________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૮ ]
[ ૨૪૭ એમાં શું ધૂળ ખુશી થાવું ભાઈ ? અરે! તને શું થયું છે પ્રભુ! કે આવી મૂર્ખાઈ (મૂઢતા) સેવે છે? અહા! પૈસા મને મળ્યા, ને હું ધનપતિ-લક્ષ્મીપતિ થયો –એમ તે માન્યું એ તો તું જડ થઈ ગયો, કેમકે જડનો પતિ જડ જ હોય. ભગવાન! તારી ચીજ તો તારી પાસે જ છે ને? તારી ચીજ તું પોતે જ છો ને પ્રભુ! આ રાગાદિ ત્રણકાળમાં તું નથી, તારી ચીજ નથી.
એ જ અહીં વિશેષ કહે છે કે “જો જીવને અજીવનો પરિગ્રહ માનવામાં આવે તો જીવ અજીવપણાને પામે, માટે જીવને અજીવનો પરિગ્રહુ પરમાર્થે માનવો તે મિથ્યાબુદ્ધિ છે.'
શું કીધું? આ જડ રાગાદિ પર પદાર્થ છે તે ભગવાન આત્માના છે એમ જ માનવામાં આવે તો પોતે અજીવપણાને પામે અર્થાત્ પોતે જીવ છે તે અજીવપણે થઈ જાય. માટે જીવને અજીવનો પરિગ્રહુ પરમાર્થ માનવો તે મિથ્યાબુદ્ધિ છે, મિથ્યાશ્રદ્ધાન છે. કેવો સરસ ખુલાસો છે હું! ભાઈ ! જીવને અજીવ માને વા અજીવને જીવ માને તો તે મિથ્યાત્વ છે. રાગને પોતાનો માને તે મિથ્યાત્વ છે ભાઈ !
- બાપુ! આ તો મારગડા જુદા છે નાથ ! શ્રીમદે કહ્યું છે ને કે “સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખો.” ભાઈ ! તારો જે શુદ્ધ એક જ્ઞાયકભાવ છે તેની રક્ષા કરવામાં લક્ષ દે. કેમકે પરની રક્ષા કરવા જઈશ તો તને રાગ જ થશે અને તે રાગ મારો છે વા મારું કર્તવ્ય છે એમ જ માનીશ તો તું મિથ્યાષ્ટિ થઈ જઈશ અર્થાત્ તને જૈનની શ્રદ્ધા રહેશે નહિ. આવો ભગવાનનો મારગ છે!
વળી કહે છે-“જ્ઞાનીને એવી મિથ્થાબુદ્ધિ હોય નહિ.” જ્ઞાની શબ્દ ધર્મી. કોઈ વળી કહે છે જ્ઞાની જુદો ને ધર્મી જુદો તો એમ છે નહિ. ધર્મી કહો કે જ્ઞાની કહો –બન્ને એક જ છે. જેને શુદ્ધ ચૈતન્યસ્વરૂપની દૃષ્ટિ પ્રગટી છે તે જ્ઞાની ને ધર્મી છે. અહા ! જેને નિજ જ્ઞાનાનંદસ્વભાવની અંતરમાં પ્રતીતિ થઈ છે તેને સાથે અનંત ગુણનું અંશે શુદ્ધ પરિણમન પણ થયું છે, ને એવા જ્ઞાનીને મિથ્યાબુદ્ધિ હોતી નથી. શું કહ્યું? વ્યવહારરત્નત્રયનો રાગ મારો છે અને એનાથી મને લાભ થશે એવી મિથ્થાબુદ્ધિ જ્ઞાનીને હોતી નથી. ભાઈ ! શુભરાગથી મને લાભ થશે-એમ જે માને છે તે અશુભ રાગ પણ મારો છે એમ માને છે. સમજાણું કાંઈ..? હવે આવું અજ્ઞાનીને કઠણ પડે છે. પણ શું થાય? (સ્વરૂપ જ એવું છે ).
અહા! કહે છે-“જ્ઞાની તો એમ માને છે કે પરદ્રવ્ય મારો પરિગ્રહ નથી, હું તો જ્ઞાતા છું.'
જુઓ, સમકિતી નરકનો નારકી હો કે તિર્યંચ હો તે એમ માને છે કે રાગાદિ પરદ્રવ્ય મારું નથી, હું તો જ્ઞાયકમાત્ર છું. સ્વયંભૂરમણ સમુદ્રમાં અસંખ્ય તિર્યંચ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com