________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૫ ]
અહીં તો આ સ્પષ્ટ કહ્યું છે કે-કર્મમાં-રાગની ક્રિયામાં જ્ઞાનસ્વભાવનું પ્રકાશવું થતું નથી. અહિંસાદિ મહાવ્રતના પરિણામ છે તે બધો કર્મકાંડ છે. તથા શાસ્ત્રનું જે જ્ઞાન છે તે પણ કર્મકાંડ છે, તે કાંઈ જ્ઞાન નથી. ભાઈ ! કર્મ એટલે કર્મકાંડ-શુભરાગનો સમૂહુ. અહા ! ગમે તેટલો શુભરાગ હો તોપણ તે શુભરાગથી આત્માનું પ્રકાશવું થતું નથી. ભગવાન આત્માનો જ્ઞાનપ્રકાશ રાગમાં છે નહિ તો રાગથી જ્ઞાન કેમ પ્રગટે ? ન પ્રગટે. તેથી તો કહ્યું કે “સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.” “સઘળાંય કર્મથી '—એમ કહ્યું ને! એટલે કે સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગથી પણ-હું જ્ઞાનસ્વભાવી આત્મા છું—એવા સૂક્ષ્મ વિકલ્પથી પણ જ્ઞાનની આત્માની પ્રાપ્તિ થતી નથી. રાગ ગમે તે હો, ભક્તિનો હો કે તીર્થકરગોત્ર બાંધવાનો હો-તેનાથી મુક્તિ થતી નથી.
પ્રશ્ન- તીર્થંકર પ્રકૃતિ બાંધી તેને મોક્ષ તો થશે જ ને?
ઉત્તર- ભાઈ ! તેનો મોક્ષ તો થશે જ. પરંતુ કોનાથી થશે ? શું પ્રકૃતિ બાંધી એનાથી થશે? પ્રકૃતિનું કારણ જે શુભરાગ એનાથી થશે? પ્રકૃતિ તો પોતે જ બંધન છે ત્યાં એનાથી મુક્તિ કેવી? તથા શુભકર્મથી પણ જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી એમ અહીં કહે
પ્રશ્ન:- પણ શુભરાગથી પરંપરા મોક્ષ તો કહ્યો છે?
સમાધાન - ભાઈ ! એનો અર્થ જ એ છે કે રાગનો વ્યય થઈને મોક્ષ થશે; રાગથી નહિ, સમકિતીને નિર્મળ રત્નત્રયના પરિણામ વધતા-વધતા મુક્તિનું પરંપરા કારણ બને છે. તેનો આરોપ કરીને તેના શુભાચરણને ઉપચારથી પરંપરાકારણ કહ્યું છે. પરંતુ એનો અર્થ અજ્ઞાની આવો કરે છે કે શુભાચરણથી-વ્યવહારથી મોક્ષ થશે. ભાઈ ! એ તો વિપરીત માન્યતા છે. જ્ઞાની સ્વયં શુદ્ધોપયોગરૂપ થઈને રાગભાવની ક્રિયાને પોતામાં નહિ ભેળવતો રાગને છોડી દે છે અને એ રીતે મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે. આવો મારગ છે.
અનેકાન્ત એનું નામ કે સ્વથી અતિ ને પરથી નાસ્તિ. છેલ્લે (પરિશિષ્ટમાં) અનેકાન્તના ચૌદ બોલ છે. ત્યાં કહ્યું છે કે-(વસ્તુ) સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અતિ છે. ને પરદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી નાસ્તિ છે. તેમ મોક્ષદશા સ્વભાવથી અસ્તિપણે છે અને વ્યવહારથી-રાગથી નાસ્તિપણે છે. ભાઈ ! સમકિતીને વ્યવહાર આવે છે, હોય છે; જ્યાં સુધી પૂર્ણ વીતરાગતા થઈ નથી, સ્વરૂપનો પૂર્ણ આશ્રય નથી ત્યાં સુધી પરના આશ્રયે દયા, દાન, ભક્તિ આદિ ભાવ આવે છે, પરંતુ તે મોક્ષનું જરાય કારણ નથી, બંધનું જ કારણ છે. અહાહા..! છે અંદર? કે-“સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી.'
જુઓ! અહીં પણ અનેકાન્ત કર્યું છે કે ક્રિયાકાંડમાં જ્ઞાનનું પ્રકાશવું એટલે કે ધર્મની દશા નહિ હોવાથી સઘળાંય કર્મથી જ્ઞાનની પ્રાપ્તિ થતી નથી–આ નાસ્તિથી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com