________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates સમયસાર ગાથા-૨૦૩ ]
[ ૧૬૩ ઘૂસી જાય ત્યારે જગત આખું બેસ્વાદ-ઝર જેવું લાગે છે. વ્રતાદિ રાગના સ્વાદ તેમને ઝેર જેવા લાગે છે. આવો વીતરાગનો માર્ગ પ્રભુ! વીતરાગતા વડે જ પ્રગટ થાય છે.
અહાહાહા....! શું કહે છે? કે સ્વરૂપના સ્વાદના અનુભવમાંથી બહાર ન આવતો આ આત્મા આત્માના વિશેષોના ઉદયને ગૌણ કરે છે. આ દયા પાળો ને વ્રત કરો ને તપ કરો ઇત્યાદિ રાગની વાત તો કયાંય રહી, અહીં તો આનંદકંદ પ્રભુ આત્માની પર્યાયમાં જે ભેદરૂપ વિશેષો છે તે વિશેષોને ગૌણ કરે છે અર્થાત્ વિશેષનું લક્ષ છોડીને ત્રિકાળી એકરૂપ સામાન્યમાં ઘૂસે છે. ઓહોહોહો...! આ તો ગજબનો કળશ છે! આચાર્ય અમૃતચંદ્રદેવે એકલો અમૃતનો રસ રેડ્યો છે! કહે છે–પ્રભુ! તું અમૃતનો સાગર છો ને! તેમાં નિમગ્ન થતાં એકલા અમૃતનો સ્વાદ આવે છે, રાગ અને ભેદનો સ્વાદ ત્યાં ભિન્ન પડી જાય છે, ગૌણ થઈ જાય છે. એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસામાન્ય અભેદ આનંદસ્વરૂપનો-અમૃતનો સ્વાદ લેતાં ભેદનો સ્વાદ ગૌણ થઈ જાય છે. હવે આમાં રાગની વાત કયાં રહી? વ્યવહારરત્નત્રયના રાગથી પોતાને લાભ છે એમ માનનારે તો ભાઈ ! મારગ ઘણો વિપરીત કરી નાખ્યો છે.
| ચિત્સામાન્ય પ્રભુ આત્મામાં ઝુકતાં સ્વાદ અભેદનો આવે છે; જ્ઞાન જ્યાં અભેદનું થયું તો સ્વાદ પણ અભેદનો આવે છે. ઝીણી વાત છે ભાઈ ! આ દિગંબર ધર્મ –સનાતન વીતરાગનો મારગ છે બાપા! એ તો સાંભળવાય મહાભાગ્ય હોય તો મળે છે. કહે છેજ્ઞાની જ્ઞાનનો અભ્યાસ કરે છે અર્થાત્ અભ્યાસમાં લેવા માટે તે સામાન્યમાત્ર જ્ઞાનનો અનુભવ કરે છે. અહાહાહા..! સામાન્ય એકરૂપ જે જ્ઞાયકભાવ તેનો અભ્યાસ નામ વેદન જ્ઞાની કરતો હોય છે. આબાલ-ગોપાલ સૌને માટે મારગ તો આ છે. ૧૭-૧૮ મી ગાથામાં આવે છે ને કે ભગવાન! તારી વર્તમાન જ્ઞાનની પર્યાય જે છે તેમાં જ્ઞાયકભાવ જાણવામાં આવે છે કેમકે જ્ઞાનની જે પર્યાય છે તેનો સ્વભાવ તો સ્વપરપ્રકાશક છે. બાપુ! જ્ઞાયક જ તારા જ્ઞાનમાં આવે છે પણ દષ્ટિ તારી જ્ઞાયક પર નથી, પર્યાય પર છે. અજ્ઞાનીની દષ્ટિ જ્ઞાયક પર નથી પણ પર્યાય પર છે. તેથી તે નિજ સ્વરૂપને ભૂલી જઈ પર્યાય જ પોતાનું સર્વસ્વરૂપ છે એમ માને છે. પરંતુ જ્ઞાનીની દષ્ટિ શુદ્ધ જ્ઞાયક પર છે, પર્યાય પર નથી; તેથી તે સામાન્યમાત્ર જ્ઞાયકભાવનો અભ્યાસ નામ અનુભવ કરતો હોય છે. અહા ! આવો મારગ કોઈ વિરલ પુરુષો જ ધારણ કરે છે. યોગસારમાં આવે છે ને કે
“વિરલા જાણે તત્ત્વને, વળી સાંભળે કોઈ;
વિરલા ધ્યાવે તત્ત્વને, વિરલા ધારે કોઈ. '' કોઈ વિરલ શૂર પુરુષો જ આ માર્ગને સાંભળે છે અને એમાંય કોઈક વિરલ જ માર્ગને પામે છે. બાપુ! આ તો સર્વજ્ઞદેવનો-વીતરાગ પરમેશ્વરનો માર્ગ છે, એમાં કાયરનું કાંઈ કામ નથી. શ્રીમદે કહ્યું છે ને કે
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com