________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪ ]
ચન રત્નાકર ભાગ-૭ “વચનામૃત વીતરાગનાં પરમ શાંતરસ મૂળ,
ઔષધ જે ભવરોગનાં કાયરને પ્રતિકૂળ.' અહા! ભગવાનની વાણી હિજડા જેવા કાયરોને પ્રતિકૂળ લાગે છે. ભાઈ ! જેને પુણ્યની-શુભરાગની રુચિ છે તે કાયર ને નપુંસક છે; શાસ્ત્રમાં રાગની રુચિવાળાને નપુંસક કહ્યો છે કેમકે તેને આત્માના અંતર-પુરુષાર્થની ખબર નથી. તેણે રાગની રુચિમાં આખું વીર્ય રોકી દીધું છે. જેમ નપુંસકને પ્રજા ન થાય તેમ રાગની રુચિવાળાને ધર્મની પ્રજા થતી નથી.
આત્મા અતીન્દ્રિય અનાકુળ આનંદરસથી ભરેલો ચિદાનંદમય ભગવાન છે. જ્ઞાની તેનો આસ્વાદ લેતો, સામાન્યમાત્ર જ્ઞાનનો અભ્યાસ-અનુભવ કરતો સકલ જ્ઞાનને એકપણામાં લાવે છે અર્થાત્ પર્યાયના ભેદને છોડીને એકરૂપ જ્ઞાનમાં એકાગ્ર થાય છે, એક જ્ઞાનમાત્ર ભાવને પ્રાપ્ત કરે છે; જેવો એકરૂપ સામાન્ય જ્ઞાયકસ્વભાવ છે તેવો પર્યાયમાં એકરૂપે પ્રાપ્ત કરે છે, અનુભવે છે. વ્યવહારની સચિવાળાને આવું આકરું લાગે તેવું છે. પરમાર્થવચનિકામાં આવે છે ને કે-આગમપદ્ધતિ જગતને સુલભ છે, અર્થાત્ દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિ ક્રિયાકાંડનો વ્યવહાર આગમપદ્ધતિ છે તે જગતને સુલભ છે. પણ અધ્યાત્મનો વ્યવહારેય તેઓ જાણતા નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે ઉત્પન્ન વીતરાગી પરિણતિ તે અધ્યાત્મનો વ્યવહાર છે; આનંદનો સ્વાદ આવે તે અધ્યાત્મનો વ્યવહાર છે. અને આનંદસ્વરૂપી આત્મદ્રવ્ય તે નિશ્ચય છે. નિશ્ચય સ્વરૂપના અનુભવ વિના અજ્ઞાની અધ્યાત્મના વ્યવહારને જાણતો નથી. તેથી બાહ્ય ક્રિયા કરતો થકો મૂઢ જીવ મોક્ષમાર્ગ સાધી શકતો નથી.
કોઈને વળી થાય કે કરવું-ધરવું કાંઈ નહિ ને આત્મા-આત્મા-આત્મા, બસ આત્માનો અનુભવ-આ તે શું માંડ્યું છે? આમ દુનિયાના લોકોને આત્માનુભવની વાત કહેનારા ધર્મી જીવો પાગલ જેવા લાગે છે. પણ શું થાય? પરમાત્મ પ્રકાશમાં આવે છે કેદુનિયાના પાગલ લોકો ધર્માત્માને પાગલ કહે છે. હા, પાગલોની સર્વત્ર આવી જ ચેષ્ટા હોય છે. બાપુ! પાગલપણાથી છૂટવાનો આ એક જ માર્ગ છે. સમજાણું કાંઈ...?
કહે છે–સકળ જ્ઞાનને જ્ઞાની એકત્વમાં લાવે છે. એટલે કે ભેદનું લક્ષ છોડીને નિજ એકત્વને જ્ઞાની ધ્યાવે છે અર્થાત્ એકરૂપ શુદ્ધ ચિતૂપ સ્વરૂપની જ્ઞાની પ્રાપ્તિ કરે છે. આનું નામ તે આત્માનો સ્વાદ, સમ્યગ્દર્શન અને ધર્મ છે. આનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે.
* કળશ ૧૪૦: ભાવાર્થ ઉપરનું પ્રવચન * આ એક સ્વરૂપજ્ઞાનના રસીલા સ્વાદ આગળ અન્ય રસ ફિક્કા છે.” જોયું? સ્વરૂપજ્ઞાનનો સ્વાદ રસીલો છે, રસમય-આનંદમય છે. ભગવાન આત્મા ત્રિકાળ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com