________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૬ ]
વચન રત્નાકર ભાગ-૭ અહીં કહ્યું કે ખરેખર રાગ નામનું પુદ્ગલકર્મ છે તેના ઉદયના વિપાકથી ઉત્પન્ન થયેલો આ રાગરૂપ ભાવ છે. ગાથા ૭૫ માં પણ એ જ કહ્યું છે કે રાગ-દ્વેષ, પુણ્યપાપના અંતરંગમાં જે ભાવ થાય છે તે પુદ્ગલપરિણામ-પુગલનું કાર્ય છે. આ કઈ અપેક્ષાએ વાત છે? કે રાગાદિ જીવનો સ્વભાવ નથી, સ્વભાવથી તે ચીજ ભિન્ન છે એમ બતાવવા તેને પુદગલનું કર્મજન્ય પરિણામ છે એમ કહ્યું છે. જ્યારે વાસ્તવિક પર્યાયની સ્થિતિનું સ્વરૂપ કહે ત્યારે રાગદ્વેષ આદિ જેટલો વિકાર થાય છે તે, પકારકરૂપ પરિણમન જીવથી જીવનું જીવમાં છે. આમ બેય રીતે શાસ્ત્રમાં કથન આવે છે તેને જે તે અપેક્ષાથી યથાર્થ સમજવું જોઈએ.
આ નિર્જરા અધિકાર છે. ધર્મી જીવની દષ્ટિ ત્રિકાળી ચૈતન્યસ્વભાવમાત્ર નિજવસ્તુ ઉપર હોય છે. તેથી તે સ્વભાવદષ્ટિવંતને, જે રાગાદિ ભાવ થાય છે તેનું તેને સ્વામીપણું નહિ હોવાથી, તે ભાવ ખરી જાય છે, નિર્જરી જાય છે. જ્ઞાનીને તો નિર્જરા જ છે ને ? કારણ કે તે રાગાદિ ભાવનો સ્વામી નહિ હોતો થકો તેને પુદ્ગલના કાર્યપણે જાણે છે, અને સ્વભાવના આશ્રયે રાગાદિથી નિવર્તે છે.
પ્રશ્ન- આમાં કેટકેટલી અપેક્ષાઓ બધી યાદ રાખવી? આપ સવારે પ્રવચનમાં કહો કે રાગ-વિકાર તારાથી થાય છે, તારો છે; વળી બપોરના પ્રવચનમાં કહો કે રાગાદિ પુદ્ગલનું કાર્ય છે, તારું નહિ. તો આમાં અમારે સમજવું શું?
સમાધાનઃ- ભાઈ ! જ્યાં જે અપેક્ષા હોય તે યથાર્થ સમજવી જોઈએ. જુઓ, રાગ ખરેખર તો એક સમયની જીવની પર્યાયમાં પોતાથી સ્વતંત્ર થાય છે. પોતાનો તે દોષ છે. પણ તે દોષ છે, સ્વભાવ નથી-એમ બતાવવા સ્વભાવની દષ્ટિ કરાવવા તે પુદ્ગલનો છે એમ કહ્યું છે. જેને સ્વભાવની દષ્ટિ થઈ છે તે ધર્માત્મા રાગને પોતાનાથી ભિન્ન પુદગલનું કાર્ય માનીને સ્વભાવના અવલંબને છોડી દે છે.
પ્રશ્ન-નિમિત્તથી (વિકાર) થાય એટલે શું?
સમાધાન- નિમિત્તથી થાય એટલે નિમિત્તના લક્ષે પોતાથી પોતાનામાં થાય. પંચાસ્તિકાયની ૬૨ મી ગાથામાં તો ચોખ્ખું કહ્યું છે કે જે રાગ-દ્વેષ-મોહના વિકારી ભાવ થાય છે તે એક સમયની પર્યાયમાં ષકારકનું સ્વતંત્ર પરિણમન છે. તે તે પર્યાય તે રાગને કરે છે, તે તે પર્યાયનું રાગ કર્મ છે, તે પર્યાય રાગનું સાધન છે, તે પર્યાય રાગરૂપ થઈને રાગને લે છે અર્થાત્ રાખે છે, તે પર્યાયથી રાગ થાય છે અને તે પર્યાયના આધારે રાગ થાય છે. ત્યાં પંચાસ્તિકાયમાં રાગ-વિકારની અવસ્થા જીવની (પર્યાયની ) સત્તામાં જીવને લઈને થાય છે તેમ સિદ્ધ કરવું છે. રાગ પોતાની પર્યાયમાં થયેલો પોતાનો છે એમ ત્યાં કહેવું છે. વળી જેમ રાગની પર્યાય નિરપેક્ષ છે તેમ વીતરાગી
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com