________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ નિગ્રંથ દિગંબર મુનિવર હતા. ત્રણ કષાયના અભાવસહિત તેમને વીતરાગી શાન્તિ પ્રગટ હતી. અહો! તેઓ અતીન્દ્રિય આનંદના પ્રચુર સ્વસંવેદનમાં ઊભા હતા. કાંઈક વિકલ્પ આવતાં તેઓ આ કહે છે કે ભાઈ ! તારે ધર્મ કરવો છે ને? તો ચૈતન્યનું નિધાન પ્રભુ આત્મા એકનું જ આલંબન લે; તેના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે. દેવ-ગુરુશાસ્ત્ર, પંચ પરમેષ્ઠી ઇત્યાદિનું (પરનું) આલંબન તો, વચ્ચે શુભરાગ આવે છે એટલા પુરતું નિમિત્તથી કહ્યું છે. (વાસ્તવમાં તેઓ આલંબન છે નહિ).
અહાહાહા...! જ્ઞાનાનંદસ્વભાવના એકના આલંબનથી જ જ્ઞાનસ્વભાવમય જે નિજપદ તેની પ્રાપ્તિ થાય છે. આ અતિથી વાત કરી. હવે કહે છે-તેના આલંબનથી જ “ભ્રાંતિનો નાશ થાય છે,” –આ નાસ્તિથી કહ્યું. નિજપદના આલંબનથી જ નિજપદની પ્રાપ્તિ થાય છે અને ભ્રાન્તિનો નાશ થાય છે. ભાઈ ! બીજી કોઈ રીત મિથ્યાત્વનો નાશ થતો નથી એમ કહે છે. ભાઈ ! તું રાગ ને વિકલ્પને આત્મામાં મિલાવટ કરીને માને છે પણ એ તો મિથ્યાબુદ્ધિ છે. અહીં તો આ કહે છે કે-આત્મા ચંદ્રમાની જેમ શીતળ-શીતળશીતળ વીતરાગી શીતળતાના સ્વભાવથી ભરેલો એકરૂપ જિનચંદ્ર પ્રભુ છે. તે તેના આલંબનથી જ પ્રાપ્ત થાય છે.
ત્યારે કેટલાક કહે છે-અમને આ મોંઘુ (કઠણ) પડે છે, કોઈ સોંઘો (સહેલો) મારગ છે કે નહિ?
અરે ભાઈ ! જેમ શીરો કરે છે ત્યારે પહેલાં લોટને ઘીમાં શેકે છે અને પછી અંદર સાકરનું પાણી નાખે છે. પણ આ રીત મોંઘી પડે છે એમ જાણી કોઈ લોટને સાકરના પાણીમાં પહેલાં શકે અને પછી ઘી નાખે તો? તો શીરો તો શું લોપરીય ના થાય. સમજાણું કાંઈ...? તેમ ભગવાનનો આ મારગ મોંઘો (કઠણ) પડે છે એમ જાણી અજ્ઞાની પહેલાં વ્રત, તપ, આદિ કરવા મંડી પડે છે. પણ અરે ભગવાન ! જેને તું સોંઘો (સહેલો) મારગ માને છે તે સોંઘો મારગ નથી બાપા! તે મારગ જ નથી. એનાથી નિજપદની પ્રાપ્તિ નહિ થાય, મિથ્યાત્વનો નાશ નહિ થાય. રાગના આલંબનથી તો રાગની-દુઃખનીચારગતિના કલેશની જ પ્રાપ્તિ થશે. આવી વાત છે.
ભાઈ ! તું ત્રિકાળી એકરૂપ જે જ્ઞાયકભાવ છે તેનું આલંબન લઈશ તો તને જ્ઞાયકભાવની પ્રાપ્તિ થશે. નિજસત્ત્વરૂપ જે જ્ઞાયકભાવ તેની પ્રાપ્તિ થતાં “હું રાગવાળો છું ને હું પર્યાય જેટલો છું'-ઇત્યાદિ જે પરમાં ભ્રાન્તિ છે તેનો અર્થાત મિથ્યાત્વનો નાશ થશે. મિથ્યાત્વના નાશ થવાનો આ એક જ ઉપાય છે.
કહે છે-“તેના (જ્ઞાયકભાવના) આલંબનથી જ ભ્રાન્તિનો નાશ થાય છે, આત્માનો લાભ થાય છે, અનાત્માનો પરિહાર સિદ્ધ થાય છે.'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com