________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૩૦ ]
[ ૪૯૫
અહાહા...! ધર્મીને પુણ્ય ને પુણ્યના ફ્ળોનો આદર નથી, અર્થાત્ પુણ્યાદિ ભાવોને ધર્મ માનવાવાળા વ્યવહારધર્મોનો (તેઓ પુદ્દગલસ્વભાવ હોવાથી ) પણ આદર નથી, સ્વીકાર નથી. આ રીતે સમ્યગ્દષ્ટિ વાંછારહિત હોવાથી તેને વાંછાથી થતો બંધ નથી, નિર્જરા જ છે.
ત્યારે કોઈ કહે છે–ધર્મીને પણ કોઈ ઇચ્છા આદિ વૃત્તિ દેખાય છે?
અરે ભાઈ! તે તો ‘વર્તમાન પીડા સહી શકાતી નથી તેથી તેને મટાડવાના ઈલાજની વાંછા સમ્યગ્દષ્ટિને ચારિત્રમોહના ઉદયને લીધે હોય છે, પરંતુ તે વાંછાનો કર્તા પોતે થતો નથી, કર્મનો ઉદય જાણી તેનો જ્ઞાતા જ રહે છે;...'
અહા! સમ્યગ્દષ્ટિ-ધર્મી એને કહીએ કે જે ઇચ્છાનો કર્તા નથી. અહા! ઇચ્છા એ રાગ છે, વિભાવ છે અને વિભાવ દુઃખ છે. તો એવા દુ:ખનો કર્તા ધર્મી કેમ થાય? ધર્મી તો નિરંતર અતીન્દ્રિય આનંદનું પરિણમન કરવાવાળો ને અતીન્દ્રિય આનંદના સ્વાદને ભોગવવાવાળો છે. અહા! તે વિભાવનો-દુ:ખનો કર્તા કેમ થાય ? અરે! અનંતકાળમાં જૈનધર્મ શું છે તે એણે સાંભળ્યું નથી, આવે છે ને કે
“મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાૌ, પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેશ ન પાૌ.
66
""
અહા ! એ મહાવ્રતાદિના પરિણામ પણ રાગ છે, દુઃખ છે. તેથી ધર્મીને તેની વાંછા નથી એમ કહે છે. તથાપિ કમજોરીથી ચારિત્રમોહને વશ થતાં જ્ઞાનીને રાગ આવે છે, પણ તે રાગની તેને વાંછા નથી. જેમ શરીરમાં રોગ આવે છે તેની વાંછા નથી તેમ ધર્મીને રાગ આવે છે તેની વાંછા નથી. અહા ! ઇન્દ્રના ઇન્દ્રાસનનો સંયોગ હો તોપણ તેના
ભોગની ધર્મીને વાંછા નથી. લ્યો, આવો મારગ છે પ્રભુનો ! આ ચોખ્ખું આમાં લખાણ છે પણ બિચારાને ફુરસદ હોય ત્યારે જુએ ને? અરે ભાઈ! આ નિર્ભેળ તત્ત્વને સમજ્યા વિના તારો અવતાર એળે જશે; જેમ અળસિયા આદિના અવતાર એળે ગયા તેમ આ અવતાર પણ વિના સમજણ એળે જશે ભાઈ!
અહીં કહે છે–‘તે વાંછાનો કર્તા પોતે થતો નથી.' અહા ! કિંચિત્ રાગનું પરિણમન થઈ જાય તોપણ રાગ-વાંછા કરવાલાયક છે એવું ધર્મીને-પહેલા દરજ્જાના સમકિતીનેચોથે ગુણસ્થાને પણ હોતું નથી. અહા! શ્રાવદશા ને મુનિદશા તો કોઈ અલૌકિક ચીજ છે. તેની તો શી વાત! આ તો ચોથે ગુણસ્થાને ધર્મીને કમજોરીથી કોઈ વાંછા થઈ આવે છે તોપણ તે વાંછાનો તે કર્તા થતો નથી, સ્વામી થતો નથી –એમ કહે છે. પૂર્ણાનંદમય ચૈતન્યનિધાન આખું દષ્ટિમાં-પ્રતીતિમાં આવ્યું પછી બીજાની વાંછા શું હોય ? અહા ! ઝીણી વાત છે ભાઈ! જ્યાં સ્વરૂપમાં નિઃશંકતા થઈ ત્યાં અન્યત્ર (મારાપણે ) વાંછા કેમ થાય ? ન થાય. તથાપિ ચારિત્રમોહવશ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com