________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૯ ]
[ ર૫૯ બીજા પરમાણુ સાથે મળેલો નથી તો ભગવાન આત્મા પરમાણુ સાથે કેવી રીતે મળે ? ભાઈ ! શરીર, મન, વાણી, ઇન્દ્રિય, ધન, ધાન્ય આદિ કોઈ ચીજ આત્મામાં મળી નથી. ઝીણી વાત છે બાપા! વીતરાગનો મારગ બહુ સૂક્ષ્મ છે ભાઈ !
હવે કહે છે-“હું જ મારું સ્વ છું, હું જ મારો સ્વામી છું-એમ હું જાણું છું.” પહેલાં કહ્યું-“પદ્રવ્ય મારું સ્વ નથી;” હવે કહે છે-“હું જ મારું સ્વ છું” જુઓ આ અસ્તિ-નાસ્તિ કરીને અનેકાન્ત સિદ્ધ કર્યું. “હું હું છું ને પર પણ હું છું”—એ તો મિથ્યાષ્ટિનું એકાન્ત છે. અહીં તો આ સ્પષ્ટ વાત છે કે-“હું જ મારું સ્વ છું, હું જ મારો સ્વામી છું-એમ હું જાણું છું.” જોયું? “એમ હું જાણું છું –મતલબ કે જ્ઞાની એમ જાણે છે કે-હું મારું સ્વ છું અને પર પરનું સ્વ છે; પર મારું સ્વ નહિ અને હું પરનો નહિ. આ વ્યવહારરત્નત્રયનો સ્વામી વ્યવહારરત્નત્રય છે, એનો સ્વામી હું નહિ અને તે મારું સ્વ નહિ–એમ કહે છે. આવી વાત! ત્યારે કેટલાક કહે છે
પણ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય પમાય ને ?
સમાધાન:- ભાઈ ! શું લસણ ખાતાં ખાતાં કસ્તૂરીનો ઓડકાર આવે ? કદીય ન આવે; લસણ ખાતાં લસણનો જ ઓડકાર આવે. તેમ વ્યવહાર કરતાં કરતાં નિશ્ચય થશે એ માન્યતા તદ્દન જૂઠી છે. અહીં તો આ કહે છે કે-વ્યવહાર વ્યવહારનું સ્વ છે પણ તે આત્માનું સ્વ નથી. હવે જે આત્માનું સ્વ નથી એનાથી આત્મા કેમ પમાય? ન પમાય. હવે આવી વાત અજ્ઞાનીને આકરી લાગે છે એટલે પછી કહે છે કે સોનગઢવાળા વ્યવહારને ઉથાપે છે. પણ ભાઈ ! આ કોણ કહે છે? આ કુંદકુંદાચાર્ય કહે છે કે બીજું કોઈ? ભાઈ ! આ તો ભગવાને કહેલી વાત કુંદકુંદાચાર્ય કહે છે. એકવાર તું સાંભળ તો ખરો નાથ ! અરે ! આવું મનુષ્યપણું ચાલ્યું જશે! માંડ નિગોદમાંથી નીકળીને અનંતકાળે આવું મનુષ્યપણું મળ્યું છે. જો આ વાત અત્યારે સમજણમાં ન લીધી તો અવસર ચાલ્યો જશે, મનુષ્યપણું મળ્યું ન મળ્યું થઈ જશે.
અહીં કહે છે-“હું જ મારો સ્વામી છું-એમ જાણું છું.” છે? “તિ નાનાનિ' એમ છે ને? એટલે કે જ્ઞાન કરું છું એમ કહે છે. હું મારો છું એમ હું જાણું છું ને પર પરનું છે એમ પણ જાણું છું. બસ હું તો જાણે જ છું. આવી જાણપણાની જ ક્રિયામાં જ્યારે જીવ રહે છે ત્યારે તેને કર્મની નિર્જરા થાય છે અને ત્યારે એને તપશ્ચર્યા કહે છે.
* ગાથા ૨૦૯ : ભાવાર્થ ઉપરનું પ્રવચન * “જ્ઞાનીને પરદ્રવ્યના બગડવા-સુધરવાનો હર્ષ-વિષાદ હોતો નથી.' અહીં “જ્ઞાની' શબ્દ બહુ જ્ઞાન (ક્ષયોપશમ) હોય તે જ્ઞાની એમ નહિ પણ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com