________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૨૮ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ હું ખાઉં' એવી પહેલાં જે ઇચ્છા હતી તે રહી નહિ કેમકે તે વખતે તો નવી બીજી ઇચ્છા થઈ જાય છે. આમ ઇચ્છાનો થંભાવ જ નથી, તે ક્ષણે ક્ષણે નાશ પામી જાય છે ત્યાં વૈદકભાવ શુંવેદે? બદલાતી-બદલાતી વાંછાના પ્રસંગમાં વેદકભાવ કોને વેદે? અહો! આ સમયસારમાં તો ગજબ વાત છે! કહે છે-ધાર્યું તો વેદાતું જ નથી તેથી જ્ઞાનીને વિભાવભાવનું ઇચ્છવાપણું નથી.
.
હવે કહે છે જો એમ કહેવામાં આવે કે...' જોયું? આ સામાવાળાની દલીલ છે તે કહે છે-કે ‘ જો એમ કહેવામાં આવે કે કાંક્ષમાણ વેધભાવની પછી ઉત્પન્ન થતા બીજા વેધભાવને વેઠે છે, તો (ત્યાં એમ છે કે) તે બીજો વેધભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વૈદકભાવ નાશ પામી જાય છે; પછી તે બીજા વેધભાવને કોણ વેદે ?'
જુઓ, શું કહે છે? કે જે ઇચ્છા કરી હતી કે મારે આ પદાર્થને આ રીતે ભોગવવો તે ઇચ્છા ભોગવવાના કાળે તો ચાલી ગઈ છે તેથી તે ઇચ્છા તો વેદાઈ નહિ. તો કોઈ કહે છે કે બીજી ઇચ્છા થાય છે તેને વેદે, બીજા વેધભાવને વેદે. પણ કહે છે-ભાઈ ! એમ બનવું શકય નથી. કેમ ? કેમકે બીજા વેધભાવને વેદે તે પહેલાં જ વૈદકભાવનો કાળભોગવનારા ભાવનો કાળ ચાલ્યો જાય છે. જુઓ, એ જ કહે છે કે- તો (ત્યાં એમ છે કે) તે બીજો વેધભાવ ઉત્પન્ન થયા પહેલાં જ તે વૈદકભાવ નાશ પામી જાય છે.' અહાહા...! બીજી ઇચ્છા થઈ તે પહેલાં જ જે વેદકનો–અનુભવવાનો-ભોગવવાનો કાળ હતો તે કાળ તો ચાલ્યો જાય છે. તો પછી તે બીજી ઇચ્છાને કોણ વેદે?
જુઓ, પહેલાં એમ કહ્યું કે-ભોગવવાની ઇચ્છાનો કાળ થાય છે ત્યારે વેદકભાવનો-ભોગવનારા ભાવનો કાળ હોતો નથી અને વેદકભાવ થાય છે ત્યારે ભોગવવાની ઇચ્છાનો કાળ ચાલ્યો જાય છે. હવે, બીજી ઇચ્છા (વેધભાવ ) કરે ત્યારે થાય છે, પરંતુ જ્યારે બીજી ઇચ્છા થાય છે ત્યારે ભોગવવાનો ભાવ-વૈદકભાવ-તો છે નહિ, કેમકે બીજી ઇચ્છા ઉત્પન્ન થાય તે પહેલાં જ વૈદકભાવ-ભોગવવાનો ભાવ નાશ પામી જાય છે. હવે આમ છે ત્યાં બીજી ઇચ્છાને-બીજા વેધભાવને કોણ વેદે? બીજી ઇચ્છા પણ વેદાયા વિના નિષ્ફળ જ વહી જાય છે. માટે, કહે છે-જેને અંતરમાં આનંદની અનુભૂતિ છે, સ્વભાવનું જેને સહજ વેધ-વેદકપણું પ્રગટ છે તેને વિભાવના વેધ-વેદકભાવની ઇચ્છા હોતી નથી. અહા ! આવી બહુ સૂક્ષ્મ વાત ભાઈ ! સૂક્ષ્મ પડે પણ સત્યાર્થ છે પ્રભુ!
ભાઈ! સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કોઈ અલૌકિક ચીજ છે! તેના વિના અજ્ઞાની જેટલાં વ્રત ને તપ કરે તે બધાંય બાળવ્રતને બાળતપ છે; કેમકે ત્યાં જેમનો પરસ્પર મેળ ખાતો નથી એવા વિભાવભાવો-વેધ વેદકભાવો ઊભા છે. જ્યારે જ્ઞાની તો તેમને નિરર્થક જાણી વેધ-વૈદકભાવોની ભાવના જ કરતો નથી એમ અહીં સિદ્ધ કરે છે.
અહાહા...! કાંક્ષમાણ (વાંછાના ભાવ) વખતે જેને વેદવાની ઇચ્છા થઈ છે તે
(
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com