________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૧૯૬ ]
[ ૩૯ વિષયોને સેવતો છતો પણ [ જ્ઞાનવૈભવ-વિરાતિ-વનાત] જ્ઞાનવૈભવના અને વિરાગતાના બળથી [ વિષયસેવનચ ર્વે નં] વિષયસેવનના નિજફળને (-રંજિત પરિણામને) [ ન અનુતે ] ભોગવતો નથી-પામતો નથી, [ તત] તેથી [ સસૌ] આ (પુરુષ) [ સેવવ: પિ સેવવશ:] સેવક છતાં અસેવક છે ( અર્થાત્ વિષયોને સેવતાં છતાં નથી સેવતો).
ભાવાર્થ-જ્ઞાન અને વિરાગતાનું એવું કોઈ અચિંત્ય સામર્થ્ય છે કે જ્ઞાની ઇંદ્રિયોના વિષયોને સેવતો હોવા છતાં તેને સેવનારો કહી શકાતો નથી, કારણ કે વિષયસેવનનું ફળ જે રંજિત પરિણામ તેને જ્ઞાની ભોગવતો નથી-પામતો નથી. ૧૩૫.
*
સમયસાર ગાથા ૧૯૬: મથાળું હવે વૈરાગ્યનું સામર્થ્ય બતાવે છે:
જોયું? શું કહે છે? કે ભગવાન આત્માની અંતર્દષ્ટિ કરતાં જે જ્ઞાન પ્રગટ થયું અને સાથે અતીન્દ્રિય આનંદનું જે વેદન થયું તેના સામર્થ્યને લીધે જ્ઞાનીને કર્મનો ઉદય બંધ કર્યા વિના જ ખરી જાય છે એમ પહેલાં અસ્તિથી કહ્યું. હવે વૈરાગ્યનું સામર્થ્ય કહે છે. વૈરાગ્ય એટલે કોઈ લુગડાં ફેરવી નાખે વા નગ્ન થઈ જાય તે વૈરાગ્ય એમ નહિ; પણ અનાદિથી રાગમાં-પુણ્યના પરિણામમાં ૨ક્ત હતો તે એનાથી નિવર્તતાં વિરક્ત થયો તે વૈરાગ્ય છે. પોતાની પૂર્ણ અસ્તિની રુચિ થતાં જ્ઞાની રાગથી વિરક્ત થઈ જાય તેનું નામ વૈરાગ્ય છે. આવા પુણ્ય-પાપના ભાવથી વિરક્તિરૂપ જે વૈરાગ્ય તેનું સામર્થ્ય બતાવતાં હવે ગાથા કહે છેઃ
* ગાથા ૧૯૬ : ટીકા ઉપરનું પ્રવચન * જેમ કોઈ પુરુષ, મદિરા પ્રત્યે જેને તીવ્ર અરતિભાવ પ્રવર્યો છે એવો વર્તતો થકો, મદિરાને પીતાં છતાં પણ, તીવ્ર અરતિભાવના સામર્થ્યને લીધે મત્ત થતો નથી,...”
કહ્યું? કે જો કોઈ પુરુષને મદિરા પ્રતિ તીવ્ર અરતિભાવ થયો છે અર્થાત્ અંશમાત્ર પણ એમાં રતિભાવ વર્તતો નથી તો તે પુરુષ મદિરાને પીતાં છતાં પણ મત્ત થતો નથી. આ તો ન્યાય આપે છે હોં કે મદિરાને પીતાં છતાં પણ મત્ત થતો નથી, બાકી મદિરા ન પીવે તે મત્ત-ઘેલો ન થાય એ જુદી વાત છે. અહીં તો મદિરા પ્રતિ અત્યંત અરતિભાવ છે ને? એ અરતિભાવનું સામર્થ્ય છે કે મદિરા પીવા છતાં મૂર્ણાઈ જતો નથી, મત્ત-ગાંડો-પાગલ થતો નથી એમ કહે છે. મદિરામાં જેને રસ વા રતિભાવ છે તે મદિરાને લઈને અવશ્ય ગાંડો થઈ જાય છે. પરંતુ જેને મદિરા પ્રત્યે અત્યંત અરતિભાવ છે તે મદિરા પીવા છતાં તેને મદ ચડતો નથી, આ દષ્ટાંત કહ્યું, હવે કહે છે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com