી જ રીતે જ્ઞાનીને રાગના વેદનમાં અરુચિ છે, જરાય રુચિ નથી. કમજોરીને લીધે વેદનના કાળે તે રાગાદિ વેદાય છે તોપણ તેનો સ્વાદ તેને રુચિકર નથી. તેથી સમકિતીને, રાગાદિભાવ-ભોગનો પરિણામ બંધનું નિમિત્ત થયા વિના કેવળ જ નિર્જરતો હોવાથી, નિર્જર્યો થકો, નિર્જરા જ થાય છે.
ભાઈ ! આમાં કાંઈ ભોગનું સ્થાપન કર્યું છે એમ નથી. ભોગને સ્થાપે કે ભલો જાણે એ તો મિથ્યાષ્ટિ છે. અહીં તો એમ કહે છે કે-જ્ઞાનીને ભોગના ભાવનું-રાગનું વેદન તો છે પણ તેને ભોગની-રાગની રુચિ નથી, દષ્ટિ નથી તો તે એક સમયનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com