________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭
આવતો એક આત્મા જ આસ્વાદવાયોગ્ય છે એમ તું જાણ. ભાઈ! જેને ધર્મ કરવો હોય અને જન્મ-મરણરહિત ૫૨માનંદ દશાને પ્રાપ્ત થવું હોય તેણે વ્રત-અવ્રતના વિકલ્પો છોડીને એક આત્મામાં જ દૃષ્ટિ લગાવવી જોઈએ, કેમકે એક આત્મા જ ત્રિકાળી ધ્રુવ આનંદનું ધામ છે; વ્રતાદિના વિકલ્પો તો અસ્થાયી છે અને તેથી સ્થાતાનું સ્થાન બનવા યોગ્ય નથી.
આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ તો જડ પુદ્દગલ છે, માટી છે. અને લક્ષ્મી, સ્ત્રી-કુટુંબ આદિ બધાંય ૫૨ વસ્તુ છે. માટે તેની સાથે આત્માને કાંઈ સંબંધ નથી; અર્થાત્ તેઓ આત્માને રહેવાનું સ્થાન નથી. અહીં તો વિશેષ આ વાત છે કે-આત્માની પર્યાયમાં જે વ્રત-અવ્રતના અનેક વિકલ્પ ઉઠે છે, હિંસા-અહિંસાદિના પરિણામ થાય છે વા ગુણસ્થાનના ભેદ પડે છે તે સર્વ ક્ષણિક, અનિત્ય અને અસ્થાયી છે અને તેથી તે ધર્મીને રહેવાનું સ્થાન થઈ શકવા યોગ્ય નથી. અર્થાત્ તેઓ અપદભૂત છે, અશરણ છે. જ્યારે જે સદા એક સ્થાયીભાવરૂપ છે તે નિત્યાનંદ પ્રભુ આત્મા જ પદભૂત છે. માટે સર્વ અસ્થાયી ભાવોને છોડીને એક આત્માનો જ-શાંતરસના સમુદ્ર એવા નિજ સ્વરૂપનો જ આસ્વાદ કરો એમ કહે છે, કેમકે તે એક જ આસ્વાદવા યોગ્ય છે.
પંડિતપ્રવર શ્રી ટોડરમલજીએ ‘રહસ્યપૂર્ણ ચિઠ્ઠી' લખી છે. તેમાં પહેલાં મંગળમાં જ લખ્યું છે કે-‘તું વૃદ્ધા મખત શાન્તરસેન્દ્રમ્' હે બુદ્ધિમાન પુરુષો! તે શાન્તરસેન્દ્રના અનુભવને તમે સેવો. કેવો છે અનુભવ ? અહાહા...! જે અનુભવ હૃદયમાં પ્રાસ થવાથી અનુપમ સુખની પ્રાપ્ત થાય છે અને મુક્તિ લક્ષ્મી શીઘ્ર વશમાં આવે છે તે સંપૂર્ણ મંગળોના સમુદ્રસ્વરૂપ શાન્તરસેન્દ્રના અનુભવને તમે સેવો. લ્યો, આવું તો બીજા ગૃહસ્થો ૫૨ ચિઠ્ઠીમાં લખ્યું છે-કે સંપૂર્ણ મંગળોના સમુદ્રસ્વરૂપ શાન્તરસેન્દ્રના અનુભવને સેવોઆસ્વાદો. હવે આવી વાત જગતને સમજવી કઠણ પડે. તેમાં (ચિઠ્ઠીમાં ) કહે છે-ભાઈ ! પુણ્ય-પાપનો રસ તો કષાયલો દુઃખનો રસ છે તેનો સ્વાદ છોડી દે અને અકષાયસ્વભાવી શાન્તરસેન્દ્ર પ્રભુ આત્માનો આસ્વાદ કર. વ્યવહાર-રત્નત્રયનો વિકલ્પ પણ પ્રભુ! કષાયરસ-અશાંતરસરૂપ છે. માટે તેનો પણ સ્વાદ છોડીને શાંતરસના સમુદ્ર એવા ભગવાન આત્માનો આસ્વાદ કર; તે એક જ આસ્વાદવાયોગ્ય છે. આવો વીતરાગનો માર્ગ લૌકિકથી સાવ વિરુદ્ધ ભાઈ! લૌકિકમાં તો વ્રત કરો ને તપ કરો ને ભક્તિ કરો ને જાત્રા કરો એટલે સમજે કે થઈ ગયો ધર્મ. પણ બાપુ! જેમાં આત્માનો અનુભવ નથી, આસ્વાદ નથી એવી કોઈ ક્રિયા ધર્મ નથી. એટલે તો કહ્યું છે કે
“ અનુભવ ચિંતામનિ રતન, અનુભવ હૈ રસકૂપ; અનુભવ મારગ મોખૌ, અનુભવ મોખસરૂપ.
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com