________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૩ ]
[ ૧૪૯ સ્થિર રહેઠાણ છે, માટે તે પદભૂત છે, અને બધાય રાગાદિ ભાવ અસ્થાયી-અધુવ હોવાને લીધે અપદભૂત છે. લ્યો, આવી વ્યાખ્યા પદ-અપદની.
હવે કહે છે-“તેથી સમસ્ત અસ્થાયી ભાવોને છોડી, જે સ્થાયીભાવરૂપ છે એવું પરમાર્થરસપણે સ્વાદમાં આવતું આ જ્ઞાન એક જ આસ્વાદવા-યોગ્ય છે.”
અહા હા... હા...! કહે છે–દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિના અસ્થાયી ભાવોને છોડી દઈ... જુઓ, છે અંદર? તે સમસ્ત અસ્થાયી ભાવોને છોડી દઈ અર્થાત્ તેનો દિષ્ટિમાંથી આશ્રય છોડી દઈ પરમાર્થરસપણે સ્વાદમાં આવતું જે સ્થાયીભાવરૂપ આ જ્ઞાન તે એક જ આસ્વાદવાયોગ્ય છે. અહા ! રાગનો જે સ્વાદ છે તે તો ઝેરનો સ્વાદ છે. રાગનો રસ જ ઝેર છે, દુઃખ છે; જ્યારે પરમાર્થરસપણે સ્વાદમાં આવતું જ્ઞાન ચિદાનંદમય અમૃતરસનો સાગર છે. અહીં કહે છે–રાગને છોડી તે એક જ્ઞાન જ આસ્વાદવાયોગ્ય છે. જન્મ-મરણરહિત થવાનો આવો વીતરાગનો માર્ગ બાપા! બાકી તો બધું જે કરે તે રખડવા માટે છે.
અહા ! કહે છે–તે પરમાર્થરસપણે સ્વાદમાં આવે છે. કોણ? કે આ જ્ઞાન; જ્ઞાન એટલે જ્ઞાનમાત્રભાવરૂપ આત્મા. કેવો છે તે ? ચિદાનંદરસના અમૃતથી ભરેલો છે અને તેથી તે એક જ આસ્વાદવાયોગ્ય છે.
ત્યારે કોઈકહે છે-રસગુલ્લાંનો, મૈસૂબનો જે સ્વાદ આવે છે તે તો ખબર છે, પણ આ સ્વાદ વળી કેવો ?
ભાઈ ! મૈસૂબનો અને રસગુલ્લાનો જે સ્વાદ તું કહે છે એ તો જડનો સ્વાદ છે અને તેને આત્મા કદી ભોગવતો નથી-ભોગવી શકતો નથી. આ હાડમાંસના બનેલા સ્ત્રીના શરીરને આત્મા ભોગવે છે એમ ત્રણકાળમાં નથી. એ તો એ તરફનું લક્ષ જતાં
આ મૈસૂબાદિ ઠીક છે, સ્ત્રીનો સ્પર્શ ઠીક છે” એવો જે રાગ તું ઉત્પન્ન કરે છે તે રાગનેઝેરને-દુઃખને તું ભોગવે છે. અજ્ઞાની રાગનો સ્વાદ લે છે અને માને છે કે હું પર પદાર્થોને ભોગવું છું. કેવી વિપરીતતા! અહીં કહે છે-રાગનો જે સ્વાદ (બેસ્વાદ) છે તેને છોડી દઈને આ જ્ઞાન એક જ આસ્વાદવાયોગ્ય છે કેમકે તેનો સ્વાદ અતીન્દ્રિય આનંદમય અમૃતનો સ્વાદ છે. આવો સ્વાદ-અતીન્દ્રિય આનંદનો સ્વાદ જેમાં આવે તેનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
શું કહે છે? જરી સૂક્ષ્મ વાત છે ભાઈ ! આ આત્મા જે છે તેમાં પુણ્ય-પાપનાવ્રત-અવ્રતના ઈત્યાદિ જે પરિણામ થાય છે તે બધાય ક્ષણિક, અનિત્ય અસ્થાયી હોવાથી રહેનારનું રહેઠાણ બનવા યોગ્ય નથી માટે અપદભૂત છે; એક વાત. પરંતુ આત્મા ત્રિકાળ સ્થાયી એક ચૈતન્યમાત્રપણે હોવાથી રહેવાનું રહેઠાણ બનવા યોગ્ય છે માટે તે પદભૂત છે, માટે સમસ્ત અસ્થાયી ભાવોને છોડીને, આ અતીન્દ્રિય આનંદના રસપણે અનુભવમાં
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com