________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૧૬ ]
[ ૩૨૭ તેમની ભાવના તો નિરંતર સ્વભાવન્મુખતાની જ રહેલી છે. જ્યારે અજ્ઞાની નિરંતર ઇચ્છાઓ કર્યા જ કરે છે આ એનું અજ્ઞાન છે, મૂઢતા છે.
શું કહે છે? કે જ્યારે કાંક્ષમાણ (વાંછા કરનારો) વેધભાવ છે ત્યારે ભોગવવાના ભાવનો-વેદકભાવનો કાળ નથી અને જ્યારે ભોગવવાના ભાવનો કાળ આવે છે ત્યાં સુધીમાં કાંક્ષમાણ (વાંછા કરનારો) વેધભાવ વિનાશ પામી ગયો હોય છે; હવે તે વિનાશ પામી જતાં વેદકભાવ શું વેકે? એટલે શું? કે ઇચ્છાનો જે કાળ હતો તે તો ગયો, તો હવે વેદકભાવ-ભોગવનારો ભાવ તેને કેવી રીતે વેદે? અર્થાત્ તેણે જે ઇચ્છલો ભાવ હતો તે હવે કયાં રહ્યો છે કે તેને વેદે ? અહા! આવું બહુ ઝીણું પડે પણ આ સમજવું પડશે હોં; ખાસ ફુરસદ લઈને સમજવું પડશે. અરે! આવું મનુષ્યપણું મળ્યું અને જો એમાં તત્ત્વદષ્ટિ નહિ કરે તો તે એળે જશે. અહા ! જેમ ઈયળ ઇત્યાદિ અવતાર એળે ગયા તેમ તત્ત્વદષ્ટિ વિના આ અવતાર પણ એળે જશે ભાઈ !
અહા! માણસને (એકાંતનો) પક્ષ થઈ જાય છે ને ? એટલે પોતાની વાતને સિદ્ધ કરવા તે શાસ્ત્રમાંથી ગોતી-ગોતીને વાતો કાઢે છે. પણ ભાઈ ! શાસ્ત્રમાં કયા નયથી કહેલું છે એ તો જાણવું જોઈશે ને? અહા! અજ્ઞાની પોતાના (મિથ્યા, એકાંત) અભિપ્રાય સાથે શાસ્ત્રનો મેળ બેસાડવા જાય છે પણ તે મેળ કેમ બેસે ? બાપુ! સત્ય તો એ છે કે તારે શાસ્ત્રનો અભિપ્રાય અંદર બેસાડવો પડશે નહિ તો મનુષ્યપણું એળે જશે ભાઈ !
અહીં કહે છે-તે (વાંછા કરનારો ભાવ) વિનાશ પામી જતાં વેદકભાવ શું વળે? અહા! અજ્ઞાની જે પદાર્થને ઇચ્છે છે, ઇચ્છાકાળે તે પદાર્થ તો છે નહિ; જો તે હોય તો તે ઇચ્છે જ કેમ? અને જ્યારે તે પદાર્થ આવે છે ત્યારે ઓલી ઇચ્છાનો જે કાળ હતો કે “આને હું વેદું' એ તો રહેતો નથી. માટે જે વેધ છે તે વેદાણું નથી, વેદાતું નથી. વેદકપણે જે વેદાણું છે એ તો તે વખતનો બીજ કાળ (બીજી ઇચ્છાનો કાળ) થયો છે. તેથી વેદ્ય એટલે કે જે ઇચ્છા થઈ કે “આને હું વેદું' તે ઇચ્છા વેદકનું વેધ થયું નહિ. અહા ! વેદકભાવના કાળ-ભોગવવાના કાળે તો બીજી ઇચ્છા થઈ જાય છે. પહેલાં ધાર્યું હતું કે
આ રીતે મારે ભોગવવું,' પણ ભોગવવાના કાળે “બીજી રીતે ભોગવું” એમ થઈ જાય છે. શ્રી મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજી સાહેબે પણ આનો બહુ ખુલાસો કર્યો છે. ચીજને ભોગવવા કાળે પણ જે પહેલી ઇચ્છા હતી કે “આ રીતે મારે ભોગવવું તે બદલાઈને બીજી રીતે ભોગવવાની ઈચ્છા થઈ જાય છે, કેમકે બીજી ઇચ્છા આવી ને? ઇચ્છાનો કયાં થંભાવ છે?
અહા ! ઇચ્છા થઈ કે સક્કરપારો હોય તો ઠીક. હવે તે સમયે તો સક્કરપારો છે નહિ અને સક્કરપારો આવે છે ત્યારે પહેલી ઇચ્છાનો કાળ છે નહિ; અર્થાત્ “સક્કરપારો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com