________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૨૦૪ ]
- [ ૧૮૧ શું કહ્યું? કે એક જ્ઞાયકભાવના આશ્રયે જ આત્માનો લાભ થાય છે અર્થાત્ આત્મા જે પરમ પવિત્ર પદાર્થ છે તેનો પર્યાયમાં લાભ થાય છે. પહેલાં નિજપદની પ્રાપ્તિ કહી હતી ને? આ એનો જ વિશેષ ખુલાસો કર્યો કે-આત્મલાભ થાય છે. આ વાણીયા નવું વરસ બેસે ત્યારે લખે છે ને કે-“લાભ સવાયા.'' હવે ત્યાં તો ધૂળમાંય લાભ સવાયા નથી સાંભળને! એ તો બધી કષાયની હોળી છે. લાભ તો આ (આત્મલાભ થાય તે) છે, જેમાં બ્રાન્તિનો નાશ થઈ અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ થાય છે.
કોઈએ હમણાં કહ્યું છે કે સોનગઢ હવે હજારોની આવ-જાનું કેન્દ્રસ્થાન છે. અરે ભાઈ ! તારું કેન્દ્રસ્થાન તો અંદર ભગવાન આત્મા છે કે જેમાં નજર જતાં તને તારા ચૈતન્યનિધાનની પ્રાપ્તિ થાય છે, આત્માનો લાભ થાય છે. ભાઈ ! આ પૈસાનો લાભ થાય વા રાગનો લાભ થાય તો તેથી શું? એ તો બધાં ખરેખર દુઃખનાં જ કારણ છે.
હા, પણ પૈસાનો લાભ હોય તો અહીં સાંભળવા રહી શકાય ને?
ધૂળેય રહેવાય નહિ, સાંભળને! પૈસાનો લાભ તો ઘણાયને છે, પણ રહે છે ક્યાં? અરે ! પૈસાવાળાને તો ઘણાં લાકડાં (શલ્ય) હોય છે. આ છાપરું હોય છે તેમાં એક એક વળીને એક-એક ખીલો હોય છે પણ મોભને? મોભને અનેક ખીલા હોય છે. તેમ મોટો શેઠ થાય તેને ઘણા ખીલા વાગે છે; એક સ્ત્રીનો ખીલો, એક પુત્રનો ખીલો, એક વેપારઉદ્યોગનો ખીલો એવા બીજા પારાવાર ખીલા એને વાગે છે. બિચારો શું કરે? એને સાંભળવા રહેવાની કયાં નવરાશ છે? પણ બાપુ! અવસર તો ચાલ્યો જશે અને સંસાર (દુઃખ) ઊભો રહેશે હોં.
માટે કહે છે-નિર્મળાનંદનો નાથ પ્રભુ તું અંદર છે તેનું આલંબન લે. તેમ કરતાં જ તને આત્મલાભ થશે. ભાઈ ! પૈસામાં ધૂળેય લાભ નથી અને દયા, દાન, વ્રત આદિ શુભરાગના પરિણામમાંય લાભ નથી. એ સર્વમાં (બારમાં) લાભ માનીને તો અનંતકાળ દુઃખમાં મરી ગયો છે. હવે દષ્ટિ ફેરવી દે અને જ્યાં અતીન્દ્રિય મહાપદાર્થ પ્રભુ તું અંદર પડ્યો છે ત્યાં દષ્ટિ કરે અને તેનો જ આશ્રય કર, તેમાં જ એકાગ્ર થા. તેથી તને આત્મલાભ થશે અને અનાત્માનો પરિહાર થઈ જશે.
કહ્યું? કે અંતરસ્વરૂપમાં એકાગ્ર થતાં અર્થાત્ તેનું આલંબન લેતાં આત્મલાભ થાય છે, આત્માની નિરાકુળ શાન્તિનો લાભ થાય છે અને અનાત્માની અર્થાત્ રાગાદિનો પરિહાર સિદ્ધ થઈ જાય છે. અહા! આ સ્વભાવનું ગ્રહણ થતાં અનાત્માનો-રાગાદિનો ત્યાગ સિદ્ધ થઈ જાય છે એમ કહે છે. કેવી સરસ વાત! જાણે એકલું અમૃત !
હા, એનો (અમૃતનો) પ્રચાર થવો જોઈએ.
અરે ભાઈ! આત્મા અંદરમાં પ્રચાર કરે કે બહાર? અહીં તો અંદરના પ્રચારની વાત છે. બહારમાં તો એ કરે જ શું? (કાંઈ નહિ). ભાષા તો જુઓ! કે અંતરના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com