________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪ ]
[ પ્રવચન રત્નાકર ભાગ-૭ વાત છે. આકરી વાત બાપા! અજ્ઞાની દયા પાળે તો પણ તેને મિથ્યાત્વનું બંધન થાય છે કેમકે તે “હું પરની દયા પાળું છું” એમ માને છે, જ્યારે જ્ઞાની ભોગમાં જોડાય છે છતાં તેને તે ભોગ નિર્જરાનું નિમિત્ત થાય છે. બાપા! દષ્ટિના ફેરે બધો ફેર છે. (આત્મદષ્ટિવંતનું વીર્ય ભોગમાં ઉલ્લસિત નથી જ્યારે મિથ્યાદષ્ટિનું વીર્ય ભોગમાં જ રચ્યું-પચેલું છે.) આવી વાત છે.
ગાથામાં પાઠમાં તો ‘૩૧મો મિંઢિયેટિં ણં ણઃિ સમ્મવિઠ્ઠી'—એમ છે ને? મતલબ કે સમ્યગ્દષ્ટિ દ્રવ્યન્દ્રિયો વડે ચેતન-અચેતન દ્રવ્યોનો ઉપભોગ કરે છે એમ કહ્યું છે ને? પરંતુ ભાઈ ! પરનો કર્તા તો આત્મા છે જ નહિ. દ્રવ્યેન્દ્રિયોને ચલાવી શકે એવી કોઈ શક્તિ આત્મામાં નથી. ઇન્દ્રિયોનું પરિણમન એ તો જડ પરમાણુઓનું પરિણમન છે, એ કાંઈ આત્માની ક્રિયા નથી અને આત્મા તે કરી શકે છે એમ પણ નથી. પરંતુ અજ્ઞાની તે જડની ક્રિયા પોતાને લઈને થઈ છે એમ માને છે. જ્યારે જ્ઞાની જડની ક્રિયા જડને લઈને જડમાં થઈ છે એમ માને છે. જુઓ, આ દષ્ટિનો ફેર! અરે, જ્ઞાની તો દ્રવ્યન્દ્રિયોની ક્રિયાના કાળે તેના નિમિત્તમાત્રપણે તેને જે વિકલ્પ-રાગ થયો તેનું કર્તાપણું અને
સ્વામિત્વ પણ સ્વીકારતો નથી. બહુ સૂક્ષ્મ માર્ગ, બાપુ! વીતરાગ માર્ગનાં રહસ્યો સમજવા બુદ્ધિ સૂક્ષ્મ-તેજ કરવી જોઈશે.
ભગવાન ! અજ્ઞાનપણે અનંતકાળ તેં દુ:ખમાં ગાળ્યો છે. હજારો સ્ત્રીઓનો સંગ છોડીને નગ્ન દિગંબર સાધુ થયો અને આકરાં બ્રહ્મચર્યાદિ પાળ્યાં. પણ તેથી શું? છહુઢાલામાં આવે છે ને કે
મુનિવ્રત ધાર અનંત બાર ગ્રીવક ઉપજાય,
પૈ નિજ આતમજ્ઞાન બિના સુખ લેસ ન પાયો.” મતલબ કે રાગથી ભિન્ન આત્માના જ્ઞાન અને ભાન વિના તને આનંદના અંશનું પણ વેદન આવ્યું નહિ. તેનો અર્થ એ થયો કે પંચમહાવ્રતના પરિણામ તને લેશ પણ સુખ આપી શકયા નહિ. કયાંથી આપે? જે સ્વયે રાગરૂપ છે, દુઃખરૂપ છે તે સુખ કયાંથી આપે ? ભાઈ ! ૨૮ મૂલગુણ પાળવા તે રાગ છે અને તે રાગ હોવાથી દુ:ખરૂપ છે. જ્ઞાનીને એવો રાગ આવે છે પણ તેને તે કર્તવ્યરૂપ માનતા નથી.
અહીં કહે છે-જેને સ્વરૂપની આશ્રયરૂપ પરિણતિમાં-હું ચિદાનંદમય વીતરાગસ્વભાવી પરમાત્મદ્રવ્ય છું, સ્વયં ભગવાન સ્વરૂપ છું-એમ દ્રવ્યદષ્ટિ થઈ છે તે જ્ઞાની છે. તેને ચારિત્ર મોહના ઉદયના નિમિત્તે જરા રાગ તો થાય છે જુઓ, ચારિત્રમોહના ઉદયના નિમિત્તથી ” –એમ કહ્યું છે હોં; તેમાં ઉપાદાન તો પોતાનું છે. કહે છે-જ્ઞાનીને રાગ તો થાય છે પરંતુ રાગને તે રોગ સમાન જાણે છે તથા તે ભોગસામગ્રીમાં જાય છે (જોડાય છે), પણ તેને તે ઔષધિ સમાન જાણે છે. જ્ઞાની રાગને કે ભોગપભોગસામગ્રીને-કોઈને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com