________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૬ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ ત્યાં સુધીમાં કાંક્ષમાણ (અર્થાત્ વાંછા કરનારો) વેધભાવ નાશ પામી જાય છે; તે વિનાશ પામી જતાં, વેદકભાવ શુંવેદે ?’
શું કહે છે? કે વાંછા કરનારો વેધભાવ થાય છે તે કયાં સુધી? કે જ્યાં સુધી વેદકભાવ ઉત્પન્ન ન થાય ત્યાં સુધી. જ્યાં વૈદકભાવ ઉત્પન્ન થયો ત્યાં કાંક્ષમાણ વેધભાવ વિનાશ પામી જાય છે. અહાહા...! જે વેધભાવ છે તે વેધભાવને અનુભવનાર અર્થાત્ જે વેદવાયોગ્ય છે તેને અનુભવનાર વેદકભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય છે ત્યાં સુધીમાં તો કાંક્ષમાણ વેધભાવ વિનાશ પામી જાય છે. છે? સામે પાઠ છે ને? (જરી જીણું છે માટે ) જરી ઘીમેથી ધ્યાન દઈને સાંભળવું. આ તો ધર્મકથા છે, આ કાંઈ લૌકિક વાર્તા નથી.
અરે! એણે આ કોઈ દિ' સાંભળ્યું નથી! અહીં શું સિદ્ધ કરવું છે? કે કાંક્ષમાણ ભાવ-વેધભાવ વખતે વેદન કરવા યોગ્ય સામગ્રી નથી અને તેથી તે વખતે વેદકભાવ નથી; અને જ્યારે સામગ્રી આવી ને વેદકભાવ થયો ત્યારે વેધભાવ રહેતો નથી. આમ તે બેનો મેળ ખાતો નથી. માટે જ્ઞાની તેને ઇચ્છતો નથી.
પ્રશ્ન:- પણ જો મેળ ખાય તો તો ઇચ્છે ખરો ને?
ઉત્તર:- પરંતુ ભાઈ! બેનો મેળ કદી ખાતો જ નથી. વર્તમાન ભાવને ભવિષ્યના ભાવનો-બેનો મેળ ખાતો જ નથી એમ કહે છે. એ ક્ષણિક વિભાવભાવો છે ને ? તેથી તેથી બેનો મેળ ખાતો જ નથી; તેથી જ્ઞાની વાંછા કરતો નથી.
અહાહા...! જ્ઞાની કાંઈ ઇચ્છતો કેમ નથી? તો કહે છે કે-જે ભાવ કાંક્ષમાણ એવા વેદ્યભાવને વેદે છે તે વેદનારો-અનુભવનારો વેદકભાવ જ્યાં સુધીમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં કાંક્ષમાણ (વાંછા કરનારો) વેધભાવ વિનાશ પામી જાય છે. જેમકે વેદવાયોગ્ય ભાવ આવ્યો કે મારે આ કન્યા સાથે લગ્ન કરવાં છે ને તેની સાથે રમવું છે; પરંતુ તે સમયે તો તેનો પ્રસંગ નથી અને જ્યારે પ્રસંગ આવ્યો ત્યારે પહેલી ઇચ્છાનો જે કાળ હતો તે ચાલ્યો ગયો છે. તેથી, હવે પાછી બીજી ઇચ્છા થશે. અહા! આમ ઇચ્છાનું નિરર્થકપણું જાણીને જ્ઞાની તો સર્વ પરભાવની વાંછા છોડીને નિજ નિરાકુલ આનંદસ્વભાવના વેદનની ભાવનામાં જ રહે છે. અહાહા...! જ્ઞાનીને તો પોતાના સ્વભાવનું જ વેધ-વેદક છે એમ અહીં કહે છે. અહાહા...! જ્ઞાનીને આનંદની અનુભૂતિનું વેધ-વેદક છે, ૫૨નું વેધ-વેદકપણું છે નહિ.
અહાહા...! જુઓ તો ખરા! ત્રણ જ્ઞાનના ધારી અને ક્ષાયિક સમકિતી તીર્થંકરો (ગૃહસ્થ દશામાં, ચક્રવર્તી પણ હોય તો) ૯૬૦૦૦ સ્ત્રીઓ પરણે છે. તો પણ, અહીં કહે છે, તેને ભોગવવાની ઇચ્છા નથી. ગજબ વાત છે ભાઈ! વચ્ચે રાગ આવી જાય છે તો પણ તેને તેઓ ઇચ્છતા નથી, અર્થાત્ તેઓ તે રાગના સ્વામી થતા નથી; કેમકે
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com