________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૨૮ ]
[ ૪૬૭ પણ તેમાં છે નહિ. માટે કહે છે-આત્મામાં આકસ્મિક-અણધાર્યું કાંઈ પણ થતું નથી. જુઓ આ ધર્માત્માની દષ્ટિ!
ધર્મી એમ જાણે છે કે હું તો અનાદિ-અનંત જ્ઞાનાનંદઘન પ્રભુ અચળ અવિનાશી તત્ત્વ છું. આ શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિ તો અજીવ જડ ધૂળ-માટી છે અને આ રાગાદિ વિકાર તો અજીવ આસ્રવ તત્ત્વ છે. તે બધાં મારામાં કયાં છે? તેઓ મારામાં છે જ નહિ. માટે મારામાં કાંઈ પણ આકસ્મિક થાય એમ છે જ નહિ. મારામાં બીજી ચીજ જ નથી તો આકસ્મિક શું થાય?
અહા ! ધર્મીની દષ્ટિ અનંતગુણમંડિત પોતાના ત્રિકાળી શુદ્ધ ચૈતન્યસ્વરૂપી આત્મા પર છે. પોતાના આવા સ્વરૂપનો નિર્ણય જે પર્યાયમાં થયો તે પર્યાય એમ જાણે છે કે-હું તો ધ્રુવ અચળ આનંદની ખાણ પ્રભુ આત્મા છું, મારામાં બીજી ચીજનો પ્રવેશ છે જ નહિ. આનંદધામ પ્રભુ આત્મા સિવાય બીજી ચીજમાં મારો આનંદ છે જ નહિ. આ પ્રમાણે ધર્મી જીવની પરપદાર્થમાંથી સુખબુદ્ધિ ઉડી ગઈ છે. અને પર પદાર્થનું અવલંબન પણ તેને છૂટી ગયું છે. ઝીણી વાત છે પ્રભુ! તો કહે છે-નિત્યાનંદ પ્રભુ આત્મામાં બીજી ચીજ આવી જાય અને કાંઈક આકસ્મિક થઈ જાય એમ છે નહિ. અહા ! છે અંદર? કે જ્ઞાનમાં-જ્ઞાન નામ અચળ, એક અકૃત્રિમ, નિત્ય આનંદધામ પ્રભુ આત્મામાં-આકસ્મિક કાંઈ પણ થતું નથી. અહા ! કાંઈ અકસ્માત થાય એવી મારી ચીજ જ નથી.
તો અકાળ મરણ છે કે નહિ?
સમાધાન - અકાળ મરણ પણ નથી. અકાળ મરણ-એ તો નિમિત્તનું કથન છે. નિશ્ચયથી અકાળ મરણ જેવું કાંઈ છે જ નહિ કેમકે પ્રત્યેક કાર્ય પોતાના સ્વકાળે પ્રગટ થાય છે. અહીં એમ વાત છે કે સમકિતીની દષ્ટિ એક શુદ્ધ ચૈતન્યદ્રવ્ય પર છે અને તેમાં બીજી ચીજ તો કાંઈ છે નહિ તેથી તેમાં કાંઈ આકસ્મિક બનતું નથી એમ તે જાણે છે. સમજાણું કાંઈ?
અહાહા....! “સિદ્ધ સમાન સદા પદ મેરો'; શું કહ્યું? કે ચોથે ગુણસ્થાને સમ્યગ્દષ્ટિ જીવ-પછી ભલે તે તિર્યંચ હો કે નારકી હો-હું શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ સુખકંદ આનંદકંદ સદા સિદ્ધ સમાન પરમાત્મસ્વરૂપ એક પારમાર્થિક વસ્તુ છું—એમ પ્રતીતિ અને જ્ઞાન કરે છે. મારામાં બીજી ચીજ છે જ નહિ તો આકસ્મિક શું થાય ? કાંઈ ના થાય. આવું ધર્માત્મા જાણે છે અર્થાત આવું જાણે તે ધર્માત્મા છે. સમજાણું કાંઈ....? હવે કહે છે
‘જ્ઞાનિન: તમી: 1:' આવું જાણતા જ્ઞાનીને અકસ્માતનો ભય કયાંથી હોય? ન હોય. અહાહા...! હું જ્ઞાનાનંદ નિત્યાનંદ પ્રભુ એક છું એમાં અકસ્માત શું?
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com